________________
જૈનદર્શનમાં લશ્યાનો સિદ્ધાંત
૧૨૭
નૈતિક આચરણની દૃષ્ટિએ ગીતાના સોળમા અધ્યાયમાં દેવી અને આસુરી પ્રકૃતિનું નિરુપણ છે, તેમાં પણ મૂળભૂત દૃષ્ટિબિંદુ મનુષ્યના આંતરબાહ્ય ભાવ અને ક્રિયાના સંદર્ભમાં જ નિહિત છે.
આ વર્ગીકરણ વ્યક્તિગત નૈતિકતાની સાથે સામાજિક દૃષ્ટિએ પણ કરવામાં આવ્યું છે. સામાજિક દૃષ્ટિએ તેમાં ચાતુર્વણ્ય-ચાર વર્ણ કે જ્ઞાતિપ્રથાના સિદ્ધાન્તનું રૂપ ગ્રહણ કર્યું. તેમાં જન્મગત જ્ઞાતિપ્રથા કે કર્માનુસાર જ્ઞાતિપ્રથા-એવો વિષાદ પણ રહ્યો. સૂક્ષ્મ રૂપે તેમાં પણ માનવ પ્રકૃતિમાં રહેલ શુભ-અશુભ મનોભાવોને જ મહત્ત્વ અપાયું
આ પ્રમાણે માનવપ્રકૃતિમાં રહેલી સદ્ અને અસત્ વૃત્તિનું વ્યક્તિ સ્વરૂપ જે સૂક્ષ્મ છે અને સ્થૂળ દૃષ્ટિએ જોઈ શકાતું નથી - તે લેગ્યા છે. શુભ અને અશુભ વૃત્તિઓ અને કર્મ અનુસાર મનુષ્યની આસપાસ રચાતા આભામંડળથી વ્યક્તિનો સાચો પરિચય મેળવી શકાય છે શુભ-અશુભ વૃત્તિઓ અને આભામંડળના રંગ વિશે જૈન ઉપરાંત વિવિધ દર્શનોમાં પણ ઊંડું સંશોધન થયું છે. તથા વ્યક્તિ અને સમષ્ટિના વ્યાપક ધોરણે પણ આ વિશે વિચારણા કરવામાં આવી છે, વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.
પાદટીપ ૧. चंडो ण मुंचई वेरं, भंडणसीलो य धरमदयरहिओ ।
दुट्ठो ण य एदि वसं, लक्खणमेयं तु किण्हस्स ।।९।। मंदो बुद्धिविहीणो, णिविणाणी य विसयलोलो य । लक्खणमेयं भणियं, समासदो णीललेस्सस्स ॥१०॥ रुसइ णिदइ अन्ने, दूसइ बहुसो य सोयभयबहुलो । ण गणइ कज्जाकज्जं, लक्खणमेयं तु काउस्स ॥११॥ जाणइ कज्जाकज्जं, सेयमसेयं च सव्वसमपासी । दयदाणरदो य मिदू, लक्खणमेयं तु तेउस्स ॥१२॥ चागी भद्दो चोक्खो, अज्जवकम्मो य खमदि बहुगं पि । साहुगुरुपूजणरदो, लक्खणमेयं तु पम्मस्स ॥१३|| ण य कुणइ पक्खवायं, ण वि य णिदाणं समो य सव्वेसि । णत्थि य रायद्दोसा, णेहो वि य सुक्कलेस्सस्स ॥१४॥
સંદર્ભગ્રંથો १. सम्बोधि-श्री युवाचार्य महाप्रज्ञ २. जैन-बुद्ध और गीता का तुलनात्मक अध्ययन - श्रीसागरमल जैन ३. समणसुत्त-सर्व-सेवासंघ-प्रकाशन
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org