________________
ત્રિપિટક સાહિત્ય
૭૫
છે. તદૂઉપરાંત તે સમયની સામાજિક, રાજકીય તથા ભૌગોલિક પરિસ્થિતિ પણ સુત્તપિટકમાંથી જાણી શકાય છે.
આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે સુત્તપિટક મુખ્ય પાંચ ભાગોમં વહેંચાયેલો છે તથા દરેક ભાગ નાના ગ્રંથો અને ગ્રંથો પણ સુત્તોમાં વહેંચાયેલા છે. આપણે સુત્તપિટકનાં મુખ્ય ભાગ અને તેમાંથી અગત્યનાં સુત્તોનો સંક્ષિપ્ત પરિચય મેળવીશું. દીઘનિકાય
દીઘનિકાયનો અર્થ લાંબા સૂત્રો એમ થાય. એમાં ૩૪ સૂત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. દરેક સૂત્રમાં બૌદ્ધ સિદ્ધાંત તથા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. આ આખો ગ્રંથ ત્રણ ભાગમાં વિભાજિત થયેલ છે : (૧) સીલકબંધ વગ્ય, (૨) મહાવ... અને (૩) પથિક વન્ગ. જેમાં સીલકબંધ વગ્યમાં ૧ થી ૧૨, મહાવગ્નમાં ૧૪ થી ૨૩ અને પથિક લગ્નમાં ૨૪ થી ૩૪ સૂત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે.
પ્રથમ ભાગનાં સૂત્રોનો વિષય શીલ, સમાધિ તથા પ્રજ્ઞા છે. જેની મદદથી સાધક અતિ પ્રાપ્ત કરી શકે છે. જેમાં બ્રાહ્મણની તથા બીજી પરંપરાઓનું ખંડન કરવામાં આવ્યું છે. મોટાભાગનાં સૂત્રો ગદ્ય-પદ્ય મિશ્રિત છે. સંયુક્ત – નિકાય :
આ નિકાય પાંચ વર્ગ તથા છપ્પન સંયુક્તોમાં વિભક્ત છે. તેના વર્ગ છે :
૧. સગાથ વગ્ય, ૨. નિદાન વગૂ, ૩. ખધક વગ, ૪. સળાયતન વષ્ણ, ૫. મહા વગ્ન.
તેમાંથી સગાથવગ્નમાં ૧૧ સંયુક્ત અને ૨૭૧ સૂત્ર છે. નિદાનવગ્નમાં બારથી એકવીસ સંયુક્ત અને ૨૯૬ સૂત્ર છે. અંધકવન્ગમાં ૨૨થી ૩૪ સંયુક્ત અને ૭૧૬ સૂત્ર છે. સળાયતનવગ્નમાં ૩૫થી ૪૪ સંયુક્ત અને ૪૩૪ સૂત્ર છે તથા મહાવગ્નમાં ૪પ થી પ૬ સંયુક્ત અને ૧૨૨૪ સૂત્રો છે. આ કુલ સૂત્રોની સંખ્યા ભિક્ષુ જગદીશ કાશ્યપે ૨૯૪૧ ની માની છે, પણ પરંપરા અનુસાર તેમાં ભિન્નતા છે. વર્ગો તથા સંયુક્તોના નામને આધારે તેમાં વર્ણિત વિષય વિશેનું સૂચન મળી જાય છે, જેમકે સગાથવગ્નનાં સૂત્રો ગાથાઓથી યુક્ત છે. નિદાનવગ્નમાં પ્રતીત્યસમુત્પાદને આધારે સંસારચક્રની વ્યાખ્યા કરવામાં આવી છે. ખન્ધવગ્નમાં પાંચ ઉપાદાનસ્કંધનું વિવેચન છે. સળાયતનવગ્નમાં પાંચ સ્કંધો અને ષડાયતનનું આલેખન છે. મહાવગમાં બૌદ્ધ ધર્મ-દર્શન અને સાધનાના મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોનું વર્ણન છે.
કેટલાકનું વર્ગીકરણ દેવ,મનુષ્ય કે અસુરના નામો પર આધારિત છે. કેટલાંક સૂત્રોનું વર્ગીકરણ બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતોના પ્રતિપાદનના આધાર પર કરવામાં આવેલ છે. કેટલાકનું વગીકરણ વક્તા કે નાયકના નામ પર કરવામાં આવેલું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org