________________
ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય
૧૭૩
સિદ્ધાંતનું તર્કશૈલીએ પૃથક્કરણ કરીને તેનું નવેસરથી નિરૂપણ કરવામાં આવ્યું છે તથા અન્ય દર્શનો સાથે જૈનદર્શનની તુલનાત્મક દૃષ્ટિએ ચર્ચા કરવામાં આવી છે. આ કૃતિ ૧૬૬ પ્રાકૃત આર્યાઓમાં રચાઈ છે. “સન્મતિતર્ક વિશે અભયદેવસૂરિએ લખેલી ‘તત્ત્વબોધવિધાયિની” નામે સંસ્કૃત ટીકા પણ જૈન તત્ત્વમીમાંસાનો આકાર ગ્રંથ છે.
ન્યાયાવતાર' નામની તેમની કૃતિ પણ મળે છે. બત્રીસીઓ” એટલે બત્રીસ બત્રીસ શ્લોકોમાં રચાયેલી કૃતિઓ. તેમાંની બાવીસમી બત્રીસનું નામ “ન્યાયાવતાર' છે.-તે સામાન્ય રીતે અલગ રચના ગણાય છે. આ દરેક બત્રીસીઓ પ્રૌઢ અને કવિત્વપૂર્ણ શૈલીએ સંસ્કૃત છંદોમાં રચાઈ છે. તેમાંથી કેટલીક બત્રીસી સ્તુત્યાત્મક, કેટલીક ચર્ચાત્મક અને કેટલીક દર્શનવિષયક છે. “કલ્યાણમંદિર સ્તોત્ર” પણ તેમની જ કૃતિ છે. “નિશીથસૂત્ર' ઉપર તેમણે ટીકા લખી હોવાના ઉલ્લેખો મળે છે, પણ તે ગ્રંથ ઉપલબ્ધ નથી.
| ગુજરાતના મહાન તાર્કિક અને તત્ત્વજ્ઞ મલ્લવાદીની કૃતિઓ પણ જૈન ન્યાયના સંદર્ભમાં મહત્ત્વની મનાય છે. જૈન ન્યાયના સર્વોત્તમ ગ્રંથો પૈકી “નયચક્ર અથવા ‘દ્વાદશાનિયચક્ર'ના તેઓ કર્તા છે. આચાર્ય હેમચંદ્ર “સિદ્ધહૈમ ઉપરની બૃહદ ટીકામાં મલવાદીને “તાર્કિકોમાં શ્રેષ્ઠ” કહીને બિરદાવ્યા છે. તેમણે “પદ્મચરિત' નામનું ૨૪૦૦૦ શ્લોક પ્રમાણનું, રામકથા વિશેનું મહાકાવ્ય રચ્યું હોવાના ઉલ્લેખો મળે છે : તેવી જ રીતે “સન્મતિતર્ક વિશેની ટીકા તથા બૌદ્ધ વિદ્વાન ધર્મકીર્તિ કૃત “ન્યાયબિન્દુની ધર્મોત્તરકૃત ટીકા ઉપર તેમણે ટીપ્પણ રચ્યું હોવાનું કહેવાય છે, પણ આ ગ્રંથો અનુપલબ્ધ
વલભી વાચના તૈયાર થયા પછીના સમયમાં મુખ્યત્વે આગમગ્રંથો ઉપર વૃત્તિ-ટીકાઓ અને વિવરણો વિશેષ રીતે રચાતાં રહ્યાં હતાં. છઠ્ઠી સદીમાં જિનભદ્ર ક્ષમાશ્રમણે જૈન જ્ઞાનવાદ, પ્રમાણશાસ્ત્ર, આચારનીતિ, સ્યાદવાદ, નયવાદ, કર્મસિદ્ધાન્ત, ગણધરવાદ, નિદ્વવવાદ વગરે વિષયોની સામગ્રી પ્રસ્તુત કરતો મહત્ત્વનો ‘વિશેષાવશ્યક ભાષ્ય' નામનો ગ્રંથ રચ્યો છે. સાતમા સૈકામાં થયેલા જિનદાસગણિ મહત્તરનું નામ ચૂર્ણિખાકાર તરીકે સુપ્રસિદ્ધ છે. પ્રાકૃત અથવા આ સંસ્કૃત મિશ્રા ભાષામાં જૈન આગમો પર લખાયેલી વ્યાખ્યાઓ ચૂર્ણિઓ તેમનું મહત્ત્વનું પ્રદાન છે. તેમાં નિશીથસૂત્ર-વિશેષ ચૂર્ણ, આવશ્યક ચૂર્ણિ, દશવૈકાલિક ચૂર્ણિ વગેરે મહત્ત્વની ચૂર્ણિઓ છે.
' જૈન આગમોના અને દર્શનશાસ્ત્રના પારગામી વિદ્વાન હરિભદ્રસૂરિએ (આઠમો સૈકો) અનેક સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની કૃતિઓ આપી છે. તે અનેક વિષયોના જ્ઞાતા હતા. તેમણે અનુયોગદ્વાર સૂત્ર વૃત્તિ, ન્યાયામૃતતરંગિણી, યોગબિંદુ, યોગશતક, ધર્મસંગ્રહણી, પંચવસ્તુક, શ્રાવકધર્મવિધિ તંત્ર, દિનશુદ્ધિ આદિ ગ્રંથોમાં શાસ્ત્રીય, દાર્શનિક, યોગ, ચરિત્ર અને જ્યોતિષ આદિ અનેક વિષયોની રજૂઆત કરી છે. તો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org