________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૭૧ બીજી એક વાત એ છે કે જો તે લોકોને પ્રતિક્રમણમાં પૂર્વોક્ત દેવતાઓનો કાયોત્સર્ગ કરવાથી પાપ લાગતું હોય ! તો પ્રવ્રયા-પ્રતિષ્ઠા વિધિમાં તે પૂર્વોક્ત દેવતાઓનો કાયોત્સર્ગ કરવામાં પાપ નથી લાગતું?
તેથી સત્ય જ કહ્યું છે કે.. આંધે ચૂહે થોથે ધાન, જૈસે ગુરુ તૈસે યજમાન, અહીં આ વિષયમાં પણ એમ જ છે, એવું અપક્ષપાતિ સમ્યગ્દષ્ટિ નિશ્ચય કરશે!
મારવાડ અને માલવદેશમાં રહેનારા કેટલાક ભોળા શ્રાવકો તો એવા છે કે જેઓએ કોઈ બહુશ્રુત પાસેથી યથાર્થ શ્રીજિનમાર્ગ પણ સાંભળ્યો નથી, તેઓની કુયુક્તિઓથી શ્રીહરિભદ્રસૂરિજી આદિ હજારો આચાર્યો કે જે જૈનમતમાં મહાજ્ઞાની હતા, તેઓશ્રીને સમંત જે ચાર થોય, મૃતદેવતાક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવા રૂપ મત છે. તેને ઉત્થાપીને સ્વકપોલકલ્પિત મતની જાળમાં ફસાય છે. આ કામ સમ્યગદૃષ્ટિ અને ભવભીરુ જીવોનું નથી.
તથા શ્રીરત્નવિજય-ધનવિજયજીએ પૂ.આ.ભ.શ્રી જગતચંદ્રસૂરિજીને પોતાની આચાર્ય પટ્ટપરંપરામાં માન્યા છે. અને તેમના શિષ્ય શ્રીદેવેન્દ્રસૂરિજીએ ચૈત્યવંદન ભાષ્યમાં અને તેમના શિષ્ય શ્રીધર્મઘોષસૂરિજીએ તે ભાષ્યની સંઘાચાર વૃત્તિમાં ચાર થાયથી ચૈત્યવંદનાની સિદ્ધિ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કરીને ખૂબ સારી રીતે નિશ્ચિત કરી છે, જેનું સ્વરૂપ આગળ લખ્યું જ છે, તેને માનતા નથી. એનાથી પોતાના જ આચાર્યોને અસત્યભાષી માને છે. તો પછી શ્રીરત્નવિજયજી-ધનવિજયજી પણ સત્યભાષી કેવી રીતે સિદ્ધ થશે?
જો શ્રીરત્નવિજયજી-ધનવિજયજી અચલગચ્છનું મતનું શરણું લેતા હોય તો પણ અયોગ્ય છે. કારણ કે અચલગચ્છના મતવાળા તો ચારેય થાય માનતા નથી. તેઓ તો લોગસ્સ, પુફખરવર, સિદ્ધાણં-બુદ્ધાણં, આ ત્રણ થાય માને છે, અન્ય નહિ. આ વાત અંચલકૃત શતપદી ગ્રંથના ૧૪-૧પ-૧૬ પ્રશ્નોત્તરમાં જોઈ લેવી
•
|
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org