Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સુરક્ષિત રાખવાના પવિત્ર ઉદ્દેશ્યથી લિપિબદ્ધ કરવાનો ઐતિહાસિક પ્રયત્ન કર્યો. ભાવિ પેઢીને માટે અવર્ણનીય ઉપકાર કર્યો. આ જૈનધર્મ, દર્શન તેમજ સંસ્કૃતિની ધારાને વહેતી રાખવાનો અદ્ભુત ઉપક્રમ હતો. આગમનું આ પ્રથમ લિખિત સંપાદન વીરનિર્વાણ પછી ૯૮૦ કે ૯૯૩ વર્ષમાં થયું.
જૈન આગમો પુસ્તકારૂઢ થયા પછી મૂળ રૂપે તે સુરક્ષિત થઈ ગયા, પરંતુ કાળ દોષ, લિપિદોષ, બહારના આક્રમણો તેમજ આંતરિક આક્રમણ, મતભેદ, વિગ્રહ, સ્મૃતિની ક્ષીણતા, પ્રમાદ તેમજ મતિ ભ્રમાદિ કારણોથી મૂળ આગમ જ્ઞાનની શુદ્ધ ધારા, અર્થબોધની સમ્યક્ ગુરુપરંપરા ધીરે ધીરે ક્ષીણ થતી રહી. આગમોના અનેક મહત્ત્વપૂર્ણ સંદર્ભો, પદ તથા ગૂઢાર્થ છિન્ન-ભિન્ન થતા ગયા. જે આગમ લખાતા હતા તે પણ પૂર્ણ શુદ્ધ થતાં નહતા. તેનું સમ્યક અર્થજ્ઞાન આપનારા પણ વિરલા જ હતા. બીજા પણ અનેક કારણોથી આગમજ્ઞાનની ધારા સંકુચિત થતી ગઈ.
આચારાંગસૂત્રનું મહત્ત્વ :
અંગસાહિત્યમાં આચારાંગનું સર્વપ્રથમ સ્થાન છે કારણ કે સંઘ વ્યવસ્થામાં સૌથી પહેલા આચારની વ્યવસ્થા આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. શ્રમણ જીવનની સાધનાનું જે માર્મિક વિવેચન આચારાંગમાં મળે છે તેવું બીજે ક્યાંય નથી. આચારાંગ નિર્યુક્તિમાં આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કહ્યું છે કે મુક્તિના અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાનું મૂળ સાધન આચાર છે. અંગોનો સાર આગમમાં છે. મોક્ષનું સાક્ષાત્ કારણ હોવાથી આચાર સંપૂર્ણ પ્રવચનની આધારશિલા છે. ભૂતકાળમાં આચારાંગનું અધ્યયન સૌથી પહેલા કરવામાં આવતું હતું. આચારાંગ સૂત્રના અધ્યયન અભ્યાસ વિના સૂયગડાંગ આદિ આગમ સાહિત્યનું અધ્યયન કરવામાં આવતું ન હતું. જિનદાસ મહત્તરે લખ્યું છે કે- આચારાંગનું અધ્યયન કર્યા પછી જ ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગને ભણવા જોઈએ. જો કોઈ સાધક આચારાંગને ભણ્યા વિના બીજા આગમ સાહિત્યનું અધ્યયન કરે તો તેને ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે. –(નિશીથ સૂત્ર ઉ. ૧૯). વ્યવહાર ભાષ્યમાં વર્ણન છે કે આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયનથી નવદિક્ષિત સાધકની ઉપસ્થાપના કરવામાં આવતી હતી અને તેના અધ્યયનથી જ શ્રમણ ભિક્ષા લાવવાને યોગ્ય બનતા હતા. આચારાંગનું અધ્યયન કર્યા વિના કોઈ પણ શ્રમણ આચાર્ય જેવી ગૌરવ-ગરિમા યુક્ત પદને પ્રાપ્ત કરી શકતા ન હતા. "આયારીમ અહીં
|
37
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary