________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૦૫
अरिहं ३ लोग ४ सव्व ५ पुक्ख ६ तम ७ सिद्ध ८ जोदेवा ९ ॥ उज्जि १० चत्ता ११ वेया, वच्चग १२ अहिगार पढमपया ॥४॥ इति गाथोक्तैर्दैववंदनं विधाय चतुरादिक्षमाश्रमणैः श्रीगुरुन् वंदते ॥
अह सुअ समिद्धिहेडं, सुअदेवीए करेइ उस्सग्गं । चिंतेइ नमुक्कारं, सुणइ व देइ व तीइ थुई ॥५२॥
एवं खित्तसुरीए उस्सग्गं कुणइ सुणइ देइ थुई।
पढिउंच पंचमंगलं, मुवविसइ पमज्जेसंडासं ॥५३॥ નોંધ :- ઉપરોક્ત પાઠ સ્પષ્ટતયા ચતુર્થસ્તુતિની પ્રમાણતા સિદ્ધ કરે છે. ઉપરોક્ત પાઠનો સાર એ છે કે...
“આવશ્યકના આંરભમાં બાર અધિકાર પર્વત ચૈત્યવંદના કરવી અર્થાત્ ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તથા શ્રુતદેવતાક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની બે થોય કહેવાની કહી છે.
વિ.સં.૧૯૪૩ના ફાલ્ગન ચાતુર્માસમાં, ફાગણ ચોમાસીએ શ્રીરત્નવિજયજી રાધનપુરનગરમાં હતા તે સમયે એક શ્રાવકના ઘરમાં તાડપત્રો ઉપર લખેલી “સંઘાચાર' નામની લઘુભાષ્યની વૃત્તિ હતી. તેને શ્રીરત્નવિજયજીએ વાંચી અને કહેવા લાગ્યા કે આ વૃત્તિમાં પણ ત્રણ થાય છે. એનાથી અમારો મત સિદ્ધ થાય છે. ત્યારે તેમની પાસે જવાવાળા શ્રાવકોએ એક ચિઠ્ઠી લખીને તે પુસ્તકના પત્ર ઉપર ચોંટાડી દીધી. તે ચિઠ્ઠીની નકલ હું અહીં લખું છું.
“સંઘાચાર ભાષ્યના પાના (૨૯૫)માં ત્રણ થોયો જે કહે છે. તે ટીકાકારે (કહી છે) સિદ્ધાણં બુદ્ધાણંની કહી છે. . તારે નરં વ નારિંવા | વેરાવક્વ PRાં કહેવું તે શુદ્રોપદ્રવ ઉડાવવાને વાસ્તે પાનું (૩૦૪)”
આ ચિઠ્ઠીના લેખથી શ્રીરત્નવિજયજીનું કહેવું સર્વે અસત્ય છે, તેવું સિદ્ધ થાય છે. કારણ કે સાંભળવાવાળા વિચાર વિનાના હતા, તે કંઈ સંસ્કૃત પ્રાકૃત ભાષા તો ભણ્યા ન હતા. તેમને જે કોઈ જે રીતે બહેકાવી દે તે રીતે બહેકી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org