________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૯૯ કયા શાસ્ત્રમાં લખ્યું છે કે સમ્યગુદૃષ્ટિ દેવતાઓનો કાયોત્સર્ગ કરવાથી અને તેમની થોયો કહેવાથી પાપ લાગે છે? તે અમને બતાવો.
(૬૫) જો તમે કહેશો કે મુગ્ધ જીવોને પૂર્વોક્ત દેવતાઓનો તપ કરવાનો અને પૂજન કરવાનું કહ્યું છે પરંતુ તત્ત્વવેતા શ્રાવકોને નહિ!
તેનો જવાબ એ છે કે... હે ભવ્ય ! અંહી તત્ત્વવેત્તાઓને પણ પૂર્વોક્ત દેવતાઓના તપાદિ કરવાનો નિષેધ કર્યો નથી. પરંતુ આ લોક માટે ન કરવો, મોક્ષ માટે કરે તો નિષેધ નથી. એવું કથન છે. આવશ્યક વંદિતું સૂત્રમાં “સદ્ધિી તેવા, રિંતુ સમર્દિ વ વોદિં ” આ કથન છે. આ પાઠની ચર્ચા આગળ કરી જ છે. આ પાઠ તો તત્ત્વવેત્તા શ્રાવકોને પણ પ્રાયઃ નિત્યપઠનમાં આવે છે. આથી ધર્મકૃત્યોમાં વિનોને દૂર કરવા માટે પૂર્વોક્ત દેવતાઓનો તપ, પૂજન,કાયોત્સર્ગ અને થોય કહેવી, આ જાણકાર શ્રાવકોએ કરવી જોઈએ. તે સિદ્ધ થાય છે.
તથા મુગ્ધ (ભોળા) શ્રાવકોને પણ પૂર્વોક્ત દેવતાઓનો તપ કરવો પૂજા, કરવી, તે પણ મોક્ષમાર્ગ જ કહ્યો છે. તેથી ધર્મરૂચિવાળા જીવોએ કોઇ અજ્ઞજનના અસત્ય વચનો સાંભળીને હઠાગ્રહી બનવું જોઈએ નહિ. આ હુંડા અવસર્પિણી કાળમાં આજે જે જૈનમતમાં ઘણા ઘણા મત જોવામાં આવે છે. તે સર્વે પૂર્વે આવા જ હઠાગ્રહી લોકોથી નિકળ્યા છે. જેથી આજે સેંકડો મત પ્રચલિત થઈ રહ્યા છે. કારણ કે કોઈ વિકારી પુરુષે પોતાની હોંશીયારી ચતુરાઈ બતાવવા માટે સો પચાસ પુરુષોની સભામાં એવી વાત કાઢી કે આ વાત આવી રીતે હોવી જોઈએ. અને શાસ્ત્રોમાં તે રીતે જોવા મળે છે. આ રીતે કોઇ વાત એકવાર જાહેરમાં મુખમાંથી નિકળી જાય એટલે તેને સિદ્ધ કરવા માટે તે પુરુષના મનમાં હજારો યુક્તિઓ ઉત્પન્ન થાય છે. પાછળથી તેને સત્યાસત્ય ભાષણ કરવાનું કંઈ ભાન પણ રહેતું નથી. તેને એ જ વિચાર હૃદયમાં ભરેલો રહે છે કે કોઈપણ રીતે મારા વચનને સિદ્ધ કરવું જોઈએ. પરંતુ કુયુક્તિ કરવાથી મારો જન્મ બગડી જશે, એવો વિચાર કિંચિત્ માત્ર પણ આવતો નથી. તે પોતાના વચનને સત્ય સિદ્ધ કરવાની હઠ ક્યારે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org