________________
૫૧
શ્રચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
અને શ્રીસિદ્ધષિજીએ જે શ્રીહરિભદ્રસૂરિજીને ગુરુ માન્યા છે, તે આરોપ કરીને માન્યા છે. એવું કથન લલિતવિસ્તરાવૃત્તિની પંજિકામાં કર્યું છે.
આથી લલિતવિસ્તરવૃત્તિના રચયિતા ૧૪૪૪ ગ્રંથકર્તા શ્રીહરિભદ્રસૂરિજી થયા છે.
આ રીતે આચરણાનું સ્વરૂપ પૂર્ણ થાય છે. પૂર્વપક્ષ :- શ્રી બૃહત્કલ્પ ભાષ્યની ગાથામાં ત્રણ થાયની ચૈત્યવંદના કરવાની કહી છે. એ જ રીતે પંચાશકવૃત્તિ, શ્રાદ્ધવિધિ, પ્રતિમાશતક, સંઘાચારવૃત્તિ, ધર્મસંગ્રહ અને તમારા દ્વારા વિરચિત જૈનતજ્વાદશદિ અનેક ગ્રંથોમાં તે જ કલ્પભાષ્યની ગાથા લખીને ત્રણ થોયનું ચૈત્યવંદન કહ્યું છે. તો તમે કેમ માનતા નથી? ઉત્તરપક્ષ :- હે સૌમ્ય ! અમે તો શાસ્ત્રોમાં લખ્યું હોય અને પૂર્વાચાર્યોની જે આચરણા હોય, તે બંનેને માનીએ છીએ. પરંતુ તમને બૃહત્કલ્પ ભાષ્યની ગાથાનું તાત્પર્ય સમજાયું નથી. તેથી જ તમે ત્રણ થોય, ત્રણ થોયનો પોકાર કરો છો. કારણ કે મહાભાષ્યમાં નવભેદે ચૈત્યવંદના કહી છે. તેમાંથી તમારી માન્યતાવાળી ત્રણ થોયની ચૈત્યવંદનાનો છઠ્ઠો ભેદ છે.
(૧૧) તથા મણમાષ્યપાત્ર: |
एगनमोक्कारेणं, होइ कणिट्ठा जहनिआ एसा । जहसत्ति नमोक्कारा, जहनिया भन्नइ विजेट्ठा ॥१५४॥ स च्चिय सक्कथयंता, नेया जेट्ठा जहनिआ सन्ना । स च्चिय इरिआवहिया सहिया सक्कथयदंडेहिं ॥१५५॥ मज्झिमकणिढिगेसा मज्झिममज्झिमउ होइ सा चेव । चेइय दंडय थुइएगसंगया सव्वमज्झिमया ॥१५६॥ मज्झिमजेट्टा सच्चिय, तिन्नि थुईओ सिलोयतियजुता । उसकणिठ्ठा पुण, सच्चिय सक्थयाजुया ॥१५७॥ थुइ जुयल जुयल एणं, दुगुणिय चेइय थयाइ दंग जा । सा उक्कोस विजेट्ठा, निद्दिट्टा पुव्वसूरीहिं ॥१५८॥ थोत्त पणिवायदंडग, पणिहाण तिगेण संजुआ एसा । संपुन्ना विनेया, जेट्ठा उक्कोसिया नाम ॥१५९॥ વ્યાખ્યા:- એક નમસ્કાર કરવાથી જઘન્ય જઘન્ય પ્રથમ ભેદ ૧ યથાશક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org