________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
કર્મક્ષય નિમિત્તે કરવામાં મુગ્ધ હોવાથી પ્રવૃત્ત થતા નથી.
અને જે સત્બુદ્ધિવાળા છે તે તો પૂર્વોક્ત ગમે તે તપ કરે તે સર્વે મોક્ષ માટે જ કરે છે ।। યદાહ / ઉત્તમપુરુષોની જે મતિ છે તે મોક્ષાર્થમાં જ ઘટે છે. અને મોક્ષાર્થની જે ઘટના છે તે આગમની વિધિ કહેવાથી જ છે. કારણ કે આગમ વિના તે જે આલંબન કરે છે, તે સર્વે અનાભોગહેતુક છે.
એવું ન કહેવું કે દેવતાને ઉદ્દેશીને કરતો તપ સર્વથા નિષ્ફળ છે અથવા આલોકના જ ફલવાળો છે. પરંતુ ચારિત્રનો પણ કારણ છે. હવે આ તપ જે રીતે ચારિત્રનું કારણ બને છે, તે બતાવે છે
‘વં પડિવત્તિ’ ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા એવા પ્રકારના પૂર્વે કહેલા સાધર્મિક દેવતાઓના કુશલ અનુષ્ઠાનમાં નિરુપસર્ગતાદિ કારણે કરીને પ્રતિપત્તિ તપ રૂપ ઉપચાર કરીને તથા ઉક્ત સ્વરૂપથી કષાયાદિ નિરોધપ્રધાન તપથી, પાઠાંતરથી પૂર્વે કહ્યા પ્રમાણે કરવાના યોગે માર્ગાનુસારી હોવાથી સિદ્ધપંથને મોક્ષમાર્ગને અનુકૂલ અધ્યવસાયથી “વરળ વા” આપ્તપુરુષના આ કથનાનુસાર ચારિત્ર સંયમ ઘણા મહાનુભાવ જીવોને પૂર્વકાળમાં પ્રાપ્ત થયું છે.
૧૯૫
તથા “સવ્વાંગ સુંવાં.” ઇત્યાદિ બે ગાથાની વ્યાખ્યા -
સર્વાંગ સુંદર છે. જે તપવિશેષમાં તે સર્વાંગ સુંદર તપ. અહીં તથા શબ્દ સમુચ્ચયાર્થક છે. રોગોનો અભાવ હોય તેને નિરુજ કહેવાય. તે જ શિખાની જેમ શિખાપ્રધાન ફલ જેમાં છે તે નિરુકશિખાતપ જાણવો. જેનાથી પરમોત્તમ ભૂષણ આભરણ થાય છે. તેને પરમભૂષણ તપ જાણવો. ચ કાર સમુચ્ચયાર્થક છે. તથા જે ભવિષ્યકાળમાં મનવાંછિત ફલની સિદ્ધિ કરે તે સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ જાણવો.
આ કહેલા તપોથી અને અન્ય પ્રકારના તપથી શું ફળ પ્રાપ્તિ થાય છે, તે બતાવે છે.
તપના જે ભેદ વિશેષો અન્ય ગ્રંથકાર આચાર્યોએ જયાં બતાવ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org