________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૯૭
તે તે અનેક પ્રકારના ગ્રંથોમાં તપના ફળ બતાવ્યા છે. આ પ્રમાણે ભાવાર્થ જાણવો. પૂર્વપક્ષ:- આ તમારો તપ વાંછા સહિત હોવાથી મુક્તિનો માર્ગ બનશે નહિ ! ઉત્તરપક્ષ :- આ પૂર્વોક્ત જે વાંછા સહિત તપ બતાવ્યા છે, અને જે મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ હોય, તે ઉપચારથી મોક્ષમાર્ગ જ છે. પૂર્વપક્ષ-પૂર્વોક્ત તપથી કેવા પ્રકારનો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે? ઉત્તરપક્ષ - શિક્ષણીય જીવને અનુરૂપ હોવાના કારણે મોક્ષમાર્ગ બની શકે છે. કારણ કે કેટલાક શિષ્યો પ્રથમ વાંછાસહિત અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થયા બાદ નિરભિમ્પંગ વાંછારહિત અનુષ્ઠાનને પ્રાપ્ત કરતા હોય છે.
(૬૪) હવે ભવ્ય જીવોએ વિચારવું જોઈએ કે શ્રાવક-શ્રાવિકાઓને અંબિકા પ્રમુખ દેવીઓનો તપ કરવો અને તેમની મૂર્તીઓની પૂજા કરવાની શાસ્ત્રમાં કહી છે. તથા તેમની આરાધના માટે તપ કરવાનો કહ્યો છે અને તે તપ ઉપચારથી મોક્ષનો માર્ગ કહ્યો છે. તો પછી કોઈ મતાગ્રહી શાસનદેવતાનો કાયોત્સર્ગ અને થોય કહેવાનો નિષેધ કરે છે, તેને શ્રીજૈનધર્મની પંક્તિમાં કેવી રીતે ગણી શકાય ! અર્થાત ન જ ગણાય. કારણ કે જૈનમતમાં સૂર્યસમાન શ્રીહરિભદ્રસૂરિકૃત પંચાશક સૂત્રના મૂલ અને નવાંગી વૃત્તિકારક શ્રી અભયદેવસૂરિકૃત પંચાશકની ટીકામાં તપ કરીને સમ્યગ્દષ્ટિઓની પ્રતિમાની પૂજા કરવી, એવું પ્રગટપણે કહ્યું છે.
વળી જેઓ પંચમકાલમાં સકલ શાસ્ત્રોની પારગામી હતા, સંપૂર્ણ શ્રુતજ્ઞાની કહેવાતા હતા, તે મહા પુરુષોના વચન જો ન માને તો શું તે અજ્ઞજીવને સમજાવવા માટે શ્રીમહાવિદેહ ક્ષેત્રમાંથી કોઈ કેવલજ્ઞાની આવશે?
હું ઘણી દિલગીરીથી લખું છું કે તમે જે આ નવીન મતના અંકુરા ઉત્પન્ન કરવાની ઇચ્છા રાખો છો કે, સમ્યગ્દષ્ટિ દેવતાદિકનો કાયોત્સર્ગ ન કરવો અને થોયો પણ ન કહેવી, તે કયા શાસ્ત્રમાં લખેલું જોઈને કહો છો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org