________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૧૫ ઔચિત્યપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ. તેથી કાયોત્સર્ગાદિ દેવતાઓની સાથે ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી ધર્મની અવસ્થાને અનુરૂપ વ્યાપરના અભાવમાં ગુણના અભાવની આપતિ હોવાથી એક બાજું ઔચિત્ય મૂકીએ અને એક બાજું ગુણોની કોટી સ્થાપીએ, તો ઔચિત્ય સિવાય સર્વ ગુણો વિષની જેમ આચરણ કરશે.
જોકે અનૌચિત્યપ્રવૃત્તિ કરનારા મહાપુરુષ મથુરાપક હતા, તો પણ કુબેરદત્તા' સમ્યગૃષ્ટિ દેવીની સાથે અનૌચિત્ય પ્રવૃત્તિ કરવાથી “મિચ્છામિ દુક્કડમ્' આપવું પડયું. તેથી કહ્યું છે કે..
રંકથી લઈને રાજ સુધી જે પુરુષ ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિ કરવાની જાણતો નથી, તે પુરુષ પ્રભુતા ઠકુરાઈને ઇચ્છે છે, પરંતુ તે પુરુષ બુદ્ધિમાનોનું રમકડું છે. જે
અહીં એ તાત્પર્ય છે કે હંમેશાં સ્વ પરની અવસ્થાને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરીને જ પ્રત્યેક સ્થળે પ્રવૃત્ત થવું જોઈએ. અર્થાત્ સર્વત્ર ઔચિત્યપૂર્વક પ્રવર્તવું જોઈએ. આ કથન ઉપર મથુરાક્ષપક અને કુબેરદત્તા દેવીનું દૃષ્ટાંત કહ્યું છે.
તે દૃષ્ટાંતનો ભાવાર્થ એ છે કે.. પ્રથમ મુનિના કહેવાથી સંતુષ્ટ થઈને કુબેરદત્તા દેવીએ શ્રીસુપાર્શ્વનાથ સ્વામીજીના સમયમાં મથુરાનગરીમાં શ્રીસુપાર્શ્વનાથ પ્રભુનું મેરુપર્વત સદશ સ્તુભિ પ્રતિમા સહિત બનાવ્યો. કેટલાક કાળ પછી મિથ્યાદર્શનનીઓ અને જૈનોની વચ્ચે સ્તુભ બાબતમાં વિવાદ થયો. અન્ય દર્શનીઓ પોતાના મતનો સ્તુભ કહેવા લાગ્યા. જયારે રાજાથી પણ વિવાદ ન મટ્યો, ત્યારે શ્રીસંઘે તે કાળે અતિશય પ્રભાવશાળી તરીકે પ્રખ્યાત મથુરા ક્ષેપક નામના સાધુ ભગવંતને બોલાવ્યા.
તે મથુરા ક્ષેપક ઉપર પહેલાં કુબેરદત્તા દેવીએ સંતુષ્ટ થઈને કહ્યું હતું કે, હે મુનિ ! હું તમારા મનના કયા ઇચ્છિત કાર્યને કરી આપું?
ત્યારે મથુરા ક્ષેપક મુનિએ કહ્યું હતું કે, હું મારા તપના પ્રભાવથી સર્વ કરી શકું છું તો પછી તારા જેવી અસંયતી દેવીની સહાયતા ઇચ્છવાનું મારે શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org