________________
૧૫૬
વિવિધા
જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન
મનુષ્યની ચેતના પાર્થિવ સુખો અને ઊર્ધ્વ સ્થિતિ પ્રાપ્ત કરવાની સ્વાભાવિક પ્રવૃત્તિથી સદા અનુપ્રેરિત રહી છે. મહાવીર સ્વામીએ એ ચેતનાને જાગૃત કરીને, જીવનનાં સમગ્ર દુઃખોના કારણરૂપ સાંસારિક તૃષ્ણાનું ઉપશમન કરનાર અને સમ્યકત્વની સાધના દ્વારા મોક્ષમાર્ગે પ્રેરનાર સાચા ધર્મદર્શનની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારનાં ઉત્તમ ભૌતિક સુખસંપત્તિ આદિનો ત્યાગ કરીને કઠોર તપ-સાધના કરી, તેને પરિણામે ઉપલબ્ધ જ્ઞાન-દર્શનથી જનસામાન્યનું જીવન પણ દુઃખરહિત બને એ ખ્યાલથી એમણે શિષ્ટ સંસ્કૃતભાષાને બદલે પ્રાકૃતભાષામાં ધર્મબોધ આપવાનું વિચાર્યું. સામાન્ય મનુષ્યોને અનુલક્ષીને એમણે આચારવિચાર વિષયક ધર્મને દુર્બોધ પરિભાષાઓ અને પદાવલિવાળી ભાષાને બદલે સદષ્ટાંત અર્થાત્ કથાદ્વારા લોકો સમક્ષ રજૂ કરવાનું શ્રેયસ્કર માન્યું તેથી જ તીર્થક વાણીનું સંકલન જેમાં થયું છે તે જૈન આગમોનું કથાસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અન્તકૃદશા, અનુત્તરોપ-પાદિકદશ અને વિપકશ્રુતમાં તો કથાઓના માધ્યમથી જે શ્રુતજ્ઞાનની વાત કરી છે.
યથાર્થમાં જેન વાંગમયનો મૂળ સ્ત્રોત અનાદિકાળથી પ્રવાહિત તીર્થકરવાણી છે. જેના આધારે ભિન્ન ભિન્ન સમયે અનુયોગ સૂત્રોની રચના કરી જો કે શાસ્ત્રીય પરિભાષામાં શ્રુત શબ્દના અનેક અર્થ હોવા છતાં આ શબ્દ શ્રુતજ્ઞાન અથવા આગમજ્ઞાનના અર્થમાં રૂઢ છે. જે પ્રકારે વૈદિક પરંપરામાં ચાર વેદ પ્રસિદ્ધ છે. તેવી રીતે જૈન પરંપરામાં વાર અનુયોગ પ્રસિદ્ધ છે. ચારે અનુયોગનો સમાવેશ દ્વાદશાંગમાં થાય છે. ચાર અનુયોગઃ
ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગમાંથી ધર્મકથાયોગને અનુલક્ષીને જ્ઞાતાધર્મકથાંગસૂત્રની પ્રરૂપણા થઈ છે. જૈન વાડુમયમાં દર્શનની ગૂઢ વાતો સમજાવવા માટે અને નીતિમય જીવનની પ્રેરણા માટે આખ્યાન કે કથાશૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કથાતત્ત્વનો વિકાસ અહીંથી જ શરૂ થઈ ગયો છે.
જ્ઞાતાધર્મકથાના નામ વિશે અનેક મતમતાંતરો છે. પ્રાકૃત નાયાધમ્મકહા ણાયાધમ્મકતાનું સંસ્કૃતમાં જ્ઞાતાધર્વથા રૂપાંતર થાય છે. અચેલક પરંપરામાં પ્રાકૃતમાં નાહસ્સધમ્મકહા / નાહધમ્મકતા અને સંસ્કૃતમાં જ્ઞાર્તધર્મકથા અથવા જ્ઞાતૃકથા પણ કહેવાય છે. જ્ઞાતાધર્મકથાનો અર્થ છે - જેમાં જ્ઞાન અથવા ઉદાહરણ મુખ્ય હોય તેવી ધર્મકથાઓ જ્ઞાતૃધર્મકથાનો અર્થ છે – જેમાં જ્ઞાતૃ અથવા જ્ઞાતા અથવા જ્ઞાતૃવંશના ભગવાન મહાવીર દ્વારા કહેવાયેલી ધર્મકથાઓનો ગ્રંથ. આ જ અર્થ જ્ઞાતુકથાનો પણ છે. નાહસ ધમ્મકહા અથવા નાહધમ્મકહા પણ નાયધમ્મકતાનું જ એક રૂપ હોઈ શકે. ઉચ્ચારપ્રક્રિયા કે લિપિભેદને કારણે “નાય’ શબ્દ “નાહ' રૂપમાં પરિણત થયો હોવાની સંભાવના ગણી શકાય. ભગવાન મહાવીરના વંશનું નામ નાય>નાત>જ્ઞાત>જ્ઞાત છે. જ્ઞાત વંશમાં ઉત્પન્ન થયેલા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org