Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કિયા અને બંધ પ્ર – હે ભગવન ! જ્યાં સુધી જીવ હંમેશાં તે પ્રમાણે ક્રિયાઓ કર્યા કરે છે, ત્યાં સુધી તે મુક્ત થાય?
ઉ૦–ના મંડિતપુત્ર ! એ વાત બરાબર નથી. સક્રિય જીવની મુક્તિ ન થાય.
પ્ર—હે ભગવન ! તેનું શું કારણ ?
ઉ૦ –હે મંડિતપુત્ર ! જ્યાં સુધી જીવ ક્રિયા કર્યા કરે છે, ત્યાં સુધી તે અન્ય જીવોને ઉપદ્રવ (આરંભ) કર્યા કરે છે; તેમના નાશને સંકલ્પ (સંરંભ) કર્યા કરે છે, તેમને દુ:ખ ઉપજાવે છે (સમારંભ), તથા એ રીતે ઘણાં ભૂતપ્રાણને દુઃખ પમાડવામાં, શેક કરાવવામાં, ગુરાવવામાં, ટિપાવવામાં, પિટાવવામાં, ત્રાસ પમાડવામાં, અને પરિતાપ કરાવવામાં કારણભૂત થાય છે. હે મંડિતપુત્ર ! તે કારણથી કહ્યું છે કે, સક્રિય જીવની મુક્તિ સંભવતી નથી.
પ્ર–હે ભગવન ! જીવ નિષ્ક્રિય હોઈ શકે ?
ઉ–હા મંડિતપુત્ર! જીવ નિષ્ક્રિય હોઈ શકે. યોગ(પ્રવૃત્તિ) નિરોધ કરી, શુકલધ્યાનથી શૈલેશી (શૈલ જેવી નિશ્ચલ) દશા પ્રાપ્ત કરનાર છવ નિષ્ક્રિય હોય છે. તેવો જીવ આરંભાદિ ક્રિયાઓ ન કરતો હોવાથી તેવા જીવની મુક્તિ થાય છે.
જેમ કોઈ પુરુષ સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે તો તે તરત જ બળી જાય કે નહીં ?
૧. તે ધ્યાનના ચાર પ્રકારની વિગતે માટે જુઓ આ માળાનું “ગશાસ્ત્ર” પુસ્તક, પા. ૧૨૭.
૨. તેના વર્ણન માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ પુસ્તક, પા. ૧૯૨.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org