________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
કાયોત્સર્ગ કહે છે. તિ ગાથાર્થ: I
પૂર્વપક્ષ :- જો ચાતુર્માસી આદિમાં ક્ષેત્રદેવતાદિનો કાયોત્સર્ગ કરવાનો શ્રીભદ્રબાહુ સ્વામીજીએ કહ્યો છે, તો પછી કેમ સંપ્રતિકાળમાં-વર્તમાનકાળમાં દરરોજ કાયોત્સર્ગ કેમ કરાય છે ?
(આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારશ્રીજી જ આપે છે.)
ઉત્તરપક્ષ :- “iqo' ઇત્યાદિ ગાથા ૧૦૦૩ની વ્યાખ્યા. વર્તમાનકાળમાં નિત્ય પ્રતિદિન જે ક્ષેત્રદેવતાદિનો કાયોત્સર્ગ કરાય છે, તેનું કારણ એ છે કે વર્તમાનકાળમાં તે દેવતાઓનો સાંનિધ્યાભાવ હોવાથી અર્થાત્ પૂર્વકાળમાં યદાકદા એકવાર કાયોત્સર્ગ કરવાથી તે દેવ શાસનની પ્રભાવના નિમિત્તે ઉપદ્રવનો નાશ કરતા હતા. જયારે વર્તમાનકાળમાં કાલદોષથી યદા કદા એકવાર કાયોત્સર્ગ કરવાથી તે દેવો સાંનિધ્ય કરતા નથી. તેથી તેમને પ્રતિદિન કાયોત્સર્ગ દ્વારા જાગૃત કરતાં સાંનિધ્ય કરે છે. તેથી નિત્ય પ્રતિદિન કાયોત્સર્ગ કરાય છે.
તે તે કાયોત્સર્ગ કરવાથી વિશિષ્ટ અતિશયવાન્ વૈયાવૃત્યકરાદિ જે દેવો છે તે જાગૃત થાય છે.
વળી માત્ર વૈયાવૃત્ય કરનારા પ્રસિદ્ધ દેવતાનો કાયોત્સર્ગ જ કરતો નથી. પરંતુ ‘શાંતિકરાણં' ઇત્યાદિક દેવતાઓનો પણ કાયોત્સર્ગ ગ્રહણ કરવો તથા પ્રભૂતકાલથી અર્થાત્ ઘણા લાંબા સમયથી પૂર્વધરોના કાળથી પૂર્વોક્ત દેવતાઓનો પ્રતિદિન પૂર્વાચાર્યો કાયોત્સર્ગ કરતા આવ્યા છે. તેથી પૂર્વોક્ત દેવતાઓનો નિત્ય કાયોત્સર્ગ કરાય છે. કૃતિ ગાથાર્થ: ।।
૨૦૯
આ રીતે સિદ્ધ થતે છતે પુનઃ શું કરવું જોઈએ, તે કહે છે.
""
“વિન્ધવિધાયાળ॰' ઇત્યાદિ ૧૦૦૪ ગાથાની વ્યાખ્યા. વિઘ્નવિદ્યાતને માટે આત્માના ઉપસર્ગના નિવારક હોવાથી અને શ્રીજિનમંદિરની રક્ષા કરવાથી – દેવભવનનું પાલન કરવાથી નિત્ય પ્રતિદિન આ દેવતાઓની પૂજા કરવી જોઈએ. અર્થાત્ દિન પ્રતિદિન તે દેવતાઓનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org