SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ चरत भिक्खवे चारिकां बहुजन हिताय, बहुजन सुखाय બહુજનના હિત માટે બહુજનના કલ્યાણ માટે ધર્મના પ્રચાર અર્થ વિહાર ક૨વાનો આદેશ આપ્યો હતો. ભિક્ષુઓએ પૂછ્યું : ‘ભદત્ત અમે શો ઉપદેશ આપીએ ?' ગૌતમ બુદ્ધે જણાવ્યું : पाणी न हंतव्वो, अदिन्ने न दातव्वं, कामेसु मुच्छान चरितव्वा, मूसा म भाशितव्वा, मज्जं न पातव्वं । પ્રાણીઓની હિંસા ન કરો, ચોરી ન કરો, કામાસક્ત ન બનો, અસત્ય ન બોલો અને મઘસેવન ન કરો'. મહાવીર સ્વામીએ પણ અવો જ ધર્મ પ્રબોધ્યો હતો. વિવિધા આ પંચશીલના સંદેશને આચાર્ય શ્રી તુલસીએ, વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં પાંચ અણુવ્રતના સ્વરૂપમાં જનતા સમક્ષ રજૂ કર્યો છે. ભ્રષ્ટાચાર, ગરીબી, હિંસા, આતંકવાદ, કામુક્તા, શોષણ અને અતિ સંગ્રહનું દુક્ર આજે જ્યારે વેગથી ઘુમી રહ્યું છે ત્યારે મુખ્યત્વે ચારિત્ર્ય નિર્માણ અને નૈતિક ઉત્થાનને લક્ષ્યમાં રાખીને આચાર્યશ્રીએ અણુવ્રત આંદોલનનો આરંભ કર્યો છે. ધર્મ અને સમાજની સુધારણા માટેનું આ મહાન ક્રાન્તિકારી આંદોલન છે. આ આંદોલન દ્વારા વર્તમાન સમાજની કેટલીક મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો તેનો ઉદ્દેશ છે. આજે જાતિવાદ અને રંગભેદને કારણે મનુષ્ય મનુષ્ય પ્રત્યે તિરસ્કારની ભાવના સેવે છે. ધર્મની અપેક્ષાએ સાંપ્રદાયિકતાનું બળ વધી રહ્યું છે. લક્ષ્યહીન હિંસાના બિભત્સ સ્વરૂપ સમાન આતંકવાદનું જોર સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું છે. તેને માટે વ્યવસ્થિત રીતે તાલીમ અપાઈ રહી છે. મનુષ્ય પોતાના સુખ, સુવિધા અને ઐશ્વર્ય માટે પ્રકૃતિનાં સાધનોનો દુરુપયોગ કરી રહ્યો છે અને પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. આ એક અનર્થદણ્ડ (અનાવશ્યક) હિંસાની પ્રવૃત્તિ છે. અતિભોગ અને પરિગ્રહ – સંગ્રહની વૃત્તિ પણ સમસ્યા ઊભી કરનારી છે. અતિસંગ્રહ માટેનું અનૈતિક અને અપ્રમાણિક આચરણ પણ સમાજજીવનને દુષિત કરે છે, અને સમાજમાં સાધન-સામગ્રીની વહેંચણીમાં અસંતુલન ઊભું થતાં વર્ણવિગ્રહ સર્જાય છે. માદક અને નશીલા પદાર્થોના સેવનની વ્યાપક બદીએ મનુષ્યના સ્મૃતિ અને વિવેકને ભ્રષ્ટ કર્યો છે. આ સમસ્યાઓએ, રાહુ જેમ ચંદ્રનું ગ્રહણ કરે છે. તેમ સામાજિક ચેતનાનું ગ્રહણ કરી લીધું છે. રાજકીય કાયદો અને શિક્ષા-દણ્ડનીતિથી તેનું સમાધાન થઈ શકે. પણ અપરાધીને સજા ફરમાવવાની આ શિક્ષાપદ્ધતિ સરમુખત્યારશાહીને જન્મ આપે છે. અને તેનાથી સમાજનું કલ્યાણ સાધી શકાતું નથી. તેમાં અપરાધીને સજા દ્વારા આપવામાં આવતી પીડા અને નુશંસ નિયંત્રણની સીમા અતિક્રાન્ત થઈ જાય છે. તેથી તેનું સમાધાન હૃદય પરિવર્તન અર્થાત્ અહિંસક રીતિમાં જ શોધી શકાય. સમાજની આસ્થા અને સંકલ્પશક્તિને જાગૃત કરવાથી આ પ્રકારની સમસ્યાઓને ક્રમશઃ ઉકેલી શકાય છે. આ આસ્થા અને સંકલ્પશક્તિને જાગૃત કરવા માટેનો અણુવ્રત એક પ્રયોગ છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy