________________
૭૨
ત્રિપિટક સાહિત્ય
સદ્ધર્મ ચિરાયુ બનાવવા માટે ગૌતમ બુદ્ધે ધર્મવાણીને શુદ્ધ, સુવ્યવસ્થિતરૂપમાં સુરક્ષિત રાખવા અને પોતે જે ધર્મને સ્વયં અભિજ્ઞાત કરીને ઉપદેશ આપ્યો હતો તેનું વિવાદરહિત બનીને સાંગાયાન કરવા જણાવ્યું હતું, જેથી તેનો અર્થ પણ યથાતથ જળવાઈ રહે. ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ બાદ મહાસ્થવિર કાશ્યપના નેતૃત્વમાં ૫૦૦ મુખ્ય શિષ્યોએ તેમના આદેશને ચરિતાર્થ કરવા પ્રથમ સામુહિક સાંગાયનનું આયોજન રાજગૃહમાં કર્યું. ત્યારબાદ સમયાન્તરે ભારતમાં, શ્રીલંકામાં અને બર્મામાં અલગ અલગ સંગીતિઓનું આયોજન કરીને ધર્મવાણીને સુવ્યવસ્થિતરૂપે સંકલન કરવાના પ્રયાસો ચાલુ રહ્યા, છેવટે ઈ.સ. ૧૯૫૪-૫૬માં બ્રહ્મદેશમાં યેલી સંગીતિમાં પાલિ ત્રિપિટકની હાલમાં ઉપલબ્ધ અંતિમ વાચના તૈયાર કરવામાં આવી. તે સાથે ભગવદ્ વાણીને કંઠસ્થ કરીને તેની પરંપરા ચાલુ રાખવાની પદ્ધતિ પણ કાયમ રહી છે.
વિવિધા
ગૌતમ બુદ્ધે જે ધર્મોપદેશ આપ્યો છે તે ત્રિપિટકના ગ્રંથોમાં સંકલિત થયો છે. તેમનો ધર્મ ‘બહુજન હિતાય, બહુજન સુખાય...' હોવાથી તત્કાલીન મગધના આસપાસના પ્રદેશોમાં બોલાતી લોકભાષા પાલિ ભાષામાં આ ઉપદેશ અપાયો હતો. તેથી ત્રિપિટકના ગ્રંથોની ભાષા પાલિ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org