Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર મિશ્રિત પદાર્થ બનાવવો તે સોજનરૂપ ક્રિયા “સજનાધિકણક્રિયા' કહેવાય છે; અને તરવાર, બરછી વગેરે શની બનાવટ (નિર્વર્તન) તે “નિર્વાધિકરણક્રિયા કહેવાય છે.
૩. પ્રાષિકી ક્રિયાને બે પ્રકાર આ પ્રમાણે છે: પિતા ઉપર અને પિતા તથા બીજા ઉપર દ્વેષ દ્વારા કરેલી ક્રિયા કે દ્વેષરૂપ ક્રિયા તે “જીવપ્રાષિકી” ક્રિયા; અને અજીવ ઉપર દેશદ્વારા કરેલી ક્રિયા કે અવે ઉપર કરેલી ઠેષરૂપ ક્રિયા તે “અજીવપ્રાધેષિક' ક્રિયા.
૪-૫. પારિતાપનિક અને પ્રાણાતિપાત ક્રિયાના બે બે પ્રકારે તે, “સ્વહસ્ત' દ્વારા કરેલી કે “પરહસ્ત’ દ્વારા કરાવેલી, એ પ્રમાણે છે.
મંડિત –હે ભગવન્! શ્રમણનિગ્રંથને ક્રિયા હોય ?
મ0–હા મંડિતપુત્ર ! હેય. પ્રમાદને લીધે અને યોગ એટલે કે શરીરાદિની પ્રવૃત્તિને નિમિત્તે શ્રમણ નિર્ચને પણ ક્રિયા હોય છે.
પ્રવે—હે ભગવન્! દેહધારી તેમ જ વ્યાપારયુક્ત જીવ હંમેશાં કંપવાની, જવાની, ચાલવાની, ક્ષોભ પામવાની, પ્રબળતાપૂર્વક પ્રેરવાની, ઊંચકવાની, સંકેચવાની, કે પ્રસારવાની વગેરે ક્રિયાઓ કર્યા કરે છે?
ઉ૦–હા મંડિતપુત્ર ! જીવ હંમેશાં તે બધી ક્રિયાઓ કર્યા કરે છે.
૧. માત્ર શરીરના હલનચલનથી–માર્ગમાં હાલવા ચાલવાથી
થતી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org