SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ વિવિધા સાહિત્યિક વિશિષ્ટતાઓ ઋષભદાસની ઉપલબ્ધ કૃતિઓનો અભ્યાસ કરતાં જણાય છે કે તેમની ભાષા સરળ, રસાળ અને ભાવવાહી છે. તેમની કાવ્યશક્તિનો ઉત્તમ આવિર્ભાવ તેમનાં ગીતોમાં જોઈ શકાય છે. માનવજીવન અને જગત વિશેનું કવિનું જ્ઞાન વિશાળ અને તલસ્પર્શી છે. તેમાં એમના પાંડિત્યની સાથે માનવમનનાં ગૂઢાતિગૂઢ રહસ્યોને પામવાની શક્તિનું યથાર્થ દર્શન થાય છે. આ સાહિત્યકૃતિઓમાં વ્યક્ત થતી, ઋષભદાસની કેટલીક વિશિષ્ટતાઓ જોઈએ. તેમના રાસાઓમાં નગરવિષયક અનેક વર્ણનો મળે છે. ખાસ કરીને હિતશિક્ષા રાસ', “મલ્લિનાથ રાસ”, ને “હીરવિજયસૂરિ રાસમાં ખંભાતનું વિસ્તૃત વર્ણન મળે છે. ખંભાત કવિનું વતન હતું. એટલે કેવળ શુષ્ક નગરવર્ણન ન રહેતાં તેમાં ભાવનાનો આછો સ્પર્શ પણ ભળેલો છે. પાટણ, અયોધ્યા વગેરે નગરોનાં વર્ણનો પણ આકર્ષક અને જે તે નગરોની વિશિષ્ટતાઓને તાદ્રશ કરનારાં છે. નગરોનાં વિસ્તાર, અમાપ સમૃદ્ધિ, વિશાળ મહાલયો, બાગબગીચા અને ધર્મસ્થાનો, નગરનાં સ્ત્રી પુરુષોખાસ કરીને રાજા, રાણી, નગરશેઠ, મંત્રી વગેરેની વિશિષ્ટતાઓ, ધર્મ અને કર્મરત પ્રજાજીવન વગેરેનાં વર્ણનોમાંથી તત્કાલીન જનજીવનની માહિતી મળે છે. ખરેખર તો આદર્શ નગર વિશેની તેમની કલ્પના અભિવ્યક્ત થઈ હોય એમ પણ બન્યું છે. કેટલાંક વર્ણનો રૂઢ અને પરંપરાગત પણ છે. તેમ છતાં આ વર્ણનો નીરસ કે શુષ્ક ન બની જાય તેને માટે પણ કવિ સભાન છે. પાટણમાં વસતા વિશાળ માનવસમુદાયનું આલેખન કરતાં કવિ એક રમૂજી પ્રસંગ નિરૂપે છે. અને તેના દ્વારા પટણની વસતી કેટલી બધી ગીચ હતી તેનો પ્રત્યક્ષ ખ્યાલ આપે છે. રાણા નામનો ડાબી આંખે કાણો પરદેશી અને તેની પત્ની નગરના બજારમાં એકબીજાથી છૂટાં પડી જાય છે. પત્ની રાજા પાસે જઈને પોતાનો પતિ ખોવાયો હોવાની ફરિયાદ કરે છે. અને રાજા ડાબી આંખે કાણા અને રાણા નામના માણસોને ભેગા કરે છે એ આખો પ્રસંગ કવિની રમૂજી વૃત્તિ અને હાસ્યરસના નિરૂપણના કવિકૌશલનો પણ દ્યોતક છે : સાંઝઈ સાથિ ચોહુઈ ચઢ્યાં, કર્મસંયોગિઈ ભૂલાં પડ્યાં, રોતી રડવડતી સા નારિ, હતી ભુપતિ ભવન મોઝારિ, સ્વામિ, હારા નગર મઝારિ ભૂલાં પડ્યાં અમ્યો નર-નારિ, સ્વામિ નામે રાણો એહ, ડાબિઈ આંખઈ કાણો તેહ, એકઈ ઇંધાણે મુઝ ભરતાર, રાય કરો મુઝની સાર, રાઈ વેગૐ વજાવ્યો, રાણા કાણા આવી ચઢો, રાણા કાણા ડાબિ આંખે, નવસઈ નવાણું ભાખિ, મિલ્યા એકઠા નૃપદરબારિ, ભૂપઈ તેડાવિ સા નારિ, સોધી લીઈ તું તારું ધણી, તુઝ કારણિ ખપ કીધિ ઘણી, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy