________________
૭૫
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ બાદ ચૈત્યવંદના કરીને પ્રત્યાખ્યાન કરે, પાંચમી સંધ્યાના પ્રતિક્રમણની આદિમાં પ્રારંભમાં, છઠ્ઠી રાત્રિમાં સુવાના સમયે અને સાતમી સૂઇને ઉઠ્યા પછી કરવી. આ સાધુઓને (સાત) ચૈત્યવંદન કરવાનો સમય કહ્યો.
જે શ્રાવક ઉભયકાલમાં પ્રતિક્રમણ કરે છે, તેને તો સાધુની જેમ સાતવાર ચૈત્યવંદના કરે અને જો પ્રતિક્રમણ ન કરે તો પાંચવાર ચૈત્યવંદના કરે અને જધન્યથી જધન્ય ત્રણવાર કરે. .
આ પાઠથી પ્રતિક્રમણની આદંતમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની કહી છે. [૧]
આ રીતે શ્રીઅજિતદેવસૂરિ અર્થાત્ વાદિદેવસૂરિજી વિરચિત ૮૪OO૦ શ્લોક પ્રમાણ સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ છે. તેઓએ જ રચેલા યતિદિન ચર્યામાં પણ ચોસઠમી (૬૪) ગાથાનો પાઠ છે.
__पडिक्कमणे चेइधरे, भोयणसमयंमि तहय संवरणे । पडिक्कमण सूयण पहिबोह, कालियं सत्तहा जइणो ॥६४॥
આ ગાથાનો અર્થ પણ ઉપરની જેમ જાણવો. રા આ જ રીતે પ્રતિક્રમણની આદિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાના પાઠ...
(૩) ધર્મસંગ્રહ, (૪) વંદાવૃત્તિ, (૫) શ્રાદ્ધવિધિ, (૬) અર્થદીપિકા, (૭) વિધિપ્રપ, (૮) ખરતર બૃહત્સામાચારી, (૯) પૂર્વાચાર્યકૃત સામાચારી, (૧૦) તપગચ્છના શ્રી સોમસુંદરસૂરિકૃત સામાચારી, (૧૧) તપગચ્છના શ્રીદેવસુંદરસૂરિકૃતિ સામાચારી, અને શ્રીકાલિકાચાર્યસૂરિ સંતાનીય શ્રીભાવદેવસૂરિ વિરચિત યતિદિનચર્યા આદિ અનેક શાસ્ત્રોમાં મળે છે. આ બધા શાસ્ત્રોમાં પ્રતિક્રમણના આઘતમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે.
આ ગ્રંથોનું ઉલ્લંઘન કરીને શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી જે પ્રતિક્રમણની આદંતમાં ચાર થોયની ચૈત્યવંદનાનો નિષેધ કરે છે. અને ત્રણ થોયની ચૈિત્યવંદના કરવાનો ઉપદેશ આપે છે, તે તેમનો મત જૈનમતના શાસ્ત્રોથી અને પૂર્વાચાર્યોની સામાચારીથી વિરુદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org