Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
नाओ होइ समणधम्मो उ । तम्हा आयारधरो, भण्णइ पढमं गणिट्ठाणं ।" (આચારાંગ નિયુક્તિ ગા. ૧૦) ગણિ બનવા માટે આચારધર બનવું આવશ્યક છે. આચારાંગને જૈનદર્શનનું વેદ માનેલ છે. ભદ્રબાહુ સ્વામી આદિએ આચારાંગના મહત્ત્વના વિષયમાં જે તેમના મૌલિક વિચારો પ્રગટ કર્યા છે, તે આચારાંગની ગૌરવ-ગરિમાનું દિગ્દર્શન છે. ગણધરોએ પહેલાં દષ્ટિવાદનું ગ્રથન કર્યું એવો ઉલ્લેખ ક્યાંય પણ નથી. માટે નિયુક્તિકારનું કથન છે કે આચારાંગ રચના અને સ્થાપનાની દષ્ટિએ પ્રથમ છે તે યુક્તિ યુક્ત છે.
સંઘ વ્યવસ્થાની દૃષ્ટિથી આચારસંહિતાની સૌથી પ્રથમ જરૂરત છે, તેથી આચારાંગને સર્વપ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આચારસંહિતાની સ્પષ્ટ રૂપરેખા
જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સમ્યક રીતે આચારનું પાલન કરી શકાતું નથી. તેથી કોઈનો પણ આચારાંગની પ્રાથમિકતામાં વિરોધ નથી. શ્વેતાંબર, દિગંબર બંને પરંપરાના અંગ સાહિત્યમાં આચારાંગને સૌથી પ્રથમ સ્થાન આપ્યું છે. આચારાંગમાં વિચારોના જે મોતી પરોવ્યા છે તે જ્ઞાની પાઠકોના દિલને આકર્ષિત કરે છે, મનને મોહિત કરે છે. સૂત્રની શૈલી સંક્ષિપ્ત છે પરંતુ તેનું અર્થરૂપ શરીર વિરાટ છે. જ્યારે આપણે આચારાંગને વાંચીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાય છે કે બિંદુ સ્વરૂપ સૂત્રમાં અર્થ સિધુ સમાયેલો છે. એક એક સૂત્ર પર અને એક એક શબ્દ ઉપર વિસ્તારથી તર્ક સહ ચિંતન કરવામાં આવ્યું છે. જ્ઞાનની નિર્મળ ગંગા વહેતી જોવાય છે. શ્રમણાચારનું સૂક્ષ્મ વિવેચન અને આટલું સ્પષ્ટ ચિત્ર બીજી જગ્યાએ દુર્લભ છે. આચારાંગમાં બાહ્ય અને આત્યંતર આ બંને પ્રકારના આચારનું ઊંડાણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આચારાંગસૂત્રનો વિષય :
આચારાંગનો મુખ્ય પ્રતિપાધવિષય "આચાર" છે. સમવાયાંગ અને નંદીસૂત્રમાં આચારાંગમાં આવેલા વિષયનું સંક્ષેપમાં નિરૂપણ આ પ્રમાણે છે
આચાર–ગોચર, વિનય, વનયિક(વિનયનું ફળ), ઉસ્થિતાસન, નિષદ્યાસન અને શયનાસન, ગમન, ચંક્રમણ, આહારાદિની માત્રા, સ્વાધ્યાય વગેરેમાંયોગનું જોડાણ, ભાષા સમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપધિ, ભક્તપાન, ઉદ્ગમ–ઉત્થાન, એષણા વગેરેની શુદ્ધિ, શુદ્ધાશુદ્ધના ગ્રહણનો વિવેક, વ્રત નિયમ, તપ, ઉપધાનાદિ.
-
38
:
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary