________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૭૯ પછી રત્નવિજયજી-ધનવિજયજીને પૂર્વાચાર્યોના મતથી વિરુદ્ધ ત્રણ થોયનો પંથ ચલાવવામાં કોઇપણ લજ્જા આવતી નહિ હોય? તેમના મનમાં એવો વિચાર નહિ આવતો હોય કે અમે તો પૂર્વાચાર્યોની અપેક્ષાએ ખૂબ તુચ્છ બુદ્ધિવાળા છીએ, તો પછી પૂર્વાચાર્યોની પરંપરાથી ચાલ્યા આવતા માર્ગની ઉત્થાપના કરીને કઈ ગતિમાં જશું? નાનકડી જિંદગી માટે વૃથા અભિમાન પૂર્ણ બનીને નિઃપ્રયોજન ત્રણ થોયનો કદાગ્રહ પકડીને શ્રીસંઘમાં છેદ ભેદ કરીને શા માટે મહામોહનીય કર્મનો ઉત્કૃષ્ટ બંધ બાંધવો જોઈએ ? અમારા અભિપ્રાય મુજબ તેઓને હૃદયમાં આ વિચાર નિશ્ચયથી આવતો નહિ હોય! જો આવતો હોય તો પછી પૂર્વાચાર્યો દ્વારા રચેલા સેંકડો ગ્રંથરૂપ દીપકોની માળા હાથમાં લઇને શા માટે ત્રણ થોયરૂપ કદાગ્રહના ખાડામાં પડવાની ઇચ્છા રાખતા હશે? આ દેખવાથી એવું સિદ્ધ થાય છે કે તેમને આ વિચાર આવ્યા નહિ હોય!
આવો વિચાર તો અપક્ષપાતિ સમ્યફષ્ટિ, ભવભીરુ જીવોનો હોય છે. પરંતુ સ્વયં નષ્ટ-અપર નાશકોને તો સ્વપ્નમાં પણ આવી ભાવના આવતી નથી. તેથી હે ભોળા શ્રાવકો ! જો તમે પોતાના આત્માનું કલ્યાણ ઇચ્છો છો અને પરભવમાં ઉત્તમગતિ, ઉત્તમકુળ પ્રાપ્ત કરીને બોધિબીજની સામગ્રી પ્રાપ્ત કરવાના અભિલાષી છો, તો તુરત શ્રીજૈનમતસંમત એવા જૈનમતના હજારો પૂર્વાચાર્યોનો મત જે ચાર થોયનો છે, તેને છોડીને દૃષ્ટિરાગથી કોઇક જૈનાભાસના વચન ઉપર શ્રદ્ધા રાખીને શ્રીજિનમતથી વિરુદ્ધ જે ત્રણ થોયનો મત છે. તેને ક્યારે પણ અંગીકાર કરવાથી દૂર રહેજો. પરંતુ તેને અંગીકાર કરવાનો તર્ક પણ પોતાના દિલમાં ન કરશો. કારણ કે જે ધર્મસાધના કરવાની હોય છે તે સર્વે ભગવાનના વચન ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખવાથી થાય છે. તેથી જો શ્રદ્ધામાં વિકલ્પ થઈ જાય તો પુનઃ જેમ મહાસમુદ્ધમાં સીધું ચાલતું જહાજ ઉલટું થઇ જાય તો તેમાં બેસનારની હાલત શું થાય! તેમ અહીં પણ જાણવું.
આથી તમારે કોઈની દેખા દેખીથી કે કોઈક કારણથી મિત્ર ઉપરની સરાગદષ્ટિથી મૃગપાશ ન્યાયથી ત્રણ થાય રૂપ પાશમાં પડવું જોઈએ નહિ. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org