________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૮૭ કોઇક સ્થળે સામાન્યથી વિધિ કહી છે તો કોઇક સ્થળે વિસ્તારથી વિધિનું કથન કર્યું છે.
સુજ્ઞજન ભવભીરુઓને તો શાસ્ત્રની સૂચના માત્રથી જ બોધ થઈ જાય છે. જયારે ઘણા ગ્રંથોના પાઠ જુએ, ત્યારે તો તેને કિંચિત્ માત્ર પણ કદાગ્રહ રહેતો નથી. તેથી અમે ઘણી નમ્રતાપૂર્વક શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીને કહીએ છીએ કે પ્રથમ તો તમે કોઇ ત્યાગી ગુરુની પાસે પુનઃ સંયમ લો અર્થાત્ પુનઃ દીક્ષા અંગીકાર કરો. ત્યારબાદ સાધુ સામાચારી, જિન સામાચારી, જેમને પોતાના આચાર્ય તરીકે માનો છો તે શ્રીજગચંદ્રસૂરિજીની પ્રમુખ પૂર્વપુરુષોની તથા તેમની શિષ્ય પરંપરાની સામાચારી માનો. યથાશક્તિ સંયમ-તપમાં ઉદ્યમ કરો અને જૈનમતથી વિરુદ્ધ જે ત્રણ થોયની પ્રરૂપણાથી કેટલાક ભોળા ભવ્યજીવોને વ્યુહ્વાહી કર્યા છે, તેમને પુનઃ સત્ય જે ચાર થોયનો મત છે, તે કહીને સત્ય સમજાવો અને ઉત્સુત્ર પ્રરૂપણાનું મિચ્છામિ દુક્કડું આપો તો અવશ્ય તમારો મનુષ્ય જન્મ સફલ થઈ જશે. નહીંતર જિનવચનથી વિરુદ્ધ ચાલવાથી કોણ જાણે કેવી કેવી અવસ્થા આ સંસારમાં ભોગવવી પડશે ! તે તો જ્ઞાની જાણે અને પોતાના ક્ષયોપશમ મુજબ પોતે જાણે છે. પ્રશ્ન:- પ્રથમ તમે અમને એ વાત કહો કે સમ્યદૃષ્ટિ દેવતાદિકનો કાયોત્સર્ગ કરવાથી લાભ શું થાય છે? અને કયા કયા શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિ દેવતાઓને માનવા, કાયોત્સર્ગ કરવા લખ્યું છે અને કયા કયા શ્રાવક સાધુએ આ કાર્ય કર્યું છે, તે સર્વે અમને સમજાવો. ઉત્તર :- શ્રીપંચાશક સૂત્રના ઓગણીસમા પંચાશકના પાઠમાં આ વાત કરી છે, તે પાઠ હવે અહીં અમે લખીએ છીએ.
(૬૨) તથા ૨ તત્વા: હિં માળો વિ અસ્થિવિત્તો, તહાં તહીં देवयाणिउएण ॥ मुद्धजिणाणहिउ खलु, रोहिणीमाई मुणेयव्वो ॥२३॥ व्याख्या ॥अन्यदपि अस्ति विद्यते चित्र विचित्रं तप इति गम्यते तथा तेन तेन प्रकारेण लोकरुढेन देवतानियोगेन देवतोद्देशेन मुग्धजनानामव्युत्पन्न
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org