SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યમાં બૌદ્ધદર્શનનો પ્રભાવ ૫૩. કવિ “પારમિતા' નો સાથ માગે છે. તેમની કેટલીક કાવ્યપંક્તિઓ આ સંદર્ભમાં ધ્યાનાર્હ છે : મારે કોઈ દુશ્મનો નથી... તમને તો હથેળીમાં મેં ભાગ્યની જેમ સાચવ્યા છે...” “જે કોઈ પણ માનવીને તિરસ્કારે.... તે આજથી કવિતા ન લખે !' પણ રાઘવ ! એટલું જોજો કે અશ્વમેઘ યજ્ઞ કાજે ધડબડાટતા તમારા અશ્વોની ખરીઓ હવે વાગે નહિ આ રંક ધરતીને કે નક્ષત્રોને..” ‘તમારા યજ્ઞનું ઋત હજો હવે ન અશ્વમેઘ, કિંતુ હો સહસા સંમુખ ફૂટી આવેલી મોહિનીસ્વરૂપ વિશ્વવેદના-પુરુષની પ્રકાશ-ભાષા ને હો નક્ષત્ર-નક્ષત્રોની પ્રલંબિત માન મુખરતા.” કવિ યુદ્ધનો-હિંસાનો સ્પષ્ટ વિરોધ કરે છે. અહીં ભગવાન બુદ્ધ યજ્ઞમાં થતી હિંસાનો ત્યાગ કરવા સૂચવ્યું હતું તેનો નિર્દેશ છે. આ કવિતાઓનો સ્થાયીભાવ કરુણામૂલક શાશ્વતી-વેદના છે. તેમાં કરુણા, મૈત્રી અને મુદિતાની સાથે ઉપેક્ષાનો ભાવ પણ અનુભવાય છે. પ્રતિહિંસામાં મેં કદાચ અહીંના આકાશને લાલ રંગી નાખ્યું હોત ! પણ હું વેદનાના ઋતને જાણું છું દરેક પંખીની હત્યા વખતે એક કવિનું મૃત્યુ થાય છે. એટલે તો આ આકાશમાં મેં પંખીને ન મારવાનો ઢંઢેરો પીટ્યો હતો દોસ્તો ! પણ મારી અપ્રતિહિંસા કરતાં વધારે આદ્ર છે તમારો પ્રેમ ! તમને તો ખબરેય નથી પણ બસસ્ટૉપની કતારોમાં વરસાદનાં ટીપાં લૂછતાં અનાવરણ થઈ ગયેલા તમારા ચહેરાઓમાં ઘણી વાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy