________________
૧૫૫
• •
• • •
• • • • •
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ સ્વકપોલકલ્પિત સામાચારીને સુધર્મગચ્છની સામાચારી કહેવી, તે પણ ઉત્તમજનોનું લક્ષણ નથી.
તથા જેમનું પોતાની પટ્ટાવલીમાં નામ લખીને પોતાના મોટા ગુરુ તરીકે માનવા, પુનઃ તેમની જ સામાચારીને જુઠી માનવી, તેનાથી તો ગુરુ પણ જુઠા સિદ્ધ થયા ! જયારે શ્રીરત્નવિજયજી-ધનવિજયજીના ગુરુ જુઠા હતા, ત્યારે તો તે બંનેની ગતિ શી થશે !
(૪૯) નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના શિષ્ય શ્રીજિનવલ્લભસૂરિજી દ્વારા વિરચિત સામાચારી:
"पुण पणवीसुस्सासं, उस्सग्गं करेइ पारए विहिणा । तो सयल कुशल किरिया, फलाणसिद्धाणं पढइ थयं ॥१४॥
अह सुय समिद्धि हेडं, सुयदेवीए करइ उस्सग्गं ।
चिंतेइ नमुक्कारं सुणइ देइ तिए थुइ ॥१५॥
एवं खित्तसुरीए उस्सग्गं करेइ सुणइ देइ थुई। पढिउण पंचमंगल, मुवविसइ पमज्ज संडासे ॥१६॥ इत्यादि । ભાવાર્થ સુગમ છે.
શ્રીનિવલ્લભસૂરિ વિરચિત સામાચારીમાં પ્રતિક્રમણની આદિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવી અને ત્યારબાદ પ્રતિક્રમણના અંતમાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો અને તેમની થોય કહેવી. આ કથન સ્પષ્ટતયા ૧૫-૧૬મી ગાથામાં કર્યું છે. નોંધ :- જયારે નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના શિષ્ય શ્રીજિનવલ્લભસૂરિજી દ્વારા વિરચિત સામાચારીમાં પૂર્વોક્ત લેખ છે, ત્યારે તો શ્રીઅભયદેવસૂરિજીથી તથા તેઓશ્રીની ગુરુ પરંપરાથી પણ ચાર થોયની ચૈત્યવંદના અને શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની થોય કહેવી નિશ્ચયથી સિદ્ધ થાય છે. તો પછી કોઈ વાદવિવાદની જરૂર નથી. તેથી શ્રીરત્નવિજયજી-ધનવિજયજી ત્રણ થોયના કદાગ્રહ છોડી દે તો એમને અલ્પક માનશું !
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org