________________
૭૧
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ પરઠવવાવાળા સાધુને કરવાની કહી છે. તે મધ્યમ ચૈત્યવંદનાનો મધ્યમોત્કૃષ્ટ ત્રીજો ભેદ છે અને પૂર્વોક્ત નવ ભેદોમાં આ છઠ્ઠો ભેદ છે.
અને આ ચૈત્યવંદના તો એક આચાર્યના મતમાં મૃતક પરઠાવ્યા પછી કરવાની છે, તે તો અમે માનીએ જ છીએ. શેષ લેખકે કલ્પવિશેષ ચૂર્ણિ, કલ્પબૃહદ્ ભાષ્ય અને આવશ્યક વૃત્તિ આ ત્રણ પાઠો બતાવ્યા, તેમાં તો ત્રણ થાયથી ચૈત્યવંદના કરવાની કહી પણ નથી.
તેથી જો કોઈ તે પૂર્વોક્ત સૂત્રોના પાઠ બતાવીને ભોળા જીવોને પ્રતિક્રમણની આદ્યતની ચૈત્યવંદનાની ચોથી થાય છોડવે તો તેને નિઃસંદેહ ઉત્સુત્ર પ્રરૂપક કહેવા જોઈએ. કારણ કે જો કોઈ હાથીના દાંત દેખવા ઈચ્છે છે તેને કોઇ ગધેડાના શીગંડા બતાવે, તો તે શું બુદ્ધિમાન ગણાય છે?
આ પ્રમાણે કલ્પસામાન્ય ચૂર્ણિ, કલ્પ વિશેષચૂર્ણ, કલ્પબૃહભાષ્ય અને આવશ્યકવૃત્તિના પાઠનો નિર્ણય છે.
(૨૧) પૂર્વપક્ષ - શ્રીનંદના પઇન્નામાં ત્રણ થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તો તમે કેમ માનતા નથી? ઉત્તરપક્ષ :- હે સૌમ્ય ! ૧. ભાવનગર, ૨. ઘોઘા, ૩. જામનગર, ૪. લીંબડી, ૫. પાટણ, ૬. રાઘનપુર, ૭. વડોદરા, ૮. ખંભાત, ૯. અમદાવાદ, ૧૦. સુરત, ૧૧. બિકાનેર ઇત્યાદિ સ્થાનોમાં મેં અનુમાનથી વસ જ્ઞાનભંડારોના પુસ્તકો દેખ્યા પરંતુ વંદનાપન્ના કોઇ ભંડારમાં અમને દેખવા મળી નથી. તેથી વિચાર ઉત્પન્ન થયો કે આવા મોટા મોટા પુરાતન ભંડારોમાંથી કોઈપણ ભંડારમાં આ પુસ્તક મારા હાથમાં આવ્યું નથી, તો શું આ વંદના પઇન્ના શ્રીભદ્રબાહુસ્વામીએ રચી છે ? અથવા શું શ્રીભદ્રબાહુસ્વામીજીના નામથી ત્રણ થાય માનનારાઓએ રચી દીધી છે?
જો કદાચ શ્રીભદ્રબાહુસ્વામીની રચના સિદ્ધ થઈ જાય, તો પણ એ પન્નામાં ચોથી થોયનો નિષેધ નથી. અને જે ત્રણ થોયની ચૈત્યવંદના કરવાની કહી છે, તે પૂર્વે કહેલા નવ ભેદોમાંથી છઠ્ઠા મધ્યમોત્કૃષ્ટ ભેદની ત્રણ થાયથી ચૈત્યવંદના કરવી કહી છે. તે ચૈત્યવંદના શ્રીજિનમંદિરમાં કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org