Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora
Catalog link: https://jainqq.org/explore/004576/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિવવિદ્યા (બૌદ્ધદર્શન અને જૈનદર્શનના સંશોધન લેખો) ડૉ. નિરંજના શ્વેતકેતુ વોરા T Education International 2010_03 Page #2 -------------------------------------------------------------------------- ________________ વિલિયા (બૌદ્ધદર્શન અને જૈનદર્શનના સંશોધન લેખો) ડૉ. નિરંજના શ્વેતકેતુ વોરા 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ વિવિયા (બૌદ્ધદર્શન અને જૈનદર્શનના સંશોધન લેખો) ડૉ. નિરંજના શ્વેતકેતુ વોરા ૬૯-બી, સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦OOG 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ VIVIDHA Ed. Dr. Niranjana Shwetketu Vora નિરંજના વોરા પ્રકાશક : નિરંજના વોરા ૬૯-બી, સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોન : ૬૫૨૩૦૩૧૨ પ્રથમ આવૃત્તિ : ૨૦૦૮ નકલ : ૫૦૦ મૂલ્ય : ૧૨૦-૦૦ મુદ્રક ઃ ક્રિશ્ના પ્રિન્ટરી ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૧૩ ફોન : ૯૮૯૮૬૫૯૯૦૨ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બૌદ્ધદર્શન અને જૈનદર્શનના અધ્યયન અને અધ્યાપનકાર્ય નિમિત્તે તથા સાહિત્યવિષયક કાર્યક્રમો અને પરિસંવાદો માટે લખાયેલા લેખોનો સંચય અહીં કર્યો છે. મુખ્યત્વે તો અભ્યાસી જિજ્ઞાસુઓ અને વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળે તે માટે જ કેટલાક લેખો તૈયાર કર્યા છે. બૌદ્ધદર્શન તથા જૈનદર્શનના વિષયમાં અભ્યાસની સામગ્રી, ગુજરાતી ભાષામાં પ્રમાણમાં ઓછી ઉપલબ્ધ છે. તેથી તે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. સર્વ કાર્યોના આરંભે આદ્ય એવા શ્રી ગણપતિ વેશેનો સંશોધન લેખ તથા શ્રી વિનોબાજીના સર્વ-ધર્મ-સમન્વય વિશેના વિચારો વિશેના લેખ આરંભમાં જ મૂક્યા છે. ત્યારબાદ બૌદ્ધ અને જૈન દર્શનના આચાર-વિચાર તથા સિદ્ધાંતો વિશેના અને તત્ત્વદર્શનના તથા પાલિ-પ્રાકૃત સાહિત્યનો વિશદ પરિચય આપતા લેખોની રજૂઆત કરી છે. અંત ભાગમાં કેટલાક પ્રકીર્ણ લેખોનો સંચય છે. આ વિવિધા'- સામગ્રી અનેક રીતે વાચકોને માટે ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે તેવી શ્રદ્ધા છે. લિ. નિરંજના વોરા 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૫૮ શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ સર્વધર્મ-સમન્વયઃ પૂ. વિનોબાજીના વિચારોના સંદર્ભમાં બૌદ્ધધર્મ બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત બૌદ્ધદર્શનમાં પરમ તત્ત્વની વિભાવના ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ ૪૯ અંગુલિમાલ સૂત્ર પ્રાચીન ગણરાજયોની સંદર્ભમાં લોકકર્તુત્વ વિશેની ગૌતમ બુદ્ધની વિભાવના ૬૪ પાલિભાષા-“પાલિ' શબ્દનો અર્થ અને ઉદ્ભવ ત્રિપિટક સાહિત્ય બૌદ્ધ સંસ્કૃત સાહિત્ય મિલિન્દપ્રશ્ન : ગ્રંથ પરિચય તીર્થકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ ઉવસગ્ગહર સ્તોત્ર : સર્વાગી સમીક્ષા દ્રવ્યયોગનું સ્વરૂપ અને પ્રજ્ઞાપના સૂત્રમાં તેનું નિરૂપણ ૧૦૫ જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત જૈનદર્શનમાં લેપ્યાનો સિદ્ધાંત જૈનદર્શનમાં ચાર યોગ ૧૨૮ આચાર્ય ભદ્રબાહુત આવશ્યક નિર્યુક્તિ ૧૩૩ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ ૧૪૫ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આચાર્ય તુલસી પ્રેરિત અણુવ્રત આંદોલનની ઉપાદયતા ઉપર જ્ઞાતાધર્મકથાઃ સમીક્ષાત્મક અધ્યયન ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ૧૭૨ ઉપનિષદ ૧૦૨ ૧૧ ૨ ૧ ૨૦ ૧પ૬ ૧૮૦ 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ મા પૂરે વિના : આ ઉક્તિ અનુસાર સમસ્ત શુભ કાર્યોના પ્રારંભમાં શ્રી ગણેશની અગ્રપૂજા વિશાળ હિંદુ સમાજમાં સુપ્રસિદ્ધ છે. શ્રી ગણેશ પરબ્રહ્મ સ્વરૂપ છે. અથર્વશીર્ષ ઉપનિષદ, ગણેશપુરાણ, મુદ્દગલપુરાણ વગેરે ગણેશ સંબંધી સાહિત્યમાં શ્રી ગણેશના પરબ્રહ્મ સ્વરૂપનું વર્ણન અનેકવાર કરવામાં આવ્યું છે. ૐ ૐ રૂતિ શબ્દોબૂત સર્વે નારદ ઋગ્યેદસંહિતામાં પણ નાનાં ત્યાં આપત્તિ વામદેવું વિનામ વગેરે શ્લોકોમાં ગણપતિનું વર્ણન છે. ગણપતિ સર્વ વિઘ્નો દૂર કરનાર રિદ્ધિ-સિદ્ધિ-બુદ્ધિના પ્રદાતા છે. ગણેશની ઉપાસના ભારત ઉપરાંત ચીન, જાપાન, બાલી, નેપાળ, બ્રહ્મદેશ, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. આ દેશોમાં ગણેશની વિવિધ સ્વરૂપની મૂર્તિઓ તથા મંદિરો આજે પણ વિદ્યમાન છે. ગણપતિનું ધ્યાતવ્ય સ્વરૂપ : सर्वस्थूलतनुं गजेन्द्रवदनं लम्बोदरं सुंदरं प्ररचन्दन्मदगन्धाब्धमधुपण्यातोतगऽस्थतम् । दन्ता घात विदारितारिरुपिटैः सिन्दूर शोभाकटं तन्दे शैत सुतासुतं गणपतिं सिद्धिप्रदं कर्मसु ॥ શ્રી ગણેશજીની આકૃતિ નાની છે, શરીર ધૂળ છે, મુખ ગજેન્દ્રનું છે, ઉદર વિશાળ અને સુંદર છે. એમના ગણ્ડસ્થલ પર મદસ્રાવ થઈ રહ્યો છે અને ભ્રમરગણ ચારેબાજુથી એની ઉપર એકત્રિત થઈ રહ્યો છે. તે પોતાના દાંતથી શત્રુઓનું વિદારણ કરીને એમના રક્તનું શરીર પર અવલેપન કરીને સિંદૂરનો લેપ કર્યા પછીની હોય તેવી શોભા ધારણ કરે છે. આઠ સિદ્ધિ ને નવ નિધિ ગણપતિની સેવામાં ઉપસ્થિત રહે છે. દેવગણ શ્રી પાર્વતીજીના આ પુત્રની અહર્નિશ સેવા કરતા, એમની કૃપાદૃષ્ટિ વાંછે છે. શ્રી ગણેશ અથર્વશીર્ષમાં શ્રી ગણેશની સ્તુતિ કરતાં કહ્યું છે કે : " તમે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણથી પર છો; તમે પૂલ, સૂક્ષ્મ અને કારણ – એ ત્રણ દેહોથી પર છો, તમે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં ત્રણ કાળથી પર છો તમે નિત્ય મૂલાધાર ચક્રમાં સ્થિત છે. તમે પ્રભુશક્તિ, ઉત્સાહશક્તિ અને મંત્રશક્તિ એ ત્રણ શક્તિઓથી સંયુક્ત . તમે બ્રહ્મા છો, તમે વિષ્ણુ છો, તમે રુદ્ર છો, તમે ઇન્દ્ર છો, તમે અગ્નિ છો, તમે વાયુ છો, તમે સૂર્ય છો, તમે ચંદ્રમા છો, તમે (સગુણ) બ્રહ્મ છો, તમે (નિર્ગુણ) ત્રિપાદ ભૂ, ભૂવઃ, સ્વઃ એવં પ્રણવ છો.. અહીં શ્રી ગણેશના સગુણ અને નિર્ગુણ તથા આધ્યાત્મિક સ્વરૂપને વર્ણવ્યું છે. 2010_03 Page #9 -------------------------------------------------------------------------- ________________ વિવિધા પંચદેવની ઉપાસનામાં ગણેશ : आदित्यं गणनाथं च देवीं रुद्रं च केशवम् । पंचदैचवतमित्युक्तं सर्वकर्मसु पूजयेत् ॥ પાંચ દેવોની ઉપાસનાનું રહસ્ય પંચભૂત સાથે સંબંધિત છે. પંચભૂત તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ તત્ત્વોના પાંચ દેવો આ પ્રમાણે છે. आकाशस्याधिपो विष्णुः । वायोः सूर्यः क्षितेरिशो जीवनस्य गणाधिपः ॥ પૃથ્વી તત્ત્વ – શિવ અધિપતિ જલ તત્ત્વ – ગણેશ અધિપતિ તેજ (અગ્નિ) – શક્તિ અધિપતિ મત (વાયુ) – સૂર્ય અધિપતિ આકાશ તત્ત્વ – વિષ્ણુ અધિપતિ ભગવાન શિવ પૃથ્વીતત્ત્વના અધિપતિ હોવાથી તેમની પાર્થિવ પૂજાનું વિધાન છે. વિષ્ણુ આકાશતત્ત્વના અધિપતિ હોવાથી શબ્દો દ્વારા તેમની સ્તુતિ કરવાનો આદેશ છે. અગ્નિની અધિપતિ શક્તિ હોવાથી શક્તિ-દેવીનું અગ્નિકુંડ-યજ્ઞ દ્વારા પૂજન કરાય છે. ગણેશ જળતત્ત્વના અધિપતિ હોવાથી સર્વ પ્રથમ પૂજન કરવાનો આદેશ છે. મનુનું કથન છે કે આપ વં સર્ષા તાવીનમવાગત્ (મનુસ્મૃતિ, ૧:૮) સૃષ્ટિમાં સર્વ પ્રથમ ઉત્પન્ન થનાર જળતત્વના અધિપતિ ગણપતિ હોવાથી તેમની પૂજા સર્વ પ્રથમ થાય છે. જળતત્ત્વપ્રધાન વ્યક્તિ માટે ગણપતિની પૂજા આવશ્યક છે. યોગશાસ્ત્રની દષ્ટિએ શ્રી ગણેશની અગ્રતા : યોગશાસ્ત્રના આચાર્યોનું કહેવું છે કે મેરુદંડના મધ્યમાં જે સુષુણ્ણા નાડી છે, તે બ્રહ્મરન્દ્રમાં પ્રવેશીને મસ્તિષ્કની નાડીઓ સાથે મળી જાય છે. સાધારણ સ્થિતિમાં પ્રાણ સંપૂર્ણ શરીરમાં પ્રસરેલો હોય છે. યોગક્રિયાથી પ્રાણને સુષુમ્મામાં સ્થિત કરીને યોગી તેને મસ્તિષ્ક તરફ લઈ જાય છે, તેમ તેનું ચિત્ત શાન્ત થાય છે અને તેની જ્ઞાનશક્તિમાં વૃદ્ધિ થાય છે. સુષુમ્માના નીચેથી ઉપર સુધી ક્રમશઃ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર હોય છે. આ મૂલાધારને ગણેશ સ્થાપન કહે છે, કારણ તેના અધિપતિ દેવતા ગણપતિ છે. આમ યોગમાં પણ ગણપતિનું સ્થાન પ્રથમ છે. વાત્સાપદ્ધતિ માં છ ચક્રોના દેવતાઓનાં નામ આ પ્રમાણે છે : गणेश्वरो विधिविष्णुं शिवो नीवी गुरुस्तथा । पडेते हंसतामेत्य मूलाधारदिषु स्थिताः ॥ 2010_03 Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ તે ઉપરાંત ગણપતિ ૐકાર સ્વરૂપ મનાય છે, તેથી પણ પૂજામાં તેનું સ્થાન અગ્ર રહે છે, ગણપતિનું સ્વરૂપ તથા શસ્ત્ર-અસ્ર : ગણનો અર્થ વર્ગ થાય છે, સમૂહ કે સમૂદાય, ઈશનો અર્થ સ્વામી. શિવગણો અર્થાત્ ગણ દેવોના સ્વામી હોવાથી તે ગણેશ કહેવાય છે. આઠ વસુ, અગિયાર રુદ્ર અને બાર આદિત્યને ગણદેવતા કહેવાય છે. ગળ રાષ્ટ્ર: સમૂહસ્ય વાળ: परिकीर्तितः । ‘ગણ’ શબ્દ વ્યાકરણમાં પણ આવે છે. વ્યાકરણમાં ગણપાઠનું એક અલગ અસ્તિત્વ છે. તેવી જ રીતે આદિ અનાદિ તથા જુહોત્યાદિ પ્રભુતિગણ ધાતુ-સમૂહ છે. ‘ગણ’ શબ્દ રુદ્રના અનુચરો માટે પણ વપરાય છે. રામાયણમાં કહેવાયું છે, धनाध्यक्ष समोदेवः प्राप्तो हि वृषभध्वजः । उमासहाय देवेशो गणैश्च बहुभिर्युतः ॥ ૩ સંખ્યા વિશેષક સેનાનો બોધક શબ્દ પણ ગણ છે. જેમકે હાથી=૨૭, ૨૫=૨૯, અશ્વ૮૧, પદાતિ=૧૩૫ અર્થાત્ ૨૭૦ નો સમૂદાય - એના સ્વામી પણ શ્રી ગણેશ છે. ‘મહાનિર્વાણતંત્ર' માં કહ્યું છે - રૂપસ્તુ મહેશનિ ગળવીક્ષાપ્રવર્તઃ । જ્યોતિષશાસ્ત્રમાં અશ્વિની વગેરે જન્મનક્ષત્રો પ્રમાણે દેવ, માનવ અને રાક્ષસ એ ત્રણ ગણ છે. આ સર્વ પ્રકારના ગણના સ્વામી ગણપતિ છે. પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અગિયારમું મન-તેના સ્વામી પણ શ્રી ગણેશ છે. છંદશાસ્ત્રમાં પણ અગણ, મગણ, નગણ, યગણ વગેરે આઠ ગણ હોય છે. ગણ નામના દૈત્ય પર તેમનો અધિકાર હોવાથી તે ગણેશ કહેવાય છે. અક્ષરોને પણ ગણ કહેવામાં આવે છે. તેના ઈશ હોવાને કારણે ગણેશ કહેવાય છે. ‘ગણેશ' શબ્દનો વિદ્વાનોએ નીચે પ્રમાણે અર્થ કર્યો છે. ज्ञानार्थवाचको, गश्च णश्च निर्वाणवाचकः । तयोर परब्रह्म गणेशं प्रणमाम्यहम् ॥ ‘ગ’ અક્ષર જ્ઞાનનો અને ‘ણ’ અક્ષર નિર્વાણનો વાચક છે. તેથી જ્ઞાન અને મોક્ષના સ્વામી પરબ્રહ્મ ગણેશને હું પ્રણામ કરું છું. गणानां पति गणपति: निर्गुणसगुणब्रह्मगणानां पतिः गणपतिः ॥ સર્વવિધ ગણોને સત્તા-સ્ફૂર્તિ આપનાર જે પરમાત્મા છે તે ગણપતિ છે. ગણપતિ પૂજન દ્વારા પરમાત્માનું જ પૂજન થાય છે, તે બ્રહ્મથી અભિન્ન છે. જેનામાં બ્રહ્મતત્ત્વના ગુણો છે જગતની ઉત્પત્તિ-સ્થિતિ, લય-લીલત્વ, જગતનું નિયંત્રણ કરવાની શક્તિ અને સર્વનું પાલન કરવાનું સામર્થ્ય છે તે જ ‘બ્રહ્મ' છે. 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ ‘ગણપતિ અથર્વશીર્ષ'માં કહ્યું છે : ॐ नमस्ते गणपतये त्वमेव केवलं कर्तासि, त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्व खल्विदं ब्रह्मासि । અહીં ગણપતિને त्वमेव प्रत्यक्षं तत्त्वमसि એમ કહ્યું છે. ગણપતિના સ્વરૂપમાં નર તથા ગજ આ બંનેના સ્વરૂપનું સામંજસ્ય જોવા મળે છે. તેમાં ‘તત્' શબ્દ સર્વ જગતના કારણરૂપ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન પરમાત્મા છે. અને ‘ટ્યું’ શબ્દ દ્વારા અલ્પજ્ઞ, અલ્પ શક્તિવાળો જીવ સૂચિત થાય છે. વાસ્તવમાં નર અને ગજનું સામંજસ્ય અસંભવ છે તેમ પરમ બ્રહ્મ અને જીવનું ઐક્ય પણ અસંભવ છે, પરંતુ ગણપતિના સ્વરૂપમાં વ્યંજના દ્વારા બંનેનું અદ્ભુત નિર્દેશાયું છે. ગણપતિનું મુખ ગજનું છે, પણ નીચેનો ભાગ મનુષ્યોનો છે. તેમના દેહમાં નર તથા ગજનું અનુપમ સમ્મિલન થયું છે. ગજ સાક્ષાત બ્રહ્મને કહે છે સમાધિ દ્વારા યોગીરાજ જેની પાસે જાય છે, જેને પ્રાપ્ત કરે છે તે છે ‘ગ' (સમાધિના યોશિનો યંત્ર ગચ્છન્તીતિ 1:) તથા જેનાથી આ જગત ઉત્પન્ન થાય છે તે છે ‘જ' (યસ્માર્ વિન્ધપ્રતિષિવ્રતયા પ્રળવાભી ખાડુંનાયતે રૂથિ નઃ). વિશ્વકારણ હોવાથી તે બ્રહ્મ (ગજ) કહેવાય છે. ગણેશનો ઉપરનો ભાગ ગજ જેવો છે અર્થાત્ નિરૂપાધિક બ્રહ્મનું પ્રતીક છે. નીચેનો ભાગ મનુષ્યનો છે તેનો અર્થ જીવ એટલે કે સોપાધિક બ્રહ્મ છે. ગણેશજીનું મસ્તક ‘તત્' પદાર્થનો સંકેત કરે છે અને નીચેનો ભાગ ‘ત્વમ્' પદાર્થનો સંકેત કરે છે. નિરૂપાધિક બ્રહ્મ અને સોપાધિક જીવતત્ત્વ ગણેશના સ્વરૂપમાં અભેદભાવે વિલસે છે. વિવિધા ગણપતિના સ્વરૂપનું આધ્યાત્મિક રહસ્ય : શ્રી ગોસ્વામી તુલસીદાસે પોતાના રામાયણમાં શ્રી પાર્વતીને શ્રદ્ધા અને શિવને વિશ્વના પ્રતીક તરીકે નિરૂપ્યાં છે. કોઈ પણ કાર્યસિદ્ધિ માટે શ્રદ્ધા-વિશ્વાસ હોવાં જરૂરી છે. જ્યાં સુધી શ્રદ્ધા નથી હોતી ત્યાં સુધી આત્મવિશ્વાસ જાગૃત થતો નથી. અને આત્મવિશ્વાસના અભાવમાં શ્રદ્ધા પણ લાંબો સમય ટકી શકતી નથી. શ્રી ગણેશજી શિવપાર્વતીના પુત્ર હોવાથી આ રીતે જ સિદ્ધિ અને અભીષ્ટપૂર્તિના પ્રતીક ગણાય છે. કોઈ પણ કાર્યના આરંભમાં કાર્યસિદ્ધિ અર્થે શ્રી ગણેશજીની આરાધના આથી જ અનિવાર્ય છે. ગણપતિ શિવ અને પાર્વતીના પુત્ર છે. અગ્નિને ‘શિવ’ અને સોમને ‘શક્તિ’ કહેવામાં આવે છે. સોમ શબ્દ ‘મા' થી બન્યો છે. ‘બૃહજ્જાબાલોપનિષદ' માં સ્પષ્ટ 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ કહ્યું છે કે “૩મા સહિતઃ ક: આ ઉપનિષદમાં જણાવ્યું છે તે અનુસાર આ સંપૂર્ણ જગતનો આત્મા અગ્નિ અને સોમ છે. પ્રચંડ તેજ અર્થાત્ અગ્નિ એ રુદ્રનું શરીર છે. અને અમૃતમય તથા શક્તિ આપનાર તે સોમ છે આ સોમ શક્તિસ્વરૂપ છે. સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ ભૂતોમાં સત્વોમાં રસ (સોમ) અને તેજ (અગ્નિ) સર્વત્ર વ્યાપ્ત છે. સર્વમાં તેમની પ્રતિષ્ઠા છે. વિદ્યા અને કલા વગેરેમાં પણ આ તેજ અને રસ (સોમ) વ્યાપ્ત છે. સોમના બે રૂપ છે : રસ (મા) અને અનિલ (વા). તેજના વિદ્યદાદિ અનેક પ્રકાર છે. અગ્નિ અને સોમથી જ એટલે કે શિવ અને શક્તિથી આ ચરાચર જગત બન્યુ છે. -. શિવ અને પાર્વતીના પુત્રરૂપે ગણેશના જન્મ વિશેની અનેક દંતકથાઓ પ્રચલિત છે. પણ એમ કહી શકાય કે આવા શિવ અને શક્તિતત્ત્વમાંથી જ ગણેશતત્ત્વ પ્રગટ થયું છે. કેટલાક લોકો શંકા કરે છે કે ગણેશજી તો શિવપાર્વતીના પુત્ર છે, એમના વિવાહ સમયે ગણપતિનો જન્મ પણ થયો ન હતો, તો પછી પૂજન કેવી રીતે થાય ? વાસ્તવમાં ગણેશજી કોઈના પુત્ર નથી, એ , અનાદિ અને અનંત છે. શિવજીના પુત્ર જે ગણેશ છે તે તો અજ, અનાદિ, અનંત પરમાત્મા જ છે, શિવજીના પુત્ર ગણેશ તે પરબ્રહ્મરૂપ ગણપતિના અવતાર છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં જણાવ્યું છે કે પાર્વતીના તપથી ગોલોકનિવાસી પૂર્ણ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ પરમાત્મા જ ગણપતિરૂપે અવતર્યા. અતઃ ગણપતિ,શિવ-કૃષ્ણ વગેરે એક જ છે. ગણપતિનું ૐકારસ્વરૂપ : ગણપતિ શબ્દબ્રહ્મ 3ૐકારના પ્રતિકરૂપ છે. ગણેશની એક મૂર્તિ ૐ પણ છે. એમાં આરંભિક ભાગ ગજનો ગુડદડ છે, ઉપરનો અનુનાસિક ભાગ ચંદ્ર છે. એક કથા છે કે શિવ-પાર્વતી ૐ કારના ચિત્ર ઉપર ધ્યાનથી દૃષ્ટિ રાખીને બેઠા હતા, એટલામાં એ ચિત્રમાંથી જ સાક્ષાત ગણપતિ ઉપસ્થિત થયા. એ નિહાળીને શિવપાર્વતી અત્યંત પ્રસન્ન થયા. પ્રણવ બધી શ્રુતિઓમાં પ્રથમ હોવાથી ગણેશની પ્રથમ પૂજા કરવામાં આવે છે. अकारो वासुदेवः स्यादुकारो विधिमुच्यते । . મ સ્ત મહાદેવ: પ્રાવાય નમોડસ્તુ તે ! (શ્રી ગણેશસ્તવ) ‘અ સત્ત્વગુણપ્રધાન વિષ્ણુ, “ઉ” રજો ગુણપ્રધાન બ્રહ્મા અને ‘મતમોગુણપ્રધાન મહાદેવ, આ ત્રણે દેવતા જેમાંથી પ્રગટ થયા છે તે પ્રણવ દરેક દેવતાઓ તથા વેદ કરતાં પણ સનાતન છે. એ પ્રણવસ્વરૂપ તેમને (ગણેશને) નમસ્કાર છે, આમ સર્વ દેવતાઓની ઉત્પત્તિ પણ પૂર્ણસ્વરૂપ ગણપતિમાં માનેલી છે. ગણપતિના ચાર હાથ છે. તેમાં પાશ મોહ અને તમોગુણનું પ્રતીક મનાય 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ વિવિધા છે. અંકુશ પ્રવૃત્તિ તથા રજોગુણનું ચિહ્ન અને વરમુદ્રા સત્ત્વગુણનું પ્રતીક છે “મોદ' નો અર્થ આનંદ પ્રદાન કરનાર એવો થાય છે. અર્થાત્ ગણપતિના ઉપાસક તમોગુણ, રજોગુણને સત્વગુણ એ ત્રણેથી પર થઈને વિશેષ આનંદનો અનુભવ કરે છે. ગણેશ ચતુર્ભુજ છે, કારણ કે તે દેવતા, નર, અસુર અને નાગ-એ ચાર વર્ગ તથા ચાર વેદોનું સ્થાપન કરનાર છે. તે ભક્તોના અનુગ્રહ માટે પોતાના ચાર હાથમાં પાશ, અંકુશ- વર-મુદ્રા અને અભય-મુદ્રા ધારણ કરે છે. ભક્તોના મોહરૂપી શત્રુને ફસાવવાનું કાર્ય પાશ કરે છે, તથા અંકુશ તે સર્વ જગતનું નિયંત્રણ કરનાર છે. દુષ્ટોનો નાશ કરનાર બ્રહ્મ “દત્ત' છે અને સર્વ કામનાઓને પૂર્ણ કરનાર વર-મુદ્રા છે. તેમના હાથમાં જે મોદક છે, તેની આકૃતિ ગોળ છે તે ગોળાકાર મહાશૂન્યનું પ્રતિક છે. આ દષ્ટિની સીમામાં આવતું સમગ્ર જગત શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે અને શૂન્યમાં વિલીન થાય છે. તેથી આ શૂન્ય કે મોદકનો ગોળાકાર એ પૂર્ણત્વનું પ્રતીક છે. ચમ્પતરાયજીના કહેવા પ્રમાણે ઉંદર વિવેચક, વિભાજક ભેદકારક, વિભારક ને વિશ્લેષક બુદ્ધિનું પ્રતીક છે. ગણપતિનો શિરોચ્છેદ અહંકારનો નાશ સૂચવે છે. હાથીનું મસ્તક ધારણ કરવું તે સંયોજક, સમન્વયકારક અને સંશ્લેષક બુદ્ધિનો ઉદય સૂચવે છે. લંબોદરનું તાત્પર્ય એ છે કે અનેક બ્રહ્માણ્ડ એમના ઉદરમાં સમાયા છે. હાથી જેવું મસ્તક અને લાંબુ ધૂળ જેવું શરીર એ ગણેશજીની શુભ આકૃતિ છે. એમનું સ્થૂળકાય નામ પણ પ્રખ્યાત છે. બાળકો હૃષ્ટપુષ્ટ રહે એ ભાવનાનું પ્રતીક એમનું શરીર છે. ભગવાન ગણપતિ વિશાળકાય છે. પણ એમનું વાહન ઉંદર અત્યંત લઘુકાય છે. અન્ય દેવોના વાહનમાં સિંહ, અશ્વ, ગરુડ, મયૂર વગેરે પશુ-પક્ષીઓ છે. ભગવાનના સંપર્કથી એમના વાહનને પણ મહત્તા પ્રાપ્ત થાય છે. મહામહિમા ભગવાન લઘુમાં લઘુ પ્રાણીઓને પણ અનુગ્રહિત કરે છે એ ભાવ એમાં સ્વીકારાયો છે. ઉંદર એ વિશ્લેષણાત્મક તથા તાર્કિક બુદ્ધિનો દ્યોતક છે. મૂષક શબ્દ મૂપ + તે થી બન્યો છે. તેનો અર્થ થાય છે ચોરી કરનાર, મનુષ્યના મનમાં જે ચોરી કરવી...વગેરે પાપવૃત્તિઓ હોય છે તેનું પ્રતીક મૂષક છે. શ્રી ગણેશ તે મૂષક પર આરૂઢ થાય છે. અર્થાત્ ચરણ દ્વારા નિયંત્રણમાં રાખે છે. શ્રી ગણેશના ચિંતન અને સ્મરણથી અંદરના દુર્ગુણના નાશ પામે છે. મૂષક વાહનનો અર્થ દુષ્ટો અને દુવૃર્તિઓનું શમન એવો પણ થાય છે. હાથીને પોતાનો દાંત ખૂબ પ્રિય હોય છે. એ એને હંમેશા શુભ્ર રાખે છે. ગણપતિએ આ દાંતનો અગ્રભાગ તોડી એને તીક્ષ્ણ બનાવી એનાથી મહાભારતલેખનનું કામ કર્યું. વિદ્યોપાર્જન, ધર્મ અને ન્યાયને માટે પ્રિય વસ્તુઓને પણ ત્યાગવી જોઈએ એ રહસ્યને એમણે આ રીતે પ્રતિપાદન કર્યું છે. શ્રી ગણેશ એકદન્ત છે. ‘એક’ શબ્દ માયાનો બોધક છે. અને “દન્ત’ શબ્દ 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ . શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ માયિક માયાચાલક સત્તાનો સૂચક છે. મુદ્દગલપુરાણમાં કહ્યું છે કે एकशब्दात्मिका माया तस्यां सर्व समुद्भवम् । दन्तः समाधरस्तत्र मायाचालक उच्यते ॥ ગણપતિનું એકદન્તી હોવું તે એમની અદ્વૈતપિર્યતા દર્શાવે છે. એમ પણ માનવામાં આવે છે કે એકદન્ત ગણપતિ પ્રકૃતિપુરુષની એકતાના પ્રતીક અથવા ઘોતક છે. શ્રી ગણેશજીને વક્રતુણ્ડ પણ કહેવામાં આવે છે. “વક્ર'' એ માયાસૂચક છે અને ‘તુચ્છ' એ બ્રહ્મવાચક છે. મુદ્દગલપુરાણ અનુસાર માયામય સુખ મોહયુક્ત છે. તેથી તેને વક્ર કહેવામાં આવે છે. “તુમ્હ’ શબ્દ બ્રહ્મનો બોધક છે એ બંનેનો યોગ થવાથી ગણેશ વક્રતુણ્ડ કહેવાય છે. તેમના કઠથી નીચેનો ભાગ ‘વક્ર' અને “તુણ્ડ' એટલે મસ્તકનો ભાગ બ્રહ્મવાચક છે, તેથી તે વક્રતુણ્ડ છે. - ગણપતિના કાન સૂપડાકાર, ગજકર્ણક કહેવામાં આવે છે. સૂપડાની જેમ તે મેલને ઉડાડી મૂકે છે, મનના મેલનો નાશ કરે છે. નાગનું યજ્ઞોપવીત કુણ્ડલિનીનો સંકેત કરે છે તથા મસ્તક પરનો ચંદ્રમાં સહસ્ત્રાર ચક્રની ઉપર સ્થિત અમૃતવર્ષણ ચંદ્રમાનું પ્રતીક છે. લોકનેતૃત્વ સ્વરૂપ : શ્રી ગણેશે લોકહિતકારી મંગલમય આદર્શોને પણ ચરિતાર્થ કર્યા છે. સર્વેથી અગ્ર-પ્રથમ એટલે કે નેતૃત્વ ધારણ કરનારા હોવાથી તેમણે લોકનેતાના આદર્શો તરફ સંકેત કર્યો છે. લોકનેતાની દૃષ્ટિએ તેમના સ્વરૂપનો વિચાર કરીએ. ગણ' શબ્દનો એક અર્થ ગુણ એટલે કે સદગુણ પણ થાય છે. ગુણરૂપી ગણોથી અલંકૃત મનુષ્યને જ લોકો નેતા તરીકે નિયુક્ત કરે છે. સદગુણોના સમુદ્રરૂપ ગણપતિ તેથી જ ગણનાયક તરીકે સુપ્રસિદ્ધ છે. સાર્થક જીવન જીવવા માટે સ્થૂલ પદાર્થોને જોઈ શકનાર નેત્ર ઉપરાંત ત્રીજું જ્ઞાનરૂપી નેત્ર પણ મનુષ્યએ ધારણ કરવું જોઈએ. જ્ઞાનાવારિધિ શ્રી ગણેશનું લલાટગત ત્રીજું નેત્ર આ ભાવને વ્યક્ત કરે છે. ગણપતિની આંખો નાની-ઝીણી છે. ઝીણી આંખે જગતનું દર્શન કરવાથી વસ્તુનું તલગામી દર્શન થઈ શકે છે. અથવા નિરીક્ષણની વિશિષ્ટ શક્તિ ‘ઝીણી આંખો' દ્વારા વ્યક્ત થાય છે. લોકનાયકે સહૃદયભાવથી લોકોની આપત્તિની વાત સાંભળવી જોઈએ. ગણપતિ ગજકર્ણક હોવાને કારણે લોકોના દુ:ખની વાતો પોતાના વિશાળ કાનથી સાંભળે છે. તેમના કાન શુર્પકર્ણ અર્થાત્ સૂપડા જેવા છે. તેનાથી તે ભક્તની કમરજને, માયાજનિત મેલને સૂપડાની જેમ દૂર કરે છે. નેતાએ જનસમૂહ સાથે વ્યવહાર કરતી વખતે અતિ ગંભીર કે કઠોર મુખભાવ 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ વિવિધા ધારણ કરવો જોઈએ નહિ. પણ સદા વિશાલ, વિમળ અને પ્રમુદિત હૃદયવાળા થઈને પ્રસન્ન વદન રહેવું જોઈએ. વિઘ્નરૂપ અંધકારને દૂર કરનાર સૂર્યરૂપ ગણપતિનો પ્રસન્ન મુખભાવ આ ઇંગિતને સૂચવે છે. પારસ્પરિક નેહભર્યા સંબંધ સ્થાપવા માટે પ્રસન્નતાનો. ભાવ જરૂરી છે. ગણેશજીનું ઉદર વિશાળ છે. તેના દ્વારા તેમના મન અને હૃદયની વિશાળતા પણ સૂચવાય છે. તે બીજા દ્વારા કરાયેલા અપકાર કે અનુચિત કાર્યો વિશેની હકીકતને પોતાના વિશાળ ઉંદરમાં સમાવી રાખીને પોતાની મહાશયતા પ્રગટ કરે છે. તેમના ઉંદરમાં સર્વ પ્રપંચ પ્રતિષ્ઠિત છે. લોકનાયકે લોકાની વચ્ચે રહીને વાતાવરણને અનુરાગમય રાખવું જોઈએ. તે કારણથી તે રક્તવર્ણવાળા વસ્ત્ર ધારણ કરે છે અને વાતાવરણને ઉત્સાહભર્યું રાખે છે. રક્તવર્ણ અનુરાગ અને ઉત્સાહપ્રેરક છે. પોતાના હાથની અભય અને વરદ મુદ્રા ભક્તજનો પર અનુગ્રહ કરીને તેમનું હિત સાધે છે. અંકુશ દ્વારા તે દુર્જનો પર અને દુષ્ટ વૃત્તિઓ પર નિયંત્રણ રાખે છે. પ્રેમરૂપી પાશ દ્વારા સર્વ લોકોને વશમાં રાખે છે અને મોદક દ્વારા ભક્તજનોને પ્રસન્નતા અર્પે છે. લોકનાયકે લોકસમૂહને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, એ ભાવ અહીં સૂચિત છે. ગણપતિ નાનાં-મોટાં, ઉચ્ચ-નીચ સૌ સાથે સમાનભાવે વર્તે છે તે ભાવ મૂષકના વાહનથી સૂચિત થાય છે. નેતાએ કદી પણ ભેદભાવભર્યું વર્તન રાખવું જોઈએ નહિ. મૂષક વાહનનો બીજો અર્થ દુખ અને દુવૃત્તિનું દમન એવો થાય છે. જે વ્યક્તિ નેતા બને તેણે નિરંતર લોકકલ્યાણ કરતા રહીને લોકોના નિરુત્સાહ અને વિદ્ગોને દૂર કરીને તેમને પ્રસન્ન અને સુખી બનાવવા જોઈએ, તે ભાવ તેમના વિધ્વનાશનના ગુણથી સૂચિત થાય છે. શ્રી ગણપતિ ગજમુખ છે. “ગજ' નો અર્થ થાય છે આઠ. જે આઠ દિશા તરફ મુખ રાખે તે “ગજમુખ છે. આ ગુણ પ્રત્યેક નેતા અથવા રાજામાં હોવા જરૂરી છે. ગણેશ સર્વજ્ઞ હોવાને કારણે આઠ પ્રહર અને આઠે દિશાની ખબર રાખે છે. નેતાએ પણ પ્રત્યેક સ્થળની પરિસ્થિતિથી, સતત જાગૃત અને સતર્ક રહેવું જરૂરી હોય છે. આમ, ગણપતિ એક આદર્શ લોકનાયકના ગુણ ધરાવે છે. ગણપતિનું સગુણ-નિર્ગુણ સ્વરૂપ : ગણપતિનું સગુણ-નિર્ગુણ બંને સ્વરૂપમાં વર્ણન મળે છે. આમ તો સત્ ચિતરૂપ પરબ્રહ્મ, આનંદસ્વરૂપ પરબ્રહ્મ એ જ ગણેશ છે, એ માન્યતા પ્રચલિત છે. ગણેશોત્તરતાપિન્થપનિષદમાં એમના નિર્ગુણ સ્વરૂપનું વર્ણન આપતાં કહ્યું છે, 2010_03. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ स निर्गुणः स निरंहकारः स निर्विकः स निराकार आनंदमयः तेजोरूपं अनिर्वाच्यमप्रमेयः पुरातनो गणेशः निगद्यते । અર્થાત્ એને કોઈ રૂપ નથી, નામ નથી, અને ગુણ નથી તે નિર્ગુણ, નિરંહકાર, નિર્વિકલ્પ, નિર્વિકાર, નિરાકાર, આનંદરૂપ, તેજોરૂપ, અનિવર્ણનીય અને અપ્રમેય કાલાતીત ગણેશ છે. એ રીતે એકાર, ૐકારરૂપ પરબ્રહ્મ પણ તે જ ગણેશ છે નિર્ગુણ ઉપાસનામાં જ્ઞાન સાધન છે તેથી મોક્ષ સાધ્ય છે. આ સાધનરૂપ જ્ઞાન અને સાધ્યરૂપ મોક્ષ બંનેના સ્વામી શ્રી ગણેશ છે. ज्ञानर्थवाचको गश्च णश्र निर्वाणवाचकः । तयोरीशं परं ब्रह्म गणेश प्रणमाम्यहम् । પરમાત્મા ગણેશ સગુણરૂપમાં પણ પ્રગટ થયા છે. દૈત્યોનો સંહાર કરવા માટે કે વિવિધ પ્રયોજનો માટે તેમણે અવતાર ધારણ કર્યાં છે. ૯ વિશ્વની આધારશક્તિ-અર્થાત્ પ્રાણ-ગણેશ છે. આ આધારશક્તિ વસ્તુભેદથી અસંખ્ય અને વિવિધ છે. તેથી ગણપતિનાં પણ વિવિધ સ્વરૂપો વર્ણવામાં આવ્યા છે. તેનાં નામ, રૂપ, વર્ણ, વસ્ત્ર, આયુધ અને વાહનોનો નિર્દેશ શ્રી તત્ત્વનિધિ' નામના ગ્રંથમાં આપ્યો છે. તે અનુસાર શ્રી ગણેશનાં બાલગણપતિ, શક્તિગણપતિ, સિદ્ધગણપતિ, લક્ષ્મીગણપતિ, સંકષ્ટહરગણપતિ વગેરે નામ આપવામાં આવ્યા છે. ગણપતિના મૂળ સ્વરૂપને જાણીને એમના સગુણ સ્વરૂપની ઉપાસના કરવી જોઈએ. ગણપતિના સગુણ સ્વરૂપનાં એમના અસ્ત્ર-શસ્ત્ર, અંગરાગ, વસ્ત્રો, દેખાવ વગેરેનાં અનેકવિધ વર્ણનો મળે છે. ઉપાસ્ય ગણેશની મૂર્તિના અલગ અલગ પ્રકાર હોય છે. એનો અર્ચનવિધિ પણ અલગ હોય છે. દ્વિભુજથી માંડીને અગણિત હાથવાળી તથા એકમુખ ગણપતિથી માંડીને દશમુખ ગણપતિની મૂર્તિઓ હોય છે. મૂષકની સાથે સિંહમયૂરનાં વાહનો પણ પૂજાય છે. વિશેષ વસ્તુથી પૂજાવાને કારણે પણ ગણપતિનાં વિવિધ સ્વરૂપો મનાયાં છે.જેમ કે હરિદ્રારગણેશ, દૂર્વા ગણેશ, શમી ગણેશ, સોમગણેશ વગેરે. કામ્યકર્મ અનુસાર સંતાન ગણેશ, વિદ્યાગણેશ વગેરે નામો પણ પ્રચલિત છે. શ્રી ગણેશજીના અનેક અવતાર હોવા છતાં, તેમના આઠ અવતાર વધારે પ્રસિદ્ધ છે : ૧. વક્રતુણ્ડ : તેમનું વાહન સિંહ છે તથા તે મસ્ત્યાસુરનો નાશ કરે છે. ૨. એકદન્ત : તે મૂષકવાહન અને મદાસૂરનો નાશ કરનાર છે. ૩. મહોદર : તે મૂષકવાહન, જ્ઞાનદાતા તથા મોહાસુરનો નાશ કરનાર છે. ૪. ગજાનન : તે મૂષખવાહન, સાંખ્યવાદીઓને સિદ્ધિ આપનારા તથા લોભાસુરને હણે છે. 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ વિવિધા ૫. લમ્બોદર : તે મૂષકવાહન અને ક્રોધાસુરનો નાશ કરનાર છે. ૬. વિકટ : તે મયૂરવાહન તથા કામાસુરને હણનાર છે. ૭. વિઘ્નરાજ : તેમનું વાહન શેષનાગ છે તથા તે મયાસુરના પ્રહર્તા છે. ૮. ધૂમ્રવર્ણ : તે મૂષકવાહન અને અહંતાસુરનો નાશ કરે છે. અહીં સૂચિત અસૂરો તે મનુષ્યના મનમાં રહેલી મત્સર, મદ, મોહ, લોભ, ક્રોધ, કામ, મમતા તથા અહંતાની વૃત્તિઓ જ છે. આ અંદરના શત્રુઓનો નાશ કરીને ગણેશ ભગવાન સાધનાને નિર્વિન બનાવીને પૂર્ણ બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે. ગણેશનાં અનેક વ્રત છે. (એની વિધિ વિસ્તારભર્યો અહીં આપી નથી) એ વરદચતુર્થીવ્રત, એકવીસ દિવસનું ગણપતિનું વ્રત, ગણેશપાર્થિવપૂજનવ્રત, ગણેશચતુર્થીવ્રત, તિલાચતુર્થીવ્રત, સંકષ્ટહર ચતુર્થી વ્રત, વનાયકી ચતુર્થીવ્રત વગેરે વ્રત વધારે પ્રસિદ્ધ છે. કર્મમાર્ગીઓ ગણેશયાત્રા પણ કરે છે. ગણેશમંત્રોનું વ્યવસ્થિત પૂજનહવન વગેરે પણ કરે છે. એકાક્ષરથી માંડીને અનેક અક્ષરોવાળા ગણપતિના મંત્રો પણ જપે છે. સિદ્ધિવિનાયક, સત્યવિનાયક વગેરે તાંત્રિક ઉપાસનાઓ પણ પ્રચલિત છે. આમ ગણપતિની સગુણ ઉપાસના ભારતમાં જ નહિ વિદેશોમાં પણ પ્રચલિત છે. વિશ્વના વિવિધ દેશોમાં ગણપતિની અનેક પ્રકારની પ્રતિમાઓ જોવા મળે છે. ગાણપતિસંપ્રદાયના મુખ્ય છ પ્રકાર છે : મહાગણપતિ, હરિદ્રાગણપતિ, ઉચ્છિષટગણપતિ, નવનીતગણપતિ, સ્વર્ણગણપતિ અને સંતાનગણપતિ સંપ્રદાય. વિવિધ પુરાણો અને ગ્રંથોમાં ગણપતિના વિવિધ અવતારો તથા લીલાઓનાં સુંદર વર્ણનો પણ કરાયેલાં છે. શ્રી ગણેશ શિવ-પાર્વતીના પુત્ર મનાય છે. તેમના જન્મ વિશેની કથા પ્રચલિત છે. જો કે વિભિન્ન પુરાણો અનુસાર તેમાં થોડો તફાવત છે. જેની ચર્ચા લંબાણભયે અહીં શક્ય નથી. ગણપતિના મુખ્ય અવતારો વક્રતુણ્ડ, એકદન્ત, મહોદર, ગજાનન, લંબોદર, વિકટ, વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ, ધમકેતુ, મહોત્કટ-વિનાયક તથા મયૂરેશ્વર ગણાય છે. વેદકાલીન સમયથી ગણેશનું પૂજન-અર્ચન થતું આવ્યું છે. ગણપતિની પૂજા કેવળ ભારતના વિવિધ પ્રાંતોમાં જ પ્રચલિત નથી પરંતુ ચીન, જાપાન, તુર્કસ્તાન, તિબેટ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે અને એ દેશોમંથી તેના સંદર્ભો પણ મળે છે. આમ ગણપતિ એ સૌના આરાધ્ય દેવ છે. પ્રત્યેક શુભ કાર્યમાં એમની આશિષ મળે એ જ પ્રાર્થના સહ અસ્તુ. 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ સર્વધર્મ-સમન્વય : પૂ. વિનોબાજીના વિચારોના સંદર્ભમાં પૂ. વિનોબાજી સ્વભાવથી જ સમન્વયવાદી છે. તેમના વિચાર, તેમની દષ્ટિ, તેમનું કાર્ય, તેમની પ્રેરણા સંક્ષેપમાં તેમનું સમગ્ર જીવન સમન્વયપ્રેરિત છે, સર્વમાં સંવાદિતા સાધનારું છે. ઈહલોક અને પરલોક; વિચાર અને આચાર; જ્ઞાન, ભક્તિ અને કર્મ; સાધના અને સેવા; વ્યક્તિ અને સમાજ આદિ સર્વ ક્ષેત્રોમાં તથાકથિત ભેદ અને વિરોધનું નિરસન કરવું અને સમન્વય સ્થાપિત કરવો, તે જ તેમનું જીવનલક્ષ્ય હતું. - વિજ્ઞાનના વિકાસની સાથે સાથે આજે વિશ્વના દેશો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, મનુષ્યની દષ્ટિ વિશાળ બનતી ગઈ છે. આજે કોઈ ધર્માનુયાયી પોતાને જ સર્વશ્રેષ્ઠ માનવાની ભૂલ કરી શકે નહિ, કરવી ન જોઈએ. જો કે આજે ધર્મ સંપ્રદાયોના રૂપમાં વિભાજિત થઈ ગયા છે અને મનુષ્યો વચ્ચેના સંબંધોને જોડવાને બદલે તોડવાનું કાર્ય કરી રહ્યા છે. તેમ છતાં ધર્મનો ત્યાગ કરી દેવો અથવા દુનિયામાંથી ધર્મમાત્રનું અસ્તિત્વ સમાપ્ત કરી દેવું તે ન તો સંભવિત છે કે ન તો ઇચ્છનીય. વિનોબાજી માને છે કે ધર્મોએ આપસમાં એકબીજાનો વિરોધ કરવાને બદલે સાથે મળીને જે અધર્મ છેસર્વથા અહિત કરનારું છે તેનો વિરોધ અને તેનો ત્યાગ કરી દેવો જોઈએ. ધર્મનું જે શુભ તત્ત્વ છે, ઊર્ધીકરણ કરનારું તત્ત્વ છે-દરેક ધર્મમાં જે સર્વ સામાન્ય તત્ત્વ છે તેના આધાર પર માનવધર્મનું નિર્માણ કરવું જોઈએ. ધર્મવિચારની મીમાંસાના સંદર્ભમાં જોઈએ તો ગાંધી-વિનોબાના જીવનદર્શનમાંથી એક નવો માનવધર્મ નિર્મિત થઈ રહ્યો છે. તેની વિશેષતા એ છે કે સંન્યાસ અને કર્મયોગ-એ બંને ધર્મનીતિનું સંમિલન એમાં થાય છે. અહિંસાના સાધનથી જીવનની સર્વ સમસ્યાઓનું નિરાકરણ શોધવાની પ્રેરણા આ યુગની સર્વોત્કૃષ્ટ ધર્મપ્રેરણા છે. • વ્યક્તિધારણા, લોકસંગ્રહ અને ચિત્તશુદ્ધિ – આ જીવન વિષયક બુનિયાદી સમસ્યાઓનો ઉકેલ શોધવાનું કામ દરેક ધર્મોએ કર્યું છે. પરંતુ આ ત્રણેનો સમન્વય સાધી શકાય તેવી રીતે શ્રદ્ધા અને વિવેકપૂર્ણ રીતે આચારનું આયોજન થઈ શકે તો જ જીવનયાત્રા સફળ બની શકે. કેવળ રૂઢ ધાર્મિક વિચારો અને ક્રિયાકાંડ અથવા કેવળ બુદ્ધિરૂપ તાર્કિક જીવનશૈલીથી સંઘર્ષનો જ પ્રાદુર્ભાવ થઈ શકે છે. આ પૃષ્ઠભૂમિમાં જોઈએ તો વિનોબાજીનું ધર્મદર્શન કેવળ રૂઢિગત માન્યતાઓને સમર્થન નથી આપતું અને તે કેવળ બૌદ્ધિક તત્ત્વજ્ઞાનનું તાર્કિક દર્શન પણ નથી. તે એક જીવનસાધના છે, એક વિશેષ ધર્મવિચાર છે. ધર્મ ને સંપ્રદાય વચ્ચેનો તાત્વિક ભેદ પણ તેમણે બતાવ્યો છે. ધારણાત્ ધર્મ: ધર્મનું પાલન કરવા જ આપણે દેહ ધારણ કર્યો છે. અને સંપ્રદાય તે તો પરમ તત્ત્વને પામવાના અનેક માર્ગોમનો એક માર્ગ માત્ર 2010_03 Page #19 -------------------------------------------------------------------------- ________________ વિવિધા જ છે. ધર્મમાં “પૂર્ણતા'નો ભાવ સંનિહિત છે. પૂ. વિનોબાજીની દૃષ્ટિએ ધર્મનાં મુખ્ય ચાર ચરણ છે : શ્રદ્ધા, પ્રેમ, સત્ય અને ત્યાગ. આમાં જે પ્રથમ ચરણ શ્રદ્ધાનું છે, તે તો આજે પણ જનતામાં એટલું જ પ્રબળ છે. બાકીનાં ત્રણ ચરણ કે તત્ત્વોનો ક્રમશઃ ક્ષય થતો ગયો છે. આજે ધર્મ તેના આ એક ચરણ કે પગને આધારે ટકી રહ્યો છે. તેનાથી ધર્મકાર્યમાં પ્રગતિ થતી નથી. કેવળ શ્રદ્ધાને આધારે મનુષ્ય ટકી રહેવાનો પ્રયત્ન તો કરે છે, પણ તેનાથી ગતિ-પ્રગતિ થઈ શકતી નથી. તેને માટે ધર્મનાં અન્ય ચરણોને પણ ગતિશીલ બનાવવાં પડે. તેમાં સૌ પ્રથમ મહત્ત્વ સત્યને આપવું જોઈએ. સમાજને સત્યના આધાર વગર ટકાવવાનું સંભવિત જ નથી. આજે લોકોએ અસત્યને જ સત્ય માની લીધું છે. સંપત્તિ અને ભૂમિની માલિકીને જ ધર્મ માની લીધો છે. પરંતુ જમીન અને સંપત્તિના માલિક વ્યક્તિ બની શકે છે, એ હકીક્ત જ અસત્ય છે. સત્ય એ છે કે સંપત્તિ અને જમીન ભગવાનનાં છે અને તો પ્રતિનિધિ સ્વરૂપે તે સમાજની માલિકીનાં છે. મંદિરોમાં આપણે નૈવેદ્ય ધરાવીએ છીએ પરંતુ ભૂખ્યા માનવની આપણે ચિન્તા ન કરીએ અને જે ભગવાનને ભૂખ નથી લાગતી તેને છપ્પન ભોગ ધરાવીએ છીએ. ધર્મનું બીજું ચરણ છે પ્રેમ. તને દયા પણ કહી શકાય. આપણે ક્યારેક દયાભાવથી પ્રેરાઈને સત્કાર્ય કરી લઈએ છીએ, પણ તેને આપણ નિત્યધર્મ બનાવ્યો નથી. બજારમાં ગયા કે પ્રેમભાવનો લોપ થઈ જાય છે, એકબીજાને ઠગવાનું શરૂ કરી દઈએ છીએ. દરેક ચીજની સાથે પૈસાને જોડી દેવામાં આવ્યાં છે. વિદ્વાન વ્યક્તિઓ પણ તેમનામાં જેટલી વધારે યોગ્યતા હોય છે, તેટલી વધારે અપેક્ષાઓ-પુરસ્કાર માટે રાખે છે. આદર્શ તો એ છે કે પ્રેમનો જે અનુભવ કુટુંબમાં આપણને થાય છે, તે સમગ્ર સમાજમાં થવો જોઈએ. દરિદ્રનારાયણને આપણા કુટુંબમાં આપણે સ્વીકારવા જોઈએ અને તેને ઘરનો જ એક સભ્ય માનીને હક આપવો જોઈએ. સૌની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવાનું આપણું કર્તવ્ય છે, ધર્મ છે. ધર્મનું અંતિમ ચરણ છે - ત્યાગ. ત્યાગ વગર સમાજનો વિકાસ થઈ શક્તો નથી. ત્યાગના અભ્યાસથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ખેડૂત જ્યારે પોતાની પાસેના સારામાં સારાં બીજ જમીનમાં વાવી દે છે ત્યારે જ એને અનેકગણી ફસલ મળે છે. બીજને એ સાચવી રાખે તો ધાનના ઢગલા એ મેળવી શકે નહિ. જો તે બીજને બચાવીને રાખી મૂકશે તો ખેતરમાં અનાજ નહિ પણ કેવળ ઘાસ જ ઊગશે. એક દાણાની સામે ભગવાન અનેકગણું કરીને આપે છે. કેરીની એક જ ગોટલી રોપવાથી એક જ નહિ, અનેક કેરીઓ મળે છે. ત્યાગથી જ લક્ષ્મી, ઐશ્વર્ય, શોભા અને વૈભવ પ્રાપ્ત થાય છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં બે જ શબ્દોમાં અભુત ઉપદેશ આપ્યો છે. “તેન 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ સર્વધર્મ-સમન્વય : પૂ. વિનોબાજીના વિચારોના સંદર્ભમાં ૧૩ યોન ભુંજીથાઃ | ત્યાગીને ભોગવો. વિનોબાજીએ ધર્મનું વિશિષ્ટ સ્વરૂપ અહીં દર્શાવ્યું છે. સાંપ્રત સમયની આવશ્યકતાઓને પારખીને તેમણે નવો માર્ગ ચીંધ્યો છે-અલબત્ત આ બધાં શ્રદ્ધા, પ્રેમ, સત્ય, ત્યાગ એ ધર્મનાં જ અંગો છે. એને સમયના સંદર્ભમાં તેમણે યોગ્ય રીતે જ સમજાવ્યાં છે. - વિનોબાજીએ વિજ્ઞાન અને ધર્મનો સમન્વય અને બંનેની આવશ્યકતા પણ સચોટ રીતે નિર્દેશી છે. સામે ઘેરો અંધકાર હોય તો ત્યાં પ્રકાશ કરવો તે વિજ્ઞાનનિષ્ઠા છે. અને સામે દ્વેષ કે વૈમનસ્યનું આધિક્ય હોય તો તેની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો તે ધર્મનિષ્ઠા છે. પરંતુ જ્યાં સુધી માનવસમાજમાં તેનો આવિર્ભાવ નહી થઈ શકે, ત્યાં સુધી સત્ય, અહિંસા, શ્રદ્ધા વગેરે શ્રદ્ધારૂપે જ રહેશે, ધર્મરૂપે તે પ્રગટ નહિ થાય. છે. સાર્વભૌમ અને સનાતન એવા હિન્દુધર્મનું સ્વરૂપ પૂ. વિનોબાજીએ આ રીતે સમજાવ્યું છે : या वर्णाश्रमनिष्ठावान् गोभक्तः श्रुतिमातृकः मूर्ति च नावजानाति सर्वधर्मसमादरः । उत्प्रेक्षते पुनर्जन्म तस्मान्मोक्षणमीहते भूताकूल्यं भजते स वै हिन्दुरिति स्मृतः ॥ વિનોબા જે વર્ણાશ્રમ વ્યવસ્થામાં આસ્થા રાખે છે, ગોભક્ત છે, વેદોને માતા સમાન માને છે, મૂર્તિપૂજાની અવજ્ઞા કરતો નથી, સર્વ ધર્મો પ્રત્યે સમાન આદર રાખે છે, પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવે છે અને તેનાથી મુક્ત થવાની આકાંક્ષા રાખે છે, તથા પ્રાણીમાત્ર પ્રતિ અનુકૂળ વૃત્તિ (તમના હિત માટેની વૃત્તિ) રાખે છે, તેને જ હિન્દુ માનવો જોઈએ. અન્યત્ર કહે છે : हिंसया दूयते चित्तं स वै हिन्दुरिवैतीरितः ॥ | વિનોબા હિન્દુ તે જ કહેવાય છે કે જેનું ચિત્ત હિંસાથી દુઃખી થાય છે. અહીં પૂ. વિનોબાજીએ હિન્દુ શબ્દનો જે તાત્પર્યાર્થ દર્શાવ્યો છે, તેમાં વિશ્વમાનવતાનો સંકેત જોવા મળે છે. સમગ્ર વિશ્વના માનવોનો ધર્મ પણ આ જ હોઈ શકે. તે ઉપરાંત સર્વ ધર્મમાં નીતિમૂલક જે સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે, તેમાં પણ વિસ્મયકારી સમાનતા જોવા મળે છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, પ્રેમ, મૈત્રી વગેરે ભાવનાઓનું પાલન એક કે બીજી રીતે શ્રીમદ્ ભાગવદ્ ગીતા, કુરાન, બાઈબલ, ધમ્મપદ, આગમો કે શીખધર્મ અને અન્ય ધર્મોમાં પણ અનિવાર્ય 2010_03 Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિવિધા મનાયું છે. સમતા અને શાંતિ સ્થાપવાનો એ જ એક માર્ગ ધર્મોએ બતાવ્યો છે, ત્યાં વિરોધને માટે કે અન્યોન્ય કરવા માટેનો કોઈ અવકાશ રહેતો જ નથી. આ સર્વ નિતિક મૂલ્યો નિરપેક્ષ અને શાશ્વત છે. મનુષ્યમાં સમજદારીનો જે અભાવ છે, તે આ મૂલ્યોને અને ધર્મને પણ વિકૃતરૂપે રજૂ કરે છે. વિનોબાજીએ સર્વોદયની વાત મુખ્યત્વે કરી છે. તે કહે છે કે ધર્મ-વિચારનો કોઈ સંકુચિત અર્થ આપણે ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે સર્વથી શ્રેષ્ઠ અને સર્વેથી નિર્દોષ કોઈ ધર્મ હોય તો તે સર્વોદય ધર્મ છે. જેમાં સર્વના ઉદયની વાત છે, પ્રત્યેકને સંપૂર્ણ પોષણ અને વિકાસની તક મળે, સર્વનું હિત જેમાં સમાન રીતે સાધી શકાય છે તે સર્વોદય ધર્મ છે. અને આ જ મુખ્ય ધર્મ છે. વિનોબાજી જણાવે છે કે “આ સર્વોદયની વિરુદ્ધ જે કાંઈ પણ હોય તે કેવળ અધર્મ છે...આ જે અલગ અલગ ધર્મનાં નામ છે તે તો નદીઓ છે, પણ સર્વોદય ધર્મ કોઈ નદી નથી, એ તો સમુદ્ર છે.” ટૂંકમાં પ્રત્યેક પ્રાણીનું હિત સાધવા જે સમર્થ છે, તે જ વિનોબાજીની દૃષ્ટિએ સાચો ધર્મ છે, અને તે ધર્મ તે સર્વોદય ધર્મ છે. વિનોબાજી ગાંધીજી તરફ આકર્ષાયા, તેની પાછળ બાપુમાં જે તત્ત્વ રહ્યાં હશે તેની પ્રેરણા તો ખરી જ પણ વિનોબામાં પોતાનામાં પણ એક સમન્વયાત્મક દૃષ્ટિ, રચનાત્મક વૃત્તિ, સત્ય શોધક અને જેને ભગવાન મહાવીરે સત્યાગ્રહિત કહી છે તેવી મનોવૃત્તિ મૂળમાં જ હતી. આ વૃત્તિના સહજ પરિણામ સ્વરૂપે વિશ્વના તમામ મહાન ધર્મોના અધ્યયન તરફ એ વળ્યા. તત્ત્વતઃ વિશ્વના સર્વ ધર્મ સમાન છે એવી એમની સમજમાંથી આપણને કુરાનસાર, ખ્રિસ્તધર્મસાર, ગીતાપ્રવચનો, જપુજી, ધમ્મપદ, ભાગવત ધર્મસાર, તાઓ ઉપનિષદ – વગેરે અનેક ગ્રંથો મળ્યાં છે. જૈનધર્મના અનેક ફાંટાઓ હોવાને કારણે તેનો સર્વસામાન્ય સાર આપવો મુશ્કેલ હતો, પણ પૂ. વિનોબાજીએ તે અતિ મુશ્કેલ કાર્ય પણ “સમણસુત્ત' ના સંપાદનની પ્રેરણા અને સમજ દ્વારા પાર પાડ્યું. જગત પરિવર્તનશીલ છે. સમયના પ્રવાહની સાથે સાથે લોકોનાં જીવન, રૂઢિ, ભાષા વગેરે બદલાય છે. ભૂગોળ બદલાય છે અને ખગોળ પણ બદલાય છે. આ બધાની વચ્ચે ન બદલાય તેવી એક વસ્તુ છે અને તે છે ધર્મ. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. દરેક પદાર્થનો સહજ ગુણ, અર્થાત્ કુદરતના કાનૂન. એ તો સનાતન જ હોય. ધર્મની બીજી પણ વ્યાખ્યા છે, ધર્મ એટલે કર્તવ્ય, આચારસંહિતા. જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો. હજારો વર્ષ પહેલાં અહિંસા, સત્ય, પ્રેમ, સંયમ, નમ્રતા જેવાં જીવન મૂલ્યોની જેટલી મહત્તા હતી તેટલી જ આજે છે અને હજારો વર્ષ પછી પણ એની મહત્તા એટલી જ રહેશે. સત્ય હંમેશા સત્ય જ છે. પ્રેમ કે કરુણા ભૂતકાળમાં જેટલા હતાં, તેટલાં જ આજે છે. સંયમની જરૂર પણ રહેવાની જ. ધર્મ આજે પણ પ્રસ્તુત છે, 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ સર્વધર્મ-સમન્વય : પૂ. વિનોબાજીના વિચારોના સંદર્ભમાં ૧૫ કારણ કે ધર્મ શાશ્વત છે. ધર્મના રૂપ અને પ્રકાર અનેક છે, તેની વ્યાખ્યાઓ વિવિધ છે. ઉપનિષદની ઉક્તિ છે : “ૐ સત્ વિપ્રા: વૈથિ વન ' એક જ સત્યને જ્ઞાનીઓ વિવિધરૂપે વર્ણવે છે. તત્ત્વચિંતકો કોરી તત્ત્વચર્ચા જ નથી કરતા, તેને અનુસરતી કોઈ જીવનચર્યા પણ પ્રબોધતા હોય છે. આમ ચર્ચા અને ચર્યા-એ બંને ભૂમિકાએ વિભિન્ન દષ્ટિકોણ ધરાવતી અનેક ધર્મપરંપરાઓ વિકસી છે. ભારતના અર્વાચીન ઋષિ સમાન શ્રી વિનોબાજીએ પારમાર્થિક અને આધ્યાત્મિક ભૂમિકામાં તથા વ્યવહારના ક્ષેત્રમાં આ ધર્મો વચ્ચે જે ભેદમૂલક વિભિન્નતાઓ જોવા મળે છે, તેને દૂર કરીને, સર્વ ધર્મના સારરૂપ સમન્વયવાદી સર્વોદયધર્મ પ્રબોધ્યો છે. પોતાના દેહગત અને આત્મગત એટલે કે અંદર-બહારના વિકારો ઉપર, ચિત્તની રાગદ્વેષાદિ મલિનતાઓ કે કષાયો ઉપર વિજય મેળવવો અને શ્રદ્ધાપૂર્વક વિવેકની આંખો વડે સૃષ્ટિનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને જીવનમાં ઉતારવું તે જ સાચા ધર્મનું લક્ષણ છે. સત્ય, અહિંસા, પ્રેમ, સંયમ, પરોપકાર, વિશાળ માનવભાવ...આદિ ધર્મના સનાતન એવા ગુણોની કેળવણી અને વ્યવહારમાં તેનું પાલન કરવાની તેમણે જે પ્રેરણા આપી છે, તે તેમની સર્વધર્મસમન્વયવાદી દષ્ટિનો જ પરિપાક છે. તેમણે પોતાની કઠોર સાધના, મૌલિક ચિંતન, નીતિ-નિષ્ઠા અને માનવજાતિતનું સતત હિત વિચારતા સર્વધર્મના સમન્વય દ્વારા વ્યક્તિ અને સમષ્ટિના ઉત્કર્ષ માટે નવો જ રાહ ચીંધ્યો છે અને યુવાપેઢીને ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬. વિવિધા બૌદ્ધધર્મ બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ લગભગ ઈ.સ. પૂ. પ૬૩ માં નેપાળમાં આવેલા લુમ્બિનીવનમાં થયો હતો. કપિલવસ્તુના શાક્ય રાજા શુદ્ધોધન અને રાણી માયાવતીના આ કુમાર સિદ્ધાર્થનો વૈભવશાળી વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં, રોગી પુરુષ વૃદ્ધ, મૃત શરીર અને સંન્યાસીને જોયા પછી આ જગતમાં સર્વ અનિત્ય અને ક્ષણભંગુર હોવાની પ્રતીતિ થતા તેમના મનમાં સંસાર પ્રત્યે વિરક્તિનો ભાવ ઉત્પન્ન થયો. જગતનું સાર-રહસ્ય સમજવા માટે વૈભવવિલાસ ત્યાગીને મહાભિનિષ્ક્રમણ કર્યું. આલાર કાલમ અને ઉદૂક રામપુર પાસે ધ્યાનની કેટલીક અવસ્થાઓનો પરિચય મેળવ્યા બાદ, વિશેષ, જ્ઞાનપ્રાપ્તિ માટે દેહદમન દ્વારા કઠોર તપશ્ચર્યા કરી. શરીરને અનેક રીતે કષ્ટ આપ્યા છતાં જ્ઞાન મેળવવાનું ધ્યેય સિદ્ધ ન થયું, પરંતુ એક સત્ય એ સમજાયું કે ધર્મપ્રાપ્તિ માટે શરીર જ સાધન છે અને એ આહાર ઉપર નિર્ભર છે. ત્યારબાદ સંયમિત આહાર-વિહાર અને ગહન ચિંતન-મનન દ્વારા મગધમાં ઉવેલામાં નેરેજરા નદીને કિનારે ૩૬ વર્ષની વયે પીપળાના વૃક્ષ નીચે માર એટલે કે તૃષ્ણા અને ચિત્તની અકુશળ વૃત્તિઓનો ક્ષય કરીને જ્ઞાનનો સાક્ષાત્કાર કર્યો. બોધિપ્રાપ્તિ પછી સારનાથમાં તથા કોશલ, મગધ અને તેની આસપાસના પ્રદેશોમાં આયુષ્યના અંત સુધી સદ્ધર્મનો પ્રચાર કર્યો અને વિશાળ ભિક્ષુસંઘની સ્થાપના કરી. ૮૦ વર્ષની વયે કુસિનારામાં વૈશાખી પૂનમે-જે તિથિએ તેમનો જન્મ થયો હતો અને જ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો તે જ તિથિએ તે મહાનિર્વાણ પામ્યા. ગૌતમ બુદ્ધ ભૌતિ સુખો અને સ્વર્ગકામના માટે થતા યજ્ઞ-યાગાદિ ક્રિયાકાંડ, નિગ્રંથોનો તથાકથિત ક્રિયાવાદ અન્ય શ્રમણપંથોની પરસ્પર વિરોધી ધારણાઓનું ગહન વિશ્લેષણ કરીને ચાર આર્ય સત્ય, આર્ય અખંગિક માર્ગ, પ્રતીત્ય સમુત્પાદ, ઉપાદાનસ્કંધ, અનાત્મવાદ, શૂન્યવાદ, કર્મફળનો પરિપાક અને નિર્વાણ વગેરે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. તેમનું જ્ઞાનદર્શન કેવળ મોક્ષપ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ કરનારું ન હતું, પરંતુ તે સમયની પ્રચલિત ધાર્મિક વિચારધારાઓમાં ક્રાન્તિકારી પરિવર્તન, સામાજિક સંરચનાનું પુનઃનિર્માણ અને નવા જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા માટે પ્રેરક જીવનદષ્ટિ આપનારું હતું. તત્કાલીન પ્રચલિત સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક પરિસ્થિતિથી પ્રેરિત પ્રતિક્રિયારૂપે બૌદ્ધધર્મનો આવિર્ભાવ થયો હતો. ચાર આર્ય સત્ય : - ગૌતમ બુદ્ધ ધર્મરહસ્યના સારરૂપ ૧. દુઃખ, ૨. દુઃખ સમુદાય, ૩. દુઃખનિરોધ અને ૪. દુઃખનિરોધગામિની પ્રતિપદ એ ચાર આર્ય સત્યો નિર્દેશ્યાં છે. તેમની દૃષ્ટિએ દુ:ખની પ્રવૃત્તિ સમજીને તેની નિવૃત્તિ માટે પ્રયત્ન કરાવે તે જ ધર્મ-ચર્યા છે. જેવી રીતે ચિકિત્સાશાસ્ત્ર ચતુર્વ્યૂહ છે : રોગ, રોગહેતુ, આરોગ્ય અને ભૈષજય, તેવી રીતે 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મ નિર્વાણપ્રાપ્તિ માટે બુદ્ધે દર્શાવેલાં આ માર્ગનાં ચાર સોપાનો છે. અભિધર્મકોશ વ્યાખ્યામાં વ્યાધિસૂત્રમાં તથાગતની વૈદ સાથે તુલના કરવામાં આવી છે અને ચાર આર્ય સત્યોની વૈદકનાં ચાર અંગો સાથે. ગૌતમ બુદ્ધુ દુઃખની અનિવાર્યતા જોઈ શક્યા હતા. તેમણે કહ્યું કે જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ, અપ્રિયનો યોગ અને પ્રિયનો વિયોગ-એ સર્વ દુઃખરૂપ છે. પાંચ ઉપાદાન સ્કંધો-રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન જે આ સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપ છે, તેના પ્રત્યેની આસક્તિ દુઃખરૂપ છે. પાંચ ઉપાદાનસ્કંધ પ્રતીત્યસમુત્પન્ન છે. રાગ અને ભોગથી પ્રેરિત સમસ્ત લૌકિક જીવન અસ્થિર અને અનાશ્વાસ્ય હોવાથી દુઃખનો અનાદિ પ્રવાહ માત્ર છે. સુખ અસ્થિર છે અને અંતમાં તે પણ દુ:ખમાં પરિણમે છે તેથી તેની ગણના પણ દુ:ખમાં જ થાય છે. આ ભાવક દૃષ્ટિને કારણે સમસ્ત જગત દુઃખાત્મક છે. આ દુઃખોનો સમુદય અર્થાત્ કારણ હોય છે. દુઃખનું કારણ કામ, ભવ અને વિભવ એ ત્રણ પ્રકારની તૃષ્ણા છે. તેમાં પણ છ ઇન્દ્રિયોજનિત કામતૃષ્ણા-રૂપ, શબ્દ, ગંધ, રસ, સ્પષ્ટવ્ય અને ધર્મ-દુઃખ અને પ્રાણીઓની પુનઃ પુનઃ ઉત્પત્તિના નિમિત્તરૂપ છે. તે અવિદ્યા પર આધારિત છે. દુઃખનિરોધ અર્થાત્ દુઃખનો નાશ, દુઃખની ઉત્પત્તિના કારણરૂપ તૃષ્ણાનો અને પ્રતીત્યસમુત્પાદના દરેક ધર્મને જાણીને સંપૂર્ણતયા નિરોધ કરવાથી દુઃખનો નાશ થાય છે. દુઃખનિરોધગામિની પ્રતિપદ એટલે દુઃખના ક્ષય તરફ લઈ જનારો માર્ગ. ગૌતમ બુદ્ધ પ્રેરિત આ માર્ગ મધ્યમમાર્ગ અથવા આર્ય અષ્ટાંગિક માર્ગ તરીકે જાણીતો છે. ૧૭ દેહ અને આત્માનું દમન કરનારી અતિ કઠોર તપશ્ચર્યા કે અતિ ભોગ વિલાસ આ બંને અંતોનો ત્યાગ કરીને સંયમ અને સદાચારનો મધ્યમ માર્ગ તેમણે ઉપદેશ્યો છે. બોધિપાક્ષિક ધર્મો : ગૌતમ બુદ્ધે દુ:ખનિરોધગામિની પ્રતિપાદના સંદર્ભમાં સાડત્રીસ બોધિપાક્ષિક ધર્મોનો બોધ કર્યો છે. ચાર સ્મૃતિપ્રસ્થાન, ચાર સમ્યકપ્રધાન, ચાર ઋદ્ધિપાદ, પાંચ ઇન્દ્રિયો, પાંચ બળ, સાત બોધિ અંગ અને આર્ય અષ્ટાંગિક માર્ગ-એ સાડત્રીસ બોધિપાક્ષિક ધર્મો છે. તેમાંથી આર્ય અષ્ટાંગિક માર્ગ બૌદ્ધધર્મની આચાર-મીમાંસાનું મહત્ત્વનું નિદર્શન છે. તેનાં આઠ અંગો છે : સમ્યગ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યગ વચન, સમ્યક્ કર્માન્ત, સમ્યગ આજીવ, સમ્યગ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યક્ સમાધિ. સર્વ અંગોમાં સમ્યક્ દષ્ટિ પૂર્વગામી બને છે. તેના ત્રણ અર્થ છે. ધર્મમાં શ્રદ્ધા, કુશળ અને અકુશળ કર્મોનો તેમ જ તેનાં પરિણામોનો વિવેક અને ચાર આર્ય સત્યોનો સાક્ષાત્કાર. આર્ય શ્રાવક કાયિક, વાચિક અને માનસિક કુશળ ધર્મો-એટલે કે અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, પ્રિય અને સત્ય વાણી, નિર્લોભ અને અવ્યાપાદને તથા તેનાથી વિપરિત અકુશળ ધર્મો અને તેના મૂળરૂપ લોભ-દ્વેષ-મોહને સમજે છે ત્યારે તે સમ્યગ્ દૃષ્ટિવાળા બને છે. 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિવિધા સમ્યફ સંકલ્પ એટલે ચાર આર્ય સત્યોની શ્રદ્ધાને અનુરૂપ તૃષ્ણારહિતતા, અદ્રોહ અને અહિંસાના પાલન માટેનો દઢ નિશ્ચય. સમ્યફ વાણી એટલે અસત્ય, ચાડી-ચુગલી વગેરેનો ત્યાગ કરીને સર્વને હિતકર પણ મધુર વચન બોલવાં. અન્યને દુઃખ થાય તેવાં કાયિક, વાચિક અને માનસિક અકુશળ કર્મોનો ત્યાગ અને કુશળ કર્મોનું પાલન તે સમ્યફ આજીવિકા છે. જીવિકા માટે શસ્ત્ર, પ્રાણી, મધ, માંસ, વિષ આદિનો વ્યાપાર તથા ખોટાં તોલમાપ, લાંચરૂશ્વત, વંચના, છેદન, વધ, વંધન, ચોરી વગેરે ત્યાજયા છે. સમ્યફ વ્યાયામ એટલે અકુશળ મનોવૃત્તિઓને ક્ષીણ કરીને કુશળ ધર્મોને પ્રાપ્ત કરવા અને ટકાવવા કરવામાં આવતો પ્રયત્ન. સાધનામાર્ગમાં સાવધાની, અપ્રમાદ અને જાગૃતિ હોવી તે સમ્યફ સ્મૃતિ છે. કુશળ મનોવૃત્તિઓમાં ચિત્તનું પ્રતિષ્ઠિત થવું તે સમ્યફ સમાધિ છે. સમ્યફ સમાધિમાં ચાર રૂપાવચાર ધ્યાનનો સમાવેશ થાય છે. તે રૂપાવચર અથવા રૂપસંજ્ઞા પર આધારિત ધ્યાન કહેવાય છે. પ્રથમ ધ્યાનમાં ભિક્ષુ કામાદિથી વિરત થઈને વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને ચિત્તની એકાગ્રતાથી યુક્ત થઈને વિહાર કરે છે. દ્વિતિય અને તૃતીય ધ્યાનમાં તે ક્રમશઃ વિતર્ક, વિચાર અને પ્રીતિનું ઉપશમન કરે છે. ચતુર્થ ધ્યાનમાં ચેતો વિમુક્તિના ચાર પ્રત્યય છે : સુખદુઃખનો પરિત્યાગ, સૌમનસ્ય-દૌર્મનસ્યનો અસ્ત, સુખદુ:ખરહિત ઉપેક્ષા અને સ્મૃતિની પરિશુદ્ધિ. ચાર ધ્યાનની પ્રાપ્તિથી રાગ, અવિદ્યા અને અનુશયોનો ક્ષય કરીને સાધક આશ્વવરહિત બને છે. ત્યાર બાદ સાધક ચાર બ્રહ્મવિહાર-મૈત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરીને અરૂપાવચર ધ્યાન માટે ચિત્તને તત્પર કરે છે. રૂપરહિત ધ્યાન માટેના અરૂપ આલંબનોને અરૂપાવચર આયતન કહે છે. તે ચાર છે : આકાશાનન્ય, વિજ્ઞાનાનજ્ય, આકિંચન્ય અને નૈવસંજ્ઞાનાસંજ્ઞા આયતન. આ આઠ ધ્યાનો સિદ્ધ થતાં સાધક નિર્વાણનો અનુભવ કરે છે. નિર્વાણ એ આત્યંતિક દુઃખવિમુક્તિની અવસ્થા છે. તેમાં સર્વ સંસ્કારોનું ઉપશમન થાય છે. અનાત્મવાદ : ગૌતમબુદ્ધ આત્માને નિત્ય કૂટસ્થ માનવાનો અને શરીરની સાથે જ તેનો વિનાશ થવાની માન્યતાનો અસ્વીકાર કર્યો હતો. આત્મા, પુલ, ચેતના, જીવ વગેરે શબ્દો દ્વારા નિર્દિષ્ટ તત્વ કોઈ સ્વતંત્ર, શાશ્વત સત્તા નથી. યોગ્ય ભૂમિકામાં સ્કંધોના સંયોગથી ઉત્પન્ન થતી શક્તિ છે, જેને તેઓ વિજ્ઞાન, સંસ્કાર, ચિત્તપ્રવાહ કે સંતતિ કહે છે. પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન અને વિલીન થવા છતાં ચિત્તનો આ પ્રવાહ શરીરની આ ચેતનાવસ્થામાં અને મૃત્યુ બાદ પણ અક્ષુણ્ણ રહે છે. આ અનાત્મવાદની સાથે તેમણે શાશ્વતવાદ ક્ષણભંગવાદનું પણ પ્રતિપાદન કર્યું. ક્ષણભંગવાવદ : આ વાદ અનુસાર જગતની બધી વસ્તુઓ ક્ષણિક છે. બુદ્ધ શાથતવાદ અને 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મ ઉચ્છેદવાદ વચ્ચેનો માર્ગ સ્વીકાર્યો છે. કોઈ પણ વસ્તુ શાશ્વત કે અપરિવર્તનીય હોવાનું તેમણે સ્વીકાર્યું નથી. તેવી રીતે તેના આત્યંતિક ઉચ્છેદ કે વિનાશને સંભવિત માન્યો નથી. દરેક વસ્તુમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થતું રહે છે. જેને આપણે સ્થિર કે નિત્ય માનીએ છીએ તે લગભગ સમાન જણાતી ક્ષણિક વસ્તુઓની શૃંખલા છે. પ્રતીત્યસમુત્પાદના નિયમથી એકબીજા સાથે કાર્યકારણભાવે જોડાયેલી હોય છે. આ પ્રકારના સાતત્યભાવને સંતતિ કહે છે. શીલ-સમાધિ-પ્રજ્ઞા : બૌદ્ધદર્શનના મૂળભૂત તત્ત્વો છે સર્વ પ્રકારના દષ્કૃત્યોમાંથી વિરતી, તે શીલ છે. સદવિચારમાં ચિત્તને એકાગ્ર કરવું તે સમાધિ છે. સર્વ દ્વંદ્વાત્મક સ્થિતિમાં ઈષ્ટઅનિષ્ટ વચ્ચે સમભાવ સ્થપાય છે, ત્યારે સાધક પ્રજ્ઞાવાન બને છે. આ શિક્ષાત્રયમાં સર્વ બૌદ્ધસાધનાનો સમાવેશ થાય છે. ચાર બ્રહ્મવિહાર-એટલે મૈત્રી, કરુણા, મુદ્દિતા અને ઉપેક્ષાની ભાવનાઝંખના માનવસમાજને બૌદ્ધધર્મે કરેલું મહત્ત્વનું પ્રદાન છે. બૌદ્ધ સંપ્રદાયો : ૧૯ : બૌદ્ધ ધર્મ આરંભમાં મુખ્ય બે સંપ્રદાયો- હીનયાન અને મહાયાનમાં વિભક્ત થયો હતો. ત્યાર પછી તેના અનેક ફાંટાઓ પડ્યા. બૌદ્ધદાર્શનિક ચિંતનના છ સંપ્રદાયો મુખ્ય છે ઃ થેરવાદ, વૈભાષિક, સૌત્રાન્તિક, માધ્યમિક (શૂન્યવાદ), વિજ્ઞાનવાદ અને બૌદ્ધન્યાય. ગૌતમ બુદ્ધે પોતે મંત્ર, જપ કે પ્રતિમાનો સ્વીકાર કર્યો ન હતો, પરંતુ લગભગ સાતમી સદીથી તાંત્રિક બૌદ્ધ સાધનાનો પ્રચાર-પ્રસાર વધ્યો હતો. તેના ત્રણ પ્રકાર છે. વજ્રયાન, કાલચક્રયાન અને સહજયાન. રાજ્યાશ્રય પામીને બૌદ્ધધર્મનો ભારતમાં અનેક રીતે વિકાસ થયો હતો. પરંતુ તેની અવનતિ માટે અન્ય નિમિત્તોની સાથે આ તાંત્રિક બૌદ્ધસાધના મુખ્યત્વે કારણરૂપ બની. લગભગ ઈ.સ. ૧૨૦૦૧૨૫૦ માં ભારતમાંથી બૌદ્ધધર્મનો લોપ થયો. પોતાની જન્મભૂમિમાંથી લુપ્તપ્રાયઃ થઈ ગયેલા બૌદ્ધધર્મે ભારતની સીમા ઓળંગીને શ્રીલંકા, બર્મા, થાઈલેન્ડ, કમ્બોડિયા, નેપાલ, તિબેટ, ચીન, જાપાન વગેરે દેશોમાં અદ્યાપિ પર્યંત પોતાનો પ્રભાવ પ્રસરાવ્યો છે. તે સાથે ભારતીય શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર અને વાસ્તુકલાનો પરિચય કરાવીને અનેક ઉત્તમ કલાકૃતિઓ જગતને ભેટ ધરી છે. અનેક ચૈત્યો-સ્તૂપ-વિહાર બૌદ્ધ કલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ આજે પણ નોંધપાત્ર બનેલા છે. ગૌતમ બુદ્ધની દાર્શનિક વિચારધારા અને ધર્મશાસનનું સંકલન પાલિભાષાના ત્રિપિટકના ત્રણ ગ્રંથોમાં થયું છે. વિનયપિટકમાં ભિક્ષુઓ માટેના આચારવિચારના નિયમોનું, સુત્તપિટકમાં શિષ્યો સાથેના સંવાદરૂપે આપેલા ધર્મોપદેશનું અને અભિધમ્મપિટકમાં દાર્શનિક સિદ્ધાંતોનું નિરૂપણ થયું છે. બૌદ્ધ ધાર્મિક ગ્રંથોના અનુવાદો વિશ્વની અનેક ભાષાઓમાં થયા છે. સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં આ ધર્મનું પ્રદાન નોંધપાત્ર છે. 2010_03 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિવિધા બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત આજે ૨૬૦૦ વર્ષ પછી પણ બૌદ્ધ ધર્મમાં એવી તો શક્તિ છે, સંજીવની છે કે સાંપ્રત સમયના સંઘર્ષમય જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ એમાંથી મળી શકે છે. બુદ્ધના પોતાના સમયમાં પણ વ્યક્તિ અને સમષ્ટિના જીવનમાં એક પ્રકારની આરાજકતા અવ્યવસ્થા અને વિસંવાદિતા હતાં. ઈશ્વર, મોક્ષ અને સ્વર્ગપ્રાપ્તિની ભ્રમણામાં રાચતા, અજ્ઞાનથી પ્રેરિત મનુષ્યોને કર્મકાંડી બ્રાહ્મણો અનેક રીતે ખોટા માર્ગે દોરતા હતા. ઉચ્ચ-નીચના ભેદભાવ સમાજના દૂષણરૂપ હતા. આત્મવાદ, ઈશ્વરવાદ, પ્રારબ્ધવાદ એમ અનેક પ્રકારના વાદ અને તેના વિવાદમાં અટવાતા જનજીવનને બુદ્ધ વાસ્તવિકતાનો પરિચય કરાવ્યો અને દુઃખમુક્તિનો માર્ગ બતાવ્યો. પણ તેમનો માર્ગ તત્કાલીન પ્રચલિત ધાર્મિક માન્યતાઓ સાથે મેળ ખાય તેવો ન હતો. તે સમયના પ્રચલિત આત્મવાદ, ઈશ્વરવાદ કે પ્રારબ્ધવાદનું ખંડન કરીને તેમણે અનાત્મવાદ, અનિશ્વરવાદ અને ક્ષણભંગવાદનું પ્રતિપાદન કર્યું અને કર્મના સિદ્ધાંતનું મહત્ત્વ સમજાવ્યું. બુદ્ધના સમયમાં લોકો સૃષ્ટિના પરમ તત્ત્વ તરીકે ઈશ્વરનો સ્વીકાર કરતા હતા. એ લોકોના જીવનનું સાધ્ય કે સર્વ પ્રવૃત્તિઓનું કેન્દ્ર આ ઈશ્વરપ્રાપ્તિ-સ્વર્ગપ્રાપ્તિ કે મોક્ષ હતું. પણ બુદ્ધની બુદ્ધિવાદી પ્રતિભાને તે માન્ય ન હતું. તેમની દૃષ્ટિએ “નિબ્બાને પરમ સુખમ્” નિર્વાણ જ પરમ સુખ કે પરમ સાધ્ય એવું પરમ તત્ત્વ હતું. રાગદ્વેષાદિથી રહિત મનની સ્થિતિ કે જે નિર્વાણ છે આ જન્મમાં જ તેને પ્રાપ્ત કરી શકાય છે અને એ જ એમનું પરમ સાધ્યું હતું. નિર્વાણ રોગના અભાવની જેમ શાંત અવસ્થા છે. આ અવસ્થાની પ્રાપ્તિ માટે, અમૃતરૂપ નિર્વાણને પ્રાપ્ત કરવા માટે તેમની દષ્ટિએ તે સમયે પ્રચલિત ઈશ્વરવાદ, નિયતિવાદ કે આત્મવાદ ઉપયોગી ન હતા. તેના વિકલ્પમાં ચરાચર સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે સમજાવવા તેમણે પાંચ ઉપાદાનસ્કંધ, પ્રતીત્ય સમુત્પાદ અને કર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. કર્મવાદ સંસારમીમાસામાં કર્મનું પ્રાધાન્ય સર્વસંમત રીતે સ્વીકારાયું છે. વિશ્વમાં પ્રવર્તિત માનવજીવનમાં અનેક પ્રકારની વિષમતાઓ અને વિસંગતિ જોવા મળે છે. આ સર્વ વિષમતાઓ અને વિસંગતિનું કારણ “કર્મ' હોવાનું ગૌતમ બુદ્ધે વારંવાર જણાવ્યું છે. કર્મ જ સત્વોને હીન કે પ્રાણીત બનાવે છે. બાવળ વાવીને કોઈ આમ્રફળ પ્રાપ્ત કરી શકે નહીં તે “વાવે તેવું લણે' નો કર્મસિદ્ધાંત સૌને સમાન રીતે લાગુ પડે છે. “ખે વિમાનત યહિન્દુ દીનપાતતાય તિ ' સંસારરૂપી અગાધ સમુદ્રમાં પરિભ્રમણ કરાવનાર પ્રતીત્યસમુત્પાદ પણ કર્મચક્ર 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત જ છે. કર્મથી વિપાક ઉત્પન્ન થાય છે અને તેને કા૨ણે પુનઃ કર્મ ઉદ્ભવે છે. કર્મ અને તેના ફળના પારસ્પરિક સંબંધને લીધે ભવચક્ર ફર્યા કરે છે. પ્રત્યેક પ્રાપ્ત પરિસ્થિતિ અને પુનર્જન્મનું કારણ કર્મ જ છે. બોધિપ્રાપ્તિ પછી બુદ્ધને પૂર્વજન્મનું સ્મરણ થયું હતું. કર્મથી પ્રેરાયેલાં સત્વોને તે ભિન્ન ભિન્ન યોનિમાંથી પસાર થતાં જોઈ શકતા. કાર્યકારણના નિયમ અનુસાર કોને ક્યાં જન્મ મળશે તેનું જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું હતું. તેમના અનેક શિષ્યોએ પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રાણીઓની વિવિધ યોનિમાંથી થતી ઉત્પત્તિ વિશેના શુભ માણવના પ્રશ્નના સંદર્ભમાં ગૌતમ બુદ્ધે કહ્યું હતું : “કર્મો જ જીવોનાં પોતાનાં છે, કર્મ જ તેમની વિરાસત છે, કર્મ જ તેનો પ્રભવ છે, કર્મ તેનો બન્ધુ અને કર્મ જ તેનો સહારો છે.’’ “મસા, માળવ, સત્તા માયાના '' कम्मयोनी कम्मबन्धु कम्मपटिसरणा ।...' વિશ્વમાં પ્રવર્તિત વિપરિત પરિસ્થિતિ ઈશ્વકૃત નહીં પણ કર્મકૃત છે. ૨૧ કર્મના પ્રકાર : બૌદ્ધ દર્શનમાં વિવિધ દૃષ્ટિકોણથી કર્મના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. બૌદ્ધ વિચારકોએ પણ કર્મ શબ્દનો પ્રયોગ ક્રિયાના અર્થમાં જ કર્યો છે. અહીં પણ શારીરિક, વાચિક અને માનસિક ક્રિયાઓને કર્મ કહેવામાં આવે છે, જે પોતાની નૈતિક શુભાશુભ પ્રકૃતિ અનુસાર કુશળ કર્મ અથવા અકુશળ કાર્ય કહેવાય છે. બૌદ્ધદર્શનમાં શારીરિક, વાચિક અને માનસિક એ ત્રણે પ્રકારની ક્રિયાઓને કર્મ કહેવામાં આવે છે, પરંતુ તેમાં ચેતનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ચેતનાને જ કર્મ કહેવામાં આવ્યું છે. તેનું પ્રયોજન એટલું જ છે કે ચેતનાને કારણે જ આ સમગ્ર ક્રિયાઓ સંભવિત બને છે. કર્મ મુલતઃ બે પ્રકારનાં છે : ચિત્તકર્મ અને ચેતસિક કર્મ. તેને ચેતના અને ચેતયિત્વા પણ કહે છે. ચેતના માનસકર્મ છે. ચેતનાથી જે ઉત્પન્ન થાય છે તે ચેતયિત્વા કર્મ છે. તેના બે પ્રકાર છે : કાયિક અને વાચિક. સામાન્ય રીતે ગૌતમ બુદ્ધે કર્મોના ત્રણ પ્રકાર બતાવ્યા છે : કાયિક, વાચિક અને માનસિક, આ ત્રણમાં માનસિક કર્મ વધુ મહત્ત્વનાં છે. સમુત્થાનની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો મનકર્મ જ મુખ્ય છે. કાયિક કે વાચિક કર્મ કુશળ છે કે અકુશળ તે માનસકર્મ દ્વારા નક્કી થાય છે. ગૌતમ બુદ્ધે કર્મને વસ્તુતઃ ચેતનામય કહ્યાં છે. “ભિક્ષુઓ,મે ચેતનાને કર્મ કહ્યું છે. ચેતનાપૂર્વક કર્મ કરાય છે શરીરથી, વાણીથી, મનથી...ચેતનાપૂર્વક કરેલાં અને સંચિત કર્મોનાં ફળોનાં પ્રતિસંવેદન કર્યા વગર દુ:ખનો કે તેમનો (કર્મનો) અંત બતાવતો નથી. પ્રત્યેકને માટે દુઃખનો અંત જાગૃતપણે 2010_03 Page #29 -------------------------------------------------------------------------- ________________ વિવિધા કરેલાં કર્મો ક્ષીણ થવા પર જ સંભવિત છે. “ન આ શરીર તમારું છે, ન બીજાઓનું, કેવળ પુરાણું કર્મ છે.” આ દષ્ટિએ અહીં કર્મ શબ્દનો અર્થ ક્રિયાથી વધુ વિસ્તૃત છે. અહીં કર્મ શબ્દમાં ક્રિયાનો ઉદ્દેશ અને તેના ફલવિપાકનો અર્થ પણ અભિપ્રેત છે. કુશળ અને અકુશળ કર્મ : મનુષ્ય સત્કર્મ કરે તો તેને સદ્ગતિ મળે છે અને અસત્ કર્મ કરે તો તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે; એમ ગૌતમ બુદ્ધે વારંવાર કહ્યું છે. સદ્ કર્મો અને અસત્ કર્મો કુશળ કર્મ અને અકુશળ કર્મથી ઉલ્લેખાય છે. આસ્રવ કુશળ કર્મનું ફળ સુખ, અભ્યદય અને સુગતિ છે. નિરાસ્ત્રવ કુશળ કર્મો વિપાકરહિત છે. તે દુઃખની આત્યંતિક નિવૃત્તિને ઉત્પન્ન કરે છે. આ દુઃખનિવૃત્તિને જ નિર્વાણ કહે છે. નિર્વાણ રોગના અભાવની જેમ શાંત અવસ્થા છે. પાપકર્મ અકુશળ છે, કારણ તેમનું ફળ અનિષ્ટ અને દુઃખરૂપ છે. મજિઝમનિકાય' ના “સમ્માદિઢિ સુત્ત' માં કુશળ અકુશળ કર્મોનું વિસ્તારથી નિરૂપણ થયેલું છે. ભાવોની શુદ્ધિ-અશુદ્ધિ પર કર્મ-પ્રકૃતિ નિર્ભર હોય છે. કુશળ અને અકુશળ કર્મોનો સંબંધ ચિત્તના ધર્મો સાથે છે. લોભ, દ્વેષ અને મોહ એ ત્રણ અકુશળ મૂળ છે અને અલોભ, અષ અને અમોહ તે કુશળ મૂળ છે. તેને આધારે કર્મોના નીચે પ્રમાણે પ્રકાર બતાવ્યા છે. ૧. કૃષ્ણ કર્મ જેનો વિપાક કૃષ્ણ છે. ૨. શુક્લ કર્મ તેનો વિપાક શુક્લ છે. ૩. કૃષ્ણ-શુક્લ કર્મ તેનો વિપાક કૃષ્ણ-શુક્લ છે. ૪. અ-કૃષ્ણ-અ-શુક્લ. તેનો વિપાક અ-કૃષ્ણ-અ-શુક્લ છે. ૧. કુષ્ણકર્મ : કોઈ પુરુષ વ્યાપાદયુક્ત મનથી કાય-વચન-મન કર્મ કરે છે. તેથી તેને વ્યાપાદયુક્ત કર્મનો સ્પર્શ થાય છે, તે વ્યાપાદયુક્ત લોકમાં ઉત્પન્ન થાય છે, અને કેવળ દુઃખમય વેદના અનુભવે છે. ૨. શુક્લકર્મ : કોઈ પુરુષ વ્યાપાદરહિત ચિત્તથી કાય-વચન-મન કર્મ કરે છે. તેથી તેને વ્યાપાદરહિત કર્મનો સ્પર્શ થાય છે. તેથી તેની ઉત્પત્તિ પણ વ્યાપાદરહિત લોકમાં થાય છે. તે કેવળ સુખમય વેદનાનો અનુભવ કરે છે. ૩. કૃષ્ણ-શુક્લ કર્મ : પુરુષનું ચિત્ત વ્યાપાદયુક્ત અને અ-વ્યાપાદયુક્ત હોય છે. તે પરિસ્થિતિમાં તે જે કાય વચન મન કર્મો કરે છે તેને વ્યાપાદ અને અવ્યાપાદ એમ બંને પ્રકારનાં કર્મોનો સ્પર્શ લાગે છે. તેથી તે સુખદુઃખમિશ્રિત વેદનાનો અનુભવ કરે છે. ૪- અ-કૃષ્ણ-અ-શુક્લ કર્મો : આ કર્મોનો વિપાક કર્મોનો ક્ષય કરે છે. 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત ૨૩ કૃષ્ણ અને શુક્લ કર્મોના સ્વરૂપને સમજાવીને ગૌતમ બુદ્ધે જણાવ્યું છે કે શુભ કે અશુભ અથવા વિદનરૂપ કે પીડારૂપ બને તેવા કર્મો કરવાં જોઈએ નહીં...'. જે કાય-વચન-કે મન કર્મ પોતાને માટે કે અન્યને માટે પીડાદાયાક ન હોય તે કુશળ કર્મ કે સારું કર્મ છે, સુખ અને સુખવિપાકના હેતુરૂપ છે, તે કર્મ કરવું જોઈએ.” મનુષ્ય પરાર્થે પણ “દુષ્કર્મ” કે “સત્કર્મ કરે તો પણ તેનું ફળ તેને ભોગવવું પડે છે. માતા-પિતા, પત્ની, પુત્ર કે અન્ય સ્વજનોના હિતાર્થે દુષ્કૃત્યો કરે, તો પણ કર્મવિપાકથી તે મુક્ત રહી શકતો નથી. તે સંદર્ભમાં જ સારિપુત્ર ધનંજાનિ બ્રાહ્મણને કહે છે કે...બીજા પણ સહેતુક ધાર્મિક કાર્ય છે, જેનાથી માતા-પિતાનું પોષણ થાય છે. તેથી પાપકર્મો નહીં કરીને પુણ્યકર્મનું ગ્રહણ કરવું જોઈએ. 'अस्थि खो, धानंजानि हेतुका धम्मिका कम्मन्ता, येहि सक्का मातापितरो चेव पोसेतुं, न च पापकर्म कातुं, पुजं पटिपदं पटिपविजतुं ।" ' કાયિક, વાચિક અને માનસિક-એ ત્રણ કર્મોમાં ગૌતમ બુદ્ધ મનઃકર્મને વધારે મહત્ત્વ આપ્યું છે. કર્મવિપાકને નિશ્ચિત કરવામાં મનોક” મુખ્ય છે. ઉપાલિ સાથેની ધર્મચર્ચામાં તેમણે મનોકમની અનેક રીતે મહત્તા સમજાવી છે. કુકકરવત્તિક-સુત'માં માનસકર્મની પરિણતિનું વિશદ આલેખન કર્યું છે. કુકરદ્રત કે ગૌવ્રત કરનારનું મન સતત કૂતરાનું કે ગાયનું ચિંતવન કરે છે અને તેમનું કર્મ પણ તેને જ અનુસરે છે. આવું કઠિન વ્રત કરવાથી સુગતિ પ્રાપ્ત થવાની માન્યતાને તેઓ અનુસરે છે, પણ ગૌતમ બુદ્ધના અભિપ્રાય અનુસાર તે મિથ્યા દષ્ટિ છે, અને આ સાધકોની ઉત્પત્તિ તિર્યગ્યોનિમાં જ થાય છે. તે કહે છે : “તેમની બે ગતિમાંની એક જ ગતિ હું કહું છું : તે નરકમાં જાય છે અથવા તિર્યગ્લોનિમાં-કુકકુરદ્રતની નિરંતર સાધના કૂતરાના જેવું જીવન જીવવા માટે તેને બાધ્ય કરે છે : "..इमिनाहं सीलेन वा वतेन वा तपने वा ब्रह्मचरियेन वा देवा वा भविस्सामि देवजतरो वा ति, सास्स होति मिच्छादिछि । मिच्छादिट्ठिस्स खो अहं, पुण्णं, द्विन्नं गतीनं अङ्घजतरं गति वदामि निरयं वा तिरच्छानयोनि वा । इति खो, पुण्ण, सम्पङ्घजमानं, कुककुरवतं कुककुरानं सहब्यतं उपनेति, विपङ्घजमानं निरयं" ति ॥ ગૌતમ બુદ્ધની દષ્ટિએ કર્મ એક પ્રકારનો ચિત્તસંકલ્પ છે, જેને “ચેતના' શબ્દ દ્વારા વ્યવહત કર્યો છે. તેને તે વૈદિક સિદ્ધાન્તની જેમ અદૃષ્ટ શક્તિ માનતા નથી. પરંતુ કર્મને અનાદિ અને અવિચ્છિન્ન પરંપરામાં ઘટિત એક ઘટના માત્ર માને છે. તે અનુસાર સ્વકૃત કર્મોના ફળને ભોગવનાર પ્રાણી સ્વયં હોય છે. ચેતના માનસકર્મ છે. કાયિક-વાચિક કર્મ વગર પણ માનસકર્મ અભીષ્ટ પ્રાપ્ત કરી શકે છે. એમ પણ કહી શકાય કે કર્મ એ ચેતના, ચેતનાકૃત કાય-ચેષ્ટા અને વાધ્વનિ છે. 2010_03 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિવિધા મૈત્રીભાવના પણ એક ચેતના છે – તેમાં કોઈ પ્રતિગ્રાહક કે પુરાનુગ્રહ હોતો નથી, તો પણ તેનાથી પુણ્યાદિનો ઉત્પાદ થાય છે. મૈત્રી-ચિત્તમાં રુચિ હોવી તે પણ માનસકર્મ છે. સર્વ વિચારાત્મક પ્રક્રિયાઓ ચેતનાપ્ય કર્મ છે. પણ તે અક્રિય હોય તો અધિક પુણ્યદાયી બને છે. જો કે મૈત્રીભાવના સક્રિય હોય તો વધુ પુણ્યદાયી બને છે. ચેતના કર્મ અને કર્મવિપાકમાં મુખ્ય હોવા છતાં ફળપ્રાપ્તિ માટે કાય અને વાણીનો આશ્રય લેવો પડે છે. શત્રુના પ્રાણાતિપાતની ચેતના અને પ્રાણાતિપાત એક જ નથી. પ્રાણાતિપાત એક ક્રિયાવિશેષ છે. નિગ્રંથોની તપસ્યાના સંદર્ભમાં ગૌતમ બુદ્ધે પોતાના વિચારો રજૂ કર્યા છે : નિગ્રંથ સાધુઓ એમ માને છે કે સર્વ પ્રકારનાં સુખ-દુઃખ પૂર્વજન્મનાં કર્મોના ફળરૂપ છે. તપસ્યા દ્વારા પૂર્વજન્મનાં કર્મોનો ક્ષય કરવાથી, નવાં કર્મો ન કરવાથી ભવિષ્યમાં અનાસ્રવ થાય છે. વિપાકરહિત હોવાથી કર્મક્ષય, દુઃખક્ષય અને વેદનાનો ક્ષય થવાથી સર્વ દુઃખો ક્ષીણ થઈ જાય છે. ગૌતમ બુદ્ધ આ વિચારસરણીનો સ્વીકાર કરતા નથી. તે જણાવે છે કે આ પ્રમાણે કષ્ટદાયક તપસ્યા કરવાથી આ જન્મમાં અકુશળ ધર્મોનો નાશ અને કુશળ ધર્મની પ્રાપ્તિ ન થાય તો તે તપશ્ચર્યા નિરર્થક છે. પૂર્વ જન્મનાં કર્મ અને તેના વિપાકથી અજ્ઞાત હોવાને કારણે પણ આવી તપશ્ચર્યા અર્થરહિત છે. સમગ્ર જીવન અતિ કષ્ટદાયક તપ સાધનામાં વ્યતીત કરવાથી શ્રેય સાધી શકાતું નથી. પ્રજ્ઞા પ્રાપ્તિને માટે કઠિન લાગતા કેટલાક સદાચારના નિયમોના પાલનને તેમણે આવશ્યક માન્યા છે, પણ તે રાગદ્વેષ-મોહાદિ ચિત્તના ઉપક્લેશો, નીવરણો, આગ્નવો આદિના ક્ષય માટે છે. કઠિન તપશ્ચર્યા દ્વારા અકુશળ ધર્મો ક્ષીણ થાય અને કુશળ ધર્મોની પ્રાપ્તિ દ્વારા સમ્યફ સુખની અનુભૂતિ મળે ત્યાર બાદ તેણે પુનઃ કઠિન તપશ્ચર્યા કરીને દુઃખ કે સંકલેશ અનુભવવાની આવશ્યકતા રહેતી નથી. જેવી રીતે લુહાર બાણને યોગ્ય આકાર આપવા માટે અગ્નિ પર તપાવે છે, સીધું કરે છે અને યોગ્ય આકાર અપાયા બાદ તેને અગ્નિ પર તપાવવાનું કાર્ય અટકાવી દે છે, તેમ કુશળ ધર્મોની પ્રાપ્તિ થતા, તપશ્ચર્યાનું પ્રયોજન સિદ્ધ થયા પછી કાયાને કઠિન તપસ્યા દ્વારા કષ્ટ આપવું, દુઃખ ભોગવવું નિરર્થક છે, અનાવશ્યક છે. કૃત અને ઉપચિત કર્મ : કર્મના બીજી દષ્ટિએ બે વર્ગ પાડવામાં આવ્યા છે : કૃત કર્મ અને ઉપચિત કર્મ. જે કર્મ કરવામાં આવ્યું હોય તે કૃત કર્મ છે. કૃત કર્મ જે ફળ આપે છે તે ઉપસ્થિત કર્મ કહેવાય છે. બધાં જ કૃત કર્મો ફળ આપતાં નથી. કેટલાંક કૃત કર્મો પોતાનાં ફળ અવશ્ય આપે છે. આ કૃત કર્મો નિયતવિપાકી કહેવાય છે. અને કેટલાંક કૃત કર્મો 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત પોતાનાં ફળ આપશે જ એવું નક્કી નથી, અર્થાત તે અનિયતવિપાકી છે. બૌદ્ધ કર્મવિચારણામાં જનક, ઉપસ્તંભક, ઉપપીલક અને ઉપઘાતક એવા ચાર પ્રકારનાં કર્મોનો પણ સ્વીકાર થયો છે, જનકકર્મ બીજો જન્મ ગ્રહણ કરવાના નિમિત્તરૂપ બને છે. પ્રાણીઓની પ્રત્યેક અવસ્થા કે પરિસ્થિતિના નિર્માણમાં તે કારણરૂપ છે. ઉપસ્થંભક કર્મ અન્ય કર્મોના ફળવિપાકમાં સહાયરૂપ બને છે, તે ઉત્કર્ષણની પ્રક્રિયાના સહાયક હોવાનું કહી શકાય. ઉપપીલક કર્મ અન્ય કર્મોની શક્તિને ક્ષીણ કરે છે, અપવર્તનની ક્રિયા સાથે તેને સરખાવી શકાય. ઉપઘાતક કર્મ અન્ય કર્મોના વિપાક અટકાવીને પોતાનું ફળ આપે છે. આ કર્મ-ઉપશમનની ક્રિયા સમાન છે. બૌદ્ધદર્શનમાં કર્મફળના સંક્રમણની ધારણાનો સ્વીકાર થયો છે. બૌદ્ધ દર્શન એમ માને છે કે યુધિપિ કર્મફળનો વિપ્રણાશ (ફળ ભોગવ્યા સિવાય કર્મનો નાશ થવો) હોતો નથી, તો પણ કર્મફળનો સાતિક્રમ-અતિક્રમણ થઈ શકે છે. વિપથ્યમાન કર્મોનું સંક્રમણ થઈ શકે છે, વિપથ્યમાન કર્મો તે છે કે જેને બદલી શકાય છે, અર્થાત્ જેનું સંક્રમણ થઈ શકે છે, જો કે તેનું ફળ અનિવાર્ય રીતે ભોગવવું પડે છે. તેને અનિયત વેદનીય પરંતુ નિયતવિપાકકર્મ પણ કહી શકાય.બૌદ્ધદર્શનના નિયતવેદનીય નિયતવિપાક કર્મ જૈન દર્શનની ‘નિકાચના' સાથે સરખાવી શકાય. કર્મોની સીમા ઉદય, ઉદીરણા અને ઉપશમન આ ચાર અવસ્થાઓનું વિવેચન હિન્દુ આચારદર્શનમાં પણ મળે છે. ત્યાં કર્મોની સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એવી ત્રણ અવસ્થાઓ માનવામાં આવી છે. વર્તમાન ક્ષણની પહેલાં કરેલાં સમગ્ર કર્મો સંચિત કર્મ કહેવાય છે. તેને અદષ્ટ અને અપૂર્વ પણ કહેવાય છે. સંચિત કર્મના જે ભાગનો ફળભોગ શરૂ થાય છે તને જ પ્રારબ્ધકર્મ કહે છે. આ પ્રમાણે પૂર્વબદ્ધ કર્મના બે ભાગ હોય છે : જે ભાગ પોતાનું ફળ આપવાનું શરૂ કરી દે છે તે પ્રારબ્ધ (આરબ્ધ) કર્મ કહેવાય છે. શેષ ભાગ જેનો ફળભોગનો પ્રારંભ થયો નથી તે અનારબ્ધ (સંચિત) કહેવાય છે. કર્મવિપાકઃ કર્મવિપાક દુર્વિજોય છે. જયારે કાળ પાકે અને કારણસામગ્રી ઉપસ્થિત હોય છે ત્યારે કર્મનો વિપાક થાય છે. કર્મ બીજતુલ્ય છે. તે પોતાની જાતિ પ્રમાણે વહેલા કે મોડા, અલ્પ યા મહાન ફળ આપે છે. તૃષ્ણા જ કર્મને વિપાકપ્રદાનનું સામર્થ્ય આપે છે. જે તૃષ્ણારહિત બની કર્મ કરે છે, તે કર્મથી લિપ્ત થતો નથી, તેને કર્મોનાં ફળ ભોગવવાં પડતાં નથી. મનુષ્ય સત્કર્મ કરે તો તેને સદગતિ મળે છે અને અસત્ કર્મ કરે તો તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે, એમ ગૌતમ બુદ્ધ વારંવાર કહ્યું છે, સદ્ કર્મો અને અસદ્ કર્મો કુશળ કર્મો અને અકુશળ કર્મથી ઓળખાય છે. આસ્રવ કુશળ કર્મનું ફળ સુખ, અભ્યદય 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ વિવિધા અને સુગતિ છે. નિરાસ્રવ કુશળ કર્મો વિપાકરહિત છે. તે દુઃખની આત્યંતિક નિવૃત્તિને ઉત્પન્ન કરે છે. આ દુઃખ નિવૃત્તિને જ નિર્વાણ કહે છે. પુણ્ય કર્મો પણ ફળની આકાંક્ષા વગર નિરપેક્ષભાવે કરવાં જોઈએ. ગીતામાં તેને નિષ્કામ કર્મયોગ કહે છે. ૨૬ ગૌતમ બુદ્ધે કર્મવિપાકની દુર્વિજ્ઞેયતા દર્શાવીને વ્યવહારિક જગતમાં દેખાતી કેટલીક વિસંગતતાઓનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે. તે જણાવે છે કે કેટલાક દુરાચારી અને હિંસક મનુષ્યો અનેક પ્રકારના સુખોપભોગમાં રાચતા જોઈ શકાય છે, તેવી રીતે પુણ્યાચારી મનુષ્યો અતિ કષ્ટ ભોગવતા હોય છે. કર્મના સિદ્ધાંતની દૃષ્ટિએ વિસંગતિ જણાય છે. પરંતુ હકીકતમાં કર્મનો વિપાક સમજવો મુશ્કેલ છે. હિંસક દુરાચારી માણસોના પૂર્વકૃત સત્કર્મોનો ઉદય થયો હોવાથી તે સુખ સંપત્તિ પ્રાપ્ત કરે છે. અને સુગતિ પામે છે. તેવી રીતે પુણ્યાચારી મનુષ્યનાં પૂર્વકૃત દુષ્કર્મોના વિપાકને કારણે તે વર્તમાનમાં દુઃખ ભોગવતો હોય છે. પુરાણા કર્મોના વિપાકને પરિણામે જ આ સ્થિતિ સર્જાય છે, તે વિસંગતિ નથી. કર્મસિદ્ધાંત અને પુનર્જન્મ : બુદ્ધ ધર્મ નિત્ય આત્માને માનતો ન હોવા છતાં કર્મ અને પુનર્જન્મનો સ્વીકાર કરે છે. પોતાના કર્મને અનુરૂપ પ્રાણી સુખદુ:ખ ભોગવે છે અને નવો જન્મ ધારણ કરે છે. શુભ કે અશુભ સંકલ્પ કરવા માટે ચિત્ત સ્વતંત્ર છે. આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે કર્મ કહેવાય છે. અને તેને પરિણામે જે સંસ્કાર કે વાસના ચિત્તમાં પડે છે તે પણ કર્મ કહેવાય છે. આ વાસનારૂપ કર્મ પુનર્જન્મના કારણરૂપ બને છે. આપણે જે કુશળ કે અકુશળ કાયિક-વાચિક-માનસિક કર્મો કરીએ છીએ તે સર્વનું ઉદ્ગમ આપણું મન છે. દ્વેષયુક્ત કે રાગયુક્ત કર્મો કરતાં આપણા મનોભાવો પણ રાગ-દ્વેષયુક્ત બને છે. મનોભાવોની આ પરંપરા શૈશવથી મૃત્યુ પર્યંત ચાલે છે. ગૌતમ બુદ્ધ જણાવે છે કે આ પરંપરા જન્મ પહેલા પણ હતી અને મૃત્યુ બાદ પણ રહે છે. મૃત્યુથી એનો ઉપચ્છેદ થતો નથી. મૃત્યુ કેવળ એ ક્ષણને સૂચિત કરે છે, જ્યારે નવીન પરિસ્થિતિમાં નવીન કર્મસમૂહનો વિપાક થાય છે. જ્યાં સુધી તૃષ્ણાના ક્ષયથી આ ચિત્તપ્રવાહ કે ચિત્ત-સંતતિ વિશૃંખલિત થઈને નિર્વાણને પ્રાપ્ત કરતી નથી, ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહે છે. પુનર્જન્મ કોનો થાય છે તે અંગેના સાતિકેવğત્ર ભિક્ષુના સંદેહનું સમાધાન કરતા તથાગતે સમજાવ્યું હતું કે વિજ્ઞાન પ્રતીત્યસમુત્પન્ન છે. વર્તમાન ભવનું અંતિમ વિજ્ઞાન વિલીન થાય છે અને દ્વિતીય જન્મનું આગળના જન્મનું પ્રથમ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી ન તો તે જ સત્ત્વનું અસ્તિત્વ રહે છે ન તો અન્ય જીવ ઉત્પન્ન થાય છે. મિલિન્દપ્રશ્નમાં નાગસેન કહે છે કે વ્યક્તિ શૈશવમાંથી વૃદ્ધિ પામીને વૃદ્ધત્વ મેળવે છે. આ બંને અવસ્થાઓમાં વ્યક્તિ એક જ હોવા છતાં એક નથી; અવસ્થાભેદને 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત ૨૭ કારણે તેને એકબીજાથી ભિન્ન કે અભિન્ન કરી શકતા નથી. તેવી રીતે પુનર્જન્મ લેનાર વ્યક્તિ પૂર્વ જન્મથી જ ભિન્ન છે, ન અભિન્ન (ન ચ સો ન ચ આપ્યો). કર્મોના નિબંધ પ્રવાહથી એક ઉત્પન્ન થાય છે અને બીજો નિરોધ પામે છે. આ ઉત્પાદ અને નિરોધ યુગવત પ્રતીત થાય છે. તે નામ-રૂપ દ્વારા કુશળ-અકુશળ કર્મ કરે છે અને કર્મો દ્વારા એક અન્ય નામ રૂપ ઉત્પન્ન થાય છે. તે જ સસંરણ કરે છે, અને અન્ય કર્મોના નિઃશેષ થઈ જવાથી આ સંસરણ સમાપ્ત થાય છે. કોઈ વસ્તુના અસ્તિત્વની પરંપરામાં એક એક અવસ્થા ઉત્પન્ન થાય છે અને તેનો લય થાય છે : આ પ્રમાણે પ્રવાહ નિરંતર વહેતો રહે છે. એ રીતે કર્મનો પ્રવાહ પણ સતત વહેતો રહે છે. પ્રતિક્ષણમાં કર્મો નાશ પામતાં જાય છે, પરંતુ તેની વાસના આગલી ક્ષણમાં અનુસ્મૃત રૂપથી પ્રવાહિત રહે છે, તેથી અનાત્મવાદ માનતા હોવા છતાં બુદ્ધ પુનર્જન્મનો સ્વીકાર કર્યો છે. પ્રત્યેક અનુવર્તી સ્કંધ પોતાના પૂર્વવર્તી સ્કંધ પર આશ્રિત છે. મનષ્ય અત્યારે જેવો છે તેની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની છે, કોઈ ઈશ્વર કે નિયતિની નહિ. ઈશ્વરવાદ, નિયતિવાદ અને આત્માવાદનું ખંડન : ગૌતમ બુદ્ધની દૃષ્ટિએ બ્રાહ્મણો દ્વારા સ્થાપિત ઈશ્વરવાદ અંધણી પરંપરા જેવો છે. એક જ પંક્તિમાં હરોળમાં અન્યોન્યના આશ્રયથી સ્થિત અંધજનો સ્વયં કશું જોઈ શકતા નથી. તેવી જ રીતે ઈશ્વરવાદી પણ અદષ્ટ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા વગર જ તેનો સ્વીકાર કરે છે અને તેનું સ્વરૂપવર્ણન પણ કરી શકતા નથી. આ પ્રમાણે ઈશ્વરનું અસ્તિત્વ પ્રમાણિત થઈ શકતું નથી. તે ઉપરાંત સર્વ પરિસ્થિતિ અને સંજોગોને ઈશ્વર અથવા ભાગ્યનિર્મિત માનવાથી મનુષ્ય અકર્મણ્ય બની જાય અને સકર્મો પ્રત્યેની તેની શ્રદ્ધા ક્ષીણ થઈ જાય અને તે સાથે અસદુ અને પાપ કૃત્યો દ્વારા પણ તે સુખ-સંપત્તિ પ્રાપ્ત કરવા પ્રેરાશે. તેથી હિંસા, ચોરી, મૃષાવાદિ આદિ અનેક દુષ્કૃત્યો પણ ઈશ્વરપ્રેરિત હોવાની સંભાવના દઢ બની જશે. પરંતુ ઈશ્વરના વિશે આપણી જે સંકલ્પના છે, તેની સાથે આ સુસંગત નથી. ગૌતમ બુદ્ધે જણાવ્યું કે સુખ દુઃખાદિ સર્વથા ઈશ્વરકૃત કે ભાગ્યાધીન નથી. સર્વ પ્રાણીઓ અથવા સત્ત્વ વિવશ, નિર્બળ કે સામર્થ્યરહિત અથવા અવશ બનીને નહિ પણ પોતાના કર્માનુસાર, જન્મજન્માંતરની શૃંખલામાં બંધાય છે અને સુખદુઃખ ભોગવે છે. તેવી જ રીતે તેમણે આત્માના સંદર્ભમાં શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ-એ બંને માન્યતાઓનો અસ્વીકાર કર્યો હતો. બૌદ્ધધર્મમાં આત્માના વિષયમાં જે પ્રચલિત માન્યતા છે, તેનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. સત્વની ઉપલબ્ધિ પાંચ વિજ્ઞાનકાય અને મનોવિજ્ઞાન દ્વારા સ્વીકૃત કરવામાં આવી છે. બૌદ્ધધર્મમાં તેને ચિત્ત, ચિત્તનો પ્રવાહ, વિજ્ઞાન કે સંતતિના નામથી પ્રસ્તુત કરવામાં આવે છે, અને તે પ્રતીત્યસમુત્પન્ન છે. ચિત્ત જ પરમ તત્ત્વ છે અને સ્કંધોના સુયોજિત સંયોજનથી તેની ઉત્પત્તિ થાય છે. 2010_03 Page #35 -------------------------------------------------------------------------- ________________ વિવિધા બાહ્ય રૂપોની જેમ તે પણ પ્રતિક્ષણ ઉત્પન્ન અને વિલીન થાય છે. ચિત્તનાં પ્રતિક્ષણ ઉત્પન્ન અને વિલીન થવાની સાથે ચિત્તનો પ્રવાહ શરીરની ચેતનાવસ્થામાં અને મૃત્યુ બાદ પણ પ્રવાહિત રહે છે. જ્યાં સુધી તૃષ્ણાનો સંપૂર્ણ નિરોધ થતો નથી ત્યાં સુધી ચિત્તનો પ્રવાહ અક્ષુણ્ણરૂપે વહેતો રહે છે. અર્થાત્ જન્મ પુનર્જન્મની પરંપરા ચાલુ રહે છે. પુનર્જન્મની ઘટનાને પ્રતિસંધિ પણ કહે છે. ૨૮ પ્રતીત્યસમુત્પાદ : તેથી આ ભવચક્રની પરંપરાને તેમણે પ્રતીત્યસમુત્પાદના બાર અંગો કે નિદાનથી સમજાવી. કાર્ય કારણની શૃંખલા જ જીવન અને તેની ઘટનાઓ માટે નિમિત્ત હોવાનું જણાવ્યું અને એ શૃંખલા માનવસર્જિત હોવાની પણ તેમણે સ્પષ્ટતા કરી. પ્રતીત્યસમુત્પાદ એટલે આ હોવાથી આ બને, કારણથી જ કાર્ય ઘટે છે. તેના બાર નિદાન : અવિદ્યા, સંસ્કાર, વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભવ, જાતિ, જરામણ શોક, પરિવેદના છે. આ હોવાથી આ બને છે, કારણથી કાર્ય સંભવે છે, અવિદ્યા અને તૃષ્ણા જ સર્વ કર્મપરંપરા અને જન્મ પરંપરાના મૂળમાં છે. અસ્મિન્ સતિ ઇદં ભવિત - એ સંદર્ભમાં તેમણે કર્મના સિદ્ધાંતને સમજાવ્યો. આમ સૃષ્ટિના સર્જન અને પરંપરાનું નિયામક બળ આ કાર્યકારણનો સિદ્ધાંત હોવાનું નિર્દેશીને ગૌતમ બુદ્ધે માનવજીવનમાં ઘટતી ઘટનાઓને સમજાવવા માટે કર્મસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. બુદ્ધ માટે માનવી અને સૃષ્ટિનું સર્જન કોણે કર્યું એ પ્રશ્નનું નહિ પણ નિર્વાણના ધ્યેયને પુરુષાર્થથી, કર્મયોગથી પામવા માટે વિશુદ્ધ જીવનની પ્રાપ્તિ કેવી રીતે થાય એ પ્રશ્નનું મહત્ત્વ હતું. આ અનુસાર સર્વોચ્ચ ઈશ્વર સર્જક હોવાની પરંપરાગત માન્યતા તથા વિશ્વની વસ્તુઓનો વિકાસ તેની સ્વતંત્ર આંતરિક શક્તિને કારણે થાય છે, એવી ભૌતિકવાદીઓની સ્વભાવવાદી માન્યતાઓનું ખંડન કરીને બધું પ્રતીત્ય સમુત્પન્ન હોવાનું જણાવીને ‘કર્મ જ લોકવૈચિત્ર્યમ્” કર્મને કારણે સંસારમાં વિવિધતા છે ઃ ઈશ્વરને કારણે નહિ - તેમ સ્પષ્ટ કર્યું. અન્યથા પુનર્જન્મ હોય કે ન હોય તો પણ સામાજિક દૃષ્ટિએ પણ કર્મના સિદ્ધાન્તનું મહત્ત્વ છે. વ્યક્તિનું સદાચારી હોવુ તે, વ્યક્તિ અને સમષ્ટિ બંને માટેની સલામતી, સુવ્યવસ્થા અને સંવાદિતા માટે જરૂરી છે. શ્રીમદ્ ભગવત ગીતાનો નિષ્કામ કર્મયોગ અને બૌદ્ધધર્મમાં નિરાસ્રવ કુશળ કર્મ :મનુષ્યને કર્મ તો કરવું જ પડે છે, કર્મ વગર તે રહી શકતો નથી. યુજુર્વેદમાં કહેવાયું છે કે વંન્નવે મળિ ખિખિવેષત્ શતં સમાઃ । મનુષ્ય શતાયુ ભગવે, પણ તે કર્મ કરતાં કરતાં જ. શરીરની ક્રિયાહીનતા મનુષ્યને લાચાર કે વિવશ બનાવી દે છે. એટલે કર્મ તો અનિવાર્ય જ છે. તેથી જ બૌદ્ધધર્મમાં જેને નિરાસ્રવ કુશળ કર્મ કહે 2010_03 Page #36 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધદર્શનમાં પ્રતિપાદિત કર્મસિદ્ધાન્ત ૨૯ છે અથવા તો શ્રીમદ્ ભગવદ્ગીતામાં જે નિષ્કામ કર્મયોગની વાત છે તે ભીતરની શાન્તિ માટે વિચારણીય છે. વૈદિક વિચારધારાનો જીવનપ્રતિ ત્યાગપૂર્વક ભોગનો દૃષ્ટિકોણ છે. તેને ત્ય%ને મુંનથીસુખ-સમૃદ્ધિનો ઉપભોગ અને ઉપયોગ કરવામાં આવે પણ નિર્લિપ્ત થઈને, નિષ્કામભાવથી. શ્રીમદ્ ભગવદગીતામાં આ નિષ્કામ કર્મયોગનો, ફળની આકાંક્ષા રાખ્યા વગર કર્મ કરવાનો ધર્મબોધ આપવામાં આવ્યો છે. તેમાં અનેક રીતે મહત્ત્વ છે. કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરવાથી કર્મબંધન થતું નથી. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन..। २/१४७ योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनंजयः ॥ २/१४८ ... અને વિહાર માનું સર્વ કામનાઓને ત્યાગીને, નિર્મમ (મમત્વરહિત), અને નિરહંકાર:- જે કાર્ય કરે છે તે સાત્તિ મધછતિ શાંતિ પ્રાપ્ત કરે છે. બૌદ્ધધર્મમાં આ શાંતિને અર્થાત્ મનની શાંત-નિસ્પદ સ્થિતિ જેને નિર્વાણ કહે છે તેનું જ મહત્ત્વ છે, તે જ જીવનનું લક્ષ્ય છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા ગૌતમ બુદ્ધ પણ કર્મફળની આસક્તિ વગર નિર્લેપભાવે કર્મ કરવાનો ઉપદેશ વારંવાર આપ્યો છે. ગૌતમ બુદ્ધ જણાવે છે કે આર્ય ભિક્ષુ ઇન્દ્રિય દ્વારા વિશેય વિષયની અનિત્યતા અને વિકારત્વને સારી રીતે પ્રજ્ઞાથી જાણીને ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે. તે ઇન્દ્રિય દ્વારા પ્રિય વિષયને પ્રાપ્ત કરીને સુખને આવકારતો નથી અને અપ્રિય વિષયને પ્રાપ્ત કરીને દ્વેષયુક્ત થઈને તેનાથી કલાન્ત બનતો નથી. તે આંખથી રૂપને નિહાળીને, શ્રોત્રથી શબ્દ સાંભળીને, ઘાણથી ગંધ પારખીને જિવાથી રસનો આસ્વાદ લઈને, કાયાથી સ્પર્શનું અને મનથી ધર્મનું ગ્રહણ કરીને તેના નિમિત્ત અનુવ્યંજનનું ઉપાદાન કરતો નથી, તેથી રાગ-દ્વેષાદિ અકુશળ ધર્મો ઉત્પન્ન થતા નથી. ભિક્ષુ સર્વ ઇન્દ્રિયોને સુરક્ષિત અને સ્મૃતિને જાગૃત રાખે છે. આ પ્રમાણે ઇન્દ્રિય-સંવરથી યુક્ત થઈને નિર્મળ સુખનો અનુભવ કરે છે. તેવી જ રીતે ભિક્ષુ અતીતકાળનું સ્મરણ કરીને તેમાં આસક્ત થતો નથી, તેનું અનુગમન કરતો નથી અને અનાગતના રૂપાદિમાં અને વર્તમાનમાં પ્રત્યુત્પન્ન ધર્મોમાં પણ આસક્ત થઈને ઉપાદાન કરતો નથી. પૂર્વાન્ત અને પરાન્ત દષ્ટિનું ખંડન કરીને અતીત અને અનાગત જીવન પ્રત્યે અનાસક્ત રહીને વર્તમાનમાં કુશળ ધર્મની પ્રાપ્તિ માટે સતત ઉદ્યોગ કરવાનો કલ્યાણકારી બોધ તેમણે આપ્યો છે. આત્મવાદને કારણે પુનર્જન્મ પ્રત્યે પણ રાગ ઉત્પન્ન થાય છે અને અનેક પ્રકારની તૃષ્ણાઓ અને અપેક્ષાઓથી પ્રેરાઈને કર્મ-ક્રિયાકાંડ-વિધિ-વિધાન વગેરે કરે છે. તેથી સારિપુત્રએ અનાથિપિંડિકના મૃત્યુ સમયે “પરલોક માટે પણ તેનું ચિત્ત આસક્ત ન થાય તે માટે સાવધાન રહેવા જણાવ્યું હતું. ભિક્ષુએ પરલોકનું પણ ઉપાદાન કરવું જોઈએ નહિ. જે 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ વિવિધા કાંઇ દષ્ટ છે, શ્રુત, સ્મૃત, વિજ્ઞાન, પ્રાપ્ત, પર્યેષિત, અનુપર્યેષિત છે, મન દ્વારા અનુચરિત છે તેનું પણ ઉપાદાન ન કરવું, ચિત્ત આસક્ત ન કરવું તેવા અનાસક્તિયોગનો ઉપદેશ સારિપુત્રએ અનાથપિંડિકને આપ્યો હતો. ३० તૃષ્ણા અને તૃષ્ણામાંથી ઉદ્ભવતા ઉપાદાન (વિષયનું ગ્રહણ)નો નાશ થાય એટલે પુનર્જન્મ અને પુનર્જન્મ સાથે જોડાયેલાં જરા-મરણ વગેરે દુઃખો શમી જાય. આ દુઃખરહિત સ્થિતિ-સંસ્કારોનું જેમાં નિઃશેષ ઉપશમન થયું છે, તે શાંત સ્થિતિ તે નિર્વાણ. નિર્વાણ એટલે બુઝાઈ જવું. મનુષ્યના હૃદયમાં હુંપણું, મિથ્યાભિમાન અને રાગ-દ્વેષ વગેરે જે જે વૃત્તિઓ સળગે છે તેનું બુઝાઈ જવું. આ રીતે રાગદ્વેષરહિત ચિત્તની જે શાન્ત સ્થિતિ-ઉચ્ચ ચેતના (સચ્ચિદાનંદ સ્વરૂપ)ની પરમ શાન્તિ અને ૫૨મ શુદ્ધ સુખ કે આનંદની અનુભૂતિ તે નિર્વાણ. આ નિર્વાણની સ્થિતિ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની સ્થિતપ્રજ્ઞાવસ્થા એ લગભગ સરખી આધ્યાત્મિક અનુભૂતિની ઉચ્ચ સ્થિતિ છે. આ રીતે ભગવાન બુદ્ધનું નિર્વાણપદ તથા ભગવદ્ ગીતાની સ્થિતપ્રજ્ઞની બ્રાહ્મી સ્થિતિ એ ભારતીય દર્શનનું ઉચ્ચ આધ્યાત્મિક શિખર છે, જે નિષ્કામ કર્મયોગ કે નિરાસ્રવ કર્મની સાધનાથી સિદ્ધ કરી શકાય છે. 2010_03 Page #38 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના બુદ્ધના વ્યક્તિત્વમાં આપણું ધ્યાન ખેંચે એવી જે એક વસ્તુ છે તે છે તેમનું નખશિખ બુદ્ધિવાદીપણું. અમુક વાત પરંપરાથી ચાલી આવે છે માટે સાચી છે એમ કહેવું એમને ગમતું નહિ. તેઓ હંમેશાં પોતાની માન્યતાઓને બુદ્ધિના મજબૂત પાયા ઉપર જ માંડતા. કહેવાય છે કે તેમણે એકવાર કાલામોને જણાવ્યું હતું કે, “હે કાલામો ! મેં આ તમને કહ્યું, પરંતુ તમે તેનો સ્વીકાર તે કેવળ અનુશ્રુત છે માટે ન કરશો, કેવળ પરંપરાગત છે માટે ન કરશો, કેવળ ભૂતકાળમાં આવી જ વાત કહેવાઈ છે માટે ન કરશો, કેવળ તમારા ધર્મગ્રંથ પિટકને અનુકૂળ છે માટે ન ક૨શો, કેવળ તર્કને માટે ન કરશો, કેવળ નયને માટે ન કરશો, કેવળ વિતર્કને માટે ન કરશો, કેવળ મિથ્યાદૃષ્ટિ પ્રત્યે અણગમો દાખવવા ન કરશો, કેવળ તમને અનુકૂળ છે માટે ન કરશો, કેવળ તેનો કહેનારો શ્રમણ તમારો પૂજ્ય છે માટે ન કરશો, કિન્તુ જો તમે તેને કલ્યાણકર અને નિર્દોષ સમજતા હો અને તેને ગ્રહણ કરવાથી કલ્યાણ અને કુશલ થશે એમ તમને ખરેખર ખાતરી હોય તો જ તમે તેને સ્વીકારજો. ૩૧ બુદ્ધે પોતાના અનુયાયીઓને પણ દૃઢપણે કહ્યું હતું કે, “ડાહ્યા માણસો સોનાને કાપી, તપાવી, ઘસી તેની પરીક્ષા કરીને જ તેને ગ્રહણ કરે છે. તેવી જ રીતે હે ભિક્ષુઓ ! તમે મારાં વચનોને પરીક્ષા કર્યા પછી જ સ્વીકારજો; મારા તરફના આદરને કારણે જ મારાં વચનોને સ્વીકારશો નહિ.” બૌદ્ધધર્મમાં પરમતત્ત્વની જેમ જેને પ્રાપ્ત કરવાનું છે તે નિર્વાણમાં પ્રતીત્યસમુત્પાદ-નિર્દેશિત અવિદ્યાથી પ્રેરિત જન્મ મરણની પરંપરાનો અશેષ નિરોધ થાય છે. વિદ્યાથી-પ્રજ્ઞપ્તિથી ક્લેશ ક્ષીણ થાય છે, એ રીતે સંસાર-ચક્રનો નિરોધ થાય છે. નિર્વાણ એ આત્યન્તિક દુઃખવિમુક્તિની અવસ્થા છે. આર્ય અષ્ટાંગિક માર્ગને નિર્વાણને અમૃતની તરફ લઈ જનારો માર્ગ કહ્યો છે. ચાર સ્મૃતિપ્રસ્થાનોની ભાવનાથી તેની પ્રાપ્તિ થાય છે. નિર્વાણમાં નિઃશેષ સંસ્કારોનું ઉપશમન થાય છે તેથી તેને શાન્ત અથવા શાન્તિપદ પણ કહે છે. તેમાં કોઈ પણ વસ્તુની પૃથગ સત્તા રહેતી નથી. તેની કોઈ પરિભાષા નથી. ‘નાવિષ્ણુ પરિવંત મહેતુમ્ ।' તે ગંભીર, દુર્બોદ્ધ, શાંત, ઉત્તમ અને તર્કરહિત અવસ્થા છે. તેની ઉત્પત્તિ કે નાશ નથી. રાગ-દ્વેષ શોકથી તે પર છે. જ્ઞાનીઓ દ્વારા પોતાની ભીતરમાં અનુભવ કરવાની અવસ્થા છે, તે સ્વયંસેવક છે. આર્ય અષ્ટાંગિક માર્ગની સાધનાથી સર્વ પ્રકારના ક્લેશોમાંથી નિવૃત્તિ મેળવવી તે નિર્વાણ છે. સંસારના કોઈ નિમિત્તો તેને દુ:ખ આપી શકતા નથી, અને સંસારના આવાગમનના ક્રમમાં બદ્ધ કરતા નથી. 2010_03 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિવિધા નિર્વાણ ક્લેશાભાવરૂપ છે. તૃષ્ણાના ક્ષયને પણ નિર્વાણ કહેવામાં આવે છે. ક્લેશના આવરણનો સર્વથા નાશ થાય છે ત્યારે નિર્વાણનો અનુભવ થાય છે. ગૌતમ બુદ્ધ નિર્વાણને ‘પરમ સુખ કહે છે. “નિબ્બા પર સુરમ્ | ધાતુ વિભંગસુત્તમાં બુદ્ધે કહ્યું છે : ““ભિક્ષુ, એ જ પરમ આર્ય સત્ય છે, જે આ અવિનાશી નિર્વાણ-જે આ રાગ દ્વેષ મોહનું ઉપશાન્ત થવું.” "एसो हि भिक्खु, परमो अरियो उपसमो यदिदं-रागदोसमोहानं उपसमो" આત્મવાદ અને અનાત્મવાદ : ગૌતમ બુદ્ધના સમયમાં આત્મવાદ વિશે વિવિધ મંતવ્યો પ્રવર્તતા હતા. કેટલાક શ્રમણ-બ્રાહ્મણોની-એવી માન્યતા હતી કે શરીરની અંદર અને શરીરની બહાર એક નિત્ય ચેતનશક્તિ છે, જેના પ્રવેશથી શરીરમાં ઉષ્ણતા આવે કેઅને વર્તન કે ક્રિયા બુદ્ધિપ્રેરિત કે જ્ઞાનપ્રેરિત હોવાનું જણાય છે. જ્યારે તે દેહત્યાગ કરીને કર્માનુસાર શરીરાત્તરમાંથી ચાલી જાય છે ત્યારે શરીર શીતળ અને નિષ્ક્રિય બને છે. આ નિત્ય ચેતનશક્તિને તેઓ આત્મા કહેતા હતા. અન્ય કેટલાક આચાર્યો શરીરથી પૃથફ આત્માના અસ્તિત્વને સ્વીકારતા ન હતા. શરીરમાં ભિન્ન ભિન્ન પરિમાણોમાં મિશ્રિત રસોને કારણે ઉષ્ણતા અને ગતિ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે આત્મા શરીરથી ભિન્ન નથી. આત્મા વિશેના બૌદ્ધિક વાદવિવાદોથી વિપથગામી લોકોને ઉપદેશ આપતા ગૌતમ બુદ્ધ આ સમગ્ર જગત અનિત્ય, ભયાવહ અને દુ:ખકારક હોવાનું જણાવીને તેમાં અનાત્મદષ્ટિ રાખવાનો બોધ આપ્યો હતો. તેમણે આત્માને નિત્ય કૂટસ્થ માનવાનો તેમજ શરીરની સાથે જ તેનો વિનાશ થવાની માન્યતાનો પણ અસ્વીકાર કર્યો. તેમના મતે આત્મા કોઈ નિત્ય કૂટસ્થ વસ્તુ નથી પરંતુ યોગ્ય ભૂમિકામાં કંધોના સંયોગથી ઉત્પન્ન થતી એક શક્તિ છે, જે અન્ય બાહ્ય રૂપોથી માફક ક્ષણ ક્ષણ ઉત્પન્ન અને વિલીન થાય છે. ચિત્તના ક્ષણે ક્ષણમાં ઉત્પન્ન અને વિલીન થવા છતાં પણ ચિત્તનો પ્રવાહ શરીરની ચેતનાવસ્થામાં અને મૃત્યુબાદ પણ ચાલુ રહે છે. સત્કાયદષ્ટિ : બુદ્ધમતમાં આત્મા, પુદગલ, ચેતના, વિજ્ઞાન, જીવ, સત્તા વગેરે શબ્દો દ્વારા નિર્દિષ્ટ તત્ત્વ કોઈ સ્વતંત્ર સત્તા નથી, પરસ્પર સંબંદ્ધ અને ધર્મોનું એક સામાન્ય નામકરણ છે, ગૌતમ બુદ્ધ તેને સત્કાય તરીકે પણ ઓળખાવે છે. ' “મઝિમનિકાય'માં સત્કાય, સત્કાયદૃષ્ટિ, સત્કાયનિરોધ અને સત્કાયનિરોધગામિન્તમાર્ગ વિશે ઉપાસક વિશાખ અને ધમ્મદિન્ત ભિક્ષુણી વચ્ચેના ધર્મસંવાદ દ્વારા સંક્ષેપમાં પણ સ્પષ્ટ પરિચય મળે છે. 2010_03 Page #40 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના ૩૩ પાંચ ઉપાદાનસ્કંધો-રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનને સત્કાય કહે प च खो इमे...उपादानस्कन्धा तक्कायो चुत्तो भगवना...सपुपादानस्कन्धो, वेदनुपादानस्कन्धो, स उपादानस्कन्धो, सडखारुपादानस्कन्धो, विणुपादानस्कन्धो...इमे खरे..प चुपादानस्कन्धो सक्कायो तुत्तो भगवता । ચરાચર જગતનું ઉપાદાનકારણ રૂપ...વગેરે વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન- એ પાંચ સ્કંધોમં વહેંચાયેલું છે. તેને નામરૂપ પણ કહે છે. તેમાં વેદના, સંજ્ઞા અને સંસ્કાર-વિજ્ઞાનની જ અવસ્થા વિશેષ હોવાથી તને રૂપ અને વિજ્ઞાન એમ બે સ્કંધોમાં વિભક્ત કરી શકાય છે. વિજ્ઞાનને જ નામ કહેવામાં આવે છે. આ પાંચ સ્કંધ વિશે જ્યારે વ્યક્તિને અનુલક્ષીને વિચારવામાં આવે છે ત્યારે તેને ઉપાદાનáધ કહે છે. સ્કંધથી પર જીવ કે ચેતન કોઈ પદાર્થ નથી. “પાંચ ઉપાદાન સ્કંધથી બનેલી આ કાયામાં સત્તા (સત્ કાય) આત્માન્ત હોય છે તે મિથ્યા જ્ઞાન છે. સત્કાય-સમુદયઃ સુખ સંબંધ ઇચ્છાથી સંયુક્ત પ્રત્યેક વિષયોના ઉપભોગનું અભિનંદન કરનાર, આવાગમનની જે તૃષ્ણા છે - કામ, ભવ અને વિભવતૃષ્ણા. તેને સત્કાયસમુદાય એટલે કે આત્મભાવનું કારણ કહે છે. સત્કાયનિરોધ : તૃષ્ણાનો સંપૂર્ણતયા વિનાશ, વિરાગ, ત્યાગ, મુક્તિ તે છે સત્કાયનિરોધ. સત્કાયનિરોધગામિની પ્રતિપદ - આર્ય અષ્ટાંગિક માર્ગ તે સત્કાયનિરોધગામિની પ્રતિપદ છે. તે આત્માના ખ્યાલનો નાશ કરે છે. વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન-આ ચાર અરૂપી સ્કંધ છે. અને રૂપ રૂપી સ્કંધ છે. જ્યારે આપણે “પુરુષ' છે એમ કહીએ છીએ ત્યારે આ સ્કંધોના સમૂહની જ વાત કરીએ છીએ. સૂક્ષ્મ ભેદો વ્યક્ત કરવા જીવ-જંતુ, પશુ-પક્ષી, મનુષ્ય આદિ સંજ્ઞાઓ આપવામાં આવી છે. બૌદ્ધ ધર્મમાં આત્માનો પ્રતિષેધ કરવામાં આવે છે. સત્વની ઉપલબ્ધિ પંચવિજ્ઞાન-કાય અને મનોવિજ્ઞાન દ્વારા સ્વીકારી છે. તેમની દૃષ્ટિમાં પુદ્ગલ એક વસ્તુ સત્ છે, એક દ્રવ્ય છે - પરંતુ સ્કંધો સાથેનો તેનો સંબંધ અનિવાર્ય છે. આ પ્રમાણે તે નિત્ય છે અને ન તો અનિત્ય છે. જેને સામાન્ય રીતે આત્મા તરીકે ઓળખવામાં આવે છે તેને બૌદ્ધ ધર્મમાં ચિત્ત, ચિત્તનો પ્રવાહ, ચિત્ત-કે વિજ્ઞાન કહેવામાં આવે છે, તે પ્રતીત્ય સમુત્પન્ન છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે આત્મા શાશ્વત, અપરિવર્તનીય અક્ષણ, પરિશુદ્ધ અને ચિત્તથી પર છે. ગૌતમ બુદ્ધ ચિત્તથી પર એવા કોઈ આત્મતત્ત્વને સ્વીકારતા નથી. તેમની દષ્ટિએ ચિત્ત જ પરમ તત્ત્વ છે. ચિત્તથી પર કોઈ તત્ત્વ નથી. 2010_03 Page #41 -------------------------------------------------------------------------- ________________ વિવિધા ચિત્ત જ આત્મા છે. તે સ્વભાવથી પરિશુદ્ધ અને પ્રકાશમય છે. તેના પરના મિલન આવરણોનો લોપ કરીને તેને શુદ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ક૨વા માટે ગૌતમ બુદ્ધે વારંવાર ઉપદેશ આપ્યો છે. ૩૪ સર્વ જગત પ્રતીત્યસમુત્પન્ન હોવાથી તેમાં આત્મભાવ રાખી શકાય નહિ, તેવી રીતે ઇન્દ્રિયોમાં પણ આત્મભાવ રાખવો યોગ્ય નથી. જે શ્રમણો-બ્રાહ્મણો આ ઇન્દ્રિયોમાં ‘આ મારું છે,’‘આ હું છું,'‘આ મારો અત્મા છે' એવો આત્મભાવ રાખે છે એ આત્મવાદની ઉત્પત્તિના હેતુરૂપ-કારણરૂપ બને છે. તે સત્કાયસમુદય તરફ લઈ જનારી પ્રતિપદા છે. તેને પરિણામે સર્વ પ્રકારના અનુશયો અને દુઃખા ઉત્પન્ન થાય છે. આત્માને નિત્ય માનવાથી, આત્માનો સ્વીકાર કરવાથી અમુક વસ્તુઓ આત્મીય હોવાનો ભાવ જાંગે છે. પરંતુ તેને ગૌતમ બુદ્ધે ‘બાલ-ધર્મ' કહ્યો છે. ‘વેવતો પરિપૂરો વાતધમ્મો !' કારણ રૂપાદિ અનિત્ય અને વિપરિણમી હોવાથી દુઃખરૂપ છે. તેથી આર્ય શ્રાવકે ‘તે મારું છે,’‘તે હું છું’,‘તે મારો આત્મા છે’ – એવો ભાસ રાખવો જોઈએ નહિ. તે દરેકમાં નિર્વેદ રાખે છે અને રાગરહિત બને છે, રાગ નષ્ટ થવાથી તે વિમુક્ત બને છે. શ્રમણ-બ્રાહ્મણોમાં લોકના શાશ્વત-અશાશ્વત હોવા અંગે અનેક પ્રકારના મતભેદો પ્રવર્તતા હતા. આત્મા વિશેની આ છ દૃષ્ટિઓ પ્રચલિત હતી : (૧) આ મારો આત્મા છે. (૨) મારી અંદર આત્મા નથી. (૩) આત્માને જ આત્મા સમજુ છું. (૪) આત્માને જ અનાત્મા સમજું છું. (૫) અનાત્માને આત્મા સમજું છું. (૬) અથવા-આ મારો આત્મા અનુભવકર્તા છે. અનુભવવા યોગ્ય છે, પોતાના સારાં-ખોટાં કર્મોનું પરિણામ ભોગવે છે - તે મારો આત્મા નિત્ય, શાશ્વત, અપરિવર્તનશીલ છે. લોકની શાશ્વતતા અને તથાગતના અસ્તિત્વ વિશેની વિચારસરણીનું પણ વિસ્તારથી આલેખન થયું છે. (૧) લોકશાશ્વત છે. (૨) લોક અશાશ્વત છે. (૩) લોક અન્તવાન છે. (૪) લોક અન્તરહિત છે. (૫) તે જ જીવ છે, તે જ શરીર છે. (૬) જીવ અન્ય છે, શરીર અન્ય છે. (૭) તથાગત (બુદ્ધ) મૃત્યુ બાદ હોય (રહે) છે. (૮) તથાગત મૃત્યુ બાદ હોતા નથી. (૯) તથાગત મૃત્યુ બાદ હોય છે પણ ખરા અને નથી પણ હોતા. (૧૦) તથાગત મૃત્યુ બાદ હોતા નથી; નથી હોતા તેવું પણ નથી. શ્રાવસ્તીના અનાથપિંડિકના આરામ જેતવનમાં પરિવ્રાજક વત્સગેાત્ર સાથે આ વિવિધ ધારણાઓ વિશે પોતાનો અભિપ્રાય આપતા ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે ‘લોક 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના ૩૫ શાશ્વત છે” અથવા “લોક અશાશ્વત છે” – “આ તેમાંથી એક પણ દૃષ્ટિને ગ્રહણ કરતો નથી.'...વત્સ, લોક શાશ્વત છે...(વગેરે માન્યતાઓ) દૃષ્ટિગત, દષ્ટિગહન, દૃષ્ટિકાન્તાર, દષ્ટિવિશૂક, દષ્ટિવિસ્પંદિત, દષ્ટિસંયોજન છે. તે દુઃખમય, વિઘાતમય, ઉપાયાસમય, પરિદાહમય છે. તે ન નિર્વેદ માટે છે, ન વૈરાગ્ય માટે, ન નિરોધ માટે, ન ઉપશમન માટે, ન અભિજ્ઞા માટે, ન સંબોધ માટે, ન નિર્વાણ માટે છે. આ દોષ (આદિનવ) ને જોવાથી હું આ સર્વ દષ્ટિઓને ગ્રહણ કરતો નથી. “લોક શાશ્વત છે કે નહિ”, “આત્મા અને ઈશ્વર છે કે નહિ'- તે સર્વ પ્રશ્નોને ગૌતમ બુદ્ધ અ-વ્યાકૃત બતાવ્યા હતા. તે માટે તેમણે બાણથી વીંધાયેલા પુરુષનું દષ્ટાંત રજૂ કર્યું હતું. કોઈ પુરુષ તીવ્ર વિષથી યુક્ત બાણથી વીંધાય, તેનાં સંબંધી સ્વજનો તેને માટે શલ્ય ચિકિત્સકને બોલાવે ત્યારે તે ઘાયલ થયેલો પુરુષ એમ કહે કે જ્યાં સુધી મને વિંધનારો પુરુષ ક્ષત્રિય છે, બ્રાહ્મણ છેવૈશ્ય છે કે શૂદ્ર છે એ વાતની ખબર ન પડે ત્યાં સુધી હું શલ્ય કાઢવા દઈશ નહિ. તે પુરુષનું નામ-ગોત્ર તેનું સ્વરૂપ, તે ગૌર વર્ણન છે કે શ્યામ, તેણે મારેલું શલ્ય, ધનુષ્ય, બાણની પણછ-એ દરેક વિશેની સ્પષ્ટ વિગત મને નહિ મળે ત્યાં સુધી હું બાણને કાઢવા નહિ દઉં : ગૌતમ બુદ્ધ જણાવે છે તેમ આ બધી હકીકતોને જાણવાનો આગ્રહ રાખીને તે વિદ્ધ પુરુષ ચિકિત્સા શરૂ નહિ કરે તો, સ્વાભાવિક છે કે મૃત્યુ જ પામે તે માટે ચિકિત્સા મહત્ત્વની છે, બાણ મારનારની જાતિ, સ્વરૂપ કે ધનુષ્ય, બાણ કે પણછ અંગેની માહિતી નહિ. તેવી રીતે આ વિવિધ વાદવિવાદની સ્પષ્ટતા થાય તો જ બ્રહ્મચર્યવાસ થઈ શકે અન્યથા નહિ, તેવું નથી. ગૌતમ બુદ્ધ કહે છે : માલુક્યપુત્ત ! ભલે “લોક શાશ્વત છે– એ માન્યતા રહે અથવા “લોક અશાશ્વત છે' એવી માન્યતા રહે, તો પણ જન્મ તો છે જ, જરા છે જ, મરણ છે જ, શોક-કંદન-વિલાપ-દુ:ખદૌર્મનસ્ય-પરેશાની છે જ, જેના આ જન્મમાં જ, વિઘાતને હું બતાવું છું...તેથી માલુક્યપુર મારા અ-વ્યાકૃત (વચનના અ-વિષયને) ને અ-વ્યાકૃતની રીતે ધારણ કર અને મારા વ્યાકૃતને વ્યાકૃતની રીતે ધારણ કર....લોક શાશ્વત છે. એ મારું અવ્યાકૃત છે. (કારણ કે)...(તનું વ્યાકરણ, કથન) તે સાર્થક નથી, આદિ-બ્રહ્મચર્ય ઉપયોગી નથી. તો તે નિર્વેદ, ઉપશમ, અભિજ્ઞા, સંબોધ, નિર્વાણ માટે આવશ્યક છે. તેથી મેં તેને અવ્યક્ત કર્યું... આ દુઃખ છે,...દુઃખ સમુદય છે. દુઃખ નિરોધ છે... દુઃખ નિરોધ ગામિની પ્રતિપદ છે...તેને વ્યાકૃત ક્યે...(કારણ તેનું કથન)...સાર્થક છે. આદિ-બ્રહ્મચર્ય-ઉપયોગી છે, તે નિર્વાણ માટે આવશ્યક છે, તેથી તેને વ્યાકૃત કર્યું છે. આ દૃષ્ટિવાદ કે આત્મા વિશેના મતમતાન્તરો વ્યક્તિના અહંભાવને પ્રબળ 2010_03 Page #43 -------------------------------------------------------------------------- ________________ વિવિધા બનાવે છે, અને અનેક પ્રકારના સંઘર્ષો થાય છે. કોઈ વ્યક્તિ એમ વિચારે કે આ જ દૃષ્ટિ મને પસંદ છે, અને એ દૃષ્ટિનું પ્રબળતાથી ગ્રહણ (સ્વીકાર) કરીને એમ વિચારે કે આ જ સત્ય છે, અન્ય સર્વ અસત્ય છે, - તો અન્ય દૃષ્ટિવાળા લોકો સાથે વિગ્રહ થશે, વિવાદ થશે, તેનાથી વિધાત (પીડા) અને વિહિંસા પણ થશે. આ પ્રકારે દૃષ્ટિને કારણે વિગ્રહ, વિવાદ, વિધાત અને વિહિંસાને જોતાં આ દૃષ્ટિઓનો પ્રતિનિસ્સર્ગ (ત્યાગ) કરવો જોઈએ. ૩૬ મૃત્યુ બાદની પરિસ્થિતિ વિશે પણ કોઇ પ્રકારના દૃષ્ટિવાદનો આશ્ચય નહિ લેવાનો સ્પષ્ટ આદેશ તેમણે આપ્યો છે. તે માટે વત્સગોત્ર સાથેનો તેમનો સંવાદ નોંધપાત્ર છે. પરિવ્રાજક ગૌતમ બુદ્ધને ‘વિમુક્ત ભિક્ષુ ક્યાં ઉત્પન્ન થાય છે ?’ એમ પૂછે છે ત્યારે ગૌતમ બુદ્ધ ‘તેવો ભિક્ષુ ઉત્પન્ન થાય છે’ અથવા ‘ઉત્પન્ન થતો નથી.' અથવા ‘ઉત્પન્ન થાય છે તેવું નથી’ અથવા ‘ઉત્પન્ન થતો નથી, તેવું પણ નથી.’- એવો અર્થ ગંભીર, દુર્રોય, દુર્બોધ લાગે તેવો ઉત્તર આપે છે - તેનો અર્થ સ્પષ્ટતાથી સમજાવવા ગૌતમ બુદ્ધ વત્સગોત્રને પરિપ્રશ્ન પૂછે છે : ‘વત્સ, તારી સમક્ષ આગ લાગે, તો તું જાણી શકે કે આ આગ લાગી છે ?' ‘હા, ગૌતમ !હું જાણી શકું કે આગ લાગી છે.’ ‘તે આગ કયા ઉપાદાનને આધારે લાગી છે ?’ ‘તે આગ તૃણ -કાષ્ટ રૂપી ઉપાદાનને આધારે લાગેલી છે.' ‘વત્સ, એ અગ્નિ તારી સમક્ષ જ શાંત થઈ જાય, હોલવાઈ જાય તો, તું જાણીશ કે આ આગ હોલવાઈ ગઈ છે.’ ‘હે ગૌતમ, મારી સમક્ષ આગ હોલવાઈ જાય તો હું જાણીશ કે આગ હોલવાઈ ગઈ છે.' ‘હે વત્સ, તને એમ પૂછવામાં આવે કે, આ આગ કઇ દિશામાં ગઈ-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણમાં ? એવું પૂછવાથી હે વત્સ, તું શો ઉત્તર આપીશ ?’ હે ગૌતમ, તે જાણી શકાતું નથી. જે આગ પૃષ્ણ-કાષ્ટના ઉપાદાનને કારણે પ્રજ્જવલિત થઈ, તે તૃણ-કાષ્ટના અનુપહાર (ન મળવાથી) વગર હોલવાઈ ગઈ (નિવૃત્ત નિર્વાણપ્રાપ્ત થઈ ગઈ) એમ જ કહેવાય છે. તેવી જ રીતે હે વત્સ, તથાગતનો નિર્દેશ કરતી વખતે જે રૂપથી (સાથે વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનનું પણ આ રીતે ઉમેરવું) તેમનો નિર્દેશ થતો હતો, તે રૂપ જ તથાગતનું પ્રહીણ થઈ ગયું, ઉચ્છિન્ન-મૂળ, થઈ ગયું છે. વત્સ, તથાગત રૂપસંજ્ઞાથી મુક્ત, મહાસમુદ્રની જેમ ગંભીર, અ-પ્રમેય, દુરગવાહ્ય છે. તેથી ત્યાં તે ‘ઉત્પન્ન થયા છે’- એમ જાણી શકાતું નથી. ‘ઉત્પન્ન નથી થયા’ તેવું જાણી શકાતું નથી, 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના ‘ન-ઉત્પન્ન થાય છે’,‘ન-ઉત્પન્ન નથી થતા’ તેવું પણ જાણી શકાતું નથી. આત્માનો સ્વીકાર કરવાથી વ્યક્તિ આત્મા પ્રત્યે આસક્ત બને છે, તેથી નિર્વાણ પ્રાપ્ત કરી શકતો નથી. અત્તભાવ (આત્માભાવ) અહંભાવનો પણ પર્યાય બની રહે છે. તેથી તેનો પરિત્યાગ નિર્વાણોન્મુખ ભિક્ષુને માટે અપરિહાર્ય છે. આત્મવાદને કારણે પુનર્જન્મ અને અનેક પ્રકારની અપેક્ષાઓ તૃષ્ણાઓ પ્રાદુર્ભૂત થાય છે. આ સર્વ શ્રમણ-બ્રાહ્મણ ઉર્ધ્વસર-આગલા જન્મની યાત્રાનું અનુસરણ કરનારા હોય છે. પુનર્જન્મનો લોભ અને આસક્તિને કારણે ‘મૃત્યુ બાદ આ પ્રકારે હોઇશ કે તે પ્રકારે હોઇશ’...એવી રીતે વિચારે છે. જેવી રીતે વણિક વ્યાપાર માટે જાય છે ત્યારે ‘આનાથી આટલો લાભ થશે, આનાથી આ લઈશ...' એવી ગણત્રી કરે છે તેવી રીતે શ્રમણ-બ્રાહ્મણો પુનર્જન્મમાં યથેચ્છ પ્રાપ્તિ માટે ગણત્રીપૂર્વક કર્મ-ક્રિયાકાંડ-વિધિવિધાન આદિ કરે છે. જેવી રીતે થાંભલા સાથે બાંધેલો કૂતરો તે થાંભલાની આસપાસ જ ચક્કર માર્યા કરે છે, તેવી રીતે શ્રમણ-બ્રાહ્મણોનાં સર્વ કાર્યો આત્મવાદપ્રેરિત હોય છે. 39 આ જ પ્રયોજનથી ગૌતમ બુદ્ધે અતીતનું અનુગમન કે ભવિષ્યની ચિંતા નહિ કરીને, વર્તમાનમાં પ્રાપ્ત ધર્મોનું નિરાલસ બનીને પાલન કરવાનો ઉપદેશ ‘ભદ્રેકરત્ત સુત્ત'માં આપ્યો છે. પોતાના વિષયને સ્પષ્ટ બનાવવા તેમણે અનેક આકર્ષક ઉપમાઓ પણ રજૂ કરી છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ જનપદકલ્યાણીને ચાહે છે, પરંતુ તેના રૂપ, રંગ, વર્ણ, કદ, નિવાસ, નામ વગેરે જાણતા નથી, તેમનું આચરણ કે ચાહના ઉપાહાસાસ્પદ અને અર્થહીન છે તેવી રીતે આત્માના ગુણધર્મથી અપરિચિત યજ્ઞ-યાગાદિ કરનાર વ્યક્તિનું કથન પણ અશ્રદ્ધેય અને નિંદનીય છે. પરિપૂર્ણ જાણકારી વગર કોઈ વસ્તુ-વિષય વિષે કહેવું ઉચિત નથી. તે તથાગતના આત્માના અસ્તિત્વ, અનસ્તિત્ત્વ, જન્મ-મરણ વગેરેને પણ અનેકાંશિક ધર્મ કહે છે. તે એમ પણ કહે છે કે આ માન્યતા જ સાર્થક છે, ન ધર્મોપયોગી છે, ન નિર્વેદ અને વૈરાગ્ય કે પ્રજ્ઞાપ્રાપ્તિ માટે છે. અપરિચિત સ્થિતિનું જ આ પરિણામ છે. પુનર્જન્મ ઃ બૌદ્ધ ધર્મ નિત્ય આત્માને માનતો ન હોવા છતાં કર્મ અને પુનર્જન્મનો સ્વીકાર કરે છે. પોતાના કર્મને અનુરૂપ પ્રાણી સુખ-દુઃખ ભોગવે છે અને નવો જન્મ ધારણ કરે છે. શુભ કે અશુભ સંકલ્પ કે કર્મ કરવા માટે ચિત્ત સ્વતંત્ર છે. મનુષ્ય અત્યારે જેવો છે તેની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની છે અને ભવિષ્યમાં જેવો થવા ઇચ્છે તેવો થવાનો સંપૂર્ણ આધાર પણ તેના ઉપર છે. પ્રાણીઓના કર્મ અને સંકલ્પોનો પ્રભાવ 2010_03 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિવિધા સૃષ્ટિનાં ચર-અચર તત્ત્વો પર રહેલો છે. તથાગતે અનેક પ્રકારના પ્રચલિત આત્મવાદનું ખંડન કર્યું છે કે જે આત્મવાદ, વસ્તુતઃ વિષયો પ્રત્યેના અહંકાર મમકારરૂપે અથવા મૂળ અવિદ્યા અને અધ્યાસના પરિણામરૂપે ઉદભવ્યો હતો. આ પ્રયોજનથી જ તેમણે વારંવાર દેહ અને મનના સમગ્ર પ્રપંચોને અનાત્મભૂત અને હેય કહ્યા છે, પરંતુ તે સાથે જ તેમણે ઉચ્છેદવાદનું ખંડન કર્યું છે. કેટલાક ચિંતકો એમ માને છે કે “આ' લોક કે પરલોક નથી.. પુરુષ ચાતુર્મહાભૂતિક છે. અને મૃત્યુ બાદ તે મહાભૂતમાં ભળી જાય છે, તેથી પાપ-પુણ્યનો સ્વીકાર નહિ કરીને સર્વ પ્રકારના ભોગ ભોગવવા જોઈએ. ઉપર પરંતુ ગૌતમ બુદ્ધ આ માન્યતાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. તેમણે પાપ-પુણ્યના વિપાકનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. સત્વોના ચિત્તના સંકલેશનો અને વિશુદ્ધિનો પ્રત્યય હોય છે. પ્રત્યયને કારણે જ તે સંકલેશ કે વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. પુરુષ નિયતિના વશમાં હોવાને કારણે નહિ, પરંતુ પોતાના બળ, પરાક્રમ, વીર્ય અને દૃઢતાને કારણે જ છે કે અભિજાતિઓમાં ઉત્પન્ન થઈને સુખ-દુઃખનો અનુભવ કરે છે. આ પ્રમાણે જન્મ અને સુખ-દુઃખ માટે “હેતુ છે’,-એ જે દૃષ્ટિ છે, તે તેમની સમ્યમ્ દષ્ટિ છે, તેને કારણે તેઓ કુશળ ધર્મોનું ગ્રહણ કરીને અકુશળ સ્થાનથી વંચિત બને છે. અહીં ગૌતમ બુદ્ધ પ્રાણીઓની કર્માનુસાર ઉત્પત્તિનો ઉલ્લેખ કર્યો છે. બૌધિપ્રાપ્તિ પછી અમાનુષ દિવ્ય ચક્ષુથી તેઓ મૃત્યુ પામતા અને ઉત્પન્ન થતા, સુગતિપ્રાપ્ત કે દુર્ગતિ પ્રાપ્ત જીવોને જોઈ શકતા હતા, તેવું વર્ણન તેમણે આપ્યું છે, ત્યાં પણ તેમણે પુનર્જન્મનો સ્પષ્ટ સ્વીકાર કર્યો છે. કુકકુરવત્તિક-સુતીમાં પણ સત્ત્વના “આગળના જન્મ'નો નિર્દેશ છે ગૌતમ બુદ્ધ ઈશ્વર અને નિયિતનો સ્વીકાર કરતા નથી પણ કર્મફળને મહત્ત્વ આપે છે. મૂર્ખ અને પંડિત સર્વને આવાગમનમાં પડીને દુઃખનો અંત કરવો પડે છે. કુશળ ને અકુશળ કર્મોના પરિપાક રૂપે ઉદ્ભવતી જન્મ પરંપરા કે ભવના નિરોધને તેમણે સંભવિત હોવાનું જણાવ્યું છે. મનુષ્ય પ્રજ્ઞાપ્રાપ્તિ દ્વારા ભવનો નાશ કરી શકે છે. ભવનિરોધને શક્ય માનવાથી જ સત્ત્વ અકુશળ ધર્મનો ત્યાગ કરીને કુશળ ધર્મ કરવા પ્રેરાય છે. “ભવ-નિરોધ સર્વથા નથી હોતો'- આ દષ્ટિ રાગ, સંયોગ, અભિનંદન અને ઉપાદાન માટે પ્રેરનારી છે. જયારે “ભવનિરોધ” સર્વથા હોય છે એ દષ્ટિ અ-રાગ, અસંયોગ, અન-અભિનંદન, અન-અધ્યવસાન અને અન-ઉપાદાન તરફ પ્રેરે છે. તેથી તે જન્મ-મરણથી વિરક્ત બનીને તેનો નિરોધ કરે છે. આ જ સંદર્ભમાં સારિપુત્ર અનાથપિંડિકને વિજ્ઞાન પરલોકમાં નિશ્ચિત ન 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના ૩૯ થાય તેવી ભાવના કરવાનો બોધ આપે છે. ગૌતમ બુદ્ધ આત્માને અનિત્ય સ્કંધોના સમૂહરૂપે વર્ણવ્યો છે. નિત્ય આત્માના અભાવમાં, કર્મફળનું કર્તૃત્વ, લોકતૃત્વ, જન્માન્તરગ્રાહિત્ય, જાતિસ્મરણ વગેર વિશેના પ્રશ્નો સ્વાભાવિક રીતે જ ઉદ્ભવે છે. ગૌતમ બુદ્ધે પ્રતીત્યસમુત્પાદ અને મધ્યમમાર્ગ દ્વારા આ પ્રશ્નોનું સમાધાન કરાવ્યું છે. આપણે જે કુશળ કે અકુશળ કાયિક-વાચિક-માનસિક કર્મો કરીએ છીએ. તે સર્વનું ઉદ્ગમ આપણું મન છે. વૈષયુક્ત કે રાગયુક્ત કર્મો કરતા આપણા મનોભાવો પણ રાગ-દ્વેષયુક્ત બને છે. મનોભાવોની આ પરંપરા શૈશવથી મૃત્યુ પર્યત ચાલે છે. ગૌતમ બુદ્ધ જણાવે છે કે આ પરંપરા જન્મ પહેલા પણ હતી અને મૃત્યુ બાદ પણ રહે છે. મૃત્યુથી એનો ઉપચ્છેદ થતો નથી. મૃત્યુ કેવળ એ ક્ષણને સૂચિત કરે છે, જયારે નવીન પરિસ્થિતિમાં નવીન કર્મસમૂહનો વિપાક થાય છે. જયાં સુધી તૃષ્ણાના ક્ષયથી આ ચિત્તપ્રવાહ કે ચિત્ત-સંતતિ વિશૃંખલિત થઈને નિર્વાણને પ્રાપ્ત કરતી નથી, ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહે છે. ગૌતમ બુદ્ધ આત્માની સ્વતંત્ર સત્તાનો નિષેધ કર્યો છે. પરંતુ તે મન અને માનસિક વૃત્તિઓની સત્તા સ્વીકારે છે. આત્માનો અનુભવ પણ માનસિક વ્યાપારોથી જ થાય છે. સાતિદેવપુત્ર ભિક્ષુના સંદેહનું સમાધાન કરતા તથાગતે સમજાવ્યું હતું કે વિજ્ઞાન પ્રતીત્યસમુત્પન્ન છે. વર્તમાન ભવનું અંતિમ વિજ્ઞાન વિલીન થાય છે અને દ્વિતીય જન્મનું-આગળના જન્મનું પ્રથમ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી ન તો તે જ સત્વનું અસ્તિત્વ રહે છે ન તો અન્ય જીવ ઉત્પન્ન થાય છે. મિલિન્દપ્રશ્નમાં નાગસેન કહે છે કે વ્યક્તિ શૈશવમાંથી વૃદ્ધિ પામીને વૃદ્ધત્વ મેળવે છે. આ બંને અવસ્થાઓમાં વ્યક્તિ એક જ હોવા છતાં એક નથી; અવસ્થાભેદને કારણે તેને એકબીજાથી ભિન્ન કે અભિન્ન કરી શકતા નથી. તેવી રીતે પુનર્જન્મ લેનાર વ્યક્તિ પૂર્વ જન્મથી ન ભિન્ન છે, ન અભિન્ન છે. ( ર ો ન ર મ ) ધર્મોના નિબંધ પ્રવાહથી એક ઉત્પન્ન થાય છે અને બીજો નિરોધ પામે છે. આ ઉત્પાદ અને નિરોધ યુગવત પ્રતીત થાય છે. તે નામ-રૂપ દ્વારા કુશળ-અકુશળ કર્મ કરે છે અને કર્મો દ્વારા એક અન્ય નામ-રૂપ ઉત્પન્ન થાય છે. તે જ સસરણ કરે છે.અને અન્ય કર્મોના નિઃશેષ થઈ જવાથી આ સંસરણ સમાપ્ત થાય છે. કોઈ વસ્તુના અસ્તિત્વની પરંપરામાં એક એક અવસ્થા ઉત્પન્ન થાય છે અને તેનો લય થાય છે : આ પ્રમાણે પ્રવાહ નિરંતર વહેતો રહે છે. એ રીતે કર્મનો પ્રવાહ પણ સતત વહેતો રહે છે. પ્રતિક્ષણમાં કર્મો નાશ પામતાં જાય છે, પરંતુ તેની વાસના 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વિવિધા આગલી ક્ષણમાં અનુયત રૂપથી પ્રવાહિત રહે છે. તેથી અનિયતાને માનતા હોવા છતાં બુદ્ધ પુનર્જન્મનો સ્વીકાર કર્યો છે. પ્રત્યેક અનુવર્તી સ્કંધ પોતાના પૂર્વવર્તી સ્કંધ પર આશ્રિત છે. ન આત્મવાદ ન અનાત્મવાદ : ગૌતમ બુદ્ધ તેમના સમયમાં પ્રચલિત આત્મવાદનું ખંડન કર્યું છે. તેમણે કેવળ અનાત્મભૂત તત્ત્વોમાં આત્મા ન જોવાનો ઉપદેશ આપ્યો છે, આત્માનો સર્વથા અસ્વીકાર કર્યો નથી. તેમને વાસ્તવિક રીતે તો એ અભિપ્રેત હતું કે ન આત્મવાદ તાત્વિક છે, ન અનાત્મવાદ. આત્માને અહંકારયુક્ત ચિત્તનો દ્યોતક માન્યો છે, આત્માનું સર્વથા નિરાકરણ કર્યું નથી. બૌદ્ધ ધર્મમાં વ્યવહારિક રૂપથી આત્માનો નિષેધ કર્યો નથી, પણ પારમાર્થિક રૂપથી જ તેનો નિષેધ કર્યો છે, ખરેખર તો આ પ્રશ્નને તેમણે અ-વ્યાકૃત જણાવ્યો છે. આત્મા, રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર તથા વિજ્ઞાન એ પાંચ સ્કંધોનો સમુદાય માત્ર છે. પરંતુ તેનાથી અતિરિક્ત આત્મા કોઈ સ્વતંત્ર પરમાર્થભૂત પદાર્થ નથી. આત્માનું અસ્તિત્વ કોઈ પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ કે અનુમાનપ્રમાણથી સિદ્ધ કરી શકાતું નથી. કોઈ પણ સત્વ કોઈ આત્મા નથી, કેવળ હેતુ-પ્રત્યયજનિત ધર્મ છે, સ્કંધ, આયતન અને ધાતુ છે. જેવી રીતે અગ્નિ ઇંધણથી અન્ય નથી કે નથી અનન્ય, તેવી રીતે આત્મા અને શરીર અલગ નથી. આત્મા વિશેના પ્રચલિત ખ્યાલોનો તેમણે અસ્વીકાર કર્યો છે, પરંતુ જીવનપ્રવાહની અવિચ્છિન્નતાનો તેમણે નિષેધ કર્યો નથી. વાસ્તવિક રીતે જેને એ ચિત્તપ્રવાહ, વિજ્ઞાન કે જીવનપ્રવાહ કહે છે તેનો-સર્વ પ્રકારના આસવો અને અવિદ્યાના નાશ દ્વારા-નિરોધ કરવાનો બોધ તેમણે વારંવાર આપ્યો છે. અર્થાત્ જન્મમરણની પરંપરા કે ભવનિષેધ દ્વારા જ તેમણે સર્વ પ્રકારના દુઃખ અને અનુશયોમાંથી વિમુક્તનો નિર્દેશ કર્યો છે. ઈશ્વર અને નિયતિવાદનો અસ્વીકાર : ગૌતમ બુદ્ધ ઈશ્વર અને નિયતિવાદનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો હતો. તે ઈશ્વરને સૃષ્ટિના કર્તા કે સંચાલક માનતા નથી. બ્રાહ્મણોએ કહેલો ઈશ્વરવાદ તેમની દૃષ્ટિએ અંધવેણી પરંપરા જેવો છે. એક જ પંક્તિમાં અન્યોન્યના આશ્રયે સ્થિત અંધજનોમાં આગળનો અંધજન કશું જોઈ શકતો નથી. તેવી જ રીતે વચ્ચે ઊભેલો કે પાછળનો અંધજન પણ કશું જોઈ શકતો નથી. તેવી રીતે ઈશ્વરવાદી પણ અદષ્ટ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા વગર જ પરંપરાવશાત ઈશ્વરને સ્વીકારે છે. પરંતુ જે ઈશ્વરનો સ્વયં સાક્ષાત્કાર થયો ન હોય તેના અસ્તિત્વને કેવી રીતે પ્રમાણી શકાય ? જે શ્રમણ-બ્રાહ્મણો ઈશ્વરનું અસ્તિત્વ હોવાનું જણાવે છે તે શ્રમણ-બ્રાહ્મણો પણ ઈશ્વરના સ્વરૂપ વિશે વર્ણન કરી શકતા નથી. ગૌતમ બુદ્ધ “ચૂલ-સકુલદાયી 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના સુત્તન્તમાં ઉદાયી સાથેની ચર્ચામાં પ્રણીતતર વર્ણ અને જનપદકલ્યાણીના દૃષ્ટાંતો દ્વારા ઈશ્વરના અસ્તિત્વ વિશેની માન્યતા કેવી નિરર્થક છે તે સ્પષ્ટ કર્યું છે. ઈશ્વરના સર્વત્કૃત્વ અને સર્વજ્ઞાનનો સ્વીકાર કરીએ તો સુખદુઃખોત્પાદમાં સર્વથા અસમર્થ અજ્ઞ જીવને ઈશ્વરપ્રેરિત થઈને જ સદ્ કે અસદ્ વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે તેમ માનવું પડે. ગૌતમ બુદ્ધ આ મતનો સ્વીકાર કરતા નથી. સુખદુઃખ વગેરે ઈશ્વરકર્તુત્વ કે ભાગ્યાધીન નથી. વિશ્વમાં ચાલતી પ્રવૃત્તિઓ ઈશ્વરનિર્મિત હોઈ શકે નહિ. અન્યથા હિંસા, ચોરી, અસત્ય ભાષણ આદિ અનેક દષ્કૃત્યો ઈશ્વરકૃત હોવાનું સિદ્ધ થાય પણ ઈશ્વર વિશેની જે સંકલ્પનાઓ છે, તે સાથે આ સુસંગત નથી. સર્વ પરિસ્થિતિ અને સંજોગોને ઈશ્વરકર્તૃત્વ માનવાથી મનુષ્યો અકર્મણ્ય બની જાય. સદ્ કર્મો પ્રત્યેની શ્રદ્ધા ક્ષીણ થઈ જાય અને મનુષ્ય અસદુ કર્મો દ્વારા પણ સુખપ્રાપ્તિ કરવા માટે તત્પર બને ! ઈશ્વર અને ભાગ્યને જીવનનાં પ્રેરક બળ તરીકે સ્વીકારવાથી કેવી વિષય સ્થિતિ સર્જાઈ શકે, તેનું વિસ્તૃત વર્ણન ગૌતમ બુદ્ધ કર્યું છે. તે કહે છે : આ સંસારમાં એવા પણ શ્રમણ બ્રાહ્મણો છે કે જે આ પ્રમાણેનો મત ધરાવે છે - પ્રાણીઓના ચિત્તના ઉત્પાદ માટે કોઈ હેતુ કે કોઈ નિમિત્ત નથી ! એવી રીતે પ્રાણીઓની ચિત્તવિશુદ્ધિ માટે પણ કોઈ હેતુ કે નિમિત્ત નથી, તે ચિત્તક્લેશ કે ચિત્તની વિશુદ્ધિ અહેતુક કે અનિમિત્તક હોય છે. પુરષો માટે બળ, પરાક્રમ, વીર્ય કે દૃઢતાની આવશ્યકતા નથી. સર્વ પ્રાણીઓ, સર્વ સત્વો, સર્વ ભૂતો, સર્વ જીવો અબળ અને અવશ થઈને ભાગ્યને અનુસરીને, ભાગ્યવશાત્ છ પ્રકારની અભિજાતિઓમાં ઉત્પન્ન થઈને સુખદુઃખનો અનુભવ કરે છે, 'પણ ગૌતમ બુદ્ધે આ મતનો સ્પષ્ટ વિરોધ કરતા જણાવ્યું હતું કે પ્રાણીઓના ચિત્તવિકાર અને ચિત્તશુદ્ધિ માટે નિશ્વિત કારણ અને નિમિત્ત હોય છે...પુરુષોના બળ, વીર્ય, દૃઢતા અને પરાક્રમની પણ આવશ્યકતા હોય છે. સર્વ પ્રાણીઓ કે સત્ત્વો વિવશ, નિર્બળ અને સામર્થ્યરહિત બનીને અવશપણે નહિ, પરંતુ પોતાના કર્માનુસાર સંચિત પ્રારબ્ધાનુસાર છ પ્રકારની અભિજાતિઓમાં જન્મ લઈને સુખદુ:ખનો અનુભવ કરે છે. આ વિચારસરણીને-આ દષ્ટિને જ તેમણે સમ્યગદષ્ટિ કહી છે. મનુષ્યનાં કર્મો જ તેના ” જીવનનું ઘડતર કરે છે. આ પ્રમાણે ઈશ્વરવાદ કે નિયતિવાદનો સ્વીકાર કરવાથી મિથ્યા દૃષ્ટિનો વિશ્વાસ રાખવાને કારણે અનેક પાપમય અકુશળ ધર્મ ઉત્પન્ન થાય છે. અને તેથી વિપરિત સમ્યમ્ દષ્ટિમાં વિશ્વાસ રાખવાથી અનેક પુમય કુશળ ધર્મો ઉત્પન્ન થાય છે, જેથી વ્યક્તિ અને સમષ્ટિનું જીવન સુસંવાદી બને છે. કર્મવાદ: સંસારમીમાંસામાં કર્મનું પ્રધાન્ય સર્વસંમત રીતે સ્વીકારાયું છે. વિશ્વમાં 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ કેર વિવિધા પ્રવર્તિત માનવજીવનમાં અનેક પ્રકારની વિષમતાઓ અને વિસંગતિ જોવા મળે છે. આ સર્વ વિષમતાઓ અને વિસંગતિનું કારણ કર્મ' હોવાનું ગૌતમ બુદ્ધે વારંવાર જણાવ્યું છે. કર્મ જ સત્ત્વોને હીન કે પ્રણીત બનાવે છે. બાવળ વાવીને કોઈ આમ્રફળ પ્રાપ્ત કરી શકે નહિ. તે “વાવે તેવું લણે'નો કર્મસિદ્ધાંત સૌને સમાન રીતે લાગુ પડે છે. कम्मं सत्ते विभाजति यदिदं हीनपणीततायां ति । સંસારરૂપી અગાધ સમુદ્રમાં પરિભ્રમણ કરાવનાર પ્રતીત્યસમુત્પાદ પણ કર્મચક્ર જ છે. કર્મથી વિપાક ઉત્પન્ન થાય છે અને તેને કારણે પુનઃકર્મ ઉદ્દભવે છે. કર્મ અને તેના ફળના પારસ્પરિક સંબંધને લીધે ભવચક્ર ફર્યા કરે છે. પ્રત્યેક પ્રાપ્ત પરિસ્થિતિ અને પુનર્જન્મનું કારણ કર્મ જ છે. બોધિપ્રાપ્તિ પછી બુદ્ધને પૂર્વજન્મનું સ્મરણ થયું હતું. કર્મથી પ્રેરાયેલા સત્વોને તે ભિન્ન ભિન્ન યોનિમાંથી પસાર થતાં જોઈ શકતા હતા. કાર્યકારણના નિયમ અનુસાર કોને ક્યાં જન્મ મળશે તેનું જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું હતું. તેમના અનેક શિષ્યો અને શિષ્યાઓએ પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વિશ્વમાં પ્રવર્તિત વિપરિત પરિસ્થિતિ ઈશ્વરકૃત નહિ પણ કર્મકૃત છે. કર્મ મુલતઃ બે પ્રકારનાં છે : ચિત્ત કર્મ અને ચૈતસિક કર્મ. તેને ચેતના અને ચેતયિતા પણ કહે છે. ચેતના માનસકર્મ છે. ચેતનાથી જે ઉત્પન્ન થાય છે તે ચેતયિતા કર્મ છે. તેના બે પ્રકાર છે : કાયિક અને વાચિક. આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે કર્મ કહેવાય છે. અને તેને પરિણામે જે સંસ્કાર કે વાસના ચિત્તમાં પડે છે, તે પણ કર્મ કહેવાય છે. આ વાસનારૂપ કર્મ પુનર્જન્મના કારણરૂપ બને છે. સામાન્ય રીતે તેમણે કર્મોના ત્રણ પ્રકાર બતાવ્યા છે : કાયિક, વાચિક અને માનસિક. આ ત્રણમાં માનસિક કર્મ વધુ મહત્ત્વનાં છે. કાયિક કે વાચિક કર્મ કુશળ છે કે અકુશળ તે માનસકર્મ દ્વારા નક્કી થાય છે. ગૌતમ બુદ્ધે કર્મને વસ્તુતઃ ચેતનામય કહ્યા છે. - ભિક્ષુઓ, મેં ચેતનાને કર્મ કહ્યું છે. ચેતનાપૂર્વક કર્મ કરાય છે શરીરથી, વાણીથી, મનથી...ચેતનાપૂર્વક કરેલાં અને સંચિત કર્મોનાં ફળોનાં પ્રતિસંવેદન કર્યા વગર દુ:ખનો કે તેમનો (કર્મનો) અંત બતાવતા નથી. પ્રત્યેકને માટે દુઃખનો અંત જાગૃતપણે કરેલાં કર્મો ક્ષીણ થવા પર જ સંભવિત છે. “ન આ શરીર તમારું છે. ન બીજાઓનું, કેવળ પુરાણું કર્મ છે.” પ્રાણીઓની વિવિધ યોનિમાં થતી ઉત્પત્તિ વિશેના શુભ માણવકના પ્રશ્નના સંદર્ભમાં ગૌતમ બુદ્ધે કહ્યું હતું, “કર્મો જ જીવોનાં પોતાનાં છે, કર્મ જ તેમની વિરાસત છે, કર્મ જ તેનો પ્રભાવ છે, કર્મ તેનો બળ્યું અને કર્મ જ તેનો સહારો છે.” "कमस्सका माणव सत्तां कम्मदायादा મ્પલાની ખેવન્યુ Hપરિસરી ...." 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મમાં પરમ તત્ત્વની વિભાવના ૪૩ મનુષ્ય સત્કર્મ કરે તો તેને સદગતિ મળે છે અને અસત્ કર્મ કરે તો તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે; એમ ગૌતમ બુદ્ધ વારંવાર કહ્યું છે. સદ્ કર્મો અને અસત્ કર્મો કુશળ કર્મ અને અકુશળ કર્મથી ઉલ્લેખાય છે. આસ્રવ કુશળ કર્મનું ફળ સુખ, અભ્યદય અને સુગતિ છે. નિરાસ્ત્રવ કુશળ કર્મો વિપાકરહિત છે. તે દુઃખની આત્યંતિક નિવૃત્તિને ઉત્પન્ન કરે છે. આ દુઃખનિવૃત્તિને જ નિર્વાણ કહે છે. નિર્વાણ રોગના અભાવની જેમ શાંત અવસ્થા છે. ગૌતમ બુદ્ધની દૃષ્ટિએ કર્મ એક પ્રકારનો ચિત્તસંકલ્પ છે, જેને “ચેતના” શબ્દ દ્વારા વ્યવસ્કૃત કર્યો છે. તેને તૈ વૈદિક સિદ્ધાંતની જેમ અદૃષ્ટ શક્તિ માનતા નથી. પરંતુ કર્મને અનાદિ અને અવિચ્છિન્ન પરંપરામાં ઘટિત એક ઘટના માત્ર માને છે. તે અનુસાર સ્વકૃત કર્મોના ફળને ભોગવનાર પ્રાણી સ્વયં હોય છે. ચેતના માનસકર્મ છે. કાયિક-વાચિક કર્મ વગર પણ માનસકર્મ અભીષ્ટ પ્રાપ્ત કરી શકે છે. એમ પણ કહી શકાય કે કર્મ એ ચેતના, ચેતનાકૃત કાય-ચેષ્ટા અને વાગ-ધ્વનિ છે. મૈત્રી-ભાવના પણ એક ચેતના છે – તેમાં કોઈ પ્રતિગ્રાહક હોતો નથી, તો પણ તેનાથી પુણ્યાદિનો ઉત્પાદ થાય છે. મૈત્રી-ચિત્તમાં રુચિ હોવી તે પણ માનસકર્મ છે. સર્વ વિચારાત્મક પ્રક્રિયાઓ ચેતનાખ્ય કર્મ છે. પણ તે અક્રિય હોય તો અધિક પુણ્યદાયી બને છે. જો કે મૈત્રીભાવના સક્રિય હોય તો વધુ પુણ્યદાયી બને છે. ચેતના કર્મ અને કર્મવિપાકમાં મુખ્ય હોવા છતાં ફળપ્રાપ્તિ માટે કાય અને વાણીનો આધાર લેવો પડે છે. શત્રુના પ્રાણાતિપાતની ચેતના અને પ્રાણાતિપાત એક જ નથી. પ્રાણાતિપાત એક ક્રિયાવિશેષ છે. નિગ્રંથોની તપસ્યાના સંદર્ભમાં ગૌતમ બુદ્ધે પોતાના વિચારો રજૂ કર્યા છે. નિગ્રંથ સાધુઓ એમ માને છે કે સર્વ પ્રકારનાં સુખ-દુઃખ પૂર્વજન્મનાં કર્મોના ફળરૂપ છે. તપસ્યા દ્વારા પૂર્વજન્મનાં કર્મોનો ક્ષય કરવાથી, નવાં કર્મો ન કરવાથી ભવિષ્યમાં અનાસ્ત્રવ થાય છે. વિપાકરહિત હોવાથી કર્મક્ષય, દુઃખક્ષય અને વેદનાનો ક્ષય થવાથી સર્વ દુઃખો ક્ષીણ થઈ જાય છે. ગૌતમ બુદ્ધ આ વિચારસરણીનો સ્વીકાર કરતા નથી. તે જણાવે છે કે આ પ્રમાણે કષ્ટદાયક તપસ્યા કરવાથી આ જન્મમાં અકુશળ ધર્મોનો નાશ અને કુશળ ધર્મની પ્રાપ્તિ ન થાય તો તે તપશ્ચર્યા નિરર્થક છે. પૂર્વ જન્મનાં કર્મ અને તેના વિપાકથી અજ્ઞાત હોવાને કારણે પણ આવી તપશ્ચર્યા અર્થરહિત છે. સમગ્ર જીવન અતિ કષ્ટદાયક તપ સાધનામાં વ્યતીત કરવાથી શ્રેય સાધી શકાતું નથી. પ્રજ્ઞાપ્રાપ્તિને માટે, કઠિન લાગતા કેટલાક સદાચારના નિયમોના પાલનને તેમણે આવશ્યક માન્યા છે. અને તે દ્વેષ-મોહાદિ ચિત્તના ઉપક્લેશો, નીવરણો, આસ્ત્રવો 2010_03 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વિવિધા આદિના ક્ષય માટે છે. - કઠિન તપશ્ચર્યા દ્વારા અકુશળ ધર્મો ક્ષીણ થાય અને કુશળ ધર્મોની પ્રાપ્તિ દ્વારા સાત્ત્વિક સુખની અનુભૂતિ મળે ત્યાર બાદ તેણે પુન:કઠિન તપશ્ચર્યા કરીને દુઃખ કે સંકલેશ અનુભવવાની આવશ્યક્તા રહેતી નથી. જેવી રીતે લુહાર બાણને યોગ્ય આકાર આપવા માટે અગ્નિ પર તપાવે છે, સીધું કરે છે અને યોગ્ય આકાર અપાયા બાદ તેને અગ્નિ પર તપાવવાનું કાર્ય અટકાવી દે છે, તેમ કુશળ ધર્મોની પ્રાપ્તિ થતાં, તપશ્ચર્યાનું પ્રયોજન સિદ્ધ થયા પછી કાયાને કઠિન તપસ્યાથી કષ્ટ આપવું દુઃખ ભોગવવું નિરર્થક છે, અનાવશ્યક છે. ૧૬૪ ગૌતમ બુદ્ધ આ કર્મક્ષય-દુઃખક્ષય માટેનાં પાંચ સોપાન દર્શાવ્યા છે : (૧) ભિક્ષુ દુઃખથી અન-અભિભૂત શરીરને દુઃખથી અભિભૂત કરતો નથી. (૨) ધાર્મિક સુખનો પરિત્યાગ કરતો નથી. (૩) ધાર્મિક સુખમાં અવ્યાધિક મૂર્ણિત બનતો નથી. (૪) તે જાણે છે કે દુ:ખના કારણના સંસ્કારનો અભ્યાસ કરવાથી વિરક્ત બને છે. (૫) આ દુઃખનિદાનની ઉપેક્ષાની ભાવના કરવાથી વિરક્ત બને છે. ભિક્ષુ દુઃખના કારણના સંસ્કારનો અભ્યાસ કરે છે અને જો દુઃખનિદાનની ઉપેક્ષા કરવાથી-ઉપેક્ષાની ભાવના કરવાથી વિરાગ પ્રાપ્ત થાય છે, તેનો અભ્યાસ કરે છે. આ પ્રમાણે વિરક્ત બનવાથી તેનું દુ:ખ ક્ષીણ થાય છે. . કર્મવિપાક દુર્વિજ્ઞેય છે. જ્યારે કાળ પાકે છે અને કારણસામગ્રી ઉપસ્થિત હોય છે ત્યારે કર્મનો વિપાક થાય છે. કર્મ બીજતુલ્ય છે. તે પોતાની જાતિ પ્રમાણે વહેલા કે મોડા, અલ્પ યા મહાન ફળ આપે છે. તૃષ્ણા જ કર્મને વિપાક પ્રદાનનું સામર્થ્ય આપે છે. જે તૃષ્ણારહિત બની કર્મ કરે છે, તે કર્મથી લિપ્ત થતો નથી, તેને કર્મના ફળ ભોગવવાં પડતાં નથી.” કર્મ વિપાકની દુર્વિજ્ઞેયતા દર્શાવીને વ્યવહારિક જગતમાં દેખાતી કેટલીક વિસંગતતાઓનું સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તે જણાવે છે કે કેટલાક દુરાચારી અને હિંસક મનુષ્યો અનેક પ્રકારનાં સુખોપભોગમાં રાચતા જોઈ શકાય છે. તે રીતે પુણ્યાચારી મનુષ્યો અતિ કષ્ટ ભોગવતા હોય છે. કર્મના સિદ્ધાંતની દૃષ્ટિએ આ વિસંગતિ જણાય છે. પરંતુ હકીકતોમાં કર્મનો વિપાક સમજવો મુશ્કેલ છે. હિંસક દુરાચારી માણસોનાં પૂર્વકૃત સત્કર્મોનો ઉદય થયો હોવાથી તે સુખસંપત્તિ પ્રાપ્ત કરે છે અને સુગતિ પામે છે. તેવી રીતે પુણ્યાચારી મનુષ્યનાં પૂર્વકૃત દુષ્કર્મોના વિપાકને કારણે તે વર્તમાનમાં દુઃખ ભોગવે છે. પુરાણાં કર્મોના વિપાકને પરિણામે જ આ સ્થિતિ સર્જાય છે, તે વિસંગતિ નથી. 2010_03 Page #52 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના આથી દેવતાઓનો ભય નિર્મૂળ કરવા માટે દૈવી તત્ત્વોને જ નાબૂદ કરવાની આવશ્યકતા હતી દેવતાઓનો આવો ભય નાબૂદ કરવાનો, ઈશ્વર અને દેવતાઓ ઉ૫૨ બધી જવાબદારી ઓઢાડી દેવાને કારણે સ્વપ્રયત્નો કે પુરુષાર્થને બદલે દેવાધીન વલણ પ્રબળ બનશે. બુદ્ધનો હેતુ વિશ્વની વાસ્તવિકતાના સંદર્ભમાં વિશુદ્ધ નીતિમત્તાના નિર્માણનો હોવાથી અનીશ્વરવાદી અભિગમ તેને પોષક બને છે. બુદ્ધનો હેતુ પુરુષાર્થને પ્રેરીને વિશુદ્ધ નીતિમત્તાનું નિર્માણ કરવાનો હતો. ઈશ્વરની અનાવશ્યકતા : બુદ્ધનો ઉપદેશ આ વિશ્વની વાસ્તવિકતાના સંદર્ભમાં થયેલો છે કારણ કે, વસ્તુઓના પ્રાકૃતિક અર્થઘટન સાથે વૈયક્તિક એવા ઈશ્વર અંગેની માન્યતા અહીં સુસંગત રહી શકે તેમ ન હતી. વળી જે ઈશ્વર કાંઈ કરી શકે નહી તેવા ઈશ્વરની ખ્યાલ પણ તદ્દન અનાવશ્યક બની રહે છે. અહીં પ્રેમાળ એવા ઈશ્વર અંગેની માન્યતાનો પણ મેળ બેસતો નથી. વિશ્વની વિષમતાઓ અને દુ:ખ તો કર્મના સિદ્ધાંતથી જ બુદ્ધિગમ્ય બની શકે છે. વિશ્વના પ્રવાહ માટે કોઈ સચેત નિયામકની અત્રે આવશ્યકતા નથી. અશ્વઘોષના ‘બુદ્ધચરિત'માં અનાથપિંડક સાથેના સંવાદમાં બુદ્ધ સ્પષ્ટ કહે છે કે જો ઈશ્વરે વિશ્વનું નિર્માણ કર્યું હોય તો કોઈ દુ:ખપ્રદ પરિવર્તન, કોઈ વિનાશ કે શોક, દુ:ખ વગેરે બાબતોનું અસ્તિત્વ હોવું જોઈએ નહીં, કારણ કે જો સંસારમાં દૃષ્ટિગોચર થતી આવી બાબતો ઈશ્વરનું કાર્ય હોય તો તે પોતે પણ આ બધી પ્રક્રિયાને પાત્ર બને છે. આથી તેને પૂર્ણ સાચી શકાય નહીં. આ ઉપરાંત ઈશ્વરની ઇચ્છા અનુસાર જ બધું થતું હોય તો સદ્ગુણી આચરણનો અર્થ રહેતો નથી. આમ, ઈશ્વરની માન્યતા સદગુણોના વ્યવહાર માટે બિલકુલ ઉપયોગી નથી. ૪૫ જો દુઃખ, શોક વગેરેનું કારણ ઈશ્વર ન હોય તો તે કારણ ઈશ્વર સિવાયનું બીજું કોઈ હશે અને તેથી ઈશ્વરનો ખ્યાલ અપૂર્ણ બનશે. આથી આવા ઈશ્વર અંગેનો ખ્યાલ પણ સ્વીકાર્ય બની શકે તેમ નથી. સ્વતઃ સિદ્ધ મધ્યમ માર્ગ : બુદ્ધ માટે માનવી અને સૃષ્ટિનું સર્જન કોણે કર્યું એ પ્રશ્નનું નહીં પણ નિર્વાણના ધ્યેયને પુરુષાર્થથી પામવા માટે વિશુદ્ધ જીવનની પ્રાપ્તિ કેવી રીતે થાય એ પ્રશ્નનું મહત્ત્વ હતું. ઈશ્વરવાદનું નિરૂપણ કરવાથી દુ:ખક્ષયની સંભાવના રહેતી ન હતી જ્યારે મધ્યમ માર્ગ સ્વતઃ સિદ્ધ અને સ્વતઃ પૂર્ણ હતો. બુદ્ધનો આ અભિગમ અનીશ્વરવાદી છે અને તેમના લાક્ષણિક વલણને અનુરૂપ તે સમયના પ્રચલિત અભિગમો વચ્ચેનો માર્ગ છે. આ અનુસાર સર્વોચ્ચ ઈશ્વર સર્જક હોવાથી પરંપરામાં માન્યતા તથા વિશ્વની વસ્તુઓનો વિકાસ તેની સ્વતંત્ર આંતરિક શક્તિને કારણે થાય છે એવી ભૌતિકવાદીઓની સ્વભાવવાદી માન્યતાનું તેમણે ખંડન કરીને બધું પ્રતીત્યસમુત્પન્ન છે 2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વિવિધા એમ કહીને ક્ષણિકવાદ અને કર્મના નિયમને પ્રયોજયા છે. તેમના મતાનુસાર કર્મને કારણે સંસારમાં વિવિધતા છે; ઈશ્વરને કારણે નહીં. ઈશ્વરની આવશ્યકતા : - બુદ્ધ વિશ્વના પ્રથમ કારણ કે સર્જક કે કર્મના નિયામક તરીકે ઈશ્વરને ઈન્કારે છે. લૌકિક માન્યતાને અનુલક્ષીને તેઓ માનવી અને દેવતાઓ વચ્ચેના વ્યવહાર વિષે કહે છે ત્યારે પણ દેવોને માનવી જેવા જ ગણે છે. આ ભાવનાની સમતલ રહીને તેઓ પોતાના સહિત કોઈ વ્યક્તિવિશેષ કે દેવની આરાધના ન કરવા અનુરોધ કરે છે. પરંતુ માનવીની ધાર્મિક વૃત્તિને કોઈ આલંબનની-ઈશ્વરની આવશ્યકતા રહેતી હોવાથી તેમના વ્યવહારિક ધર્મમાં બુદ્ધને જ પછીથી દેવ તરીકે પૂજવાનું શરૂ થયું હતું. આમ જેમણે પૂર્ણતાનો માર્ગ શોધ્યો અને પોતાના પગલે બીજાઓને ચાલવા માટે શક્ય બનાવ્યો તેમને લોકસમૂહ માટે એકમત આશરો અને એકમાત્ર દેવ તરીકે સ્થાપવામાં આવ્યા હતા. વળી, બ્રાહ્મણ પરંપરામાં દૈવી દરવાજો હાંસલ કરવા કે શુદ્ધિ રાખવા માટે દેવતાઓ પવિત્ર કાર્યો, યજ્ઞો અને તપ કરતા દર્શાવવામાં આવ્યા છે. તેવી રીતે બૌદ્ધ ધર્મનો મોભો વધારવા તેઓ બ્રહ્મા તથા ઇન્દ્ર પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કરે છે તેમ દર્શાવવામાં આવ્યું છે. વળી, જૂના દેવોને, નિર્વાણના ધ્યેયને વરેલા બૌદ્ધ ભિક્ષુથી નીચેની કક્ષા આપીને, સ્વીકારવામાં આવ્યાં છે. આમ, બૌદ્ધદર્શનના વિકાસની પરંપરા ઈશ્વરની આવશ્યકતાને અનુમોદન આપે છે. બૌદ્ધ ધર્મના પાછળથી ઇતિહાસકાળમાં બે મહા પંથ પડ્યા અને તેમાંનો જે મહત્ત્વનો પંથ જે “મહાયાન” નામે ઓળખાય છે, તે તો મહદઅંશે સેશ્વરવાદી છે એમ લગભગ બધા જ સ્વીકારે છે. મહાયાન પંથમાં ગૌતમ બુદ્ધને સાક્ષાત ઈશ્વર કે પરમેશ્વર માની તેમની ભક્તિ ઉપાસનાની વિધિ વિધાનોવાળો ભક્તિમાર્ગને મળતો ઉપાસના કાંડ પૂર્ણ વિસ્તાર પામ્યો છે. હીનયાનમાં ઘણે ભાગે એકલું તત્ત્વજ્ઞાન (ચાર આર્ય સત્યો) અને એ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાના (નિર્વાણની અનુભૂતિ માટેના) સાદા માર્ગો જેવા કે પંચશીલ, અષ્ટશીલ, દશશીલ અને આર્યઅષ્ટાંગ માર્ગો જ ઉપદેશ્યા છે. મહાયાનમાં વિશાળ અર્થમાં આપણે જેને ધર્મ કહીએ છીએ તેનાં સઘળાં તત્ત્વો આવે છે : જેમકે, ભક્તિ, યાગ, સ્વર્ગ નરકાદિની માન્યતા વગેરે. ગૌતમ બુદ્ધ ઈશ્વરનો ઉપદેશ કર્યો ન હતો, બલ્ક અનીશ્વર ધર્મ જ ઉપદેશ્યો હતો એમ કહીએ તો પણ ખોટું નથી. (ઈશ્વરના પ્રશ્ન ઉપર તેમણે મૌન સેવી-કેવળ નીતિ કે સદાચાર પ્રધાન-નિવૃત્તિ માર્ગનો ઉપદેશ આપ્યો હતો.). મહાયાન પંથમાં, બુદ્ધદેવને ઈશ્વર તરીકે માની એમના અનેક અવતારોની તથા એમના દિવ્ય અને નિત્ય સ્વરૂપની ભક્તિ દાખલ થઈ; આ રીતે સ્પષ્ટ થાય છે કે મહાયાન સંપ્રદાય-ભાગવત કે વૈષ્ણવ સંપ્રદાયને ઘણી બાબતમાં મળતો આવે છે . 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મમાં પરમ તત્ત્વની વિભાવના અને ભક્તિ તત્ત્વ જેમ ભાગવત ધર્મમાં પ્રધાન સ્થાને છે, અને ભગવાન વાસુદેવ કૃષ્ણ જે એક ઐતિહાસિક મહાન ધર્મ ઉપદેશક વ્યક્તિ હતા તેમને જેમ પરમેશ્વર માની તેમની પૂજાનો પ્રચાર તેમના પછીના સમયમાં થયો તેવી જ રીતે તથાગણ ગૌતમ બુદ્ધને તેમના નિર્વાણ પછી મહાયાનના તેમના અનુયાયીઓએ તેમને ઈશ્વરના અવતાર તરીકે સ્વીકારી તેમની ઉપાસના ભક્તિ વિવિધ પ્રકારની પૂજા વગેરે ભાગવત ધર્મને મળતાં સેશ્વરવાદી તત્ત્વો દાખલ કર્યા. આ બધામાં ભગવાન બુદ્ધ પ્રત્યેની તેમની નિષ્ઠા ખાસ ધ્યાન ખેંચે છે. વળી બીજું પણ એક મહત્ત્વનું સેશ્વરવાદી તત્ત્વ મહાયાનમાં ખાસ નોંધવા જેવું છે તે એ છે કે સંપ્રદાય ખાલી ભારતમાં જ મર્યાદિત ન રહેતાં ભારતના સીમાડા ઓળંગી સમગ્ર એશિયામાં વ્યાપક બન્યો અને ધીમે ધીમે આજે તો તેણે વિશ્વધર્મનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં બોધિસત્વનું આદર્શ સેવાની અને લોકકલ્યાણની ભાવનાથી સ્વીકાર્યો છે. નિર્વાણનો જે આદર્શ બન્ને પંથોમાં છે તેનો અર્થ ખાલી શૂન્યત્વ અગર નકારાત્મક મોક્ષની કલ્પના નથી. પણ નિર્વાણનો વિધયાત્મક (Positive) અર્થ નીચે પ્રમાણે સ્વીકારાયો છે. “તૃષ્ણા અને તૃષ્ણામાંથી ઉપજતાં “ઉપાદાન” (વિષય-ગ્રહણ) નો નાશ થાય, એટલે પુનર્જન્મન અને પુનર્જન્મ સાથે જોડાયેલાં જરા-મરણ વગેરેનાં દુઃખો શમી જાય. આ દુ:ખ રહિત સ્થિતિ તે નિર્વાણ. નિર્વાણ એટલે બૂઝાઈ જવું. મનુષ્યના હૃદયમાં હું પણું (મિથ્યાભિમાન) અને રાગ દ્વેષ વગેરે જે જે વૃત્તિઓ સળગે છે તેનું બૂઝાઈ જવું.” આ રીતે રાગદ્વેષ રહિત જે ચિત્તની શાન્ત અને તૃષ્ણા કે જગતના પંચ વિષયોની વાસનાથી મુક્ત થઈ પોતાના પરમ ઉચ્ચ સચ્ચિદાનંદ સ્વરૂપની પરમ શાન્તિ અને નીરવ આંતરિક આનંદ અનુભવવો તે આ નિર્વાણ સ્થિતિ અને ભગવદ્ગીતાની સ્થિતપ્રજ્ઞાવસ્થા” એ લગભગ સરખી આધ્યાત્મિક અનુભવની ઉચ્ચ સ્થિતિ છે. આ રીતે ભગવાન બુદ્ધનું ‘નિર્વાણપદ' તથા ગીતાની સ્થિતપ્રજ્ઞની “બ્રાહી સ્થિતિઃ' એ ભારતીય સેશ્વરવાદનું ઉચ્ચતમ આધ્યાત્મિક શિખર છે. હિંદુ ધર્મની ત્રિમૂર્તિની માફક (બ્રહ્મા-વિષ્ણુ-અને શિવ) બૌદ્ધધર્મના આ પંથમાં (૧) મંજુશ્રી (૨) અવલોકિતેશ્વર, અને (૩) વજપાણિ-એ નામના બુદ્ધદેવનાં ત્રણ સ્વરૂપો પૂજાય છે. મંજુશ્રી આ જ્ઞાનની મૂર્તિ છે. અને વિદ્યા એમનામાંથી પ્રગટ થઈ છે. હિંદુ ધર્મમાં વેદ બ્રહ્માના મુખમાંથી નીકળ્યા કહેવાય છે તે રીતે. અવલોકિતેશ્વર એ આ જગતને અવલોકનાર-જોનાર સર્વશક્તિમાન બોધિસત્વ છે. એમણે આ આપણું જગત ઉત્પન્ન કર્યું છે અને એમની જ શક્તિરૂપ વજધારણ કરનાર એક સ્વરૂપ તે વજધર કે વજપાણિ નામે ઓળખાય છે. - હિંદુધર્મમાં અનેક નામ ધરાવતા પણ એક પરમેશ્વર છે. એ પ્રકારનો ઊંડો ગુપ્ત એકેશ્વરવાદ છે તેમ મહાયાન બૌદ્ધધર્મમાં પણ છે. તેમાં ધ્યાનનો, પરોપકારનો અને ઉપદેશનો બહુ મહિમા છે અને તેથી આ ત્રણ કાર્યને માટે પાંચ ધ્યાની બોધિસત્વ 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ | વિવિધા અને પાંચ માનુષી (મનુષ્યરૂપ અવતરેલા) બુદ્ધ માન્યા છે. “અમિતાભ' અથવા અમિતાબ અમાપ આયુષ્યવાળા બુદ્ધ ભગવાન) એ ચોથા ધ્યાની બુદ્ધ છે. એમના બોધિસત્વ તે અવલોકિતેશ્વર અને તેમનું મનુષ્ય રૂપ તે ગૌતમબુદ્ધ. આ સર્વ બુદ્ધોની પાર સર્વનું આદિકારણ-એ આદિબુદ્ધ કહેવાય છે આચાર્ય શ્રી ધ્રુવ લખે છે કે એકલા સંયમનો અને નીતિનો ધર્મ લુખો પડે છે અને મનુષ્યના મનનું ઈશ્વર માનવા તરફ સ્વાભાવિક વલણ છે. તેથી બોદ્ધધર્મમાં બુદ્ધદેવનાં આ વિવિધરૂપો ઈશ્વરને સ્થાને કલ્પાય અને પૂજાય એમાં કોઈ નવાઈ નથી. વળી, ધર્મનું અથવા ધર્મરૂપી મહા શરીર તે “ધર્મકાર્ય કહેવાય છે. આ જગતનું આધારભૂત તત્ત્વ તે “ધર્મકાય' કહેવાય છે. ઉપનિષદમાં જેને “બ્રહ્મ પરમાત્મા કહે છે. તેની મળતી બોદ્ધધર્મના આ “ધર્મકાયની માન્યતા છે. આ ધર્મકાય મૈત્રી અને કરૂણાથી ભરપુર છે. મૈત્રી (સર્વ પ્રાણી પ્રત્યે પ્રેમ) અને કરુણા આ ધર્મનાં મુખ્ય તત્ત્વો છે, અને જેમ બીજા સેશ્વરવાદી ધર્મોમાં એ ગુણો ઈશ્વરના મનાય છે, તેમ બૌદ્ધ ધર્મમાં એ ગુણો ધર્મકાર્યમાં મનાય છે. આ ધર્મકાય પ્રાણીના કલ્યાણ અર્થે શરીર ગ્રહણ કરે છે, ત્યારે “નિર્માણકાય' કહેવાય છે. આ “નિર્માણકાય તે હિન્દુ ભાગવત ધર્મમાં જેને “અવતાર' કહે છે તે. ત્રીજી “સંભોગકાય છે. બુદ્ધ ભગવાનનું આનંદમય સ્વરૂપ તે “સંભોગકાય'. હિન્દુ ભાગવત ધર્મની માફક મહાયાનમાં યાત્રા, વ્રત અને એવા બીજા વિધિ પણ છે. 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ ભૂમિકા અસ્તિત્વવાદ, એબ્સર્ડવાદ, અતિ યથાર્થવાદ, આદિની તત્ત્વવિચારણામાં અને યંત્ર સંસ્કૃતિની યંત્રણામાં દૌર્મનસ્યનો અનુભવ કરતા અર્વાચીન કવિ પરમાત્મશ્રદ્ધા અને ક્યારેક આત્મશ્રદ્ધા પણ ગુમાવી દે છે. તેની સર્જક ચેતના સ્વની અભિજ્ઞા સમજવા-પામવાના સફળ-નિષ્ફળ પ્રયાસો કરતા કાવ્યકેડીએ પગલાં માંડે છે, ત્યારે ક્યારેક પાછળ ફરીને સદીઓ પહેલાંની પૃષ્ઠભૂમિ પર નજર માંડે છે. એ સમયના વાતાવરણમાં ગુંજતા આત્માને પ્રજ્વલિત કરતા મંત્રગાનના સ્વરોને સાંભળવા કાન માંડે છે. જીવનની વિસંવાદિતામાંથી મુક્તિ મેળવવા તે ગાંધીજીની સાથે બુદ્ધ અને ઇસુની તરફ પણ દૃષ્ટિ માંડે છે. બુદ્ધથી પ્રભાવિત કવિઓ ભગવાન બુદ્ધની કરુણા અહિંસા, જગતનાં દુઃખોના શમન માટેની તેમની મહાન તપસાધનાએ અર્વાચીન કવિઓને પ્રભાવિત કર્યા છે. બુદ્ધના જીવનના વિવિધ પ્રસંગો અને તેમના ઉપદેશોનું સારભૂત તત્ત્વ અનેક કવિઓએ કાવ્યમાં નિરૂપ્યું છે. નરસિંહરાવ દિવેટિયાએ ‘બુદ્ધચરિત’નો સળંગ કાવ્યગ્રંથ આપ્યો છે. સુંદરમના બુદ્ધવિષયક કાવ્યો ભાવ અને કાવ્યતત્ત્વની દૃષ્ટિએ સફળ અને નોંધપાત્ર બન્યાં છે. ‘બુદ્ધનાં ચક્ષુ'માં બુદ્ધનું પ્રેમાળ, કારુણ્યસભર વ્યક્તિત્ત્વ તાદ્દશ રીતે આલેખાયું છે. કાવ્યનો આરંભ અત્યંત પ્રભાવક છે : ‘ભલે ઊગ્યાં વિષે નયન નમણાં એ પ્રભુ તણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદ તણી, હસી સૃષ્ટિ હાસે દલ કમલનાં ફુલ્લ બનિયાં' ૪૯ ત્યાર પછી કવિએ સંક્ષેપમાં અન્ય અવતારોનું નિદર્શન કરાવીને બુદ્ધના અવતારનું રહસ્ય પ્રગટ કર્યું છે. ‘પ્રભો ! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યા, નખાત્રે, દંતાગ્રે દમન કરિયું શબ્દ છળથી, સજ્યું કે કોદંડ ગ્રહી પરશુ, ચક્રે ચિત્ત ધર્યું, તમે આ જન્મે તો નયનરસ લઈ અવતર્યા.’ અંતમાં કવિ તેમને ભવ્ય અંજલિ આપતાં કહે છે : 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વિવિધા હવે ના મીંચાશો નયન કદીયે જે ઊઘડિયાં', દયાની ગંગા આ પરમ તપ અંતે ઊતરી તે અખંડા વહેતી રહો, કઠણ તપના સિંચન થકી, વહો ખંડ ખંડે પ્રતિ ઉર વહો તપ્ત જગને” ‘ત્રિમૂર્તિ કાવ્યમાં બુદ્ધને અનુલક્ષીને લખાયેલા કાવ્યખંડમાં બુદ્ધનું જીવનદર્શન અને લોકસંગ્રહાર્થે તેમના સમર્પિત જીવનનું અહોભાવભર્યું નિરૂપણ છે. ધરી આ જન્મથી પ્રણયરસદીક્ષા, તડફતું હતું જે સંતાપે જગત દુખિયું, કિલશ રડતું લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફ મહીં તે વિદ્યા “શાંતિ” વ્હાલાં, રુદન નહિ, બુટ્ટી દુઃખ તણી. પ્રબોઘા પૈર્ય તે વિરલ સુખમત્રો, જગતને નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા પ્રસારી.... પ્રભો, તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે, અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે.' શ્રી સુંદરજી બેટાઈએ ‘સિદ્ધાર્થનું સ્વપ્ન”, “શસ્ત્રસન્યાસ' વગેરે ભગવાન બુદ્ધના જીવનપ્રસંગો પર આધારિત કાવ્યો આપ્યાં છે. “તુલસીદલ'માં તેમણે “ધમ્મપદ'નું ભાષાંતર આપ્યું છે. ગુજરાતી ભાષામાં કવિ કાન્ત, ધૂમકેતુ વગેરેએ પણ પાલિભાષાના બૌદ્ધધર્મના સીમાચિહ્નરૂપ આ ગ્રંથ “ધમ્મપદ’નું ગુજરાતી ભાષાંતર કર્યું છે. હરિશ્ચંદ્ર ભટ્ટના કાવ્ય “બુદ્ધનું ચિત્ર દોરતો અજન્તાનો કલાકાર' બુદ્ધની પ્રણયરસ ભીની કરુણાથી સભર આંખોને રેખાઓમાં ઉતારવા ભગવાન બુદ્ધની જ આશિષ માગે છે : મને યે તું આજે તુજ નયનના એ પ્રણયથી, દયામૂર્તિ ! જે અભય તુજ મુદ્રા કર તણી.' સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ બનનાર અને શાક્યસિંહમાંથી નરસિંહરૂપે જગકલ્યાણાર્થે સતત કાર્યપરાયણ રહેનાર ભગવાન બુદ્ધના પ્રેમ અને અહિંસાના સિદ્ધાંતને જશુભાઈ પટેલે ભગવાન બુદ્ધને' કાવ્યમાં બિરદાવ્યા છે. આજે જયારે ફરી હિંસાનાં દળ વાદળો ઘેરાયાં છે ત્યારે પુનર્જન્મ લઈ “ન વેરથી વેર શમે' મંત્રનું પુનઃ પ્રબોધન કરવા કવિ પ્રાર્થે છે. યુદ્ધથી ત્રસ્ત અંતરની આ વાણી અંજલિરૂપે અર્પાય છેઃ ‘રહો સદા શાન્તિ, ન કો દી યુદ્ધ, સિદ્ધાર્થ છે, હે ભગવાન બુદ્ધ ! 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ આ જ કવિના ‘ખેડૂત' કાવ્યમાં ભગવાન બુદ્ધની ઉપદેશકથાઓમાંની એક જેમાં તેઓ પોતાને ખેડૂત તરીકે ઓળખાવે છે અને પોતે કેવા પ્રકારની ખેતી કરતા હતા તથા તેમનું લક્ષ્ય શું હતું તે સમજાવે છે - એ કથા રજૂ કરવામાં આવી છે. ભગવાન બુદ્ધ આ રીતે પોતાના કાર્યને સમજાવે છે : ‘શ્રદ્ધા તણાં બી, વરસાદ એના પરે સદાચાર તણો થતાં તો પ્રજ્ઞાફળો માનસક્ષેત્રે ફૂટે ! કુકર્મલા હળદંડ મારો, જે બાંધિયો છે મનદોરથી મેં.'.... સ્મૃતિ ચાબૂક મારો, ને સ્મૃતિ એ હળનું ફળ, વિશ્રાન્તિ શાન્તિ છે મારી, સત્ય એ મુજ નીંદણા ઉત્સાહરૂપી બળદો વડે હું, મારું ચલાવું હળ નિત્ય પ્રીતે, નિર્વાણ કેરી દિશા ખેડતો હું, ખેડૂત હું, ખેડૂત સર્વ રીતે !' ‘બોધિસત્વ સુમેધ’ વિશે પણ કવિએ એક કાવ્ય રચ્યું છે. નાથાલાલ દવેનું ‘યશોધરા’ કાવ્ય મહાભિનિષ્ક્રમણના પ્રસંગને નિરૂપે છે. સિદ્ધાર્થનો પરમ અંતરસ્નેહ પામીને જેનું સૌભાગ્ય સાર્થક થયું છે એવી યશોધરા નિદ્રામાંથી જાગૃત થતાં પતિની ખાલી શય્યા જોતાં સ્તબ્ધ બને છે. ‘સહીશ ક્યમ વહાલી વિરહને ?' એમ પૂછતા પતિનું મુખ તેની દૃષ્ટિ સમક્ષ આવે છે. વાતાયને જઈને એ ઊભી રહે છે પણ ક્યાંયથી એ પરિચિત પદધ્વનિ સંભળાતો નથી, સભળાય છે કેવળ વિશ્વની અશ્રુધારે ભીંજાયેલી પતિની આ વાણીના પડઘાઃ ‘ભીંજ્યું મારું હૃદયતલ આ વિશ્વની અશ્રુધારે, પેટાવું હું જીવનદીપ આ સૃષ્ટિના અંધકારે.' છે. પિતા-માતા, પત્ની-પુત્ર અને રાજ્યની સર્વ સમૃદ્ધિ ત્યજીને અખિલ વિશ્વના કલ્યાણ અર્થે ચાલી નીકળેલા ભગવાન બુદ્ધના હૃદયતલમાં વહેતી માનવપ્રેમની સરવાણીનું ચિત્ર કવિ આગળુ આપે છે : ‘રોકે એને ક્યમ પરિજનો ? માતનાં અશ્રુબિંદુ ? હૈયે જેને જગતભરની વેદનાનો હુતાશ, ૫૧ બાંધે એને ક્યમ તનય કે પત્નીનો સ્નેહપાશ ? રત્ને રાજ્યે વિભવ મહીં શેં એનું રોકાય ધ્યાન ? વ્હાલું જેને જનહૃદયના રાજવી કેરું સ્થાન ? હૈયે જેને પુનિત પ્રગટ્યું વિશ્વકારુણ્ય ગાન ?’ કાવ્ય યશોધરા વિશેનું છે, પણ એમાં ગૌતમ બુદ્ધના મનોગતનું ચિત્ર આલેખાયું 2010_03 Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૨ વિવિધા આ ઉપરાંત દેવજી મોઢાનું, પોતાની મર્યાદાની સીમા ઉલ્લંઘીને ગહન અંધારામાં દીવડા પેટાવીને લળી લળીને સ્તૂપની આરતી ઉતારતી “બુદ્ધ દાસી'નું કાવ્ય નોંધપાત્ર છે. આજે ચારેબાજુએ ફેલાઈ રહેલા યુદ્ધના આતંકથી ત્રસ્ત માનવસમાજને શાતા મળી રહે તે માટે ઉમાશંકર જોશી ગાંધીજીની અહિંસાનું સ્મરણ કરીને પુનઃ એક વાર “બારણે બારણે બુદ્ધ નાં દર્શન કરવા ઉત્સુક બને છે. જે ઉપેક્ષાનો ભાવ કેળવીને ભિક્ષુ પ્રજ્ઞા પ્રાપ્તિનો અધિકારી બને છે, તે ઉપેક્ષાનું સહજભાવે થયેલું નિરૂપણ યશવંત ત્રિવેદીની આ પંક્તિઓમાં જોવા મળે છે. નિજ પુદ્ગલ પ્રત્યેનો વિરલ ઉપેક્ષાભાવ અહીં પ્રગટ થયો છે : ગંગાઘાટે હું જ તે મારા અસ્થિનો લઈ કુંભ ઊભો છું, ઓ ગંગા લહર લહર થઈ આવો ! મારા જન્મ જન્મની રાખ તણી ભૂક્ષ્મ લઈ વહી જાઓ ! મારા હિમાલયો નીચે પીગળતા સૂરજનાં સોનેરી ઝરણાં વહી જાઓ !' અહીં મૃત્યુનો વિષાદ નખી, સ્વસ્થભાવે તેનો સ્વીકાર છે. કવિ તેને આવકારે છે. સૂર્યકિરણના સોનેરી રંગમાં પરિવર્તન પામતાં જીવનનું આ દર્શન કવિચેતનાની ઊર્ધ્વ પરિપાટીની ઝાંખી કરાવે છે. અર્વાચીન ગુજરાતી કવિ મૃત્યુ વિશે ચિંતન કરે છે. મૃત્યુથી ઉદ્ભવતું દુઃખ અને વેદનાને વળોટીને તેનું ચિર રહસ્ય પામવા મથે છે, પરંતુ જીવન-મૃત્યુ પ્રત્યેનો આવો ઉપેક્ષાભાવ બૌદ્ધદર્શનની યાદ અપાવે છે જે “ઝેર તો પીધાં છે જાણી જાણી' માં સત્યકામના પાત્રમાં દેખાય છે. પારમિતા અર્થાતુ પરાકાષ્ઠાએ પહોંચવું- પાર ચાલ્યા જવું તે. બૌદ્ધમત અનુસાર પારમિતા આત્મશક્તિની પરમ ચેતના છે. યશવંત ત્રિવેદીનું કંઈક અસંગતિનો આભાસ ઊભો કરતું, પુરાકલ્પનો, કલ્પનો અને પ્રતીકોની સંકુલતા રચતું; છતાં પરમ અર્થને પામવા મથતા કવિના ભીતરને રજૂ કરતું કાવ્ય પારમિતા' બૌદ્ધદર્શનનું સ્મરણ કરાવે છે. તેમનું “મીતા' કરુણામૂલક શાશ્વતી વેદનાનું તો “પારમિતા' વેદનામુક્તિ માટેની ચેતનાનું સ્વરૂપ છે. બોધિવૃક્ષની ભીતર પોઢેલા બુદ્ધના તત્ત્વજ્ઞાનમાંનો શૂન્યવાદ અને ક્ષણિકવાદનો અને તેના સંદર્ભમાં જન્મોજન્મના વાસ્તવનો મર્મ તો “ચીની રેશમી પાણીના કોશેટામાંથી નીકળી'- અર્થાત્ સાંપ્રદાયિકતામાંથી મુક્ત થઈ જવાય તો જ સમજાય. સ્થળ અને સમયની પરિસસીમાઓને પાર કરી શાશ્વતીની ખોજ કરતા 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ ૫૩. કવિ “પારમિતા' નો સાથ માગે છે. તેમની કેટલીક કાવ્યપંક્તિઓ આ સંદર્ભમાં ધ્યાનાર્હ છે : મારે કોઈ દુશ્મનો નથી... તમને તો હથેળીમાં મેં ભાગ્યની જેમ સાચવ્યા છે...” “જે કોઈ પણ માનવીને તિરસ્કારે.... તે આજથી કવિતા ન લખે !' પણ રાઘવ ! એટલું જોજો કે અશ્વમેઘ યજ્ઞ કાજે ધડબડાટતા તમારા અશ્વોની ખરીઓ હવે વાગે નહિ આ રંક ધરતીને કે નક્ષત્રોને..” ‘તમારા યજ્ઞનું ઋત હજો હવે ન અશ્વમેઘ, કિંતુ હો સહસા સંમુખ ફૂટી આવેલી મોહિનીસ્વરૂપ વિશ્વવેદના-પુરુષની પ્રકાશ-ભાષા ને હો નક્ષત્ર-નક્ષત્રોની પ્રલંબિત માન મુખરતા.” કવિ યુદ્ધનો-હિંસાનો સ્પષ્ટ વિરોધ કરે છે. અહીં ભગવાન બુદ્ધ યજ્ઞમાં થતી હિંસાનો ત્યાગ કરવા સૂચવ્યું હતું તેનો નિર્દેશ છે. આ કવિતાઓનો સ્થાયીભાવ કરુણામૂલક શાશ્વતી-વેદના છે. તેમાં કરુણા, મૈત્રી અને મુદિતાની સાથે ઉપેક્ષાનો ભાવ પણ અનુભવાય છે. પ્રતિહિંસામાં મેં કદાચ અહીંના આકાશને લાલ રંગી નાખ્યું હોત ! પણ હું વેદનાના ઋતને જાણું છું દરેક પંખીની હત્યા વખતે એક કવિનું મૃત્યુ થાય છે. એટલે તો આ આકાશમાં મેં પંખીને ન મારવાનો ઢંઢેરો પીટ્યો હતો દોસ્તો ! પણ મારી અપ્રતિહિંસા કરતાં વધારે આદ્ર છે તમારો પ્રેમ ! તમને તો ખબરેય નથી પણ બસસ્ટૉપની કતારોમાં વરસાદનાં ટીપાં લૂછતાં અનાવરણ થઈ ગયેલા તમારા ચહેરાઓમાં ઘણી વાર 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ગીદરડું ખભે નાખીને પસાર થઈ જતા બુદ્ધને મેં જોયા છે.’ હિંસા અને દ્વેષ નહીં પણ મિત્રતા અને કરુણાનું ગાન અહીં સંભળાય છે. કવિ શું ઇચ્છે છે ? .સફાળો બેઠો થઈ બોધિગયાના વૃક્ષની ઘેરઘટા લઈ લક્ષ લક્ષ યોજન લાગી ફાટફાટ વિસ્તરી જઈશ ત્યારે ?...’ ગૌતમ બુદ્ધે જગતમાં માનવપ્રેમની શીતળ સરવાણીને વહેતી કરીને વેર અને ઈર્ષ્યાના અગ્નિને શાંત કરવા મૈત્રીભાવનું જે માહાત્મ્ય દર્શાવ્યું છે તે અહીં ઉલ્લેખનીય છે. બુદ્ધે મૈત્રીભાવનાનું મહત્ત્વ દર્શાવતા કહ્યું હતું કે ‘સંસારના સમસ્ત પ્રાણીઓ ઉત્પન્ન કે ઉત્પન્ન થનાર સુખપૂર્વક વિહાર કરે. કોઈ પણ કોઈની વંચના અથવા અપમાન ન કરે. વૈમનસ્ય અથવા વિરોધને કારણે એકબીજાને માટે દુઃખની ઇચ્છા ન કરે. જેવી રીતે માતા પોતાના જીવનની થોડી પણ ચિંતા કર્યા વગર એકના એક પ્રિય પુત્રની રક્ષા કરે છે, તેવી રીતે મનુષ્યો સર્વ પ્રાણીઓ પ્રત્યે અસીમ પ્રેમની-મૈત્રીની ભાવના રાખે.’ વિવિધા ‘યથા‘પિ પઠવી નામ નિખિતં અસુર્ચિ સુર્ચિ ઉપેકતિ ઊભોપેતે કોપાનુનય વિજ્જતા, તથેવ ત્વમ્પિ સુખદુખે તુલાભૂતા સદા ભવ ઉપેક્ષા પારિમાં ગત્ત્વા સંબોધિં પાપુણિસ્સસી.’ બોધિપ્રાપ્તિ માટે અવૈર અને પ્રેમની ભાવનાની કેળવણી સાથે સુખદુ:ખમાં સમાનદર્શી રહીને ઉપેક્ષાભાવ કેળવવાનો બોધ પણ તેમણે આપ્યો છે. ખૂબ સુંદર દૃષ્ટાંત દ્વારા તે આ ઉપેક્ષાભાવનું મહત્ત્વ સમજાવે છે. - ‘જેવી રીતે પૃથ્વી પોતાની ઉપર ફેંકવામાં આવેલી પવિત્ર કે અપવિત્ર વસ્તુઓ પ્રત્યે પ્રસન્નતા કે ક્રોધરહિત ઉપેક્ષાભાવ રાખે છે તેવી રીતે તમે પણ સુખદુ:ખ પ્રત્યે સમાનદર્શી બનીને ઉપેક્ષાની પરાકાષ્ઠા પ્રાપ્ત કરીને બુદ્ધપદ પ્રાપ્ત કરશો.' 2010_03 આ ઉપેક્ષાભાવનું નિરૂપણ આપણે યશવંત ત્રિવેદીનાં કાવ્યોમાં જોયું. રાષ્ટ્રવ્યાપી અહિંસક સ્વાતંત્ર્યલડતે અનેક ગુજરાતી સાહિત્યકારોને નવેસરથી સત્ય અને અહિંસાનું મૂલ્ય સમજાવ્યું છે. શ્રી રમણલાલ વ. દેસાઈ અને ‘દર્શક’ મનુભાઈ પંચોળીની નવલકથામાં, આ વાણીનો પ્રતિધ્વનિ વારંવાર સાંભળવા મળે છે. તેમણે આત્મસાત કરેલા સત્ય, અહિંસા અને પ્રેમના સંદેશનું નિરૂપણ તેમની કૃતિઓમાં થયેલું જોવા મળે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ યુદ્ધોએ જગતનું કશું જ ભલું કર્યુ નથી, એમ પ્રત્યેક યુદ્ધે સાબિત કર્યું હોવા છતાં યુદ્ધની પરંપરા ચાલુ રાખતા શાસકો અને સત્તાના સંદર્ભમાં શ્રી. ૨.વ.દેસાઈએ ‘પ્રલય’ નવલકથામાં એક નવી જ વિચારસરણી રજૂ કરી છે. યુદ્ધની ભયંકર વિનાશકતાનો તાદ્દશ અનુભવ કરાવતાં વર્ણનો અને યુદ્ધવિરામની અનિવાર્યતા સમજાવતી આ નવલકથામાં તેના નાયકે નવીન સમાજરચના માટે તૈયાર કરેલા દસ્તાવેજમાં જે કલમો લખી છે તે મનનીય છે : ‘...વિજ્ઞાન અને રાજવહીવટે યુદ્ધનો, યુદ્ધનાં સાધનોનો-શસ્રો, સૈનિકો તથા કારખાનાંઓનો સર્વાંગી બહિષ્કાર કરવો. રાષ્ટ્રસંકલન માત્ર વ્યવસ્થા મટી યુદ્ધપ્રેરક બને તો રાષ્ટ્રવાદ પણ જવો જોઈએ...' ‘માનવીને યુદ્ધ ન શોભે... ...' ની પ્રબળ અનુભૂતિ કરાવતી નવલકથા ‘પ્રલય’ એ નવા સમાજમાં ‘માનવી માનવતાને જ વફાદાર, રાજ્યઅંકુશ સમગ્ર માનવતાનો, દેશ, રાષ્ટ્ર કે વિશિષ્ટ પ્રજાનો નહીં..' એમ સ્પષ્ટ સમજાવે છે. ‘જગતમાંથી વેર, ઝેર, ક્રોધ કે ખૂન અદશ્ય થવાં જોઈએ.' સર્જનમાં સંહાર ન હોય' તથા ‘આખું જગત મિત્ર બને'ની ભાવનાને નિરૂપતી નવલકથા ‘ક્ષિતિજ’માં લેખકે ‘આખું જગત બૌદ્ધધર્મ સ્વીકારે' એવું સ્પષ્ટ સૂચન મૂક્યું છે. એ બૌદ્ધધર્મનો માર્ગ એટલે ‘...એક જ અહિંસામય ધર્મ, એટલે પરમ શાંતિ, નિર્વાણના માર્ગે સરળતાભર્યું પ્રયાણ...’ ૫૫ બૌદ્ધધર્મની આ મંગલમયતાનું દર્શન કરાવવાની સાથે નવલકથાકારે મહા સમર્થ બૌદ્ધ તાન્ત્રિક પરિચય દ્વારા તે ધર્મની થયેલી અવનતિ તરફ પણ અંગુલિનિર્દેશ કર્યો છે. શક્તિ-ઉપાસનાની ગૂઢ, ભયાનક અન બીભત્સ ક્રિયાઓ દ્વારા આસપાસના વાતાવરણને ભયજનક બનાવનાર સિદ્ધની શક્તિ અને સિદ્ધિઓ બૌદ્ધધર્મના તાન્ત્રિક સ્વરૂપને રજૂ કરે છે. ‘ગ્રામલક્ષ્મી'માં મહેરુ જેવા બહારવટિયાને અશ્વિન પ્રેમ અને વિશ્વાસથી જીતી લે છે, ત્યાં પ્રેમ જ સર્વવિજયી હોવાની પ્રતીતિ થાય છે અને ગૌતમ બુદ્ધે અંગુલિમાલ જેવા ભયાનક ક્રૂર વ્યક્તિનું જે માનસપરિવર્તન કર્યું હતું તેનું સ્મરણ કરાવે છે. આ સમગ્ર નવલકથામાં ત્યાગ, બંધુત્વ, માનવતા અને પ્રાણીમાત્ર પ્રત્યે સમાન દૃષ્ટિ રાખનાર પ્રેમભાવનું જ સફળ રીતે આલેખન થયું છે. તો ‘ભારેલો અગ્નિ' નવલકથાના કથાનાયક રુદ્રદત્તની એક જ મહાત્વાકાંક્ષા છે, ‘દુનિયાને શસ્ત્રરહિત કરવી, અગર દુનિયામાંથી ચાલ્યા જવું'. ભગવાન બુદ્ધ પ્રાણીઓના નિસાસા પણ સહન કરી શકતા ન હતા. તેમની ગુફાઓમાં જ અસંખ્ય માનવીઓનો સંહાર કરી શકાય એટલાં શસ્ત્ર-અસ્ત્રો અને દારૂગોળો સંતાડનાર રુદ્રદત્ત સ્વાનુભવે જ યુદ્ધની વિભિષિકાને સમજ્યા હતા અને અહિંસાને જીવનમંત્ર બનાવ્યો હતો. 2010_03 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વિવિધા ચોપાસ સળગી ઊઠેલા યુદ્ધના વાતાવરણમાં પણ પોતાના સશક્ત યુવાન અને અનેક શસ્ત્ર-અસ્ત્રો વાપરી શકનાર માનસપુત્ર જેવા શિષ્યને એ કહે છે : “દીકરા, પણ લે કે કોઈ દિવસ હથિયાર ન ઝાલવું'. વેર-ઝેર, શસ્ત્ર, હિંસા અને શત્રુભાવને એ સર્વથા ત્યાજ્યા ગણતા. મૃત્યુને મુખ સામે નિહાળે છે તે સમયનો તેમના શિષ્ય સાથેનો આ સંવાદ નોંધપાત્ર છે. રુદ્રદત્તનો શિષ્ય યંબક તેમને કહે છે : “મારા ગુરુ ઉપર હાથ ઉપાડનારનો સંહાર કરીને હું શસ્ત્ર વેગળું મૂકી દઈશ.” તરત રુદ્રદત્ત કહે છે : જા ઘેલા, રુદ્રદત્તનું તર્પણ વેર લઈને થાય?” ત્યારે શી રીતે થાય ?' હાથમાંથી શસ્ત્ર ત્યજીને અને મનમાંથી ઝેર ત્યજીને, એ પણ જે લે તે મારા દેહને અગ્નિદાહ કરે; એ પણ લેનાર કોઈ ન મળે તો મારા દેહને એમનો એમ છોડી દેજો...” રુદ્રદત્તના આ શબ્દો બૌદ્ધદર્શનના સંદર્ભે પણ મનનીય છે. યુદ્ધની ભયંકરતા સમજાવતા આ નવલકથામાં શ્રી ર.વ.દેસાઈએ એક મૂળભૂત વિચાર રજૂ કર્યો છે : માનવી પશુ ન બને તો તને શસ્ત્રની જરૂર શી છે ?' માનવીએ પશુ ન બનવું અર્થાત્ તામસિક વૃત્તિઓ ઉપર, સર્વ પ્રકારની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો. સર્વ પ્રકારનાં સુખદુ:ખથી પર બનીને પરમ પ્રજ્ઞાને પ્રાપ્ત કરીને વિહરવું એ જ એકમાત્ર માર્ગ છે - માનવજાતના વિજયનો-જે ભગવાન બુદ્ધ વારંવાર ઉપદેશ્યો છે. - શ્રી રમણલાલ દેસાઈની નવલકથાઓ પ્રેમ, અહિંસા, સત્યનો સંદેશ આપવાની સાથે યુદ્ધની પ્રવૃત્તિ અટકાવી દેવાની સતત હિમાયત કરે છે. તેવી જ રીતે શ્રી મનુભાઈ પંચોળી- દર્શકે – “દીપનિર્વાણ” અને “ઝેર તો પીધાં છે જાણી જાણી'માં વિશ્વવ્યાપી માનવપ્રેમનું નિરૂપણ બૌદ્ધધર્મના સંદર્ભમાં જ કરેલું જોવા મળે છે. દીપનિર્વાણ' માં બૌદ્ધકાલીન ગણરાજ્યોનાં વર્ણન સાથે માનવમનની વૃત્તિઓનું પરિમાર્જન થતાં અનુભવાતી શાંત પ્રસન્નતાનું મનનીય આલેખન છે. ઝેર તો પીધાં છે જાણી જાણી' તો પ્રસિદ્ધ વિવેચક શ્રી ડોલરરાય માંકડ તેની પ્રસ્તાવનામાં જણાવે છે તે પ્રમાણે ‘બૌદ્ધધર્મના મહાયાન પંથમાં જે બતાવેલી ચાર બ્રહ્મવિહારો મૈત્રી, કરુણા મુદિતા અને ઉપેક્ષાની ભાવના ઉપર જ. “...ઝેર તો પીધાં છે જાણી જાણી'ની નવલકથા ગૂંથી છે. માનવવિકાસનાં વ્યક્તિ તેમ જ સમષ્ટિનાં આ ચાર પગથિયાં છે. માનવજીવનમાં આવો વિકાસ શક્ય છે તે બતાવવાને મનુભાઈએ આ નવલકથા લખી છે; હું તો આને આ દૃષ્ટિએ જોઉં છું.” 2010_03 Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ ૫૭ નવલકથાનાં મુખ્ય પાત્રો ગોપાળબાપા, રોહિણી અને સત્યકામમાં તો આ ભાવનાઓનો સ્પષ્ટ વિકાસ જોઈ શકાય છે. હેમંતને સર્પ દંશ દે છે, ત્યારે તેનું ઝેર ચૂસી લેતી રોહિણીમાં આ મૈત્રી અને કરુણાની ભાવનાનો સૌ પ્રથમ પરિચય મળે છે. તેના આ ગુણનો વિકાસ થવાનો છે એમ લેખક આરંભથી જ સૂચવે છે. વાડીનાં પશુપંખી પણ તેની સાથે તદાકારતા અનુભવે છે. બેરિસ્ટર, રેખા, અશ્રુત બધાંની સાથે તે મૈત્રી અને કરુણાના સ્તર પર જ વિહરે છે. મુદિતા અને ઉપેક્ષાની ભાવનાનો વિકાસ તેનામાં થયો નથી. સત્યકામ જતાં તેનો આનંદ લોપ પામે છે, કર્તવ્યના ભાનથી તે સર્વ કાર્યો કરે છે, પરંતુ તેનામાં મુદિતા નથી. હેમંત સાથેના લગ્નમાં પણ કરુણાનો ભાવ છે. આ અનાસક્તિ અને ઉપેક્ષાનો ભાવ ગોપાળબાપા પછી સત્યકામમાં વિકસેલો જોઈ શકાય છે. ગંગાનદીના અફાટ જળરાશિમાં નીચે ને નીચે ઊતરતો જતો સત્યકામ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે : “મોતની નજીક તો હું અવારનવાર ગયો છું, પણ તે દિવસે જે “નિર્ભયતા હતી, તે જાણે વિરલ હતી. હું જાણે કોઈ બીજાને ડૂબતો જોઈ રહ્યો હતો. તેમાં જાણે જોવાનો આનંદ આવતો હતો.' આ ઉપેક્ષાવૃત્તિનું સ્પષ્ટ દૃષ્ટાંત છે. હેમંતની પ્રકૃતિ પણ અતિ સાત્વિક છે. ઈસુના જીવનસંદેશે જીવતી ક્રિશ્ચાઈનમાં મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાએ દરેક ધર્મ મૂર્ત થયો છે. તેનું આખું જીવન સમર્પિત છે. ભગવાન બુદ્ધની પ્રશસ્તિ અને તેમણે દર્શાવેલા મધ્યમ માર્ગ વિશેના વૉલ્ટર રેથન્યુના આ શબ્દો નોંધપાત્ર છે. : “બુદ્ધ ! અહોહો ! શું મહાપ્રજ્ઞ પુરુષ ! વિસ્તીર્ણ મહાવૃક્ષ ! એમની વિરલતા એ છે કે તેઓ જગતનો સ્વીકાર પણ કરે છે. હું ધારું છું કે બુદ્ધ એ પહેલા મહાપુરુષ છે કે જેમણે દુનિયાનાં સુખોનો સમૂળગો નકાર કર્યો નથી. છતાં દુન્યવી સુખોની પાછળ પડીને તેને દુઃખમાં પલટી નાખવા સામે પણ તેમણે ચેતવણી આપી છે. મધ્યમ માર્ગની વાત સાચી છે. પરંતુ લોકોને સંપૂર્ણ વિરોધ પણ સમજાય છે અને સંપૂર્ણ શરણાગતિ પણ સ્વીકાર્ય છે પણ આંશિક સ્વીકાર અને આંશિક અસ્વીકાર તેમને સમજાતાં નથી.” માનવતાના વહેતા ઝરણા સમી ‘દર્શક’ની આ નવલકથામાં સ્થવિર શાંતિમતિએ સત્યકામના હૃદયમાં પ્રગટાવેલી બૌદ્ધધર્મની જ્યોતિનો પ્રકાશ યુદ્ધગ્રસ્ત વિશ્વને પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. ગુજરાતી નિબંધ, નાટક અને અન્ય સાહિત્યમાં પણ બૌદ્ધધર્મનો પ્રભાવ જોઈ શકાય છે. તેમાં મુખ્યત્વે ભગવાન બુદ્ધનાં જીવનચરિત્રો, બૌદ્ધદર્શન વિશેનાં પુસ્તકો અને “ધર્મોપદ' વગેરે કેટલાંક ગ્રંથોના અનુવાદો નોંધપાત્ર છે. ગૌતમ બુદ્ધ ઉદબોધેલી અહિંસા અને વિશાળ માનવપ્રેમ વિશેની ભાવના તો અનેક સાહિત્યિક કૃતિઓમાં પ્રતિબિંબિત થયેલી છે. 2010_03 Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અંગુલિમાલ સૂત્ર (અનુવાદ) મેં આ પ્રમાણે સાંભળ્યું : એક સમયે ભગવાન શ્રાવસ્તીમાં અનાથ-પિંડિકના આરામ જેતવનમાં વિહાર કરી રહ્યા હતા. તે સમયે રાજા પ્રસેનજિતના રાજ્યમાં, એક ભયંકર, રક્તથી રંગાયેલા હાથવાળો, હત્યા કરવામાં સંલગ્ન અને મનુષ્યો તથા પ્રાણીઓ પ્રત્યે અતિ નિર્દય વ્યવહાર કરનાર અંગુલિમાલ નામનો લૂંટારો અનેક પ્રકારના અત્યાચાર કરતો હતો. તેણે ગામ, પ્રદેશો અને જનપદોને ઉજ્જડ કરી નાખ્યાં હતાં. તે સમયે ભગવાન મધ્યાહ્ન વેળાએ વસ્ત્ર ધારણ કરીને પાત્ર-ચીવર લઈને શ્રાવસ્તીમાં ભિક્ષા માટે પ્રવેશ્યા. શ્રાવસ્તીમાં ભિક્ષા ગ્રહણ કરીને, ભોજનવિધિ પતાવીને શયનાસન લઈને, જ્યાં ડાકુ અંગુલિમાલ રહેતો હતો તે માર્ગ પર આગળ વધ્યા. ગોવાળો, પશુપાલકો, કૃષકો અને પથિકોએ ભગવાનને અંગુલિમાલના નિવાસ તરફના માર્ગે જતા જોયા. તે જ જોઈને તેમણે કહ્યું : વિવિધા ‘હે શ્રમણ, આ માર્ગે ન જાઓ ! આ માર્ગમાં અંગુલિમાલ નામનો ડાકુ રહે છે. તેણે ગામ પ્રદેશો અને જનપદોને ઉજ્જડ કરી નાખ્યાં છે. તે મનુષ્યોને મારીને તેમની આંગળીઓની માળા બનાવીને પહેરે છે. હે શ્રમણ, આ માર્ગ ઉપર વીસ વીસ, ચાળીસ કે પચાસ પુરુષો ભેગા મળીને પણ આગળ જઈ શકતા નથી. જાય તો અંગુલિમાલના અત્યાચારનો ભોગ બની જાય છે.' આ સાંભળીને પણ ભગવાન મૌન ધારણ કરીને આગળ વધતા રહ્યા. ગોવાળો, ખેડૂતો, રાહગીરો વગેરેએ બીજીવાર અને ત્રીજીવાર કહેવા છતાં ભગવાન આગળ વધ્યા. ડાકુ અંગિલમાલે દૂરથી જ ભગવાનને આવતા જોયા. જોઈને તેણે વિચાર્યું કે અહો ! અદ્ભુત, આ રસ્તા ઉપર દસ, વીસ કે પચાસ પુરુષો પણ સાથે મળીને આવવાની હિંમત કરતા નથી અને આવે છે તો મારા હાથમાં સપડાઈ.જાય છે અને આ શ્રમણ એકલો, કોઈને પણ સાથે રાખ્યા વગર, મારી અવગણના કરીને સામે ચાલ્યો આવે છે. આ શ્રમણને હું શા માટે જાનથી ન મારી નાખું ? અંગુલિમાલ આમ વિચારીને ઢાલ-તલવાર લઈને, ધનષ્ય ૫૨ તીર ચઢાવીને ભગવાનની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ત્યારે ભગવાને પોતાનું યોગબળ પ્રગટ કર્યું. ડાકુ અંગુલિમાલ વેગથી દોડવા છતાં સામાન્ય ગતિથી ચાલતા ભગવાનને પકડી શકતો ન હતો. તેથી અંગુલિમાલે આશ્ચર્ય અનુભવ્યું. આશ્ચર્ય અદ્ભુત ! પહેલાં તો તું દોડતા હાથીને, ઘોડાને, મૃગને પણ પકડી પાડતો હતો અને આજે વેગથી દોડવા છતાં આ સામાન્ય ગતિથી ચાલતા શ્રમણ સુધી હું પહોંચી શકતો નથી.’ તે ઊભો રહી ગયો અને ભગવાનને સંબોધીને બોલ્યો : 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ અંગુલિમાલ સૂત્ર પ૯ હે, શ્રમણ ઊભો રહે !' “હે અંગુલિમાલ, હું તો સ્થિર ઊભેલો જ છું પણ તું સ્થિરતારહિત છું.” ત્યારે અંગુલિમાલે વિચાર્યું કે બહુધા આ શાક્યપુત્રીય શ્રમણો સત્યવાદી, સત્ય પ્રતિજ્ઞાવાળા હોય છે પરંતુ આ શ્રમણ ચાલે છે છતાં કહે છે કે “હું ઊભેલો છું !” તો હું એ શ્રમણને જ શા માટે ન પૂછું ? ત્યારે અંગુલિમાલે ગાથાઓમાં ભગવાનને કહ્યું : “શ્રમણ ! ગતિમાન હોવા છતાં “સ્થિત છું' એમ કહે છે. હું જે સ્થિર ઊભો છું તેને “અસ્થિત’ કહે છે, શ્રમણ તને આ વાત પૂછું છું, તું કેવી રીતે સ્થિત અને હું કેવી રીતે અસ્થિત છું ?' અંગુલિમાલ, સર્વ પ્રાણીઓ પ્રત્યેના દ્વેષનો ત્યાગ કરવાથી હું ‘સ્થિત' છું. અને પ્રાણીઓ પ્રત્યેનું તારું વર્તન અસંયમી હોવાથી તું “અ-સ્થિત છું.” આ સાંભળીને અંગુલિમાલ સ્તબ્ધ બની ગયો ! “મને મહર્ષિનું પૂજન કરતા વિલંબ થયો. આ શ્રમણ મહાવનમાં મળી ગયો. તેથી હુ આ ધર્મયુક્ત ગાથા સાંભળીને દીર્ઘકાળનાં પાપકર્મોનો ત્યાગ કરું છું.” આ પ્રમાણે કહીને ડાકુએ તલવાર અને હથિયાર છોડીને પ્રવાહમાં અને નાળામાં ફેંકી દીધાં. ડાકુએ સુગતની ચરણવંદના કરી અને ત્યાં જ તેમની પાસે પ્રવજયા માગી. બુદ્ધ જે કરુણામય મહર્ષિ અને દેવ-મનુષ્યોના શાસ્તા છે, તેઓ બોલ્યા, “આવ, ભિક્ષુ છે અને ત્યાં તે સંન્યાસી બન્યો. ત્યારબાદ અંગુલિમાલને અનુગામી શ્રમણ તરીકે રાખીને ભગવાન શ્રાવસ્તીમાં ચારિકા માટે પ્રવેશ્યા. શ્રાવસ્તીમાં ભગવાન અનાથપિડિકના આરામ જેતવનમાં વિહાર કરતા હતા. તે સમયે રાજા પ્રસેનજિતના મહેલના દ્વાર પાસે ઘણા લોકો એકત્રિત થયા હતા. ત્યાં ઘણો કોલાહલ થયો હતો- “હે રાજા, તારા રાજમાં ભયંકર, રક્તથી રંગેલા હાથવાળો, પ્રાણીઓ અને મનુષ્યો ની હત્યા કરનાર, દૂર એવો ડાકુ અંગુલિમાલ રહે છે. એણે અનેક ગ્રામો, નગરો અને જનપદોને ઉજ્જડ કરી નાખ્યાં છે. તે મનુષ્યોને મારી નાખીને આંગળીઓની માળા પહેરે છે. હે રાજા ! તમે એને રોકો !' ત્યારે રાજા પ્રસેનજિત કોસલ પાંચસો ઘોડેસ્વારો સાથે મધ્યાહ્લે શ્રાવસ્તીમાંથી નીકળીને જેતવન આરામમાં ગયા. જ્યાં સુધી રથ જઈ શકતો હતો ત્યાં સુધી રથમાં જઈને પછી રથમાંથી ઊતરીને ચાલીને ભગવાનની સમીપે ગયા. ભગવાનને અભિવાદન કરીને એક બાજુએ બેઠા. રાજા પ્રસેનજિતને ભગવાને કહ્યું : “હે મહારાજ, તારે રાજા માગધ શ્રેણિક બિંબિસાર સાથે દુશ્મનાવટ ઊભી થઈ કે વૈશાલિક લિચ્છિવીઓ સાથે ? કે પછી બીજા કોઈ રાજા સાથે ?' 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ FO વિવિધા ‘ભન્ત ! મારે મગધનરેશ કે વૈશાલિક લિચ્છિવીઓ કે અન્ય કોઈ રાજાઓ સાથે દુશ્મનાવટ ઊભી થઈ નથી. મારા રાજ્યમાં અંગુલિમાલ નામનો ભયંકર ડાકુ રહે છે, તેનો નાશ કરવા હું જઈ રહ્યો છું.” - “હે મહારાજ, જો તું અંગુલિમાલને દાઢી-મૂંછનું મુંડન કરાવેલો, કાષાય વસ્ત્રો ધારણ કરેલો, ગૃહત્યાગ કરીને પ્રવજિત થયેલો, પ્રાણ-હિંસા-વિરત, અદત્તાદાનવિરત, મૃષાવાદવિરત, એકાહારી, બ્રહ્મચારી, શીલવાન અને ધર્માત્માના રૂપમાં જુએ તો તારો પ્રત્યાઘાત કેવો હોય ?' હે ભત્તે, અમે તો તેનો આદર સત્કાર કરીએ. તેને આસન, ચીવર, પિંડપાત, શયનાસન, ગ્લાન-પ્રત્યય, ભેષજય, ઔષધિય સાધનો માટે નિમંત્રણ આપીશું. એના ધર્મકાર્યની રક્ષા કરીશું પરંતુ હે ભત્તે ! એવો અતિ દુશ્ચરિત્ર, પાપી એવો અંગુલિમાલ આવો શીલવાન અને સંયમી કેવી રીતે બનશે ?' તે સમયે આયુષ્યમાન અંગુલિમાલ ભગવાનની નજીક જ બેઠો હતો. ભગવાને તેનો જમણો હાથ પકડીને કહ્યું : “હે રાજા, આ જ છે અંગુલિમાલ !' આ સાંભળીને રાજા પ્રસેનજિત ભયભીત બની ગયો. સ્તબ્ધ થયો અને તેનાં સંવાડાં ઊભાં થઈ ગયાં, ત્યારે ભગવાને રાજાને કહ્યું : “હે મહારાજ ! ભયભીત ન થાવ ! ડરો નહિ, હવે એનાથી ભય રાખવાનું કોઈ કારણ નથી.' તે સાંભળીને રાજા પ્રસેનજિત કોશલનો. ભય દૂર થઈ ગયો. તે આયુષ્યમાન અંગુલિમાલ પાસે ગયો અને પૂછ્યું : “તું આર્ય અંગુલિમાલ છે ?” હા, મહારાજ !' ‘તારા પિતા કયા ગોત્રના હતા ? અને માતા કયા ગોત્રની હતી ? મહારાજ ! પિતાનું માગ્યું અને માતાનું ગોત્ર મૈત્રાયણી હતું.' આર્ય ગાગૃ-મૈત્રાયણી પુત્ર અભિરમણ કરે ! હું આર્ય ગાગ્ય-મૈત્રાયણી પુત્રની ચીવર, પિંડપાત, શયાનાસન, ગ્લાન-પ્રત્યય-ભેષજય વગેરથી સેવા કરીશ.” તે સમયે આયુષ્યમાન અંગુલિમાલ આરણ્યક, પિંડપાતિક, પાંસ-કૂલિક, ત્રિચીરિક હતા. તેમણે રાજાને કહ્યું : મહારાજ, મારી પાસે ત્રણે ચીવર છે.” ત્યારે રાજા પ્રસેનજિત કોસલ જયાં ભગવાન હતા, ત્યાં ગયા. ત્યાં જઈને ભગવાનને અભિવાદન કરીને એક બાજુએ બેઠા અને ભગવાનને કહ્યું : - “આશ્ચર્ય ભત્તે ! અદ્ભુત ભજો ! હે ભત્તે ! કેવી રીતે ભગવાન અદાંતનું દમન કરે છે, અશાંતને શાંત બનાવે છે, જે પરિનિવૃત્ત નથી તેને પરિનિર્વાણને માર્ગે લઈ જાય છે ? ભગવાન ! જેને અમે દંડથી કે શસ્ત્રથી પણ વશ કરી શક્યા નહિ, તેને 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ અંગુલિમાલ સૂત્ર તમે શસ્ત્ર વગર પરાજિત કરી શક્યા. ભલે ભત્તે ! હવે હું જઈશ. હજુ ઘણાં કર્તવ્યો કરવાના બાકી છે.” “મહારાજ ! તને જેમ યોગ્ય લાગે તેમ કર !' ત્યારે રાજા પ્રસેનજિત આસનેથી ઊઠીને, ભગવાનને અભિવાદન કરીને પ્રદક્ષિણા કરીને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે આયુષ્યમાન અંગુલિમાલે પૂર્વાહ્ન સમયે પાત્ર-ચીતર લઈને શ્રાવસ્તીમાં ભિક્ષા લેવા માટે પ્રવેશ કર્યો. શ્રાવસ્તીમાં કોઈ એક સ્થળે વધુ સમય રોકાયા સિવાય ભિક્ષા લેતાં લેતાં આયુષ્યમાન અંગુલિમાલે એક મૃત ગર્ભને ધારણ કરેલી સ્ત્રીને જોઈ. તેને જોઈને અંગુલિમાલે વિચાર્યું : “અરે, પ્રાણીઓ દુ:ખ ભોગવી રહ્યાં છે ! અરે, પ્રાણીઓ દુ:ખ ભોગવી રહ્યાં છે !” અંગુલિમાલ ભિક્ષાટન કરીને ભોજનવિધિ પતાવીને જયાં ભગવાન હતા ત્યાં ગયો. તેમને અભિવાદન કરીને એક બાજુએ બેસીને કહ્યું : ભગવાન, હું પૂર્વાહ્ન સમયે શ્રાવસ્તીમાં ભિક્ષા માટે પ્રવેશ્યો ત્યારે મૃત ગર્ભને ધારણ કરેલી એક સ્ત્રીને જોઈ. તેને જોવાથી મને વિચાર આવ્યો કે “અરે, પ્રાણીઓ દુ:ખ ભોગવી રહ્યાં છે ! અરે, પ્રાણીઓ દુ:ખ ભોગવી રહ્યાં છે !' તો અંગુલિમાલ, જયાં તે સ્ત્રી છે ત્યાં જા ! ત્યાં જઈને એ સ્ત્રીને કહે, “હે ભગિની ! જો મેં જન્મથી જ પ્રાણીવધ કરવાનું ન જાણ્યું હોય તો તે સત્યથી તારું મંગળ થાવ, ગર્ભનું મંગળ થાવ.” ભત્તે ! હું આ પ્રમાણે કર્યું તો તો હું જાણીને જ જૂઠું બોલ્યો છું એમ ગણાશે. ભજો, મેં જાણીને જ ઘણાં પ્રાણીઓનો વધ ક્યો છે.” “અંગુલિમાલ, તું જયાં એ સ્ત્રી છે, ત્યાં જા. જઈને કહે, “હે ભગિની, જો મેં આર્ય જન્મ ધારણ કરીને, જાણી-સમજીને મેં પ્રાણીવધ ન કર્યો હોય તો આ સત્યને કારણે તારું મંગળ થાવ ! ગર્ભનું મંગળ થાવ ! “સારું ભત્તે !” કહીને આયુષ્યમાન અંગુલિમાલ તે સ્ત્રી પાસે ગયો અને ઉપરોક્ત વચનો કહ્યાં, તેથી સ્ત્રી અને ગર્ભની સુરક્ષા થઈ. આયુષ્યમાન અંગુલિમાલે એકાકી, અપ્રમત અને સંયમપૂર્વક વિહાર કરતાં કરતાં થોડા જ સમયમાં, જેને માટે કુલપુત્રો ગૃહત્યાગ કરીને પ્રવજયા ધારણ કરે છે, તે સર્વોત્તમ બ્રહ્મચર્ય-ફળને પ્રાપ્ત કરીને, આ જન્મમાં સ્વયં જાણીને, સાક્ષાત્કાર કરીને વિહરવા લાગ્યા. “જન્મનો ક્ષય થયો, બ્રહ્મચર્યપાલન કરી લીધું, જે કરવાનું હતું તે કરી લીધું, હવે અહીં કશું કર્તવ્ય રહ્યું નથી– એમ જાણી લીધું. આયુષ્યમાન અંગુલિમાલ 2010_03 Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૨ વિવિધા અહંતોમાંના એક બન્યા. આયુષ્યમાન અંગુલિમાલ પૂર્વાહ્ન સમયે પાત્ર-ચીવર લઈને શ્રાવસ્તીમાં ભિક્ષા માટે પ્રવેશ્યા ત્યારે કોઈ બીજાએ ફેંકેલો ઢેખાળો તેમના શરીર પર વાગ્યો. કોઈએ મારેલી લાકડી તેમને વાગી કે શરીર પર કાંકરાના ઘા થવા લાગ્યા. ત્યારે જેના શરીરમાંથી રક્ત વહી રહ્યું છે, મસ્તકમાં ઘા વાગ્યો છે, જેનું પાત્ર તૂટી ગયું છે, સંઘાટી ફાટી ગઈ છે, તેવા આયુષ્યમાન અંગુલિમાલ ભગવાન પાસે આવ્યા. ભગવાને દૂરથી જ તેમને આવતા જોયા અને કહ્યું : બ્રાહ્મણ ! તે આ માર, આઘાતો સહન કરી લીધા ! બ્રાહ્મણ તે આ આઘાતો સહન કરી લીધા. જે કર્મફળને માટે અનેકાનેક હજારો વર્ષ નર્કની યાતના ભોગવવી પડે તે કર્મવિપાક તું આ જન્મમાં જ ભોગવી રહ્યો છું.” ત્યારે આયુષ્યમાન અંગુલિમાલે એકાંતમાં ધ્યાનાવસ્થિત થઈને વિમુક્તિસુખનો અનુભવ કરતાં કરતાં તે જ સમયે આ સુ-વચનો કહ્યાં : જે પહેલાં અર્જિત કરે છે, પછી તેનું માર્જન કરે છે તે મેઘથી મુક્ત ચંદ્રમાની જેમ આ જગતને પ્રકાશિત કરે છે. જેનાં પાપકર્મો પુણ્યકાર્યથી નાશ પામે છે, તે મેઘથી મુક્ત ચંદ્રમાની જેમ આ જગતને પ્રકાશિત કરે છે. સંસારમાં જે તરુણ ભિક્ષુ બુદ્ધ શાસનમાં જોડાય છે. તે મેઘથી મુક્ત ચંદ્રમાની જેમ આ જગતને પ્રકાશિત કરે છે. દિશાઓ મારી ધર્મકથાને સ્વીકારે, જે સંત પુરુષો ધર્મનો જ પ્રચાર કરે છે તેનું દિશાઓ સેવન કરે. દિશાઓ મારા શાંતિવાદીઓ, મૈત્રી-પ્રશંસકોના ધર્મને સમય સમય પર સાંભળે અને તે અનુસાર વ્યવહાર કરે. તે મને અથવા બીજા કોઈને પણ હણશે નહિ, તે પરમ શાંતિને પામીને સ્થાવર-જંગમની રક્ષા કરશે. જેવી રીતે મશકવાળા પાણી લઈ જાય છે, બાણ બનાવનાર બાણને સીધું કરે છે, સુથાર લાકડાને છોલીને ઉપયોગને યોગ્ય બનાવે છે, " તેવી રીતે પંડિતો પોતાનું દમન કરે છે. કોઈ દંડથી દમન કરે, કોઈ શસ્ત્ર કે ચાબુકથી ! તથાગત દ્વારા હું દંડ કે શસ્ત્ર કે ચાબુક વગર જ દમિત (વશમાં) કરાયો છું. પહેલા હું “હિંસક' નામે ઓળખાતો હતો. આજે હું અહિંસક છું. 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ અંગુલિમાલ સૂત્ર આજે મારું નામ યથાર્થ છે, હું કોઈની પણ હિંસા કરતો નથી. પહેલાં હું અંગુલિમાલ નામનો પ્રસિદ્ધ ચોર હતો. ધસમસતા પૂરમાં ડૂબી જતો હું બુદ્ધના શરણમાં આવ્યો છું. પહેલાં હું અંગુલિમાલ નામથી પ્રસિદ્ધ, રક્તથી રંગાયેલા હાથવાળો હતો. પણ હવે શરણાગતિનું ફળ જુઓ ! ભવ-જાળ સંકેલાઈ ગઈ છે. દુર્ગતિ કરાવનારાં અનેક પાપકર્મોના ફળથી લિપ્ત એવો હું, આજે કર્મવિપાકથી મુક્ત બનીને ભોજન કરું છું. મૂર્ખ મનુષ્યો પ્રમાદી બની જાય છે, મેધાવી પુરુષો ઉદ્યોગીપણાની, ઉત્તમ ધનની જેમ રક્ષા કરે છે. પ્રમાદી ન બનો. કામ અને તૃષ્ણાનો સંગ ન કરો. સતત ઉદ્યોગનિરત રહીને ધ્યાન કરનાર પુરુષ વિપુલ સુખ પ્રાપ્ત કરે છે. અહીં મારું આગમન કલ્યાણકારી છે, અકલ્યાણકારી નથી, આ મારી મંત્રણા દુર્ભત્રણા નથી. જ્ઞાનપ્રાપ્તિ કરાવનાર ધર્મમાં જે શ્રેષ્ઠ છે તે નિર્વાણ મેં મેળવી લીધું છે. મારું અહીં આગમન કલ્યાણકારી છે, અકલ્યાણકારી નથી, આ મારી દુર્મત્રણા નથી, મેં ત્રણ વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી છે, બુદ્ધના શાસનનું પાલન કરી લીધું છે. 2010_03 Page #71 -------------------------------------------------------------------------- ________________ ६४ વિવિધા પ્રાચીન ગણરાજ્યોના સંદર્ભમાં લોકકર્તુત્વ વિશેની ગૌતમ બુદ્ધની વિભાવના અર્વાચીન રાજયનીતિજ્ઞોએ સરમુખત્યારશાહી, રાજાશાહી એમ વિવિધ પ્રકારની રાજયવ્યવસ્થાનું પર્યાવેક્ષણ કરીને વ્યક્તિ અને સમષ્ટિનો ઉત્કર્ષ લોકશાહી પરંપરાથી ચાલતી રાજ્યવ્યવસ્થામાં નિહાળ્યો છે. ભારત જેવા વિશાળ દેશમાં નાનાં ગામડાંઓના અદના નાગરિક પોતાના હક તથા ફરજ પ્રત્યે જાગ્રત અને સક્રિય રહીને શાસનવ્યવસ્થામાં ભાગ લઈ શકે તેવી વ્યસ્થા પંચાયતી રાજ દ્વારા સૂચવવામાં આવી છે. વર્તમાનની આ આપણી રાજ્યવ્યવસ્થાને અતીતના સંદર્ભમાં અત્રે રજૂ કરવામાં આવી છે. આપણા ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણ અક્ષરે લખાયેલાં પાનાંઓનો ફરી એકવાર અભ્યાસ કરીશું તો જણાશે કે, લોકોનું, લોકો વડે અને લોકો માટેનું (of the People, by the People and for the People) 2014 g 241431 કહીએ છીએ તેવી જીવંત શાસનપરંપરાને આપણાં પ્રાચીન ગણરાજ્યોમાં અનુસરવામાં આવતી હતી. પરંતુ આ શાસનપરંપરા ત્યાં સુધી જ સફળ બની રહી, જયાં સુધી ગૌતમ બુદ્ધ પ્રેરિત લોકકર્તુત્વની આજના સંદર્ભમાં કહીએ તો નાગરિકોની ફરજની ભાવના તત્કાલીન પ્રજામાં સર્વથા જાગૃત હતી. ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મોપદેશક જ ન હતા. આ મહામાનવ એક મનોવૈજ્ઞાનિક સમાજશાસ્ત્રના જાણકાર અને મહાન રાજનીતિજ્ઞ પણ હતા. બહુજન સુખાય, બહુજન હિતાય ધર્મોપદેશ કરનાર ગૌતમ બુદ્ધની લોકકલ્યાણની ભાવના અત્યંત પ્રબળ હતી. એટલે ધર્મની સાથે સામાજિક અને રાજકીય રીતે પણ તે ક્રાંતિકારી બની રહ્યા હતા. તે પોતે પણ રાજવી પુત્ર હતા અને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા પછી અનેક રાજાઓ તેમનું માર્ગદર્શન મેળળવા આવતા હતા. એટલે લોકકલ્યાણના સંદર્ભમાં આદર્શ રાજયવ્યવસ્થા કેવી હોવી જોઈએ, તેનો પણ તેમણે વિચાર કર્યો હતો. રાજ્યવ્યવસ્થાનો આદર્શ ચરિતાર્થ કરવા લોકસમૂહ પણ કેવો તત્પર હોવો જોઈએ તે વિશેના એમના વિચારી બહુ મહત્ત્વના છે. એ અંગેનો એક પ્રસંગ નોંધપાત્ર છે, મનનીય છે. મગધ દેશની ઉત્તરે વજજી નામના મહાજનોનું બળવાન રાજ્ય હતું. તેઓ લિચ્છવી તરીકે પણ ઓળખાતા. ગણરાજ્યની શાસનપ્રણાલી ત્યાં પ્રવર્તતી હતી. મગધના તે સમયના રાજા અજાતશત્રુને આ પ્રદેશ પર યુદ્ધ કરવાની અને ત્યાં પોતાની સત્તા સ્થાપવાની ઇચ્છા જાગી. પરંતુ તે પહેલાં તેણે પોતાના વર્ષમાર નામના બ્રાહ્મણમંત્રીને કહ્યું કે ‘લિચ્છવીઓ 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગણરાજ્યોના સંદર્ભમાં લોકકર્તૃત્વ વિશેની ગૌતમ બુદ્ધની... ૫ સાથેના આ યુદ્ધ વિશે ગૌતમ બુદધનો અભિપ્રાય પણ જાણવો જરૂરી છે. તેથી તું બુદ્ધ પાસે જા, અને એમનો પ્રતિભાવ જાણી લે.' અજાતશત્રુની આજ્ઞા પ્રમાણે વર્ષકાર બ્રાહ્મણ ગૃધ્રકુટ પર્વત ઉપર ગૌતમ બુદ્ધની પાસે ગયો અને તેમને રાજા અજાતશત્રુનો વિચાર જણાવ્યો. તે સમયે ગૌતમ બુદ્ધનો શિષ્ય આનંદ તેમને પંખો નાખતો હતો. ગૌતમ બુદ્ધ, તાત્કાલિક રીતે વર્ષકાર બ્રાહ્મણના પ્રશ્નોનો જવાબ આપવાને બદલે આનંદને પ્રશ્ન પૂછવા લાગ્યા : 'किन्ति ते आनन्द ! सुतं, वजी अभिण्हं सन्निपाता सन्निपातबहुला ति ?' ‘આનંદ શું તે સાંભળ્યું છે કે વજ્જીઓ સભા-સમિતિ યોજીને એકમત થઈને રાજ્યના નીતિનિયમો વિશે વિચારણા કરે છે ?’ આનંદ કહે છે : 'सुतं मे तं ! भन्ते ववजी अभिण्हं सन्निपातां सन्निपातबहुला' ति ।' ‘હા, ભત્તે ! મેં સાંભળ્યું છે કે વજ્જીઓ રાજયના નીતિનિયમો વિશે વારંવાર એકત્ર થઈને ચર્ચાવિચારણા કરે છે.' ત્યારે ગૌતમ બુદ્ધ કહે છે : 'यावकिंवच्च आनन्द ! वडजी अभिण्हं सन्निपाता सन्निपातबहुला भविस्सन्ति, वृद्धियेव आनन्द ! वडजीनं पाटिकांखा नो परिहानि ।' ‘આનંદ, જ્યાં સુધી વજ્જીઓ એકત્ર થઈને રાજ્યના નીતિનિયમો વિશે ચર્ચાવિચારણા કરશે, ત્યાં સુધી તેમની વૃદ્ધિ જ થશે, હાનિ થશે નહીં.' આ પ્રમાણે ગૌતમ બુદ્ધ સાત ‘અપરિહાનિયા ધમ્મા' (હાનિ નહીં કરનારા ધર્મ) વિશે આનંદ સાથે પ્રશ્નોત્તરી કરે છે, જે ધર્મોના પાલનથી વજ્જીઓનો ઉત્કર્ષ જ થશે એમ ગૌતમ બુદ્ધ નિઃસંશયપણે કહે છે. તે આ પ્રમાણે છે. બુદ્ધ આનંદને આગળ પૂછે છે : ‘આનંદ, શું તેં સાંભળ્યું છે કે વજ્જીઓ એક જ સમૂહરૂપે સભાનું આયોજન કરે છે અને એકસાથે જ વિખરાય છે ? અને એકસરખી રીતે જ વજ્જીઓનાં કર્તવ્યો કરે છે ?’ આનંદ જવાબ આપે છે કે, હા, વજ્જીઓ એકસાથે જ સભામાં એકત્ર થાય છે, એકસાથે જ છૂટા પડીને વિખરાઈ જાય છે અને એકસાથે જ બધા પોતાનાં કર્તવ્યો કરે છે. ગૌતમ બુદ્ધ સંતોષ વ્યક્ત કરીને ત્રીજા ધર્મ વિશે પૂછે છે કે, હે આનંદ, શું તેં સાંભળ્યું છે કે વજ્જીઓ કાયદાઓનું અયોગ્ય રીતે તો અર્થઘટન નથી કરતા ને ? જે યોગ્ય અર્થ છે તેનો ઉચ્છેદ તો કરતા નથી ને ? અને જે પુરાણા નીતિનિયમો સ્વીકૃત 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૬ વિવિધા થયેલા છે, તેનું પાલન તો કરે છે ને? આનંદનો સંતોષપ્રદ પ્રત્યુત્તર જાણીને ગૌતમ બુદ્ધ ચોથા ધર્મ વિશે પૂછે છે : આનંદ, શું તેં સાંભળ્યું છે કે વસ્તુઓ તેમના વૃદ્ધ-વડીલોનો સત્કાર કરે છે કે તેમને માન આપે છે, તેમનું પૂજન કરે છે અને તેમની વાતને વિચારણીય માને છે ?' આનંદ જણાવે છે કે વસ્તુઓ તેમના વૃદ્ધ-વડીલોનો સંપૂર્ણ આદર કરે છે. ત્યાર બાદ ગૌતમ બુદ્ધ પાંચમાં અપરિહાનિય ધર્મ વિશે કહે છે : આનંદ, વજીઓ વિવાહિત કે અવિવાહિત સ્ત્રીઓ ઉપર જોરજુલમ તો નથી કરતા ને ? તેમને બળજબરીથી તો નથી ઉપાડી લાવતા ને ?' આનંદ જણાવે છે કે તેમના રાજ્યમાં સ્ત્રીઓનું ગૌરવ સારી રીતે સાચવવામાં આવે છે. ગૌતમ બુદ્ધ આગળ પ્રશ્ન કરે છે : આનંદ, વજીઓ નગરની અંદર કે બહાર આવેલાં દેવસ્થાનોની સારી રીતે કાળજી રાખે છે? તેની પૂજા કરે છે ? તેને માટે પહેલા નક્કી કરવામાં આવેલા વિધિ, નિષેધો અને ધર્મ અંગેના નીતિનિયમોનો લોપ તો નથી કરતા ને ?” વજી લોકો દેવસ્થાનો પ્રત્યે શ્રદ્ધા અને આદરભાવ રાખનારા હોવાનું આનંદ જણાવે છે. ત્યાર બાદ ગૌતમ બુદ્ધ સાતમો પ્રશ્ન પૂછે છે : આનંદ, શું તે સાંભળ્યું છે કે વજજીઓ ધર્મ અને જ્ઞાનના જાણકાર વિદ્વાનો અને અહંતોનું સારી રીતે સન્માન કરે છે કે જેથી રાજ્યમાં આવેલા ધર્મપુરુષો ત્યાં સુખપૂર્વક નિવાસ કરે અને ન આવેલા વિદ્વાનો રાજયમાં આવવા માટે પ્રેરાય ?' આનંદ જવાબ આપે છે કે, “હા, મેં સાંભળ્યું છે કે વજજીઓ અહતો અને સાધુજનોની યોગ્ય રીતે સેવાપૂજા કરે છે.' ત્યાર બાદ પાસે બેઠેલા વર્ષકાર બ્રાહ્મણને ગૌતમ બુદ્ધ જણાવે છે કે,... હે બ્રાહ્મણ...એક વખત હું વૈશાલીના સારદ્દ ચૈત્યમાં વિહાર કરતો હતો, ત્યારે મેં વજીઓને આ સાત અપરિહાનિય ધર્મોનો- જેના પાલનથી હાનિ કે વિનાશ ન થાય તેવા આ નિયમોનો ઉપદેશ આપ્યો હતો. જયાં સુધી વજીઓ આ સાત અપરિહાનિય ધર્મોનું પાલન કરશે ત્યાં સુધી તેમની વૃદ્ધિ જ થશે, હાનિ કે વિનાશ નહીં થાય. વર્ષકાર બ્રાહ્મણે ગૌતમ બુદ્ધને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, “હે ગૌતમ, આ સાતમાંથી એક જ અપરિહાનિય ધર્મનું આ વજજીઓ પાલન કરે તો પણ તેમની વૃદ્ધિ જ છે, હાનિ નહીં. તો પછી સાત અપરિહાનિય ધર્મના પાલનની તો વાત જ શી કરવી? રાજા યુદ્ધ દ્વારા વજજીઓ પર વિજય મેળવી શકશે નહીં, તે નિશ્ચિત છે. 2010_03 Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગણરાજયોના સંદર્ભમાં લોકકર્તુત્વ વિશેની ગૌતમ બુદ્ધની... ૨૭ યુદ્ધથી એ વજીઓનો વિનાશ નહીં કરી શકે, સિવાય કે અજાતશત્રુ રાજા લાંચ, લાલચ અને પ્રલોભનોથી તેમનામાં વિખવાદ ઊભો કરે કે અંદરોઅંદર મતભેદ ઊભા કરાવે....'' આ જે સાત અપરિહાનિય ધર્મોનું વર્ણન છે, તે આપણે માટે આગંતુક નથી, નવા નથી, બલ્ક આપણી વિચારપરંપરા કે સંસ્કારો સાથે વણાઈ ગયેલા છે. પણ તે કેવળ વિચાર સ્વરૂપે જ રહે છે, આપણે તેને અનુસરતા નથી. પંચાયતી રાજમાં લોકકલ્યાણની જે ભાવના છે, એક સબળ, સમુન્નત અને આત્મવિશ્વાસથી સભર લોકસમૂહથી પ્રેરિત સમાજજીવનની જે ભાવના રહેલી છે, તેને ચરિતાર્થ કરવા માટે, આજે પણ આ અપરિહાનિય ધર્મોનું જાગ્રતપણે પાલન કરવામાં આવે તે જરૂરી છે. તેના પાલનથી આંતરિક શત્રુઓ ઊભા થવાની સંભાવના રહેતી નથી અને બહારના શત્રુઓ તેમના રક્ષણકવચનને ભેદી શકવા અસમર્થ જ રહેવાના છે. એમ થાય કે પંચાયતી રાજવ્યવસ્થા સાથે ગૌતમ બુદ્ધની આ વાતોનો શો સંબંધ છે? પણ અહીં લોકકર્તુત્વની વાત રજૂ થઈ છે. પ્રજાનાં પણ કર્તવ્યો હોય છે. પંચાયતી રાજને સફળ બનાવવું હોય તો વ્યક્તિની જ નહીં, લોકસમૂહની કર્તવ્યનિષ્ઠા અને સક્રિય જાગૃતિ અનિવાર્ય છે. એ લોકકર્તુત્વની વિભાવના ૨૫૦૦ વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે આપી હતી. આજે પણ એનું મહત્ત્વ એટલું જ સ્વીકાર્ય છે. (૧દીઘનિકાયના “મહાપરિનિર્વાણ' સૂત્રને આધારે ) 2010_03 Page #75 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પાલિભાષા પાલિ શબ્દનો અર્થ-ઉદ્ભવ વર્તમાન સમયમાં ગૌતમ બુદ્ધે જે ભાષામાં ઉપદેશ આપ્યો હતો, તે ભાષા પાલિ તરીકે ઓળખાય છે. વાસ્તવિક દૃષ્ટિએ ઈ.સ.ની તેરમી-ચૌદમી સદી સુધી પાલિ શબ્દ ભાષાના અર્થમાં પ્રયોજાતો ન હતો. ત્યારબાદ બૌદ્ધ ગ્રંથોની ભાષા કે બુદ્ધ વચનોની ભાષા પાલિ ભાષા તરીકે પ્રચાર પામી. ગૌતમ બુદ્ધ જનસામાન્ય પોતાના ઉપદેશને સમજી શકે, તે હેતુથી, તે સમયે બોલાતી જનભાષામાં ઉપદેશ આપ્યો હતો. તેમનો ઉપદેશ મૌખિક હતો, તેનું લેખિત સ્વરૂપ ત્યારે ઉપલબ્ધ ન હતું. ગૌતમ બુદ્ધે મુખ્યત્વે સમગ્ર ઉત્તરપ્રદેશમાં ફરીને ધર્મપ્રચાર કર્યો હતો. ત્યાંના અલગ અલગ પ્રાન્તની બોલીની અપેક્ષાએ એ સમગ્ર પ્રદેશમાં માગધી ભાષા પ્રચલિત હતી. એટલે અન્ય પ્રાન્તોની બોલીઓની અસર હોવા છતાં બુદ્દે મુખ્યત્વે જે ઉપદેશ કર્યો તે માગધી ભાષામાં હતો. “મોગ્દલાન વ્યાકરણ'માં પણ ધર્મોપદેશની ભાષાનો માગધ-ભાષા તરીકે ઉલ્લેખ થયો છે. (ગ્રંથનો પ્રથમ શ્લોક) બુદ્ધના ધર્મોપદેશની ભાષા “પાલિભાષા તરીકે કેવી રીતે ઓળખાવા લાગી, તે એક સમસ્યા છે. પાલિ શબ્દનો સૌ પ્રથમ વ્યાપક ઉપયોગ બુદ્ધઘોષના સમયથી (ઈ.સ. ચોથી સદી) થયો છે, પણ ત્યાં પાલિ શબ્દનો ઉપયોગ ત્રિપિટક અથવા બુદ્ધવચનના અર્થમાં થયો છે. ભાષાના અર્થમાં તેનો ઉપયોગ થયો નથી. પાલિ શબ્દનો પ્રયોગ મૂળ ત્રિપિટકના અર્થમાં આવે છે. જેમ કે...વગેરે ઉદાહરણ તરીકે નીચેનાં વાક્યો જોઈએ. રીનિવારે પતિ..Sિાર પતિ... पालियं इध आनीतं, नत्थि अट्ठकथा इध અર્થાત્ અહીં કેવળ પાલિ છે, અર્થકથા નથી. नैव पालियं न अट्ठकथायं दिस्सति । અર્થાત્ ન તો પાલિમાં અને ન તો અર્થકથામાં આ જોવા મળે છે. इमिस्सा पन पालिया एवमत्थां वेदितब्बो । અર્થાત્ આ પાલિનો આ પ્રમાણેનો અર્થ સમજવો જોઈએ. આ વાક્યોથી સ્પષ્ટ થાય છે કે પાલિ શબ્દનો અર્થ અહીં મૂળ ત્રિપિટક કે બુદ્ધવચન એવો થાય છે. ત્રિપિટકમાં પાલિ શબ્દ નથી. બુદ્ધઘોષ પહેલા આ શબ્દનો ઉપયોગ થયો હોય તેમ જણાતું નથી. “દીપવંસ'માં (ઈ.સ.ની ચોથી સદી) અને ધમ્મપાલે 2010_03 Page #76 -------------------------------------------------------------------------- ________________ પાલિભાષા ૬૯ પરમત્યદીપની' (ઈ.સ. પાંચમી-છઠ્ઠી સદીમાં) પાલિ શબ્દનો ઉપયોગ અટ્ટકથાથી વ્યતિરિક્ત મૂળ પાલિ ત્રિપિટકના અર્થમાં જ કર્યો છે. તેરમી-ચોદમી શતાબ્દીના સદ્ધમ સગ્ગહ'માં પણ આ જ અર્થમાં પાલિ શબ્દ વપરાયો છે. આમ ચોથીથી તેરમી સદી સુધી પાલિ શબ્દનો અર્થ કેવળ બુદ્ધવચન જ થતો હતો. પણ ધીમે ધીમે બુદ્ધવચન જે ભાષામાં લખાયાં છે, તે ભાષાનું નામ જ પાલિ પ્રચલિત થતું હોય એમ લાગે છે. પાલિ' શબ્દનો ઉદ્દભવ : પાલિ શબ્દનો અર્થ અને ઉદ્ભવ માટે વિદ્વાનોએ જુદા જુદા મત આપ્યા છે. (૧) આચાર્ય મોગ્દલાન અને કેટલાક વ્યાકરણકારો પાલિ શબ્દને “પા” ધાતુમાં લિ' પ્રત્યય લગાડીને પાલિ શબ્દ બન્યો હોવાનું કહે છે. અને તેનો અર્થ પંક્તિ એવો કરે છે. પણ ત્રિપિટકનું લેખિત સ્વરૂપ શરૂઆતમાં ઉપલબ્ધ ન હતું. લેખિત ગ્રંથ સાથે જ પંક્તિનો ઉલ્લેખ થઈ શકે. એટલે પંક્તિના અર્થમાં પાલિ શબ્દનો ઉપયોગ થયો ન હતો. (૨) પ્રથમ સંગતિ અનુસાર પરિયાય શબ્દમાંથી પાલિ શબ્દ બન્યો છે. ત્રિપિટકમાં બુદ્ધવચન કે તેમના ધર્મોપદેશ માટે પરિયાય અથવા ધમ્મપરિયાય શબ્દનો ઉપયોગ થયો છે. આ પરિયાય શબ્દમાંથી પલિયાય શબ્દ અને તેમાંથી પાલિયાય શબ્દ બન્યો હોવાની માન્યતા છે. અશોકે પોતાના શિલાલેખમાં પરિયાયને સ્થાને પલિયાય શબ્દ વાપર્યો છે. ત્યાં પણ બુદ્ધવચનના અર્થમાં જ તેનો ઉપયોગ થયો છે. પલિયાય શબ્દમાંથી આગળનો અક્ષર દીર્ઘ થતા પાલિયાય શબ્દ બન્યો અને તેનું લઘુ રૂપ “પાલિ' થયું. ભિક્ષુ જગદીશ કાશ્યપના મતે મૂળ પરિયામાંથી પલિયાય > પાલિયાય > પાલિ શબ્દ બન્યો છે, પણ તેનો અર્થ તો બુદ્ધવચન જ હતો. આ ઉરાંત બીજા પણ અનેક મતો પાલિ શબ્દના ઉદ્દભવ માટે આપવામાં આવ્યા છે. (૩) અભિધાનપ્પદીપિકામાં પાલિ શબ્દના પંક્તિ અને બુદ્ધવચન એમ બંને અર્થ આપવામાં આવ્યા છે. (૪) વિદ્યુશેખર ભટ્ટાચાર્ય પાલિનો અર્થ પંક્તિ માને છે. (૫) રાય ડેવિગ્સ જણાવે છે કે ત્રિપિટકનું લેખિત સ્વરૂપ તૈયાર થયા પછી તેની 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ ७० પંક્તિ પાલિ કહેવાઈ હશે. (૬) મેક્સમૂલરના મતે બુદ્ધે મૂળ પાટલિપુત્રના આસપાસના પ્રદેશમાં ત્યાંની ભાષામાં ઉપદેશ આપ્યો હતો. પાટલિપુત્રની ભાષા તે પાલિ. તેમના મતે પાલિ શબ્દ પાટલિમાંથી બન્યો છે : પાટિલ > પાલિ > પાલિ. (૭) પલ્લિ (=ગામડું) માંથી પણ પાલિ શબ્દ બન્યો હોવાની માન્યતા છે. (૮) પા જે પાલન કરે છે, રક્ષા કરે છે તે પાલિ. બુદ્ધવચનનું રક્ષણ કરે છે, તે પાલિ. વિવિધા (૯) ભિક્ષુ સિદ્ધાર્થને મતે પાઠમાંથી ‘પાલિ’ શબ્દ બન્યો છે. ટૂંકમાં પાલિ શબ્દની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે જુદા જુદા મત આપવામાં આવ્યા છે. પા + લિ > પાલિ > પંક્તિ પરિયાય > પલિયાય > પાલિયાય > પાલિ પાટિલ > પાડિલ > પાલિ પલ્લી > પાલિ પાઠ > પાળી > પાલ > પાલિ મુખ્યત્વે એમ માનવામાં આવે છે કે ત્રિપિટકમાં આવતા પરિયાય શબ્દમાંથી પાલિ શબ્દ બન્યો હોવો જોઈએ. ઈ.સ.ની ૧૩ મી અને ૧૪ મી સદી સુધી તેનો અર્થ બુદ્ધવચન કે ત્રિપિટકનો પાઠ એવો જ થતો હતો. પણ પછી ધીમે ધીમે તેનો અર્થ બુદ્ધવચન જે ભાષામાં લખાયાં છે તે ભાષા પાલિભાષા—એવો પ્રચલિત થયો. પણ એ અર્થ કયા સમયથી પ્રચલિત થયો, તેનો નિશ્ચય કરવો મુશ્કેલ છે. આજે પાલિ એટલે ત્રિપિટકનું સાહિત્ય જે ભાષામાં સંપાદિત થયું છે તે ભાષા – એવો અર્થ સામાન્ય બની ગયો છે. પરંતુ પાલિ શબ્દનો આ અર્થમાં પ્રયોગ સ્વયં પાલિસાહિત્યમાં થયો નથી. પાલિભાષા એટલે પાલિની બુદ્ધવચનની ભાષા. ત્રિપિટક જે ભાષામાં લખાયું છે, તે ભાષા માટે માગધ, માગધી, મગધભાષા, માગધા, નિરુક્તિ, માગધિક ભાષા જેવા પ્રયોગો થયેલા છે. તેનો અર્થ થાય છે મગધ દેશમાં બોલાતી ભાષા. સિંહલી પરંપરા અનુસાર ગૌતમ બુદ્ધે જે ભાષામાં ઉપદેશ આપ્યો હતો અને ત્રિપિટકમાં જે ભાષાનો ઉપયોગ થયો છે તે માગધી ભાષા છે, એટલે આજે જેને પાલિભાષા કહેવામાં આવે છે. તે બુદ્ધના સમયમાં મગધ અને તેની આસપાસના પ્રદેશોમાં બોલાતી ભાષા હતી. અને તેનો વિકાસ અનેક પ્રાદેશિક 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ પાલિભાષા ૭૧ બોલીઓના સંમિશ્રણથી થયો છે. એટલે જ જેને માગધી કે પ્રાકૃત ભાષા કહેવામાં આવે છે, તેનાથી તેનું સ્વરૂપ ભિન્ન હોવાનું જણાય છે. પાલિભાષાને પ્રાકૃત ભાષાના એક પ્રકાર તરીકે પણ માનવામાં આવે છે. ઈ.સ. પૂ. પાંચસોથી આ ભાષાઓમાં-પાલિ અને પ્રાકૃત ભાષાઓમાં બુદ્ધ અને મહાવીરના ધર્મોપદેશને અનુસરીને જે સાહિત્ય રચાયું પશ્ચાદ્વર્તી ભાષાસાહિત્યના થયેલા વિકાસ માટે મહત્ત્વનું પરિબળ બન્યું છે. મહારાષ્ટ્રી, શૌરસેની, પૈશાચી વગેરે પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશની જેમ પાલિભાષામાં લખાયેલા પિટક અને અનુપિટક સાહિત્ય ભાષાસાહિત્ય અને સંસ્કૃતિના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. 2010_03 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ત્રિપિટક સાહિત્ય સદ્ધર્મ ચિરાયુ બનાવવા માટે ગૌતમ બુદ્ધે ધર્મવાણીને શુદ્ધ, સુવ્યવસ્થિતરૂપમાં સુરક્ષિત રાખવા અને પોતે જે ધર્મને સ્વયં અભિજ્ઞાત કરીને ઉપદેશ આપ્યો હતો તેનું વિવાદરહિત બનીને સાંગાયાન કરવા જણાવ્યું હતું, જેથી તેનો અર્થ પણ યથાતથ જળવાઈ રહે. ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ બાદ મહાસ્થવિર કાશ્યપના નેતૃત્વમાં ૫૦૦ મુખ્ય શિષ્યોએ તેમના આદેશને ચરિતાર્થ કરવા પ્રથમ સામુહિક સાંગાયનનું આયોજન રાજગૃહમાં કર્યું. ત્યારબાદ સમયાન્તરે ભારતમાં, શ્રીલંકામાં અને બર્મામાં અલગ અલગ સંગીતિઓનું આયોજન કરીને ધર્મવાણીને સુવ્યવસ્થિતરૂપે સંકલન કરવાના પ્રયાસો ચાલુ રહ્યા, છેવટે ઈ.સ. ૧૯૫૪-૫૬માં બ્રહ્મદેશમાં યેલી સંગીતિમાં પાલિ ત્રિપિટકની હાલમાં ઉપલબ્ધ અંતિમ વાચના તૈયાર કરવામાં આવી. તે સાથે ભગવદ્ વાણીને કંઠસ્થ કરીને તેની પરંપરા ચાલુ રાખવાની પદ્ધતિ પણ કાયમ રહી છે. વિવિધા ગૌતમ બુદ્ધે જે ધર્મોપદેશ આપ્યો છે તે ત્રિપિટકના ગ્રંથોમાં સંકલિત થયો છે. તેમનો ધર્મ ‘બહુજન હિતાય, બહુજન સુખાય...' હોવાથી તત્કાલીન મગધના આસપાસના પ્રદેશોમાં બોલાતી લોકભાષા પાલિ ભાષામાં આ ઉપદેશ અપાયો હતો. તેથી ત્રિપિટકના ગ્રંથોની ભાષા પાલિ છે. 2010_03 Page #80 -------------------------------------------------------------------------- ________________ ત્રિપિટક સાહિત્ય ૭૩ ત્રિપિટક સાહિત્ય સદ્ધર્મ ચિરાયુ બનાવવા માટે ગૌતમ બુદ્ધ ધર્મવાણીને શુદ્ધ, સુવ્યવસ્થિતરૂપમાં સુરક્ષિત રાખવા અને પોતે જે ધર્મનો સ્વયં અભિજ્ઞાન કરીને ઉપદેશ આપ્યો હતો તેનું વિવાદરહિત બનીને સાંગાયન કરવા જણાવ્યું હતું, જેથી તેનો અર્થ પણ યથાતથ જળવાઈ રહે. ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ બાદ મહાસ્થવિર કાશ્યપના નેતૃત્વમાં ૫૦૦ મુખ્ય શિષ્યોએ તેમના આદેશને ચરિતાર્થ કરવા પ્રથમ સામૂહિક સાંગાયનનું આયોજન રાજગૃહમાં કર્યું. ત્યાર બાદ સમયાન્તરે ભારતમાં, શ્રીલંકામાં અને બર્મામાં અલગ અલગ સંગીતિઓનું આયોજન કરીને ધર્મવાવણીને સુવ્યવસ્થિતરૂપે સંકલન કરવાના પ્રયાસો ચાલુ રહ્યા, છેવટે ઈ.સ. ૧૯૫૪-૫૬ માં બ્રહ્મદેશમાં થયેલી સંગીતિમાં પાલિ ત્રિપિટકની હાલમાં ઉપલબ્ધ અંતિમ વાચના તૈયાર કરવામાં આવી. તે સાથે ભગવદ્ વાણીને કંઠસ્થ કરીને તેની પરંપરા ચાલુ રાખવાની પદ્ધતિ પણ કાયમ રહી ગૌતમ બુદ્ધ જે ધર્મોપદેશ આપ્યો છે તે ત્રિપિટકના ગ્રંથોમાં સંકલિત થયો છે. તેમનો ધર્મ બહુજન હિતાય, બહુજન સુખાય...' હોવાથી તત્કાલીન મગધના આસપાસના પ્રદેશોમાં બોલાતી લોકભાષા પાલિ ભાષામાં આ ઉપદેશ અપાયો હતો. તેથી ત્રિપિટકના ગ્રંથોની ભાષા પાલિ છે. ત્રિપિટકનું વિભાજન આ પ્રમાણે કરવામાં આવ્યું છે : ૧. વિનયપિટક : તેના નીચે પ્રમાણે વિભાગો છે : ૧. પારાજિક, ર.. પાચિત્તિય, ૩. મહાવગ્ન, ૪. ચૂલવષ્ણુ અને પ. પરિવાર, ૨. સુત્તપિટક : તેનું વિભાજન આ પ્રમાણે છે : ૧. દીઘનિકાય, ૨. મજિઝમનિકાય, ૩. સંયુક્તનિકાય, ૪. અંગુત્તર નિકાય અને ૫. ખુદ્દકનિકાય. ખુદ્દકનિકાય અંતર્ગત આ ગ્રંથોનો સમાવેશ થાય છે ખુદૂક પાઠ, ધમ્મપદ, ઉદાન, ઇતિવૃત્તક, સુત્તનિપાત, વિમાનવત્યુ, પેતવત્યુ, થેરગાથા, થેરીગાથા, અપદાન, બુદ્ધવંસ, ચરિયાપિટક, જાતક, મહાનિદેસ, ચૂળનિદેસ, પટિસન્મિદામગ. ૩. અભિધમ્મપિટક : તેના મુખ્ય ગ્રંથો આ પ્રમાણે છે : ૧. ધમ્મસંગણિ, ૨. વિભંગ, ૩. ધાતુકથા, ૪. પુગ્ગલપંથ્યતિ, ૫. કથાવત્થ, ૬. યમક અને ૭. પટ્ટાન. 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪ વિવિધા વિનયપિટક બૌદ્ધ સંઘમાં વિનયપિટકનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે. આરંભકાળથી જ વિનયપિટકને સુત્તપિટકથી પણ વધારે મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું હતું. એમ મનાય છે કે જ્યાં સુધી વિનયપિટક પોતે મૌલિક સ્વરૂપમાં હશે ત્યાં સુધી બૌદ્ધ શાસન જીવંત રહેશે. પ્રથમ સંગીતિમ સભાપતિ મહાકાશ્યપે ભિક્ષુકોને પુછ્યું “આયુષ્યમાનો, આપણે પહેલા કોનું સાંગાયન કરવું ? ધમ્મનું કે વિનયનું?” ત્યારે ભિક્ષુઓએ તેનો જવાબ આપ્યો “ભન્ત, મહા કાશ્યપ વિનય જ બુદ્ધ શાસનનું જીવન છે. વિનયમાં રહેવાથી જ બુદ્ધનું શાસન રહેશે. માટે પ્રથમ વિનયનું સાંગાયન કરવું.” આ પ્રમાણે શરૂઆતથી જ ત્રિપિટકમાં વિનયપિટકનું મહત્ત્વ સ્પષ્ટ છે. વિનયપિટકમાં નિયમોમાં દેશ અને કાળની પરિસ્થિતિનું અનુસરણ પણ છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં ભારતીય સામાજિક પરિસ્થિતિ પ્રમાણે ભિક્ષુ. ભિક્ષુણીઓ, ઉપાસક અને ઉપાસિકાઓ માટે આચાર સંબંધી જે નિયમોનું વિધાન કર્યું તે બધા માટે અનુકરણીય રહ્યું. વિનયપિટક કેવળ સંઘ સંબંધી નિયમોના સંગ્રહ હોવા છતાં આજે આપણે માટે એ વિશેષ ઐતિહાસિક ગૌરવનો વિષય છે, કારણ કે ધર્મથી મહત્ત્વપૂર્ણ સદાચાર છે. સમાજમાં જુદા જુદા ઉતાર-ચઢાવ આવે પણ વિનયનું નિયમન અવરુદ્ધ નથી થયું, તે અબાધ ગતિથી ચાલ્યા કરે છે. વિનય વ્યક્તિના આંતરમનની વસ્તુ છે તે સ્વવિવેકથી નિશ્ચિત હોય છે. તેનું મૂળ સંયમ છે. કાયા, વાણી અને મનનો સંયમ કરવાનું સાધન વિનય છે. વિનયપિટક બૌદ્ધ ધર્મની દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે જ, પણ તેની સાથે સાથે આ ગ્રંથ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે જુદા જુદા માણસો અને સમાજવિજ્ઞાનને સંબંધિત વિષયો માટે પણ અધિક ઉપયોગી છે. સુત્તપિટક સુત્તનો અર્થ “સારી રીતે કહેવાયેલું' એમ કહી શકાય. સુત્તપિટકનો ઉદ્દેશ ભગવાનના ઉપદેશોનો સંગ્રહ કરવાનો છે. સુત્તપિટકમાં માત્ર ભગવાનના જ નહીં, પણ તે સમયના વરિષ્ઠ શિષ્યો જેવા કે આનંદ, સારિપુત્ર, મૌદ્ગલ્યાયનના ઉપદેશો પણ સંગ્રહિત થયેલા છે. સુત્તપિટકમાં ગદ્ય તથા પદ્ય બંને જોવા મળે છે. સુત્તપિટકમાં સૌ પ્રથમ દાન, શીલ તથા સદાચારના ઉપદેશો બુદ્ધ ભગવાનને આપ્યા છે. આ ઉપદેશો સમજાવવા ભગવાન ઉદાહરણો આપતા, તથા શ્રોતાની યોગ્યતા પ્રમાણે ધર્મોપદેશો કરતા. સુત્તપિટકમાં તે સમયના બ્રાહ્મણો, શ્રમણો, પરિવ્રાજકોના તેમના બુદ્ધ પ્રત્યેના વિચારો, બુદ્ધના તેમના વિશેના અભિપ્રાયો, તેમના પારસ્પરિક સંબંધોનું દર્શન થાય 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ ત્રિપિટક સાહિત્ય ૭૫ છે. તદૂઉપરાંત તે સમયની સામાજિક, રાજકીય તથા ભૌગોલિક પરિસ્થિતિ પણ સુત્તપિટકમાંથી જાણી શકાય છે. આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે સુત્તપિટક મુખ્ય પાંચ ભાગોમં વહેંચાયેલો છે તથા દરેક ભાગ નાના ગ્રંથો અને ગ્રંથો પણ સુત્તોમાં વહેંચાયેલા છે. આપણે સુત્તપિટકનાં મુખ્ય ભાગ અને તેમાંથી અગત્યનાં સુત્તોનો સંક્ષિપ્ત પરિચય મેળવીશું. દીઘનિકાય દીઘનિકાયનો અર્થ લાંબા સૂત્રો એમ થાય. એમાં ૩૪ સૂત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. દરેક સૂત્રમાં બૌદ્ધ સિદ્ધાંત તથા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. આ આખો ગ્રંથ ત્રણ ભાગમાં વિભાજિત થયેલ છે : (૧) સીલકબંધ વગ્ય, (૨) મહાવ... અને (૩) પથિક વન્ગ. જેમાં સીલકબંધ વગ્યમાં ૧ થી ૧૨, મહાવગ્નમાં ૧૪ થી ૨૩ અને પથિક લગ્નમાં ૨૪ થી ૩૪ સૂત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. પ્રથમ ભાગનાં સૂત્રોનો વિષય શીલ, સમાધિ તથા પ્રજ્ઞા છે. જેની મદદથી સાધક અતિ પ્રાપ્ત કરી શકે છે. જેમાં બ્રાહ્મણની તથા બીજી પરંપરાઓનું ખંડન કરવામાં આવ્યું છે. મોટાભાગનાં સૂત્રો ગદ્ય-પદ્ય મિશ્રિત છે. સંયુક્ત – નિકાય : આ નિકાય પાંચ વર્ગ તથા છપ્પન સંયુક્તોમાં વિભક્ત છે. તેના વર્ગ છે : ૧. સગાથ વગ્ય, ૨. નિદાન વગૂ, ૩. ખધક વગ, ૪. સળાયતન વષ્ણ, ૫. મહા વગ્ન. તેમાંથી સગાથવગ્નમાં ૧૧ સંયુક્ત અને ૨૭૧ સૂત્ર છે. નિદાનવગ્નમાં બારથી એકવીસ સંયુક્ત અને ૨૯૬ સૂત્ર છે. અંધકવન્ગમાં ૨૨થી ૩૪ સંયુક્ત અને ૭૧૬ સૂત્ર છે. સળાયતનવગ્નમાં ૩૫થી ૪૪ સંયુક્ત અને ૪૩૪ સૂત્ર છે તથા મહાવગ્નમાં ૪પ થી પ૬ સંયુક્ત અને ૧૨૨૪ સૂત્રો છે. આ કુલ સૂત્રોની સંખ્યા ભિક્ષુ જગદીશ કાશ્યપે ૨૯૪૧ ની માની છે, પણ પરંપરા અનુસાર તેમાં ભિન્નતા છે. વર્ગો તથા સંયુક્તોના નામને આધારે તેમાં વર્ણિત વિષય વિશેનું સૂચન મળી જાય છે, જેમકે સગાથવગ્નનાં સૂત્રો ગાથાઓથી યુક્ત છે. નિદાનવગ્નમાં પ્રતીત્યસમુત્પાદને આધારે સંસારચક્રની વ્યાખ્યા કરવામાં આવી છે. ખન્ધવગ્નમાં પાંચ ઉપાદાનસ્કંધનું વિવેચન છે. સળાયતનવગ્નમાં પાંચ સ્કંધો અને ષડાયતનનું આલેખન છે. મહાવગમાં બૌદ્ધ ધર્મ-દર્શન અને સાધનાના મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોનું વર્ણન છે. કેટલાકનું વર્ગીકરણ દેવ,મનુષ્ય કે અસુરના નામો પર આધારિત છે. કેટલાંક સૂત્રોનું વર્ગીકરણ બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતોના પ્રતિપાદનના આધાર પર કરવામાં આવેલ છે. કેટલાકનું વગીકરણ વક્તા કે નાયકના નામ પર કરવામાં આવેલું છે. 2010_03 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ વિવિધા અંગુત્તર નિકાય અંગુત્તર નિકાયમાં ૨૩૦૮ સૂત્રોની સંખ્યા છે. પણ અલગ અલગ પુસ્તકોમાં તેની સંખ્યા અલગ અલગ પણ બતાવવામાં આવી છે. જેમકે “સમન્સપાસાદિકા'માં ૬૫૫૭ સૂત્રોની સંખ્યા બતાવવામાં આવી છે. આ નિકાયમાં વર્ણિત વિષયોને એક, બે ત્રણ એમ ક્રમમાં રાખ્યા હોવાથી તેને અંગુત્તરનિકાય એમ નામ આપવામાં આવ્યું છે. સૂત્રોની સંખ્યા વધુ હોવાથી તે નાના છે. અંગુત્તર નિકાયમાં ૧૧ નિપાત છે. જે અનેક વન્ગોમાં વિભાજિત છે. જે નીચે પ્રમાણે છે : નિપાત વિષ્ણુની સંખ્યા નિપાત વગ્સની સંખ્યા ૧. એક્ક નિપાત ૨૦ ૬. છક્ક નિપાત ૧૨ ૨. દુક નિપાત ૧૭ ૭. સત્તક નિપાત ૧૦ ૩. તિક નિપાત ૧૬ ૮. અઢક નિપાત ૧૦ ૪. ચતુક્ક નિપાત ૨૭ ૯. નવક નિપાત દ ૫. પચ્ચક નિપાત ૨૬ ૧૦. દસક નિપાત ૨૨ ૧૧. એકાદસ નિપાત ૩ મઝિમનિકાય મઝિમનિકાયનું સુત્તપિટકના બાકીના ગ્રંથોની અપેક્ષાએ મહત્ત્વનું સ્થાન છે. તેના અભ્યાસ દ્વારા ગૌતમ બુદ્ધના વ્યકિત્વ, જીવનદર્શન તથા ધર્મદર્શન વિશેનું પર્યાપ્ત જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. “મઝિમનિકાય'માં બૌદ્ધધર્મના કેટલાક મહત્ત્વના સિદ્ધાંતોનું પ્રતિપાદન તથાગત તથા તેમના અગ્રશિષ્યો દ્વારા કરવામાં આવ્યું છે. ગ્રંથનું રચનાવિધાન, ગ્રંથમાં નિરૂપિત તથાગત વિશેની પ્રાપ્ત વિગતો બૌદ્ધ દર્શનના સિદ્ધાંતો, દાર્શનિક પરિભાષાઓ, ભિક્ષુઓ અને ભિક્ષુસંઘ માટેની તથાગતની કલ્યાણકામના અને ઉપદેશષ તત્કાલીન વર્ણવ્યવસ્થા, ધાર્મિક આચાર, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિવેશ વગેરે પર આ ગ્રંથ પ્રકાશ પાથરે છે. ગ્રંથનું રચનાવિધાન અને સાહિત્યિક મૂલ્ય મજિઝમનિકાય' નાં ૧૫ર સૂત્ર ત્રણ ‘પણાસક' (પચાસની સંખ્યામાં વિભાજિત) મૂળ, મઝિમ અને ઉપરિપરણાસકમાં વિભાજિત થયેલાં છે. અલબત્ત ત્રીજા ઉપરિપણાસકમાં ૫૦ ને બદલે પર સૂત્રો છે. પ્રત્યેક પણાસકમાં દસ દસ સૂત્રોના પાંચ વર્ગ છે. તેમાં બાર સૂત્રો છે. વર્ગોનું નામાભિધાન પ્રથમ સૂત્ર કે તેમાં વર્ણિત વિષય કે સંબોધિત વ્યક્તિને આધારે કરવામાં આવ્યું છે. સૂત્રો અતિ દિર્ઘ કે અતિ સંક્ષિપ્ત નથી પણ ગ્રંથના નામ અનુસાર મધ્યમ કોટિનાં છે. ભગવાન અને 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ ત્રિપિટક સાહિત્ય ૭ ભિક્ષુઓ અથવા તેમના મુખ્ય શિષ્યો અને ભિક્ષુઓના સંવાદરૂપે છે. પ્રત્યેક સૂત્ર સ્વયં એક પૂર્ણ ઘટક છે. તે તથાગતના ઉપદેશનો તેનાં પ્રાસંગિક પૂર્ણ સંદર્ભ સાથે અથવા તેમનાં જીવન સંબંધી કોઈ ઘટનાનો પૂરો પરિચય આપે છે. પ્રત્યેક સૂત્રના આરંભમાં પ્રાયઃ તેના વિશની ઐતિહાસિક તેમજ ભૌગોલિક ભૂમિકા આપેલી હોય છે. “મેં આ પ્રમાણે સાંભળેલું છે.' એવા વિધાનથી દરેક સૂત્રનો આરંભ થાય છે. સૂત્રના અંતમાં મહદરૂપે ભિક્ષુઓ દ્વારા ભગવાનના ભાષણનું અનુમોદન થાય છે. અન્યથા પણ પ્રત્યેક સૂત્રોમાં કેટલીક સમાનતાઓ જોવા મળે છે. જેમ કે તથાગતનો ઉપદેશ સાંભળ્યા બાદ શ્રોતા દ્વારા આશ્ચર્ય... હે ગૌતમ, આશ્ચર્ય...' એવાં અહોભાવપૂર્ણ વચનો કહેવામાં આવે છે. કેટલીક પરંપરાગત પ્રણાલિકાઓ અને શિષ્ટાચારનું વર્ણન સમાન રીતે થયેલું છે. ગ્રંથની રચનાનો મુખ્ય હેતુ તત્ત્વબોધ ના હોવા છતાં તેમાં યોજાયેલી ઉપમાઓ અત્યંત સુંદર, સ્વાભાવિક અને મર્મસ્પર્શી હોવાને કારણે તે સુબોધ અને સુગ્રાહ્ય બની રહ્યો છે. અગ્નિ, અંધ-વેણી, પરંપરા, આમાવસ્યાનો ચંદ્ર, માલુવાલતા, નાગ-વનિક, કુમ્ભીર-ભય, હસ્તિપદ, સાર-ગવેષી પુરુષ આદિ અનેક ઉપમાઓ અને દૃષ્ટાંતોના યથોચિત વિનિયોગને કારણે “મઝિમનિકાય' સાહિત્યિક દૃષ્ટિએ પણ મૂલ્યવાન ગ્રંથ બની ચૂક્યો છે. તત્ત્વદર્શન ઉપરાંત જીવન અને જગત વિશેનું વ્યાપક જ્ઞાન આ દૃષ્ટાંતો દ્વારા મળે છે. - ઉપમાઓના બાહુલ્ય ઉપરાંત સંવાદત્મક શૈલી, ઉપદેશોની વચ્ચે ઇતિહાસ કે આખ્યાનોનું વર્ણન નાટકીય ક્રિયાત્મક્તા, ટૂંકાં વાક્યો, લોકભોગ્ય સરળ ભાષા તથા પ્રાસાદિક ગદ્યની સાથે પદ્યમાં આવતી ગાથાઓને કારણે “મઝિમનિકાય' પાલિ ત્રિપિટક સાહિત્યનો નોંધપાત્ર ગ્રંથ બની રહે છે. મઝિમનિકાય'માં બૌદ્ધ દર્શનની સાથે સાથે તત્કાલીન શ્રમણ, બ્રાહ્મણ, પારિવ્રાજક વગેરેનાં જીવન, તેમના પારસ્પરિક સંબંધો, જન સમાજમાં પ્રચિલત ઉદ્યોગો અને વ્યવસાય, મનોરંજનના સાધનો, વર્ણવ્યવસ્થા, યજ્ઞાયાગાદિ, ભૌગોલિક પરિસ્થિતિ, રીત રિવાજો, ગામ-નિગમ, નદી, પર્વત આદિનું વર્ણન-દાસ દાસીઓ અને સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ, તત્કાલીન રાજનીતિ વગેરે વિશે માહિતી મળે છે, જે તત્કાલીન સમાજજીવનને તાદ્દશ્ય કરે છે. આ ગ્રંથ વિશે રાહુલ સાંકૃત્યાયને જણાવ્યું છે કે સમગ્ર ત્રિપિટકની અપેક્ષાએ કેવળ મઝિમનિકાયનું જ અધ્યયન કરવામાં આવે તો પણ બૌદ્ધદર્શનનો સંપૂર્ણ પરિચય તેમાંથી મળી શકે છે. ખુદુકનિકાય ખુદ્દકનો અર્થ શુદ્રક એટલે નાના નાના અંશોનો સંગ્રહ. આ સુત્તનિપાતનો પાંચમો ગ્રંથ માનવામાં આવે છે. જેમાં પંદર ગ્રંથો અથવા રચનાઓનો સમાવેશ 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ વિવિધા કરવામાં આવેલો છે. વિષય, શૈલીની દૃષ્ટિએ તેઓ ભિન્ન પ્રકારનાં છે. આ નિકાયમાં નીચે પ્રમાણેના ૧૫ ગ્રંથોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ નિકાયના ગ્રંથોનો સામાન્ય પરિચય આ પ્રમાણે આપી શકાય. ખુદ્દક પાઠ આ નાનો ગ્રંથ ભિક્ષુઓ માટેનો પ્રથમ ગ્રંથ છે. નવ નાના પાઠ છે. જેવાં કે ત્રિશરણ, ‘દસ શિક્ષાપદ’, ‘કુમાર પ્રશ્ન’, ‘મંડલ સુત્ત’, ‘રતન સુત્ત' વગેરેનો પાઠ છે. તેમનો ઉપયોગ પ્રાર્થના, મંત્ર માટે કરવામાં આવે છે. ધમ્મપદ ૭૮ આ બૌદ્ધ સાહિત્યનો પ્રસિદ્ધ અને સૌથી વધુ આદરણીય ગ્રંથ છે. આ ગ્રંથનો અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે. નૈતિક આજ્ઞાઓનો સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં ૪૩૨ કે ૪૨૬ ગાથાઓ તથા ૨૬ વર્ગ નીચે પ્રમાણે છે. ૧, યમકવર્ગ ૨. અપ્રમાદવગ ૩. ચિત્તવર્ગી ૪. પુવર્ગી ૫. બાલવર્ગી ૬. પંડિતવર્ગી ૭. અરહંતવર્ગ ૮. સહસ્સવગ ૯. પાપવ{ ૧૦. દંડવગ્ ૧૧. જરાવગ ૧૨. અત્તવગ ૧૩. લોકવર્ગી 2010_03 ૧૪. બુદ્ધવર્ગી ૧૫. સુખવગ્ ૧૬. પિયવર્ગી ૧૭. ક્રોધવર્ગી ૧૮. મલવગ ૧૯. ધમ્મવર્ગી ૨૦. મગવગ ૨૧. પણિવગ ૨૨. નિયવર્ગી ૨૩. નાગવગ આમ તો ધમ્મપદ ગ્રંથ બુદ્ધના સુભાષિતોના રત્નભંડાર સમાન છે. અહિંસા, અપ્રમાદ, અવૈર, બુદ્ધત્વ પ્રાપ્તિ, બ્રાહ્મણનાં લક્ષણો, સાચો પુરુષાર્થ વગેરે વિશે મનનીય પણ સરળ ગાથાઓ અહીં રજૂ થઈ છે. ઉદાન ૨૪. તન્હાવ′ ૨૫. ભિમ્પ્રુવગ્ ૨૬. બ્રાહ્મણવર્ગી ઉદાન આઠ વર્ગોમાં વિભાજિત છે. પ્રત્યેક વર્ગમાં દસ સૂત્ર છે. દરેક સૂત્રના અંતમાં સા૨ગર્ભિત ટિપ્પણી છે, જે બુદ્ધ દ્વારા કરવામાં આવી છે. ઉદાનનો અર્થ છે નિશ્વાસ. ઉદાન સામાન્ય રીતે શ્લોક, ત્રિષ્ટુપ અથવા જગતી છંદમાં છે. આ ગ્રંથમાં તેવી જ સૂક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે સ્વયં બુદ્ધ દ્વારા કહેવામાં આવી છે. બુદ્ધે પાતે સહજ રીતે કહેલાં સૂત્રો-વચનોને ઉદાનરૂપે અહીં વર્ણવાયાં છે. આ ગ્રંથ પણ સારગર્ભિત છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ત્રિપિટક સાહિત્ય ઇતિવૃત્તક આ ગ્રંથમાં ગદ્ય તથા પદ્ય બંનેનું મિશ્રણ છે. તેમાં ૧૧૨ સૂત્રો છે. જેમાં ૫૦ સૂત્રો એવાં છે કે એક જ વિચાર પહેલા ગદ્યમાં હોય ત્યાર બાદ તેની આવૃત્તિ પદ્યમાં હોય. ગદ્ય તથા પદ્ય બંનેની ભાષા સાદી અને સરળ છે. આ ગ્રંથમાં ઉદારતાપૂર્વક દાન આપનાર દાનવીરની સરખામણી વાદળ સાથે કરવામાં આવી છે, જે પહાડ તથા ખીણો બધે જ વર્ષે છે. (સં. ૭૨) સંતે કુસંગ છોડી દેવા જોઈએ (સં. ૭૭). ઇન્દ્રિયો દ્વાર છે, જેના પર પૂરી રક્ષા કરવી જોઈએ. (સં. ૨૮-૨૯) બુદ્ધ પોતાની સરખામણી વૈદ્ય સાથે કરતા તથા ભિક્ષુકોને પોતાના પુત્રો અથવા ઉત્તરાધિકારી ગણતા બતાવવામાં આવ્યા છે. ઇતિવૃત્તકના દરેક સૂત્રમાં “ઇતિવૃત્ત ભગવતા” (આવું ભગવાને કહ્યું) આ કથન વારંવાર આવે છે, તેથી તેનું નામ ઇતિવૃત્તક પડ્યું છે. સુત્તનિપાત ૭૯ બુદ્ધ વચનોમાં કાળ દૃષ્ટિએ સુત્તનિપાત્તનું અત્યંત મહત્ત્વ છે. બુદ્ધના સમયમાં “અદ્ભુવન”” તથા ‘“પરાયા વળ’પ્રસિદ્ધ થઈ ગયા હતા અને સોણ કુટિકણે એ સંપૂર્ણ “અટ્ઠ વળ”નો પાઠ ભગવાન બુદ્ધ સમક્ષ કર્યો હતો એવો ઉલ્લેખ મળે છે. આપરથી તેની પ્રાચીનતા સિદ્ધ થાય છે. બૌદ્ધ સાહિત્યમાં ઉદાહરણો માટે ધમ્મપદ પછી સુત્તનિપાતનો ક્રમ આવે. કાવ્યની દૃષ્ટિએ તેમાંનાં સૂત્રો ઉચ્ચ કોટિનાં માનવામાં આવે છે. સુત્તનિપાત્તનું ઐતિહાસિક મહત્ત્વ એ વાતથી સ્પષ્ટ થાય છે કે સમ્રાટ અશોકે ભા‰ શિલાલેખમાં જે સાત મુખ્ય સુત્તોનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી ત્રણ અથવા ચાર સૂત્રો સુત્તનિપાતનાં છે. આ ગ્રંથની ભાષા પર વૈદિક ભાષાનો પ્રભાવ છે. સુત્તનિપાત પાંચ વગ્ગો અને અનેક સૂત્રોમાં વહેંચાયેલો ગ્રંથ છે. ૧. ઉરગવગ્ગ જેમાં ૧૦ સૂત્રો છે. ૨. ચુલવર્ગીમાં ૧૪ સૂત્રો છે. ૩. મહાવર્ગમાં ૧૨ સૂત્રો છે. ૪, અરૃકવર્ગીમાં ૧૬ સૂત્રો છે. ૫. પારાયણવર્ગમાં ૧૯ સૂત્રોનો સમાવેશ થયેલ છે કેટલાકમાં ગાથાઓની સંખ્યા વધુ તો કેટલાકમાં ઓછી છે. વચ્ચે વચ્ચે કાવ્યની રીતે ગધાત્મક ઉપદેશો તથા ગદ્યની સાથે પદ્યમાં ઉપદેશો સાથે સાથે શુદ્ધ સંવાદો, આખ્યાનો, તથા વીર કાવ્યની શૈલી પણ જોવા મળે છે. જેમાં સંવાદ-ગાથા તથા કથાનક-ગાથા પરસ્પર મળેલી છે. પ્રાચીન સંસ્કૃત મહાકાવ્યોની જેમ આખ્યાનો પણ છે કે જેમાં ગદ્ય તથા પદ્ય પણ છે. ક્યાં ક્યાંક વૈદિક ભાવોનાં ઉદાહરણો પણ જોવા મળે છે. બ્રાહ્મણ ધમ્પિક સૂત્ર (૨.૭) માં સાચો બ્રાહ્મણ કેવો હોય, કેવી રીતે તેઓ સંયમી જીવન વ્યતિત કરતા તેનું વર્ણન છે. તેનાથી વિરુદ્ધ બ્રાહ્મણો કેવી રીતે હિંસા તરફ વળ્યા, રાજા ઇક્ષ્વાકુએ તેમને ધન અને સુંદરીઓ ભેટ આપી, કેવી રીતે બ્રાહ્મણો 2010_03 Page #87 -------------------------------------------------------------------------- ________________ વિવિધા આચારહીન બન્યા, અને બૌદ્ધ ધર્મે કેવી રીતે ફરી બ્રાહ્મણ ધર્મની સ્થાપના કરી તેનું પણ મનનીય આલેખન છે. સુત્તનિપાતના વિષયવસ્તુની વ્યાપકતાના સંદર્ભમાં જોઈએ તો સમાજના એક સદગૃહસ્થને માટે સામાન્ય વ્યવહારના નીતિનિર્દેશની સાથે સાથે ભિક્ષુના ઉચ્ચતમ પ્રાપ્ત ધ્યેય શાન્તિપદનિર્વાણનું નિરૂપણ આ ગ્રંથમાં સુંદર રીતે થયું છે. વિમાનવત્યુ ८० પ્રાયઃ ૧૨૯૬ ગાથાઓના આ ગ્રંથમાં દેવતાઓના વિમાનનું વર્ણન આપેલું છે. તે ભારતના અશોકના સમયમાં લખવામાં આવ્યું છે. “વિમાનવત્યુ” બે ભાગમાં વહેંચાયેલું છે. ૧. ‘ઇન્થિ વિમાન'.'૨. પુરિસ વિમાન'. સ્ત્રીઓની દેવભૂમિનું વર્ણન ‘ઇન્થિ વિમાન’માં તથા પુરુષના દેવભૂમિનું વર્ણન ‘પુરિસ વિમાન'માં છે. આખા ગ્રંથમાં ભિક્ષુ દેવ દેવીને પ્રશ્ન પૂછ છે કે તેમને આવું ગૌરવશાળી સુખ કેવી રીતે પ્રાપ્ત થયું ? જવાબમાં અમુક પુણ્યશાળી કર્મ કરવાથી આ ફળ પ્રાપ્ત થયું તેવી પ્રશ્નોત્તરની શૈલીમાં નિર્દિષ્ટ વિષયનું વર્ણન થયું છે. પેતવત્યુ પ્રાયઃ ૮૧૪ ગાથાઓનો આ નાનો ગ્રંથ નરકનાં દુ:ખોનું વર્ણન પ્રસ્તુત કરે છે. તેમાં ૫૧ વસ્તુ (કથા) છે, તથા ચાર વર્ગોમાં વિભક્ત છે. થેરગાથા આ ગ્રંથમાં લગભગ ૧૫૦ની આસપાસ બુદ્ઘકાલીન સ્થવિરોની ગાથાઓ સુરક્ષિત છે. ઈ.સ.પૂ. ૬ઠ્ઠી સદીની આસપાસ આ ગ્રંથ કવિતાના સ્વરૂપમાં લખવામાં આવ્યો હશે. પ્રાચીનતાની સાથે કાવ્યત્વની દૃષ્ટિએ પણ તે નોંધપાત્ર છે. તેમાં ૨૫૫ ભિક્ષુઓના ઉદ્ગારોનું સંકલન છે. આ ગ્રંથમાં ગાથાઓની સંખ્યા અનુસાર નિપાતનું વિભાજન છે. થેરીગાથા આમાં ૫૨૨ ગાથા છે, જે ૧૬ નિપાતમાં વિભક્ત છે. તેમાં ભિક્ષુણીઓના અંતઃકરણના ઉદ્ગાર અભિવ્યક્ત થયા છે. તેમાં બુદ્ધકાલીન ૭૩ થેરી-ભિક્ષુણીઓની સાધના અને જ્ઞાનપ્રાપ્તિના આનંદોદ્ગાર માર્મિક રીતે પ્રગટ થયા છે. જાતક આશરે ૫૪૭ લોકકથાઓનો આ સંગ્રહ છે. ચોક્કસ ઉપમાઓ અને ઉદાહરણો દ્વારા બુદ્ધનો ધર્મસંદેશ સમજાવવાનો પ્રયાસ જાતક કથાઓમાં થયેલો છે. જાતક કથામાં તે સમયે ભારતનો વ્યાપાર, વ્યવસાય, શિલ્પ અને મનુષ્ય જીવનનાં અંગો પર પ્રકાશ પડે છે. તે ચિત્રકારો તથા મૂર્તિકારો માટે ઉત્તમ સામગ્રી 2010_03 Page #88 -------------------------------------------------------------------------- ________________ ત્રિપિટક સાહિત્ય ૮૧ પૂરી પાડે છે. મૂળ રૂપે ગાથાઓના ભાગને જ જાતકકથા માનવામાં આવે છે. પણ કથા વગર જાતકનું મૂલ્ય નથી. ન જાતકમાં પ્રથમ “નિદાનકથા” છે, જે તેની ભૂમિકા બાંધે છે, ત્યાર બાદ “પ્રત્યુત્પન્ન વધુ માં વર્તમાન સંદર્ભ, “અતીત વત્યુ'માં પ્રાચીન કથા છે, ‘અસ્થિવUIનાં'માં ગાથા ભાગની ટીકા છે અને “મોધાન'માં બુદ્ધ પ્રાચીન તથા વર્તમાન કથામાં પોતાનું શું પ્રદાન હતું, તે વર્ણવે છે. આ ચાર બાબતો જાતકમાં આવે છે. મોટાભાગની જાતક કથા ચમ્પ રૂપે છે. જેમાં ગદ્ય અને પદ્યનું મિશ્રણ છે. પ્રાચીન ભારતમાં આ શૈલી અપનાવવા આવી હતી, તેમાં ગદ્યમાં કહેલી વાર્તાનું સમર્થન પદ્ય તથા શ્લોક દ્વારા કરવામાં આવતું. લોકકથાના રચયિતા અને ગાયક ગાથાઓને પ્રશ્નોત્તર રૂપે સંભળાવતા-કલ્પિત વાર્તાના લેખક કથાબીજને એક યા બે શ્લોકમાં લખી દેતા. ભરાહુત તથા સાંચીની દિવાલો પર અંકિત થયેલાં ચિત્રોથી એ વાતને પુષ્ટિ મળે છે કે જાતક કથાઓ ઈ.સ. પૂ. તૃતીય યા દ્વિતીય શતાબ્દીની બૌદ્ધ પરંપરાને પ્રગટ કરે છે. જાતકોના ઇતિહાસને જાણવા માટે આ ચિત્રો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જાતક કથાઓના સંગ્રહમાં કથા સાહિત્યના બધાં રૂપ જોવા મળે છે. જાતક કથાઓ વિશ્વ-લોક સાહિત્યનો મહત્ત્વનો ભંડાર છે. નિદેસ ચૂલનિદેસ તથા મહાનિદેસ તેના જ બે ભાગ છે. નિદેસ પરથી આપણે જાણી શકીએ કે પ્રાચીન સમયમાં આગમોના પાઠોની વ્યાખ્યા કેવી રીતે થતી હતી. તેમાં ધાર્મિક નિયમોની શિક્ષાત્મક વ્યાખ્યાની સાથે સાથે વ્યાકરણ અને કોશ સંબંધી વ્યાખ્યા પણ છે. મહત્ત્વપૂર્ણ પારિભાષિક શબ્દોની વ્યાખ્યા, શબ્દોના અર્થ બતાવ્યા છે, જે લગભગ કંઠસ્થ કરવામાં આવતા. મહાનિદેસમાં ઘણા દેશો અને બંદરોનો ઉલ્લેખ છે. જેની સાથે ભારતનો વાણિજ્ય વ્યવસાય સંકળાયેલ છે. પટિસર્ભિકામગ આ ગ્રંથમાં દસ મોટા પરિચ્છેદ છે. પ્રત્યેક પ્રકરણ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતને પ્રતિપાદિ કરે છે. તેમાં બધા વિષય અભિધમ્મ પ્રમાણે પ્રશ્નોત્તર રૂપે છે. સૂત્રોની જેમ અહીં પણ “હે ભિક્ષુ !” કહી સંબોધન કરવામાં આવે છે. અપાદાન અપાદાન પણ જાતકની જેમ વિશાળ ગ્રંથ છે. અપાદાન (અવદાન) નો અર્થ છે ચરિત્ર કે ચરિત. જેમાં વ્યક્તિના આત્મબલિદાન અથવા આત્મત્યાગની વાત છે. તેના બે મુખ્ય ભાગ છે. ૧. થર અપાદાન, ૨. થેરી અપાદાન. તેમાં ૬૨૮૬ સ્થવિર સંબંધી ગાથાઓ છે. જ્યારે ૧૨૬૭ થેરીઓ સંબંધી ગાથાઓ છે. બુદ્ધ અને તેમના 2010_03 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ વિવિધા શિષ્યો મોગલાન, મહાકશ્યપ, અનુરુદ્ધ પૂર્ણ મૈત્રાયણીય પુત્ર, ઉપાલિ, અજ્ઞાત કૌડિન્ય, મહાપ્રજાપતિ ગૌતમી વગેરેના પૂર્વજન્મોનું વર્ણન છે. ગાથા કહેવાવાળો પોતે સ્થવિર છે. તેની વાણી મર્મસ્પર્શી છે. બુદ્ધ વંસ આ પદ્યાત્મક ગ્રંથ છે. જેમાં ૨૮ પરિચ્છેદનો સમાવેશ થાય છે. તેમાં દીપંકરથી આરંભીને શાક્યમુનિ સુધીના ૨૪ પૂર્વ બુદ્ધ જન્મોનું વર્ણન છે. આ રચનામાં બુદ્ધને દેવ રૂપે બતાવવામાં આવ્યા છે. ચરિયાપિટક ખુદ્દક નિકાયનો આ છેલ્લો ગ્રંથ પદ્ય સ્વરૂપનો છે. તે ૬ પરિચ્છેદોમાં વહેંચાયેલો છે. જેમાં ૨૫ જીવનચર્યાનું વર્ણન છે. તેમાં ભગવાન બુદ્ધ કેવી રીતે દાન, શી, વૈષ્કર્મ, અધિષ્ઠાન, સત્ય, મૈત્રી અને ઉપેક્ષા જેવી સાત પારમિતાઓની પૂર્તિ તેમના આગળના જન્મોમાં કરી તેનું વર્ણન છે. આ પારમિતાઓનું વર્ણન વ્યક્તિનાં ચરિત્ર રૂપે કરવામાં આવ્યું છે. ગ્રંથ પરથી કહી શકાય કે પરિમતાને આદર્શ બનાવી લોકો સામે મૂકવા આ ગ્રંથની રચના કરવામાં આવી હશે. અભિધમ્મપિટક અભિધમ્મપિટક પાલિ ત્રિપિટકનો ત્રીજો મુખ્ય ભાગ છે. અભિધર્મનો અર્થ ઉચ્ચ ધર્મ અથવા વિશેષ ધર્મ એમ કહી શકાય. પણ ધર્મ તો સર્વત્ર એક જ છે. અભિધમ્મ પિટકમાં બુદ્ધનાં મંતવ્યોને વર્ગીકૃત કરી તેનું વિશ્લેષણ કરેલું છે. સુત્તપિટકમાં સાધારણ વ્યક્તિ માટે ધર્મબોધ છે પણ અભિધમ્મ પિટક માટે એમ કહી શકાય કે જેને બૌદ્ધ તત્ત્વદર્શનમાં રસ છે તેવા વ્યક્તિ માટે અભિધમ્મ પિટકનું ઘણું મહત્ત્વ છે. જે ધર્મ સુત્તપિટકમા ઉપદેશરૂપે છે અને વિનયપિટકમાં સંયમરૂપે છે, તે અભિધર્મમાં તત્ત્વરૂપે નિહિત છે. બૌદ્ધ ધર્મ અને દર્શનમાં ચિત્ત જ કેન્દ્રસ્થાને છે. તેમાં ચિત્ત, ચૈતસિક, રૂપ અને નિર્વાણ- એ ચારને જ પરમાર્થ સત્ય માનવામાં આવે છે. અભિધર્મમાં એક વિશિષ્ટ શૈલી દ્વારા તેનું નિર્ભ્રાન્ત જ્ઞાન આપવાનો પ્રયત્ન થયો છે. ધર્મનો પર્યાય આપવો, તેનું સૂક્ષ્મ વિભાજન કરવું અને વ્યાખ્યા આપવી તે પદ્ધતિ અને પરિપ્રશ્નાત્મક શૈલી તેમાં નોંધપાત્ર છે. અભિધમ્મ પિટક ધર્મના ઊંડાણમાં લઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે અભિધમ્મનું જ્ઞાન ભગવાને તેમની માતા મહામાયા અને દેવતાઓને સૌ પ્રથમ આપ્યું. અભિધમ્મપિટકનું જ્ઞાન ત્યાર બાદ ભગવાને સેનાપતિ સારિપુત્રને અને સારિપુત્રએ ૫૦૦ ભિક્ષુઓને આ જ્ઞાન આપ્યું હતું. આમ ભગવાનના સમયમાં જ ૫૦૧ ભિક્ષુ અભિધમ્મ પિટકનું જ્ઞાન ધરાવતા હતા. ‘અભિધમ્મ નું સંગાયન પ્રથમ બે સંગીતિમાં થયું હતું કે નહિ તે નિશ્ચિત થઈ શકતું નથી. તેનો મૂળ ભાગ માતિકા 2010_03 Page #90 -------------------------------------------------------------------------- ________________ ત્રિપિટક સાહિત્ય ૮૩ કત (માતૃકા) તરીકે ઓળખાતો હતો. ત્રીજી સંગીતિ પછી અભિધમ્મપિટકનું સંકલન થયું હોવાનું પણ મનાય છે. તેમાં સાત ગ્રંથો છે. સર્વાસ્તિવાદી અભિધમ્મની અંતર્ગત સાત ગ્રંથો છે. જેમાં જ્ઞાનપ્રસ્થાન મુખ્ય છે. ગ્રંથ ૧. જ્ઞાનપ્રસ્થાન શાસ્ત્ર આર્ય કાત્યાયન ૨. પ્રકરણવાદ સ્થવિર વસુમિત્ર ૩. વજ્ઞાનકાયવાદ સ્થવિર દેવશર્મા ૪. ધર્મ સ્કન્ધપાદ આર્યસારિપુત્ર ૫. પ્રજ્ઞપ્તિશાસ્ત્રપાદ આર્ય મોદગલ્યાયન ૬. ધાતુકાયપાદ પૂર્ણ (વસુમિત્ર) ૭. સંગીતિપર્યાયપાદ મહાકૌષ્ઠિક (શારિપુત્ર) પુગ્ગલપતિ પુદ્ગલનો અર્થ થાય છે વ્યક્તિ, વ્યક્તિની પ્રજ્ઞપ્તિ કરવાનો આ ગ્રંથનો વિષય છે. આ ગ્રંથમાં વ્યક્તિનું વિવિધ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવેલ છે. એક એક પ્રકારની વ્યક્તિથી શરૂ કરીને દશ પ્રકારની વ્યક્તિ સુધીનો નિર્દેશ આ ગ્રંથમાં છે. માટે જ આ ગ્રંથ દસ અધ્યાયોમાં વહેંચાયેલો છે. તેમાં પ્રથમ પ્રશ્ન કરવામાં આવેલ છે અને ત્યાર બાદ તેનો જવાબ આપવામાં આવ્યો છે, એ પ્રશ્નોત્તર શૈલીનું અનુકરણ અહીં થયું છે. વિભંગ આ અભિધમ્મપિટકનો બીજો ગ્રંથ છે. શરૂઆતમાં વિભંગનો અર્થ વ્યાખ્યા થતો હતો. જેવી રીતે પ્રતિમોક્ષની વ્યાખ્યા વિભંગ કહેવામાં આવે છે, જેમાં સ્કંધોનું વિવરણ આપેલું છે. બૌદ્ધ માન્યતા અનુસાર વસ્તુ કોઈ ચીજ નથી. રૂપ (મહાભૂત), વેદના, સંજ્ઞા, સંસ્કાર તથા વિજ્ઞાન આ પાંચ સ્કન્ધોથી વધુ આત્મા નામના કોઈ પદાર્થની સ્થિતિ નથી. આ પાંચ સ્કન્ધોની અહીં વ્યાખ્યા આપવામાં આવી છે. વિભગના નીચેનાં ૧૮ પ્રકરણોમાં તે વિભાજિત છે. તેના નામને આધારે વિષયની સ્પષ્ટતા મળે છે. ૧. સ્કન્ધ, ૨. આયતન, ૩. ધાતુ, ૪ સત્ય, ૫. ઇન્દ્રિય, ૬. પ્રત્યયાકાર, ૭. સ્મૃતિપ્રસ્થાન, ૮. સમ્યકપ્રધાન, ૯. ઋદ્ધિપાદ, ૧૦. બોથંગ, ૧૧. માર્ગ, ૧૨. ધ્યાન, ૧૩. અપરિમાણ, ૧૪. શિક્ષાપાદ, ૧૫. પ્રતિસંવિદ, ૧૬. જ્ઞાન, ૧૭. મુદ્રકવસ્તુ (સુદ્રકવસ્તુ) અને ૧૮. ધર્મ હૃદય. 2010_03 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આ ૧૮ વિભંગ આગળ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. ૧. સુત્તા-ભાજનીય ૨. અભિધમ્મ-ભાજનીય ૩. પ્રશ્ન-પૃચ્છક આમાંથી પહેલામાં સૂત્ર અનુસાર, બીજામાં અભિધમ્મની માતિકાઓ અનુસાર, તથા ત્રીજામાં દુક, તિક વિગેરે રૂપમાં પ્રશ્નોત્તરની રીતે વ્યાખ્યા પ્રસ્તુત કરવામાં આવી છે. ધમ્મસંગિણીમાં માત્ર ધર્મોનું વિશ્લેષણ ક૨વામાં આવ્યું છે. પરંતુ વિભંગમાં ધર્મોનું સ્કન્ધ, આયતન, ધાતુ વગેરેમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અહીં પણ ધર્મસંગિણીના કુશળ, અકુશળ તથા અવ્યાકૃત બધાને ગ્રહણ કરી વિભંગમાં પ્રસ્તુત કરવામાં આવે છે. આમ વિભંગ ધમ્મસંગિણી પર આધારિત છે. ધુમ્મસંગિણી વિવિધા આ ગ્રંથને અભિધમ્મનું મૂળ માનવામાં આવે છે. જૂની પરંપરામાં ત્રિપિટકના અલગ અલગ ગ્રંથોને કંઠસ્થ કરીને યાદ રાખનાર સુત્તધર, વિનયધર તથા માતિકાધર તરીકે ઓળખાતા. તે માતિકા આ ગ્રંથમાં સંગ્રહ થયેલી માતિકા હતી. તેમાં નામ (મન, અથવા માનસિક) તથા રૂપ જગતની વ્યાખ્યા પ્રસ્તુત કરવામાં આવી છે, અને આ વ્યાખ્યા કર્મોના કુશળ, અકુશળ તથા અવ્યાકૃત રૂપો તથા વિપાકો વગેરેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ વ્યાખ્યા નૈતિક છે અને બીજા શબ્દોમાં તેને આપણે બૌદ્ધ નીતિવાદની મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા પણ કહી શકાય છે. કારણ કે તેમાં ચિત્ત તથા ઐતિસિક ધર્મોનું કુશળ, અકુશળ તથા અવ્યાકૃત રૂપમાં વિશ્લેષણ પ્રસ્તુત કરવામાં આવે છે. માતિકાનાં ૧૨૨ વર્ગીકરણ અહીં છે, જેમાં ૨૨ તો ત્રણ ત્રણ શીર્ષકોમાં વિભક્ત કરીને આપવામાં આવી છે. અને બાકીના ૧૦૦ ને બબ્બેના શીર્ષકોમાં. આ જ ક્રમસહ તિક અને દુક કહેવામાં આવે છે. આજ તિક અને દુક દ્વારા ધર્મોનું સંપૂર્ણ વિશ્લેષણ ધર્મસંગિણીમાં ક૨વામાં આવ્યું છે. આ પ્રણાલી અભિધમ્મના અન્ય ગ્રંથોમાં પણ અપનાવવામાં આવી છે. ધાતુકથા સ્કન્દ, આયતન અને ધાતુ આ ત્રણ ધાતુકથાના વિષય છે. આ પ્રકારે વિભંગના ૧૮ વિભંગોમાંથી સ્કન્ધ, આયતન તથા ધાતુ આ ત્રણ વિભંગોને ગ્રહણ કરી તેનું વિશ્લેષણ ક૨વામાં આવ્યું છે. આ પ્રકારે આ ગ્રંથનું શીર્ષક વિષયવસ્તુની દૃષ્ટિએ ધાતુકથાની જગ્યાએ સ્કન્ધ-આયતન-ધાતુકથા હોવું જોઈએ. આ ગ્રંથોમાં આ ત્રણનો સંબંધ ધર્મોની સાથે કેવા પ્રકારે છે તેને સમ્યક રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. કયા કયા સ્કન્ધ, આયતન અથવા વિનંગમાં કયા કયા ધર્મ સંગ્રહિત, અસંગ્રહિત, સમ્પ્રયુક્ત અથવા વિપ્રયુક્ત હોય છે, તે બધાનું વિવેચન અહીં ૧૪ અધ્યાયોમાં પ્રશ્નોત્તર રૂપે ક૨વામાં આવ્યું છે. 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ ત્રિપિટક સાહિત્ય યમક આ પ્રકરણમાં પ્રશ્ન જોડના રૂપમાં રાખવામાં આવે છે. યમકનો શાબ્દિક અર્થ જોડકું (યુગ્મ) છે. અહીં પ્રશ્નોના અનુકૂળ અને તેના વિપરિત સ્વરૂપનાં ૧૨ યુગ્મ બનાવવામાં આવ્યાં છે. આ પ્રણાલીનું શરૂથી અંત સુધી અનુસરણ કરવામાં આવ્યું છે. તેનાથી તેનું નામકરણ કરવામાં આવ્યું છે. છે. કથાવસ્તુ ૮૫ ૧. પટ્ટાન (પ્રસ્થાન) : આકારમાં આ અતિ વિસ્તૃત-મોટો ગ્રંથ છે. આ ગ્રંથ ચાર ભાગોમાં વિભક્ત આના રચિયતા અશોકના ગુરુ મોગલપુત્ત તિસ્ય માનવામાં આવે છે. પરંતુ ત્યાર બાદ પણ તેમાં ઉમેરો થતો ગયો છે. આ ગ્રંથમાં ૨૩ અધ્યાયોમાં સ્થવિરવાદ સિવાય ૧૭ નિકાયોના ૨૧૬ સિદ્ધાંતોનો પ્રશ્ન રૂપે પૂર્વપક્ષમાં રાખીને ત્યાર બાદ તેના ઉત્તર તથા સમાધાન ઉપસ્થિત કરતાં સ્થવિરવાદી દૃષ્ટિકોણની સ્થાપના કરવામાં આવી છે. અશોકના સમયમાં બૌદ્ધ સંપ્રદાય અનેક ધર્મોમાં વિભક્ત થઈ ગયો હતો. તે સમયે એવું સમજાવાનું મુશ્કેલ બન્યું કે બુદ્ધનું વાસ્તવિક મંતવ્ય ક્યું છે. આ જ ઉદ્દેશને સામે રાખીને મોગલપુત્ત તિસ્યએ આ ગ્રંથની રચના કરી અને એમણે આ ઉદ્દેશ્યની પૂર્તિ કરી અને માટે જ આ ગ્રંથને ત્રિપિટકમાંનો ગ્રંથ તરીકે હોવાનું બહુમાન પ્રાપ્ત થયું. આ ગ્રંથમાં માત્ર દાર્શનિક સિદ્ધાંતોનું જ ખંડન કરવામાં આવ્યું છે અને આ સિદ્ધાંતો કયા સંપ્રદાયોના છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેની આ કમીની પૂર્તિ તેની અદ્ભકથાએ કરી છે. કેટલાક સંપ્રદાયોના સિદ્ધાંતો અને માન્યતાઓ તો એવા છે કે જે અશોક પછી અસ્તિત્ત્વમાં આવ્યા. ઉદાહરણ રૂપે અન્ધક, અપ૨શૈલીય, પૂર્વશૈલીય, રાજગિરિક, સિદ્ધાર્થક, વૈપુલ્ય, ઉત્તરીપથક અને હેતુવાદી. આ એવો સંકેત કરે છે કે આના કેટલાક અંશ ઇસુની પ્રથમ સદી સુધી જોડવામાં આવેલા છે. આ પ્રમાણે અભિધર્મપિટકમાં અલગ અલગ ગ્રંથોમાં બૌદ્ધ તત્ત્વદર્શનનું નિરૂપણ થયું છે. તે ધર્મસૂત્રોનું દાર્શનિક રૂપ છે. પણ તેની ભાષા અને શૈલીની કલિષ્ટતાને કા૨ણે દુર્બોધ છે. તેને સમજવામાં સુગમ બનાવવાનો પ્રયત્ન વસુબંધુ વગેરે આચાર્યોએ કર્યો. 2010_03 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૬ બૌદ્ધ સંસ્કૃત સાહિત્ય બૌદ્ધ ધર્મમાં પાલિ સાહિત્ય માત્ર સ્થવિરવાદની પરંપરામાં ઉપલબ્ધ છે. પરંતુ ઉત્તરકાલીન પ્રાયઃ સર્વ બૌદ્ધ સંપ્રદાયોમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થયો છે. ગૌતમ બુદ્ધે ભિક્ષુઓને પોતાની ભાષાઓમાં ઉપદેશ આપવા માટે જણાવ્યું હતું પણ બુદ્ધવચનને વૈદિક ભાષામાં પરિવર્તિત કરવાનો નિષેધ કર્યો હતો. પરંતુ બૌદ્ધધર્મ અનેક સંપ્રદાયોમાં વિભક્ત થતા સંસ્કૃત ભાષાનું પ્રાધાન્ય વધતું ગયું અને હીનયાનખાસ કરીને સર્વાસ્તિવાદના કેટલાક ગ્રંથો સંસ્કૃતમાં રચાયા. મહાયાની બૌદ્ધ સાહિત્ય તો પ્રાયઃ સંસ્કૃતમાં જ છે. આ સંસ્કૃત સાહિત્યમાં મુખ્યત્વે બે પ્રકારના ગ્રંથો મળે છે. ૧. ગૌતમ બુદ્ધના જીવનચરિત્ર વિષયક અને ૨. સૈદ્ધાંતિક શાસ્ત્રગ્રંથો. વિવિધા આ ગ્રંથોની સંસ્કૃત ભાષાનું સ્વરૂપ શુદ્ધ સંસ્કૃત નથી પણ આચાર્ય નરેન્દ્રદવ જણાવે છે તે પ્રમાણે ‘સંકર-સંસ્કૃત' છે. કોઈ તેને ગાથા સંસ્કૃત કહે છે, કોઈ મિશ્ર સંસ્કૃત અથવા તો બૌદ્ધ સંસ્કૃત પણ કહે છે. વિદ્વાનોમાં આ ભાષા શુદ્ધ હોવા વિશે અનેક મતભેદ છે, પરંતુ તેના પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ અવશ્ય છે. હીનયાન પરંપરામાં સર્વાસ્તિવાદના ગ્રંથો પ્રાયઃ સંસ્કૃતમાં રચાવાનું શરૂ થયું. આર્ય કાત્યાયની પુત્ર રચિત ‘જ્ઞાનપ્રસ્થાનશાસ્ત્ર' સંભવતઃ બૌદ્ધ સંસ્કૃત સાહિત્યનો આદ્ય ગ્રંથ મનાય છે. કનિષ્ક રાજાના સમયમાં વસુમિત્રની અધ્યક્ષતામાં થયેલી પંચાતિકા સંગીતિમાં ‘વિભાષા' નામની ટીકા રચી. તેના અનુયાયીઓ વૈભાષિક કહેવાયા. વસુમિત્રએ ત્યારબાદ ‘અભિધર્મકોશ'ની પણ રચના કરી અને અન્ય આચાર્યાએ સંયુક્તરૂપે ‘મહાવિભાષા' ગ્રંથ તૈયાર કર્યો. આ સર્વ ગ્રંથોની રચના સંસ્કૃત ભાષામાં થઈ. તે ઉપરાંત ધર્મત્રાતનો ઉદાનવર્ગ, ઘોષકનો અભિધર્મામૃત, વસુમિત્રનો પ્રક૨ણવાદ અને ધર્મશ્રીનો અભિધર્મસાર સર્વાસ્તિવાદના પ્રાચીન ગ્રંથ હોવાનું કહેવાય છે. અભિધર્મ વિશે રચાયેલા નીચેના ગ્રંથોને ષટપાદશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. ૧. સારિપુત્ર વિરચિત અભિધર્મસંગ્રહ પર્યાય પાદશાસ્ત્ર, ૨. મૌદગલ્યાયન વિરચિત અભિધર્મસ્કંધ પાદશાસ્ત્ર, ૩. સ્થવિર દેશવર્મા રચિત અભિધર્મ વિજ્ઞાનકાય પાદશાસ્ત્ર, ૪. કાત્યાયની પુત્રનું અભિધર્મ પ્રજ્ઞપ્તિ પાદશાસ્ત્ર, ૫. વસુમિત્ર રચિત અભિધર્મધાતુકાય પાદશાસ્ત્ર અને ૬. વસુમિત્રરચિત અભિધર્મપ્રકરણ પાદશાસ્ત્ર. સર્વાસ્તિવાદમાં અભિધર્મનું ઘણું મહત્ત્વ હતું. સુત્તપિટકના નિકાય શબ્દને સ્થાને સર્વાસ્તિવાદીઓએ આગમ શબ્દનો પણ ઉપયોગ કર્યો છે. તેમણે થેરવાદી પિટકો કેટલાક પરિવર્તનો સાથે સંસ્કૃતમાં અનુદિત કર્યાં હતાં. 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ સંસ્કૃત સાહિત્ય ૮ . મહાવસ્તુ : સંસ્કૃત ભાષામાં રચાયેલો હીનયાનનો ખાસ કરીને લોકોત્તરંવાદી મહાસાંઘિકોના આ વિનયગ્રંથનું ઘણું માહાભ્ય છે. બુદ્ધનું જીવનચરિત્ર તેનો મુખ્ય વિષય છે. મહાવસ્તુના પ્રારંભમાં જ ચાર બોધિસત્વચર્યાઓનું વર્ણન છે. પ્રકૃતિચર્યા, પ્રણિધાનચર્યા, અનુલોમચર્યા અને અનિવર્તનચર્યા. આ ચાર ચર્યાઓની પૂર્તિથી બોધિસત્વ બુદ્ધત્વની પ્રાપ્તિ કરે છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ લોકોત્તર હોવાનું બતાવ્યું છે. હીનયાનથી મહાયાન પ્રત્યેની સંક્રમણાવસ્થાની સાથે આ ગ્રંથમાં બોધિસત્વની દશભૂમિઓનું પણ સૌ પ્રથમ વર્ણન મળે છે. ગૌતમ બુદ્ધનું જીવનચરિત્ર જ તેનો મુખ્ય વિષય હોવાથી તેને મહાવસ્તુ-અવદાન પણ કહે છે. ત્રિપિટકના વિષયવસ્તુ અને કથાપ્રસંગોની તેના પર વ્યાપક અસર છે. જો કે આ ગ્રંથના રચનાસમય વિશે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. લલિતવિસ્તર: ' મહાયાનના વેમુલ્યસૂત્રોમાં આ ગ્રંથને ઘણો પવિત્ર માનવામાં આવે છે. તેમાં બુદ્ધ ચરિત્રનું વર્ણન છે. પૃથ્વી ઉપર ભગવાન બુદ્ધે જે લીલા કરી તેનું વર્ણન હોવાથી તે “લલિતવિસ્તર' કહેવાય છે, તેને “મહાબૃહ” પણ કહેવામાં આવે છે. ગૌતમ બુદ્ધનો તુષિત દેવલોકમાં નિવાસ, ગર્ભાવક્રાન્તિ, જન્મ, બાલચર્યા, સર્વમારમડલવિધ્વંસન – વગેરે વિષયોનું આ ગ્રંથમાં વિવરણ છે. બુદ્ધના જીવનની ચાર મુખ્ય ઘટનાઓ-ચાર પૂર્વનિમિત્ત-જેનાથી બુદ્ધે જરા, વ્યાધિ, મૃત્યુ અને પ્રવજ્યા જ્ઞાન પ્રાપ્ત કર્યું. અભિનિષ્ક્રમણ, બિંબિસારોપક્રમણ, દુષ્કરચર્યા, મારઘર્ષણ, અભિસંબોધન અને ધર્મદેશના-તે સર્વનું અહીં વિસ્તારથી વર્ણન છે. ગ્રંથ મુખ્યત્વે ગદ્યમાં છે. વચ્ચે વચ્ચે તેમાં ગાથાઓ અને ક્યારેક ગ્રામ્યગીતો પણ આવે છે. કેટલાંક સુંદર વર્ણનો, ઉપમાદિ અલંકારો અને પ્રાસાદિક શૈલીને કારણે તે સાહિત્યિક દૃષ્ટિએ પણ મહત્ત્વનો ગ્રંથ છે. બુદ્ધચરિત, સૌન્દરનન્દ અને શારિપુત્ર પ્રકરણ : * મહાકવિ અશ્વઘોષના સંસ્કૃત ભાષામાં રચાયેલા આ ત્રણ ગ્રંથો પણ બૌદ્ધ ધર્મના મહત્ત્વના ગ્રંથો છે. કનિષ્કનો લગભગ સમકાલીન એવા કવિ અશ્વઘોષે બુદ્ધના જીવનચરિત્રનું વર્ણન કરતા કાવ્યગ્રંથ “બુદ્ધચરિત'ની રચના કરી છે. તેના ૨૮ સર્ગ છે. પરંતુ અશ્વઘોષે રચેલા સમગ્ર કાવ્યના બધા સર્ગો ઉપલબ્ધ થતા નથી. તેમાં મુખ્યત્વે બુદ્ધકથા તેમના જન્મથી આરંભીને સંવેગોત્પત્તિ, અભિનિષ્ક્રમણ, મારવિજય, સંબોધિ, ધર્મચક્રપ્રવર્તન, પરિનિર્વાણ વગેરે પ્રસંગોના વર્ણન સાથે પ્રથમ ધર્મસંગીતિ અને અશોકના રાજ્યકાળનો નિર્દેશ કરીને પરિસમાપ્ત થાય છે. સૌન્દરનંદમાં ૧૮ સર્ગ છે. તેમાં બુદ્ધના ભાઈ સૌન્દરનંદ બૌદ્ધધર્મમાં પ્રવજિત થાય છે તેની કથા છે. 2010_03 Page #95 -------------------------------------------------------------------------- ________________ ८८ વિવિધા શારિપુત્ર પ્રકરણ નાટ્યગ્રંથ છે. તેમાં ૯ અંક છે. તેમાં શારિપુત્ર અને મૌદગલ્યાયન બૌદ્ધધર્મમાં દીક્ષિત થાય છે, તેનું આલેખન છે. અવદાન સાહિત્ય : અવદાન (પાલિ-અપદાન)નું તાત્પર્ય છે-લોકકથાઓના માધ્યમથી ધાર્મિક સિદ્ધાંતોને અભિવ્યક્ત કરનારું સાહિત્ય. તેની વિસ્તૃત સીમાઓમાં પારમિતાઓનો અભ્યાસ પણ સમાવિષ્ટ થઈ જાય છે. પાલિ સાહિત્યમાં જે સ્થાન જાતકકથાઓનું છે, તે જ સ્થાન બૌદ્ધ સંસ્કૃત સાહિત્યમાં અવદાનકથાઓનું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મ અને તેના ફળના સિદ્ધાંતની વ્યાખ્યા કરવાનો છે. કથાઓનું વિભાજન મુખ્યત્વે ત્રણ પ્રકારે મળે છે. અતીત અનાગત અને પ્રત્યુત્પન્ન હીનયાન અને મહાયાનનાં સંમિશ્રિત રૂપની પ્રસ્તુતતા અવદાનસાહિત્યની વિશેષતા છે. અવદાનશતક એ અવદાન સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ હોવાનું મનાય છે. તેના દસ અધ્યાય છે અને તેમાં હીનયાન તથા મહાયાન સંબંધી કથાઓ ઉપલબ્ધ થાય છે. તેની કેટલીક કથાઓ અન્ય અવદાનગ્રંથોમાં પણ મળે છે. ‘દિવ્યાવદાન” પણ મહત્ત્વનો અવદાન ગ્રંથ છે. જો કે તેમાં ભાષા, શૈલી અને વિષયવસ્તુની દૃષ્ટિએ સંવાદિતા ઓછી છે. વસ્તુતઃ તેનો સંબંધ મૂળ સર્વાસ્તિવાદના વિનયપિટક સાથે વધારે છે. તે ઉપરાંત કલ્પદ્રુમાવદાન, અશોકાયદાન, કાવિદત્યવદાન, બોધિસત્વદિવદાન, અવદાનકલ્પલતા વગેરે પણ નોંધપાત્ર ગ્રંથો છે. સંસ્કૃતમાં રચાયેલા દાર્શનિક સાહિત્યમાં મુખ્યત્વે મહાયાની સૂત્રો અને યોગાચાર તથા વિજ્ઞાનવાદના ગ્રંથોને ગણાવી શકાય. મૈત્રેય, અસંગ, વસુબવુ, નાગાર્જુન, દિનાગ વગેરે આચાર્યોએ બૌદ્ધ દાર્શનિક સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચ્યું હતું. 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ મિલિન્દપ્રશ્ન : ગ્રંથપરિચય ૮૯ મિલિન્દપ્રશ્ન : ગ્રંથપરિચય મિલિન્દાહ', “મિલિન્દપો” અથવા “મિલિન્દ પહા” (આ ત્રણે નામ આ અદ્ધકથાઓમાં આ ગ્રંથને ત્રિપિટકની સમાન આદરણીય માનીને, તેનાં ઉદ્ધહરણો લીધાં છે, આ હકીકત તેની મહત્તાની સર્વોત્તમ સૂચક છે. સાહિત્ય અને દર્શન બંને દષ્ટિએ “મિલિન્દપગહ' સ્થવિરવાદ બૌદ્ધધર્મનો મહાન ગૌરવરૂપ ગ્રંથ છે. પાશ્ચાત્ય વિદ્વાનો પણ તેના આ ગૌરવરૂપ ગ્રંથ છે. પાશ્ચાત્ય વિદ્વાનો પણ તેના આ ગૌરવમહત્ત્વથી અતિ મુગ્ધ બનીને તેના પર ગ્રીક પ્રભાવ હોવાનું માને છે. ખાસ કરીને સોક્રેટીસના સંવાદોથી તે પ્રભાવિત હોવાનું જણાવે છે. મિલિન્દાહ' (મિલિન્દ પશ્ન), તેના નામથી સ્પષ્ટ થાય છે એ પ્રમાણે (નામ અનુસાર) મિલિન્દના પ્રશ્નોના વિવરણરૂપે લખાયેલો ગ્રંથ છે. મિલિન્દ શબ્દ ગ્રીક “મેનાન્ડર' નામનું ભારતીયકરણ છે. મિલિન્દના પ્રશ્નોનું વિવરણ માત્ર આ ગ્રંથમાં નથી, તેના પ્રશ્નોનું સમાધાન, આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તેના પ્રશ્નોનું સમાધાન આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તેના પ્રશ્નોનું સમાધાન ભદન્ત નાગસેન નામના બૌદ્ધ ભિક્ષુએ કર્યું. તે અનુસાર મિલિન્દ, રાજા અને ભદન્ત નાગસેનના સંવાદના રૂપમાં આ ગ્રંથ લખાયો છે. મિલિન્દ અને ભદન્ત નાગસેનનો આ સંવાદ ઐતિહાસિક તથ્ય હોવા માટેની પ્રમાણભૂત સામગ્રી ઉપલબ્ધ છે. મિલિન્દપ્રશ્નમાં જ રાજા મિલિન્દને યવનપ્રદેશના રાજા તરીકે ઓળખાવ્યો છે. (યોનકાન રાજા મિલિન્દો) અને તેની રાજધાની સાગલ (વર્તમાન ચાલકોટ) હોવાનું જણાવ્યું છે. ઈ.સ. પૂ. બીજી શતાબ્દીમાં ભારતનો ઉત્તર-પશ્ચિમ ભાગે ગ્રીક શાસકોના હાથમાં ચાલ્યો ગયો હતો. ગ્રીક શાસક મેલાડર અથવા મેનાગ્રોસ જ મિલિન્દપ્રશ્ન” નો રાજા મિલિન્દ છે, તેવો ઇતિહાસવિદોનો નિશ્ચિત મત છે. પરંતુ આ મેનાન્ડોસના શાસનકાળની નિશ્ચિત મત છે. પરંતુ આ મેનાન્ડોસના શાસનકાળની નિશ્ચિત તિથિ વિશે હજુ વાદવિવાદ પવર્તે છે. પણ અધિકતર વિદ્વાનોની માન્યતા છે કે મેનોપ્ટરનો શાસનકાળ ઈ.સ. પૂ. પ્રથમ શતાબ્દી છે. તેથી તેના મૂળ રૂપમાં મિલિન્દપ્રશ્ન” ની રચના આ સમયમાં થઈ હોવાનું નિશ્ચિત રીતે કહી શકાય. કારણ કે મેનાષ્ઠર પછી તરત જ ભારતમાંથી ગ્રીક શાસન લુપ્ત થઈ ગયું. અને તેની કોઈ સ્થાયી સ્મૃતિ ભારતીય ઇતિહાસમાં અંકિત થયેલી નથી. જો “મિલિન્દ પ્રશ્ન' ની રચના મિલિન્દ અને નાગસેનના સંવાદના આધારે તે પછીના સમયમાં લખાઈ હોય, તો પણ તે બહુ લાંબા સમય પછી નહીં લખાઈ હોય. ‘મિલિન્દ પ્રશ્ન” ની રચના ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દીમાં થઈ હતી અને તેના આધારરૂપ છે મિલિન્દ રાજા અને ભદન્ત 2010_03 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વિવિધા નાગસેનનો સંવાદ. ‘મિલિન્દપ્રશ્ન'ની ઐતિહાસિકતા પ્રમાણિત કરવા માટે એક અન્ય મહત્ત્વનો પુરાવો પણ મળે છે. ભારતમાં લગભગ ૨૨ સ્થળેથી-મુખ્યત્વે મથુરામાંથી-ગ્રીક રાજા મનાલ્ડરના સિક્કા મળે છે. જેની ઉપર “વેસિલિયસ સોટિલ્સ મેનન્ઝોસ' એવું લખેલું છે. અને તે સિક્કાઓ પર ધર્મચક્રનું નિશાન પણ છે, જે તેનું બૌદ્ધ ધર્મવલંબી હોવાનું પણ સૂચવે છે. “મિલિન્દપ્રશ્ન” અનુસાર ભદ્રત્ત નાગસેનનો ઉત્તરોથી સંતુષ્ટ પુત્રને સોંપીને વિજ્યા લીધી હોવાના અને અર્વ પદ પ્રાપ્ત કગર્યાના ઉલ્લેખો પણ મળે છે. ગ્રીક ઇતિહાસ લેખક “લૂટાર્કનું કહેવું છે કે મેનાડરના મૃત્યુ બાદ તેનો અસ્થિઓ ઉપર સૂપ બાંધવામાં આવ્યો હતો. આ સર્વ હકીકતો મિલિન્દ રાજા બૌદ્ધ હોવાની સાક્ષી આપે છે. રચનાકાર : ગ્રીક રાજા મેનાર અને ભદન્ત નાગસેનના સંવાદના રૂપમાં આ ગ્રંથ લખાયો હોવાનો નિશ્ચિત ઐતિહાસિક પુરાવાઓ મળવા છતાં, તેના રચનાકાર, ગ્રંથનું સ્વરૂપ, તેમાં થયેલું પરિવર્તન કે પરિવર્ધન-વગેરે વિશે અનેક પ્રશ્નો ઉદ્દભવે છે. આ ગ્રંથના રચનાકાર તરીકે સામાન્ય રીતે ભદન્ત નાગસેનને જ માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મ સંબંધી શંકાઓનું નિવારણ કરતા ભદન્ત નાગસેને આપેલા ઉત્તરો ગ્રંથનું મહત્ત્વનું વિષયવસ્તુ છે. ગ્રંથના નાયક હોવાની સાથે સાથે તે ગ્રંથના રચનાકાર હોવાની બાબતમાં ખાસ મતભેદ નથી. આવી નિર્વયોક્તિતા ભારતીય સાહિત્યમાં અનેક વાર જોવા મળે છે. જો કે શ્રીમતી રાયસ ડેવલ્સ ગ્રંથના રચયિતાનું નામ માણસ હોવાનું કહે છે, પણ તે માટે કોઈ ઐતિહાસિક પુરાવાઓ મળતા નથી. ગ્રંથમાં પરિવર્ઘન : - વિશેષતઃ પશ્ચિી વિદ્વાનો દ્વારા એવું કહેવામાં આવે છે કે ‘મિલિન્દ પ્રગ્ન' એક જ સમયે રચાયેલો ગ્રંથ નથી. ભિન્ન ભિન્ન સમયમાં ભિન્ન ભિન્ન લેખકો દ્વારા એની રચના કરવામાં આવી છે. પરિચ્છેદોની એકબીજાથી જોવા મળતી ભિન્નતા તથા તેની શૈલી અને વિષયવસ્તુની અનેકવિધતાને કારણે એવું માનવામાં આવે છે કે મૌલિક રૂપમાં આ ગ્રંથ નાનો હશે. સંભવતઃ તે મિલિન્દ અને નાગસેનના સંવાદના સંક્ષિપ્ત વિવરણના રૂપમાં હશે, પણ પાછળથી સ્થવિરવાદ બૌદ્ધ ધર્મની દૃષ્ટિએ જે મહત્ત્વપૂર્ણ વિષયો હતા તેને મૂળ ગ્રંથની શૈલી અનુસાર તેમાં ઉમેરવાના પ્રયત્ન કરવામાં આવ્યા. ગ્રંથનું હાલનું વિસ્તૃત સ્વરૂપ આ પરિવર્તનના પરિણામરૂપ છે. મિલિન્દ પ્રશ્ન' ગ્રંથના પ્રસ્તુત સ્વરૂપ વિશે અનેક મતમતાન્તરો પણ છે. એમ પણ કહેવાયું છે કે તે મૌલિક રીતે સંસ્કૃતમાં તેની રચના થઈ હતી, અને પાલિમાં તેનું રૂપાંતર કરવામાં આવ્યું હતું. આ ગ્રંથનો ચીની અનુવાદ ઈ.સ. ૩૧૭ થી ઈ.સ. ૮૨૦ વચ્ચે થયો હોવાનું મનાય છે. પાલિ ‘મિલિન્દ પ્રશ્ન' માં કુલ ૭ અધ્યાય છે, જ્યારે ચીની અનુવાદ ફક્ત પહેલા ત્રણ અધ્યાયનો જ મળે છે. તથા આચાર્ય બુદ્ધઘોષે “મિલિન્દ પ્રશ્ન નાં જે અવતરણો ઉદ્ધત કર્યા છે, તે પ્રથમ ત્રણ અધ્યાયનાં જ છે. તેને આધારે પ્રો. ગાયગર, 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ મિલિન્દપ્રશ્ન: ગ્રંથપરિચય ૯૧ વિન્ટરનિટ્સ વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોનો એવો મત છે કે ‘મિલિન્દ પ્રશ્ન' માં મૂળ ત્રણ અધ્યાય હતા. ચારથી સાત અધ્યાય તેમાં પાછળથી ઉમેરવામાં આવ્યા છે.' તે ઉપરાંત પ્રસ્તુત પાલિ “મિલિન્દ પ્રશ્ન' માં ત્રીજા અધ્યાયના અંતમાં જણાવ્યું નવેસરથી પ્રસ્તાવના કરે છે. વક્તા, તર્કપ્રિય, અત્યંત, બુદ્ધવિશારદ (રાજા) મિલિન્દ જ્ઞાનવિવેચનને માટે નાગસેનની પાસે આવ્યો'. ત્રીજા અધ્યાયમાં પ્રશ્નોત્તરની સમાપ્તિ થયા પછી, પુનઃ વિષયનો આરંભ કરવામાં આવ્યો છે, એવું વિદ્વાનો માને છે. વિન્ટરનિટ્ઝ આગળના ત્રણ અધ્યાયોમાં પણ પરિવર્તન અને પરિવર્ધન થયું હાવાની શક્યતા દર્શાવી છે. પાલિ “મિલિન્દ પ્રશ્ન અને ચીની ભાષામાં પ્રાપ્ત તેના અનુવાદરૂપ ગ્રંથ “નાગસેન-સૂત્રમાં જોવા મળતી વિભિન્નતા અને આ આંતર-બાહ્ય પુરાવાઓને આધારે એક નિષ્કર્ષ એવો કાઢવામાં આવ્યો છે કે પાછળના ૪ થી ૭ અધ્યાય મૂળ ગ્રંથમાં ન હતા. જો કે તેની સામે એવી દલીલ કરવામાં આવે છે કે ચીની અનુવાદક ગ્રંથના સાત અધ્યાયનો અનુવાદ કરવાને બદલે ત્રણનો જ અનુવાદ કર્યો હોય, એ પણ શક્ય છે અથવા બાકીનો અનુવાદ નષ્ટ થયો હોય ! તથા બુંદ ઘોષે આપેલાં અવતરણોનાં સંદર્ભમાં જણાવવામાં આવે છે કે તેમને બાકીના ચારથી સાત અધ્યાયોનાં અવતરણોની આવશ્યકતા ઊભી ન થઈ હોય, તેથી તે ઉદ્ધરણો તેમના ગ્રંથોમાં લેવામાં આવ્યાં નથી. આમ “મિલિન્દ પ્રશ્ન' ના સ્વરૂપ વિશે અનેક મતમતાન્તરો છે. તેમ છતાં તેમાં થયેલા પરિવર્ધનની સંભાવનાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. | ‘મિલિન્દ પહ' નું વિષય વસ્તુ સાત ભાગ અથવા અધ્યાયોમાં વિભક્ત છે : ૧. બાહિરકથા, ૨. લખણ પહો, ૩. વિમતિચ્છેદન પહો, ૪. મેડક પહો, ૫. અનુમા પહે, ૬, ધુતંગ કથા અને ઓપન્મકથા પહો. “બાહિરકથા‘મિલિન્દ પગ૭ ની ભૂમિકા છે. સર્વ પ્રથમ લેખકે અભિધર્મ, વિનય અને સૂત્રો પર સમાશ્રિત, જેમાં અનેક વિચિત્ર ઉપમાઓ અને યુક્તિઓ પ્રકાશિત કરવામાં આવી છે તેવી નાગસેન વિશેની આશ્ચર્યકારક જણાતી નાગસેનની કથાને સાવધાનપણે જ્ઞાનપૂર્વક અને બુદ્ધિશાસના સંબંધી સંદેહોના નિવારણ માટે સાંભળવાનો આદેશ કર્યો છે. अभि घम्म विनियोगत्ठहा सुतभलसमत्थिता, नागसेनकथा चित्रा ओपम्मेहि नयेहि च, तत्थ त्राणं पणिधाय हासयित्वान मानसं, सुणाथ निपुणे पम्हे कंखाठान. ત્યારબાદ ગ્રીક રાજા મિલિન્દની રાજધાની સાગલનું રમણીય કાવ્યમય 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૨ વિવિધા વર્ણન છે. ‘૩થ યં Oિ યોતાને નાનાપુમ સીમાસ્તં નામ ના નવીપદ્વતિfમાં रमणीय भूमिप्पदेसभागं आरामच्यानी पवन तडाग पोकखागी अने पोतान। पतिवादी મિલિન્દના પૂર્વજન્મના વર્ણનમાં ખૂબ ઉત્સુકતા બતાવી છે, તો પણ પોતાના વર્તમાન જન્મ અને કર્મના વિષયમાં વિશેષ જાણવાનો આપણને અવકાશ આપ્યો નથી. સ્થવિર નાગસેનનો જન્મ મધ્ય દેશની પૂર્વ સીમા પર સ્થિત, હિમાલય પર્વતની સમીપમાં કજંગલા નામના પ્રસિદ્ધ પ્રદેશમાં થયો હતો. તેમના પિતાનું નામ સોણત્તર હતું, તે એક બ્રાહ્મણ હતા. ત્રણ વેદ, ઇતિહાસ અને લોકાયત શાસ્ત્રનું જ્ઞાન પરાપ્ત કરીને નાગસેને સ્થવિર રોહણ પાસે બુદ્ધ-શાસનમ્ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કર્યું અર્થાત્ બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તે વત્તનિય સેનાસનના સ્થવિર અસગુત્ત (અશ્વગુપ્ત)ની પાસે ગયા અને તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવ્યું, ત્યાં જ એમને સોતાપન્ન (સોત આપન્ન) ફળની પ્રાપ્તિ થઈ. ત્યાંથી તેમેન પાટલિપુત્ર મોકલવામાં આવ્યા, જ્યાં તેમણે સ્થવિર ધર્મરક્ષિત પાસે બૌદ્ધધર્મનો ઊંડાણથી અયાસ કર્યો. અહીં જ એમને અહેવફળની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી તે સાગલના સંખેય પરિવેણમાં ગયા, ત્યાં રાજા મિલિન્દ સાથે તેમનો મેળાપ થયો. મિલિન્દની વિદ્વતાનું વર્ણ કરતા તેણે શ્રુતિ, સ્મૃતિ, સાંખ્યયોગ, વૈશેષિક વગેરે ૧૯ શાસ્ત્રોનું મનનશીલ અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું છે. તે સંપૂર્ણ રીતે તર્કવાદી, વિતંડાવાદી અને વાદવિવાદમાં અજેય હતા; તેવું પણ જણાવ્યું છે. મિલિન્દને દાર્શનિક વાદ-વિવાદમાં ખૂબ રુચિ હતી. અને તેણે “લોકાયત” સમ્પ્રદાય વગેરેના અનુયાયીઓ અને વિચારકોને વાદવિવાદમાં પરાજિત ર્યા હતા. તેણે બુદ્ધકાલીન છ મુખ્ય સાંપ્રદાયિક આચાર્યોની ગાદી પર પ્રતિષ્ઠિત અને તેમના જેવાં જ નામ ધારણ કરનાર છ પ્રધાન આચાર્યો – જેમ કે પૂર્ણકસ્સા, મકખલિ ગોસાલ, નિગષ્ઠ નાથપુત્ત, સંજય વેલદ્ધિપુત્ત, અજિત કેસકમ્બલિ અને પુકધ કચ્ચાયનનાં નામ પણ પોતાના મંત્રીઓ દ્વારા સાંભળ્યાં હતાં. તેમાંથી પ્રથમ બે આચાર્યોને તે મળ્યો હતો, પણ તેના મનનું સમાધાન થયું ન હતું. અને તે અભિમાનપૂર્વક એમ માનવા લાગ્યો હતો કે “તુચ્છી બત ભો જમ્બુ દીપી પલાયો, વત ભી જબુદીપો નલ્થિ કોચિ સમણી વા બ્રાહ્મણો યો મયા સદ્ધિ સલ્લપિતું સક્રોતિ કંખ પટિવિનો દેતુંત - “તુચ્છ છે ભારતવર્ષ પ્રલાય માત્ર છે ભારતવર્ષ. અહીં એવા શ્રમણ કે બ્રાહ્મણ નથી કે જે મારી સાથે વાદવિવાદ કરીને મારા સંદેહોનું નિવારણ કરે.” મિલિન્દના આ શબ્દોમાં બુદ્ધિવાદી ગ્રીક જ્ઞાન વિશેનું ગૌરવ અને અહંકારવૃત્તિ દેખાય છે. પણ અંતમાં ભારતીય રાષ્ટ્રના ગૌરવ સમાન મહા જ્ઞાની ભદન્ત નાગસેન સાથે તેનો મેળાપ થયો. નાગસેનના જ્ઞાનની પ્રશંસા કરતા કહેવાયું છે કે તેમણે નાની વયમાં જ નિઘંટુ, ત્રણ વેદો, ઇતહાસ, વ્યાકરણષ લોકાયત વગેરે શાસ્ત્રોમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. પ્રવજિત થયા પછી તેમણે અભિધમ્મનાં સાત પ્રકરણો તથા અન્ય ધર્મરક્ષિત નામના ભિક્ષુ સાથે પાટલિપુત્રમાં નિવાસ કર્યો હતો. ત્યારબાદ આયપાલ નામના ભિક્ષુના નિમંત્રણથી તે 2010_03 Page #100 -------------------------------------------------------------------------- ________________ મિલિન્દપ્રશ્ન : ગ્રંથપરિચય હિમાચલ પ્રદેશના અસંખેય પરિવેણ નામના વિહારમાં ચાલ્યા ગયા. ત્યાં રાજા મિલિન્દ તેમને મળવા આવ્યો. ‘અથ ખો મિલિન્દી રાજા યેનાયસ્મા નાગસેનો અન્યોન્ય કુશળ સમાચાર અને પરિચય પૃચ્છા કરવામાં જ દાર્શનિક વાદવિવાદનો આરંભ થઈ ગયો. બુદ્ધદર્શનની આધારભૂમિરૂપ વિષયોથી જ પ્રશ્નોત્તરીની શરૂઆત થઈ. બૌદ્ધદર્શનની આધારભૂમિ છે, અનાત્મલક્ષણ, રાજા મિલિન્દ નાગસેનની પાસે આવે છે અને તમનું નામ પૂછે છે. ભત્તે નાગસેન પોતાનું નામ જણાવતાં કહે છે કે મને બધા નાગસેન નામથી ઓળખે છે, પરંતુ વસ્તમવાં તે નામની કોઈ વ્યક્તિ વિદ્યમાન નથી. પરમાર્થરૂપે વ્યક્તિની ઉપલબ્ધિ નથી. ‘પરમત્યતો પનેલ્થ પુગ્ગલો સૂયલભૂતિ'. ભદન્ત નાગસેનની અનાત્મવાદની આ વ્યાખ્યા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેમની આ વ્યાખ્યાને બુદ્ધદર્શન વિશેના નિષેધાત્મક વલણ તરીકે જોવામાં આવે છે, તેમ છતાં કેવળ સ્થવિરવાદી બૌદ્ધ સાહિત્યમાં જ નહિ, પરંતુ સંપૂર્ણ બૌદ્ધસાહિત્યમાં, બુદ્ધ વચનો સિવાય, અનાત્મવાદનું આ પ્રકારનું આકર્ષક અને ગંભીર વિવેચન અન્યત્ર મળતું નથી. અનાત્મવાદી સાથે પુનર્જન્મ શૂન્યવાદ, નામ-રૂપ ચાર સત્ય, અષ્ટાંગિક માર્ગ, શીલપ્રજ્ઞા, નિર્વાણ, વગેરે બૌદ્ધદર્શનના સિદ્ધાંતોની ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. ભદન્ત નાગસેને રાજા મિલિન્દ પ્રશ્નો અને સંશયોનો અત્યંત મનોરમ શૈલીમાં ઉત્તર આપે છે. ઉપરથી વિરોધી લાગતા ત્રિપિટકના વિભિન્ન વિવરણો કે બુદ્ધ ચનોનો વિરોધાભાસનો પરિહાર અને તેનો સમન્વય તેમણેએ અસરકારક શૈલીમાં કર્યો છે. અંતમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતા બંને પોતાના પ્રશ્નોત્તરની સંતુષ્ટ જણાય છે. રાજા મિલિન્દને એમ લાગે છે કે મેં જે પૂછ્યું, તે બધાના ભદન્ત નાગસેને મને ઉત્તર આપ્યા. (સબ્બે મયા પુચ્છિતં'તિ સબં ભદત્તેન નાગસેનેન વિસજિજતંતિ)' રાજા મિલિન્દ અંતમાં બૌદ્ધ ધર્મનાં ઉપાસક બની જાય છે અને યા લઈને બુદ્ધ, ધર્મ અને સંઘનું શરણ સ્વીકારે છે, જે ઇતહાસ સાક્ષ્ય દ્વારા ખરાણિત છે. ૯૩ ‘મિલિન્દ પ્રશ્ન’ દાર્શનિક અને ધાર્મિક દૃષ્ટિએ તો એક મહાગ્રંથ છે જ, પરંતુ તે સાથે તેનું ઐતિહાસિક અને સાહિત્યિક મહત્ત્વ પણ ઓછું નથી. સ્થવિરવાદ બૌદ્ધધર્મનો આ કંઠહાર છે, જેની પ્રતિષ્ઠાને કારણે તે બુદ્ધવચનોની સમાન સન્માન્ય છે, તે સાથે ભારતીય સાહિત્યના અમૂલ્ય નિધિરૂપ છે. જોકે લંકા, બર્મા અને સિયામની જેમ આધુનિક ભારતીય લોકભાષાઓમાં ‘મિલિન્દપન્હ’ સંબંધી પ્રચુર સાહિત્યમાં રચાયું નથી, પણ તેથી તેનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહિ. ‘મિલિન્દપન્હ’ ઈ.સ. પૂ.ની પ્રથમ શતાબ્દીની પ્રભાવશાળી ભારતીય ગદ્યશૈલીના સર્વોત્તમ નમૂનારૂપ છે. લેખકોના શબ્દાધિકાર અને તેમની શૈલીની પ્રવાહશીલતા, શબ્દોની ઓજસ્વિતા, પ્રભાવશાળી કથન પ્રકાર, ઉપમાઓ અને તાર્કિક પ્રયુક્તિઓ દ્વારા સઘાતુ સહજ અલંકારવિધાન, તેની સરળતા અને પ્રસાદગુણ- આ સર્વ વિશેષતાઓ તેને સાહિત્યિક ગદ્યના નિર્માતાઓની આગલી શ્રેણીમાં સર્વોત્તમ 2010_03 Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ વિવિધા સ્થાને પ્રતિષ્ઠિત કરે છે. હોવાનું અનુમાન કર્યું હતું, પરંતુ આ એક ભ્રમ છે. ભારતીય પરાધીનતાના યુગમાં અધિકાંશ પશ્ચિમી વિદ્વાનો, ભારત પણ વિશ્વની સંસ્કૃતમાં મૌલિક યોગદાન આપી શકે છે, તેમ માનવી તૈયાર ન હતા. પ્રાચીન વેદ-ઉપનિષદો અને બુદ્ધવચનોની પરંપરા તે સમયે દુઢ થયેલી હતી જ, તેથી તેના પર પ્લેટોના સંવાદો કે ગ્રીક શૈલીની અસર હોવાની દલીલ નિરર્થક છે. તે સમયે તો ભારતીય સંસ્કૃતિના ગૌરવનો સમય હતો, તે ગૌરવ જ “મિલિન્દાહ' માં પ્રતિધ્વનિત થયું છે, તેનાથી પ્રભાવિત થઈને જ બુદ્ધિવાદી મિલિન્દ રાજાએ બૌદ્ધ ધર્મમાં ઉપાસકત્વ ગ્રહણ કર્યું હતું. આ હકીકત ભારતીય જ્ઞાનના મહાન વિજ્યની દ્યોતક છે. તે સમયે સૌથી અધિક જ્ઞાન-સંપન્ન ગણાતા દેશ પર ભારતે મેળવેલા જ્ઞાનવિજય કે ધર્મવિજયનો ‘મિલિન્દાહ’ ગ્રંથ સ્મારક અને પરિચાયકે તે દૃષ્ટિએ તે ભારતીય વાડમયના અમર રત્નોમાંનું એક રત્ન છે. “મિલિન્દ પહ'ની શૈલી, સ્ત્રોત કે પ્રેરણાના મૂળ નિશ્ચિતપણે ત્રિપિટકનાં બુદ્ધવચનોમાં નિહિત છે. “દીનિકાય'ના “પાયામિ સુત” જેવાં સૂત્રોની જીવિત સંવાદશૈલી તેના પ્રેરણારૂપ હોઈ શકે છે. “કથાવસ્તુના અપ્રતિમ આચાર્ય મોગ્ગલિપુત્ત તિસ્સના પણ ભદન્ત નાગસેન ઓછા ઋણી નથી. મોગ્ગલિપુત્તની સમાધાનકારી શૈલી પર જ નાગસેનના અધિકાંશ પ્રશ્નોના ઉત્તરો આધારિત છે. ઉપનિષદોની સંવાદશૈલીની અસર પણ તેમાં જોઈ શકાય. ઇતિહાસની દૃષ્ટિએ, વિશેષતઃ પાલિ સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ પણ આ ગ્રંથ મહત્ત્વનો છે. તેમાં ત્રિપિટકના વિવિધ ગ્રંથોના નામ આપીને, પાંચન કિાયો, અભિઘમ્મપિટકના સાત ગ્રંથો અને તેના વિભિન્ન અંગોનો નિર્દેશ કરીને અનેક અંશોનાં ઉદ્ધરણ આપવામાં આવ્યા છે.તેથી એ સ્પષ્ટ રીતે પ્રામાણિત થાય છે કે પાલિ ત્રિપિટક ઈ.સ. પૂ. પ્રથમ શતાબ્દીમાં પાલિ ત્રિપિટક આજે જે સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે, તે સ્વરૂપમાં વિદ્યમાન હતાં. તેવી રીતે “મિલિન્દ પહ'ની કેટલીક વિગતો અશોકના અભિલેખોમાં જણાવેલી કેટલીક વિગતોનું સમર્થન કરે છે. ‘મિલિન્દ પગમાં કેટલાક સ્થળોનું વર્ણન છે - જેમ કે અલસન્દ (એલેક્ઝાન્ડિયા), યવન (યૂનાન, બૈક્ટ્રિયા), ભરુકચ્છ (ભડીચ), ચીન (ચીન-દેશ), ગાન્ધાર, કલિંગ, કજંગલા, કોયલ, મથુરા, સાગલ, સાકેત, સૌરાષ્ટ્ર, વારાણસી, બંગ, તક્કોલ, ઉર્જાની વગેરે, તેનાથી તત્કાલીન ભારતીય ભૂગોળ પર પર્યાપ્ત પ્રકાશ પડે છે. તેના સારાંશ એ છે કે ધર્મ, દર્શન, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ- એમ સર્વ દષ્ટિએ “મિલિન્દ પ૭'નું ભારતીય વાગમયના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. અને પાલિ અનુપિટક સાહિત્યમાં તો તેના જેવો મહત્ત્વપૂર્ણ સ્થાન છે. અને પાલિ અનુપિટક સાહિત્યમાં તો તેના જેવો મહત્ત્વપૂર્ણ બીજો કોઈ સ્વતંત્ર છે જ નહિ, તે નિર્વિવાદ છે. 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ તીર્થંકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે : यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाडत्मानं सृजाम्यहम् ।। સૃષ્ટિનું સમયચક્ર જ્યારે ઉત્સર્પિણીમાંથી અવસર્પિર્ણી કાળ પ્રતિ આગળ વધતું જાય છે, ત્યારે તમસઘેર્યા એ યુગમાં પ્રકાશ પ્રસાવનાર કોઈ જ્યોતિર્ધરની આવશ્યકતા અનુભવાય છે. આદિનાથ શ્રી ઋષભદેવ અને ભગવાન બુદ્ધ માનવજાતિને મળેલા આવા મહાન જ્યોતિર્ધર હતા. ભારતીય સંસ્કૃતિ અને કદાચ સમગ્ર માનવજાતિની સંસ્કૃતિના ઉદયકાળે હજી તો ઉષાનું પ્રથમ કિરણ જ ફૂટતું હતું ત્યારે મહાન સંસ્કૃતિના નિર્માણ માટે જ જાણે કે આદિનાથ શ્રી ઋષભદેવનો આ સૃષ્ટિ પર આવિર્ભાવ થયો. કાળના વહેતા પ્રવાહ સાથે તેમણે પ્રવર્તમાન કરેલી સંસ્કૃતિમાં આવેલી વિકૃતિઓની પરિશુદ્ધિ માટે અને તેના પુનઃનિર્માણ માટે લગભગ ઇ.સ.પૂ. છઠ્ઠી સદીમાં ગૌતમ બુદ્ધે, પોતાના વ્યાપક, ગહન ચિંતનથી પ્રેરિત, કઠોર તપશ્ચર્યા અને સાધનાથી પ્રાપ્ત જ્ઞાનદર્શન દ્વારા એક નવી જ જીવનદૃષ્ટિ આપી. તત્કાલીન ધાર્મિક ધારણાઓમાં ક્રાંતિકારી પરિવર્તન, સામાજિક સંરચનાના પુનઃનિર્માણ અને નવાં જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા માટે તેમણે સતત પ્રયત્ન કર્યા. મનુષ્યની ચેતના પાર્થિવ સુખો અને ઇન્દ્રિયભોગોની મોહક વાસનાઓથી પર બનીને ઊર્ધ્વ સ્થિતિ પ્રાપ્ત કરવાની સ્વાભાવિક પ્રવૃત્તિથી પણ અનુપ્રેરિત રહી છે. એ ચેતનાને જાગૃત કરીને, જીવનનાં સમગ્ર દુઃખોના કારણરૂપ સાંસારિક તૃષ્ણાનું ઉપશમન કરનાર અને આ જીવનમાં જ વિશુદ્ધ, શાશ્વત આંતરિક શાંતિની અનુભૂતિ કરાવે તેવા ધર્મની પ્રાપ્તિ માટે તેમણે કઠિન સાધના કરી. એ પરમ શાંતિની અનુભૂતિ જ અનિર્વચનીય લોકોત્તર આનંદની સ્થિતિ છે, કે જેને નિર્વાણ, મુક્તિ, મોક્ષ વગેરે કહેવામાં આવે છે. તેમનું જીવન, ચિંતન અને દર્શન નિતાન્ત વૈયક્તિક જ હતું. ૯૫ જૈન ષ્ટિ અનુસાર ભગવાન ઋષભદેવ આત્મવિદ્યાના પ્રથમ પુરસ્કર્તા છે. તેઓ સૌ પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થંકર અને પ્રથમ ધર્મચક્રવર્તી હતા. સહે ગામ અરદા જોતિલ્ પમરાયા, ૫૮નિળે, પમવતી, પઢમતિત્યયો, પઢમધમ્બવાચીવટ્ટી / સમુનિત્શે (જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ-૨, ૩૦) બ્રહ્માંડ પુરાણમાં ઋષભદેવને દસ પ્રકારના ધર્મના પ્રવર્તક તરીકે ગણાવવામાં આવ્યા છે. इह इक्ष्वाकुकुलवंशोदभवेन नाभिसुतेन मरुदेव्या नन्दनेन, महादेवेन ऋषभेण दसप्रकारो ધર્મ: સ્વયમેવ ચીનં: ૫ ( બ્રહ્માંડ પુરાણ) શ્રીમદ્ ભાગવતમાં પણ આ વાતનું સમર્થન મળે છે. અમાં જણાવવામાં આવ્યું છે કે વાસુદેવે આઠમો અવતાર નાભિ અને મરુદેવીને 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ વિવિધા ત્યાં ધારણ કર્યો હતો. તેઓ ઋષભદેવ તરીકે અવતરિત થયા અને એમણે સર્વ આશ્રમો દ્વારા સંમાનનીય એવો માર્ગ બતાવ્યો. અષ્ટરે વ્યાં તુ નામેíત ૩ : રચન વત્ન થીરાનાં, સર્વાશ્રમનસ્કૃતમ્ (શ્રીમદ્ ભાગવત-૧,૩,૧૩) એટલે ઋષભદેવને મોક્ષધર્મની વિવિક્ષતાથી “વાસુદેવાંશ' કહેવામાં આવ્યા છે. સ્વયં ઋષભદેવને યોગેશ્વર કહેવામાં આવ્યા છે. નવીન 8ષમવો થાનેશ્વર: (શ્રીમદ્ ભાગવત - પ.૪.૨) જૈન આચાર્ય અને યોગવિદ્યાના પ્રણેતા માને છે. ઋષભદેવ એમના વિશિષ્ટ વ્યક્તિત્વને કારણે વૈદિક પરંપરામાં પણ માન્ય રહ્યા છે. - ઋગ્વદમાં ભગવાન શ્રી ઋષભદેવને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક અને દુઃખોનો નાશ કરનાર તરીકે વર્ણવ્યા છે. ચીન અને જાપાન પણ એમના નામ અને કામથી પરિચિત રહ્યાં છે. ચીની ત્રિપિટકોમાં એમના ઉલ્લેખ મળે છે. જાપાનીઓ એમને “રોકશબ” (Rokshab) તરીકે ઓળખે છે. મધ્યએશિયા, મિસર અને યૂનાન તથા ફોનેશિયા તેમજ ફણિક લોકોની ભાષામાં એમને રેશેફ કહેવામાં આવે છે, જેનો અર્થ “શીંગડાવાળા દેવતા” થાય છે. જે ઋષભનું અપભ્રંશ રૂપ છે. - જ્યારે આપણે શ્રી ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ વિશે એક સાથે વિચાર કરીએ છીએ ત્યારે તેમના જીવનની બાહ્ય ઘટનાઓ કે પ્રસંગો અને તેમના તત્ત્વચિંતનમાં અભુત સામ્ય જોવા મળે છે. કેટલીક જીવનઘટનાઓ વિશે જોઈએ. આ બંને યુગપુરુષો જ્યારે ગર્ભસ્થ અવસ્થામાં હતા ત્યારે શ્રી આદિનાથની માતા મરુદેવીએ સ્વપ્નમાં સુવર્ણસમાન એક ઉત્તમ વૃષભને પોતાના મુખમાં પ્રવેશતો નિહાળ્યો અને ગૌતમ બુદ્ધની માતા માયાદેવીએ સ્વપ્નમાં શ્વેત હસ્તીને કુક્ષિમાં આવતો જોયો. આ મંગલ સ્વપ્નો મહાન ગુણસંપન્ન પુત્રના જન્મના સૂચનરૂપ હોવાનું, નાભિરાજા તથા સ્વપ્નફળના જાણકાર વિદ્વાનોએ જણાવ્યું હતું. શ્રી ઋષભદેવા જન્મ સમયે દેવો દ્વારા તેમના જન્મકલ્યાણકનો મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને દેવરાજ ઇન્દ્ર તેમનો જન્માભિષેક પણ કર્યા હતા. તેવું જ વર્ણન ગૌતમ બુદ્ધના જન્મ સમયનું પણ મળે છે. ચાર દેવોએ ગુપ્ત રીતે આવીને જન્મ પામતાં ગૌતમને રેશમી વસ્ત્રમાં ઝીલી લીધા હતા અને આકાશમાંથી શીત તથા ઉષ્ણ જળની ધારાઓ વરસતી હતી. બંનેના જન્મ સમયે દિશાઓમાં આનંદ ઉલ્લાસ વ્યાપ્યો હતો અને પ્રકૃતિમાં પણ સર્વત્ર આનંદ છવાઈ ગયો હોવાનાં વર્ણનો સરખી રીતે જ મળે છે. બંને રાજકુમારો સમાન રીતે જ રાજવીય વૈભવમાં ઉછરે છે અને રાજકુમારને અનુરૂપ શિક્ષણ મેળવે છે. અને લગ્ન કરે છે. તેમની પ્રકૃતિ પણ શાંત, કરુણાપૂર્ણ અને સંવેદનાશીલ હતી. જ્ઞાનપ્રાપ્તિ માટે ગૃહત્યાગ કરીને સાધના કરવાની પ્રેરણા પણ તેમને લગભગ 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ ૯૭ સમાન ઘટનાથી જ મળે છે. ભગવાન ઋષભદેવના જન્મદિવસના ઉત્સવનિમિત્તે અપ્સરાઓના નૃત્યનું આયોજન થયું હતું. નીલાંજના નામની દેવી અનેક ભાવભંગિઓભર્યા આકર્ષક નૃત્યને પ્રસ્તુત કરી રહી હતી, ત્યાં જ તેના આયુષ્યની અંતિમ ક્ષણ આવી ગઈ. નૃત્ય કરતાં કરતાં જ તે મૃત્યુવશ બની ગઈ. દિવ્ય જ્ઞાનધારી આદિનાથ ભગવાનના ચિત્તમાં જાણે વીજળીનો ઝબકારો થયો. સંસારની આવી ક્ષણભંગુરતા નિહાળીને તે અત્યંત વિરક્ત થઈને વૈરાગ્યની બાર ભાવનાઓનું ચિંતવન કરવા લાગ્યા અને મુનિદિક્ષા માટે તત્પર બન્યા. ગૌતમ બુદ્ધ પણ નગરચર્યા કરતા કરતા વેદનાથી પીડાતા રોગીને અને અશક્ત વૃદ્ધને જુએ છે, મૃત મનુષ્યની નનામી પણ ત્યાંથી પસાર થાય છે. આ ઘટનાઓ દરેક મનુષ્યના જીવનમાં અનિવાર્ય હોવાનું જાણીને શાક્ય રાજકુમાર માનવજાતિનાં દુઃખ નિવારવાનો માર્ગ શોધવા મહાભિનિષ્ક્રમણ પણ કરે છે. શ્રી ઋષભનાથ પ્રવજયા સમયે પોતાના કેશનું લુચન કરે છે ત્યારે ઈન્દ્રના આગ્રહથી એક મુષ્ટિ કેશ મસ્તક પર રહેવા દે છે. તેથી તેમને કેશા' તરીકે પણ ઓળખવામાં આવે છે. ગૌતમ બુદ્ધની મૂર્તિઓમાં તેમના મસ્તક પરનું ઉર્મેિષ ખાસ ધ્યાનપાત્ર બને છે. તેમની આરંભની કઠોર તપશ્ચર્યા પણ આદિનાથની તપશ્ચર્યાઓ સાથે સામ્ય ધરાવે છે. આ તપશ્ચર્યાને અંતે શ્રી આદિનાથ અને તપસ્વી ગૌતમ કેવળ જ્ઞાન અને બુદ્ધત્વ પ્રાપ્ત કરે છે – તેમાં તેઓએ પૂર્વજીવનમાં સંચિત કરેલા જ્ઞાનનો પ્રભાવ પણ છે. શ્રી આદિનાથે તેમના પૂર્વભવોમાં સભ્ય જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ત્રિરત્નનું અને પંચ મહાવ્રત તથા અન્ય વ્રતાદિનું, ૧૬ ભાવનાઓનું અને ઉત્તમ ક્ષમા, માર્દવ, આજર્વ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દસ ધર્મોનું પાલન કર્યું હતું. કર્મોની અતિશય નિર્જરા કરવા બાવીસ પરિષદો સહન કર્યા હતા. આ રીતે ઉપશમશ્રેણી પર આરૂઢ થઈને તેમણે પૂર્વભવમાં જ તીર્થકર નામની પુણ્યપ્રકૃતિ બાંધી હતી. ગૌતમ બુદ્ધે પણ સિદ્ધાર્થ તરીકેના તેમના જન્મ પહેલાના પૂર્વ ભવોમાં દાન, મૈત્રી, સત્ય, નૈષ્ફમ્ય, શાંતિ, મૈત્રી, ઉપેક્ષા આદિ દસ પારમિતાઓ-જેને બુદ્ધકારક ધર્મો કહેવામાં આવે છે - તે સિદ્ધ કરી હતી. જેના પ્રભાવથી તે સિદ્ધાર્થ તરીકેના જન્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરી શક્યા. આ મહામાનવોના મહાપરિનિર્વાણના પ્રસંગોમાં પણ એવી જ સમાનતા છે. ભગવાન આદિનાથના નિર્વાણ સમયનું વર્ણન આ પ્રમાણે છે : મહા મહિમાની કૃષ્ણા ત્રયોદશીના દિવસે પ્રભુએ પર્યકાસનમાં સ્થિત થઈને બાદર કાય યોગ અને બાદર વચનયોગને નિરુદ્ધ કરીને ક્રમશઃ સૂક્ષ્મ કાયયોગમનોયોગ અને વચનયોગને પણ નિરુદ્ધ કરીને શુક્લ ધ્યાનના તૃતીય પાદના અન્તને પ્રાપ્ત કરીને શુક્લ ધ્યાનના ચતુર્થ પાદનો આશ્રય લીધો અને ત્યાર બાદ કેવળ જ્ઞાની, કેવળ દર્શની, આઠ કર્મોનો ક્ષય કરીને સર્વ દુ:ખ રહિત,...અનન્ત ઋદ્ધિસંપન્ન ભગવાને બન્ધનરહિત થઈને પરમપદ-મોક્ષની પ્રાપ્તિ કરી. 2010_03 Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વિવિધા ગૌતમ બુદ્ધે પણ નિર્વાણકાળે ક્રમશઃ ચાર રૂપાવચર અને ચાર અરૂપાવચર ધ્યાનને સિદ્ધ કરીને, પુનઃ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ધ્યાનમાં લીન થઈને દેહનો ત્યાગ કર્યો હોવાનું નિરૂપણ મળે છે. શ્રી આદિનાથના ક્ષર દેહનો અગ્નિસંસ્કાર થયા પછી શેષ રહેલી ધાતુમાંથી ભક્તિ અને આદરપૂર્વક સૌધર્મેન્દ્રએ પોતાની ભૂમિમાં ભગવાનનું પૂજન કરવા માટે પ્રભુની ઉપરની જમણી દાઢ ગ્રહણ કરી, ઇશાનેન્દ્રએ ઉપરની ડાબી દાઢ લીધી, ચમરેન્દ્રએ નીચેની જમણી દાઢ અને વલીન્દ્રએ નીચેની ડાબી દાઢ ગ્રહણ કરી. અન્ય દેવતાઓ તેમના અસ્થિ લઇ ગયા અને પોતાની ભૂમિમાં લઈ જઈને માનવક સ્તન્મ ઉપર રત્નજડિત પાત્રોમાં તેમના અવશેષ મૂકીને તેની પૂજા કરવા લાગ્યા. દેવતાઓ એ તેમની નિર્વાણ ભૂમિ અષ્ટાપદ ગિરિ ઉપર રત્નોના ત્રણ સ્તૂપ પણ નિર્મિત કર્યા. ગૌતમ બુદ્ધના પરિનિર્વાણ પછી વૈશાલી, કપિલવસ્તુ, રામગામ, પાવા વગેરે આઠ પ્રદેશના રાજવીઓએ દૂત દ્વારા તથાગતના અવશેષ સમાન અસ્થિઓ પોતાના રાજયમાં મંગાવીને તેની ઉપર સ્તૂપની રચના કરી. અને ભગવાનના દાંત તથા દાઢને દેવો લઈ ગયાનું વર્ણન શ્રી આદિનાથના જેવું જ મળે છે : एकाहि दाठा तिदिवेहि पूजिता, एकापन गन्धारपुरे महीयति । कलिङ्गारग्गो विजिते पुनेकं, एकं पन नागराजा महेति ॥ चतालीस समा दन्ता, केसा, लोमा च सव्वसो । તેવા હરિનું પર્વ એવા પરમપત્તિ ૫ (મહાપરિનિર્વાણ સૂત્ર) આ પ્રમાણે ભગવાન ઋષભદેવ અને તથાગત બુદ્ધના જીવનની પૂર્વ ભવોની જ્ઞાનાર્જન માટેની સાધનાથી આરંભીને અનેકવિધ ઘટનાઓમાં અદ્ભુત સામ્ય જોવા મળે છે : જગત અને જીવન પ્રત્યેની તેમની દૃષ્ટિ અને ચિંતનમાં પણ એવું જ સામ્ય જોવા મળે છે. આહિંસાની ભાવનાને સિદ્ધ કરનાર ભગવાન ઋષભદેવની ઉપસ્થિતિમાં હરણ અને સિંહ, સાપ અને નોળિયો, ઉંદર અને બિલાડી જેવાં જન્મજાત વૈરભાવના રાખનાર પ્રાણીઓ પણ અરસપરસ સ્નેહભાવ જાળવીને સાથે રહે છે. તો મૈત્રી અને કરુણા જેવી ભાવનાઓને ચરિતાર્થ કરનાર ભગવાન બુદ્ધ આશીવિષ સર્પ કે મદોન્મત્ત હસ્તિરાજને ક્ષણવારમાં જ વશ કરી લે છે અને અંગુલિમાલ જેવા ડાકુનું હૃદયપરિવર્તન પણ સહજમાં કરે છે. જેણે માર (રાગ-દ્વેષાદિ) ને જીત્યો તે બીજું શું ન જીતી શકે ? અહિંસા, પ્રેમ, મૈત્રી, ભણાશીલતા અને સમભાવ જેવા ગુણોથી જેમણે પોતાની અંદરના અને બહારના શત્રુઓ ઉપર પણ મહાવિજય મેળવ્યો છે, તેવા આ યુગપુરુષોએ આપેલા ધર્મબોધમાં પણ ઘણી એકરૂપતા છે. શ્રી ઋષભદેવ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી, યુદ્ધોનુખ બનેલા પોતાના પુત્રોને 2010_03 Page #106 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ ૯૯ ઉપદેશ આપતા કહે છે : “હે વત્સગણ ! પુરુષવ્રતધારી વીર પુરુષે તો અત્યંત દ્રોહકારી શત્રુ સાથે જ યુદ્ધ કરવું ઉચિત છે. રાગ-દ્વેષ અને મોહ-કષાય શત્ શત્ જન્મોથી જીવને ક્ષતિ પહોંચાડનાર મહા શત્રુઓ છે. રાગ સદ્ગતિબાધક લોખંડની શૃંખલાની જેમ બન્ધનકારી છે. વૈષ નરકનિવાસના બળવાન ન્યાસ સમાન છે. મોહ સંસાર-સમુદ્રના આવર્તમાં નિક્ષેપકારી અને કષાય-અગ્નિતુલ્ય સ્વ-આશ્રિત વ્યક્તિઓને માટે દગ્ધકારી છે. તેથી મનુષ્યો માટે એ ઉચિત છે કે તેઓ અવિનાશી એવા (તપરૂપી) અસ્ત્રો દ્વારા નિરન્તર યુદ્ધ કરીને વિજયલાભ કરે અને સત્યશરણરૂપ ધર્મની સેવા કરે. આ રાજયલક્ષ્મી તો અનેક જન્મોમાં નિક્ષેપકાર, અત્યંત દુઃખદાયક, અભિમાનરૂપ ફળને આપનારી અને નાશવાન છે. વત્સગણ, પૂર્વજન્મના સ્વર્ગસુખોથી પણ તમારી તૃષ્ણા તૃપ્ત થઈ નથી તો તે રાજ્યલક્ષ્મી ભોગવીને કેવી રીતે શાન્ત થશે. તેથી તમારે મોક્ષ પ્રાપ્તિ માટે સંયમ સામ્રાજયને ગ્રહણ કરવું જોઈએ... (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતશ્લોક ૮૨૭ થી ૮૩૫, ૮૪૪) અન્યત્ર રાજા ભરતને ઉપદેશ આપતા કહે છે : આધિ-વ્યાધિ-જરા અને મૃત્યુરૂપ હજારો જવાળાઓથી ભરેલો આ સંસાર સમસ્ત પ્રાણીઓ માટે પ્રજ્વલિત અગ્નિ સમાન છે... અતઃ જ્ઞાની વ્યક્તિએ જરા પણ પ્રમાદ કરવો ઉચિત નથી. ઉત્તમ રત્ન જેવો આ મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત-શ્લોક પર-પપ૬) ગૌતમ બુદ્ધની વાણીમાં પણ (ધમ્મપદ-આધારિત) આ જ શબ્દોનો પ્રતિધ્વનિ સંભળાય છે. અસ્થિ ર સપો મા નલ્થિ સોસ સમો ની.' રાગ સમાન અગ્નિ નથી અને દ્વેષ સમાન શત્રુ નથી. એમ કહીને “તણાવયં બ્લડુ+વિનતિ' તૃષ્ણાના નાશથી જ દુઃખને દૂર કરી શકાય છે. તેવો ઉપદેશ તેમણે આપ્યો છે. મ ર પામવો અને પપા મળ્યું – પ્રમાદ જ મૃત્યુ છે તેવો બોધ આપીને અપ્રમાદનું મહત્ત્વ દર્શાવ્યું છે. તેમની દૃષ્ટિએ નિર્વા પગતિ સતિ સંસાર નિત્ય પ્રજવલિત હોય છે અને શિષ્ઠ અનુસ પરિત્નો મનુષ્ય જન્મ દુર્લભ છે. દુઃખની અનિવાર્યતા અને સુખની ક્ષણભંગુરતા સમજાવીને આ બંને ધર્મસંસ્થાપકોએ ત્રિરત્ન-એટલે કે ભગવાન ઋષભદેવે સમ્યગુ જ્ઞાન દર્શન અને ચારિત્ર તથા ગૌતમ બુદ્ધે શીલ-સમાધિ અને પ્રજ્ઞાનો ઉપદેશ આપ્યો છે. સમ્યકત્વ, સમતાભાવ, અહિંસા અને મૈત્રી આદિ પણ તેમના તત્ત્વદર્શનના હાર્દરૂપ છે. ભગવાન ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ પરમ પદની પ્રાપ્તિ માટે ધર્મનો દીપક તો પ્રગટાવ્યો, પણ તે સાથે સર્વ સામાન્ય મનુષ્યોના સુરક્ષિત અને પ્રગતિશીલ જીવન માટે સુવ્યવસ્થિત એન સુસંવાદી સમાજરચનાને પણ મહત્ત્વ આપ્યું. લગભગ સર્વસ્વીકૃત માન્યતા અનુસાર સમાજના નિર્માણના કાર્યનો આરંભ જ ઋષભદેવથી થયો છે. યુરોપ અને અમેરિકાના વનસ્પતિશાસ્ત્રીઓએ પણ સંશોધન દ્વારા એવા નિર્ણય પર 2010_03 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વિવિધા આવ્યા છે કે ખાવાલાયક ઘઉંનું ઉત્પાદન સૌ પ્રથમ હિન્દુકુશ અને હિમાલયની વચ્ચે આવેલા પ્રદેશમાં થયું હતું. ઋષભદેવે પ્રજાને ખેતી કરતા અને ધાન્યને અગ્નિમાં પકવીને તેનો આહાર કરવાનું શીખવ્યું. ધાન્યને અગ્નિમાં પકવવા માટે માટીના વાસણ બનાવવાની પ્રેરણા આપી અને કુંભારનો ચાક બનાવ્યો. તેમણે અસિ (રક્ષણ) મસિ (વ્યાપાર) અને કૃષિ (ખેતી)નો આરંભ કર્યો. મહારાજા ઋષભદેવે પ્રજાજનોને શસ્ત્ર-લેખિની-વિદ્યા-વેપાર-ખેતી અને શિલ્પ એ છ કાર્યો દ્વારા આજીવિકાનો ઉપદેશ આપ્યો. લિપિ અને કળાઓનું શિક્ષણ તેમનું આગવું પ્રદાન હતું. કર્મના ઉપદેશ વડે તેમણે કર્મયુગનો આરંભ કર્યો તેથી તેઓ “કૃતયુગ” અથવા “યુગકર્તા' કહેવાયા. તેમણે પ્રજાનું સારી રીતે પાલન-પોષણ કર્યું તેથી “પ્રજાપતિ' પણ કહેવાયા. તેમણે લોકોને શેરડીના રસનો ઉપયોગ કરતાં શીખવ્યું. તેથી ઇક્વાકુ પણ કહેવાયા. માનવ સંસ્કૃતિ અને સભ્યતાનો આરંભ તેમનાથી થાય છે. ગૌતમ બુદ્ધ પણ ઉત્તમ રાજનીતિજ્ઞ અને સમાજશાસ્ત્રના જ્ઞાતા હોવાની પ્રતીતિ, ત્રિપિટકના અનેક ગ્રંથોને આધારે મળે છે. જન-જીવનનો ઉત્કર્ષ સાધવા તેમણે ગણરાજ્યનો ઉત્તમ આદર્શ અભિવ્યક્ત કર્યો હતો. તત્કાલીન રાજાઓ-પ્રસેનજિત કોસલ, બિંબિસાર, અજાતશત્રુ વગેરે રાજયશાસનનું સફળ સંચાલન કરવા, તેમની પાસેથી પ્રેરણા મેળવતા હતા. તે સમાજહિતચિંતક અને બહુજનહિતેષી હતા. મહાવિજિત નામના એક રાજાના સંદર્ભમાં, સમાજમાં બધાંનું હિત સધાય તેવા રાજયશાસન માટે બુદ્ધે કહ્યું હતું કે “ રાજ્યમાં શાંતિ સ્થાપવી હોય તો યજ્ઞયાગાદિ કરાવાને બદલે જેઓ આપના રાજયમાં ખેતી કરવા ઇચ્છે છે, તેઓને આપે બી વગરે આપવાં, જેઓ વેપાર કરવા ઇચ્છે છે, તેઓને મૂડી આપવી, જે સરકારી નોકરી કરવા ઇચ્છે છે, તેને યોગ્ય પગાર આપી તેનો યોગ્ય કામમાં ઉપયોગ કરવો. આમ કરવાથી રાજ્યમાં બંડ થવાનો સંભવ રહશે નહિ.' - ગૌતમ બુદ્ધે કૃષિ-ખેતીને પણ મહત્ત્વ આપ્યું છે. તેમણે સુત્તનિપાતના કસિભારદ્વાજ સુત્તમાં પોતાનો ખેડૂત તરીકે પરિચય આપ્યો છે - અલબત્ત, તેમનો નિર્દેશ આધ્યાત્મિક સાધનાના સંદર્ભમાં હતો. તેઓ કહે છે : “શ્રદ્ધા એ મારું બીજ છે, તપશ્ચર્યા એ વૃષ્ટિ છે, પ્રજ્ઞા એ ધૂસરી અને હળ છે, પાપલજ્જા એ હળનું લાંબુ લાકડું છે, ચિત્ત દોરી છે અને સ્મૃતિ (જાગૃતિ, સાવધાનતા) એ ફળું તથા ચાબૂક છે...મારી આ અમૃતફલદાયક ખેતી છે, તેનાથી મનુષ્ય બધા દુઃખોમાંથી મુક્ત થાય છે.” આ પ્રમાણે બંને ધર્મસંસ્થાપકોના જીવનમાં અને તત્ત્વદર્શનમાં ઘણું સામ્ય જોવા મળે છે. જન્મ, મહાપરિનિર્વાણ વગેરે ઘટનાઓનું સામ્ય કદાચ સાહિત્યિક કે રૂઢિગત પરિપાટીના પરિણામ સ્વરૂપ હોઈ શકે. પરંતુ સત્ય, અહિંસા, અસ્તેય, 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ઋષભદેવ અને ગૌતમ બુદ્ધ ૧૦૧ અપરિગ્રહ, રાગ-દ્વેષાદિના ક્ષયનું અને સંયમપાલનનું મહત્ત્વ વગેરે નીતિમૂલક સદાચારના તેમના ઉપદેશનું સામ્ય પણ નોંધપાત્ર છે. લગભગ બધા જ ધર્મા કે સંપ્રદાયોમાં પ્રત્યેક સ્થળે અને કાળે તેનો સ્વીકાર થયો છે. ધર્મનાં મૂળ તત્ત્વો શાશ્વત કે સનાતન હોવાની વાતનું તે સમર્થન કરે છે. જીવન જીવવાની વૈજ્ઞાનિક રીતનું જ તેમાં નિદર્શન છે. ધર્મ એ જીવનના આચાર-વિચાર વિશેનું વિજ્ઞાન જ છે. મનની શાંત અવસ્થા અને આહાર-વિહારનો સંયમ આપણા આરોગ્યને સુરક્ષિત રાખે છે – એમ આજે આપણને વિજ્ઞાન કહે છે. પણ આપણા આ ક્રાન્તદષ્ટા ધર્મપુરુષોએ એ વાત સંસ્કૃતિના ઉદયકાળે જ જણાવી હતી. અને બુદ્ધ જેવા યુગનાયકોએ તેનું યુગે યુગે સમર્થન કર્યું હતું. એ દૃષ્ટિએ ભગવાન ઋષભદેવ અને તથાગત બુદ્ધ મહાન ધર્મસંસ્થાપકો હોવાની સાથે આજના સંદર્ભમાં કહેવું હોય તો મહાન વૈજ્ઞાનિકો પણ હતા. તેમને શત શત્ વંદન. 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર વિવિધા ઉવસગ્ગહર સ્તોત્ર : સવગી સમીક્ષા ॐ अहँ पार्श्वनाथाय ही नमः ।। સ્તોત્રસર્જનનું મુખ્ય પ્રેરકબળ છે ભક્તિ. ઉપાસે પરમાત્માના સ્વરૂપ ગુણાદિમાં ચિત્તને કેન્દ્રિત કરીને ઉપાસક તેની સ્તુતિ અને આરાધના કરે છે. - તું ધાતુમાંથી નિષ્પન્ન “તુતિ' શબ્દનો અર્થ છે આરાધ્ય દેવની પ્રશંસા કે સ્તુતિ, સ્તવ, સ્તવન, સ્તુતિ અને સ્તોત્ર શબ્દો લગભગ સમાનાર્થી છે. સ્તુતિમાં વ્યક્તિ અને ભગવાન વચ્ચેના સંબંધ પરોક્ષ હોઈ શકે છે, પણ સ્તોત્રમાં તો આરાધક પ્રત્યક્ષ રીતે જ ઇષ્ટદેવને સંબોધીને આÁહદયે પ્રાર્થના કરે છે. સ્તોત્ર ના વ્યુત્પત્તિજન્ય અર્થ અનુસાર જેનાથી સ્તુતિ કરાય તે સ્તોત્ર – સૂતે અને રૂતિ સ્તોત્રમ્ વ્યુત્પત્તિજન્ય અર્થાનુસાર સ્તોત્ર દ્વારા આરાધ્યની સ્તુતિ એવો અર્થ નિષ્પન્ન થાય છે. આ સ્તોત્ર કાવ્ય પ્રકાર ભારતીય ઋષિઓના હૃદયનો પ્રથમ ઉદ્ગાર છે. વૈદિક સ્તોતા ક્રાન્તદેષ્ટા કવિ પણ છે. સ્તોત્ર ગાનાર સ્તોતા કહેવાતા. આ સ્તોત્રની વાણી અંત:કરણમાંથી સ્વતઃ પ્રસૂત હોવાને કારણે જ તે શુદ્ધ કાવ્ય તરીકે પુરસ્કૃત થયું. આ સ્તોત્ર-કાવ્ય-પ્રકાર વિશ્વમાં પ્રાયઃ સર્વપ્રથમ ભારતીય ભૂમિ પર અંકુરિત થયો ને કાળનાં વારિસિચનથી પલ્લવિત થયો. વિશ્વના વિવિધ દેશોમાં આદિકાળથી મનુષ્ય પ્રકૃતિને ઉદબોધીને કરેલી પ્રાર્થનાઓમાં આ સ્તોત્રકાવ્યનાં મૂળ જોઈ શકાય છે. પરંતુ વેદની ઋચાઓમાં તેનું પરિશુદ્ધ કાવ્યસ્વરૂપ અને હૃદયસ્પર્શિતા જોવા અનુભવવા મળે છે. સમયની સાથે સાથે વિવિધ ધર્મ સંપ્રદાયોમાં પણ ભક્તિભાવથી પ્રેરિત માનવહૃદયની ઊર્મિઓ સ્તુતિ, ભક્તિ, શરણાગતિ અને પ્રાર્થના સ્વરૂપે સ્તોત્રકાવ્યમાં અદ્યાપિપર્યત પ્રગટ થતી રહી છે. સ્તોત્રની ગાથા સંખ્યા, રચના પદ્ધતિ, વિષયનિરૂપણ અને ઈષ્ટદેવના અનુસંધાની દૃષ્ટિએ સ્તોત્રના અનેક પ્રકારો જોવા મળે છે. મનુષ્ય અને ઇષ્ટદેવ વચ્ચેનો, આત્માનો પરમાત્મા સાથેનો રાગાત્મક પણ વિશુદ્ધ અનુબંધ તેમાં સધાય છે. ભારતીય સંસ્કૃતિમાં હિંદુ, જૈન અને બૌદ્ધ – ત્રણે સ્તોત્ર પરંપરાઓ એક સાથે વિકસતી અને પરસ્પર પ્રભાવિત થતી રહી હોવા છતાં જૈન સ્તોત્રકાવ્યોમાં પ્રગટ થતા મંત્ર, યંત્ર અને ભાવનાશીલતાને કારણે તેનું એક નિજી વિશિષ્ટ આગવું સ્વરૂપ પ્રફુટિત થાય છે. જૈનધર્મમાં ભક્તમાર, કલ્યાણ મંદિર, જયવીરાય વગેરે સ્તોત્રોની જેમ ઉવગહર સ્તોત્રનું પણ, સ્તોત્ર-યંત્ર અને મંત્રની ઉપાસનાની દષ્ટિએ ઘણું માહાભ્ય સ્વીકારાયું છે. તેના વિશે અનેક ટીકાગ્રંથો અને ભાષ્ય રચાયાં છે. તથા આ સ્તોત્ર મૂર્તિપૂજક સંપ્રદાયમાં મંદિરમાં જઈને નિત્યકર્મરૂપે કરાતા ચૈત્યવંદનમાં નિશ્ચિત સ્થાન પામેલું છે. જૈનધર્મના અનેક ભક્ત-ઉપાસકો શ્રદ્ધાપૂર્વક ૧૦૮, ૨૧ કે ૭ વાર તેનો પાઠ કરે છે. સ્તોત્રના સ્વરૂપની દષ્ટિએ : ચૈત્યવંદન આદિમાં બોલાતી સ્તુતિઓ (કે ક્યારેક મંત્રો) માત્ર એક શ્લોક 2010_03 Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર સ્તોત્ર : સવગી સમીક્ષા ૧૦૩ કે એક જ ગાથાની હોય છે. અને સ્તવન કે સ્તોત્ર ઓછામાં ઓછા પાંચ ગાથાના હોય એવી પરિપાટી છે. એ દૃષ્ટિએ આ ઉવસગ્ગહર સ્તોત્ર, સ્તોત્રની સંજ્ઞા માટે ઉપયુક્ત છે. સ્તોત્રના આરાધ્ય તીર્થંકર દેવ શ્રી પાર્શ્વનાથ અપ્રતિમ માહાભ્ય ધરાવતા, જેમનાં દર્શન અને વાણી પ્રત્યેક ભક્તહૃદય માટે અતિ સન્માનને પાત્ર હતાં અને ભગવાન મહાવીરે પણ જેમનો “પુરુષાદાનીય પાર્થ તરીકે અતિ આદરપૂર્વક ઉલ્લેખ કર્યો હતો તેવા જૈનધર્મના ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથ વિશેનું પ્રસ્તુત સ્તોત્ર સૂત્રાત્મક રૂપે અને અત્યંત સંક્ષેપમાં તેમના વ્યાપક પ્રભાવને પ્રગટ કરે છે. સ્તોત્રની પ્રથમ ગાથામાં જ ભગવાનને મંત્ર અને સ્થાન ના આવાસરૂપે તથા ચોથી ગાથામાં વિતામળિ ને ન્યપ તરીકે વર્ણવ્યા છે. કદાચ તેનાથી જ પ્રેરાઈને તેમના કોઈ ભક્ત ઉપાસકે આ ચારે શબ્દોને વિશેષનામ રૂપે પ્રયોજીને, મંત્ર, ન્યા, વિતામUો અને વન્યપ નામની શ્રી પાર્શ્વનાથજીની ચાર મૂર્તિઓ બનાવીને ચતુર્મુખ, ચૌમુખજી રૂપ આબુ પર્વત ઉપર દેલવાડામાં ખરતરવસહીના પ્રથમ મજલામાં સ્થાપિત કરી છે. પૂર્વ દિશામાં દ્વિતાળ પાર્શ્વનાથ છે. આ મૂર્તિઓ ભવ્ય અને નવ ફણાઓવાળી છે, જે ભગવાન પાર્શ્વનાથના માહાભ્યનો સાક્ષાત્કાર કરાવે છે. શ્રી પાર્શ્વનાથજીનું જીવનચરિત્ર તેમની અનુપમ કૃપા-કરુણા અને સિદ્ધિઓનો વિશદ પરિચય કરાવે છે. પાર્શ્વનાથ ભગવાન મંગલ અને કલ્યાણને કરનારા છે, ચિંતામણિ રત્નની જેમ ચિતાઓનું પરિહરણ કરે છે અને કલ્પવૃક્ષની જેમ મનોવાંચ્છિતને મૂર્ત કરે છે. સ્તોત્રનું નિર્દિષ્ટ લક્ષ્ય અને ૩વસ શબ્દની વ્યુત્પત્તિ : સ્તોત્રના શીર્ષકને આધારે સ્પષ્ટ થાય છે તેમ આ સ્તોત્રનું લક્ષ્ય આધિ-વ્યાધિઉપાધિરૂપ વિઘ્નો અને સર્પવિષ-ભૂતપ્રેત આદિથી થતા ઉપસર્ગોને સ્તુતિ દ્વારા દૂર કરાવવાનું છે. ૩વસી શબ્દ સંસ્કૃત ૩૫ શબ્દ સાથે સામ્ય ધરાવે છે. અર્થાત ધ્વનિપરિવર્તન અનુસાર ૩પસ માંથી ૩વસ" શબ્દ બન્યો છે. ૩પસ શબ્દ ૩પ ઉપસર્ગવાળા વૃક ધાતુથી બનેલો છે તેનો અર્થ વિપ્ન કે આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ મુશ્કેલી એવો થઈ શકે, પરંતુ જૈન સાહિત્ય અનુસાર તેનો અર્થ અન્ય દ્વારા કરાયેલા ઉપદ્રવ એવો થાય છે. તેની વ્યાખ્યા આ રીતે કરવામાં આવે છે : નવ ૩૫કૃત્તેિ સવંધ્યતે પરિઃિ સ યસ્મત્ત ૩૫૩ : જેના દ્વારા જીવ દુઃખ વેદના વગેરે સાથે સંબંધવાળો થાય છે તે ઉપસર્ગ છે. શ્રી હેમચંદ્રાચાર્ય અભિધાનચિંતામણિ (૨.૩૯) માં ૩૫ ૩પદ્રવ: એવો અર્થ કરે છે. આ ઉપસર્ગો ત્રણ પ્રકારના છે : ૧. દેવતાકૃત-ભૂત-પ્રેતાદિના ઉપસર્ગ, ૨. મનુષ્ય દ્વારા મંત્ર-તંત્ર આદિ પ્રકારે થતા ઉપદ્રવ, ૩. તિર્યંચ કૃત. સિંહ, વ્યાધ્ર, હાથી, 2010_03 Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વિવિધા મગર, સર્પ આદિથી ઉદ્ભવતા ઉપદ્રવ. અર્થકલ્પલમાં આત્માને અનુભવવા પડતા ક્લેશાદિનો પણ આત્મસંવેદની એવો ચોથો પ્રકાર આપ્યો છે : - ૩૧: વિદ્યमानुष-तैरश्चाऽऽत्मसंवेदनीयभेदाच्चतुरविधाः । આ વિવિધ પ્રકારના ઉપસર્ગોને-ઉપદ્રવોને દૂર કરવા માટે આ સ્તોત્રમાં શ્રી પાર્શ્વનાથજીને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવામાં આવી છે. સ્તોત્રના રચયિતા અને રચનાસમય : ઉવસગ્ગહર સ્તોત્રના રચયિતા શ્રી ભદ્રબાહુ સ્વામી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ નીચેની ગાથામાં મળે છે. उवसग्गहरं थोत्तं, काउणं जेण संघकल्लाणं । करुणायरेण विहियं, स भद्दबाहु गुरु जयउ । કરુણાપૂર્ણ હૃદયવાળા, જેમણે ઉપસર્ગહર સ્તોત્ર રચીને શ્રીસંઘનું કલ્યાણ કર્યું છે તેવા શ્રી ભદ્રબાહુ સ્વામીનો જય થાઓ. - જૈન સાહિત્યમાં શ્રી ભદ્રબાહુ સ્વામીના વિવિધ ઉલ્લેખો મળે છે. પરંતુ આચાર્યશ્રી યશોભદ્રસૂરિના બીજા પટ્ટધર, છેલ્લા પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીની અપેક્ષાએ આ સ્તોત્ર ઈ.સ.ની છઠ્ઠી સદીની આસપાસ પ્રકાંડ જ્યોતિષી વરાહમિહિરના બંધુ મહાન આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચ્યું હોવાની સંભાવના સવિશેષ છે. તેમના ભાઈ વરાહમિહિરે મૃત્યુ બાદ વ્યંતર થઈને ગત જન્મના દ્વેષને કારણે, શ્રીસંઘમાં મહામારીનો ઉપદ્રવ કર્યો, ત્યારે તેનું શમન કરવા શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ પ્રભાવક સ્તોત્ર રચી શ્રીસંઘને તેનો પાઠ કરવા જણાવ્યું. તેનાથી મહામારીનો ઉપદ્રવ દૂર થયો. તે સમયથી જ આ સ્તોત્રનો ઈહલૌકિક અને પારલૌકિક અર્થ સમજાતા શ્રીસંઘ અને જૈન ધર્મના ઉપાસકો દ્વારા પાઠ કરવાનો આરંભ થયો. આ ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન...વગેરે ગ્રંથોની નિર્યુક્તની અને અન્ય ગ્રંથોની રચના કરી હોવાના ઉલ્લેખો પણ મળે છે. સ્તોત્રની ગાથા સંખ્યા : આ સ્તોત્રના પાંચ ગાથાવાળા પાઠને સામાન્ય રૂપે સર્વત્ર માન્યતા મળેલી છે. પણ સમય જતાં તેમાં કેટલીક અન્ય ગાથાઓનો પણ પ્રક્ષેપ થયો છે. તેથી સાંપ્રત સમયમાં આ સ્તોત્રના ૯ ગાથાના, ૧૩ ગાથાના, ૧૭ ગાથાના, ૨૧ ગાથાના તથા ૨૭ ગાથાના પાઠો પણ પ્રચલિત બન્યા છે. ઉવસગ્ગહર સ્તોત્રના સર્વ ટીકાકારોએ આ સ્તોત્રની પાંચ ગાથાઓ પર જ ટીકા કરી છે. વળી શ્રી રાજશેખર સૂરિએ ચતુર્વિશતિપ્રબંધમાં જણાવ્યું છે કે : "ततः पूर्वेभ्यं उद्धृत्य 'उवसग्गहरं पासं' इत्यादि स्तवनगाथा पच्चकमयं सद्दब्धं મુfમ:” વળી પૂર્વ આચાર્યોમાંથી ઉદ્ધરણ લઈને “ઉવસગ્ગહરં પાસું એ શબ્દોથ શરૂ થતું પાંચ ગાથાવાળું સ્તવન ગુરુ વડે રચાયું. 2010_03 Page #112 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યયોગનું સ્વરૂપ અને પ્રજ્ઞાપના સૂત્રમાં તેનું નિરૂપણ ૧૦૫ દ્રવ્યયોગનું સ્વરૂપ અને પ્રજ્ઞાપના સૂત્રમાં તેનું નિરૂપણ વિશ્વ પરમેશ્વરનું સર્જન હોવાની માન્યતાનો જૈનધર્મે સ્વીકાર કર્યો નથી. સમગ્ર વિશ્વ મુખ્યત્વે બે પ્રકારનાં દ્રવ્ય : જીવ એ અજીવમાંથી સર્જાયું હોવાનું જૈનદર્શન જણાવે છે. આ બંને દ્રવ્ય નિત્ય, અસૃષ્ટ, સહ અસ્તિત્ત્વ ધરાવતા અને સ્વતંત્ર છે. વિશ્વનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો આ દ્રવ્યોના સંઘટન વિઘટનને કારણે જોવા મળે છે. જૈનદર્શનના સૃષ્ટિના સ્વરૂપ વિશેના વૈજ્ઞાનક દષ્ટિકોણનો સમુચિત પરિચય આ દ્રવ્યાનુયોગ દ્વારા જ મળે છે. જૈનદર્શનના અહિંસા, અનેકાન્ત, અપરિગ્રહ જેવા સિદ્ધાંતોની જેમ દ્રવ્યાનુયોગ પણ તેનું વિશિષ્ટ પ્રદાન છે. શ્રીમદ્ તેનાથી ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું કે સર્વદર્શન એક જૈનદર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ ક્ષણિકવાદી પર્યાયરૂપે “સત’ છે. વેદાંત-સનાતન=દ્રવ્યરૂપે સત્ છે. ચાર્વાક નિરીશ્વરવાદી-જયાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે “સતું' છે – પણ શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાન સ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પરમ નિગ્રંથ માર્ગ છે...અને મહાવીર સ્વામીએ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી - ઉપદેશેલો માર્ગ સર્વસ્વરૂપે યથાતથ્ય છે. સદ્ગુરુરૂપ વૈદ્ય દ્વારા આત્મબ્રાન્તિ ટાળીને રાગ-દ્વેષાદિ કષાયોથી રહિત થઈને શુદ્ધ બુદ્ધ ચૈતન્યને, સ્વરૂપને પામવા માટે દ્રવ્યાનુયોગને મહત્ત્વનો ગણવામાં આવ્યો છે. ચાર અનુયોગ-જૈનદર્શનમાં જણાવેલા ચાર અનુયોગ આ પ્રમાણે છે. ૧. દ્રવ્યાનુયોગ : લોકોને વિશે રહેલાં દ્રવ્યો, તેનું સ્વરૂપ, ગુણ, ધર્મ, હેતુ, સહેતુ, પર્યાય આદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ. ચરણાનુયોગ : દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીને વર્ણન તે ચરણાનુયોગ. ૩. ગણિતાનુયોગ : દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિશે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે ગણિતાનુયોગ. ૪. ધર્મકથાનુયોગ : પુરુષોનાં ધર્મચરિત્રની જે કથાઓ કે જેનો ધડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે ધર્મકથાનુયોગ. આ ઉપરાંત કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. જ્ઞાનીએ તેમાં અંતર્મુહૂર્ત આત્માનો અપ્રતિમ ઉપયોગ માન્યો છે. 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ વિવિધા આ ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગ સહજ રીતે આવિર્ભત થયેલો છે. શ્રીમદ્ રાજચંદ્રએ દ્રવ્યાનુયોગની મુક્ત કંઠે પ્રશંસા કરતા શ્રી ધારશીભાઈના પત્રમાં તેની ગંભીરતા, તેની સૂક્ષ્મતા, તેનું યથાર્થ પરિણમવું, તેને માટેની યોગ્યતા તથા માહાભ્ય નીચે પ્રમાણે વર્ણવ્યાં છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે, શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગ પ્રાપ્ત થાય છે...સમાધિનું રહસ્ય એ જ છે, સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એ જ છે.” દ્રવ્યાનુયોગ સંદર્ભે અન્ય ગ્રંથોની અપેક્ષાએ શ્રી નેમિચંદ્રસિદ્ધાન્તિદેવકૃત દ્રવ્યસંગ્રહ અને શ્રી કુંદકુંદાચાર્યકુક્ત પંચાસ્તિકાય મહત્ત્વના ગ્રંથો છે. દ્રવ્યની પરિભાષા અને પ્રકાર : દ્રવ્યાના મુખ્ય બે પ્રકાર છે : જીવ અને અજીવ, અજીવના પાંચ પ્રકાર છે: પુગલ, ધર્મ, અધર્મ આકાશ અને કાળ. તેને આ પ્રમાણે દર્શાવી શકાય. દ્રવ્ય જીવ અંજીવ 1 . પુદગલ ધર્મ અધર્મ આકાશ કાળ શ્રીમદ્ રાજચંદ્રએ અતિ સંક્ષેપમાં દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ આ રીતે સમજાવ્યું છે. વિશ્વ અનાદિ છે. આકાશ સર્વવ્યાપક છે. તેમાં લોક રહ્યો છે. જડ ચેતનાત્મ સંપૂર્ણ ભરપૂર લોક છે. ધર્મ અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એ જડ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય ચેતન છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. ધર્મ, અધર્મ આકાશ એકેક દ્રવ્ય છે. કાળ, પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. દ્રવ્ય ગુણપર્યાયાત્મ છે. 2010_03 Page #114 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યયોગનું સ્વરૂપ અને પ્રજ્ઞાપના સૂત્રમાં તેનું નિરૂપણ ૧૦૭ - ઉમાસ્વાતિ સત દ્વારા દ્રવ્યની વ્યાખ્યા કરે છે – સતુ દ્રવ્ય લક્ષણમ્ સત્ દ્રવ્યનું લક્ષણ છે. જૈન દૃષ્ટિએ આ દ્રવ્યોને અસ્તિત્ત્વ છે - સત્તા છે. તેથી તેને અતિ કહેવામાં આવે છે. તેને અનેક પ્રદેશો હોવાથી તને કાય (અનેક પ્રદેશોનો સમૂહ) પણ કહેવામાં આવે છે. આમ દ્રવ્ય તે અસ્તિકાય છે. પ્રદેશ એટલે પુદ્ગલના એક અવિભાજય પરમાણુ દ્વારા રોકાયેલો હોય એવો અવકાશાદિકનો એક ભાગ. પુદગલનો એક પરમાણુ જેટલું આકાશ (સ્થાન) રોકે તે પ્રદેશ કહેવાય છે. આ રીતે જે દ્રવ્યોમાં એક કે અસંખ્ય પ્રદેશ હોય છે તેને અસ્તિકાય કહેવાય છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશને અનેક પ્રદેશો હોવાથી તે અસ્તિકાય છે, જ્યારે કાળને પ્રદેશ નહિ હોવાને કારણે તે અનસ્તિકાય છે. શ્રી કુંદકુંદાચાર્ય પંચાસ્તિકાયમાં સત્માં રહેલા જે સદભાવપર્યાયો છે તેને જે દ્રવે છે તે દ્રવ્ય એવી પરિભાષા આપી છે. સદૂભાવપર્યાયોને અર્થાત સ્વભાવવિશેષોને જે દ્રવે છે, પામે છે, સામાન્ય સ્વરૂપે વ્યાપે છે, તે દ્રવ્ય છે. અથવા તો કે સત્ લક્ષણવાળું છે, જે ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યથી યુક્ત છે અથવા જે ગુણપર્યાયોનો આશ્રયરૂપ છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ નથી, તેના પર્યાયો જ વ્યય, ઉત્પત્તિ અને ધ્રુવતા કરે છે. પણ દ્રવ્યાર્થ પર્યાયાર્થની અપેક્ષાથી દ્રવ્યના બે ભાગ પાડ્યા છે. શુદ્ધ નયની દષ્ટિએ સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયોના સભાવરૂપ અને ત્રણે કાળ ટકનારાં દ્રવ્યનો વિનાશ કે ઉત્પત્તિ શક્ય નથી, તે અનાદિ અનંત છે. પણ તેના પર્યાયોમાંસહવર્તી પર્યાયોમાં પ્રૌવ્યના ગુણ સાથે વિનાશ અને ઉત્પાદ પણ સંભવે છે, તેથી તે વિનાશ અને ઉત્પાદથી યુક્ત છે. તેથી દ્રવ્ય દ્રવ્યાર્થિક દષ્ટિએ વિનાશરહિત ઉતાપદરિહત અને સત્ સ્વભાવવાળુ છે અને તે જ પર્યાયાર્થિક કથનથી ઉત્પાદવાળું અને વિનાશવાળું દ્રવ્ય અને પર્યાયનો અપૃથકભાવ દર્શાવવામાં આવ્યો છે તેવી જ રીતે દ્રવ્ય અને ગુણનો પણ વસ્તુપણે અભેદ છે. દ્રવ્યને સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને સ્વભાવની દષ્ટિએ અને સપ્તભંગીના સંદર્ભમાં પણ વર્ણવવામાં આવ્યું છે. સ્વદ્રવ્ય એટલે નિજ ગુણપર્યાયોની આધારભૂત વસ્તુ પોતે; સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્વપ્રદેશસમૂહ; સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય; સ્વભાવ એટલે નિજગુણ-સ્વશક્તિ. આ દ્રવ્ય કેટલીક રીતે વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેને અવિનાશી અને અજન્મા કહ્યું છે. ભાવ, જે સત્પણે પ્રવર્તે છે, અસ્તિત્ત્વ ધરાવે છે, તેનો દ્રવ્યસ્વરૂપે વિનાશ થતો નથી. એવી જ રીતે જે અભાવ છે, તેની દ્રવ્યસ્વરૂપે ઉત્પત્તિ નથી. તેનો જે વિનાશ અને ઉત્પત્તિ દેખાય છે. તે ગુણપર્યાયોનું સ્વરૂપની દૃષ્ટિએ પરિવર્તન છે. 2010_03 Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિવિધા ૩. પહેલાની અવસ્થાના ગુણપર્યાયો નાશ પામીને પરિણામી બીજી અવસ્થાના ગુણપર્યાયો રૂપે ઉદ્ભવે છે. દેહનો નાશ થતાં દેહીનો નાશ થતો નથી, જે ઉત્પન્ન થાય છે અને લય પામે છે તે દેવ-માનવ વગેરે પર્યાયો કે સ્વરૂપો છે. જીવ અજીવ દ્રવ્યનો પ્રકારભેદ વિશેષ પરિચય : જીવ : ૧. તે નિત્ય ચૈતન્ય સ્વભાવરૂપ-ઉપયોગના લક્ષણવાળો હોવાથી એક જ છે. ૨. જ્ઞાન અને દર્શન એવા ભેદને કારણે બે પ્રકારનો છે. ઉત્પાદ, ધ્રૌવ્ય અને વિનાશ એ ત્રણ લક્ષણવાળો હોવાથી અથવા કર્મફળ ચેતના, કાર્યચેતના અને જ્ઞાનચેતના એ ત્રણ પ્રકારે ત્રણ લક્ષણવાળો છે. ૪. દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ – એ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો હોવાથી ચતુર્વિધ ભ્રમણવાળો છે. ૫. પારિણામિક, દારિક વગેરે પાંચ મુખ્ય ગુણોની પ્રધાનતા હોવાને કારણે પંચાગ્ર ગુણપ્રધાન છે. જીવ ચાર દિશામાં અને ઉપર તથા નીચે એમ છ દિશામાં ગમન કરતો હોવાથી છ અપક્રમસહિત છે. ૭. અસ્તિ, નાસ્તિ વગેરે સપ્તભંગી યુક્ત હોવાને કારણે સપ્તભંગી છે. જ્ઞાનવરણ વગેરે આ કર્મો અથવા સમ્યકત્વ વગેરે આઠ ગુણોના આશ્રયભૂત હોવાને કારણે અષ્ટ આશ્રય છે. ૯. નવ પદાર્થ કે તત્ત્વો જીવ, અજીવ, પાપ, પુષ્ય, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષરૂપે પ્રવર્તમાન હોવાથી નવ અર્થરૂપ છે. ૧૦. અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, કીન્દ્રિય, ત્રિદ્રિય, ચતુરિદ્રિય અને પંચેન્દ્રિયરૂપ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી દશસ્થાનગત અજીવ : પુદ્ગલ દ્રવ્યમાંથી સર્જિત કોઈ સમગ્ર વસ્તુ એના અખંડ સ્વરૂપમાં સ્કંધ છે. તેના અર્ધ ભાગને દેશ કહે છે. દેશના અર્ધ ભાગને પ્રદેશ અને તેના છેવટના અવિભાગી ભાગને પરમાણુ કહે છે. તેમાં રસ, વર્ણ, ગ્રંથ અને સ્પર્શના ગુણ છે, પણ કોઈ એક સમયે તે એક જ પ્રકારના રસ કે વર્ણાદિથી યુક્ત હોય છે. પુદગલના છ પ્રકાર છે અને તેનાથી ત્રણ લોક ઉત્પન્ન થાય છે. ધર્મ અને અધર્મ દ્રવ્યની વિશેષતા પણ વર્ણવી છે. લોક અને અલોકનો વિભાગ ધર્મ અને અધર્મને કારણે બને છે. માટે ધર્મ અને અધર્મ વિદ્યમાન છે, તેમનું 2010_03 Page #116 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યયોગનું સ્વરૂપ અને પ્રજ્ઞાપના સૂત્રમાં તેનું નિરૂપણ અસ્તિત્વ છે. જીવ પુદગલના ગતિ અને સ્થિતિના બાહ્યરંગ હેતુને લીધે ધર્મ અને અધર્મનો સ્વીકાર કરવામાં આવે છે. સ્વભાવધર્મની દૃષ્ટિએ તેઓ ભિન્ન છે, લોકાકાશના એક જ ક્ષેત્રમાં તેમનું અસ્તિત્વ હોવાથી, એક ક્ષેત્ર હોવાથી અભિન્ન છે. સમસ્ત લોકમાં રહેલાં જીવ-પુદ્ગલોને ગતિ-સ્થિતિમાં સહાયક હોવાથી સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. લોકપ્રમાણ છે. આ ધર્મ અને અધર્મ જીવ-પુદ્ગલોને ગતિ-સ્થિતિ કરવામાં હેતુભૂત કે પ્રેરક નથી. તે પોતે નિષ્ક્રિય છે, ઉદાસીન છે. પરંતુ સમસ્ત ગતિ અને સ્થિતિયુક્ત પદાર્થો પોતાના જ હેતુથી ગતિ કે સ્થિતિ કરે છે અને ધર્મ-અધર્મ તેમાં સહાયક કે આશ્રયરૂપ બને છે. ૧૦૯ આ ષટ દ્રવ્યાત્મક લોકમાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરો અવકાશ આપે છે, તે આકાશ છે, તે તેમને માટે વિશુદ્ધ ક્ષેત્રરૂપ છે. આકાશના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભાગ પડે છે. જીવ વગેરે દ્રવ્યો (આકાશ સિવાયનાં) લોકાકાશમાં અસ્તિત્ત્વ ધરાવે છે. લોકથી ઉપરના ભાગમાં જેને અલોકાકાશ કહેવામાં આવે છે તે અનંત અને લોકથી અન્ય છે અને અનન્ય પણ છે. તેમાં ગતિ સ્થિતિ હોતી નથી. તેથી સિદ્ધ ભગવંતો ઊર્ધ્વગમન કરીને લોકના અગ્રભાગે બિરાજે છે. ગતિ-સ્થિતિનો હેતુ આકાશ વિશે નથી. ધર્મ તથા અધર્મ જ ગતિ અને સ્થિતિના હેતુરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ સમાન પરિમાણવાળાં હોવાને લીધે જ એક જ આકાશમાં અવગાહન કરીને સાથે રહેલાં હોવાને કારણે જ એકત્વવાળાં છે, પણ વ્યવહારમાં તેમના સ્વભાવધર્મગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહહેતુત્વ ભિન્ન ભિન્ન હોવાથી એકબીજાથી ભિન્ન પણ છે. તેમના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. દ્રવ્યના રૂપમાં જે પરિવર્તન થાય છે અને સમય જે ઘટિકાદિ રૂપે જણાય છે તે વ્યવહારિકા છે, પણ તેના આધારભૂત દ્રવ્ય જે સ્વયં ઉપાદાનરૂપે પરિણમતા પદાર્થોને પરિણમન ક્રિયામાં ‘વર્તના’ રૂપે સહકારી થાય છે, તે નિશ્ચયકાળ છે. નિશ્ચય નય પ્રમાણે કાળ અણુરૂપ છે, રેતીના કણોની જેમ સ્વત્વ ગુમાવ્યા સિવાય તે સાથે રહી શકે છે. અન્ય દ્રવ્યોની જેમ કાળને અનેક પ્રદેશો નહિ હોવાથી તે ‘અનસ્તિકાય’ છે. તેને ‘અસ્તિકાય’ ની સંજ્ઞા આપવામાં આવી નથી. આ દ્રવ્યોમાં આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ અમૂર્ત છે. પુદગલ દ્રવ્ય મૂર્ત છે. તેમાં જીવ ચેતન છે. આ લોકમાં ઇંદ્રિયો દ્વારા ગ્રાહ્ય પદાર્થો મૂર્ત છે. અને ઇંદ્રિયો દ્વારા જેનું ગ્રહણ થઈ શકતું નથી તે અમૂર્ત છે. જીવ સ્વરૂપે અમૂર્ત છે પણ પુદગલ દ્રવ્યોને સંયોગ થતા મૂર્ત બને છે. પ્રજ્ઞાપના સૂત્રમાં જીવ-અજીવ દ્રવ્યનું નિરૂપણ : જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું નિરૂપણ વિવિધ આગમગ્રંથોમાં થયું છે. તેમાં પણ 2010_03 Page #117 -------------------------------------------------------------------------- ________________ વિવિધા પન્નવણા-સુત્ત-પ્રજ્ઞાપનાસૂત્રમાં જીવ-અજીવ દ્રવ્યોની પ્રજ્ઞાપના પ્રકાર, સ્થાન, સ્થિતિ, વિશેષ, વ્યુત્ક્રાન્તિ, સંજ્ઞા, યોનિ, ભાષા, શરીર, પરિણામ, લેશ્યા, કર્મબન્ધ..વગેરે ૩૬ પદોના સંદર્ભમાં વિસ્તાર અને અત્યંત સૂક્ષ્મપણે કરવામાં આવી છે. તેમાં જીવ અને અજીવની જે વિવિધ પ્રકારભેદે ચર્ચા કરવામાં આવી છે, તેનું નીચે પ્રમાણે પૃથ્થકરણ કરવાથી વિશેષ ગ્રાહ્ય બને તેમ છે : પ્રજ્ઞાપનાના મુખ્ય બે પ્રકાર છે. જીવ અને અજીવ. ૧૧૦ સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના છે : અસંસાર સમાપન્ન નારક તિર્યંચ મનુષ્ય દેવગતિ અનંતર સિદ્ધ પરંપરા સિદ્ધ જીવ અને અજીવ દ્રવ્યના અન્ય સૂક્ષ્મ વર્ગીકરણો પણ અહીં આપવામાં આવ્યા છે જેમકે, 2010_03 અરૂપી અજીવ પ્રજ્ઞાપના અજીવ પ્રજ્ઞાપના રૂપી અજીવ સંસાર સમાપન્ન જીવપ્રજ્ઞાપના એકેન્દ્રિય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચરિન્દ્રિય પંચેન્દ્રિય પૃથ્વીકાયિક અપ-કાયિક તેજકાયિક વાયુકાયિક વનસ્પતિકાયિક આ દરેકના સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકાર ગણાવ્યા છે. અજીવ પ્રજ્ઞાપનાના બે પ્રકારો વર્ણવીને તેના સૂક્ષ્મ ભેદ પણ આ રીતે દર્શાવ્યા છે : અરૂપી અજીવ ધર્મ પ્રજ્ઞાપનાના દસ પ્રકાર છે : ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ, અને ધર્માસ્તિકાયના પ્રદેશો, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનો દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશો અને કાળ. રૂપી અજીવ પ્રજ્ઞાપનાના ચાર પ્રકાર છે : સ્કંધો, સ્કંધ દેશો, સ્કંધ પ્રદેશો અને પરમણુ પુદગલો. પુદગલના પાંચ પ્રકાર Page #118 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યયોગનું સ્વરૂપ અને પ્રજ્ઞાપના સૂત્રમાં તેનું નિરૂપણ પુદગલ વર્ણપરિણત ગંધપરિણત રસપરિણત સ્પર્શપરિણત સંસ્થાનપરિણત આ પ્રત્યેક દ્રવ્યના સ્થાનાદિ ભેદે જે વિવિધ પર્યાયોનું અહીં નિરૂપણ થયું છે, આશ્ચર્યજનક છે. અત્યંત સૂક્ષ્મતા, ગહનતા અને ક્રાન્તદર્શિતા વડે પૂજય તીર્થંકર સ્વામીએ સકળ લોકનું જે ચિત્ર સૂત્રાત્મકરૂપે અહીં પ્રગટ કર્યું છે, તેનું સા૨૨હસ્ય પામવું મુશ્કેલ છે. જેમ કે મનુષ્યોના ભેદ જણાવતા તેના બે પ્રકાર દર્શાવ્યા છે ઃ સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યો. દેવોના ચાર પ્રકાર છે ઃ ભવનગામી, વ્યંતર, જ્યોતિષ્ઠ અને વૈજ્ઞાનિક. પૃથ્વીકાયિક, વનસ્પતિકાયિક વગેરેના તો અસંખ્ય ભેદો વર્ણવ્યા છે. તે દરેકનાં સ્થાનો, સ્થિતિ, અલ્પબાહુત્વ, સંખ્યાવિશેષ, વ્યુત્ક્રાન્તિ, ઉચ્છવાસ વગેરે વિશે વિસ્તારથી માહિતી આપી છે. ૧૧૧ દસ સંજ્ઞાઓ : આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓથ સંજ્ઞા તેમનું વિશદ વર્ણન અને તેના ઉપયોગ વિશેની તલસ્પર્શી માહિતી અહી મળે છે. વિવિધ દૃષ્ટિએ યોનિના પ્રકાર આ પ્રમાણે છે યોનિ શીત ઉષ્ણ શીતોષ્ણ સંવૃત્ત વિવૃત્ત સંવૃત્તિવિવૃત્ત કર્યોન્નતા સંખાવર્તા વંશીપત્રા સચિત્ત અચિત્ત મિશ્ર પૃથ્વીના આઠ પ્રકાર ગણાવીને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ - એ શરીરના ભેદોનું પણ અહીં દ્રવ્યાનુયોગ સંદર્ભે વર્ણન ઉપલબ્ધ થાય છે. પરિણામ, ઇન્દ્રિયો, ઉદ્દેશ, પંદર પ્રકારના પ્રયોગો, છ પ્રકારની લેશ્યાઓ, બાવીસ પ્રકારની કાર્યસ્થિતિ, અન્તક્રિયા-ચ્યવન-ઉત્પત્તિ; સંસ્થાન, ક્રિયાઓ, આઠ પ્રકારની કર્મપ્રકૃતિ; આહાર, ભવ્ય, સંજ્ઞા, લેશ્યા, દૃષ્ટિ સંઘત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્તિ વગેરેના સંદર્ભમાં જીવ દ્રવ્યનું કરેલું વિસ્તૃત નિરૂપણપ્રજ્ઞાપના ખૂબ મહત્ત્વની અને નોંધપાત્ર છે. જૈનદર્શનના દ્રવ્ય સિદ્ધાન્તનો સમગ્ર પરિચય અહીં ઉપલબ્ધ નથી. ધર્મ, અધર્મ, કાળ, પુદગલ અને આકાશ વિશેના કેટલાક ઉલ્લેખો માત્ર મળે છે. પણ વિવિધ દૃષ્ટિકોણથી થયેલી જીવદ્રવ્યની પ્રજ્ઞાપના જૈનધર્મનું એક વિશિષ્ટ પરિમાણ આપણી સમક્ષ પ્રગટ કરે છે. 2010_03 Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત જૈનદર્શનમાં કર્મસિદ્ધાંતનું વિશદ, વૈજ્ઞાનિક અને અતિ સૂક્ષ્મ રીતે નિરૂપણ કરેલું છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ કાર્યકારણના સિદ્ધાંતનું જે મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ નૈતિકમૂલ્યોની દૃષ્ટિએ આચાર-દર્શનમાં કર્મસિદ્ધાંતનું છે. આચારદર્શન કર્મસિદ્ધાંતમાં આધારે જ સમાજમાં નૈતિકતાની પ્રતિષ્ઠા અને તેને માટે નિષ્ઠા જાગૃત કરી શકે છે. કર્મસિદ્ધાંત અનુસાર જ વર્તમાનકાલિક કાયિક-વાચિક અને માનસિક કર્મો ભૂતકાલીન કર્મોથી પ્રભાવિત હોય છે અને ભવિષ્યમાં કર્મોને પ્રભાવિત કરવાની ક્ષમતાથી યુક્ત હોય છે. આત્મા શુભ કે અશુભ ભાવ ભાવિત કરે તે વખતે આત્મા તરફ આવતા પુદગલોને કાર્યણવર્ગણા કહે છે, જેને આત્મા સાથે બંધાયા પછીથી કર્મ કહેવાય છે, આત્મા તરફ આવતા કર્મપ્રવાહને આસ્રવ કહે છે. આત્મા અને કાર્યણવર્ગણાનો કર્મરૂપ સંયોગ તે કર્મબંધન છે. સંસારી જીવ મુખ્યત્વે અબદ્ધ નોકર્મ બદ્ધ નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ દ્વારા કર્મબંધને પામે છે. કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્યત્વે બે ઘાતી અને અઘાતી કર્મ છે. તે બંનેના ચાર ચાર પ્રકાર છે. એમ કુલ આઠ પ્રકારનાં કર્મોને મહત્ત્વના ગણવામાં આવે છે. કર્મ વિવિધા ઘાતી અઘાતી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અંતરાય વેદનીય નામ ગોત્ર આયુષ્ય આત્માના મુખ્ય અને મૂળ ગુણોનો ઘાત કરે, નાશ કરે તે ઘાતી કર્મ છે. આત્માનો શરીરાદિ પદાર્થો સાથે સંયોગ, વિયોગ કરાવે, શરીરની શાતાઅશાતા ઉપજાવવા આદિમ નિમિત્ત બને તેવાં કર્મોને અઘાતી કર્મ કહેવાય છે. ૧. શાનાવરણીય કર્મ : જેવી રીતે વાદળ સૂર્ય પ્રકાશને ઢાંકી દે છે, એજ રીતે જે કર્મવર્ણગાઓ આત્માની જ્ઞાનશક્તિને ઢાંકી (છૂપાવી) દે છે અને થોડાક જ્ઞાનની પ્રાપ્તિમાં નડતરરૂપ બને છે, તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મના બંધનનાં કારણ જે કારણોથી જ્ઞાનાવરણીય કર્મનું પરમાણુ આત્માથી સંયોજિત થઈને જ્ઞાન-શક્તિને કુંઠિત કરે છે, તે ૬ (છ) છે. ૧. પ્રદોષ - જ્ઞાનીની નિંદા કરવી અને એના અવગુણ બતાવવા. 2010_03 - Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત ૧૧૩ ૨. નિદ્ધ – જ્ઞાનનો ઉપકાર સ્વીકાર ન કરવો અથવા કોઈ વિષયને જાણવા છતાં તેની અવગણના કરવી. ૩. અન્તરાય : જ્ઞાનની પ્રાપ્તિમાં નડતરરૂપ બનવું. જ્ઞાની અને જ્ઞાનના સાધન પુસ્તક વગેરેને નષ્ટ કરવા. ૪. માત્સર્ય - વિદ્વાનો પ્રત્યે દ્વેષ - બુદ્ધિ રાખવી, જ્ઞાનના સાધન પુસ્તક વગેરે પ્રત્યે અરુચિ રાખવી. ૫. અસાદના – જ્ઞાન અને જ્ઞાની પુરુષોના વાક્યોનો સ્વીકાર ન કરવો, એમનો સારી રીતે વિનય ન કરવો એ, ૬. ઉપઘાત - વિદ્વાનોની સાથે મિથ્યાગ્રહયુક્ત વિસંવાદ કરવો અથવા સ્વાર્થવશ સત્યને અસત્ય સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો. ઉપરના છ પ્રકારનું અનૈતિક આચરણ વ્યક્તિની જ્ઞાનશક્તિને કુંઠિત કરવાનું કારણ છે. જ્ઞાનાવરણીય કર્મનો વિપાક – વિપાકની દૃષ્ટિથી જ્ઞાનાવરણીય કર્મના કારણ પાંચ રૂપમાં આત્માની જ્ઞાન-શક્તિનું આવરણ હોય છે. ૧. મતિજ્ઞાનાવરણ - ઐન્દ્રિક અને માનસિક જ્ઞાન-ક્ષમતાનો અભાવ. ૨ શ્રુતિ જ્ઞાનાવરણ - બૌદ્ધિક અથવા આગમજ્ઞાન ઉપલબ્ધ ન થવું. ૩. અવધિજ્ઞાનાવરણ - અતિન્દ્રિય જ્ઞાન-ક્ષમતાનો અભાવ. ૪. મનઃ પર્યાય જ્ઞાનાવરણ : બીજાની માનસિક અવસ્થાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાની શક્તિનો અભાવ. ૫. કેવલ જ્ઞાનાવરણ : પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતાનો અભાવ. ક્યારેક-ક્યારેક વિપાકની દૃષ્ટિથી તેના ૧૦ ભેદ બતાવવામાં આવ્યા છે. ૧. સાંભળવાની શક્તિનો અભાવ, ૨. સાંભળીને મેળવેલ જ્ઞાન ઉપલબ્ધ ન થવું, ૩. દષ્ટિ શક્તિનો ભાવ. ૪.દશ્યજ્ઞાન ઉપલબ્ધ ન થવું, ૫. ગંધગ્રહણ (પારખવાની) કરવાની શક્તિનો અભાવ, ૬. ગંધ સંબંધી જ્ઞાન ઉપલબ્ધ ન થવું, ૭. સ્વાદગ્રહણ કરવાની શક્તિનો અભાવ, ૮. સ્વાદ સંબંધી જ્ઞાન ઉપલબ્ધ ન થવું, ૯. સ્પર્શ-ક્ષમતાનો અભાવ અને ૧૦. સ્પર્શ સંબંધી જ્ઞાન ઉપલબ્ધ ન થવું. ૨. દર્શનાવરણીય કર્મ : જેવી રીતે દ્વારપાળ રાજાના દર્શનમાં અવરોધરૂપ હોય છે એજ રીતે કર્મવર્ગણાઓ આત્માની દર્શન શક્તિમાં અવરોધરૂપ હોય છે, તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. જ્ઞાન પહેલા થનાર વસ્તુ તત્ત્વનો નિર્વિકલ્પ બોધ, જેમાં સત્તા સિવાય કોઈ વિશેષ ગુણ ધર્મની પ્રાપ્તિ થતી નથી, તને દર્શન કહેવાય છે. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન-ગુણને આવૃત્ત કરે છે. 2010_03 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વિવિધા દર્શનાવરણીય કર્મબંધનું કારણ – જ્ઞાનાવરણીય કર્મની જેમ જ છ પ્રકારના અશુભ આચરણ દ્વારા દર્શનાવરણીય કર્મનો બંધ થાય છે – ૧. સમ્યક દૃષ્ટિની નિંદા કરવી અથવા એના પ્રત્યે અકૃતજ્ઞ બનવું, ૨. મિથ્યાત્વ અથવા અસત માન્યતાઓનું પ્રતિપાદન કરવું, ૩. શુદ્ધ દષ્ટિકોણની ઉપલબ્ધિમાં નડતરરૂપ બનવું. ૪. સમ્યફ દૃષ્ટિનો વિનય અને સન્માન ન કરવું, પ. સમ્યકરષ્ટિ પર દ્વેષ કરવો, ૬. સમ્યકરષ્ટિ સાથે મિથ્યગ્રહ સાથે વિવાદ કરવો. તે દર્શનાવરણીય કર્મનો વિપાક - ઉપરના અશુભ આચરણોને કારણે આત્માના દર્શન ગુણ ૯ પ્રકારમાં વહેચાય છે : ૧. ચક્ષુદર્શનાવરણ નેત્રશક્તિનું અવરુદ્ધ થવું, ૨. અચસુદર્શનાવરણ - નેત્ર સિવાયની અન્ય ઈન્દ્રિયોની સામાન્ય અનુભવશક્તિનું અવરુદ્ધ થવું. ૩. અવધિદર્શનાવરણ - સીમિત અતિન્દ્રિય દર્શન ઉપલબ્ધ થવામાં નડતર થવું, ૪. કેવળ દર્શનાવરણ – સંપૂર્ણ દર્શન ઉપલબ્ધ ન થવું. ૫. નિદ્રા સામાન્ય નિંદ્રા, ૬, નિંદ્રાનિદ્રા-ગહેરી નિંદ્રા. ૭. પ્રચલા બેઠા બેઠા આવી જતી નિદ્રા. ૮. પ્રચલાપ્રચલા-હરતા ફરતા આવી જતી નિદ્રા. ૯. સ્યાનગૃદ્ધિ – જે નિદ્રામાં પ્રાણી મોટા મોટા શક્તિશાળી કાર્ય કરે છે. અંતિમ બે અવસ્થાઓ આધુનિક મનોવિજ્ઞાનના દ્વિવિધ વ્યક્તિત્ત્વને સમાન માનવામાં આવે છે. ઉપર્યુક્ત પાંચ પ્રકારની નિંદ્રાઓના કારણે વ્યક્તિની સહજ અનુભૂતિની ક્ષમતામાં અવરોધ ઉત્પન્ન થાય છે. ૩. વેદનીય કર્મ : જેના કારણે સાંસારિક સુખ-દુઃખની સંવેદના થાય છે, એને વેદનીય કર્મ કહેવાય છે. એના બે ભેદ છે - ૧. શાતા વેદનીય અને ૨. અશાતાવેદની. સુખરૂપ સંવેદનાનું કારણ શતાવેદનીય અને દુ:ખરૂપ સંવેદનાનું કારણ અશાતાવેદનીય કર્મ કહેવાય છે. શાતાવેદનીય કર્મનું કારણ - દશ પ્રકારના શુભાચરણ કરનાર વ્યક્તિ સુખદ-સંવેદનારૂપ શતાવેદનીય કર્મનો બંધ કરે છે – ૧ પૃથ્વી, પાણી, વગેરેના કારણે જીવો પર અનુકપા કરવી, ૨. વનસ્પતિ, વૃક્ષ, લતાઓ પર અનુકમ્પા કરવી, ૩. દ્વીન્દ્રિય વગેરે પ્રાણીઓ પર દયા કરવી, ૪. પંચેન્દ્રિય પશુઓ અને મનુષ્યો પર અનુકમ્પા કરવી, ૫. કોઈને પણ કોઈપણ પ્રકારનું દુઃખ ન આપવું, ૬. કોઈપણ પ્રાણીને ચિત્તા અને ભય ઉત્પન્ન થાય એવું કાર્ય ન કરવું, ૭. કોઈપણ પ્રાણીને શોકાતુર ન બનાવવો, ૮. કોઈપણ પ્રાણીને રડાવવું નહીં, ૯. કોઈપણ પ્રાણીને મારવું નહીં અને ૧૦. કોઈપણ પ્રાણીને પ્રતાડિત ન કરવું. કર્મગ્રંથમાં શાતાવેદનીય કર્મના બંધનના કારણે ગુરુભક્તિ, ક્ષમા, કરુણા, વ્રતપાલન, યોગ-સાધના, કષાયવિજય, દાન અને દેઢશ્રદ્ધા માનવામાં આવે છે. 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત ૧૧૫ શતાવેદનીય કર્મનો વિપાક – ઉપર્યુક્ત શુભાચરણના ફલસ્વરૂપ પ્રાણીને નીચે પ્રમાણેની સુખદ સંવેદના પ્રાપ્ત કરે છે - ૧. મનોહર, કર્ણપ્રિય, સુખદ સ્વર સાંભળવા મળે છે. ૨. મનોજ્ઞ, સુંદરરૂપ જોવા મળે છે, ૩. સુગન્ધની સંવેદના થાય છે, ૪. સુસ્વાદવાળું ભોજન પ્રાપ્ત છાય છે. ૫. મનોજ્ઞ, કોમળ સ્પર્શ તથા આસન શયનાદિ પ્રાપ્ત થાય છે. ૬. ઇચ્છિત સુખોની પ્રાપ્તિ થાય છે. ૭. શુભવચન, પ્રશંસા વગેરે સાંભળવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ૮. શારીરિક સુખ મળે છે. અશાતાવેદનીય કર્મના કારણ - જે અશુભ આચરણોના કારણે પ્રાણીને દુ:ખદ સંવેદના પ્રાપ્ત થાય છે તે ૧૨ પ્રકારની છે – ૧. કોઈપણ પ્રાણીને દુઃખ આપવું, ૨. ચિત્તિત કરવા, ૩, શોકાતુર બનાવવા, ૫. રડાવવા, ૫. મારવા અને ૬. પ્રતાડિત કરવા. આ છ ક્રિયાઓની મંદતા અને તીવ્રતાના આધાર પર એના બાર પ્રકાર થાય છે. અશાતાવેદનીય કર્મનો વિકાપ – ૧. કર્ણ-કટુ, કર્કશ સ્વર સાંભળવા મળે છે. ૨. અમનોજ્ઞ અને સૌન્દર્યવિહીન રૂપ જોવા મળે છે. ૩. અમનોજ્ઞ ગંધની પ્રાપ્તિ થાય છે. ૪. સ્વાદવગરનું ભોજન મળે છે. ૫. અમનોજ્ઞ, કઠોર અને દુ:ખદ સંવેદના ઉત્પન્ન કરનાર સ્પર્શ પ્રાપ્ત થાય છે. ૬. અમનોજ્ઞ માનસિક અનુભૂતિઓનું હોવું. ૭. નિંદાઅપનાનજનક વચન સાંભળવા મળે છે અને ૮. શરીરમાં વિવિધ રોગોની ઉત્પત્તિથી શરીરને દુઃખદ સંવેદનાઓ પ્રાપ્ત થાય છે. ૪. મોહનીય કર્મ :- જેમ મદિરા વગેરે નશીલી વસ્તુના સેવનથી વિવેક શક્તિ કુંઠિત થઈ જાય છે, એ જ રીતે જે કર્મ-પરમાણુઓથી આત્માની વિવેક-શક્તિ કુંઠિત થઈ જાય છે અને અનૈતિક આચરણમાં પ્રવૃત્ત થાય છે, એને મોહનીય (વિમોહીત કરનાર) કર્મ કહેવાય છે. એના બે ભેદ છે- દર્શનમોહ અને ચારિત્રમોહ. મોહનીય કર્મના બંધના કારણ - સામાન્ય રીતે મોહનીય કર્મના બંધ છે કારણોથી થાય છે - ૧. ક્રોધ, ૨. અહંકાર, ૩. કપટ, ૪. લોભ, ૫. અશુભ-આચરણ અને ૬. વિવેકાભાવ (વિમૂઢતા), પ્રથમ પાંચથી ચારિત્રમોહનું અને અંતિમથી દર્શનમોહના બંધ થાય છે. અ.દર્શન મોહ-દર્શન મોહના કારણે પ્રાણીમાં સમ્યક્ દષ્ટિકોણનો અભાવ હોય છે અને તે મિથ્યા ધારણાઓ અને વિચારોનો શિકાર રહે છે, એની વિવેકબુદ્ધિ અસંતુલિત હોય છે. દર્શનમોહ ત્રણ પ્રકારના છે - ૧.મિથ્યાત્વ મોહ જેના કારણે પ્રાણી અસત્ય ને સત્ય તથા સત્યને અસત્ય સમજે છે. શુભને અશુભ અને શુભ માનવાનો મિથ્યાત્વ મોહ છે. ૨. સમ્યફ મિથ્યાત્વ મોહ-સત્ય અને અસત્ય તથા શુભ અને અશુભના સંબંધમાં અનિશ્ચાત્યાત્મકતા અને ૩. સમ્યત્વ મોહ-ક્ષયિક સમ્યત્વ પ્રાપ્તિમાં નડતરરૂપ સમ્યક્ત્વ મોહ છે અથવા દષ્ટિકોણની આંશિક વિશુદ્ધતા. 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ વિવિધા બ. ચરિત્ર મોહ-ચારિત્ર મોહના કારણે પ્રાણીનું આચરણ અશુભ હોય છે. ચારિત્ર-મોહજનિત અશુભ આચરણ ૨૫ પ્રકારના છે. મોહનીય કર્મનો વિપાક મોહનીય કર્મ વિવેકાભાવ છે અને આ વિવેકાભાવના કારણે અશુભની તરફ પ્રવૃત્તિની રુચિ થાય છે. અન્ય પરમ્પરાઓમાં જે સ્થાન અવિદ્યાનું છે, એ જ સ્થાન જૈન પરમ્પરામાં મોહનીય કર્મનું છે. જે પ્રકારે અન્ય પરંપરાઓમાં બન્ધનનુ મૂળ કારણ અવિદ્યા છે, એ જ પ્રકારે જૈન પરંપરાઓમાં બંધનનું મૂળ કારણ મોહનીય કર્મ છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ જ નૈતિક વિકાસનો આધાર છે. ૧૧૬ ૫. આયુષ્ય કર્મ : જેવી રીતે બેડી કે સાંકળ કેદીની સ્વાધિનતામાં નડતરરૂપ છે, એ જ રીતે જે કર્મપરમાણુ આત્માને વિભિન્ન શરીરોમાં નિયત સમય સુધી કેદ રાખે છે, એને આયુષ્ય કર્મ કહેવાય છે. આ કર્મ નિશ્ચય કરે છે કે આત્માને કેવી રીતે શરીરમાં કેટલા સમય સધી રહેવું. આયુષ્ય કર્મ ચાર પ્રકારનાં છે ઃ ૧. નરક આયુષ્ય, ૨. તિર્યંચ આયુષ્ય (વાનસ્પતિક અને પશુ જીવન), ૩. મનુષ્ય આયુષ્ય અને ૪. દેવ આયુષ્ય. આયુષ્ય કર્મના બંધના કારણ - દરેક પ્રકારના આયુષ્ય કર્મના બંધના કારણ શીલ અને વ્રતથી રહિત આચરણમાં માનવામાં આવે છે. છતાં પણ કોઈ પ્રકારના આચરણથી કોઈ પ્રકારનું જીવન મળે છે, એનો નિર્દેશ પણ જૈન આગમોમાં પ્રાપ્ત થાય છે. સ્થાનાંગસૂત્રમાં દરેક પ્રકારના આયુષ્ય કર્મના બંધના ચાર ચાર કારણ માનવામાં આવ્યા છે. અ. નરકના જીવનની પ્રાપ્તિનાં ચાર કારણ ૧. મહારમ્ભ (ભયાનક હિંસક કર્મ), ૨. મહાપરિગ્રહ (અત્યધિક સંચયવૃત્તિ), મનુષ્ય, પશુ વગેરેનો વધ કરવો, ૪. માંસાહાર અને શરાબ વગેરે નશીલા પદાર્થોનું સેવન. બ. પશુ જીવની પ્રાપ્તિનાં ચાર કારણ - ૧. કપટ કરવું, ૨. રહસ્યપૂર્ણ કપટ કરવું, ૩. અસત્ય ભાષણ, ૪. ઓછું-વધારે તોલમાપ કરવું, કર્મગ્રંથમાં પ્રતિષ્ઠા ઓછી હોવાના ભયથી પાપને પ્રગ ન કરવું એ પણ તિર્યંચ આયુષ્યના બંધનું કારણ માનવામાં આવ છે. તત્વાર્થસૂત્રમાં માયા (કપટ) ને જ પશુયોનિનું કારણ બતાવવામાં આવ્યું છે. સ. માનવ જીવની પ્રાપ્તિનાં ચારણ કારણ - ૧. સરળતા, ૨. વિનયશીલતા, ૩. કરુણા અને ૪ અહંકાર અને માત્સર્યથી રહિત હોવું. તત્વાર્થસૂત્રમાં ૧. અલ્પ આરંભ, ૨. અલ્પ પરિગ્રહ, ૩. સ્વભાવની સરળતા ને ૪. સ્વભાવની મૃદુતાને મનુષ્ય આયુષ્યના બંધના કારણ કહેવામાં આવ્યા છે. ૬. દેવ જીવનની પ્રાપ્તિનાં ચાર કારણ ૧. સરાગ (સકામ) સંયમનું પાલન, ૨. સંયમનું આંશિક પાલન, ૩. સકામ તપસ્યા (બાળ તપ), ૪. 2010_03 - Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત ૧૧૭ સ્વાભાવિક રૂપમાં કર્મોનું નિર્જરિત હોવાથી. તત્ત્વાર્થસૂત્રમાં પણ આ જ કારણ માનવામાં આવ્યાં છે. કર્મગ્રંથ અનુસાર અવિરત સમ્યક્દષ્ટિ મનુષ્ય અથવા તિર્યંચ (પશુ), દેશવિરત શ્રાવક, સરાગી-સાધુ બાલ-તપસ્વી અને ઇચ્છા ન હોવા છતાં પણ પરિસ્થિતિવશ ભૂખ-તરસ વગેરેને સહન કરવા છતા અકામ-નિર્જરા કરનાર વ્યક્તિ દેવ-આયુષ્યનો બંધ કરે છે. ૬. નામ કર્મ : જેવી રીતે ચિત્રકાર વિવિધ રંગોથી અનેક પ્રકારનાં ચિત્રો બનાવે છે, તેવી જ રીતે નામકર્મ વિવિધ પરમાણુઓથી જગતના પ્રાણીઓના શરીરની રચના કરે છે. મનોવિજ્ઞાનની ભાષામાં નામ-કર્મ વ્યક્તિનું નિર્ધારક તત્ત્વ કહી શકાય છે. જૈનદર્શનમાં વ્યક્તિત્વના નિર્ધારક તત્વોના નામકર્મની પ્રકૃતિના રૂપમાં ઓળખાય છે, જેની સંખ્યા ૧૦૩ માનવામાં આવે છે પરંતુ વિસ્તારભયથી એનું વર્ણન સંભવ નથી. ઉપર્યુક્ત દરેક વર્ગીકરણનું સંક્ષિપ્ત રૂપ છે – ૧. શુભનામકર્મ (સારું વ્યક્તિત્વ) અને ર. અશુભનામ કર્મ (ખરાબ વ્યક્તિત્વ) પ્રાણીજગતમાં જે આશ્ચર્યજનક વૈચિત્ર જોવા મળે છે, એનું મુખ્ય કારણ નામ-કર્મ છે. શુભ નામ કર્મના બંધના કારણ – જૈનાગામોમાં સારા વ્યક્તિત્વની પ્રાપ્તિનાં ચાર કારણ માનવામાં આવ્યાં છે - ૧. શરીરની સરળતા, ૨. વાણીની સરળતા, ૩. મન અથવા વિચારોની સરળતા, ૪. અહંકાર અને માત્સર્યથી રહિત હોવું અથવા સામંજસ્ય પૂર્ણ જીવન. શુભ નામકર્મનો વિપાક :- ઉપર્યુક્ત ચાર પ્રકારના શુભ-આચરણથી પ્રાપ્ત શુભ વ્યક્તિત્વનો વિપાક ૧૪ પ્રકારનો માનવામાં આવે છે - ૧. અધિકારપૂર્ણ પ્રભાવક વાણી (ઈષ્ટ શબ્દ), ૨. સુંદર, સુગઠિત શરીર (ઈષ્ટ રૂપ), ૩. શરીરથી નિઃસૃત થનાર મળોમાં પણ સુગંધ (ઈષ્ટ ગંધ), ૪. જૈવીય રસોની સમુચિતતા (ઈષ્ટ રસ), પ. ત્વચાનું સુકોમળ હોવું (ઈષ્ટ સ્પર્શ), ૬. અચપલ યોગ્ય ગતિ (ઈષ્ટ ગતિ), ૭. અંગોનું સમુચિત સ્થાન પર હોવું (ઇષ્ટ સ્થિતિ), ૮. લાવણ્ય, ૯. યશકીર્તિનો પ્રસાર (ઈષ્ટ યશ કીતિ), ૧૦. યોગ્ય શારીરિક શક્તિ (ઈષ્ટ ઉત્થાન, કર્મ, બલવીર્ય, પુરુષાર્થ અને પરાક્રમ), ૧૧. લોકોને રૂચિકર લાગે એવો સ્વર, ૧૨. કાન્ત સ્વર, ૧૩. પ્રિય સ્વર અને ૧૪. મનોજ્ઞ સ્વર. અશુભ નામકર્મનાં કારણ - નીચે ચાર પ્રકારના અશુભ આરણથી વ્યક્તિ (પ્રાણી) ને અશુભ વ્યક્તિત્વની પ્રાપ્તિ થાય છે : ૧. શરીરની વક્રતા, ૨. વચનની વક્રતા, ૩. મનની વક્રતા, ૪. અહંકાર અને માત્સર્યવૃત્તિ અથવા અસામંજસ્યપૂર્ણ જીવન. અશુભ નામકર્મનો વિપાક : ૧. અપ્રભાવક વાણી (અનિષ્ટ શબ્દ), ૨. અસુન્દર શરીર (અનિચ્છનીય 2010_03 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વિવિધા સ્પર્શ), ૩. શારીરિક મળોના દુર્ગન્ધયુક્ત હોવું (અનિષ્ટ ગંધ), ૪, જૈવીય રસોની અસમુચિતતા (અનિષ્ટ રસ), ૫. અપ્રિય સ્પર્શ, ૬. અનિષ્ટ ગીત, ૭. અંગોનું સમુચિત સ્થાન પર ન હોવું (અનિષ્ટ સ્થિતિ), ૮. સૌંદર્યનો અભાવ, ૯, અપયશ, ૧૦. પુરુષાર્થ કરવાની શક્તિનો અભાવ, ૧૧. હીન સ્વર, ૧૨. દીન સ્વર, ૧૩. અપ્રિય સ્વર અને ૧૪ અકાન્ત સ્વર. ૭. ગોત્ર કર્મ : જેના કારણે વ્યક્તિ પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત કુળમાં જન્મ લે છે, તે ગોત્ર કર્મ છે. આ બે પ્રકારનાં માનવામાં આવ્યાં છે : ૧. ઉચ્ચ ગોત્ર (પ્રતિષ્ઠિત કુળ), ૨. નીચ ગોત્ર (અપ્રતિષ્ઠિત કુળ). (૧) કેવા પ્રકારના આચરણના કારણે પ્રાણીનો અપ્રતિષ્ઠિત કુળમાં જન્મ થાય છે અને ક્યા પ્રકારના આચરણથી પાણીનો પ્રતિષ્ઠિત કુળમાં જન્મ થાય છે, આના પર જૈનાચાર દર્શનમાં વિચાર કરવામાં આવ્યો છે. અહંકારવૃત્તિ જ એનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રના કર્મબંધનાં કારણ - નીચેની આઠ વાતનો અહંકાર ન કરવાવાળા વ્યક્તિ ભવિષ્યમાં પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લે છે – ૧. જાતિ, ૨. કુળ,૩. શક્તિ (શારીરિક), ૪. રૂપ (સૌંદર્ય), ૫. તપસ્યા (સાધના), ૬. જ્ઞાન (શ્રત), ૭. લાભ (પ્રાપ્તિ), ૮. સ્વામિત્વ (અધિકાર). એનાથી વિપરિત જે વ્યક્તિ ઉપર્યુક્ત આઠ પ્રકારના અહંકાર કરે છે તે નીચે કુળમાં જેન્મ લે છે. (૨) કર્મગ્રંથ અનુસાર પણ અહંકારરહિત ગુણગ્રાહી દષ્ટિવાળા, અધ્યયન-અધ્યાપનમાં રસ રાખનાર, તથા ભક્ત ઉચ્ચ ગોત્રને પ્રાપ્ત કરે છે અને એના વિપરીત આચરણ કરનાર નીચ ગોત્રને પ્રાપ્ત કરે છે. (૩) તત્વાર્થસૂત્ર અનુસાર પર નિન્દા, આત્મપ્રશંસા, બીજાના સદગુણોનું છૂપાવવા અને અસદગુણોનું પ્રકાશિત કરવા અને નમ્રવૃત્તિ અને નિરભિમાનતા આ ઉચ્ચ ગોત્રના બંધન ઉદ્દેશ છે. ગોત્ર-કર્મનો વિપાક : વિપાક (ફળ) દૃષ્ટિથી વિચાર કરો અને ધ્યાનમાં રાખવું જોઈએ કે જે વ્યક્તિ અહંકાર નથી કરતો, તે પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લઈને નીચેની આઠ ક્ષમતાઓથી યુક્ત હોય છે -૧. નિષ્કલંક માતૃ-પક્ષ (જાતિ), ૨. પ્રતિષ્ઠિત પિતૃ-પક્ષ (કુળ), ૩. અશક્ત શરીર, ૪. સૌંદર્યયુક્ત શરીર, ૫. ઉચ્ચ સાધના અને તપ-શક્તિ, ૬. તીવ્ર બુદ્ધિ અને વિપુલ જ્ઞાન, ૭. લાભ ને વિવિધ પ્રાપ્તિ અને ૮, અધિકાર, સ્વામિત્વ અને ઐશ્વર્યની પ્રાપ્તિ. પરંતુ અહંકારી વ્યક્તિત્વ ઉપર્યુક્ત સર્વ ક્ષમતાઓથી અથવા એમાં કોઈ વિશેષ ક્ષમતાઓથી વંચિત રહે છે. ૮. અન્તરાય કર્મ : અભીષ્ટની પ્રાપ્તિમાં નડતરરૂપ થનાર કારણને અન્તરાય કર્મ કહેવાય છે. 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત ૧૧૯ અન્તરાય કર્મનો વિપાક :- જીવનો નૈતિક અને આધ્યાત્મિક વિકાસ કરે એવાં કલ્યાણ મય કાર્યો કરવામાં આ પ્રકારનું કર્મ, માનસિક સંઘર્ષો ઉત્પન્ન કરીને એક જાતની અનિશ્ચિતતા ઊભી કરે છે. આ પાંચ પ્રકારના અવરોધક કર્મો પુણ્ય કે મુક્તિના કર્મો કરવામાંથી વ્યક્તિને અવરોધે છે. ૧. તેઓ દાનમાં કાંઈક દ્રવ્ય આપવા ઈચ્છતા હોય પણ કોઈક લાગણી કે વિચાર તેમને આ ઇચ્છાનો અમલ કરતાં રોકે છે. મન નિશ્ચય કરી શકાતું નથી અને તેની ઢીલને પરિણામે દાન કરવાનો નિર્ણય પડતો મુકવો પડે છે. ૨. તેમને પોતે કગરેલા લાભ કે નફાને ભોગવતાં રોકે છે.૩. માણસ પાસે આ વસ્તુઓ હોય છે અને તે આ વસ્તુઓનો ઉપયોગ તેમ જ ઉપભોગ કરવા પણ ઇચ્છતો હોય છે. પણ આ કર્મ ઉપભોગમાં અવરોધક થાય છે. ઘણી વાર એવું પણ બને છે કે માણસે વસ્તુ ભેગી કરી હોય પણ કોઈ અજ્ઞાત કારણ તેને સંગ્રહેલી વસ્તુનો ઉપભોગ કરવા દેતું નથી. તેમાં આ પ્રકારનું કર્મ જ કારણભૂત હોય છે. ૪. જીવના શુભ અને કલ્યાણકારક પ્રાપ્તિના પ્રયાસોને અટકાવે છે. આ રૂકાવટ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં હોઈ શકે તેમ સાંસારિક સફળતા પ્રાપ્ત કરવામાં પણ હોઈ શકે. અન્તરાય કર્મ પાંચ પ્રકારના છે. ૧. દાનાન્તરાય - દાનની ઇચ્છા પર પણ દાન ન કરી શકાય, ૨. લાભાન્તરાય કોઈ પ્રાપ્તિ થવાની હોય પણ કોઈ કારણથી એ પ્રાપ્ત ન થાય, ૩. ભોગાન્તરાય - ભાગમાં અડચણ ઉભી થવી જેમ વ્યક્તિ સમ્પન્ન હોય, ભોજનગૃહમાં સારું સ્વાદવાળું ભોજન પણ બન્યું હોય પરંતુ અસ્વસ્થાના કારણે એણે માત્ર ખીચડી જ ખાવી પડે. ૪. ઉપભોક્તાન્તરાય - ઉપભોગની સામગ્રી હોવા છતાં પણ ઉપભોગ કરવામાં અસમર્થતા, ૫. વીર્યાન્તરાય - શક્ત હોવા છતાં પણ પુરુષાર્થમાં એનો ઉપયોગ ન કરી શકાય. કર્મબંધ અને કર્મના ક્ષય વિશેની પ્રક્રિયાને પરિભાષાઓ દ્વારા સમજી શકાય. આસ્રવ - જે કારણોથી આત્માનો કર્મ સાથે સંબંધ બંધાય છે તેને આગ્નરવ કહે છે. બંધ -- કર્મોનો આત્મા સાથે દૂધ પાણી જેવો સંબંધ થવો કે આત્મા સાથે બંધાઈ જવું તેને બંધ કહે છે. સંવર - આત્મા પોતાના શુદ્ધ પરિણામ વડે કર્મોને આવતાં રોકે તેને સંવર કહે છે. નિર્જરા - આત્મા સાથે બદ્ધ થયેલાં અથવા સત્તાગત કર્મોનું ખરી પડવું તેને નિર્જરા કહે છે, કર્મોનાં આવરણો ખસી જતાં આત્મા ઉજ્જવલ રૂપે પ્રકાશમાન થાય છે. કર્મ સિદ્ધાન્તને સમજવાથી વ્યક્તિ પાપકર્મો કરતાં અટકે છે અને પુણ્યકર્મ કરવા પ્રેરાય છે. મનુષ્યજીવનની પ્રત્યેક પરિસ્થિતિ પૂર્વે કરેલાં કર્મ પર આધારિત હોવાનું જ્ઞાન પ્રાપ્ત થતાં, હવે પછીના જીવનમાં સુખ અને શાંતિ મેળવવા વ્યક્તિ શુભ કર્મો કરવા પ્રેરાય છે. તેનાથી તેનું પોતાનું જીવન સુસંવાદી અને સુવ્યવસ્થિત બને છે અને સમાજને પણ તેનો લાભ મળે છે. 2010_03 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈનદર્શનમાં લેશ્યાનો સિદ્ધાંત લેશ્યા જૈન પારિભાષિક શબ્દ છે. તેનો સંબંધ માનસિક વિચારો કે ભાવનાઓ સાથે છે. આ પૌદ્દગલિક છે. મન, શરીર અને ઇન્દ્રિય પૌદ્દગલિક છે. મનુષ્ય બહારથી પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તદ્દનુસાર તેનું વ્યક્તિત્ત્વ ઘડાય છે. તેના આંતરવ્યક્તિત્વની જે આભા તેની આસપાસ સર્જાય છે, તેને જૈન દૃષ્ટિઅ લેશ્યા કહેવામાં આવે છે. અન્ય શબ્દોમં તેને ‘ઓરા' અથવા આભામંડળ કહેવામાં આવે છે. તેના વિશે વૈજ્ઞાનિક જગતમાં પણ ઘણું સંશોધ થયું છે. તેના ફોટા લેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેને આધાર વ્યક્તિ જીવિત છે કે મૃત, તેનો નિર્ણિય પણ ક્યારેક કરવામાં આવે છે. યોગસિદ્ધ ગુરુને માટે તે આવશ્યક છે કે તે ‘ઓરા’ ના વિશેષજ્ઞ હોય !શિષ્યની પરીક્ષા તે ‘ઓરા' દ્વારા કરે છે. ‘ઓરા' અથવા ‘લેશ્યા’ આપણી આંતરિક પરિસ્થિતિનું પ્રતિબિમ્બ છે. વ્યક્તિ પોતાનાં દુરિત કર્યો કે ભાવોને છુપાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ આભામંડળના વિશેષજ્ઞથી તે પોતાની સ્થિતિ છુપાવી શકતો નથી. શરીરમાંથી ઉત્પન્ન થતી આભા વ્યક્તિના વિચારો કે ભાવોનું પ્રતિક્ષણ પ્રતિનિધિત્વ કરતી હોય છે. તે રંગોના માધ્યમથી અભિવ્યક્ત થાય છે. મહાપુરુષોના મસ્તક પાછળ જે આભા-વલય દેખાય છે તે તેમના મનની શાંત સ્થિતિમાં નિર્મિત ઓરા-આભામંડળ હોય છે. જૈનદર્શનમાં લેશ્યા : જૈન વિચાર અનુસાર જે આત્માને કર્મથી લિપ્ત કરે છે અથવા તો આત્માને કર્મબન્ધથી બાંધે છે તે લેશ્યા છે. જેમકે, जोगपत्ती लेस्सा, कसायउदयानुरंजिया होई । तत्तो दोहं कज्जं, बंधचउकं समुद्दिनं ॥२॥ કષાયના ઉદયથી અનુરંજિત મન-વચન-કાયાની યોગ-પ્રવૃત્તિને લેશ્યા કહે છે. આ બંને અર્થાત્ કષાય અને યોગનું કાર્ય છે- ચાર પ્રકારના કર્મબન્ધ. કષાયથી કર્મોની સ્થિતિ અને અનુભાગ બંધ રચાય છે યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ. 8 વિવિધા જૈનાગમોમાં લેશ્યાના મુખ્ય બે પ્રકાર માનવામાં આવ્યા છે : ૧. દ્રવ્યલેશ્યા અને ૨. ભાવલેશ્યા. દ્રવ્યલેશ્યા : દ્રવ્ય લેશ્યા સૂક્ષ્મ ભૌતિકી તત્ત્વો દ્વારા નિર્મિત તે આંગિક સંરચના છે, જે આપણા મનોભાવો અને તજ્જનિત કર્મોનું સાપેક્ષ રૂપમાં કારણ અથવા કાર્ય બને છે. જેવી રીતે પિત્તદ્રવ્યની બહુલતાથી સ્વભાવ ક્રોધી બને છે અને ક્રોધને કારણે પિત્તવૃદ્ધિ 2010_03 Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં લેશ્યાનો સિદ્ધાંત ૧૨ ૧ થાય છે. તેવી રીતે આ સૂક્ષ્મ ભૌતિક તત્ત્વોથી મનોભાવ બને છે અને મનોભાવ હોવાને કારણે આ સૂક્ષ્મ સંરચનાઓનું નિર્માણ થાય છે. તેને માટે પંડિત સુખલાલજી દ્વારા અને અભિધાન રાજેન્દ્રકોશ (ખંડ-૬, પૃ. ૬૭૫) માં નીચે પ્રમાણે ત્રણ મત પ્રદર્શિત કરવામાં આવ્યા છે : ૧. લેશ્યા-દ્રવ્ય કર્મ-વર્ગણાથી બનેલું છે. આ ઉત્તરાધ્યયનની ટીકામાં છે. ૨. લેગ્યા-દ્રવ્ય બધ્યમાન કર્મપ્રવાદરૂપ છે. આ મત પણ ઉત્તરાધ્યાયની ટીકામાં વાદિવૈતાલ શાન્તિસૂરિનો છે. ૩. લેશ્યાયોગના પરિણામરૂપ અર્થાત્ શરીર મન અને વાણીની ક્રિયાઓના પરિણામરૂપ છે. આ મત આચાર્ય હરિભદ્રનો છે. ભાવ લેગ્યા: ભાવ લેશ્યા આત્માનો અધ્યવસાય અથવા અંતઃકરણની વૃત્તિ છે. પંડિત સુખલાલજીના શબ્દોમાં ભાવલેશ્યા આત્માનો મનોભાવવિશેષ છે, જે સંકલેશ અને યોગથી પ્રેરાયેલો છે. સંકલેસની તીવ્ર, તીવ્રત, તીવ્રતમ તથા મન્દ, મન્દસર, મન્દતમ વગેરે અનેક સ્થિતિ હોવાથી વેશ્યાના પણ અનેક પ્રકાર આપવામાં આવ્યા છે. પરંતુ મુખ્યત્વે મનોભાવના અશુભત્વ અને શુભત્વને આધારે પ્રશસ્ત અને પ્રશસ્તની દષ્ટિએ મુખ્ય છ ભાગ નીચે પ્રમાણે આપ્યા છે. અપ્રશસ્ત મનોભાવ - ૧. કૃષ્ણ લેશ્યા - તીવ્રતમ અપ્રશસ્ત મનોભાવ ૨. નીલ લેગ્યા - તીવ્રતર અપ્રશસ્ત મનોભાવ ૩. કાપોત લેશ્યા - (તીવ્ર) અપ્રશ્નત મનોભાવ પ્રશસ્ત મનોભાવ : ૪. તેજો (પીત) લેશ્યા - (તીવ્ર) પ્રશસ્ત મનોભાવ ૫, પદ્મ લેશ્યા - તીવ્રતર પ્રશસ્ત મનોભાવ ૬. શુક્લ લેશ્યા - તીવ્રતમ પ્રશસ્ત મનોભાવ લેશ્યાઓ મનોભાવોનું જ કેવળ વર્ગીકરણ નથી, પરંતુ તે ક્રિયાઓના રૂપમાં બાહ્ય અભિવ્યક્તિ પણ પામે છે, અર્થાત્ વ્યક્તિના ચારિત્ર્યના પણ ઘાતક છે. તેથી જૈન દર્શનમાં લેગ્યાના સંદર્ભમાં મનોભાવ અને મનોક્રિયાની સાથે પ્રત્યુત્પન્ન જીવનના કર્મક્ષેત્રમાં ઘટિત થનારા સર્વ વ્યવહારોની પણ ચર્ચા કરી અને નૈતિક દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ બતાવ્યું. જૈન વેશ્યા-સિદ્ધાન્તનું ષડવિધ વર્ગીકરણ માત્રાત્મક અંતરોના આધારે ત્રણ નય, એક્યાસી અને બસો તેતાલીસ પેટા પ્રકારો સધી વિસ્તર્યું છે. પણ તેમાં આગળ 2010_03 Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વિવિધા કહેલી છ લેશ્યાઓ વિશેષ મહત્ત્વની છે. જૈન દર્શનમાં લેશ્યાઓના છ પ્રકાર આપવામાં આવ્યા છે : કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ. જૈન આગમોમમાં તેનું વર્ણન આ પ્રમાણે મળે છે. किण्हा नीला काउ, तिण्णि वि एयाओ अहम्मलेसाओ । एयाही तिहि वि जीवो, दुग्गई उववज्जई बहुसो ॥४॥ तेउ पम्हा सुक्का, तिण्णि वि एयाओ धम्मलेसाओ । एयाहि तिहि हि जीवो, सुग्गइं उववज्जई बहुसो ॥५॥ કૃષ્ણ, નીલ અને કાપોત-આ ત્રણે અધર્મ અથવા અશુભ લેશ્યાઓ છે. તેને કારણે જીવ વિવિધ દુર્ગતિઓમાં ઉત્પન્ન થાય છે. તેજ, પદ્મ અને શુક્લ તે ત્રણ ધર્મ લેશ્યાઓ છે, તેનાથી જીવ સુગતિમાં ઉત્પન્ન થાય છે. કૃષ્ણ, નીલ અને કપોત આ ત્રણ અશુભ લેશ્યાઓમાંથી પ્રત્યેકના તીવ્રતમ, તીવ્રતર અને તીવ્ર એવા ત્રણ ભેદ હોય છે. ત્રણ શુભ લેશ્યાઓના-પ્રત્યેક મન્દ મન્દતર અને મન્દતમ એવા ત્રણ પ્રકાર પડે છે. તીવ્ર અને મન્દની અપેક્ષાથી પ્રત્યેકમાં અનન્ત ભાગ-વૃદ્ધિ, અસંખ્યાત્, ભાગ વૃત્તિ, સંખ્યાત ભાગ-વૃદ્ધિ, સંખ્યાત ગુણ-વૃદ્ધિ, અસંખ્યાત ગુણ-વૃદ્ધિ, અનન્ત ગુણ-વૃદ્ધિ એ છ વૃદ્ધિઓ અને છ હાનિ સદૈવ હોય છે. તેથી લેશ્યાઓની સ્થિતિમાં હાનિ-વૃદ્ધિ થતી રહે છે, તેની એક સરખી પરિસ્થિતિ હોતી નથી. કૃષ્ણ લેયા : સ્વભાવની ઉગ્રતા, વેરની મજબૂત ગાંઠ, ઝગડાખોર વૃત્તિ, ધર્મહીનતા અને દયાહીનતા, દુષ્ટતા, સમજાવવા છતાં ન માનવું એ કૃષ્ણ લેશ્યાનું લક્ષણ છે. આ નૈતિક વ્યક્તિત્વનું સૌથી નિકૃષ્ટરૂપ અથવા અશુભતમ મનોભાવ છે. આ અવસ્થામાં વ્યક્તિના વિચાર અત્યંત નિમ્ન કોટિના અને ક્રૂર હોય છે. તે પોતાની શારીરિક, માનસિક કે વાચિક ક્રિયાઓ પર નિયંત્રણ રાખવા અક્ષમ હોવાને કારણે, શુભાશુભનો વિચાર કર્યા વગર ઇન્દ્રિય-વિષયોની પૂર્તિમાં ભોગવિલાસમાં જ તલ્લીન રહે છે, ભોગેચ્છાની તૃપ્તી માટે ચોરી, વ્યાભિચાર અને સંગ્રહમાં જ તેનું ચિત્ત લાગેલું છે. સ્વભાવથી નિર્દય હોવાને કારણે તે હિંસા પણ કરે છે. પોતાના ક્રૂર સ્વભાવથી વશીભૂત થઈને, પોતાના હિતાહિતનો વિચાર ક્યા વગર જ અન્ય પ્રત્યે ક્રૂર વર્તન કરે છે અથવા તેમનું અહિત કરે છે. પોતના હિતના અભાવમાં પણ બીજાનું અહિત કરે છે. નીલ લેગ્યા : મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષયલોલુપતા - સંક્ષેપમાં નીલ વેશ્યાનું 2010_03 Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં લેશ્યાનો સિદ્ધાંત ૧૨૩ લક્ષણ છે. નીલ ગ્લેશ્યાથી યુક્ત વ્યક્તિના મનોભાવ,કૃષ્ણ લેશ્યાવાળા વ્યક્તિ કરતા ઓછા અશુભ-અશુભતર હોય છે. આ અવસ્થામાં તેનો વ્યવહાર વાસનાત્મક પક્ષથી જ શાસિત થાય છે. પણ તે વાસનામૂર્તિ માટે બુદ્ધિપૂર્વક વર્તે છે. તેથી બહારથી તેનું વર્તન પ્રમાર્જિત લાગે છે, પણ તેની પાછળ કુટિલતા પણ હોય છે. તે વિરોધીનું અહિત અપ્રત્યક્ષરૂપે કરે છે. તે ઇર્ષાળુ, અસહિષ્ણુ, અસંયમી, અજ્ઞાની, કપટી, નિર્લજ્જ, વૈષબુદ્ધિથી યુક્ત તથા પ્રમાદી હોય છે. તે પોતાના અલ્પ હિત માટે બીજાનું મોટું અહિત પણ કરે છે, અને ત્યારે બીજાનું હિત કરે છે, ત્યારે તેની પાછળ તેનો ઊંડો સ્વાર્થ હોય છે. કાપોત લેશ્યા : જલ્દી રુઝ થવું, બીજાઓની નિન્દા કરવી, દોષારોપણ કરવું, અતિ શોકાકુળ બનવું, અત્યંત ભયભીત થવું એ કાપોત લેશ્યાનું લક્ષણ છે. કાપોત-લેશ્યાથી યુક્ત વ્યક્તિ અશુભ મનોવૃત્તિ વાળી હોય છે. તેની મનોવૃત્તિ દૂષિત હોય છે અને મન વચન કર્મથી તેનો વ્યવહાર એકરૂપ હોતો નથી. પોતાના દોષોને છુપાવવાનો પ્રયત્ન કરે છે. બીજાનું ધન લઈ લેનાર અને સ્વાર્થસિદ્ધિ માટે અન્યનું અહિત કરનાર હોય છે. પીત (તજ) વેશ્યા : કાર્ય-અકાર્યનું જ્ઞાન, શ્રેયાશ્રેયનો વિવેક, સર્વ પ્રતિ સમભાવ, દયા-દાનમાં પ્રવૃત્તિ-એ પીત કે તેજો લેશ્યાનું લક્ષણ છે. ૪. તેજો વેશ્યાવાળી વ્યક્તિની મનોવૃદ્ધિ શુભ અને પવિત્ર હોય છે. તે સુખાપેલી હોય છે, પણ અનૈતિક આચરણમાં તે પ્રવૃત્ત થતો નથી. પોતાના હિતનો ધ્વંસ કરનાર પ્રત્યે ત ઉદાર રહી શકતો નથી, અને તેનું અહિત કરવા પ્રેરાય છે. અન્યથા આ મનોભૂમિકામાં વ્યક્તિ પવિત્ર આચરણ કરનાર, નમ્ર, સંયમી વિનીત અને ધર્યવાન હોય છે. પદમ પદ્મ લેશ્યા : ત્યાગશીલતા, ભદ્રતા, પ્રામાણિકતા, કાર્યમાં ઋજુતા, અપરાધીઓ પ્રતિ ક્ષમાશીલતા, સાધુ કે ગુરુજનોની પૂજા-સેવામાં તત્પરતા-એ પબલેશ્યાનું લક્ષણ છે. ૫ પીત વેશ્યા કરતા આ શુભતર લેગ્યા છે. આ મનોભૂમિમાં ક્રોધાદિ કષાયોની માત્રા ઘણી અલ્પ રહે છે, કે નહિવત બને છે. તે અલ્પભાષી, સંયમી, યોગી અને પ્રસન્નચિત્ત હોય છે. શુક્લ લેગ્યા :-: પક્ષપાત ન કરવો અને તેનો નિર્ણય પણ ન આપવો, સર્વ પ્રત્યે સમદર્શી 2010_03 Page #131 -------------------------------------------------------------------------- ________________ વિવિધા રહેવું, રાગ દ્વેષ અને સ્નેહથી વિરત થવું-તે શુક્લ વેશ્યાનું લક્ષણ છે. આસક્તિ તે વ્યક્તિમાં પવિત્રતાની માત્રા અધિક હોય છે તે મન-વચન-કર્મથી એકરૂપ હોય છે અને પોતાના હિત માટે પણ અન્યને કષ્ટ આપતા સંકોચ પામે છે. તે ઉપશાંત, જિતેન્દ્રિય અને પ્રસન્નચિત્ત હોય છે તેથી સ્વકર્તવ્ય અને સ્વધર્મમાં નિમગ્ન રહે છે. ૧૨૪ શુક્લ લેશ્યાથી યુક્ત વ્યક્તિની મનોવૃત્તિ પરમ શુભ કે શુભતમ હોય છે, આ મનની સર્વોચ્ચ ભૂમિકા છે. પીત અને પદ્મ લેશ્યાના શુભ ગુણોની વિશુદ્ધિની માત્રા અહીં અધિકતમ હોય છે. આ છ લેશ્યાના લક્ષણની વિભિન્નતા નીચેના શ્લોકમાં સુંદર દૃષ્ટાંત દ્વારા સમજાવી છે. : पहिया जे छ प्पुरिसा, परिभद्वारण्णमज्जदेसम्हि । फलभरियरुक्खमेगं, पेदिखत्ता ते विचितंति ॥७॥ णिम्मूलखंघसाहु- वसाहं छित्तुं चिणितु पडिदाई | खाउं फलाई इदि, जं मणेण वयणं हवे कम्पं ॥ ८ ॥ છ યાત્રીઓ હતા. જંગલની મધ્યમાં આવતા માર્ગ ભૂલી ગયા. ક્ષુધાથી વ્યાકુળ થવા લાગ્યા. થોડા સમય ચાલ્યા પછી તેમણે ફળોથી લચેલું એક વૃક્ષ જોયું. તેમને ફળ ખાવાની ઇચ્છા થઈ. તેઓ મનોમન વિચારવા લાગ્યા. પ્રથમ યાત્રીએ વિચાર્યું કે વૃક્ષને મૂળમાંથી જ કાપી નાખીને તેનાં ઉપરનાં ફળ મેળવવાં. બીજાએ વિચાર્યું કે વૃક્ષને થડમાંથી જ કાપવું-મૂળ સહિત કાપવાની જરૂર નથી. ત્રીજાએ જણાવ્યું કે થડના ઉપરના ભાગની મોટી શાખ મોટી ડાળી જ તોડીએ-ચોથા યાત્રીએ જેના ઉપર ફળ હતાં તે ઉપશખા-નાની ડાળી જ તોડવાની સલાહ આપી. પાંચમો ઇચ્છતો હતો કે કેવળ ફળ જ તોડવાં જોઈએ. છઠ્ઠા યાત્રીએ જણાવ્યું વૃક્ષ ઉપરથી પાકીને નીચે પડેલાં ફળો જ કેવળ વીણીને ખાવાં જોઈએ. આ છ યાત્રીઓના વિચાર, વાણી અને કર્મ ક્રમશઃ છ લેશ્યાઓનાં ઉદાહરણ છે. લેશ્યાની શુદ્ધિ માટે કષાયોને ક્ષીણ કરવા જોઈએ. કારણ लेस्सासोधी अज्झवसाणद्दिसोधए होइ जीवस्स । अज्झवसाणविसोधि, मंदकसायस्स णायव्वा ॥ १५ ॥ આત્મપરિણામોમાં વિશુદ્ધ થવાથી લેશ્યાની વિશુદ્ધિ થાય છે. અને કષાયોની મંદતાને પરિણામે જ આત્માની ઉપશુદ્ધિ સંભવ છે. રંગ અને લેશ્યાનો સંબંધ : લેશ્યાનાં નામો દ્વારા સમજી શકાય છે કે તે નામ અંદરથી ઉત્પન્ન થતી આભાને આધારે નક્કી કરવામાં આવ્યાં છે. આભાના રંગ દ્વારા વ્યક્તિનું માનસ સમજી શકાય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત લેશ્યામાં રંગોનું પ્રભુત્વ છે. વૈજ્ઞાનિકોએ 2010_03 Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં વેશ્યાનો સિદ્ધાંત ૧ ૨૫ ઓરા'ના પણ લગભગ આવા જ રંગો નિર્ધારિત કર્યા છે વૈજ્ઞાનિક પરીક્ષણથી સિદ્ધ થયું છે કે બહારના રંગો પણ વ્યક્તિને પ્રભાવિત કરે છે. બહારના રંગોનું ધ્યાન-ચિંતન કરીને આંતરિક રંગોમાં પણ પરિવર્તન કરી શકાય છે. તેને આધારે જ રંગ-ચિકિત્સા પદ્ધતિથી શારીરિક અને માનસિક રોગોને મટાડવામાં આવે છે. વ્યક્તિના વિચારો કે ચિંતન સાથે પણ રંગોનો સંબંધ છે. મનમાં અનિષ્ટ વિચારો કે ચિતન ચાલતું હોય તો ચિંતનના પુદ્ગલ કાળા વર્ણના હોય છે - કૃષ્ણ લેશ્યા હોય છે. ઇષ્ટ કે શુભ ચિંતન-હિત-ચિંતન કરવાથી તેની યાત્રા પ્રમાણે-પુદ્ગલ લાલ-પીત કે શ્વેત વર્ણના બને છે. તેનાથી તેજોલેશ્યા, પદ્મવેશ્યા કે શુક્લ લેશ્યા બને છે. જે પ્રકારના વિચાર અને કાર્ય હોય છે તે પ્રકારનો વેશ્યાનો રંગ હોય છે. આ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિના શરીરની આસપાસ એક વિશિષ્ટ પ્રકારનું આભામંડળ કે લેડ્યા હોય છે. આંખ દ્વારા જોઈ શકાતી નથી, પણ તેનો અનુભવ કરી શકાય છે. આપણે અલગ અલગ વ્યક્તિઓના સામીપ્યમાં હોઈએ છીએ ત્યારે ક્યારેક મનમાં અકારણ ઉદાસીનતા, ઘેરી નિરાશા કે ક્ષોભનો અનુભવ કરીએ છીએ અને ક્યારેક અહેતુક પ્રસન્નતા, સ્કૂર્તિ અને આનંદની અનુભૂતિ થાય છે. તેનું કારણ દરેક વ્યક્તિની આસપાસ આવેલું આભામંડળ છે. અપ્રશસ્ત લેશ્યાઓ દુઃખ સંતાપ કે નિરાશા પ્રેરે છે અને પ્રશસ્ત લેશ્યા આનંદ-ઉત્સાહ અને આશા ઉત્પન્ન કરે છે. રંગોની શરીર અને મન પર કેવી અસર થાય છે, તેનો સામાન્ય ખ્યાલ નીચે આપવામાં આવ્યો છે. રંગોનો શરીર પર પ્રભાવ : લાલ : સ્નાયુ મંડળને સ્કૂર્તિ આપે છે. - નીલો : સ્નાયુઓની દુર્બળતા, ધાતુક્ષય, સ્વપ્ન-દોષ માં લાભ થાય છે અને હૃદય તથા મસ્તિષ્ક ને શક્તિ આપે છે. પીળો : મસ્તિષ્કની શાંતિનો વિકાસ, કબજિયાત, યકૃત અને પ્લીહાના રોગોને શાંત કરવામાં ઉપયોગી. લીલો : જ્ઞાન તંતુઓ અને સ્નાયુ મંડળને બળ આપે, વીર્ય રોગના ઉપશમમાં ઉપયોગી. ઘેરો નીલો : વધુ ગર્મીથી થનારા આમાશય સમ્બન્ધી રોગોના ઉપશમમાં ઉપયોગી. શુભ્ર (સફેદ) : ઊંઘ માટે ઉપયોગી. નારંગી : દમ તથા વાત જેવા રોગોને મટાડવામાં ઉપયોગી. બેંગની જાંબલી : શરીરના તાપમાનને ઓછું કરવામાં ઉપયોગી. 2010_03 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ રંગોનો મન પર પ્રભાવ : કાળો રંગ મનુષ્યમાં અસંયમ, હિંસા અને ક્રૂરતાના વિચાર ઉત્પન્ન કરે છે. નીલો રંગ મનુષ્યમાં ઈર્ષ્યા, અસહિષ્ણુતા, રસલોલુપતા અને આસક્તિનો ભાવ ઉત્પન્ન કરે છે. કાપોત રંગ મનુષ્યમાં વક્રતા, કુટિલતા અને દૃષ્ટિકોણનો વિપર્યાસ ઉત્પન્ન કરે છે. અરુણ (કેસરી) રંગ મનુષ્યમાં ઋજુતા, વિનમ્રતા અને ધર્મ પ્રેમ ઉત્પન્ન કરે છે. પીળો રંગ મનુષ્યમાં શાન્તિ, ક્રોધ, માન, માયા અને લોભની અલ્પતા અને ઇન્દ્રિયવિજયનો ભાવ ઉત્પન્ન કરે છે. વિવિધા સફેદ સંગ મનુષ્યમાં ખૂબ જ શાંતિ અને જિતેન્દ્રિયતાનો ભાવ ઉત્પન્ન કરે છે. માનસિક વિચારોના રંગોના વિષયમાં અન્ય વર્ગીકરણ પણ મળે છે. આ પ્રમાણે આંતરિક વૃત્તિઓથી સર્જાતુ રંગનું આભામંડળ અને બાહ્યરેંગો વચ્ચે એક ગૂઢ સંબંધ રહેલો છે, એમ કહી શકાય. અન્ય દર્શનોમાં લેશ્યા સિદ્ધાંત : ભારતમાં ગુણ-કર્મના આધારે આ પ્રકારનું વર્ગીકરણ કરવાની પ્રથા અત્યંત પ્રાચીન છે. જૈન ઉપરાંત બૌદ્ધ અને ગીતાની પરંપરામાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. અન્ય શ્રમણ-પરંપરાઓમાં પણ આ પ્રકારનું વર્ગીકરણ થયેલું છે. દીનિકાયમાં આજીવક સંપ્રદાયના મંખલપુત્ર ગોશાલક અને અંગુત્તરનિકાયમાં પૂર્ણ કાશ્યપના નામ સાથે આ વર્ગીકરણનો નિર્દેશ છે. તેમની માન્યતા અનુસાર કૃષ્ણ, નીલ, લોહિત, હરિદ્ર, શુક્લ અને પરમ શુક્લ આ છ પ્રકારની અભિજાતિઓ હોય છે. જૈન દર્શન અનુસાર અહીં અનેક પ્રકારનું શબ્દ-સામ્ય છે. પણ અહીં આ વર્ગીકરણ કેવળ મનુષ્યો પૂરતું સીમિત છે, જ્યારે જૈન દર્શનમાં સમગ્ર પ્રાણી-વર્ગનો સમાવેશ થાય છે. - 2010_03 મનોદશા અને આચરણ૫૨ક-વર્ગીકરણ બૌદ્ધ વિચારણાનું મહત્ત્વનું અંગ છે. તેમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત મનોભાવ તથા કર્મના આધાર પર માનવજાતિને કૃષ્ણ અને શુક્લ વર્ગમાં વિભાજિત કરવામાં આવી છે. જે ક્રૂર કર્મ કરનાર છે તે કૃષ્ણ અભિજાતિના અને જે શુભ કર્મ કરનાર છ તે શુક્લ અભિજાતિના છે. કૃષ્ણ અને શુક્લ બંને પ્રકારના મનુષ્યોને ગુણ કર્મને આધારે ત્રણ ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે.જૈનાગમ ઉત્તરાધ્યયનમાં પણ લેશ્યાઓને પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે વિભાગોમાં વિભાજિત કરીને તેના ત્રણ ત્રણ પ્રકાર આપવામાં આવ્યા છે. બૌદ્ધ વિચારણામાં શુભાશુભ કર્મ અને મનોવૃત્તિની દૃષ્ટિએ છ વિભાગ આપવામાં આવ્યા પણ શુભાશુભના પરિમાણથી જે ૫૨ છે, જેમણે તેનાથી પણ ઉચ્ચ કક્ષા સિદ્ધ કરી છે, તેમને માટે ‘અકૃષ્ણ શુક્લ એવં પ્રતિપાદન કર્યું. ગીતામાં પણ પ્રાણીઓના ગુણ કર્મ અનુસાર વર્ગીકરણની ધારણા મળે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં લશ્યાનો સિદ્ધાંત ૧૨૭ નૈતિક આચરણની દૃષ્ટિએ ગીતાના સોળમા અધ્યાયમાં દેવી અને આસુરી પ્રકૃતિનું નિરુપણ છે, તેમાં પણ મૂળભૂત દૃષ્ટિબિંદુ મનુષ્યના આંતરબાહ્ય ભાવ અને ક્રિયાના સંદર્ભમાં જ નિહિત છે. આ વર્ગીકરણ વ્યક્તિગત નૈતિકતાની સાથે સામાજિક દૃષ્ટિએ પણ કરવામાં આવ્યું છે. સામાજિક દૃષ્ટિએ તેમાં ચાતુર્વણ્ય-ચાર વર્ણ કે જ્ઞાતિપ્રથાના સિદ્ધાન્તનું રૂપ ગ્રહણ કર્યું. તેમાં જન્મગત જ્ઞાતિપ્રથા કે કર્માનુસાર જ્ઞાતિપ્રથા-એવો વિષાદ પણ રહ્યો. સૂક્ષ્મ રૂપે તેમાં પણ માનવ પ્રકૃતિમાં રહેલ શુભ-અશુભ મનોભાવોને જ મહત્ત્વ અપાયું આ પ્રમાણે માનવપ્રકૃતિમાં રહેલી સદ્ અને અસત્ વૃત્તિનું વ્યક્તિ સ્વરૂપ જે સૂક્ષ્મ છે અને સ્થૂળ દૃષ્ટિએ જોઈ શકાતું નથી - તે લેગ્યા છે. શુભ અને અશુભ વૃત્તિઓ અને કર્મ અનુસાર મનુષ્યની આસપાસ રચાતા આભામંડળથી વ્યક્તિનો સાચો પરિચય મેળવી શકાય છે શુભ-અશુભ વૃત્તિઓ અને આભામંડળના રંગ વિશે જૈન ઉપરાંત વિવિધ દર્શનોમાં પણ ઊંડું સંશોધન થયું છે. તથા વ્યક્તિ અને સમષ્ટિના વ્યાપક ધોરણે પણ આ વિશે વિચારણા કરવામાં આવી છે, વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. પાદટીપ ૧. चंडो ण मुंचई वेरं, भंडणसीलो य धरमदयरहिओ । दुट्ठो ण य एदि वसं, लक्खणमेयं तु किण्हस्स ।।९।। मंदो बुद्धिविहीणो, णिविणाणी य विसयलोलो य । लक्खणमेयं भणियं, समासदो णीललेस्सस्स ॥१०॥ रुसइ णिदइ अन्ने, दूसइ बहुसो य सोयभयबहुलो । ण गणइ कज्जाकज्जं, लक्खणमेयं तु काउस्स ॥११॥ जाणइ कज्जाकज्जं, सेयमसेयं च सव्वसमपासी । दयदाणरदो य मिदू, लक्खणमेयं तु तेउस्स ॥१२॥ चागी भद्दो चोक्खो, अज्जवकम्मो य खमदि बहुगं पि । साहुगुरुपूजणरदो, लक्खणमेयं तु पम्मस्स ॥१३|| ण य कुणइ पक्खवायं, ण वि य णिदाणं समो य सव्वेसि । णत्थि य रायद्दोसा, णेहो वि य सुक्कलेस्सस्स ॥१४॥ સંદર્ભગ્રંથો १. सम्बोधि-श्री युवाचार्य महाप्रज्ञ २. जैन-बुद्ध और गीता का तुलनात्मक अध्ययन - श्रीसागरमल जैन ३. समणसुत्त-सर्व-सेवासंघ-प्रकाशन 2010_03 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ વિવિધા ચાર યોગ ઉપદેશના મુખ્ય ચાર પ્રકાર છે. ૧. દ્રવ્યાનુયોગ :- લોકને વિશે રહેલાં દ્રવ્યો, તેના સ્વરૂપ, ગુણષ ધર્મ, હેતુ, અહેતુ, પર્યાય આદિ અનંત પ્રકારે છે. તેનું વર્ણન જેમાં છે તે દ્રવ્યાનુયોગ. ૨. ચરણાનુયોગ :- દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી જીવના આચાર-વિચાર કે નીતિનિયમ નક્કી કરીને તેને અનુસરવું તે ચરણાનુયોગ. ૩. ગણિતાનુયોગ :- દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિશે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણ જે વાત તે ગણિતાનુ યોગ. ૪. ધર્મકથાનુયોગ :- પુરુષોના ધર્મચરિત્રની કથાઓ. દ્રવ્યાનુયોગ : વિશ્વ પરમેશ્વરનું સર્જન હોવાની માન્યતાનો જૈનધર્મ સ્વીકાર કર્યો નથી. સમગ્ર વિશ્વ મુખ્યત્વે બે પ્રકારનાં દ્રવ્ય : જીવ અને અજીવમાંથી સર્જાયું હોવાનું જૈનદર્શન જણાવે છે. આ બંને દ્રવ્ય નિત્ય અસ્પષ્ટ, સહ અસ્તિત્વ ધરાવતા અને સ્વતંત્ર છે. વિશ્વમાં ભિન્ન ભિન્ન સ્વરૂપો આ દ્રવ્યોના સંઘટન-વિઘટનને કારણે જોવા મળે છે.જૈનદર્શનના સૃષ્ટિના સ્વરૂપ વિશેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સમુચિત પરિચય આ દ્રવ્યાનુયોગ દ્વારા જ મળે છે. દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ : જગતની રચનાની વાસ્તવિકતા દર્શાવવા માટે સત્તા, સતુ, તત્ત્વ, અર્થ, પદાર્થ વગેરે શબ્દોનો પણ દ્રવ્ય શબ્દના પર્યાયરૂપે કે સમાન્તરે ઉપયોગ થયો છે. ઉમાસ્વાતિ સત દ્વારા દ્રવ્યની વ્યાખ્યા કરે છે – सत् द्रव्य लक्षणम् । સતુ દ્રવ્યનું લક્ષણ છે. શ્રી કુંદકુંદાચાર્યે “પંચાસ્તિકાય' માં “સત” માં રહેલા જે સદભાવપર્યાયો છે - તેને જે દ્રવે છે તે દ્રવ્ય' એવી પરિભાષા આપી છે. સભાવનાપર્યાયોને અર્થાત સ્વભાવવિશેષોને જે દ્રવે છે, પામે છે, સામાન્ય સ્વરૂપે વ્યાપે છે, તે ‘દ્રવ્ય” છે. અથવા તો - જે “સતુ' લક્ષણવાળું છે, જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે અથવા જે ગુણપર્યાયોના આશ્રયરૂપ છે, તેને સંજ્ઞા ‘દ્રવ્ય' કહે છે. દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ નથી, તેના પર્યાયો જ વ્યય, ઉત્પત્તિ અને ધ્રુવતા કરે છે. 2010_03 Page #136 -------------------------------------------------------------------------- ________________ ચાર યોગ ૧૨૯ ત શક્તિ દ્રવ્ય અને પર્યાયનો અપૃથકભાવ દર્શાવવામાં આવ્યો છે, તેવી જ રીતે દ્રવ્ય અને ગુણનો પણ વસ્તુપણે ‘અભેદ' છે. દ્રવ્યને સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને સ્વભાવની દષ્ટિએ અને સપ્તભંગીના સંદર્ભમાં પણ વર્ણવવામાં આવ્યું છે. સ્વદ્રવ્ય એટલે નિજ ગુણપર્યાયોની આધારભૂત વસ્તુ પોતે, સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્વપ્રદેશસમૂહ, સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય, સ્વભાવ એટલે નિજગુણ-સ્વશક્તિ આ દ્રવ્ય કેટલીક રીતે વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેને અવિનાશી અને અજન્મા કહ્યું છે. ભાવ, જે સત્પણે પ્રવર્તે છે, અસ્તિત્વ ધરાવે છે, તેનો દ્રવ્ય સ્વરૂપે વિનાશ થતો નથી. એવી જ રીતે જે અ-ભાવ છે, તેની દ્રવ્યસ્વરૂપે ઉત્પત્તિ નથી. તેનો જે વિનાશ અને ઉત્પત્તિ દેખાય છે તે ગુણપર્યાયોનું સ્વરૂપની દષ્ટિએ પરિવર્તન છે. પહેલાની અવસ્થાના ગુણ પર્યાયો રૂપે ઉદ્દભવે છે. દેહનો નાશ થતાં દેહીનો નાશ થતો નથી. જે ઉત્પન્ન થાય છે અને લય પામે છે તે દેવ-માનવ વગેરે પર્યાયો કે સ્વરૂપો છે. દ્રવ્યના મુખ્ય બે પ્રકાર છે. જીવ અને અજીવ. અજીવના પાંચ પ્રકાર છે : પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેને આ પ્રમાણે દર્શાવી શકાય. દ્રવ્ય અજીવ પુદ્ગલ ધર્મ અધર્મ કેશ કાળ જે ઉપયોગમય છે, અમૂર્ત છે, કર્તા છે, સ્વદેહ-પરિમાણ છે, ભોક્તા છે, સંસારમાં સ્થિત છે, સિદ્ધ છે અને સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર છે, તે જીવ છે. ૧. તે નિત્ય ચૈતન્ય સ્વભાવરૂપ-ઉપયોગના લક્ષણવાળો હોવાથી એક જ છે. ૨. જ્ઞાન અને દર્શન એવા ભેદને કારણે બે પ્રકારનો છે. ૩. ઉત્પાદ, ધ્રૌવ્ય અને વિનાશ એ ત્રણ લક્ષણવાળો હોવાથી અથવા કર્મફળચેતના, કાર્યચેતના અને જ્ઞાનચેતના એ ત્રણ પ્રકારે ત્રણ લક્ષણવાળો છે. ૪, દેવ, મનુષ્ય, નારક અને તિર્યંત-એ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો હોવાથી ચતુર્વિધ ભ્રમણવાળો છે. ૫. પારિમાણાત્મક, ઔદાયિક વગેરે પાંચ મુખ્ય ગુણોની પ્રધાનતા હોવાને કારણે પંચાગ્ર ગુણપ્રધાન છે. 2010_03 se Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વિવિધા ૬. જીવ ચાર દિશામાં અન ઉપર તથા નીચે એમ છ દિશામાં ગમન કરતો હોવાથી છ અપક્રમસહિત છે. ૭. અસ્તિ, નાસ્તિ વગેરે સ્પતભંગથી યુક્ત હોવાને કારણે સપ્તભંગી છે. ૮. જ્ઞાનવરણ વગેરે આઠ કર્મો અથવા સમ્યકત્વ વગેરે આઠ ગુણોના આશ્રયભૂત હોવાને કારણે અષ્ટ-આશ્રય છે. ૯, નવ પદાર્થ કે તત્ત્વો-જીવ, અજીવ, પાપ, પુષ્ય, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષરૂપે પ્રવર્તમાન હોવાથી નવ અર્થરુપ છે. ૧૦. અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, દ્વિીદ્રિય, ત્રિદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી દશસ્થાનગત છે. પુદ્ગલ દ્રવ્યમાંથી સર્જિત કોઈ સમગ્ર વસ્તુ એના અખંડ સ્વરૂપમાં સ્કંધ છે. તેના અર્ધાભાગને દેશ કહે છે. દેશના અર્ધભગને પ્રદેશ ને તેના છેવટના અવિભાગી ભાગને પરમાણુ કહે છે. તેમાં રસ, વર્ણ, ગંધ અને સ્પર્શના ગુણ છે, પણ કોઈ એક સમયે તે એક જ પ્રકારના રસ કે વર્ણાદિથી યુક્ત હોય છે. પુદ્ગલના છ પ્રકાર છે અને તેનાથી ત્રણ લોક ઉત્પન્ન થાય છે. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે : ૧. પુદ્ગલ, ૨. ધર્મ, ૩.અધર્મ ૪. આકાશષ પ. કાળ ૧. પુગ્લ : આ દ્રવ્યોમાંથી પુદ્ગલ રૂપોથી સહિત છે. તેથી તે મૂર્ત એટલે કે દશ્યમાન છે, પરંતુ અન્ય સર્વે અમૂર્ત છે. શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, આકાર, ભેદ, અંધકાર, છાયા, ઉદ્યોત અને આતપ એ સર્વ પુદ્ગલ દ્રવ્યના પર્યાય છે. ૨. ધર્મ : ગતિક્રિયામાં પરિણત યુગલ અને જીવોને ગમન કરવામાં જે સહકારી (બને) છે તે ધર્મદ્રવ્ય છે. જેવી રીતે પાણીમાં ચાલતી માછલીઓને ગતિ કરવામાં પાણી સહાયરૂપ બને છે. પરંતુ ધર્મદ્રવ્ય અગતિશીલને ગતિ કરાવવા માટે પ્રેરક બનતું નથી, જે ગતિ કરે છે તેને માટે જ તે સહકારરૂપ બને છે. વૃદ્ધની લાકડી કે રેલવેના પાટા વૃદ્ધને કે રેલગાડીને ચલાવવામાં સહાયરૂપ બને છે, પણ તેમને ચલાવવા પ્રેરતા નથી. - ધર્મદ્રવ્ય જીવ પુદગલોની ગતિમાં અપ્રેરક નિમિત્ત છે, પ્રેરક નથી. વૃદ્ધની લાકડી કે રેલવેના પાટા વગેરે અપ્રેરક નિમિત્તના ઉદાહરણ છે. 2010_03 Page #138 -------------------------------------------------------------------------- ________________ ચાર યોગ ૧૩૧ ૩. અધર્મ : સ્થાનત્વ (સ્થિરતા) ઇચ્છતા પુદ્ગલ અને જીવોને સ્થિર બનવામાં જે સહકારી થાય છે તે અધર્મદ્રવ્ય છે. જીવ અને પુદ્ગલ જ્યારે પોતાની ગતિને અટકાવીને રોકાવાની ઇચ્છા કરે છે અત્યારે તેમને માટે સર્વસામાન્ય એવું સહકારીકરણ જે દ્રવ્ય છે તે અધર્મદ્રવ્ય છે. જીવ અને પુદ્ગલ પોતાની ગતિશીલ અવસ્થામાં રહેવા ઇચ્છતા હોય, તેમને રોકાવાની ઇચ્છા ન હોય તો અધર્મદ્રવ્ય તેમને બળપૂર્વક રોતું નથી. વૃક્ષની છાયા ગ્રીષ્મકાળમાં રસ્તેથી પસાર થતા વટેમાર્ગુને રાકાવા માટે સહાયકારી બને છે પણ સ્વયં પ્રેરણા કરીને તેમને રોકતી નથી. તેવી રીતે ધર્મશાળા યાત્રીઓ માટે અને રેલ્વે સ્ટેશન રેલગાડીને સ્થિર થવા માટે, રોકાવા માટે સહકારી કારણ છે, પણ તે અપ્રેરક સહકારી કારણ છે. ૪. આકાશ : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળને અવકાશ આપવામાં જે દ્રવ્ય સમર્થ છે તે આકાશદ્રવ્ય છે, તેના બે ભાગ છે. લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશમાં જીવ-અજીવ સર્વ દ્રવ્યો અવેલાં છે. જેટલા આકાશમાં ધર્મ, અધર્મ, કાળ, પુગલ અને જીવ દ્રવ્ય હોય છે. તેટલા આકાશને લોકાકાશ કહે છે અને તેની આગળના અનન્ત આકાશને અલોકાકાશ કહે જ્યાં જીવાદિ પદાર્થ અલોક્તિ થાય છે, અર્થાત જોવાય છે તે લોક છે, અને જ્યાં જીવાદિ પદાર્થ ઉપલબ્ધ નથી હોતા, કેવળ આકાશ જ છે, તે અલોક છે. ૫. કાળ :કાળદ્રવ્યના બે પ્રકાર છે : એક વ્યવહારકાળ અને બીજો પર્યાયકાળ. જે સમય કલાક, દિવસ, માસ, વર્ષ આદિરૂપ છે અને દ્રવ્યના પરિવર્તનમાં સહાયરૂપ છે તે વ્યવહારદષ્ટિએ કાળ છે. દ્રવ્યમાં ‘નવિનતા-જીર્ણતા' એ રૂ૫ પરિવર્તન છે. ગોદોહ, પાક આદિ ક્રિયા છે. જયેષ્ઠત્વ, કનિષ્ટત્વરૂપ, પરત્વાપરત્વ દ્વારા જાણી શકાય છે, તે સર્વ વ્યવહારકાળ છે. સ્વયં ઉપાદાનરૂપે પરિણમતા પદાર્થોને પરિણમનક્રિયામાં જે સહકારી થાય છે, તે “વર્તના' છે. 2010_03 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વિવિધા જેવી રીતે ગતિ, સ્થિતિ અને અવગાહનમાં નિમિત્તરૂપ ક્રમશઃ ધર્મ, અધર્મ અને આકાશ છે, તેમ સર્વ દ્રવ્યોને પરિણમન થવામાં વર્તના કારણરૂપ છે. નિશ્ચય નય પ્રમાણે કાલ અણુરૂપ છે, સ્કંધ જેવું સમૂહાત્મ અથવા આકાશ કે ધર્મ-અધર્મ જેવું અખંડ દ્રવ્ય નથી, ખંડ ખંડ અણુરૂપ છે. રેતના કણોની જેમ સ્વત્વ ગુમાવ્યા સિવાય સાથે રહી શકે છે. કાલ સિવાનાં પાંચ દ્રવ્યોને “અસ્તિકાય’ કહે છે, આ દ્રવ્યો “છે' તેથી તેમને “અસ્તિ' એવી સંજ્ઞા આપી અને તે કાયની જેમ બહુ પ્રદેશોવાળા હોવાથી તેમને “કાય' ની સંજ્ઞા પણ આપવામાં આવી આ પ્રમાણે “અસ્તિ” અને “કાય” બંને હોવાથી આ પાંચ દ્રવ્યો “અસ્તિકાય' કહેવાય છે. પણ “કાલ' દ્રવ્યનું અસ્તિત્વ હોવા છતાં, “અસ્તિ' હોવા છતાં તેનો એક જ પ્રદેશ છે, કાયની જેમ તેના બહુપ્રદેશ નથી, તેથી તેને “અસ્તિકાય' ની સંજ્ઞા આપવામાં આવી નથી. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો “ચરણકરણાનુયોગ વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો “ધર્મકથાનુયોગ' વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો ગણિતાનુયોગ' વિચારવો યોગ્ય છે. દ્રવ્યાનુયોગ વિષેનું નિરુપણ તત્ત્વાર્થસૂત્ર, ષટખંડાગમ, સમયસાર, પંચાસ્તિકાય વગેરે ગ્રંથોમાં જોવા મળે છે. કરુણાનુયોગ - એમાં એવા ગ્રંથોનો સમાવેશ થાય છે કે જેમાં ઊર્ધા, મધ્ય અથવા અધોલોકનું, દ્વીપસાગરો, ક્ષેત્ર, પર્વતો અથવા નદીઓ વગેરેના સ્વરૂપ – પરિણામ, વિસ્તારથી અથવા ગણિતની પ્રક્રિયાના આધાર પર વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જમ્બુદ્વીપપપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ વગેરે તે વિશેના ગ્રંથો છે. ચરણાનુયોગ - જેમાં આચાર ધર્મનું નિરુપણ હોય તેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. આચારાંગ, ઉપાસક દશાંગસૂત્ર, પ્રવચનસાર, પાહુડ, ચરિત્ર પાહુડ, રત્નસાર, મૂલાચાર વગેરે. પ્રથમાનુયોગ : આ અનુયોગ વિષયક સાહિત્યમાં અહત, ચક્રવર્તી વગેરે મહાપુરુષોના જીવનચરિત્રનું વર્ણન હોય છે. તે જૈન કથા સાહિત્યનો આદિ સ્ત્રોત મનાય છે. તીર્થંકરચરિત્ર, ચઉપન્ન મહાપુરુષચરિય આદિ ચરિત્રવિષયક ગ્રંથો તથા કહાવલિ અથવા ઉપદેશમાલા આદિ કથાસંગ્રહોનો સમાવેશ આ પ્રકારના સાહિત્યમાંથી મળે છે. 2010_03 Page #140 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભદ્રબાહુકૃત આવશ્યક નિર્યુક્તિ ૧૩૩ આચાર્ય ભદ્રબાહુકૃત આવશ્યક નિર્યુક્તિ આવશ્યક આગમોનું બીજું મૂળસૂત્ર છે. તેમાં નિત્યકર્મના પ્રતિપાદક આવશ્યક ક્રિયાનુષ્ઠાનરૂપ કર્તવ્યોનો ઉલ્લેખ છે. “પડાવશ્યક સૂત્રમાં જૈન આગમોમાં નિર્દેશિત છ આવશ્યક નિરૂપણ છે : સામાયિક, સ્તવન, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. મૂળ ગ્રંથના ગૂઢ રહસ્યને અને તેની વિશેષતાઓને સ્ફટ કરવા માટે વ્યાખ્યાત્મક સાહિત્ય રચવાની ભારતીય ગ્રંથકારોની પ્રાચીન પરંપરા અનુસાર “પડાવશ્યક સૂત્ર' વિશે પણ નિર્યુક્તિ, ભાષ્ય, વૃત્તિઓ અને બાલાવબોધની રચના થઈ છે. તેમાં આચાર્યશ્રી ભદ્રબાહુકૃત “આવશ્યકનિર્યુક્તિ સૌથી પ્રાચીન અને નોંધપાત્ર ગ્રંથ છે. તેના ઉપર પણ જિનભદ્ર, જિનદાસગણિ, હરિભદ્ર, કોટ્યાચાર્ય, મલયગિરિ, માલધારી હેમચંદ્ર, માણિક્યશેખર વગેરે આચાર્યોએ વિવિધ વ્યાખ્યાગ્રંથો રચ્યા છે. તે સાથે શ્રી તરુણપ્રભસૂરિ અને શ્રી મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધ પણ ઉલ્લેખનીય છે. આચાર્ય ભદ્રબાહુ નિયુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ, છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર આર્ય ભદ્રબાહુથી ભિન્ન છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુએ પોતાની દશાશ્રુતસ્કન્ધ નિર્યુક્તિ અને પંચકલ્પનિર્યુક્તિના પ્રારંભમાં છેદસૂત્રકાર ભદ્રબાહુને નમસ્કાર કર્યા છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુ પ્રસિદ્ધ જયોતિવિંદ વરાહમિહિરના સહોદરના હોવાની માન્યતા છે. આચાર્ય ભદ્રબાહુ અષ્ટાંગનિમિત્ત તથા મંત્રવિદ્યામાં પારંગત હતા. ઉપસર્ગહરસ્તોત્ર અને ભદ્રબાહુસંહિતા પણ તેમની જ રચનાઓ હોવાની માન્યતા છે. તેમનો સમય પંચસિદ્ધાન્તિકા' માં ઉલ્લેખિત વિ.સં.ની છઠ્ઠી શતાબ્દીને માનવામાં આવે છે એ તે દૃષ્ટિએ આચાર્ય ભદ્રબાહુકત નિર્યુક્તિઓની રચના પણ વિ.સં. પ00 થી ૬00 ની વચ્ચે થઈ હોવાનું સ્વીકારી શકાય. આચાર્ય ભદ્રબાહુએ નિમ્નોક્ત આગમગ્રંથો પર નિયુક્તિઓ લખી છે : ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. આચારાંગ, ૫. સૂત્રકૃતાંગ, ૬. દશાશ્રુતસ્કંધ, ૭. બૃહત્કલ્પ, ૮ વ્યવહાર, ૯. સૂર્યપ્રજ્ઞપ્તિ અને ૧૦. ઋષિભાષિત. તેમાંથી સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતની નિયુક્તિઓ અનુપલબ્ધ છે. આવશ્યકનિર્યુક્તિમાં આચાર્ય ભદ્રબાહુએ નિર્યુક્તિ રચનાનો સંકલ્પ કરવી વખતે આ ક્રમમાં જ ગ્રંથોનાં નામ રજૂ ક્યા છે, आवस्सगस्स दसकातिअस्स तह उत्तरज्झमायारे । सूयगडे निज्जुत्तिं वुच्छामि तहा दसाणं च ॥८४ कप्पस्स य निज्जुर्ति ववहारस्सेव परमाणिउणस्स । सूरिअपण्णत्तीए वुच्छं इसिभासिआणं च ॥८५ 2010_03 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વિવિધા અને નિયુક્તિઓમાં ઉલ્લેખિત અન્ય નિયુક્તિઓનાં નામ વગેરેને આધારે એમ કહી શકાય કે નિયુક્તિઓનો રચનાક્રમ પણ આ જ હશે. રચનાપદ્ધતિ સામાન્ય રીતે નિર્યુક્તિમાં મૂળ ગ્રંથના પ્રત્યેક પદ વિશે વિસ્તારથી સમજૂતી આપવામાં આવતી નથી, પણ પારિભાષિક શબ્દો વિશે અર્થવિસ્તાર કરવામાં આવે છે. નર્યુક્તિની વ્યાખ્યાનશૈલી નિક્ષેપ પદ્ધતિના રૂપમાં પ્રસિદ્ધ છે. આ પદ્ધતિમાં કોઈ એક પદના સંભવિત અનેક અર્થ આપ્યા પછી એમાંથી અપ્રસ્તુત અર્થોનો નિષેધ કરીને પ્રસ્તુત અર્થને ગ્રહણ કરવામાં આવે છે. જૈન ન્યાયશાસ્ત્ર પણ આ પદ્ધતિનું ઘણું મહત્ત્વ છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુએ નિર્યુક્તિનું પ્રયોજન દર્શાવીને આ પદ્ધતિને જ નિર્યુક્તિ માટે ઉપર્યુક્ત હોવાનું જણાવ્યું છે. અન્ય દૃષ્ટિએ જોઈએ તો નિક્ષેપ-પદ્ધતિને આધારે કરેલા શબ્દાર્થના નિર્ણય-નિશ્ચિયનું નામ જ નિર્યુક્તિ છે. આચાર્ય ભદ્રબાહુએ આવશ્યકતુર્યક્તિમાં સ્પષ્ટ જણાવ્યું છે કે णिज्जुत्ता ते अत्था जं बद्धा तेण होइ णिज्जुत्ती । तहविय इच्छावेइ विभासिउं सुत्तपरिवाडी ॥८८॥ એક શબ્દના અનેક અર્થ હોઈ શકે છે, પણ કયો અર્થ કયા સંદર્ભમાં ઉપર્યુક્ત છે, ભગવાન મહાવીરના ઉપદેશના સમયે કયા શબ્દ સાથે કયો અર્થ સંબદ્ધ હશે, તે હકીકતને દૃષ્ટિ સમક્ષ રાખીને જ સમ્યકરૂપથી અર્થનિર્ણય કરવો અને અર્થનો મૂળ સૂત્રના શબ્દો સાથે સંબંધ સ્થાપિત કરવો તે જ નિયુક્તિનું પ્રયોજન છે. આવશ્યકનિર્યુક્તિ આવશ્યક નિર્યુક્તિ આચાર્ય ભદ્રબાહુની પ્રથમ નિર્યુક્તિ છે, વિષયવૈવિધ્યની દૃષ્ટિએ અન્ય નિર્યુક્તિઓની અપેક્ષાએ વધારે મહત્ત્વપૂર્ણ છે. આવશ્યકનિયુક્તિ એ આવશ્યકસૂત્રના સામાયિક આદિ છ અધ્યયનો વિશેની પ્રાકૃત ભાષામાં લખાયેલી - પ્રાચીન પદ્ય ટીકા છે. તેના વિશે જિનભદ્ર, જિનદાસગણિ, હરિભદ્ર, કોટ્યાચાર્ય, મલયગિરિ, મલધારી હેમચંદ્ર, માણિજ્યશેખર વગેરે આચાર્યોએ વિવિધ વ્યાખ્યાઓ પણ રચી છે. આવશ્યક નિર્યુક્તિના આરંભમાં ઉપોદૂધાત છે, ત્યારબાદ નમસ્કાર, ચતુર્વિશતિસ્તવન, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રાયશ્ચિ. ધ્યાન, પ્રત્યાખ્યાન વગેરે વિશે નિક્ષેપ પદ્ધતિથી વ્યાખ્યા કરવામાં આવી છે. આ નિર્યુક્તિની ગાથા-સંખ્યા વિશે મતભેદ પ્રવર્તે છે. વૃત્તિકાર હરિભદ્રસૂરિએ કુલ સંખ્યા ૨૩૮૬ બતાવીને તેમાંથી ૨૫૬ ભાષ્યની અને ૪૫૦ પ્રક્ષિપ્ત ગાથાઓ હોવાનું બતાવીને તે બાદ રતાં ગાથાની મૂળ સંખ્યા ૧૬૨૩ હોવાનું જણાવ્યું છે. માણિજ્યશેખરકૃત' આવશ્યકનિયુક્તિદીપિકા'માં નિર્યુક્તિની ૧૬૧૫ ગાથાઓ છે 2010_03 Page #142 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભદ્રબાહુકૃત આવશ્યક નિર્યુક્તિ ૧૩૫ અને ભટ્ટારક જ્ઞાનસાગરસૂરિએ મૂળ ગાથાઓની સંખ્યા ૧૬૩૭ બતાવી છે. " નિર્યુક્તિની ગાથાઓ મુખ્યત્વે આર્યા છંદમાં લખવામાં આવી છે, કેટલીક ગાથાઓ અનુછુપમાં પણ છે. વિષયવસ્તુ : ઉપોદ્યાત આવશ્યકનિયુક્તિનો પ્રારંભ ગ્રંથની પાર્શ્વભૂમિકારૂપે ઉપોદ્ઘાતથી થાય છે. તેમાં ૮૮૦ ગાથાઓ છે. તેની પ્રથમ ગાથામાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : आभिणिबोहियनाणं सुयनाणं चेव ओहिनाणं च । तह मणपज्जवनाणं केवलनाणं च पंचमयं ॥१॥ આભિનિબોધિક, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ. આ પંચ પ્રકારનું જ્ઞાન મંગલરૂપ છે, તેથી આ ગાથા દ્વારા જ મંગલગાથાનું પ્રયોજન પણ સિદ્ધ કરવામાં આવ્યું છે, ત્યારબાદ જ્ઞાનના વિશેષ પેટાપ્રકારો અને વિશેષતાઓનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. આભિનિબોધક જ્ઞાનના સંદર્ભમાં ચાર પ્રકાર આપ્યા છે : અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. તેમના કાળપ્રમાણનો પણ નિર્દેશ થયો છે. આભિનિબોધક જ્ઞાનના સંદર્ભમાં શબ્દ અને ભાષાના સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. જ્ઞાનના નિમિત્તભૂત પાંચ ઈન્દ્રિયો શબ્દ, રૂપ આદિ વિષયોનું કેવી રીતે ગ્રહણ કરે છે તેનું નિરૂપણ છે. આભિનિબોધિક જ્ઞાનના પર્યાય આ પ્રમાણે દર્શાવ્યા છે. ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ અને પ્રજ્ઞા. ત્યારબાદ સત્પદપ્રરૂપણામાં ગતિ, ઈન્દ્રિય,કાય, યોગ, વેદ, કથા, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયમ, ઉપયોગ, આહાર, ભાષક, પરીત્ત, પર્યાપ્તક, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ અને ચરમ – આ સર્વ દ્વાર કે દૃષ્ટિઓ દ્વારા તેની ચર્ચા થઈ શકે છે, તેવો સંકેત કર્યો છે. શ્રુતજ્ઞાનની ચર્ચા કરતાં આચાર્યશ્રીએ તેના પ્રકાર વૈવિધ્યને સચોટ દષ્ટાંત દ્વારા વર્ણવતાં જણાવ્યું છે કે લોકમાં જેટલા અક્ષર છે અને તેનાં જેટલાં સંયુક્ત રૂપ બની શકે છે તેટલા શ્રુતજ્ઞાનના ભેદ સંભવ છે. पत्तेयमक्खरई, अक्खरसंजोग जत्तिआ लोए। एवइया पयडीओ, सुयनाणे हुंति णायव्या ॥१७॥ શ્રુતજ્ઞાનના સર્વ પ્રકારનું વર્ણન અસંભવ હોવાનું નિર્દેશીને નિર્યુક્તિકારે તેના ચૌદ પ્રકારના નિક્ષેપ આ રીતે બતાવ્યા છે : અક્ષર, સંજ્ઞી, સમ્યક, સાદિક, સપર્યવસતિ, ગમિક, અંગપ્રવિષ્ટ, અનક્ષર, અસંશી, મિથ્યા, અનાદિક, અપર્યવસિત, 2010_03 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વિવિધા અગમિક અને અંગબાહ્ય . તે જ પ્રમાણે અવધિજ્ઞાનના પ્રકારો પણ અસંખ્ય છે. તેમ છતાં તેના મુખ્ય બે ભેદ ગણી શકાય. ભવપ્રત્યય અને ગુણપ્રત્યય. તેના ચૌદ નિક્ષેપ નિર્યુક્તિકારે બતાવ્યા છે. તેમ છતાં નામ, સ્થાપના, દ્રવ્ય ક્ષેત્ર, કામ, ભવ અને ભાવ એ સાત નિક્ષેપો દ્વારા પણ અવધિજ્ઞાનની ચર્ચા થઈ શકે છે તેવો સંકેત પણ કર્યો છે. ત્યારબાદ મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન વિશે તેમણે કહ્યું છે કે મન દ્વારા ચિન્તિત અર્થનું માત્ર આત્મસાપેક્ષ જ્ઞાન મનઃપર્યાયજ્ઞાન છે, તે મનુષ્યક્ષેત્ર સુધી જ સીમિત છે, ગુણપ્રાત્યધિક છે તથા ચારિત્ર્યવાનોની સંપત્તિ છે. તથા સર્વ દ્રવ્ય અને તેમના સમગ્ર પર્યાયોનું સર્વકાલભાવી તથા અપ્રતિપાતી જ્ઞાન કેવળજ્ઞાન છે. તેમાં કોઈ પ્રકારે વિભિન્નતાઓ હોતી નથી તેનો એક જ પ્રકાર છે. ત્યારબાદ દ્રવ્યશ્રત અને ભાવકૃત વિશે નિર્દેશ કરીને, પૂર્વભૂમિકા રચીને, સર્વ તીર્થકરો અને વિશેષરૂપે મહાવીર સ્વામીને નમસ્કાર કરે છે. મહાવીરસ્વામી પછી ગણધર અને તેમના શિષ્ય-પ્રશિષ્ય વગેરેને નમસ્કાર કરીને આવશ્યકાદિ દસ સૂત્રગ્રંથોનો આધાર લઈને નિર્યુક્તિ રચવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. અહીં આવશ્યકનિર્યુક્તિ પ્રથમ રચવાનો તેમનો આશય પણ વ્યક્ત થાય છે. તેમાં પણ ગુરુપરંપરાને કારણે ઉપદષ્ટિ હોવાથી સામયિકનિયુક્તિની રચના પ્રથમ કરવાનું પ્રયોજન વર્ણવે છે. આચાર્ય ભદ્રબાહુ સામાયિકને સંપૂર્ણ શ્રુતિમાં પ્રથમ મૂકે છે. કારણ કે ચારિત્રનો પ્રારંભ જ સામયિકથી થાય છે. ચારિત્રની પાંચ ભૂમિકાઓમાં પ્રથમ ભૂમિકા સામાયિક ચારિત્રની છે. તેથી જ નિર્યુક્તિકારે કહ્યું છે – सामाइयमाईयं सुयनाणं जाव बिन्दुसाराओ । तस्सवि सारो चरणं सारो चरणस्स निव्वाणं ॥१६॥ શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ અર્થાત્ મોક્ષ છે, અને તે જ અંતિમ લક્ષ્ય છે. અહીં સામાયિકના સંદર્ભમાં આચાર્યે બહુ કુશળતાપૂર્વક સદૃષ્ટાન્ત જ્ઞાન અને ચારિત્રના પરસ્પર સંબંધોની ચર્ચા કરી છે. કેવળ જ્ઞાન અથવા કેવળ ક્રિયા એકાંગી રીતે સંપૂર્ણ નથી. આ ગહન તથ્ય સચોટ દષ્ટાન્ત દ્વારા તેમણે આ રીતે નિરૂપ્યું છે : जहा खरो चंदणभारवाही, भारस्स भागी नहु चंदणस्स ।। एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी सहु सोंग्गिईए ।।१००॥ हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । पासंतो पंगुलो दट्ठो, धावमाणो अ अंधओ ॥१०१॥ संजोगसिद्धीइ फलं वयंति, नहु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समिज्वा, ते संपउता नगरं पविट्ठा ।।१०२॥ 2010_03 Page #144 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભદ્રબાહુકૃત આવશ્યક નિર્યુક્તિ ૧૩૭ મોક્ષને માટે જ્ઞાન અને ચારિત્ર બંને અનિવાર્ય છે. તેમના સંતુલિત સમન્વયથી જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. જેવી રીતે ચંદનનો ભાર ઊંચકી જનાર ગધેડું ભાર ઊંચકે છે પણ શીતળતા, સુવાસ આદિ ચંદનના ગુણોને ગ્રહણ કરતું નથી. તેવી રીતે ચારિત્રરહિત જ્ઞાની કેવળ જ્ઞાનનો જ ભાગીદાર બને છે, સગતિનો નહિ. ક્રિયારહિત જ્ઞાન અને અજ્ઞાનીની ક્રિયાને વ્યર્થ જ સમજવાં. જંગલમાં આગ લાગે ત્યારે ચૂપચાપ ઊભા ઊભા આગને જોયા કરનાર પંગુ મનુષ્ય અને આમતેમ દોડતો અંધજન-બંને આગમાં ભસ્મીભૂત થાય છે. બંનેના સંયોગથી સિદ્ધિ મળે છે. એક પૈડાથી રથ ચાલી શક્તો નથી. અંધજન અને પંગુમનુષ્ય સાથે મળીને નગરમાં પ્રવેશે છે. અહીં જ્ઞાનદર્શનની દુર્બોધ વાતને નિર્યુક્તિકારે સમુચિત દૃષ્ટાન્ત દ્વારા સહજમાં સમજાવી છે. પુનઃ સામાયિકની ચર્ચા કરતાં સામાયિક માટે અધિકારી વ્યક્તિના ગુણ, તેનો ક્રમશઃ થતો વિકાસ, તેનાં કર્મોનો ક્ષય-ઉપશમ અને ક્ષયોપશમ, કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ વગેરેનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. જે સામાયિક શ્રુતના અધિકારી છે તે જ ક્રમશઃ વિકાસ કરીને ભવિષ્યમાં તીર્થકરરૂપે ઉત્પન્ન થાય ચે અને પોતાના સમયના પ્રથમ શ્રુતનો ઉપદેશ આપે છે. આ મૃતોપદેશને જિન-પ્રવચન પણ કહે છે તેવું જણાવીને નિર્યુક્તિકારે પ્રવચનશબ્દના પર્યાય, સૂત્ર-તંત્ર આદિ એકાર્થક શબ્દો, અનુયોગ આદિ પર્યાયવાચી શબ્દો અને ભાષા વિભાષા તથા વાર્તિકના ભેદ સ્પષ્ટ કર્યા છે. સામાયિકના વ્યાખ્યાનનો પ્રારંભ કરતા પહેલાં વ્યાખ્યાનની વિધિરૂપ-ઉદ્દેશ અર્થાત વિષયનું સામાન્ય કથન, નિર્દેશ અર્થાત્ વિષયનું વિશેષ કથન, નિર્ગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ વગેરે ૨૬ વાતોનો નિર્દેશ કરે છે. નિર્ગમની ચર્ચા કરતાં કરતાં મહાવીર સ્વામીનો મિથ્યાત્વ વગેરેથી કેવી રીતે નિર્ગમ થયો તેની રજૂઆત નિર્યુક્તિકાર કરે છે અને તેના ઉત્તરમાં મહાવીર સ્વામીના પૂર્વભવની કથા કહે છે. તેમના પ્રત્યેક પૂર્વભવ, જન્મ, નામ-શરીર પ્રમાણ, સંહનન, વર્ણ, સ્ત્રીઓ, આયુ, વિભાગ, ભવનપ્રાપ્તિ, નીતિ-વગેરે વિશે સંક્ષિપ્ત વર્ણન આપ્યું છે અને પ્રથમ તીર્થકર ઋષભદેવના પૂર્વભવો અને તીર્થકર નામકર્મ બાંધવાનાં વીસ કારણો આપ્યાં છે. ઋષભદેવના જીવન સાથે સંબંધિત-જન્મ, નામ, વૃદ્ધિ, જાતિસ્મરણજ્ઞાન, વિવાહ, અપત્ય, અભિષેક, રાજયસંગ્રહ વગેરે ઘટનાઓનું પણ નિરૂપણ થયું છે. તે સાથે તત્કાલીન આહાર, શિલ્પ, કર્મ, અલંકાર, ગણિત, વ્યવહારનીતિ, યુદ્ધ, ચિકિત્સા, અર્થશાસ્ત્ર, વિવાહ પદ્ધતિ આદિનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. ઋષભદેવના જીવનચરિત્રની સાથે સાથે અન્ય તીર્થકરોનાં જીવનચરિત્રોનો પણ સંકેત કરવામાં આવ્યો છે. ભરતબાહુબલીના યુદ્ધ સમયે બાહુબલીને અધર્મ-યુદ્ધ પ્રતિ કેવી રીતે વૈરાગ્ય આવ્યો તેનું નિર્યુક્તિકારે વર્ણન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે બાહુબલિએ ભગવાન 2010_03 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વિવિધા ઋષભદેવની સ્મૃતિમાં ધર્મચક્રની સ્થાપના કરી હતી. ભગવાન ઋષભદેવના નિર્વાણના પ્રસંગનું વિગતવાર વર્ણન આપ્યા પછી નિર્યુક્તિકાર અનેક ભવાટીઓને પાર કરીને મરીચિ અંતમાં બ્રાહ્મણકુડુગ્રામમાં કોડાલસગોત્ર બ્રાહ્મણના ઘરમાં દેવાનંદાની કુક્ષમાં પ્રવેશ કરે છે – તે ઘટનાના નિરૂપણ સાથે મહાવીર સ્વામીના જીવનચરિત્રનો આરંભ કરે છે. તેમના જીવન સાથે સંબંધ રાખનારી આ તેર ઘટનાઓનો પરિચય આ નિર્યુક્તિમાં મળે છે : સ્વપ્ન, ગર્ભાપહાર, અભિગ્રહ, જન્મ, અભિષેક, વૃદ્ધિ, જાતિસ્મરણ જ્ઞાન, ભવોત્પાદન, વિવાહ, અપત્ય, દાન, સંબોધ અને મહાભિનિષ્ક્રમણ, મહાવીર સ્વામીના ૧૧ ગણધરો. તેમનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત પણ અહીં આલેખાયું છે. ક્ષેત્ર, કાલ, પુરુષ, કારણ, પ્રત્યય અર્થાત્ શ્રદ્ધાદ્ધાર લક્ષણદ્વાર અને નયદ્વાર વગેરે દ્વારોના ઉપદેશના સંદર્ભમાં જૈનદર્શનના તાત્વિક સિદ્ધાંતો સમજાવ્યા છે. નયદ્વારમાં સાત મૂળ નયનાં નામ અને લક્ષણ પણ વિસ્તારથી નિરૂપ્યાં છે. આર્યરક્ષિત અને તેમના ચાર અનુયોગ તથા સાત નિહ્નો પરિચય પણ અહીં મળે છે. ઉપોદ્ધાતના અંતમાં અનુમત દ્વારનું વ્યાખ્યાન કરતાં આચાર્યએ સામાયિકના ત્રણ ભેદ : સમ્યક્તવ, શ્રુત અને ચારિત્રનું વર્ણન કર્યું છે. જૈનદર્શનના આચાર-વિચારના વિસ્તૃત વિશ્લેષણ સાથે ઉપોદ્દાતનિયુક્તિ સમાપ્ત થાય છે. નમસ્કાર સામાયિકસૂત્રના પ્રારંભમાં નમસ્કાર મંત્ર આવે છે, તેથી નમસ્કારની નિર્યુક્તિના રૂપમાં આચાર્ય ઉત્પત્તિ, નિપદ, પદ, પદાર્થ, પ્રરૂપણા, વસ્તુ, આક્ષેપ, પ્રસિદ્ધિ, ક્રમ, પ્રયોજન અને ફળ-આ અગિયાર દ્વારોથી નમસ્કારમંત્રની વિવેચના કરે છે. જયાં સુધી નમસ્કારની ઉત્પત્તિનો પ્રશ્ન છે ત્યાં સુધી કહી શકાય કે તે ઉત્પન્ન પણ છે અને અનુત્પગ પણ છે. તે નિત્ય અને અનિત્ય પણ છે. નમસ્કારમાં ચાર પ્રકારના નિક્ષેપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. પદના પાંચ પ્રકાર છે : નામિક, નૈપાતિક, ઔપસર્ગિ, આખ્યાતિક અને મિશ્ર. “નમસ' પદ નિપાતસિદ્ધ હોવાથી નૈપાતિક છે. તેનો અર્થ દ્રવ્યસંકોચ અને ભાવસંકોચ છે. પ્રરૂપણાના બે, ચાર, પાંચ, છ અને નવ ભેદ અલગ અલગ રીતે થઈ શકે છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ પાંચ નમસ્કાર યોગ્ય છે, તેથી તેની ચર્ચા વસ્તુઢારમાં કરી છે. અરિહંત આદિ પંચ પરમેષ્ઠીનું નિયુક્તિકારે બહુ વિસ્તારથી સતુતિગાન કર્યું છે. તેમનાં લક્ષણાદિનો સવિસ્તર પરિચય આપ્યો છે. અરિહંત શબ્દનો અર્થ સમજાવતાં આચાર્યશ્રીએ કહ્યું છે કે ઈન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના, ઉપસર્ગ વગેરે આંતરિક અરિ અર્થાત્ શત્રુનું હનન કરે છે તે અરિહંત છે. અન્ય પ્રકારે પણ તેના અર્થ સમજાવ્યા છે रागबोसकसाए, इंदिआणि अ पंचवि । परीसहे उवस्सग्गे, नामपतां नमोऽरिहा ॥९१८॥ 2010_03 Page #146 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભદ્રબાહુફત આવશ્યક નિર્યુક્તિ ૧૩૯ - “સિદ્ધ' શબ્દની વ્યાખ્યા કરતાં જણાય છે કે જે કર્મ, શિલ્પ, વિદ્યા, મંત્ર, યોગ, આગમ, અર્થ, યાત્રા અભિપ્રાય તપ અને કર્મક્ષય-તેમાં સિદ્ધ અર્થાત સુપરિનિષ્ઠિત અને પરિપૂર્ણ છે તે સિદ્ધ છે. અભિપ્રાય, કર્મક્ષય વગેરેની વિસ્તૃત વ્યાખ્યાઓ પણ તેની અંતર્ગત કરી છે. તેની સાથે સિદ્ધસ્થાન, સિદ્ધશિલાપ્રમાણ, સિદ્ધશિલાસ્વરૂપ, સિદ્ધાવગાહના, સિદ્ધસ્પર્શના, સિદ્ધલક્ષણ, સિદ્ધસુખ વગેરે વિશે પણ માહિતી આપી આચાર્ય શબ્દનો અર્થ આપતાં જણાવે છે કે, જે જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ અને વીર્ય આ પાંચ પ્રકારના આચારોનું સ્વયં આચરણ કરે છે, અન્ય સમક્ષ તેનું પ્રરૂપણ કરે છે અને પોતાના આચાર દ્વારા જ અન્યને તેનો પરિચય કરાવે છે તે ભાવાચાર્ય છે - पंचविहं आयारं आयरमाणा तहा पभासंता । आयारं संता आयरिया तेण वुच्चंति ॥९९४॥ आयारो नाणाई तस्सायरणा पभासणाओ वा । जे ते भावायरिया भावायारोवउत्ता य ॥९९५।। જે દ્વાદશાંગનું સ્વયં અધ્યયન કરે છે અને બીજાને વાચનારૂપે ઉપદેશ પણ આપે છે તે ઉપાધ્યાય છે. ઉપાધ્યાય શબ્દનો વ્યુત્પત્તિમૂલક અર્થ પણ તેમાં આપ્યો છે તથા જે નિર્વાણ સાધક વ્યાપારની સાધના કરે છે, તેને સાધુ કહે છે અથવા જે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે તે સાધુ છે निव्वाणसाहए जोए, जम्हा साहंति साहुणो । समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ॥१००२॥ આ પાંચ નમસ્કાર સર્વ મંગલોમાં પ્રથમ અર્થાત્ સર્વશ્રેષ્ઠ મંગલ છે. ત્યારબાદ આક્ષેપઢાર, પ્રયોજનદ્વાર તથા ફલદ્વારમાં નમસ્કારની વિધિ, નમસ્કારનો ઉદ્દેશ્ય અને ઈહલોક કે પારલૌકિક ફળપ્રાપ્તિ વિશે વિશદ નિરૂપણ કર્યું છે. પંચનમસ્કાર પછી સામાયિકવ્રત ગ્રહણ કરવામાં આવે છે. તે નિમિત્તે સામાયિક શબ્દની વ્યાખ્યા તથા કારણ અને કારણનો ભેદ, કર્મ આત્માનું કર્તુત્વ વગેરે વિશે સમગ્રલક્ષી સમીક્ષા કરી છે. આચાર્ય ભદ્રબાહુએ સામાયિકનો અર્થ આપતાં જણાવ્યું છે કે સામાયિકનો અર્થ છે ત્રણ કરણ અને ત્રણ યોગથી સાવદ્ય ક્રિયાનો ત્યાગ. ત્રણ કરણ અર્થાત્ કરવું, કરાવવું અને કરનારનું અનુમોદન કરવું. ત્રણ યોગ અર્થાત્ મન, વચન અને કાયા તેનાથી થનારી સાવદ્ય ક્રિયાઓનો ત્યાગ કરવો. ચતુર્વિશતિસ્તવ આવશ્યકસૂત્રનું બીજું અધ્યયન ચોવીસ તીર્થકરોની સ્તુતિનું છે. આરંભમાં 2010_03 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વિવિધા આચાર્યો તેના નિક્ષેપની વાત કરી છે. “ચતુર્વિશતિ' શબ્દના છ પ્રકારના નિક્ષેપ આ પ્રમાણે છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. “સ્તવ' શબ્દના ચાર પ્રકારના નિક્ષેપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અહીં આચાર્ય આવશ્યકસૂત્રમાં આવતા લોગસ્સજજોયગરે પાઠમાંના “લોક વગેરે શબ્દોની વિવિધ પ્રકારે ચર્ચા કરી છે. તેમાં તીર્થની વ્યાખ્યા આપતાં તેમણે જણાવ્યું છે કે “જ્યાં અનેક જન્મોથી સંચિત અષ્ટવિધ કમરજને તપ અને સંયમથી વિશુદ્ધ કરી શકાય છે, તે ભાવતીર્થ છે - अट्ठविहं कम्मरयं बुहएहि भवेहिं संचिअं जम्हा । तवसंजमेण धुव्वइ तम्हा तं भावओ तित्थं ॥१०६८॥ જિનવર અથવા તીર્થંકર આ પ્રમાણે ધર્મતીર્થની સ્થાપના કરે છે : તેમને જિન” એટલા માટે કહે છે કે તેમણે ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષો પર વિજય મેળવેલા હોય છે. કર્મરજરૂપી અરિનો નાશ કરવાને કારણે તેમને “અરિહંત' પણ કહે છે. - जियकोहमाणमाया जियलाहा तेण ते जिणा हुंति । अरिणो हंता रयं हंता अरिहंता तेण वुच्चंति ॥१०७६॥ વંદન તૃતીય અધ્યયનનું નામ વંદના છે. આ અધ્યયનક્રમના આરંભમાં આચાર્યએ જણાવ્યું છે કે વન્દનાકર્મ, ચિતિકર્મ કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ-આ પાંચ સામાન્ય રીતે વંદનના પર્યાય છે. તેમણે નવ દ્વારોથી વંદન વિશે ચર્ચા કરી છે : ૧. વંદના કોને કરવી જોઈએ, ૨. કોના દ્વારા થવી જોઈએ, ૩. ક્યારે કરવી, ૪. કેટલીક વાર કરવી, ૫. વંદન કરતી વખતે કેટલી વાર નમવું જોઈએ, ૬, કેટલી વાર મસ્તક નમાવવું જોઈએ, ૭. કેટલા આવશ્યકોથી શુદ્ધ થવું જોઈએ, ૮. કેટલા દોષોમાંથી મુક્ત થવું જોઈએ, અને ૯. વંદના શા માટે કરવી જોઈએ. આ ચર્ચાના નિષ્કર્ષરૂપે તે જણાવે છે કે હંમેશા દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય વગેરેની સાધના જે કરે છે તે જ વંદનીય છે અને વંદન કરનાર પંચમહાવ્રતી, આલસ્યરહિત, માનાપમાનથી રહિત, સંવિગ્ન અને નિર્જરાર્થી હોય છે. एगनिक्खमणं चेव, पणवीसं वियाहिया । आवस्सगेहिं पिरसुद्धं, किइकम्मं जेहि कीरई ॥१२०४॥ किरकम्मपि करितो न होई किइकम्मज्जिराभागी। पणवीसामन्नयरं साहू ढाणं विरार्हितो ॥१२०५॥ પ્રતિક્રમણ. પ્રતિક્રમણનો ત્રણ દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે : (૧) પ્રતિક્રમણરૂપ 2010_03 Page #148 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભદ્રબાહુકૃત આવશ્યક નિર્યુક્તિ ક્રિયા, (૨) પ્રતિક્રમણના કર્તા અને (૩) જેનું પ્રતિક્રમણ કરવાનું છે તે અશુભયોગરૂપ કર્મ (પ્રતિક્રન્તવ્ય), પ્રતિચરણા, પરિહરણા વારણા, નિવૃત્તિ, નિંદા, ગર્હા, શુદ્ધિ વગેરે પ્રતિક્રમણના પર્યાયો છે. પ્રતિક્રમણના દૈવસિક, રાત્રિક, ઇત્વરિક, યાવત્કથિક, પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક વગેરે પ્રકારો હોય છે. પ્રતિક્રમણના સંદર્ભમાં મહાગિરિ, સ્થૂલભદ્ર, ધર્મઘોષ, સુરેન્દ્રદત્ત, વાસ્તક, ધન્વન્તરિ વૈદ્, આર્ય પુષ્પભૂત વગેરે વ્યક્તિઓનાં દૃષ્ટાન્તો રજૂ કરવામાં આવ્યાં છે. કાયોત્સર્ગ નિર્યુક્તિકારે અગિયાર દ્વારો વડે કાયોત્સર્ગ શબ્દ સમજાવ્યો છે : (૧) નિક્ષેપ, (૨) એકાર્થક શબ્દ, (૩) વિધાનમાર્ગણા, (૪) કાલપ્રમાણ (૫) ભેદપરિમાણ, (૬) અશઠ, (૭), શઠ, (૮) વિધિ, (૯) દોષ, (૧૦) અધિકારી અને (૧૧) ફળ. કાર્યોત્સર્ગમાં બે પદ છે : કાય અને ઉત્સર્ગ. ‘કાય' શબ્દનો બાર પ્રકારનો અને ‘ઉત્સર્ગ’ નો છ પ્રકારનો નિક્ષેપ છે. એ બંનેના એકાર્થક શબ્દો પણ નિર્યુક્તિકારે આપ્યા છે. કાયોત્સર્ગના મુખ્ય બે પ્રકાર છે : ચેષ્ટાકાયોત્સર્ગ અને અભિભવકાયોત્સર્ગ. કાયોત્સર્ગના અન્ય પ્રકારભેદોની ચર્ચા કરવાની સાથે આચાર્યે કાયોત્સર્ગથી થતા લાભનું પણ વર્ણન કર્યું છે. કાયોત્સર્ગથી દેહ અને બુદ્ધિની શુદ્ધિ થાય છે, સુખ-દુઃખ સહન કરવાની ક્ષમતા વધે છે. અનુપ્રેક્ષા અર્થાત્ અનિત્યતા વગેરેનું ચિંતન કરવાની તત્પરતા આવે છે અને એકાગ્રતાપૂર્વક શુભ ધ્યાનનો અભ્યાસ થાય છે - अट्ठविपि य कम्मं अरिभूयं तेण तज्जयट्ठाए । अब्भुट्टिया उ तवसंजमंमि कुव्यंति निग्गंथा ॥ १४५६ ॥ तस्स कसाया चत्तार नायगा कम्मसत्तुसिन्नस्स । काउस्सग्गमभग्गं करंति तो तज्जयट्ठाए ॥१४६७॥ ૧૪૧ કાયોત્સર્ગની વિધિ, કાયોત્સર્ગના ૧૯ દોષ, કાયોત્સર્ગના અધિકારી તથા કાયોત્સર્ગના ફળ વિશે પણ સદૃષ્ટાંત સહિત વ્યાખ્યા કરી છે. પ્રત્યાખ્યાન આચાર્ય ભદ્રબાહુ પ્રત્યાખ્યાનનો છ પ્રકારે વિચાર કરે છે ઃ (૧) પ્રત્યાખ્યાન, (૨) પ્રત્યાખ્યાતા, (૩) પ્રત્યાખ્યેય, (૪) પર્ષદ, (૫) કથનવિધિ અને (૬) ફલ. પ્રત્યાખ્યાનના છ પ્રકાર કહ્યા છે ઃ (૧) નામ પ્રત્યાખ્યાન, (૨) સ્થાપના પ્રત્યાખ્યાન, (૩) દ્રવ્ય પ્રત્યાખ્યાન, (૪) અદિત્સા પ્રત્યાખ્યાન, (૫) કથનવિધિ અને (૬) ભાવ પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનની શુદ્ધિ પણ છ પ્રકારે થાય છે. પ્રત્યાખ્યાનના ગુણો તરફ ધ્યાન આકૃષ્ટ કરતાં આચાર્ય જણાવે છે કે પ્રત્યાખ્યાનથી કર્માગમ એટલે કે આસ્રવનાં દ્વાર બંધ થઈ જાય છે. આસ્રવનો ક્ષય થાય છે, તેથી તૃષ્ણાનો નાશ અને ઉપશમની 2010_03 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રાપ્તિ થાય છે. શુદ્ધ ચારિત્રધર્મનો ઉદય થવાથી કર્મનિર્જરા થાય છે અને ક્રમશઃ છ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાખ્યાનના ફળસ્વરૂપે મોક્ષનું શાશ્વત સુખ મળે છે. પ્રત્યાખ્યાન આવશ્યકસૂત્રનું અંતિમ અધ્યયન છે અને તેના ફળકથન સાથે આવશ્યકનિર્યુક્તિ સમાપ્ત થાય છે. વિવિધા આવશ્યકનિર્યુક્તિમાં છ આવશ્યકનું કથન અને તેનું વિવરણ વિષયવસ્તુની દૃષ્ટિએ મહત્ત્વનું છે. તેનું મુખ્ય ધ્યેય છ આવશ્યકના સૂક્ષ્મતમ રહસ્યને પ્રગટ કરવાનું છે, પણ અહીં તેનું ફલક અત્યંત વ્યાપક બની ગયું છે. જૈનદર્શનના ગહ સિદ્ધાંતો, તત્ત્વનિરૂપણ અને આચારવિચારની વિધિનું અત્યંત ઊંડાણથી અને તલસ્પર્શી રીતે અહીં નિરૂપણ થયું છે. આમાંથી કોઈપણ આવશ્યકને અનુલક્ષતી વિગતોની, તેના સમગ્ર સ્વરૂપની અત્યંત ઝીણવટથી સર્વાંગી છણાવટ કરી છે. જેમ કે કાયોત્સર્ગનાં વિધિ-વિધાન વગેરેનું વિવિધ દ્વારોથી વ્યાખ્યાન કરતી વખતે તેના ૧૯ દોષો પણ તેમણે વર્ણવ્યા છે. તેમાં માનવમન અને તનવિષયક સૂક્ષ્મ વ્યાપારો અંગેની તેમની ઊંડી સમજશક્તિનો પરિચય મળ છે. નિર્યુક્તિકારની વિશેષતા એ છે કે નિરૂપ્યમાણ વિષય સાથે સંબંધિત સર્વ વિગતો ચોક્સાઈપૂર્વક રજૂ કરે છે. એના નામમાત્રનો નિર્દેશ કરીને જ તે અટકતા નથી, તેની સ્પષ્ટ સમજૂતી આપે છે અને જરૂર જણાય ત્યાં દૃષ્ટાન્તો પણ રજૂ કરે છે. જેમ કે આહાર પ્રત્યાખ્યાન વિશે ચર્ચા કરતાં તેઆ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ - એ ચાર પ્રકારની આહારવિધિ હોવાનું જણાવીને એ દરેકની વ્યાખ્યા પણ કરે છે. જે શીઘ્ર ક્ષુધાને શાન્ત કરે છે તે અશન છે, જે પ્રાણ અર્થાત્ ઇન્દ્રિયાદિનો ઉપકાર કરે છે તે પાન છે, જે આકાશમાં એટલે કે ઉદરના રિક્ત ભાગમાં સમાય છે તે ખાદિમ છે, જે સ-રસ આહારના ગુણોનો સ્વાદ પ્રદાન કરે છે તે સ્વાદિમ છે. વંદન વિશે વ્યાખ્યા કરતાં વંદન કોને કરવું, કેવી રીતે કરવું વગેરે વિશે સમગ્રલક્ષી ચર્ચા કરી છે. વંદન સુયોગ્ય વ્યક્તિને જ કરવું જોઈએ. આચાર્ય ભદ્રબાહુના મતાનુસાર ગુણહીન, અવંઘ વ્યક્તિને વંદન કરવાથી કર્મોની નિર્જરા થતી નથી, પણ અસંયમ અને દુરાચારને અનુમોદન આપવાથી કર્મોનો બંધ થાય છે. આ પ્રકારનું વંદન વ્યર્થ કાયાક્લેશ છે. શ્રમણોએ અસંયતી, માતા, પિતા, ગુરુ, સેનાપતિ, પ્રશાસક, રાજા, દેવ, દેવી વગેરેને વંદન ન કરવા જોઈએ. જે સંયતી છે, મેધાવી છે, સુસમાહિત છે, પંચસમિતિ અને ત્રિગુપ્તિથી યુક્ત છે, તે શ્રમણને જ વંદના કરવી જોઈએ સંયમભ્રષ્ટ સંન્યાસીઓને વંદન કરવાની ન કીર્તિ મળે છે, ન નિર્જરા થાય છે, તે કેવળ કર્મબંધનું જ કારણ બને છે. વંદના કરનાર પોતે પણ પંચમહાવ્રતમાં આલસ્યરહિત, સંયમી અને નિર્જરાર્થી હોવો જોઈએ. જૈન વિચારધારા અનુસાર ચારિત્ર અને સદગુણથી સંપન્ન વ્યક્તિઓ જ વંદનીય છે. આવશ્યકનિર્યુક્તિમાં વંદનના ૩૨ દોષોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. વંદનના સમયે સ્વાર્થભાવ, આકાંક્ષા, ભય અને અનાદરનો ભાવ 2010_03 Page #150 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભદ્રબાહુફત આવશ્યક નિર્યુક્તિ ૧૪૩ હોવો, યોગ્ય સન્માનસૂચક વચનોનું સમ્યફ રીતે ઉચ્ચારણ ન કરવું તથા શારીરિક રૂપે સન્માનવિધિનું યોગ્ય પાલન ન કરવું-તે વંદનના દોષો છે. અન્યથા પોતાનાથી શ્રેષ્ઠ વ્યક્તિઓને વિશુદ્ધ ભાવે, સમ્યફ રીતે વંદન કરવું તે સાધકનું આવશ્યક કર્તવ્ય છે. જયાં જરૂર જણાઈ છે ત્યાં સમુચિત દૃષ્ટાન્તોનું પણ આલેખન કર્યું છે. જેમ કે કાયોત્સર્ગના આલોક અને પરલોક વિશેના ફળનું વર્ણન કરતાં સુભદ્રા, રાજા ઉદિતોદિત, શ્રેષ્ઠિભર્યા મિત્રવતી, સોદાસ, ખડગસ્તમ્મન વગેરેનાં દૃષ્ટાન્નો પણ પ્રયોજે છે. શ્રમણજીવનની સફળ સાધના માટે અનિવાર્ય એવા સર્વ પ્રકારનાં વિધિવિધાનોનું સંક્ષિપ્ત-સૂત્રાત્મક છતાં સુવ્યવસ્થિત નિરૂપણ આવશ્યકનિર્યુક્તિની વિશેષતા છે. જૈન પરંપરા સાથે સંબંધિત ઐતિહાસિક તથ્યોનું પ્રતિપાદન પણ સર્વપ્રથમ આ નિર્યુક્તિમાં આવ્યું છે. આચાર્યશ્રી ભદ્રબાહુએ પોતાની પછીથી લખાયેલી નિર્યુક્તિમાં પુનઃ આ વિષયોનું નિરૂપણ કરવાને પ્રસંગે, આવશ્યકનિર્યુક્તિમાંથી તે જોઈ લેવાનો સંકેત કર્યો છે. એ દૃષ્ટિએ અન્ય નિર્યુક્તિએ પુનઃ આ વિષયોનું નિરૂપણ કરવાને પ્રસંગે, આવશ્યકનિર્યુક્તિમાંથી તે જોઈ લેવાનો સંકેત કર્યો છે. એ દષ્ટિએ અન્ય નિયુક્તિઓના અભ્યાસ માટે પણ આવશ્યકનિયુક્તિનું અધ્યયન આવશ્ક બની રહે, એવું વ્યાપક તેનું વિષયફલક છે. - જૈનદર્શન અને તત્ત્વનિરૂપણ, આ નિર્યુક્તિનું નિર્દિષ્ટ ધ્યેય હોવા છતાં, તેમાં તત્કાલીન સંસ્કૃતિનાં અનેક પાસાંઓનો પરિચય મળે છે. તત્કાલીન ધાર્મિક પરિસ્થિતિ અને શ્રમણ પરંપરાનો સ્પષ્ટ ખ્યાલ તેમાંથી મળે છે મરીચિ દ્વારા થયેલી ત્રિદંડી સંપ્રદાયની સ્થાપનાનો અહીં ઉલ્લેખ છે. ચાર અનુયોગના સંદર્ભમાં આર્યવજ્જ અને આર્યરક્ષિતના સંક્ષિપ્ત જીવનચરિત્રની રજૂઆત થઈ છે. નિદ્ધવ સંપ્રદાય અને સાત નિદ્ભવનોના નામોનો ઉલ્લેખ પણ અહીં મળે છે. - આચાર્ય ભદ્રબાહુએ આવશ્યકોનાં ફળદ્વાર વિશે ચર્ચા કરતાં અનેક વ્યક્તિઓનો ઉલ્લેખ ઉદાહરણ કે દૃષ્ટાન્તરૂપે કર્યો છે. જેમ કે પ્રતિક્રમણ માટે નાગદત્ત, મહાગિરિ, સ્થૂલભદ્ર, ધવંતરિ વૈદ્ય, કરડંક, પુષ્પભૂતિ વગેરે ઐતિહાસિક પુરુષોનાં ઉદાહરણ આપ્યાં છે. કાયોત્સર્ગ માટે સુભદ્રા, રાજા ઉદિતોદિત અને પ્રત્યાખ્યાન માટે ધમિલ, દામિત્ર વગેરેનાં દષ્ટાન્તો અને ક્યારેક જીવનચરિત્ર પણ આપ્યાં છે. મહાવીર સ્વામીના જીવનચરિત્રના સંદર્ભમાં ૧૧ ગણધરોનાં નામ, જન્મ, ગોત્ર, માતા-પિતા વગેરેનું પણ વર્ણન છે. તેના દ્વારા તત્કાલીન રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિકા જાણી શકાય છે. ભગવાન ઋષભદેવના જીવનચરિત્ર સમયે તે યુગનાં આહાર, શિલ્પ, કર્મ મમતા, વિભૂષણા, લેખ, ગણિત, રૂપ, લક્ષણષ માનદડ, પ્રોતન-પ્રોત, વ્યવહાર, નીતિ, બુદ્ધ, ઈષશાસ્ત્ર, ઉપાસના, ચિકિત્સા અર્થશાસ્ત્ર, બન્ય, વાત, તેડન, યજ્ઞ, ઉત્સવ, સમવાય, - મંગલ, કૌતુક, વસ્ત્ર, ગન્ધ, માલય, અલંકાર, ચૂલા, ઉપનયન, વિવાહ, દત્તિ, મૃતપૂજન, ધ્યાપના, સ્તૂપ, શબ્દ, ક્રીડા, પૃચ્છના-આ ચાલીસ વિષયો વિશે પણ સંકેત 2010_03 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વિવિધા કરવામાં આવ્યો છે. તીર્થકરોનાં જીવનચરિત્રો દ્વારા પણ તે સમયની રાજકીય, સામાજિક અને ધાર્મિક સ્થિતિની સાથે ઐતિહાસિક અને ભૌગોલિક સ્થિતિની જાણકારી મળે છે. જેમ કે ઋષભદેવના પુત્ર ભરતે દેશ-વિજય માટે યાત્રાનો આરંભ કર્યો - તે નિમિત્ત કેટલાંક સ્થળોની માહિતી મળે છે. તો ૨૪ તીર્થકરોનાં પારણાં-ઉપવાસ-ભિક્ષાલાભ આદિ જે નગરોમાં થયાં હતાં તે નગરોનાં નામ પણ અહીં આપ્યાં છે : હસ્તિનાપુર, અયોધ્યા, શ્રાવસ્તી, સાકેત, વિજયપુર, બ્રહ્મસ્થલ, પાટલિખડ, પાખંડ, શ્રેયપુર, રિખપુર, સિદ્ધાર્થફુર, મહાપુર, ધાન્યકર, વર્ધમાન, સોમનસ, મન્દિર, ચક્રપુર, રાજપુર, મિથિલા, રાજગૃહ, વીરપુર, દ્વારવર્તી, કૂપકટ, કોલ્લાકગ્રામ. તેની સાથે જે વ્યક્તિઓ દ્વારા ભિક્ષાલાભ થયો તેમની પણ માહિતી મળે છે. તીર્થકરોના જન્મ, તપશ્ચર્યા, જ્ઞાનપ્રાપ્તિ, ધર્મોપદેશ, નિર્વાણ વગેરે પ્રસંગો નિમિત્તે અનેક નગરો, પર્વત, નદીઓ વગેરેનો ઉલ્લેખ થયો છે. આ દૃષ્ટિએ સંસ્કૃતિના અભ્યાસ માટે પણ આ ગ્રંથ નિઃશંક અનેક રીતે ઉપયોગી બની શકે તેમ છે. જૈનદર્શનના ગહન વિષયને નિર્યુક્તિકારે સમુચિત ઉપમા-દષ્ટાન્ત વગેરે અલંકારોના વિનિયોગથી સરળ અને સુબોધ શૈલીમાં રજૂ કર્યો છે. આરંભમાં આગ લાગેલા જંગલમાં ઊભેલો પંગુ અને આમતેમ દોડતો અંધજન એ બેનાં દૃષ્ટાન્ત દ્વારા જ્ઞાન અને ક્રિયાના સુવ્યવસ્થિત સમન્વયની અનિવાર્યતા એમણે અસરકારક રીતે દર્શાવી છે. આ પ્રકારનાં અનેક દૃષ્ટાન્તોથી આ ગહન વિષય સમજવામાં સુબોધ બની શક્યો છે. શૈલીની પ્રવાહિતા નોંધપાત્ર છે. આચાર્ય ભદ્રબાહુ જૈનદર્શનના પ્રખર જ્ઞાતા તો હતા જ, પણ તેમણે યોજેલાં સમુચિત ઉપમાનો, આલેખેલા પ્રસંગો અને ઘટનાઓને આધારે કહી શકાય કે અન્ય દર્શનો અને વિષયોનો તેમનો અભ્યાસ પણ ગહન અને તલસ્પર્શી હતો. માનવમનના પણ તે જ્ઞાતા હતા. માનવમનની ગતિવિધિને પારખીને જ તમણે વિષયની રજૂઆત કરી છે, અને તેથી જ તે વધારે સુગ્રાહ્ય બન્યો છે. ભાષાપ્રભુત્વ અને સરળ, પ્રવાહી, ઉપમાદિ અલંકારોના વિનિયોગથી યુક્ત શૈલીને કારણે આવશ્યકનિયુક્તિ અભ્યાસીઓને માટે માર્ગદર્શક બની રહે તેવો ગ્રંથ છે. સંદર્ભ ગ્રંથ १. श्रीमद् भद्रबाहु स्वामीरचित, आवश्यकनियुक्ति : (भाग-१,२), पुनःप्रकाशन श्री भेरलाल कनैयालाल कोठारी धार्मिक ट्रस्ट, मुंबई, विक्रम संवत २०३८ २. प्राकृत साहित्यका इतिहास, ले.डो. जगदीशचंद्र जैन, चौखम्बा विद्याभवन प्रकाशन, वाराणसी - રૂ. નૈનસાહિત્ય વૃદ તિહાસ (મા-), . શ્રી. મોદીનાત મેહતા, પાર્શ્વનાથ विद्याश्रम शोधसंस्थान, वाराणसी, द्वि.आ. १९८९. 2010_03 Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ ખંભાતનિવાસી સંઘવી સાંગણ અને માતા સરૂપાદેના પુત્ર કવિ ઋષભદાસ સત્તરમી સદીના પૂર્વાર્ધના એક ખ્યાતનામ વિદ્વાન કવિ હતા. જહાંગીર અને શાહજહાંના રાજ્યકાળ દરમિયાન ખંભાતમાં રહીને જ તેમણે અનેક રાસાઓ, સજઝાયો, સ્તવનો અને ગીતો રચીને ગુજરાતી સાહિત્યમાં એક સમર્થ કવિ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. સમય કે તેમના જન્મ કે મૃત્યુ વિશેની કોઈ ચોક્કસ તિથિનો ઉલ્લેખ તેમની કૃતિઓમાં કે અન્યત્ર મળતો નથી. આથી તેમના જીવનની બ સીમાઓ- પૂર્વમર્યાદા અને ઉત્તરમર્યાદા અનુમાનથી આંકવામાં આવી છે. તેમની પ્રથમ મોટી કૃતિ ‘ઋષભદેવ રાસ' સં. ૧૬૬૨ (ઈ. ૧૬૦૬) માં રચાઈ છે. તે પહેલાં પણ કેટલીક કૃતિઓ રચાઈ હોવાની શક્યતા છે. તેને આધારે તેમનું સાહિત્યસર્જન ઈ. ૧૬૦૧ થી એટલે સત્તરમી સદીની શરૂઆતથી ગણી શકાય. તેમની છેલ્લા ગણાતી સાહિત્યકૃતિ ‘રોહણિયા રાસ’ સં. ૧૬૯૮૮ એટલે કે ઈ. ૧૯૩૪ માં રચાયેલી છે. ત્યાર બાદ એકબે કૃતિ રચાઈ હોવાની સંભાવના રહે. આમ તેમના સર્જનની ઉત્તરમર્યાદા ઈ. ૧૬૩૫ ગણી શકાય. આ પ્રમાણે તેમનો કવનકાળ ઈ. ૧૬૦૧ થી ઈ. ૧૬૩૫નો ગણાય. ૧૪૫ ‘હીરવિજયસૂરિ રાસ’ તથા ‘ઉપદેશમાલા રાસ'માં કવિએ પોતે સમસ્યાયુક્ત પદ્યમાં પોતાનાં નામ, વતન, પિતા, માતા, રાજા આદિનો વિશિષ્ટ રીતે પરિચય આપ્યો છે. તેઓ તપગચ્છના વિજયસેનસૂરિના શિષ્ય હતા. કવિને સંસ્કૃત, પ્રાકૃત આદિ સાહિત્ય તથા ધર્મનું સારું જ્ઞાન હતું. સરસ્વતીદેવીની તેમના ઉપર અનહદ કૃપા હતી. ઋષભદાસે પોતે અનેક હોંશિયાર વિદ્યર્થીઓને ભણાવ્યા હતા. અને પોતાના ઉત્તમ આચારવિચાર વડે તેઓ એક પરમ શ્રાવક તરીકે આળખાતા હતા. તેમનો પરિવાર બહોળો, સુખી તેમજ સમૃદ્ધ હતો. તેમના પિતા તથા દાદાએ સંઘ કાઢેલા અને તેમની પોતાની ઇચ્છા પણ સંઘ કાઢવાની હતી. પણ દ્રવ્યના અભાવે પૂરી થઈ શકેલી નહીં. તેમણે પોતે શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર વગેરે તીર્થોની જાત્રા કરી હતી. કૃતિઓ કવિએ ‘હીરવિજયસૂરિ રાસ’ માં જણાવ્યું છે તે પ્રમાણે તેમણે ૩૪ રાસ, ૫૮ સ્તવન તથા અનેક ગીતો, સઝાયો, સ્તુતિ, (થોયો) વગેરે રચ્યાં હતાં. તેમાં ‘ઋષભદેવ રાસ', ‘સ્થૂલભિદ્ર રાસ’, ‘સુમિત્રરાજર્ષિ રાસ', ‘કુમારપાલ રાસ’, ‘ભરતબાહુબલી રાસ', ‘હિતશિક્ષા રાસ', ‘શ્રેણિક રાસ', ‘કયવન્ના રાસ’, ‘હીરવિજયસૂરિ રાસ', ‘અભયકુમાર રાસ’, ‘રોહણિયા રાસ’ વગેરે મુખ્ય છે. આ રાસાઓ ૨૨૩ થી માંડીને ૬૫૦૦ જેટલી ગાથાઓમાં રચાયા છે. ‘નેમિનાથ નવરસો’,‘નેમિનાથ રાજિમતી સ્તવન', ‘આદિનાથ વિવાહલો', બાર આરા સ્તવન’, ‘તીર્થંક૨ ૨૪નાં કવિત' એ તેમની નાની પણ નોંધપાત્ર કૃતિઓ છે. 2010_03 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વિવિધા સાહિત્યિક વિશિષ્ટતાઓ ઋષભદાસની ઉપલબ્ધ કૃતિઓનો અભ્યાસ કરતાં જણાય છે કે તેમની ભાષા સરળ, રસાળ અને ભાવવાહી છે. તેમની કાવ્યશક્તિનો ઉત્તમ આવિર્ભાવ તેમનાં ગીતોમાં જોઈ શકાય છે. માનવજીવન અને જગત વિશેનું કવિનું જ્ઞાન વિશાળ અને તલસ્પર્શી છે. તેમાં એમના પાંડિત્યની સાથે માનવમનનાં ગૂઢાતિગૂઢ રહસ્યોને પામવાની શક્તિનું યથાર્થ દર્શન થાય છે. આ સાહિત્યકૃતિઓમાં વ્યક્ત થતી, ઋષભદાસની કેટલીક વિશિષ્ટતાઓ જોઈએ. તેમના રાસાઓમાં નગરવિષયક અનેક વર્ણનો મળે છે. ખાસ કરીને હિતશિક્ષા રાસ', “મલ્લિનાથ રાસ”, ને “હીરવિજયસૂરિ રાસમાં ખંભાતનું વિસ્તૃત વર્ણન મળે છે. ખંભાત કવિનું વતન હતું. એટલે કેવળ શુષ્ક નગરવર્ણન ન રહેતાં તેમાં ભાવનાનો આછો સ્પર્શ પણ ભળેલો છે. પાટણ, અયોધ્યા વગેરે નગરોનાં વર્ણનો પણ આકર્ષક અને જે તે નગરોની વિશિષ્ટતાઓને તાદ્રશ કરનારાં છે. નગરોનાં વિસ્તાર, અમાપ સમૃદ્ધિ, વિશાળ મહાલયો, બાગબગીચા અને ધર્મસ્થાનો, નગરનાં સ્ત્રી પુરુષોખાસ કરીને રાજા, રાણી, નગરશેઠ, મંત્રી વગેરેની વિશિષ્ટતાઓ, ધર્મ અને કર્મરત પ્રજાજીવન વગેરેનાં વર્ણનોમાંથી તત્કાલીન જનજીવનની માહિતી મળે છે. ખરેખર તો આદર્શ નગર વિશેની તેમની કલ્પના અભિવ્યક્ત થઈ હોય એમ પણ બન્યું છે. કેટલાંક વર્ણનો રૂઢ અને પરંપરાગત પણ છે. તેમ છતાં આ વર્ણનો નીરસ કે શુષ્ક ન બની જાય તેને માટે પણ કવિ સભાન છે. પાટણમાં વસતા વિશાળ માનવસમુદાયનું આલેખન કરતાં કવિ એક રમૂજી પ્રસંગ નિરૂપે છે. અને તેના દ્વારા પટણની વસતી કેટલી બધી ગીચ હતી તેનો પ્રત્યક્ષ ખ્યાલ આપે છે. રાણા નામનો ડાબી આંખે કાણો પરદેશી અને તેની પત્ની નગરના બજારમાં એકબીજાથી છૂટાં પડી જાય છે. પત્ની રાજા પાસે જઈને પોતાનો પતિ ખોવાયો હોવાની ફરિયાદ કરે છે. અને રાજા ડાબી આંખે કાણા અને રાણા નામના માણસોને ભેગા કરે છે એ આખો પ્રસંગ કવિની રમૂજી વૃત્તિ અને હાસ્યરસના નિરૂપણના કવિકૌશલનો પણ દ્યોતક છે : સાંઝઈ સાથિ ચોહુઈ ચઢ્યાં, કર્મસંયોગિઈ ભૂલાં પડ્યાં, રોતી રડવડતી સા નારિ, હતી ભુપતિ ભવન મોઝારિ, સ્વામિ, હારા નગર મઝારિ ભૂલાં પડ્યાં અમ્યો નર-નારિ, સ્વામિ નામે રાણો એહ, ડાબિઈ આંખઈ કાણો તેહ, એકઈ ઇંધાણે મુઝ ભરતાર, રાય કરો મુઝની સાર, રાઈ વેગૐ વજાવ્યો, રાણા કાણા આવી ચઢો, રાણા કાણા ડાબિ આંખે, નવસઈ નવાણું ભાખિ, મિલ્યા એકઠા નૃપદરબારિ, ભૂપઈ તેડાવિ સા નારિ, સોધી લીઈ તું તારું ધણી, તુઝ કારણિ ખપ કીધિ ઘણી, 2010_03 Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ નૃપવચને તે સોધઇ નારિ, પુરુષ ન દિસઇ તેણિ ઠારી, સામી, એહમાં નહિ મુજ કંત, રાય વિનોદ થયો અત્યંત, ફિરી પેઢો બજાવ્યો જસઇ, રાણો આવ્યો તસઇ નારી આલેખી લીઈ ભરતાર, પંડિત કવિઅણ કરŪ વિચાર, નરસમુદ્ર એ પાટણ સહી, નરનારિ સંખ્યા નવિ લહી. બાહુબળના રાજ્યમાં સંદેશો લઈને જતા બ્રાહ્મણનું (‘ભરતબાહુબલી રાસ') અને ‘કુમારપાળ રાસ’માં કદરૂપા નરનાં વર્ણન પણ એવાં ૨મૂજપ્રેરક અને તાદ્દશ રીતે આલેખાયેલાં છે. ‘હિતશિક્ષા રાસ'માં વ્યાજસ્તુતિ અને સ્વભાવોક્તિથી કુરૂપ નારીનું કરેલું વર્ણન પણ નોંધપાત્ર છે : વિંગણ રંગ જિસી ઉજલી, ભલ કોઠી સરખી પાતલી, નીચી તાડ જિસી તું નાર, ક્યાંહાંથી આવી મુઝ ઘરબાર, ન્હાનું પેટ જિયો વાદલો, લહ્યો હિણ જિસ્સો કાંબલો, જીભ સુંહાલી દાતરડા જિસી, દેખી અધર ઊંટ ગયા ખસી, ભેંશનયણી આવી ક્યાંહથી, પખાલ જલકી જા ખફ નથી. પગ પીંજણી ને વાંકા હાથ, બાવલ શું કોણ દેશે બાથ, લાંબા દાંત ને ટૂંકું નાક, ત્રૂટકની મુખ કડવાં વાક્ય, ટૂંકી લટીયે, ઘોઘર સાદ, જા ભૂંડી તુઝ કિશ્યો સંવાદ. નગ૨ વર્ણનોની જેમ કવિનાં યુદ્ધવિષયક વર્ણનો પણ નોંધપાત્ર છે. તેમાં રથ, અશ્વ, હય, અનેક શસ્ત્રસ્ત્રો વિશેની કવિની જાણકારીનો પરિચય પણ મળે છે. ભરત અને બાહુબળી વચ્ચે થતું પાંચ પ્રકારનું યુદ્ધ - દૃષ્ટિયુદ્ધ, વચનયુદ, મલ્લયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ - પ્રાચીનકાળનાં હાથોહાથ થતાં દ્વંદ્વયુદ્ધનો તાદ્દશ ખ્યાલ આપે છે. ‘ભરતેશ્વર રાસ' માં અન્યત્ર યુદ્ધનું વર્ણન કવિ આ રીતે કરે છે : પૃથિવી લાગી ધ્રુજવાજી, દિશિનો થાએ રે દાહ, ઉલ્કાપાત થાએ સહીજી, અતિ ભૂંડા ત્યાં વાય, ઊડે ખેહ ત્યાં અતિ ઘણા જી, અને હોય તિહાં નિઘાત. પીતવર્ણો દહાડો થયો જી, દેખે બહુ ઉત્પાત, સાયરને શોષે સહી જી, કરે પર્વત ચકચૂર, ૧૪૭ ૐ આકાશ ધંધોળતાજી, પૃથિવી ફાડે શૂર, અગ્નિમાં પેસે સહીજી, સિંહ શું લેતા ૨ે બાથ. નિરૂપ્યમાણ વિષયને યથાતથ રીતે આલેખતાં ઋષભદાસનાં આવાં વર્ણનો જીવન અને જગતનાં વિવિધ ક્ષેત્રો વિશેના તેમના બહોળા જ્ઞાનનો પરિચય આપે છે. કવિ પ્રેમાનંદની વર્ણનશૈલીનું સ્મરણ કરાવે તેવાં અનેક અન્ય વર્ણનો પણ મળે છે. કોઈ એકાદ વીગતના આલેખનના અનુષંગે કવિ તે તે વિષયની તલસ્પર્શી જાણકા૨ી પણ આપે છે. ‘ભરતેશ્વર બાહુબળી રાસ' માં વજ્રનાભ પુંડરિકનગરીનો રાજા છે. પોતાનાં 2010_03 Page #155 -------------------------------------------------------------------------- ________________ વિવિધા પાતકોને યાદ કરતાં કરેલી જીવહિંસા વિશે વિચારે છે, ત્યારે કવિ ‘જીવ, તૃણ, થાવ મેં હણ્યાં'...એમ શરૃ કરીને દરેક પશુ, પખી, જીવજંતુઓની યાદી કવિ આપે છે. અલબત્ત, કવિ આવી નામ-યાદીઓ કે સ્થૂળ વિગતોનાં વર્ણનો આપીને જ અટકે છે એવું નથી, તેમાં કવિની વિદ્વત્તાની સાથે માનવમન વિશેની વ્યાપક ઉદાર સમજ અને સંવેદનશીલતાનો પણ પરિચય મળે છે. દૃષ્ટાંત તરીકે ભરતનું સૈન્ય નાસભાગ કરે છે ત્યારે તે જોઈને ભરતને દુ:ખ થાય છે; ત્યારે દુ:ખી કોણકોણ હોઈ શકે તે વિશે કવિ કહે છે ઃ ૧૪૮ વેશ્યા વિણ રૂપેં દુઃખી, યોગી ધનસંચે, નિદ્રા નહિ નર રોગિયો, બહુ માંકણ મંચે, પુત્ર કુવ્યસની જેહનો તે દુખયો બાપ. દુઃખ મોટુ ભૂઇ સૂએ, ઘર માંહિ સાપ. તાની કંઠ વિના દુ:ખી, પંડિત વિણ વાણી, વૈદ્ય દુઃખી તન રોગિયો ન લહે નિસાણી, સતી સ્ત્રીને એ દુઃખ ઘણું, નર મૂકી જાય, રણમાં દળ ભાગે તદા, દુઃખ મોટું રાય. બાહુબળ અને ભરતનુ યુદ્ધ પૂરું થતાં બાહુબળ કોણ નમે અને કોણ ન નમે તે વિશે વિચાર છે : ન નમે સોય નિર્ગુણી, નમે સોય ગુણવંત, ન નમે વૃક્ષ સૂકો, લલો તરુ નમંત. ન નમે તે વાંકો વીંછી તણો અંકોરો, નમતો અહીં મણિધર, જેહ ગુણે કરી પૂરો. ન નમે નવ હાલે, કૂપ તણાં જે પાણી, નમે ગિરૂઓ જલધર, પરઉપકાર જ જાણી. જનજીવનનો બહોળો અભ્યાસ અને સૂક્ષ્મ નિરીક્ષણોથી તેમનું કયિતવ્ય ચોટદાર અને માર્મિક બન્યું છે. આવાં તો અનેક દૃષ્ટાંતો તેમની કૃતિઓમાંથી ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત રોજબરોજના જીવનની અનેક બાબતોને વિસ્તારથી અને રસમય રીતે કવિ આલેખે છે. શુભ અને અશુભ સ્વપ્ન, સ્વપ્નમાં જોયેલી વસ્તુઓને આધારે ફળનિર્દેશ, સ્વપ્ન જોયાના સમયને આધારે ફળપ્રાપ્તિનો સમય, સાચો દાતા, ધનનું માહાત્મ્ય, નામ પ્રમાણે ગુણ ન હોવા વિશે, પુરુષ અને સ્ત્રીનાં બત્રીસ લક્ષણો, પદ્મિણી, હસ્તિની, ચિત્રણી અને શંખિણી સ્ત્રીઓના આચારવિચાર, ઉત્તમ અશ્વ અને તલવારનાં લક્ષણો, શુક્ર-અપશુકનો, કર્મફળ વિશે વિચારતાં સીતા, મલ્લિનાથ, શિવકુમાર, સુલસ શ્રાવક, અર્જુનમાલી, પરદેશી રાય, શ્રેણિક, નંદન મણિયાર આદિ અનેક મહાન સ્રીઓ તથા પુરુષોને ભોગવવાં પડેલાં દુઃખો - એમ અનેક બાબતોને કવિએ પૂરી ચોક્સાઈથી અને સંપૂર્ણ રીતે વર્ણવી છે. તેલમર્દન અને દાતણવિધિથી 2010_03 Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ ૧૪૯ માંડીને સાંસારિક જીવનના વિવિધ પ્રશ્નો, રાજ કેમ ચલાવવું, ધાર્મિક આચારવિચાર, આદર્શ રાજા, પ્રધાન અને વણિકના ગુણો, રજપૂતોની છત્રીસ જાતનાં લક્ષણો, આજીવિકાનાં સાધનો લેખે વ્યાપાર, વિદ્યા, ખેતી, પશુપાલન, વિજ્ઞાન, નોકરી અને ભિક્ષા વિશેનાં દૃષ્ટાંત સહિતના કવિતોમાં ઋષભદાસનું પાંડિત્ય પ્રગટ થાય છે. વણ્યવિષયની યાદીઓ ક્યારેક પરંપરાગત બની જતી હોવા છતાં રૂઢ પણ તાજગીવાળાં વર્ણનોમાં પ્રમાણવિવેક જળવાયો છે. માનવહૃદયની ભીતરનાં ભાવસંવેદનો જ્યાં ઝિલાયાં છે ત્યાં હ્યદ્ય કાવ્યખંડો મળી આવે છે. સંસારના ખરા જાણકાર કવિએ લોકવ્યવહારમાંથી વીણેલાં ઉપમા, સૂચક અને દષ્ટાંતોને કારણે આ નિરૂપણો વેધક બન્યાં છે, આવાં વર્ણનોથી કથાતંતુ ક્યારેક લંબાતો લાગે છે પણ રસ ખંડિત થતો નથી. હાસ્ય કટાક્ષ મર્મયુક્ત ઉપમાઓ અને દષ્ટાંતોથી કવિ પોતાના કથયિત્વનું સચોટ પ્રતિપાદન કરે છે. ભારતના સૈન્યને આવતું જોઈને મ્લેચ્છો વિચારે છે કે આવા કાયરના સૈન્યને પરાભવ આપવો એ તો રમતવાત છે. તેમના આ મનોભાવને પ્રગટ કરવા કવિ કેવાં ઉત્તમ દષ્ટાંતો યોજે છે તે જોઈએ : જયારે કોપ કરે જ કુઠાર, કેળ કાપતાં કહી વાર ! કમળ ઉપર કોપ્યો કરિ, ઉખેળતાં ક્ષણ લાગે જ ખરી ? સિંહને મૃગ હણતાં શી વાર? રવિ ક્ષણમાં ટાળે અંધાર, આતૂર થિર કે પેરે થાય, પંચડ કોપ્યો જ્યારે વાય ! વાણીનું બળ-કાવ્યો ઓજસગુણ પણ નોંધપાત્ર બને છે. રણમાં વીંઝાતી તલવારો અને વરસતાં બાણોનું સ્પષ્ટ શબ્દચિત્ર કવિ એક જ પંક્તિમાં કુશળતાથી આલેખે છે : તરવારો જિમ વીજળી, બાણ વરસે મેહ, સત્સંગનું ફળ કેવું ક્ષણિક હોય છે તે દર્શાવવા કવિ કહે છે : એક નર જગમાં લોઢા સરીખા, અગ્નિ મળે તવ રાતું જી, અગ્નિ ગયે કાળાનું કાળું, રક્તપણું તલ જાતું જી, ગુરુ-યોગ મળ્યો નર જ્યારે, ધર્મ મતિ હુઈ ત્યારે જી, જવ ગુરુથી તે અળગો ઊડ્યો, તવ તે પાપ સંભારે જી. કુમારપાલ રાસ” ના પ્રથમ ખંડમાં આવતું આંબાના વૃક્ષનું વર્ણન પણ મનોહારી છે. માનવહૃદયની ઊર્મિઓને તાદ્શ રીતે આલેખીને પણ કવિ રસજમાવટ કરી શકે છે. નેમિનાથજીનું સ્તવન' માં પશુઓના ચિત્કાર સાંભળીને નેમિનાથ લગ્ન મંડપમાથી પાછા ફરી જાય છે ત્યારે રાજિમતીના હૃદયની વેદનાનું કરેલું નિરૂપણ મર્મસ્પર્શી બન્યું છે. રાજિમતી પતિવિરહનું કારમું દુઃખ આવી પડવાના કારણરૂપે જ્યારે પોતાના જ દોષ આગળ કરીને આક્રંદ કરી ઊઠે છે ત્યારે કરુણરસ વિશેષ ઘેરો બને છે : 2010_03 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વિવિધા હિયડે ચિતે રાજુલ નારી, કીશાં કરમ કીધાં કિરતાર, કે મેં જલમાં નાખ્યા જાલ, કે મેં માય વિછોડ્યાં બાલ, કે મેં સતીને ચડાવ્યાં આલ, કે મેં ભાખી બિરૂઈ ગાલ, કે મેં વન દાવાનલ દીયા, કે મેં પરધન વંચી લીયા ! કે મેં શીલખંડના કરી, તો મુજને નેમે પરહરી ! ભરતરાજા દીક્ષા લે છે ત્યારે તેની રાણીઓ વિલાપ કરે છે, ત્યાં પણ આવા જ મર્મવિદારક કરુણનું આલેખન છે : નારી વનની રે વેલડી, જલ વિણ તેહ સુકાય રે, તમો જળ સરીખા રે નાથજી, જાતાં વેલડી કરમાય રે, જળ વિના ન રહે માછલી, સૂકે પોયણપાન રે, તુમ વિણ વિણસે રે યૌવનું, કંઠ વિના જિમ ગાન રે, ઈમ વળવળતી રે પ્રેમદા આંસુડાં લુહે તે હાથ રે, તુમ વિણ વાસર કિમ જશે, તુમ વિણ દોહિલી રાત રે. આગળ વધતાં કવિ કહે છે : પોપટ ઝૂરે રે પાંજરે, વનમાં ઝૂરે તે મોર રે, ખાણ ન ખાય રે વૃષભો વારી, ગવરી કરે બહુ સોર રે. ભરતરાજાની વિદાયથી તેમના પ્રત્યેક અંતેવાસી પણ આવી જ હૃદયવિદારક વેદનાની અનુભૂતિ કરે છે. કવિની ભાષા સરળ પણ રસાત્મક છે. લાંબાં વર્ણનોની જેમ ઉક્તિનું લાઘવ અને બળ પણ કવિની સિદ્ધિરૂપ બન્યાં છે. જૂજ શબ્દોમાં પોતાના કથયિતવ્યને સચોટ રીતે આલેખતી પંક્તિઓ પણ નોંધપાત્ર છે. તેમાં લોકઅનુભવ અને માનવમનની ભીતરની સૃષ્ટિ ઝીલાઈ છે, જેમકે કુવચન દીધાં ન ફાઈ, સાલઈ હઈડા માંહિ માનસરોવર ઝીલીઓ, કાગ ન થાઈ હંસ. શામળનું સ્મરણ કરાવતી આવી અનેક પંક્તિઓ ઋષભદાસનાં કાવ્યોમાંથી મળે છે. જનજીવનના બહોળા અભ્યાસ અને સૂક્ષ્મ નિરીક્ષણોને આધારે તારવેલા સત્યને ક્યારેક સુભાષિત રૂપે નિરૂપ્યું છે. સરિખા દિન સરિખા વલી, નોહઈ સુર, નર, ઇંદ્ર, જીહાં સંપદ તિહાં આપદા, ચઢત પડત રવિ ચંદ. દૂધે સીંચ્યો લીમડો તોહે ન મીઠો થાય, અહિનઈં અમૃત પાઈઈ, તો સહી વિષ નવી જાય. સાયર સંદેશો મોકલે, ચંદા ! પુત્ર જુહાર ! ચઢ્યો કલંક ન ઊતરે, તુઝ પંપણષ મુઝ ખાર. તો કેટલીક બોધક પંક્તિઓ પણ મળે છે : 2010_03 Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ પીપલ તણું જિમ પાંડું, ચંચલ જિમ ગજ-કાન ધન-યૌવન-કાયા અસી, મ કરો મન અભિમાન. આ પ્રકારની પંક્તિઓ વેધક અને સૂત્રાત્મક બની છે. કવિએ હાસ્ય વર અને કરુણરસના આલેખનમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. પરંતુ લગ્નની વિધિ દ્વારા જ વીતરાગોને ઉદ્બોધનાર આ કવિનું લક્ષ્ય ભક્તિબોધક શાંત ઉપશમના નિરૂપણનું જ છે. આ દૃષ્ટિએ જોઈએ તે સિદ્ધરાજના મૃત્યુપ્રસંગને વર્ણવતું ગીત કવિની ઉત્તમ કાવ્યકૃતિ છે. કરુણરસના નિરૂપણમાં દેખાતું કવિનું કાવ્યકૌશળ, મૃત્યુની સાથે જ જીવનની ક્ષણભંગુરતાનું પ્રગટ થતું ગૂઢ રહસ્ય અને અત્યંત કાવ્યાત્મક રીતે અંતમાં પ્રગટતા શાંત ઉપશમના ભાવને કારણે પ્રસ્તુત કાવ્ય ઋષભદાસની એક વિશિષ્ટ અને નોંધપાત્ર સર્જકકૃતિ બની રહે છે. આખું કાવ્ય હૃદયને આરપાર વીંધે તેવું છે. ચિંતામાં ભડભડ બળતા જેસંગના દેહને અનુલક્ષીને કવિ કહે છે : સોનાવરણી ચેહ બળે રે, રૂપાવરણી તે હ રે, કુંકુમવરણી રે દેહડી, અગન પરજાલી તેહ રે. જે ન૨ ગંજી રે બોલતા, વાવરતા મુખમાં પાન રે, તે નર અન રે પોઢિઆ કાયા કાજલવાન રે. ચંપકવરણી રે દેહડી, કદલીકોમલ જાંઘ રે, તે નર સૂતા રે કાષ્ઠમાં, પડે ભડોભડી ડાંગ રે. દેવિડંબણ નર સૂણી, મ કરિસ તૃષ્ણા તું લાખ રે, જેસંગ સરિખો રે રાજઓ, બાલી કર્યો તિહાં રાખ રે. ૧૫૧ જીવનની આવી ક્ષણભંગુરતાને જ અનુલક્ષીને કવિ ધર્મવિચાર અને રાગત્યાગનો બોધ વારંવાર આપે છે હૃદયને તરત સ્પર્શી જાય તેવો એક સુંદર બોધક પ્રસંગ કવિએ ‘ભરતેશ્વર બાહુબલી' રાસ'માં નિરૂપ્યો છે. ભરત પોતાના ૯૮ ભાઈઓને બોલાવવા દૂતો મોકલે છે. એ ૯૮ ભાઈઓ ભેગા થઈને જિનને પૂછે છે, ‘રાજ્ય લિએ ભરતેશ્વરુ, નમિએ કે વઢિયે તાત?' રાજ્ય માટે ભરત સાથે યુદ્ધ કરીએ કે સમાધાન ? ત્યારે ઋષભ સંક્ષેપમાં, પણ ચિત્તવેધી જવાબ આપે છે : ઋષભ કહે વઢિયે સહી રે, મોહકષાયની સાથ, રાગ દ્વેષ અ૨િ જિતિયે રે, નમિ ધર્મ સંગાથ. આપણે જોઈ શકીએ છીએ કે આવી બોધક પંક્તિ પણ કાવ્યત્વથી રસાઈને આવે છે અને ચિત્તને સ્પર્શી જાય છે. તેમનાં ગીતોના નાના પદબંધ અને લય મનોહારી છે. તેમના રાસાઓમાં વારંવાર આવાતં ગીતો ઋષભદાસની ગીતકવિ તરીકેની પ્રતિભાનો પણ પરિચય કરાવી આપે છે. તેમની દેશીઓમાં પણ રાગ અને લયની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. વિધવિધ રાગનાં પદો પરનું પ્રભુત્વ, સચોટ અને સમુચિત ઉપમા, દૃષ્ટાન્ત કે રૂપકાદિ અલંકારોથી સધાતી ચિત્રાત્મકતા, ઊર્મિરસિત ચિંતન અને લયભરી બાની ઋષભદાસને સફળ કવિ તરીકેનું સ્થાન અપાવે છે. 2010_03 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આચાર્યશ્રી તુલસીપ્રેરિત અણુવ્રત આંદોલનની ઉપાદયતા અણુવ્રતના અનુશાસ્તા આચાર્ય શ્રી તુલસી જૈનદર્શનના મહાન અગ્રણી હોવાની સાથે, વાસ્તવિક દૃષ્ટિએ તો એક બિનસાંપ્રદાયિક વિશુદ્ધ માનવધર્મના હિમાયતી હતા. વર્તમાનના સંદર્ભને અનુલક્ષીને અને ભૂતકાળની સંસ્કૃતિનાં મૂલ્યોને જાળવીને ઉજ્જવલ ભવિષ્યના સર્જન માટે પ્રજ્ઞાપૂર્ણ પ્રતિભા અને તટસ્થ દૃષ્ટિકોણથી અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનનો પ્રાયોગિક ત્રિવેણી સંગમ તેમણે રચી આપ્યો છે, ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય સાધીને માનવ ઉત્કર્ષ માટેની તેમની મથામણે ધાર્મિક ક્ષેત્રે જ નહિ, સામાજિક આર્થિક, રાજનૈતિક-વગેરે ક્ષેત્રોમાં પણ નવીન મૂલ્યોની સ્થાપના કરી છે. એ રીતે વ્યક્તિ અને સમષ્ટિનો ઉત્કર્ષ કરવાનો માર્ગ તેમણે દર્શાવ્યો છે. વિવિધા જૈનદર્શનની સાથે ભારતીય દર્શનો, ગીતા, ભાગવત, ઉપનિષદ, વેદ, ત્રિપિટક, ધમ્મપદ, બાઇબલ, ગ્રંથસાહેબ, કુરાન વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. ધર્મના આચારનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા, પણ રૂઢિગ્રસ્ત આચારવિચારની મર્યાદા સમજતા. શ્રમણસંઘના ભિન્ન ભિન્ન સમુદાયો વચ્ચે પ્રવર્તતી વાડાબંધીથી તેઓ સદા અલિપ્ત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિના પ્રાણતત્વ સમાન ધાર્મિક સહિષ્ણુતા અને ઉદારતાને માનવ એકતાની સ્થાપના માટેનું મહત્ત્વનું પરિબળ માનતા હતા. અણુવ્રત, આંદોલન, પ્રેક્ષાધ્યાન અને જીવવિજ્ઞાન જેવા માનવ ઉપયોગી અભિયાન દ્વારા દેશ અને દુનિયાના જનસમુદાયને શાંતિ અને સહઅસ્તિત્વની ભાવનાનો સંદેશ આપ્યો છે. આચાર્ય શ્રી તુલસી જાગૃત ધર્માચાર્ય હોવાની સાથે તેમણે વ્યક્તિ અને સમષ્ટિના ઉત્કર્ષ માટે અણુવ્રત આંદોલન દ્વારા મોટા પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરી હતી. વ્યક્તિ અને સમૂહના પરિવર્તન દ્વારા વર્તમાન સમાજમાં નવી શાંતિપૂર્ણ ચેતના પ્રગટાવવા તેમણે જીવનવિજ્ઞાન અને પ્રેક્ષાધ્યાનની પદ્ધતિનાં કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું. માનવીય મૂલ્યોના સ્થાપનાનાં સંદર્ભમાં બાલવિકાસ, મહિલા-ઉત્કર્ષ અને ગ્રામોદ્વાર જેવા અનેક વિકાસલક્ષી કાર્યો માટે સુદ્દઢ ભૂમિકા તૈયાર કરી આપી છે. અણુવ્રતનો શાબ્દિક અર્થ છે, અણુ એટલે જેમાં બહુ મોટા વિધિવિધાનો કે અતિ કઠિન તપશ્ચર્યા નથી - તેવાં સામાન્ય વ્રતો, તેનો તાત્પર્યાર્થ છે માનવધર્મ, બિનસાંપ્રદાયિકતા, માનવીય મૂલ્યોનો સ્વીકાર, અને સ્વચ્છ જીવન માટેની ન્યૂનતમ આચારસંહિતાનું પાલન. આચાર્ય તુલસીજીએ યોગ્ય જ કહ્યું છે કે જો અણુવ્રત જેવો કોઈ ઉપક્રમ આપણી સમક્ષ નહિ હોય તો પારલૌકિક હિત કે મોક્ષ તો દુર્લભ જ રહેશે, પરંતુ વર્તમાન જીવન પણ જટિલ અને સંઘર્ષભર્યું બની જશે. આચાર્ય શ્રી તુલસીનું અણુવ્રત આંદોલન વર્તમાન સમયની એક અનિવાર્યતા છે. પ્રત્યેક વ્યક્તિમાં અનુશાસન, સહિષ્ણુતા, ઇમાનદારી અને રાષ્ટ્રદાયિત્વની ભાવનાના પૂર્ણવિકાસની તથા વ્યક્તિત્વના ઉત્કર્ષ દ્વારા સમા અથવા રાષ્ટ્રને પ્રગતિશીલ બનાવવાની 2010_03 Page #160 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત આંદોલનની ઉપાદયતા ૧૫૩ પ્રેરણા આ અણુવ્રત આંદોલન દ્વારા મેળવી શકાય છે. અણુવ્રત આંદોલન મુખ્યત્વે બિનસાંપ્રદાયિક આંદોલન છે. નૈતિક મૂલ્યોની પુનર્થાપના તેનો મુખ્ય ઉદ્દેશ છે. રાગ-દ્વેષ, લોભ અને વૈમનસ્યની નાગચૂડમાંથી મુક્ત થયા વગર મનુષ્ય જીવનની શાંતિ અને સંવાદિતાને પ્રાપ્ત કરી શકે તેમ નથી. તે માટે સાથી વધુ આવશ્યકતા મનને અનુશાસિત કરવાની છે. અણુશસ્ત્રોના આ યુગમાં માનસિક સંતુલન ખૂબ જ અપેક્ષિત છે. તેના અભાવમાં વ્યક્તિનું જીવન મુશ્કેલ બની જાય છે, અને સમાજ માટે પણ અનિષ્ટરૂપ બને છે. આચાર્ય તુલસી જણાવે છે કે અનેક લોકો પૂછે છે કે શાંતિ કેવી રીતે મળે? મન સ્થિર કેવી રીતે થાય ? આ પ્રશ્ન અમુક જ વ્યક્તિઓનો નથી. તે વ્યાપક પ્રશ્ન છે. તેથી તેનું સમાધાન પણ વ્યાપક સ્તરે થાય તે જરૂરી છે. તે માટે જ પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાન સૂચિત નીતિ નિયમોનું પાલન આવશ્યક બને છે. આચાર્ય શ્રી તુલસીના મતાનુસાર પ્રાચીન ભાષામાં જે યોગ છે તેની એક રેખા આજની ભાષામાં મનોવિજ્ઞાન છે. માનસિક વિકાસ બંનેમાં અપેક્ષિત છે. મનને કેન્દ્રિત કર્યા વગર તેનો વિકાસ થઈ શકતો નથી. યોગશાસ્ત્ર માનસિક વિકાસને અતીન્દ્રિય જ્ઞાનની ભૂમિકા સુધી લઈ જાય છે. ધ્યાન અને યોગસાધનાનું લક્ષ્ય કેવળ સારું સ્વાચ્ય, ધ્યાન-યોગની સાધનાની સહજ ઉપલબ્ધિ છે. ચેતનાની જાગૃતિની દિશામાં પ્રેક્ષાધ્યાનની, પદ્ધતિ સર્વાધિક ઉપયોગી સિદ્ધ તી રહી છે. વર્તમાન ભૌતિક જીવન પદ્ધતિની સૌથી મોટી મુશ્કેલી આચાર વિચારનું અસંતુલન છે. પ્રેક્ષાધ્યાનના સીમિત પ્રયોગથી આ સંતુલન સહજ રીતે સાધી શકાય છે. આજનો યુગ સમસ્યાઓ અને તણાવનો યુગ છે. આબાલવૃદ્ધ સૌ તણાવથી ગ્રસ્ત છે. આજના યુગની સૌથી મોટી બિમારી છે. “ટેન્શન'. આ તણાવમાંથી ઉદ્ભવતા બ્લડપ્રેશર, ડાયાબીટીસ જેવા અનેક રોગોમાંથી પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ આપણને ઉગારે છે. તેથી જ મનને અનુશાસિત કરવાનું સૌને માટે આવશ્યક છે. સહજ અનુશાસિત મન જ આધ્યાત્મિક શક્તિઓને પણ જાગૃત કરે છે. અણુવ્રત શબ્દ જૈન પરંપરામાંથી લેવામાં આવ્યો છે. વ્રત એ સંયમિત જીવન માટેની સાધના છે. મહાવ્રત સંયમની ઉચ્ચતમ સ્થિતિ છે. અણુવ્રતમાં તેનું આંશિક પાલન થાય છે. પૂર્ણ સંયમમાં રહેવું તે કઠિન સાધના છે. તો સંયમરહિતતા અહિત કરનારી છે. બંનેનો મધ્યમ માર્ગ છે – અણુવ્રત. આ પાંચ અણુવ્રત છે - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અણુવ્રતના નિયમોનું પાલન કરના સંગઠન વ્યક્તિસમૂહ-અણુવ્રતી-સંઘી તરીકે ઓળખાય છે. આ અણુવ્રત આંદોલનનો પ્રજાએ સ્વીકાર કર્યો. તેનું કાર્યક્ષેત્ર પણ વ્યાપક છે. દહેજ-વિરોધી અભિયાન, વ્યાપારી સપ્તાહ, મદ્યવિરોધી અને રૂઢિવિરોધી કાર્યક્રમ, મહિલાઓનો ઉત્કર્ષ, વિકલાંગોને સહાય, ગરીબ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો વગેરે સામગ્રી આપવી. અણુવ્રતી વિદ્યાર્થી પરિષદની સ્થાપના-એમ અનેક ઉદેશોની સિદ્ધિ માટે આ અણુવ્રત આંદોલનના કાર્યકર્તાઓ સક્રિય છે. અનેક પ્રદેશોમાં અણુવ્રતસમિતિઓની પણ સ્થાપના કરવામાં આવી છે. આજથી લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે ગૌતમ બુદ્ધ 2010_03 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ चरत भिक्खवे चारिकां बहुजन हिताय, बहुजन सुखाय બહુજનના હિત માટે બહુજનના કલ્યાણ માટે ધર્મના પ્રચાર અર્થ વિહાર ક૨વાનો આદેશ આપ્યો હતો. ભિક્ષુઓએ પૂછ્યું : ‘ભદત્ત અમે શો ઉપદેશ આપીએ ?' ગૌતમ બુદ્ધે જણાવ્યું : पाणी न हंतव्वो, अदिन्ने न दातव्वं, कामेसु मुच्छान चरितव्वा, मूसा म भाशितव्वा, मज्जं न पातव्वं । પ્રાણીઓની હિંસા ન કરો, ચોરી ન કરો, કામાસક્ત ન બનો, અસત્ય ન બોલો અને મઘસેવન ન કરો'. મહાવીર સ્વામીએ પણ અવો જ ધર્મ પ્રબોધ્યો હતો. વિવિધા આ પંચશીલના સંદેશને આચાર્ય શ્રી તુલસીએ, વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં પાંચ અણુવ્રતના સ્વરૂપમાં જનતા સમક્ષ રજૂ કર્યો છે. ભ્રષ્ટાચાર, ગરીબી, હિંસા, આતંકવાદ, કામુક્તા, શોષણ અને અતિ સંગ્રહનું દુક્ર આજે જ્યારે વેગથી ઘુમી રહ્યું છે ત્યારે મુખ્યત્વે ચારિત્ર્ય નિર્માણ અને નૈતિક ઉત્થાનને લક્ષ્યમાં રાખીને આચાર્યશ્રીએ અણુવ્રત આંદોલનનો આરંભ કર્યો છે. ધર્મ અને સમાજની સુધારણા માટેનું આ મહાન ક્રાન્તિકારી આંદોલન છે. આ આંદોલન દ્વારા વર્તમાન સમાજની કેટલીક મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો તેનો ઉદ્દેશ છે. આજે જાતિવાદ અને રંગભેદને કારણે મનુષ્ય મનુષ્ય પ્રત્યે તિરસ્કારની ભાવના સેવે છે. ધર્મની અપેક્ષાએ સાંપ્રદાયિકતાનું બળ વધી રહ્યું છે. લક્ષ્યહીન હિંસાના બિભત્સ સ્વરૂપ સમાન આતંકવાદનું જોર સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું છે. તેને માટે વ્યવસ્થિત રીતે તાલીમ અપાઈ રહી છે. મનુષ્ય પોતાના સુખ, સુવિધા અને ઐશ્વર્ય માટે પ્રકૃતિનાં સાધનોનો દુરુપયોગ કરી રહ્યો છે અને પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. આ એક અનર્થદણ્ડ (અનાવશ્યક) હિંસાની પ્રવૃત્તિ છે. અતિભોગ અને પરિગ્રહ – સંગ્રહની વૃત્તિ પણ સમસ્યા ઊભી કરનારી છે. અતિસંગ્રહ માટેનું અનૈતિક અને અપ્રમાણિક આચરણ પણ સમાજજીવનને દુષિત કરે છે, અને સમાજમાં સાધન-સામગ્રીની વહેંચણીમાં અસંતુલન ઊભું થતાં વર્ણવિગ્રહ સર્જાય છે. માદક અને નશીલા પદાર્થોના સેવનની વ્યાપક બદીએ મનુષ્યના સ્મૃતિ અને વિવેકને ભ્રષ્ટ કર્યો છે. આ સમસ્યાઓએ, રાહુ જેમ ચંદ્રનું ગ્રહણ કરે છે. તેમ સામાજિક ચેતનાનું ગ્રહણ કરી લીધું છે. રાજકીય કાયદો અને શિક્ષા-દણ્ડનીતિથી તેનું સમાધાન થઈ શકે. પણ અપરાધીને સજા ફરમાવવાની આ શિક્ષાપદ્ધતિ સરમુખત્યારશાહીને જન્મ આપે છે. અને તેનાથી સમાજનું કલ્યાણ સાધી શકાતું નથી. તેમાં અપરાધીને સજા દ્વારા આપવામાં આવતી પીડા અને નુશંસ નિયંત્રણની સીમા અતિક્રાન્ત થઈ જાય છે. તેથી તેનું સમાધાન હૃદય પરિવર્તન અર્થાત્ અહિંસક રીતિમાં જ શોધી શકાય. સમાજની આસ્થા અને સંકલ્પશક્તિને જાગૃત કરવાથી આ પ્રકારની સમસ્યાઓને ક્રમશઃ ઉકેલી શકાય છે. આ આસ્થા અને સંકલ્પશક્તિને જાગૃત કરવા માટેનો અણુવ્રત એક પ્રયોગ છે. 2010_03 Page #162 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત આંદોલનની ઉપાદયતા ૧૫૫ ઉપરોક્ત સમસ્યાઓના સંદર્ભમાં અણુવ્રત-વર્ષ નિમિત્તે કેટલાક સંકલ્પો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. જાતિ કે રંગભેદને આધારે ઉચ્ચનીચના ભેદભાવ નહિ રાખીને વિશ્વબંધુત્વની ભાવના કેળવવા; કોઈની ધાર્મિક સ્વતંત્રતામાં બાધક ન બનવા અને ધાર્મિક સહિષ્ણુતા રાખવા; નિરપરાધ પ્રાણીની કે અનાવશ્યક હિંસા ન કરવા; પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરેનો અનાવશ્યક - અમર્યાદિતપણે ઉપયોગ નહિ કરીને સંયમિત જીવન જીવવા માટે; મર્યાદિત પ્રમાણમાં ઉપભોગ્ય વસ્તુઓ વાપરવા, અપરિગ્રહનાં પાલન માટે અને વ્યસનથી મુક્ત રહેવા માટેનાં સંકલ્પો અને તેનું આચરણ વ્યક્તિ અને સમાજજીવનના ઉત્કર્ષ માટે અવશ્ય ઉપયોગી બની શકે તેમ છે. આ ઉપક્રમ દ્વારા સ્વસ્થ સમાજ સંરચના અથવા અહિંસક સમાજ-રચના સંભવિત બની શકે તેમ છે. અત્યારના અર્થપ્રધાન દૃષ્ટિકોણને બદલવા માટે અર્થને જીવનનું સાધ્ય નહિ પણ જીવનયાપનનું સાધન માનવાનો સ્પષ્ટ અનુરોધ કર્યો છે. દર્શનની પૃષ્ઠભૂમિનો આધાર લઈને જ અર્થ અને કામની પ્રાપ્તિને તેમણે આવકારી છે. અણુવ્રત આંદોલન દ્વારા જનમાનસભામાં તપ-ત્યાગ અને સંયમની ભાવનાનો પ્રકાશ પ્રગટાવીને સમાજ તથા રાષ્ટ્રનો ઉત્કર્ષ સાધવાનો ઉન્નત પ્રયાસ અણુવ્રત આંદોલન દ્વારા થઈ રહ્યો છે. અણુવ્રત આંદોલન દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતો અને નીતિનિયમો-વિચાર અને વ્યવહારની ભૂમિકાએ સમાજજીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન સાધીને નૂતન સમાજની સંરચના કરવાનું સામર્થ્ય અવશ્ય ધરાવે છે. અણુવ્રતપ્રેરિત જીવનશૈલીમાં જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ મળી શકે તેમ છે. આ જીવનશૈલીથી એક સ્વસ્થ, આરોગ્યપ્રદ, આનંદમય, નિવૃત્તિ-પ્રવૃત્તિપરક જીવનનું ઘર અને ઉન્નત ચારિત્ર્યનું નિર્માણ થઈ શકે છે. આ અર્થમાં અણુવ્રત જીવનનો પ્રકાશપુંજ છે. અહિંસા, સત્ય આદિ અણુવ્રતોનું પાલન મનુષ્યને વેર-ઝેર, શોક-ભય, રાગદ્વેષ આદિ કષાયોથી મુક્ત કરીને સ્વસ્થ અને શાંતિપ્રદ મનોવૃત્તિઓ આપે છે. આ અણુવ્રતોની પૃષ્ઠભૂમિ છે અભય અને એનું સુરક્ષા કવચ છે સહિષ્ણુતા. અપરિગ્રહની વૃત્તિ મનની અને ઇન્દ્રિયોની ચંચળતાને નિયંત્રણમાં રાખે છે. ઇન્દ્રિયશુદ્ધિ અને મનઃશુદ્ધિથી વ્યક્તિનું જીવન અનુશાસિત અને શુદ્ધ બનતા સમાજજીવન પણ સુસંવાદી અને વ્યવસ્થિત બને છે. આજની અરાજક, વિસંવાદી અને વિષમ પરિસ્થિતિમાં સંતુલન સાધવા માટે અણુવ્રત અવશ્ય માર્ગદર્શક બની શકે તેમ છે. અણુવ્રત કેવળ આધ્યાત્મિક કે ધાર્મિક વ્યવસ્થાનો જ પર્યાય નથી. રાજકીય, આર્થિક, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ તેનું પ્રદાન મહત્ત્વનું છે. આજની ભ્રષ્ટાચારયુક્ત રાજનીતિ અને તેને કારણે થતાં પ્રજાના શોષણ સામે પણ અણુવ્રત આંદોલને જેહાદ જગાવી છે. શિક્ષણક્ષેત્રે કેટલાંક મહત્ત્વનાં પરિવર્તન કરીને એક આગવી શિક્ષણપદ્ધતિ પણ વિકસાવી છે. વિદ્યાર્થીઓને અણુવ્રતનું મહત્ત્વ સમજાવીને સંયમ અને સહિષ્ણુતાના માર્ગે આગળ વધવા તે પ્રેરણા આપે છે. જાતિ અને સંપ્રદાયની દીવાલોને ભેદવા અને વિશ્વબંધુત્વની ભાવનાને ચરિતાર્થ કરવા તે સતત પ્રયત્નશીલ છે. ગાંધીજીની ટ્રસ્ટીશીપની ભાવનાના સંદર્ભમાં જોઈએ તો આચાર્ય તુલસીએ પણ માનવમૂલ્યોનો હ્રાસ થતો અટકાવવા સામાજિક ક્રાન્તિનો જ આરંભ કર્યો છે. 2010_03 Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વિવિધા જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન મનુષ્યની ચેતના પાર્થિવ સુખો અને ઊર્ધ્વ સ્થિતિ પ્રાપ્ત કરવાની સ્વાભાવિક પ્રવૃત્તિથી સદા અનુપ્રેરિત રહી છે. મહાવીર સ્વામીએ એ ચેતનાને જાગૃત કરીને, જીવનનાં સમગ્ર દુઃખોના કારણરૂપ સાંસારિક તૃષ્ણાનું ઉપશમન કરનાર અને સમ્યકત્વની સાધના દ્વારા મોક્ષમાર્ગે પ્રેરનાર સાચા ધર્મદર્શનની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારનાં ઉત્તમ ભૌતિક સુખસંપત્તિ આદિનો ત્યાગ કરીને કઠોર તપ-સાધના કરી, તેને પરિણામે ઉપલબ્ધ જ્ઞાન-દર્શનથી જનસામાન્યનું જીવન પણ દુઃખરહિત બને એ ખ્યાલથી એમણે શિષ્ટ સંસ્કૃતભાષાને બદલે પ્રાકૃતભાષામાં ધર્મબોધ આપવાનું વિચાર્યું. સામાન્ય મનુષ્યોને અનુલક્ષીને એમણે આચારવિચાર વિષયક ધર્મને દુર્બોધ પરિભાષાઓ અને પદાવલિવાળી ભાષાને બદલે સદષ્ટાંત અર્થાત્ કથાદ્વારા લોકો સમક્ષ રજૂ કરવાનું શ્રેયસ્કર માન્યું તેથી જ તીર્થક વાણીનું સંકલન જેમાં થયું છે તે જૈન આગમોનું કથાસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અન્તકૃદશા, અનુત્તરોપ-પાદિકદશ અને વિપકશ્રુતમાં તો કથાઓના માધ્યમથી જે શ્રુતજ્ઞાનની વાત કરી છે. યથાર્થમાં જેન વાંગમયનો મૂળ સ્ત્રોત અનાદિકાળથી પ્રવાહિત તીર્થકરવાણી છે. જેના આધારે ભિન્ન ભિન્ન સમયે અનુયોગ સૂત્રોની રચના કરી જો કે શાસ્ત્રીય પરિભાષામાં શ્રુત શબ્દના અનેક અર્થ હોવા છતાં આ શબ્દ શ્રુતજ્ઞાન અથવા આગમજ્ઞાનના અર્થમાં રૂઢ છે. જે પ્રકારે વૈદિક પરંપરામાં ચાર વેદ પ્રસિદ્ધ છે. તેવી રીતે જૈન પરંપરામાં વાર અનુયોગ પ્રસિદ્ધ છે. ચારે અનુયોગનો સમાવેશ દ્વાદશાંગમાં થાય છે. ચાર અનુયોગઃ ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગમાંથી ધર્મકથાયોગને અનુલક્ષીને જ્ઞાતાધર્મકથાંગસૂત્રની પ્રરૂપણા થઈ છે. જૈન વાડુમયમાં દર્શનની ગૂઢ વાતો સમજાવવા માટે અને નીતિમય જીવનની પ્રેરણા માટે આખ્યાન કે કથાશૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કથાતત્ત્વનો વિકાસ અહીંથી જ શરૂ થઈ ગયો છે. જ્ઞાતાધર્મકથાના નામ વિશે અનેક મતમતાંતરો છે. પ્રાકૃત નાયાધમ્મકહા ણાયાધમ્મકતાનું સંસ્કૃતમાં જ્ઞાતાધર્વથા રૂપાંતર થાય છે. અચેલક પરંપરામાં પ્રાકૃતમાં નાહસ્સધમ્મકહા / નાહધમ્મકતા અને સંસ્કૃતમાં જ્ઞાર્તધર્મકથા અથવા જ્ઞાતૃકથા પણ કહેવાય છે. જ્ઞાતાધર્મકથાનો અર્થ છે - જેમાં જ્ઞાન અથવા ઉદાહરણ મુખ્ય હોય તેવી ધર્મકથાઓ જ્ઞાતૃધર્મકથાનો અર્થ છે – જેમાં જ્ઞાતૃ અથવા જ્ઞાતા અથવા જ્ઞાતૃવંશના ભગવાન મહાવીર દ્વારા કહેવાયેલી ધર્મકથાઓનો ગ્રંથ. આ જ અર્થ જ્ઞાતુકથાનો પણ છે. નાહસ ધમ્મકહા અથવા નાહધમ્મકહા પણ નાયધમ્મકતાનું જ એક રૂપ હોઈ શકે. ઉચ્ચારપ્રક્રિયા કે લિપિભેદને કારણે “નાય’ શબ્દ “નાહ' રૂપમાં પરિણત થયો હોવાની સંભાવના ગણી શકાય. ભગવાન મહાવીરના વંશનું નામ નાય>નાત>જ્ઞાત>જ્ઞાત છે. જ્ઞાત વંશમાં ઉત્પન્ન થયેલા 2010_03 Page #164 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૫૭ ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત ધર્મકથાઓ એવો અર્થ પ્રતિપાદિત થઈ શકે છે. કથા શબ્દ કથ એટલે કે કહેવું ધાતુમાંથી આવ્યો છે. જનસામાન્યની વાતચીત લોકો દ્વારા કહેવાતી વાતો કે કથાઓ જયાં એની વસ્તુસામગ્રી કે ઘટનાપ્રસંગ વિશેષ જિજ્ઞાસાપ્રેરક અને રસસંતર્પક બન્યા ત્યારે તે સાત્વિક અર્થમાં કથાસ્વરૂપ પામ્યાં. આલોકકથાઓનું-સાધારણ નાની કથારૂપે જેમકે-આગમોમાં આવતી દૃષ્ટાન્તરૂપ કથાઓ, કથાકોષ ઉપદેશમાલામાં આવતી કથાઓ જેવી હોઈ શકે છે - તેવી જ રીતે તરંગલીલા, કુવલયમાલા કે લીલાવતીકથા જેવી વિસ્તૃત અને ક્યારેક પ્રબંધરૂપે પણ હોય છે. આ દૃષ્ટિએ જ્ઞાતાધર્મની કથાઓ પ્રબંધરૂપ નહિ પણ દષ્ટાન્તકથાઓ છે. ઉદાહરણ કે દૃષ્ટાન્ત સહિત પ્રરૂપિત ધર્મબોધ અથવા જ્ઞાર્નવંશના મહાવીર દ્વારા કહેવામાં આવેલી ધર્મકથાઓ એવો અર્થ પ્રતિપાદિત કરી શકાય. સ્યનાપદ્ધતિ: જૈન વામના મૂળને શ્રુત કહેવામાં આવે છે. શ્રુતનો અર્થ છે. સાંભળેલું હજારો વર્ષાથી જ્ઞાનની, ચિત્તનની ધારા ગુરુ-પરંપરાથી મૌખિકરૂપે જ પ્રવાહિત રહી છે. જ્ઞાતાધર્મકથાનું સંકલન પણ આ પ્રમાણે શ્રુતપરંપરાને આધારે જ થયેલું છે. કેટલાક પ્રક્ષેપ-નિક્ષેપને બાદ કરતા તેનું કર્તત્વ મુખ્યત્વે મહાવીર સ્વામીનું જ ગણાય. જ્ઞાતાધર્મકથામાં પ્રબોધિત ધર્મકથાઓનું પ્રરુપણ મહાવીર સ્વામીના સમય દરમ્યાન જ થયું – એટલે કે લગભગ ઈ.સ.પૂ. પાંચમી સદીમાં પણ ઇ.સ.ની પાંચમી સદીમાં વલભીમાં દેવર્ધિગણિક્ષણાશ્રમણની અધ્યક્ષતામાં થયેલી પરિષદમાં તેની અંતિમ વાચના તૈયાર થઈ. તીર્થકરની વાણીની વિશિષ્ટ મુદ્રાથી અંકિત થયેલા પ્રસ્તુત ગ્રંથનું રચનાવિધાન એકંદરે સરળ અને સુસ્પષ્ટ છે. તેની રચના મુખ્યત્વે ગદ્યમાં છે. तेणं कारेण तेणं रामयणं चंपा नाम नयरी होत्था...' એ વાક્યથી પ્રથમ અધ્યયનો આરંભ થાય છે. ત્યારબાદ સુધર્મો સ્વામીના જીવન વિશેની માહિતી તથા જબૂસ્વામી સાથેના પ્રશ્નોત્તરનું નિરૂપણ છે. જબુસ્વામીના પ્રશ્નના પ્રત્યુત્તર સ્વરૂપે સુધર્માસ્વામી જ્ઞાતાધર્મકથાનું સમગ્ર સ્વરૂપ પ્રથમ અધ્યયનમાં જ સ્પષ્ટ કરે છે. તેમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાતાધર્મકથાના મુખ્ય બે શ્રુતસ્કંધ છે જ્ઞતા અને ધર્મકથા. તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં આ પ્રમાણે ૧૯ અધ્યયન છે : (૧) ઉક્લિપ્ત જ્ઞાત (૧૧) દાવદ્રવ (૨) સંઘાટક (૧૨) ઉદક (૩) અંડક (૧૩) મંડૂક (૪) કૂર્મ (૧૪) તેટલી (૫) શૈલક (૧૫) નંદીફલ (૬) તૂબ (૧૬) અમરકંકા (૭) રોહિણી (૧૭) અશ્વજ્ઞાન 2010_03 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વિવિધા (૮) મલ્લી (૧૮) સુસુમાજ્ઞાત (૯) માકંદી (૧૯) પુંડરીક જ્ઞાત (૧૦) ચંદ્રમા ૧૯ અધ્યનોની સમાપ્તિ પછી જંબુસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં સુધર્માસ્વામી બીજા શ્રુતસ્કંધનો પરિચય આપે છે. તેમાં દસ વર્ગ છે. તેમાં ચમર, બલિ, ચંદ્ર, સુર્ય, શકેન્દ્ર, ઇશાનેન્દ્ર વગેરેની પટરાણીઓના પૂર્વભવની કથાઓ છે. બીજા શ્રુતસ્કંધના પ્રથમ ચાર વર્ગના પાંચ અધ્યયનો, પાંચમા વર્ગના અને છઠ્ઠા વર્ગના ૩૨ અધ્યયનો, સાતમા અને આઠમા વર્ગના ચાર અધ્યયનો, અને નવમા તથા દસમા વર્ગની આઠ અધ્યયનો છે. પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયનોનાં નામ પછી પ્રથમ અધ્યયનના મુખ્ય કથાભાગનાં આરંભ થાય છે. ઉસ્લિપ્ત, શૈલંક, મલ્લી, તેતલિ વગેરે અધ્યયનોમાં સામાન્ય રીત કથાની ભૂમિકા, આરંભ, નાયક કે નાયિકાના પૂર્વભવોનું વર્ણન - તે સાથે સૂચિત સ્થળો, પ્રસંગો કે ઘટનાઓનું આલેખન અને અંતમાં તેમણે પ્રાપ્ત કરેલા મોક્ષ વિશે કહેવામાં આવ્યું છે. સંઘાટક, અંડક, રોહિણી વગેરેમાં કથાતત્ત્વનું પ્રધાન્ય છે. તત્કાલીન સામાજિક પરિવેશ સાથે તેમાં જિનધર્મનું પ્રરૂપણ છે. તો કૂર્મક, તુંબ, મંડૂક વગેરેને રૂપકકથાઓ કહી શકાય. એક સમગ્ર-અખંડ રૂપક દ્વારા તેમાં ધર્મબોધ કરવામાં આવ્યો છે. જ્ઞાતાધર્મકથાનાં અન્ય અધ્યયનોનો પ્રારંભ મુખ્યત્વે જબુસ્વામીના પ્રશ્નથી થાય છે. जइ णं भंते ! समणेणं भगवया महावीरेण पढमस्सट नावज्झयणस्त अवपन्नते. मढे पन्नते बिडयस्स णं भंते नायज्झयणस्स के अट्टे पन्नते? શ્રી જખ્ખસ્વામી શ્રી સુધર્મા સ્વામીને પ્રશ્ન કરે છે ભગવાન ! જો શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ જ્ઞાતાધ્યનનનો આ અર્થ કહ્યા છે તો હે ભગવન ! બીજા અધ્યયનનો શું અર્થ કહ્યો છે!' જંબુસ્વામીના પ્રશ્નના જવાબમાં તે કાળે તે સમયે રાજગૃહ નામની નગરી હતી. એ પ્રમાણે વર્ણનનો આરંભ કરીને સુધર્મા સ્વામી કથાનકની ભૂમિકા તૈયાર કરે છે. પાછલા ત્રીજા, ચોથા, પાંચમા વગેરે અધ્યયનોનો આરંભ પણ આ રીતે જ થાય છે. અને દરેક અધ્યયનના અંતમાં સુધર્માસ્વામી આ પ્રમાણે કહે છે. एवं खलु जंयू ! समणेणं जाव दोच्चस्स नावज्झयणस्स अयमढे पण्णत्ते त्ति ठोमि । આ પ્રમાણે જબૂ! શ્રમણ ભગવાન મહાવીરે બીજા જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે. 2010_03 Page #166 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૫૯ સુધર્મા સ્વામીના ઉપરોક્ત વાક્યથી કથાની સમાપ્તિ થાય છે. કથાઓના આરંભ અને અંતની પદ્ધતિ લગભગ સમાને. ત્રિપિટકના પાલિસૂત્રો પણ આ “પર્વ મને સૂત'. શબ્દોથી એક સરખી રીતે શરુ થાય છે. અને અંતમાં ગૌતમ બુદ્ધનાં વચનોનું અભિનંદન – અભિવાદન કરીને ભિક્ષુ કે ઉપાસક તેમની પાસેથી વિદાય લે છે – એવું વર્ણન મળે છે. અહીં કથાઓની અંદર અવાંતરકથાઓ અને મુખ્યત્વે એક સાથે વ્યક્તિનાં ત્રણ કે ચાર પૂર્વભવન્ત કથાઓનું આલેખન જોવા મળે છે. કુતિરચનાનું મુખ્ય ધ્યેય - આ ઋતગ્રંથ છે ત્યાં સ્વાભાવિક રીતે જ વીતરાગના પ્રતિબોધનું પ્રતિપાદન કરવાનું તેનું ધ્યેય છે. પણ સરળ, રોચક, પ્રવાહી અને સંવાદાત્મક શૈલીને કરણે તાત્ત્વિક સિદ્ધાંતનું સુબોધ અને સહજ ગ્રાહ્ય નિરૂપણ થયુ છે. વ્યક્તિ કે વસ્તુના વિસ્તૃત વર્ણનમાં લાંબી સમાસાન્તક પદાવલિ જોવા મળે છે. અન્યથા ટૂંકા વાક્યો અને કર્યોપકથનની રીતિ નિરૂપિત વિષયને મનોગ્રાહ્ય બનાવે છે. શુક્ર પરિવ્રાજક અને ચાવાપુત્ર અનગારના દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, રત્નત્રય, સંયમ, ધ્યાન વગેરે વિશેની તાત્વિક ચર્ચા કે સંવાદ શૈલીની દષ્ટિએ નોંધપાત્ર છે. કેટલાક સચોટ, ચિત્રાત્મક અને આલંકારિક વર્ણનો પણ અહીં ઉપલબ્ધ છે. નગરી, રાજા, પ્રભાત, ઋતુઓ વગેરેનાં વર્ણનો નાથપૂર્વવત શબ્દથી જ સૂચવાયાં છે. તો ક્યારેક તેમાં વિગતપ્રચુર આલેખનો પણ જોવા મળે છે. પ્રથમ અધ્યયનનું પ્રભાતનું વર્ણન મનોહર છે : તદનન્તર (સ્વપ્નવાળી રાત્રિ પછી બીજા દિવસે) રાત્રિ પ્રકાશમાન પ્રભાત રૂપ થઈ પ્રફુલ્લિત કમળોના પત્રો વિકસિત થયા. કાળા મૃગના નેત્રો નિદ્રારહિત હોવાથી વિકસ્વર થયા. પછી તે પ્રભાત પાડુર-શ્વેત વર્ણવાનું થયું. લાલ અશોકની ક્રાંતિ, પલાશના પુષ્પપોપટની ચાંચ, ચણોઠીનો રાતો, અર્ધો ભાગ, બંધુજીવક (બપારીયા)નું પુષ્પ કપાતના પગ અને આંખ, કોકિલાનાં નેત્ર, જાસુદના પુષ્પ, જાજવલ્યમાન અગ્નિ, સુવર્ણ કળશ, તથા હિંગળોકના સમૂહની લલિમાથી પણ અધિક લલિમાથી જેની શ્રી અધિક શોભાયમાન છે. એવો સૂર્ય ક્રમથી ઉદિત થયો. સૂર્યનાં કિરણોનો સમૂહ નીચે ઉતરીને અંધકારનો વિનાશ કરવા લાગ્યાં. બાળ-સૂર્ય રૂપી કુકમથી માનો જીવ લોક વ્યાપ્ત થઈ ગયો. નેત્રોના વિષયનો પ્રચાર થવાથી વિકસિત થનાર લોકસ્પષ્ટ રૂપથી દેખાવા લાગ્યો. સરોવરોમાં સ્થિત કમળના વનને વિકસિત કરનાર તથા હજાર કિરણોથળો દિવસને કરનાર સૂર્યતેજ વડે જાજવલ્યમાન થયો. તે સમયે રાજા શ્રેણિક શયામાંથી ઊભા થયા. અકાળે મેઘના દોહાની પૂર્તિ માટે કલ્પના કરતી ધારિણી દેવીના સંદર્ભમાં વર્ષાઋતુના રમણીય ચિત્રો પણ આલેખાયા છે. મહદ અંશે પ્રત્યેક પાત્ર, પ્રસંગ, ઘટના, સામાન્ય જણાતી ક્રિયાઓ-વગેરેનું અતિ સૂક્ષ્મ રીતે, ચોક્સાઈપૂર્વકનું, વિસ્તૃત અને સમગ્રલક્ષી વર્ણન કરવામાં આવ્યું છે. પારિણીદેવ કે ભદ્રાભામિનીનું સૌંદર્ય, ધારિણીદેવીનો શયનખંડ, વ્યાયામ શાખામાંથી બહાર નીકળીને વસ્ત્ર-અલંકાર ધારણ કરતા રાજા શ્રેણિક, કારાગાર, માલુકાજગચ્છ ઋતુઓ, 2010_03 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ વિવિધા વન-જંગલ-અરણ્ય અથવા તો કૂર્મ અધ્યયનમાં બંને શિયાળ કાચબાને જે રીતે પકડીને ઉપર નીચે ફેરવે છે કે અંડક અધ્યયનમાં સાગરદત્તનો પુત્ર સંશયગ્રસ્ત થઈને મયૂરીના ઈંડાને વારંવાર તપાસે છે – તે ક્રિયા-પ્રતિક્રિયાઓનું પણ એવું તાદશ વર્ણન કરવામાં આવ્યું છે કે આપણી સામે એક ગતિશીલ ચિત્ર અંકિત થઈ જાય છે. તેવી રીતે બીજા અધ્યાયનનું કારાગારનું અને વિજયચારનું તથા નવમા અધ્યયનની રત્નદ્વીપની દેવીની અને મલ્લી અધ્યયનમાં તાલપિશાચની ભીષણતાનાં વર્ણનો પણ નોંધપાત્ર છે. વિજયચોરનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે : તે રાજગૃહ નગરમાં વિજય નામનો એક ચોર હતો. તે પાપકર્મ કરનાર, ચંડાલ જેવા રૂપવાળાં અત્યંત ભયચાનક અને ક્રૂર કર્મ કરનાર તાં. કૂદ્ધ થયેલે પુરુ, સમાન દેદીપ્યમાન અને લાલ નેત્રવાળો હતો. તેમની દાઢી અત્યંત કઠોર, મોટી, વિકૃત, અને બીભત્સ હતી. તેના હોઠ આપસમાં મળતા ન હતા. અર્થાત્ દાંત મોટા અને બહાર નીકળેલા હતા અને હોઠ નાના હતા. તેના માથાના વાળ હવામાં ઉડતા હતા. વિખરાયેલા અને લાબા હતા ભ્રમર અથવા રાહુ સમાન કાળા હતા. તે દયા અને પ્રશ્ચાતાપથી રહિત હતો. દારૂણ હતો છૂસ, અગ્નિ, જળપ્રવાહ, ગીધની માંસલોલુપતા વગેરેનો દષ્ટાન્તો દ્વારા તેની ક્રૂર મનોદશાનું યથાતથ નિરૂપણ કર્યું છે. તેના સ્વરૂપની ભયંકરતાના આલેખન પછી છૂરા, અગ્નિ, જળપ્રવાહ, ગીધની માંસલોલુપતા વગેરેના દૃષ્ટાંતો દ્વારા તેની કુર મનોદશાનું યથાતથ નિરૂપણ કરવામાં આવ્યું છે, આ અધ્યનોની રચનાપદ્ધતિ, તેનો આરંભ-અંત, કેટલાંક પરંપરાઓ અને પ્રસંગોનું પુનરાવર્તન ધર્મવિષયક સંવાદોનું વિશિષ્ટ આયોજન વગેરે તેની આગવી લાક્ષણિકતાઓ છે. જિનદર્શનને સુગ્રાહ્ય બનાવવા માટે તેમાં યોજાયેલી અસંખ્ય ઉપમાઓ, દષ્ટાન્નો, ગાથાઓ તથા ભાવ-ભાષા અને શૈલીનો રચાયેલો સુસંવાદી સમન્વય નોંધપાત્ર છે. આ સાહિત્ય મૌખિક ગુરુપરંપરા કે શ્રુતપરંપરાથી સર્જાયું હોવાનું કારણે તેમાં આરંભ અને અંતની સમાનતાઓ, વર્ણનોનું સામ્ય અને અનેક પુનરાવર્તનો જોવા મળે છે એમ કહી શકાય કે તેને કારણે તેના પાઠ યાદ રાખવામાં સરળતા રહેતી હશે. ત્રિપિટકમાં પણ આવાં પુનરાવર્તનો જોવા મળે છે. દાર્શનિક તત્ત્વનું નિરૂપણ : મહાવીર સ્વામીના વ્યાપક, ગહન ચિંતનથી પ્રેરિત, કઠોર તપશ્ચર્યા અને સાધનાથી પ્રાપ્ત જ્ઞાનદર્શન તત્કાલીન પ્રચલિત ધાર્મિક ધારણાઓમાં ક્રાન્તિકારી પરિવર્તન, સામાજિક સંરચનાના પુનનિર્માણ અને નવા જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા માટે જાગૃત જીવનદૃષ્ટિ આપનારું હતું. તેમના સમયમાં પ્રચલિત સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિથી પ્રેરિત પ્રતિક્રિયારૂપે મહાવીરસ્વામી અને ગૌતમબુદ્ધ ધર્મના ક્ષેત્રમાં જ નહિ પણ સમગ્ર જીવનવ્યાપી ઊર્ધ્વગામી દૃષ્ટિ આપી. પરંપરિત મૂલ્યોને તેના મૂળ 2010_03 Page #168 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૬૧ વિશુદ્ધ સ્વરૂપમાં, અંધશ્રદ્ધાને કારણે ધનલાલપ ક્રિયાકાંડી ધર્માચાર્યો દ્વારા ગેરમાર્ગે દોરાવાતી. પ્રજા સમક્ષ રજૂ કર્યો. વૈદિક યક્ષયાગ, સ્વર્ગકામના, ભૌતિક સુખોપભોગ માટેની આસક્તિ તથા વિવિધ શ્રમણ સંપ્રદાયોની કર્મફળ અને પુનર્જન્મ સબંધી પરસ્પર વિરોધી ધારણાઓનું વિશ્લેષણ કરીને તેની વ્યર્થતાને તેઓ સમજી શક્યા હતા. જગતમાં પ્રાણીમાત્રનું જીવન દુઃખથી પરિતપ્ત હોવાનું જાણીને, કઠોર તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનના પરિપાકરૂપે ધર્મવિષયક આચાર-વિચારના મૂલ્યોનું તેમણે વિશેષ રીતે પુનઃસ્થાપન કર્યું કે જે અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ભૂમિકા પર આધારિત હતા. તેના પ્રતિભાવ સ્વરૂપે આપણે જ્ઞાતાધર્મકથામાં જોઈએ છીએ તે અનુસાર રાજવી કુટુંબ, શ્રેષ્ઠી, કુટુંબ અને સામાન્ય પ્રજાજનો પણ ઉત્સાહપૂર્વક જૈનધર્મમાં પ્રવજ્યા લેવા પ્રેરાયા. જ્ઞાતાધર્મકથામાં કથાનું તત્ત્વ સવિશેષ હોવા છતાં જૈનધર્મના સિદ્ધાંતોનું તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે નિરૂપણ થયેલું છે. મેઘકુમાર અને વાવણ્યાકુમાર પ્રવજય લેવા માટે પ્રસ્થાન કરે છે ત્યારે નિરંતર સ્તુતિ, અભિનંદન અને જય જય શબ્દોનો ઉચ્ચાર કરતા માંગલિકો જૈનધર્મના મૂળભૂત તત્ત્વચિંતન અને નિર્દિષ્ટ લક્ષ્યને પ્રગટ કરે છે... “હે નન્દ, જય હો, જય હો...' જે જગતને આનંદ આપનાર, તમારું કલ્યાણ થાઓ ! તમે ન જીતેલ પાંચ ઇન્દ્રિયોને જીતો અને જીતેલ સાધુધર્મનું પાલન કરો! હે દેવ, વિક્નોને જીતીને સિદ્ધિમાં નિવાસ કરો. પૈર્યપૂર્વક કમર કસીને, તપના દ્વારા રાગદ્વેષરૂપી મલ્લોનો નાશ કરો . પ્રમાદરહિત થઈને ઉત્તમ શુક્લ ધ્યાન દ્વારા આઠ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. અજ્ઞાન અંધકારથી રહિત સર્વોત્તમ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરો. પરીષહરૂપ સેનાને પરાજિત કરીને, પરીષહ અને ઉપસર્ગથી નિર્ભય બની શાશ્વત એવે અચલ પરમ પદરિપ મોક્ષને પ્રાપ્ત કરો. તમારી ધર્મસાધનામાં વિશ્ન ન થાય.” નિર્વિઘ્ન ધર્મસાધના માટેના આ શુભ-મંગલ કામના પ્રગટ કરતા શબ્દોમ અતિ સંક્ષેપમાં પણ જૈન ધર્મના સિદ્ધાંતોનું સમગ્ર હાર્દ સમાયેલું છે. પ્રવજ્યા ધારણ કરવા માટેનો હેતુ, તેમાં સ્પષ્ટ રીતે જણાવ્યો છે. મેઘકુમાર ભગવાન મહાવીરને કહે છે : ભગવન આ સંસાર જરા અને મરણથી આદીપ્ત છે. આ સંસાર આદીપ્ત - પ્રદીપ્ત છે. જેમ કોઈ ગાવાપતિ ઘરમાં આગ લાગવા પર તે ઘરમાં અલ્પ ભારવાળી અને બહુમૂલ્ય વસ્તુ હોય છે. તેને ગ્રહણ કરીને સ્વયં એકાંતમાં ચાલ્યાં જાય છે. તે વિચારે છે કે અગ્નિમાં બળવાથી બચાવેલ આ પદાર્થો મારે માટે આગળ-પાછળના હિત માટે સુખ માટે...કલ્યાણ માટે ઉપયોગી થશે. તેવી જ રીતે મારી પાસે આત્મારૂપી વસ્તુ છે. તે મને ઈષ્ટ છે, કાન્ત છે, મનોજ્ઞ છે. આ આત્માને હું સાચી રીતે પામીશ. પ્રગટ કરીશ એટલે જરામરણરૂપી અગ્નિથી ભસ્મ થતા બચાવી લઈશ, તો સંસારનાં ઉચ્છેદ કરનાર થશે, તેથી હે..હે દેવાનુપ્રિય, આમ સ્વયં...મને પ્રવજિત કરો !” જસમરણથી વ્યાપ્ત સંસારનો ઉચ્છદ, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ સાધુધર્મનું 2010_03 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વિવિધા નિર્દિષ્ટ લક્ષ્ય છે. પ્રવજિત મેઘકુમારને આચાર ગોચર આદિની શિક્ષા આપતા મહાવીર સ્વામી કહે છે : “હે દેવાનુપ્રિય, આ પ્રમાણે પૃથ્વી ઉપર યુગ માત્ર દૃષ્ટિ રાખીને ચાલવું, નિર્જીવ ભૂમિ ઉપર ઊભા રહેવું.. ભૂમિનું પ્રમાર્જન કરીને બેસવું... , સામયિકનું ઉચ્ચારણ કરી, શરીરનું પ્રમાર્જન કરી શયન કરવું...વેદના આદિ કારણોથી નિર્દોષ આહાર કરવો. હિત, મિત અને મધુર ભાષણ કરવું. અપ્રમત અને સાવધાન થઇને પ્રાણ, ભૂત, જીવ અને સત્વની રક્ષા કરીને સંયમનું પાલન કરવું, તેમાં લેશમાત્ર પણ પ્રમાદ ન રાખવો. જ્ઞાતાધર્મકથામાં ચારિત્ર્યનો મૂળ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રવજિત સાધુ સાધ્વીઓ યમ-નિયમરૂપ આચારધર્મમાંથી ચલિત થાય. તેમાં પ્રમાદ સેવે ઉપસર્ગ અને પરિષદને કારણે કે રાગદ્વેષાદિને કારણે આત્માના પરિણામને વિચલિત કરે તો તે કેવળ દુઃખ જ પ્રાપ્ત કરે છે. નિગ્રંથપ્રવચનમાં સંશયગ્રસ્ત બનનારની સ્થિતિ અંડર અધ્યયનમાં મયુરીના ઇંડાના દષ્ટાન્તની દર્શાવી શકાય છે. સાગરદત્ત સાર્થવાહનો પુત્ર મયુરીનાં ઈંડામાં શંકાશીલ બનતા મયુરભાવકને તેના નિર્દિષ્ટ ધ્યેયને પામી શકતાં નથી. માનન્દી અધ્યયનમાં રત્નદ્વીપી દેવીના મોહજનક અને ભયપ્રેરક શબ્દોથી ચલાયમાન થતા જિનરક્ષિત મૃત્યુ પામે છે. અને જિનપાલિત ચલાયમાન ન થતા લવણસમુદ્રની પાર નક્કી કરેલા સ્થાને પહોંચી જાય છે. તેમના સંદર્ભમાં અહીં રજૂ થયેલી બે ગાથા જ્ઞાતાના મુખ્ય ઉપદેશનાં સારરૂપ છે : પાછળ જોનાર જિનરક્ષિત છેતરાઈ ગયો. અને પાછળ નહિ જોનાર જિનપાલ નિર્વિઘ્ન પોતાના સ્થાન પર પહોચી ગયો. તેથી પ્રવચનસારમાં આસક્તિ રાખવી જોઈએ. ચારિત્ર ગ્રહણ કરીને પણ જે ભોગોની ઇચ્છા કરે છે. તે ઘોર સંસારસાગરમાં પડે છે અને જે ભોગની ઇચ્છા નથી કરતો તે સંસારસાગરને પાર કરી જાય છે. અમરકંકા અધ્યયનમાં સુકુમાલિકા સાધ્વીધર્મ અંગીકાર કર્યો પછી લલિતાગોષ્ઠિકના પાંચ પુરુષોન સુભુમિભાગ ઉધાનમાં દેવદત્તા ગણિકાની સાથે કામભોગ ભોગવતા નિહાળે છે. તે જોઈને “દેવદમાન્ત જેમ જ કામભોગો ભોગવું'- એવો સંકલ્પ તેના મનમાં જાગે છે. પરિણામે ભાગ્ય સામગ્રીમાં આસક્તિવાળી અને શિથિલ ચારિત્ર્યવાળી થઈને, પોતાના અનુચિત આચરણ અને સકલ્પોની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા વગર કાળધર્મને પામે છે. પરિણામે દ્રૌપદી સ્વરૂપે જન્મ ધારણ કરીને પાંચ પાંચ પામે છે અને સંસારની શૃંખલામાં બંધાય છે. બીજા વર્ગની કાલી વગેરે દેવીઓ પણ તેમના પૂર્વજન્મમાં ચારિત્ર્યથી ભ્રષ્ટ થવાને કારણે કર્મફળ ભોગવે ચે. ૧૩મા દદૂર અધ્યયનમાં નંદ મણિયાર નંદાપુષ્કરિણીની આસક્તિને કારણે એ પૃષ્કરિણીમાં દેડકા તરીકે જન્મે છે. દસમા ચન્દ્ર અધ્યનનમાં ચંદ્રના પ્રતીકથી ભગવાન મહાવીરે સાધુઓ માટે પ્રમાદ રાહુન્ત સમાન હોવાનું સચોટ રીતે સમજાવ્યું છે. તેને કારણે ચંદ્રમાં ક્રમશઃ ક્ષીણ થતો જાય છે. તેવી રીતે સાધુ પણ કુશીલજનોના સંસર્ગથી ચારિત્રથી હીન બની જાય ચે. પણ ચારિત્રનું દઢ રીતે પાલન કરે તો પૂર્ણચંદ્રની જેમ પ્રકાશે છે. મેઘ, શીલક, રાજા, સંઘાટ અધ્યયનનો ધન્ય સાર્થવાહ તંતલિપુત્ર, જિનશત્રુ 2010_03 Page #170 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન વગેરે રાજાઓ દઢ રીતે સંયમ ધર્મનું પાલન કરતા મોક્ષ પામે છે. મલ્લી અધ્યયનમાં મલ્લી તીર્થંકર પોતાના સ્વરૂપ જેવી જ સુવર્ણપુતળી બનાવીને તેમાં પ્રતિદિન એક કવલ જેટલું અન્ન નાખે છે. અને મોહાસક્ત થયેલા જિતશંત્રિ આદિ રાજાઓને બહા૨થી સુંદર જણાતી કાર્યાની અશુદ્ધિઓ, અશુચિ અને મલિનતાનો પ્રત્યક્ષ ખ્યાલ આપે છે. ઉદક અધ્યયનમાં જિતશત્રુ રાજાનો અમાત્ય સુબુદ્ધિ કાદવવાળા પાણીને પરિશુદ્ધ કરાવીને, પુદ્ગલોના પરિણમનરૂપ તથા વિતથ વગેરે અર્થો રાજાને સમજાવે છે. ૧૬૩ તુંબક અધ્યયનમાં આઠ કર્મપ્રકૃતિના આવરણથી બુદ્ધ અને મુક્ત જીવની ગતિનો યથાતથ પ્રતિબોધ અપાયો છે. હૂંબક ઉપર લાગેલો માટીનો લેપ ધોવાઈ જતા હળવું બનીને તે તરીને પાણીની ઉપર આવી જાય છે તેમ સાધક પ્રાણાતિપાત વિસ્મણ યાવત મિથ્યાદર્શનશલ્યવિસ્મણથી ક્રમશઃ આઠ કર્મપ્રકૃતિઓને ખપાવીને આકાશતલની તરફ જઇને લોકાગ્રભાગમાં સ્થિત થઈ જાય છે. વૈકિય સમુદ્ધાતનો ઉલ્લેખ પણ અનેકવાર આવે છે. સત્તરમાં અધ્યયનમાં સમુદ્રી અશ્વનાં દૃષ્ટાન્તમાં માધ્યમથી સમજાવ્યું છે કે શબ્દ, રૂપ આદિ વિષયોમાં મુગ્ધ માનવી સમુદ્રી અશ્વની જેમ પરાધીન બને છે અને વિષયોથી વિરક્ત બનેલા સ્વાધીન થઈ આત્મસુખના અધિકારી બને છે. લોકરંજક કથાઓના માધ્યમથી સત્કર્મમાં પ્રવૃત્તિ અને અસત્કર્મમાંથી નિવૃત્તિનો સદ્બોધ અહીં અપાયો છે. કથાનાયકો અને નાયિકાઓનો વર્તમાન ભવ અને પૂર્વભવોના વર્ણન દ્વારા કર્મપરિણિત-કર્મફળનું અપરિહાર્ય મહત્ત્વ દર્શાવાયું છે. જ્ઞાતાધર્મકથાનું નિર્દિષ્ટ ધ્યેય મહાવીરસ્વામી પ્રરુપિત જ્ઞાનદર્શનનાં પ્રતિબોધ આપવાનું છે. લોકરંજક કથાઓના માધ્યમથી સત્કર્મમાં પ્રવૃત્તિ અને અરાત્કર્મોમાંથી નિવૃત્તિ-તેનું મુખ્ય લક્ષ્ય છે. કથાનાયકો અને નાયિકાઓના વર્તમાન ભય અને પૂર્વ ભવોના વર્ણન દ્વારા કર્મપરિણતિ-કર્મેપળનું અપરિહાર્ય મહત્ત્વ દર્શાવ્યું છે. કર્મો જ જીવમાત્રના ભૂત, ભવિષ્ય અને વર્તમાનાં નિશ્ચય કરે છે. પૂર્વજન્મકૃત કર્મને કારણે જ મનુષ્ય કર્મપરિણત નિર્ધારિત ગતિ-યોનિને પ્રાપ્ત કરે છે. મેઘકુમાર પ્રવજ્યા માટે માતાપિતાની અનુમતિ અનિવાર્ય હતી. પણ જ્ઞાતાધર્મકથા અનુસાર આ અનુમતિ સહજપણે મળતી હતી. પ્રજા અને રાજાનો ધર્મમાં અનુરાગ હતો. ગૃહત્યાગ કરીને દીક્ષા લેનારનું સ્થાન ગૌરવભર્યું હતું. દીક્ષાનો મહોત્સવ ધામધુમથી ઉજવાતો. ચાવચ્ચાપુત્રની દીક્ષા વખતે કૃષ્ણમહારાજા નગરના લોકોને ઘોષણા કરીને જણાવે છે કે જેને પ્રવજ્યા લેવાની ઇચ્છા હોય તેની કૌટુંબિક જવાબદારી પોતે ઉપાડી લેશે. અર્થાત્ દીક્ષા લેવા માટે અનુમોદન આપે છે. ધાર્મિક પરિસ્થિતિઃ પાંચમા અધ્યનમાં શુકપરિવ્રાજકની કથા છે. તે પોતાના ધર્મને શોર્યપ્રધાન માને છે. તે ઋગ્વેદાદિ ચારે વેદનો અને ષષ્ટિમંત્ર, સાંખ્યમત વગેરેનો જ્ઞાતા હતો. પાંચ યમ અને પાંચ મિયનથી યુક્ત શૌચમૂલક દસ પ્રકારના ધર્મનું તે નિરૂપણ કરતો હતો. ત્રિદંડ, 2010_03 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વિવિધા કંડિકા, છત્ર, કરોટિકા, કમંડલ, રૂદ્રાક્ષમાલા, માટીનું પાત્ર, અંકુશ, પવિત્રક તાંબાની અંગૂઠી-વગેરે તેનાં ઉપકરણો હતાં. તે સાંખ્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતો હતો. તેનો અનુયાય સુદર્શન શ્રેષ્ઠીએ જૈન આચાર્યના પરિવયથી જૈનધર્મ અંગીકાર કર્યો. સુદર્શન શ્રેષ્ઠીની સાથે શુક્ર પરિવ્રાજક જૈન આચાર્ય પાસે જાય છે. શુક્ર દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો તે ધર્મોચાર્યે યથાયોગ્ય જવાબ આપ્યા. તેથી શુક્ર પોતાનાં પૂર્વ ઉપકરણોનો ત્યાગ કર્યો. ચોટલી મૂંડાવી નાખી અને તેમનો શિષ્ય થયો. સાધ્વીઓ પણ પોતાની શિષ્યાઓનાં સમુદાય સાથે પરિભ્રમણ કરતી હતી. આઠમા અધ્યયનમાં, મલ્લિના કથાનકમાં ચોકખા નામની એક સાંખ્ય મતાનુયાયી પરિવ્રાજિકાનું વર્ણન છે. આ પરિવ્રાજિકા પણ વૈદાદિ શાસ્ત્રોમાં નિપૂર્ણ હતી, તેની કેટલીક શિષ્યાઓ હતી, તેને રહેવા માટે મઠ પણ હતો. ઇચ્છિત વસ્તુઓની સિદ્ધિ માટે દેવ-દેવીઓની પૂજા અને મંત્ર-તંત્રનો આધાર લેવામાં આવતો હતો. જેમકે સંઘાટ અધ્યયનમાં ભદ્રાભામિની સંતાનપ્રાપ્તિ માટે આ પ્રમાણે સંકલ્પ કરે છે. રાજગૃહ નગરની બહાર જે નાગ, ભૂત, યક્ષ, ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ અને વૈશ્રમણ આદિ દેવોનાં આયમનો છે. અને તેમાં જે નાગની પ્રતિમા,ગ યાવત વૈશ્રમણની પ્રતિમા છે. તેમની બહુમૂલ્ય પુષ્માદિથી પૂજા કરીને...નમસ્કાર કરીને આ પ્રમાણે કહું છું: “હે દવાનુપ્રિય. જો હું એક પુત્ર કે પુત્રીને જન્મ આપીશ તો હૂં તમારી પૂજા કરીસ. પર્વના દિવસે દાન આપીશ...તમારા અક્ષય નિધિની વૃદ્ધિ કરીશ.” સામાન્ય જનસમાજ પ્રકૃતિનાં વિવિધ તત્ત્વોની મુખ્યત્વે વૃક્ષો, નાગદેવતા વગેરેની પૂજા કરતાં હતાં. ઇંદ્ર, વૈદિક દેવતા, અસરો અને માતૃદેવીની સાથે પક્ષ અને ગાંધર્વોની પૂજા પણ થતી હતી. તેવી જ રીતે પ્રિય વ્યક્તિઓને વશમાં રાખવા માટે વશીકરણ મંત્રનો પણ ઉપયોગ થતો હતો. તેતલિપુત્ર અધ્યયનમાં પોદિલા અને અમસ્ટેકામાં સુકુમાલિકા પતિનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, પતિને વશમાં કરવા માટે સુવ્રતા આદિ સાધ્વીઓને કહે છે : “હે આર્યાઓ, તમારી પાસે કોઈ ચૂર્ણયોગ, મંત્રાયોગ, કામણયોગ, હૃદયનું હરણ કરનાર..વશીકરણ, કૌતુકકર્મક ભભૂતિનો પ્રયોગ અથવા કોઈ મૂળ, કંદ, છાલ, વેલ, અલબત્ત આર્યા તેમના આ સૂચનને અનિચ્છનીય અને અનુસંચુત કહે છે અને કેવલપ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપે છે. રાજ્યાભિષેક, પ્રજાયગ્રહણ, વિવાહપ્રસંગ, પાવાગમન વગેરે પ્રસંગોએ મંગળ શુક્રન જોવામાં આવતાં હતાં. મેઘકુમારના દીક્ષા મહોત્સવની સવારીમાં અષ્ટ મંગલ તેની સામે રજૂ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે : સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાન, ભદ્રાસનલ, કળશ, મત્સ્ય અને દર્પણ. આ પ્રમાણે જનજીવનમાં પ્રચલિત ધર્મ વિશેની અનેક પરંપરિત રૂઢિઓનું આલેખન અહીં જોવા મળે છે. સામાજિક: જ્ઞાતાધર્મકથામાં તત્કાલીન સમાન વ્યવસ્થાનું યથાતથ ચિત્ર ઉપસી આવે છે. 2010_03 Page #172 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૬૫ સમાજની નાનાવિધ રૂઢિઓ, શાસનવ્યવસ્થા, સ્ત્રીઓ અને દાસ-દાસીઓની પરિસ્થિતિ ઉત્સવો આદિ વિશે માહિતી મળે છે. પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય સંઘાટ અધ્યયનમાં સંતાનપ્રાપ્તિ માટે વિવિધ દેવદેવીઓની પૂજા-અર્ચના થતી હોવાનું જણાવ્યું છે. પોતાના ધનવૈભવના પ્રદર્શન માટે નાના બાળકોને પણ મૂલ્યવાન અલંકારા પહેરાવવાની પ્રથા હતી. અને તેને કારણે તેમનું અપહરણ અને હત્યા પણ થતા હતા. આ જ કથામાં કારાગારની ભયંકરતા અને તીવ્ર યાતનાઓનું પણ અસરકારક આલેખન થયું છે. કારાગરનાં કેદી માટે એના સ્વજનો ઘેરથી ભોજન મોકલી શકતાં હતાં. ભોજનપિટકની સાથે પાણીનો ઘડો પણ મોકલી શકતો હતો. રાજ્યના અપરાધ માટે નગરના શ્રેષ્ઠીને પણ કારાવાસની સજા ભોગવવી પડતી હતી. અહીં દન્ય સાર્થવાહને તેના પુત્રના ઘાતક વિજય ચોર સાથે જ બાંધવામાં આવે છે. તત્કાલીન સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ગૌરવભર્યું હશે એમ માની શકાય. અબત્ત તેમને દોહદપૂર્તિ માટે, દેવદેવીઓની પૂજા-અર્ચના માટે કે અપ્રવજયા અંગીકાર કરવા માટે પોતાના પતિની અનુમતિ લેવી પડતી હતી-પણ સન્માનપૂર્વક તેમને અનુમતિ આપવામાં આવતી હતી. પાંચમા અધ્યયનમાં ચાવા નામની સાર્થવાહીની કથાનક છે. તે લૌકિક અને રાજકીય વ્યવહાર અને વ્યાપાર આદિમાં કુશળ હતી. માતાના નામથી પુત્રની ઓળખ આપી શકાતી હતી. જેમકે થાવસ્ત્રાપુત્ર. ધાર્મિક સ્થિતિ : - ઈ.સ.પૂ. છઠ્ઠી પાંચમી સદીનાં સમય ભારતમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રની જેમ ધાર્મિક ક્ષેત્રે પણ ક્રાન્તિનો સમય હતો. ઉપનિષદના ઉચ્ચ જ્ઞાનની સાથે સાથે વૈદિક ક્રિયાકાંડ પણ પ્રચલિત હતા. લોકોમાં અંધશ્રદ્ધા વિશેષ હતી. વૈદિક યજ્ઞયાગાદિ અને જીવહિંસાની વિરુદ્ધમં પ્રચલિત થયેલી વિચારધારાઓ પ્રત્યે સમાજ અભિમુખ થયો જતો હતો. બ્રાહ્મણ પુરોહિતોની વરિષ્ઠતાનું મહત્ત્વ આ સંક્રાન્તિકાળમાં ઘટ્યું. ક્ષત્રિયો આધ્યાત્મિક ચિંતનના ક્ષેત્રમાં અગ્રેસર થયા. તેઓ બ્રાહ્મણોને પણ તત્ત્વજ્ઞાનના ગૂઢ સિદ્ધાંતો સમજાવવા લાગ્યા. બુદ્ધ અને મહાવીર જન્મ ક્ષત્રિય હતા પણ તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે યુગપુરુષ બન્યા. પ્રસ્તુત ગ્રંથમાં જૈનધર્મનું વિશેષ રીતે નિરૂપણ થયેલું છે એટલે જૈનધર્મના પ્રભાવ વિશે તેમાંથી વધુ માહિતી મળે છે. રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને સામાન્ય પ્રજાનો પણ જૈનધર્મમાં દીક્ષિત થયા ઉત્સુક હતા. અલબત્ત પ્રવજયા લેનારે માતાપિતાની અનુમતિ લેવી પડતી. મેથકુમાર, ચાવાકુમાર કે મલ્લીને માટે પણ માતાપિતાની અનુમતિ અનિવાર્ય હતી. જ્ઞાતાધર્મકથા અનુસાર આ અનુમતિ સહજપણે મળતી હતી. પ્રજા અને રાજાનો ધર્મમાં અનુરાગ હતો. ગૃહત્યાગ કરીને દીક્ષા લેનારનું સ્થાન ગૌરવભર્યું હતું. દીક્ષાનો મહોત્સવ ધામધૂમથી ઉજવાતો. પાવાપુત્રની દીક્ષા વખતે કૃષ્ણ મહારાજા નગરના લોકોને ઘોષણા કરીને જણાવે છે કે જેને પ્રવજયા લેવાની ઈચ્છા હોય તેની કૌટુંબિક 2010_03 Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વિવિધા જવાબદારી પોતે ઉપાડી લેશે. અર્થાત્ દીક્ષા લેવા માટે અનુમોદન આપે છે. તે સમયે અન્ય શ્રમણસંપ્રદાયો પણ અસ્તિત્વમાં આવ્યા હતા. આ તપસ્વીઓ કે તીર્થકરો-ધાર્મિક સંપ્રદાયના અગ્રેસરો પોતાના વિશાળ શિષ્યસમુદાય સાથે દેશના વિવિધ ભાગોમાં પરિભ્રમણ કરતા હતા. અને સામાન્ય જનસમુદાયને ધર્મનો ઉપદેશ આપતા હતા. સામાજિક સ્થિતિ : પ્રસ્તુત ગ્રંથમાં દર્શન અને ધર્મના સંદર્ભમાં તત્કાલીન સમાજવ્યવસ્થાનું પણ યથાતથ ચિત્ર ઉપસી આવે છે. મુખ્યત્વે રાજા અને શ્રેષ્ઠીઓના કુટુંબજીવનની વિપુલ સામગ્રી મળે છે. પણ તે સાથે સમાજના રીતરિવાજો, સ્ત્રીઓની સ્થિતિ, રાજકીય અને આર્થિક વ્યવસ્થા વગેરેનો પરિચય પણ પ્રાપ્ત થાય છે. કુટુંબમાં સ્ત્રીનું સ્થાન ગૌરવભર્યું હતું. મલ્લી અધ્યયનમાં મલ્લીના પિતા, મલ્લીનું કથન માન્ય રાખીને તેની સામે યુદ્ધમે ઉતરેલા રાજાઓને પોતાના મહેલમાં આમંત્રણ આપે છે “રોહિણી' અધ્યયનમાં તો સ્ત્રીશક્તિનું ગૌરવ કરનાર ધન્ય સાર્થવાહ જેવા શ્રેષ્ઠીનો પરિચય મળે છે. રોહિણી ઘરની પુત્રવધૂ હોવા છતાં કુટુંબનું સઘળું ઉત્તરદાયિત્વ સંભાળી લે છે. કુટુંબનો વડો કુટુંબના હિત માટે યોગ્ય વ્યવસ્થા કરવા તતમ રહેતો હતો – એમ ધન્યસાર્થવાહના દૃષ્ટાન્ત દ્વારા જાણવા મળે છે. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધમાં કાલી આદિ અનેક દેવીઓની જ કથા આપવામાં આવી છે. તેમાં સ્થળકાળ સિવાય એકસૂત્રતા ઘણી છે. પરંતુ સત્રીઓ પણ મોક્ષપ્રાપ્તિની અધિકારિણી છે – એ હકીક્તનો સ્પષ્ટ સ્વીકાર થયેલો હતો. બીજા શ્રુતસ્કંધનું દેવીઓનું વર્ણન ત્રિપિટક સાહિત્યના ચેરીગાથા” ના ગ્રંથની યાદ અપાવે છે. અલબત્ત ત્યાં ૭૩ ચેરીઓનાં કથાનકમાં તેમની જીવનઘટનાઓને અલગ અલગ રીતે વણી લેવામાં આવી છે. આ સ્ત્રીઓ સમાજના વિભિન્ન વર્ગમાંથી આવતી હતી. તેથી તેમના કથાનક પણ જિજ્ઞાસાપ્રેરક અને દૃષ્ટાંતમૂલક બન્યાં છે. જૈનધર્મની જેમ બૌદ્ધધર્મ સ્ત્રીને નિવણપ્રાપ્તિનો અધિકાર છે. એ હકીકત સ્વીકાર છે. અલબત્ત સ્ત્રીનું મૂખ્ય કાર્યક્ષેત્ર ઘર જ હતું. પરંતુ સામાજિક કાર્યો માટે સ્ત્રીઓ ઘરની બહાર જતી. ચાવણ્યા ગૃહપત્ની પોતે જ રાજદરબારમાં છે. તે લૌકિક અને રાજકીય વ્યવહાર અને વ્યાપાર આદિમાં કુશળ હતી. માતાના નામથી પુત્રની ઓળક આપી શકાતી-જેમકે ચાવચ્યાપુત્ર. બીજા શ્રુતસ્કંધની કાલી આદિ દેવીઓ વિવિધ દેવલોક અને વિમાનમાં ઉત્પન્ન થઈને વિપુલ, રિદ્ધિ સિદ્ધિ, સમુદ્ધિ ભોગવતી હતી અને તેમણે વિશિષ્ટ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. સમાજમાં ગણિકાનું સ્થાન પણ માનભર્યું હતું. રાજપુત્રો અને શ્રેષ્ઠિપુત્રો પણ ગણિકાને ઘરે જતા અને તેમને વિપુલ ધન-સંપત્તિ આપતા હતા. ગણિકાઓ અનેક કળાઓમાં નિપુણતા મેળવતી હતી. તે સમયે શ્રેષ્ઠી કુટુંબોમાં એક કરતાં વધારે પત્નીની પ્રથા પ્રચલિત હતી. ધનિક કુટુંબોમાં પુત્રને ઉછેરવા ધાયમાતા રાખવામાં આવતી હતી. બાળકને દૂધ આપનાર, 2010_03 Page #174 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૬૭ સુવાડનાર, રમવા લઈ જનાર એમ અલગ અલગ ધાયમાતા પણ રાખવામાં આવતી. તેના પ્રકાર આ પ્રમાણે છે : ક્ષીરપાત્રા, મંડનધાત્રા, મજનન ધાત્રા, ક્રીડાયાત્રા. સમાજમાં સંયુક્ત કુટુંબની પરંપરાનું પાલન થતું હતું. વિશાળ કુટુંબનો વડો કુટુંબનું હિત અને ગૌરવ સચવાય તે પ્રમાણે વ્યવસ્થા કરતાં. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવામાં આવતું હતું. ઘરજમાઈ રાખવાનો રિવાજ પણ હતો. શ્રેષ્ઠિઓનું સ્થાન મોભાનું હતું. રાજાઓ તેમને આદર આપતા અને શ્રેષ્ઠિઓ રાજાનું ધન પણ આપતા હતા. આજીવિકા માટે વ્યાપાર અને કૃષિનો વ્યવસાય મુખ્ય હતા. વિપુલ પ્રમાણમાં ધાન્ય ઉત્પન્ન થાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવતી. ચાર પ્રકારની ચીજવસ્તુઓનો વ્યાપાર પ્રચલિત હતો : ગણિમ એટલે ગણનામૂલક ગણીને આપવાની વસ્તુઓ નારિયેળ વગેરે. ધરિમ એટલે કોલ કરીને આપવાની વસ્તુઓ, મેચ એટલે પાલી વડે માપીને આપવામાં આવતી ધાન્ય-અનાજ વગેરે વસ્તુઓ અને પરિચ્છેદ એટલે કાપીને આપવાની વસ્ત્ર વગેરે વસ્તુઓ. નગરના વેપારીઓ ગણિમ, ધરિમ વગેરે ચીજવસ્તુઓના વ્યાપાર માટે ગાડી ગાડી લઈને વન-જંગલમાં માર્ગે અથવા નાવ દ્વારા સમુદ્રમાર્ગે અન્ય નગર અને દેશમાં અનેક રક્ષકો અને સાથીદારોના સમૂહ સાથે જતા. સોજા, કુંભાર, હજાર (આલંકારિકોની સભા), માળી વગેરે વ્યાવસાયિકો પણ તે સમયમાં હતા. મયૂરપાલિકો, અશ્વ અને હાથીની કેળવણી આપનાર વિશિષ્ટ પ્રકારની વિધા જાણનારાઓનો પણ એક વર્ગ હતો. જિનદત્ત સાર્થવાહ પુત્ર મયૂરીના ઈંડાને મરઘીના ઇંડા સાથે રાખીને તેને પોષણ આપવાનો પ્રયત્ન કરે છે. એ ઉપરથી શ્રેષ્ઠીઓના ઘરોમાં મરઘીઓ રાખવામાં આવતી હોવાનું માની શકાય રેશમ જેવાં વસ્ત્રો અને ઓછા પણ બહુમૂલ્ય અલંકારો ધારણ કરતા. ચોરી, લૂંટ, અપહરણ કરવાં, હત્યા કરવી-આદિ અનિષ્ટ તત્ત્વો તત્કાલીન સમાજમાં હતા. ગુનો કરનારને સજા કરવામાં આવતી. નગરરક્ષકોને ફરિયાદ કરવી હોય તો તેમને માટે બહુમૂલ્ય ભેટ લઈને જવાની પ્રથા હતી. રાજવીઓ અને શ્રેષ્ઠીઓનાં રાજકીય, કૌટુંબિક જીવનની સાથે સામાન્ય જનજીવનનો પણ વિશદ પરિચય અહી પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી : જ્ઞાતાધર્મકથામાં મુખ્યત્વે મલ્લી અર્હત, અરિષ્ટનેમી અને મહાવીરસ્વામીના સમયની ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી વિપુલ પ્રમાણમાં મળે છે. પ્રત્યેક કથાનો આરંભ એકાદ નગરી, તેમાં આવેલા ઉધાન કે ચૈત્યનાં ઉલ્લેખ સાથે થાય છે. આ ઉદ્યાન કે ચૈત્ય મુખ્યત્વે ઈશાન કે અગ્નિ ખૂણામાં આવેલ હોય છે. તેની આસપાસ નદીઓ, પર્યત વગેરેનાં નામોલ્લેખો પણ મળે છે. તેમાં મુખ્યત્વે ચંપાનગરીનું પૂર્ણભદ્ર ચૈત્ય, રાજગૃહનું ગુણશીલ ઉદ્યાન, ધારાવતીનો નંદનવન ઉધાન, તેતલિપુર નગરમાં પ્રમાદવન ઉધાન, મહાત્વદેહક્ષેત્રમાં આવેલા સલિલાવતી નામના પ્રદેશની વિત્તશોકા રાજધાની અને 2010_03 Page #175 -------------------------------------------------------------------------- ________________ વિવિધા તેનો ઇન્દ્રકુમાભ ઇધાનના ઉલ્લેખો મુખ્ય છે. સામાન્ય રીતે કોઈ ધર્માચાર્ય નગરીમાં આવે ત્યારે આ ઉદ્યાનો કે ચૈત્યમાં પોતાનો ધર્મોપદેશ આપતા હતા. વૈતાઢ્ય, હિમવન્ત, રૈવતક, નિષદ, નિલવંત વગેરે પર્વતો અને શીતાંદા, સીતા એ બે નદીઓ અને લવણસમુદ્રનું વર્ણન મળે છે. ૧૬૮ આ નગરીઓનાં ઉલ્લેખ સાથે મહદ્અંશે ત્યાંના રાજાઓનાં નામ પણ આપવામાં આવ્યા છે. કાંપણ્યપુર નગરીમાં દ્રવપદરાજાની પુત્રી દ્રુપદીનાં સ્વયંવર માટે અલગ અલગ દેશના રાજાઓને આમંત્રણ મોકલવામાં આવે છે. ત્યાં નવ જનપદો અને તેના રાજાના નામ અપાયેલાં છે. જેમકે દ્વારકા નગરી, સુરાષ્ટ્ર જનપદની રાજધાની હતી અને કૃષ્ણવાસુદેવ તેની રાજા હતા. એવો ઉલ્લેખ અહીં મળે છે. તેવી જ રીતે હસ્તિનાપુરનો રાજા પાંડુ, સુક્તિમનિમાં દમઘોષ અને શિશુપાલ રાજા, મથુરામાં ઘર, રાજગૃહમાં સહદેવ, વિરાટમાં કિચકરાજા, હસ્તશીર્ષમાં દમદત્ત રાજા...વગેરે. આ સર્વ કૃષ્ણવાસુદેવના સમયના રાજાઓ હોવાનું કહી શકાય. મલ્લી અધ્યયનમાં તે સમયના છ રાજાઓ અને તેમની નગરીનાં નામ, ત્યાનું સમાજજીવન, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતક પરિસ્થિતિ વગેરેનો ખ્યાલ મળે છે. આ રાજાઓ સાથે તેમની રાણીઓ-રાજકુમારો અને તેમનાં વ્યક્તિત્વનાં પણ પરિચય મળે છે. તે ઉપરાંત ચંપાનગરીનાં કુણિક રાજા, રાજગૃહના શ્રેણિક રાજા, તેતલિપુરના કનકરથરાજા અને અમરકંકા નગરીનાં પદ્મનાભ રાજા વગેરેનાં નામ અને ક્યારેક તેમની રાજનીતિનો વિશેષ પરિચય મળે છે. આ સામગ્રી સંસ્કૃતના અભ્યાસ મટે ઉપયોગી બની શકે તેમ છે. જૈનશાસ્ત્રોમાં નિરૂપિત અનેક પ્રકારનાં દેવો, દેવલોક, વિમાનો, તેમાં ઉત્પન્ન થયેલા દેવોના આયુષ્યની સ્થિતિ, મોક્ષ વગેરેનું નિરૂપણ અહીં થયું છે. જેમકે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો; લોકાન્તિદેવ, સૌધર્મકલ્પ સૂર્યોત્સ વગેરે દેવલોક, યંત અરિષ્ટ, દુર્દરાવતંસ વગેરે વિમાનોના ઉલ્લેખો અહીં મળે છે. બીજા શ્રુતસ્કંધમાં દેવલોક કે વિમાનોમાં ઉત્પન્ન થયેલી દેવીઓની સિદ્ધિઆદેદનું પણ વર્ણન છે. જ્ઞાતાધર્મકથામાંથી વિવિધ પ્રકારનાં શાસ્ત્રજ્ઞાન અને કલાઓ વિશે પણ નોંધપાત્ર સામગ્રી મળે છે. મેઘકુમાર, થાવચ્ચાપુત્ર કે મલ્લીના જન્મ નિમિત્તે સ્વપ્નશાસ્ત્રની વિશદ ચર્ચા થઈ છે. તેમાં કલ્યાણરૂપ ૧૪ સ્વપ્નો આ રીતે વર્ણવ્યાં છે. ગજ, વૃષભ, સિંહ, અભિષેક, પુષ્પમાળા, ચન્દ્રમા, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મયુક્ત સરોવર, સાગર, વિમાન, રત્નરાશિ અને ધૂમાડારહિત અગ્નિ. વૈદકશાસ્ત્રનો પણ તે સમયે ઘણો વિકાસ થયો હતો એમ દુર્દેર અધ્યયનના નંદમણિયારની રોગચિકિત્સા વિશેના આલેખન દ્વારા જણી શકાય છે. અહીં વિવિધ પ્રકારા રોગોના નામ અને ઉદવર્તન, સ્નેહયાન, વમન, રચન, અપસ્નાન વગેરે અનેક વૈદકીય પદ્ધતિઓનું સવિસ્તર આલેખન થયું છે. ગર્ભવતી સ્ત્રીઓના આહાર-વિહારનાં સૂચનો છે. અહીં આપેલાં અનેક પ્રકારની વનસ્પતિના ઉલ્લેખોમાં દાવદ્રવ અને નંદીફલ નામનાં 2010_03 Page #176 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૬૯ વૃક્ષોનું વર્ણન વિશેષ રીતે નોંધપાત્ર બને તેમ છે. “હૃદક અધ્યયનમાં કાદવયુક્ત જળનું પરિશુદ્ધ કરવાની પ્રક્રિયા આપવામા આવી છે તો માર્કદી અધ્યયનમાં સયાંત્રિક નાવનું વર્ણન છે. - તત્કાલીન સમાજમાં સંગીત અને નાટકકલાનો પ્રચાર હતો. વલ્લકી, ભ્રામરી, ભીમર, પઢભ્રમરી વગેરે ૭૨ કળાઓનાં નામ મેઘકુમારના અભ્યાસ અંગેની સંદર્ભમાં આપવામાં આવ્યાં છે. પગના અંગૂઠાને જોઈને વ્યક્તિના સંપૂર્ણ શરીરની આકૃતિ દોરી શકે તેવા ચિત્રકારો તે સમયે હતા. ચિત્રકલાની જેમ શિલ્પ, સ્થાપત્યકલાનો પણ વિકાસ થયેલો હતો. નંદ મણિયારે તૈયાર કરાવેલ ચિકિત્સાલય અને ધારિણીદેવીના શયનગૃહની રચનાનું વર્ણન તે સમયની સ્થાપત્યકલાનો ઝીણવટભર્યો પરિચય આપે છે. દારિણીદેવીના શયનગૃહની રચના આ પ્રમાણે બતાવી છે : ગરની બહારના ભાગમાં સુંદર, કોમળ, વિશિષ્ટ, સંસ્થાનવાળા થાંભલા ઉપર શ્રેષ્ઠ પૂતળીઓ બનેલી હતી. ઉત્તમ ચંદ્રકાન્તાદિક મણિઓ, સુવર્ણ અને રત્નોના શિખર, કપોતમાલી, ગવાક્ષ, અર્ધચંદ્ર આકારવાળા પગથિયાં દ્વાર પાસેના ટોડલા, ચંદ્રશાળા (અગાશી) વગેરે વિસ્તૃત વર્ણન ભવ્ય શયનખંડનું તાદશ ચિત્ર રજૂ કરે છે. રાજાઓ, શ્રેષ્ઠીઓ આદિનાં ઉત્તમ પ્રકારના રેશમમાંથી બનાવેલાં વસ્ત્રો અને અતિ મૂલ્યવાન અલંકારોનાં વિસ્તૃત આલેખનો અહીં થયાં છે. કથાતત્ત્વો અને કથાઘટકો : પ્રસ્તુત આગમ ગ્રંથ મુખ્યત્વે જ્ઞાન-એટલ ઉદાહરણો કે દષ્ટાન્તો પર આધારિત છે. પરંતુ તેનો હેતુ કેવળ કથાતત્ત્વ દ્વારા જનમનરંજન કરવાનો નથી, પરંતુ ધાર્મિક પ્રતિબોધ આપવાનો છે. તેથી કથા તેમાં સાધનરૂપ છે. સાધ્ય નહિ. સંઘાટ અંડક રોહિણી, અમરકંકા વગેરે માકંદીકથામાં કથાનું તત્ત્વ સવિશેષ છે. તેમાં કથાનો આરંભ, વિકાસ, પારાકાષ્ટા અને અંત-એમ વિવિધ તબક્કાઓની સ્પષ્ટ રેખા જોઈ શકાય છે. પણ ઉસ્લિપ્ત, શૈલક, મલ્લી વગેરે અધ્યયનોમાં મુખ્યત્વે ચરિત્રકથાઓ છે. તેમાં પૂર્વભવોની કથાઓ પણ આપેલી છે તેથી કથાતંતુનો વિકાસ અને સંકલના શિથિલ જણાય છે. જો કે આ દરેકમાં ધર્મબોધનો હેતુ સિદ્ધ કરવાનો હોવાથી વસ્તુસંકલનાથી સુગ્રંથિતતાને મહત્ત્વ અપાયું નથી. કૂર્મ, તંબૂક, ચંદ્ર, દાવદ્રહ, નંદીફલ વગેરે તો સ્પષ્ટ રીતે જ રૂપકકથા છે. તેમ છતાં આ કથાને વધુ અસરકારક અને પ્રભાવક બનાવવા માટે કેટલીક સામાજિક રૂઢિઓ, પ્રાકૃતિક ઘટનાઓ, પરંપરિત મૂલ્યો વગેરેનાં કેટલાંક સ્વીકૃત કથાઘટકોનાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે સમયપરિવર્તન સાથે આ કથાઘટકોમાં પરિવર્તન આવતું હોય છે. શાપ અથવા વરદાન, ઈશ્વરીય ચમત્કાર, દૈવી સહાય, રૂપપરિવર્તન, પરકાયપ્રવેશ, અદશ્ય થવું, આકાશગમન, દિવ્ય કે ચમત્કારિક વાહન-રથવિમાન વગેરે. વિશિષ્ટ વિધાઓ. સિદ્ધિ, મંત્ર-તંત્રાદિ, આકાશવાણી, સત્ય કે પતિવ્રતાધર્મનો પ્રભાવ, સ્વપ્નનિર્દેશ, દોહદ, શુક્ર દ્વારા ભાવિનો નિર્દેશ, યક્ષ-વિઘાધર વગેરે. પશુ-પક્ષીઓની બોલી અને માનવસંદેશ વ્યવહાર, ઉજીનગર મળવું, ચિત્ર જોઈને 2010_03 Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વિવિધા કન્યા પર મોહિત થવું, લોકડાના પાટિયાને આધારે સમુદ્ર તરીક જેવાં...વગેરે કથાઘટકો કથાને રસિક અને અસરકારક બનાવવામાં સહાયભૂત થાય છે. અહીં માતંદીપુત્રો વહાણના પાટિયાને આધારે સમુદ્ર તરી જાય છે. જિનશત્રુરાજા મલ્લીનું ચિત્ર જોઈને મોહિત થાય છે. રત્નદ્વીપનો યક્ષ આકાશમાર્ગે જિનપાલિતન તેના રાજયમાં પહોંચાડે છે. ધારિણીદેવીના અકાળમેઘનું દોહદ, અભયકુમારનાં દેવલોકમાં વસતો મિત્ર ચમત્કારિક રીતે પુરુ કરે છે. આ કથાઘટકોના સમૂચિત ઉપયોગને કારણે આ ગ્રંથની કથાઓ વિસેષ લોકપ્રિય બની છે. પશુપક્ષીઓની કથાનો વિકાસ પણ અહીં જોવા મળે છે. જ્ઞાતાધર્મકથામાં કુવાનો દેડકો જંગલના હાથી, કીડા, બે કાચબા વગેરે અનેક જીવ-જંતુઓ અને પશુવિષયક કથાઓ છે. તેમનાં દૃષ્ટાંતો દ્વારા ધર્મ અને આચારનો ઉપદેશ આપવામાં આવ્યો છે. દેડકાનો અજ્ઞાનમૂલક અહંકાર, કાચબાની સ્વરક્ષણની વૃત્તિ, શિયાળની સતર્કતા અન પંચનામૂલક સહેતુક નિષ્ક્રિયતા, હાથી અને હાથિણીઓની વિવિધ ક્રિયાઓ, પંચેન્દ્રિયોના રસભોગમાં આસક્ત બનતા અશ્વો-વગેરે દ્વારા જીવન વિશેનાં કેટલાંક સત્યોને પ્રગટ કરવામાં આવ્યાં છે. મનોવૈજ્ઞાનિક નિરૂપણ ઃ - રોહિણીની સમગ્ર કથા, સાગરદત્તના પુત્રની સંશયગ્રસ્ત અવસ્થા શિયાળ દૂર ગયું હશે એમ માનીને ક્રમશ પોતાના અંગોને બહાર કાઢતો કાચબો, ધારિણીદેવીના અકાળ મેઘના દોહદની પૂર્તિનો ઉપાય ન મળતા ચિંતિત બની ગયેલા શ્રેણિક રાજાનું અભયકુમાર સાથેનું વર્તન, પ્રવજ્યાની પ્રથમ રાત્રિએ અવહેલનાનો અનુભવ કરતા. સાધુત્વનો ત્યાગ કરવાનો નિશ્ચય કરનાર મેઘકુમાર, મંડૂરક અધ્યયનના કૂવામાંના દેડકાની મનોદશા..વગેરેનું આલેખન કેટલાક મનોવૈજ્ઞાનિક સત્યોને યથોચિત રીતે, સહજપણે પ્રગટ કરે છે. રોહિણીની સમગ્ર કથા જ મનોવૈજ્ઞાનિક તથ્યને આધારે રચાયેલી છે. ઉઝિકા, ભોગવતી, રક્ષિકાનાં નામો પણ તેમના ગુણને ઘોતિત કરનારાં છે. ધન્ય સાર્થવાહ યોગ્ય રીતે જે શાલીના દાણાને ફેંકી દેનાર ઉઝિકાને ઘરની સફાઈનું, દાણાને ખાઈ જનાર ભોગવતીને રસોડાનું, દાણાને ડબ્બામાં ચોક્સાઈથી સાચવી રાખનાર રક્ષિકાને ધનસંપત્તિઆભૂષણો વગેરેના રક્ષણનું અને દાણાની વૃદ્ધિ કરનાર રોહિણીને કુટુંબનો સમગ્ર વ્યવહારના સંચાલનનું કાર્ય સોંપે છે. આ કથાઓમાં ઐહિક સમસ્યાઓનું ચિંતન, પારલૌકિક સમસ્યાઓનું સમાધાન, ધાર્મિક-સામાજિક પરિસ્થિતિઓનું વિવરણ, અર્થનીતિ, રાજનીતિનું નિદર્શન અને જનતાની વ્યાપારકુશળતાનું નિરૂપણ છે. 2010_03 Page #178 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન १७१ સંદર્ભગ્રંથ १. प्राकृत साहित्यका इतिहास, ले. जगदीशचंद्र जैन २. जैन बृहदसाहित्यका इतिहास, पार्श्व प्रकाशन पादटीप १. तए णं सेणिए राया कल्लं पाउप्पभायाए रयणीए फुल्लप्पलकमलकोमलुम्मिलियंमि. अह पंड्करे पमाए. रत्तासोगपगात्किसूयसुयमुह-गुंजभ्दराग-बंधुजीवगपारावयचलणनयणपरहुयसुरत्तलोयण-जांसुमिण खइए अहकमेण उदिए, तस्स दिणकरपरंपरायय रपारद्धम्मि अंधयारे. बालातयकुंकुमेणं खइए व्व जीवलोए, लोयणविसआणुआसविगसंतविसददंसियम्मि लोए, कमलागरसंडबोहए अट्ठियम्मि सूरे सहस्तरस्सिम्मि दिणयरे तेयसा जलंते सयणिज्जाओ उठेति। २. तत्थ णं रायगिहे नगरे विजय नामं तक्करे होत्था, पावे चंडालरुये भीमतररुद्धकम्मे आरुसियदित्तरतनयणे खरफरुरामहल्लविगययीमत्यदाढिए असंपुडियउद्धे उदयवपइन्नलंयंतमुद्धए भमरराहुवने निरणुवकीसे निरणुताये दारुणे पइमए निसंसइए निरकुकंपे अहिच्च एगंतदिट्ठिए, खुरे व एगंतधाराए, गिद्धे य आमिसतल्लिच्छे अग्निमिव सव्वभवरङ्गे, जलमिव सव्यगाही, उक्कं चणयं थमायानियंडिकू डकवडसाइसंपओ गबहुले, विरनगरविणट्ठदुट्ठसीलायारचरिते। ३. तए णं ते पायसियालया जेणेय ते कुम्मगा तेणेव उवागच्छंति । उवागचछिता ते कुम,मगा सव्वओ संमत । उव्वेतेन्ति, परियतेन्ति, आसारेन्ति, संसारेन्ति, वालेन्ति, घटटेन्ति, फंदेन्ति, खोमेन्ति, नहेहिं आलुपंति, देतंहि य अक्खोडेंति, नो चेण णं संचाएंति तेसिं कुम्माणं सरीरम्म आवाहं वा, पवाह वा, वावाहं वा उप्पाएतए छविच्छेय करेतए। 2010_03 Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વિવિધા ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય પ્રાચીન ગુજરાતમાં જૈન ધર્મની પ્રેરણાથી સાહિત્ય-રચનાઓ અને વાનમય ઉપાસનાને ઘણો વેગ મળ્યો હતો. ઈ.સ.ના આરંભકાળથી જ ગિરિનગર, વલભી, ભકચ્છ વગેરે ગુજરાતનાં મહત્ત્વનાં રાજકીય સ્થળો હોવાની સાથે સાંસ્કૃતિક કેન્દ્રો પણ હતાં. ત્યાં તેમ જ અન્ય સ્થાનોએ સાહિત્ય પ્રવૃત્તિ મુખ્યત્વે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ આચાર્યો દ્વારા ચાલતી હતી. તેમણે રચેલા ગ્રંથોનો સમય સુનિશ્ચિત ન હોવાને કારણે તથા ગ્રંથકારો વિશે પણ સુસંકલિત માહિતી ઉપલબ્ધ નહિ હોવાથી, તેમના કાલાનુક્રમ વિશે મતભેદ રહે છે. તેમણે પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષાઓમાં રચનાઓ કરી છે. પ્રાકૃત ભાષાની પ્રથમ પ્રાકૃત ધર્મકથા ‘તરંગવતી’ ના કર્તા પાદલિપ્તાચાર્ય એક પ્રભાવક જૈન આચાર્ય હતા અને એમનું નામ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ જૈન તીર્થ પાદલિપ્તપુર પાલીતાણા સાથે જોડાયેલું છે. જૈન આગમ સાહિત્યમાં નોંધાયેલી અનુશ્રુતિઓ અનુસાર, પાદલિપ્તાાર્ય પાટલિપુત્રમાં મહુંડરાજાના દરબારમાં હતા. એમના બુદ્ધિચાતુર્ય, મંત્રશક્તિ અને યંત્રવિદ્યા પ્રવીણતા વિશે વિવિધ કથાનકો મળે છે. તેમણે પોતે રચેલી વિખ્યાત પ્રાકૃત ધર્મકથા “તરંગવતી'ની મૂળ પ્રત પ્રાપ્ત થતી નથી, પરંતુ નેમિચંદ્ર ૧૯00 પ્રાકૃત ગાથાઓમાં કરેલો એનો સંક્ષેપ મળે છે. તેમણે આગમગ્રંથ જ્યોતિષકડક' ઉપર વૃત્તિની રચના કરી હતી. તે ઉપરાંત દીક્ષા અને પ્રતિષ્ઠા-વિધિ વિશે ‘નિર્વાણ-કલિકા' નામે પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી છે. તે ઉપરાંત પ્રશ્નપ્રકાશ અને “કાજ્ઞાની' નામના જ્યોતિષના ગ્રંથો પણ તેમની રચના હોવાનું મનાય છે. તેમના આ ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. “તરંગવતીની પ્રાકૃત કથા ઉપરાંત ગાથાસ્પતિશતિમાં તેમની કેટલીક પ્રાકૃત ગાથાઓ ઉદ્ધત થયેલી છે. - ઈ.સ.ના આરંભના સૈકાઓમાં જૈનવિદ્યા અને સાહિત્ય પરત્વે ગુજરાત અને તેમાં પણ વલભી મહત્ત્વનું કેન્દ્ર હતું. ઈ.સ.ના ૩૦૦ ના અરસામાં વલભીમાં આર્ય નાગાર્જુને આગમન સાહિત્યની વાચના નક્કી કરવા માટે એક પરિષદ બોલાવી હતી. તેને “વલભીવાચના' કહેવામાં આવે છે. ત્યાર બાદ વીરનિર્વાણ સં. ૯૮૦ અર્થાત ઈ.સ. ૪૫૩-૫૪ (લગભગ)માં દેવર્ધિગણ ક્ષમા-શ્રમણની અધ્યક્ષતદામાં સમગ્ર જૈન શ્રુતસાહિત્યને લિપિબદ્ધ કરવામાં આવ્યું હતું. દેવર્ધિગણિક્ષમાશ્રમણ, પરંપરા અનુસાર નંદિસૂત્ર' ના કર્તા હોવાનું માનવામાં આવે છે. તેમણે જૈન સિદ્ધાંતો વિશે ગ્રંથરચના કરી હોવાના ઉલ્લેખો મળે , પણ તે ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી. જૈન તત્ત્વમીમાંસાના મહત્ત્વના પ્રાકૃત ભાષામાં રચાયેલા “સન્મતિતર્ક' ગ્રંથના કર્તા સિદ્ધસેન દિવાકરનું સાહિત્ય સર્જન પણ ગુજરાતની ભૂમિ ઉપર થયું છે. સંસ્કૃતિની અસરથી યુક્ત પ્રાકૃત ભાષામાં રચાયેલા આ ગ્રંથમાં જૈનદર્શનના હાર્દરૂપ અનેકાન્તવાદ 2010_03 Page #180 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ૧૭૩ સિદ્ધાંતનું તર્કશૈલીએ પૃથક્કરણ કરીને તેનું નવેસરથી નિરૂપણ કરવામાં આવ્યું છે તથા અન્ય દર્શનો સાથે જૈનદર્શનની તુલનાત્મક દૃષ્ટિએ ચર્ચા કરવામાં આવી છે. આ કૃતિ ૧૬૬ પ્રાકૃત આર્યાઓમાં રચાઈ છે. “સન્મતિતર્ક વિશે અભયદેવસૂરિએ લખેલી ‘તત્ત્વબોધવિધાયિની” નામે સંસ્કૃત ટીકા પણ જૈન તત્ત્વમીમાંસાનો આકાર ગ્રંથ છે. ન્યાયાવતાર' નામની તેમની કૃતિ પણ મળે છે. બત્રીસીઓ” એટલે બત્રીસ બત્રીસ શ્લોકોમાં રચાયેલી કૃતિઓ. તેમાંની બાવીસમી બત્રીસનું નામ “ન્યાયાવતાર' છે.-તે સામાન્ય રીતે અલગ રચના ગણાય છે. આ દરેક બત્રીસીઓ પ્રૌઢ અને કવિત્વપૂર્ણ શૈલીએ સંસ્કૃત છંદોમાં રચાઈ છે. તેમાંથી કેટલીક બત્રીસી સ્તુત્યાત્મક, કેટલીક ચર્ચાત્મક અને કેટલીક દર્શનવિષયક છે. “કલ્યાણમંદિર સ્તોત્ર” પણ તેમની જ કૃતિ છે. “નિશીથસૂત્ર' ઉપર તેમણે ટીકા લખી હોવાના ઉલ્લેખો મળે છે, પણ તે ગ્રંથ ઉપલબ્ધ નથી. | ગુજરાતના મહાન તાર્કિક અને તત્ત્વજ્ઞ મલ્લવાદીની કૃતિઓ પણ જૈન ન્યાયના સંદર્ભમાં મહત્ત્વની મનાય છે. જૈન ન્યાયના સર્વોત્તમ ગ્રંથો પૈકી “નયચક્ર અથવા ‘દ્વાદશાનિયચક્ર'ના તેઓ કર્તા છે. આચાર્ય હેમચંદ્ર “સિદ્ધહૈમ ઉપરની બૃહદ ટીકામાં મલવાદીને “તાર્કિકોમાં શ્રેષ્ઠ” કહીને બિરદાવ્યા છે. તેમણે “પદ્મચરિત' નામનું ૨૪૦૦૦ શ્લોક પ્રમાણનું, રામકથા વિશેનું મહાકાવ્ય રચ્યું હોવાના ઉલ્લેખો મળે છે : તેવી જ રીતે “સન્મતિતર્ક વિશેની ટીકા તથા બૌદ્ધ વિદ્વાન ધર્મકીર્તિ કૃત “ન્યાયબિન્દુની ધર્મોત્તરકૃત ટીકા ઉપર તેમણે ટીપ્પણ રચ્યું હોવાનું કહેવાય છે, પણ આ ગ્રંથો અનુપલબ્ધ વલભી વાચના તૈયાર થયા પછીના સમયમાં મુખ્યત્વે આગમગ્રંથો ઉપર વૃત્તિ-ટીકાઓ અને વિવરણો વિશેષ રીતે રચાતાં રહ્યાં હતાં. છઠ્ઠી સદીમાં જિનભદ્ર ક્ષમાશ્રમણે જૈન જ્ઞાનવાદ, પ્રમાણશાસ્ત્ર, આચારનીતિ, સ્યાદવાદ, નયવાદ, કર્મસિદ્ધાન્ત, ગણધરવાદ, નિદ્વવવાદ વગરે વિષયોની સામગ્રી પ્રસ્તુત કરતો મહત્ત્વનો ‘વિશેષાવશ્યક ભાષ્ય' નામનો ગ્રંથ રચ્યો છે. સાતમા સૈકામાં થયેલા જિનદાસગણિ મહત્તરનું નામ ચૂર્ણિખાકાર તરીકે સુપ્રસિદ્ધ છે. પ્રાકૃત અથવા આ સંસ્કૃત મિશ્રા ભાષામાં જૈન આગમો પર લખાયેલી વ્યાખ્યાઓ ચૂર્ણિઓ તેમનું મહત્ત્વનું પ્રદાન છે. તેમાં નિશીથસૂત્ર-વિશેષ ચૂર્ણ, આવશ્યક ચૂર્ણિ, દશવૈકાલિક ચૂર્ણિ વગેરે મહત્ત્વની ચૂર્ણિઓ છે. ' જૈન આગમોના અને દર્શનશાસ્ત્રના પારગામી વિદ્વાન હરિભદ્રસૂરિએ (આઠમો સૈકો) અનેક સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની કૃતિઓ આપી છે. તે અનેક વિષયોના જ્ઞાતા હતા. તેમણે અનુયોગદ્વાર સૂત્ર વૃત્તિ, ન્યાયામૃતતરંગિણી, યોગબિંદુ, યોગશતક, ધર્મસંગ્રહણી, પંચવસ્તુક, શ્રાવકધર્મવિધિ તંત્ર, દિનશુદ્ધિ આદિ ગ્રંથોમાં શાસ્ત્રીય, દાર્શનિક, યોગ, ચરિત્ર અને જ્યોતિષ આદિ અનેક વિષયોની રજૂઆત કરી છે. તો 2010_03 Page #181 -------------------------------------------------------------------------- ________________ વિવિધા પ્રસિદ્ધ કથાગ્રંથ ‘સમરાઈચ્ચકહા’ અને ‘ધૂર્તાખ્યાન' વગેરે કથાઓનું સર્જન કરીને પ્રાકૃત ભાષાને સમૃદ્ધ કરી છે. તેમના જ સમકાલીન દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિએ ૧૩૦૦૦ શ્લોકના પરિમાણવાળી, ગદ્ય-પદ્યમં રચાયેલી ‘કુવલયમાલા' નામની અદ્ભૂત કથા આપી છે. તેમાં પ્રાકૃતની સાથે અપભ્રંશ અને સંસ્કૃત ભાષાનો ઉપયોગ પણ થયો છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરેનું પરિણામ બતાવવાના ઉદ્દેશથી કર્તાએ વચ્ચે વચ્ચે અનેક સુભાષિતો, પ્રહલિકાઓ, અને સમસ્યાઓનો પણ ઉપયોગ કરીને આ કથાનું સર્જન કર્યું છે. આચાર્ય જિનસેનસૂરિએ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ અને તેઓ જે વંશમાં ઉત્પન્ન થયા હતા તે રિવંશના મહાપુરુષોના ચરિત્ર-આલેખના ઉદ્દેશથી ...‘હરિવંશપુરાણ' ની રચના કરી છે. તેમાં ૬૬ સર્ગો અને કુલ ૯૦૦૦ પધો છે. અધિકાંશ, રચના અને અનુષ્ટુપ છંદમાં છે, તે સાથે દ્રુવિલંબિત, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત આદિ છંદોનો પણ તેમાં ઉપયોગ થયો છે. ત્યાર બદા રચાયેલો હરિષણાચાર્યનો ‘બૃહત્કથાકોશ'- ` આરાધનાની સાથે સંબંધિત કથાઓનો સહુથી પ્રાચીન અને સમૃદ્ધ કોશ ચે. ૧૭૪ સોલંકી કાળમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં જૈનદર્શન વિષયક શાસ્ત્રીય તથા લલિત સાહિત્યના-વિવિધ સાહિત્યસ્વરૂપોમાં-વિપુલ સંખ્યામાં ગ્રંથો રચાયા હતા. આ કાળના આરંભમાં લોકભાષા અપભ્રંશ હતી પણ આગળ જતાં જૂની ગુજરાતી ભાષા ઘડાઈ રહી હતી. ગુજરાતમાં નાગરી લિપિનો વિકાસ થયો અને જૈન લહિયાઓએ વિવિધ મરોડ ધરાવતા અક્ષરોમાં અનેક હસ્તપ્રત-ગ્રંથો તૈયાર કર્યા. કલિકાલસર્વજ્ઞ ગણાતા હેમચંદ્રાચાર્યે તથા એમના વિદ્વાન શિષ્યોએ પોતાની વિવિધ ઉચ્ચ કૃતિઓ દ્વારા ગુજરાતને વિદ્યાના ક્ષેત્રમાં ગૌરવભર્યું સ્થઆન અપાવ્યું. જૈન સાહિત્યના સંદર્ભમાં પાશ્ચાત્ય વિદ્વાન વિંટર નિત્ઝનો અભિપ્રાય નોંધપાત્ર છે. “.....ભારતીય સાહિત્યનો એક પણ પ્રદેશ એવો નથી, જેમાં જૈનોનું વિશિષ્ટ સ્થાન ન હોય. સૌથી વધારે તો એમણે વિપુલ કથાસાહિત્ય સર્જ્યું છે, એમણે મહાકાવ્યો અને સુદીર્ધ કથાનકો લખ્યાં છે, નાટકો અને સ્તોત્રોની રચના કરી છે. કેટલીકવાર ઉચ્ચ સાહિત્યિક રચનાઓ દ્વારા અલંકૃત સંસ્કૃત કવિતાના સર્વોચ્ચ લેખકો સાથે સ્પર્ધા કરી છે, અને શાસ્ત્રીય વિષયોના ઉત્તમ ગ્રંથ આપ્યા છે.” આ સમયમાં વાદી-દેવસૂરિ, રત્નપ્રભસૂરિ, હેમચંદ્રસૂરિ, દેવભદ્રસૂરિ, અમરચંદ્રસૂરિ, જેવા અનેક જૈનાચાર્યો અને પંડિત ધનપાલ, કવિ શ્રીપાલ, યશશ્ચંદ્ર, વિજયપાલ, આસલ, કુમારપાલ-રાજા, દુર્લભરાજ, જગદેવ, વાગ્ભટ અને વસ્તુપાલ જેવા વિદ્યાપ્રિય ગૃહસ્થ વિદ્વાનોએ પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં અનેક નોંધપાત્ર કૃતિઓ રચી છે. ચંદ્રગચ્છના એક જૈન મુનિએ સંસ્કૃત ભાષામાં સ્ત્રગ્ધરા છંદમાં ‘જિનશતક' 2010_03 Page #182 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ૧૭૫ નામનું સ્તોત્ર રચ્યું (ઈ.સ. ૯૪૯) છે. તેમાં જિનેશ્વરનાં ચરણ, હસ્ત, મુખ અને વાણી એ ચાર વર્યુ વિષયો પચીસ શ્લોકોમાં વિભક્ત છે. તે ઉપરાંત તેમણે “ચંદ્રદૂત' નામનું ૨૩ પદોનું કાવ્ય અને “મુનિપતિચરિત' નામે ગ્રંથ પણ રચ્યો છે. પ્રસિદ્ધ કવિ ધનપાલે ‘પાઇયલચ્છી નામમાતા’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો છે. પ્રાકૃત ભાષાનો આ પ્રથમ કોશગ્રંથ મનાય છે. આચાર્ય હેમચંદ્ર પણ “અભિધાન ચિંતામણિ” માં તેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અન્ય કોશ ગ્રંથોની પણ રચના કરી હોવાની સંભાવના છે. કવિ ધનપાલે સુંદર સુલલિત ગદ્યમાં બાણની “કાદંબરી જેવો તિલકમંજરી' નામની સંસ્કૃત કથાગ્રંથ પણ રચ્યો છે. તે તેમની ઉત્તમકોટિની રચના છે. તે ઉપરાંત તેમની વીરસ્તવ, ઋષભપંચાશિકા, સાવયવિહી વગેરે સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ અને ટીકાગ્રંથો પણ પ્રાપ્ત થાય છે. કવિ ધનપાલના ભાઈ શોભન મુનિએ શબ્દાલંકાર, યમક અને અનુપ્રાસ તેમજ વિવિધ અલંકારોથી સભર “જિનચતુર્વિશતિકા' નામની જિનસ્તુતિ ૯૬ સંસ્કૃત પદ્યોમાં રચી છે. ઈ.સ.ની દશમી શતાબ્દીમાં ચંદ્રગચ્છના પદ્યુમ્નસૂરિએ સંસ્કૃતમાં “મૂલશુદ્ધિ પ્રકરણ'ની અને ઊપકેશગચ્છના દેવગુપ્તસૂરિએ ૧૩૭ પ્રાકૃત ગાથાઓમાં “નવ-પયરણ” નામક ગ્રંથની રચના કરી છે. આ જ સમયમાં વિદ્વાન અને કથાસાહિત્યકાર એવા જિનેશ્વરસૂરિએ સંસ્કૃત ભાષામાં પંચલિંગી પ્રકરણ, ષટસ્થાન પ્રકરણ, હારિભદ્રીય અષ્ટકવૃત્તિ જેવા સૈદ્ધાંતિક તથા દાર્શનિક ગ્રંથો તથા પ્રાકૃત ભાષામાં લીલાવતી કહો, કહાણયકોસ જેવા ઉત્તમ કથાગ્રંથો રચ્યા છે. “પંચગ્રંથી” નામના ૭૦૦૦ શ્લોક પરિમાણના સંસ્કૃત વ્યાકરણગ્રંથની રચના આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ (ઈ.સ. ૧૦૨૪) કરી છે. શ્વેતાંબર જૈનોનું આ સર્વપ્રથમ સંસ્કૃત વ્યાકરણ ગણાય છે. તેમણે છંદ, નિઘંટુ, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ વગેરેની રચના કર્યા હોવાના ઉલ્લેખો પણ મળે છે. બૃહદગચ્છના હરિભદ્રસૂરિએ “બંધસ્વામિત્વ' નામના કર્મગ્રંથ વિશે ૬૫૦ શ્લોકપ્રમાણ વૃત્તિ અને “આગમિક વસ્તુવિચારસાર' વિશે ૮૫૦ શ્લોક પ્રમાણ વૃત્તિઓ (ઈ.સ. ૧૧૧૬) રચી છે. તે ઉપરાંત “પ્રશમરતિપ્રકરણ' વિશે ૧૫૦૦ શ્લોક પ્રમાણ વિવરણ (ઇ.સ. ૧૧૨૯) અને ૫૦૦ શ્લોકની “ક્ષેત્રસમાસવૃત્તિ” તથા “જબૂદીપસંગ્રહણીવૃત્તિ પણ રચી છે. તેમના આ ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. તે સાથે તેમણે પ્રાકૃત ભાષામાં ૬પર ગાથાના “મુનિપતિચરિત' અને ૬૫૪૮ ગાથાનો શ્રેયાંસનાથચરિતની પણ રચના કરી છે. ધનેશ્વર મુનિએ પણ આ જ સમય દરમ્યાન ૨૫૦૦ ગાથા પરિમાણમાં રસ અને અલંકારોના સુયોજિત વૈવિધ્યથી સભર એવા “સુરસુંદરી' નામે કથાગ્રંથ રચ્યો છે. 2010_03 Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વિવિધા સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષાના પ્રકાંડ પંડિત, અને પ્રતિભાશાળી કવિ મહેશ્વરસૂરિનો નાણપંચમીકહા' નામનો પ્રાકૃત ગ્રંથ પણ ખૂબ મહત્ત્વનો અને લોકભોગ્ય બનેલો છે. સુલલિત પદોમ અને ગાથા છંદમાં લખાયેલી તેની દસ કથાઓમાંથી ભવિષ્યદત્ત કથા ખૂબ પ્રસિદ્ધિ પામી છે ૨૦૦૦ ગાથાઓમાં રચાયેલા આ ગ્રંથની દરેક કથામાં જ્ઞાનપંચમીનો મહિમા બનાવવામાં આવ્યો છે. - આચાર્ય જિનેશ્વરસૂરિના શિષ્ય અભયદેવસૂરિએ નવ અંગ-આગમો ઉપર ટીકા રચીને નવાંગી વૃત્તિકાર તરીકે ખ્યાતિ મેળવી છે. આચાર્ય નેમચંદ્રસૂરિ (દેવેન્દ્રમણિ) એ ઉત્તરાધ્યયન સૂત્ર વિશે સંસ્કૃતમાં ૧૪000 શ્લોક-પરિમાણ વૃત્તિ રચી (ઈ.સ. ૧૦૭૩) છે અને પ્રાકૃત ભાષામાં ૪૧ અધિકારમાં વિભક્ત એવા કથાકોશ “આખ્યાનકમણિકોશ' નામનો ગ્રંથ લખ્યો છે. ૩OO0 પ્રાકૃત શ્લોકોમાં “વીરજિનચરિત' ની પણ રચના કરી છે. પ્રાકૃત ભાષામાં રચાયેલું ૧૨૦૨૫ ગાથાનું દેવભદ્રસૂરિ રચિત “મહાવીરચરિત' ગાથાસંખ્યાની દષ્ટિએ કદાચ સૌથી વિસ્તૃત ચરિત ગણાય છે. તે આઠ પ્રસ્તાવોમાં વિભક્ત છે. તેમણે પ્રાકૃતમાં ૧૧૫૦૦ શ્લોકનો “કહારયણકોસ પણ આપ્યો છે. તે સાથે “પાર્શ્વનાથચરિત', “અનંતનાથસ્તોત્ર', “વીતરાગસ્વ' ઉપરાંત દર્શનવિષયક પ્રમાણપ્રકાશ' નામનો ગ્રંથ પણ લખ્યો છે. - વર્ધમાનસૂરિ રચિત ૧૫000 ગાથાનું મનોરમાચરિત' પ્રાકૃત ભાષામાં રચાયેલું સુંદર કાવ્ય છે. તેમણે ૧૧૦૦ શ્લોક પ્રમાણ આદિનાથચરિત પણ પ્રાકૃતમાં લખ્યું છે. આ સમયગાળામાં દેવચંદ્રસૂરિ, જિનદત્તસૂરિ, ચંદ્રપ્રભસૂરિ, ધર્મઘોષસૂરિ તથા શ્રીપાલ કવિ વગેરેએ અનેક સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ કરી છે. ગુજરાતના ઇતિહાસમાં કલિકાલસર્વજ્ઞ તરીકે ઓળખાયેલા આચાર્ય હેમચંદ્રસૂરિ (ઈ.સ. ૧૦૮૯-૧૧૭૩) એ સંસ્કારપ્રિય રાજા સિદ્ધરાજના અને કુમારપાળના રાજ્યકાળ દરમ્યાન સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં અનેક ઉત્તમ કૃતિઓની રચના કરીને સમગ્ર ભારતના સાહિત્યાચાર્ય સ્વરૂપે અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની પ્રતિભા સર્વતોમુખી હતી. તેમણે સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન નામનો સીમાચિહ્નરૂપ વ્યાકરણગ્રંથ તૈયાર કર્યો. “અભિધાનચિંતામણિ”, “અનેકાર્થસંગ્રહ', નિઘંટુકોશ' અને દેશીનામમાલા' જેવા શબ્દકોશો, ધાતુપારાયણષ લિંગાનુશાસન, પ્રાકૃત વ્યાકરણ અને એના એક ભાગરૂપ અપભ્રંશ વ્યાકરણની સર્વપ્રથમ રચના કરી. છંદોનુશાસન' જેવો છંદશાસ્ત્રનો ગ્રંથ; “પ્રમાણમીમાંસા', “અન્યયોદ્ધાત્રિશિકા' અને “વેદાંકુશ' જેવા દર્શનગ્રંથો; સંસ્કૃત-પ્રાકૃત દ્વાયાશ્રય જેવાં ઐતિહાસિક કાવ્યો; ત્રિષષ્ટિશલાકાપુરુષ' અને પરિશિષ્ટ પર્વ જેવાં પુરાણકાવ્યો, યોગશાસ્ત્ર જેવો યોગવિષયક ગ્રંથ, અહિંન્નીતિ જેવો નીતિવિષયનો 2010_03 Page #184 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ગ્રંથ અને અનેક સ્તુતિકાવ્યો રચીને પોતાની જ્ઞાન-વિદ્યાની ઉપાસના અને સાહિત્યના ક્ષેત્રમાં પ્રવર્તતી વૈવિધ્યપૂર્ણ પ્રતિભાનો સુષુ પરિચય કરાવ્યો છે. અંગ્રેજ વિદ્વાન પિટર્સને તેમને ‘જ્ઞાનમહોદધિ'નું બિરુદ આપ્યું હતું. ૧૭૭ તત્કાલીન સમયમાં રચાયેલી સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓમાં કક્કસૂરિના ‘મીમાંસા’, ‘જિનચૈત્યવંદનવિધિ’ અને ‘પંચપ્રમાણિકાવિધિ' નામના ગ્રંથો; ભદ્રેશ્વરસૂરિનો ‘કહાવલી’ ગ્રંથ; આગમસાહિત્યના પ્રસિદ્ધ ટીકાકાર મલયગિરિસૂરિની ટીકા-વૃત્તિઓ તથા ‘શબ્દાનુશાસન’ ગ્રંથ; મલધારી હેમચંદ્રસૂરિની ટીકાઓ અને ‘જીવસમાસવિવરણ’, ‘ભવભાવના’, ‘વિશેષાવશ્યક-બૃહદવૃત્તિ', ‘ઉપદેશમાલા પ્રકરણ’ વગેરે રચનાઓ અને જિનપ્રભસૂરિની ‘જ્ઞાનપ્રકાશકુલક’,‘મલ્ટિચરિત, નેમનાથરાસ, યુગાદિજિનકુલક, શ્રાવકવિધિપ્રકરણ, મુનિસુવ્રતસ્વામીસ્તોત્ર વગેરે રચનાઓ નોંધપાત્ર છે. આ ઉપરાંત બીજા અનેક ગ્રંથકારોની પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં રચાયેલી કૃતિઓ પણ ઉપલબ્ધ થાય . છે. ચૌદમી સદીથી સત્તરમી સદી દરમ્યાન પણ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં જૈન સાહિત્યના સર્જનની પ્રવૃત્તિ ચાલુ રહી છે.જૈન મુનિઓએ પ્રાચીન ગ્રંથકારોની પ્રણાલી ચાલુ રાખવા સાથે સાહિત્યપ્રકારોમાં પણ વૈવિધ્ય દર્શાવ્યું. વિજ્ઞપ્તિપત્રો, સમસ્યાપૂર્તિઓ, અનેકાર્થક કાવ્યો, અનેકસંધાન કાવ્યો, દેશી ઢાળોમાં સંસ્કૃત સ્તવનો, ઔષધ-મંત્ર ગર્ભિત સ્તોત્રો, સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર ભાષામાં રચાતી કૃતિઓ-આમ અનેકવિધ પ્રકારે સાહિત્યસર્જન ચાલુ રહ્યું હતું. સત્તરમી સદીમાં જ્ઞાનવિમલસૂરિ (નયવિમલણ) એ સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓનું સર્જન કર્યું છે. તે બહુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે, પરંતુ તેની અલંકારરચના, પદ્યબંધ, દૃષ્ટાંતબોધ, ભાષાપ્રૌઢી વગેરે પ્રશસ્ય છે. તેમણે સંસ્કૃતમાં ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર-વૃત્તિ’,‘ગદ્યબદ્ધ શ્રીપાલચરિત્ર’, ‘સંસારદાવાનલ સ્તુતિ’ અને ‘પ્રશ્નદ્વાત્રિંશિકા-સ્તોત્ર' તેમજ પ્રાકૃત ભાષામાં ‘નરભવદેષ્ટાંતો-પનયમાલા' રચ્યાં છે. યશોવિજય ઉપાધ્યાય (જવિજય) પણ જૈન પરંપરાના પ્રતિભાશાળી વિદ્વાન હતા. યોગશાસ્ત્રના અભ્યાસી લેખે બીજા હરિભદ્રસૂરિરૂપે તથા શ્રુતજ્ઞાનમાં બીજા હેમચંદ્રચાર્યરૂપે તેમની ગણના થયેલી છે. જૈનશાસ્ત્રો ઉપરાંત વૈદિક અને બૌદ્ધગ્રંથોનું ગહન અધ્યયન કરનાર તથા સાંપ્રદાયિકતાથી પર રહીને નિર્ભયતાથી સ્વમતને પ્રગટ કરનાર યશોવિજયે જૈનેતરોમાં પણ ઊંચી કોટિના સમન્વયકાર અને મૌલિક શાસ્રકાર તરીકે નામના મેળવી છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અને ગુજરાતી ભાષામાં અનેક ગદ્ય અને પદ્ય કૃતિઓ રચી છે. તેમાં વિષયવૈવિધ્ય પણ ઘણું છે. જ્ઞાનમીમાંસા, ન્યાય, તર્કશાસ્ત્ર, પરમતસમીક્ષા, આધ્યાત્મવિચાર, સ્તુતિ-વગેરે વિશે તેમણે રચેલા ગ્રંથોમાં 2ò10_03 Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વિવિધા જૈન તર્કપરિભાષા', “નયપ્રદીપ', “નયરહસ્ય”, “જ્ઞાનબિન્દુ', “અધ્યાત્મસાર, યતિલક્ષણસમુચ્ચય, દેવધર્મપરીક્ષા, પ્રતિભાશતક, ભાષારહસ્ય, ગુરુન્યાયલોક, દ્વાઢિશિકા, સ્યાદવાદકલ્પલતા, વૈરાગ્યકલ્પલતા, ઉપદેશ રહસ્ય, કર્મપ્રકૃતિટીકા, ધર્મપરીક્ષાસંવૃત્તિ, મુક્તાશક્તિ વગરે મહત્ત્વના છે તેમને ન્યાયવિશારદ અને ન્યાયાચાર્યનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. જૈન શ્રુતની સાથે સાથે સંસ્કૃત-પ્રાકૃત પણ અપભ્રંશ ભાષાના અભ્યાસી સમયસુંદરે પણ “ભાવશતક', “રૂપકમાલાઅવચૂરિ', વિચારશતક', “રઘુવંશ ટીકા વગેરે સંસ્કૃત ગ્રંથોની રચના કરી છે. - વિનયવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષામાં શાસ્ત્રીય ગ્રંથોની રચના કરી છે. તેમણે “સુખબોધિકા ટીકા “લોકપ્રકાશ' નામનો મહાગ્રંથ, ‘હૈમલઘુપ્રક્રિયા'નો વ્યાકરણગ્રંથ અને નયકર્ણિકા નામનો નય વિશેના ૨૩ શ્લોકોના લઘુ ગ્રંથ-સંસ્કૃત ભાષામાં રચ્યા છે. જૈન મુનિ ક્ષેમવિજય પાસેથી “કલ્પસૂત્ર બાલાવબોધ' તથા પદ્મસુંદરગણિ પાસેથી ભગવતીસૂત્ર પર બાલાવબોધ' ગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં રચાયેલા મળે છે. ખરતરગચ્છના મુનિ સહજકીર્તિએ કલ્પસૂત્ર પર કલ્પમંજરી નામની વૃત્તિ, ફલવર્ધિપાર્શ્વનાથ માહાભ્ય નામનું મહાકાવ્ય, શબ્દાર્ણવ વ્યાકરણ વગેરે ગ્રંથોની રચના સંસ્કૃત ભાષામાં કરી છે. ગુજરાતમાં ક્રમશઃ સાહિત્યિક ભાષા તરીકે ગુજરાતી ભાષાનો વિકાસ થતા સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાતી કૃતિઓની સંખ્યા ઓછી થતી ગઈ. તો પણ સંસ્કૃતપ્રાકૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન એવા જૈન આચાર્યો અને વિદ્વાનોનું પ્રદાન આ ક્ષેત્રમાં ચાલુ રહે છે. ઈ.સ. ૧૮૦૧ ની આસપાસ પદ્મવિજયગણિએ સંસ્કૃત ગદ્યમાં જયાનંદચરિત'ની રચના કરી છે. આ ગ્રંથ ૧૪ સર્ગોમાં વિભક્ત છે. અદ્યાપિપર્યત તીર્થકરોના ચરિત્રને વર્ણવતા મહાકાવ્યો કે અન્ય પ્રસંગોને વર્ણવતા અને ગુરુ-આચાર્યોની પ્રશસ્તિ કરતાં મહાકાવ્યો સંસ્કૃત ભાષામાં રચાતાં રહ્યાં છે. આ પ્રમાણે ગુજરાતમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી સાહિત્યકૃતિઓ વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેમાં વિષય વૈવિધ્યની સાથે સ્વરૂપવૈવિધ્ય પણ જોવા મળે છે. નિરૂપણ પદ્ધતિ, છંદ-અલંકારનો વિનિયોગ, રસનિષ્પત્તિ, અભિવ્યક્તિ પરત્વે થયેલા પ્રયોગો વગેરે દષ્ટિએ આ સાહિત્ય નોંધપાત્ર છે. હસ્તપ્રતોરૂપે કે મુદ્રિત સ્વરૂપે મળતી આ કૃતિઓનો મહદ્ ઉદેશ જૈન ધર્મની દેશનાનો છે. જૈન ધર્મના આચારવિચાર અને સિદ્ધાંતોને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં પ્રાકૃત કથાસાહિત્યે ઘણું મોટું પ્રદાન કર્યું છે. અનેક સંખ્યામાં રચાયેલા કથાકોશો અને જૈન વિદ્વાનોએ પ્રાકૃત ભાષામાં રચેલી કથાઓ તો ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ અર્પણ છે. આ પ્રાકૃત ભાષા સાહિત્ય ગુજરાતની અનોખી સંપત્તિ છે. મુખ્યત્વે તો સોલંકીકાળને તેનો સુવર્ણયુગ 2010_03 Page #186 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ગણવો જોઈએ. એ ગાળામાં જૈનાચાર્યોએ માત્ર ધાર્મિક જ નહિ પણ લૌકિક આખ્યાનો રચીને પ્રાકૃત સાહિત્યને સમૃદ્ધ કર્યું. સંસ્કૃત ભાષામાં પણ આખ્યાનો અને કથાનકો રચાયાં. આ કથાઓને લોકભોગ્ય અને હૃદયંગમ બનાવવા વાર્તા, આખ્યાન, ઉપમા, સંવાદ, સુભાષિત, સમસ્યાપૂર્તિ, પ્રશ્નોત્તર પ્રેહિલિકા વગેરેનો પણ આધાર લીધો. જૈનાચાર્યો દ્વારા રચાયેલી કથાઓમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, દરિદ્ર, ચોર, જુગારી, અપરાધી, ધૂર્ત, વેશ્યા, ચેટી, દ્યૂત વગેરે સામાજિક સ્તરના વિવિધ પાત્રોનું નિરૂપણ કર્યું છે. ‘સમરાઇચ્ચકહા’ કે ‘કુવલયમાલા' જેવી બૃહદ્ કથાઆમાં જનસમાજનું વ્યાપક અને વિવિધલક્ષી પણ રસપૂર્ણ નિરૂપણ થયું છે. વિવિધ સ્થળે વિવરણ કરતા જૈન સાધુઓ તે તે દેશનું લોકજીવન, રૂઢિ, રીતિરીવાજો અને લોકભાષા આદિનું નિરીક્ષણ કરીને તેની વિશેષતાઓને મનોરમ રીતે કૃતિમાં ગૂંથી લેતા. તેનું કેન્દ્રબિન્દુ ધર્મદેશના કે જૈન ધર્મના પ્રચાર-પ્રસારનું હોવા છતાં તેમાંથી તત્કાલીન સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે દૃષ્ટિએ અનેકવિધ માહિતી ઉપલબ્ધ થાય છે. જૂની ગુજરાતી ભાષામાં રચાયેલા ઘણા ગ્રંથોનો મૂળ સ્રોત આ પ્રાકૃત-સંસ્કૃતમાં રચાયેલા વિપુલ સમૃદ્ધ જૈનસાહિત્યમાં છે. 2010_03 ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉપનિષદ यद्यप्येनत् शुष्काय स्थाणेव ब्रूयात् जायेरन्नेवास्मिन् शाखाः प्ररोहेयुः पलाशानीति ॥ [छां.६८ ] આ (જ્ઞાન) એકાદ સૂકા ઠૂંઠા આગળ પણ વાણી દ્વારા વ્યક્ત કરવામાં આવે તો તેમાં પણ શાખાઓ ફૂટશે અને પાંદડા ઊગી નીકળશે. વિવિધા ૧. ઉપનિષદોનું મહત્ત્વ : ભારતીય દર્શનની ગંગોત્રી તે આ ઉપનિષદો છે. પ્લેટોના સંવાદોના જેવું જ ઉપનિષદોનું ભારત વર્ષના તત્ત્વજ્ઞાન તથા ધર્મના ઇતિહાસમાં સ્થાન છે. આમ તો ઉપનિષદો એ ‘વેદ’ નો જ એક ભાગ-અંતિમ ભાગ છે. “વેદ” શબ્દ જ્ઞાનનો પર્યાય છે. અર્થાત્ જ્ઞાનપ્રધાન સાહિત્ય તે વેદ છે. આ “વેદ” સાહિત્યમાં અર્થાત્ વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ એ ચાર વેદોનો, શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ વગેરે બ્રાહ્મણ સાહિત્યનો, અરણ્યમાં રચાયેલાં જ્ઞાન તથા ચિંતનપ્રધાન આરણ્યકોનો અને સંપૂર્ણપણે જ્ઞાનકાણ્ડમાં જેનો સમાવેશ થાય છે એવાં ઉપનિષદોનો સમાવેશ થાય છે. આ ‘વેદ’ સાહિત્યના અન્ત અર્થાત્ છેડે ઉપનિષદો છે અને એથી આ ઉપનિષદોને વેદાન્ત કહેવામાં આવ્યાં છે. પણ આ તો સ્થૂળ અર્થમાં “વેદાન્ત” શબ્દની સમજૂતી થઈ. વસ્તુતઃ “અન્ત” એટલે સાર, નિચોડ, અંતિમ લક્ષ્ય, અને આ અર્થમાં ઉપનિષદોમાં વૈદિક સાહિત્યનો નિચોડ, સાર, અર્થાત્ એનો સારભૂત અર્ક રહેલો છે. ઉપનિષદો આરણ્યક સાહિત્યના જ વિશિષ્ટ અંગ છે અને ઋગ્વેદ કાળથી આરંભાયેલી આર્યોની “સત્ય” સંશોધનની મથામણનો નિચોડ આ ઉપનિષદોમાં પ્રાપ્ત થાય છે. જીવ,જગત તથા જગતના સર્જનહાર જગદીશ અને જીવાત્મા તથા પરમાત્મા વચ્ચેના સંબંધ વિશેના મૂળભૂત અને તાત્વિક પ્રશ્નો-સમસ્યાઓની ખૂબ જ સચોટ વિચારણા આ ઉપનિષદ સાહિત્યમાં થયેલી છે. આર્યોનું જીવનદર્શન કેટલું ઉન્નત તથા ઉદાત્ત હતું એની ઝાંખી પણ આપણને આ ઉપનિષદ સાહિત્યથી થાય છે. ભારત વર્ષના દાર્શનિક સિદ્ધાંતો તથા ધાર્મિક સિદ્ધાંતોનો મૂળ સ્રોત્ર આ ઉપનિષદો છે. આ જ્ઞાનનો સાગર એવાં ઉપનિષદો એ તો આધ્યાત્મિક માનસરોવર છે જેમાંથી અનેક જ્ઞાનગંગાઓ પ્રગટેલી છે જે અધ્યાપિપર્યંત વિશ્વના દરેક મુમુક્ષુ તથા જિજ્ઞાસુના જીવનને પાવન અને ઉન્નત કરે છે. ઉપનિષદો, બ્રહ્મસૂત્ર તથા ભગવદ્ગીતા-એ ત્રણ હિન્દુ ધર્મ તથા દર્શનની પ્રસ્થાનત્રયીમાં પણ ઉપનિષદોનું સ્થાન તથા મહત્ત્વ ખૂબ જ વિશેષ અને અનન્ય છે. કારણ કે ઉપનિષદોમં જે વિસ્તાર અને વિગતપૂર્ણ નિરુપણ છે તેનો જ સાર=અર્ક ગીતામાં છે. આ અર્થમાં જ ઉપનિષદોને ગાયો કહી છે અને એમાંથી જે અમૃતરૂપી દૂધ કૃષ્ણ ભગવાને દોહ્યું છે તે જ આ ગીતાપાત્રમાં મૂકેલ છે. બ્રહ્મસૂત્રોમાં 2010_03 Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપનિષદ ૧૮૧ પણ ઉપનિષદોમાં જે છે તેનાથી ભિન્ન કે વિશેષ કંઈ કહેલું નથી. ઉપનિષદોના જ ભિન્ન ભિન્ન દેશ કાળના અનેક ઋષિઓએ જે સત્યોનું દર્શન કર્યું તે જ આ ઉપનિષદોમાં સંગૃહિત છે પણ તેમાં “એકસૂત્રતા” લાવવા માટે જ બ્રહ્મસૂત્રોની રચના થઈ છે. અર્થાત ઉપનિષદોના જ વેર-વિખેર સિદ્ધાંતોને આ બ્રહ્મસૂત્રોમાં વ્યવસ્થિત સિદ્ધાંતનુસાર ગોઠવીને રજૂ કરેલા છે. ભારતીય સંસ્કૃતિની ઉન્નત વિચારધારા, ગહન ચિંતન, ધાર્મિક અનુભૂતિ અને આધ્યાત્મિક રહસ્યોને ઉકેલવાની તીવ્ર તમન્ના આ ગ્રંથોમાં સાકાર થયેલી દેખાય છે. ભારતીય જનસમાજની જાગરૂક શ્રદ્ધાનો આધાર આ ગ્રંથો છે. પરબ્રહ્મ, જીવતત્ત્વ, જીવાત્મા તથા પરમાત્મા વચ્ચેનો સંબંધ, પરમ તત્ત્વ સાથે માયાને સંબંધ અનાદિ કે અમુક કાલીન છે ?- વગેરે પ્રશ્નો વિશેના આ ઉપનિષદોના ઉકેલ ખૂબ શ્રદ્ધેય છે. પરબ્રહ્મ જેવા નિરંજન, નિરાકાર, અસંગ અને સર્વ રીતે વાણીગોચર નહિ અર્થાત્ અવર્ણનીય એટલે કે અચિન્ય એવા તત્ત્વોનું જ્ઞાન તર્કથી કે ન્યાયથી મળે નહિ. તેમના સ્વરુપ વિશે ઉપનિષદોમાં જે આમપુરુષો એવા ઋષિઓનાં જે દર્શનો Revealations છે તેના પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. કારણ કે ઉપનિષદોનું જે નવનીત છે તે આ ઋષિઓની વર્ષોની તસ્યાના ફળરૂપ અનુભવની વાણી છે. આ પરમતત્ત્વ-પરબ્રહ્મ પણ અનુભવવાની વસ્તુ છે. તે જાણવાની વસ્તુ જ નથી. It is to be realised and not to be known and attained. એ પરમ તત્ત્વ ઇન્દ્રિયો કે મન-બુદ્ધિ વગેરે અન્તઃકરણોનો પણ વિષય નથી. આત્મા વડે જ આત્માની અપરોક્ષ અનુભૂતિ થઈ શકે. ઋષિઓની આ અનુભવવાણી છે અને માટે જ શ્રદ્ધેય છે. માત્ર ભારતવર્ષના જ નહિ પણ વિશ્વના દર્શન સાહિત્યમાં ઉપનિષદોનું પ્રદાન અનન્ય છે. વિચારોની ગહનતા, સર્વસ્પર્શિતા અને સત્યની લગોલગ પહોંચવાની ખેવનામાં આ ઉપનિષદોના ઋષિઓનો જોટો જડે એમ નથી. આજે જયારે આખુ વિશ્વ ભૌતિક સમૃદ્ધિ પાછળ સુખની આશાથી દોડી રહ્યું છે અને સંઘર્ષો, અશાંતિ અને સ્વાર્થપરાયણતામાં રાચી રહ્યું છે, અને “Eat, Drink and be merry”.”ખાવ, પીવો અને મોજમજા કરો”- એ જ જ્યારે દરેકનું એકમાત્ર લક્ષ્ય હોય ત્યારે માનવના બ્ધ અને આતુર આત્માને શાણપણ, સાચી શાંતિ અને સંતૃપ્તિ આપવાની સમર્થતા માત્ર આ ઉપનિષદોમાં જ છે એમ નિઃશંકપણે કહી શકાય. ગીતાનો પ્રેરણાસ્ત્રોત્ર ઉપનિષદો છે. ઉપનિષદોની આધારશિલા ઉપર જ ગીતાનો મહેલ ચણાયેલો છે. આથી જ ભગવદ્ગીતાની પુમ્બિકામાં કહ્યું છે કે, “મવીતા, ૩પનિષત્ન''અર્થાત્ ભગવદ્ગીતા-પણ ઉપનિષદમાં છેતે ગીતામાં છે અને ગીતામાં છે તે ઉપનિષદમાં છે. ગીતાના માહાભ્યમાં કહ્યું છે : सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः । पार्थो वत्सः सुधिर्भोक्ता दुग्धं गीतामृतं महत् ।। 2010_03 Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ વિવિધા અર્થાતુ બધાં ઉપનિષદો ગાયો છે. ભગવાન ગોપાલનન્દન-કૃષ્ણ એ ગાયોને દોહનારા છે. અર્જુન એ વાછરડો છે અને મહાન ગીતાજ્ઞાનરૂપી અમૃત એ દૂધ છે અને સારી બુદ્ધિવાળા મનુષ્યો એ અમૃતરૂપી દૂધના ભોક્તા છે. અર્થાત્ ટૂંકમાં ઉપનિષદોનો સાર આ ગીતામાં રજૂ થયેલ છે. અભિવ્યક્તિી દૃષ્ટિએ તથા વિચારો અને સિદ્ધાંતોની દૃષ્ટિએ પણ ગીતાનું ઉપનિષદો સાથે ઘણું સામ્ય છે. ગીતાના “અનાસક્ત કર્મયોગ” એ મહાન સિદ્ધાંતના બીજ ઈશાવાસ્યોપનિષદના પ્રથમ મંત્રમાં જ મળે છે : ईशावास्यमिदं सर्व यत्किच्च जगत्यां जगत् । तेन त्यक्तेन भुज्जिथा मा गृधः कस्य स्विद्धनम् ॥ આ જગતમાં જે કંઈ સ્થાવર-જંગમ છે તે બધું ઈશથી ઈશ્વરથી વ્યાપ્ત છે. માટે ત્યાગની ભાવનાથી ભોગવવું જોઈએ. ધનનો લોભ રાખવો જોઈએ નહિ. ધન વસ્તુતઃ કોનું છે ? આમ ગીતામાં પ્રતિપાદિત અને મહાત્મા ગાંધીજી તથા લોકમાન્ય તિલક જેવા મહાન વિદ્વાનો વડે સમર્થિત “અનાસક્ત કર્મયોગ”નો સિદ્ધાંત ભારતીય દર્શન-સાહિત્યમાં ખૂબ જ મહત્ત્વનો છે. અને એ સિદ્ધાંતનું બીજ પણ ઈશાવાસ્યોપનિષદમાં આપણી પ્રાચીન ભારતવર્ષના ઋષિઓ, મુનિઓ, સંતો, કવિઓ તથા પયગંબરોએ નિત્ય સુખની ઉપલબ્ધિ માટે જે સુદીર્ઘ કાળ પર્યત તપસ્યા કરી અને મનન, ચિંતન તથા નિદિધ્યાસન કર્યું તેના જ પરિપાકરૂપે આ “ઉપનિષદોનો અમર વારસો પ્રાપ્ત થયો છે. ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ-આ ચાર આપણા દર્શનમાં પ્રાપ્તવ્ય અર્થો-પુરુષાર્થો ગણાયા છે. તેમાં પણ ધર્મ, અર્થ તથા કામ એ ત્રણ ગૃહસ્થાશ્રમનાસંસારમાં રહીને કરવાના પુરુષાર્થ ગણાય છે. જયારે “મોક્ષ” એ પરમાર્થ સિદ્ધ કરવો એ દરેકનું ચરમ લક્ષ્ય છે. શંકરાચાર્ય જેવાના મતાનુસાર સંસારનો ત્યાગ કરીને જ્ઞાનથી જ અર્થાત્ બ્રહ્મજ્ઞાનથી જ તે સિદ્ધ થઈ શકે છે. મોક્ષ એટલે મુક્તિ, અર્થાત્ છૂટી જવું તે, એટલે કે સંસારના ત્રિવિધ દુઃખોમાંથી સદાને માટે તથા સમૂળગી રીતે છૂટી જવું તે જ મોક્ષ છે. અજ્ઞાન, પાપ તથા આ બધાં આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક દુઃખો એ બંધન છે અને તેમાંથી છૂટવું એ માણસમાત્રનો ચરમ ઉદ્દેશ છેઅર્થાત્ એ જ પરમ પુરુષાર્થ છે. એ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે જ ઉપનિષદો જેવા દર્શનગ્રંથો પ્રગટ્યા છે. દરેકનો અંતર્યામી આત્મા તે જ સર્વત્ર વ્યાપ્ય એવો પરમાત્મા છે. માત્મા બ્રહ્મ, બ્ર મ્ સર્વ, મર્દ બ્રહ્માશ્મિ | જેવાં ઉપનિષદનાં રહસ્મય વચનેનો સાર એ જ છે કે આત્મા એ જ પરમાત્મા છે. તે જ સત્, ચિત્ અને આનંદસ્વરૂપ છે. તે અજ અને અનાદિ તથા અનંત છે. તે કૂટસ્થ નિત્ય છે. “સત્યમ્, શિવં, સુન્દરમ્' પણ તે જ છે અને તે બ્રહ્મ જ “સત્યં જ્ઞાનં મન દ્રા'- છે. માનવં બ્રા', “માનવં પ્રાપ્તવા 2010_03 Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉપનિષદ ૧૮૩ માનનો ભવતિ', “મનાવ ન મૂતાનિ નાયને”, “નન નવન્તિ' - આ પ્રમાણે ભૃગુઋષિ જેવા વિજ્ઞ મહાત્માઓએ આનન્દસ્વરુપ બ્રહ્મની અનુભૂતિ કરી છે અને તેમણે એ પણ અનુભવ્યું ચે કે આનન્દસ્વરુપ બ્રહ્મ એ જ સર્વત્ર છે. “ને નાતિ વિક્રપ્શન'', - અહીં એ આનંદધનરૂપ બ્રહ્મથી ભિન્ન કંઈ છે જ નહ. આમ આ વિશ્વસર્જનને પણ તેવા ઋષિઓ આનંદરૂપ દર્શાવે છે. આ ઋષિઓની આર્માનુભૂતિ છે, આ તેમની જ્ઞાનની નિષ્પત્તિ તથા સમજશક્તિની ફલશ્રુતિ છે. આવા આનન્દસ્વરુપને પામનાર ક્યારેય દુ:ખી કે હતાશ થતો નથી, તે દુ:ખાદિથી ક્યારેય ડરતો નથી. આ જ આશયથી ઉપનિષદ કહે છે માનવં બ્રહ્મા વિદ્વાન = વિપતિ વાન્ ! આવા જ્ઞાનની મહર્ષિઓનું જીવન સ્વાર્થપરક ન હતું. તેમનો જીવનમંત્ર તો વહુનનહિતાય તથા વહુનનવીય જીવવાનો હતો. પોતાને જે આનન્દસ્વરુપ પરમ તત્ત્વની અનુભૂતિ થઈ અને તેનું સત્યસ્વરૂપ સાંપડ્યું તે પરમ સત્ય અને આનંદાનુભવ સર્વ સાથે વહેંચવો એને તે રીતે સર્વને સમર્પવો એ તેમની તમન્ના હતી. આ તમન્નાના પરિણામ સ્વરૂપે, પોતાના આનન્દાનુભવને, સર્વનો અનુભવ બનાવવાના શુભ આશયથી ઉપનિષદોના મથે તેમણે આ માર્ગ ચીંધ્યો. બ્રહ્મ અથવા ઈશ્વરનું સ્વરુપ શું છે? જીવાત્મા ક્યાં તત્ત્વોનો બનેલો છે ? સંસારની રચના ક્યા તત્થી થઈ છે ? સ્વર્ગ કે નરકમાં જીવની સ્થિતિ કેટલો સમય રહે છે ? દેહની ઉત્પત્તિ પહેલાં પણ શું દેહીઆત્મા અસ્તિત્વમાં હતો ? આત્મા અને પરમાત્મા વચ્ચે શું સંબંધ છે ? માણસોમાં સુખ દુઃખાદિના ભેદ શેને આભારી છે ? આ જગતનું કારણ શું? આ તાત્વિક પ્રશ્નો દરેક જિજ્ઞાસુ સાધકના મનમાં સહજપણે ઉદ્ભવે જ. વેદાન્તમાં અર્થાત્ ઉપનિષદોમાં આ પ્રશ્નોનો ઉત્તર એલો બધો પૂર્ણતઃ વૈજ્ઞાનિક તથા સંતોષપ્રદ છે કે પ્રત્યેક જિજ્ઞાસુના મન પર તેનો પ્રભાવ પડ્યા વગર રહે નહિ જ. (૧) ઉપનિષદોના મહત્ત્વથી મુગ્ધ વિદેશી વિદ્વાનોમાં પ્રથમ છે - અરબ દેશના વિદ્વાન અલ્બરૂની. તે અગિયારમી સદીમાં ભારતવર્ષમાં આવ્યા હતા, અને સંસ્કૃત ભાષાનું અધ્યયન કર્યું હતું અને ઉપનિષદોની સારસ્વરૂપ ભગવદ્ગીતા પર તો તે વિદ્વાન ફિદા થઈ ગયા હતા. ગીતાની એમણે કરેલી પ્રશંસા એ ઉપનિષદોની જ પ્રશંસા છે એમ સમજવું જોઈએ. (૨) મોગલ બાદશાહ શાહજહાંના પુત્ર દારાશિકોહનું સ્થાન પણ ઉપનિષદોના મહત્ત્વથી મુગ્ધ વિદ્વાનોમાં ખૂબ આગળ પડતું છે. પોતાના ભાઈ ઔરંગઝેબની જેમ તે કટ્ટર ઝનૂની મુસલમાન હતો નહિ. તેણે ઉપનિષદોના મહાભ્ય વિશે સાંભળ્યું હતું. ઉપનિષદના ભાષાંતર વિશેની માહિતી આપતાં તે જણાવે છે કે તેને કાશ્મીરના સંત હજરત મુલ્લાંશાહના સંપર્કમાં આવવાથી ઉપનિષદોમાં રસ ઉત્પન્ન થયો અને તેણે 2010_03 Page #191 -------------------------------------------------------------------------- ________________ વિવિધા ઇ.સ. ૧૬૩૭ માં લાખોની સંપત્તિ ખર્ચ “સિન્હેં અન્નકૂ” (મહા રહસ્ય) નામનો ૫૦ ઉપનિષદોનો ફારસી ભાષામાં અનુવાદ તૈયાર કરાવ્યો. તે આ ઉપનિષદ સાહિત્ય વિશે કહે છે - “મને મારા મનને મૂંઝવતી સમસ્યાઓના જે કંઈ ખુલાસા અન્યત્ર મળ્યા નથી તે ખુલાસા મને અહીં ઉપનિષદોમાં મળ્યા છે. કુરાનના વાક્યના ભાવ ઉપનિષદમાં પ્રતિબિમ્બ પામતા જણાય છે. મને જે અન્યત્ર જણાયું નથી તે એમાંથી જણાય છે. આ તરજુમો કરાવવાનો મારો હેતુ એવો છે કે મારે પોતે આ વિદ્યા ભણવી અને સમજવી તથ મારા વાલીવારસો, મિત્રો તથા ખુદાની જેમ ખોજ કરનારા છે તેમને આ તરજુમાથી લાભ આપવો. આ તરજુમાંનું નામ એટલે “રેિ અલર્જી’” “મહાન ગુપ્ત વિદ્યા’” રાખવામાં આવ્યું છે. જે લાકો ખુદના પુસ્તક તરીકે અને સમજી, ખોટા ખ્યાલો અને વિરોધી ભાવો મૂકી દઈ આ તરજુમો વાંચશે અને સમજશે તેઓ આ દુનિયાના બંધનમાંથી છૂટશે''. ૧૮૪ (૩) ઉપનિષદોના જ્ઞાન-માહાત્મ્યથી મુગ્ધ હોય એવા ત્રીજા મહાન તત્ત્વજ્ઞ તે શોપન હાવર છે. દારાશિકોહે ઉપનિષદોનું ફારસીમાં ભાષાંતર કરાવ્યું અને એ રીતે ઉપનિષદોના પ્રચાર અને પ્રસારમાં નિમિત્ત બન્યા. આ ફારસી તરજુમા પરથી એન્કવેટીલ ડ્યુ પેરોને તેનું ૧૮૦૧-૧૮૦૨ માં લેટિનમાં ભાષાંતર તૈયાર કરાવ્યું. આ તૂટક ભાષાંતર વિખ્યાત જર્મન તત્ત્વ ચિંતક શોપેન હાવરના હાથમાં આવ્યું. આ ભાષાંતરની તેમના પર ઊંડી અસર થઈ અને તેમણે ઉપનિષદોને જે ભવ્ય અંજલિ આપી તે તો આજે સુવિખ્યાત બની ચૂકી છે. આ શોપેન હાવર તત્ત્વચિંતક ઐતિહાસિક તત્ત્વદર્શનોથી સુપરિચિત હતા અને પોતાના તત્ત્વદર્શન સિવાય અન્યની વિચારસરણીની અતિશયોક્તિભરી પ્રશંસા કરવાનો તેમનો આદર્શ પણ નહિ જ. આ શોપેન હાવર ઉપનિષદો વિશે વદે છે :- “In the whole world, there is no philosophy, so beneficial and so elevating as that of the Upnishads." તેમનું આખું અવતરણ ગુજરાતીમાં જોઇએ-’ઉપનિષદોએ વર્તમાન સૈકાઓમાં જીવનાર મનુષ્યો ઉપર પાછલા સૈકામાં જીવન ગાળનાર કરતાં વધારે ઉપકાર કર્યો છે. મારા અભિપ્રાય પ્રમાણે પંદરમાં સૈકામાં ગ્રીક સાહિત્યના પુનરુદ્ધાર વડ જે અસર થઈ હતી તેનાથી કોઈ રીતે ઓછી અસ૨ સંસ્કૃત સાહિત્યના પુનરુદ્ધારથી થવાની નથી જો વાચકને પુરાણા હિન્દુઓના જ્ઞાનની પ્રાપ્તિ થઈ હશે અને તે પચ્યા હશે, તો મારા સિદ્ધાંતને સમજવાનો તેને મુખ્ય અધિકાર છે તેમ હું સમજીશ...આખા વિશ્વમાં મૂલગ્રંથ વિના ભાષાંતરના રુપમાં પણ કોઈ ગ્રંથનો અભ્યાસ લાભદાયક અને આપણા મનને ઊંચી દિશામાં લઈ જનાર હોય તો તે આ ઉપનિષદો જ છે. તે ગ્રંથો મારા જીવનનો વિસામો છે અને પ્રયાણ પર્યંત તે વડે મને શાંતિ મળતી રહેશે.” સ્વામી વિવેકાનંદે પણ પોતાનાં વ્યાખ્યાનોમાં કહ્યું છે - “The Upanishads present to us the sublime in the most equistic poetry in the whole . 2010_03 Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપનિષદ world of literature” તે આગળ કહે છે - ‘‘હું જ્યારે ઉપનિષદો વાંચું છું ત્યારે મારી આંખમાંથી આંસુ વહેવા લાગે છે. કેટલું મહાન આ જ્ઞાન છે ! આપણા માટે એ આવશ્યક છે કે ઉપનિષદોમાં રહેલી તેજસ્વિતાને આપણે જીવનમાં વિશેષરૂપે ધારણ કરીએ. ઉપનિષદો તો શક્તિની ખાણ છે.’’ શ્રીયુત રમેશચંદ્ર દત્ત પણ સ્વામીજીના જેવો જ ભાવોદ્રેક અનુભવે છે. તે કહે છે - “ખૂબ દૂરના ભૂતકળના ઉત્સાહપૂર્ણ વિચારો અને પાવક પર્યેષણાઓને વાંચતી વખતે કોણ આધુનિક સમયમાં પણ હૃદયમાં એક નવો ભાવ અનુભવ્યા વગર કે પોતાનાં નેત્રો સમક્ષ એક નવું જ તેજ નિહાળ્યા વગર રહી શકે ?” ૧૮૫ ‘‘ઉપનિષદોના અભ્યાસ” એ પુસ્તિકામાં સન્માન્ય વિનોબા ભાવે કહે છે ‘‘ઉપનિષદોનો મહિમા ઘણાએ ગાયો છે. કવિએ કહ્યું છે, “હિમાલય સમો પર્વત નથી અન ઉપનિષદ સમું (જેવું) પુસ્તક નથી.” પણ મારી દૃષ્ટિએ ઉપનિષદ એ પુસ્તક જ નથી. એ એક પ્રાતિભ દર્શન છે. (પ્રાતિભ એટલે પ્રતિભામાંથી પ્રગટેલું. પ્રતિભા એટલે પ્રતિ=સામુ + ભા = પ્રકાશવું; અર્થાત્ એવો ગુણ હોય કે ઈશ્વરના પ્રકાશમાં સામો પ્રકાશી શકે. (પરમાત્મા પ્રકાશસ્વરુપ છે. સ્વયંપ્રકાશ છે અને એના અંતર્યામી સ્વરુપ જીવાત્મા પણ તત્ત્વતઃપ્રકાશરૂપ જ છે. તે પ્રકાશસ્વરુપને ઢાંકનાર કે મલિન કરનાર બાહ્ય ઉપાધિઓ તથા મમત્વ, લોભ, મોહ ઈર્ષ્યા, અસૂયા, કામનાઓ વગેરે મનના મેલ છે. 2010_03 Page #193 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #194 -------------------------------------------------------------------------- ________________ લેખકળા અવ્ય પ્રકાશન 1. અર્વાચીન કવિતામાં વ્યક્ત થતો ભક્તિનો ઉન્મેષ (વિવેચન) ઈ.સ. 1984 2. કવિ સહજસુંદરની રાસકૃતિઓ (પ્રાચીન મૂળ હસ્તપ્રતોને આધારે સંપાદન અને સમીક્ષા) ઈ.સ. 1989 ડો. હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શનમાં સંપાદિત પુસ્તકો 3. પદસૂચિ, ઈ.સ. 1990 4. દેશીસૂચિ, ઈ.સ. 1991 5. પાંડવલા, ઈ.સ. 1991 6. કૃષ્ણચરિત્ર, ઈ.સ. 1992 સંસ્કારપ્રેરક બાળસાહિત્ય 7. અડવો રે અડવો (બાળનાટક), ઈ.સ. 1989 8. પહેલું કોણ ? (બાળનાટકો), ઈ.સ. 1990 9. મહાભારતનાં પાત્રો (બાળવાર્તા રૂપે), ઈ.સ. 1990 પાલિ અને પ્રાકૃત ભાષામાંથી અનુવાદિત (સમીક્ષા સાથે) પુસ્તકો 10. શ્રી પંચાસ્તિકાય સંગ્રહ, ઈ.સ. 1999 11. દ્રવ્યસંગ્રહ, ઈ.સ. 1998 12. ભિખુપાતિમોકખ (ડૉ. મધુબેન સેન સાથે) 13, મજિઝમનિકાય : સમીક્ષાત્મક અધ્યયન, ઈ.સ. 2001 14, બૌદ્ધદર્શન અને સંસ્કૃતિની પરંપરા, ઈ.સ. 2004 15. ભવિસ્મયત્ત કહો, ઈ.સ. 2003 16. થેરીગાથા, ઈ.સ. 2007 17. મેરુસુંદરકૃત ષડાવશ્યક બાલાવબોધ, 2OO6 18, હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન, ઈ.સ. 2001 અન્ય 19. (વિશ્વનાથ જાનીકૃત) પ્રેમપચીસી : સંપાદન અને સમીક્ષા, ઈ.સ. 2002 20. જૈન શબ્દાવલી (અન્ય સાથે), ઈ.સ. 2000 21. ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન), સહાયક સંપા., ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત. 22. ગુજરાતી સાહિત્યકોશ (અર્વાચીન), સહાયક સંપા., ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત. 2010_03