________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૯૩
(૬૩) આ પાઠનો ભાવાર્થ લખાય છે. ‘“મન્નોવિ.” ઇત્યાદિ ગાથા. વ્યાખ્યા અન્ય પ્રકારે, પૂર્વોક્ત તપના સ્વરૂપથી અન્યતર પણ વિચિત્રપ્રકારનો તપ છે. તે તે પ્રકારે લોકરુઢીથી દેવતાને ઉદ્દેશીને મુગ્ધઅવ્યુત્પન્ન બુદ્ધિવાળા લોકો વિષયાભ્યાસરૂપ હોવાથી હિતકારી જ છે. રોહિણી આદિ દેવતાઓને ઉદ્દેશીને જે તપ કરાય છે. તેને રોહિણી આદિ તપ જાણવો. આ પ્રમાણે ગાથાર્થ છે.
હવે દેવતાઓને જ બતાવતાં કહે છે. ‘રોહિ” ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા - ૧ રોહિણી, ૨ અંબા, ૩ મદપુણ્વિકા. ૪ સર્વસંપત્, ૫ સૌખ્યા. ‘“સુર્યમંતિસુરતિ’” ॥ ૬ શ્રુતદેવતા, ૭ શાંતિદેવતા, ૮ કાલી, ૯ સિદ્ધાયિકા આ નવ દેવીઓ છે. આ પ્રમાણે ગાથાર્થ છે.
‘“મારૂં” ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા - ઇત્યાદિ દેવતાઓને આશ્રયીને તેની આરાધના માટે અપવસન અપજોષણ કરવો એ નાનાદેશમાં પ્રસિદ્ધ છે. તે સર્વ તપવિશેષ છે. તેમાં રોહિણીતપ રોહિણીનક્ષત્રના દિવસમાં ઉપવાસ કરે, એ રીતે સાત વર્ષ સાત માસ અધિક તપ કરે અને શ્રીવાસુપૂજ્ય તીર્થંકર ભગવંતની પ્રતિમાની પ્રતિષ્ઠા અને પૂજા કરે છે. II કૃતિ રોહિળી તપ. |
તથા અંવાતપ ! પાંચ પંચમીમાં એકાદશીઓમાં અને શ્રીનેમિનાથ ભગવાનની તથા અંબિકાદેવીની પૂજા કરે.
તથા શ્રુતદેવતા તપ || અગીયાર એકાદશીઓમાં મૌનપૂર્વક ઉપવાસ કરે અને શ્રુતદેવતાની પૂજા કરે. શેષ તપવિવિધ રૂઢીથી જાણી લેવી.
હવે દેવતાને ઉદ્દેશીને કરતો તપ કેવીરીતે યથોક્ત તપ થાય છે ? એવી આંશકામાં જવાબ આપે છે. “નૃત્ય ષાય.' ઇત્યાદિ ગાથાની વ્યાખ્યાજે તપમાં કષાયનો નિરોધ થાય, બ્રહ્મચર્યનું પાલન હોય, જિન પૂજન હોય અને અશન (ભોજનનો ત્યાગ હોય, તે સર્વ તપ મુગ્ધ જીવોમાં થાય છે. કારણ કે મુગ્ધ જીવો પ્રથમ આવા તપમાં પ્રવૃત્ત થતે છતે અભ્યાસના બલથી પછી કર્મક્ષય નિમિત્તે તપ કરવામાં પ્રવૃત્ત થાય છે. પરંતુ પ્રારંભમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org