SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધા આચારહીન બન્યા, અને બૌદ્ધ ધર્મે કેવી રીતે ફરી બ્રાહ્મણ ધર્મની સ્થાપના કરી તેનું પણ મનનીય આલેખન છે. સુત્તનિપાતના વિષયવસ્તુની વ્યાપકતાના સંદર્ભમાં જોઈએ તો સમાજના એક સદગૃહસ્થને માટે સામાન્ય વ્યવહારના નીતિનિર્દેશની સાથે સાથે ભિક્ષુના ઉચ્ચતમ પ્રાપ્ત ધ્યેય શાન્તિપદનિર્વાણનું નિરૂપણ આ ગ્રંથમાં સુંદર રીતે થયું છે. વિમાનવત્યુ ८० પ્રાયઃ ૧૨૯૬ ગાથાઓના આ ગ્રંથમાં દેવતાઓના વિમાનનું વર્ણન આપેલું છે. તે ભારતના અશોકના સમયમાં લખવામાં આવ્યું છે. “વિમાનવત્યુ” બે ભાગમાં વહેંચાયેલું છે. ૧. ‘ઇન્થિ વિમાન'.'૨. પુરિસ વિમાન'. સ્ત્રીઓની દેવભૂમિનું વર્ણન ‘ઇન્થિ વિમાન’માં તથા પુરુષના દેવભૂમિનું વર્ણન ‘પુરિસ વિમાન'માં છે. આખા ગ્રંથમાં ભિક્ષુ દેવ દેવીને પ્રશ્ન પૂછ છે કે તેમને આવું ગૌરવશાળી સુખ કેવી રીતે પ્રાપ્ત થયું ? જવાબમાં અમુક પુણ્યશાળી કર્મ કરવાથી આ ફળ પ્રાપ્ત થયું તેવી પ્રશ્નોત્તરની શૈલીમાં નિર્દિષ્ટ વિષયનું વર્ણન થયું છે. પેતવત્યુ પ્રાયઃ ૮૧૪ ગાથાઓનો આ નાનો ગ્રંથ નરકનાં દુ:ખોનું વર્ણન પ્રસ્તુત કરે છે. તેમાં ૫૧ વસ્તુ (કથા) છે, તથા ચાર વર્ગોમાં વિભક્ત છે. થેરગાથા આ ગ્રંથમાં લગભગ ૧૫૦ની આસપાસ બુદ્ઘકાલીન સ્થવિરોની ગાથાઓ સુરક્ષિત છે. ઈ.સ.પૂ. ૬ઠ્ઠી સદીની આસપાસ આ ગ્રંથ કવિતાના સ્વરૂપમાં લખવામાં આવ્યો હશે. પ્રાચીનતાની સાથે કાવ્યત્વની દૃષ્ટિએ પણ તે નોંધપાત્ર છે. તેમાં ૨૫૫ ભિક્ષુઓના ઉદ્ગારોનું સંકલન છે. આ ગ્રંથમાં ગાથાઓની સંખ્યા અનુસાર નિપાતનું વિભાજન છે. થેરીગાથા આમાં ૫૨૨ ગાથા છે, જે ૧૬ નિપાતમાં વિભક્ત છે. તેમાં ભિક્ષુણીઓના અંતઃકરણના ઉદ્ગાર અભિવ્યક્ત થયા છે. તેમાં બુદ્ધકાલીન ૭૩ થેરી-ભિક્ષુણીઓની સાધના અને જ્ઞાનપ્રાપ્તિના આનંદોદ્ગાર માર્મિક રીતે પ્રગટ થયા છે. જાતક આશરે ૫૪૭ લોકકથાઓનો આ સંગ્રહ છે. ચોક્કસ ઉપમાઓ અને ઉદાહરણો દ્વારા બુદ્ધનો ધર્મસંદેશ સમજાવવાનો પ્રયાસ જાતક કથાઓમાં થયેલો છે. જાતક કથામાં તે સમયે ભારતનો વ્યાપાર, વ્યવસાય, શિલ્પ અને મનુષ્ય જીવનનાં અંગો પર પ્રકાશ પડે છે. તે ચિત્રકારો તથા મૂર્તિકારો માટે ઉત્તમ સામગ્રી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy