SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધા કાંઇ દષ્ટ છે, શ્રુત, સ્મૃત, વિજ્ઞાન, પ્રાપ્ત, પર્યેષિત, અનુપર્યેષિત છે, મન દ્વારા અનુચરિત છે તેનું પણ ઉપાદાન ન કરવું, ચિત્ત આસક્ત ન કરવું તેવા અનાસક્તિયોગનો ઉપદેશ સારિપુત્રએ અનાથપિંડિકને આપ્યો હતો. ३० તૃષ્ણા અને તૃષ્ણામાંથી ઉદ્ભવતા ઉપાદાન (વિષયનું ગ્રહણ)નો નાશ થાય એટલે પુનર્જન્મ અને પુનર્જન્મ સાથે જોડાયેલાં જરા-મરણ વગેરે દુઃખો શમી જાય. આ દુઃખરહિત સ્થિતિ-સંસ્કારોનું જેમાં નિઃશેષ ઉપશમન થયું છે, તે શાંત સ્થિતિ તે નિર્વાણ. નિર્વાણ એટલે બુઝાઈ જવું. મનુષ્યના હૃદયમાં હુંપણું, મિથ્યાભિમાન અને રાગ-દ્વેષ વગેરે જે જે વૃત્તિઓ સળગે છે તેનું બુઝાઈ જવું. આ રીતે રાગદ્વેષરહિત ચિત્તની જે શાન્ત સ્થિતિ-ઉચ્ચ ચેતના (સચ્ચિદાનંદ સ્વરૂપ)ની પરમ શાન્તિ અને ૫૨મ શુદ્ધ સુખ કે આનંદની અનુભૂતિ તે નિર્વાણ. આ નિર્વાણની સ્થિતિ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની સ્થિતપ્રજ્ઞાવસ્થા એ લગભગ સરખી આધ્યાત્મિક અનુભૂતિની ઉચ્ચ સ્થિતિ છે. આ રીતે ભગવાન બુદ્ધનું નિર્વાણપદ તથા ભગવદ્ ગીતાની સ્થિતપ્રજ્ઞની બ્રાહ્મી સ્થિતિ એ ભારતીય દર્શનનું ઉચ્ચ આધ્યાત્મિક શિખર છે, જે નિષ્કામ કર્મયોગ કે નિરાસ્રવ કર્મની સાધનાથી સિદ્ધ કરી શકાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy