________________
૧૮૦
ઉપનિષદ
यद्यप्येनत् शुष्काय स्थाणेव ब्रूयात् जायेरन्नेवास्मिन् शाखाः प्ररोहेयुः पलाशानीति ॥ [छां.६८ ] આ (જ્ઞાન) એકાદ સૂકા ઠૂંઠા આગળ પણ વાણી દ્વારા વ્યક્ત કરવામાં આવે તો તેમાં પણ શાખાઓ ફૂટશે અને પાંદડા ઊગી નીકળશે.
વિવિધા
૧. ઉપનિષદોનું મહત્ત્વ :
ભારતીય દર્શનની ગંગોત્રી તે આ ઉપનિષદો છે. પ્લેટોના સંવાદોના જેવું જ ઉપનિષદોનું ભારત વર્ષના તત્ત્વજ્ઞાન તથા ધર્મના ઇતિહાસમાં સ્થાન છે. આમ તો ઉપનિષદો એ ‘વેદ’ નો જ એક ભાગ-અંતિમ ભાગ છે. “વેદ” શબ્દ જ્ઞાનનો પર્યાય
છે. અર્થાત્ જ્ઞાનપ્રધાન સાહિત્ય તે વેદ છે. આ “વેદ” સાહિત્યમાં અર્થાત્ વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ એ ચાર વેદોનો, શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ વગેરે બ્રાહ્મણ સાહિત્યનો, અરણ્યમાં રચાયેલાં જ્ઞાન તથા ચિંતનપ્રધાન આરણ્યકોનો અને સંપૂર્ણપણે જ્ઞાનકાણ્ડમાં જેનો સમાવેશ થાય છે એવાં ઉપનિષદોનો સમાવેશ થાય છે. આ ‘વેદ’ સાહિત્યના અન્ત અર્થાત્ છેડે ઉપનિષદો છે અને એથી આ ઉપનિષદોને વેદાન્ત કહેવામાં આવ્યાં છે. પણ આ તો સ્થૂળ અર્થમાં “વેદાન્ત” શબ્દની સમજૂતી થઈ. વસ્તુતઃ “અન્ત” એટલે સાર, નિચોડ, અંતિમ લક્ષ્ય, અને આ અર્થમાં ઉપનિષદોમાં વૈદિક સાહિત્યનો નિચોડ, સાર, અર્થાત્ એનો સારભૂત અર્ક રહેલો છે. ઉપનિષદો આરણ્યક સાહિત્યના જ વિશિષ્ટ અંગ છે અને ઋગ્વેદ કાળથી આરંભાયેલી આર્યોની “સત્ય” સંશોધનની મથામણનો નિચોડ આ ઉપનિષદોમાં પ્રાપ્ત થાય છે. જીવ,જગત તથા જગતના સર્જનહાર જગદીશ અને જીવાત્મા તથા પરમાત્મા વચ્ચેના સંબંધ વિશેના મૂળભૂત અને તાત્વિક પ્રશ્નો-સમસ્યાઓની ખૂબ જ સચોટ વિચારણા આ ઉપનિષદ સાહિત્યમાં થયેલી છે. આર્યોનું જીવનદર્શન કેટલું ઉન્નત તથા ઉદાત્ત હતું એની ઝાંખી પણ આપણને આ ઉપનિષદ સાહિત્યથી થાય છે. ભારત વર્ષના દાર્શનિક સિદ્ધાંતો તથા ધાર્મિક સિદ્ધાંતોનો મૂળ સ્રોત્ર આ ઉપનિષદો છે. આ જ્ઞાનનો સાગર એવાં ઉપનિષદો એ તો આધ્યાત્મિક માનસરોવર છે જેમાંથી અનેક જ્ઞાનગંગાઓ પ્રગટેલી છે જે અધ્યાપિપર્યંત વિશ્વના દરેક મુમુક્ષુ તથા જિજ્ઞાસુના જીવનને પાવન અને ઉન્નત કરે છે. ઉપનિષદો, બ્રહ્મસૂત્ર તથા ભગવદ્ગીતા-એ ત્રણ હિન્દુ ધર્મ તથા દર્શનની પ્રસ્થાનત્રયીમાં પણ ઉપનિષદોનું સ્થાન તથા મહત્ત્વ ખૂબ જ વિશેષ અને અનન્ય છે. કારણ કે ઉપનિષદોમં જે વિસ્તાર અને વિગતપૂર્ણ નિરુપણ છે તેનો જ સાર=અર્ક ગીતામાં છે. આ અર્થમાં જ ઉપનિષદોને ગાયો કહી છે અને એમાંથી જે અમૃતરૂપી દૂધ કૃષ્ણ ભગવાને દોહ્યું છે તે જ આ ગીતાપાત્રમાં મૂકેલ છે. બ્રહ્મસૂત્રોમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org