________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ पवित्ती, निरत्थिया होइ सव्वावि ॥८२७॥ संविग्गा विहिरसिया, गीयत्थतमा य सूरिणो पुरिसा । कह ते सुत्तविरुद्धं, सामाचारी परुर्वेति ? ॥८२८॥ ભાવાર્થ:- સૂત્રમાં એક પ્રકારની જ ચૈત્યવંદના કહી છે. તેથી નવભેદ કહેવા અયુક્ત છે. આવો અર્થ કોઈ સ્કૂલબુદ્ધિવાળો આ સૂત્રનું સ્મરણ કરીને કહે છે. //૮૨ રા.
ત્રણ થાય ત્રણ શ્લોક પરિમાણ, જ્યાં સુધી કહેવાય ત્યાં સુધી જિનમંદિરમાં સાધુને રહેવાની આજ્ઞા છે. કારણવશ ઉપરાંત પણ રહે. ૮૨૩
હવે ગુરુ ઉત્તર આપે છે કે... “તિન્નિવા” ઇત્યાદિ જે સૂત્ર છે, તે ચૈત્યવંદનની વિધિનું પ્રરૂપક નથી. પરંતુ કારણ વિના જિનમંદિરનો પરિભોગ કરવાનો નિષેધ કરનારું છું. તે કારણથી તે સૂત્ર ચૈત્યવંદનાની વિધિનું પ્રરૂપક નથી. I૮૨૪ો.
તથા જે આ ગાથામાં “વા’ શબ્દ છે તે પક્ષાંતરનું પ્રગટ સૂચક છે. તેથી સંપૂર્ણ ચૈત્યવંદના કરવી અથવા ત્રણ થોય કહેવી. I૮૨પ
આ પણ ભાવાર્થ આ સૂત્રનો સંભવે છે. તેથી અન્યાર્થનું પ્રરૂપક સૂત્ર અન્યત્રાર્થમાં જોડવું, તે યુક્ત નથી. ૮૨૬ll
જો ત્રણ થોય માત્રની જ ચૈત્યવંદના કરવાની સૂત્રમાં આજ્ઞા હોય, તો પછી થોય- સ્તોત્રાદિકની પ્રવૃત્તિ સર્વ નિરર્થક થશે. ૮૨ા
સંવિગ્ન ગીતાર્થ વિધિના રસિક ગીતાર્થસૂરિ પુરુષ જે પૂર્વે થઈ ગયા છે, તે સૂત્ર વિરુદ્ધ (નવભેદે ચૈત્યવંદનાની) સમાચારી કેવી રીતે પ્રરૂપણા કરે ? NI૮૨૮.
તેથી તે સૌમ્ય ! આ તમારી કહેલી ગાથાથી ચોથી થાયનો નિષેધ અને ત્રણ થોયની ચૈત્યવંદનાની સિદ્ધિ થતી નથી. તો પછી કદાગ્રહ શા માટે રાખે છે!
(૧૮) વળી બીજા પક્ષરૂપે આ “તિનિવા” ઇત્યાદિ ગાથાનો અર્થ શ્રીસંઘાચાર ભાષ્યવૃત્તિમાં શ્રીધર્મઘોષસૂરિજીએ આ પ્રમાણે કર્યો છે
तथा च संघाचारवृत्तिः॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org