Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
"વિમોહાયતન" શબ્દનો પ્રયોગ કર્યો છે. જેથી આ અધ્યયનનું નામ "વિમોહાયતન" રાખ્યું છે અથવા તો વિમોક્ષની ચર્ચા હોવાથી વિમોક્ષ કહેલ છે.
સમવાયાંગ સૂત્ર અને નંદી સૂત્રના સૂત્ર પરિચયમાં આચારાંગ સૂત્રના બે શ્રુતસ્કંધ અને તેના અધ્યયન તથા ઉદ્દેશક કહેલ છે. ચૂડા ચૂલિકા, ચૂલા કે ચાર ચૂલા વગેરે ઉલ્લેખ ત્યાં સૂત્ર પરિચયમાં આવેલ નથી. છતાં ચૂલા, ચૂલિકા અને ચૂડા જેવા શબ્દો આચારાંગ સાથે ક્યારે જોડાઈ ગયા અને સૂત્રોમાં પણ કોઈ સ્થાને જોડાઈ ગયા, એ શોધનો વિષય છે. ઈતિહાસ ગ્રંથોમાં કોઈ જગ્યાએ અને કોઈ સ્થળે ચાર ચૂલિકાઓ મહાવિદેહ ક્ષેત્રથી લાવવાનું કથન છે. જેમાં આચારાંગના ભાવના અને વિમુક્તિ અધ્યયનને પણ મહાવિદેહથી લાવેલ ચૂલિકા કહેલ છે. જ્યારે સમવાયાંગ અને નંદીમાં તેનો અધ્યયનમાં જ સમાવેશ કરેલ છે. ઐતિહાસિક સમ્મિશ્રણોના કારણે આજે પણ દ્વિતીય શ્રુતસ્કંધને આચાર ચૂલા કહેવામાં આવે છે અને તેને ચાર ચૂલિકાઓનો સમૂહ માનવામાં આવે છે.
ગોમ્મદસાર, ધવલા, જયધવલા, અંગપષ્ણતિ, તત્ત્વાર્થ રાજવાર્તિક આદિ દિગંબર પરંપરાના મનનીય ગ્રંથોમાં આચારાંગનો જે પરિચય આપ્યો છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે આચારાંગમાં મન, વચન, કાયા, ભિક્ષા, ઈર્યા, ઉત્સર્ગ, શયનાસન અને વિનય, આ આઠ પ્રકારની શુદ્ધિઓના વિષયમાં ચિંતન કરાયું છે. આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં સંપૂર્ણ આ વર્ણન મળે છે.
આચારાંગસૂત્રનું પદ પ્રમાણ:
આચારાંગ નિર્યુક્તિ, હરિભદ્રીય નંદીવૃત્તિ, નંદીસૂત્ર ચૂર્ણિ અને આચાર્ય અભયદેવસૂરીની સમવાયાંગવૃત્તિમાં આચારાંગ સૂત્રનું પરિમાણ અઢારહજાર પદ નિર્દિષ્ટ છે. પદ પરિમાણના વિષયમાં પરંપરાનો અભાવ હોવાથી પદનું સાચું પ્રમાણ જાણવું કઠિન છે. પ્રાચીન ટીકાકારોએ પણ સ્પષ્ટરૂપે કોઈ સમાધાન કર્યું નથી.
વર્તમાનમાં જે આચારાંગ સૂત્ર ઉપલબ્ધ છે તેમાં કેટલીક પ્રતિઓમાં બેહજાર છસો ચાલીસ શ્લોકો મળે છે પરંતુ કેટલીક પ્રતિઓમાં બે હજાર ચારસો ચોપ્પન તો કેટલીક પ્રતિઓમાં બે હજાર પાંચસો ચોખ્ખન શ્લોકો પણ મળે છે. તેનું કારણ લેખનકાળ -લેખનયુગ છે. લેખન પ્રવૃત્તિમાં સૂત્રોનું અનેક પ્રકારથી સંક્ષિપ્તકરણ અને ક્યારેક
-
40
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary