________________
ભગવાન મહાવીરની પૂવ કાલીન જૈન પરંપરા
પણ “શિવ” અને “સંદરનો એમાં અભાવ છે. જ્યારે ધર્મમાં “સત્ય, શિવ” અને “સુંદર' એ ત્રણેને સુભગ સમન્વય છે.
જૈનધર્મ જૈન ધર્મ વિશ્વને એક મહાન ધર્મ પણ છે અને દર્શન પણ છે. આજ પર્યન્ત પ્રચલિત અને પ્રતિપાદન સર્વ ધર્મ તથા દર્શનમાં તે અદ્ભુત, અનન્ય તેમજ જીવનવ્યાપી છે. વિશ્વનો કોઈ પણ ધર્મ એની સ્પર્ધા કરી શકે એમ નથી. એમાં એવી અનેક વિશેષતા એ છે કે જેના કારણે તે હાલમાં પણ વિશ્વના વિચારકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. અત્રે એ સ્પષ્ટ કરી દેવું અનિવાર્ય છે કે પ્રસ્તુત વિચારણું કે માન્યતા પાછળ વિશુદ્ધ સત્ય કે તથ્યની અન્વેષણ કરવાને હેતુ જ મુખ્ય છે, નહીં કે કોઈ ધર્મની પ્રતિ ઉપેક્ષા, આક્ષેપ કે ઈર્ષાની ભાવના. - સ્વાભાવિકપણે અત્રે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જૈન ધર્મ અને દર્શન આટલાં મહાન તેમજ શ્રેષ્ઠ છે તે એને અનુસરનારા લોનીકો સંખ્યા આટલી અલ્પ કેમ? આના ઉત્તરમાં એમ કહી શકાય કે સામાન્યતઃ માનવ સદા સુખ-સગવડવાદી રહ્યો છે. તે પ્રાયઃ સરળ માર્ગ પસંદ કરે છે, કઠિન માર્ગ નહીં. આજ ભૌતિકવાદી મનવૃત્તિના યુગમાં આ પ્રવૃત્તિ દ્રૌપદીના ચીરની જેમ વૃદ્ધિ પામતી રહી છે. માનવ વધુ ને વધુ ભૌતિક સુખ-સગવડ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે અને તે અર્થે તે રાતદિવસ પ્રયાસ કરતા રહે છે તથા એમાં જ પિતાના જીવનની સાર્થકતા અનુભવે છે. જ્યારે જૈનધર્મ ભૌતિક્તા પર નહીં પણ આધ્યાત્મિકતા પર ભાર મૂકે છે. તે સ્વાર્થ નહીં પણ પરમાર્થને અપનાવવાનો અનુરોધ કરે છે તે પ્રવૃત્તિ નહીં પણ નિવૃત્તિની પ્રેરણા આપે છે, તે ભેગ નહીં પણ ત્યાગની વૃદ્ધિ કરે છે; વાસના નહીં પણ ઉપાસનાને અપનાવવાનો બંધ કરે છે. આના ફલરૂપે જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી ને ઓછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org