________________
૯૭
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
ચૈત્યવંદના કરવાની કહી છે. તથા શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાઓનો કાયોત્સર્ગ અને થોય કહેવાની કહી છે. ચૈત્યવંદનાના મધ્યમોત્કૃષ્ટ ભેદમાં પણ ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. (૩૧) હવે પંચવસ્તુક ગ્રંથ સાક્ષી આપતાં કહે છે કે...
थुइ मंगलंमि गुरुणा, उच्चरिए सेसे १ सगा थुई बिंति । __ चिटुंति तउथेवं, कालं गुरु पाय मूलम्मि ॥१०॥
व्याख्या :- स्तुतिमंगले गुरुणा आचार्येण उच्चारिते सति ततः शेषाः साधवः स्तुति वते ददतीत्यर्थः । तिष्ठति ततः प्रतिक्रमणानंतरं स्तोकं कालं त्वेत्याह गुरुपादमूले आचार्यांतिके इति गाथार्थः । प्रयोजनमाह :
पम्हे ठमे रसायणउ उफेडिउ हवर एवं । आयरणासु अदेवय, माइणं होइ उस्सग्गो ॥११॥
तत्र विस्मृतं स्मरणं भवति विनयश्च फटितो नामतीतो भवत्येव उपकार्यासेवनेन एतावत्प्रतिक्रमणं आचरणात् श्रुतदेवतादीनां भवति कायोत्सर्गः । अत्र आदिशब्दात् क्षेत्रभवनदेवतापरिग्रहः । इति गाथार्थः ।।
ભાવાર્થ સુગમ છે.
આ રીતે શ્રીહરિભદ્રસૂરિજીએ પંચવસ્તુ ગ્રંથમાં આચરણાથી શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. આ શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગકરણરૂપ આચરણા પૂ.પૂર્વધરોના સમયમાં પણ ચાલતી હતી. તેનું સ્વરૂપ વિચારામૃતસંગ્રહ ગ્રંથની સાક્ષીથી આગળ લખ્યું જ છે. (પૃ.નં....) તો પૂ.પૂર્વધરોની આચરણાનો નિષેધ કરવો તે મહાઅનર્થનું મૂલ છે. નિષેધ કરવાવાળા શ્રીરત્નવિજયજી આદિ એવું વિચારતા નહિ હોય કે અમે તુચ્છબુદ્ધિવાળા થઈને પૂ.પૂર્વધરોની આચરણાનો નિષેધ કરીને કઈ ગતિમાં જઈશું !
(૩૨) • હવે “શ્રીવૃંદાવૃત્તિ ચતુર્થસ્તુતિની પ્રમાણતામાં સાક્ષી પૂરતાં કહે છે કે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org