Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ર૦
શ્રીલગતી-સાર
હા, બળી જાય.
વળી, કોઈ પુરુષ પાણીના ટીપાને તપેલા લોઢાના કડાયા ઉપર નાખે, તો તે ટીપું તરત જ નાશ પામી જાય કે નહિ ? - હા, તે નાશ પામી જાય.
વળી, કોઈ પાણીથી ભરેલો ધરે હોય, તેમાં કઈ પુરુષ સેંકડે નાનાં કાણું વાળી એક છેડી દાખલ કરે, તે તે નાવ પાણીથી પૂરેપૂરી ભરાઈ જાય કે નહિ ?
હા, ભરાઈ જાય.
પરંતુ, કેાઈ પુરુષ તે નાવનાં બધાં કાણાં પૂરી દે, અને તેમાંનું બધું પાણી ઉલેચી નાખે, તે તે નાવ શીધ્ર ઉપર આવે કે નહિ ?
હા, તરત જ આવે.
હે મંડિતપુત્ર ! તે પ્રમાણે શુકલધ્યાનરૂપી અગ્નિ વડે જીવાત્માનાં પૂર્વે બંધાયેલાં બધાં કર્મો બળી જાય છે, તેમ જ તે જીવ બધી રીતે આભામાં પ્રતિસલીન હોવાથી, તેમ જ સાવધાનતાપૂર્વક પ્રવૃત્તિ કરતો હોવાથી, તથા મન, વાણું, અને કાયાનું રક્ષણ કરતા હોવાથી, તેનામાં નવું કર્મ દાખલ પણ થતું નથી. તેથી તે પુરુષ મુક્ત થાય છે. એ વાત સાચી છે કે, શરીર કાયમ છે, ત્યાં સુધી થોડીઘણી શારીરિકાદિ ક્રિયાઓ થવાની જ; છેવટે આંખ પટપટાવવા જેવી ક્રિયા તો થવાની જ. અને ક્રિયા થઈ એટલે કર્મબંધન પણ થવાનું જ. પરંતુ તેવા સંયમી અનગારની તેવી બધી ક્રિયાઓથી બંધાતું કર્મ પ્રથમ ક્ષણે આત્મામાં સ્પર્શ પામે છે, બીજે સમયે તેનું ફળ ભોગવાઈ જાય છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org