________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૬૯ ॥ कृतं करोति निःशेषं त्रैलोक्यं शांतिभाजनम् ॥१॥ यत्प्रासादादवाप्यंते पदार्थाः कल्पनां विना ॥ सा देवी संविदे नः स्तादस्तकल्पलतोपमा ॥२॥ या पाति शासनं जैनं सद्य प्रत्यूहनाशिनी । साभिप्रेतसमृद्धयर्थं भूयाच्छासनदेवता ॥३॥ ये ते जिनवचनरता वैयावृत्त्योद्यताश्च ये नित्यं । ते सर्वे शांतिकरा भवंतु सर्वाणि यक्षाद्याः ॥४॥
(૫૫) ભાવાર્થ સુગમ છે. આગળના શાસ્ત્રપાઠોમાં જણાવેલી વાતો જ પુષ્ટ થાય છે.
તેથી ઉપરનો પાઠ પણ શ્રુતદેવતા, શાસન દેવતા, વેયાવચ્ચગરાણ, આ ત્રણના કાયોત્સર્ગ અને તેમની થોય કહેવાનું કહે છે.
આ રીતે સર્વગચ્છોની સામાચારીમાં આ રીતે છે અને પ્રતિષ્ઠાકલ્પોમાં પણ પૂર્વોક્ત દેવતાઓના કાયોત્સર્ગ અને થોય કહેવાની કહી છે.
(હવે શ્રીરત્નવિજયજી - ધનવિજયજી પોતાનો સ્વકલ્પિત મત બતાવે છે.) પૂર્વપક્ષ - પ્રવ્રજ્યા અને પ્રતિષ્ઠા વિધિમાં તો અમે પૂર્વોક્ત દેવતાઓનો કાયોત્સર્ગ અને થોય કહેવાની માનીએ છીએ. પરંતુ પ્રતિક્રમણમાં માનતા નથી. ઉત્તરપક્ષ :- પ્રતિક્રમણમાં વૈયાવચ્ચગરાણ, ક્ષેત્રદેવતા, શ્રુતદેવતા, આ ત્રણેનો કાયોત્સર્ગ અને થોય કહેવી, આ સર્વે વાત શંકાસમાધાનપૂર્વક અનેક શાસ્ત્રોની સાક્ષીથી અમે ઉપર લખી ગયા છીએ.
જો શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીને પૂર્વોક્ત સુવિહિત આચાર્ય ભગવંતોનો લેખ પ્રમાણભૂત હોય, તો હાલમાં જે કંઈ ધર્મપ્રવૃત્તિ ચાલે છે તે પૂર્વોક્ત આચાર્ય ભગવંતોની પરંપરાથી જ ચાલે છે. તેને પણ છોડીને જેમ પોતાની મરજીમાં આવે તે રીતે બિચારા ભોળા જીવોની આગળ ચલાવવામાં કોઈ મહેનતતો પડતી નથી, પરંતુ નુકશાન એ થાય છે કે આ રીતે સ્વકલ્પિત ક્રિયાઓ કરવાથી સમ્યકત્વનો નાશ થઈ જાય છે. આ વાત કોઈપણ જૈનધર્મી મંજુર કરશે જ. વળી વધારે શું કહેવું!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org