________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
‘મિચ્છામિ દુક્કડં’ દેવાથી વિવેકીજનોના હૃદયમાં તો તમે મહાપુરુષોની જેમ સ્થિર બનશો. કારણ કે જે પોતાની ભૂલનો સ્વીકાર કરીને પ્રાયશ્ચિતનો સ્વીકાર કરે છે, તેને ચતુર લોકો મોટા પંડિતોથી પણ અધિક ગણે છે. તેથી વાસ્તવમાં તો આ ભવમાં પણ કોઇ માનભંગ થતું નથી. પરંતુ મહત્ત્વપણાની પ્રાપ્તિ થાય છે. આ રીતે સત્ય વિચાર કરનારા પુરુષોને તો સર્વ વાત સુલભ જ હોય છે. તો પછી વિશેષ શું કહેવું !
(૬૬) સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં કુમુદચંદ્ર દિગંબરને વાદમાં જિતનારા, ૩૩ હજાર મિથ્યાર્દષ્ટિઓનાં ઘરોને પ્રતિબોધ કરનારા, ૮૪ હજાર શ્લોક પ્રમાણ સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથના રચયિતા, સુવિહિત શિરોમણિ, સુવિહિતચક્ર ચૂડામણિ શ્રીદેવસૂરિજી વિરચિત શ્રીજીવાનુશાસન નામનો ગ્રંથ છે. તે ગ્રંથની ટીકા ઉત્તરાધ્યયનસૂત્રના વૃત્તિકાર શ્રીનેમિચંદ્રસૂરિજીએ કરી છે. તે ટીકાનું સંશોધન શ્રીજિનદત્તસૂરિજીએ કરેલ છે. આ વાત આ પુસ્તકના અંતમાં ગ્રંથકારશ્રીએ જ લખી છે. આ ગ્રંથ હાલ અણહિલપુર પાટણના જ્ઞાનભંડારમાં મોજુદ છે. તેનો પાઠ ભવ્યજીવોને સંશયમાં પાડનારા કદાગ્રહને દૂર કરવા માટે અહીં લખીએ છીએ. આ પાઠ જે માનશે નહિ, તેને શ્રીચતુર્વિધ સંઘે દીર્ઘ સંસારી જાણી લેવો.
૨૦૩
(૬૭) તથા ચ તત્વા: II
तह बंभ संति माइण, केइ वारिंति पूयणाईयं । तत्त जउ सिरिहरिभद्रसूरिणाणुमयमुत्तं च ॥९०१ ॥
व्याख्या : - तथेति वादांतरभणनार्थो ब्रह्मशांत्यादीनां मकारः पूर्ववत् आदिशब्दादंबिकादिग्रहः केऽप्येके वारयंति पूजनादिकमादिग्रहणाच्छेषतदौचित्यादिग्रहः तत्पूजादिनिषेधकरणं नेति निषेधे यतो यस्मात् श्रीहरिभद्रसूरेः सिद्धांतादिवृत्तिकर्तृरनुमतमभीष्टं तत्पूजादिविधानं उक्तं च भणितं च पंचाशके इति गाथार्थः ॥ तदेवाह । साहंमिया य एए, महड्डिया सम्मदिट्टिणो जेण ॥ एतोच्चिय उच्चियं खलु, एएइसिं इत्थं पूयाई ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org