________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૩૯ અતિચારોને પોતાના હૃદયમાં ધારણ કરવા. નમસ્કારથી પારીને લોગસ્સ કહેવો. સંડાસા પડિલેહી નીચે બેસીને શરીરને બાહુયુગલ અડકે નહિ તે રીતે મુહપત્તીની ૨૫ અને શરીરની ર૫ પડિલેહણા કરવી. શ્રાવિકા પીઠ, હૃદય અને શિર છોડીને પંદર પડિલેહણા કરે. ત્યારબાદ ઉઠીને બત્રીસ દોષરહિતપચ્ચીસ આવશ્યકથી શુદ્ધ દ્વાદશાવર્ત વંદના કરે. અંગ નમાવી બંને હાથમાં વિધિપૂર્વક મુખવસ્ત્રિકા ધારણ કરી દિવસના અતિચારોને પ્રગટ કરવા માટે આલોચના દંડક બોલે.
ત્યારબાદ મુખવસ્ત્રિકા, કટાસન, પૂજીને કે પહિલેહીને ડાબો પગ નીચે અને જમણો પગ ઉંચો કરીને બંને હાથોમાં મુખવસ્ત્રિકા રાખીને સમ્યમ્ પ્રતિક્રમણ સૂત્ર કહે. તેની પછી દ્રવ્ય-ભાવથી ઉઠીને “વુમુક્રિો”િ ઇત્યાદિ દંડક કો. ત્યારબાદ પાંચ આદિ સાધુ હોય તો ત્રણને ખામણા કરે અને સામાન્ય સાધુ હોય તો પ્રથમ સ્થાપનાચાર્યને ખામણા કરીને પછી ત્રણ સાધુઓને ખમાવે. પુનઃ કૃતિકર્મ (વાંદણા) કરે.
ત્યારબાદ ઉભા થઈને મસ્તકે અંજલિ કરવા પૂર્વક “માયરિય ૩વજ્ઞાય' ઇત્યાદિ ત્રણ ગાથા કહીને સામાયિકસૂત્ર-કાયોત્સર્ગ દંડક કહે. કાયોત્સર્ગમાં ચારિત્રાચારની શુદ્ધિને માટે બે લોગસ્સ ચિંતવે. ગુરુના પાર્યા બાદ પારીને સમ્યકત્વની શુદ્ધિ માટે લોગસ્સ કહીને સવ્વલોએ અરિહંત ચેઇઅઆરોહણ કાયોત્સર્ગ કરે. (કાયોત્સર્ગમાં) એક લોગસ્સ ચિંતવે કાયોત્સર્ગ પારીને શ્રતની શુદ્ધિ માટે “પુવરઘરવરી.” કહે એક લોગસ્સનો કાયોત્સર્ગ કરી સિદ્ધસ્તવ કહે. ત્યારબાદ શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કરે. એક નમસ્કાર ચિંતવીને કાયોત્સર્ગ પારે અને શ્રુતદેવીની થોય કહે અથવા સાંભળે. તે જ રીતે ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરે. તેમાં એક નમસ્કાર ચિંતવી, પારીને ક્ષેત્રદેવતાની થોય કહે અથવા સાંભળે.
ત્યારબાદ પંચ મંગલ કહી સંડાસા પડિલેહી, બેસીને મુખવસ્ત્રિકા પડિલેહે ત્યારબાદ વાંદણા આપીને “ઇચ્છામિ અણુસદ્ગિ” કહે. બે ઢીંચણ ટેકવીને (અર્થાત્ ચૈત્યવંદના મુદ્રામાં) વર્ધમાનાક્ષર-સ્વરથી ત્રણ થોય કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org