________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
પ૭ અનિશ્રાકૃત કહેવાય છે. (એક સ્થળે પૂર્ણ ચૈત્યવંદન કરી લીધા બાદ) આ સર્વે (નિશ્રાકૃત – અનિશ્રાકૃત સર્વે) મંદિરોમાં ત્રણ-ત્રણ થાય કહેવી. ત્રણ થાય કહેતાં ઘણો સમય લાગે તેમ હોય અને જિનમંદિર ઘણાં હોય ત્યારે એક એક જિનમંદિરમાં એક એક થોય કહેવી. પરંતુ દરેક જિનમંદિરમાં અવશ્ય જવું.)
ઉપરોક્ત કલ્પભાષ્યની ગાથામાં માત્ર ચૈત્યપરિપાટીમાં ત્રણ થોયની ચૈત્યવંદના અર્થાત્ પૂર્વોક્ત નવભેદોમાંથી છઠ્ઠા ભેદવાળી ચૈત્યવંદના કરવાની કહી છે. પરંતુ પ્રતિક્રમણની આદ્યતની ચૈત્યવંદના ત્રણ થોયની કરવાની કોઈપણ જૈનશાસ્ત્રોમાં કહી નથી.
(૧૪) વળી કલ્પભાષ્યની આ ગાથાનો લેખ મારા દ્વારા વિરચિત જૈનતજ્વાદર્શ પુસ્તકમાં છે. તે લેખનો અભિપ્રાય પણ ઉપર લખ્યા પ્રમાણે જાણવો.
વસ્તુ સ્થિતિ આ પ્રમાણે હોવા છતાં શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી જૈનશાસ્ત્રના અને અમારા અભિપ્રાયને જાણ્યા વિના લોકોની આગળ કહેતા ફરે છે કે શ્રી આત્મારામજી એ પણ જૈનતત્ત્વદર્શમાં ત્રણ જ થોય કહી છે. આવું કથન કરીને ભોળા લોકો પાસે પ્રતિક્રમણની આદંતની ચૈત્યવંદનામાં ચોથી થાય છોડાવતા ફરે છે. તો અમારા અભિપ્રાયને જાણ્યા વિના જ લોકોની આગળ જુઠો અમારો અભિપ્રાય જાહેર કરવો, તે કામ શું સપુરુષોને કરવા માટે યોગ્ય છે? જો તમને બંનેને પરભવ બગડવાનો ભય હોય,તો આ કલ્પભાષ્યની ગાથાનું આલંબન લઈને પ્રતિક્રમણની આદંત ચૈત્યવંદનામાં ચોથી થાયનો ક્યારે પણ નિષેધ ન કરે, અન્યથા એમની જેવી ઈચ્છા. હું તો એવું શાસ્ત્રોમાં લખ્યું છે, તેવા પૂર્વાચાર્યોના વચનને સત્યાર્થ જાણીને યથાર્થ સંભળાવું છું. જે ભયભીરુ હશે તે અવશ્ય માની લેશે.
તિ ઋત્વમાગ થા નિર્ણય. આ રીતે કલ્પભાષ્યની ગાથાનો નિર્ણય છે | (૧૫) જો કોઈ કહે છે કે “શ્રીહરિભદ્રસૂરિજીએ પંચાલકજીમાં ત્રણ જ પ્રકારની ચૈત્યવંદના કહી છે. પરંતુ નવ પ્રકારની કહી નથી. તેથી અમે નવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org