________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૨૦૧ છોડતો નથી. એની પ્રકૃત્તિ એવી જ બની જાય છે.
આવું થવાથી જ દિગંબર અને ટૂઢીયે (સ્થાકવાસી) પ્રમુખ ઘણા મન કલ્પિત મતો પ્રચલિત થઈ ગયા છે.
કેટલાક લોકો પણ એવા હોય છે કે જેના વચન ઉપર એમને વિશ્વાસ બેસી જાય, ત્યારે તે ભલે સત્ય હોય કે અસત્ય હોય, પરંતુ તે લોકો તો તેના જ વચનના અનુસાર ચાલે છે. તેનાથી તે હઠાગ્રહી પુરુષોને પણ મજબૂત નાદ લાગી જાય છે કે હવે મારી વાત જ સિદ્ધ કરીને લોકોમાં ચલાવવી જોઈએ. જેથી લોકો પણ મને કહેશે કે આ જ સાચો તત્ત્વવેત્તા છે, શાસ્ત્રશોધક છે. જુઓ મોટા મોટા આચાર્યોની ભૂલ પણ આ પુરુષે બતાવી દીધી ને? આ કેવો વિદ્વાન છે. શાસ્ત્રજ્ઞ છે ! એવા એવા વિકલ્પો એના હૃદયમાં હરહંમેશ રહ્યા કરે છે તેનાથી જિનવચન ઉત્થાપન કર્યાનો ભય તેને રહેતો જ નથી.
આથી અમે શ્રાવકોને સત્ય સત્ય કહીએ છીએ છે કે હવે જો કોઈ પોતાનું નામ રાખવા માટે ટકાવવા માટે નવીન પંથ ચાલું કરવાનો ઉપદેશ કરે તો તમે સાંભળશો નહિ અને કોઈ વિકારી જનોના કથનથી પૂર્વાચાર્યોના કથનોને તોડફોડ કરનારી કુયુક્તિઓનો આશરો લઈને જુઠી હઠ કરશો નહિ, તો હવે આપણા જૈનમતમાં કોઇપણ નવીન ડખલ કરે અને જેનાથી સ્થાનકવાસીઓની જેમ ઘણા લોકો દુર્ગતિના અધિકારી થઈ જાય, એવો દુરાગ્રહી મત નિકળવાનો ભય ટળી જશે.
- અસત્ય ઉપદેશક વિકારીજનોને પણ અમારે એ કહેવું છે કે, તમે પણ પરલોકમાં આ કદાગ્રહથી દુ:ખ પ્રાપ્ત થશે. એવો ભય રાખીને શ્રીજિનવચનો ઉપર શ્રદ્ધા લાવીને કદાગ્રહ છોડી દો.
ખરેખર તમે સમજુ હોવ તો એવું ન વિચારતા કે લોકોની આગળ એકવાર જે વાત પ્રરૂપી છે, તેને અસત્ય કહીને મિચ્છામિ દુક્કડું આપવાથી મારું માનભંગ થશે. પરંતુ એવું વિચારજો કે આ ભવના માનભંગરૂપ દુઃખના સ્થાને પરભવમાં મને સંસાર તરવો સુલભ બની જશે, તે મોટો લાભ છે.
આ જ વાતને પોતાના હૈયામાં દઢ કરો અને આ ભવમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org