Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala
Catalog link: https://jainqq.org/explore/005883/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કાવI. યાહાહ લેખક : સ્વ. શ્રી ચંદુલાલશચંદ શાહ ‘શ્રી ચંદુ ૧૧ પ્રકાશક શ્રી બાબુભાઈ ઠ્ઠીવાળા Page #2 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય “શ્રી ચંદ્ર” પરીવારો જિતેન્દ્ર તથા આનંદી શાહ સુરેન્દ્ર તથા વાસંતી શાહ રવીન્દ્ર તથા પલ્લવી કોબાવાલા રશ્મિકાંત તથા રેખા શાહ ડૉ. પંકજભેન ચંદુલાલ શાહ Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ તે અનેકાંત સ્યાદ્વાદ – લેખક – રવ. શ્રી ચંદુલાલ શચંદ શાહ “શ્રી ચંદ્ર” Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક બાબુભાઈ કડીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૦૦ વિક્રમ સંવત - ૨૦૨૧ ઇ. સ. - ૧૯૬૫ વીર સંવત - ૨૪૯૧ ♦ દ્વિતીય આવૃત્તિ પ્રત : ૧૫૦૦ વિક્રમ સંવત - ૨૦૫૯ ઇ. સ. - ૨૦૦૩ · પુસ્તક મેળવવાનું સ્થળ : બાબુભાઈ કડીવાળા સોનારીકા, જૈન નગર, નવા શારદા મંદિર રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. ફોન નં. : ૬૬૨૧૭૦૫ Pallavi & Ravi Kobawala 1637, N. Brentford Dr- Naperville, IL. 60563, U.S.A. ph. 630 355 5622 જિતેન્દ્ર સી. શાહ ૧૧એ/બી, સૈમી સોસાયટી વિ.૨ સુભાનપુરા, વડોદરા - ૩૮૦૦૨૩ (૦૨૬૫) ૨૨૮૦૬૫૭ - ૨૨૮૦૬૯૮ Printed & Designed by - Mahalaxmi Offset Printers Mr. Rashmikant B. Mehta 106/A, Parvati Ind. Estate, Tavdipura, Shahibaug, Ahmedabad - 380 004. (INDIA) Phone : 5633551, 5625004, 5625639. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના “અનેકાંત અને સ્યાદ્વાદ” (અનેકાંત અથવા સ્યાદ્વાદ) જેવા ગહન ગ્રંથની પ્રસ્તાવના લખવા માટે “શ્રી જૈન માર્ગ આરાધક સમિતિ આદોની (આંધ) તરફથી મને પ્રેરણા થઈ છે. તેથી થોડું લખવા પ્રવૃત્ત થયો છું. શ્રી જૈન માર્ગ આરાધક સમિતિ’ તરફથી સંવત ૨૦૧૯માં આ ગ્રંથની હિન્દી આવૃતિ પ્રકાશીત થઇ ચૂકી છે, જે ઘણી લોકપ્રિય થઇ છે. તેની મૂળ ગુજરાતી રચના હાલમાં પ્રકાશિત થઈ વાચકોના કરકમલમાં સાદર થાય છે, તે પણ સારી રીતે લોકપ્રિય થશે તેવી આશા છે. આ ગ્રંથના લેખક શ્રી ચંદુલાલ શકરચંદ શાહ આજથી ૩ વર્ષ પહેલાં (સન ૧૯૬૨ ના જાન્યુઆરીની ૨૪મી તારીખે) અકાળે સ્વર્ગવાસી થયા છે, એ જાણી સૌ વાચકો દુઃખ અનુભવશે. સદ્ગત સાક્ષર ગૂજરાતના હતા. સન ૧૯૦૭ (સંવત ૧૯૬૩) માં તેમનો જન્મ અમદાવાદ પાસેના વહેલાલ ગામમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. તેઓ ચિ.ન. વિદ્યાવિહારના બુધ્ધિશાળી તેજસ્વી વિધાર્થીમાંના એક હતા. દેશ-પ્રેમ, ધર્મ-પ્રેમ અધ્યાત્મ-પ્રેમ દ્વારા તેઓ અનેકના પ્રીતિપાત્ર બન્યા હતા. દેશના અન્યાય અપમાનને સાંખી ન લે તેવા તે સ્વદેશભિમાની હતા. સન ૧૯૨૭ માં તેમમનાં લગ્ન સુયોગ્ય લીલાવતી કન્યા સાથે થયાં હતાં. દેશાટન અને પંડિત-મિત્રતા વગેરે ચતુરાઇનાં મૂળ કારણો તરફ તેમનું લક્ષ્ય ખેંચાયું જણાય છે.દેશવિદેશ જોવાની તેમની ભાવનાને કુદરતે અનુકૂળતા કરી આપી હતી. તેઓએ મુંબઈ, કલકત્તા, રંગુન, સીંગાપુર પીનાંગ આદિના પ્રવાસ દ્વારા વિવિધ અનુભવ મેળવ્યો હતો. દૂધમાંથી માખણ કાઢવાની યોજના તેમણે ઘડી હતી. વીમા એજન્ટ તરીકે કાર્ય બજાવ્યું હતું. તથા બીજા અનેક વ્યવસાયોમાં તેમણે કુશળતા પ્રાપ્ત કરી હતી. સન ૧૯૨૮ માં તેઓ “મજૂર મહાજન” સંસ્થાઓમાં જોડાયા હતા. સન ૧૯૩૦ માં મહાત્મા ગાંધીજીની પ્રસિદ્ધ દાંડીકૂચમાં-સત્યાગ્રહમાં જોડાયા હતા. તેમણે સૌરાષ્ટ્ર સમિતિના નિયામક તરીકે સેવા આપી હતી. સ્વદેશ સેવાર્થે સન ૧૯૩૦ થી ૩૨ માં જેલવાસનાં કષ્ટો ભોગવ્યા હતાં.ત્યાં તેમનું કેટલાય (૪૦) રતલ વજન ઘટી ગયું હતું. એ પછી સન ૧૯૩૨ માં મુંબઈ જન્મભૂમિ ટ્રસ્ટમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ તેઓ પત્રકાર-લેખક રિપોર્ટર તરીકે જોડાયા હતા, સન ૧૯૩૬ માં સ્વ. ભૂલાભાઈ દેસાઈના પંચમહાલ જિલ્લાના પ્રવાસના રિપોર્ટર (વૃતાંત-નિવેદક) તેઓ હતા. ફ્રી પ્રેસ જર્નલ અને જયભારત' વગેરે પત્રો દ્વારા પણ તેમણે સમાયોચિત કાર્યવાહી બજાવી હતી. તેઓ શેઠવીરચંદ પાનાચંદ સાથે આફ્રિકા-મોમ્બાસાના પ્રવાસે ગયા હતા, ત્યાં પણ હિંદીઓ પ્રત્યેના અન્યાય અપમાન અસહ્ય થતાં સાહસિક ચળવળ કરી હતી, તેમાં તેમણે સફળતા મેળવી હતી સન ૧૯૩૭ થી ભિન્ન-ભિન્ન વ્યવસાયમાં અને ક્રાંતિ-યોજના દ્વારા દેશ-સેવા બજાવી હતી. સન ૧૯૪૭. માં વેપારી મિત્ર સાથે અમેરિકા તથા સન ૧૯૪૯ માં ઇંગ્લંડચૂરોપના પ્રવાસે ગયા હતા. તેઓએ બહોળો અનુભવ મેળવ્યો હતો.વિવિધ પ્રવૃતિઓ કરી હતી. તેમના તે પ્રવાસનું વર્ણન પ્રકાશમાં આવશે, તો સમાજને ઘણું જાણવાનું મળશે. . * સન ૧૯૫૭ થી તેમના જીવને જાદો વળાંક લીધો જણાય છે. પૂર્વ સંસ્કાર તથા સાધુસંતોના સમાગમે તેઓ અધ્યાત્મના રંગે રંગાયા હતા. દરમ્યાન તેમણે અનેક શાસ્ત્રોનું અવલોકન-મનન-પરિશીલન કર્યું જણાય છે. તેમણે “અનેકાંતસ્યાદ્વાદ' જેવા ગ્રંથની સંકલના માટે વિવિધ ગ્રંથોનો આધાર લીધો છે, પાંચ વર્ષના પરિશ્રમ પછી આ ગ્રંથ-રચનાની સિદ્ધિ થઈ હતી, તેમ તેઓએ આ ગ્રંથમાં સૂચવ્યું છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના તેઓ ઊંડા અભ્યાસી ન હોવા છતાં ભાષાંતર ગ્રંથો વાંચી વિચારી આવી સરળ રચના કરી શક્યા. તેમાં તેમણે ગુરુદેવના માર્ગ-દર્શન, પ્રેરણા-પ્રોત્સાહને નિમિત્તભુત માન્યું છે. એ જ કારણે તેઓએ કૃતજ્ઞતાથી આ ગ્રંથ ગુરુદેવને સમર્પણ કર્યો હતો. ગમે તે કારણે ત્યાં ગુરુદેવનું નામ સ્પષ્ટ જણાવ્યું નથી, છતાં જાણવા પ્રમાણે તે પન્યાસજી મ. શ્રી ભાનુવિજયજી ગણિવર સમજાય છે. આવા શ્રેયસ્કર કાર્યમાં આવી ગ્રંથ રચના કરવામાં માર્ગદર્શન, પ્રેરણાપ્રોત્સાહન અને સહકાર કરનાર પણ ધન્યવાદને પાત્ર કહી શકાય. આવી ઉપયોગી વિશિષ્ટ સંકલના કરવામાં લેખકની ગંભીર સ્વચ્છ પ્રતિભા અને કલા-કુશલતા આકર્ષે તેવી છે. ગહન વિષયને રસપ્રદ રીતે વાર્તાલાપના રૂપમાં સમજાવવાની એમની શૈલી સૌ કોઈ વાચકનું ધ્યાન ખેંચે તેવી છે.લેખન તટસ્થ દષ્ટિથી છતાં અનન્ય શ્રદ્ધાથી થયું જણાય છે. આમાં વિચારણીયવિષયનેચર્ચવાના પ્રસંગને અનેક યુકિત-પ્રયુક્તિથી, દેશ-પરદેશોના અનુભવથી, બોધપ્રદ મનોરંજક દષ્ટાંતો સાથે દઢ રીતે સમજાવવા પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે, અનેકાંતસ્યાદ્વાદનું તાત્ત્વિક સ્વરૂપન સમજનારા કેટલાંકે તેને ‘સંશયવાદ' તરીકે ઓળખાવી ભ્રાન્તિ કરાવી હતી અને હજી પણ કેટલાક વગર વિચાર્યે-સમયે બ્રાન્તિ કરાવતા જણાય છે, અનેકાંત-સ્યાદ્વાદ જેવા મહત્વના વિષયને વિવિધ દષ્ટિથી વિચારવાનું Page #8 -------------------------------------------------------------------------- ________________ સમજાવનારા ઉપયોગી વિષય તરફ પણ કેટલાકર અરુચિ-અનાદર કેળવતા એવા લોકોને અને બીજાઓને પણ સ્યાદ્વાદનું સાચું રહસ્ય સમજાય, તેનું વાસ્તવિક મહત્વ લક્ષ્યમાં આવે એ રીતે આ ગ્રંથમાં સરસ શ્રેષ્ઠ પ્રયત્ન થયો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. - ઉત્તમ સરસ શૈલીથી આ ગ્રંથની રચના કરી લેખક ખરેખર અમર થઈ ગયા છે. પોતાનું સાચું સ્મારક રચી ગયા છે, બીજા લેખકોને-સાક્ષરોને-વિદ્વાનોને ઉચ્ચ પ્રેરણા આપી ગયા છે. પોતાનાં જીવનને યશસ્વી બનાવી ગયા છે અને બીજાઓનાં જીવન સમજ્જવલ બને એવો પ્રશંસનીય પ્રયત્ન કરી ગયા છે. - સદ્ગત બીજા પણ કેટલાક મહત્વના લેખો લખ્યા જણાય છે, તથા કેટલીક નવલિકાઓ અને નવલકથા પણ લખી હતી, તેમાંથી કેટલીક “કલ્યાણમાસિકમાં સુરેન્દ્રનગર તરફથી, તથા “ધર્મચક્ર' માં મફતલાલ સંધવી તરફથી અને ‘ગાંડીવ' સાહિત્ય મંદિર, સુરત તરફથી પ્રકાશિત થઈ હતી. ભકતામર સ્તોત્રનો ગુજરાતી અનુવાદ તથા બીજી પણ કેટલીક રચના કરી જણાય છે, તે પ્રકાશિત થવી ઘટે. પંન્યાસજી મહારાજ શ્રી ભાનવિજયજી ગણિવર પંન્યાસજી મ. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર તથા શ્રી તત્ત્વાનંદવિજયજી મ., શ્રી કુંદકુંદવિજયજી મ. આદિ સાથે તેમનો પત્રવ્યવહાર જીવનના અંતકાળ સુધી ચાલુ રહેલો જણાય છે, પત્રકાર મિત્રોને તેમણે કેટલીક જરૂરી સલાહ-સૂચના આપી હતી તેમ તેમના પત્રાદિથી જણાય છે. 1 - અંતકાળ પહેલા તેમણે પાનસરમાં ભગવાન મહાવીરના સાંનિધ્યમાં-શરણમાં ૧ મહિનાથી અધિક મૌનવ્રત સ્વીકાર્યું હતું-ધર્મધ્યાનમાં તેઓ તલ્લીન બન્યા હતા. પરમયોગીની જેમ પરમ પ્રભાવક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા-સમર્થ - તત્ત્વચિંતક પરમ શ્રદ્ધાળુ આશાસ્પદ સજ્જન ચંદુભાઈનો કર્તવ્ય પરાયણ આત્મા ૫૪ વર્ષ જેટલી વયમાં (સન ૧૯૬૨ જાન્યુઆરી તા. ૨૪મી ના પ્રભાતમાં) પરલોન્ગવાસી થયો. એથી એમના પરિચિત ગુણાનુરાગી સ્નેહીઓને-સંબધીઓને દુઃખની લાગણી થાય એ સ્વભાવિક છે. કલ્યાણ, ધર્મચક્ર, ગાંડીવ જેવા અનેક પત્રોના સંપાદકોએ સદ્ગતના સ્વર્ગવાસથી પોતાને અને સમાજને જે અસાધારણ ખોટ પડી છે તેની દુઃખદર્દભરી નોંધ લીધી છે-શ્રદ્ધાંજલિ સમર્પી છે. લેખકને સાક્ષાત્ મળવાનો મારે યોગ બન્યો નથી, તેમના સબંધી દુલ્લભદાસ ભણશાલીએ થોડા દિવસ પહેલાં મને જે લેખન-સામગ્રી વાંચવા મોકલાવી હતી, તેના આધારે સંક્ષેપમાં મેં અહિં લખ્યું છે. આશા છે કે સદ્ગતના સુપુત્રો સ્વ. પિતાશ્રીના નામને પરમ યશસ્વી બનાવશે. Page #9 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત-સ્યાદ્વાદ લેખકે આ ગ્રંથને આવશ્યક ૨૧ જેટલાં પ્રકરણોમાં વહેંચી વિશાળ તત્ત્વજ્ઞાન આપ્યું છે. (૧) પ્રવેશ પ્રકરણમાં-અમેરિકન ન્યૂયોર્કમાં વિદ્વાન મિત્ર સાથે ચર્ચા કરતાં લેખકે એ સિદ્ધ કરી સમજાવ્યું હતું કે-અનેકાંતવાદ ભ્રમ નથી અને એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણધર્મો રહી શકે છે. જૈન તત્ત્વજ્ઞાનની ચર્ચામાં વિજ્ઞાનના વિદ્યાર્થીને બુદ્ધિવાદના રહસ્ય સાથે સાપેક્ષવાદ-સ્યાદ્વાદનું સ્વરૂપ સમજાવ્યું હતું. પૃથ્વી ગોળ છે અને ભ્રમણ કરે છે. એ વિષયની ચર્ચા કરી છે. (૨) પ્રાથમિકમાં-જગતમાં ભિન્નભિન્ન માન્યતા, મત-મતાંતર, રાજનીતિ, લોક-શાસન, વિજ્ઞાન, ભૌતિક, આધ્યાત્મિક વિચારણી દષ્ટિ-દષ્ટિમાં અંતર, તર્કશુદ્ધ તત્ત્વજ્ઞાન માટે શોધ કરવા સૂચવ્યું છે. . (૩) ભૂમિકામાં તર્કનો આશ્રય લેવો, ન્યાયાલય, ન્યાયાધીશની પદ્ધતિ અને જગતની વિચિત્રતા છતાં સત્યની શોધ માટે જૈન તત્ત્વજ્ઞાનીઓએ આપેલ મહત્વનો સિદ્ધાંત અનેકાંતવાદ-સ્યાદ્વાદ તટસ્થ વૃત્તિથી વિવિધ પ્રકારે વિવિધ દષ્ટિબિંદુથી વિચારવા કહે છે. સર્વજ્ઞકથિત જૈન તત્ત્વજ્ઞાન તટસ્થ વૃત્તિથી વિચારવું જોઈએ. (૪) પરિચયમાં-જિન, જૈન, જૈનધર્મ, શબ્દપરિચય, જૈન ધર્મની પ્રાચીનતા, કેટલીક માન્યતા-૬ દ્રવ્યોની માન્યતા-(૧) ધર્માસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) જીવાસ્તિકાય, (૬) કાલ દ્રવ્યોનો પરિચય આપ્યા છે. (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ એ નવ તત્ત્વોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. વિશ્વ-રચના-વિચારમા ૫ કારણો સમજવાં જોઇએ (૧) કાલ, (૨) સ્વભાવ, (૩) ભવિતવ્યતા, (૪) પ્રારબ્ધ (કર્મ) અને (૫) પુરુષાર્થ (ઉદ્યમ) જ્ઞાનના ૫ ભેદો સમજવા જરૂરી છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણો (૨) પ્રત્યક્ષ અને પરોક્ષ, તેના ભેદો. સાધનો (૪) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ નયન્બે પ્રકારના (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક. નયના સાત ભેદો (૧) નૈગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર, (૪) ઋજીસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત નયના બે ભેદ- (૧) નિશ્ચય અને (૨) વ્યવહાર પણ છે. સપ્તભંગીની વિચારણા- (૧) ઉત્પાદ, (૨) વ્યય અને (૩) ધ્રૌવ્ય-એ ત્રિપદીની વિચારણા, આત્મા (બદ્ધ અને મુકત) સબંધી માન્યતા, જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષની માન્યતા. બે પ્રકારના ધર્મ- (૧) સર્વવિરતિ-સાધુધર્મ અને (૨) દેશવિરતિ-ગૃહસ્થધર્મ, નમસ્કાર મહામંત્રની માન્યતા વિષય સૂચી રૂપે સૂચવેલ છે. (૫) ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં - આચાર વિચારની માન્યતા-વિશેષ વિચારણા, વ્યાવહારિક દષ્ટાંતો, તત્ત્વજ્ઞાનમાં અનેકાંતવાદ. (૬) અનેકાતવાદમાં - શબ્દાર્થ, ૭ નયોના સમૂહરૂપ જૈન-દર્શન, અનેક ઉદાહરણો દ્વારા વિચારણા, વસ્તુમાં વિરુદ્ધ ગુણધર્મ હોવાની વિચારણા. સત્યઅસત્ય, સત્-અસત્, નિત્ય-અનિત્ય, ધર્મ-અધર્મ, પ્રકાશ-અંધકાર એકત્ર, બહ્મમાયા, ભિન્ન-અભિન્ન, અનેક દ્રષ્ટાંતો, અનેકાંત દૃષ્ટિથી સમભાવ-પ્રાપ્તિ તથા વાસ્તવીક વસ્તુનિર્ણય. (૭) સ્યાદ્વાદમાં - અનેકાંતવાદ તત્ત્વજ્ઞાનને પ્રકટ કરનારી પદ્ધતિ સ્યાદ્વાદ. સ્યાદ્વાદને ન સમજનારાઓએ તેને ‘સંશયવાદ’ તરીકે ઓળખાવ્યો. સ્યાદ્વાદ, - ‘વિશ્વનું અવલોકન કેવી રીતે કરવું જોઇએ' તે શીખવે છે. સમજવા લાયક દષ્ટાંતો. સાયદ્વાદથી સમ્યજ્ઞાન અને વ્યવહારમાં ઉપયોગી માર્ગદર્શન. (૮) ચાર આધારમાં - (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાલ અને (૪) ભાવ પર વિવિધ પ્રકારે વિચારણાં કરવામાં આવી છે, બોધક દૃષ્ટાંતો આપ્યાં છે. (૯) પાંચ કારણમાં - પૂર્વોકત પ કારણો પર વિવિધ દષ્ટાંતો સાથે વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. નિગોદ આદિ જીવ વિષયક વિચાર પણ છે. [૧૦] નય - વિચાર, પ્રમાણ અને નિક્ષેપમાં-સ્યાયહ્લાદને સમજવાનું વ્યાકરણ Page #11 -------------------------------------------------------------------------- ________________ નય. નય-નદી, સ્યાદ્વાદ-સમુદ્ર, પૂર્વોકત, (૨) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયોનું વિવેચન. ૪ પ્રમાણો પર વિચારણા તથા નિક્ષેપના ચાર પ્રકાર-(૧) નામ, (૨). સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ પર વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. [૧૧] સાત નયમાં - પૂર્વે દર્શાવેલ ૭ નયો પર દષ્ટાંતો સાથે વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. તેમજ (૧) વ્યવહાર નય અને (૨) નિશ્ચય નય સબંધોમાં પણ અનેક દષ્ટાંતો સાથે આવશ્યક વિચાર કરવામાં આવ્યો છે. [૧૨] અપેક્ષામાં જૂદી જૂદી અપેક્ષાથી અપેક્ષાવાદ - સાપેક્ષવાદ-સ્યાદ્વાદ પર વિચારણા કરવામાં આવી છે. [૧૩] સપ્તભંગીમાં - વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે જે ૭-ભંગોપ્રકાર-વિચારવાની રીતો છે, તે અહિં અનેક દષ્ટાંતો સાથે સમજાવવામાં આવી છે. [૧૪] બેરિસ્ટર ચક્રવર્તીમાં - પૂર્વ પ્રકરણને વિશેષ સ્પષ્ટતાથી સમજાવવા માટે અહિ એક કલ્પિત ઉદાહરણ રજુ કરવામાં આવ્યું છે. બેરિસ્ટર સાહેબને ઉદાર અને કૃપણ અપેક્ષાથી જણાવ્યા છે. એક ખૂન કેસમાં બચાવ-પક્ષે તેમની વિવિધ પ્રકારે દ્રવ્ય,ક્ષેત્ર, કાલ, ભાવથી) વિચારણા દર્શાવી છે. એ રીતે સ્યાદ્વાદનો વ્યવહારમાં સત્ય અને ન્યાય વિચારવામાં-પણ ઉપયોગ સમજાવ્યો છે. [૧૫] પાંચ જ્ઞાનમાં - પૂર્વોકત પાંચ જ્ઞાનનો વિસ્તારથી પરિચય કરાવતાં, જ્ઞાન સાથે ક્રિયા હોય તો મોક્ષ મેળવી શકાય એ વિવેચનથી સમજાવ્યું છે.સમ્યજ્ઞાન-સાચું જ્ઞાન જરૂરી છે. અનેકાંત તત્વ-વિજ્ઞાન એ સાચું જ્ઞાન છે. [૧૬] કર્મમાં-કર્મ-ક્રિયા-દ્રવ્યક્રિયા - ભાવક્રિયા વગેરે વિચારણા કરતાં પૂર્વે જણાવેલ ૮ કર્મો (ઘાતી અને અઘાતી) સબંધમાં વિચારણા કરવામાં આવી છે. આત્મા સાથે કર્મ પુગલોનો બંધ સમજાવ્યો છે. કર્મનું સ્વરૂપ, તથા તેનું પરિણામ જણાવવામાં આવ્યું છે.તથા કર્મથી મુક્ત કેવી રીતે થઈ શકાય તે પણ સૂચવ્યું છે. [૧૭] આત્માના વિકાસક્રમમાં આત્માનો વિકાસક્રમ કઈ રીતે થાય?આત્મા કોણ? “હું અને મારું વગેરે વિચાર કરતાં વેર-ભાવ તજી સર્વ પ્રાણિમાત્ર સાથે મૈત્રીની ભાવના હોવી જરૂરી છે. જીવ, અજીવ, આદિ પૂર્વોક્ત નવ તત્વોનું જ્ઞાન આવશ્યક છે. એ સબંધમાં વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. મોક્ષ પ્રાપ્ત કરવાનાં ૧૪ સોપાન પગથી-ગુણસ્થાનકોનું દિગ્દર્શન કરાવ્યું છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ [૧૮] જીવન ઝંઝટમાં - બોધક દંષ્ટાતો સાથે ચર્ચા કરી છે. (૧) દુઃખગર્ભિત, (૨) મોહ-ગર્ભિત અને (૩) જ્ઞાન-ગર્ભિત વૈરાગ્યના પ્રકારો સમજાવ્યા છે. સ્કાયદ્વાર પદ્ધતિ સમજવા માટે લશ્કરમાં ભરતી કરનાર એક અધિકારીનું રમુજી દષ્ટાંત રજુ કર્યું છે. આચરવા યોગ્ય પાંચ આચારો (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ એ પાંચેની જીવનમાં ઉપયોગિતા વિસ્તારથી વિવિધ પ્રકારે સમજાવી છે. આંતરિક અહિતકર પરિપુઓ પર વિજય મેળવી અહિંસા આદિના પાલનથી વાસ્તવિક સિદ્ધિ મેળવી શકાય. ' [૧૯] ખંડન-મંડનમાં, [૨૦] નમસ્કાર મહામંત્રમાં ઉપયોગી વિચારો દર્શાવી [૨૧] વિદાય પ્રકરણ દ્વારા લેખકે ગ્રંથનું અંતિમ મંગલ કરતાં જીવનનું પણ અંતિમ મંગલ સાથું જણાય છે. આ ગ્રંથમાંથી અવતરણો આપી અંહિ પુનરુક્તિ કરવાનું મને ઉચિત લાગ્યું નથી. લેખકની અંતિમ ઈચ્છા પ્રમાણે જિજ્ઞાસુ વાચકો આમાંથી સ્વલ્પ પણ અમૃતપાન કરશે તો અનેકાંત-સ્ત્રાયદ્વાદ-જૈન તત્ત્વજ્ઞાન સમ્યજ્ઞાન દ્વારા, સમ્યગ્દર્શન શ્રદ્ધાળુ થઈ સમ્મક્રિયા- ચારિત્રનું પાલન કરી અજરામર બનશે એવી આશા અસ્થાને નથી. . • આ ગ્રંથનું નામ “અનેકાંત અને સ્યાદ્વાદ' એવું રાખવામાં આવ્યું છે, તેને બદલે “અનેકાંત અથવા સ્યાદ્વાદ' એવું રાખ્યું હોત તો ઉચિત ગણાત એમ મને લાગે છે. સુપ્રસિધ્ધ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર પોતાના સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનના પ્રારંભમાં બીજું સૂત્ર “ધ્ધિ: ચહિલા રચી, તેની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં સ્યાદ્વાદને જ અનેકાંતવાદતરીકે ઓળખાવ્યો છે. બીજા વ્યાખ્યાનકારોએ પણ સ્યાદ્ધાના “ચા”પદને “અનેકાંત' દ્યોતક અવ્યય તરીકે જણાવેલ છે. એટલે સ્યાદ્વાદ એજ અનેકાંતવાદ કહી શકાય.શ્રી હેમચન્દ્રાચાર્યે વીતરાગસ્તોત્રના ૨૦ પ્રકાશોમાં, ૮ મો પ્રકાશ વીતરાગ-હેમચન્દ્રાચાર્યે રચેલી અન્યયોગવ્યવચ્છેદદ્વત્રિશિકા પર મલ્લિષેણ સૂરિ જેવા સમર્થ વિદ્વાને, સ્યાદ્વાદમંજરી વૃતિ રચી છે, જે સુપ્રસિધ્ધ છે. અમે તેનો અભ્યાસ લગભગ ૫૦ વર્ષ પહેલાં “વારાણસી માં કર્યો હતો અને તેની પરીક્ષા (જનન્યાય-મધ્યમા) સન ૧૯૧૪માં પટણા (બિહાર) જઈ આપ્યાનું યાદ છે, તથા મુંબઈ જૈન શ્વે. એજ્યુકેશન બોર્ડના ૫ મા ધોરણના જૈન ન્યાય વિભાગની પરીક્ષા (જેમાં સ્વાદ્વાદમંજરી' હતી) વારાણસીમાં એ જ Page #13 -------------------------------------------------------------------------- ________________ અરસામાં આપી હતી, એમાં પણ એવું જ સૂચન મળે છે. ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિરાજશ્રીન્યાયવિજયજીએ રચેલ પખંડાતભક “જૈનદર્શન' ગ્રંથના પંચમ ખંડમાં (નવમી આવૃતિ પૃ. ૪૩૧' સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ' આવું નામ આપી એ પ્રકરણમાં આ વિષયનું વિવેચન કર્યું છે.' વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં “ મન્નસંમવાનું સુત્ર દ્વારા અનેકાંતવાદનું ખંડન કરવા જે પ્રયત્ન કર્યા છે તે અસ્થાને થયો છે. એ સબંધમાં આધુનિક તટસ્થ વિચારક વિદ્વાનોના અભિપ્રાયો મેં “સિદ્ધરાજ અને જૈનો' નામની લેખમાલામાં આજથી ૩૫ વર્ષો પહેલા ટાંક્યા હતા. આ લેખમાલા ગયા વર્ષમાં મ.સ. યુનિવર્સિટીપ્રાચ્યવિદ્યામંદિર તરફથી “શ્રી સયાજી સાહિત્યમાલા' માં પ્રકાશિત થઈ ગયેલ છે. સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિ જેવા ધુરંધર સમર્થ તાર્કિક વિદ્વાને“અનેકાંતજયપતાકા' ગ્રંથ દ્વારા તથા વાદી શ્રી દેવસૂરિ જેવા પ્રભાવક આચાર્યે “સ્યાદ્વાદ રત્નાકર' જેવા વિશાળ ગ્રંથ દ્વારા અને બીજા પણ અનેક તત્વજ્ઞ દાર્શનિક વિદ્વાનોએ : સંસ્કૃત ભાષામાં આ વિષય પર ઘણું વિવેચન કરી પ્રકાશ કર્યો છે. ગહન તત્ત્વજિજ્ઞાસુ વિદ્વાનો એનું અવગાહન કરતાં સંતોષ પ્રાપ્ત કરશે. સંસ્કૃત ભાષા અને તર્કશાસ્ત્રનું ઊંડુ અવગાહન ન કરી શકનારા જિજ્ઞાસુ વાચક સજ્જનોને આ ગ્રંથ વાંચવા સમજવામાં રસ ઉત્પન્ન કરશે.અનેકાંત-સ્યાદ્વાદ જેવા ઉપયોગી ગહન તત્ત્વનું રહસ્ય સમજવા માટે આ ગ્રંથ અવશ્ય વાંચવો જોઇએ. શાળા-મહાશાળા પાઠશાળાઓમાં આનું અધ્યયન અવશ્ય થવું જોઇએ. ઉચ્ચ કક્ષાના અભ્યાસી પાઠકોને આ ગ્રંથનું પઠન-પાઠન ઉપયોગી અને આનંદપ્રદ થશે એવી આશા છે. આ ગ્રંથના અનુવાદો અન્ય ભાષાઓમાં પણ થાય એ ઇચ્છવા યોગ્ય છે. આ ગ્રંથની પ્રસ્તાવના લખવાની તક આપવા માટે હું શ્રી જૈન માર્ગ આરાધક સમિતિ આદોની (આ%) નો, અંત:કરણથી આભાર માનું છું. નિવેદક સં. ૨૦૨૧ માર્ગ. વ. ૧૦. શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક દિવસ. વડીવાડી, રાવપુરા લાલચંદ્ર ભગવાન્ ગાંધી, નિવૃત “જૈન પડિંત'-વડોદરા રાજય]. Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જૈન સિદ્ધાંતોની સાર્વભૌમતા બહુજનમાન્ય છતાં અનેકાંત જેવો સર્વ શિરોમણી સિદ્ધાંત વાતચીતની પદ્ધતિએ આજ સુધી ક્યાંય છપાયો જણાયો નથી. અમને જણાવતાં હર્ષ થાય છે કે અમદાવાદ વાળા સ્વ. ચંદુલાલભાઈ શકરચંદ શાહે જ્ઞાનની આરાધના નિમિત્તે “અનેકાંત અને સ્યાદ્વાદ” નામનો પ્રૌઢ અને રસાળ શૈલીથી ગુજરાતીમાં લખેલો ભવ્ય ગ્રંથ અમને દ્વિતિય આવૃત્તિનું પ્રકાશન કરવા માટે અમોને આપ્યો. શ્રી ચંદુભાઈ પરમ પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભંદ્રકરવિજયજી ગણિવર્ય સાથેના સાનિધ્યમાં શ્રી ગુરુર્ભાગવતની પરમ કૃપાથી આ ગ્રંથને લખીને સમગ્ર જૈન તેમજ અજૈન ને ઉપયોગી માર્ગદર્શન મળી તેવી વાસ્તવિકા સર્જી આ સમાજ ઉપર તેમને ઘણો ઉપકાર કર્યો છે. શ્રી ચંદુભાઈનો સંપર્ક શ્રી ગુરુમહારાજના સાનિધ્યમાં રહ્યો તે દરમ્યાન થયો અને આવી તેજસ્વી અને મહાન લેખક તરીકે “શ્રી ચંદ્ર”ના નામે ખ્યાતિ પામેલ તેવી વ્યક્તિનો મને લાભ મળ્યો અને આજે તેમના કુટુંબીજનો તરફથી આ ગ્રંથની દ્વિતિય આવૃત્તિ ને ગુજરાતીમાં છપાવી પ્રસિદ્ધ કરવા માટે મને જે શક્તિમાન ગણ્યો છે. તેથી તેમના કુટુંબીજનોનો હું ખુબ જ આભાર માનું છું. અને આ આવૃત્તિ પ્રગટ કરવા માટે તેઓ ભાગ્યશાળી થયા છીએ. આ ગ્રંથના હિંદી, મરાઠી અનુવાદો તો પહેલાં જ છપાઈ ગયા છે. આ ગ્રંથ વાંચતાં એવો રસ આવશે કે તે પુરો કર્યા વગર નીચે મૂકાય જ નહિ એવી સુંદર શૈલીથી શ્રી ચંદુભાઈ “શ્રી ચંદ્ર” લખ્યો છે. આમાં ઘરગથું દૃષ્ટાંતો, ઉપમાઓ ઘણી છતાં પારિભાષિક શબ્દો નહિ જેવા હોવાથી અર્જન પણ સહેલાઈથી સમજી શકે છે. જરૂર તે ઠેકાણે વૈજ્ઞાનિક દષ્ટિએ તુલના પણ કરવામાં આવી છે. આ ગ્રંથના આરંભથી અનેકાંતવાદનો દરેકે કરવો પડતો અનિવાર્ય સ્વીકાર બતાવી, પછી તેનું વિસ્તૃત સ્વરૂપ, સાત નય, સપ્તભંગી, નવ તત્ત્વ, જીવન તેમજ જગત્ની જટિલ ગુંચવણનો ઉકેલ કરવામાં અનેકાંતવાદની અનન્ય ઉપયોગિતા આદિ બાબતો એવી સચોટયુક્તિઓ પૂર્વક અને માનસશાસ્ત્રની દષ્ટિએ લખાઈ છે કે જૈન અજૈન કોઈ પણ વ્યક્તિ એને લક્ષ્મપૂર્વક વાંચે તો અમે માનીએ છીએ કે તેને અનેકાંતની દઢ શ્રદ્ધા ઉત્પન્ન થતા વાર નહિ લાગે. Page #15 -------------------------------------------------------------------------- ________________ આવા મહામુલા ગ્રંથનું દ્વિતિય આવૃત્તિમાં પ્રકાશન કરી સમગ્ર જૈન તેમજ અજૈનને ઉપયોગી થાય તેવી કૃતિને આપણા કરકમળમાં મુકતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આ ગ્રંથના દ્વિતિય આવૃત્તિના પ્રકાશન સમયે તેમના કુટુંબીજનોના સહુના સહકારની હું ભવ્ય અનુમોદના કરું છું. આવો મહામુલો ગ્રંથ વાંચીને સૌને વાંચવા માટે પ્રેરણા આપશો તેવી મારી આપ સર્વે વાંચક મિત્રોને નમ્ર અપીલ છે. જેથી જૈન શાસનની અનુમોદના વધશે. એજ લિ. • શ્રી બાબુભાઈ કડીવાળાં Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ર” ના વારસદારોની માહિતી અનેકાન્ત સ્યાદ્વાદ” ના પુનર્મુદ્રણ પ્રસંગે લેખકશ્રી ચંદુલાલ શકરચંદ શાહ (શ્રીચંદ્ર) ના વારસદારો તરફથી : પુજ્ય આચાર્ય ભગવંતશ્રી મિત્રાનંદસૂરીશ્વરજીની શુભાશીષભરી પ્રેરણા અને પુજયશ્રી બાબુભાઈ કડીવાળાના પ્રેરક સક્રિય સહકારભર્યા આશીર્વાદથી અલભ્ય થઈ ગયેલ આ પુસ્તકનું ગુજરાતીમાં પુનઃમુદ્રણ કરવાનું શક્ય બન્યું છે ત્યારે એકતાલીસ વર્ષ પૂર્વે ૨૪ જાન્યુ. ૧૯૬૨ના પ્રાત:કાળે પરલોકે સીધાવી ગયેલા પુજય પિતાશ્રીને ભાવપૂર્વક વંદન કરીયે છીએ. અમે સાત ભાઈ બહેનો તે વખતે ૧૦ વર્ષથી ૨૫ વર્ષની અંદરની ઉમરના! અને તે વખતે કુટુંબનું સુકાન ખુબ જ કુશળતાપૂર્વક સ્વ. પુજ્ય બા લીલાબાએ સંભાળી લીધેલું અને ઈ.સ. ૨૦OOના ૩૦ મેના રોજ ૮૯ વર્ષની વયે તેમણે પણ અમને સહુને શાસન સેવા અને જૈનત્વનો સંસ્કારવારસો આપીને વિદાય લીધી. સ્વ. બાપુજી, અમે પિતાશ્રીને બાપુજી. કહેતા - એ તેમના પંડીત મિત્રતાના શોખના અમને સહુને પણ સંસ્કાર આપ્યા હતા. : : - આર્થીક ઉણપોને આધ્યાત્મિક ઉત્થાનની અનુપમ તકમાં ફેરવવાની ' તેમની અદ્ભુત શક્તિએ, તેમને પુજ્ય પન્યાસજીશ્રી ભદ્રંકર વિજયજી, પુજ્ય આચાર્યભગવંતશ્રી ભુવનભાનુસૂરિજી (તે વખતે તેઓ પુજયશ્રી પન્યાસ પદવીએ બિરાજતા હતા) આદિ ઉત્તમોત્તમ ગુરૂભગવંતોના સાન્નિધ્યમાં સ્થાપીત કર્યા અને છેક સુધી ગુરૂભગવંતોના કૃપા પાત્ર અને પ્રીતિપાત્ર બની રહ્યા. તેમણે વિદાય લીધી ત્યારે છેલ્લા દોઢ માસથી મૌન પાળતા હતા અને તેમની સારવાર અર્થે આવેલા ડૉ. વિશ્વબંધુને “ડોક્ટર, NePulse, Fished! નમો અરિહંતાણી!” એટલા શબ્દોથી આવકારીને અરીહંતમય બની ગયેલા તેમના આત્માએ જાણે જીવનનું અંતિમ લક્ષ્ય સાધી લીધું. પુજ્યશ્રી બાબુભાઈ કડીવાલા પણ તેમના ગુરૂબંધુ અને હજુ ય મળે Page #17 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેમને ભાવથી યાદ કરે છે. સ્વ. બાપુજીએ રચેલી આરતી તેઓશ્રી છેલ્લા ૪૦ વર્ષથી શ્રી સિદ્ધચક્ર પૂજન ભણે કે ભણાવે છે ત્યારે ગાય છે અને અમને કાયમ મળે ત્યારે અચુક યાદ કરે છે. તેમને મળીએ ત્યારે એવું લાગે કે જાણે તેઓ શ્રી મારફતે સ્વ. પિતાશ્રીના આશીર્વાદ અમારી ઉપર વહ્યા કરે છે. તેમનો પ્રેમાળ આગ્રહ હોવાથી સ્વ. પિતાશ્રીના સંતાનોની થોડી ભાળ અહીં આપીએ છીએ. (૧). સૌથી મોટા પુત્ર નરેન્દ્રભાઈ ૧૯૭૫માં અવસાન પામ્યા અને તેમના પત્ની સરોજ બેન ૧૯૯૪માં સ્વર્ગે સીધાવ્યા. . (૨) . બીજા પુત્ર જિતેન્દ્રભાઈ ૧૯૭૫ની સાલથી વડોદરા સ્થાયી થયા છે. ભારતમાં સૌ પ્રથમ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘોનું ફેડરેશન વડોદરામાં સ્થપાયું તેના તે સ્થાપક પ્રમુખ રહ્યા. વડોદરા સુભાનપુરાની અનેકવિધ જૈન સંસ્થાઓ તથા સંઘો સાથે સારી પેઠે સંકળાયેલા છે. ૩૦ વર્ષની એક ધારી ભાગીદારી પછી ૬૦ વર્ષની વયે નેશનલ બિલ્ડર્સ પેઢીમાંથી સ્વેચ્છાએ હવે બહુ થયું” ની ભાવના પૂર્વક નિવૃત્ત થયા પછી તેમની ત્રણે પરીણિત પુત્રીઓ જોલીબેન રૂપાબેન તથા ચૌલાબેન પરીવારો સાથે અમેરીકા સ્થાયી થઈ હોવાથી પોતે અને પત્ની આનંદીબેન દિકરી જમાઈઓનો તથા પૌત્રપૌત્રીઓ સાથે વિશેષતઃ અમેરીકા રહે છે. અને કુટુંબ સહ ધર્મારાધના કરે (૩) ત્રીજા પુત્ર સુરેન્દ્રભાઈ પણ પત્ની વાસંતીબેન અને બે પરીણિત પુત્રીઓ કિન્નરીબેન તથા પોયણીબેન, પુત્ર. ડો. તુષાર અને પુવધુ પરીના સાથે અમેરીકા સ્થાયી થયા છે. ૧૯૮૫થી તેમનો પોતાનો સ્ટેશનરી અને બ્લપ્રીન્ટીંગનો સ્ટોર ધરાવે છે. શીકાગો જૈન દેરાસરના પ્રતીષ્ઠા મહોત્સવ પ્રસંગે તેમની રાહબરી હેઠળ શ્રી શત્રુંજ્ય મહાતીર્થનું સરસ મોડેલ પ્રતિકૃત્તિ Page #18 -------------------------------------------------------------------------- ________________ આકાર પામ્યું હતું અને ગયા વર્ષે જૈન ક્વેન્સનમાં પણ શ્રી પાવાપુરી જલમંદિરનું સરસ મોડેલ તૈયાર કરવામાં અગ્રીમ ફાળો આપ્યો હતો. વાસંતીબેન પણ શીકાગો જૈન મહિલા મંડળના સક્રીય કાર્યકર છે. ફોન નં. ૬૩૦૫૨૭૮૨૭૮ (૪) સૌથી મોટી પુત્રી ઉષા ૧૯૬રમાં પહેલી મેના રોજ અકસ્માત ૧૯ વર્ષની ઉંમરે અવસાન પામી. પુત્રીઓમાં જયેષ્ઠ પલ્લવીબેન તથા તેમના પતિશ્રી રવિન્દ્રભાઈ કોબાવાળા લગભગ છેલ્લા ૩ર વર્ષથી શીકાગો જૈન તથા ગુજરાતી સમાજમાં એક ઉમદા સેવાભાવી દંપતી તરીકે જાણીતા છે. રવીન્દ્રભાઈ શીકાગો જૈન સોસાયટીના અગ્રીમ હરોળના સ્થાપક ટ્રસ્ટીઓ પૈકી રહી ચૂક્યા છે. કુટુંબમાં સમાજમાં અને સંઘમાં સહુના આદર અને પ્રીતિપાત્ર રવીન્દ્રભાઈ અને પલ્લવીબેન, પરીણિત પુત્રી પૂર્વી, તથા પુત્ર રૂપક અને બીજી પુત્રી પૂજા બહેન સાથે શાસન તથા સમાજ સેવા ભાવપૂર્વક કરે છે. પલ્લવીબેન પણ શીકાગો જૈન મહિલા મંડળના આદરણીય મહિલા હોવા ઉપરાંત કોટનની ફેકટરી ધરાવતા રવીન્દ્રભાઈ સાથે પ્રસન્ન દાંપત્યનું ઉદાહરણ રૂપ જીવન અને શિક્ષીકાનો વ્યવસાય શોભાવી રહ્યા છે. - ફોન નં. ૬૩૦૩૫૫૫૬૨૨ પુત્રી ડૉકટર પંકજ બેન નાનપણથી વિશિષ્ટ પ્રકૃત્તિ ધરાવતા હોવાથી આધ્યાત્મિક પંથે વળી ગયા છે એનેસ્થેસીયા સાથે M.D થયા પછી તેમણે આયુર્વેદ અને હોમિયોપેથીનો પણ અભ્યાસ કર્યો છે. તેમના જેવી જ શાળાકાળથી જે ભેગી અન્ય ચાર બહેનપણીઓએ સર્જરી, ફીઝીશ્યન, ડેન્ટલ, અને ગ્યાનેકોલોજીમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી અને લગભગ ૨૦ વર્ષથી આણંદ વલ્લભવિદ્યાનગરની સ્વામીનારાયણ પંથની વિખ્યાત સંસ્થા ગુણાતીત જ્યોતમાં દીક્ષા લઈને તબીબી વ્યવસાય સાથે અધ્યાત્મના ઊંચા શિખરે પહોચ્યા છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ તે પછી છેલ્લી પુત્રી રેખા બહેન પણ પતિ રશ્મિકાન્ત તથા પુત્રો ડૉ જિગર અને શાયર સાથે લગભગ ૧૫ વર્ષથી અમેરીકા ઓહાયો ખાતે સ્થીર થયા છે. કોલંબસ શહેરના જૈન સંઘમાં સાથે રશ્મિભાઈ અને રેખાબેન નીકટતાથી આગળ પડતો ભાગ લે છે. અને પોતાનો મોટેલ બીઝનેશ સંભાળે છે. કવિ હૃદય રશ્મિભાઈ જૈન ધાર્મિક અને સાહિત્યીક કાવ્યોની રચના પણ “શાહગુલ” નામથી કરે છે. ફોન નં. ૪૧૯ ૭૬૮ ૨૩૭૮ ' એક નોંધપાત્ર બાબત એ છે કે “અનેકાન્ત સ્યાદ્વાદ”નો મરાઠી અને હિંદી અનુવાદ, મુળ ગુજરાતી પ્રકાશીત થયા પહેલાં જ પ્રસિદ્ધ થયા હતા. અલબત્ત તેમના પરલોકગમન પછી જ. ઉપરાંત ક્યારે ય કવિ કે લેખક તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો ન હોવા છતાં તેમની રચેલી “શ્રી અરિહંત વંદના વલિ”, અને “અનેકાન્ત સ્યાદ્વાદ” ગાંડીવ સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત નવલકથા “ચંડીકા તેજ અંબિકા” ત્રણે પૂજય બાપુજીના પરલોક ગમન પછી પ્રકાશન પામ્યા અને વિખ્યાત થયા. “શ્રી અરિહંત વંદના વલિ” તો એક સ્વતંત્ર પૂજન તરીકે સ્થાન પામી છે. અંતમાં પૂજ્ય બાબુદાદા (કડીવાળા) એ આ પુસ્તક છપાવી આપવાની પ્રેસ નક્કી કરવાથી માંડીને મુફ તપાસવા સુધીની સઘળી જવાબદારી ભાવપૂર્વક સંભાળી તે તેમના અમારા કુટુંબ પ્રત્યેનો વાત્સલ્ય દર્શાવે છે.' તેમનો આ જાહેર ઋણ સ્વીકાર કરીયે છીએ. Page #20 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. લીલાબેન ચંદુલાલ શાહ ૧૯૩૦ના સત્યાગ્રહમાં અંગ્રેજો સામે જેલમાં ગયેલા પુ. લીલાબા, સતત સંયમ, જપ, તપ અને દેવગુરૂ ધર્મ સેવા દ્વારા કર્મોના કારાવાસમાંથી મુક્તિ મેળવી ગયા. અને સહુ સંતાનોને જૈનત્વનો અમર વારસો આપી ગયા. Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. ચંદુલાલ શકરચંદ શાહ શ્રી ચંદ્ર” લેખક શ્રીની રચના “શ્રી અરિહંત વંદનાવલિ'માં વ્યક્ત થયેલી તેમની શ્રદ્ધા “જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલ મહી કે તે સમું કો’છે નહિ, જેના સહારે ક્રોડ તરીયા મુક્તિ મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.” Page #23 --------------------------------------------------------------------------  Page #24 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત-સ્યાદ્વાદ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ મા અનેકાંત અને સ્યાદ્વાદ. ૦ દ 6 - વિષયાનુક્રમણિક ૧ પ્રવેશ પ્રાથમિક ૩ ભૂમિકા ૪ પરિચય ધર્મ અને તત્ત્વજ્ઞાન ૬ અનેકાંતવાદ સ્યાદ્વાદ ચાર આધાર ૯ પાંચ કારણ ૧૦ નયવિચાર, પ્રમાણ અને નિક્ષેપ : ૧૧ સાત નય ૧૨ અપેક્ષા - ૧૩ સપ્તભંગી ૧૪ બેરિસ્ટર ચક્રવર્તી ૧૫ પાંચ જ્ઞાન ૧૬ કર્મ ૧૭ આત્માનો વિકાસક્રમ ૧૮ . જીવન ઝંઝટ ૧૯ ખંડનમંડન ૨૦ નમસ્કાર મહામંત્ર ૨૧ આવજો . ૧૨૬ ૧૪૪. ૧૫૫ - ૧૬૮ ૧૮૬ ૨૧૨. ૨૩૪ ૨૪૧ ૨૫૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ માં પ્રવેશ ૐ શ્રી જિનેન્દ્રાય નમઃ પ્રવેશ આ તમારો અનેકાંતવાદ તો મોટું બંડલ છે બંડલ ! એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણધર્મ શી રીતે રહી શકે? આ તો શબ્દોની નિરર્થક છાંટબાજી જેવું છે. એ, કેવળ બુદ્ધિચાતુર્યનો વિલાસ છે. ઝેર અને અમૃત એક સાથે રહી શકે નહિ; એ વાત તો નાનું બાળક પણ સમજી શકે તેમ છે. તો પછી, વિદ્વાન અને બુદ્ધિશાળી માણસના ગળે આ તમારો અનેકાંતવાદ તમે શી રીતે ઉતારી શકશો? અમેરિકાના ન્યુયોર્ક શહેરની એક આલિશાન હોટલ-નિવાસ-ગૃહમાં, મળવા આવેલા એક વિદ્વાન મિત્રના મુખમાંથી, ચર્ચા દરમિયાન નીકળેલી આ ટીકા સાંભળીને આનંદ અને દુઃખ મિશ્રિત સ્મિતની રેખાઓ મારા મોઢા પર ઉપસી આવી. અમે બંને તત્ત્વજ્ઞાન વિષે ચર્ચા કરી રહ્યા હતા. મારા આ મિત્ર ભારે બુદ્ધિશાળી અને જિજ્ઞાસાવૃત્તિવાળા હતા. તત્ત્વજ્ઞાન વિષે ચર્ચા કરતાં કરતાં, જૈન તત્ત્વજ્ઞાનનો જેવો મેં ઉલ્લેખ કર્યો કે તુરત જ તેમણે ઉપર મુજબ શબ્દો ઉચ્ચારીને, મને બોલતો જ બંધ કરી દેવાનો પ્રયત્ન કર્યો. | દેવો અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાંથી ઝેર અને અમૃત એ બંને નીકળ્યાં હતાં એ વાત તો તમે જાણતા જ હશો.' પૂછ્યું. હા.” તેમણે જવાબ આપ્યો. “સમુદ્રમાં ઝેર અને અમૃત બંને એક સાથે જ હતાં એ વાતની હવે તમે ના નહિ પાડી શકો.” મેં કહ્યું. આ સાંભળીને એ મિત્ર વિચારમાં પડી ગયા. એમને વિચાર કરતા જ રહેવા દઈને મેં એક બીજો પ્રશ્ન તેમને પૂછયો : ‘તમારી ગણના એક વિદ્વાન તરીકે થાય છે, લોકો તમને જ્ઞાની અને પંડિત - માને છે, એ વાત સાચી છે?” અલબતુ. એ વાત સાચી જ છે. વર્ષોના અધ્યયન પછી વિદ્વતા પ્રાપ્ત કરી શકાઈ છે. લોકો મને વિદ્વાન માને, ગણે અને કહે તેમાં કશું જ અવાસ્તવિક નથી.” એમણે જવાબ આપ્યો. - “અચ્છા, હવે જો કોઈ એમ કહે કે તમારામાં વિદ્વત્તાનો એક છાંટો પણ નથી, તમે તદ્દન “ઢ” છો, તો એ વાતને તમે કેવી ગણશો?' મેં ફરીથી પૂછ્યું. - 'Absurd ! - વાહિયાત-ખોટી'. એમણે તુરત જ જવાબ આપ્યો. એમનો જવાબ સાંભળીને મેં પુનઃ સ્મિત કર્યું. પછી ધીમે રહીને તેમને કહ્યું : Page #27 -------------------------------------------------------------------------- ________________ હત ૪ રામામડાના અનેકાંત અને સ્યાદ્વાદ , “એ વાત વાહિયાત નથી, પણ સાચી છે એવું હું હમણાં જ પુરવાર કરી આપું તો? 'You are welcome. એ સાબીત કરવા માટે મારું તમને આમંત્રણ છે.”. અચ્છા. ત્યારે જુઓ; તમે સંસ્કૃતના અધ્યાપક છો. સંસ્કૃતનો તમારો અભ્યાસ એટલો બધો છે કે એ વિષયમાં તમે ગમે તેની સામે ઉભા રહી શકો. પણ લેટીન ભાષાનો અભ્યાસ તમે કર્યો નથી. લેટીન ભાષા બોલતા કોઈ પ્રદેશમાં તમે જાઓ, તો પલંગ નીચે પાણી હોવા છતાં તમારે તરસ્યા જ મરવું પડે કે નહિ? એ દૃષ્ટિથી, લેટીન ભાષાને લાગેવળગે છે ત્યાં સુધી તમે તદ્દન અભણ અને “ઢ' ગણાઓ કે નહિ ? એવું જ ફ્રેન્ચ, જર્મન, રશિયન વિગેરે ભાષાઓ બાબતમાં ખરું કે નહિ ? મારી આ વાત સાંભળીને, એ ભાઈ વિચારમાં પડી ગયાં. થોડીવાર વિચાર કરીને પછી તેમણે જવાબ આપ્યો : હા, એ દૃષ્ટિથી તમારી વાત સાચી કહેવાય ખરી..” “તો પછી, સ્યાદ્વાદને તમે બંડલવાદ કે ગોટાળા પંચકવાદ હવે નહિ કહી શકો, તમે તો એકના એક જ છો; પણ, એક દૃષ્ટિથી તમે વિદ્વાન છો અને બીજી દૃષ્ટિથી તમે અભણ અને “ઢ” છો. એટલે, તમે વિદ્વાન છો અને વિદ્વાન નથી એ બંને, પરસ્પર વિરોધી વાતો સાચી છે એ હવે કબુલ કરશો? | મારા વિદ્વાન મિત્રને કંઈક પ્રકાશ મળતો હોય તેવું લાગ્યું. વારંવાર મળતા રહેવાની અને પત્રવ્યવહાર કરતા રહેવાની કબુલાત આપીને તેઓ ગયા. જતાં જતાં, આ વિષયમાં પોતે વધારે વાંચશે અને વિચારશે એવી ખાત્રી પણ તેઓ આપતા ગયા. આવો જ એક બીજો પ્રસંગ પણ ન્યુયોર્ક શહેરમાં જ બન્યો. આ વખતે એક તેજસ્વી વિદ્યાર્થી સાથે ભેટો થઈ ગયો. વાત નીકળતાં જ એમણે કહ્યું: “વીસમી સદી નામથી ઓળખાતા આ યુગમાં બુદ્ધિવાદ અને વિજ્ઞાન જેને સ્વીકારે નહિ, તેને કોઇ કબુલ નહિ રાખે; આ જમાનામાં પ્રયોગશાળામાંથી જેની સાબીતી ન મળી હોય, બુદ્ધિ જેને સમજી ના શકતી હોય, એવી કોઈપણ વાતનો સ્વીકાર કરવા કોઈ ભાગ્યે જ તૈયાર થશે. જૂની પૌરાણિક અને બુદ્ધિને અગમ્ય એવી કોઇપણ વાત કરવાનો કશો પણ અર્થ નથી.” આ ભાઈ ભારતના વતની, પ્રદેશ ગુજરાતી અને ધર્મે જૈન હતા. વિલાયતમાં અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનનો વધુ અભ્યાસ કરવા હવે અમેરિકા આવ્યા હતા. તેમણે બુદ્ધિવાદ વિષેની વિસ્તૃત સમજણ મને આપવા માંડી. Page #28 -------------------------------------------------------------------------- ________________ કંઈ દાખલા દલીલો સાથે વાત કરો.' એમની વાતને પ્રોત્સાહન આપ્યું. જુઓ ત્યારે, જૈન લોકો કહે છે કે પૃથ્વી નારંગી જેવી ગોળ નથી પણ થાળી જેવી ગોળ છે. વધારામાં એમ કહે છે કે પૃથ્વી ફરતી નથી, પણ સ્થિર છે. હવે, પૃથ્વી નારંગી જેવી ગોળ છે અને ફરે છે એ વાત તો વિજ્ઞાને આજે સાબીત કરીને બતાવી છે. આ બાબતમાં તમારે શું કહેવું છે?” એમને જવાબ આપવા માટે મોટું ખોલવાને બદલે, ખીસ્સામાંથી ચાંદીનો એક ડોલર મેં બહાર કાઢ્યો, એ સીલ્વર ડોલર એમના હાથમાં મૂકીને મેં પૂછ્યું : આ શાના જેવો ગોળ છે? આને થાળીના આકારનો ચપટો ગોળ કહી શકાય.” એમણે જવાબ આપ્યો. * એ સિક્કાને પછી મેં એમના હાથમાંથી લઈ લીધો. ટેબલ ઉપર, ડાબા હાથની પહેલી આંગળીથી દબાવીને એ સિક્કાને મેં ઉભો રાખ્યો. પછી, જમણા હાથની પહેલી આંગળીના ટેરવાના પાછળના નખવાળા ભાગથી એક ધક્કો જોરથી મારીને તરત જ ડાબા હાથની આંગળી મેં ઉંચકી લીધી. - એડોલર, ટેબલ ઉપર ચક્કર ફરવા લાગ્યો. સારી એવી ગતિથી, ભમરડાની માફક એ સિક્કો ફરી રહ્યો હતો. એ બતાવીને, મેં એમને પૂછ્યું : - “કહો જોઇએ, હવે આ ડોલર, શાના જેવો ગોળ લાગે છે? નારંગી જેવો ગોળ દેખાય છે? . • “આ તો આભાસ છે.” એમણે જવાબ આપ્યો. ' '. “તો પછી, પૃથ્વી થાળી જેવી ગોળ છે, કે નારંગી જેવી ગોળ છે એ નક્કી કરવામાં આધુનિક વિજ્ઞાનને પણ “આભાસ નથી થયો એની ખાત્રી શું? પૂછ્યું. એ મિત્ર વિચારમાં પડી ગયા. થોડીવાર એમને વિચારમાં જ રહેવા દઈને ફરીથી મેં બીજો પ્રશ્ન પૂછ્યો : તમે રેલ્વે ટ્રેઈનમાં મુસાફરી ઘણી કરી છે. ગાડી જ્યારે ગતિ કરી રહી હોય છે, ત્યારે ડબ્બાની બહાર નજર કરીએ, તો, જમીન, ઝાડ વિગેરે બધું જ દોડતું દેખાય છે; એ તો તમે જોયું જ હશે. ખરી રીતે, એ બધું સ્થિર, જ્યાંનું ત્યાં જ હોય છે, છતાં દોડતું, ગતિશીલ દેખાય છે. આ વાત બરાબર છે?' હા, એવું દેખાય છે ખરું.” એવી જ રીતે, કોઈ નાના સ્ટેશન ઉપર બે ગાડીઓ સમાંતરે ઉભી હોય, તેમાંથી પાછળની ગાડી જ્યારે ચાલવા માંડે છે, ત્યારે એકાએક, આપણે બેઠા હોઈએ એ ગાડી ચાલવા માંડી એવું આપણને લાગે છે. બીજી તરફ જયારે નજર કરીએ, ત્યારે, આપણી સામેનું બધું જેમનું તેમ ઉભું ને સ્થિર હોય તે આપણને દેખાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત અને સ્યાદ્વાદ , તે વખતે આપણી ખાત્રી થાય છે કે, ના, આપણે બેઠા છીએ તે ગાડી ચાલી નથી, આપણી પાછળની બાજુવાળી-ગાડી ચાલવા લાગી છે. આવો અનુભવ પણ તમને થયો તો હશે જ.” પણ આ તો બધા આભાસ છે. હકીકત નથી.' એમણે જવાબ આપ્યો. “આ આભાસ છે એવી ખબર તો આપણને પાછળથી પડે છે. વિજ્ઞાન દ્વારા આપણને જે કંઈ કહેવામાં કે બતાવવામાં આવ્યું છે, એ બધી જ હકીકતો છે અને તેમાં આભાસ નથી જ એવું ખાત્રીથી તમે કહી શકશો?' મેં પૂછ્યું. .. “એમ તો કેમ કહેવાય? અગાઉથી થએલી કેટલીક શોધખોળો, જે તે વખતે સાચી લાગતી હતી તે આજે નિષ્ફળ અને ખોટી હોવાનું પુરવાર થએલું જ છે, વળી, એક વખત જેને અશક્ય અને પોકળ કલ્પના માનવામાં આવતી હતી, એવી. ઘણી બાબતો આજે શક્ય પણ બની છે. શોધખોળ અને સંશોધન ચાલુ જ છે. પણ જે ખોટું હતું તેને બુદ્ધિપુર્વક અને પ્રયોગાત્મક પ્રમાણ દ્વારા ખોટું ઠરાવવામાં આવ્યું છે. જે નવું શોધાયું છે તે પણ બુદ્ધિ અને પ્રયોગનું જ પરિણામ છે.' એમણે જવાબ આપ્યો. “આ બુદ્ધિ શું સંપૂર્ણ અથવા અપરિમિત છે?' સામો પ્રશ્ન પૂછ્યો. “એમ તો કેમ કહેવાય?” “તો પછી, જે બુદ્ધિ પૂર્ણ નથી, એ બુદ્ધિ સ્વીકારે તે વાત જ માનવી અને જે વાતને એ “અપૂર્ણ બુદ્ધિ સમજી ના શકે એ વાતને માનવાનો ઇન્કાર કરવો, અને જ જો તમે બુદ્ધિવાદ માનતા હો તો પછી મારે કહેવું પડશે કે એ બુદ્ધિવાદ નહિ પણ “અહંવાદ' અને એમાંથી જન્મેલો “ઈન્કારવાદ' જ કહેવાય. આ વાત સાંભળીને એ ભાઈ કંઈક સંભ્રમમાં પડી ગયા. એમને મુંઝાતા જોઇ, સ્પષ્ટતા કરવાના ઇરાદાથી વળી પાછું મેં કહ્યું: બુદ્ધિમાં હું માનતો નથી કે વિજ્ઞાનના ક્ષેત્રમાં જે જબ્બર ક્રાંતિ હમણાં થઈ રહી છે અને હું નિરર્થક માનું છું એવું કપા કરીને ના માનશો. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જૈન આગમોમાં સર્વજ્ઞ ભગવંતોનાં જે વિધાનો સંગ્રહિત પડ્યાં છે એની સામે પડકાર ફેંકી શકાય એટલી હદે આજનું વિજ્ઞાન હજુ આગળ વધ્યું નથી. એથી ઉલટું, વિજ્ઞાને જે મહત્ત્વની શોધખોળો કરી છે, એનાં મૂળ, એ સર્વજ્ઞા ભગવંતોના કથનમાં પડેલાં જ છે. મારો મતલબ ફક્ત એટલો જ છે કે જે બુદ્ધિ, આજે મનુષ્ય પાસે છે, એ બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિના વધુ વિકાસ માટે કરવામાં આવે, તો, વિકસતી વિકસતી એ પ્રજ્ઞા કોઈને કોઈ કાળે પૂર્ણતાની નજીક અવશ્ય પહોંચશે. પરંતુ, ત્યાં પહોંચવા માટે, બુદ્ધિ દ્વારા જે ગ્રાહ્ય નથી એની સામે હુંફાડા Page #30 -------------------------------------------------------------------------- ________________ મનું પ્રવેશ મારવાને બદલે, એનો ઇન્કાર કરવાને બદલે, શ્રદ્ધાનો ત્યાં આશ્રય લેવો એ માર્ગ કંઈ ખોટો નથી.” ‘તમારી વાત કંઈક સમજાય છે ખરી.” એ ભાઈ બોલ્યા. જે સમજાય છે અને દેખાય છે, એને સ્વીકારી લેવામાં પણ જોખમ છે. કેમ કે એ સમજણ કે દેખાવ પાછાં સત્યને બદલે કોઈ આભાસ ઉપર રચાઈ ગયાં હોય -એવું બનવાનું કંઈ અસંભવિત નથી. એટલે, જે સમજાતું હોય એના પ્રમાણ માટે સર્વજ્ઞ ભગવંતોના કથનનું અવલંબન લેવું અને જે ન સમજાય તે માટે, “આ મારાથી સમજાતું નથી.' એ વાતનો સ્વીકાર કરી લેવો એ વધારે સલામત માર્ગ છે. એમ કરવાને બદલે, “આ બુદ્ધિગ્રાહ્ય નથી માટે ખોટું છે, વિજ્ઞાને આની ઉપર મહોર મારી નથી માટે એ નકામું છે એમ કહી દેવું એ ઈષ્ટ નથી.” મેં કહ્યું. - “તમે જે વાત કરો છો તે આધ્યાત્મિક ક્ષેત્રની છે; વિજ્ઞાન તો ભૌતિક બાબતો ઉપર જ પ્રયોંગો કરી રહ્યું છે. એ બેને તમે Mix up-ભેગાં કરી દો એ કેમ ચાલે? પેલા મિત્ર પાસેથી એક નવી દલીલ આવી. - “આધ્યાત્મિક અને આધિભૌતિક બાબતો એક બીજાથી સ્વતંત્ર છે એવું તો આજે બહુ ઓછા જણ માનતા હશે. દષ્ટિભેદે તે જુદી દેખાય છે. વિજ્ઞાનનો દાવો છે કે માનવજાતના હિત માટે તેનું અસ્તિત્વ છે. જગતના આધ્યાત્મિક ગુરૂઓએ પણ માનવજાતનાં હિત અને કલ્યાણની દૃષ્ટિ સમક્ષ રાખીને જ વાતો કરી છે. જે ફરક છે તે સુખ અને કલ્યાણ વિષેની કલ્પનામાં સમજણમાં છે. મૂળમાં સુખ અને - કલ્યાણ તો બંને ઠેકાણે છે.” મેં જવાબ આપ્યો. * “પણ આપણે માત્ર ભૌતિક પ્રશ્નો જ વિચારીએ તો તેની રીત, અધ્યાત્મિક : વિચારણાથી જુદી નહિ પડે?” એમણે શંકા ઉઠાવી. “ના. બંને એક જ છે. આમ છતાં, કેવળ ભૌતિક બાબતો લઇએ, તોયે, . માણસે તો હજુ એકડેએકથી જ શરૂઆત કરી છે. પ્રોફેસર આઈન્સ્ટાઈને તેમનો Relativity-સાપેક્ષવાદનો સિદ્ધાંત-પ્રયોગશાળામાં સિદ્ધ કરીને જગતને બતાવ્યો ત્યારે દુનિયા દિંગ થઇ ગઈ હતી. પરંતુ, એમનો એ સાપેક્ષવાદ, જૈન તત્ત્વજ્ઞાનમાં ઠાંસી ઠાંસીને, હજારો-લાખો-વર્ષોથી, ભરાયેલો નિરૂપાયેલો-પડ્યો છે અને એની પાસે પ્રોક્સર આઇન્સ્ટાઇનની શોધ તો સિંધુ પાસે બિંદુ સમી જ છે એ વાત તરફ કેમ કોઇનું લક્ષ્ય દોરાતું નથી? મેં પૂછ્યું. “આ સાપેક્ષવાદ શું જૈન તત્ત્વજ્ઞાનમાં છે?” એમણે પૂછ્યું. ' જૈન તત્ત્વજ્ઞાનનો પાયો જ સાપેક્ષવાદ ઉપર ચણાયેલો છે.” મેં જવાબ આપ્યો. ‘ત્યારે તો હવે તમારૂં તત્ત્વજ્ઞાન વાંચવું પડશે.” એમણે કહ્યું. Page #31 -------------------------------------------------------------------------- ________________ આ ૮ અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ અમારું નહિ, આપણું, એમ કહો. તમે જન્મથી જૈન છો એ વાત શું ભૂલાઈ ગઈ છે? થોડુંક શરમાઈને, Thanks, આભાર-એટલા શબ્દો બોલી એ ભાઈ છૂટા પડ્યા. અમેરિકાના આ લેખકના પ્રવાસ દરમિયાન, ઉપર જણાવ્યા છે તેવા પ્રસંગો જેવો એક ત્રીજો પ્રસંગ પણ નોંધવા જેવો છે. આ વખતે એક અમેરિકન મિત્ર સાથે. થોડીક ચર્ચા થઈ. એ ભાઈ યહુદી હતા. ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. થોડી ચર્ચા પછી એમણે મને કહ્યું : “જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનને લગતી આ બધી વાતો તમે તો એવી રીતે કરી રહ્યા છો કે તમારું તત્ત્વજ્ઞાન 'Complete, absolute and all comprehensive છે – પૂર્ણ, સ્વતંત્ર, સર્વગ્રાહ્ય અને સર્વવ્યાપક છે.' ' : ‘બેશક. હું એવું માનું છું.” મેં જવાબ આપ્યો. હં. તો પછી, જરા એટલે મને કહેશો કે તમારા દેશની ભારતની કુલ વસ્તી કેટલી?” એમણે આડો સવાલ પૂછયો. ચાલીસ કરોડ.” મેં જવાબ આપ્યો. એમાં, તમારો ધર્મ પાળનાર જૈનોની વસ્તી કેટલી?' એમણે બીજો પ્રશ્ન પૂછયો. “બારથી પંદર લાખ.” મેં જવાબ આપ્યો. મારો જવાબ સાંભળીને એ ભાઈ ખડખડાટ હસી પડ્યા. પછી, ધીમે રહીને, જાણે એક મોટો વિજય પ્રાપ્ત કર્યો હોય તેવા સંતોષપૂર્વક, એમણે મને એમનો ત્રીજો પ્રશ્ન પૂછ્યો: , જે ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે આવી મોટી મોટી અને અદ્દભૂત વાતો તમે કરી રહ્યા છો, એ ધર્મને માનનાર ને પાળનારાઓની સંખ્યા, આટલી નાની, આટલી અલ્પ કેમ?” જવાબમાં મેં તેમને સામો પ્રશ્ન પૂછ્યો.” આ ન્યુયોર્ક શહેરની વસ્તી કેટલી?” એંશીથી નેવુ લાખ જેટલી.” એમણે જવાબ આપ્યો. એ નેવું લાખમાં Millionairs-લક્ષાધિપતીઓ કેટલા?” બીજો પ્રશ્ન પૂછયો. આ પ્રશ્ન સાંભળીને એ ભાઈ મુંઝાઈ ગયા. છતાં જવાબ તો તેમણે આપ્યો. Page #32 -------------------------------------------------------------------------- ________________ ના પ્રવેશ ‘A few hundred - થોડાક સો.’ ‘એમ કેમ?’ મેં ત્રીજો પ્રશ્ન પૂછ્યો. મારા આ ત્રીજા પ્રશ્નનો જવાબ એ ભાઇ આપી ન શક્યા. પણ, ચુપ રહીને પાછાં તેઓ બોલ્યા : ‘આ વાતને તમારા ધર્મ અંગેની વાત સાથે શો સંબંધ?’ થોડીવાર ધર્મ અને ધર્મને પાળનારાઓની સંખ્યા, એ બે વાતને જેટલો સંબંધ છે, એટલો જ સંબંધ એ વાતને પણ છે. જે કામ ઘણું કઠીન હોય છે તે કામ ઘણા થોડા માણસો જ કરી શકે છે. ધર્મની બાબતમાં પણ આજે આવું જ બન્યું છે. જે કામ સરળ હોય છે તે કામ ઘણા માણસો કરી શકે છે. તેવી જ રીતે, જે ધર્મ પાળવાનું સ૨ળ જણાય છે તે ધર્મને ઘણી મોટી સંખ્યામાં અનુયાયીઓ મળી રહે છે, જે ધર્મને પાળવાનું કઠીન હોય છે, તેને નવા અનુયાયીઓ ઝટ મળતા નથી; એથી ઉલટું, જે અનુયાયીઓ હોય છે તેમાંથીયે ઓછા થતા જાય છે. પરંતુ, હું તમને ખાત્રી આપી શકું છું, કે જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન, માનવામાં આવે છે તેવાં કઠણ કે અટપટાં નથી. શરૂઆતમાં થોડીક મુશ્કેલીઓ જે નડે, એને પાર કરવા જેટલી ધીરજ અને ક્ષમતા માણસ દાખવે, તો પછી, એને કશી મુશ્કેલી નહિ નડે. શરૂઆતમાં જંગલોને પહાડો જો ઓળંગી જવાય, તો પછી, મ્હેંક ટેંક થતું નંદનવન ચારે તરફ પથરાયેલું દેખાશે.’ મેં જવાબ આપ્યો. ‘તો તો પછી, તમારા ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે હવે વિશેષ માહિતી મેળવવી પડશે.' એમણે ગંભીરતાપૂર્વક કહ્યું. · ‘માત્ર વિશેષ નહિ, સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરજો.’ મેં જવાબ આપ્યો. ‘એને વિષે જરૂરી માહિતી મળી શકે તેવાં અંગ્રેજી ભાષામાં લખાયેલાં થોડાંક પુસ્તકોનું એક લિસ્ટ મને આપશો?' એમણે ઇચ્છા વ્યક્ત કરી. અહિં હું હારી ગયો. નીચું જોઇ ગયો, કહેવા ખાતર કહી દીધું : ‘જરા વિચાર કરીને અને પૂરતી તપાસ કરીને એવાં પુસ્તકોનું એક લિસ્ટ હું તમને મોકલાવીશ.' ક્યાં શોધવું આ લિસ્ટ? આ બાબતની મારી અજ્ઞાનતાનું મને ભાન કરાવનાર મારા એ અમેરિકન મિત્રનો આભાર હું આજે પણ માનું છું. ** જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે બહારના જગતમાં જે અજ્ઞાન પ્રવર્તે છે, એ વાતનું ભારે મોટું દુઃખ હૃદયમાં સંઘરીને હું ભારત પાછો આવ્યો. એ વાતનેયે આજે વર્ષોનાં વ્હાણાં વીતી ગયાં છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ માં ૧૦મા અનેકંત અને સ્યાદ્વાદ માં વતનમાં આવીને જોયું તો આપણે ત્યાં, ભારતવર્ષમાં, જૈન તત્ત્વજ્ઞાન વિષે અજ્ઞાન પ્રવર્તે છે, તે પણ કંઈ જેવું તેવું આશ્ચર્ય નથી. એથી યે મોટું આશ્ચર્ય તો એ છે, કે ખુદ જૈન સમુદાયમાં પણ એ તત્ત્વજ્ઞાન વિષેની સમજણ નહિવત્ છે. જૈન ધર્મ, ઈશ્વરને કર્તા સ્વરૂપે સ્વીકારતો નથી એવી મારી વાત સાંભળીને હસતા અને મને ‘નાસ્તિક” કહેતા કેટલાક જૈન ભાઈઓને મેં જોયા ત્યારે દિલમાં એક મોટો આઘાત પેદા થયો. પણ, સૌથી મોટું દુઃખ, આશ્ચર્ય અને આઘાત તો મેં ત્યારે અનુભવ્યાં, જ્યારે મને મારી પોતાની અલ્પતાનું ભાન થયું. જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન વિષે મોટી મોટી વાતો હું ઠેકઠેકાણે કરતો હતો. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હોય તેમ જૈન તત્ત્વજ્ઞાનની ચર્ચા ઠેકઠેકાણે કરીને ઘણા લોકોને મેં છફ કરી નાંખ્યા હતા. આ વિષયની મારી પાસે ઘણી બધી માહિતી છે એમ હું માનતો હતો. પરંતુ, અહિં આવ્યા પછી કેટલાક જૈન મુનિરાજોને, પંન્યાસજી મહારાજોને અને આચાર્ય ભગવંતોને હું મળ્યો, તેમની સાથે થોડીક તત્ત્વચર્ચા કરી અને તેમની પાસેથી થોડીક વિશેષ જે માહિતી મને મળી, એ જોયા અને સમજ્યા પછી, મારી ખાત્રી થઈ ગઈ કે જૈન તત્ત્વજ્ઞાન વિષેનું મારું પોતાનું જ્ઞાન,સિંધુમાંના બિંદુનાયે એક અણું જેટલું હતું. બિંદુના એ અણુથી મોહીત થયેલો હું, પેલા મદારીની ડુગડુગીની જેમ, જગતના ઘણા લોકોને મોહિત કરવા નકળી પડ્યો હતો એનું ભાન થતાં જ મારા હોઠ સિવાઈ ગયાં. સંસ્કૃતમાં લખાયેલું એક પ્રાચીન કથન મને યાદ આવી ગયું એ કથનનું તાત્પર્ય આ છે : અહો કિંચિત્ જ્ઞાને અબુધ મનમાં ગર્વ ધરતો, બધું હું જાણું છું, અવલ મુજને એમ ગણતો; પરંતુ જે વારે, પરિચય થયો સંત જનનો, ખૂલ્યાં ચહ્યુ ત્યારે સમજ પડી કે મૂર્ખ હું તો.” (ભર્તુહરિ નીતિશતક) પરંતુ, આ જ્ઞાન થયું તેથી લાભ જ થયો. ખોજ કરતાં કરતાં એક “ગુરૂદેવ” સુગુરૂ' મને મળી ગયા. એમણે આપેલી દોરવણીનું દોરડું મેં વણવા માંડ્યું. તેઓશ્રીએ આપેલા ને સૂચવેલાં પુસ્તકો હું જોઈ ગયો. લગભગ પાંચ વર્ષના અધ્યયન અને પરિશ્રમ પછી, આ જ્યારે હું લખવા બેઠો છું ત્યારે પણ, મારી અલ્પતાનું ભાન, એવું ને એવું જ તીવ્ર છે. પૂજ્ય મહારાજશ્રીની, મારા ગુરૂદેવની, પ્રેરણા ના મળી હોત તો આ લખવા બેસવાની હિંમત આજે પણ મારાથી થઈ શકત કે કેમ તે એક પ્રશ્ન છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ પર પ્રવેશ જે પુસ્તકો વાંચ્યાં તેમાં સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં લખાયેલાં પુસ્તકો તો કોઈ હતાં નહિ. જૈન તત્ત્વવિજ્ઞાનનો વિપુલ ભંડાર આ બે ભાષાઓમાં સંઘરાયેલો પડ્યો છે. એના ઉપરથી અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ભાષામાં લખાયેલાં સંખ્યાબંધ પુસ્તકો હું જોઈ ગયો. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરવાની અને એટલી ધીરજ રાખવાની અનુકુળતાં તો હતી જ નહિ. - આમ છતાં, પૂજ્ય ગુરૂદેવની દોરવણી હું મેળવતો ગયો. જે ન સમજાયું તે વિષે તેઓશ્રી પાસેથી, રૂબરૂમાં અને પત્ર દ્વારા દોરવણી હું મેળવતો ગયો. તેમણે ખૂબ જ પ્રેમ, કરૂણા અને ઉત્સાહથી મને અપનાવ્યો અને માર્ગદર્શન આપવા માંડ્યું. અર્વાચીન ભાષાઓમાં જે લખાયેલું છે તે અંગે, પૂજય ગુરૂદેવને પણ ઓછો અસંતોષ નહોતો. હું જયારે ઇંદોર હતો ત્યારે તેઓશ્રીએ એક પુસ્તક મને વાંચવા મોકલી આપ્યું હતું. આ અંગે તેમણે મને જે પત્ર લખેલો એમાનો થોડોક ભાગ અહિ નીચે રજુ કરું છું: ...નામની પુસ્તિકાની ત્રીજી આવૃત્તિ મોકલી છે. એક વખત નજર નાંખી જવાથી, સ્યાદ્વાદ ઉપર આપણે ત્યાં જે સાહિત્ય બહાર પડે છે, તે કેટલું અસ્પષ્ટ અને વાંચનારને વધારે ગુંચવાડામાં નાંખનારૂં છે એનો ખ્યાલ આવશે. છતાં, આ સાહિત્યમાં છુટા છવાયા સ્યાદ્વાદનાં સત્યો રહેલાં છે. તેને શોધી કાઢીને એક નક્કર સત્ય પીરસનારૂં અને વાંચનારની બુદ્ધિમાં સ્યાદ્વાદ સિદ્ધાંતની ઉપયોગિતાનો સ્પષ્ટ ખ્યાલ આપનારું લખાણ તૈયાર થવાની જરૂર પણ સમજાશે.” આવી જાતનું, સ્પષ્ટ ખ્યાલ આપનારૂં લખાણ તૈયાર કરવાની આવશ્યકતા તમને મારા અમેરિકા અને યુરોપના પ્રવાસો દરમિયાન સમજાઈ હતી. એ બાબતમાં બની શકે તો, યથાશક્તિ, કંઈક કરવાની ભાવના દિલમાં હતી જ. પૂજય ગુરૂદેવે મારી એ ભાવનાને પોષી અને એ અંગે કંઈક કરવાની પ્રેરણા મને આપી. - તે પછી, લાંબા વખત સુધી, સંયોગવશાત્ ગુરુદેવનો સંપર્ક પણ રહ્યો નહિ. પરંતુ એમણે જે બીજારોપણ કર્યું હતું તે મનમાં ને મનમાં સંઘરાયેલું પડ્યું હતું અને એનો વિકાસ ચાલુ જ રહ્યો હતો. વાંચન ને અભ્યાસ, યથામતિ વધારતો જ ગયો હતો. એ બધાના ફળસ્વરૂપ, વર્ષો પછી, કલમ હાથમાં લઈને હવે લખવા બેઠો છું. શ્રી જિનેશ્વર ભગવંતને અને પૂજ્ય ગુરુ મહારાજને મનોમન વંદન કરીને આ પ્રયત્ન ચાલુ કરૂં છું. પરિણામ.....? એનો નિર્ણય તો વાંચકવર્ગ અને ભવિષ્ય એ એના હાથમાં છે. મારે તો એટલી આ જ વિનંતી કરવાની કે હવે પછીનાં પ્રકરણોમાં જે કંઈ લખાયું છે તે ધીરજ, ધ્યાન અને સમભાવથી વાંચશો. Page #35 -------------------------------------------------------------------------- ________________ Sા ૧૨ મા અનેકાંત અને સ્યાદ્વાદ હિ પ્રાથમિક જૈન તત્ત્વજ્ઞાન વિષેની વાત કરતાં પહેલાં થોડીક પ્રાથમિક બાબતો આપણે વિચારી લઈએ. જગતાં આજે ચારે તરફ આપણને જે જોવાનું જાણવા મળે છે તેમાં કેટલા બધા વિરોધાભાસો દેખાય છે? આ બધા વિરોધાભાસો, શું અસત્ય છે? ભ્રમ છે? એકને જે દેખાય કે સમજાય છે તે બીજાને દેખાતું કે સમજાતું નથી. એટલે, એ જોનાર અને ન જોનાર, સમજનાર અને ન સમજનાર, બધા શું ખોટા છે? એમની સાથે જરા વાત કરી જોશો તો જાણવા મળશે કે દરેક જણ પોતાને સાચા અને બીજાને ખોટા માને છે. આજના યુગમાં, રાજકારણ પ્રધાન મહત્ત્વ ભોગવે છે. પ્રત્યેક વિચારશીલ નેતા, આ જગતમાં બધે જ પૂર્ણ લોકશાસનની યથાર્થ સ્થાપના થાય એ માટે ઝંખે છે. પરંતુ, આ એક જ “વાદવિષેની એ બધાની સમજણમાં કેટલું બધું અંતર છે? Greatest good of the greatest number of people -'qul?hi qu? સંખ્યાના માણસો માટે વધારેમાં વધારે કલ્યાણ' એવી લોકશાસનવાદ વિષેની એક કલ્પના છે. Government of the people, for the people, by the people‘લોકોનું, લોકો માટેનું, લોકો દ્વારા ચલાવાતું રાજયતંત્ર, એવી પણ એક કલ્પના છે. અહીં લોકોને બદલે “પ્રજા' એવો શબ્દ પણ વપરાય છે. આ બાબત આપણે વિચારીશું તો, તેમાં Greatest – વધારેમાં વધારે કલ્યાણ કોને કહેવું એ વાત ઉપર પણ ઘણા મતભેદો છે તે આપણને જાણવા મળશે. વળી લોકો અથવા પ્રજા શબ્દ અંગે પણ સંકુચિત તેમજ વિશાળ તથા તેની વચગાળાના એવા ઘણા અર્થો કરવામાં આવે છે. આ બધામાં જે વિરોધાભાસો દેખાય છે, એ હકીકત પોતે જ એક મોટું લોકશાસન છે. પંડિત જવાહરલાલ નહેરુએ વર્ષો પહેલાં એક વાર લંડનમાં મળેલી કોમનવેલ્થના વડા પ્રધાનોની પરિષદમાં કહ્યું હતું કે : “દુનિયામાં વસતા તમામ લોકો લોકશાસનવાદના કોઈ એક પ્રકાર પર જો સંમત થઈ જાય, બધાનો અભિપ્રાય જો એક સરખો થઈ જાય, તો પછી, લોકશાસન જેવું આ દુનિયામાં કંઈ રહેશે નહિ.” આ વાત બહુ સમજવા જેવી છે. માનવ જાતના મૂળભૂત સ્વભાવનું તદન વાસ્તવદર્શી મૂલ્યાંકન એમાં રહેલું છે. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનની બાબતમાં પણ કંઈક આવું જ છે. એમાં યે ભિન્નભિન્ન Page #36 -------------------------------------------------------------------------- ________________ મામ પ્રાથમિક મમમમમ ૧૩ . વિચારધારાઓ આપણને જોવા મળે છે. જયાં સુધી જગતનું અસ્તિત્વ છે, ત્યાં સુધી મતભેદો રહેવાના જ. અનાદિકાલથી આ મતભેદો ચાલતા આવ્યા છે, અનંતકાળ સુધી આ મતમતાંતરો રહેવાના જ. વિશ્વનું અસ્તિત્વ વિસંવાદને કારણે જ ગતિશીલ રહ્યું છે. જો સંવાદ' સ્થપાઈ જાય તો ગતિ અટકી જાય. આ વિશ્વમાં જીવવાની જે મજા છે તે મતભેદોને કારણે જ મળે છે. મતભેદોને શમાવવાનો જે પ્રબળ પુરુષાર્થ અનાદિકાળથી મહાપુરુષોના હાથે ખેડાતો આવ્યો છે, એ વાત એક મોટામાં મોટા ગૌરવની જનેતા છે. આમ છતાં, આપણે જોઈએ છીએ કે મતભેદો ઓછા થવાને બદલે વધતા જ ચાલ્યા છે. પરંતુ, તેથી નિરાશ થઈ જવાની કશી જરૂર નથી. એ મતભેદો અને મતમતાંતરો જેમ અનાદિઅનંત છે, તેમ, તે સાથે જ, “સાચું શું છે?” એ જાણવાની માનવીની જિજ્ઞાસા પણ અનાદિ અનંત છે. જે જિજ્ઞાસા, મનુષ્ય જાતમાં અનાદિકાળથી સચવાતી આવી છે અને અનંતકાળ સુધી જીવંત રહેવાની છે. સત્યશોધનની એ જિજ્ઞાસા મનુષ્યના મનમાંથી લુપ્ત નહિ થાય ત્યાં સુધી એનો વિકાસ નહિ અટકે. જગતની સપાટી ઉપર આજે જે બધાં તત્ત્વજ્ઞાનો વિદ્યમાન છે. એ બધાં, મનુષ્યની પેલી જિજ્ઞાસાવૃત્તિના વિકાસમાંથી ઉપલબ્ધ થયેલાં છે. નવું નવું જોવાની ને જાણવાની માણસની જિજ્ઞાસાવૃત્તિને ધન્યવાદ આપીને અને વંદન કરીને આપણે આગળ ચાલીશું તો પહેલો વિચાર એ આવશે કે એ જિજ્ઞાસાવૃત્તિમાંથી જગતને જે કંઈ મળ્યું છે, તેમાં નક્કર સત્ય શું છે? - આ પ્રશ્ન ઘણો વિકટ છે. જિજ્ઞાસાને સંતોષવા માટે કરવામાં આવેલી મહેનત કોણે કરી? કેટલી કરી? કેવી રીતે કરી? એની પાછળ કેટલો સમય ગાળ્યો? આ બધી બાબતોનો વિચાર આપણે કરવો પડશે. આ બાબતોનો વિચાર કરતાં કરતાં, મનુષ્યની બુદ્ધિશક્તિની મર્યાદાનો અપૂર્ણતાનો અને એના અહંભાવનો ખ્યાલ આપણને અચૂક આવશે. - વિજ્ઞાનની શોધ કરવામાં એક સોલ્યુસન નિરાકરણ માણસને મળતાં જ તે ફુલાઈ જાય છે. એની એ શોધ વિષે એ પોતે અને એના સાથીદારો તથા અનુયાયીઓ ભારે મોટાં નગારાં વગાડવા લાગી જાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ, અનાદિકાળથી, આવું જ બનતું આવ્યું છે. કોઈ કોઈ સાધકો, આત્મસાધના માટે કોઇક મંત્ર, જાપ, યોગ કે ધ્યાન ઈત્યાદિનો કોઈ માર્ગ લઈને બેસી જાય છે. - એક જણને પ્રકાશનું કંઈક કુંડાળું દેખાય છે, એટલે “આત્મસાક્ષાત્કાર થઈ Page #37 -------------------------------------------------------------------------- ________________ માં ૧૪ માતા અનેમંત અને સ્વાદ્વાદ , ગયો એમ માનીને તે પદ્માસન છોડી નાંખે છે. કોઇની માનસિક શક્તિ, યોગ બળે વધતાં, કંઈક ચમત્કાર કરતી થઈ જાય એટલે હવે સંશોધનનો છેડો આવી ગયો એમ સમજીને તે નાચવા લાગી જાય છે. Hero worship-વીર પૂજા-એ મનુષ્ય સ્વભાવની એક સહજ ખાસિયત છે. કોઈપણ વ્યક્તિ કંઈક નવું કરી બતાવે, કશુંક ચમત્કારિક જેવું લાગતું કાર્ય કરી બતાવે, કશીક સિદ્ધિઓનું પ્રદર્શન કરે એટલે, અનુયાયીઓનું મોટું ટોળું એની આસપાસ ઝપાટાબંધ ભેગું થઈ જાય છે. મનુષ્યસ્વભાવની બીજી એક ખાસિયતઅતિશયોક્તિ કરવાની છે. જોયેલી તથા જાણેલી વાતને મોટું સ્વરૂપ આપવાની અને સાંભળેલી વાતને પોતે જાતે જોઇ હોય એવી રીતે વિસ્તારીને કહેવાની, માણસની ટેવ અનાદિકાળની છે. એ વૃત્તિની પાછળ, પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાની અહંભાવજન્ય ઇચ્છા રહેલી હોય છે. કેવળ ભૌતિક સુખ માટે ઝંખતો માનવી, આવા કોઈને કોઈ અવધૂતોની પાછળ લાગેલો જ રહે છે. સિદ્ધ મનાતા પુરૂષની પાછળને આગળ, સારો એવો સમુદાય એકત્ર થઈ જાય છે. એ સમુદાય, પેલા સિદ્ધ પુરૂષની ભક્તિ, જે.કેવળ ખુશામતનું જ એક સ્વરૂપ હોય છે તે, કરવા લાગી જાય છે. એ ખુશામત જોઈને પેલો સિદ્ધ મનાતો પુરૂષ, “હવે પોતાનો વિકાસ પૂર્ણ થઈ ગયો તથા કશું કરવાનું બાકી રહ્યું નથી.' એમ માનતો થઈ જાય છે. અસીમ બુદ્ધિશાળીઓ, મહાન યોગીઓ અને વૈજ્ઞાનિકોનું પણ જયાં આવું જ બને છે, ત્યાં સામાન્ય જનસમુદાયની તો વાત શું કરવી? આપણા દેશમાં, આધ્યાત્મિક બાબતો અંગે, બે વિભાગો આજે દષ્ટિગોચર, થાય છે. એક વર્ગ, “જન્મજાત શ્રદ્ધાને પરંપરાથી વળગીને, આગળથી જે ચાલતું આવ્યું હોય છે તેને ચોંટી રહ્યો છે. બીજો વર્ગ બુદ્ધિશાળી અને આધુનિક કેળવણી પામેલા લોકોનો છે. વિશ્લેષણ કરીશું તો આ બંને વર્ગમાં કોઈ મોટો તફાવત નહિ દેખાય. જન્મજાત શ્રદ્ધાવાળા વર્ગમાં જેમ અનેક મતમતાંતરો છે, તેમ, આ કેળવાયેલા અને બુદ્ધિશાળી ગણાતા વર્ગમાં પણ એટલા જ આગ્રહી અને ઝનુની મતમતાંતરો છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ, શ્રી રમણ મહર્ષિ, શ્રી અરવિંદ ઘોષ, નિત્યાનંદ સ્વામી, સ્વામી રામદાસ અને એવા બીજા અનેક મહાપુરૂષોના કેળવાયેલા - અનુયાયીઓને અલગ અલગ રીતે મળતાં, એ દરેક મતવાળા, “સત્ય એમના એકલાના જ ખિસ્સામાં છે, બીજે ક્યાંય નથી એવી વાત ખૂબ જ કટ્ટરતાથી અને ચુસ્તપણે માનતા દેખાય છે. એ લોકો એવું માને છે એટલું જ બસ નથી, “બીજા Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રાથમિક ૧૫ બધા લોકોએ એમની માન્યતા સ્વીકારી લેવી જોઇએ અને સ્વીકારશે તો જ ઉદ્ધાર થશે, નહિ તો નર્કની ખાણમાં જ પડવાનું છે.' એવી વાત એ બધા જ લોકો કહેતા હોય છે. આગ્રાના કિલ્લામાંથી દેખાતા તાજમહાલ વિષે કોઇ ફારસી કવિએ લખ્યું છે }: ‘આ પૃથ્વી પર અગર જો કંઇ સ્વર્ગ છે તો તે આ જ છે, અહિં જ છે, અહિંયા જ છે.’ એ કાવ્યાર્થના જેવું જ આજ ચારે તરફ દેખાય છે. આધ્યાત્મિક બાબતમાં રસ લેતા કોઇ પણ સજ્જનને મળો. મોટા ભાગના લોકો, પોતે જે મતના અનુયાયી હશે, એનાં જ ગીત ગાવા લાગી જશે. સદ્ગત શ્રી કિશોરલાલ મશરૂવાળા જ્યારે ગાંધીજીના આશ્રમમાં રહેવા ગયા ત્યારે તેઓ પોતે સ્વામીનારાયણ પંથના ચુસ્ત અનુયાયી હતા. ગાંધીજીને પણ સ્વામીનારાયણ ધર્મમાં ભેળવવાની અને સહજાનંદ સ્વામીના અનુયાયી બનાવવાની ઉમેદ તેમનાં મનમાં હતી. આ વાત એમણે પોતે જ લખી છે. એ સમભાવી અને બુદ્ધિશાળી કિશોરલાલભાઇ ને શ્રી કેદારનાથજીનો ભેટો થયો ત્યારે એમનો જુદો જ અનુભવ થયો. શ્રી કેદારનાથજીના સમાગમથી પોતાને સત્ય સાંપડી ગયું એવો તાર એમણે પોતે જ આબુના પર્વત પરથી પોતાના આત્મજનોને મોકલાવ્યો હતો. આથી ઉંલટું, શ્રી કેદારનાથજીએ પોતે જ કહ્યું છે કે, એમને (કિશોરલાલને) અને એવા બીજા અનેક સજ્જનો, સાધુઓ, સંતો તથા યોગીઓને થએલા અનુભવો અપૂર્ણ છે. આપણી ચારે તરફ જ્યારે આવી પરિસ્થિતિ દેખાતી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ‘આપણે શું માનવું?’ આ, માનવાની બાબતમાં, એક સર્વસામાન્ય અભિપ્રાય એવો છે કે આપણે જે કંઇ સમજીએ અથવા માની લઇએ એ બધું સતર્ક, સુતર્કયુક્ત, દાખલા દલીલો સાથે સુસંગત હોવું જોઇએ, કોઇપણ બાબતને તર્ક Logic દ્વારા સમર્થન ન મળતું હોય તો એ વાતને ખોટી સમજીને ફેંકી દેવી જોઇએ. આ જાતની માન્યતામાં એક અતિશય મહત્ત્વની વાત ભૂલાઇ જાય છે. એ વાત એ છે કે જેને તર્ક માનવામાં આવે છે તે ‘શુદ્ધ’ તેમજ ‘સંપૂર્ણ’ છે ખરો? આધુનિક વિદ્યાપીઠોમાં જે તર્કશાસ્ત્ર Logic ભણાવવામાં આવે છે તેમાં ખોટા તર્કની Fallacy of Logic એક વાત આવે છે. તર્કશાસ્ત્ર એ ઘણો અટપટો વિષય છે. તર્કશાસ્ર લખનાર ભણાવનાર અને ભણનાર એ ત્રણે વર્ગમાં પૂર્ણ રીતે ઘડાયેલી Page #39 -------------------------------------------------------------------------- ________________ મા ૧૬ મારા અનેકાંત અને સ્વાદ્વાદ માટે વિવેકબુદ્ધિ ન હોય, માનસ જો પૂર્વગ્રહથી યુક્ત હોય, મૂક્ત ન હોય, અને એ ત્રણે ક્રિયાઓ (લખવાની ભણાવવાની અને ભણવાની) અહંભાવની છાયા નીચે જો ચાલતી હોય, તો એનાં પરિણામો કેવાં આવે? ગણિતશાસ્ત્રનો એક તર્ક આપણે લઇએ. અઢી માથોડાં પાણીવાળી એક નદીને પાર કરવા માગતા પાંચ માણસોને પૂછ્યું કે દરેકના ભાગે કેટલું પાણી આવશે? ગણિશાસ્ત્રીએ તો હિસાબ ગણીને કહી દીધું કે દરેકના ભાગે અધું માથોડું એટલે કમ્મરપૂર પાણી આવશે. હવે. આ હિસાબ સ્વીકારીને. પેલા પાંચે જણ નદી પાર કરવા માટે જો ચાલવા માંડે તો શું પરિણામ આવે? પાંચે જણ ડૂબી જ જાય. ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ આ ભૂલ વગરનો તર્ક હતો. પરંતુ, વ્યવહારમાં એ પ્રાણઘાતક બની જાય. એટલે, આ મિથ્યા તર્ક છે. એનું અનુસરણ જો કરવામાં આવે તો એમાં વિવેકશૂન્યતા હોય. મિથ્યા એટલા માટે કે ગણિત ગણનાર માણસ માણસો અને નદીને લક્ષ્યમાં લીધા સિવાય, એ બંનેના માપને એક સાથે ધ્યાનમાં રાખ્યા વિના જ વિચાર કર્યો. પેલા પાંચ માણસોએ પણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યા સિવાય એનું અનુસરણ કર્યું.” એક બીજી, નાની સરખી અને સામાન્ય વાત લઈએ. ' ' કોઈ એક મકાનમાં દિવાલો સફેદ રંગની છે. એમાં, વિજળીની બત્તીના ગોળા લીલા રંગના મૂકેલા છે. બત્તીઓ પ્રગટે છે ત્યારે લીલા રંગનો પ્રકાશ એ દિવાલો ઉપર પડે છે. એટલે, એ સફેદ દિવાલો તે વખતે લીલા રંગની લાગે છે. આ દિવાલોને રાત્રે અને દિવસે જોનાર બે જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે એ દિવાલોના રંગ બાબતમાં મતભેદ ઉભો થવાનો જ. એક જણ કહેશે કે દિવાલોનો રંગ સફેદ છે. બીજો કહેશે કે ના, દિવાલો લીલા રંગની છે. એ બંને જણની વાત સાચી પણ છે અને ખોટી પણ છે. આ જાણનારો ત્રીજો માણસ, એ મકાનમાં રહેવાવાળો, જ્યારે એ બંને જણને મળે ત્યારે જ એ વાતનો ખુલાસો થાય. એ બંને જણની વાત, પરસ્પર વિરોધી હોવા છતાં, દિવસ અને રાતની ભિન્નભિન્ન અપેક્ષાએ સાચી છે. એ વાતનું ભાન તો, એ બંને જણ દિવસે અને રાત્રે એમ બંને વેળાએ એ દિવાલોને જુએ ત્યારે જ થાય. ત્યાં સુધી, એ બંને જણ, પોતપોતાની માન્યતામાં મક્કમ રહે તેમાં શું નવાઈ? નજર વડે જે દેખાય છે, એની જ વાત લઇએ. એક પહાડની ટોચ ઉપર ચાર જણ ઉભા છે. એક જણની આંખમાં મોતિયો છે અને એણે ચશ્માં નથી પહેર્યા. બીજાની આંખમાં મોતિયો છે પણ એણે ચશમાં પહેર્યા છે. ત્રીજાની આંખ કોઈ પણ જાતના રોગથી મુક્ત છે. ચોથાની આંખ સારી છે પણ વધારામાં એની પાસે Page #40 -------------------------------------------------------------------------- ________________ ને પ્રાથમિક માહિતી . ૧૭ : દુરબીન છે. છે આ ચાર જણ જ્યારે ક્ષિતિજ તરફ દૃષ્ટિ નાંખશે ત્યારે એ બધાની દશ્યમર્યાદા શું એક જ લીટીમાં આવશે? બધાને શું એક સરખું દેખાશે? તે વખતે, તેઓ જે જોઈ રહ્યા હોય એનું વર્ણન કરવાનું એમને આપણે કહીશું તો ચારે જણ પાસેથી જુદું જુદું સાંભળવા મળશે. - આ તર્ક Logicનું પણ એવું જ છે. એનો ઉપયોગ કરનાર અને કરાવનાર વિભિન્ન માણસોની સમજણ, બુદ્ધિ, જ્ઞાન, અનુભવ અને શક્તિની છાયા એક યા બીજા પ્રકારે એમાં પડ્યા વિના રહેશે જ નહિ, એમાં અશુદ્ધિ આવવાની જ. તોં પછી, શુદ્ધ તર્ક કોને કહેવો? આ તર્કની ચર્ચા, અહીં આપણે હજુ દુનિયાદારીની અને મનુષ્યની બુદ્ધિની અપેક્ષાએ જ કરી રહ્યા છીએ. તત્ત્વજ્ઞાનના તર્ક સુધી હજુ આપણે આવ્યા નથી. ત્યાં પહોંચવા માટે થોડી ધીરજ રાખવી પડશે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ક અનેકાંત અને સ્યાદ્વાદ ભૂમિકા બુદ્ધિપૂર્વક કોઇપણ વસ્તુને સમજવા માટે તર્કનો આશ્રય લેવાનું જરૂરી છે એ વાત તો હવે બરાબર સમજાઇ ગઇ. આ તર્ક કરવામાં, ઘણી વાર, ઘણી જગ્યાએ, ગોથું ખાઇ જવાનું સંભવિત છે, એ વાત પણ આપણે કબુલ કરી લીધી. હવે આગળ ચાલીએ. કોઇએક અદાલતનું ચિત્ર, આપણા મનઃપ્રદેશમાં આપણે ઉભું કરીએ. ન્યાયાધીશ, ફરિયાદી, આરોપી, ફરિયાદ પક્ષના વકીલ, બચાવ પક્ષના ધારાશાસ્ત્રી, જ્યુરીના સગૃહસ્થો અને એ મામલામાં રસ લઇને સાંભળવા આવેલા પ્રેક્ષકો, એમ સાત પ્રકારના લોકો અહીં ભેગા થાય છે: કેસ ચાલે છે, બંને પક્ષનાં સાક્ષીઓની તપાસ થઇ ગઇ હોય છે, બંને પક્ષ તરફથી દલીલો થાય છે, ન્યાયાધીશ, જ્યુરીને પોતાની તરફથી દોરવણી આપે છે અને પછી, જ્યુરી એનો અભિપ્રાય આપી દે છે. પછી, ચુકાદો આપવાનું કામ ન્યાયાધીશ માટે બાકી રહેછે. ન્યાયાધીશ, આ ચુકાદો કેવી રીતે આપે છે ? ન્યાયના આસન પર બેસનાર આ ગૃહસ્થ પાસે કાયદાનું જ્ઞાન, અનુભવ અને આસનની Dignity-પવિત્રતા-આ ત્રણે હોય છે. કેસનું કામકાજ શરૂ થાય છે, ત્યારે, એ સાહેબ, ‘તટસ્થવૃત્તિના નિર્મળ સિંહાસન' ઉપર બેઠેલા હોય છે. પોતે, તદૃન તટસ્થપણે, કોઇપણ જાતના પૂર્વગ્રહ વિના, લાંચરૂશ્વતથી પર રહીને, અદાલત સમક્ષ રજુ થએલા પુરાવાઓ તથા એ અંગે થએલી દલીલોને નજર સમક્ષ રાખીને, સ્થાપિત કાનુનની મર્યાદામાં રહીને, ઉચિત લાગે તેવો ચુકાદો સંભળાવે છે. અહીં, આ ન્યાયાધીશ સંપૂર્ણ રીતે તટસ્થ છે તથા ન્યાયવૃતિ પ્રત્યેની પોતાની ફરજ પ્રત્યે સંપૂર્ણ જાગૃત છે, એમ માનીને જ આપણે ચાલીએ છીએ. આમ હોવા છતાં, એવી રીતે અપાયેલા બધા જ ચુકાદાઓ શું ન્યાયયુક્ત હોય છે? ઉપલી અદાલતોમાં જ્યારે અપીલ કરવામાં આવે છે, ત્યારે ઘણા ચુકાદાઓને પલટો ખાઇ જતા આપણે જોઇએ છીએ. આવી રીતે પલટાયેલા ચુકાદાઓ પણ, પૂર્ણ તથા ન્યાયયુક્ત જ હોય છે તેવું પણ હંમેશાં ક્યાં બને છે? ન્યાય મેળવવા જનારા કેટલાકને ન્યાય મળતો જ નથી આવી ફરિયાદો આપણને સાંભળવા મળે જ છે. નિર્દોષ દંડાઇ જવાના અને ગુનેગાર છૂટી જવાના દાખલાઓ આપતો ન્યાય પણ આપણે ક્યાં નથી જોયો ? અદાલતોમાં ન્યાય મેળવવા જવા માટેનાં કારણોમાં કોઇને કોઇ ઝઘડો હોય Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૯ નિક ભૂમિકા છે. આ બધા જાતજાતને ભાતભાતના ઝઘડાઓની પાછળ કારણો તો ઘણા પ્રકારનાં હોય છે. પરંતુ, આપણે વિશ્લેષણ કરીશું તો મુખ્ય મુખ્ય કારણો નીચે મુજબનાં જોવા મળશે. “અજ્ઞાન, ખોટું જ્ઞાન (ગેરસમજણ), પૂર્વગ્રહ, અહંભાવ, મમત્વ, આંધળો સ્વાર્થ, વિવેકશૂન્યતા, વાસનાઓની ગુલામી અને અસહિષ્ણુતા વિગેરે કારણો ઝઘડાઓના મૂળમાં હોય છે. પરંતુ, મોટામાં મોટા કમનસીબી એ છે, કે, આ કારણોમાંના થોડા, બધા અથવા કોઇ એક કારણ પોતાનામાં છે, એવું કબુલ કરવા કોઇ તૈયાર થતું નથી. કબુલાત તો દૂર રહી, એ વિષે વિચાર કરવાની ભાવના કે ઇચ્છા પણ કોઇનામાં જવલ્લે જ પ્રગટે છે. પોતાને વિષે બીજા લોકો ગેરસમજણ ધરાવે છે, એવી વાત તો ઠેકઠેકાણે સાંભળવા મળશે. પરંતુ, એવી વાત કરનાર પોતે, બીજા લોકો માટે એવી જ કશીક ગેરસમજણ ધરાવે છે; એવું કહેવા માનવા કે એ વિષે વિચાર કરવા કેટલા જણ તૈયાર થશે? મિત્રો વચ્ચે, વ્યાપારી સંબંધો અંગે, પતિ-પત્નિ વચ્ચે, ભાઇ-ભાઇ વચ્ચે, સાસુ-વહુ વચ્ચે, દેરાણી-જેઠાણી, પિતા-પુત્ર, દિયર-ભોજાઇ, નણંદ-ભોજાઇ અને આડોશી-પાડોશી વચ્ચેના સંબંધોમાં વૈમનસ્ય, ક્લેશ, કંકાસ અને ઝઘડાઓ જોવા · માટે ક્યાં દૂર જવું પડે તેમ છે? સાચી વાતનું અજ્ઞાન, ખોટી સમજણ એટલે અજ્ઞાન; પહેલેથી બાંધી લીધેલા અભિપ્રાયો એટલે પૂર્વગ્રહઃ હું બીજા બધા કરતાં નિરાળો અને શ્રેષ્ઠ છું એવો અહંભાવ; તુચ્છ સ્વાર્થ; વિચા૨ ક૨વા માટેના શુદ્ધ અને શાસ્ત્રીય તર્ક વિષેની સમજણનો અભાવ તથા એમાંથી પ્રગટતી વિવેકશૂન્યતા; ઇંદ્રિયોની વાસનાઓને • કબજે રાખવાની લાચાર અશક્તિ; જરા પણ નમતું નહિ મૂકવાની ટેવ તથા એમાંથી જન્મેલી કશુંય પણ જતું નહિ કરવાની અસહિષ્ણુતા; એ બધામાં માનવસમાજ આજે ડૂબી ગએલો, ખોવાઇ ગએલો દેખાય છે. દેશ-દેશ વચ્ચે પણ ઝઘડાઓ કેટલી જાતના છે? પહેલાં, જર, જમીન અને જોરૂ એ ત્રણને કજીયાનાં છોરૂ માનવામાં આવતાં હતાં. હવે રંગદ્વેષ (colour prejudice) અને વિચારસરણીઓ-આદર્શો-(Ideological conflicts)ને અંગેના ઝઘડાઓ વધ્યા છે, ઉમેરાયા છે. એમાંનું કોઇને કોઇ કારણ ઉભું થતાં ખતરનાક ઝઘડાઓ જામી પડેછે. આમ, આપણે જોઇશું તો જણાશે કે ઉપર જે કારણો બતાવ્યાં છે એમાંનું કોઇને કોઇ કારણ એકલું, અથવા બીજાં કારણો સાથે મળીને, આ Page #43 -------------------------------------------------------------------------- ________________ Sા ૨૦ મ અનેમંત અને સ્યાદ્વાદ , બધાય ઝઘડાઓની પાછળ ઉભેલું જ હોય છે. રાજકારણનો વિષય આપણે ચર્ચતા નથી એટલે એ વિષયમાં આપણે અહીં ઊંડા નહી ઉતરીએ. સત્તાનો લોભ, આંધળા સ્વાર્થમાં સમાઈ જાય છે. આસુરી શક્તિ, વિનાશના અભૂતપૂર્વ સાધનોનું અસ્તિત્વ વિગેરે બધાં કારણોની પાછળ સ્વાર્થવૃત્તિ અને અહંભાવ તો ઉભેલાં હોય જ છે. ઘણી જાતની ચર્ચાઓ, આજે, વગર લેવાદેવાએ પણ ઘણા લોકો કરતા હોય છે. કોઈ કોઈ લોકો કોઈ પ્રકારના નિશ્ચિતઅભિપ્રાયો લઈને, પૂર્વગ્રહ બાંધીને આવતા હોય છે. આવું બધું કોઇ એક જ ક્ષેત્રમાં બને છે એવું પણ નથી. | સામાજિક, આર્થિક, રાજકારણીય, નૈતિક, કેળવણી વિષયક, આધિભૌતિક, ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. કોઈ વારસાગત અભિપ્રાયો ધરાવતા હોય છે, કોઈ વળી બાબાવાક્ય પ્રમાણુવાળા હોય છે, તો વળી કોઈ કોઈ લોકો, “હમ ભી કુછ હૈની અહંભાવજનિત વૃત્તિઓ લઈને કૂદાકૂદ કરી રહ્યા હોય છે. આમાં ઘણા ઠેકાણે, પેલો “તર્ક જે છે, તે ઘોડાને બદલે ગાડી બનીને પણ આવે છે. સામાન્ય રીતે માણસ, તર્કને આગળ રાખીને કામ કરતા હોય છે. અહીં, તર્ક, “ઘોડાનું કામ કરે છે. પોતે આગળ રહીને વિચારને તથા કાર્યને દોરે છે. ' કોઈ કોઈ ઠેકાણે માણસો વગર વિચાર્યું, ધૂનથી, સ્વાર્થ અગર વાસનાથી પ્રેરાઈને કંઈક કામ કરી બેસે છે. પછી, પોતે જે કર્યું તેને વ્યાજબી ઠરાવવા, તેને માટે દલીલો શોધી કાઢે છે. અહીં નિર્ણય અથવા કાર્ય પ્રથમ થાય છે અને તર્ક પાછળથી આવે છે. આવા કિસ્સાઓમાં તર્ક, “ઘોડો’ નહિ “ગાડી' બનીને આવે છે. ઘોડાની આગળ ગાડી રાખવાથી ગાડી જેમ ચાલતી નથી, તેવી જ રીતે આ રીતે પાછળથી ઉપયોગમાં લેવામાં આવતો ‘તર્ક એ તર્ક નહિ પણ સ્વાર્થપરાયણ દલીલબાજી જ માત્ર હોય છે. ક્યારેક એવું જોવા ને અનુભવવા મળે છે કે બે માણસો આપસમાં કંઈ ચર્ચા કરતા હોય છે, સામસામા દલીલો કરતા હોય છે, ત્યારે કાન બંધ કરીને જ બેઠેલા હોય છે. એક માણસ દલીલ કરી રહ્યો હોય, ત્યારે એ સાંભળવાને બદલે બીજો માણસ પોતાના મનમાં પોતાના અભિપ્રાયના સમર્થન માટેની નવી દલીલો શોધતો હોય છે. આવી જાતની ચર્ચા દરમિયાન ઘણી અપ્રસ્તુત તથા મર્કટની જેમ કૂદાકૂદવાળી વાતોનો ત્યાં ઢગલો થઈ જાય છે. સત્ય શોધવાનો ને મેળવવાનો આ માર્ગ નથી, એટલું તો સહેલાઇથી સમજાઈ જશે. તો પછી, સત્યને શોધવું ક્યાં? કેવી રીતે? Page #44 -------------------------------------------------------------------------- ________________ માની ભૂમિક આ પ્રશ્નોનો જવાબ જૈન તત્ત્વવિશારદોએ જે રીતે આપ્યો છે એવો બીજા કોઇએ આપ્યો જાણ્યો નથી. એનો જવાબ અનેકાંતવાદ અને સાદ્વાદ દ્વારા મળે છે. આ અનેકાંતવાદ અને સ્યાદ્વાદનું જે શિક્ષણ જૈન તત્ત્વજ્ઞાન આપે છે તેવું બીજા કોઇપણ તત્ત્વજ્ઞાને આપ્યું જાણવામાં નથી. આ તત્ત્વજ્ઞાનના પાયામાં જે મુખ્ય બાબત છે, તે એ છે, કે કોઇપણ એક જ દષ્ટિબિંદુથી કોઇપણ વાતનો વિચાર ન કરો જે બાબતોનો વિચાર કે નિર્ણય કરવાનો હોય એને બીજી કોઇ બાજુઓ છે કે કેમ એનો વિચાર કરો. ઢાલની બીજી બાજુ જોવાની વાત તો ઘણા લોકોએ કરી છે; પરંતુ એ ઢાલ “આપણી પોતાની કલ્પના મુજબની” હોય છે. એમાં બે જ બાજુઓ હોય છે. એ બધામાં, ઉપર જણાવી ગયાં તેવા દુષણો તો પાછા હોય જ છે. - એટલા માટે, જૈન તત્ત્વજ્ઞાનીઓએ હંમેશાં એવો આગ્રહ રાખ્યો છે કે, તીવ્ર બુદ્ધિશક્તિ હોવા છતાં ય, તટસ્થભાવ જ્યાં સુધી પ્રગટતો નથી, ત્યાં સુધી, પૂર્ણ સત્યની પ્રાપ્તિ થતી જ નથી. આટલા માટે જ તેઓ કહે છે કે સૌથી પ્રથમ તટસ્થવૃત્તિ કેળવવાનું અતિશય આવશ્યક છે. એ તટસ્થવૃત્તિ કેળવવા માટે, અજ્ઞાનને દૂર કરીને સાચું (સમ્યગુ) જ્ઞાન મેળવવું પડશે. ખોટું જ્ઞાન (ગેરસમજણ) જે છે તે મિથ્યાજ્ઞાનને ફેંકી દેવું પડશે. તમામ પ્રકારના પૂર્વગ્રહોને-બાંધી લીધેલા અભિપ્રાયોને-ભંડારી દેવા પડશે. અહંભાવથી તદન મુક્ત બનવું પડશે. આંધળો સ્વાર્થ એટલે ઇંદ્રિયાદિક વૃત્તિઓ સાથે સંબંધ ધરાવતો જે ભૌતિક સ્વાર્થ છે, તેને દૂર કરવો પડશે. ઇંદ્રિયાદિક વાસનાઓ અને વૃત્તિઓની ગુલામગીરીમાંથી પૂર્ણ સ્વાતંત્ર્ય મેળવવું પડશે. વિવેકબુદ્ધિ પૂર્ણપણે જાગૃત કરવી પડશે અને સમગ્ર જગત તરફ કરૂણાભાવ તથા મૈત્રીભાવ કેળવીને, સહિષ્ણુતાની પરમ પાવક જ્યોતને પ્રગટાવવી પડશે. ' બહુ મોટી વાત થઈ ગઈ, નહિ? એ બધું વાંચીને ભડકી જવાની કશી જરૂર નથી. જેમણે અનેકાંતવાદ અને સ્યાદ્વાદનું અપૂર્વ તત્ત્વજ્ઞાન જગતને ભેટ આપ્યું છે, એ બધા જૈન તીર્થકરો-સર્વજ્ઞ ભગવંતોઉપર વર્ણવ્યા બધાજ દોષોમાંથી મુક્તિ મેળવી શક્યા હતા અને પૂર્ણજ્ઞાનકેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જ તેમણે એ બધી વાતો જગત સમક્ષ રજુ કરી હતી. એટલી હદ સુધી આપણે કોઈ પહોંચેલા નથી. પરંતુ, એમણે જે કહ્યું છે એ સમજવાની શક્તિ પણ આપણામાં નથી, એવું માની લેવાની કંઈ જરૂર નથી. એ પરમપદને આપણે પામ્યા નથી એ એકજ કારણ, આ બધું સમજવા માટેનું આપણને પ્રોત્સાહન આપવા માટે પૂરતું છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨મા અનેકાંત અને સ્યાદ્વાદ આપતા પૂર્ણ સત્યને સમજવાની, શોધવાની અને પામવાની રીત, જૈન તીર્થકરોએ જગતને આપી છે, એ વાતનો સ્વીકાર તો આજે પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સમર્થ વિદ્વાનો પણ કરવા લાગ્યા છે. સર્વજ્ઞ ભગવંતોએ જે રીતે આપણને બતાવી છે, એનો આશ્રય મેળવવામાં આપણને કોઈ રોકી શકે તેમ નથી. વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ આપણે જોઈએ તો જણાશે કે એકની એક વસ્તુ ઉપર અનેક પ્રકારના પ્રયોગો થઈ રહ્યા હોય છે. કોઈ એક સંશોધન થઈ જાય, તે પછી, તેની ઉપર વળી એની ઉપર, બીજાં ઘણાં સંશોધનો ચાલતાં જ હોય છે. એ બધું સંશોધનોની પાછળ જે એક મુખ્ય બળ કામ કરી રહ્યું હોય છે તે એ હોય છે, કે જે કંઇ જવું છે તેનાથી ય વિશેષ કંઇક છે. જે કંઈ શોધવામાં આવ્યું છે તે પૂર્ણ છે. અને એની આગળ કે એથી વિશેષ બીજું કંઈ જ નથી એવું કોઈપણ વૈજ્ઞાનિકે કહ્યું નથી. એવું જો કોઈ કહે તો સંશોધન કામ જ બંધ થઈ જાય. . . - હવે, આમાં એક ખૂબ સમજવા જેવી વાત એ છે કે વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં જે પ્રયોગો અને સંશોધનો થઈ રહ્યાં છે, તે બધાની પાછળ કેવળ આકાશકુસુમવત : કલ્પના નથી. એ બધાની પાછળ “કંઈક છે, આપણે જે જાણીએ છીએ એથી વિશેષ કંઈક છે, એવી “શ્રદ્ધા દઢ બનીને ઉભી હોય છે. આ, “કંઈક છે એવી જે શ્રદ્ધા છે, તે ક્યાંથી આવી? બહુ વિચાર કરવા જેવી આ વાત છે. એ ગમે ત્યાંથી, ક્યાંકથી, આવી એ તો નિશ્ચિત વાત છે. એમાંથી નિસ્પન્ન એ થયું કે જે દેખાતું કે સમજાતું નહોતું એવું કંઈક અસ્તિત્વમાં હતું તો ખરું જ.” એ અસ્તિત્વ ઉપરની શ્રદ્ધામાંથી જ એ બધાં સંશોધનો માટે પ્રેરણા મળી છે. આ વાતનો સ્વીકાર કર્યો જ છુટકો છે. અને, એ શ્રદ્ધાના બળ ઉપર પ્રયોગશાળામાં સંશોધન કરતી વખતે એ બધાને તર્કનો જ આશ્રય લેવો પડે છે. ખોટા તર્ક ઉપર ચાલતાં કોઈ પ્રયોગ નિષ્ફળ જાય છે, ત્યારે પાછો નવેસરથી નવો તર્ક કરીને, એમને ચાલવું જ પડે છે. એમ કરતાં કરતાં, એમના એ ભૌતિક ક્ષેત્રમાં, જયારે શુદ્ધ તર્ક ઉપર તેઓ આવી જાય છે, ત્યારે સિદ્ધિ એમને સાંપડી જાય છે. આ થઈ ભૌતિક બાબતોને લગતી વાત. એવી જ રીતે, જીવનનાં તમામ ક્ષેત્રોમાં, માણસને શુદ્ધ તર્કનો આશ્રય લેવો જ પડે છે. એ શુદ્ધ તર્કને, પોતાના જ મનની પ્રયોગશાળા દ્વારા સિદ્ધ કરવાનું બધા માટે શક્ય નથી. એટલે પછી, જેમણે પોતાના તમામ પાપોનો ક્ષય કરીને, આ જગત તથા જગતની બહારની તમામ આધિભૌતિક અને આધ્યાત્મિક બાબતોને કેવળજ્ઞાન Omniscience દ્વારા જોઇ છે અને જગત્ સમક્ષ રજુ કરી છે, તેમનો આશ્રય આપણે લેવો જ પડશે. એ ભગવંતો Page #46 -------------------------------------------------------------------------- ________________ મકાની ભૂમિકા જે કહી ગયા છે, તે બધું સાચું જ છે કે કેમ, એ સમજવા માટેની જિજ્ઞાસાવૃત્તિથી જ ફક્ત શરૂઆત કરીએ, તોય તે આપણને આગળ, ક્યાંક આગળ તો લઈ જ જશે. નાનું બાળક જ્યારે સૌપ્રથમ નિશાળમાં જાય છે, ત્યારે તેને “ચૌદ તરી બેતાલીસ આવડતું નથી. સ્થાપિત ગણિતશાસ્ત્રમાં વિશ્વાસ મૂકીને અભણ માતાપિતા પોતાના બાળકને શાળામાં મૂકી જાય છે. ત્યાં શિક્ષક એને જે ગોખાવે છે, તે, બાળક ગોખી જાય છે. “પંદર તરી પિસ્તાલીસ’ એવું જે પ્રથમ ગોખવામાં આવ્યું હોય છે, તેની તે વખતે તેને શાસ્ત્રીય સમજણ હોતી નથી. પછી, જ્યારે એનામાં વધારે સમજણ આવે છે, સરવાળા ને બાદબાકી કરતાં એને આવડી જાય છે, ત્યારે, ત્રણ વખત પંદરનો સરવાળો એ કરી લે છે અને પોતે અગાઉ જે ગોખ્યું હતું એની યથાર્થતાનો અનુભવ તેને થઇ જાય છે. આ તત્ત્વજ્ઞાનની બાબતમાં પણ આપણે બધા બાળકો જેવા જ છીએ. શરૂઆત જો શ્રદ્ધાપૂર્વક ગોખવાથી નહિ કરીએ તો યથાર્થતાનો અનુભવ કરવાનું આપણને શી રીતે મળશે? . કોઈ એવો પ્રશ્ન કરશે કે ગણિતશાસ્ત્ર તો દુનિયાભરમાં એક જ છે. જયારે " તત્ત્વજ્ઞાનની બાબતમાં એવું ક્યાં છે? અહીં તો બાર ભૈયા ને તેર ચોકા જેવો ઘાટ છે. • વાર. એ વાત માની લીધી. તત્ત્વજ્ઞાન, જગતમાં ઘણાં છે. કે “તો પછી જૈને તત્ત્વજ્ઞાનનો જ એકડો શા માટે ઘુંટવો? બીજા કોઇથી શરૂઆત - કેમ ન કરવી?” આવો બીજો પ્રશ્ન સહેજે પૂછાશે. આનો જવાબ બરાબર યાદ રાખી લેવા જેવો છે. જૈન તત્ત્વ જ્ઞાનીઓનો એ . દાવો છે કે “જૈન દર્શન એ એકલું જ એવું તત્ત્વજ્ઞાન છે, જેમાં જુદા જુદા તમામ દૃષ્ટિબિંદુઓ, સિંધુમાં મળતી સરિતાઓની માફક સમાયેલાં છે.” આવો દાવો બીજા • કોઈ તત્ત્વજ્ઞાને કર્યો જાણ્યો નથી. તો પછી એનાથી શરૂઆત કરવામાં શું વાંધો? ' આજકાલ તો જાહેરખબરનો જમાનો છે. પેટમાં આવતી ચૂંક મટાડવા માટે, ચામડીને સ્વચ્છ અને મુલાયમ બનાવવા માટે કોઈ એક દવા યા સાબુની જાહેરખબર આપણે વાંચીએ છીએ. એ જાહેર ખબરમાં, તે તે ચીજ વિષે મોટા મોટા દાવા કિરવામાં આવ્યા હોય છે. એ જાહેરખબર વાંચીને આપણે એમાંની કોઈ કોઈ ચીજો ખરીદી લાવીએ છીએ કે નહિ? જાહેરખબરમાં જે ગુણોનું વર્ણન કરવામાં આવ્યું હોય છે, તે યથાર્થ છે કે નહિ, એ અંગેનો નિર્ણય, એનો ઉપયોગ કર્યા સિવાય આપણે કરી શકીશું? તો પછી, જૈન તત્ત્વજ્ઞાન વિષે એના દર્શકોનો જે દાવો છે એની યથાર્થતાનો Page #47 -------------------------------------------------------------------------- ________________ પણ ૨૪ મરામત અનેકંત અને સ્યાદ્વાદ , અનુભવ કરવા માટે પણ એક તક એમને આપવામાં શો વાંધો છે? ખરું જોતાં, એ તક એમને આપવાની નથી પણ આપણે લેવાની છે, એ તક એમને આપવાથી લાભ આપણને જ થવાનો છે, એમને નહિ. એટલે, આપણા લાભની આ વાત છે. આમ છતાં, હાલ તુરત, એક તક એમને આપવી છે એમ માનીને ચાલશું તો પણ કશી હરકત નથી. જૈન તત્ત્વવેત્તાઓ આપણો આભાર અવશ્ય માનશે. જૈન તત્ત્વજ્ઞાનીઓને એટલી ખાત્રી, એટલે વિશ્વાસ છે જ કે એક વખત આ સર્વોચ્ચ તત્ત્વજ્ઞાન વિષે સમજણ મેળવવાની જિજ્ઞાસાવૃત્તિ જેમનામાં જાગૃત થશે, તેમની સમક્ષ, એ તત્ત્વજ્ઞાનનું સૌંદર્ય અને એની સૌરભ, આપમેળે, સ્વ-બળે, પ્રત્યક્ષ થશે જ. આ સમજવા માટે, પૂર્ણપણે અનુભવવા માટે, જે અવગુણો અને દોષોનો ત્યાગ કરવાનું અગાઉ કહેવામાં આવ્યું છે, તે બધું આજે અને અત્યારે જ છોડી દો એવો આગ્રહ કોઇ અત્યારે કરતું નથી. કેમ કે, એક વખત એ તત્ત્વવિજ્ઞાનની સમજણ આવવા માંડશે કે તુરત જ બધા અવગુણો અને દોષો સ્વયં નાસી છૂટવા માટે ગાંસડાં પોટલાં બાંધવાની તૈયારીમાં પડશે એવી શ્રદ્ધા એ તત્ત્વજ્ઞાનના ઉપદેશકોમાં છે. આ આમ છતાં, આ તત્ત્વજ્ઞાનનો જો લાભ ઉઠાવવો હોય, એ માટે તેને બરાબર સમજવું હોય તો એક નાની સરખી શરતનું પાલન આપણે કરવું જ પડશે. આ શરત તટસ્થભાવની છે. જે કંઈ કહેવામાં આવે તેને તટસ્થવૃત્તિથી પુરેપુરું સમજવાની કોશિષ તમે કરજો. એને, અડધે રસ્તે, કે થોડુંક ચાલીને છોડી દેશો નહિ. આટલી અપેક્ષા રાખીને હવે આપણી વાતને આપણે આગળ ચલાવીશું. આ Page #48 -------------------------------------------------------------------------- ________________ મન પરિચય પરિચય પાછળનાં પાનાંઓમાં તટસ્થભાવ ધારણ કરવાની જે વાત કહેવામાં આવી છે, તે મુજબ, તટસ્થભાવમાં તમે આવી ગયા છો, એમ હવે માની લઈએ છીએ. ત્યારે હવે, આપણે સમજવું શું છે, એ નક્કી કરી લઇએ. ચાલો, એક પ્રશ્ન પૂછીએ : “એવી કોઈ રીત કે પદ્ધતિ આ દુનિયામાં હયાત છે, જેનો આશ્રય લઈને, જગતના . નાના મોટાં તમામ ક્ષેત્રોમાં અને પ્રશ્નોમાં, માણસની સમજણ, માણસનું જ્ઞાન, પૂર્ણ સત્ય શોધી અને સાધી શકે?” આ પ્રશ્નનો જવાબ, જૈન દર્શનિકોએ ‘હા’માં આપ્યો છે. તેમનો એવો દાવો છે કે સર્વજ્ઞ ભગવંતોએ, આ સમજણ મેળવવા માટે જે માર્ગદર્શન આપ્યું છે, તે, અપૂર્વ છે, અદૂભૂત છે, પૂર્ણ છે. હવે, આ જો બરાબર સમજવું હોય, તો, જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનને લગતી મુખ્ય મુખ્ય બાબતોનું એક સૂચિપત્ર આપણે જોઈ લેવું પડશે. મહત્ત્વની બાબતો ઉપર એક ઉડતી નજર નાંખીને એનો પરિચય આપણે પ્રાપ્ત કરી લેવો પડશે. કેમ કે, જે રીત, જે પદ્ધતિ, જે ગણિત આપણે જોવાનું અને સમજવાનું છે, તેનું જે મૂળ છે, એના પાયાના જે સિદ્ધાંતો અને આચારો છે, તેનો સંક્ષિપ્ત પરિચય કરી લેવાથી, એ (તત્ત્વજ્ઞાન) સમજવામાં આપણને ઘણી સુગમતા પ્રાપ્ત થશે. - ચાલો ત્યારે, એ પરિચય આપણે મેળવી લઈએ. ૧. “જૈન” શબ્દનો અર્થ જિનના અનુયાયીઓ. “જિન” એટલે મન, વાણી અને શરીર ઉપર જીત (વિજયો મેળવીને જેમણે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું હોય તે. તીર્થકર' એટલે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેના તીર્થ (સમૂહ ઉર્ફે સંઘ)ની જેમણે સ્થાપના કરી હોય તે. “તીર્થકર માટે અહતુ, અરિહંત, સર્વજ્ઞ કે કેવળજ્ઞાની એવા બીજાં નામો પણ છે. પોતાનાં તમામ પાપોનો ક્ષય કરીને મોક્ષ (મુક્તિ) પ્રાપ્ત કરતાં પહેલાં, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સધર્મની જગતને જેઓ પિછાણ આપે છે તેઓ “જિન ભગવાનના નામથી ઓળખાય છે અને એમના બતાવેલા માર્ગને અનુસરનારાઓ “જૈન” નામથી ઓળખાય છે. ૨. “જૈન” શબ્દ કોઇ જ્ઞાતિ કે કોમનો સૂચક નથી. એ “ધર્મનો સૂચક છે. જૈનધર્મનું પાલન કરવા માટે કોઈ પણ કોમ કે જ્ઞાતિ માટે ભેદ રાખવામાં આવ્યો નથી. જૈનધર્મના આચારોનું પાલન કરનાર અને એના સિદ્ધાંતોમાં માનનાર કોઇપણ વ્યક્તિ, પછી તે ગમે તે કોમ યા જ્ઞાતિની હોય યા ગમે તે દેશની વાત હોય, “જૈન” નામથી ઓળખાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ મg gigns અનેવંત અને સ્વાદ્વાદ CHE ૩. જૈનધર્મ એ સંપૂર્ણ લોકશાસનવાદી ધર્મ એ રીતે છે કે તીર્થકરોએ જેની સ્થાપના કરી છે, તે “સંઘ એક સામૂહિક સત્તા છે. શ્રાવક, શ્રાવિકા, સાધૂ અને સાધ્વીના ચાર વિભાગના બનેલા આ સંઘનો મોભો અને સત્તા એટલાં વિશાળ છે કે એની સત્તાને સર્વોપરિ માનવામાં આવી છે. તીર્થકર ભગવંતો પણ જયારે દેશના (ઉપદેશ) આપવા બેસે છે ત્યારે આ ચતુર્વિધ સંઘને પ્રથમ નમસ્કાર કરે છે. આમાં ભારોભાર લોકશાસનવાદ પડેલો છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે પણ જૈનધર્મમાં કોઈ ભેદ મૂકવામાં આવ્યો નથી. ૪. જૈનધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન, કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો માને છે તેમ ફક્ત અઢી હજાર વર્ષથી જ પ્રચલિત નથી. જૈનોના છેલ્લા તીર્થકર શ્રી મહાવીરના કાળથી જ જૈન તત્ત્વજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું નથી. શ્રી મહાવીર તો આ યુગના છેલ્લા ચોવીસમાં તીર્થકર હતા. ચાલુ મુખ્ય કાળવિભાગના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને થઇ ગયે અગણિત લાખો વર્ષો વીતી ગયાં છે. ૫. શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર સુધીના જે ચોવીસ તીર્થકરોનો જે કાળ. નિર્ગમન થઈ ગયો, તે પહેલાં પણ જૈનધર્મ અસ્તિત્વમાં હતો. ૬. કાળના જૈન દાર્શનિકોએ મુખ્ય બે વિભાગ પડ્યા છે. એકને ઉત્સર્પિણી અને બીજાને અવસર્પિણી એવું નામ આપ્યું છે. આ બે મળીને કાળનું એક ચક્ર પુરું થાય છે. આવાં અનેક કાળચક્રો અનાદિકાળથી ચાલતાં આવ્યાં છે અને અનંતકાળ સુધી ચાલશે. કાળચક્રના એ બે વિભાગો, ઉત્સર્પિણી અને અવસર્પિણી પણ અનાદિકાળથી ચાલતા આવ્યા છે અને અનંતકાળ સુધી આવશે. આ બે મળીને જે એક કાળચક્ર થાય તેવા અગણિત-અસંખ્યાતા-કાળચક્રો થઈ ગયા અને થશે. એનો કોઈ પાર નથી. પ્રત્યેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળવિભાગમાં ચોવીસ ચોવીસ તીર્થંકરો થતા આવ્યા છે અને થયા કરશે. આજે આપણે વર્તમાન કાળચક્રના અવસર્પિણી વિભાગમાં છીએ. કાળના આ બે વિભાગો પણ દરેક છ વિભાગમાં વહેંચાયેલા છે. એને “આરો' કહેવામાં આવે છે. આપણે વર્તમાન અવસર્પિણીના પાંચમાં આરામાં છીએ. ભૂતકાળમાં થઈ ગયેલાં અનંત કાળચક્રોમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને પ્રત્યેક અવસર્પિણી દરમ્યાન ચોવીસ ચોવીસ તીર્થંકરો થઈ ગયા હોવાનું માનવામાં આવે છે અને તે ક્રમને અનાદિઅનંત માનવામાં આવે છે; એટલે, જૈનો પોતાના ધર્મને પણ “અનાદિ, શાશ્વત અને અવિચળ માને છે. અનાદિ અને અનંત એવા કાળચક્રોની પરંપરાની માફક જૈન ધર્મ પણ અનાદિ છે, અનંતકાળ સુધી રહેશે. Page #50 -------------------------------------------------------------------------- ________________ મe પરિચય પરિચય પાછળનાં પાનાંઓમાં તટસ્થભાવ ધારણ કરવાની જે વાત કહેવામાં આવી છે, તે મુજબ, તટસ્થભાવમાં તમે આવી ગયા છો, એમ હવે માની લઇએ છીએ. ત્યારે હવે, આપણે સમજવું શું છે, એ નક્કી કરી લઇએ. ચાલો, એક પ્રશ્ન પૂછીએ : “એવી કોઈ રીત કે પદ્ધતિ આ દુનિયામાં હયાત છે, જેનો આશ્રય લઈને, જગતના નાના મોટાં તમામ ક્ષેત્રોમાં અને પ્રશ્નોમાં, માણસની સમજણ, માણસનું જ્ઞાન, પૂર્ણ સત્ય શોધી અને સાધી શકે?” આ પ્રશ્નનો જવાબ, જૈન દર્શનિકોએ ‘હા’માં આપ્યો છે. તેમનો એવો દાવો છે કે સર્વજ્ઞ ભગવંતોએ, આ સમજણ મેળવવા માટે જે માર્ગદર્શન આપ્યું છે, તે, અપૂર્વ છે, અદ્ભુત છે, પૂર્ણ છે. - હવે, આ જો બરાબર સમજવું હોય, તો, જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનને લગતી મુખ્ય મુખ્ય બાબતોનું એક સૂચિપત્ર આપણે જોઈ લેવું પડશે. મહત્ત્વની બાબતો ઉપર એક ઉડતી નજર નાંખીને એનો પરિચય આપણે પ્રાપ્ત કરી લેવો પડશે. કેમ કે, જે રીત, જે પદ્ધતિ, જે ગણિત આપણે જોવાનું અને સમજવાનું છે, તેનું જે મૂળ છે, એના પાયાના જે સિદ્ધાંતો અને આચારો છે, તેનો સંક્ષિપ્ત પરિચય કરી લેવાથી, એ (તત્ત્વજ્ઞાન). સમજવામાં આપણને ઘણી સુગમતા પ્રાપ્ત થશે. ચાલો ત્યારે, એ પરિચય આપણે મેળવી લઈએ. . ૧. “જૈન” શબ્દનો અર્થ જિનના અનુયાયીઓ. “જિન” એટલે મન, વાણી અને શરીર ઉપર જીત (વિજયો મેળવીને જેમણે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું હોય તે. ‘તીર્થકરએટલે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેના તીર્થ (સમૂહ ઉર્ફે સંઘ)ની જેમણે સ્થાપના કરી હોય તે. ‘તીર્થકર માટે અહંત, અરિહંત, સર્વજ્ઞ કે કેવળજ્ઞાની એવા બીજાં નામો પણ છે. પોતાનાં તમામ પાપોનો ક્ષય કરીને મોક્ષ (મુક્તિ) પ્રાપ્ત કરતાં પહેલાં, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સધર્મની જગતને જેઓ પિછાણ આપે છે તેઓ “જિન ભગવાનના નામથી ઓળખાય છે અને એમના બતાવેલા માર્ગને અનુસરનારાઓ “જૈન” નામથી ઓળખાય છે. ૨. “જૈન” શબ્દ કોઇ જ્ઞાતિ કે કોમનો સૂચક નથી. એ ધર્મનો સૂચક છે. જૈનધર્મનું પાલન કરવા માટે કોઈ પણ કોમ કે જ્ઞાતિ માટે ભેદ રાખવામાં આવ્યો નથી. જૈનધર્મના આચારોનું પાલન કરનાર અને એના સિદ્ધાંતોમાં માનનાર કોઇપણ વ્યક્તિ, પછી તે ગમે તે કોમ યા જ્ઞાતિની હોય યા ગમે તે દેશની વાત હોય, “જૈન” નામથી ઓળખાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ માં ૨૮મી મે મારા અનેકંત અને સ્યાદ્વાદ મને સહાયતાથી અને બીજું પોતાની મેળે. આ સચરાચર વિશ્વની તમામ જડ રચનાઓ, જીવની સહાયથી અથવા પોતાની મેળે મળતા અને છૂટા પડતા આ યુગલ પદાર્થને કારણે થાય છે અને થશે. ૫. જીવાસ્તિકાય: જે જડ નથી તેને ચૈતન્યશાલી ચેતન માનવામાં આવ્યું છે. આ ચૈતન્યશાલી ચેતન એ પણ એક દ્રવ્યપદાર્થ છે. એને આપણે “આત્મદ્રવ્યના નામથી પણ ઓળખી શકીશું. ૬. કાળ : આ કાળ, એ છä દ્રવ્ય છે. આ કાળદ્રવ્યનું એટલે સમયદ્રવ્યનું પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જૈન દ્રષ્ટાઓએ આને પણ એક જડ દ્રવ્ય માન્યું ઉપર જણાવેલા એ છ દ્રવ્યમાં સારીયે વિશ્વરચનાનો સમાવેશ થઈ જાય છે, જીવરૂપી ચેતન દ્રવ્ય, પુલરૂપી જડ દ્રવ્ય (શરીર) સાથે મળીને, આકાશ દ્રવ્યરૂપી સ્થળમાં, ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યની સહાયતાથી ગતિ અને સ્થિતિ, કાળ દ્રવ્યને સાથે લઈને કરે છે. , ' : આ થઈ જૈન તત્ત્વજ્ઞાન મુજબની વિશ્વરચના વિષેની સમજણ અહીં એટલો ખુલાસો આવશ્યક છે કે ધર્મ, અધર્મ, આકાશ પુદ્ગલ અને જીવની સાથે જે અસ્તિકાય' શબ્દ જોડવામાં આવ્યો છે તે સહેતુક છે. “અસ્તિ” એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. આ પાંચે દ્રવ્યના અસંખ્યાત પ્રદેશો અને સમૂહો માનવામાં આવ્યા છે. એટલે એમાં “અસ્તિકાય’ શબ્દને જોડવામાં આવ્યો છે. જ્યારે કાળ દ્રવ્યને કોઈ પ્રદેશ નહિ હોવાથી એની સાથે એ શબ્દને જોડ્યો નથી. ૯. મુક્તિમાર્ગમાં ઉપયોગી નવ તત્ત્વોનું જ્ઞાન પણ ઉપલાં છ દ્રવ્યોના આધારે જૈન દાર્શનિકો વડે નિરૂપાયેલું છે. એ નવ તત્ત્વો નીચે મુજબ છે : ૧. જીવઃ ચૈતન્યશાલી ચેતન. આ જીવ દ્રવ્યના આધારે નિરૂપાયું છે. ૨. અજીવ ચૈતન્યરહિત જડ પદાર્થ. આમાં ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાળનો સમાવેશ થઈ જાય છે. ૩. પુણ્યઃ સારાં અને શુભ કર્મો. ૪. પાપ: ખરાબ કાર્યો. ૫. આસ્રવ આત્માની સાથે કર્મનો સંબંધ થવાનો માર્ગ: ૬. સંવરઃ જેના વડે કર્મબંધન થતું અટકે તે; આત્મામાં પ્રવેશ કરતાં કર્મોને રોકવાની આત્મા વડે થતી ક્રિયા. ૭. નિર્જરાઃ કર્મનો ક્ષય. આ ક્ષય બે પ્રકારે (૧) સકામનિર્જરા એટલે તપશ્ચર્યા આદિ સાધનો દ્વારા કર્મોને ખપાવવામાં આવે છે અને (ર) અકામનિર્જરા Page #52 -------------------------------------------------------------------------- ________________ મક પરિચય એટલે જે કર્મ ભોગવાઇ જઇને મુદત પુરી થતા પોતાની મેળે ખરી પડે તે. ૮. બંધઃ દુધમાં જેમ પાણી ભળી જાય છે તેની પેઠે કર્મનો આત્મા સાથે જે સંબંધ થાય તે-બંધન. ૯. મોક્ષઃ સર્વ કર્મોના ક્ષયથી થતી આત્માની મુક્તિ. - છ દ્રવ્યની જેમ, આ નવ તત્ત્વોનું ઘણું જ સૂક્ષ્મ અવલોકન જૈન દાર્શનિકોએ કિરેલું છે. અહીં માત્ર એની અત્યંત સંક્ષિપ્ત વ્યાખ્યા આપી છે. એમાં જો રસ પડે તો એ વિષયના ગ્રંથો મેળવીને વાંચી લેવા તથા તજજ્ઞ પુરૂષો પાસેથી એની સમજણ મેળવવી. ' ૧૦. ઉપર જણાવ્યા તે છ દ્રવ્યો તથા નવ તત્ત્વોના સંયોગ-પ્રયોજનથી, અનાદિકાળથી ચાલતી આવેલી આ વિશ્વરચનામાં જે કંઈ પણ બને છે તેમાં પ્રયોજક તરીકે જૈન દાર્શનિકોએ પાંચ કારણો બતાવ્યાં છે. આ પાંચ કારણો નીચે મુજબ છેઃ ૧. કાળ: વસ્તુ અથવા કાર્યનો પરિપક્વ કે અપરિપક્વ સમય એવો અર્થ. આ કાળ-કારણમાં સમજવાનો છે. ૨. સ્વભાવઃ અહીં સ્વ-ભાવ એવી વ્યુત્પત્તિ છે. એટલે, માણસનો કે જાનવરનો સ્વભાવ નહિ પણ પ્રત્યેક વસ્તુનો પોતાનો સ્વ-ભાવ. આપણે એને ‘સહજધર્મ' એવા નામથી પણ ઓળખી શકીશું. - ૩. ભવિતવ્યતા : આનું “નિયતિ એવું બીજું નામ પણ છે. આનો અર્થ કર્મ દ્વારા ઘડાયેલું પ્રારબ્ધ એવો થતો નથી. આ એક અનાદિ-અનંત અને સ્વતંત્ર કારણ છે. ' ' ૪. પ્રારબ્ધઃ આનું કર્મ એવું બીજું નામ પણ છે. વ્યક્તિગત અને સામુદાયિક કર્મો દ્વારા જે ઘડાય છે તે પ્રારબ્ધ. ૫. પુરુષાર્થઃ આને માટે “ઉદ્યમ” એવું બીજું નામ પણ છે. જીવ-ચૈતન્ય જે ઉદ્યમ અથવા પુરુષાર્થ કરે છે તે. - જૈન તત્ત્વજ્ઞાન માને છે કે આ પાંચ કારણો જયાં સુધી ભેગાં થતાં નથી ત્યાં સુધી કશુંય કાર્ય બનતું નથી. આ વિષયની વિશેષ સમજણ આપણે આગળ ઉપર આપીશું. અહીં ફક્ત સંક્ષિપ્ત વ્યાખ્યા બતાવી છે. ૧૧. આ બધું એટલે ઉપર જે કંઈ બતાવવામાં આવ્યું છે તે તથા બીજી ઘણીબધી વાતો સમજવા માટે જે જ્ઞાન જોઈએ, એને જૈન દાર્શનિકોએ પાંચ ભાગમાં વહેંચ્યું છે. એને પાંચ જુદા જુદા, નીચે મુજબના નામ આપ્યાં છેઃ ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. મન:પર્યવજ્ઞાન અને ૫. કેવળજ્ઞાન. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ટકા અનેકંત અને સ્વાદ્વાદ હિ આ પાંચ જ્ઞાન વિષેની સાધારણ તથા વિશેષ સમજણ આપણે હવે પછીનાં પાનાંઓમાં, યોગ્ય સ્થળે આપીશું-મેળવીશું. ૧૨. ઉપર જે જ્ઞાન બતાવ્યા છે તે ખરેખર જ્ઞાન જ છે, અજ્ઞાન નથી એ નક્કી કરવા અને એને સમજવા-સમજાવવા માટે જૈન શાસ્ત્રજ્ઞોએ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારના પ્રમાણો બતાવ્યા છે. પ્રમાણ એટલે આધાર, સાબીતી. આમાં પ્રત્યક્ષ પ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એવા બે વિભાગ છે. જ્યારે પરોક્ષ પ્રમાણમાં અનુમાન, ઉપમાન અને આગમ અથવા શ્રુત પ્રમાણ એવા ત્રણ ભેદ છે. આના અંગેની થોડીક વધારે સમજણ આપણે હવે પછી આપીશું-મેળવીશું. ૧૩. ઉપર પ્રમાણો બતાવ્યાં છે તે પ્રમાણો દ્વારા વસ્તુનો નિર્ણય કરવા માટે જૈન દાર્શનિકોએ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ નામથી ઓળખાતાં ચાર સાધનો બતાવ્યા છે. એને આપણે ચાર આધાર પણ કહી શકીશું. આને “ચતુષ્ટય. એવું નામ આપવામાં આવ્યું છે. “પ્રમાણથી શેય વસ્તુના વિભાગ નિક્ષેપ’ પણ એને કહે છે. પ્રત્યેક વસ્તુનો નિર્ણય કરવામાં આ ચતુષ્ટયની અપેક્ષા ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આમાં પાછા “સ્વ-ચતુર્થ્ય' અને “પર-ચતુષ્ટઢ એવા બે વિભાગ છે. આને માટે પણ હવે પછીનાં પાનાઓમાં આપણે થોડીક વધારે સમજણ મેળવીશું. ૧૪. ઉપર જણાવેલી તથા અન્ય બાબતોની સમજણ જેમાં આપવામાં આવી છે એ તત્ત્વવિજ્ઞાનને અનેકાંતવાદ, સ્યાદવાદ તથા સાપેક્ષવાદ વગેરે નામથી જૈન દાર્શનિકો ઓળખાવે છે. આ તત્ત્વવિજ્ઞાન સર્વજ્ઞ ભગવંતોએ આપેલું છે. ૧૫. “સ્યાદ્વાદતત્ત્વજ્ઞાનને સમજવા માટે જે પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે એને આ “નય' નામથી ઓળખવામાં આવે છે. આ “નય' શબ્દનો અર્થ આપણે “અપેક્ષાએ થતું વસ્તુનું જ્ઞાન-Relative knowledge એવો કરીશું.” આ “નયના મુખ્ય બે વિભાગ છે : (૧) દ્રવ્યાર્થિક એટલે વસ્તુના સામાન્ય સ્વરૂપને સમજાવે તે-General. (૨) પર્યાયાર્થિક એટલે વસ્તુના વિશેષ સ્વરૂપને સમજાવે તે-Specific.. આ સાત નયના નામ નીચે મુજબ છે : ૧. નૈગમ, ૨. સંગ્રહ, ૩. વ્યવહાર, ૪. ઋજુસૂત્ર, ૫. શબ્દ, ૬. સમભિરૂઢ, ૭. એવંભૂત. આ સાતમાં પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિક' વિભાગમાં આવે છે અને છેલ્લા ચાર નય પર્યાયાર્થિક વિભાગમાં આવે છે. આ સાતે નયના વિષયને આગળ ઉપર આપણે થોડાક વિસ્તારપૂર્વક વિચારીશુ. પરંતુ આ સાતે નય તત્ત્વજ્ઞાનની સમજણ માટે છે. ધર્મના આચરણ માટે જૈન તત્ત્વવેત્તાઓએ એને બે વિભાગમાં વહેંચ્યા છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પરિચય ૧. નિશ્ચય નય. ૨. વ્યવહાર નય. અહીં નિશ્ચયનો અર્થ મૂળભૂત સિધ્ધાંત, ધ્યેય અથવા એક અને અબાધિત સત્ય એવો થાય છે. જ્યારે વ્યવહારમાં, દેખીતી રીતે જેમાં સિદ્ધાંતનું દર્શન થતું ન હોય, છતાં, એ સિદ્ધાંતની પૂર્તિ માટે વ્યવહારમાં આચરવામાં ઉપયોગી થાય એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળ સિદ્ધાંતનો બાધક, વિરોધી કે ઉન્લક હોય એવા વ્યવહારનો, આચરણનો તેમાં સમાવેશ થતો નથી. આ ઉપર, સાત નયમાં સામાન્ય અને વિશેષ એવી જે વાતો દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક વિભાગોમાં બતાવવામાં આવી છે એમાં ખાસ ભારપૂર્વક, યાદ રાખવા જેવી જે વાત જૈન તત્ત્વજ્ઞાનીઓએ કહી છે તે એ છે કે : * “વિશેષ સિવાયનું સામાન્ય અને સામાન્યથી રહિત વિશેષ એવું આ જગતમાં કશું જ નથી.” * આનો સ્પષ્ટ અર્થ એ થયો કે ઉપર જે સાત નય બતાવ્યા છે એને જુદી જુદી વ્યક્તિગત રીતે સમજ્યા પછી પણ, એને એક સમૂહમાં જ ગણવાના છે. નયનો આ વિષય અત્યંત રસપ્રદ અને સમજવા જેવો છે. એને માટે આગળ ઉપર હવે પછીના પાનાઓમાં યોગ્ય સ્થળે વિશેષ વિચાર આપણે કરીશું. ૧૬. ઉપર જે બધાનો ઉલ્લેખ કર્યો છે તેને તથા બીજી બાબતોને બરાબર સમજવા માટેનું એક કોષ્ટક પણ જૈન દાર્શનિકોએ તૈયાર કરેલું છે. એને આપણે સપ્તભંગી' એવું નામ આપ્યું છે. સ્યાદ્વાદના તત્ત્વવિજ્ઞાનનું હાર્દ આ સપ્તભંગીમાં છે. આ સપ્તભંગી જોઈને ઘણા લોકો ભડકી જાય છે. કેમકે, પહેલી નજરે તેમાં પરસ્પર વિરોધી વાતો દેખાય છે. જેમને વસ્તુના વિજ્ઞાનની સમજણ કે ખ્યાલ નથી એવા લોકો તો આ સપ્તભંગીમાં થતા પ્રયોગો જોઇને ભારે મુઝવણમાં પડી જાય છે. આની બરાબર સમજણ પડે એટલા માટે જૈન તત્ત્વવેત્તાઓએ એક ઘણી જ મહત્ત્વની વાત કરી છે. આ વાતને આપણે બરાબર ધ્યાનમાં રાખીશું તો પછી “સપ્તભંગી” સમજવામાં કશી મુશ્કેલી નહિ પડે. આ વાત છે : - “પ્રત્યેક વસ્તુ અનેકધર્માત્મક છે.” આ અનેકધર્માત્મક એટલે, “પ્રત્યેક વસ્તુને એક નહિ પણ વિવિધ બાજુઓ હોય છે. આમાંય પાછી ખાસ ખ્યાલમાં રાખવાની અને સમજી લેવાની વાત એ છે કે “આ અનેકધર્મોમાં પરસ્પરવિરોધી એવા ગુણધર્મો પણ હોય છે.” આ બાબતની વિશેષ સમજણ આપણે આગળ મેળવીશું. હમણાં તો જે સપ્તભંગીનો ઉલ્લેખ કર્યો છે, તેનું જ નિરૂપણ કરીએ - ૧. અતિ એટલે, “છે.” Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ 22 અનેકાંત અને સ્યાદ્વાદશ ૨. નાસ્તિ ઃ એટલે, ‘નથી.’ ૩. અસ્તિનાસ્તિ : એટલે, ‘છે અને નથી.’ ૪. અવકતવ્યમ્ ઃ એટલે, ‘(શબ્દોથી) વર્ણન કરી શકાય તેમ નથી. ૫. અસ્તિ અવકતવ્યમ્ : એટલે, ‘છે પણ અવર્ણનીય છે.’ ૬. નાસ્તિ અવક્તવ્યમ્ ઃ એટલે, ‘નથી પણ અવર્ણનીય છે.’ : ૭. અસ્તિનાસ્તિ અવક્તવ્યમ્ ઃ એટલે, ‘છે અને નથી પણ. અવર્ણનીય છે.’ આ ઉપર જણાવેલાં સાત પદોમાં ‘સ્યાત્’ અને ‘એવ’ એવા બે શબ્દો દરેકની આગળ લાગેછે. આ બે શબ્દોનો અર્થ ‘(સ્યાત્) એક ચોક્કસ પ્રકારે (એવ) નિશ્ચિત’ એવો થાય છે. આને માટે એક ખાસ પ્રકરણ હવે પછીનાં પાનાંઓમાં યોગ્ય સ્થાને આવશે. અહીં તો એટલું સમજી રાખવાનું કે આમાં કશો ગોટાળો કે અસ્પષ્ટતા નથી. એ દરેકનો ચોક્કસ અને સ્પષ્ટ અર્થ થાય છે. ૧૭. વેદાંત અને બીજા દર્શનોમાં આ વિશ્વરચનાને ‘ઉત્પત્તિ, સ્થિતિ અને લય’ એવા સ્વતંત્ર ત્રણ વિભાગમાં વહેંચી છે. એને બદલે જૈન દાર્શનિકોએ ‘ઉત્પાદ; વ્યય અને ધ્રૌવ્ય’ એવી ત્રણ પરસ્પર સંમિલિત અવસ્થાઓ બતાવી છે. એની સમજણ આપણે હવે પછી મેળવીશું. ૧૮. જીવ ઊર્ફે આત્માને જૈન દર્શને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપેલું છે. પ્રત્યેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અનાદિ કાળથી હતું અને અનંત કાળ સુધી રહેવાનું છે. પરંતુ, એ આત્મા જ્યારે તમામ પ્રકારનાં કર્મોથી મુક્ત થશે ત્યારે મોક્ષ પામશે. એટલે ત્યાં-મોક્ષમાં પણ એનું સ્વતંત્ર અસ્તિત્વ તો રહેવાનું જ છે એમ માન્યું છે. એ અસ્તિત્વ નિર્મળ, નિર્ભેળ, જ્ઞાનસ્વરૂપ અને પુનર્જન્મથી મુક્ત એવું માન્યું છે. ૧૯. જગતની વિધાયક શક્તિઓમાં, જૈન તત્ત્વજ્ઞાને, કર્મશક્તિને પ્રધાન માની છે. એની સામે એક આત્મશક્તિ છે; પરંતુ, સંસારમાં રહેલા આત્માઓ સ્વસ્વરૂપે શુદ્ધ હોવા છતાં, કર્મથી બંધાયેલા હોવાથી અશુદ્ધ છે એમ માન્યું છે. આ એ આત્મશક્તિ અને કર્મશક્તિ વચ્ચે અનાદિકાળથી જે સંઘર્ષ ચાલ્યો આવે છે, સંઘર્ષમાં આત્માની તમામ પ્રવૃત્તિનું ધ્યેય કર્મશક્તિના પ્રાબલ્યને તોડીને એટલે કે એને વળગેલાં કર્મનાં તમામ પુદ્ગલોને ખંખેરી નાંખીને પોતાના મૂળ અને શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનું છે. ૨૦. આ ઉપર જે જણાવ્યું તે ધ્યેયની સિદ્ધિ અર્થે જૈન તત્ત્વજ્ઞાને આંપેલું સૂત્ર છે : જ્ઞાનયિામ્યાં મોક્ષઃ । આ વાક્યનો અર્થ થાય છે. ‘જ્ઞાનપૂર્વકની ક્રિયા દ્વારા મોક્ષ. આ એક અનુપમ અને અદ્વિતીય સૂત્ર છે. અહીં ક્રિયા શબ્દનો અર્થ કેવળ Page #56 -------------------------------------------------------------------------- ________________ પરિચય ક્રિયાકાંડ એવો થતો નથી. એનો અર્થ છે ‘પ્રવૃત્તિ અથવા “પુરૂષાર્થ. આમાં બે પ્રકારની ક્રિયાઓ તેમણે બતાવી છે. એકને ‘દ્રવ્યક્રિયા' કહે છે અને બીજી ‘ભાવક્રિયા' કહે છે. આ બંને ક્રિયાઓ એક બીજાથી સ્વતંત્ર નથી પણ પરસ્પરની પૂરક છે. 21. આ ક્રિયાનો પાયો “અહીંસા ઉપર રચાયેલો છે. અહિંસા શબ્દનો અર્થ ઘણો જ વિશાળ છે અહિંસાને એટલું બધું અને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે કે ધર્મની એક મહત્ત્વની વ્યાખ્યા માટે “હિંસા પરમો ધર્મ' (અહિંસા એ પરમ ધર્મ છે, એમ કહેવામાં આવ્યું છે. * 22. સંસારમાં જન્મતાં, મૃત્યુ પામતા અને ફરી ફરી જન્મમરણના ફેરામાં અટવાયેલા આત્માની તમામ પ્રવૃત્તિઓનું ધ્યેય “મોક્ષ માર્ગ પ્રતિ પ્રગતિ કરવી એવું હોવું જોઈએ એમ જૈન તત્ત્વવેત્તાઓ ભારપૂર્વક કહે છે. અધર્માચરણ દ્વારા અવગતિ થાય છે અને ધર્માચરણદ્વારા ઉન્નતિ થાય છે એ વાત તો સારા સંસારને સુવિદિત છે. આત્માની ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિના હેતુથી જીવ માત્ર માટે જે ધર્માચરણો-ધર્મો બતાવ્યા છે તેને જૈન શાસ્ત્રકારોએ બે વિભાગમાં વહેંચ્યા છે. 1. સર્વવિરતિ - સાધુધર્મ, 2. દેશવિરતિ - ગૃહસ્થ ધર્મ. આ બંને પ્રકારના આચરણમાર્ગોને જૈન તત્ત્વ વિશારદોએ બહુ જ ઝીણવટથી બતાવેલા છે. “ગૃહસ્થ માટે જૈન ધર્મમાં “શ્રાવક' એવો શબ્દ વપરાયો છે. આ બંને ધર્મનું પોતપોતાનું વિશિષ્ઠ સ્થાન અને મહત્ત્વ છે. . 23. “નમસ્કાર મહામંત્ર’ નામથી ઓળખાતા એક મંત્રની આરાધના સમગ્ર જૈન સંઘ અત્યંત ભાવપૂર્વક કરે છે, સકળ શાસ્ત્રોના સારરૂપ મનાતો આ મહામંત્ર ભક્તિ, સાધના અને આત્મ વિકાસમાં અચિંત્ય પરિણામો પ્રગટ કરવાની શક્તિ ધરાવે છે. - જૈન તત્ત્વજ્ઞાન અને ધર્મની ખાસ ખાસ અને મહત્ત્વની બાબતોનું એક નાનું સરખું સૂચિપત્ર ઉપર આપ્યું છે. આટલો સંક્ષિપ્ત પરિચય મેળવીને હવે આપણે આગળ ઉપર જે જોઇએ તથા વિચારીશું તેને સમજવામાં ઘણી સરળતા મળશે. જીવનના તમામ ક્ષેત્રોમાં, નાના મોટા તમામ પ્રશ્નોમાં આપણને સાચી સમજણ આપે તેવી રીત અથવા પદ્ધતિ, જેને આપણે “સ્યાદ્વાદ પદ્ધતિ” એવું નામ આપ્યું છે. તેની વિચારણા કરતાં પહેલાં, હવે, ધર્મ અને તત્ત્વજ્ઞાન' વિષે પણ થોડુંક વિચારી લઇશું તો એ પદ્ધતિને સમજવામાં આપણે ઘણી સહાયતા મળશે. ચાલો ત્યારે, આપણે હવે “ધર્મ અને તત્ત્વજ્ઞાન' વિષે સામાન્ય સમજણ મેળવી લઇએ. Page #57 -------------------------------------------------------------------------- ________________ 3 34 ST અનેવંત અને સ્યાદ્વાદ. SS - ધર્મ અને તત્ત્વજ્ઞાન ધર્મ શું છે? તત્ત્વજ્ઞાન શું છે? આ બે વચ્ચે ભેદ કંઈ છે? હોય, તો શું છે? આ બંનેની ઉત્પત્તિ ક્યાંથી થઈ ? ક્યારથી થઈ ? એ બંનેની, માનવજાત ઉપર અસર કેવી અને કેટલી? આ બંનેની વચ્ચે શો સંબંધ છે? બંને પરસ્પર આધાર રાખે છે? કે બંને સ્વતંત્ર છે?” ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષે આપણે વિચાર કરવા બેસીશું તો, ઉપર જણાવ્યા એ બધા પ્રશ્નો આપણા મનમાં ઉઠવાના જ. સૌથી પહેલાં આપણે એની એક સામાન્ય વ્યાખ્યા કરી લઇએ. " ધર્મ, આચાર બતાવે છે. અને તત્ત્વજ્ઞાન વિચાર સાથે સંબંધ ધરાવે છે. આમ છતાં, એ બંને પરસ્પર સંકળાયેલાં છે. એ બંનેનું મહત્ત્વ એકસરખું છે.”. . ધર્મ અને તત્ત્વજ્ઞાનની આટલી સંક્ષિપ્ત વ્યાખ્યા કરી આપણે હવે આગળ વધીએ.એક વાત તો સૌ કબૂલ કરશે કે સારા વિચાર વિના સારો આચાર (વર્તન અથવા આચરણ) શક્ય નથી. એવી જ રીતે, સારા આચરણ વગર સારા વિચારો આવવાનું પણ સંભવિત નથી. આમાં સૌથી પ્રથમ આપણે “વર્તનનો વિચાર કરીશું, માણસનું વર્તન હંમેશાં જ કોઈ વિચાર દ્વારા પ્રેરાયેલું હોતું નથી. એ ઘણી વખત Instincive એટલે કોઈ વૃત્તિથી પ્રેરાઇને અને Impulsive એટલે કોઇક ઉશ્કેરાટથી પ્રેરાઈને, કંઇકને કંઇક આચરણ કરી બેસે છે. વિચાર કરવાની ટેવ જે માણસને નથી હોતી એવો માણસ વળી ઘણીવાર, જેને “વગર વિચાર્યું કહે છે તેવાં કામ કરી બેસે છે, એ કામનું જો ધાર્યું અગર શુભ પરિણામ આવે, તો પછી પોતાના એ કામ માટે વિચાર કરવાની એને જરૂર નથી પડતી. પરંતુ, જો વિપરીત પરિણામ આવે, પસ્તાવાનો ને દુઃખી થવાનો પ્રસંગ તેમાંથી આવે, ત્યારે મોટે ભાગે તે પોતાની વિચારશક્તિને કામે લગાડે છે. આમાંથી નિષ્પન્ન એ થયું કે ધાર્યું અગર શુભ પરિણામ લાવવા માટેના કોઇપણ આચરણ માટે વિચાર-પૂર્વ વિચારની-આવશ્યક્તા માણસને સમજાય છે. આવું જ સારાં આચરણ રાખનાર માણસ માટે પણ આવશ્યક બને છે, કેમ કે, સદ્વર્તન ચલાવનાર માણસના વિચારો જો સારા નથી હોતા તો કાળબળે સારા વર્તનમાંથી તે પણ ગબડી પડે છે અને દુરાચારી બની જાય છે. બીજી તરફ એક એવા માણસની કલ્પના કરો, જે નિરંતર શુભ વિચારો જ કરતો હોવા છતાં, વાસનાઓની પકડમાંથી છૂટવાની એની અશક્તિના કારણે, વર્તન Page #58 -------------------------------------------------------------------------- ________________ મને ધર્મ અને તત્વજ્ઞાન ના 35 gi તેથી ઉલટું જ કરતો હોય છે, દુરાચાર આદરતો હોય છે. પરંતુ, એના વિચારો જયાં સુધી સારા રહેશે, ત્યાં સુધી પોતાના દુરાચાર વિષે એ માણસ જાગ્રત રહે તથા પોતાની કુટેવો અને દુર્બળતાઓમાંથી મૂક્ત થવા માટે સતત ચિંતનશીલ અને - અથવા પ્રયત્નશીલ રહે એ સંભવ રહેવાનો છે. - આચાર કરતાં વિચારનું મહત્ત્વ વધારે છે એવું તેથી ન માનશો. સારા વિચારો જેમ વર્તનને સુધારી શકે છે, તેવી જ રીતે સારૂં આચરણ વિચારને પણ ઉંચી કક્ષા ઉપર લાવી શકે છે. એ જ ન્યાયે ખરાબ વિચારો જેમ વર્તનને બગાડી મૂકે છે, તેમ ખરાબ વર્તન વિચારોનેય અધોગતિએ પહોંચાડે છે. આમ આ બંનેનો પરસ્પર સંબંધ એક સરખું મહત્ત્વ ધરાવે છે. - હવે, એક એવા માણસનો વિચાર કરો, જે કોઈ દેવને પ્રસન્ન કરવાનો વિચાર કરે છે. એનો હેતુ દુન્યવી ભૌતિક સુખોને પ્રાપ્ત કરવાનો હોય છે. એને કોઈએ કહ્યું કે “મનુષ્યનો ભોગ ધરવાથી અમુક દેવ પ્રસન્ન થઇને ઇચ્છિત વસ્તુ આપે છે. એ વાતને, સ્વાર્થથી અંધ બનેલો તે માણસ, સુવિચારની એરણ ઉપર ચડાવ્યા વિના જ માની લે છે અને તે મુજબ વર્તન કરે છે. આજના જાગ્રત અને સુસંસ્કૃત કહેવાતા યુગમાં પણ આવું બનવું અસંભવિત નથી. બાળકની-સંતાન પ્રાપ્તિની-ઇચ્છાવાળા માબાપ બજાના બાળકોને ડામ દે છે અને હણી પણ નાંખે છે, એવી વાતો વર્તમાનપત્રોમાં અને ન્યાયની અદાલતોમાં હજુ આજે પણ આપણને જોવા મળે છે. ને એ રીતે આચારભ્રષ્ટ થનારની દશા શું? શરાબી, માંસાહારી, જાગારી, ચોર અને ગુનેગાર બનવાનો માર્ગ, આવા લોકો માટે ઝડપભેર ખૂલ્લો થઈ જાય છે. આ રીતે આચારભ્રષ્ટ થવાથી કેવાં માઠાં પરિણામો આવશે એનો ખ્યાલ સ્વાર્થવિવશ માણસોને ભાગ્યે જ આવતો હોય છે. જરા મધ્યમ કક્ષાની વાત કરીએ તો, પોતાના સ્વાર્થી હેતુને બર લાવવા માટે કોઈ “સાહેબ”ને લાંચરૂશ્વત યા બીજા કોઈ માર્ગે ખુશ કરવાના પ્રયાસો સમાજના ઉપલા થરના ને પ્રતિષ્ઠિત માણસો પણ કરતા હોય છે. વિવેકથી જરા પણ ચૂક્યા તો એના પરિણામો કેવાં આવે છે એનો વિચાર ભાગ્યે જ લોકો કરતા હોય છે. આ બાબતમાં શ્રી ભર્તુહરિએ એમના નીતિશતકમાં એક શ્લોકમાં ગંગા નદીનું દષ્ટાંત આપ્યું તે બહુ સમજવા જેવું છે. એ શ્લોકનું તાત્પર્ય આવું છે : પડીને સ્વર્ગેથી શિવ શિર જટા સ્પર્શ કરીને, સરી પર્વત પરથી ભૂમિતલ રજે ગ્લાન બનીને; જાઓ ગંગા ચાલી લવણજળના સિધુ માંહે, . વિવેક ચૂક્યા તો પતન પણ એવું શતમુખે.” Page #59 -------------------------------------------------------------------------- ________________ મા 36 અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ (ભાષાંતર આ લેખકનું છે.) અગર યોગીન્દ્ર ભર્તુહરિએ આ એક દષ્ટાંતમાં કેટલી બધી મહત્ત્વની વાત. કરી છે? ગંગા નદીનું સ્વર્ગમાંથી થએલું અવતરણ તો એક રૂપક તરીકે રજુ થયું છે; પરંતુ આચારભ્રષ્ટ માણસોને આપણે ત્યાં કેટલો મોટો સમૂહ જોવા મળે છે? હવે આપણે એક બીજા પ્રકારના માણસની કલ્પના કરીએ. વિચારથી એ માણસ પૂર્ણપણે અહિંસામાં માને છે. પરંતુ, મનોબળની ખામીને કારણે અહિંસક વર્તન તે કરી શકતો નથી. આમ છતાં, સારા વિચારના સહારાથી પોતાના આચરણ વિષે એ પૂરેપૂરો જાગ્રત રહી શકશે. અને જે હિંસા તે આચરશે તેને માટે સદૈવ દુઃખ તો તે અનુભવશે જ. હવે એક બીજી વાત. સારા વિચાર અને સારા વર્તનની જ્યારે આપણે વાત કરીએ છીએ, ત્યારે, એ “સારા” શબ્દનો અર્થ શો? આપણને જે સારું લાગે છે?” ના. આપણી વૃત્તિઓ સંતોષાય અને ઇંદ્રિયોને આનંદ મળે એવું બધું જ આપણને તો સારું જ લાગવાનું. આ વાત સમજવા જેવી છે. આપણને પોતાને જે સારું લાગે તે બધું જ જો આચરવા-કરવા લાગી જઈએ તો તો ખાડામાં જ પડીએ. અહીં આપણે એ નિર્ણય ઉપર આવવું પડશે કે “સારૂં” એટલે “સાચું પરંતુ, વળી પાછો પ્રશ્ન થશે કે સાચું શું? આ સાચું શું છે, એનો નિર્ણય કરવાનું કામ આપણા માથા ઉપર જ આપણે લઈ લઈશું તો વળી પાછા આપણે ફસાવાના. કેમ કે, આપણી સ્વાર્થવૃત્તિઓ અને અધૂરી સમજણ તથા મર્યાદિત બુદ્ધિ એમાં પાછી આડી આવવાની જ. એટલા માટે જ અહીં તત્ત્વજ્ઞાનની આવશ્યકતા ઉપસ્થિત થાય છે. કોઈ એક સુનિશ્ચિત તત્ત્વજ્ઞાનનો આશ્રય લેવાની આવશ્યકતા અને ઉપયોગિતા હવે આપણને સમજાયા વિના નહિ રહે. પછી પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે ક્યા તત્ત્વજ્ઞાનનો આશ્રય લેવો? દેખીતી રીતે જ જગતનાં બધાં જ તત્ત્વજ્ઞાનો મનુષ્યોને સારા વિચારો આપે છે. સદ્વર્તન માટે આવશ્યક શુભ વિચારો બધા જ તત્ત્વવેત્તાઓએ પીરસ્યા છે. સ્વાભાવિક રીતે જ હવે એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે, એ પરિસ્થિતિમાં ક્યું તત્ત્વજ્ઞાન આપણે અપનાવવું? એક ધોતી જોટો કે સાડી ખરીદવા માટે આપણે બજારમાં જઈએ છીએ. ત્યાં જઈને ટ્યુબલાઇટોની રોશનીથી ઝળહળતી એક દુકાનમાં આપણે દાખલ થઈએ છીએ. વ્યાપારી આપણને ધોતી અને સાડી બતાવે છે. - ભભકાદાર રોશનીમાં એ વ્યાપારી આપણને જે બતાવે છે તે બધું જ “સારૂં Page #60 -------------------------------------------------------------------------- ________________ ન ધર્મ અને તત્ત્વજ્ઞાન પ્રસાર માટે 37 થી દેખાય છે. પણ, શું એ બધું ખરેખર સારું હોય છે? એવી રીતે અંજાઈ જઈને જ શું આપણે ખરીદી કરીએ છીએ? નહિ જ. આપણે કાપડની જાત જોઈશું, તેનો રંગ કાચો છે કે પાકો તે જોઇશું, એમાં રહેલા તાણાવાણા તરફ નજર નાંખીશું, એની સફાઈને જોઇશું, કઈ મિલમાં એ માલ બન્યો છે તે જોઇશું, એની કિંમતનો વિચાર કરીશું અને છેલ્લે, વેચનાર વ્યાપારી ભરોસાપાત્ર છે કે નહિ તેનો ય વિચાર કરીશું. આમ સાત પ્રકારના વિચારો કરીને પછી જ ક્યો માલ ખરીદવો એનો નિર્ણય આપણે કરીશું. તે વખતે આ સાત જાતના વિચારો કરી રહેલા આપણા મનને જો ખબર હોય કે એવી જ રીતે, સાત નય અને સાત ભંગ (સપ્તભંગી)નો જેમાં સમાવેશ થાય છે તે સાત જુદી જુદી રીતે વિચાર કરવાની સમજણ આપતી પદ્ધતિવાળું એક તત્ત્વજ્ઞાન પણ આ જગતમાં મોજુદ છે; તો આપણને કેટલો બધો આનંદ થાય? આવા એક વિશિષ્ટ તત્ત્વજ્ઞાનની ભેટ જગતને, જૈન દાર્શનિકોએ આપેલી છે. એને તેઓ અનેકાંતવાદ નામથી ઓળખાવે છે. એક સાધારણ બજારૂ ખરીદીને લગતી બાબતમાં આપણને સૌને એટલી સમજણ તો છે જ કે કોઈ એક જ બાબતનો - ઉદાહરણ તરીકે ભભકાનો - વિચાર કરીને આપણે કાપડની ખરીદી કરી આવીએ તો તેમાં આપણે અવશ્ય છેતરાવાના આવો જ વિચાર આપણે તત્ત્વજ્ઞાન વિષે પણ કરીએ એ શું આવશ્યક નથી ? જેના ઉપર આપણા જીવનનો, જીવનના વિકાસનો, જિંદગીના સુખ અને સંતોષનો આધાર છે, એ તત્ત્વજ્ઞાનની પસંદગીમાં આપણે ગાલ કેમ રહી શકીએ? ભારતમાં પૂર્વના દેશોમાં તથા પશ્ચિમના દેશોમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન અંગે જે પરિસ્થિતિ આજે પ્રવર્તે છે, તે તો હવે સુવિદિત છે. પશ્ચિમના દેશો ભૌતિકવાદી છે. ભૌતિક સુખોની અને ભૌતિક વિકાસની જ ખેવનાવાળા છે. એમની પાસે એમના પયગંબરોએ બતાવેલો ધર્મ છે, અને એમણે એમનું એક તત્ત્વજ્ઞાન પણ પેદા કર્યું છે. પરંતુ, એ બધુંએ, ભૌતિક અને દુન્યવી સુખોની આસપાસ જ કરે છે. એમના બધા જ આચરણ, મુખ્યત્વે, ઐહિક સુખોને અનુલક્ષીને જ થતાં હોય છે. તત્ત્વજ્ઞાન તરફ એમાંના કોઈ કોઈ આકર્ષાય છે ખરા. પરંતુ, એની પાછળ મોટે ભાગે કેવળ કુતુહલની જ દષ્ટિ હોય છે. એ લોકો “જાણવા માટે એનો અભ્યાસ કરે છે, આચરવા માટે જવલ્લે જ. આત્મવિકાસ માટે આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉપયોગી થાય તેવા તત્ત્વજ્ઞાનનું સંશોધન કરવાનું પશ્ચિમમાં કોને ખાસ સૂઝયું જ નથી એમ કહીએ તો ચાલે. મહદંશે એ વાત સાચી જ ઠરશે. એનું મુખ્ય કારણ એ છે કે એમને Page #61 -------------------------------------------------------------------------- ________________ 38 અનેકાંત અને સ્વાદ્વાદ ત્યાં દેહથી અળગા એવા આત્મતત્ત્વની માન્યતા નથી. માનવી-માનવી વચ્ચેના સુમેળ, સભાવ અને સદ્વર્તનને, પશ્ચિમમાં પણ લોકોએ આવશ્યક તો ગણ્યા જ છે. પરંતુ એનો હેતુ કેવળ ઐહિક સુખ સાધનોની વૃદ્ધિ પૂરતો જ મર્યાદિત રહ્યો છે. આત્મવિકાસ માટે તત્ત્વજ્ઞાનનું સંશોધન કરવાનું પશ્ચિમમાં કોઈને ખાસ સૂઝયું નથી. એટલે, તત્ત્વજ્ઞાનના પૂર્ણ વિકાસની છાયાથી તેઓ અળગા જ રહી ગયા છે. એથી ઉલટું, ભારતમાં તત્ત્વજ્ઞાન આત્મવિકાસના સાધનો ગણાયા છે. એ દૃષ્ટિથી જ એનો વિકાસ થયો છે. બંને એકબીજાના પૂરક બનીને રહ્યા છે. કુદરતની કંઈક એવી સાંકેતિક લીલા છે, કે દુનિયા-ભરના બધા ધર્મોનું ઉદ્ભવસ્થાન એશિયા ખંડ રહ્યો છે. હિંદુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તિ ધર્મ અને ઈસ્લામ ધર્મ એ પાંચ આજના વિશ્વના મુખ્ય ધર્મો છે. એમાંના જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મો ભારતવર્ષમાં વિકસતા જગતે જોયા છે; જ્યારે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મો પણ પૂર્વ એશિયામાંથી જ અસ્તિત્વમાં આવ્યા છે. * આમાનાં ઈસ્લામ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મો છેલ્લાં બેથી અઢી હજાર વર્ષમાં અસ્તિત્વમાં આવ્યા છે. આ ત્રણે ધર્મોનો તવારિખી ક્રમ જગત પાસે મોજુદ છે. એટલે, એના ઉદ્દભવકાળ વિષે કશી શંકા કે કોઈ વિવાદ નથી. હિંદુ તથા જૈન એ બે ધર્મો એવા છે, જેના અનુયાયીઓ પોત-પોતાના ધર્મો અનાદિકાળથી ચાલતા આવ્યા હોવાનો દાવો કરે છે. કોઈ ધર્મ, પ્રાચીન કે અનાદિ હોવા માત્રથી જ એ શ્રેષ્ઠ છે એવો નિર્ણય થઈ શકતો નથી, પરંતુ તપાસ કરતાં એવું જાણવા મળે છે કે હિંદુ ધર્મશાસ્ત્રોમાં જે ખૂબ જ પ્રાચીન અને પ્રચલિત ગણાય છે, તેવા ઉપનિષદોમાં અને ભાગવત વિગેરે ગ્રંથોમાં જૈનોની વર્તમાન તીર્થકર ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ વિષેના ઉલ્લેખો જોવા મળે છે. એટલે, આ બે ધર્મોમાં પણ જૈન ધર્મ વધારે જૂનો અને પ્રાચીન હોવા વિષે કોઈ શંકા રહી નથી. મમત્વને કારણે એ વાતને ખોટી કહેવામાં આવે, જૈન ધર્મની નિંદા કરવામાં આવે, કે એને વેદધર્મની પછી ઉગમમાં આવેલો કહેવામાં આવે તો તે જૂદી વાત છે; પરંતુ, વસ્તુતઃ ઐતિહાસિક સાબિતીઓથી પણ જૈન ધર્મ એ આ વિશ્વનો જૂનામાં જૂનો અને પ્રાચીન ધર્મ છે એ વિષે કોઈ શંકા નથી. પશ્ચિમના તથા ભારતના માન્ય વિદ્વાનોએ આ વાત કબુલ રાખેલી છે. તત્ત્વજ્ઞાનને લાગે વળગે છે ત્યાં સુધી, હિંદુ ધર્મમાં કેટલાક ફાંટાઓ છે. ઉચ્ચ ભૂમિકા ઉપર હિંદુ તત્ત્વવેતાઓ વચ્ચે મતભેદ છે એ તો જાણીતી વાત છે. હિંદુ તત્ત્વજ્ઞાનની જે વિવિધ શાખાઓ છે તેમાં વેદાંત, નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, યોગ, Page #62 -------------------------------------------------------------------------- ________________ મા ધર્મ અને તત્ત્વજ્ઞાન 39 ES મીમાંસક, વૈયાકરણ અને ચાર્વાક વગેરે ભિન્ન ભિન્ન મતો છે. (ચાર્વાક દર્શન હિંદુ ધર્મનો ફાંટો છે કે કેમ એ વાત ઉપર વિવાદ ચાલે છે.) વેદાંતમાં વળી અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત જેવા કેટલાક ફાંટાઓ છે. એ બધાની સામે, જૈન તત્ત્વજ્ઞાન એ એકજ એવું તત્ત્વજ્ઞાન છે, જેમાં શાખાઓ કે ફાંટાઓ નથી. ધર્મના આચરણ બાબતમાં જૈન ધર્મમાં શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી જેવી શાખાઓ (અને ફિરકાઓ કહેવામાં આવે છે) છે; પરંતુ, તત્ત્વજ્ઞાન ભૂમિકા ઉપર જૈન ધર્મની આ ત્રણે શાખાઓ એક જ છે, એકમત છે. નાના નાના મતભેદો અહીં તહીં હોવાનું કંઈ અસંભવિત નથી, પણ ત્તત્વજ્ઞાનની મૂળભૂત પીઠિકા - ઉપર કશોય મહત્ત્વનો મતભેદ નથી. આ એક જ વાત એવી છે, જે જૈન દર્શનની સદ્ધરતા (Solidity) નક્કરતા અને પાયાની મજબુતાઈને પૂરવાર કરે છે, જૈન તીર્થકરોએ જે અબાધિત સિદ્ધાંતો જગતને બતાવ્યા છે, એના કિલ્લામાંથી એક કાંગરો પણ હજુ ખર્યો નથી, કોઇથી ખેરવી શકાયો નથી. જો આમ જ હોય, અને એવું હોવા વિષે કશી શંકા નથી, તો પછી એનું કંઈ ખાસ કારણ પણ હોવું જોઈએ. - આ કારણ છે, જૈન તત્ત્વજ્ઞાનની વિશિષ્ટતા. પ્રાચીનતાની દૃષ્ટિથી તો જૈન દાર્શનિકોનો એવો દાવો છે કે જૈન ધર્મ અનાદિ, શાશ્વત અને અવિચળ છે. પરંતુ, એ એક જ કારણથી એ વિશિષ્ટ કે શ્રેષ્ઠ છે એવો દાવો કરવામાં આવતો નથી. એની વિશિષ્ટતા અને શ્રેષ્ઠતા તો એનું જે અદ્ભુત તત્ત્વજ્ઞાન છે તેમાં રહેલી છે. જગતના તમામ તત્ત્વજ્ઞાનોમાં અનોખું અને વિશિષ્ટ સ્થાન ધરાવતું અને દિગ્વિજયી આ તત્ત્વજ્ઞાન અનેકાંતવાદના નામથી ઓળખાય છે એ વાત તો અગાઉ કહેવાઈ ગઈ છે. આ તત્ત્વજ્ઞાનની ખાસ મહત્ત્વની બાબત એની તર્કપદ્ધતિ છે. એ તર્કપદ્ધતિ એટલી સંપૂર્ણ અને Full-Proof ક્યાંયથી પણ આંગળી ન ખેંચી શકે તેવી છે કે જગતભરના જે વિદ્વાનો એના પરિચયમાં આવે છે તેઓ એનાથી મોહિત થઈ જાય છે. સર્વશ્રી હર્મન જેકોબી, ડૉ. સ્ટીનકોનો, ડૉ. પારોલ્ડ અને બર્નાડ શો જેવા પશ્ચિમના વિદ્વાનો પણ આ તત્ત્વ જ્ઞાનથી મુગ્ધ થઈ ગયા છે. તત્ત્વજ્ઞાનની ઉચ્ચ-લોકોત્તર-ભૂમિકા ઉપર આ અનેકાંતવાદ કદાચ કઠણ અને અટપટો લાગતો હશે, પણ રોજબરોજના સામાન્ય માણસોના વિચારશીલ વર્તનમાં તો એ વાદ બરાબર ઘર કરીને બેઠેલો જ છે. આપણે, ઉપર કાપડની ખરીદીને લગતું દૃષ્ટાંત નોંધ્યું છે, તેમાં અનેકાન્તવાદની છાયા નથી, તો બીજું શું છે? Page #63 -------------------------------------------------------------------------- ________________ 40 મીમ અનેકાંત અને સ્યાદ્વાદ , “અનેકાંત' શબ્દને છૂટો પાડીશું તો તેમાંથી, “અનેક” અને “અંત’ એવા બે શબ્દો આપણને જોવા મળશે. એટલે, એનો સીધો સાદો અર્થ, “જેના અંત અનેક છે” એવો થશે. જૈન તત્ત્વજ્ઞાન કે જૈન ધર્મ અનેક છેડાઓવાળો છે એવો અર્થ કોઇએ કરવાનો નથી. એનો સ્પષ્ટ અર્થ એ છે, કે તત્ત્વજ્ઞાનરૂપી વિષયને અનેક છેડાઓ (બાજુઓ તથા દષ્ટિ)થી તપાસી અને ચકાસી જોયા પછી જે એક નક્કર સત્ય લાગ્યું તે બતાવતું તત્ત્વવિજ્ઞાન આ છે. જૈન દાર્શનિકોએ માત્ર પોતાના તત્ત્વજ્ઞાનને આ અનેકાંતથી તપાસ્યું છે એવું નથી. એમણે જગતના બધા જ તત્ત્વજ્ઞાનોની, તેમની આ અદ્વિતીય પદ્ધતિથી છણાવટ કરી છે અને એ બધા તત્ત્વજ્ઞાનો કેવળ એક જ અંત (એકાંત) ઉપર નિર્ભર છે, એ . વાત પણ પુરવાર કરી છે. જૈન દાર્શનીકોના મતે બીજા તત્ત્વજ્ઞાનો જુદા જુદા બધાયા દષ્ટિબિંદુઓને લક્ષ્યમાં લીધા વિના માત્ર એક જ બાજુથી તપાસી-વિચારીને રચાયેલા છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જેને આગમ પ્રમાણનો એક અંશ માનવામાં આવ્યો છે એ સાત નય ખૂબ જ સમજવા જેવા છે. આપણે એને કોઇપણ તત્ત્વજ્ઞાનને તપાસી જોવા માટેના સાત અંત અથવા છેડાઓ તરીકે ઓળખીશું તો ચાલશે. એ દૃષ્ટિથી, જૈન તત્ત્વવેત્તાઓએ પૂરવાર કર્યું છે, કે ફક્ત જૈન દર્શન એકલું જ આ સાતે સાત અંતછેડાઓ-ના સમૂહ ઉપર નિર્ભર છે. બાકીના મુખ્ય મુખ્ય દર્શનો એકાંતિક એટલે એક જ અંત અથવા છેડા ઉપર રચાયા છે. જૈન દાર્શનિકોના પુરવાર થએલા અભિપ્રાય મુજબ ભિન્ન ભિન્ન દર્શનોની પરિસ્થિતિ નીચે મુજબ છે : 1. અદ્વૈત વેદાંત અને સાંખ્ય, “સંગ્રહ નયના અભિપ્રાયે રચાયા છે. 2. નૈયાયિક અને વૈશેષિક દર્શનો, નિગમ' નયના અભિપ્રાયે રચાયા છે. 3. ચાર્વાક મત, કેવળ “વ્યવહાર' નય ઉપર નિર્ભર છે. 4. બૌદ્ધ મત, ઋજુસૂત્ર નયને અનુસરે છે. 5. મીમાંસક મત, “શબ્દનયના આધારે બંધાયેલો છે. 6. વૈયાકરણ દર્શન, “સમભિરૂઢ' નયના આધારે ચાલે છે. 7. એ સિવાયના બીજા જે કેટલાક Extremist-ઉદ્દામ તત્ત્વજ્ઞાનો છે તે બધા “એવંભૂત’ નયને અનુસરે છે. જ્યારે, જૈન દર્શન, એ સાતે નયોના સમૂહ રૂપ, એક વિશાળ મહાસાગર સમું છે. આ પ્રત્યેક નય વિષેની સમજણ આગળ નયના પ્રકરણમાં આવશે. આ જે બધી વાતો ઉપર જણાવી છે એના સમર્થનમાં અહીં કશું વિશેષ લખવાની Page #64 -------------------------------------------------------------------------- ________________ વજ્ઞાન છેધર્મ અને તત્ત્વજ્ઞાન પ્રાપ 41 , આવશ્યકતા નથી. વિસ્તારથી એ બધું લખવા માટે તો હજારો પાનાં ભરાય એવો મોટો એક ગ્રંથ-મહાગ્રંથ-તૈયાર કરવો પડે, એટલે, આ બાબતમાં અહીં ફક્ત એટલો જ ઉલ્લેખ કરીશું કે કોઇને આ વિષયમાં રસ પડે તો તેઓ એનો વધુ અભ્યાસ અવશ્ય કરે; તેમને ખૂબ ખૂબ જોવાનું ને સમજવાનું મળશે, કોઈને આ બધી બાબતો ઉપર શંકા હોય અથવા તો આ વાતો ખોટી લાગતી હોય તો, એવી માન્યતા સાચી છે એવું પુરવાર કરવાની દૃષ્ટિથી પણ એમાં ઉંડા ઉતરશે, એનો અભ્યાસ કરશે તો તેમને જે તારણો Conclusions મળશે તે પોતે જ આ બાબતની સત્યતાની પ્રતીતિ કરાવશે. અહીં આ પુસ્તકમાં જે Conclusions નિર્ણયો દર્શાવવામાં આવ્યા છે તેની સત્યતા વિષે પછી કશો સંદેહ નહિ રહે. ધર્મ અને તત્ત્વજ્ઞાન અંગેની આ વિચારણામાં અને આપણા જીવનને સફળતા પૂર્વક દોરવા માટેના આવશ્યક તત્ત્વજ્ઞાનની પસંદગીમાં હવે આપણે “અનેકાંતવાદ નામથી ઓળખાતા તત્ત્વજ્ઞાન પાસે આવીને ઉભા છીએ. તો ચાલો, આ અનેકાંતવાદને પણ થોડો વધારે સમજી લઈએ. Page #65 -------------------------------------------------------------------------- ________________ - 42 Enging અનેવંત અને સ્વાદ્વાદ GIDC - અનેકંતવાદ અનેકાન્તવાદની સામાન્ય સમજણ આગળના પાનાઓમાં આપણને મળી છે. એ શબ્દ આપણે અનેક+અંત એવા બે શબ્દનો સમૂહ એમ સમજ્યા છીએ. આમાં બેને બદલે ત્રણ શબ્દો પણ છે. અન+એક+અંત “જેનો અંત એક નથી, એટલે અનંત છે. એનું નામ “અનેકાંત'. આવો આ અનેકાંતવાદ એક રમણીય તત્ત્વજ્ઞાન છે. કોઇપણ વસ્તુનો નિર્ણય કાઢવા માટે આપણે એની જુદી જુદી બાજુઓ તરફ એના ઘણા છેડાઓ તરફ નજર નાંખવી પડે છે. આ વાત તો હવે આપણે બરાબર સમજી ગયા છીએ. ચાલો, એનાં થોડાંક વધુ ઉદાહરણો લઇએ. ઢાલની બે બાજુ જોવાનું તો ઘણા લોકો માને છે, મનાવે છે અને કહે છે. પરંતુ, એમની દૃષ્ટિ એ બે બાજુઓથી આગળ જતી નથી. ઢાલ વિષે વધુ વિચાર કરીશું તો એની આગળની તથા પાછળની એ બે બાજુઓથી ઉપરાંત એમાં વપરાયેલી ધાતુ, અને એના બનાવનારનો વિચાર પણ આપણને આવશે. ઢાલ બનાવનાર એક કારખાનાનું ચિત્ર આપણી નજર સમક્ષ રજુ થશે. થોડો વધારે વિચાર કરીશું તો એ ઢાલને વાપરનાર, ઢાલ વાપરવા માટેનું સ્થળ અને એની આવશ્યક્તા આપણી દૃષ્ટિ સમક્ષ આવશે. યુદ્ધનું મેદાન, ચાલી રહેલ ભીષણ કાપાકાપી અને માનવીની મર્દાનગી વગેરે ઘણું આપણા મનઃ પ્રદેશમાં આવશે અને એ રીતે વિચાર કરવાથી આપણને ઘણુ ઘણુ જાણવાનું મળશે. એક ઝાડ અને એક પહાડ આપણે લઈએ. ઝાડનું થડ ગોળ છે. અડધુ સામેથી દેખાય છે. બાકીનું અડધુ,એની પાછળ જઇને જોઇએ ત્યારે જણાય છે. પરંતુ, એના ગોળાકારની બે બાજુઓ સિવાય એ ઝાડમાં બીજું પણ ઘણું છે. થડનું પોલાણ, ઝાડના મૂળિયા, એ મૂળ જે જમીનની અંદર છુપાયેલા છે તે જમીન, એ મૂળને પોષણ આપનાર પાણી જે જમીનની અંદર રહેલું છે તે, એ ઝાડનું મથાળું, એની ડાળો, પાંદડા, ફળ અને એ ફળનો સ્વાદ વગેરે કેટલી બધી વસ્તુઓ આ એક ‘ઝાડ’ શબ્દ સાથે સંકળાયેલી છે? એવી જ રીતે પહાડ શબ્દ તો માત્ર ત્રણ જ અક્ષરનો છે પરંતુ એની અંદર આપણે શોધીશું તો ત્રણ હજાર કરતાં વધારે વસ્તુઓ સાથેનો એનો સંબંધ આપણી સમક્ષ રજુ થશે. એમાં અનેક વિવિધતાઓ હોવા ઉપરાંત, પરસ્પર વિરોધી એવું પણ ઘણુ બધુ આપણને જોવા મળશે. આપણી વિચારશક્તિને ઉત્તેજીત બનાવીને Page #66 -------------------------------------------------------------------------- ________________ મ અનેકાંતવાદ નામના 43 આમ એનો સારો એવો વિકાસ સાધી આપવા સાથે આપણને એક પ્રકારના પરમ આનંદનો અનુભવ કરાવે એવી આ વાત છે. - ચાલો, આપણે એક ટેબલ ખરીદવું છે, એક ટેબલ આપણી સમક્ષ પડેલું છે. એની કિંમત આપણે વિચારવી છે. વેચનાર માણસ માગશે એટલી કિંમત આપણે આપી દઈશું? એ ટેબલ લોખંડનું છે કે લાકડાનું, લાકડું હોય તો એ કઈ જાતનું, લાકડું છે, ટેબલ નવું છે કે જુનું, જુનું હોય તો કેટલા વર્ષ વપરાયેલું છે, સાચવીને વાપરેલું છે કે દરકાર વિના, એની ઉંચાઇ, લંબાઈ, પહોળાઈ, એનો એકંદરે દેખાવ, એને બનાવનાર કારીગર કે કારખાનું અને એને વેચનાર વ્યાપારી વગેરે બધું જ આપણે વિચારવું પડે છે. . જૈન તત્ત્વજ્ઞાને જે ચાર સાધનો બતાવ્યા છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષે અહીં વિચાર કરીએ. ટેબલનું દ્રવ્ય એટલે લાકડાની જાત, ક્ષેત્ર એટલે લાકડું દેશી આયાત કરેલું કે બીજા કયા સ્થળનું, ટેબલ આપણા દેશમાં બનેલું છે કે પરદેશથી તૈયાર થઈને આવેલું છે; કાળ એટલે ક્યારે બન્યું છે, નવુ કે જુનુ, અને ભાવ એટલે, આપણે જ્યારે ખરીદવા બેઠા છીએ ત્યારે, તે વખતે, એની હાલત, એનો દેખાવ અને એની મજબુતાઈ વગેરે. આમ આ ચાર દષ્ટિકોણથી તપાસતા આ ટેબલ વિષે આપણી સમક્ષ એક પૂર્ણ ચિત્ર તૈયાર થઈ જાય છે. એની કિંમત નક્કી કરવામાં પછી આપણને કશી મુશ્કેલી પડતી નથી. આપણી જરૂરીયાત, urgencyતાકીદ-વગેરે બીજા દષ્ટિબિંદુઓ પણ આ પ્રશ્ન અંગે નિર્ણય કરવામાં આપણને મદદ કરે છે. આ થઈ જડ પદાર્થની વાત, હવે આપણે, ચૈતન્યસ્વરૂપ કોઈ એક મનુષ્યની એ વાત કરીએ. એનું મોટું જોઈને, એ વ્યક્તિ વિષે આપણે કેટલી વાત કરી શકીશું? નર, નારી કે નાન્યતર એ આપણે પ્રથમ નક્કી કરી લઈશું. હવે આમાંથી નરની વાત કરીએ. એ કોણ? ક્યાંનો? ક્યા દેશનો? ક્યા અને કેવા કટુંબમાં જન્મેલો? ધનવાન? ખાનદાન ? એના રંગ, રૂપ, શરીરની હાલત, સંસ્કાર, ભણતર, સમજણ, આબરૂ વગેરે વગેરે કેટલી બધી વાતોનો વિચાર આપણને આવશે ? એના બાહ્ય લક્ષણો ઉપરાંત અંતર્ગત રીતે તપાસતા પણ કેવું અવનવું આપણને જોવા મળશે? - પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એવા અનંતગુણધર્માત્મક, અનેક પ્રકારની વિવિધતાઓથી ભરેલી છે. એનું ઉદાહરણ, કોઇપણ એક માણસને બરાબર સમજવાની આપણે કોશિષ કરીએ તો આપણને મળી રહેશે. આ માણસની કોઇપણ એક, બે કે ચાર બાબતો વિષે વિચાર કરીને, એને માટે તદન સ્પષ્ટ અને ચોક્કસ Page #67 -------------------------------------------------------------------------- ________________ મા 44 મ અનેકાંત અને સ્યાદ્વાદ અભિપ્રાય આપણે આપી શકીશું? નહિ જ આપી શકીએ. આનાથી એ સ્પષ્ટ ફલિત થયું કે કોઇપણ એક અંતથી (એક જ બાજુથી) કોઈપણ ચીજને જોઈને આપણે અભિપ્રાય નહિ આપી શકીએ. અનેકાંતવાદ આપણને એવી સોનેરી અને અમૂલ્ય શિખામણ આપે છે કે “કોઇપણ બાબતનો નિર્ણય કરતા પહેલા, એને અનેક અંતથી મળી શકતી તમામ વસ્તુઓથી-તપાસો. કેટલી સરસ વાત છે આ? અહીં થોડીક ઉચ્ચ ભૂમિકાને લગતી વાત કરીએ. " . " અનેકાંત દષ્ટિથી જૈન દાર્શનિકો કહે છે કે “જે વસ્તુ તત્ત્વસ્વરૂપ છે, તે અતત્ત્વસ્વરૂપ પણ છે; જે વસ્તુ સત્ છે, તે જ અસતુ પણ છે, જે એક છે, તે અનેક પણ છે; જે નિત્ય છે, તે અનિત્ય પણ છે; આમ, પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એવા ગુણધર્મોથી ભરેલી છે.” આ વાત શરૂઆતમાં જ કહી દીધી હોત તો એ વાંચીને આપણે મોઢું બગાડત અને સંભવતઃ અહીં સુધી પહોંચ્યા જ ન હોત. પરંતુ, અત્યાર અગાઉ જે થોડુંક વિવેચન થઈ ગયું છે, તે આપણી સમજણમાં યથાશક્તિ આવી ગયું છે; એટલે, આ વાતો હવે તદન ફેંકી દેવા જેવી તો આપણને નહિ જ લાગે. આમ છતાં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉપસ્થિત થશે. “જે સત છે તે જ વસ્તુને અસત્ શી રીતે મનાય?' દેખીતો આ પ્રબળ વિરોધાભાસ, બેઠેલા માણસને ઊભો કરી દે એવો આઘાતજનક જ એ પહેલી નજરે લાગવાનો. સામાન્ય સમજણવાળા માણસોની વાતને તો હમણાં બાજુ પર મૂકીએ. જેઓ બહુશ્રુત વિદ્વાનોમાં ખપે છે, એવા માણસો પણ અસંભવ ગણીને ધૂતકારી નાંખવા પ્રેરાય એવી અસાધારણ આ વાત છે. પરંતુ એવું નથી. એક જ અંતથી નિર્ણય કરવાનો હોય તો આ વાત ફેંકી દેવા જેવી જ લાગે. પરંતુ, જૈન દાર્શનિકોએ અનેકાંતવાદની દષ્ટિથી અનેક જુદા જુદા દૃષ્ટિબિંદુઓ અને વિચારસરણીઓને એક સાથે વિચારીને પછી જ આ વાત કરી છે એ અહીં ભૂલવાનું નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ચારે ચાર અપેક્ષાએ સાતે સાત નય દ્વારા કરેલી તુલનાઓ અને સપ્તભંગીના કોષ્ટકથી એનો તાળો મેળવ્યા પછી જ જૈન શાસ્ત્રજ્ઞોએ, આ વિચિત્ર દેખાતી પણ વાસ્તવમાં ‘પૂર્ણ સત્ય' એવી વાત કરી છે.. વ્યવહારનું એક નાનું સરખું દષ્ટાંત લઇએ. અમુક ઔષધ અમુક માંદા માણસ માટે કામનું છે અને બીજા માંદા માણસ માટે નકામું છે એ સ્વીકૃત હકીકત છે. આથી આ એક જ ઔષધ “કામનું અને નકામુ છે એનો ઇન્કાર થઈ શકશે? અન્ય મત ધરાવતા જૈનેતર દાર્શનિકોનો, જૈન તત્ત્વજ્ઞાનના અનેકાંતવાદની Page #68 -------------------------------------------------------------------------- ________________ આમ અનેકાંતવાદ મ મ મ ૪૫ થી સામે મોટામાં મોટો વાંધો એ છે કે “જે વસ્તુ સત છે તે જ વસ્તુ અસત કેવી રીતે હોઇ શકે ? જે નિત્ય છે તે અનિત્ય કેવી રીતે હોઇ શકે?” એક જ વસ્તુમાં બે પરસ્પર વિરોધી ગુણધર્મોનું હોવું તેમને આકાશકુસુમવત્ લાગે છે. આંમ લાગવાનું કારણ, તેમણે એક વસ્તુને એક જ બાજુથી, એક જ સ્વરૂપે જોઈ છે અને બીજા સ્વરૂપો-બીજી બાજુઓ-જોવાનો પ્રયત્ન નથી કર્યો, તે છે. સત્યમાં અસત્ય કેવી રીતે હોઈ શકે ? આ સીધો સાદો સવાલ છે. આનો સાદો જવાબ શોધવા માટે આપણને દરરોજ થતા અનેક અનુભવોને આપણે સ્મૃતિપટ પર પાછા લાવીશું તો આવુ તો ઘણુ આપણને જોવા મળશે. આમા યાદ રાખવાની ખાસ વાત એ છે કે જૈન તત્ત્વવેત્તાઓએ વસ્તુના આખા સ્વરૂપને નજર સમક્ષ રાખીને આ વાત કરી છે, કોઈ એક અંગ કે સ્વરૂપ અંગે એ વાત નથી કરી. પાણીમાં થતાં શિંગોડાની વાત લઇએ. ઉપરથી તે કાળુ છે અને અંદરથી ધોળુ, એને માટે અલગ અલગ વાત કરવી હોય તો તેને કાળુ અથવા ધોળુ એમ એ વાત કરી શકાશે. પરંતુ, સમગ્ર સ્વરૂપે એ “કાળું અને ધોળું છે એવી એક જ વાત કરવી પડશે. એક માણસને માટે આપણે ‘ગૌરવર્ણ' એમ કહી શકીશું. પરંતુ સમગ્ર માનવજાત માટે આપણે અનેક રંગોની વાત એક સાથે કરવી પડશે. પૂર્ણચંદ્ર મહોપાધ્યાય નામનો એક વિદ્યાર્થી એના વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયો છે. એને માટે આ વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થયો’ એમ કહીશું ત્યારે, એના વર્ગની અપેક્ષાએ એ “સત્ય વચન છે. પરંતુ બીજા વર્ગોના પરિણામ વિષે વિચાર કરીશું તો, બીજી અપેક્ષાએ, એ “અસત્ય વચન' પણ છે. એક બીજી વાત લઈએ. એક વસ્તુ જેના આધાર પર ટકી રહી હોય તેનાથી, તે આધારથી ભિન્ન હોઈ શકે નહિ એ વાતનો સ્વીકાર તો સૌ કોઈ કરશે. શરીરનો આખોય ભાગ એના બે પગ ઉપર આધાર રાખીને ચાલે છે તથા સ્થિર રહી શકે છે. અહીં પગ શું એના શરીરથી ભિન્ન છે? નથી જ. એવી જ રીતે, સત્યનું અસ્તિત્વ અસત્યના આધાર ઉપર જ નિર્ભર છે. આ વાત જરા ધ્યાનપૂર્વક વિચારો. અસત્ય જો ન હોત તો સત્યની આવશ્યક્તા જ ક્યાં હતી? અસત્ય જો ના હોત તો સત્યની ગણના જ કોણ કરત? જગતમાં અસત્ય છે માટે જ સત્ય છે; સત્ય છે માટે જ અસત્ય છે. બેમાંથી એક નહોત તો બીજુ પણ ન હોત એકને લઈ લો તો બીજુ આપમેળે ગૂમ થઇ જાય છે. એકની ગેરહાજરીમાં બીજું નિરર્થક બની જાય છે. આનાથી એ સ્પષ્ટ સમજાશે કે સત્ય અને અસત્ય બંને એકમાં જ એક સાથે જ રહેલા છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મકાનો અનેવંત અને સ્વાદ્વાદ , અનેકાંતવાદનો આધાર લઇને તપાસીશું તો સ્પષ્ટ દર્શન થશે કે સત્ અને અસત્ એ બે જુદા તત્ત્વો નથી. એકનું અસ્તિત્ત્વ બીજાના અસ્તિત્ત્વને કારણે જ, બીજાના આધારે જ છે. એક જો નાશ પામે તો બીજું નિરર્થક બની જાય; એની આવશ્યકતા, ઉપયોગિતા કે અસ્તિત્વ પછી રહે જ નહિ. આ વાતનો પૂર્ણ ગંભીરતા અને ઉંડાણપૂર્વક, અનેકાંતવાદનો આશ્રય લઈને વિચાર કરવામાં આવે તો તુરત જ સમજાઈ જશે કે સત્ અને અસત્ જુદા દેખાતા હોવા છતાં એ ભિન્ન નથી. સત્ વિના અસત્ સંભવે જ નહિ અને અસત્ વિના સતું. સંભવે જ નહિ. એટલે, પરસ્પર વિરોધી દેખાતા આ તત્ત્વો અન્યોન્યના આધારરૂપ હોઇ, તત્ત્વતઃ બંને એક તત્ત્વનાં બે સ્વરૂપો છે. અનેકાંત દષ્ટિથી એ બંને જુદાં પણ છે અને એક પણ છે. એવી જ રીતે, નિત્ય-અનિત્ય', “ધર્મ-અધર્મ', “એક-અનેક' વિંગેરે બંધા પણ પરસ્પર વિરોધી ગુણધર્મો હોવા છતાં, વાસ્વતમાં એક જ છે, સમગ્રરૂપે એક જ છે. એ ત્રણે જોડકાંઓમાં બેમાંથી એકને તમે દૂર કરો તો બીજાનું અસ્તિત્વ Automatically-આપોઆપ મટી જાય છે. આ વાત બરાબર સ્વીકારીને આપણે ચાલીએ તો વ્યવહારમાં નડતી અનેક મુંઝવણોનો અંત આવી જાય. પ્રકાશ અને અંધકાર આ બે તત્ત્વોની આપણે વાત કરીએ. દેખીતી રીતે એ બંને જુદાં તત્ત્વો છે. એ બંનેનું કાર્ય પરસ્પર વિરોધી છે. હવે કોઈ એમ કહે કે પ્રકાશમાં અંધકાર પણ છે અને અંધકારમાં પ્રકાશ પણ છે, તથા એ બંને વાતને ભેગી કરીને એમ કહે કે એક જ વસ્તુમાં પ્રકાશ તથા અંધકાર બંને સાથે રહે છે, તો પહેલી નજરે એ વાત કોઈ નહિ માને. પરંતુ આપણે પૂછીએ કે અવકાશમાં જ્યારે પ્રકાશ હતો ત્યારે અંધકાર કયાં ગયો હતો? પ્રકાશનું આગમન થતાં અંધકાર ક્યાં ગયો? વિચાર કરતાં જણાશે કે અંધકાર જે હતો તે પ્રકાશમાં સમાઈ ગયો. એવી જ રીતે અંધકાર જ્યારે આવ્યો ત્યારે પ્રકાશ જે હતો તે અંધારામાં વિલીન થઈ ગયો, મળી ગયો. આ પ્રકાશ કે અંધકારને જવા માટે, છુપાવા માટે, બીજું કોઈ સ્થાન તો છે જ. નહિ. એટલે, જે જ્યાં હતો, તે ત્યાં જ રહ્યો; અથવા જે પ્રથમ નહોતો, તે પછીથી આવનારમાં હતો જ; અને જે આવ્યો તે પ્રથમ જે હતો તેમાં હતો જ; એમ કહેવામાં શું હરકત છે? એની સામે દલીલ કેવી રીતે થઈ શકે? જે બદલાયું તે તો માત્ર અવસ્થા અથવા સમય. રાતની અપેક્ષાએ અંધકાર અને દિવસની અપેક્ષાએ પ્રકાશ આપણે જોયા. પરંતુ, એ બંનેનો આધાર એક જ હોવાથી, પરસ્પર વિરોધી ગુણધર્મો ધરાવતા હોવા છતાં એ બંને એકમેકમાં સમાયેલા છે એનો ઈન્કાર શી રીતે થઈ Page #70 -------------------------------------------------------------------------- ________________ - અનેકંતવાદ - ૪૭ શકશે? આ લખાણ મારા ઘરના એક ઓરડામાં બેસીને હું લખી રહ્યો છું. વિજળીની બત્તીની ચાંપ દબાવતા પ્રકાશ થાય છે. ફરીવાર વિરૂદ્ધ દિશામાં દબાવતા અંધારૂ થાય છે. ઓરડો એક જ છે. ચારે તરફથી બંધ કરેલો છે. અજવાળ થતા અંધારુ ક્યાં ગયુ? તેમાં જ સમાઈ ગયું. અંધારૂ થતાં અજવાળું ક્યાં ગયું? તેમાં જ વિલીન થઈ ગયું. સમજાય છે? આ વાત તો ફક્ત ઉદાહરણ માટે કરી છે. તત્ત્વદૃષ્ટિથી પણ, જૈન શાસ્ત્રકારોએ અંધકારના અને પ્રકાશનાં પુદગલોને એક જ માનેલા છે. અવસ્થાભેદે તે અંધકાર અને પ્રકાશ રૂપે બને છે. '. આનાથી એ સ્પષ્ટ થશે કે પરસ્પર વિરોધી ગુણધર્મો ધરાવતા આ તત્ત્વો, વાસ્તવમાં એક જ.તત્ત્વના અંતર્ગત તત્ત્વો છે. આ વાત સમજવામાં અનેકાંત દષ્ટિથી કંઇ મુશ્કેલી નહી પડે. | વેદાંતના અનુયાયીઓ આ વસ્તુનો વિરોધ કરે છે ત્યારે તો ભારે મોટું આશ્ચર્ય થાય છે. તેમના મત મુજબ પ્રથમ જે હતુ તે શુદ્ધ, વિશુદ્ધ, નિર્ભેળ બ્રહ્મ હતુ. એ બ્રહ્મ પરમ ચેતનસ્વરૂપ હતું. આ બ્રહ્મમાંથી માયાનું સર્જન થયું એમ તેઓ કહે છે. આ “બ્રહ્મટ અને “માયા એ બંને પરસ્પર વિરોધી ગુણધર્મો ધરાવતા તત્ત્વો છે. બ્રહ્મ, શુદ્ધ છે અને માયા, અશુદ્ધ છે. આ માયા જો બ્રહ્મમાંથી આવી તો એનો સ્પષ્ટ અર્થ એ થયો કે, આવતાં પહેલાં એ માયા બ્રહ્મમાં હતી જ અને જો હતી જ, તો "પછી, એ શુદ્ધ બ્રહ્મની અંદર જ એક અશુદ્ધ તત્ત્વ પણ હતું જ. આમ, વેદાંતની કલ્પના મુજબ, શુદ્ધ અને અશુદ્ધ એવા બે પરસ્પર વિરોધી તત્ત્વો એક સાથે જ હતા. આમછતા, આ વાતનો તેઓ સ્વીકાર કરતા નથી. જો કરે, તો પછી, “પ્રત્યેક વસ્તુ પરસ્પર-વિરોધી એવા ગુણધર્મોથી યુક્ત છે એવી જૈન તત્ત્વજ્ઞાનની વાતનો સ્વીકાર પણ એમણે કરવો જ પડે. * જૈન દાર્શનિકો તો કહે છે, કે “બ્રહ્મ' એ જો વેદાંતના જણાવવા મુજબનું શુદ્ધ તત્ત્વ હોય, તો, અશુદ્ધ એવું “માયાનું તત્વ તેમાંથી જન્મી શકે જ નહીં એટલે કાં તો “બ્રહ્મ કેવળ શુદ્ધ સ્વરૂપ નહોતું. અથવા, ‘જો એ અશુદ્ધ સ્વરૂપ હતું તો માયા તેમાંથી જન્મી નહોતી એ બંને વાતો આપણી સમજણમાં આવી જશે. આ રીતે, બબ અને માયાના પરસ્પર સંબંધને બ્રહ્મવાદી વેદાંતીઓ જે રીતે સમજાવે છે એ વાત અયુક્ત છે એમ પુરવાર કરવામાં શુદ્ધ તર્ક અને ન્યાય છે. - અનેકાંતવાદની આ વાતને, હવે જરા સાદી સપાટી પર આપણે લાવીએ. આ ‘સપાટી', અનેકાંતવાદની નહિ પણ આપણી સમજણની છે, એટલું જરા યાદ રાખો. Page #71 -------------------------------------------------------------------------- ________________ મા ૪૮ ગામડા માં અનેકંત અને સ્યાદ્વાદ આ એક માણસ, જેમનું નામ મિસ્ટર જોન્સ હોવાનું આપણે કલ્પી લઇએ. આ મિસ્ટર જોન્સની આપણે અંતર્ગત તપાસ કરીએ. માણસ તો એક જ છે; પરંતુ તે સારો છે અને ખરાબ પણ છે. તે દયાળુ છે ? અને ઘાતકી પણ છે. તે ઉદાર છે અને કંજુસ પણ છે. તે ક્ષમાવાન છે અને ક્રોધી પણ છે. તે અહિંસક છે અને હિંસક પણ છે. તે સત્યવક્તા છે અને સરાસર જુઠો પણ છે. તે સજ્જન છે અને લબાડ-દુર્જન પણ છે. તે નાનો છે અને મોટો પણ છે. તે વાચાળ છે અને મીઢો પણ છે. તે જ્ઞાની છે અને અજ્ઞાની પણ છે. આવી પરસ્પર વિરોધી વાતો કોઈ એક જ માણસ વિષે કોઈ કહે તો તેમાં સાચું શું? પરંતુ આ મિસ્ટર જોન્સમાં પરસ્પર વિરોધી એવા એ બધા જ લક્ષણો છે. આ વાત પુરવાર કરવામાં કશી મુશ્કેલી નહિ પડે. મિસ્ટર જોન્સને જુદી જુદી સ્થિતિમાં, જુદા જુદા સ્થળોમાં, જુદા જુદા પ્રસંગોએ ભિન્ન ભિન્ન સંયોગોમાં અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ સાથે તદન વિરોધી એવું વર્તન કરતો આપણે જોઈ શકીશું. પત્ની પ્રત્યે પ્રેમાળ અને નોકરી પ્રત્યે ક્રૂર વર્તન ચલાવતા આવા જોન્સ ઘણાય જોવા મળશે. એના જે પરસ્પર વિરોધી ગુણો ઉપર બતાવ્યા છે તે દરેક પ્રકારનું વર્તન ચલાવતો આપણે જોઈ શકીશું. આવી જ રીતે, દ્રવ્ય, કાળ અને ભાવની અપેક્ષાથી, ‘તેમનું વર્તન પરસ્પર વિરોધી છે,” એવું વિધાન આપણે ઘણા માણસો માટે અવશ્ય કરી શકીશું. એ જ રીતે એ પ્રત્યેક ગુણને લગતી જુદી જુદી વાત કરવાની હશે ત્યારે મિસ્ટર જોન્સના બધા વર્તનને અલગ અલગ રીતે વર્ણવવા માટે, વર્ણન કરતી વખતે, મિસ્ટર જોન્સ “સારો માણસ છે,’ ‘મિસ્ટર જોન્સ ખરાબ માણસ છે.” એવી અલગ અલગ જુદી જુદી વાત પણ આપણે કરી શકીશું.. સ્યાદ્વાદ અને સપ્તભંગીનો આગળ ઉપર જયારે ઉલ્લેખ આવશે, ત્યારે આ મિસ્ટર જોન્સનું દષ્ટાંત, એ વિષયોને સમજવામાં ખૂબ ઉપયોગી થઈ પડશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જે ચાર અપેક્ષાઓ, જૈન દાર્શનિકોએ બતાવી છે, તેને, એ અપેક્ષાએ લક્ષ્યમાં રાખીને આ બધુ વિચારશો તો બધુ જ દિવા જેવુ સ્પષ્ટ સમજાશે. આ ચાર અપેક્ષાઓ વિષે એક સ્વતંત્ર પ્રકરણમાં, આગળ ઉપર, આપણે વિચાર કરવાના છીએ. એટલે, અહીં તો તેનો આટલો ઉલ્લેખ માત્ર કર્યો છે. દષ્ટિને અને વિચાર શક્તિને સાફ બનાવવામાં આ ચારે બાબતો ખૂબ ઉપયોગી છે. પ્રત્યેક બાબતને અનેકાંતવાદની એરણ પર આપણે તપાસતા થઇ જઈએ તો તે પ્રત્યેક વસ્તુનું સ્પષ્ટ દર્શન થયા ઉપરાંત એક બીજો પણ લાભ, ઘણો મોટો Page #72 -------------------------------------------------------------------------- ________________ દિ અનેકાંતવાદ દાદા ૪૯ જુ લાભ. આપણને થઇ જશે. “અનેકાંત દૃષ્ટિ આપણને પ્રાપ્ત થશે કે તરત જ “સમભાવ' આપણામાં આપોઆપ આવી જશે. આ કંઈ નાનોસૂનો લાભ છે?” અરે, આ તો સંસારમાં સ્વર્ગ ઉતારવાની વાત છે. અહીં આપણે એક રમણભાઈ નામના ગૃહસ્થની વાત કરીએ, તે ભાઇ અનેકાંત દષ્ટિ બરાબર સમજેલા છે. એમનાં પત્ની રમાન્ડેન ઓછું ભણેલા છે. એમની પુત્રી રમ્યબાળા ગ્રેજ્યુએટ છે. રમાન્ડેનમા ઉમ્મરનો અનુભવ છે. રમ્યબાળામાં યૌવનનું વૃંખલપણું છે. આ માતા અને પુત્રી વચ્ચે વાત-વાતમાં ચકમક ઝરે છે, કારણકે તો વાત એવી ઉગ્ર બની જાય છે કે પાડોશી પોપટલાલ પણ સમસમી ઉઠે છે. “મારે આવી બૈરી કે છોકરી હોય તો હું તો ઝાડુ લઈને એ બંનેને ઝૂડી નાખું એમ પોપટભાઈએ એમના પત્ની પાર્વતીન્ટેનને કહ્યું. પણ રમણભાઈની સ્વસ્થતા જળવાઈ રહે છે. પત્ની અને પુત્રી એ બંનેની સ્વાભાવિક તથા સાંયોગિક મર્યાદાઓને અનેકાંત દષ્ટિથી રમણભાઈ જ સમજે છે. એટલે ગુસ્સે થઇ બૂમાબૂમ કરવાને બદલે તેઓ એ બંનેને શાંતિથી સમજાવે છે. રમણભાઈનો સ્વભાવ સચવાઈ રહે છે, અસમભાવ કે ક્રોધ તેમને અડતા નથી. કર્મબંધનથી તેઓ બચી જાય છે. અનેકાંત દૃષ્ટિથી આ જે લાભ તેમને થયો તે શું નાની સૂની વાત છે? અનેકાંત દષ્ટિને લક્ષ્યમાં લેતાં આવી ઘણી બધી વાતો આપણને સરળતાથી સમજાઈ જશે. પેલા મિસ્ટર જોન્સ વિષે, તેમની કોઈ એક જ વાત લઈને વિચારવાનું જેમ ખોટું છે, તેમ, તત્ત્વવિચારણામાં પણ કોઈ એક જ વસ્તુ યા એક જ સ્વરૂપને નજર સામે રાખીને વિચારવું એ પણ ખોટું છે. સમજાઈ ગઈ આ વાત? - થોડોક વધારે વિચાર કરીએ. - જેના અસ્તિત્વનો આપણે વિચાર કરીએ છીએ, તેનું તે અસ્તિત્વ સર્વથા અને ચિરકાળ તેની તે જ સ્થિતિમાં રહેવાનું નથી. આ વાત જો આપણે કબૂલ કરીએ, તો પછી, અવસ્થા (પર્યાય) બદલાતા, તે વસ્તુ આજે જ સ્વરૂપે દેખાય છે તેવા જ સ્વરૂપે તે પછી દેખાતી નથી, તેનું તે જ સ્વરૂપ પછી રહેતું નથી. આ વાત પણ આપણે કબૂલ કરવી જ પડશે. એટલે, જયારે, જે અવસ્થામાં જે વસ્તુના અસ્તિત્વનો સ્વીકાર આપણે કરીએ છીએ, તે સ્વીકાર, શરતી-qualified-conditional-બની જાય છે. એ સ્વીકાર પછી બિનશરતી-Unqualified or unconditional-રહેતો નથી. દષ્ટાંત તરીકે, કારેલાને સમારીને તેનું શાક બનાવ્યા પછી, જમતી વખતે આપણે “કારેલાં આપો’ એમ કહેતા નથી; ‘શાક આપો’ એમ કહીએ છીએ. Page #73 -------------------------------------------------------------------------- ________________ Dા ૫૦ અનેકાંત અને સ્વાહાદ કાપડમાંથી પાટલુન બનાવ્યા પછી એને જ્યારે ધોબીને ત્યાં ધોવા લઇ જઇએ છીએ ત્યારે “કાપડ ધોવાનું છે' એમ આપણે કહેતા નથી; પાટલુન ધોવાનું છે' એમ આપણે કહીએ છીએ. આવાં ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. પુત્રનું નામ પ્રવીણ પાડ્યા પછી, “પુત્ર ક્યાં ગયો’ એમ કોઇ પિતા બોલતા નથી, “પ્રવીણ ક્યાં ગયો' એમ પૂછે છે. ચામડામાંથી ચંપલ બને ત્યારે એ ચામડુ મટી જાય છે એવું નથી હોતું; છતાં આપણે “ચામડુ ક્યાં ગયું?” એમ કહેવાને બદલે “ચંપલ ક્યાં ગયા” એમ પૂછીએ છીએ. અવસ્થા - સ્વરૂપ – પલટાતાં પરિસ્થિતિ કેવી પલટાઇ જાય છે એ હવે બરાબર સમજાશે. એવી જ રીતે, એક સ્વરૂપનું અસ્તિત્વ જ્યારે રહેતું નથી ત્યારે તેનું એ નાસ્તિત્વ ન+અસ્તિત્વ પણ નિર્ભેળ રહેતું નથી. એ પણ શરતી બની જાય છે, શાકમાં કારેલાં નથી જ, ડગલામાં કે પાટલુનમાં કાપડ નથી જ, પ્રવીણમાં પુત્ર નથી જ અને ચંપલમાં ચામડું નથી જ એવું કોઈ કહી શકશે નહિ. અવસ્થા કે સ્વરૂપ પલટાતા એક સ્વરૂપ જ્યારે મુખ્યપણે આપણી નજર સમક્ષ આવે છે, ત્યારે, તેનું તે પહેલાનું સ્વરૂપ ગૌણપણે તેમાં હોય જ છે. પર્યાય (અવસ્થા) બદલાતાં અને કાળ (સમય) જતાં, પદાર્થોમાં શું શું ફેરફારો થાય છે, એ પણ આપણે જોઇ લઇએ. અન્ય દર્શનમાં જેને ‘ઉત્પત્તિ, સ્થિતિ અને લય.” એવી ત્રણ અવસ્થાઓ બતાવી છે, તેને જૈન દાર્શનિકોએ, “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય' એવી અવસ્થા ગણાવી છે. • , મૂળ દ્રવ્યો અનાદિ છે એટલે ઉત્પત્તિનો પ્રશ્ન જ રહેતો નથી, પરંતુ બીજી કોઇ અવસ્થામાંથી જે નવી અવસ્થાનું પ્રગટીકરણ થયું એને, ઉત્પત્તિને બલે ઉત્પાદ એવું નામ આપવું તે તદ્દન સતર્ક અને સયુક્તિક છે. દ્રવ્યની સ્થિતિ જે દેખાય છે તેમાંય પ્રતિપળે ફેરફાર થતો જ રહે છે. આથી એને “વ્યય' એવું નામ આપ્યું. આપણું જીવન આપણે તપાસીએ તો તે, સ્થિતિવાળું હોવા છતાં, પ્રતિપળે વપરાતું ખર્ચાતું જ રહે છે. એટલે, ‘લય’ શબ્દને બદલે ‘વ્યય' શબ્દ જો વાપરીએ તો તે તદન સુસંગત-appropriate છે. વળી બધું જ કાયમ છે એટલે લય ક્યાં થયો? જે લય દેખાય છે, તે તો અસ્તિત્વની એક અવસ્થાનું એક સ્વરૂપ માત્ર છે. ખરી રીતે તો બીજું કોઈ સ્વરૂપ ધારણ કરવા જ તે અદશ્ય બનતું હોય છે. સ્થિતિને બદલે જૈન દાર્શનિકોએ, “ધ્રૌવ્ય’ શબ્દ વાપર્યો છે. આ પણ સહજ સમજાઈ જાય તેવી વાત છે. વસ્તુની અવસ્થા જ્યારે પલટાય છે ત્યારે તેનું મૂળ-ધ્રુવ સ્વરૂપ તો તેમાં હોય જ છે. અગ્નિમાંથી જે ધુમાડો નીકળે છે તે ઉંચે આકાશમાં અદશ્ય થતો દેખાય છે; પણ તેનો નાશ થતો નથી. એ ધુમાડો ઉંચે ઉંચે આકાશમાં જઈને Page #74 -------------------------------------------------------------------------- ________________ મા ચાર આધાર મનમમમમાં ૭૧ હવે, આ કેરીનો કરંડીઓ દસ દિવસ પહેલા લાવીને રાખેલો છે; જ્યારે કેળા આગલા દિવસે સાંજે લાવીને મૂક્યા છે. જયારે લાવીને મૂક્યા ત્યારે બંને કાચા હતા. ખાવા માટે પાકીને તૈયાર તો એ બંને ફળો ઉપર જણાવેલા દિવસે સવારે સાત વાગે થયા. અહીં ખાસ સમજવાનું એ છે કે એ બંને ફળોને પાકવાનો સમય સવારના સાત વાગ્યાનો નથી. તે તે ફળના પાકવાનાં કાળનો-સમયનો-પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થાય ત્યારે યોગ્ય સમજણ અને ગણત્રીથી આપણે કહીશું કે કેરીનો (પાકવાનો) સમય દસ દિવસનો છે અને કેળાનો (પાકવાનો) સમય બાર કે સોળ કલાકનો છે. આ દૃષ્ટિથી, એ બંનેનો, કાચામાંથી પરિવર્તન પામીને પાકા બનવાનો કાળ-સમય-અલગ અલગ થયો. સાદી સમજ માટે થોડાક દૃષ્ટાંતો લઇએ. ૧. ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછીનો કાળ = અગણિત લાખો વર્ષ. ૨. વરસાદને પડવાનો કાળ = ચોમાસુ (આ રીતે બધી ઋતુઓનો કાળ સમજવો.) ૩. ભગવાન મહાવીરના આયુષ્યનો કાળ = તે વખતના ૭૨ વર્ષ. ૪. તીર્થંકર પ્રભુના નિર્વાણનો કાળ = જે સમયે નિર્વાણ પામ્યા છે. ૫. માટીનો પાણીમાં પલળવાનો કાળ = બેનું મિશ્રણ થતાં જેટલો સમય લાગે તે કાળ, . આમ જ્યારે કોઈપણ વસ્તુ અંગે કાળની અપેક્ષાની વાત આપણે કરીએ ત્યારે તે તે વસ્તુના ઉદ્ભવ અંગેનો, પરિણમનનો અસ્તિત્વનો, તથા કાર્ય કરવા અંગેનો કાળ એમ સમજવાનું છે. આમાં પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ બરાબર કરવો. * ચોથો આધાર છે “ભાવ” અહીં ભાવ શબ્દનો અર્થ “વસ્તુના ગુણધર્મ એવો થાય છે. દાખલા તરીકે ( રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકૃતિ કાર્ય (Function) વગેરે. બધું ભાવમાં આવી જાય. ટુંકમાં, વસ્તુના ગુણ, શક્તિ અને પરિણામને “ભાવ” કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને Quality and functions of the substance કહેવામાં આવે છે. આ જે ગુણધર્મ, લક્ષણ, પ્રકાર, જાત, વર્ગ વિગેરે છે તે Ever changing સમયે સમયે પલટાતા રહે છે. આ ભાવ, એ, દરેક વસ્તુનો પોતપોતાનો સ્વભાવ છે. પ્રત્યેક વસ્તુના સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. એક વસ્તુના સ્વભાવની બીજી વસ્તુના સ્વભાવ સાથે સમાનતા હોઈ શકે છે, પણ “એકતા” નથી હોતી. મતલબ કે દરેક વસ્તુનો પોતપોતાની અલગ અલગ ભાવ – સ્વભાવ હોય છે અને આ ભાવ પરિવર્તનશીલ • K. ડા Page #75 -------------------------------------------------------------------------- ________________ પર પાણી અનેમંત અને સ્યાદ્વાદ પ્રમાણ જુદો જુદો બની જાય છે. આ બધું આપણે સાચુ માનીએ જ છીએ. બધા માને છે. આ બધું એ નિઃશંક પુરવાર કરે છે કે કોઈપણ પદાર્થમાં પરસ્પર વિરોધી એવા ગુણધર્મોનું અસ્તિત્વ હોય જ છે. આ વાતનો સ્વીકાર કરવામાં હવે કશી અસ્પષ્ટતા નહિ રહે, કંઇ મુશ્કેલી નહિ રહે. જૈન દાર્શનિકોએ અનેકાંતવાદનો આશ્રય લઇને આવી ઘણી વાતો સ્પષ્ટતાથી સમજાવી છે. આધુનિક મનોવિજ્ઞાન શાસ્ત્રીઓ કહે છે કે, દરેક માણસોમાં ડૉક્ટર જેકિલા અને મિસ્ટર હાઇડની જેમ’ પરસ્પર વિરોધી, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર ધરાવતી વૃત્તિઓ હોય જ છે. એટલે, કોઇપણ સંસારી માણસને સર્વથા સારો અથવા સર્વથા ખરાબ-બ્રો-એમ કહી શકાય જ નહિ. . એક સજ્જને પોતાના નામથી એક સાર્વજનિક દવાખાનું બાંધવા માટે દોઢ લાખ રૂપિયા આપ્યા. એમના એક ગુમાસ્તાને ઓપરેશન કરાવવા માટે જરૂરી પાંચસો રૂપિયા આપવાની તેમણે ઘસીને ના પાડી. પરિણામે જરૂરી સારવાર પેલો ગુમાસ્તો મેળવી ના શક્યો અને એનું અવસાન થયું. આ એક સાચી બનેલી વાત છે.. આ સજ્જન માટે આપણે શું કહીશું? દયાળુ? ઉદાર? નિર્દય? અધમ? જવાબ આપવાની કશી આવશ્યકતા નથી. સહેજે સમજાઈ જાય એવી વાત છે. આવા આવા તો અનેક દૃષ્ટાંતો ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં જોવા મળશે. એ બધા ઉપરથી સહેજે સમજાશે કે “એક જ વસ્તુ છે અને નથી” એમ જયારે જૈન દાર્શનિકો કહે છે તે અનેકાંત દૃષ્ટિથી કહે છે અને તે યથાર્થ છે, એમ કહેવામાં તેઓ તદન સાચા છે. આ વાતનો સ્વીકાર આપણે કરવો જ જોઇએ. અનેકાંત દૃષ્ટિની આવી વાતો ખૂબ જ સમજવા જેવી છે. જો બરાબર સમજાઈ જાય, તો પછી જગત અને જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ બહુ જ સરળતાથી આવી જાય. અનેકાંત દષ્ટિ રાખીને આ વાતનો વધારે વિચાર કરીશું તો, એક જ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ, નિત્યત્વ અને અનિયત્વ તેમજ એત્વ અને અનેકત્વ વગેરે એક જ સમયે રહે છે, એ સમજવામાં કશી મુશ્કેલી નહિ નડે, એ બધું જોવા અને સમજવા માટે, અનેકાંતવાદનો આશ્રય લેવો પડશે. એનો આધાર જો ન લઈએ તો તે આપણને કદીપણ નહિ સમજાય. એક અને અનેક એક સાથે એક સમયે રહે છે, તે સમજવામાં તો આજના આ વિજ્ઞાનવાદી અણુ-પરમાણુ-સંશોધન યુગમાં કશી મુશ્કેલી નહિ પડે. વસ્તુનું નિત્યત્વ અને અનિત્યત્વ સમજવું પણ સહેલું છે. બધું જ પરિવર્તનશીલ છે; આ વાત તો સૌ કોઈ સ્વીકારે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ Page #76 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૫૩ તથા અવસ્થા (પર્યાય) ભેદે એક જ વસ્તુ અનેક પરિવર્તનો પામે છે. એ પરિવર્તનશીલ છે એટલે એને અનિત્ય કહી શકાય-અનિત્ય છે. છતાં, એનું મૂળ દ્રવ્ય, જુદા જુદા સ્વરૂપમાં પણ એમાં કાયમ રહે છે, એટલે એને નિત્ય પણ કહી શકાય-નિત્ય છે. એકલું નિત્ય કહેવું એ જેમ ખોટું ઠરે તેમ એકલું અનિત્ય કહેવું એ પણ ખોટું છે. આ પરિવર્તન પણ સહસા-એકાએક નથી થતું. એ એનો સમય લે જ છે. કપડું એકદમ મેલું થતું નથી, ચોખામાંથી ભાત એકદમ નથી બની જતો, ઘઉંમાંથી સીધી રોટલી નથી બનતી અને બાળક એકદમ વૃદ્ધ નથી બનતું. આ બધાનો એક કાળક્રમ છે. આવા બધા પરિવર્તનો છતાં એની મૂળ વસ્તુનો સર્વથા નાશ પણ નથી થતો. કોઇપણ પદાર્થના એક સ્વરૂપનો નાશ થતાં, બીજા સ્વરૂપે તે દેખાવ દે જ છે. એના મૂળ દ્રવ્યનો આ પરિવર્તનને કારણે સર્વથા નાશ થતો નથી. અગ્નિના સંપર્કમાં આવીને પાણી બળી જાય છે, વરાળ બનીને ઊડી જાય છે. એ વરાળને યાંત્રિક ગોઠવણથી બીજા કોઇ વાસણમાં ઝીલી લેવાય તો પાછું તેનું પાણી થાય જ છે; પછી ભલે એને ‘ડીસ્ટીલ્ડ વોટર' ના નામથી ઓળખો. એ વરાળમાં પણ પાણીનું મૂળ સ્વરૂપ તો સચવાયું જ હતું. પાણીમાં જે બે પ્રકારના વાયુ H,O છે, તે પણ તેનાં બધાં જ પરિવર્તનો દરમિયાન તેમાં એક યા બીજા સ્વરૂપે રહે જ છે. માટીમાંથી ઘડો જ્યારે બનાવ્યો ત્યારે તે ઘડાના સ્વરૂપમાં પણ મૂળ પદાર્થ માટીનું અસ્તિત્વ તો રહ્યું જ. એ ઘડાના જ્યારે ટુકડા થાય છે, ત્યારે, એના એ * બીજા સ્વરૂપમાં પણ મૂળ દ્રવ્ય માટીનું અસ્તિત્વ હોય જ છે. એ જ ન્યાયે તત્ત્વજ્ઞાનની ભૂમિકા ઉ૫૨, કોઇપણ વસ્તુતત્ત્વને સર્વથા સત્ય કે સર્વથા અસત્ય, સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય એમ માનવું એ પણ ભૂલ છે. બધા જ વસ્તુતત્ત્વો જેવા છે તેવા જ રહેવાના હોય, એમાં પરસ્પર વિરોધી ગુણધર્મો જો ન હોય અને એ પરિવર્તનશીલ ન હોય તો પછી એનું અસ્તિત્વ કેવળ નિરૂપયોગી બની જાય છે. પત્થર એક કાળે જેવો અને જેવડો છે, તેવો અને તેવડો જ જો સર્વકાળે તે રહેવાનો હોય, તો પછી એનો અર્થ એ થયો કે તેનામાં ક્રિયાશીલતા નથી. હવે, એનામાં ક્રિયાશીલતા જો ન હોય, તો પછી એના દ્વારા કંઇ પણ કાર્ય થાય એવી આશા કેમ રાખી શકાય ? એવી જ રીતે, બ્રહ્મને એકને જ માત્ર સત્ય માનવામાં આવે અને એના અસ્તિત્વને તદ્દન સ્થિર તેમ જ અપરિવર્તનશીલ માનવામાં આવે, તો પછી, એનામાં Page #77 -------------------------------------------------------------------------- ________________ ના ૫૪મા અનેકાંત અને સ્યાદ્વાદ થી ક્રિયાશીલતાનો અભાવ હોઈ એની ઉપયોગિતા શું? જગતને જો સર્વથા મિથ્યા જ માનવામાં આવે, તો પછી, જેને વાસ્તવિક (સત્ય) માનવામાં આવે છે તેવા બ્રહ્મ સાથે એનો સંબંધ જોડી જ કેવી રીતે શકાય? એવી જ રીતે જડ અને ચેતનને એકબીજાથી તદન ભિન્ન જ માનવામાં આવે તો પછી, એકની અસર બીજા ઉપર થાય એવી આશા પણ કેમ રાખી શકાય? જગત જો પરિવર્તનશીલ હોય તો પછી, એ જગતમાંથી ઉત્પન્ન થયું હોવાનું વૈદિક તત્ત્વજ્ઞાનીઓ માને છે ને બતાવે છે, તે બ્રહ્મ પણ, પરિવર્તનશીલ જ હોવું જોઇએ, એમ જો ન હોય તો એક નિત્ય અને અપરિવર્તનશીલ બ્રહ્મમાંથી અનિત્ય અને પરિવર્તનશીલ જગતુ ઉદ્ભવે જ કેવી રીતે? એકાંત નિત્યમાંથી અનિત્ય કે એકાંત અનિત્યમાંથી નિત્યનો સ્વતંત્ર ઉદ્ભવ કદી સંભવી શકે જ નહિ. આ વાત જૈન તત્ત્વજ્ઞાનીઓએ ખૂબ જ ભારપૂર્વક અને અસંદિગ્ધપણે કહી છે. એ વાત ખૂબ સમજવા જેવી છે. દ્વત, અદ્વૈત અને એના બધા ફાંટાઓમાંથી તથા ક્ષણિકવાદ વગેરે બધાં એકાંત તત્ત્વજ્ઞાનોમાંથી આ બધી સમજણ મળતી નથી. કેમકે એ બધા પાછળ દર્શાવ્યું છે તે મુજબ એક નય (એકાંતજ્ઞાન)ના આધારે અને એકાંતિક નિર્ણયો દ્વારા રચાયા છે. એ બધાની સામે સરોવરના સમૂહ સમક્ષ ઘૂઘવતા મહાસાગર સમો જૈન તત્ત્વજ્ઞાનનો અનેકાંતવાદ ઉભો છે. એની સમજણ એ જ સાચી સમજણ છે. આ વાત સ્વીકારવામાં હવે કશી આપત્તિ રહે છે? નથી રહેતી. હજુ થોડુંક વિશેષ સ્પષ્ટિકરણ કરીએ. સત્ય અને અસત્યને બદલે આપણે સત્ય અને અસત્વ એવા બે શબ્દો મૂકીએ. આ બંનેમાં પરસ્પર વિરોધી એવા ગુણધર્મો છે. પણ, અહીં આપણે પેલી ચાર અપેક્ષાઓને, ચતુષ્ટયને લાવીને મૂકીશું તો જણાશે કે સ્વદ્રવ્ય ક્ષેત્રકાળભાવથી જે સત્ત્વ છે, તે જ સત્ત્વ પરદ્રવ્યક્ષેત્રકાળ ભાવથી અસત્ત્વ છે. આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષામાં સ્વ શું અને પર શું? આ વાત નવી આવી, કેમ? આપણે એનું વિવરણ આગળ કરવાના છીએ. એટલે, અહીં એને એમજ રહેવા દઈને આગળ ચાલીએ. પરંતુ કશા સંભ્રમમાં ન રહેવાય એટલા ખાતર એક ટૂંકી સમજણ આપણે અહીં લઈ લઈએ. જયાં પોતે છે એ “સ્વ' અને જયાં “પોતે' નથી એ “પર'. આ વિષય ઉપર આપણે આવીયે ત્યાં સુધીમાં આનો થોડોક વિચાર જો કરી રાખશો તો તે વખતે એ સમજવાનું બહુ સહેલું થઈ પડશે. - આ રીતે, અસત્ત્વ અને સત્ત્વ, અનિત્યત્વ અને નિત્યત્વ, અનેકત્વ અને એકત્વ વિગેરે પરસ્પર વિરોધી ગુણધર્મવાળી બાબતોને તે વસ્તુઓને આપણે જો Page #78 -------------------------------------------------------------------------- ________________ મને અનેકાંતવાદ વિવિધ બાજુઓથી જોઇએ તો પછી એ બધું એકાંતાત્મક નહિ પણ અનેકાંતાત્મક છે, એ વાત ખૂબ જ સરળ રીતે અને સહેલાઇથી સમજાશે. આ પ્રકરણને સમાપ્ત કરતાં પહેલાં એક અતિશય મહત્ત્વની વાત હવે કહેવાની છે. એક જ વસ્તુમાં અનેક પ્રકારના ગુણધર્મો હોય છે એ વાત જૈનેતર તત્ત્વજ્ઞાનીઓએ પણ સ્વીકારેલી છે. જે લોકો અનેકાંતવાદને પૂર્ણપણે સમજયા નથી એ લોકો એવો પ્રશ્ન પૂછે છે કે “આ તો અમારામાં પણ છે? જૈન ફિલસુફોએ નવું શું કહ્યું?” અહીં જ, જૈન ધર્મની વિશિષ્ટતાનું દર્શન થાય છે. પ્રત્યેક વસ્તુમાં અનેક ગુણધર્મો હોય છે, એ દેખાડવા માત્રથી જ જૈન તત્ત્વજ્ઞાનને અનેકાંતવાદ નામ નથી અપાયું. જૈન દર્શને એ વસ્તુ, એ વાત, સાબિત કરી બતાવી છે. . તદુપરાંત, એ પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી એવા તત્ત્વો ‘એક સાથે રહેલા છે અને વસ્તુ માત્ર “અનેકગુણધર્માત્મક નહિ પણ પરસ્પર વિરોધી એવી અનેકગુણધર્માત્મક છે એમ જૈન તત્ત્વજ્ઞાન કહે છે. આ જે વિરોધી ગુણધર્મો છે તે એકાંત દૃષ્ટિથી દેખાતા નથી. અનેકાંત દૃષ્ટિથી જ એને જોઈ તથા સમજી શકાય છે. જૈન તત્ત્વજ્ઞાનની, અનેકાંતવાદની, જે વિશિષ્ટતા છે તે આ છે. આ કંઈ નાની સૂની વિશિષ્ટતા નથી. તત્ત્વજ્ઞાનના વિષયમાં એ એક મહાનું સિદ્ધિ છે. એટલા માટે જ આ અનેકાંતવાદને તત્ત્વશિરોમણી માનવામાં આવ્યું છે. કોઇ એક વસ્તુ સત્ છે. નિત્ય છે અને એક છે એટલે એ અનેકધર્મવાળી તો થઈ; પરંતુ આ રીતે અનેક ધર્માત્મક હોવા માત્રથી જ એને અનેકાંતાત્મક નહિ કહી શકાય. પરંતુ, તે સત્ તેમજ અસત, નિત્ય તેમજ અનિત્ય, એક તેમજ અનેક, એવા પરસ્પર વિરોધી ગુણધર્મોને, એક જ કાળે પોતાનામાં સમાવે છે અને એટલા માટે જ તેને અનેકાંતાત્મક કહેવામાં આવે છે. આ વાત ખૂબ ખૂબ ધ્યાનપૂર્વક અને પૂર્ણ રીતે બરાબર સમજી લેવા જેવી છે. એક માણસ દયાળુ છે, ઉદાર છે, મીઠાબોલો છે, પરોપકારી છે, ક્ષમાવાન છે, ચારિત્ર્યશીલ છે, ધૈર્યવાન છે, હિંમતવાન છે, શાંતમૂર્તિ છે, ધર્મપરાયણ છે, દાનશીલ છે, વગેરે વગેરે ઘણા ગુણો એનામાં છે. એના પ્રત્યેક જુદા જુદા ગુણનું અલગ અલગ દર્શન થવાથી આ નિર્ણય બાંધી શકાય છે. પરંતુ તેથી, આ નિર્ણયને આપણે અનેકાંતાત્મક નહિ કહી શકીએ. એ દરેક ગુણોનો વિચાર કરતી વખતે, દૃષ્ટિ અને સમજણ, તે તે એક જ ગુણ પુરતી મર્યાદિત રહેતી હોવાથી, એ બધા ગુણોનો સરવાળો કરો ત્યારે પણ, એ નિર્ણય એકાંતિક જ રહે છે. પરંતુ જયારે એ બધા ગુણોની વિરુદ્ધના અવગુણો પણ એ માણસમાં છે એ વાત આપણે પુરવાર કરવાની હોય અને ગુણો તથા અવગુણોના પરસ્પર વિરોધી ધર્મોનું એક સાથે કથન Page #79 -------------------------------------------------------------------------- ________________ મેં પસંદગ કરવાનું હોય ત્યારે તે અનેકાંત દ્વારા જ સાબિત કરી શકાય. આ ઉપરથી એ સ્પષ્ટ સમજાશે કે પરસ્પર વિરોધી એવી બાબતો એક જ વસ્તુમાં છે એ વાત જ્યારે પુરવાર કરવાની હોય, શોધી કાઢવાની હોય, સમજવાની હોય ત્યારે જ અનેકાંતવાદની આવશ્યકતા ઉત્પન્ન થાય છે. વધારે સ્પષ્ટ વાત એ ફલિત થાય છે કે અનેકાંતવાદનો આશ્રય આપણે ન લઇએ, તો પછી, સાચા નિર્ણય ઉપર આપણે પહોંચી શકીએ જ નહિ. અનેકાંત અને સ્યાદ્વાદ વગ આટલા સંક્ષિપ્ત વિવરણ પછી અનેકાંતવાદની એક ટૂંકી વ્યાખ્યા જો આપણે કરવી હોય તો એમ કહી શકીશું કે : “એક જ વસ્તુમાં રહેલાં પરસ્પર વિરોધી ગુણધર્મો અને તત્ત્વોને ખુલ્લા કરીને જે બતાવી શકે તે અનેકાંતવાદ. એથી વિપરીત, કોઇપણ વસ્તુનો નિર્ણય કરવામાં અનેકાંતવાદનો આશ્રય ન લેવામાં આવે તો, તે અંગેનો તેવો નિર્ણય સાચો હોઇ શકે જ નહિ.’’ અનેકાંતવાદ વિષે આટલી સ્પષ્ટ સમજણ લઇને હવે આપણે ‘સ્યાદ્વાદ’ની વિચારણા પર આવીએ તે પહેલા એક ખુલાસો કરવાની જરૂર છે કે આ પ્રકરણમાં કેટલીક બાબતો એકથી વધારે વખત કહેવામાં આવી હોવાથી પુનરુકિત દોષ જેવું જણાશે ખરૂં; પરંતુ વિષયની સમજણ વધારે સ્પષ્ટ થાય અને એ સમજણ બરાબર મનમાં ઉતરે એ હેતુથી, ઇરાદાપૂર્વક એમ કરવામાં આવ્યું છે. હવે આગળ ચાલીએ. Page #80 -------------------------------------------------------------------------- ________________ આ સ્યાદ્વાદ સ્યાદ્વાદ અનેકાંતવાદ વિષે પાછળનાં પાનાંઓમાં જે લેખાઇ ગયું છે, તે વાંચ્યા અને વિચાર્યા પછી આ અપ્રતિમ તત્ત્વજ્ઞાન વિષેની પ્રાથમિક સમજણ આપણામાં ઠીક ઠીક આવી ગઈ છે, એવું માનવામાં હવે વાંધો નથી. આપણે એટલું તો હવે બરાબર સમજી ગયા છીએ કે પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એવા અનંત ગુણધર્મોથી ભરેલી છે. વળી એ પણ સમજાઈ ગયું છે કે પરસ્પર વિરોધી જણાતા આવા તત્ત્વોને અનેકાંત દષ્ટિથી જોવાથી જ તેની સમજ પડે છે. આ સમજણ આપણને બરાબર પડે તથા એનું સ્પષ્ટ દર્શન આપણને થાય તેવું કોઈ ગણિત કે પદ્ધતિ જો આપણી સમક્ષ હોય, તો તે આપણને ખૂબ ઉપયોગી થઇ પડે. આ માટે, જૈન દાર્શનિકોએ “સ્યાદ્વાદ' નામથી ઓળખાતી પદ્ધતિ બતાવી છે. અનેકાંત દષ્ટિથી એ નક્કી થયું છે કે પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એવા ગુણધર્મોથી યુક્ત હોય છે. આ બાબતને યુક્તિયુક્ત અને સતર્ક (Logically) રજુ કરવા માટે જે રીતે જોઇએ તે રીત, તે પદ્ધતિ, યાદ્વાદ બતાવે છે. સ્યાદ્વાદ', અનેકાંતવાદ અથવા અપેક્ષાવાદ (સાપેક્ષવાદ) નામથી પણ ઓળખવામાં આવે છે. અનેકાંતવાદ અને સ્યાદ્વાદ સામાન્ય દૃષ્ટિથી લગભગ એક જેવા લાગે છે, પરંતુ એ બંનેને આપણે સ્પષ્ટ સમજીએ તો જણાશે કે “અનેકાંતવાદના તત્ત્વજ્ઞાનની રજુઆત કરવા માટેની ‘સાદૂવાદ એક પદ્ધતિ છે. અનેકાંત તથા સ્યાદ્વાદનો સંબંધ વાચ્ય-વાચક જેવો અથવા “સાધ્ય-સાધક' જેવો પણ ઘટાવવામાં આવે છે. અહીં આપણે જો ઉપમા આપવા બેસીએ તો અનેકાંતને સુવર્ણની અને સાદુવાદને કસોટીની, અથવા અનેકાંતને એક કિલ્લાની અને સ્યાદ્વાદને એ કિલ્લા તરફ દોરી જતા વિવિધ માર્ગો બતાવતા નકશાની સાથે સરખાવી શકાય. પરંતુ, અહીં એક વસ્તુ સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ અનેકાંતવાદ અને સ્યાદ્વાદ, એક જ તત્ત્વવિજ્ઞાનના અંગ હોઈ વસ્તુતઃ બંને એક જ છે. સ્યાદ્વાદ' શબ્દમાં ‘સ્યાત્’ અને ‘વાદ' એવા બે શબ્દો ભેગા મળેલા છે. આ 'ચાતુ' શબ્દનો અર્થ આપણે બરાબર સમજી લઇએ. આગળ જ્યારે સપ્તભંગી અંગેનું નિરૂપણ આવશે ત્યારે તેમાં પણ આ ‘સ્યાત’ શબ્દને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો આપણે જોઇશું. એટલા માટે, આ શબ્દનો અર્થ આપણે પ્રથમથી જ Page #81 -------------------------------------------------------------------------- ________________ મહા પ૮ મી અનેમંત અને સ્યાદ્વાદ મને બરાબર સમજી લઈએ. એના અર્થનો સ્પષ્ટ ખ્યાલ આપણને આવી જાય એ ખૂબ જ મહત્ત્વનું અને આવશ્યક છે. ‘સ્વાત’ શબ્દનો, શબ્દકોષ મુજબનો સંક્ષિપ્ત અર્થ “કથંચિત્ એવો થાય છે, આ શબ્દનો વિસ્તૃત અર્થ, “કોઈ એક પ્રકારે’ - In some respect - એવો થાય છે. આમાં જે પ્રકાર” શબ્દ છે તે કોઈ એક અવસ્થા, સ્થિતિ કે સંયોગ દર્શાવે છે. આ “ચા” શબ્દનો અર્થ સમજવામાં ઘણા લોકો ગોથા ખાઈ જાય છે. કોઈ એનો અર્થ “સંશય કરે છે, તો વળી કોઈ એનો અર્થ “સંભવિતતા” એવો કરે છે. કોઈ વળી એનો “કદાચિત” એવો અર્થ કરે છે. આ બધા અર્થો ખોટા છે. જૈન દર્શનનો વિરોધ કરનારાઓ આવા અવળા અર્થો કાઢીને એ મહાન્ તત્ત્વજ્ઞાનની યથાર્થતા વિષે સંભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ કોઈ ઓછી સમજણને કારણે યા તેમાં ઊંડા ઉતરવાની અશક્તિ કે: અનિચ્છાને કારણે આવા ખોટા અર્થ કરીને બેસી જાય છે. જૈન તત્ત્વવેત્તાઓએ જે અર્થમાં આ શબ્દનો પ્રયોગ કર્યો છે, તે સમજવા માટે તેમાં ઊંડા ઉતરવાની દરકારી ન રાખનારાઓ પણ એ શબ્દથી ગુંચવણ અનુભવે છે. સમજવા માગતા નથી એવા લોકો પોતે કરેલા અર્થને વળગી રહે છે. પરિણામે નુકશાન તો તેમને જ થાય છે; કેમકે, આત્મવિકાસના એક અનોખા અને જેને “એક માત્ર કહી શકાય તેવા સબળ અને સુંદર સાધનથી તેઓ પોતે જ વંચિત રહી જાય છે. જેઓ સમજવા લાગે છે તેમને તો સ્યાદ્વાદ બરાબર સમજાય જ છે. ઘણા જૈનેત્તર વિદ્વાનોએ જ્યારે તટસ્થ ભાવે જૈન તત્ત્વજ્ઞાનનું અવલોકન કર્યું છે, ત્યારે તેમણે એની મહત્તા સ્વીકારી જ છે. ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન સ્વ. પ્રોફેસર આનંદશંકર ધ્રુવ સાહેબે પોતાના એક વખતના વ્યાખ્યાનમાં આાવાદ સિદ્ધાંત વિષેનો તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેઓશ્રીએ કહ્યું હતું કે : સ્યાદ્વાદ, એકીકરણનું દૃષ્ટિબિંદુ અમારી સામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતો નથી. એ નિશ્ચય છે કે વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિ. આ માટે સ્વાવાદ ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાંતમાં બતાવેલા સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે, એ હું માનતો નથી. સ્યાદ્વાદ સંશયવાદ નથી, કિંતુ તે એક દષ્ટિબિંદુ અમને મેળવી આપે છે. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઇએ, એ અમને શિખવે છે.” સ્વર્ગસ્થ શ્રી ધ્રુવ સાહેબની જેમ બીજા પણ ઘણા વિદ્વાનોએ, જેમાં પશ્ચિમના વિદ્વાનો પણ આવી જાય છે તેમણે આવો જ સારો અભિપ્રાય સ્યાદ્વાદ માટે વ્યક્ત Page #82 -------------------------------------------------------------------------- ________________ આમ, સ્યાદ્વાદ ૫૯ કર્યો છે. જૈન તત્ત્વવેત્તાઓએ ‘ચાતુ' શબ્દને જે અર્થમાં વાપર્યો છે તે અર્થની યથાર્થ સમજણ જેમને પડી જાય છે તેમના મનમાં પછી કશો સંભ્રમ રહેતો નથી. એ શબ્દમાં જે અર્થ છે તેને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની કોઈ એક નિશ્ચિત સ્થિતિની સાથે જોડીને કરવામાં આવ્યો છે. એટલે, આ “સાતુ' શબ્દનો અર્થ “કદાચ', સંભવતઃ” કે “શંકાયુક્ત” (સંદેહ પ્રધાન) નહિ, પણ “નિશ્ચિત” એવો થાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ આ “સાત” શબ્દ એક નિશ્ચિત સ્થિતિ અથવા અવસ્થા સૂચવે છે. સપ્તભંગીમાં આ “ચાત્' શબ્દની સાથે - “એવ' શબ્દનો જે પ્રયોગ કરવામાં આવે છે, તે એના ચોક્કસ (નિશ્ચિત) પ્રકારનું સ્પષ્ટ સૂચન કરવા માટે જ કરવામાં આવે છે. આથી એ સ્પષ્ટ થયું કે આ “સાદૂવાદ એ કોઈ “સંભવવાદ કે “સંદેહવાદ નથી, એ એક નિશ્ચિતવાદ છે. - અહીં સ્વાભાવિક રીતે જ કોઈ એવો પ્રશ્ન કરશે કે જો આ એક નિશ્ચિતવાદ હોય, કોઈ એક પ્રકારે (કથંચિત) નિશ્ચિત સ્થિતિનું જ દર્શન કરાવતો હોય, તો પછી “સ્માત” શબ્દ લગાડવાની જરૂર જ શું હતી? એને “સ્યાદ્વાદ' ને બદલે “નિશ્ચિતવાદ' એવું નામ શા માટે ન આપ્યું? આ પ્રશ્ન સહેતુક છે. ‘સ્યાત” શબ્દને બદલે “નિશ્ચિત’ શબ્દ કેમ ન વાપર્યો? પરંતુ જૈન દાર્શનિકોએ રજુ કરેલા આ તત્ત્વજ્ઞાનની ખૂબી એ ચાતું' શબ્દના પ્રયોગમાં જ છે એ એક વિશિષ્ટતા છે. ચોક્કસ હેતુપૂર્વક એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉપયોગ કરવા ખાતર નહિ, પણ, અત્યંત આવશ્યક હોવાથી જ એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ શબ્દનો ઉપયોગ જો ન કર્યો હોય, તો, ગંજીપાના મહેલની માફક અનેકાંતવાદના તત્ત્વજ્ઞાનની આખીયે ઈમારત કકડભૂસ થઈને જમીનદોસ્ત થઈ જાય. ' ': એક નાનું સરખું દષ્ટાંત લઇએ. ભારતના વિખ્યાત ક્રિકેટર શ્રી જશુ પટેલને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ સામેની કનપુર ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં સુંદર બોલિંગ કરીને ભારતીય ટીમને વિજય અપાવવાના તેમના કાર્યથી રાજી થઈને તેમની કદર કરવા માટે ભારત સરકારે ‘પદ્મશ્રી' એવો ઈલ્કાબ આપ્યો છે. બીજા કોઈ બોલરને સરકાર તરફથી આવું માન મળ્યું નથી. સરકારના આ કાર્યથી એવો નિર્ણય જો કોઈ કરે કે “શ્રી. જશુ પટેલ, ભારતના સર્વશ્રેષ્ઠ બોલર છે તો તે નિર્ણય કેવો કહેવાય ? કાનપુરમાં તેમણે જે સુંદર બોલીંગ કરી તેવી જ શ્રેષ્ઠ બોલીંગ દરેક મેદાનમાં કરવાનું તેમના માટે કે તેમની જગ્યાએ બીજા કોઈ બોલર માટે શક્ય નથી. બીજે સ્થળે સારી બોલીંગ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અનેકાંત અને સ્યાદ્વાદશકિ કરનારા બીજા બોલરો પણ હતા, આમ છતાં ભારત સરકારે તેમની જે કદર કરી તેનો વિચાર કરશું તો જણાશે કે, ફક્ત સારી બોલીગ કરી છે તે કારણે જ તેમને ચંદ્રક અપાયો નથી; એ સ્થળે તેમની બોલીંગને કારણે ભારતીય ટીમને જે વિજય . પ્રાપ્ત થયો, તે વિજયને અનુલક્ષીને તેમને ‘પદ્મશ્રી'નો ઇલ્કાબ અપાયો છે. આ વસ્તુ સ્પષ્ટ કરે છે કે, તેમને મળેલું માન પેલા વિજયની અપેક્ષાએ - ‘સ્યાત્ હતું અને તેમણે કરેલી અદ્ભુત બોલીંગ કાનપુરના મેદાનની તથા તે સ્થળે તે વખતે રમાયેલી ટેસ્ટ મેચની અપેક્ષાએ ‘સ્યા+સુંદર’ હતી. આ દૃષ્ટાંત પરથી સ્પષ્ટ થશે કે શ્રી જશુ પટેલની કાનપુરમાંની બોલીંગ તથા તેમને મળેલા માન અંગે આપણે જો કોઇ નિશ્ચિત કથન કરવું હોય તો ‘સ્યાત્ શબ્દનો પ્રયોગ કરવો જ પડશે. એ શબ્દનો પ્રયોગ કર્યા વિના', શ્રી જશુ પટેલને સુંદર બોલીંગ કરવા બદલ ભારત સરકારે ‘પદ્મશ્રી’નો ઇલ્કાબ આપ્યો’ એવું સીધું: સાદું વાક્ય જો વાપરવામાં આવે તો એ વાત અધુરી ગણાય અને વિવાદાસ્પદ બની જાય. ‘સ્યાત્’ શબ્દની મહત્તા તથા આવશ્યક્તા ઉપરના દષ્ટાંતથી બરાબર સમજાશે. ચાલો ત્યારે, એ શબ્દને અને એના અર્થને આપણે બરાબર સમજી લઇએ. સૌથી પ્રથમ આપણે પેલી એક હકીકત ફરીથી યાદ કરીએ. ‘પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એવા અનેકગુણધર્મોથી યુક્ત છે.' આમ જો ન હોય તો ‘સ્યાત્ શબ્દની જરૂર ન પડત, એ એમજ છે, એટલે ‘સ્યાત્’ શબ્દ આવશ્યક અને અનિવાર્ય બની જાય છે. એ હકીકતને બરાબર સમજવા કે સમજવામાં ‘સ્યાત્’ શબ્દનો પ્રયોગ ન કરવામાં આવે તો એના વિનાનું કોઇ પણ કથન અસત્ય બની જાય. આને વિશેષ સમજવા માટે સપ્તભંગીનું એક પદ આપણે લઇએ. . સ્થાવત્ત્વવ યાત્+અસ્તિ+એવ= ‘કંથંચિત છે જ.’ આ પદમાં આપણે ‘પેન્સીલ’ શબ્દ ઉમેરીએ. એટલે એ પદનો અર્થ એવો થશે કે ‘કચિત્ પેન્સીલ છે જ.' આ વાત કરતી વખતે એક સ્પષ્ટ સમજણ લઇને આપણે ચાલીએ. આ બધું લખતી વખતે મારા ઘરમાં એક ખૂણામાં મૂકાયેલા ટેબલ ઉપર પડેલા કાગળ ઉપર ફરતી, મારા હાથના પંજાની આંગળીઓ વચ્ચે પકડાયેલી, આ પેન્સીલ છે. વળી આ પેન્સીલ સારી જાતના લાકડાની બનાવેલી છે અને હું લખું છું ત્યારે બપોરના ત્રણ વાગ્યા છે. આ પેન્સીલમાં લાકડું તે દ્રવ્ય, મારા હથનાં આંગળાં તે ક્ષેત્ર, બપોરના ત્રણ વાગ્યાનો ટાઇમ તે કાળ અને સારી જાત તે ભાવ થયો, આ સમજી રાખજો : Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ ૬૧ હવે, હું ફક્ત એટલું જ બોલું કે, ‘પેન્સીલ છે’ તો મારી બાજુમાં બેઠેલા મારા વિદ્વાન મિત્ર વિનુભાઇ તરત જ બોલી ઉઠશે કે ‘પેનસીલ નથી’. હું એમના સામે જોઇશ-એટલે પાછા તડાક દઇને તેઓ કહેશે કે ‘તમારા હાથમાં પેન્સીલ ભલે રહી, મારા હાથમાં નથી.’ એમની વાતને ખોટી કહી શકાશે? નહિ જ. ત્યારે શું મેં જે કથન કર્યું તે ખોટું હતું? ના, એ પણ સાચું હતું. આ પેન્સીલની વાત કરવા જતાં ફડાક લેતાં બે પરસ્પર વિરોધી કથન આવી પડ્યા. ૧. પેન્સીલ છે. ૨. પેન્સીલ નથી. અહીં પેન્સીલ છે એમ કહેવામાં હું સાચો છું અને પેન્સીલ નથી એમ કહેવામાં મારા મિત્ર વિનુભાઇ પણ સાચા છે. પરંતુ અપેક્ષાથી એ બંને વાતો ખોટી પણ ઠરે છે. એટલે, ‘સ્યાત્’ શબ્દની પ્રયોગની આવશ્યક્તા અહીં ઉભી થાય છે. એક તરફથી પેન્સીલ છે એ હકીકત છે. બીજી તરફથી પેન્સીલ નથી એ પણ હકીકત છે. ‘પેન્સીલ છે.’ એમ જ્યારે હું કહું છું ત્યારે મારા પુરતી એ વાત સત્ય હોવા છતાં, મારા મિત્રને લાગેવળગે છે ત્યાં સુધી એ કથન અસત્ય બની જાય છે. અહીં ‘સ્યાત્’ શબ્દનો ઉપયોગ કરીશું તો એ એક નિશ્ચિત વાત બની જશે. પછી એમાં વાંધો કે વિવાદ ઉઠાવવાનું કોઇને રહેશે નહિ. એ શબ્દનો ઉપયોગ કરવાથી એવું નિશ્ચિત સૂચન થશે કે ‘મારા હાથની અપેક્ષાએ પેન્સીલ છે જ.' મારા મિત્ર વિનુભાઇ પણ જ્યારે ‘સ્યાત્’ શબ્દનો પ્રયોગ કરશે ત્યારે ‘તેમના હાથની અપેક્ષાએ પેન્સીલ નથી જ.’ એવી સ્પષ્ટ વાત તેથી ફલિત થશે. અહીં, આ ‘યાત્’ શબ્દ આવીને એક વિશિષ્ટ પ્રકારની ચોક્કસ સ્થિતિનું નિરૂપણ કર્યું. જે મારી પાસે છે તે બીજા પાસે નથી અને મારી પાસે નથી તે બીજા પાસે છે, એ વાતનો સ્પષ્ટ ખ્યાલ મને, મારા મિત્રને અને એ સાંભળનાર સૌને આપવા માટે આ ‘સ્યાત્’ શબ્દ અહીં આવ્યો છે. એનો વિશેષ સ્પષ્ટ અર્થ એ થાય છે જ્યારે ‘સ્યાદરિત’ એવો શબ્દ આપણે બોલીએ છીએ, ત્યારે, ‘એ પેન્સીલ મારી પાસે છે એવી નિશ્ચિત વાત કહેવા ઉપરાંત, એ પેન્સીલ મારા હાથમાં છે જ, પેલા મિત્રના હાથમાં નથી એ વાતનું એક પરોક્ષપણે સ્પષ્ટ સૂચન પણ એ કરાવે છે. એમ જ્યારે અહીં કહેવાય છે ત્યારે ‘કથંચિત્-અમુક અપેક્ષાએ હોવાનું કહેવાય છે.’ આથી સ્પષ્ટ સમજાશે કે આ ‘સ્યા' શબ્દ, કોઇ એક વસ્તુની કોઇ એક સ્થિતિને સ્પષ્ટપણે દર્શાવે છે. એ વસ્તુની એ ચોક્કસ સ્થિતિ પુરતો એનો અર્થ સ્પષ્ટ અને નિશ્ચિત છે. પરંતુ એ સ્થિતિની એ ચોક્કસ સ્થિતિનો વિચાર કરતી વખતે, એની બીજી સ્થિતિઓ, બીજી અવસ્થાઓ અને બીજા સ્વરૂપો પણ હોય છે એ વાતનું સ્પષ્ટ સૂચન પણ કરાવવું આવશ્યક હોવાથી જ એ ‘સ્યાત્’ શબ્દ વપરાયો Page #85 -------------------------------------------------------------------------- ________________ મા દર પ અનેકાંત અને સ્યાદ્વાદ છે. આ “સ્યા’ શબ્દનો પ્રયોગ અહીં જો ન કર્યો હોત, તો પછી, એમાંથી એટલે એ શબ્દ વિના નિષ્પન્ન થનારો નિર્ણય અનેકાંતાત્મકને બદલે એકાંતાત્મક બની જાય. પછી, આપણે પણ એ વસ્તુની બીજી કોઈ અવસ્થાનો વિચાર કરવાનું માંડી વાળીએ. એને પરિણામે, એક તરફથી આપણો નિર્ણય એકાંતાત્મક (એકાંતિક) અને ખોટો બની જાય તથા બીજી તરફથી વસ્તુની બીજી અવસ્થાઓ કે સ્વરૂપો વિષે વિશેષ જ્ઞાન મેળવવાથી આપણે વંચિત રહી જઇએ. આથી સ્પષ્ટ સમજાશે કે આ “ચાત' શબ્દ નિરર્થક કે સંદેહવાચક નથી પણ સ્પષ્ટ, સંગીન અને નક્કર છે. કોઇપણ વસ્તુનો નિર્ણય કરતી વખતે, દ્રવ્ય (Substance) ક્ષેત્ર (Place), કાળ (Time) અને ભાવ (Quality), એ ચાર બાબતોને આપણે લક્ષ્યમાં લેવી જ પડે છે. આપણી વિચારસરણી જો આ ચાર શરતો (Conditions) ને આધીન ન હોય તો પછી, આપણા નિર્ણયો (Conclusions) પણ, પેલી જ્ઞાનગમ્મતવાળી વાત પુરી એક અંધેરીને મૂર્ખ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા'-માં જે પરિસ્થિતિ દેખાય છે, તેના જેવી જ સ્થિતિવાળા બની જાય. એટલે, આ “ચાત્' શબ્દ, જુદા જુદા અંતનો, અનેકાંતનો સૂચક છે અને આખાય તત્ત્વજ્ઞાનનું તે હાર્દ છે એ વાત આપણે બરાબર સમજી લેવી પડશે. એ શબ્દને આપણે જો છોડી દઈએ તો પછી, આપણી વિચારણા એક જ અંશ પુરતી, વસ્તુની એક જ અવસ્થા પુરતી, મર્યાદિત બની જાય. અનેકાંતવાદને યાદ્વાદ નામથી પણ ઓળખવામાં આવે છે એનું આ એક ખાસ કારણ છે. એ શબ્દને છોડી દઈને આપણે ચાલીએ, તો પછી, ઘોર અરણ્યમાં ભટક્યા કરનાર અંધ પ્રવાસી જેવી આપણી હાલત થઈ જાય. એમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને પછી કદી ન જડે. સ્યા' શબ્દના પ્રયોગની સંપૂર્ણ ઉપયોગિતા હવે ખ્યાલમાં આવી ? ' જુદા જુદા ખંડો અને ઉપખંડોમાં વસતા મનુષ્યોની ચામડીના રંગનો આપણે વિચાર કરીએ. ભારતમાં ઘઉં વર્ણ, ચીનમાં પીળો, આફ્રિકામાં કાળો, યુરોપઅમેરિકામાં ગૌર વર્ણ અને અમેરિકાના મૂળ વતનીઓની ચામડીનો રંગ રાતોએમ પાંચ મુખ્ય રંગની ચામડીવાળા મનુષ્યો આ વિશ્વમાં વસે છે. માણસની ચામડીનો રંગ કેવો છે?” આ પ્રશ્નનો જવાબ આપણે શું આપીશું? આ પાંચે રંગો મનુષ્યના જ હોવા છતાં, ક્ષેત્રભેદે પાંચ રંગો જુદા છે. આપણે જ્યારે ઘઉંવર્ણ એમ કહીશું ત્યારે ભારતમાં વસતા માણસો પુરતી એ વાત સાચી અને નિશ્ચિત છે; પરંતુ, આફ્રિકાના વતની મનુષ્યો માટે એ વાત ખોટી છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ માં સ્વાદ્વાદ મમતા ૬૩ આફ્રિકાના મૂળ વતનીની ચામડીનો રંગ કાળો છે, એમ કહેવામાં કોઈ સંભવ કે સંદેહ નથી. આપણે જ્યારે ત્યાંના વતની મનુષ્ય માટે સાત+શ્યામ એવા બે શબ્દોને ભેગા કરીને જવાબ આપીશું ત્યારે પેલો સ્યાત્ શબ્દ શ્યામ રંગ બાબતમાં કોઈ સંદેહ કે અનિશ્ચિતતા ઉભી કરતો નથી. કાળો રંગ એ તો એક નિશ્ચિત વાત તેમાં છે જ પણ તેની સાથે જ “ચા” શબ્દ ક્ષેત્રની અપેક્ષાને અને અન્ય ક્ષેત્રોમાં કાળા રંગ સિવાયના બીજા રંગની ચામડી ધરાવતા લોકોનું અસ્તિત્વ પણ અન્યત્ર છે એ બંને વાતો નિશ્ચિતપણે કહી જાય છે. આ દૃષ્ટાંતથી વિશેષ સ્પષ્ટ થશે કે ચા” શબ્દના પ્રયોગમાં કોઇ સંભવિતતા કે સંદિગ્ધતા નથી પણ નિશ્ચયાત્મકતા છે. - એક બીજું દૃષ્ટાંત લઈએ. એક જ ગૃહસ્થીની વાત કરીએ. ““અવંતિકાપ્રસાદ ભાઇને કીર્તિનો ભારે મોટો મોહ છે. કીર્તિ પ્રાપ્ત કરવાના હેતુથી ઉદાર હાથે ધનનો વ્યય એ ભાઈ કરે છે. પરંતુ, જ્યાં કીર્તિ મળવાની ન હોય ત્યાં, દાખલા તરીકે કોઇ ભિક્ષુકને, એકાદી કાણી કોડી પણ તેઓ આપતા નથી; ઉપરથી ધમકાવે છે. પોતાની અંગત જરૂરિયાતોના ક્ષેત્રમાં એ ભાઈ ખૂબ જ કંજુસ છે. ઘરમાં દિવાસળીની કાંડીઓનો પણ હિસાબ ગણે છે.” - અવંતિકા પ્રસાદ ભાઈના ઉપર દોરેલા શબ્દચિત્રથી એ ફલિત થયું કે તેમનામાં ઉદારતા અને કંજુસાઈ એવા બે પરસ્પર વિરોધી ગુણો વિદ્યમાન છે. એ બંને એમનામાં એકીસાથે જ રહે છે. એમના સ્વભાવનું વર્ણન કરવાનો પ્રસંગ આપણી સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે આપણે તે શી રીતે કરીશું? '. “અવંતિકાપ્રસાદભાઈ, ઉદાર છે, ઉદાર નથી. કંજુસ છે, કંજુસ નથી.” આ ચાર વિધાન થયા. એ ચારે વાક્યો આપણે એક સાથે બોલીશું? આમ જોવા જાઓ તો એ ચારે વાતો સાચી છે. બીજી બાજુથી એ ચારે વાતો ખોટી પણ છે. એમાંને કોઈ પણ એક વાક્યનો સ્વતંત્ર ઉચ્ચાર કરીશું તો વાત સાચી પણ ગણાશે અને ખોટી પણ ગણાશે. - તો પછી, એમાંની કોઇપણ એક વાતને નિશ્ચિત અને અસંદિગ્ધ પણ રજુ કરવી હોય તો આપણે શું કરીશું? અહીં, પેલો સ્યાત શબ્દ આપણી મદદે આવશે. કથંચિત ઉદાર છે.” એવો જવાબ આપણે આપી દઈશું, તો, “કીર્તિ મેળવી આપનારા ક્ષેત્રમાં એ ભાઈ ચોક્કસ ઉદાર છે.” એવી એક નિશ્ચિત વાત મુખ્ય ભાવે કરવા ઉપરાંત, તે સિવાયના બીજા ક્ષેત્રમાં એ ભાઈ ઉદાર નથી એવી એક બીજી નિશ્ચિત વાત પણ ગૌણ ભાવે આપણે સમજાવી દઈશું. * આ છે સ્યાત્ શબ્દની ખુબી. ખૂબ શાંતિ, ચીવટ અને બારીકાઇથી આ વાતને સમજવા જેવી છે. કોઈ કહેશે કે અવંતિકાપ્રસાદભાઈની ઉદારતા અને કંજુસાઈનો Page #87 -------------------------------------------------------------------------- ________________ ના ૬૪ મામા અનેકાંત અને સ્વાદ્વાદ પ્રમાણ સમન્વય કરીને એક સમાધાનકારક માર્ગ તમે શોધી કાઢ્યો. ના, ના, ના. જો જો એવું ઉધું સમજતા! સ્યાદ્વાદને બરાબર નહિ સમજેલા ઘણા એને “સમન્વય” અથવા સમાધાનકારક' માર્ગ, (Combination or compromising formula) કહે છે, માને છે. આ વાત ખોટી છે. પહેલાં તો એ સમજી લો કે સમન્વય, સમાન વસ્તુઓનો-ગુણોનો-થાય છે. પરસ્પર વિરોધી હોય એવી બાબતોનો સમન્વય થતો. નથી. વળી આમાં કોઈ સમાધાન પણ નથી. કોઇપણ પ્રકારની તડજોડ કરીનેં, આમથી કે તેમથી કશીક છૂટ મૂકીને ઉભો કરેલો સમાધાનનો માર્ગ આ નથી. એ તો એક સ્પષ્ટ અને કોઈ પણ જાતના ગુંચવાડા વગરની વાત છે. એથી વિશેષ, બધા જ ગુંચવાડાઓને દૂર કરવાની આ રીત છે. આ એક નિર્ભેળ સત્યનો માર્ગ છે. એમાં અયુક્ત કે અસત્ય સાથેનું સમાધાન કે સમૂહીકરણ નથી. સમાધાનમાં તો તડજોડ ને બાંધછોડ કરવી પડે છે; કંઈક જતું કરવું પડે છે. સમાધાન કદી પણ પૂર્ણ ન્યાયયુક્ત, તદન વ્યાજબી કે તર્કવાદ હોતું જ નથી. એવું જો હોત તો એને માટે “સમાધાન” શબ્દ વાપરવાને બદલે “અદલ ઈન્સાફ’ . શબ્દ વપરાયેલો હોત. એ બરાબર સમજી લો કે “સ્યાદ્વાદ' એ એક તટસ્થતાવાદનો અથવા નિષ્પક્ષતાવાદનો સિદ્ધાંત છે. સત્ય અને અસત્ય તરફ એ સમાનભાવે જોતો નથી. કોઈ એક તરફ પ્રીતિ કે કોઈ બીજા પ્રત્યે દ્વેષ પણ એ રાખતો નથી. એનો પક્ષપાતા ફક્ત નિર્ભેળ ન્યાય તરફ જ હોય છે. અસત્ય અને અન્યાયનો એ પ્રખર વિરોધી છે. સ્યાદ્વાદની દૃષ્ટિથી અસત્ય એ એકાંત છે. સત્યને તે અનેકાંત માને છે. સમન્વય કે સમાધાનમાં ન્યાયયુક્ત કે યુક્તિયુક્ત (Logical) તત્ત્વનો અભાવ હોય છે. જયારે સ્યાદ્વાદમાં તો સુતર્ક (Substancial) ભારોભાર છે. કોઈ એકના ભોગે બીજાને ખાટી જવાની વાત નથી. બીજા માટે કંઈ ભોગ આપવાનું કે જતું કરવાપણું તેમાં નથી. પેલા ગૃહસ્થની ઉદારતા બતાવવા માટે સ્યાદ્વાદી જ્યારે ‘સ્માત’ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે એમની ઉદારતાના વખાણ એમની કંજુસાઈના ભોગે તે નથી કરતો. એવી જ રીતે, બીજી બાજુથી, એ સ્યાત શબ્દના પ્રયોગ સાથે એમની અનુદારતાની વાત જયારે સ્યાદ્વાદી કરશે, ત્યારે એમની ઉદારતાને અવગણીને તે નહિ કરે. એની વાતમાં રાગ, દ્વેષ કે પક્ષપાત નહિ આવે. પરંતુ, એક વસ્તુનું દર્શન જે સ્વરૂપે એ કરે છે, તેનું વર્ણન, એ વસ્તુના બીજા સ્વરૂપને સંદર્ભમાં રાખીને તે કરશે. ' એટલે, એક બીજી વાત અહીં સ્પષ્ટ થશે કે સ્યાદ્વાદ, કોઈ એક જ દૃષ્ટિબિંદુનું Page #88 -------------------------------------------------------------------------- ________________ (view point)નું નિદર્શન નથી કરતો. એ તો અનંત દષ્ટિબિંદુઓનો એક નિષ્પક્ષ અને તટસ્થ “સંગ્રાહક' છે. આગળ ઉપર સાત નયની જે વાત આપણે કરવાના છીએ એ નય (Knowledge) તો, સ્યાદ્વાદના વિરાટ સ્વરૂપનો એક અંશ માત્ર છે. એટલા માટે જ સ્યાદ્વાદને “સિંધુ' અને નયને ‘બિંદુ’ એવી ઉપમા આપવામાં આવી છે. એવા અનેક ‘નયબિંદુ’ (Reservoirs) મળીને એક “યાદ્વાદ સિંધુ' (Ocean) બને છે. “એને ઘણાં બિંદુઓનો સમન્વય કેમ ન કહેવાય ?' આ પ્રશ્ન વળી પાછો પૂછાશે. આ સમન્વય શબ્દનો ઉપયોગ કેવી રીતે થાય છે એ ઉપર સંક્ષિપ્તમાં કહેવાઈ ગયું છે. એ વાત જરા વિગતમાં સમજી લો. “પુણ્યશાળી, ભાગ્યશાળી, ઉદારચરિત, ક્ષમાવાને, સંયમી વગેરે સમાન કક્ષાના ગુણો જયારે ભેગા થાય ત્યારે એને સમન્વય શબ્દ વાપરવામાં આવે છે. પાપી, દુરાચારી, વ્યભિચારી, ક્રોધી, શરાબી, ચોર વગેરે સમાન કક્ષાના અવગુણો ભેગા થયા હોય તો એને પણ “સમન્વય” કહી શકાય. ભિન્ન ભિન્ન ભાવ દર્શાવતા એક જ કક્ષાના ગુણો કે અવગુણોનો અલગ અલગ સમન્વય કરી શકાય. પરંતુ, પરસ્પર વિરોધી એવા ગુણો તથા અવગુણોનો (ભેગો) સમન્વય કરી શકાતો નથી. એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી એવા જે અનેક ગુણધર્મો જોવામાં આવે છે, જેને અનેકાંતવાદે બતાવ્યા છે, તે, બહારથી આવેલા કે લાવીને ભેગા કરેલા નહિ, પણ તે તે વસ્તુના પોતાના મૂળ અને અંતર્ગત સ્વભાવ સ્વરૂપે જ તેમાં વિદ્યમાન હોય છે. આ વાત જો બરાબર યાદ રહે, તો પછી, સમન્વય કે સમાધાનના સંભ્રમમાં આપણે નહિ પડીએ. આ વાત ફરીથી પુરવાર કરે છે કે સ્યાદ્વાદ કોઇ અઘરૂં, સંદિગ્ધ કે સંદેહવાહક નિહિ, પણ પૂર્ણ, સ્પષ્ટ, અસંદિગ્ધ અને નિશ્ચિત તત્ત્વજ્ઞાન છે. વસ્તુના પરસ્પર વિરોધી ગુણધર્મોને છુટા પાડીને બતાવનાર અનેકાંતવાદના તત્ત્વવિજ્ઞાનનું આ સ્યાદ્વાદ એક વિશિષ્ટ કોષ્ટક છે. એ ઇંદ્રિયગ્રાહ્ય નથી, મનોગ્રાહ્ય છે. આ બધી વાતો જો બરાબર સમજાઈ જાય તો પછી આપણે તુરત જ કહી દઈશું કે “સ્યા’ શબ્દના સમજણપૂર્વકના ઉપયોગથી ઉચ્ચારાયેલા પદો વાક્યો અને એની એ દૃષ્ટિથી મળતી સમજણ એ જ સાચું જ્ઞાન છે, સમ્યગું જ્ઞાન છે; એ સિવાયના બીજા જે કોઈ “જ્ઞાન” નામથી ઓળખાતા હોય તે મિથ્યાજ્ઞાન છે. - આ “ચા” શબ્દનો અર્થ, હવે આપણે બરાબર સમજી ગયા છીએ. એ અર્થ સમજ્યા પછી, “સ્યાદ્વાદ' શબ્દ વિષે પણ આપણને ઠીક ઠીક ખ્યાલ આવી ગયો Page #89 -------------------------------------------------------------------------- ________________ માં ૬૬ મહારાજના અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ હોવો જોઈએ. તત્ત્વજ્ઞાનની (વિચારની) ભૂમિકા પર આ યાત” સિવાયનું બીજું બધું જ અજ્ઞાન છે એ વાત પણ આથી આપણી સમજમાં આવી જશે. એવી જ રીતે ધર્મની (આચારની) ભૂમિકા ઉપર પણ સ્યાદ્વાદ એક અદ્ભુત આધાર છે. જગતની તમામ વિષમતાઓને દૂર કરવાની એક અદ્ભુત ચાવી (Master Key) એ આપણને આપે છે. જીવનવ્યવહારમાં આ સ્યાદ્વાદ આપણને કેવી રીતે મદદ કરે છે તે જોવાનું પણ ઘણું રસપ્રદ અને ઉપયોગી થઈ પડશે. એ વાત નિશ્ચિત છે કે રોજબરોજના જીવનમાં, સ્યાદ્વાદ, આપણને ખૂબ ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક છે. એટલે, જીવનની ઉપયોગીતાની ભૌતિક દૃષ્ટિથી એનો વિચાર કરવાનું આપણને સૌને ખૂબ ખૂબ ગમશે એ વિષે કંઈ શંકા નથી. ' એની વિચારણા કરીએ તે પહેલાં, પેલી ચાર અપેક્ષાઓ, પાંચ કારણો, સાત નય અને સપ્તભંગીને કંઈક સમજીને પછી આપણે જીવનમાંની સ્યાદ્વાદની રોજબરોજની ઉપયોગીતાની ચર્ચા કરીશું તો તે વધારે સરળતાથી, સુગમતાથી અને ઝડપથી સમજી શકાશે. હવે આપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની ચાર અપેક્ષાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. અપેક્ષા શબ્દને બદલે, આપણી અને સૌની સમજણમાં ઝટ ઉતરે તેવો ‘આધાર’ શબ્દ આપણે વાપરીશું. આ પ્રકરણમાં પણ જે કોઈ કોઈ વાતનો પુનઃ પુનઃ કહેવામાં આવી છે તેની પાછળનો આશય તે તે વાતોને આપણા મગજમાં બરાબર ઉતારવાનો હોઈ પુનરૂક્તિના દોષ માટે ક્ષમા માગીને હવે આપણે આગળ ચાલીએ. Page #90 -------------------------------------------------------------------------- ________________ એમ ચાર આધાર ના ચાર આધાર પાછળ જે ચાર અપેક્ષાઓની-આધારની વાત આપણે વારંવાર કરી છે. તે ચાર શબ્દો, “દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ” હવે આપણે માટે અપરિચિત રહ્યા નથી. હવે પછી બીજી જે વાતો આપણે કરવાની છે તેમાં પણ આ ચાર શબ્દો વારંવાર આવવાના છે. કોઈપણ વસ્તુ અંગે નિર્ણય કરવા માટેના અતિ આવશ્યક એવા આધારથંભ સમા આ ચાર શબ્દોને અને એની ઉપયોગીતાને હવે આપણે બરાબર સમજી લઈએ. એમાં પ્રથમ આધાર છે. દિવ્ય દ્રવ્ય એટલે “પદાર્થ'. અંગ્રેજીમાં એને Substance અથવા Matter કહે છે. આમાં શાનો શાનો સમાવેશ થાય છે, તે આપણે સમજી લઈએ. પદાર્થ શબ્દના સામાન્ય અર્થમાં આપણી સામે, ઘણા પદાર્થો ઘણી વસ્તુઓ, આપણે જોઈએ છીએ. પાર વગરની વસ્તુઓ આપણી ચારે તરફ પડેલી છે. એ બધી વસ્તુઓનું જે બાહ્ય સ્વરૂપ છે, તેને બાદ કરીને જે મૂળ દ્રવ્ય (Basic Material) રહે તેનો ‘દ્રવ્ય તરીકે અહીં ઉલ્લેખ છે. જે દ્રવ્યો અથવા પદાર્થો નિત્ય (Permanent) છે, અર્થાત્ વિવિધ અવસ્થાઓને વહન કરનારા છે. જુદા જુદા સ્વરૂપોમાં પણ જે મૂળ દ્રવ્ય તરીકે કાયમ રહેનારા છે, એને આપણે દ્રવ્ય માનવાના છે. સ્વરૂપ અવસ્થા પલટાવા છતાં તે મૂળ દ્રવ્ય, કાયમ રહે તે દ્રવ્ય. - ઠાખલા તરીકે અલંકારમાં સોનું, ફર્નીચરમાં લાકડું અને ઘડામાં માટી. પાછળ “પરિચય' પ્રકરણમાં જે છ દ્રવ્યો બતાવ્યા છે તેમાંના ‘કાળ દ્રવ્યનો આમાં સમાવેશ થતો નથી. કેમકે કાળ એક વિશિષ્ટ દ્રવ્ય છે. એ એક અવિભાજ્ય વસ્તુ છે. એના વિભાગ થઈ શકતા નથી. દિવસ, રાત, કલાક, મિનિટ, સેકંડ વગેરે જે ભાગ કાળના આપણે પાડેલા છે, એ બધા કાળના વિભાગ નથી. વ્યવહાર ચલાવવા માટે આપણે બુદ્ધિ અને કલ્પનાના આશ્રયે એના એવા વિભાગો પાડ્યા છે અને એ બધા નામો આપણે પાડેલા છે. પ્રાતઃકાળ, સંધ્યાકાળ. આદિ જે કાળ છે, તે વસ્તુતઃ “કાળ” નથી. પ્રકાશ આદિ પદાર્થોનું એ પરિણમન માત્ર છે, કાળ તો એક નિયામક દ્રવ્ય છે. એટલે દ્રવ્યની અપેક્ષાને લગતી વાતમાંથી આ કાળને આપણે બાકાત રાખવાનો છે. એક સ્વતંત્ર અપેક્ષા અર્થાત્ આધાર તરીકે એનો ખાસ ઉપયોગ છે. , પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, શબ્દ (અવાજ) વિચાર વિગેરે બધા દ્રવ્યો છે અને એ બધા પદાર્થો પુદ્ગલ દ્રવ્યમાં આવી જાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ મેં ૬૮ મિ અનેકાંત અને સ્યાદ્વાદશિ કોઇપણ વસ્તુનો નિર્ણય કરવા માટે જૈન તત્ત્વવેત્તાઓએ જે ચાર આધાર દર્શાવ્યા છે, તેમાં પ્રથમ અપેક્ષા અથવા આધારનો વિચાર કરતાં આ બધા દ્રવ્યોને (પદાર્થોને) આપણે નજર સમક્ષ રાખવાના છે. એટલે, આપણે જ્યારે પણ ‘દ્રવ્યની અપેક્ષાએ' એવો શબ્દ-પ્રયોગ કરીએ ત્યારે, જેની વાત કરતા હોઇએ તેના આધારભૂત દ્રવ્યને આપણે લક્ષ્યમાં લેવાનું છે. થોડીક વસ્તુઓ લઇને અને એમાં શું દ્રવ્ય છે તે સમજી લઇએ. તેનું દ્રવ્ય લોખંડ ૩ વસ્તુ ૧ તલવારનું મૂળ દ્રવ્ય ૨ ટેબલનું મૂળ દ્રવ્ય ૩ વીંટીનું મૂળ દ્રવ્ય ૪ રોટલીનું મૂળ દ્રવ્ય || || || ।। । લાકડું. સોનું. ઘઉં ૫ ચંપલનું મૂળ દ્રવ્ય ચામડું. આ રીતે, દ્રવ્યની અપેક્ષાએ વસ્તુનો વિચાર કરવો હોય ત્યારે ઉપર જણાવ્યા મુજબનો ખ્યાલ આપણને અવશ્ય આવશે. બીજો આધાર ‘ક્ષેત્ર' છે. ‘ક્ષેત્ર’ શબ્દનો અર્થ, પેલા દ્રવ્યોને રહેવાનું ઠેકાણું અથવા સ્થળ એવો થાય છે. અંગ્રેજીમાં તેને Place અથવા Space કહેવામાં આવે છે. આ ક્ષેત્ર અંગેની સામાન્ય સમજણમાં અને તાત્ત્વિક સમજણમાં થોડોક ફેર રહેછે. સાદી સમજથી જે વસ્તુ જ્યાં અથવા જેના આધારમાં પડી હોય તે સ્થળને આપણે ક્ષેત્ર માનીએ છીએ. પરંતુ, આ વાતને આપણે બરાબર સમજવી હોય તો વસ્તુના આધારને આપણે ‘ક્ષેત્ર’ નહિ ગણી શકીએ. દૃષ્ટાંત તરીકે, તપેલીમાં દુધ ભરેલું છે. સામાન્ય રીતે એવું સમજાશે કે દુધને રહેવાનું ક્ષેત્ર (સ્થળ) તપેલી છે. વ્યવહાર દૃષ્ટિથી આમ માનવામાં વાંધો નથી, પરંતુ ‘ક્ષેત્રની અપેક્ષા’ અંગેની વાતને આપણે બરાબર સમજવી હોય તો એવા પ્રકારની માન્યતામાં આપણે થાપ ખાઇ જઇશું. તપેલીમાં, દુધને રહેવાનું જે સ્થળ છે તે તપેલીથી જુદું છે. આ તપેલીને આપણે એક અભરાઇ-છાદલી-પર મૂકીએ ત્યારે એ તપેલીને રહેવાનું સ્થળ, એનું ક્ષેત્ર, અભરાઇ નથી; પણ અભરાઇ ઉપરના જેટલા અવકાશને આવરીને એ તપેલી પડેલી હોય એટલું જ ક્ષેત્ર તપેલીનું છે. એજ રીતે, તપેલીમાં દુધનું જે ક્ષેત્ર-રહેવાનું સ્થળ છે, તે તપેલીના ક્ષેત્રથી જુદું છે. વ્યવહારથી આપણે ‘દુધ, તપેલીમાં છે’ એમ કહીએ છીએ; પરંતુ વાસ્તવમાં Page #92 -------------------------------------------------------------------------- ________________ SMS ચાર આધાર દીવાદ ૨૯ Sિ એ દુધ તે તપેલીમાં નહિ પણ તપેલીની અંદરના પોલાણવાળા ભાગમાં (અવકાશમાં) રહેલું છે. એટલે ક્ષેત્ર શબ્દનો ઉપયોગ જયારે આપણે કરીએ ત્યારે, કોઇપણ બીજી વસ્તુના આધાર વગરના સ્થળનો-ક્ષેત્રનો-ઉલ્લેખ થાય છે, એમ સમજવાનું છે, આમાં આવશ્યક્તા મુજબ આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય કરવો. તપેલી સ્ટેઇનલેસ સ્ટીલની અથવા પિત્તળની બનેલી છે. એમાં આપણે દુધ ભરીએ છીએ ત્યારે સ્ટેનલેસ સ્ટીલ અથવા પિત્તળ જે સ્થળે હોય છે ત્યાં જ રહે છે અને દુધ જ્યાં હોય છે ત્યાં - તપેલીની અંદરના પોલાણવાળા ભાગમાં રહે છે. એટલે, દુધને એક સ્થળમાં રહેવાનો આધાર તપેલીએ ભલે આપ્યો; બંને પોતપોતાના સ્થળમાં ક્ષેત્રમાં અલગ છે. * આકાશમાં એક પંખીને આપણે ઉડતું જોઈએ છીએ, ત્યારે, આકાશ અને પંખી બંને એક જ સ્થળે છે. આકાશ ત્યાં છે અને પંખી પણ ત્યાં છે. પરંતુ, એ બંનેના ક્ષેત્ર એક નથી. જૈન દાર્શનિકોના મત મુજબ આકાશ પોતે જ એક ક્ષેત્ર છે, જ્યારે બાકીનાં દ્રવ્યો “ક્ષેત્રી છે. આમ છતાં વ્યવહારિક સમજણ માટે આપણે અહીં એમ માનીને ચાલીએ છીએ કે આકાશ જે પ્રદેશ ઉપર આવ્યું હોય તે પ્રદેશમાં તેનું ક્ષેત્ર છે. દાખલા તરીકે કોઈ ગામ, શહેર કે પ્રદેશ ઉપર જે આકાશ દેખાય છે તે દશ્યમાન આકાશના માટે, આપણે તે તે સ્થળ અથવા પ્રદેશની ઉપરનો ભાગ, તે તે આકાશનું ક્ષેત્ર છે એમ.ફક્ત ઉદાહરણ તરીકે માની લઇએ. આકાશ એક દ્રવ્ય નિર્ભેળ દ્રવ્ય) છે જ્યારે પંખી પણ એક દ્રવ્ય (સંગઠિત દ્રવ્ય) છે. અહીં પંખી જે પ્રદેશમાં છે તે પંખીનું ક્ષેત્ર છે અને આકાશ જે પ્રદેશમાં છે તે આકાશનું ક્ષેત્ર છે. આ સમજવાથી સ્પષ્ટ થશે કે આકાશ અને પંખી, એ બંને દ્રવ્યો, પોતપોતાના ક્ષેત્રમાં અલગ અલગ છે. આવી જ રીતે, આકાશમાં જે સૂર્ય, ચંદ્ર, તારાઓ વિગેરે દેખાય છે, તે બધાના ક્ષેત્ર પૃથફ પૃથફ છે અને આકાશનું ક્ષેત્ર પણ એ બધાના ક્ષેત્રથી ભિન્ન છે. * ક્ષેત્રની અપેક્ષાની – ક્ષેત્રતા આધારની વાત આપણે જ્યારે કરીએ ત્યારે આ વાત બરાબર ધ્યાનમાં રાખવાની છે. દષ્ટાંત તરીકે, “ખુરશી ઉપર હું બેઠો છું એમ જયારે કોઈ કહે, ત્યારે તેનું બેસવાનું ક્ષેત્ર અને ખુરશી પોતે જયાં છે ત્યાં એનું ક્ષેત્ર, એમ બંને ક્ષેત્રો જુદા જુદાં છે, એક નહિ. આ વાત સમજવા માટે થોડાંક સાદા સીધા દષ્ટાંતો લઇએ. (૧. લખતી વખતે મારા હાથમાં રહેલી પેન્સીલનું ક્ષેત્ર “મારો હાથ' છે. ૨. જેના ઉપર લખાય છે તે કાગળનું તે વખતનું ક્ષેત્ર ટેબલ છે. (ટેબલ ઉપરનો તેટલો ભાગ) Page #93 -------------------------------------------------------------------------- ________________ 70 વાર અનેવંત અને સ્યાદ્વાદ 3. ભારતના વડા પ્રધાનનું કાર્યક્ષેત્ર ભારત દેશ છે. 4. ભાષણ કરનાર વક્તાનું તે વખતનું ક્ષેત્ર વ્યાખ્યાનમંચ અથવા વ્યાખ્યાન હોલ છે. 5. વાદળાનું ક્ષેત્ર આકાશ છે - આકાશમાંના જેટલા વિસ્તારમાં તે હોય તે. એટલે, “ક્ષેત્રની અપેક્ષાએ જયારે વિચાર કરવામાં આવે ત્યારે તે તે વસ્તુના દ્રવ્યનું ક્ષેત્ર-તેને રહેવાનું સ્થળ-એમ સમજવું. વિવેક બુદ્ધિનો ઉપયોગ આમાં પણ કરવો. ત્રીજી આધાર કાળ' છે. આ “કાળ'નો અર્થ અહીં, જે વસ્તુનો - વસ્તુના દ્રવ્યનો-આપણે વિચાર કરતા હોઈએ તેના તે અસ્તિત્વનો સમય એવો કરવાનો છે. વસ્તુનું જયારે પરિવર્તન થાય છે, જે વખતે એ પરિણમન થાય, તે એનો “કાળ-સમય છે. દ્રવ્ય તરીકે કાળ પોતે એક જુદો પદાર્થ છે. જે વસ્તુનું જે સમયે પરિણમન થતું હોય, તે સમયે, તે વસ્તુના પરિણમનનો સમય છે. એક જ વખતે અનેક વસ્તુઓનું પરિવર્તન થઈ રહ્યું હોય છે. પરંતુ એ બધી વસ્તુઓનું પરિણમન-પરિવર્તન-એક જ કાળે થયું એમ કહી શકાશે નહિ, એ પ્રત્યેક વસ્તુઓનું જે સમયે પરિવર્તન થયું, તે સમય, એ, વસ્તુના પરિણમનનો પોતાનો સમય છે, પોતાનો કાળ છે, એમ સમજવાનું છે. . આ વાત જરા અટપટી લાગશે. પરંતુ અહિં જયારે કાળ અથવા સમયની વાત આપણે કરીએ છીએ, ત્યારે, સમયની પોતાની વાત નથી કરતા. જે જે વસ્તુ અંગે કાળનો-સમયનો” આપણે વિચાર કરવાનો હોય. તે તે વસ્તુના સંદર્ભમાં કાળનો ઉલ્લેખ કરવાનો છે. ઘડિયાળના કાંટાની દૃષ્ટિથી કાળ-સમય-એક જ હોવા છતાં, તે સમય ઘડિયાળના કાંટાનો છે, બીજી વસ્તુના પરિવર્તનનો નથી. એ દૃષ્ટિએ, કાળની અપેક્ષાની વાત આપણે કરીએ, ત્યારે, જે વસ્તુની આપણે વિચારણા કરતા હોઈએ, તે વસ્તુના પરિણમનના સમયની, એટલે એ વસ્તુના પોતાના સમયની આપણે વાત કરીએ છીએ. આ વાત જરા વધારે સ્પષ્ટ કરીએ. કેરી અને કેળું એ બંને ફળ છે. આપણે બે જુદા જુદા ટોપલામાં કેરી અને કેળા રાખ્યા છે સંવત બે હજાર સત્તરના વૈશાખ સુદ પુનમના દિવસે સવારે સાત વાગે આપણે બંને ટોપલા ખોલીને જોઇએ છીએ, તો કેરી અને કેળા એ બંને ફળો પાકીને ખાવા લાયક થયા છે. બંને ફળો જ્યારે પાકીને ખાવા લાયક-તૈયાર-થયા ત્યારે તે દિવસે સવારના સાત વાગ્યા હતા. Page #94 -------------------------------------------------------------------------- ________________ આ ચાર આધાર મા 71 હવે, આ કેરીનો કરંડીઓ દસ દિવસ પહેલા લાવીને રાખેલો છે; જ્યારે કેળા આગલા દિવસે સાંજે લાવીને મૂક્યા છે. જયારે લાવીને મૂક્યા ત્યારે બંને કાચા હતા. ખાવા માટે પાકીને તૈયાર તો એ બંને ફળો ઉપર જણાવેલા દિવસે સવારે સાત વાગે થયા. અહીં ખાસ સમજવાનું એ છે કે એ બંને ફળોને પાકવાનો સમય સવારના સાત વાગ્યાનો નથી. તે તે ફળના પાકવાના કાળનો-સમયનો-પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થાય ત્યારે યોગ્ય સમજણ અને ગણત્રીથી આપણે કહીશું કે કેરીનો (પાકવાનો) સમય દસ દિવસનો છે અને કેળાનો (પાકવાનો) સમય બાર કે સોળ કલાકનો છે. આ દૃષ્ટિથી, એ બંનેનો, કાચામાંથી પરિવર્તન પામીને પાકા બનવાનો કાળ-સમય-અલગ અલગ થયો. - સાદી સમજ માટે થોડાક દૃષ્ટાંતો લઇએ. 1. ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછીનો કાળ = અગણિત લાખો વર્ષ. 2. વરસાદને પડવાનો કાળ = ચોમાસુ (આ રીતે બધી ઋતુઓનો કાળ સમજવો.) 3. ભગવાન મહાવીરના આયુષ્યનો કાળ = તે વખતના 72 વર્ષ. 4. તીર્થંકર પ્રભુના નિર્વાણનો કાળ = જે સમયે નિર્વાણ પામ્યા છે. 5. માટીનો પાણીમાં પલળવાનો કાળ = બેનું મિશ્રણ થતાં જેટલો સમય લાગે તે કાળ. આમ જયારે કોઇપણ વસ્તુ અંગે કાળની અપેક્ષાની વાત આપણે કરીએ ત્યારે તે તે વસ્તુના ઉદ્ભવ અંગેનો, પરિણમનનો અસ્તિત્વનો, તથા કાર્ય કરવા અંગેનો કાળ એમ સમજવાનું છે. આમાં પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ બરાબર કરવો. ચોથો આધાર છે “ભાવ” અહીં ભાવ શબ્દનો અર્થ “વસ્તુના ગુણધર્મ એવો થાય છે. દાખલા તરીકે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકૃતિ કાર્ય (Function) વગેરે. બધું ‘ભાવમાં આવી જાય. ટુંકમાં, વસ્તુના ગુણ, શક્તિ અને પરિણામને “ભાવ” કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને Quality and functions of the substance કહેવામાં આવે છે. આ જે ગુણધર્મ, લક્ષણ, પ્રકાર, જાત, વર્ગ વિગેરે છે તે Ever changing સમયે સમયે પલટાતા રહે છે. આ ભાવ, એ, દરેક વસ્તુનો પોતપોતાનો સ્વભાવ છે. પ્રત્યેક વસ્તુના સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. એક વસ્તુના સ્વભાવની બીજી વસ્તુના સ્વભાવ સાથે સમાનતા હોઇ શકે છે, પણ “એકતા' નથી હોતી. મતલબ કે દરેક વસ્તુનો પોતપોતાનો અલગ અલગ ભાવ - સ્વભાવ હોય છે અને આ ભાવ પરિવર્તનશીલ Page #95 -------------------------------------------------------------------------- ________________ આ ૭રમાં અનેકાંત અને સ્વાદ્વાદ પણ Changing-હોય છે. એટલે જ્યારે ‘ભાવની અપેક્ષા' લઈને નિર્ણય કરવાનો હોય ત્યારે જે વસ્તુ અંગે આપણે વિચાર કરતા હોઈએ તે વસ્તુના પોતાના ગુણધર્મોને લક્ષમાં લેવાના છે. આ બરાબર સમજવા માટે થોડાક દૃષ્ટાંતો લઇએ.. 1. “કાળો અથવા લાલ રંગ', તે, ઘડાનો ભાવ છે. 2. “ગળપણ', તે સાકરનો “ભાવ” છે. 3. “રૂપ અથવા કુરૂપ', તે મનુષ્યનો બાહ્ય “ભાવ” છે... 4. “સ્વાર્થ અથવા પરમાર્થ', તે મનુષ્યનો આંતરિક “ભાવ” છે. 5. ‘ઉષ્ણતા', તે અગ્નિનો અને ‘શીતળતા', તે પાણીનો “ભાવ” છે. આ રીતે પ્રત્યેક વસ્તુના પોતપોતાના ગુણધર્મ અને સ્વભાવ ઇત્યાદિનો વિચાર કરીને “ભાવની અપેક્ષા’નો નિર્ણય કરવો. આમાં પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ આવશ્યક છે. ' આ ચારે આધારને-અપેક્ષાને બરાબર સમજવા માટે એક સંયુક્ત દષ્ટાંત લઈએ. એક વસ્તુને લઇને જુદી જુદી અપેક્ષાએ કેવી રીતે નિર્ણય થાય તે જોઇએ. એક વિમાન-એરોપ્લેન લઇએ. દ્રવ્ય : એલ્યુમિનિયમ, લોખંડ, લાકડું વિગેરે જે પદાર્થો વિમાનને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તે આ વિમાનના દ્રવ્યો. ક્ષેત્ર : આમાં ઉત્પાદન અને કાર્ય એવા બે ક્ષેત્ર છે. એ લંડનમાં તૈયાર થયું છે એટલે એના ઉત્પાદનનું ક્ષેત્ર ‘લંડન અથવા લંડનમાં જે સ્થળે તેને બનાવનાર કારખાનું આવ્યું હોય તે સ્થળ એનું ક્ષેત્ર છે. કાર્યના ક્ષેત્રમાં જે વખતે તે જ્યાં પડેલું હોય અથવા ઉડતું હોય તે ક્ષેત્ર આવે. પડેલું હોય તો ‘વિમાની મથક એને ઉડતું હોય તો “આકાશ' એ તેના ક્ષેત્ર થયા. બેમાંથી જેની મુખ્યપણે વાત થતી હોય તે ક્ષેત્ર લેવું. કાળ : આમાં પણ ઉત્પાદનનો અને કાર્યનો એમ બે પ્રકારના કાળ આવે છે. તેને બનાવતી વખતે જે સમય હોય તે તેના ઉત્પાદનનો કાળ છે અને તે જ્યારે ગતિ કરી રહ્યું હોય ત્યારનો સમય તે એના કાર્યનો “કાળ છે. બેમાંથી જેની વાત મુખ્યપણે થતી હોય તે કાળે લેવો. ભાવ : એનો રંગ, દેખાવ, આકૃતિ અને કાર્ય એ વિમાનની ‘ભાવ છે. સામાન્ય રીતે એનું કાર્ય આકાશમાં ઉડ્ડયન કરવાનું હોય છે. એટલે ‘ઉશ્યન (આકાશમાં ઉડવું) એ વિમાનનો ભાવ છે. જૈન તત્ત્વવેત્તાઓએ ‘ઘટ’ (ઘડો) દષ્ટાંત તરીકે વાપરેલો છે. તેમાં માટી એનું દ્રવ્ય છે, જ્યાં બન્યો અથવા મૂક્યો હોય તે એનું ક્ષેત્ર છે, જ્યારે બન્યો Page #96 -------------------------------------------------------------------------- ________________ મા ચાર આધાર દિન ૩ - અથવા જે સમયે મૂક્યો હોય તે એનો “કાળ છે અને “કાળો અથવા લાલ રંગ એ એનો ભાવ છે. હવે, આ ચારે અપેક્ષાઓ, જે આપણે જોઈ તેમાં એક બીજી મહત્ત્વની વાત પણ સમજી લેવાની છે. આ વાત એ અપેક્ષાઓના “સ્વ” અને “પર” એવા બે વિભાગોની છે. આ “સ્વ” અને “પર” એ બે અલગ અલગ ભાવ છે. આ બંને શબ્દોને આપણે સમજી લઈએ. સપ્તભંગના પ્રથમ બે પદમાં (પહેલા તથા બીજા ભંગમાં) “છે’ અને ‘નથી” એવા બે વિધાન કરેલા છે. આ વિધાન “સ્વ” અને “પર”ની અપેક્ષાએ કરેલા છે. સ્વ” એટલે પોતાનું અને “પર” એટલે “પોતાનું નહિ તે,” અર્થાતુ પારકું. . એટલે જ્યારે અપેક્ષાની વાત કરવામાં આવે ત્યારે તે બે પ્રકારે થાય છે. એક તો, “સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાળ અને સ્વ-ભાવ” અને બીજો “પર-દ્રવ્ય, પરક્ષેત્ર, પર-કાળ અને પર-ભાવ. આ રીતે પ્રત્યેક વસ્તુના નિર્ણય કરવામાં કુલ આઠ અપેક્ષાઓ થઈ.*. વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષામાં જ્યારે “સ્વ” શબ્દ ઉમેરાય છે, ત્યારે, તેથી “અસ્તિ' એટલે “છે એવો નિર્દેશ થાય છે. એ જ રીતે, એ ચારે અપેક્ષાઓમાં જ્યારે પર’ શબ્દ ઉમેરાય છે, ત્યારે, તેથી “નાસ્તિ એટલે “નથી” એવો નિર્દેશ થાય છે. . એટલે, આ ચારેમાં જયારે સ્વ-સ્વરૂપની અપેક્ષા આવે છે ત્યારે આપણે “છે' એમ કહીએ છીએ અને પર-સ્વરૂપની અપેક્ષા આવે છે ત્યારે આપણે “નથી” એમ કહીએ છીએ. - આ ચારે અપેક્ષાઓ માટે “ચતુષ્ટય' એવો શબ્દ વાપરવામાં આવે છે. ચારેનો એક સાથે ઉલ્લેખ કરવાનો હોય ત્યારે આ શબ્દ વપરાય છે. “સ્વ” અને “પર” શબ્દોને ચતુટ્ય’ શબ્દમાં ઉમેરીને “સ્વચતુટ્ય “પરચતુષ્ટચ' એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. - આ ચારે આધારોની, એનાં ચાર “સ્વ-સ્વરૂપની અને ચાર “પર-સ્વરૂપ'ની વિશેષ ચર્ચા આપણે સપ્તભંગી વિષેના પ્રકરણમાં કરવાના છીએ. તદુપરાંત, તે પહેલાં “અપેક્ષા' શબ્દની વિસ્તૃત સમજણ માટે “અપેક્ષા' નામનું એક પ્રકરણ પણ હવે પછીના પાનાઓમાં આવવાનું છે. એટલે, અહિં એનું વિવરણ સંક્ષેપમાં કર્યું છે. જે કંઈ ઉપર લખાયું છે તેને બરાબર વિચારી અને સમજી લઇશું તો આગળ ઉપર કરવામાં આવનારી વિચારણા સમજવામાં આપણે ખૂબ સરળતા પ્રાપ્ત થશે. કે હવે આપણે “પાંચ કારણ’ વિષે થોડુંક સમજી લઈએ. Page #97 -------------------------------------------------------------------------- ________________ આ ૭૪ - અનેકાંત અને સ્યાદ્વાદ પાંચ ક્ષરણ આ જગતમાં જે કંઈ કાર્ય બને છે. તેની પાછળ કોઈને કોઈ કારણ તો હોવું જે જોઇએ, હોય છે જ. કોઈ કારણો દશ્ય હોય છે, કોઈ અદશ્ય હોય છે; કોઈ જ્ઞાત હોય છે, કોઈ અજ્ઞાત હોય છે. સૂર્ય ઊગે છે અને આથમે છે. રાત જાય છે ને દિવસે આવે છે. માણસ જન્મે છે ને મરે છે. સુખ, દુઃખ, ગરીબી, અમીરી, તંદુરસ્તી ને બિમારી વગેરે બાબતોમાંથી લઇને તે અણુ અને હાઇડ્રોજન બોંબની ઉત્પત્તિ, અવકાશમાંના ઉડ્ડયનો, રોકેટમાંથી છોડેલા ઉપગ્રહોના પૃથ્વી તથા ચંદ્ર ફરતા ઉડ્ડયનો-પરિભ્રમણ સુધીની બધી ઘટનાઓ આપણી નજર સમક્ષ બની રહેલી આપણે જોઈએ છીએ. આવા અનેક કાર્યો, અનાદિકાળથી આ વિશ્વમાં થતા આવ્યા છે, ને થઈ રહ્યા છે; અનંત કાળ સુધી થતા રહેશે. આમાંના કેટલાક કાર્યોના કારણે આપણને સમજાય છે; ઘણાના નથી પણ સમજાતા. પ્રજ્ઞાની પરિમિતતાને કારણે ઘણી ઘટનાઓના કારણો આપણે નથી સમજી શક્તા.' ' આમ છતાં, એ બધા કાર્યોની પાછળ, કોઈને કોઈ કારણ અવશ્ય હોય જ છે. આ વાત ઉપર આપણે બધા એકમત છીએ. જુદા જુદા તત્ત્વવિશારદોએ આ માટે ભિન્ન ભિન્ન કારણો શોધી કાઢ્યા છે. જૈન તત્વવેત્તાઓએ આ બધા માટે પાંચ કારણો બતાવ્યા છે. આ પાંચ કારણોને અલગ અલગ રીતે સ્વીકારનારા મતો પણ છે. પરંતુ, જૈન દાર્શનિકોનું કહેવું છે કે સામાન્ય રીતે એ પાંચ કારણો જ્યાં સુધી ભેગા નથી મળતાં ત્યાં સુધી, કોઇપણ કાર્ય બનતું જ નથી; થતું જ નથી. ચાલો ત્યારે, એ પાચ કારણોને આપણે તપાસીએ. ક્રમ અનુસાર એ પાંચે કારણો નીચે મુજબ છે : ૧. કાળ (સમય : Time) ૨. સ્વભાવ (વસ્તુનો ગુણધર્મ - Quality of Function) ૩. ભવિતવ્યતા ઉર્ફે નિયતિ. (અગમ્ય શક્તિ : Abstruse potentiality) ૪. કર્મ ઉર્ફે પ્રારબ્ધ. (નસીબ : Luck) ૫. ઉદ્યમ ઉર્ફ પુરૂષાર્થ. (પ્રયત્ન : Efforts) આ થયા એ પાંચ કારણોના નામ. આ બાબતમાં જે ભિન્ન ભિન્ન અભિપ્રાયો પ્રવર્તે છે. તેમાં કોઈ કોઈ લોકો કેવળ કાળને જ કાર્યનું કારણ માને છે. પોતાને સ્વભાવવાદી કહેડાવતા મતાગ્રહીઓ Page #98 -------------------------------------------------------------------------- ________________ મન પાંચ કારણ વિના ૭૫ પ્રત્યેક કાર્ય માટે ફક્ત સ્વભાવને જ જવાબદાર ગણે છે. જે લોકો ભવિતવ્યતાનિયતિને માને છે, પ્રત્યેક કાર્યના કારણ તરીકે નિયતિ સિવાય બીજું કશું જ સ્વીકારવાની ના પાડે છે. ચોથો મત ‘કર્મ-કારણવાદી વર્ગનો છે. એ લોકો, કર્મ સિવાય બીજી કોઇપણ બાબતન કારણ તરીકે સ્વીકારતા જ નથી. જયારે, પુરૂષાર્થમાં માનનારા ઉદ્યમવાસીઓ, આ જગતમાં બનતા તમામ કાર્યો માટે, ઉદ્યમ શિવાયનું બીજું કોઇપણ કારણ સ્વીકારતા નથી. જૈન તત્ત્વવેત્તાઓ કહે છે, “એ પાંચ કારણો પ્રત્યેક કાર્યની પાછળ ગતિ આપે છે, guiding force છે, એ પાંચ કારણો જયાં સુધી ભેગા ન થાય, ત્યાં સુધી, સામાન્ય રીતે કશું પણ કાર્ય બનતું નથી. આપણે “એક કારણવાદી” મનની વાત સાંભળીએ. * કાળ કેવળ કાળને જ કારણ માનનારા કહે છે કે, “દરેક વસ્તુ તેના સમયે જ ઉપજે છે અને તેના સમયે જ. નાશ પામે છે. ગર્ભમાંથી બાળક, દુધમાંથી દહીં, અનાજમાંથી રસોઇ, ‘બી'માંથી વૃક્ષ, વૃક્ષમાંથી ફળ વગેરે બધું તેના કાળે જ થાય છે. ચક્રવર્તીઓ, તીર્થકરો, અવતારો, બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા, જન્મ, મૃત્યુ વિગેરે બધા કાળના જ વિપાક છે. કાળને છોડીને કંઇપણ કાર્ય થઈ શકતું જ નથી. પ્રત્યેક કાર્ય માટે માત્ર સમય-કાળ જ જવાબદાર છે.' કાળને પોતાને પણ એ લોકો કાળનું જ કાર્ય માને છે. | સ્વભાવ અહીં ફરીથી યાદ આપવાની જરૂર છે કે આ સ્વભાવ એટલે મિસ્ટર ટોમ, ડીક કે હેરી નામધારી માણસોનો સારો નરસો સ્વભાવ નહિ, પણ પ્રત્યેક વસ્તુનો જે સ્વ+ભાવ છે, ગુણધર્મ છે, સહજ સ્વભાવ છે, તે અર્થમાં આ ‘સ્વભાવ શબ્દ વપરાયો છે. આ “સ્વભાવમાં માનનારા સ્વભાવવાદીઓ’ જગતનું કારણ સ્વભાવ જ છે એમ માને છે. તેમનું કહેવું છે કે “વળ્યા કોઈ કાળે પુત્ર પ્રસવતી નથી, હાથની હથેળીમાં, પગના તળીયે કે સ્ત્રીઓના મુખે કોઇ કાળે વાળ ઉગતા નથી; લીમડાના બીમાંથી આંબો કદી ઉગતો નથી; આંબાની ગોટલીમાંથી કેળ કે નાળિયેર પ્રગટતા નથી; મોરના પીછાં ફક્ત મોરને જ ઉગે છે; સંધ્યાના રંગ, બાવળના કાંટા, જુદા જુદા ફળ, પર્વતની સ્થિરતા, વાયુની અસ્થિરતા ઉર્ફે ચંચળતા, અગ્નિની ઉર્ધ્વતા વગેરે બધું, કાળનું નહિ, પણ સ્વભાવનું જ પરિણામ છેઅર્થાત્ સ્વભાવે જ બને છે.” માંછલા અને તંબુડા પાણીમાં તરે છે; કાગડો અને પત્થર પાણીમાં ડૂબે છે; સુંઠ ખાવાથી વાયુનું શમન થાય છે; હરડેથી વિરેચન થાય છે; કાગડું સીઝતું નથી; અસ્થિમાંથી શંખ, ઉષ્ણતાનો સ્વભાવ ધરાવતો સૂર્ય, શીતળતાનો સ્વભાવ ધરાવતો ચંદ્ર; મોટું મીઠું કરાવતી શેરડી વગેરે બધા દ્રવ્યો પોતપોતાના સ્વ-ગુણ મુજબ, Page #99 -------------------------------------------------------------------------- ________________ મા ૭૬ મા કામમાં અનેકાંત અને સ્યાદ્વાદ સ્વભાવ મુજબ વર્તે છે. એટલે કાર્યનું કારણ કાળ નથી પણ સ્વભાવ જ છે.” ભવિતવ્યતાઃ જે લોકો આ ભવિતવ્યતાને કારણે માને છે, તે બધા કાળને અને સ્વભાવને તરછોડે છે. તેમનું એવું કહેવું છે કે “જે ન બનવાનું હોય તે બનતું નથી. ભવિતવ્યતા અનુસાર જ બનવાનું હોય તે અન્યથા થતું નથી. નિયતિ જે બાજુ માણસના મનને ખેંચી જાય, તે તરફ માણસ પરવશપણે દોરાય છે. જો નિયતિ (ભવિતવ્યતા) અનુકુળ હોય, તો વગર ચિંતવ્ય પણ કાર્ય થાય છે. ‘વસંત ઋતુમાં આંબા ઉપર પ્રત્યેક ડાળીએ લાખો મહોર ઉગે છે. તેમાંથી કેટલાયે ખરી જાય છે, કેટલાક ખાકટી, કેટલાક આંબા અને કેટલાક શાખ બને છે. ગર્ભમાંથી જન્મતા બધા જ જીવતા નથી. આ તેની તેવી તેવી ભવિતવ્યતાનું સૂચક છે.” તેઓ વળી એક મજાનું દૃષ્ટાંત પણ આપે છે. “એક પંખી વૃક્ષ ઉપર બેઠું બેઠું કલ્લોલ કરે છે. જમીન ઉપર થોડેક દૂર એક શિકારી એ પંખીનો શિકાર કરવા માટે તીર અને કામઠું લઈને ત્યાં આવે છે. ધનુષ્યમાં બાણ ચઢાવીને પેલા પંખીને હણવા માટે એ નિશાન સાધે છે. બીજી તરફ ઉંચે આકાશમાં ઉડતા એક સિંચાણાની નજર પણ એ પંખી ઉપર પડે છે. એ પંખીને પોતાની ચાંચમાં લેવા પોતાનો ભક્ષ મેળવવા, એક રોકેટની ઝડપથી એ સિંચાણો નીચે આવી રહ્યો છે. “આ પંખીનું તો હવે આવી જ બન્યું છે. એક બાજુથી પારધિનું બાણ અને બીજી તરફથી સિચાણાની તરાપ. આ બેમાંથી ગમે તે એક દ્વારા એ પંખીનું મૃત્યુ લગભગ નિશ્ચિત લાગે છે. પણ, બને છે એવું કે એકાએક તીર છોડવાની અણી ઉપર આવેલા પેલા પારધીના પગમાં સર્પ ડસે છે; એનું ખેંચેલું બાણ છૂટી તો જાય છે; પણ નિશાન ચૂકતા પેલા પંખીને વાગવાને બદલે એ પંખીનો શિકાર કરવા માટે ઉપરથી ધસી આવતા સિંચાણાને તે વીંધી નાખે છે. પેલું પંખી ત્યાંથી સહિસલામત ઉડી જાય છે. હમણા પોતાનું ભક્ષ્ય મળી જશે એવા ખ્યાલમાં રાચતો સિંચાણો પંખીને મારવાને બદલે પોતે જ મરી જાય છે. પંખીને વીંધી નાંખીને વૃક્ષની નીચે પાડવાનો અને પોતાને ત્યાં લઈ જવાનો મનસુબો સેવતો શિકારી ખૂદ શિકાર બની જાય છે. જેનું મૃત્યુ નિશ્ચિત દેખાતું હતું તે પંખી અજબ રીતે બચી જાય છે.” * આ એક ત્રિવિધ ઘટનાનો હવાલો આપણને આપીને ભવિતવ્યતાવાદી પૂછે છે, કે “આમાં નિયતિ સિવાય બીજું કયું કારણ હોઈ શકે?” નિશ્ચય એ ભવિતવ્યતાનું જ કારણ હતું. તેઓ વધારામાં આપણને કહે છે કે “ગાઢ અરણ્યમાંથી અને ખૂનખાર યુદ્ધના મેદાનોમાંથી માણસો જીવતા પાછા આવે છે અને ઘરમાં બિછાનામાં સૂતેલા Page #100 -------------------------------------------------------------------------- ________________ આ પાંચ કારણો પર ૭૭ દર મરે છે. આવી બધી ઘટનાઓ માટે, કેવળ ભવિતવ્યતા સિવાય બીજું શું કારણ હોઈ શકે?’ તેમનું એવું માનવું છે કે કેવળ એક ભવિતવ્યતા જ આ બધા માટે કારણભૂતજવાબદાર છે. અને એ એક જ કારણ સર્વ કાર્યો માટે કારણભૂત છે.” અહીં, આ ભવિતવ્યતા શબ્દનો અર્થ આપણે બરાબર સમજી લેવો પડશે. સામાન્ય માણસો આ શબ્દના બે અર્થ કરે છે. ૧. કર્મ દ્વારા માણસનું નસીબ ઉર્ફે પ્રારબ્ધ ઘડાયું છે તે. ૨. ઈશ્વરની કૃપા અથવા ઇશ્વરની ઇચ્છા. “હું કરૂં. આ મેં કર્યું એમ માનવી મિથ્યા બકે; પણ ઇશની આજ્ઞા વિના એક પાન પણ ન હાલી શકે એમ કહેનારા અને માનનારા, ભવિતવ્યતા ઉર્ફ નિયતિનો અર્થ, “કેવળ એક ઇશ્વરની જ ઈચ્છા” એવો કરે છે. આ બંને પ્રકારના અર્થ ખોટા છે. અહિં ભવિતવ્યતા શબ્દ એ બેમાંથી એક પણ અર્થમાં વપરાતો નથી. જૈન તત્ત્વવેત્તાઓએ, કર્તા સ્વરૂપે કોઇ ઇશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યો નથી. કંઇપણ કાર્ય કરવાની ઇચ્છા એ એક મનુષ્યસુલભ વૃત્તિ જેનામાં હોય તેને ઇશ્વર કહી જ ના શકાય એમ તેઓ કહે છે. હિંદુ ધર્મમાં ઈશ્વરના સાકાર અને નિરાકાર એવા બે સ્વરૂપો કલ્પવામાં આવ્યા છે. એ બંને સ્વરૂપોને તેમણે ક્રિયાશીલ કર્તા તરીકે માન્યા છે. જૈન તત્ત્વજ્ઞાન આ વાતને સ્વીકારતું નથી. આ એક આખો જુદો વિષય છે. એની ચર્ચા કરવા જતાં અહીં વિષયાંતર થઈ જવાનો સંભવ છે. એટલે અહીં તો આ ભવિતવ્યતા ઉર્ફે નિયતિનો જૈન દાર્શનિકો કેવો અર્થ કરે છે એ વાતનું નિરૂપણ કરીને જ આપણે અટકવું પડશે. જૈન તત્ત્વવેત્તાઓ ભવિતવ્યતા ઉર્ફે નિયતિનો અર્થ નિશ્ચિત થએલું એવો કરે છે. કાળના જે બે વિભાગ છે, ઉત્સર્પિણી અને અવસર્પિણી; તે દરેક વિભાગમાં ચક્રવર્તીઓ બાર અને તીર્થકરો ચોવીસ જ થાય એવો જે નિશ્ચિત ક્રમ છે એને માટે આ ભવિતવ્યતા રૂપી એક કારણ છે એવું તેઓ માને છે. બીજા ચાર કારણોની સાથે મળીને આ કારણ કાર્ય કરાવે છે, એવો તેમનો મત છે. બધા જ કાર્યોની પાછળ આ એક જ કારણ હોય છે એવું તેઓ માનતા નથી. જૈન દાર્શનિકોનો આ અભિપ્રાય સમજવા જેવો છે. તેમના અભિપ્રાય મુજબ, પ્રત્યેક કાર્યની પાછળ પાંચમાં અનિવાર્ય કારણ તરીકે નિયતિ રહેલી જ છે. આ વિશ્વની રચનામાં અને સંસારની ઘટનાઓમાં કેટલાય એવા કાર્યો બને છે જેની પાછળ કાળ, સ્વભાવ, કર્મ અને ઉદ્યમરૂપી કારણો ઉપરાંત કોઇક અગમ્ય એવું કારણ પણ રહેલું હોય છે. એ ચાર કારણો જ્યારે ટુંકા પડે છે ત્યારે એ ચારેને Page #101 -------------------------------------------------------------------------- ________________ હા ૭૮ ગામ અનેકાંત અને સ્યાદ્વાદ , સાથે રાખીને પાંચમું કશુંક કારણ પણ કામ કરતું હોય છે. દાખલા તરીકે, જૈન શાસ્ત્રમાં કોળના (જનો પાછળ તથા અહીં ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે બે વિભાગ બતાવ્યા છે, તે દરમિયાન કેટલુંક કાર્ય ક્રમશઃ અને નિશ્ચિત રીતે થતું હોય છે. ઉત્સર્પિણી કાળ રૂપ, રસ, ગંધ, શરીર, આયુષ્ય, બળ આદિ વૈભવમાં ક્રમશઃ ચઢતો હોય છે. જ્યારે અવસર્પિણી કાળ તે વૈભવમાં ક્રમશઃ ઉતરતો-પડતો હોય છે. મનુષ્યના શરીરનું પ્રમાણ-કદ-અવસર્પિણી કાલની શરૂઆતમાં જ હોય છે તે ક્રમશઃ ઓછું થતું આવે છે. એ જ રીતે મનુષ્યનું આયુષ્ય પણ ક્રમશઃ ઘટતું આવે છે. અવસર્પિણી વિભાગ પૂરો થાય અને ઉત્સર્પિણી શરૂ થાય ત્યારથી એ કદ અને પ્રમાણ વધતા જાય છે. એ ક્રમ કાળચક્રના પ્રત્યેક વિભાગમાં નિશ્ચિત હોય છે. આ બધાની પાછળ એક કારણ તરીકે “ભવિતવ્યતા’ મુખ્ય ભાગ ભજવે છે. અહીં એ. યાદ રહે કે કોઇ પણ કાર્ય માટે નિયતિ ઉર્ફે ભવિતવ્યતાને એકલું તથા સ્વતંત્ર કારણ જૈન દાર્શનિકોએ ગણ્યું નથી. બીજી એક વાત એ ધ્યાનમાં રાખવાની છે કે જયાં ચાર કારણો ભેગા મળીને કાર્યને પૂર્ણ નથી કરી શકતા ત્યાં જ નિયતિ આવે છે એવું નથી; પ્રત્યેક કાર્યમાં બધા ભેગા થઈને પાંચે પાચ કારણો સામાન્ય રીતે કામ કરતા હોય છે. એ દરેક કાર્યમાં ભિન્ન ભિન્ન અપેક્ષાથી અમુક એક કારણ મુખ્ય-પ્રધાન-ભાગ ભજવતું હોય, ત્યારે બીજા ચાર ગૌણપણે રહેલા હોય છે. એટલે જયાં નિયતિ સિવાયના કારણો મુખ્યપણે કે ગૌણપણે રહેલા હોય છે ત્યાં નિયતિ એક પાંચમા કારણ તરીકે અનિવાર્યપણ રહેલી જ હોય છે. ઈશ્વરકર્તુત્વવાદીઓ ઈશ્વરની ઈચ્છારૂપી ભવિતવ્યતાની જ્યારે વાત કરે છે, ત્યારે તેઓ તે એક માત્ર કારણને સર્વકાર્યનિર્યતા માને છે. જયારે જૈન તત્ત્વજ્ઞાનીઓ ભવિતવ્યતાને પાંચ કારણમાંના એક તરીકે માને છે. આ વાત બરાબર સમજી લેવા જેવી છે. નિયતિને એકને જ માત્ર સર્વ કાર્યના કારણરૂપ માનવામાં આવે તો કર્મ (પ્રારબ્ધ) અને પુરૂષાર્થની આખીય વાતનો છેદ જ ઉડી જાય. મૂળ વાત ઉપર પાછા આવતાં, આપણે એટલું સ્પષ્ટ સમજી લઈએ કે અહીં ભવિતવ્યતા ઉર્ફે નિયતિનો ઉલ્લેખ કર્યો છે. તેનો અર્થ ઇશ્વરકૃપા કે નશીબ અથવા પ્રારબ્ધ એવો થતો નથી. આ નસીબ ઉર્ફે પ્રારબ્ધ તો, જેને આપણે “ક” નામનું ચોથું કારણ ગણું છે, તેમાં આવી જાય છે. કર્મઃ કર્મને કારણ માનનારા કર્મવાદીઓ માટે બીજો, સરળ અર્થ સમજાવતો શબ્દ “પ્રારબ્ધવાદી છે. પ્રારબ્ધ માટે સામાન્ય રીતે સામાન્ય લોકો “નશીબ એવો શબ્દ વાપરે છે. “જેવું તેનું નશીબ' એમ જ્યારે કહેવામાં આવે છે, ત્યારે પૂર્વના Page #102 -------------------------------------------------------------------------- ________________ E પાંચ કારણ મા ૭૯ માં કર્મો દ્વારા ઘડાયેલું “પ્રારબ્ધ એવો અર્થ થાય છે. આ એક જ વસ્તુને સર્વ કાર્યનું કારણ માનનારાઓ પોતાને ‘કર્મકારણવાદી' નામથી ઓળખાવે છે. તેઓ કાળ સ્વભાવ અને ભવિતવ્યતાને ગણકારતા નથી. તેમનું કહેવું છે કે : જગતમાં કર્મ જે કરે, તે જ થાય છે. કર્મથી જીવ કીડો, તિર્યંચ, મનુષ્ય કે દેવ બને છે. કર્મથી જ રામને વનવાસ વેઠવો પડ્યો; કર્મથી જ સીતાને કલંક લાગવાની અને અગ્નિપરીક્ષા આપવાની સ્થિતિમાં મૂકાવું પડ્યું; કર્મરૂપી કેવળ એક જ કારણના પ્રતાપે રામાયણ, મહાભારત અને પાનિયતના યુદ્ધો થયા; વર્તમાન યુગના બે વિશ્વયુદ્ધો તથા હીટલરનું પતન થયું; રાવણનો નાશ, કૃષ્ણનો વધ, ઇશુનો કોસ; ગાંધીજીનું પિસ્તોલની ગોળીથી મૃત્યુ વિગેરે બધા કર્મના જ કારણે થયા; કર્મથી જ રાય કે રંક બની શકાય છે. ઉદ્યમ કરનાર એક જણ ભટકે છે અને કર્મના ફળથી બીજો સૂતા સૂતા ફળ પ્રાપ્ત કરે છે. કર્મથી “ઋષભદેવને એક વર્ષ અન્ન ના મળ્યું અને કર્મથી જ મહાવીર પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા. કર્મથી જ નેપોલિયન શહેનશાહ બન્યો અને કર્મથી જ તે કેદી બનીને કારાગૃહમાં મર્યો. ભવિતવ્યતાવાદીઓએ પંખીનું દૃષ્ટાંત આપ્યું હતું, તેમ આ કર્મકારણવાદીઓ, એવું જ એક બીજું મનોરંજક દૃષ્ટાંત આપે છે - એક સ્થળે બરાબર બંધ કરેલો એક કરંડિયો પડ્યો હતો. એમાં કંઈક ખાવાનું હશે એમ સમજીને એક ભૂખ્યા ઉંદરે, એ કરંડીયામાં દાખલ થવા માટે કાણું પાડવાનો . ઉદ્યમ શરૂ કર્યો, પોતે એ કરંડીયામાં દાખલ થઈ શકે એટલા માટે એ ઉંદરે કરંડીયાને કાતરવા માંડ્યો.કાતરી કાતરીને કરંડીયામાં એણે કાણું પાડ્યું. એ કરંડીયામાં કોઇએ એક સર્પને પૂરી રાખ્યો હતો. ઘણા દિવસનો ભૂખ્યો એ સર્પ, કરંડીયો કોરાતો હતો તે જાણી અંદર ટટ્ટાર થઈ ગયો. પેલો ઉંદર જેવો એ કરંડિયામાં દાખલ થયો કે તુરત જ પેલા સર્પના મોઢામાં જઈ પડ્યો. સર્પને ભક્ષ અને મુક્તિ એ બેઉ એક સાથે જ સાંપડી ગયા. ઉંદરનું ભક્ષણ કરીને, ઉંદરે જ કાતરી કાતરીને તૈયાર કરેલા કાણામાંથી એ સર્પ બહાર નીકળ્યો અને વનમાં ચાલ્યો ગયો.' “અહીં ઉઘમ તો ઉંદરે કર્યો. પરંતુ ઉદ્યમ કરનાર માર્યો અને અંદર પુરાયેલો સર્પ ત્યાંથી મુક્તિ મેળવીને છટક્યો. કહો ત્યારે, આમાં કર્મ એ જ બળવાન છે કે બીજું કંઈ?” આવી વાત કરીને આ દૃષ્ટાંત દ્વારા કર્મકારણવાદીઓ કહે છે કે “આ જગતમાં બનતા તમામ કાર્યોનું કારણ કેવળ એક કર્મ જ છે. અહીં “કર્મ' શબ્દના અર્થ વિષેની સમજણમાં કંઈ ગુંચવાડો ન ઉભો થાય* Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અનેમંત અને સ્યાદ્વાદ ણ એટલા માટે સ્પષ્ટ કરવાની જરૂર છે કે આપણે જે ઉદ્યમ, પુરૂષાર્થ કે કાર્ય કહીએ છીએ એ અર્થમાં ‘કર્મ' શબ્દ અહીં નથી વપરાયો. સામાન્ય રીતે વર્તમાનમાં કરાતા કાર્યોને પણ કર્મ કહેવામાં આવે છે. પણ અહીં પૂર્વે કરેલા કર્મો અને એ દ્વારા જે પ્રારબ્ધ ઘડાય છે તે અર્થમાં આ શબ્દ વપરાયો છે. ઉદ્યમ : આ ઉદ્યમ શબ્દનો અર્થ આપણે ‘પુરૂષાર્થ એવો કરવાનો છે. ઉદ્યમવાદીઓ કેવળ ઉદ્યમને જ સર્વ કાર્યોનું કારણ માને છે. તેઓ શું કહે છે એ પણ આપણે સાંભળીએ. | ‘કાળ, સ્વભાવ, નિયતિ કે કર્મ અસમર્થ છે; એક માત્ર ઉદ્યમ જ સમર્થ છે. ઉદ્યમથી શ્રી રામચંદ્રજી સાગર ઓળંગી ગયા, ઉદ્યમથી જ તેમણે લંકાનું રાજય મેળવ્યું અને વિભીષણને સોંપ્યું; પુરૂષાર્થથી જ પાંડવોએ કૌરવોને હરાવ્યા.” | ‘ઉદ્યમ વિના ખેતરમાંથી અનાજ અને તલમાંથી તેલ નીપજતું નથી; ઉદ્યમ ન કરે તો એકેંદ્રિય વેલ પણ વૃક્ષ ઉપર ચડી શકતી નથી; ઉદ્યમ કરીને ધાન્ય ઓર્યા વિના પાક થતો નથી; ઉદ્યમ વિના તૈયાર રસોઇનો કોળીયો પણ મુખમાં આવીને પડતો નથી; એક વાર ઉદ્યમ કરવાથી કાર્ય સિદ્ધ ન થાય તો બીજી વાર, ત્રીજી વાર, ફરી ફરી ઉદ્યમ કર્યે રાખવાથી કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે.' ' આ લોકો વિશેષમાં કહે છે કે “કર્મ તો પુત્ર છે છે, ઉદ્યમનું ફળ છે; ઉદ્યમ એનો પિતા છે. ઉદ્યમે જ કર્મ કર્યા છે અને ઉદ્યમથી જ તે ટળે છે. દઢ પ્રહારીએ હત્યાઓ કરીને ઘોર કર્મ ઉપાર્જન કર્યા હતા, છતાં, છ મહિનાના ઉદ્યમ દ્વારા એણે બધા જ કર્મોને ખપાવી દીધા. તેમના માનવા મુજબ, ‘ઉદ્યમની શક્તિ અપૂર્વછે. ટીંપે ટીંપે સરોવર ભરાય; કાંકરે કાંકરે પાળ બંધાય; ઇંટે ઇંટે ગિરિ જેવડા ગઢ નિપજે; આ બધો ઉદ્યમની શક્તિનો જ પ્રભાવ છે. ઉદ્યમથી જ અર્થ, ઉદ્યમથી જ કામ, ઉદ્યમથી જ ધર્મ અને ઉદ્યમથી જ મોક્ષ છે. વિદ્યા અને કળા પણ ઉદ્યમથી જ સિદ્ધ થાય છે.” આ ઉદ્યમવાદીઓના કહેવા મુજબ, “આ જગતમાં કેવળ ઉદ્યમ એ એક જ કારણ છે અને જગતના તમામ કાર્યો કેવળ આ ઉદ્યમને જ વશ વર્તે છે.” એમના અભિપ્રાય મુજબ, ‘ઉદ્યમ શિવાયના બીજા બધા જ કારણો નકામા, નિરર્થક, અર્થહીન અને નપુંસક છે.” આમ, આ પાંચ કારણોને અલગ અલગ રીતે અને પ્રત્યેક કાર્ય માટે કેવળ એક જ કારણને માનનારા મહાશયોની દલીલો આપણે જાણી લીધી. તદુપરાંત, એક જ કારણને માનનારા ઉપરાંત, પાંચ કારણોમાંના જોડકાઓમાં માનનાર વર્ગ પણ છે. કોઈ પ્રારબ્ધ અને પુરૂષાર્થના સુમેળને કાર્યનું કારણ માને Page #104 -------------------------------------------------------------------------- ________________ મને પાંચ કરણ ૮૧ . છે. કોઇ વળી ઉદ્યમની સાથે નિયતિને જોડે છે; તો કોઇ વળી, પ્રારબ્ધ, કર્મ અને ભવિતવ્યતાના ત્રિવેણી સંગમમાં વિશ્વાસ ધરાવે છે. પરંતુ, આ બાબતમાં, પૂરતી ચકાસણી પછી, પુરતા પ્રમાણો મેળવીને અને તમામ આધારો તથા લક્ષણોને તપાસીને તથા સર્વજ્ઞ ભગવંતોના કથન વડે યુક્ત બનીને, જૈન દાર્શનીકો એ પાંચે પાંચ કારણોને એક સમૂહમાં રજુ કરે છે. એમનું કહેવું છે કે “સામાન્ય રીતે, જ્યાં સુધી, આ પાંચેય કારણો ભેગા મળતા નથી, ત્યાં સુધી કશું બનતું નથી.” એમની વાત સર્વથા સત્ય અને બરાબર સમજી લેવા જેવી છે. જૈન તત્ત્વવેત્તાઓનો અભિપ્રાય આપણે હવે ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈએ - પાંચ કારણવાદ: આપણે પાછળ જોઈ ગયા છીએ કે પ્રત્યેક વસ્તુના ગુણધર્મને અને કાર્યકારણભાવને તપાસવાની જેનતત્ત્વવેત્તાઓની રીત અનોખી અને નિરાળી છે. તેઓ વસ્તુના કોઇ એક અંતમાં એક સ્વરૂપમાં-એકાંતમાં માનતા નથી. એમની દષ્ટિ “અનેકાંત છે. એટલે, આ બાબતમાં તેઓ કહે છે કે “કોઇપણ એક જ કારણથી બધું બને છે એમ કહેવું તે “એકાંતસૂચક છે. એકાંત એ મિથ્યાત્વ છે અને અનેકાંત એ સમ્યકત્વ છે.” કાર્યકારણ બાબતમાં તેઓ કહે છે કે : પાંચ આંગળીઓ અથવા બે હાથ ભેગા મળે છે ત્યારે જ કાર્ય થાય છે. હાથ વિના કંઈ પકડી શકાતું નથી, તો પગ વિના ચાલી શકાતું નથી. બે હાથ વિના તાલી પડતી નથી, આગ્રહમાં આવી જઇને કોઇપણ એક જ વસ્તુ યા કારણને મહત્ત્વ આપવાથી કશો અર્થ સરતો નથી.' યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે સેનાપતિને આપણે યશ તો આપીએ છીએ; . પરંતુ, એકલા સેનાધ્યક્ષથી યુદ્ધ જીતાતું નથી. સેનાપતીની યુદ્ધકુશળતા, સૈન્યના શક્તિ અને શિસ્ત, હથીયારોનું ચડિયાતાપણું, સાધનસામગ્રીની વિપુલતા, પૂરવઠાની સલામત વ્યવસ્થા અને છેલ્લે પ્રજાનું પીઠબળ, એ બધાની તેમાં જરૂર પડે છે. આ બધું હોવા છતાં ય યુદ્ધ માટેના હેતુની ધર્મપરાયણતા પણ એમાં ભાગ ભજવે છે.” ' “સુતરના તાંતણામાંથી કાપડ તૈયાર થાય છે. પણ તે પહેલા કપાસનું વાવવું, ઉગવું, કાલામાંથી રૂનું નીકળવું, એમાંથી સુતરનું તૈયાર થવું અને તે પછી, સુતરની જાત (તંતુનો સ્વભાવ) વણકરનો ઉદ્યમ, કાળનો ક્રમ, મિલમાલિકનું ભાગ્ય વગેરે બધા અંગોનો તેમાં સહકાર હોય છે. અરે, એ બધા પછી પણ, પહેરનારનું પ્રારબ્ધ જો ન હોય તો આગ કે એવા કોઇ બીજા કારણો સર, જેને Act of the Government or providence - સરકારી થવા કુદરતી કાર્ય કહે છે તેવા કારણો સર બન્યું બનાવ્યું એ કાપડ પણ વ્યર્થ જાય છે. એમાં પણ નિયતિ (ભવિતવ્યતા) Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૨ માં અનેકંત અને સ્યાદ્વાદ જો હોય તો જ એ કાપડ તૈયાર થાય છે. ભવિતવ્યતાનો સહકાર જો ન હોય તો તેમાં પણ, અનેક વિદ્ગો નડે છે, તે કાર્ય બનતું નથી. આ પાંચ કારણો એક સાથે કેવી રીતે કામ કરે છે એનું એક બહુ સુંદર દૃષ્ટાંત જૈન તત્ત્વવેત્તાઓએ આપ્યું છે. “નિયતિવશાત્ લઘુકર્મી બનીને જીવ, નિગોદમાંથી બહાર નીકળે છે; પુણ્યકર્મથી મનુષ્યભવ અને સરયોગ આદિ સામગ્રી તે મેળવે છે; ભવસ્થિતિનો પરિપાક થાય ત્યારે જીવવીર્ય ઉલ્લસે છે; ભવ્ય સ્વભાવ હોય તો તે ભવ્ય જીવ પુરૂષાર્થથી અને કાળબળે શિવગતિને પામે છે.” આજ દૃષ્ટાંતને એક બીજી રીતે પણ રજુ કરવામાં આવે છે - ‘ભવિતવ્યતાથી જીવ, નિગોદમાંથી બહાર નીકળે છે; સ્વભાવ અનેક કાળના સહકારથી ચરમાવર્તમાં આવે છે; ચરમાવર્તમાં કર્મવડે ધર્મ-પુરૂષાર્થ માટેની પંચેન્દ્રિયપણું વિગેરે આવશ્યક સામગ્રી તેને પ્રાપ્ત થાય છે; અને આ સામગ્રીવડે યુક્ત થયેલો આત્મા, હવે, પંચમકારણ પુરૂષાર્થ દ્વારા જ મોક્ષમાર્ગની સાધના કરે છે, એ માર્ગે પ્રયાણ કરે છે.” આમાં, નિયતિ ઉર્ફે ભવિતવ્યતારૂપી એક કારણ દ્વારા જીવને નિગોદમાંથી બહાર આવવાનું બને છે. ત્યાંથી બહાર આવ્યા પછી, મનુષ્યભવ ઈત્યાદિ મેળવી આપનાર પુણ્યકર્મ, એ કર્મરૂપી બીજું કારણ છે. સ્વગુણ, સ્વભાવ, એ ચોથું કારણ છે અને આત્માને વળગેલો કર્મમળ ધોઈ નાંખીને સંપૂર્ણ રીતે કર્મમુક્ત થવાનો એનો પુરૂષાર્થ એ પાંચમું કારણ છે. આ રીતે, ભવિતવ્યતાથી જીવ નિગોદમાંથી બહાર નીકળ્યો; સ્વભાવથી તે ઉર્ધ્વગામી બન્યો; કર્મથી એને સામગ્રીઓ તથા સુગમતાઓ સંપડ્યા; ઉદ્યમથી તે મુક્તિના માર્ગે આગળ વધ્યો; અને કાળનો પરિપાક થતાં એ આત્મા મુક્ત બન્યો. આથી સ્પષ્ટ સમજાશે કે આત્માની મુક્તિના એક કાર્યને બનવામાં પેલા પાંચેય કારણો જયારે ભેગા મળ્યા ત્યારે જ એ કાર્ય બન્યું. ઉપર ‘નિગોદ અને “ચરમાવર્ત એવા જે બે શબ્દો આવ્યા છે, એની થોડીક સમજણ આપણે અહીં લઈએ. જૈન તત્ત્વજ્ઞાનીઓની માન્યતા મુજબ અનંત કાળચક્રો વીત્યા પછી એક પુદગલ પરાવર્ત કાળ આવે છે. જીવ માટે સંસારવાસનું આ છેલ્લું “સમયવર્તી ભ્રમણ' કહે છે. એને “ચરમાવર્ત નામથી ઓળખવામાં આવે છે. નિગોદમાંથી નીકળેલા જીવને ચરમાવર્તમાં આવતાં સામાન્ય રીતે અનંતકાળ લાગે છે. આ અંગેની વિશેષ સમજણ, રસ પડે તો તજજ્ઞ મહાનુભાવો પાસેથી મેળવી લેવી. Page #106 -------------------------------------------------------------------------- ________________ પાંચ કારણ ૮૩ બીજો શબ્દ ‘નિગોદ’ છે. આ બહુ ઉપયોગી અને સમજવા જેવો શબ્દ છે. આ સમજવા કે સમજાવવા માટે ‘જીવવિષયક વિચારોનું જીવતત્ત્વવિચારનું - આખુયે • શાસ્ત્ર ઉખેળવું પડે. એના માટે ગ્રંથના મહાવિસ્તારની જરૂર પડે અને વળી, એમ કરવા જતાં વિષયાંતર થઇ જાય. આમ છતાં, એ શબ્દનો સંપર્ક આપણને થયો છે તો એને વિષેની સંક્ષિપ્ત સમજણ આપણે મેળવી લઇએ. ‘જૈન તત્ત્વજ્ઞાન અનુસાર એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જે જીવો આ સંસારમાં છે તે બધા ‘નિગોદ’માંથી આવેલા છે. ‘નિગોદ’ એટલે, ‘અનંતા સૂક્ષ્મ એકેંદ્રિય જીવોનું એક શરીર.' આ નિગોદો આ લોકમાં અસંખ્યાતી છે. એક એકમાં અનંતા જીવો ભરેલા છે. તેવી અસંખ્યાત નિગોદોમાં અનંતાનંત જીવો વિદ્યમાન છે. ‘નિગોદમાં વસનારા જીવો અત્યંલ્પ ચૈતન્યવાળા અને કોઇપણ પ્રકારની વિશેષ સામગ્રી યા વિશેષ પુરૂષાર્થની અનુકૂળતા વિનાના-સમાનકર્મી-હોવા છતાં, ત્યાંથી એમને બહાર નીકળવાનું નિયતિ ઉર્ફે ભવિતવ્યતાને વશવર્તી છે.’ ‘આ સંસારમાંથી, સર્વ કર્મોનો ક્ષય કરીને, જેટલા જીવો મોક્ષમાં જાય છે, એટલા જીવો નિગોદમાંથી બહાર નીકળે એવો આ સંસારચક્રનો નિયમ છે. ત્રણેય કાળમાં મોક્ષે જનારા જીવોની સંખ્યા કરતા અનંતગુણા જીવો, એક એક નિગોદમાં રહેલા છે. તે કારણે મોક્ષનો માર્ગ સતત ચાલુ હોવા છતાં આ સંસાર, કોઇપણ કાળે, ખાલી થતો નથી. જીવવિષયક જે પ્રરૂપણ જૈન તત્ત્વવેત્તાઓએ કરેલું છે તેવું બારીક અને સૂક્ષ્મ વિવરણ બીજા કોઇ તત્ત્વજ્ઞાનમાં મળતું નથી. ખાસ કરીને નિગોદના જીવ વિષેની વાતો જૈન દાર્શનિકોએ બતાવી છે, તે સામાન્ય રીતે અગમ્ય હોય તેવું ઘણાને લાગે છે. પરંતુ, આધુનિક વૈજ્ઞાનિકોએ આ વાતનું સમર્થન કરેલું જ છે. તેઓ પણ માને છે કે તમામ પોલાણ સૂક્ષ્મ જીવોથી ભરેલું છે. આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓએ એવી શોધ કરી છે કે ‘એક સોયના અગ્ર ભાગ ઉપર, કોઇપણ જાતની ગરદી કર્યા વિના અને ખુશાલીથી એક લાખ કરતા વિશેષ સંખ્યામાં આરામથી બેસી શકે તેવા સૂક્ષ્મ જીવો આ સંસારમાં છે.’ આ જીવોને વૈજ્ઞાનિકોએ ‘થેકસસ’ એવું નામ આપ્યું છે. આ જોતાં એ સ્પષ્ટ થાય છે કે જૈન તત્ત્વવેત્તાઓએ નિગોદમાં રહેનારા જીવોની જે વાત કરી છે તે સાચી અને પ્રમાણભૂત છે. ‘જીવવિચાર'નો આ વિષય ખૂબ જ રસિક છે. એનો અભ્યાસ કરવાથી વિશેષ ખાત્રી થઇ શકે. સ્થાવર, ત્રસ, સૂક્ષ્મ અને બાદર ઇત્યાદિ જીવો વિષે જેમણે વધારે જાણવું હોય તેમણે આ અંગેનું સાહિત્ય મેળવીને વાંચવું અથવા કોઇ તજજ્ઞ પુરૂષોનો સંપર્ક સાધવો. Page #107 -------------------------------------------------------------------------- ________________ મા ૮૪ નામ અનેકાંત અને ચાદ્વાદ પણ મૂળ વિષય પર પાછા હવે આપણે આવીએ. પાંચ કારણો એક સાથે મળીને એક કાર્યને કેવી રીતે પૂર્ણ કરે છે તે આપણે ઉપર આપેલા નિગોદના જીવના દષ્ટાંતથી જોયું. પણ આ તો ઘણી ઉંચી ભૂમિકાની વાત થઇ. આપણે હવે એક સાદું અને બુદ્ધિગમ્ય દષ્ટાંત લઇએ. એક કાપડની નવી મીલ ઉભી કરવાની છે. એ માટે, પ્રારબ્ધથી પ્રાપ્ત થએલી લક્ષ્મી (મુડી), ઉદ્યમથી તૈયાર કરેલી યોજના અને એ ઉદ્યોગના સંચાલનને બરાબર સમજી શકે તેવા ગુણ-સ્વભાવ-વાળા ટેકનીશિયનો તથા શ્રમજીવીઓ અને એ બધાયનો ભેગો પુરૂષાર્થ યા ઉદ્યમ, એમ ‘કર્મ ઉદ્યમ અને સ્વભાવ એ ત્રણ કારણો ભેગા થાય ત્યારે કાર્યની શરૂઆત થાય છે. આમ છતાં, કાળ પરિપક્વ થયા વિના એ મિલમાંથી કાપડ બહાર નીકળતું નથી. મિલ માટે મકાનો બાંધવામાં, મશિનસ (મંત્રો) ઇત્યાદિ મેળવીને એનું સ્થાપન કરવામાં અને એકથી માંડીને અનેક પ્રકારની વિધિ (Process) માં પસાર થઇને કાપડને તૈયાર થતાં સમય (કાળ) તો લાગે જ છે. Capital Planning, construction, Erection,Administration, Execution, Processing, Finishing - મૂડી, નિયોજન, બાંધકામ, યંત્રોની ગોઠવણી, વ્યવસ્થા, વહીવટ, વિધિ, છેલ્લી પૂર્ણતા - વિગેરે કેટલી બધી બાબતોની તેમાં જરૂર પડે છે? આ બધામાં પાછી નિપુણતા તો જોઈએ જ. • આમ છતાં, આ બધીય અનુકુળતાઓ હોવા છતાં, ભવિતવ્યતાનો સહકાર જો ન મળે, તો બન્યો બનાવ્યો ખેલ પણ બગડી જાય છે.. આમ, પાંચેય કારણોનો સહકાર જ્યાં સુધી ના મળે, ત્યાં સુધી, કપાસમાંથી કાપડ, ઘાસમાંથી દૂધ, ઘઉંમાંથી રોટલી, ડાંગરમાંથી ભાત, શેરડીમાંથી સાકર કે ખાણના સુવર્ણયુક્ત પથ્થરમાંથી અલંકાર બનતા નથી. આવી જ રીતે, જડ કાર્ય કે ચેતનકાર્ય, કોઇપણ કાર્યની પાછળ, પાંચેય કારણો રહેલા હોય જ છે. કોઈપણ એક જ કારણ એકલું, કોઈપણ કાર્યને પૂર્ણ કરી શકતું નથી. આમાં એટલું છે કે કોઇપણ એક કારણ તેમાં પ્રધાનપણે, મુખ્ય ભાગ ભજવતું દેખાય; પરંતુ એ પાંચે જયાં સુધી એકઠા મળતા નથી, ત્યાં સુધી કોઇપણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. અહીં એક વાત બરાબર ખ્યાલમાં રાખવાની છે કે અવસ્થા અને પ્રસંગ અનુસાર અમુક કારણ પ્રાધાન્ય ભોગવતું હોય છે. • | દુધમાં મેળવણ નાંખવાથી દહીં બની ગયું, તેમાં, મેળવણ નાંખવાનો ઉદ્યમ એ મુખ્ય કારણ થયું. પરંતુ એકલા ઉદ્યમ માત્રથી જ દુધમાંથી દહીં બની ગયું એમ કોઈ માનતું નથી. જો એમ જ હોત તો દહીં કદી પણ બગડી ના જાત. એવું જ પ્રત્યેક કાર્યનું સમજવું. Page #108 -------------------------------------------------------------------------- ________________ એમ પાંચ કરણ કામ ૮૫ અનેકાંતવાદની દૃષ્ટિ રાખીને જૈન તત્ત્વજ્ઞાનીઓ કહે છે, કે વ્યવહાર દષ્ટિથી, જ્યારે જે કારણને આગળ કરવાથી ઉદ્યમને પોષણ તથા ચિત્તને સમાધાન પ્રાપ્ત થાય ત્યારે, તે કારણને આગળ કરવું એ અનેકાંતવાદનો યથાર્થ ઉપયોગ છે. પરંતુ, કોઈ પણ એક જ કારણને પકડીને બેસી રહેવું, બીજા કોઈ પણ કારણની ઉપયોગિતા સ્વીકારવાનો ઇન્કાર કરવો, એ અજ્ઞાન છે. મિથ્યાત્વ છે. દુરાગ્રહ છે, રાગદ્વેષની વૃત્તિને પોષનાર છે અને “એકાંતવાદી છે. એ જ રીતે, એકાંતવાદ એ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, દુરાગ્રહ છે અને રાગદ્વેષી વૃત્તિને પોષનાર છે. જે કારણને આગળ કરવાથી અસમાધાન પુષ્ટ થાય, તે કારણને આગળ કરવું તે પણ ‘મિથ્યાત્વ' - “એકાંતવાદ' છે. * “અનેકાંતવાદ' એ “સમ્યક્ત્વ છે. “જ્ઞાન” છે. નિરાગ્રહિતા અને સમાનતાને પુષ્ટ કરનાર છે. જીવનનો એ એક જ સાચો માર્ગ છે. અનુભવ સિદ્ધ છે. ઉપર જણાવ્યા છે તે પાંચેય કારણોનો આ પાંચ કારણવાદ' એ અનેકાંતવાદનું જ એક અંગ છે. ' પાંચ કારણો અંગેની અલગ અલગ કારણવાદીઓની જે ભિન્ન ભિન્ન દલીલો છે, તેના વિરોધમાં અને પાંચ કારણવાદની તરફેણમાં ઘણું વિસ્તારપૂર્વક કહી કે લખી શકાય તેમ છે. પરંતુ વાચકોની વિવેકબુદ્ધિ અને સમજણશક્તિ પરત્વે સંપૂર્ણ માન ધરાવીને અને વિશ્વાસ મૂકીને અહીં આટલું સંક્ષિપ્ત વિવેચન જ કર્યું છે. - હવે આપણે, “સાત નય, પ્રમાણ અને નિક્ષેપ અંગેની વિચારણા તરફ આગળ વધીએ. Page #109 -------------------------------------------------------------------------- ________________ આવા ૮૬ મતદારો અનેવંત અને સ્યાદ્વાદ પણ નયવિચાર - પ્રમાણ અને નિક્ષેપ નય સંબંધી વાત શરૂ કરતાં પહેલા, “નય’ શબ્દનો અર્થ આપણે બરાબર સમજી લઇએ. આ શબ્દ, જૈન તત્ત્વજ્ઞાનનો એક પારિભાષિક શબ્દ છે. એનો સામાન્ય અર્થ, “જ્ઞાન” એવો થાય છે. પરંતુ આ “જ્ઞાન” શબ્દ અહીં એના વિશાળ અર્થમાં વપરાયો નથી, મર્યાદિત અર્થમાં વપરાયો છે. કોઈપણ વસ્તુને જાણવા માટે અથવા સમજવા માટે કોઇને કોઇ જ્ઞાનની આવશ્યક્તા તો પડે જ છે. શાળાઓમાં જે જુદા જુદા વિષયો ભણાવવામાં આવે છે, તે દરેક વિષય, કોઈ એક જ્ઞાનનો વિષય છે. જૈન તત્ત્વવેત્તાઓએ આ નય શબ્દની એક વ્યાખ્યા આપેલી છે. તેઓ કહે છે :“કોઈપણ વસ્તુના એક ગુણ, ધર્મ યા સ્વરૂપને જે સમજાવે તે નય , અગાઉ આપણે જોઈ ગયા કે વસ્તુના ગુણધર્મો અનેક હોય છે. વસ્તુના આ બધા જુદા જુદા ગુણોને જુદી જુદી રીતે સમજવા માટે જૈન શાસ્ત્રકારોએ સાત જુદા જુદા નય બતાવ્યા છે. એટલે, જ્યારે આપણે નયની વાત અહીં કરીએ છીએ ત્યારે સાત નયનો ઉલ્લેખ કરીએ છીએ તેમ સમજવું. આનો વિશેષ અર્થ એ થયો કે એક જ વસ્તુના સાત જુદા જુદા સ્વરૂપોને, ગુણોને કે ધર્મોને જાણવા માટે અને ઓળખવા માટે સાત જુદા જુદા નયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. . આ નયના બે ઉપયોગ છે. એક તો પોતાને સમજવા માટે, એને “જ્ઞાનાત્મક કહે છે, બીજો અન્યને સમજવા માટે, એને “વચનાત્મક' કહે છે. આ જે “નય છે. તેને આપણે સ્યાદ્વાદ સમજવાનું એક “વ્યાકરણ’ કહીશું તો પણ ચાલશે. પ્રત્યેક ભાષાનું પોતપોતાનું વ્યાકરણ હોય છે. સંસ્કૃત ભાષા જો. બરાબર શીખી લેવી હોય, તો સૌ પ્રથમ એના વ્યાકરણનો અભ્યાસ આપણે કરવો પડે છે. એક વખત વ્યાકરણ જો બરાબર આવડી ગયું તો એ મહાનું વાડ્મય સમજવામાં કે સમજાવવામાં કશી મુશ્કેલી આપણને નડતી નથી. એવી જ રીતે, અનેકાંતવાદ તત્ત્વજ્ઞાનને બરાબર સમજી લેવા જે સ્યાદ્વાદ પદ્ધતિનો આપણે ઉલ્લેખ કર્યો છે, તે પદ્ધતિને સમજવાનું આ એક વ્યાકરણ છે, એમ કહીશું તો પણ ચાલશે. એને આખો ય અનેકાન્તવાદ સમજવાનું વ્યાકરણ આપણે માનીશું તો પણ વાંધો નથી. આ નય રૂપી વ્યાકરણનો સાદૂર્વાદ સાથેનો સંબંધ આપણે પ્રથમ સમજી લઈએ. અલંકારિક ભાષામાં ઉપમા આપીને આ વસ્તુ સમજવી હોય, તો આપણે એમ કહી શકીશું કે “ના” એટલે “નદી’ અને ‘સ્યાદ્વાદ” એટલે “સમુદ્ર'. બધી Page #110 -------------------------------------------------------------------------- ________________ નય વિચાર, પ્રણામ અને નિક્ષેપ મામા ના ૮૭ નદીઓ જેમ સમુદ્રને મળે છે, તેમ, આ બધા નયો, સ્યાદ્વાદ રૂપી મહાસાગરમાં ભળી જાય છે. આ નય મારફતે સ્યાદ્વાદનું પૂર્ણ દર્શન આપણે કરી શકીએ છીએ. જૈન આગમોને એટલા માટે જ “સ્યાદ્વાદશ્રુતમય’ માનવામાં આવ્યા છે. આ જે સાત નય છે, તે સાતે નય, પ્રત્યેક વસ્તુ માટે, પોતપોતાના અભિપ્રાયો ધરાવે છે. એ સાતે નયના અભિપ્રાયો પરસ્પરથી ભિન્ન હોવા છતાં, આ બધા જ નયો એકઠા મળીને સ્યાદ્વાદશ્રત રૂપી આગમની સેવા કરે છે. આ વાત બરાબર સમજવા માટે કોઈ રાજ્યના આવક અને ખર્ચ એવા બે ખાતાઓને આપણે લક્ષમાં લઇએ. આવક-ખાતું માત્ર આવક કરે છે. ખર્ચ ખાતું માત્ર ખર્ચ જ કરે છે. આ બન્ને ખાતા પરસ્પરવિરોધી ગુણધર્મવાળા હોવા છતાં, બન્ને સાથે મળીને તે રાજ્યની સેવા જ કરે છે. કોઈ એક બેંકમાં જાઓ. નાણા સ્વીકારનાર કોષાધ્યક્ષ (Receiving cashier) અને નાણા ચૂકવનાર કોષાધ્યક્ષ (Paying cashier) બન્ને જણ તદ્દન વિરૂદ્ધ પ્રકારના કામો કરતા હોવા છતાં એ બન્ને ગૃહસ્થો બેંકની જ સેવા કરતા હોય છે. - એવા જ અર્થમાં, આ સાતે નયો પરસ્પર વિરોધી અભિપ્રાય ધરાવનાર હોવા છતાં, સાથે મળીને સાદ્વાદ તત્ત્વવિજ્ઞાનની સેવા જ કરતા હોય છે. ભિન્ન ભિન્ન સ્વભાવના અને પરસ્પર વિરોધ કરતા એક રાજ્યના સેવકો, તે રાજ્યની સેવા કરતા હોય છે. એવી જ રીતે, આ સાતે નયો પણ સમગ્રપણે સ્યાદ્વાદના સેવકો જ છે. સ્યાદ્વાદ અને નય વચ્ચેનો સંબંધ, સિંધુ અને બિંદુ જેવો આપણે બતાવ્યો. બિંદુ સમુદ્ર નથી, તેમ સમુદ્રથી જુદું પણ નથી. સમુદ્રનો એ એક અંશ છે. એજ રીતે, નય એ સ્યાદ્વાદથી ભિન્ન નથી, સ્યાદ્વાદરૂપ પણ નથી; સાદ્વાદનું એ એક અંગ છે. હવે, આ જે નય છે. તે, વસ્તુના અમુક સ્વરૂપ યા ગુણધર્મોનું જ્ઞાન આપનાર છે, એમ આપણે ઉપર કહ્યું. તો પછી જ્ઞાન મેળવવાની પદ્ધતિનો પણ આપણે વિચાર કરી લઈએ. આ માટે, જૈનતત્ત્વજ્ઞાનીઓએ ટાંકેલું એક વાક્ય આપણે અહીં ટાંકીએ:પ્રમાઇનરીધામ: આ વાક્યનો અર્થ એ થાય છે કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન બે રીતે થાય છે, એક “પ્રમાણ' થી અને બીજું “નય થી. આ વાક્યમાં પ્રમાણ અને નયને અલગ બતાવવામાં આવ્યા છે; પરંતુ, ‘નયનો વિષય એ ‘પ્રમાણ’ નો વિષય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ A ૮૮ ટ કા અનેવંત અને સ્યાદ્વાદ પણ શાસ્ત્રકારોએ, નયને પ્રમાણનો એક અંશ માન્યો છે. પ્રમાણમાં પણ આગમાં અથવા શ્રુત (શાસ્ત્ર) પ્રમાણનો એ અંશ છે. અહીં આપણે પ્રમાણની વાતને વચ્ચે લાવ્યા છીએ, તો ચાલો, પ્રમાણને પણ બરાબર સમજી લઈએ. પ્રમાણ એટલે “સાબિતી. - Proof’ જેના વડે વસ્તુ નિઃસંદેહ અને બરાબર જણાય તથા સમજાય, એ, “પ્રમાણ'. “મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ' એવાં જે પાંચ જ્ઞાન જૈન તત્ત્વવેત્તાઓએ બતાવ્યા છે, તેને, જ્ઞાન સ્વયં એક પ્રમાણ હોઇ, પ્રમાણ તરીકે પણ બતાવ્યા છે. આ પાંચ જ્ઞાન’ વિષે એક જુદું પ્રકરણ આગળ આવવાનું છે. એટલે, અહીં તેનો આટલો ઉલ્લેખ કરીને આપણે આગળ ચાલીએ. ન્યાયદર્શનમાં ચાર પ્રમાણો બતાવવામાં આવ્યા છે. આમાં, “પ્રત્યક્ષ અને પરોક્ષ' એ નામના બે મુખ્ય પ્રમાણો છે. પરોક્ષ પ્રમાણના ત્રણ વિભાગો બતાવ્યા છે, પ્રત્યક્ષ તથા પરોક્ષ શબ્દોના અર્થ તો ઝટ સમજાય તેવા સર્વસાધારણ છે. પરોક્ષ પ્રમાણમાં (૧) અનુમાન (૨).ઉપમાન અને (૩) આગમશ્રિત) એવા ત્રણ વિભાગ છે. આ બધાને ક્રમસર નીચે મુજબ રજુ કરવામાં આવે છે: (૧) પ્રત્યક્ષ પ્રમાણ (૨) અનુમાન પ્રમાણ (૩) ઉપમાન પ્રમાણ (૪) આગમ (શાસ્ત્ર) પ્રમાણ. આ ચારે પ્રમાણોને હવે આપણે ક્રમશઃ સમજીએ.. પ્રત્યક્ષ પ્રમાણ : આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ આપણી પાંચ ઈંદ્રિયો છે. આ પાંચ ઈંદ્રિયો તથા મન દ્વારા જે વસ્તુનો આપણને બોધ થાય, જે વસ્તુ આપણી સમજણમાં આવે તેને પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. દાખલા તરીકે એક ફુલ આપણા હાથમાં આવે, ત્યારે એના રૂપ, ગંધ, રંગ, આકાર વિગેરેનું જે જ્ઞાન આપણને થાય છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. આ ફુલ આપણા હાથમાં ન હોય અને આપણે જોઈ ન શકીએ એવી રીતે ક્યાંક નજીકમાં મૂકેલું હોય, ત્યારે પણ એની ગંધનો અનુભવ આપણે કરી શકીએ છીએ. આ રીતે, નાક દ્વારા થતું બંધનું જ્ઞાન પણ પ્રત્યક્ષ પ્રમાણ છે. આમાં, આપણી ઇન્દ્રિયો સાથે વસ્તુનો જે સંયોગ થાય છે તે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. જીભ સાથે સ્વાદનો, નાક સાથે ગંધનો અને કાન સાથે અવાજનો જે સંબંધ જોડાય છે તેથી દરેક વખતે આપણને તે તે વસ્તુનું જ્ઞાન થાય છે. ' આ ઇંદ્રિયો તથા મન દ્વારા જે જ્ઞાન થાય છે તેને જૈન દાર્શનિકોએ Page #112 -------------------------------------------------------------------------- ________________ નય વિચાર, પ્રણામ અને નિક્ષેપ ૮૯ ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ એવું નામ આપ્યું છે. આના પણ ચાર ભેદ છે. એ ચાર ભેદ માટે જૈન દર્શનમાં ‘અવગ્રહ, ઈંહા, અપાય અને ધારણા' એવા ચાર પારિભાષિક શબ્દો છે. આપણે એને ‘અસ્પષ્ટ ભાસ, આછું દર્શન, નિર્ણય અને સ્મરણાંકન, એવા ચાર નામથી ઓળખીશું તો ચાલશે.’ દુરથી કોઇ વસ્તુ દેખાય અને કશુંક છે એવું લાગે તે (અવગ્રહ) અસ્પષ્ટ ભાસ, નજીક આવતાં તે શું છે એની સમજ પડવા માંડે તે (ઈહા) આછું દર્શન, સમજ પડ્યા પછી તે ‘અમુક જ' છે એવું નક્કી થાય તે (અપાય) નિર્ણય અને પછી ગમે ત્યારે તે આપણને યાદ આવી શકે તેવી રીતે મનઃપ્રદેશમાં અંકિત થઇ જાય તે (ધારણા) સ્મરણાંકન. દાખલા તરીકે દૂરથી કોઇ મનુષ્ય જેવી આકૃતિ દેખાય તે અસ્પષ્ટ ભાસ અથવા ‘અવગ્રહ’ છે. નજીક આવતાં તે પુરૂષ છે કે સ્ત્રી એવું શંકાપૂર્વક લાગવા માંડે તે આછું દર્શન અથવા ‘ઈહા’ છે. પછી, તે પુરૂષ જ છે અને સ્ત્રી નથી એવો નિશ્ચય થાય તે ‘નિર્ણય’ અથવા ‘અપાય’ છે; અને પછી, એ પુરૂષ ફરીવાર આપણને ક્યારેક મળે, ત્યારે આપણે તેને ઓળખી શકીએ એવી રીતે આપણા મનઃપ્રદેશમાં તે અંકિત થઇ જાય, તે ‘સ્મરણ’ અથવા ‘ધારણા’. અહીં એક વાત યાદ રાખવાની છે કે સાંવ્યવહારિક પ્રત્યક્ષના ધારણા-ભેદ અનુસાર વર્તમાનમાં જોયેલા પુરૂષનું મનમાં ચિત્ર અંકિત થઇ જાય ત્યારે, ત્યાં સુધી, એ પ્રત્યક્ષ પ્રમાણનો ભેદ છે. પરંતુ, ભવિષ્યમાં જ્યારે આપણે એને જોઇએ અને સ્મરણથી ઓળખીએ ત્યારે, તે '' * વખતે, તે રીતે ઓળખવાનું પરોક્ષ પ્રમાણમાં આવશે. અનુમાન પ્રમાણ ઃ લિંગથી થતું લિંગીનું જ્ઞાન, એટલે, કોઇ પણ એક વસ્તુ દ્વારા બીજી વસ્તુનું જે જ્ઞાન થાય તે ‘અનુમાન પ્રમાણ’ છે. દાખલા તરીકે ચોક્કસ પ્રકારની વાસ આવતાં કશુંક બળે છે એવો જે નિર્ણય આપણે કરીએ છીએ તે અનુમાન પ્રમાણ છે. આપણી આંખોથી દૂર, આસપાસમાં જો કપરું બળતું હોય ત્યારે આપણને ચોક્કસ પ્રકારની વાસ આવે છે, તેવો અનુભવ તો સૌનો છે. આ વાસ દ્વારા કશુંક બળે છે તેવો જે નિર્ણય કર્યો તેમાં ‘અનુમાન’ કામ કરે છે. આપણી બાજુના ઘરમાંથી અથવા દૂરથી ધુમાડો નીકળતો આપણે જોઇએ, તો તે વડે, ત્યાં અગ્નિ હોવો જોઇએ એવો જે નિર્ણય આપણે કરીએ છીએ તે અનુમાન પ્રમાણ દ્વારા જ થાય છે. દૂર દૂર ક્યાંક અગ્નિના ભડકા દેખાય ત્યારે ત્યાં આગ લાગી હોવી જોઇએ એવું આપણે સમજી જઇએ છીએ. આગ હોલવનાર બંબાને, ઘંટ વગાડતો વગાડતો, ઝડપભેર જતો આપણે જોઇએ ત્યારે પણ કોઇક સ્થળે આગ લાગી છે એવું આપણે માનીએ છીએ. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અનેકાંત અને સ્યાદ્વાદ પણ દૂરથી શરણાઈ અગર બેન્ડવાજાનો અવાજ સાંભળીએ છીએ ત્યારે કશોક ઉત્સવ હોવાનું આપણે ધારી લઈએ છીએ. આ બધું અનુમાન પ્રમાણ ગણાય છે. દૂરની કોઈ પણ વસ્તુ યા બાબત વિષે નિર્ણય કરવામાં આ “અનુમાન પ્રમાણ’ આપણને સહાયભૂત થાય છે. આ “દૂર’ ના બે પ્રકાર છે. એક‘કાળથી દૂર' એટલે ભૂતકાળ અથવા ભવિષ્ય કાળ સાથે સંબંધ ધરાવતું અને બીજું ક્ષેત્રથી દૂર’ એટલે આપણા રહેવાના સ્થળથી દૂર. આ જ રીતે, સૂક્ષ્મ વસ્તુનું જ્ઞાન પણ અનુમાન પ્રમાણથી થઈ શકે છે. ઉપમાન પ્રમાણઃ સાદેશ્યના જ્ઞાન વડે થતું જ્ઞાન તે ઉપમાન પ્રમાણ” ગણાય છે. દાખલા તરીકે, આપણે ત્યાં એક મહેમાન આવે છે. આપણા આંગણામાં એક ગાય બાંધેલી તે જુએ છે. ગાયને જોઈને તે ભાઈ આપણને એમ કહે છે કે તેમના પ્રદેશમાં બરાબર ગાયના જેવું જ એક પ્રાણી થાય છે અને તે રોઝ નામથી ઓળખાય છે. પછી આપણે ક્યારેક તે ભાઈના પ્રદેશમાં જવાનું બને છે અને ત્યાં એક એવું પ્રાણી જોઇએ છીએ કે જે ગાય નથી પણ ગાયના જેવું જ છે. પેલા ભાઇની કહેલી વાત તે વખતે આપણને યાદ આવે છે કે “ગાયના જેવું રોઝ હોય છે. આથી આપણે નક્કી કરી શકીએ છીએ કે “આ પ્રાણી રોઝ છે.” આ ઉપમાન પ્રમાણ થયું. આગમ પ્રમાણ : આH (એટલે જેમનામાં શ્રદ્ધા રાખી શકાય તેવા શ્રદ્ધેય અને પ્રામાણિક) પુરૂષોના વચન, કથન કે લેખનથી જે બોધ (જ્ઞાન) આપણને થાય છે તે આગમ પ્રમાણ કહેવાય છે. સામાન્ય રીતે શબ્દોના આધારે જે જ્ઞાન થાય છે એને શ્રુત પ્રમાણ કહે છે; આગમને શ્રુતનો એક અંશ ગણવામાં આવ્યું છે. આ આગમ પ્રમાણમાં આપણે શ્રદ્ધાનો ઉપયોગ પણ કરવો પડે છે. શાસ્ત્રોમાં જે જે બાબતો દર્શાવવામાં આવી હોય તેનો જે સ્વીકાર આપણે કરીએ છીએ, તે શાસ્ત્રપ્રમાણ દ્વારા જ આપણે કરીએ છીએ. આગમો (શાસ્ત્રો) ની બાબતમાં એક મહત્વની વાત એ હોય છે કે પ્રત્યક્ષ તથા અનુમાન વિગેરે પ્રમાણોથી વિરૂદ્ધ તેમાં કશું હોતું નથી અને તેમાં આલેખાયેલા વચનો, આત્મવિકાસ તથા તેના માર્ગ પર સાચો પ્રકાશ નાંખનારા અને શુદ્ધ તત્ત્વના પ્રરૂપક હોય છે. જૈન તત્ત્વજ્ઞાનીઓએ આગમ પ્રમાણને સિદ્ધ પ્રમાણ માન્યું છે. કેમકે, એ જ્ઞાન જેમણે આપ્યું છે તેઓ વીતરાગ સર્વજ્ઞ ભગવંતો હતા. પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન, પ્રાપ્ત કર્યા પછી જ એમણે તે જ્ઞાન આપ્યું છે અને એમણે આપેલું છે એજ એક મોટું પ્રમાણ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ અસત્યના સંભવિત કારણો છે, એ દૂર થયા પછી અસત્ય બોલવા માટે અવકાશ રહેતો નથી. એટલે, જેઓ વીતરાગ અને સર્વજ્ઞ હતા તેમણે જે કહ્યું છે, તે એક માત્ર જગતના ભલા માટે જ કહ્યું છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ના વિચાર, પ્રણામ અને નિક્ષેપ તા ૯૧ ; કોઈ કદાચ એવો પ્રશ્ન કરશે કે તેઓ સર્વજ્ઞ હતા તેની શું ખાત્રી? એમણે જે કંઈ કહ્યું છે તે બધું સાચું જ છે, તેની પણ શું ખાત્રી?” જેમની બુદ્ધિ ઠીક ઠીક ખીલી હોય તે લોકોને માટે, બુદ્ધિના ઉપયોગથી, વીતરાગ ભગવંતોના કથનની યથાર્થતા સમજવાનું કંઈ કઠીન નથી. આમ છતાં મુખ્યત્વે તો આ શ્રદ્ધાનો વિષય છે, જીવનના નાના મોટા તમામ કાર્યોમાં મહદંશે આપણે શ્રદ્ધા ઉપર જ ચાલીએ છીએ. આપણા માતાપિતા પાસેથી એમના માતાપિતા. કે દાદાદાદી વિષે જે જ્ઞાન આપણને મળ્યું હોય છે, તે જ્ઞાન કે હકીકતો ઉપર આપણે અવિશ્વાસ નથી કરતા. એ વાતને શ્રદ્ધાપૂર્વક આપણે સાચી માનીએ જ છીએ. એ રીતે શ્રદ્ધા રાખવામાં આપણે ઠગાતા નથી. તો પછી, જેમણે અનેકાંતવાદ જેવા અદ્ભુત અને અપ્રતિમ તત્ત્વજ્ઞાનનો આપણને બોધ આપ્યો છે અને જેમણે ભાખેલા ઘણા ઘણા વિધાનોને આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓએ પ્રયોગશાળાઓમાં ચકાસીને સિદ્ધ કરી બતાવ્યા છે, તેવા સર્વજ્ઞ ભગવંતોએ દર્શાવેલા આગમો-શાસ્ત્રો ઉપર અશ્રદ્ધા રાખવાનું કોઈ પણ વ્યાજબી કારણ આપણી પાસે નથી. આ ચારે પ્રમાણો અંગેની સાધારણ માહિતી આપવાનું પુરું કરીને આપણે આગળ વધીએ તે પહેલા આટલી વાત યાદ રાખવાની છે કે એ ચારેમાંનું પહેલું પ્રમાણ જે પ્રત્યક્ષ પ્રમાણ છે તે આપણને ઇંદ્રિયો અને મન દ્વારા બોધ કરાવે છે, જયારે બીજાં ત્રણ-બીજું, ત્રીજું અને ચોથું એ પરોક્ષ પ્રમાણો માત્ર મન અને અન્ય માધ્યમ દ્વારા જ આપણને યથાર્થ સમજણ આપે છે. પરોક્ષ પ્રમાણ ઉપર ત્રણ જાતના બતાવ્યા છે. એ ત્રણને બદલે એના પાંચ ભેિદ પણ પાડવામાં આવેલા છે, અને “સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એવાં નામો અપાયા છે. આની વિગતમાં આપણે અહીં ઉતરતા નથી; પરંતુ. જેમને આ વિષયમાં ખાસ રસ હોય તેમણે તે માટે તજજ્ઞ પુરૂષોનો સંપર્ક સાધવો. - નય અંગેની વિચારણા પર પાછા આવતાં, આ વાત હવે આપણને યાદ રહેશે કે ઉપર જે પ્રમાણો દર્શાવ્યા છે તે પ્રમાણના વિષયનાં અંશને નય ગ્રહણ કરે છે. અગાઉ નિર્દેશ કર્યો છે તે મુજબ નય વ્યાકરણ સમાં છે. આખાય સ્યાદવાદને જો કોઇ અનેકાંતવાદના વ્યાકરણની ઉપમા આપે, તો પછી, આ સાત નયને વિભક્તિ કહેવામાંય વાંધો નથી. એને આપણે ગમે તે નામથી ઓળખીયે, એક વાત બરાબર સમજી લેવાની છે કે આ નય, એ ઘણો મહત્ત્વનો વિષય છે. અહીં, આ નય સંબંધી જે થોડું વિવેચન થયું છે, તે જોઇને, કોઇના મનમાં એવી શંકા ઉભી થવાનો સંભવ છે કે દરેક નય વસ્તુના એક જ સ્વરૂપની વાત કરે Page #115 -------------------------------------------------------------------------- ________________ માં ૯૨ મતદાનમાં અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ છે, તો પછી, એને એકાંત કે મિથ્યાજ્ઞાન કેમ ન કહેવાય? આ પ્રશ્નનો સાધારણ ખુલાસો તો અગાઉ કરેલો જ છે, આમ છતાં, એ પ્રશ્નનો બરાબર જવાબ મેળવીને અને વિષયને સમજીને પછી આપણે આગળ ચાલીએ તો પાછળથી કોઇ શંકા કે કુતર્ક માટે સ્થાન નહિ રહે. એકાંત ક્યારે કહેવાય ? કોઈ એક અંતથી નિર્ણય કરીને, વસ્તુના બીજા સ્વરૂપોનો સ્વીકાર કરવાનો જો ઇન્કાર કરીએ છીએ તો જ તે એકાંત અથવા મિથ્યાજ્ઞાન બને. નય વિષયમાં એવું નથી. એક નય જયારે વસ્તુના એક જ સ્વરૂપને ગ્રહણ કરે છે, ત્યારે બીજા નય અનુસાર જણાવવામાં આવતા વસ્તુના બીજા સ્વરૂપનો તે ઇનકાર નથી કરતો. બીજા નયો દ્વારા રજુ કરવામાં આવતી બાબત, વસ્તુનું બીજું સ્વરૂપ, તેના પ્રથમ સ્વરૂપ કરતાં વિરોધી હોવા છતાં, એ બીજા સ્વરૂપ, તેના પ્રથમ સ્વરૂપ કરતાં વિરોધી હોવા છતાં, એ બીજા સ્વરૂપને પણ, બીજા નય અનુસાર હકીકત તરીકે સ્વીકારવાનો તે વિરોધ કરતો નથી. જેમકે, “સંગ્રહ’ નયની સમજણ . મુજબ વસ્તુનું સ્વરૂપ “અમુક' છે એમ કહેવામાં આવે છે, તેથી. “નૈગમ' નય અનુસારના વસ્તુના બીજા ગુણધર્મનો વિરોધ કે અસ્વીકાર કરવામાં આવતો નથી. એથી ઉલટું. સાતે સાત નય, વસ્તુના જે જુદા જુદા સ્વરૂપો બતાવે છે. તે દરેક નયમાં, તે તે સ્વરૂપે, ગૌણપણે સ્વીકૃત જ છે. એટલે, નયજ્ઞાન મિથ્યાં ઠરતું નથી. બીજી એક વાત ખાસ યાદ રાખવાની છે. તે એ કે, આ બધા નયો, સ્યાદ્વાદના એક અંગ અથવા અવયવ સમા હોઇ, સ્વાવાદમાં જે ‘ચાત્' શબ્દ છે, તેની છત્રછાયામાં જ કામ કરે છે. આ “ચા” શબ્દનું પ્રયોજન નયોની સાપેક્ષતા સૂચવવા માટે પણ છે. પરસ્પર વિરોધી એવા ગુણધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરવા માટે અને એ સ્વીકારને એના સ્વીકારને વ્યાજબી તેમજ સત્ય ઠરાવવા માટે જ “ચાત્' પદનો પ્રયોગ છે. સ્યાદ્વાદ સિદ્ધાંતની આવશ્યકતા અને વિશિષ્ટતા તેથી જ છે, એ આપણે પૂર્વે સમજી લીધેલું છે. નયની ચર્ચા કરતાં કરતાં પ્રમાણ’ વિષેની સામાન્ય સમજુતી આપણે મેળવી લીધી. એ જ રીતે, આ વિચારણાને આગળ ચલાવતા પહેલા એક બીજી વાત સમજી લઇશું તો ઠીક રહેશે. નયને સમજવામાં આ બાબત પ્રમાણ કરતાં પણ વધારે ઉપયોગી છે. આગળ આપણે જોઈ ગયા છીએ કે વસ્તુ માત્ર સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપે હોય છે. આનો અર્થ એ થયો કે આપણે જ્યારે કોઈપણ એક વસ્તુની વાત કરીએ, ત્યારે, એ વસ્તુની એના સામાન્ય અર્થમાં વાત કરીએ છીએ કે વિશેષ (ખાસ) અર્થમાં વાત કરીએ છીએ આ બાબતને ધ્યાનમાં લેવાનું અને લેવડાવવાનું Page #116 -------------------------------------------------------------------------- ________________ નય વિચાર, પ્રણામ અને નિક્ષેપ કરવામાં ૯૩ માં આવશ્યક બને છે. વસ્તુના સામાન્ય અથવા વિશેષ અર્થનો ખ્યાલ રાખ્યા વિના જો વાત કરવામાં આવે તો અર્થનો અનર્થ બની જવાનું તદન સંભવિત છે. દાખલા તરીકે, એક કોઇ માર્ગ પર ચાલતાં, આપણને એક ઓળખીતા ભાઈ મળીને એવા ખબર આપે કે ‘આગળ જમણી તરફનો જે રસ્તો છે તે બંધ છે. આ એક સામાન્ય અર્થ થયો. મરામત થઇ રહી છે અને વાહનોની અવરજવર માટે રસ્તો બંધ છે.' એવો વિશેષ અર્થ કરતા વાક્યનો પ્રયોગ જો ન કરવામાં આવે તો સંભવતઃ આપણે પાછા ફરીશું અને આપણું કામ વિલંબમાં પડશે અથવા બગડશે. બીજો એક દાખલો લઈએ. એલોપેથિક ઔષધોની ઘણી બાટલીઓના લેબલ ઉપર 'Poison' -ઝેર-એવો શબ્દ છપાયેલો આપણે જોઇએ છીએ. સામાન્ય અર્થમાં ‘ઝર’ શબ્દનો અર્થ ‘પ્રાણઘાતક પદાર્થ એવો થાય છે. ડૉક્ટરે આપણને ‘સીઝાબોલ’ નામની ઔષધી લાવીને અમુક રીતે વાપરવાની સૂચના આપ્યા પછી, એ ઔષધ લેવા કેમીસ્ટ'ને ત્યાં આપણે જઇએ અને એની ઉપરના પોઇઝન’ શબ્દને વાંચીને જો પાછા આવીએ તો અર્થનો અનર્થ થશે કે નહિ? આને લગતો એક રમુજી પ્રસંગ આ લેખકને યાદ છે : - સંતાન વિનાના એક ધનવાન ગૃહસ્થનો એક ભત્રીજો ડૉક્ટર થયો હતો. એના પેલા કાકાને હૃદયની અમુક બિમારી હતી. કાકાને પૈસા ન ખર્ચવા પડે એવા હેતુથી, એની પાસે નમુના-Sample-તરીકે મફત આવેલી Neocor' નીઓકોર નામની એક દવાની ગોળીઓની બાટલી એણે પોતાના કાકાને આપી અને છાતીમાં દુખાવો ઉપડે ત્યારે આમાંની એક ટીકડી પાણી સાથે લઈ લેજો” એમ તેણે કહ્યું. કાકા અંગ્રેજી બે ચોપડી ભણેલા અને આયુર્વેદિક ઔષધોમાં વધારે શ્રદ્ધા ધરાવતા હોઇ વિલાયતી દવા વાપરવાનો આ પહેલો જ પ્રસંગ તેમને હતો. બાટલીના લેબલ - ઉપર છપાયેલો “પોઇઝન' શબ્દ વાંચીને તેઓ રડવા લાગ્યા. કોઈ રીતે છાના રહે - જ નહિ. પછી એમના એક વિશ્વાસુ મિત્ર પાસે ખાનગીમાં તેમણે નીચે મુજબ ખુલાસો કર્યો: “જગજીવનભાઇ, જોયું? આ બાબુને મારા ખર્ચે ભણાવીને મેં ડૉક્ટર બનાવ્યો હવે મારી મિલ્કત ઝટ એના હાથમાં આવે એવું પાપ એના મનમાં ઉગ્યું છે. એ મને ઝેર આપીને મારી નાખવા માગે છે.” જગજીવનભાઈ પ્રથમ તો ચમક્યા. પણ પછી વિશેષ વિગત તેમને જયારે જાણવા મળી ત્યારે તેઓ હસી પડ્યા. કાકાએ વગર સમજે અર્થનો કેવો અનર્થ કર્યો હતો એ વાત તેમણે એમને સમજાવી ત્યારે કાકાનો જીવ હેઠો બેઠો. આ રીતે, Page #117 -------------------------------------------------------------------------- ________________ ન ૯૪ રન અનેમંત અને સ્યાદ્વાદ વસ્તુ અને શબ્દના જે સામાન્ય તથા વિશેષ અર્થ હોય છે તેની બરાબર સમજણ ન હોય તો ઘણી બાબતોમાં અને ખાસ કરીને તત્ત્વજ્ઞાનને લગતી ઊંચી ભૂમિકાની બાબતમાં અર્થનો અનર્થ થવાનો સંભવ હોય જ છે. મૂળ વિષય પર પાછા ફરતાં હવે એ વાત તરફ ધ્યાન ખેંચીએ કે અગાઉ પરિચયના પ્રકરણમાં દર્શાવાયું છે તે મુજબ, આ સાત નયને શાસ્ત્રકારોએ બે ભાગમાં વહેંચ્યા છે. (૧) દ્રવ્યાર્થિક : અહીં ‘દ્રવ્ય' શબ્દનો અર્થ “સામાન્ય” (General) એવો કરવાનો છે, આપણે, “માણસ” અથવા “જનાવર’ એવો શબ્દ જ્યારે વાપરીએ ત્યારે, “બધા જનાવરો જેવું કોઇ એક જનાવર’ એવો સામાન્ય અર્થ તેમાંથી નીકળશે આવી જ રીતે પ્રત્યેક વસ્તુમાં “સામાન્ય અર્થ પણ હોય છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર' એ ત્રણ નવો વસ્તુના આ સામાન્ય અર્થને અનુસરે છે અને સામાન્ય અર્થની સમજણ આપે છે, ખાસ યાદ રાખવાનું પાછું એ છે કે, આ સામાન્ય અર્થ પણ જુદો જુદો અને પરસ્પર વિરોધી લાગતો હોઈ શકે છે. | (૨) પર્યાયાર્થિક : અહીં, પર્યાય શબ્દનો અર્થ. “વિશેષ” એવો કરવામાં આવ્યો છે. દ્રવ્યને આપણે કોઇક વસ્તુ (Substance) તરીકે ઓળખીએ છીએ અને પર્યાયને તે વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થા (Different forms or appearances of the substance) તરીકે ઓળખીએ છીએ. જયારે મૂળ દ્રવ્યમાં કોઈ અવસ્થાભેદની કલ્પના કરીએ, ત્યારે, તેમાંથી વિશેષ (ખાસ) અર્થ નીકળે છે. દાખલા તરીકે માણસ તરીકે માણસ “સામાન્ય છે; પરંતુ એ જ માણસ કોઈ સભામાં વ્યાખ્યાન આપતા હોય ત્યારે ત્યાં તે “વક્તા” એવા વિશેષ અર્થમાં રજુ થાય છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને અવંભૂત એ ચાર નયો આ રીતે પર્યાયાર્થિક એટલે વસ્તુને વિશેષ રૂપે ઓળખાવનારા છે. આ વિશેષ સ્વરૂપો પણ પાછા ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરોધી હોઈ શકે છે, એ યાદ રાખવાનું છે. આ દૃષ્ટિથી પ્રથમ ત્રણ નય : નૈગમ, સંગ્રહ અને વ્યવહાર સામાન્યાર્થિક નય તરીકે ઓળખાય છે. છેલ્લા ચાર નય : ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત', વિશેષાર્થિક નર તરીકે ઓળખાય છે. એમને માટેના પારિભાષિક શબ્દો ઉપર જણાવ્યા છે તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક અનુક્રમે છે. હવે આમાં બીજી એક સમજવા જેવી અને મહત્ત્વની વાત પણ છે. અગાઉ આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ અપેક્ષા ચતુષ્ટયની-ચાર આધારોની વાત કરી ગયા છીએ. એવી જ રીતે, અહીં નયનો વિચાર કરવામાં ચાર શબ્દો ધરાવતી એક યા બીજી બાબત પણ આપણે સમજી લેવાની છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ નય વિચાર, પ્રણામ અને નિક્ષેપ ૯૫ આ બાબતને ‘નિક્ષેપ’ એવા નામથી રજુ કરવામાં આવી છે. આ નિક્ષેપ ચાર છે એના નામ નીચે મુજબ છે ઃ(૧) નામ નિક્ષેપ. (૨) સ્થાપના નિક્ષેપ. (૩) દ્રવ્ય નિક્ષેપ. (૪) ભાવ નિક્ષેપ. આ નિક્ષેપ શબ્દ પારિભાષિક હોવાથી એને આપણે બરાબર સમજી લઇએ. નિક્ષેપ એટલે વિભાગ. કોઇપણ એક શબ્દના ચાર વિભાગ પડે છે. એક તો ‘સંજ્ઞા' અથવા નામ; બીજો ‘આકૃતિ’; ત્રીજો ‘દળ’ અને ચોથો ‘ભાવ’ એટલે ગુણધર્મ અને આચાર. આ ચાર પૈકી કોઇ એકનો તે વસ્તુ સાથે સંબંધ જોડવો તેને ‘નિક્ષેપ કર્યો' એમ કહેવામાં આવે છે. કોઇપણ એક શબ્દમાં જ્યારે અમુક અર્થનો આપણે સંબંધ જોડીએ છીએ, ત્યારે, અથવા કોઇ અર્થમાં અમુક શબ્દનો સંબંધ આપણે જોડીએ છીએ, ત્યારે, તેને ‘નિક્ષેપ’ શબ્દથી જૈનતત્ત્વવેત્તાઓ ઓળખાવે છે. કોઇપણ પદાર્થનું આપણે કંઇ નામ આપીએ, એને ઓળખવાની કંઇક સંજ્ઞા નક્કી કરીએ અને પછી એના મૂળ શબ્દ સાથે જે સંબંધ જોડીએ તેને ‘નામનિક્ષેપ કર્યો' એમ કહેવામાં આવે છે. તેને 'Naming a substance' એમ કહેવામાં આવે છે. આપણી ભાષામાં આપણે એને ‘નામાભિધાન’ અથવા ‘નામકરણ’ કહીશું તો ચાલશે. નિક્ષેપને ‘શબ્દનું અર્થકરણ' પણ કહી શકાશે. આમાં ખૂબી એ છે, કે કોઇ શબ્દના ભલે ગમે તેટલા અર્થ કરવામાં આવે, ઉપર જે ચાર નિક્ષેપો બતાવ્યા છે તે ચાર નિક્ષેપો-નામ, સ્થાપના,દ્રવ્ય અને ભાવ મારફતે જ તેનો અર્થ તારવી અને સમજી શકાશે. આ ‘નિક્ષેપ’ એ ફક્ત ત્રણ અક્ષરનો પારિભાષિક શબ્દ છે. ઉપર જણાવ્યા મુજબનો એનો અર્થ જો આપણે બરાબર સમજી લઇએ, તો પછી, એને માટે વિસ્તૃત શબ્દાવલિનો ઉપયોગ કરવાને બદલે, ‘નિક્ષેપ’ શબ્દનો ઉપયોગ જ આપણે ક૨શું તો એને સમજવામાં વાંધો નહિ આવે. આ ચાર નિક્ષેપને હવે આપણે ક્રમશઃ સમજીએ. નામ નિક્ષેપ : વ્યવહાર સમજવા માટે અને આપણી સમજણને સ્પષ્ટ તથા નિયંત્રિત કરવા માટે, કોઇપણ વસ્તુને ઓળખવાના હેતુથી, એને માટે કોઇ સંજ્ઞા અથવા નામ આપણે નક્કી કરીએ જ છીએ એને ‘નામ નિક્ષેપ’ કહે છે. દાખલા તરીકે કોઇ એક પુનમચંદભાઇના પાંચ પુત્રોને ઓળખવા માટે દરેકને જે જુદા જુદા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૬ વર અનેકાંત અને સ્યાદ્વાદ નામ આપવામાં આવ્યા હોય તે ‘નામ નિક્ષેપ’ કહેવાય. આ નિક્ષેપને વસ્તુના નામ સાથે જ સંબંધ છે, એ નામના કોઇ અર્થ કે ભાવ સાથે સંબંધ નથી. જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને, તેમાં રહેલા કોઇ ખાસ અર્થ, ભાવ કે ગુણને કારણે કોઇ ચોક્કસ નામ આપવામાં આવ્યું હોય તો તે નામ નિક્ષેપમાં આવતું નથી. પરંતુ, વ્યક્તિને ઓળખવા માટે એનું જે નામ પાડવામાં આવ્યું હોય તે નામ અને વ્યક્તિ પોતે જ ‘નામ નિક્ષેપ’ એમ સમજવાનું છે. દાખલા તરીકે હનુમાનજીનું બીજું નામ ‘બજરંગબલી' છે. આ બીજું જે નામ છે તે હનુમાનજીમાં રહેલા વિશિષ્ટ ગુણોને કારણે વિશેષણ તરીકે વપરાય છે. એ બીજું નામ એક ભાવ બતાવે છે એટલે તે નામ નિક્ષેપમાં નહિ આવે. હનુમાનજી પોતે ત્યાં નામ નિક્ષેપમાં નહિ આવે. સ્થાપના નિક્ષેપ : કોઇપણ એક વસ્તુમાં બીજી વસ્તુની સ્થાપના કરી. એ સ્થાપ્ય વસ્તુના નામ દ્વારા આપણે ઓળખાવીએ, ત્યારે, ત્યાં ‘સ્થાપના નિક્ષેપ’ થાય છે. આમાં ‘તદાકાર સ્થાપના’ અને ‘અતદાકાર સ્થાપના’ એવા બે ભેદ છે. કોઇ એક દેવ યા વ્યક્તિની પત્થરની મૂર્તિ બનાવીને તે મૂર્તિને આપણે તે તે દેવ યા વ્યક્તિનું નામ આપીએ છીએ. આમાં વસ્તુ પત્થર હોવા છતાં એનો તે દેવ કે વ્યક્તિ જેવો આકાર બનાવીને, કોઇ દેવ કે વ્યક્તિનું તેમાં આપણે આરોપણ કરીએ છીએ. આ ‘તદાકાર સ્થાપના' આકાર બતાવતી સ્થાપના થઇ. બીજી બાજુ, આપણે શેત્રંજની રમતમાં લાકડાનાં કે પ્લાસ્ટીકના મ્હોરા બનાવી, તેમને, રાજા, વજીર, ઊંટ, હાથી, ઘોડો વિગેરે નામ આપીએ છીએ. અહીં તે તે નામોનું આરોપણ આપણે લાકડામાં કર્યું એટલે સ્થાપના નિક્ષેપ કર્યો; પરંતુ, તે મ્હોરામાં રાજા, વજીર, ઊંટ, ઘોડો, હાથી ઇત્યાદિનો આકાર નથી હોતો. એટલે, એ ‘અતદાકાર સ્થાપના’ આકાર ન હોવા છતાં, અમુક આકારવાળા નામોનું આરોપણ કહેવાય. નાટક કે સિનેમાના પાત્રો, ફોટોગ્રાફ, મૂર્તિ વિગેરેમાં મૂળ વ્યક્તિની જે સ્થાપના થાય છે, તે ‘તદાકાર સ્થાપના નિક્ષેપ' કર્યો ગણાય. પાળિયા, સમાધિ, ગંજીપાના, પાના, શેત્રંજના પ્યાદા ઇત્યાદિમાં આકૃતિ ન હોવા છતાં જે વ્યક્તિની સ્થાપના આપણે કરીએ છીએ તે ‘અતદાકાર સ્થાપના’ કહેવાય. એટલે, તે તે નામ દ્વારા નક્કી કરેલી કોઇપણ વસ્તુ યા વ્યક્તિની બીજી કોઇ કે વ્યક્તિમાં સ્થાપના-આરોપણ કરીએ, તેને અહીં ‘સ્થાપના નિક્ષેપ’ થયો એમ ગણવાનું છે. વસ્તુ નામ નિક્ષેપમાં ‘નામ અને વ્યક્તિ' બંને આવે છે જ્યારે આ સ્થાપના નિક્ષેપમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ નય વિચાર, પ્રણામ અને નિક્ષેપ કરતા ૯૭ માં ‘આકૃતિ અને વ્યક્તિ આવે છે. દ્રવ્ય નિક્ષેપ : ભૂતકાળ તથા ભવિષ્યકાળ સાથે સંબંધ ધરાવતી વિવક્ષિત વસ્તુ યા વ્યક્તિના મૂળ સ્વરૂપનો, તે નામથી વર્તમાનકાળમાં ઉલ્લેખ કરવો એને ‘દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. દાખલા તરીકે ભારત વર્ષમાં સ્વાતંત્ર્ય મળ્યા પછી, બ્રિટિશ રાજય અમલ દરમિયાનના દેશના બધા દેશી રાજયોનું હિંદી સંઘમાં એકીકરણ કરવામાં આવ્યું છે, એ બધા રાજ્યોના જે રાજાઓ હતા તેઓ હવે “રાજા” રહ્યા નથી. આમ છતાં, વાસ્તવમાં રાજા મટી ગયેલા એ બધા મહાનુભાવોને આજે વર્તમાનકાળમાં, “અમુક અમુક રાજ્યના રાજા' તરીકે ઓળખવામાં, ઓળખાવવામાં અને સંબોધવામાં આવે છે. આ શબ્દ તેમના ભૂતકાળનો સૂચક હોવા છતાં, વ્યવહારમાં આપણે એમને રાજા” કહીએ છીએ. આ ‘દ્રવ્યનિક્ષેપ થયો. એવી જ રીતે, ભવિષ્યમાં કોઈ માણસને લાખો રૂપીયાનો વારસો મળવાનો હોય, તેને માટે વર્તમાનમાં પણ ‘લક્ષાધિપતિ' એવો શબ્દ-પ્રયોગ આપણે કરીએ છીએ. તેની અમુક ઉમ્મર થતાં લાખો રૂપીયા તેને મળે એવું એક ટ્રસ્ટ અત્યારે હયાત છે. પણ આજે એ રકમ તેની પાસે નથી. આમ છતાં, વ્યવહારમાં એને લક્ષાધિપતિ' કહેવામાં આવે છે. આ દ્રવ્યનિક્ષેપનો પ્રયોગ થયો. આમ સ્પષ્ટ રીતે હવે સમજાઈ જશે કે જે વસ્તુ અથવા વ્યક્તિ વિષે તેના ભૂતકાળ અથવા ભવિષ્યકાળને લક્ષમાં રાખીને કોઈ શબ્દનું આરોપણ આપણે વર્તમાનમાં જ્યારે કરીએ છીએ, ત્યારે તે દ્રવ્ય નિક્ષેપ થાય છે. ભાવ નિક્ષેપ કોઈ પણ વસ્તુ યા વ્યક્તિને, તેની વર્તમાન વ્યવસ્થા વિષે યા તેના વર્તમાન ગુણધર્મ અનુસાર સંબોધવી એને ભાવ નિક્ષેપ કહે છે. “પંડિત જવાહરલાલ નહેરૂ' એ શબ્દ “નામ નિક્ષેપ’ બતાવે છે. તેમના કોઈ ભૂતકાળને કે ફોટાને તે નામ આપવું તે “સ્થાપના નિક્ષેપ છે. વડા પ્રધાન પદ પરથી તેઓ ઉતરી જાય. ત્યાર પછી પણ તેમને ‘વડા પ્રધાન તરીકે ઓળખાવવા તે દ્રવ્ય નિક્ષેપ છે. જ્યારે વર્તમાનમાં, જયાં સુધી વડાપ્રધાન પદે તેઓ વિદ્યમાન છે ત્યાં સુધી તેમને માટે ભારતના વડા પ્રધાન’ એમ કહેવું તે “ભાવ નિક્ષેપ થયો ગણાય. એવી જ રીતે દાન આપનારને દાતા, રાજય કરનારને રાજા, કુસ્તીબાજને પહેલવાન, કાવ્ય લખનારને કવિ, સંઘ કાઢીને લઇ જનારને સંઘવી વિગેરે શબ્દો દ્વારા તેમની તે તે ક્રિયાની વિદ્યમાનતામાં તે રીતે તેમને ઓળખીએ તે ભાવ નિક્ષેપ કર્યો એમ કહેવાય. આમ આ ચાર નિક્ષેપમાં આપણે એક જ વસ્તુ યા વ્યક્તિને ચાર જુદા જુદા Page #121 -------------------------------------------------------------------------- ________________ મા ૯૮ અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ પ્રકારે ઓળખીએ છીએ. પહેલામાં ઓળખવા માટેની સંજ્ઞા અથવા નામ, બીજામાં મૂળ વ્યક્તિના આકારની અથવા નામની અન્ય વસ્તુમાં સ્થાપના, ત્રીજામાં ભૂતકાળ અથવા ભવિષ્યકાળનો વર્તમાન સંબંધ અને ચોથામાં તે વસ્તુ યા વ્યક્તિના વર્તમાનમાં વિદ્યમાન ગુણ ધર્મો ઉલ્લેખ, આટલું એ ચારમાં આવ્યું. આ નિક્ષેપોનું આટલું વિવરણ કર્યા પછી, નય અને નિક્ષેપ વચ્ચે શો સંબંધ છે તે હવે આપણે સમજી લઇએ. ‘ના’, જ્ઞાનમૂલક, વચનાત્મક અથવા જ્ઞાનાત્મક છે. નય મારફતે આપણે વસ્તુનું જ્ઞાન મેળવીએ છીએ. એટલે, એને વસ્તુ (પદાર્થ) સાથે સંબંધ હોવાથી વસ્તુ યા પદાર્થ સાથેના તેના સંબંધને “વિષય-વિષયી ભાવ” કહેવામાં આવે છે. આ નિક્ષેપ, “અર્થાત્મક' છે એક જ શબ્દ અમુક અર્થમાં “નામ” છે, અમુક અર્થમાં ‘આકૃતિ' છે, અમુક અર્થમાં ‘દ્રવ્ય છે અને અમુક અર્થમાં “ભાવ” છે. એની સમજણ આ નિક્ષેપ આપે છે. અહીં આપણે શબ્દ તથા તેના અર્થનો જે પરસ્પર સંબંધ જોડ્યો. તેવો સંબંધ નય અને નિક્ષેપ વચ્ચે છે. નય અને નિક્ષેપ વચ્ચેના સંબંધને “ય-જ્ઞાયક સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. આ સંબંધની સ્થાપના તે નિક્ષેપ છે. એ સંબંધ તથા તેની ક્રિયા દ્વારા જાણી શકાય છે. એટલે, નિક્ષેપ પણ નયનો જ વિષય છે. એ બે વચ્ચે “વા-વાચક-ભાવ' છે. નય અંગેની આ વિચારણામાં આપણે નય શબ્દનો અર્થ સમજ્યા, તેના ઉપયોગ અંગેની સામાન્ય માહિતી પણ આપણે મેળવી અને તેની સાથે, જેની સાથે સંબંધ છે તેવા પ્રમાણ તથા નિક્ષેપ વિષે પણ સંક્ષિપ્ત સમજુતિ આપણે મેળવી લીધી છે. હવે આપણે, “સાત નયને ક્રમશઃ સમજવા માટે આગળ ચાલીએ. Page #122 -------------------------------------------------------------------------- ________________ સાત નય ૯૯ સાત નય પાછળના પાનાઓમાં આપણે નય, પ્રમાણ અને નિક્ષેપ વિષે સામાન્ય સમજણ મેળવી લીધી છે. આપણે એ જોયું છે કે આ બધા આપણને વસ્તુ અથવા પદાર્થ વિષે પોતપોતાની રીતે જ્ઞાન આપે છે. આ રીતે આપણને જે જ્ઞાન મળે છે તે ‘પ્રમાણભૂત જ્ઞાન' હોય છે. જૈન તત્ત્વજ્ઞાન અંગે ભિન્ન ભિન્ન વિદ્વાનોને આપણે મળીએ, ત્યારે તેમાંના દરેક જણ જે ખાસ શાખામાં પ્રભુત્વ મેળવ્યું હશે, તેને લગતી વાત આપણને કરશે. એક જણ આપણને એ તત્ત્વજ્ઞાનની ઐતિહાસિક બાબત જણાવશે, બીજા પાસેથી એની સાંસ્કૃતિક બાબત જાણવા મળશે, ત્રીજા વિદ્વાન્ ગૃહસ્થ આપણને એની સાહિત્યસંભરતા સમજાવશે. આમ આપણને જુદા જુદા સ્થળેથી ભિન્ન ભિન્ન પ્રકારની વાતો જાણવા મળશે. એ બધાની વાતો ભેગી કરીશું તો સરવાળે તો એ બધી એક જ વિષયને લગતી, જૈન તત્ત્વજ્ઞાનને લગતી વાતો હશે. એ બધા વિદ્વાનો પાસેથી આપણને ‘અભિપ્રાયો' પણ સાંભળવા મળશે. તત્ત્વજ્ઞાનની જે શાખાના તેઓ અધિકૃત જાણકાર હશે, તેને વિષે તેઓ પોતાનો અભિપ્રાય આપશે. એ બધાના અભિપ્રાયો આપણે ભેગા કરીશું, તો જણાશે કે તે બધામાં પિતૃવિષય સમા તત્ત્વજ્ઞાનના જ અંશો હશે. એ દૃષ્ટિથી ‘નય’ વિષે આપણે વિચાર કરીશું તો જણાશે કે પ્રત્યક્ષ તથા પરોક્ષ પ્રમાણો દ્વારા જેમ વસ્તુનું સમગ્ર તરીકે યથાર્થ જ્ઞાન આપણને મળે છે, તેમ વસ્તુનાં આંશિક સ્વરૂપનો પરિચય આપણને નય દ્વારા મળશે. પદાર્થના ભિન્ન ભિન્ન અંગોનો, ભિન્ન ભિન્ન દૃષ્ટિથી અભિપ્રાય રજુ કરીને તેનો યથાર્થ પરિચય ‘નય’ આપણને આપે છે. એટલે, આ ‘નય’ શબ્દનો અર્થ ‘અભિપ્રાય’ એવો પણ આપણે કરી શકીશું. પ્રમાણ એ જેમ શુદ્ધ જ્ઞાન છે, તેમ નય પણ એક શુદ્ધ જ્ઞાન છે. તેમાં તફાવત એટલો છે કે પ્રમાણ દ્વારા વસ્તુના અખંડ સ્વરૂપનું આપણને જ્ઞાન થાય છે. ત્યારે નય દ્વારા આપણને વસ્તુના અંશભૂત જુદા જુદા સ્વરૂપોનું જ્ઞાન થાય છે. કોઇએક પ્રયોગશાળા (Laboratory) માં આપણે કોઇ એક વસ્તુ તેના વિશ્લેષણ માટે આપી આવીએ, ત્યારે એ વસ્તુનું પૃથક્કરણ-Analysis-કરીને, તે પ્રયોગશાળાનો વૈજ્ઞાનિક, આપણા હાથમાં એક લિસ્ટ મૂકશે. તે લિસ્ટમાં આપણે નજર નાખીશું તો જે વસ્તુનું એણે પૃથક્કરણ કર્યું તેમાં કઇ કઇ વસ્તુઓ કેટલા કેટલા પ્રમાણમાં છે તે આપણને સમજાશે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મી. અનેકંત અને સ્યાદ્વાદ પણ મનુષ્યના શરીરમાં જે રક્ત ફરે છે તેમાં કેટલી કેટલી બાબતો હોય છે, તેનો ખ્યાલ કોઇ પણ પેથોલોજીસ્ટ આપણને આપી શકશે. કેટલાક રોગો અંગે લોહીની તપાસ કરાવ્યા પછી તેનું ચોક્કસ નિદાન થઈ શકે છે અને ચોક્કસ નિદાન થયા. પછી એનો સફળ ઉપચાર થઈ શકે છે; આ વાત તો આપણે સૌ જાણીએ છીએ. એ જ રીતે “નય દ્વારા વસ્તુના ભિન્ન ભિન્ન અંગોને જાણવાની જે પદ્ધતિ છે, તે પણ આવી જ એક પૃથક્કરણ વિધિ - Analytical process છે. જેના તત્ત્વજ્ઞાનીઓએ વસ્તુના જુદા જુદા સ્વરૂપોનું વર્ગીકરણ (Analysis) કરવા માટે સાત પ્રકારની પ્રયોગશાળાઓ આપણી સમક્ષ રજુ કરી છે અને તેમણે એને “નય, સાત નય' એવું નામ આપ્યું છે. આ સાત નયને હવે આપણે ક્રમશઃ તપાસીએ. એ સાતેના નામથી તો આપણે પરિચિત થઇ ગયા છીએ. અહી તેનો ફરીથી ઉલ્લેખ કરીએ: ૧. નૈગમ નય. ૨. સંગ્રહ નય. ૩. વ્યવહાર નય. ૪. ઋજુસૂત્ર નય. ૫. શબ્દ નય. ૬. સમભિરૂઢ નય. ૭. એવંભૂત નય. આ સાતેને હવે આપણે ક્રમવાર, એક એક નય લઈને, સમજીએ. અહીં એટલું ધ્યાનમાં રહે, કે “નય’ એ, એક દષ્ટિ છે. વસ્તુને જોવાની દૃષ્ટિ છે. એમાં ઉત્તરોત્તર નય, પૂર્વ પૂર્વ નય કરતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર દષ્ટિવાળો છે. - ૧. નૈગમ નય : એની સંક્ષિપ્તમાં વ્યાખ્યા કરવી હોય તો આપણે એમ કહી શકીશું કે : “વસ્તુના સામાન્ય તથા વિશેષ એમ ઉભય સ્વરૂપને માને, પરંતુ અલગ અલગ માને તે નૈગમ.” અંગ્રેજીમાં આને આપણે 'Figurative knowledge' એમ કહી શકીશું. આ “નૈગમમાં મૂળ શબ્દ છે “નિગમ”. નામ-નૈમિ. આમાં જે નિગમ શબ્દ છે તેનો અર્થ “સંકલ્પ' (નિર્ણય) એવો થાય છે. આ નિગમ શબ્દનો “કલ્પના એવો અર્થ પણ થાય છે. કલ્પનાથી થતો વ્યવહાર તે “નૈગમ કહેવાય છે. અહીં - કલ્પના એટલે કોઈ અસત્ કાલ્પનિક ધર્મની સ્કૂરણા નથી સમજવાની, પણ સત્ વાસ્તવિક ધર્મની સ્કૂરણા લેવાની છે. આ નયમાં બે ખાસ વાત આવે છે. આમાં રહેલી પહેલી વાત એ છે, કે Page #124 -------------------------------------------------------------------------- ________________ એમ સાત નય ભૂત, ભવિષ્ય અને વર્તમાન”, એ ત્રણેને આ નય “વર્તમાનવત’ બતાવે છે. આ કેવી રીતે તે આપણે જોઇએ. ૩. અમેરિકા પ્રવાસે જવાનું નક્કી કર્યા પછી પરમાણંદ નામના આપણા એક મિત્ર આપણને મળે છે, ત્યારે કહે છે, કે “હું અમેરિકા જાઉં છું.” હવે પરમાણંદભાઈ જ્યારે આ વાત આપણને કરે છે ત્યારે, તે વખતે તેઓ ખરેખર તો આપણી સામે ભારતમાં જ ઉભા છે. આમ છતાં તેમણે જવાનો સંકલ્પ કર્યો છે, એટલે વ્યવહાર દષ્ટિથી આપણને એમ કહે છે, કે “હું જાઉં છું.” એ વાતનો આપણે વિરોધ નથી કરતા. જવાની ક્રિયા તો ભવિષ્યમાં થવાની છે પરંતુ એમણે સંકલ્પ કર્યો છે, એટલે આપણે એમના પ્રવાસે જવાની વાતને વર્તમાનવત’ માની લઈએ છીએ. મેડીકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર' શબ્દનું સંબોધન સર્વસામાન્ય છે. વિદ્યાર્થી હજુ તો ભણે છે, પાસ થઈને ડૉક્ટર તરીકેનું કામ તો તે ભવિષ્યમાં કરનાર છે. આમ છતાં એમણે ડૉક્ટર બનવાનો સંકલ્પ કરીને, એ માટે અભ્યાસ ચાલુ કરી દીધો હોવાથી, એમને “ડૉક્ટર' નામથી બોલાવવામાં પણ આપણે ભવિષ્યકાળનો ‘વર્તમાનવત્ ઉપયોગ કરીએ છીએ.” આ રીતે વ્યવહારમાં વપરાતા શબ્દપ્રયોગો નૈગમ નય અનુસાર છે. અહીં સંકલ્પની વાત આવે છે એટલે એને “સંકલ્પ નૈગમે” કહેવામાં આવે છે. - ૨. એક માણસ ઝાડ પરથી પડી જાય છે. અથવા એને સાયકલનો ધક્કો લાગવાથી ઈજા થાય છે, ત્યારે તે, “મરી ગયો... ઓ બાપ રે... મરી ગયો એવું બોલે છે. આપણે જોઇશું કે તે પોતે બોલે છે, એટલે તે મરી નથી ગયો. આમ છતાં તે કહેશે કે “મરી ગયો. વ્યાપારમાં કોઈને મોટી ખોટ આવતાં તેને માટે “સાફ થઈ ગયો, ખતમ થઈ ગયો, મરી ગયો” એવા શબ્દનો પ્રયોગ પણ થાય છે. ખરેખર રીતે તો ખોટના પૈસા જ્યારે તે ચૂકવશે, ત્યારે જ “સાફ કે ખતમ થઈ ગયો તેમ કહેવાશે. અને જ્યારે ચૂકવશે ત્યારે પણ તે શબ્દના યથાર્થ અર્થમાં તો તે સાફપૂરેપૂરો સાફ-ભાગ્યે જ થશે. એ જ રીતે કોઈ મકાનની દિવાલ અથવા છાપરૂં પડી જતાં એને માટે “મકાન પડી ગયું એમ કહેવામાં આવે છે. આમાં, ભવિષ્યમાં બનનારી, અથવા બનવા સંભવિત વાતોને, વર્તમાનમાં આંશિક રૂપે કહેવામાં આવી છે. આવી બાબતોના વ્યવહારિક સ્વીકારને “અંશ નિંગમ' કહેવામાં આવે છે. એવી જ રીતે, જ્યારે આપણે એમ કહીએ છીએ કે “અરિહંત, વિદેહમુક્ત અથવા સિદ્ધ છે.” ત્યારે એ વાત વર્તમાનવત્ કહેવામાં આવી હોવા છતાં, તેમાં ભૂતકાળ તથા ભવિષ્યકાળ બંને આવી જાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અનેકાંત અને સ્યાદ્વાદ . કોઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય, છતાં પુરૂં ન થયું હોય ત્યારે પણ એ કામ પૂરું થઈ ગયું. એવી મતલબનું આપણે બોલીએ છીએ. આવું ઘણીવાર બનતું હોય છે. દાખલા તરીકે રસોઇ કરવાની શરૂઆત કરતી વખતે જ “આજે દુધીનું શાક બનાવ્યું છે એવું જયારે આપણે કહીએ છીએ, શાક હજુ તૈયાર થયું નથી, હજુ તો સગડી ઉપર જ છે; છતાં ‘શાક બનાવ્યું છે' એવી વર્તમાનસૂચક વાત આપણે કરીએ છીએ. આમાં જે વસ્તુ હજી બની નથી, તે વસ્તુ બની ગઈ, એમ કહેવામાં ભૂતકાળ ઉપર ભવિષ્યકાળનું આરોપણ કરીને તેની વર્તમાનવતુ રજુઆત કરવામાં આવે છે. આવી જાતની રજુઆતને “આરોપગેંગમ' કહે છે. આ “આરોપનૈગમ'માં અંતભૂત એવા કેટલાક શબ્દ પ્રયોગોને ઉપચારનૈગમ કહે છે. “આ મારો જમણો હાથ છે, આ મારા શિરછત્ર છે, આ મારા હૈયાના હાર છે, આ મારું સર્વસ્વ છે. વિગેરે જે બાબતો અન્યને ઉદેશીને જુદા જુદા કારણોસર કહેવામાં આવે છે, તે ઉપચારનૈગમ દષ્ટાંતો છે. ૩. કોઈ મહાપુરૂષની પુણ્યતિથીના દિવસે આપણે કહીએ છીએ કે “આજે તેઓ નિર્વાણ પામ્યા.” આમાં “આજે શબ્દ વર્તમાનસૂચક છે, જ્યારે નિર્વાણ પામવાનું કાર્ય તો ઘણા વર્ષો પહેલાં બનેલું, એટલે ભૂતકાલીન ઘટના છે. આમ છતાં એ ઘટનાનો આપણે વર્તમાનવત્ ઉલ્લેખ કરીએ છીએ. ભૂતકાળની આ વાતને વર્તમાનમાં જ્યારે આ રીતે આપણે રજુ કરીએ છીએ ત્યારે આપણે વર્તમાન ઉપર ભૂતકાળનો આક્ષેપ કરીએ છીએ. આ પણ આરોપનૈગમમાં આવે છે. આમાં આપણે જોયું, કે ભૂતકાળની, ભવિષ્યકાળની અને ભૂત તથા ભવિષ્ય એ બે ની વચ્ચેના વર્તમાનની અપૂર્ણ ઘટનાઓને આપણે વર્તમાનકાળમાં વર્તમાનવત્ બનાવીએ છીએ. આ નૈગમ નયની એક સમજવા જેવી વાત છે. બીજી વાત વસ્તુતઃ સામાન્ય અને વિશેષ સ્વરૂપની છે. આપણે ઉપર જણાવ્યું છે કે નૈગમ નય વસ્તુના સામાન્ય તથા વિશેષ ઉભય સ્વરૂપને જુદા જુદા માને છે. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઇએ. લગ્ન અથવા એવા જ કોઇ અવસરે આપણે એક ફોટોગ્રાફ પડાવીએ છીએ. એ ફોટામાં આપણા કુટુંબ પરિવાર ઉપરાંત મિત્રમંડળને પણ સામેલ કરીને એક ગ્રુપ ફોટો” આપણે તૈયાર કરાવ્યો છે. આ ફોટોગ્રાફ વિષે, “આ અમારો મિત્રમંડળ પરિવારનો ફોટો છે એમ જ્યારે આપણે કહીશું, ત્યારે આપણે “સામાન્ય અર્થમાં તેનું વર્ણન કરીએ છીએ. પરંતુ ત્યાર પછી એ ફોટોમાંના પુત્ર, પુત્રી, પત્ની, ભાઈ, બહેન વિગેરેના નામ આપીને એમને જયારે જુદા જુદા આપણે ઓળખાવીશું ત્યારે આપણે વિશેષ’ અર્થમાં તેનું વર્ણન કરતા હોઈશું.” Page #126 -------------------------------------------------------------------------- ________________ આ સાત નય દ ર ૧૦૩ આવી રીતે પ્રત્યેક વસ્તુનું પણ સામાન્ય અને વિશેષ-સ્વરૂપાત્મક અને લક્ષણાત્મક વર્ણન જયારે આપણે કરીશું, ત્યારે તે બંને સ્વરૂપનો નૈગમ નય સ્વીકાર કરશે; પરંતુ અલગ અલગ રીતે તેનો પરિચય તે આપણને આપશે. આ થઈ નૈગમ નયની વાત. ૨. સંગ્રહ નય: આ નય વસ્તુના સામાન્ય સ્વરૂપનો પરિચય આપે છે. નૈગમ નયમાં વસ્તુના સામાન્ય અને વિશેષ એ બંને સ્વરૂપો બતાવ્યા છે, તેમાંથી વસ્તુના સામાન્ય સ્વરૂપને લઇને જ આ નય આપણને બોધ આપે છે. અંગ્રેજીમાં આ સંગ્રહ નયને Collective અથવા Synthetic approach કહી શકાય. Synthetic શબ્દ અહીં Synthesis અર્થમાં છે. Synthesis એટલે એકીંકરણ.” આ નય, પ્રત્યેક વસ્તુને કેવળ સામાન્ય ધર્મવાળી જ માનીને એ રીતે તેનો પરિચય આપણને આપે છે. એનો અભિપ્રાય એવો છે, કે “સામાન્યથી જુદું એનું વિશેષ આકાશકુસુમવંતુ છે, અર્થાત્ “અસ” છે. વનસ્પતિને છોડીને લીમડો, આંબો ઇત્યાદિ કંઇ જુદા જોવામાં આવતા નથી. આંગળીઓ કંઈ હાથથી જુદી નથી અને હાથ કંઈ શરીરથી ભિન્ન નથી. નય, દુર્નય ન બને અને સુનય રહે એટલા માટે અહીં આપણે પેલા “સાત' શબ્દને ધ્યાનમાં રાખીને જ ચાલવાનું છે. આ નયનું નામ જ “સંગ્રહ છે; એટલે, વસ્તુઓના સંગ્રાહક (સમગ્ર) સ્વરૂપનું જ તે આપણને દર્શન કરાવે છે. જીવ, માણસ, • જનાવર, ખનીજ વિગેરે શબ્દોનો આપણે જ્યારે પ્રયોગ કરીએ છીએ, ત્યારે, તે દરેક શબ્દમાં ઘણા પ્રકારોનો સમાવેશ થતો હોય છે. આ રીતની વસ્તુની રજુઆત, તેના સામાન્ય અથવા સંગ્રાહક અર્થમાં કરીને એનો પરિચય આ સંગ્રહ નય આપણને કરાવે છે. ' આ સંગ્રહ નયમાં ‘પર સંગ્રહ અને “અપર સંગ્રહ એવા બે ભેદ બતાવ્યા છે. એ બંને શબ્દો “સામાન્ય અર્થના જ સૂચક હોવા છતાં એકમાં “મહાસામાન્ય અને બીજામાં “અવાંતર સામાન્ય’નો નિર્દેશ કરાયો છે. વસ્તુના કોઇપણ વિશેષ ભાવને આ નય સ્વીકારતો નથી. દાખલા તરીકે એક કબાટમાં કોટ, પાટલુન, ખમીસ, ધોતી, સાડી વિગેરે અનેક પ્રકારના કપડા પડ્યા હશે, ત્યારે આ નય એનો એ રીતે પરિચય આપવાને બદલે ફક્ત એટલું જ કહેશે કે “કબાટમાં કપડા છે. અનાજની વખારમાં પડેલા ઘઉં, ચોખા, દાળ, કઠોળ ઇત્યાદિનો અલગ અલગ ઉલ્લેખ કરવાને બદલે, આ સંગ્રહ નય કહેશે, કે ‘વખારમાં અનાજ ભર્યું છે.' આપણે જોઇશું તો વ્યવહારમાં પણ આ રીતે આપણે માત્ર સામાન્ય અર્થની ઘણી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અનેવંત અને સ્યાદ્વાદ પ્રમાણ વાતો કરતા હોઈએ છીએ. આ સંગ્રહ નય અનુસારનો અભિપ્રાય થયો. અહીં આપણે પેલા “સ્વાત’ શબ્દને પાછો યાદ કરીએ. નૈગમ નયમાં વસ્તુના સામાન્ય અને વિશેષ એવા બે સ્વરૂપો આપણે જોયા, તેમાંના એક ‘સામાન્ય સ્વરૂપને સ્વીકારીને જ આ સંગ્રહનય’ બેસી ગયો છે. પંરતુ “ચા” શબ્દને આપણે વચ્ચે લાવીશું તો તરત જ સમજાઈ જશે, કે આ સંગ્રહ નય, વસ્તુના સામાન્ય સ્વરૂપને જ માત્ર ઓળખાવે છે. છતાં બીજા નયનો એ વિરોધ કરતો નથી. ૩. વ્યવહાર નયઃ હવે આ વ્યવહાર નય શું કહે છે તે આપણે જોઇએ. , આ નય, વસ્તુના માત્ર વિશેષ સ્વરૂપને જ માને છે. સંગ્રહ નયે વસ્તુનું સામાન્ય રૂપથી જ સંગ્રહીકરણ કર્યું છે, તેના વિભાગ કરીને, વસ્તુમાં રહેલા વિશેષ અર્થને છુટો પાડીને, આ વ્યવહાર નય આપણને તે વિશેષ'નો પરિચય કરાવે છે, વિશેષથી ભિન્ન એવા કોઈ સામાન્ય તરફ આ નય દૃષ્ટિ જ કરતો નથી. અંગ્રેજી ભાષામાં આ નયને Practical, Individual, Distributive or Analytical approach કહે છે. એને Gradations પણ કહી શકાય. આ વ્યવહાર નય, વસ્તુને વિશેષ ધર્મવાળી જ માને છે. તેના અભિપ્રાય મુજબ, વિશેષ’ વિનાનું સામાન્ય સસલાના શિંગડા જેવું છે; ફક્ત “જનાવર' એટલો શબ્દ બોલીએ, તો તેમાં પૂંછડાવાળા ને પૂંછડા વગરના, શિંગડાવાળાને શિંગડા વગરના વિગેરે ઘણી જાતના જનાવરો તેમાં આવી જાય. એનો સ્પષ્ટ અર્થ તેથી સમજાય નહિ. “વનસ્પતિ લ્યો” એમ કોઇ બોલે તો તેમાં આંબો, લીમડો, જામફળ વિગેરે વિશેષ ભાવ વિના બીજું શું છે? જો વિશેષ અર્થમાં બોલવામાં ન આવે, તો કોણ શું ખરીદે ? “સામાન્ય થી કશી અર્થક્રિયા થતી નથી, વિશેષ પર્યાયો (અર્થ યા સ્વરૂપ) વડે જ કામ ચાલે છે. સંગ્રહ નય કરતાં વ્યવહાર નય તદન ઉલટી જ વાત કરે છે. પરંતુ રોજ બ રોજના જીવનમાં આપણને આવું ઘણું જોવા મળે છે. જે વખતે જે અર્થમાં વસ્તુનો ઉલ્લેખ કરવાથી કામ સરે, તે અર્થમાં તેવા શબ્દપ્રયોગો થાય જ છે. મિઠાઈ વેચનારની દુકાનમાં ‘મિઠાઈ મળે છે એવું આપણે સામાન્ય અર્થમાં બોલીએ જ છીએ. જ્યારે પેંડા કે બરફ યા હલવો આપણે ખરીદવો હોય, ત્યારે એ જ દુકાનને આપણે “પેડાની કે હલવાની દુકાન એમ કહીએ છીએ. એટલે આ બંને નયના અભિપ્રાયો એક બીજાથી વિરૂદ્ધ હોવા છતાં જીવનકાર્યમાં એક બીજાના પૂરક અને ઉપયોગી છે. અહીં પણ પાછો પેલા “સ્માતુ' શબ્દને ધ્યાનમાં રાખવાનો છે. આ વ્યવહારનયથી જયારે સ્યાદ્વાદી વાત કરશે, ત્યારે વસ્તુના વિશેષ સ્વરૂપની વાત જ Page #128 -------------------------------------------------------------------------- ________________ સાત નય ૧૦પ તે કરશે; છતાં, બીજા નયોના અભિપ્રાયોનો સ્યાદ્વાદ સમભાવે સ્વીકાર કરે છે તે યાદ રાખવાનું છે. આ “અનેકાંત'ની વિશિષ્ટતા છે. આ પ્રથમ ત્રણ નયોની એક બીજા ઉપરની ઉત્તરોત્તર ભિન્નતા આપણે જોઇ. પ્રથમ વસ્તુના સામાન્ય અને વિશેષ એવા બે સ્વરૂપોને અલગ અલગ બતાવે છે. બીજો એમાંના સામાન્ય સ્વરૂપનું વિવરણ કરે છે અને ત્રીજો એના વિશેષ સ્વરૂપનો પરિચય આપે છે. અગાઉ આપણે કહ્યું છે કે આ ત્રણ નયો ‘દ્રવ્યાર્થિક' એટલે વસ્તુના સામાન્ય અર્થને અનુસરનારા છે. આમ છતાં અહીં આપણે જોયું, કે વ્યવહાર નય વસ્તુના વિશેષ સ્વરૂપને બતાવે છે. કોઈ એવો પ્રશ્ન સ્વાભાવિક જ કરશે, કે “આમ કેમ?” અહીં એટલે આપણે યાદ રાખવાનું છે કે આમાં જે “વિશેષ’ બતાવવામાં આવે છે, તે “સામાન્યગામી વિશેષ છે, એટલે વ્યવહાર નયનો સમાવેશ ‘દ્રવ્યાર્થિક'માં કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર નય પર્યાયાર્થિક'નયો છે. એ નયોની દૃષ્ટિ પ્રથમના ત્રણ કરતાં સૂક્ષ્મ છે અને તે નયોમાં આપણને વિશેષજ્ઞામી વિશેષ જોવા મળે છે. હવે આપણે ચોથો નય જોઈએ. ૪. ઋજુસૂત્ર નય : આ નય, સ્થળ અને સૂક્ષ્મ પ્રકારે વસ્તુની વર્તમાન અવસ્થાને બતાવે છે-ગ્રહણ કરે છે. એ વર્તમાન કાળવાર્તા અને પોતાની જ વસ્તુને માને છે. અંગ્રેજીમાં એને The thing in its present condition-“વસ્તુ પોતાની વર્તમાન અવસ્થામાં’ એમ કહી શકાય. આ નય, વસ્તુની ભૂત તથા ભાવિ અવસ્થાને માનતો નથી, એ વસ્તુના પોતાના વર્તમાન પર્યાયોને (સ્વરૂપોને) જ માને છે. પારકી વસ્તુના પર્યાયને તે સ્વીકારતો નથી. તે એમ સૂચવે છે કે પારકી વસ્તુના પર્યાયોથી કદી પોતાનું કામ થતું નથી. ભૂત, ભાવિ અને પરાયું, એ ત્રણે કાર્ય કરવા માટે અસમર્થ હોવાથી, આ નય તેને અસત્ અને આકાશકુસુમવત્ માને છે. '. વર્તમાન કાળના જે સૂક્ષ્મ અને સ્થૂલ ભેદ આ ઋજુસૂત્ર નય સ્વીકારે છે, તે, સામાન્ય વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ છે. “આજે” અને “અત્યારે એ બંને શબ્દો વર્તમાનકાળનું જ સૂચન કરતા હોવા છતાં, એમાં સ્કૂલ અને સૂક્ષ્મ એવા બે ભાવો રહેલા છે. આ બે ભેદથી, વર્તમાનકાળને આ ઋજુસૂત્ર નય સ્વીકારે છે. આ નયની દષ્ટિથી, જે વર્તમાન કાળમાં નથી અને જે પોતાનું નથી તે નકામું ગણાય છે, દાખલા તરીકે વર્તમાનકાળમાં જે સાધન આપણી પાસે હોય, તે જ ઉપયોગી થઈ પડે છે. ભૂતકાળની અથવા પારકી વસ્તુ ઉપયોગમાં આવતી નથી. આપણી પાસે એક સાયકલ હોય અને તે વર્તમાનમાં ઉપયોગમાં લેવાની હોય, તેને આ નય સાયકલ કહેશે. અન્યથા તેનો “સાયકલ' તરીકે આ નય સ્વીકાર નહિ કરે. • Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મા અનેકંત અને સ્યાદ્વાદ ૫. શબ્દ નય : વસ્તુ વિષે વપરાતા શબ્દના, લિંગ (જાતિ), વચન, કાળ, સંખ્યા વિગેરે વ્યાકરણભેદ થતા અર્થોને જે જુદા જુદા તરીકે જાણે તથા બતાવે, તે શબ્દનય', આ નય અનેક શબ્દો વડે ઓળખાતા એક પદાર્થને એક જ માને છે. આમ છતાં, શબ્દના લિંગ અને વચન ભિન્ન ભિન્ન હોય, તો પદાર્થને પણ તે ભિન્ન ભિન્ન માને છે. દાખલા તરીકે ઘડો અને ઘડી આ બે શબ્દોમાં એક નર જાતિનો અને બીજો નારી જાતિનો શબ્દ હોવાથી એ બંનેને તે જુદા માનશે. આપણે વ્યક્તિ એવો એક શબ્દ લઇએ, એમાં “નર નારી અને નાન્યતરએ ત્રણે આવી જાય છે. આ ત્રણેના લિંગભેદે જુદા જુદા અર્થ થાય છે. એ શબ્દોને એક વચનને બદલે આપણે બહુવચનમાં વાપરીએ ત્યારે પણ એમાં અર્થભેદ થાય છે. એ જ રીતે મધુરતા, સુંદરતા, કોમળતા, બળવાન, ગુણવાન, ઇત્યાદિ શબ્દો જ્યારે આપણે વાપરીશું ત્યારે લિંગ અને જાતિ મુજબ તેના ભિન્નભિન્ન અર્થ થશે.” આ નય, જે શબ્દ જે અર્થ બતાવતો, હોય, તે અર્થને બતાવવા તે શબ્દ જ વાપરશે. નર અને નારીનો સામાન્ય અર્થ બતાવતા “મનુષ્ય શબ્દને બદલે નારીને સ્ત્રી અને નરને પુરૂષ એવા શબ્દોથી જ તે ઓળખાવશે. એટલે, આ “શબ્દ નય’ લિંગ, વચન, કાળ વિગેરે દ્વારા વસ્તુના અર્થમાં જે ફેરફાર થાય છે, તેને તે તે ફેરફારો મુજબના અર્થમાં બતાવે છે. આમાં મુખ્યત્વે ભાષાનું વ્યાકરણ મહત્વનો ભાગ ભજવતું હોવાથી, આપણે એને “વ્યાકરણવાદી એવું નામ આપી શકીશું. અંગ્રેજીમાં આ નય માટે “Grammatical Approach કહી શકાશે. ૬. સમભિરૂઢ : “શબ્દભેદે અર્થભેદ માને, તે સમભિરૂઢ નય.” એક જ વસ્તુને જુદા જુદા શબ્દો વડે જ્યારે ઓળખવામાં આવે છે, ત્યારે તે શબ્દો પર્યાય Other words કહેવાય છે. તે જુદા જુદા શબ્દોના વ્યુત્પત્તિથી જુદા જુદા અર્થ આપે છે. આ નય, એ જુદા જુદા અર્થને માન્ય રાખીને, શબ્દભેદ વસ્તુને જુદી માને છે. ઉપરનો ‘શબ્દ નય', કુંભ, કળશ, ઘડો' ઇત્યાદિ જુદા જુદા શબ્દોથી ઓળખાતા પદાર્થને એક જ માને છે, જ્યારે આ સમભિરૂઢ નય, એના કરતા સૂક્ષ્મતાથી જોનારો હોઇ, એ ત્રણે શબ્દોથી ઓળખાતા પદાર્થને એક નહિ પણ ભિન્ન ભિન્ન માને છે. આ નયનો એ અભિપ્રાય છે, કે વસ્તુનું નામ બદલાતાં (પર્યાય શબ્દના ભેદ) વસ્તુના અર્થમાં જો ભેદ ન પડતો હોય, તો તો પછી કુંભ અને કાપડમાં પણ ભેદ ના હોય. એટલે, આ નય આપણને એવો બોધ આપે છે, કે એક જ વસ્તુના શબ્દમાં ફેરફાર થતાં, તેમાં પ્રથમ શબ્દ કરતાં જુદો અને ચોક્કસ અર્થ હોય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ED સાત નય - ૧૦૭ - અંગ્રેજીમાં આ નયને ‘Specific knowledge' કહે છે. આ નયની વિશિષ્ટતા એ છે કે, શબ્દના પ્રચલિત અર્થને નહિ, પણ મૂળ અર્થને તે બતાવે છે. દાખલા તરીકે, શ્રીકૃષ્ણના અનેક નામો છે. આ દરેક નામમાં કોઇને કોઇ ખાસ Specific અર્થ હોય જ છે. એ બધાય નામો વ્યવહારમાં શ્રીકૃષ્ણ'નું એક જ નામ સૂચવનારા હોવા છતાં સમભિરૂઢ દૃષ્ટિથી નામભેદે તે દરેકના જુદા જુદા અર્થ છે. “રાજા શબ્દનો અર્થ ‘રાજ્ય કરનાર’ એવો થાય છે. એમને માટે “ગૌબ્રાહ્મણ પ્રતિપાળ” એવો શબ્દ પ્રયોગ જયારે કરવામાં આવે, ત્યારે શબ્દભેદે અર્થભેદ પણ થઈ જાય છે. અહીં, રાજ્ય કરવાનો અને ગાય તથા બ્રાહ્મણનું પાલન કરવાનો એવા બંને ધર્મો રાજામાં છે. પરંતુ આ સમભિરૂઢ નય, રાજાના તે તે ધર્મ લઈને જે જ્યાં કાર્યશીલ હશે ત્યાં તે શબ્દ વાપરશે. આમ, “શબ્દભેદે' અર્થભેદને જાણે તથા સમજાવે તે સમભિરૂઢ નય કહેવાય છે.” * ૭. એવંભૂત નય : આ નય ક્રિયાશીલ Active નય છે. શબ્દના ક્રિયાત્મક અર્થને તે ગ્રહણ કરે છે અને જે વખતે ક્રિયા થતી હોય, તે જ વખતે, ક્રિયાના તે જ અર્થમાં તે શબ્દને તે ઘટાવે છે. આ નયનું નામ “એવંભૂત છે, તે એટલા માટે છે, કે તેના શબ્દનો જે અર્થ છે, તે જ પ્રમાણે (એવું) વસ્તુ હાલ થયેલી ભૂત) છે. એટલે કે તે વસ્તુનો તે સંયોગોમાં જ તે સ્વીકાર કરશે, કોઇપણ શબ્દમાં જે ક્રિયાનો . ભાવ રહેલો હોય, તે ક્રિયામાં જો વર્તમાનમાં ચાલુ નહિ હોય, તો તે શબ્દનો તે અર્થમાં આ નય સ્વીકાર નહિ કરે. આપણે ઉપર જોયું કે “શબ્દ નય, વ્યાકરણ ભેદે અર્થભેદ' બતાવે છે. જ્યારે : આ એવંભૂત નય “ક્રિયાભેદે અર્થભેદ બતાવે છે. આમાં ખાસ ખ્યાલમાં રાખવાની વાત એ છે, કે શબ્દના અર્થમાં ઉલ્લેખાયેલી ક્રિયા જે વખતે ન થતી હોય, તે . વખતે, એ અર્થમાં આ નય કબુલ રાખતો નથી. : દાખલા તરીકે, “ગાયક' શબ્દનો અર્થ “ગીત ગાનાર' એવો થાય છે. એવંભૂત નય એને સર્વ કાળે ગાયક તરીકે નહિ સ્વીકારે. એ માણસ જ્યારે ગીત ગાવા રૂપી ક્રિયા કરતો હશે, ત્યારે જ એને “ગાયક' તરીકે સ્વીકારશે. એ જ રીતે પૂજારી જ્યારે પૂજાની ક્રિયા કરતો હશે ત્યારે જ આ નય એને “પૂજારી” કહેશે. વ્યવહારમાં આ નય અનુસારનું વર્તન ઘણીવાર થતું આપણા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ એક સરકારી કર્મચારી કે મિલમાં કામ કરતો કારીગર, * જે વખતે પોતપોતાની ફરજ ઉપર હશે, તે વખતે રાજ્યતંત્ર અથવા મિલનું વહીવટી તંત્ર, તેમની સાથે જે રીતે વર્તશે, તેવી જ રીતે ફરજ પુરી થયાના સમય પછી નહિ વર્તે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ના અનેકાંત અને સ્યાદ્વાદ માં સરકારી અધિકારી જ્યારે on duty ફરજ ઉપર હોય ત્યારે તેની સાથે કોઇ ઝઘડો, મારામારી કે દુર્વ્યવહાર કરે, તો સરકાર તે અધિકારીનો પક્ષ લે છે. એ મામલામાં જો કોર્ટકચેરીમાં જવું પડે, તો ફરિયાદી સરકાર પોતે બને છે અને તે અધિકારીને ત્યાં સાક્ષી તરીકે જવાનું હોય છે. તે જ અધિકારી જ્યારે પોતાના ઘરમાં કે બહાર off duty, ફરજ ન બજાવતો હોય, ત્યારે એને કોઈ સાથે ગડબડ થાય તો, એ સ્થિતિમાં તેની સાથે સામાન્ય પ્રજાજન તરીકે વર્તવામાં આવે છે. આવા મામલામાં કોર્ટમાં જવું પડે, ત્યાં ત્યાં એણે ફરિયાદી તરીકે જવું પડે છે અને સરકારી સગવડોનો તેને લાભ મળતો નથી. મિલમાં કામ કરતો કારીગર, મિલમાં જ અકસ્માત થતાં ઘાયલ થાય કે મૃત્યુ પામે, તો ત્યાં તે વખતનો Compensationનો હકદાર બને છે. રસ્તા ઉપર, મિલની બહાર કે જો બીજે કોઈ સ્થળે આવું બને તો, મિલના વહિવટદારોને તે સાથે કશું લાગતું વળગતું હોતું નથી. આ બંને કિસ્સામાં એ બંને જણ જયારે ક્રિયમાણ હતા, ક્રિયા કરતા હતા, ત્યારે એવંભૂત નયે તેમને અધિકારી તથા કારીગર તરીકે સ્વીકાર્યા. એ ક્રિયા પૂરી થઇ ગયા પછી, એવંભૂત નયની દૃષ્ટિથી એ બંને જણ તેમના મૂળ નામ અનુસાર, અર્જુનસિંગ અને જોરૂભા જ રહેવાના, અધિકારી કે કારીગર નહિ. આ બંને દૃષ્ટાંતો સ્પષ્ટ રીતે બતાવે છે, કે એવંભૂત નય, એ બંને જણ તેમને કાર્ય દ્વારા અપાયેલા નામોવાળી તે તે પ્રકારની ક્રિયામાં હોય, ત્યારે જ તે તે શબ્દથી તેમને ઓળખશે. સમભિરૂઢ નયની દષ્ટિથી એ બંને જણ માટે “અધિકારી અને કારીગર' એવા શબ્દો તેઓ તે ક્રિયામાં નહિ હોય ત્યારે વાપરી શકાશે. એવંભૂત નય આ રીતે સમભિરૂઢથી વધારે સૂક્ષ્મ અવલોકન કરે છે અને તેનાથી જુદો અભિપ્રાય બતાવે છે. આમ, આ સાતે નયનું સ્વરૂપ આપણે જોયું. આ બધા નયોને ‘શેય પદાર્થ અધ્યવસાય-વિશેષ માનવામાં આવ્યા છે. અધ્યવસાય એટલે “મનોગત સમજણ.” જાણવા યોગ્ય પદાર્થોની જે મનોગત સમજણ-જ્ઞાન આપે તે નય. આ એની સામાન્ય વ્યાખ્યા થઈ. આ સમજણ પણ સ્વતંત્ર-નિરપેક્ષ નથી, અન્ય નયોને સાપેક્ષ છે, અપેક્ષાયુક્ત છે, એ વાત અહીં ભૂલવાની નથી, તો જ અનેકાંતવાદની મર્યાદામાં રહી શકાય. - ઉપર દર્શાવાયું છે તે મુજબ આ સાતે નયો એક એકથી વધારે વિશુદ્ધ છે. ઉત્તરોત્તર નયનો વિષય સૂક્ષ્મ છે; કિંતુ, એક જ વસ્તુને જોવાની-સમજવાની-આ ભિન્ન ભિન્ન બાજુઓ છે. આ સાતેય બાજુઓ છે, આ સાતેય બાજુઓ એકઠી મળીને વસ્તુનો સંપૂર્ણ ખ્યાલ આપે છે. એ સાતે બાજુ મળવાથી વસ્તુ બને છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ માં સાત નય ૧૦૯ આ સાતે નય મળીને જે શ્રુત બતાવે છે, તે પ્રમાણભૃત’ કહેવાય છે. આમાં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે, કે આ બધાય નયો પરસ્પર સાપેક્ષ હોય તો જ સત્ય છે, અન્યથા મિથ્યા છે, દુર્નય છે. એ સાતે નયો પોતપોતાના સ્થાને અમુક - નિશ્ચિત વસ્તુ બતાવે છે, પરંતુ, બીજા નયે બતાવેલી વસ્તુનું ખંડન કરે, તો તે ‘નયા ભાસ” અથવા “દુર્નય’ બની જાય છે. * વસ્તુના અન્ય સ્વરૂપોનું ખંડન કર્યા વિના પોતાની માન્યતાને જે સ્વીકારે તે સુનય છે. બીજા નયને સાપેક્ષ રહીને, બીજી અપેક્ષાઓને આધીન રહીને, વસ્તુનું યથાર્થ સ્વરૂપ બતાવે ત્યારે તેની ગણના, “સ્યાદ્વાદ શ્રત'માં થાય છે. - અહીં એક વાર ફરીથી પેલા “ચાત્' શબ્દને આપણે યાદ કરી લઈએ. આ શબ્દનું પ્રયોજન અન્ય નયોની સાપેક્ષતા સૂચવવા માટે છે. પરસ્પર વિરુદ્ધ એવા ધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરવા માટે, પૂરી સમજણથી સ્વીકાર કરવા માટે જ, આ સ્યાદ્વાદ સિદ્ધાંતની આવશ્યક્તા છે. જૈન દર્શનની એ જ એક વિશિષ્ટ અપૂર્વતા છે. વસ્તુ એક જ હોવા છતાં, એના ભિન્ન ભિન્ન સ્વરૂપો બુદ્ધિમાં ઉદ્દભવે જ છે. આ ભિન્ન ભિન્ન પ્રકારની બુદ્ધિને આપણે “નય બુદ્ધિ' કહી શકીશું. પ્રત્યેક વસ્તુ અનેકગુણધર્માત્મક છે. નયની સહાયથી, એ ભિન્ન ભિન્ન ગુણધર્મોને જાણવાનું થતું જ્ઞાન જે છે, તે પણ ભિન્ન ભિન્ન છે. દરેક વ્યક્તિ પોતપોતાની શક્તિ અને સમજણ અનુસાર -Calibre and catagory મુજબ-તે જાણી યા સમજી શકે છે. - પાછળના પાનાંઓમાં જે ચાર પ્રમાણો આપણે જોયા છે, તે પ્રમાણો વસ્તુને સમગ્રપણે જણાવતા હોવાથી ખાસ મતભેદો ઉભા થતા નથી. પરંતુ વસ્તુને અંશથી જ્યારે જોવામાં આવે છે, ત્યારે ત્યાં મતભેદને સ્થાન રહે છે. આ મતભેદો નિવારવાનું સાધન તે આ “નય-જ્ઞાન છે. આપણી મનોગત સમજણ જે છે, જેને જૈન તત્ત્વજ્ઞાનની પરિભાષામાં અધ્યવસાય’ કહેવામાં આવે છે, તે આપણો એક અભિપ્રાય છે. આ અભિપ્રાય શબ્દ દ્વારા અર્થ દ્વારા એમ બે પ્રકારે વર્તે છે. શબ્દમાં બે પ્રકાર હોય છે. એક રૂઢીગત-રૂઢી અને પરંપરાથી જે વપરાય છે. બીજો શબ્દ વ્યુત્પત્તિથી એટલે વ્યાખ્યાથી બનેલો હોય છે. આવી જ રીતે, અર્થના પણ બે ભેદ છે. એક “સામાન્ય’ - Common અને બીજો વિશેષ-Specific. આપણે જે સાત નયો જોઇ ગયા, તેમાં પ્રથમના ચાર નય, “નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર' અર્થપ્રધાન નય છે. છેલ્લા ત્રણ, “શબ્દ સમભિરૂઢ અને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અનેકાંત અને સ્યાદ્વાદ પણ એવંભૂત' એ શબ્દપ્રધાન નય છે. નૈગમ નય આપણી પાસે વસ્તુના સામાન્ય અને વિશેષ એમ ઉભય અર્થને રજુ કરે છે. સંગ્રહ નય કેવળ સામાન્ય અર્થને જ સ્વીકારે છે. વ્યવહારનય, ‘શાસ્ત્રીય અને તાત્ત્વિક એવા સામાન્ય કે વિશેષની દરકાર કર્યા વિના,” લોક વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા વિશેષ અર્થને જ સ્વીકારે છે, બતાવે છે. જયારે ઋજુસૂત્ર કેવળ વર્તમાન ક્ષણને જ સ્વીકારે છે, વર્તમાન ક્રિયાના ઉપયોગી અર્થનું જ નિરૂપણ કરે છે. આમ, આ ચાર અર્થનય થયા. શબ્દ નય છે, તે, રૂઢિથી શબ્દોની પ્રવૃત્તિને સ્વીકારે છે. સમભિરૂઢ નય વળી વ્યાખ્યાથી શબ્દોની પ્રવૃત્તિ તરફ આપણું ધ્યાન ખેંચે છે. જયારે છેલ્લો એવંભૂત નય, ક્રિયાશીલ વર્તમાનને - Active present ને સ્વીકારે છે; વસ્તુ જયારે ક્રિયાશીલ- In Action હોય, ત્યારે જ તેને તે વસ્તુ તરીકે કબુલ રાખે છે. આમ, આ ત્રણ નયો શબ્દપ્રધાન નય થયા. આ બધી તો વિચારમૂલક-તત્ત્વજ્ઞાનની વાતો થઈ. પણ ધર્મમૂલક એટલે ધર્મના આચરણ માટેની કાર્યમૂલક બાબતો આપણે જયારે વિચારવાની હોય ત્યારે, તે ખાસSpecific- હેતુ માટે, જૈન દાર્શનિકોએ બે નય બતાવ્યા છે. આ બે નય છે : (૧) વ્યવહાર નય. (૨) નિશ્ચય નય. અહીં, નિશ્ચયનો એક અર્થ “સાધ્ય” એવો થાય છે. વ્યવહારનો અર્થ અહીં, સાધન' એવો ગણ્યો છે. સાધનો વડે જે સાધ્ય સિદ્ધ થાય, તે સાધનો વ્યવહારના ક્ષેત્રમાં આવે છે. સિદ્ધ થનારૂં જે “સાધ્ય છે, તે નિશ્ચયના ક્ષેત્રમાં આવે છે. દાખલા તરીકે, ધ્યાનની ક્રિયા દ્વારા આત્માની શક્તિનો વિકાસ થાય છે. આમાં “શક્તિનો વિકાસ’ એ સાધ્ય, એટલે નિશ્ચય અને ધ્યાનની ક્રિયા તે સાધન, એટલે વ્યવહાર ગણાય. સામાયિકની ક્રિયા દ્વારા આત્મામાં સમભાવ સિદ્ધ થાય છે. આમાં ‘સમભાવ” તે સાધ્ય અથવા નિશ્ચય અને સામાયિકની ક્રિયા, તે સાધન વ્યવહાર ગણાય. નિશ્ચય શબ્દનો અર્થ વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ” એવો થાય છે. અહીં, એ જ સ્વરૂપનું અનુકૂળ બાહ્ય સ્વરૂપ તે વ્યવહાર ગણાય. દષ્ટાંત તરીકે, “નિશ્ચય સમ્યકત્વ' એટલે આત્માની તત્ત્વશ્રદ્ધાની પરિણતિ. એ પરિણતિને અનુકૂળ સમ્યક્ત્વનો બાહ્ય આચાર તે વ્યવહાર સમ્યકત્વ.” અહીં ખાસ લક્ષ્યમાં રાખવાની વાત એ છે કે “નિશ્ચયને કેંદ્રસ્થાને રાખીને આચરવામાં આવતો વ્યવહાર એ જ સવ્યવહાર છે અને નિશ્ચયના લક્ષ્ય વિનાનો Page #134 -------------------------------------------------------------------------- ________________ આ સાત નવા દ ર ૧૧૧ બધો જ વ્યવહાર અસદુવ્યવહાર છે. આ નિશ્ચય અને વ્યવહારની વાત ખૂબ ખૂબ અગત્યની છે. આપણી ઉન્નતિ અથવા અવનતિનો માર્ગ આ નિશ્ચય તથા વ્યવહાર અંગેની આપણી સ્પષ્ટ સમજણ એટલે સમ્યગૂંજ્ઞાન અથવા અજ્ઞાન ઉપર આધાર રાખે છે. આત્મિક (પારમાર્થિક) અને ભૌતિક (વ્યવહારિક) એ બંને ક્ષેત્રોમાં આપણો સાચો ઉત્કર્ષ, નિશ્ચય અને વ્યવહાર વિષેની આપણી સુસમજણ દ્વારા જ સાધી શકાય છે. આપણે પારમાર્થિક ક્ષેત્રની વાત લઈએ. ‘આત્મા સ્વભાવથી શુદ્ધ છે અને કર્મથી બંધાયેલો છે, એટલે અશુદ્ધ છે. આ વાત તો સૌએ કબૂલ રાખેલી છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે જો પ્રગતિ કરવા ઇચ્છતા હોઇએ, તો એવો નિર્ણય આપણે કરવો પડશે, કે આત્માને વળગેલી અશુદ્ધિને ટાળીને આત્માના મૂળ સ્વરૂપને સિદ્ધ કરવું એ એક માત્ર ધ્યેય આપણી તમામ પ્રવૃત્તિઓનું કેદ્ર હોવું જોઇએ. આવો નિશ્ચય જયારે આપણે કરી લઇશું ત્યારે તે શુદ્ધ નિશ્ચય દષ્ટિ બની જશે. હવે આવો નિશ્ચય જો આપણે એકવાર કરી લઇએ, તો પછી, આપણા તમામ આચારનું એક માત્ર લક્ષ્ય આત્માને લાગેલી અશુદ્ધિઓને દૂર કરવાનું રહેશે. જૈન તત્ત્વજ્ઞઆનીઓએ મોક્ષપ્રાપ્તિના સાધન તરીકે “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ એવું એક વાક્ય આપેલું છે. આ વાક્યમાં નિશ્ચય અને વ્યવહાર એ બંને બાબતોનો ઉલ્લેખ છે. આમાં, “આપણે આપણા આત્માને મુક્ત કરવો છે.” એવું જે “જ્ઞાન છે તે ‘નિશ્ચય છે અને એ માટે જે કંઈ કાર્ય, આચરણ વિગેરે રૂપી ક્રિયા કરવાની છે તે વ્યવહાર” છે. - “વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ' નિશ્ચય એવો જે અર્થ આપણે ઉપર કર્યો છે તે પણ આ દૃષ્ટિથી જ કરવામાં આવ્યો છે. આપણા શરીરને આપણે ચેતન અવસ્થામાં . જ્યારે જોઇએ છીએ, ત્યારે તેમાં જીવ પદાર્થનો પુદ્ગલ પદાર્થ સાથેનો જે સંયોગ થયો છે, તે આપણી સમજણમાં આવે જ છે. આપણી તમામ પ્રવૃત્તિઓનો કર્તા અને ભોક્તા આત્મા પોતે જ છે, એ વાત પણ આપણે જાણીએ છીએ. આ આત્મા માટેનું અંતિમ ધ્યેય, પોતાના પુદ્ગલમિશ્રિત અશુદ્ધ સ્વરૂપમાંથી મુક્ત થવાનું અને એમ કરીને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનું મનાયું છે. આ જે “શુદ્ધ સ્વરૂપ છે તે જીવ દ્રવ્યનું પોતાનું મૂળ તત્ત્વ છે. આ મૂળ તત્ત્વને સમજનારી દષ્ટિ, તે “નિશ્ચય નય છે અને એની વર્તમાન અવસ્થાને સ્પર્શનારી દષ્ટિ, તે “નિશ્ચય નય છે. અને એની વર્તમાન અવસ્થાને સ્પર્શનારી દષ્ટિ, તે “વ્યવહાર નય છે. અહીં જે દૃષ્ટિ, આત્માની વર્તમાન અવસ્થાને સ્પર્શે છે, તે દૃષ્ટિ, નિશ્ચયનયની અપેક્ષાને આધીન Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ના અનેકાંત અને સ્યાદ્વાદ પણ રહીને, નિશ્ચિત સ્થાને પહોંચવા માટેનો આચરણ-માર્ગ પણ આપણને બતાવે છે. આ વ્યવહારને સ્પર્શતી વાત થઇ. એટલે જ્યારે વ્યવહારમાં આચરણ કરવાની વાત આવે, ત્યારે નિશ્ચય નયને નજર સામે રાખીને જ આપણો વર્તમાન - Code of conduct - આપણે નક્કી કરવો પડે. નિશ્ચય દષ્ટિ તત્ત્વસ્પર્શી પવિત્ર જ્ઞાન દૃષ્ટિ છે. આપણા વ્યવહારમાં દાખલ થઈ જતી અશુદ્ધિઓને દૂર કરવાનું અને અટકાવવાનું કામ તે કરે છે. આપણા ધ્યેયને નજર સમક્ષ રાખ્યા વિના આપણો કાર્યક્રમ નક્કી કરવામાં આવે, તો તેથી કશો અર્થ સરતો નથી. એ જ રીતે, પારમાર્થિક ક્ષેત્રમાં આપણે નિશ્ચય દષ્ટિ અળગી કરીને વર્તવા માંડીએ, તો આપણે ખાડામાં જ પડવાના. એટલા માટે જૈન તત્ત્વવેત્તાઓએ એવું કહ્યું છે, કે માણસે પોતાનું આંતરિક તેમ જ બાહ્ય એમ બંને પ્રકારનું જીવન ઉચ્ચ અને શુદ્ધ રાખવું. આપણી નજર નિશ્ચિત હોવા છતાં વ્યવહારને આપણે શુદ્ધ ન રાખીએ અથવા વ્યવહાર શુભ આશયી હોવા છતાં, નિશ્ચય ઉપરથી આપણું ધ્યાન જો આપણે ખસેડી નાંખીએ તો તે બંને કાર્ય આપણે માટે વિઘાતક બની જશે. . જ્ઞાન અને વિવેકના સદ્ભાવ-અભાવમાં જે કંઈ કરવામાં આવે છે. તેને અંગે જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જે આસવા તે પડિસ્સવા, જે પડિસ્ચવા તે આસવા’ અર્થાત્ “આત્માને કર્મબંધ કરાવનારાં સ્થાનો (જ્ઞાની કે વિવેકીને) કર્મમાંથી છોડાવે છે અને કર્મમાંથી છોડાવનારાં સ્થાનો (અજ્ઞાની કે અવિવેકીને) કર્મનો બંધ કરાવે છે. આ વાત બહુ સમજવા જેવી છે. આ વાક્ય દ્વારા એવો બોંધ આપવામાં આવ્યો છે કે, જે પ્રવૃત્તિ, જ્ઞાની તથા અવિવેકીને કર્મનાં બંધન કરાવનારી બને છે, તે જ પ્રવૃત્તિ, જ્ઞાની અને વિવેકી સજજનોને કર્મમાંથી મુક્તિ આપનારી - કર્મનિર્જરારૂપ થાય છે. એથી ઉલટું, જે પ્રવૃત્તિ અજ્ઞાની તથા વિવેકી આત્માઓને કર્મનાશરૂપ બને છે, તે જ પ્રવૃત્તિ, અજ્ઞાની અને અવિવેકી પુરૂષોને કર્મબંધનરૂપ થાય છે. દાખલા તરીકે, એક જ્ઞાની અને વિવેકી માણસ કોઈ માંદાની માવજત કરે છે, ત્યારે પોતાનામાં પરકલ્યાણની શુભ ભાવના સચવાઈ રહે અને અહંભાવ ઉપસ્થિત ન થાય, તેવો નમ્રતા ભાવ જાળવી રાખવા માટે તે સતત પ્રયત્નશીલ હોય છે. એથી ઉલટું અજ્ઞાની અને અવિવેકી માણસના હાથે કોઈ જનકલ્યાણનું નાનું સરખું પણ કામ થઈ જતાં, તે અહંકારથી ફલાઇને જ્યાં ત્યાં પોતાની બડાશો મારતો હોય છે, અથવા પોતે એક મહાન્ સત્કાર્ય કર્યું એવા અહંભાવને પોષતો હોય છે. અહીં સેવાનું કાર્ય બંને જણે કર્યું. પરંતુ સમજણ ભેદે એકને માટે તે કર્મનાશમાં પરિણમ્યું અને બીજાને માટે તે કર્મબંધન બની ગયું. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ નિશ્ચય દૃષ્ટિ અને વ્યવહાર દૃષ્ટિ એ બે વચ્ચેનો સંપર્ક સતત જળવાઇ રહે, તો આવું, ઉપર જણાવ્યું તેવું, કર્મબંધક પરિણામ ન આવે. નિશ્ચયને આપણે ‘સાધ્ય’ અને વ્યવહારને ‘સાધન' તરીકે ઓળખ્યા છે. આમાંથી એટલું તો ફલિત થાય જ છે કે, જે ‘સાધન’ આપણને ‘સાધ્ય’ તરફ દોરી ન જાય, તે સાધન એટલે તેવો વ્યવહાર, નક્કામો અને નિરર્થક છે. આ સાધન પણ, સાધ્ય તરફ દોરી જનારૂં ત્યાં સુધી જ રહેશે, જ્યાં સુધી સાધ્ય ઉપર આપણું લક્ષ્ય ચોંટેલું રહેશે. સાધ્ય ઉપરથી એટલે ‘નિશ્ચય’ ઉપરથી આપણી નજર જો રહી ગઇ, તો આપણા સાધનોમાં વિકૃતિ આવ્યા વગર રહે જ નહિ. સાત નય નિશ્ચય દૃષ્ટિનો આ વિષય એક વિરાટ સમજણ માગી લે છે. જૈન દાર્શનિકો દ્વારા એની અદ્ભુત છણાવટ કરવામાં આવી છે. એ વાતને પૂર્ણપણે જો સમજાવવામાં આવે, તો વ્યવહાર માર્ગ પણ આપમેળે જ નિશ્ચિત થઇ જાય. એ રીતે નિશ્ચિત થએલો વ્યવહાર માર્ગ, નિઃશંક ઉત્કર્ષ માર્ગ બની જાય. ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષેના પ્રકરણમાં આપણે જોયું છે કે તત્ત્વજ્ઞાન આપણને સુવિચાર આપે છે અને ધર્મ આપણને આચરણ શીખવે છે. આ સુવિચાર જે છે તે જ ‘નિશ્ચય દૃષ્ટિ’ છે અને સદાચરણ તે ‘વ્યવહાર દૃષ્ટિ' છે. સારો વિચાર અને સારો આચાર, એ બંને પરસ્પર સંકળાયેલા અને એક સરખા મહત્ત્વવાળા છે તે આપણે સમજ્યા છીએ. પણ એવી જ રીતે, નિશ્ચય અને વ્યવહાર પણ પરસ્પર સંકળાયેલા છે. નિશ્ચયને છોડીને સર્વ્યવહાર થઇ શકતો નથી અને સર્વ્યવહારને છોડીને નિશ્ચયને વળગી .રહી શકાતું નથી. અધ્યાત્મશાસ્ત્ર આપણને આપણું અંતિમ ધ્યેય બતાવે છે. એ અંતિમ ધ્યેય ઉપર આપણી નજરને સ્થિરપણે ટકાવી રાખીને, ત્યાં પહોંચવા માટે આપણે જે વર્તન-આચરણ કરીએ, તે જ સાચી વ્યવહાર દૃષ્ટિ છે. નિશ્ચય દૃષ્ટિ શું, એ વાત તો હવે આપણે બરાબર સમજી ગયા. હવે આ વ્યવહાર વિષે થોડોક વિચાર આવશ્યક છે. કેમકે, નિશ્ચયને સમજીને ધારણ કરવો એ એક વાત છે, જ્યારે વ્યવહારને વળગી રહેવું એ બીજી વાત છે. એક વસ્તુને માની લેવામાં કશી મુશ્કેલી નડતી નથી. એ માન્યતા અનુસારનું વર્તન રાખવામાં ખરી મુશ્કેલી નડે છે. આ જગતમાં આપણે ઘણા એવા માણસો જોઇએ છીએ, જેઓ શુભ આશયવાળા હોવા છતાં, શુભ વર્તન કરી શકતા નથી. કારણો તો અનેકવિધ હોય છે. જૈન દાર્શનિકોએ સ્યાદ્વાદ-અનેકાંતવાદની જે તત્ત્વરચના કરી છે, તેમાં આ બાબતનો પણ બરાબર ખ્યાલ રાખ્યો છે. આ નિશ્ચય અને વ્યવહારની બાબતમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અનેકાંત અને સ્યાદ્વાદ , સ્યાદ્વાદ એક સુંદર સમતુલા-balance- સમો છે. કર્મથી બદ્ધ થએલા સંસારી જીવને નિશ્ચય દૃષ્ટિ જાળવવા માટે વ્યવહારના આચરણમાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય છે, એ વાતનો જૈન દાર્શનિકોને બરાબર ખ્યાલ છે. એટલે વ્યવહારમાં ‘ઉત્સર્ગ’ અને ‘અપવાદ' એવા બે વિભાગો તેમણે બતાવ્યા છે. ‘ઉત્સર્ગ' એટલે નિશ્ચય તરફ દોરી જતો મૂળ માર્ગ-Right Royal Highway. “અપવાદ એટલે મૂળ માર્ગના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતો પેટા માર્ગ-Diversion. આ જે “અપવાદ છે, તે પેલા મૂળ માર્ગના રક્ષણ માટે અને એના સફળ અનુસરણ માટે છે. એને પણ, સાધ્યની સિદ્ધિના એક સાધન-ઉપાય તરીકે જ બતાવવામાં આવ્યો છે. આ સમજવા માટે આપણે એક સાદું અને સરળ વ્યવહારિક દૃષ્ટાંત લઇએ. અમદાવાદથી આગ્રા જવા માટે મોટર લઈને, મોટર માર્ગે National Highway ઉપર આપણે પ્રવાસ કરી રહ્યા છીએ. આ ધોરી માર્ગ ઉપર, રસ્તામાં કોઈ જગ્યાએ ભંગાણ થયું હોય અથવા મરામતનું (Repair work) કામ ચાલતું. હોય. ત્યારે આપણે શું કરીએ છીએ? ત્યાં અટકીને ઉભા રહીએ છીએ ?ના. તે વખતે આપણે મૂળ ધોરી માર્ગની આજુબાજુમાં આવેલા પેટા માં (Diversion) નો આશ્રય લઇએ છીએ. એ પેટા માર્ગ પણ આપણે એવો વાપરીએ છીએ, જે આપણને પાછો મૂળ રાજમાર્ગ ઉપર પહોંચાડી દે. અહીં, માર્ગ પરનાં ભંગાણ કે ખોદાણ આગળ અટકી જવાને બદલે, આપણે બીજા માર્ગ ઉપર વળી ગયા, ત્યારે પણ આપણી નજર મૂળ માર્ગ ઉપર પાછા આવવાની જ હતી. વ્યવહાર દષ્ટીથી, ધર્મના આચરણમાં પણ આવી કોઈ પરિસ્થિતિ ઉપર આપણે આવી પહોંચીએ, ત્યારે, બીજો કોઈ ઉપાય ન હોવાના કારણે, આપણે અપવાદ માર્ગનો આશ્રય લેવો પડે છે. પરંતુ આ રીતના અપવાદમાં પણ આપણી દૃષ્ટિ નિશ્ચય ઉપર જ હોવી જોઇએ. જ્યારે પણ કોઇ અપવાદ (Diversion)નો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે, ત્યારે નિશ્ચયના રક્ષણ તથા અનુસરણ માટે જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે. એવા કોઇ અપવાદના ઉપયોગમાં જો ઉત્સર્ગને-મૂળ માર્ગને આપણે ચૂકી જઇએ તો આપણે પાછા ચક્કરમાં જ પડી જઈએ. આ વાત બરાબર યાદ રાખવાની છે. સીધા માર્ગ ઉપર ચાલવામાં અકસ્માત કે પ્રાણહાનિનો ભય નથી. આધ્યાત્મિક ક્ષેત્રની આટલી વાત કર્યા પછી, ભૌતિક ક્ષેત્રમાં આ નિશ્ચય અને વ્યવહારની શું ઉપયોગિતા છે, તે સમજવાનું પણ રસપ્રદ થઇ જશે. . આ બાબતની ચર્ચા કરતાં પહેલાં એક વાત બરાબર ધ્યાનમાં રાખવાની છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ - સાત નય ૧૧૫ ભૌતિક દષ્ટિથી જેને સુખદુઃખ માનવામાં આવે છે તે વાસ્તવિક સુખદુઃખ નથી. જે પ્રાપ્ત કર્યા પછી દુઃખ પ્રાપ્ત થવાનો પ્રસંગ કદી આવે જ નહિ, એ જ સાચું સુખ છે. જે સુખ અંતભાગે પાછું દુઃખનું કારણ બનવાનું હોય, તેને સાચું સુખ માની શકાય જ નહિ. એટલે,ભૌતિક દૃષ્ટિએ આ જગતમાં જેને સુખ અથવા દુઃખ માનવામાં આવે છે, તે અંગેની આપણી સમજણને આપણે આધ્યાત્મિક સ્વરૂપ જ્યાં સુધી નહિ આપીએ, ત્યાં સુધી ભૌતિક દૃષ્ટિથી પણ સાચા સુખના ભોક્તા આપણે બની શકવાના નથી. આ એક નિશ્ચિત વાત છે. નિશ્ચિય અને વ્યવહારની જે વાત જૈન તત્ત્વજ્ઞાનીઓએ બતાવી છે, તે સાચા અને અનંત સુખને અનુલક્ષીને જ બતાવી છે. આમ છતાં, રોજબરોજના જીવન વ્યવહારમાં પણ, એ બંને દૃષ્ટિ આપણા માટે ખૂબ ઉપયોગી છે. આ વાત પણ આપણે સમજી લઈએ. આપણે કાપડની એક દુકાન ખોલવી છે. દુકાનનું સ્થાન-સ્થળ-વિગેરે નક્કી કર્યા પછી, માલની ખરીદી કરવા આપણે નીકળીએ, ત્યારે ક્યાં જઇશું? કાપડ માર્કેટમાં કે લોખંડ બજારમાં? નિશ્ચય કાપડનો ધંધો કરવાનો કરીને, આપણે ખીલાના કોથળા જો ખરીદી લાવીએ તો શું થાય? અહીં સાધ્યથી વિચલિત થાય, તો વ્યાપારમાં ધબડકો જ વળે, કે બીજું કંઈ ? જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં, સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રોમાંપણ આપણે આપણું એક ધ્યેય નિશ્ચિત કરવું પડે છે. એ ધ્યેયને નક્કી કર્યા પછી, ત્યાં પહોંચી શકાય એવું ધ્યેયને અનુરૂપ વર્તન આપણે કરવું પડે છે.એંજીનિયર થવાનું ધ્યેય નક્કી કરીને એક વિદ્યાર્થી, એક એંજીનિયરીંગ કોલેજમાં જગ્યા ન મળે, ત્યારે, બીજી એંજીનિયરીંગ કોલેજમાં જગ્યા મેળવવાની પ્રવૃત્તિ કરવાને બદલે - નાટ્યકળા શીખવાની કોલેજમાં સહજ જગ્યા મળતી હોવાથી, જો ત્યાં જાય, તો શું થાય? ઘર સંસારના કાર્યમાં પણ આવા ઘણા પ્રસંગો ઉભા થાય છે. આવકમાંથી બચત કરીને પોતાની માલિકીનું મકાન બાંધવાનું હોય, ત્યારે એ ધ્યેયની સિદ્ધિ માટે, પોતાની આવકમાંથી માણસે બચત કરવા લાગે છે. એ રીતે બચત કરવા દ્વારા થોડીક રકમ ભેગી કર્યા પછી, એની નજર રેડીઓ, રેફ્રીજરેટર, મોટર ઇત્યાદિ વસ્તુઓ તરફ જાય, અથવા અન્ય ફાલતું મોજશોખમાં એ પડી જાય, તો પછી, મકાન તો તે બંધાવી રહ્યો! - પુત્ર માટે એક સુયોગ્ય કન્યા લાવવાની હોય, ત્યારે આપણા ઘરને અનુરૂપ અમુક અમુક ગુણોથી યુક્ત એવી કન્યા એ આપણું ધ્યેય હોવું જોઇએ. એને બદલે ધનવાનની પુત્રી અથવા રૂપવતી, એવી કોઈ એક બાબતને જ લક્ષ્યમાં લઈને જો Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧મા અનેકાંત અને સ્યાદ્વાદ માં આપણે સંબંધ જોડીએ, તો શું થાય ? આ બધી વસ્તુઓનો આપણે વિચાર કરીશું, તો આપણને સહેજે સમજાશે કે જીવનના રોજબરોજના વ્યાપારમાં પણ, નિશ્ચય અને વ્યવહાર વચ્ચેના સુમેળની આવશ્યક્તા અનિવાર્ય છે. આ ક્ષેત્રમાં અપવાદનું આચરણ કરવાનો પ્રસંગ આવે, ત્યારે મૂળ ધ્યેયને વિસરીને આપણે કામ કરીએ, તો તેવું અપવાદ-આચરણ આપણને ખાડામાં જ નાંખે. અહીં એક વાતને ફરીથી યાદ કરી લઈએ. રોજબરોજના જીવનમાંના આપણા આચરણો નક્કી કરવામાં પણ, આપણી મુખ્ય દષ્ટિ ધર્મ ઉપર નહિ હોય, તો સદ્ધર્મને બતાવનારા સદ્વિચાર (તત્ત્વજ્ઞાન) ઉપર નહિ હોય, તો સરવાળે સુખના ભોક્તા : આપણે કદી પણ નહિ બની શકીએ. - નિશ્ચય અને વ્યવહાર નયની વાત પૂરી કરતાં પહેલાં, એક વાર ફરીથી યાદ કરી લઇએ, કે નિશ્ચયને આપણે સાધ્ય અથવા વસ્તુના શુદ્ધ સ્વરૂપ તરીકે ગણવાનો છે અને વ્યવહારને આપણે તે પ્રાપ્ત કરવાના સાધન તરીકે ગણવાનો છે. સાધનનો ત્યાગ કરવાથી સાધ્ય જેમ અપ્રાપ્ય બની જાય છે, તેમ, વ્યવહારને છોડીને નિશ્ચય માર્ગે કશી પણ પ્રગતિ થઈ શકતી નથી. - આ બંને વસ્તુઓનો નિર્ણય કરવામાં સ્યાદ્વાદે આપણો મિત્ર અને મદદગાર છે. આપણે એક પણ વ્યવહારિક યા પારમાર્થિક કાર્ય કરીએ, ત્યારે તેમાં આપણી કોઈ ભૂલ થાય છે નહિ, એ નક્કી કરવાનું સાધન પણ “સ્માદૂવાદી છે. એનાથી ફલિત થયું, કે કોઈ પણ વ્યવહાર કે પરમાર્થ આદરતાં પહેલાં, આ અદ્દભૂત, અભૂતપૂર્વ અને અલૌકિક એવી સ્યાદ્વાદ પદ્ધતિથી આપણે એને જો તપાસી જોઇશું, તો તેમાં ભૂલ થવાનો સંભવ નહિ રહે. આ સ્યાદ્વાદથી યુક્ત એવું અનેકાંતવાદનું તત્ત્વજ્ઞાન, હવે તમને અભૂત, પરિપૂર્ણ, અનોખું અને સ્વીકાર્ય લાગ્યું કે નહિ? | નય સંબંધીની આપણી આ વિચારણાને અહીં પૂર્ણ કરતાં પહેલાં, એક વાતની ચોખવટ કરવાનું આવશ્યક છે. આ વિષયની અહીં જે ચર્ચા કરવામાં આવી છે, તે તદન સામાન્ય અને પ્રાથમિક પરિચય પુરતી છે. એની યથાર્થ અને તાત્ત્વિક વિચારણા કરવા માટે અનેક દૃષ્ટાંતોની તથા અતિશય વિસ્તારની જરૂર પડે. ' અહીં જે સાત નય બતાવવામાં આવ્યા છે, તે મુખ્ય મુખ્ય છે. તે સિવાય પણ નયમાં ઘણા વિભાગો છે. એના સેંકડો ભેદ છે. જેટલા પ્રકારના વચન અથવા વચનના અભિપ્રાય છે, એટલા પ્રકારના નય છે, એના પ્રયોગો પણ પાર વગરના છે, સાવચેતી ફક્ત એટલી રાખવાની છે, કે, આપણે ‘સુનયને વળગી રહીએ અને Page #140 -------------------------------------------------------------------------- ________________ - સાત નય દુર્નય ઉપર કે નયાભાસ ઉપર ઉતરી ના જઈએ.” - કોઇપણ પ્રશ્ન, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સમસ્યા પરત્વને, વિચાર કરીને નિર્ણય લેવાનો પ્રસંગ ઉભો થાય, ત્યારે એટલું અવશ્ય યાદ રાખવું, કે પહેલી નજરે દેખાય કે જણાય તેવું જ હોતું નથી. એ દરેકને ઘણી બાજુઓ હોય છે. એ બધી જુદી જુદી બાજુઓને ધ્યાનમાં લેવાથી જ વસ્તુના ચોક્કસ સ્વરૂપને પામી શકાય છે. એ રીતે વિચાર કરવાથી જ કોઇપણ પ્રશ્નને ન્યાય આપી શકાય છે. જુદી જુદી દષ્ટિથી પ્રત્યેક બાબતને જોવાની ટેવ પાડવાથી, આપણને ઘણું નવું નવું અને કલ્યાણપ્રદ જાણવા મળે છે. આ વાતને બરાબર યાદ રાખવી. કોઈ કદાચ એવો પ્રશ્ન ઉઠાવશે, કે ‘ઝડપથી નિર્ણય કરવો પડે એવી ઘણી બાબતોજીવનમાં ઉભી થાય છે. વળી આપણે આજે ‘ઝડપના જમાનામાં' (SpeedEra માં) જીવીએ છીએ. તે વખતે, આવા બધા સ્થૂળ કે સૂક્ષ્મ વિચારો કરવા બેસીએ, તો ‘ગાડી ઉપડી જાય.” આવા પ્રસંગોમાં શું કરવું? આનો જવાબ એ છે, કે નય દૃષ્ટિથી અને સ્વાવાદની પદ્ધતિથી વિચાર કરવાની આપણે ટેવો પાડીશું, તો જરૂર પડ્યે ઝડપથી નિર્ણય કરવામાં આપણને . કશી મુશ્કેલી નહિ પડે. અંકગણિતમાં બતાવેલા આંક એક વાર આપણે ગોખી લઈએ, પછી, “અઢાર પંચ નેવું' એવો હિસાબ ગણવા માટે પાંચ વખત અઢાર લખીને એનો સરવાળો કરવા બેસવાની કે કાગળ-પેનસીલની આપણને જરૂર પડતી નથી. એ જ પ્રમાણે, આ નયષ્ટિ અને સ્ટાદ્વાદ-પદ્ધતિ એક વાર આપણા કોઠે પડી ગઈ, તે પછી ઝડપથી નિર્ણયો કરવામાં કશી મુશીબત આપણને નહિ પડે. કોઇ કઇ પ્રસંગે, ઉતાવળે નિર્ણય કરીને ગાડીને પકડી પાડવા કરતાં તે ગાડીને ઉપડી જવા દેવાનું વધારે હિતાવહ પુરવાર થાય છે. આમ છતાં, આવા પ્રસંગોમાં, આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય ' કરવાની છૂટ તો આમાં અંતર્ગત છે જ, આવી રીતે અણધારી ઝડપથી કોઈ નિર્ણય આપણે લેવો પડ્યો હોય, તો તે પછી પણ, નયદષ્ટિથી અને સ્વાવાદ પદ્ધતિથી વિચાર કરવાનું આપણે માંડી ન વાળવું; વિચાર તો કરવો જ. નિર્ણય લઈ લીધા પછી પણ, એ નિર્ણયની સારાસારતાનો વિચાર કરવાની ટેવ આપણે રાખીએ, તો, તેથી આપણને ફાયદો જ થશે, લીધેલો નિર્ણય કોઈવાર ભૂલ ભરેલો જણાય, તો તેમાંથી ઝડપભેર પાછા ફરી જવાનું, શરૂઆતના તબક્કામાં, ઘણું સુગમ બને છે. જો વિચાર ન કરીએ, તો ભૂલ આપણને સમજાતી નથી અને પછી જ્યારે તે સમજાય છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોવાથી, તેમાં પાછા ફરવાનું અને એનાં પરિણામોમાંથી બચી જવાનું મુશ્કેલ બની જાય છે. એટલે, નિર્ણય લેતાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અનેકંત અને સ્વાદ પ્રમાણ પહેલાં અને નિર્ણય લીધા પછી, એમ બંને વખતે, આપણને મળેલી આ નવી દૃષ્ટિનો લાભ લેવાની અને એ પદ્ધતિથી વિચાર કરવાની ટેવ તો આપણે પાડવાની જ. આ રીતે વિચાર કરવાની ટેવ પાડવાથી; સૌથી મોટો ફાયદો તો આપણને એ થાય છે, કે તેથી આપણી સમજણ શક્તિ ખૂબ ખીલે છે. તદુપરાંત, આપણામાં સમતા, સહિષ્ણુતા, દેઢતા, ધૈર્ય, સત્યપ્રિયતા, ઉદારતા અને વ્યવહાર દક્ષતા જેવા ઘણા આવશ્યક સગુણો, આપોઆપ પ્રગટવા માંડે છે. સામાન્ય રીતે માણસ પોતાને સાચો માને છે. કેટલીક વાર, માની લીધેલું.આ સાચાપણું, મૂર્ખતાની પરાકાષ્ઠા સમું હોય છે. હું મૂર્ખ છું. કેવળ મૂર્ખ અને અજ્ઞાન છું.’ એ વાતની માણસને ઝટ ખબર પડતી નથી. ઝટ તો ઠીક, લાંબા વખત સુધી અને ક્યારેક તો ક્યારેય પણ ખબર પડતી નથી, નયેષ્ટિથી વિચાર કરતાં માણસ શીખે, તો એનું અજ્ઞાન દૂર થાય છે. આ રીતે વિચાર કરવાની ટેવ, એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ-Psycho analysis-કરવામાં પણ મદદગાર થાય છે, સરવાળે તેથી કલ્યાણ જ થાય છે. આ નય પ્રકરણને સમાપ્ત કરતાં પહેલાં, એક વિનંતી કરવાની છે. આ વિનંતી, સલાહ, સૂચના, જે કહો તે, એ છે, કે “આપણી જાતને હોંશિયાર-સર્વગુણ સંપન્ન માનીને અને અહંભાવને વચ્ચે લાવીને કદીપણ ચાલવું-વર્તવું નહિં. બીજાની સલાહ, સૂચના કે સહાય મેળવવામાંથી આપણી જાતને વંચિત ન રાખવી. યોગ્ય ગુરુ, વડિલ અથવા મિત્ર પાસેથી માર્ગદર્શન મેળવવા હમેશા તૈયાર રહેવું. ‘જ્ઞાન, ગુરુ વિનાનું મળતું નથી.' હવે, આપણે ‘સપ્તભંગી'ની વિચારણા કરવાની છે. પરંતુ, તે પહેલાં, એ સમજવા માટે અત્યંત આવશ્યક એવા “અપેક્ષા’ શબ્દને પ્રથમ સમજી લઇએ. Page #142 -------------------------------------------------------------------------- ________________ કે અપેક્ષા અપેક્ષા હવે પછીના પ્રકરણમાં આપણે ‘સપ્તભંગી’ વિષે વિચારણા કરવાના છીએ. આ ‘સપ્તભંગી' એ જુદી જુદી અપેક્ષાએ યોજાતા સાત વાક્યોનો સમૂહ છે. એટલે, એની વિચારણામાં ‘અપેક્ષા એ શબ્દનો પ્રયોગ આપણે સતત આપણી નજર સમક્ષ રાખવાનો છે. ચાર આધાર વિષે જે વિચારણા અગાઉ આપણે કરી ગયા, તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ' એ “અપેક્ષાચતુસ્ત્ર’ વિષે થોડીક સમજણ તો અપાઇ ગઇ છે. આમ છતાં, “સપ્તભંગી' અંગેની વિચારણા આપણે શરૂ કરીએ, તે પહેલા આ અપેક્ષા’ શબ્દને આપણે બરાબર સમજી લઇએ તે અત્યંત આવશ્યક છે. સામાન્ય વ્યવહારમાં “અપેક્ષા’ શબ્દના જુદા જુદા અર્થ કરવામાં આવે છે, અથવા તો, જુદા જુદા અર્થમાં એ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ભાષાનો ઉપયોગ કરતી વખતે જેમ રૂઢી અને પરંપરાથી પણ ઘણા શબ્દોને જુદા જુદા અર્થમાં વાપરવામાં આવે છે, તેમ એમની વ્યુત્પત્તિના હિસાબે વિવિધ મૂળ અર્થમાં પણ વાપરવામાં આવે છે. શબ્દકોષ તૈયાર કરનારાઓ એ રીતે કરવામાં આવતા પરંપરાગત અર્થને તથા અનેક મૂળ-અર્થને કબૂલ રાખે છે. અને શબ્દકોષમાં તે તે શબ્દોની સામે એના અનેક મૂળ અર્થ તથા રૂઢિજન્ય અર્થોને સામેલ કરે છે. • આ અનેક અર્થ પદ્ધતિમાં “અપેક્ષા’ શબ્દને આશા, ઇચ્છા અને ‘આકાંક્ષા' એવા અર્થમાં વાપરવામાં આવે છે. પરંતુ, તેનો સ્વાદ્વાદના સંબંધમાં મૂળ અર્થ જુદો જ થાય છે. | ‘તમે શાની અપેક્ષા રાખો છો? એવી અપેક્ષા રાખશો નહિ' આવી મતલબના વાક્યોનો ઉપયોગ આપણે ત્યાં સામાન્ય છે. આમાં આ ‘અપેક્ષા’ શબ્દને ઉપર જણાવ્યા તે –“આશા, ઇચ્છા અને આકાંક્ષા’ – અર્થમાં વાપરવામાં આવ્યો છે. અહીં આ શબ્દના આ રીતે થતા પ્રયોગની ચર્ચામાં આપણે ઉતરતા નથી. પણ એનો જે સ્યાદ્વાદને ઉપયોગી અર્થ છે, તેને આપણે બરાબર સમજી લઇએ. પ્રસ્તુતમાં “અપેક્ષા’ શબ્દનો અર્થ “સંદર્ભ અથવા ‘આધાર’ એવો થાય છે. અંગ્રેજીમાં એને માટે "With reference to certain context, અથવા "From certain point of view" એવા વાક્યો વપરાય છે. એટલે એનો અર્થ. “કોઈ અમુક વસ્તુ અથવા બાબતના દૃષ્ટિબિંદુથી, કોઇ એક બાબતને અનુલક્ષીને,' એવો થાય છે. 'In certain respect કોઇ એક પ્રકારે એવો અર્થ પણ તેનો થાય છે. અંગ્રેજી ભાષામાં આ માટે વધારે સ્પષ્ટ શબ્દો 'Relativity' અર્થાત્ 'In relation Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૧૬ મંજૂર to' એવા વાપરવામાં આવે છે. 'In relation to' (... ના સંબંધમાં) એમ કહેવામાં એક વસ્તુ સાથે બીજા કશાકનો સંબંધ જોડવામાં આવે છે. સપ્તભંગીમાં જ્યારે આ ‘અપેક્ષા’ શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે તેમાં પણ આવો જ અર્થ રહેલો છે. અનેકાંત અને સ્યાદ્વાદ દ્રવ્યની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ તથા ભાવની અપેક્ષાએ' એમ ચાર પ્રકારની અપેક્ષાએ કોઇ એક વસ્તુનો, દાખલા તરીકે એક આભૂષણનો ઉલ્લેખ જ્યારે કરવામાં આવે ત્યારે તેમાં રહેલા દ્રવ્યનો એટલે સુવર્ણનો, સમયનો, સ્થળનો તથા તેના સ્વરૂપ-આકાર ઇત્યાદિનો સંબંધ જોડવામાં આવે છે. આ ‘અપેક્ષા’ મૂળ સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત ભાષાનો શબ્દકોષ વિરાટ છે. એ ભાષાની શક્તિ પણ અપાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વાત. કરવાની શક્તિ જો કોઇ પણ ભાષામાં હોય તો તે ‘સંસ્કૃત’ ભાષા છે. એના ઘણા એવા નાના શબ્દો છે, જેને પુરેપુરા સમજવા કે સમજાવવા માટે ઠીક ઠીક વિસ્તારમાં ઉતરવું પડે. ‘અપેક્ષા' શબ્દ, ઉત્તર ભારતની લગભગ બધી જ ભાષાઓમાં તે તે ભાષાઓના અંગભૂત શબ્દ તરીકે દાખલ થઇ ગયો છે. એ શબ્દનો સ્પષ્ટ અર્થ તે તે ભાષાભાષીઓ સમજે છે ખરા, પરંતુ બીજા વ્યાવહારિક અર્થોમાં તેઓ પણ આ શબ્દનો ઉપયોગ કરે છે. આપણી ગુજરાતી ભાષામાં જે જે માન્ય શબ્દકોષો છે તેમાં આ શબ્દના વ્યવહારિક અર્થોનો જ ઉલ્લેખ કરવામાં આવ્યોછે. ‘નવજીવન પ્રકાશન મંદિર' તરફથી પ્રગટ થયેલા ‘સાર્થ ગુજરાતી જોડણી કોષ’ માં ‘અપેક્ષા’ શબ્દને ઇચ્છા, અગત્ય અને આકાંક્ષા એવો અર્થ લખ્યા પછી તેમાં ‘ક્ષિત’ ઉમેરીને, ‘અપેક્ષાવાળું’ એવો અર્થ બતાવવામાં આવ્યો છે. આ જોતાં એમ લાગે છે કે વ્યવહારોપયોગી કરવામાં આવતા અર્થો વધારે પ્રચલિત બન્યા છે. પરંતુ, અહીં આપણે તત્ત્વજ્ઞાનની વિચારણા કરી રહ્યા છીએ; એટલે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં આ શબ્દ કયા અર્થમાં વા૫૨વામાં આવે છે તે વાતને, એ શબ્દના હાર્દને, સમજી લેવાનું સવિશેષ આવશ્યક છે. જૈન તત્ત્વવેત્તાઓએ આ ‘અપેક્ષા’ શબ્દનો ઉપયોગ ચોક્કસ અર્થમાં કર્યો છે, .........' ના સંબંધમાં, ' ને લક્ષ્યમાં લઇને એક જ અર્થ દર્શાવતા શબ્દ પ્રયોગો આપણે આ ‘અપેક્ષા’ શબ્દ માટે કરી શકીશું. જ્યારે ‘દ્રવ્યની અપેક્ષાએ’ એમ આપણે કહીશું, ત્યારે કોઇ પણ વસ્તુમાં દ્રવ્ય (Substance of basic material) રહેલું છે, તે દ્રવ્યને લક્ષ્યમાં લઇને આપણે વાત કરીશું. દાખલા તરીકે, એક ખુરશીની આપણે ‘દ્રવ્યની અપેક્ષાએ’ વાત કરીશું ....... .... Page #144 -------------------------------------------------------------------------- ________________ I અપેક્ષા ત્યારે વ્યાવહારિક અર્થમાં લાકડું આપણા મનમાં આવશે. આ લાકડું આંબાનું, જંગલી, સાગ કે સીસમ એ બાબત તુરત જ આપણા ખ્યાલમાં આવશે. સોનાના કોઇ અલંકારની વાત કરીશું, ત્યારે એનો ઘાટ-આકાર-ગમે તેવો હોવા છતાં, દ્રવ્યની અપેક્ષાની વાત જયારે આવશે, ત્યારે “સુવર્ણ” ના મૂળ સ્વરૂપની જ આપણે વાત કરતા હોઈશું. આવી જ ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાની વાત આપણે જ્યારે કરીશું ત્યારે જે વસ્તુ વિષેની ચર્ચા થતી હશે તે વસ્તુના પોતાના ક્ષેત્ર (સ્થળ), કાળ (સમય) અને (ભાવ) (ગુણધર્મ) સાથેના તે વસ્તુના સંબંધની સ્પષ્ટ સમજણ જ એમાંથી તરી આવશે. એની વિરૂદ્ધમાં પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની વાત પણ આવશે જ. અગાઉ આપણે “ઉત્પત્તિ, સ્થિતિ અને લય” નો ઉલ્લેખ કરી ગયા છીએ. એની સામે જૈન તત્ત્વજ્ઞાનીઓએ ‘ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એવા જે ત્રણ શબ્દો બતાવ્યા છે, તેનો ઉલ્લેખ પણ આપણે કર્યો છે. આ ત્રિપદી (ત્રણ શબ્દો) ના ઉપર જણાવેલા બે ભિન્ન ભિન્ન શબ્દપ્રયોગોમાં આ “અપેક્ષા' શબ્દનું સવિશેષ મહત્ત્વ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય' એ ત્રણ શબ્દોમાં કોઈ જાતનો પૂર્વા પર સંબંધ નથી- કોઈ જાતની અપેક્ષાભાવ નથી; એટલે એ ‘એકાંતસૂચક શબ્દો છે. એ મોટી ગેરસમજણ છે. “ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યમાં, સાપેક્ષતાનું-અપેક્ષાભાવનું સ્પષ્ટ સૂચન હોઈ, એ શબ્દપ્રયોગ અનેકાંતવાદના સિદ્ધાંત પર નિર્ભર છે અને સાચો છે. વસ્તુ માત્ર પરિણમનશીલ હોઇ તેના પ્રત્યેક , પરિણમનમાં વરાળમાં જેમ પાણી રહેલું છે તેમ, તેના મૂળ દ્રવ્યનો ધ્રુવ અંશ તો હોય જ છે. એટલે, વરાળના દ્રવ્યની અપેક્ષાની વાત આવશે ત્યારે તેમાં પાણી' આવશે જ. એ રીતે પાણીના દ્રવ્યની વાત આવશે ત્યારે તેમાં વાયુને લગતી વાત પણ આવશે જ. | ‘ઉત્પત્તિશબ્દનો જે અર્થ કરવામાં આવે છે, તે જોતાં, એની પહેલાં કશું હતું જ નહિ, એવી વાત તેમાંથી નિષ્પન્ન થાય છે. હવે, “પહેલાં કશું હતું જ નહિ એ વાત તો ખોટી છે. તે ત્રિપદીમાં ‘લય’ શબ્દને જે અર્થમાં વાપરવામાં આવ્યો છે, તેનો જ વિચાર કરીએ, તો એ ત્રણે શબ્દોના પ્રયોગો યોગ્ય નથી, એ આપણે સમજી શકીશું. પ્રલયકાળે પૃથ્વીનો નાશ થાય છે, લય થાય એવી એક માન્યતા છે. આ લય અથવા નાશ જો ખરેખર હોય અને સંપૂર્ણ હોય તો પછી, ફરીથી ઉત્પત્તિ શક્ય જ બનતી નથી. આમ છતાં, એવા અનેક પ્રલયકાળોની-લય અને નાની-વાતો આપણે સાંભળીએ અથવા વાંચીએ છીએ. શુદ્ધ તર્કની દષ્ટિએ આ વાત ખોટી ઠરે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અનેવંત અને સ્યાદ્વાદ, દમ, એ ત્રણે સ્થિતિને સાપેક્ષ માનીને ચાલીએ, એમાં અપેક્ષાભાવનું આરોપણ આપણે કરીએ, તો જ તેમાંથી આપણને પ્રકાશ પ્રાપ્ત થશે. જેમાં અન્યની કે બીજા સાથેનો સંબંધ ન હોય, એવું કશુંય આ જગતમાં નથી. એક જ દ્રવ્યને એની જુદી જુદી અવસ્થાઓ સાથે સંબંધ હોય છે. તેવી જ રીતે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે પણ સંબંધ હોય છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યના અણુએ અણુમાં જીવદ્રવ્ય-આત્મદ્રવ્યવ્યાપીને રહેલું છે તે તો પ્રત્યક્ષ વાત છે. આ બધા સંબંધો પણ જુદી જુદી જાતની અપેક્ષાઓને વશવર્તી હોય છે. આ સાપેક્ષતા એ જગતનો એક ત્રિકાલાબાધિત. નિયમ છે. ઉત્પત્તિને બદલે “ઉત્પાદુ શબ્દ જૈન તત્ત્વજ્ઞાનીઓએ વાપર્યો છે. આ શબ્દ પણ અપેક્ષાયુક્ત Relative છે. ઉત્પાદનો અર્થ ઉત્પન્ન થવું એવો થાય છે, છતાં ઉત્પત્તિ અને ઉત્પાદનમાં ફરક છે. ઉત્પત્તિમાં, એની પૂર્વે બીજું કશું કલ્પવામાં આવ્યું નથી; જ્યારે ઉત્પાદમાં, એની પૂર્વે બીજું કશુંક હતું એ સ્પષ્ટ અર્થ છે. એવી જ રીતે, “લય’ શબ્દમાં, ‘તેના પછી કશું રહેતું નથી એવો ભાવ આવે છે. જ્યારે “વ્યય’ શબ્દમાં ‘એક અવસ્થાનો નાશ થતાં બીજી અવસ્થાનું આવિષ્કરણ સૂચવનારો અને એ રીતે અવસ્થાતર પ્રાપ્ત થવા છતાં, તેના આધારભૂત એવા મૂળ દ્રવ્યના ટકી રહેવાપણું દર્શાવતો સ્પષ્ટ ભાવ અને અર્થ છે. મનુષ્ય શરીરનો, અગ્નિ સંસ્કાર દ્વારા જયારે લય અથવા નાશ થાય છે, ત્યારે જીવંત શરીરમાં ચૈતન્યરૂપી જે આત્મા હતો તે અને તેના ગયા પછી બાકી રહેલા પુદ્ગલો એ બંને, કોઈ ને કોઈ બીજા સ્વરૂપે કાયમ રહે જ છે, એટલે આ વ્યય’ શબ્દમાં, સંપૂર્ણ નાશ નથી, પણ આધારભૂત દ્રવ્યનાં ટકાવનો ભાવ રહેલો છે. આની પાછળ પણ સાપેક્ષતા, અપેક્ષાભાવ, Relativity નો જ સિદ્ધાંત કામ કરે છે. પ્રથમ ત્રિપદીમાં સ્થિતિ' એવો શબ્દ વપરાયો છે. તેના અર્થમાં અને જૈન તત્ત્વજ્ઞાનીઓએ વાપરેલી ત્રિપદીમાં ધ્રૌવ્ય’ શબ્દના અર્થમાં પણ ઘણો ફરક છે. ‘સ્થિતિ' શબ્દનો વ્યવહારમાં કરવામાં આવતો અર્થ, જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં રહેવું” એવો થાય છે. પરંતુ જગતની માનવામાં આવતી ઉત્પત્તિ પછીની અને માની લીધેલા લય પહેલાં જે સ્થિતિ છે, વચગાળાની જે સ્થિતિ છે, તેનો અર્થ ‘વહેતી સ્થિતિ એવો થાય છે, આ શબ્દનો કોઈ વસ્તુ અંગે જયારે ઉલ્લેખ કરીએ, ત્યારે પણ, એનો “વહેતી સ્થિતિ એવો જ અર્થ થવો જોઇએ. હવે, આપણે જાણીએ તો છીએ જ કે પ્રત્યેક વસ્તુની અવસ્થા એ નિરંતર પલટાતી જ રહે છે. પરિવર્તનશીલતાની ઘટમાળ ચાલ્યા જ કરે છે એક સ્વરૂપ Page #146 -------------------------------------------------------------------------- ________________ I અપેક્ષા અદશ્ય થતાં બીજું પ્રકટ થાય છે. વળી કોઇ એક જ સ્વરૂપ દીર્ઘકાળ પર્યત ટક્યા કરતું દેખાવા છતાંય એમાં રોજેરોજ, પ્રતિપળે ફેરફાર થતો જ રહે છે. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે સ્થિતિ રહેતી નથી; એનો વ્યય-વપરાશચાલ્યા જ કરે છે. રૂપાંતરો દ્વારા વિનાશશીલતા અને નવીન નવીન સ્વરૂપશીલતાનો ક્રમ ચાલ્યા જ કરે છે. એના માટે, જૈન તત્ત્વવેત્તાઓએ, ‘સ્થિતિને બદલે “ધ્રૌવ્ય એવો શબ્દ આપ્યો છે; કેમકે તે તે પ્રત્યેક પરિવર્તનમાં પણ કોઇ કાયમી અંશની સાપેક્ષતા-અપેક્ષા-ભાવ-રહેલો જ હોય છે. આમ આ “ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યમાં જે ત્રણ પરિસ્થિતિઓનું આપણે દર્શન કરીએ છીએ એ સ્થિતિ પણ પૃથક્ પૃથફ, જુદી જુદી ભિન્ન કે એક બીજાથી સ્વતંત્ર નથી. એક જ વસ્તુની એ ત્રણ જુદી જુદી અવસ્થાઓ માત્ર છે. આ ત્રણે અવસ્થાનો એક બીજા સાથેનો સંબંધ છે, તે આ સાપેક્ષતા-અપેક્ષાભાવ-ઉપર નિર્ભર છે. વસ્તુના પ્રત્યેક પરિણમનમાં તેનો દ્રવ્યઅંશ કાયમ રહે છે, પૂર્વપર્યાયનો નાશ થાય છે અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ થાય છે. વસ્તુનો જે દ્રવ્યઅંશ છે તે ધ્રુવ (કાયમ) રહે છે અને પર્યાયઅંશ ઉત્પન્ન-નષ્ટ થાય છે. અર્થાત્ મૂળ દ્રવ્યનું પ્રૌવ્ય છે અને પૂર્વપર્યાયનો નાશ તથા ઉત્તરપર્યાયની ઉત્પત્તિ છે. આ રીતે, વસ્તુમાત્રમાં આ ત્રણે ધર્મ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય-અનાદિ અનંતકાળ પર્યત ચાલ્યા કરે છે. વસ્તુનો જે ધ્રુવ (કાયમી) અંશ છે તે નિત્ય છે અને ઉત્પન્ન તથા વિનષ્ટ અંશ છે, તે અનિત્ય છે. • આ રીતે વસ્તુ માત્ર, કથંચિત્ નિત્યાનિત્ય-સ્વરૂપ છે, એવું જૈન દર્શનકારો ભારપૂર્વક જણાવે છે. એકાંત નિત્ય કે એકાંત અનિત્ય કોઈ વસ્તુ હોઈ શકતી જ નથી. અહીં કોઈ કદાચ એવો પ્રશ્ન પૂછશે કે “ઉત્પાદ-વ્યય તો પર્યાયમાં થયા અને પ્રૌવ્ય દ્રવ્યમાં રહ્યું, તો પછી, આ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને એક જ વસ્તુના ત્રણ ધર્મો કેવી રીતે કહેવાય?” * આનો ઉત્તર તદ્દન સ્પષ્ટ છે. પર્યાય, વસ્તુથી કંઈ જુદા નથી. દ્રવ્ય પણ વસ્તુથી જુદું નથી. વસ્તુ પોતે દ્રવ્યરૂપ પણ છે. અને પર્યાયરૂપ પણ છે; તેથી એ ત્રણે ધર્મ એક જ વસ્તુના છે. વસ્તુ માત્રના જે જુદા જુદા અનેક અંત છેડા છે, તે દરેક અંત સ્વતંત્ર નથી. એ બધાં અંત, કોઈ ને કોઈ અપેક્ષાએ એક બીજા સાથે સંબંધ ધરાવનારા છે. આ વાત જૈન દાર્શનિકો જયારે નયદષ્ટિથી અને સપ્તભંગીના કોષ્ટક દ્વારા બતાવે છે, ત્યારે એની સામે મોટામાં મોટું બૂમરાણ એ મચાવવામાં આવે છે કે “એ અધૂરી વાત હોવા ઉપરાંત એમાં અનિશ્ચિતતા છે. આ બંને વાતો-એ બધી બૂમરાણો ખોટી છે. જૈન તત્ત્વવેત્તાઓએ કોઇપણ વાતને અધૂરી કે અચોક્કસ રીતે કહી નથી. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અનેકાંત અને સ્યાદ્વાદમાતા એમની કોઇ પણ વાતમાં, ક્યાંય પણ, અનિશ્ચિતતા નથી. એથી ઉલટું, નિશ્ચિતતા જ સ્પષ્ટપણે રહેલી છે. ‘જ અને “પણ” એ બે શબ્દો આપણી ભાષામાં અનિયંત્રિતપણે વપરાય છે.' એ બંને શબ્દો ચોક્કસ અર્થ ધરાવે છે. સપ્તભંગીમાં સ્થાતિ ની સાથે પૂર્વ (એવ) શબ્દ છે, તે એક નિશ્ચિતતા બતાવે છે, “એવ” એટલે “જ” આ “જ' શબ્દ જ્યાં પણ વપરાય છે ત્યાં તે નિશ્ચિતતા અને ભારપૂર્વકતા દર્શાવવા જ વપરાય છે. “ચાતુ+અસ્તિ+એવ’ મળીને બનતા એક વાક્યમાં, “એક બાબત છે જે એવી નિશ્ચિતતા જ બતાવવામાં આવે છે. એ સાથે જ, ‘એ સિવાય બીજું “પણ” કંઇક છે. બીજી બાજુ ‘પણ' છે, એ વાતનો પણ, એમાંના “ચાત્' શબ્દથી ચોક્કસ અને નિશ્ચિત ઉલ્લેખ થાય છે. આ “જ” અને “પણ” શબ્દો કોઈ અચોક્કસતા, કોઇ સંભવ, કોઈ સંદેહ કે અનિશ્ચિતતા બતાવતા નથી. એ શબ્દો, “કોઈ એક અને બીજા પ્રકારની નિશ્ચિતતા દર્શાવે છે. આ વાત જો બરાબર સમજવામાં આવશે, તો. પછી, સમભંગી અંગેની સમજણમાં કશો ગોટાળો કે સંભ્રમ નહિ રહે. સપ્તભંગીમાં જ્યારે અપેક્ષાની વાત આવે છે, ત્યારે તે પણ, એક નિશ્ચિત સ્થિતિ છે. અધુરા કે અનિશ્ચિત અર્થમાં નહિ પણ પૂર્ણ અને નિશ્ચિત અર્થમાં જ છે અપેક્ષા' શબ્દ વપરાયો છે. ‘ટોપી છે અને ‘ટોપી નથી એમાં બે પરસ્પર વિરોધી વિધાનોમાં આ અપેક્ષાભાવ રહેલો જ છે. જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી વાત ભલે કરવામાં આવે, એ બધી વાતો “અસંદિગ્ધ અને નિશ્ચિત છે. નાનું બાળક મોટું થયું, હવે નાનપણની ટોપી હયાત હોવા છતાં એ ટોપી તરીકે કામ નહિ લાગતી હોવાથી ટોપી નથી એ પણ સાચું જ છે. - એવી જ રીતે, “સ્વ” અને “પર” શબ્દો પણ અનિશ્ચિતતાના સૂચક નથી; નિશ્ચિતતાના સૂચક છે. દાખલા તરીકે, ઘરમાં આપણે શાક સુધારવા માટેનું એક ચપ્પ અથવા છરી જયારે શોધીએ છીએ ત્યારે, “ચપ્પ છે” અથવા “ચપ્પ નથી' એવા જે પરસ્પર વિરોધી જવાબો આપણને મળે છે, તે બંને નિશ્ચિત જવાબો છે. ચપ્પ જયારે છે, ત્યારે તે ય ચોક્કસ જવાબ છે અને ચપ્પ જ્યારે નથી, ત્યારે તે પણ ચોક્કસ જવાબ છે. - હવે, “ચપ્પ નથી એવો જવાબ જયારે મળ્યો ત્યારે એક ચપ્પ તો ધરમાં હતું. એ ચપ્પ બાળકોને રમવા માટેનું અને બુઢ્યું હતું. એટલે તે વિવક્ષિત ઉપયોગી ચપ્પ નથી. એટલે, “ચપ્પ નથી' એમ જયારે કહેવામાં આવે ત્યારે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે. “ચપ્પ સિવાયની બીજી ઘણી ચીજો ઘરમાં હોવા છતાં, “સ્વ-દ્રવ્ય” રૂપી ચપ્પ ત્યાં નથી. બીજાના ઘરમાં Page #148 -------------------------------------------------------------------------- ________________ દમઅપેક્ષા વિ૨પ ભલે હોય, આપણા ઘરમાં સ્વ-ક્ષેત્ર'એ નથી. સવારે કે ગઇ કાલે હતું, પણ અત્યારે, ‘સ્વ-કાળમાં” તે નથી. જે રમકડું પડ્યું છે તે બુઠ્ઠ છે.' ધારદાર નથી, એમાં બુઢાપણું એ પર-ભાવ હોઇ, “સ્વભાવમાં ચપ્પ નથી. એટલે, જયારે “નથી” અગર “છે' એમ આપણે કહીએ છીએ, ત્યારે તે નિરપેક્ષ-સ્વતંત્ર કે સ્વ-આધારિત કથન નથી. એ કથન, સાપેક્ષ, અપેક્ષાયુક્ત અને સંબંધ ધરાવતું, Relative છે. - આપણી સમજણશક્તિમાં અને બુદ્ધિમાં આ “અપેક્ષા’ શબ્દ એક ચમત્કારિક કહી શકાય તેવી વૃદ્ધિ કરે છે એની ઉપેક્ષા જો કરીએ તો પછી, જયાંના ત્યાં જ આપણે રહેવાના આગળ વધવાને બદલે પાછા પડતા જવાના. જૈન તત્ત્વજ્ઞાનના “અનેકાંતવાદના સિદ્ધાંતમાં આ “અપેક્ષાભાવ, સાપેક્ષતા ખૂબ જ ક્રિયાશીલ-Active અને મહત્ત્વનો-Improtant ભાગ ભજવે છે. જીવનના વિવિધ ક્ષેત્રમાં પણ આ અપેક્ષા-સાપેક્ષતાને જો આપણે છોડી દઇએ, તો પછી અંધારામાં ગોથાં ખાવાનું જ રહે. આ અપેક્ષાવાદ કે સ્યાદ્વાદ એ માત્ર અમુક પ્રકારની ચર્ચા, વ્યવહાર કે બુદ્ધિવેશદ્યા કરવા માટે જ છે એવું નથી, પરંતુ વસ્તુ માત્ર વાસ્તવમાં પોતે જેવી અનેક ધર્માત્મક છે, તેવું તેનું દર્શન કરાવનાર આ અપેક્ષાવાદ-સ્યાદ્વાદ-છે. એનાથી જ વસ્તુના સમગ્ર સ્વરૂપોને સમજી શકાય છે; આમ સાપેક્ષ યા સ્યાદ્વાદની દૃષ્ટિ વસ્તુમાં કંઈ નવું સર્જતી નથી અથવા તેમાં કોઇ આરોપણ કરતી નથી, પરંતુ ભોમિયાની જેમ, વસ્તુમાં જે છે, તે ખુલ્લું કરીને બતાવે છે, રામ એ પિતા છે અને પુત્ર પણ છે, એ ભાવ લવ કુશની અને દશરથની અપેક્ષાથી સ્પષ્ટ થાય છે. - સાપેક્ષ શબ્દનો અર્થ “સ+અપેક્ષા= જેમાં અપેક્ષા રહેલી છે તે,' એવો થાય છે. મૂળમાં પ્રાધાન્ય તેના અપેક્ષાભાવનું જ છે. આ વાત અને આ “અપેક્ષા" શબ્દનો ' અર્થ બરાબર સમજી લીધા પછી, “સપ્તભંગી' સમજવામાં આપણને કશી મુશ્કેલી - નહિ પડે, ઘણી સુગમતા તેથી સાંપડશે. ચાલો ત્યારે, હવે ‘સપ્તભંગીની વાત કરીએ. Page #149 -------------------------------------------------------------------------- ________________ દિg૧૨CHESE અનેકાંત અને સ્યાદ્વાદ આ સપ્તભંગી આ સપ્તભંગીમાંના જે સાત ભંગ વિષે આપણે હવે સમજણ મેળવવાના છીએ, તેને આપણે એક જ વસ્તુને સાત જુદી જુદી રીતે તપાસનાર કસોટી-Test-તરીકે ઓળખીશું. સુવર્ણને તપાસવા માટે એવી કસોટી કરનાર એક પત્થર હોય છે. સુવર્ણકાર એને “કસોટી' નામથી ઓળખે છે. વસ્તુને ઓળખવા, તપાસવા, અને સમજવા માટે જૈન શાસ્ત્રકારોએ “સપ્તભંગી“ નામના સાત ‘કસોટીસિદ્ધ નિર્ણયયંત્રો’ તૈયાર કર્યા છે.-Seven Formulas for Testing-નિર્ણય કરવા માટેની સાત વિધિ. કશું પણ જાણવા માટે માણસને પ્રથમ જિજ્ઞાસા થાય છે. આ જિજ્ઞાસાનું બીજ છે સંશય. સંશય સાત પ્રકારના હોય છે, એટલે જિજ્ઞાસાના પ્રકાર પણ સાત: સંશય એટલે એક પ્રકારનો પ્રશ્ન અને જિજ્ઞાસા એટલે એનો ઉત્તર મેળવવાની પ્રક્રિયા. સંશય હજુ સુધી કોઈ શોધી શક્યું નથી. ' આપણું ઘર બંધ કરીને, તાળું મારીને, સપરિવાર યાત્રા કરવા માટે આપણે પરગામ ગયા છીએ. ત્યાં સમાચાર મળે કે આપણા ગામમાં ચોરીનો ઉપદ્રવ શરૂ થયો છે. એ ખબર મળતાં જ આપણે અસ્વસ્થતા અનુભવીશું અને આપણા મનમાં આપણા ઘરની સલામતી વિષે સંશય ઉભો થશે. આ સંશય ઉભો થશે. આ સંશયના સાત પ્રકાર આપણે તપાસીએ : (૧) મારા ઘરમાં શું ચોરી થઇ છે? (૨) ચોરી નથી થઈ ? (૩) ચોરી થઇ હશે કે નહિ થઇ હોય? (૪) શું કહી શકાય? (૫) થઈ હશે, પણ શું કહી શકાય? (૬) નથી થઈ, પણ શું કહી શકાય? (૭) થઈ છે, નથી થઇ, પણ શું કહી શકાય ? જૈન દાર્શનિકો આ સાત જિજ્ઞાસા માટે ઘડાનું દૃષ્ટાંત લઈને પ્રશ્નો પૂછે છે : ૧. શું ઘડો છે? ૨. શું ઘડો નથી? ૩. શું ઘડો છે અને નથી ? ૪. શું ઘડો . અવાચ્ય છે? ૫. શું ઘડો છે અને અવાચ્ય છે? ૬. શું ઘડો નથી અને અવાચ્ય છે? ૭. શું ઘડો છે, નથી અને અવાચ્ય છે? આ સાત સિવાય આઠમો પ્રશ્ન કદી કોઇને ઉદ્ભવ્યો જ નથી. તમે પ્રયત્ન કરી જોજો. આઠમો પ્રશ્ન જો શોધી કાઢશો તો એક મોટી શોધ કરનાર તરીકે તમારું Page #150 -------------------------------------------------------------------------- ________________ મેં સપ્તભંગી ૧૨૯ નામ અમર બની જશે. આપણી તો ખાત્રી જ છે કે એ માટે ફાંફાં મારવાં નિરર્થક નીવડશે. આ સાત પ્રકારના સંશયો અને સાત પ્રકારની જિજ્ઞાસા જૈન તત્ત્વવેત્તાઓએ બતાવી છે, માટે જ સાત છે, એવું નથી. હકીકતમાં આઠમો પ્રકાર કોઇ બતાવી શક્યું જ નથી. એટલે આ સાત જ છે, એ વાતનો સ્વીકાર કરીને આપણે આગળ ચાલીએ. કોઇ કાર્ય માટે, કોઇ ધંધાદારી પેઢી કોઇ ‘સહાયક’ (Assistant)ની નિમણુંક કરે છે, ત્યારે એને નિમણુંકપત્ર આપતાં પહેલાં એની કસોટી કરે જ છે. જે કામ માટે તેને નિમવાનો હોય તે અંગે એનું જ્ઞાન અને અનુભવ એ પ્રથમ કસોટી છે. પછી એ માણસ મહેનતું છે કે નહિ, પ્રમાણિક છે કે નહિ, વિશ્વાસપાત્ર છે કે નહિ, તંદુરસ્ત છે કે નહિ, સારા કુટુંબમાંથી આવેલો છે કે નહિ, એના માટેની ભલામણ (References) બરાબર છે કે નહિ, વાણી અને લેખનશૈલી સારા છે કે નહિ અને છેલ્લે એ બીજા ઉપર પ્રભાવ પાડી શકે તેવો છે કે નહિ, તે વિગેરે બધી બાબતોને પૂરી રીતે ચકાસી જોયા પછી જ એની નિમણુંક કરવામાં આવે છે. આ ઉપરાંત પણ તે માણસ સ્વભાવથી ઝઘડાખોર છે કે શાંત, મધુર અને સમાધાનપ્રિય છે તે બાબતનો પણ વિચાર કરવામાં આવે છે. આવી નિમણુંક કર્યા પછી પણ તેને કાયમી સ્થાન આપતાં પહેલાં, ત્રણ કે છ મહિનાનો પ્રયોગાત્મક સમય-Probation Periodઆપવામાં આવે છે. મામા-માસીના કે કાકા-ફોઇના હોય તો તેમની વાત જુદી છે. આ રીતે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ અને વસ્તુઓની કસોટી કરવી એ એક સનાતન વ્યવહારિક સિદ્ધાંત છે. જૈન દાર્શનિકોએ તૈયાર કરેલી આ સપ્તભંગી, એ આવી જ એક પદ્ધતિ-Formula-છે. (Group of formulas.) આ વાત કસોટી પર ચડાવ્યા પછી જે નિર્ણય-Solution-Conclusionતૈયાર થાય છે, એના પૂર્ણ અને વિશ્વાસપાત્ર-Complete & Reliable-હોવા વિશે કશી શંકા યા સંદેહ માટે સ્થાન રહેતું નથી. આ પદ્ધતિથી નિર્ણય કર્યા પછી, માણસના મન ઉપર કશો ભાર રહતો નથી. કોઇપણ જાતની ફિકર કે ચિંતા કર્યા વિના તે નિરાંતે ઉંઘ લઇ શકે છે. વળી આ ફોર્મ્યુલાની વિશિષ્ટતા એ છે, કે તે સંપૂર્ણ રીતે બુદ્ધિગમ્યCompletely rational- છે. ન સમજી શકાય એવું ગૂઢ, ગહન કે અગમ્ય એમાં કશું નથી. ચાલો ત્યારે, હવે એ સાત ભંગ ઉર્ફે કસોટીસિદ્ધ નિર્ણયયંત્રોને આપણે તપાસીએ, કસોટી પર ઘસવા માટે સુવર્ણથી યુક્ત એવી કોઇ ચીજની જરૂર તો પડે છે. આપણને પણ અહિં તે માટે કોઇ ચીજ કે વસ્તુની જરૂર પડશે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ના અનેકાંત અને સ્વાદ્વાદ પણ જૈન તત્વવેત્તાઓએ આ માટે, “ઘટ' એટલે “ઘડો’ ઉપયોગમાં લીધો છે. આપણે પણ એનાથી જ શરૂઆત કરીએ. અહીં પેલા “સાતું” અને “એવ’ શબ્દોનું પૂર્ણ મહત્ત્વ હોઇ, એ બંને શબ્દોને પણ આપણે સાથે લઈને જ ચાલીશું. કસોટી ૧ : દ્રિવ ઘટા આ વાક્યને બરાબર સમજવા માટે એની સંધી આપણે છૂટી પાડીએ. ચા+ગતિ+F+પર એનો અર્થ થયો “કથંચિત્ ઘડો જ છે.'' અહિં આપણે “સાત” શબ્દ વાપર્યો છે. એનો અર્થ તો પાછળના પાનાઓમાં આપણે સમજ્યા છીએ. ‘અમુક અપેક્ષાએ ઘડો છે જ,' એમ આ વાક્ય આપણને કહી જાય છે. સાથે સાથે, બીજી કોઈ અપેક્ષાઓનું ગર્ભિત સૂચન પણ એ કરે છે. અગાઉ જે ચાર આધારની ચર્ચા આપણે કરી ગયા છીએ તે ચાર આધારમાં સ્વ” શબ્દ ઉમેરીને, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાથી આ ઘડો છે, એમ નક્કી કરવામાં આપણને કશી મુશ્કેલી નડતી નંથી: ‘આ ઘડો છે જ એ. એક નિશ્ચિત વાત થઈ ગઈ. હવે પેલી ચાર અપેક્ષાઓ આ ઘડાને શી રીતે લાગુ પડી તે પણ આપણે સમજી લઇએ. ૧. દ્રવ્યની અપેક્ષાથી ઘડો માટીનો છે. માટી એ ઘડાનું પોતાનું સ્વ-દ્રવ્ય છે. ૨. ક્ષેત્રની અપેક્ષાથી ઘડો બહારના ખંડમાં પડેલો છે. આ એનું સ્વ-સ્થળ થયું. ૩. કાળની અપેક્ષાથી ઘડો કારતક માસમાં છે. આ એનો સ્વ-કાળ થયો. ૪. ભાવની અપેક્ષાથી ઘડો કાળા રંગનો છે. આ એનો સ્વભાવ થયો. આ ઘડાની સાથે સાથે એક ફલદાની (Flower Vase) પણ આપણે લઇએ. આ ફુલદાની પિત્તળની ધાતુમાંથી બનાવેલી છે. તેમાં જ્યારે કુલ મૂકીને એને ટેબલ ઉપર ગોઠવીએ ત્યારે તે ફુલદાની બની જાય છે. ફુલ કાઢી લઈને એમાં આપણે મગ ભરીએ તો એક સામાન્ય વાસણ બની જાય છે. હવે આપણે એને અપેક્ષા ચતુષ્ટયથી તપાસીએ. ૧. ફુલદાનીનું સ્વ-દ્રવ્ય “પિત્તળની ધાતુ છે. ૨. ફુલદાનીનું સ્વ-ક્ષેત્ર દિવાનખાનું છે. ૩. ફુલદાનીનો સ્વ-કાળ તે એમાં જેટલો સમય ફુલ રહે તે સમય છે. ૪. કુલદાનીનો સ્વ-ભાવ દિવાનખાનાની શોભામાં વૃદ્ધિ કરવાનો છે. ઉપર જણાવી એ બધી અપેક્ષાઓને એ પરિપૂર્ણ કરે છે, માટે આપણે એને ફુલદાની' એમ કહીએ છીએ. આમ પેલા ઘડાના અને આ ફુલદાનીનાં સંબંધમાં આ પ્રથમ ભંગ દ્વારા, એ ચારે અપેક્ષાઓને આધીન નિર્ણય થયો કે તે “છે જ.' આ નિર્ણય કરવામાં પેલા “સ્યાત” શબ્દના ઉપયોગથી એ ઘડામાં તથા Page #152 -------------------------------------------------------------------------- ________________ મ સપ્તભંગી ન ૧૨૯ ફુલદાનીમાં રહેલા અપેક્ષાભાવનું સૂચન થયું અને “એવ’ શબ્દથી નિશ્ચિતભાવ આવ્યો. આ રીતે નિર્ણય કરવામાં આપણે યોગ્ય માર્ગે (On right path) છીએ. એટલે આ પ્રથમ કસોટીએ એક નિર્ણય આપણને આપ્યો કે “ઘડો છે.” કસોટી ૨ : સ્થાવ ઘરા આ વાક્યની સંધી છૂટી પાડતાં નીચે મુજબ વંચાશે :રીત + + + વરિત + + ઘી: છે આનો અર્થ થયો : “કથંચિત ઘડો નથી જ.” ઉપરપહેલી કસોટીમાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાથી ઘડો છે જ.' એવો નિર્ણય કર્યા પછી આપણે વિચાર કરવા લાગ્યા કે “શું ત્યારે ઘડો નથી પણ ખરો? આવો બીજો કોઈ નિર્ણય થઈ શકે તેમ છે ?' બીજા પ્રકારની જિજ્ઞાસા દ્વારા તપાસવા જતાં, આ બીજા ભંગ દ્વારા આપણને એ જાણવાનું મળ્યું કે ઘડો જે છે તે “સ્વદ્રવ્ય ક્ષેત્રકાળભાવની અપેક્ષાથી. પરન્તુ એ જ ઘડો, પદ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાથી નથી. અર્થાત પૂર્વોક્ત ઘડો છે તે ખરો પણ તે તાંબાનો નથી, અંદરના ખંડમાં નથી, માગશર માસમાં નથી, લાલ રંગનો નથી. - પેલી ફુલદાની પણ, આ રીતે નથી એમ નક્કી થશે. “સ્વ”ની અપેક્ષાથી જે હતી, તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાથી નથી જ એમ કહેવામાં કશી ગુંચવણ નથી. એમાંની એક જ અપેક્ષાનો ઉપયોગ કરતાં, એમાંના ફુલ કાઢી લઈને તેમાં મગ ભરી દેવામાં આવે તો તે ફુલદાની મટી જાય છે. આમ છતાં, આપણે તો આ ચારે ચાર અપેક્ષાઓને રાખીને જ નિર્ણય કરીએ છીએ કે ‘કુલદાની . નથી.” - આ બધું બરાબર વિચારતાં આપણને સ્પષ્ટ સમજાશે કે “સ્વ'ની અપેક્ષાથી જે ઘડો હતો તે “પરની અપેક્ષાથી રહેતો નથી. ફુલદાનીનું અસ્તિત્વ પણ “સ્વ'ની અપેક્ષાથી નિર્ભર હતું અને પરની અપેક્ષાથી વિચારતાં તે નાસ્તિત્વ' બની ગયું. આ બીજી કસોટી આપને કહે છે કે :(૧) તાંબાની ધાતુ (પદ્રવ્ય)ની અપેક્ષાથી ઘડો નથી. (૨) અંદરના ખંડ (પરક્ષેત્ર)ની અપેક્ષાથી ઘડો નથી. (૩) માગશર માસ (પરકાળ)ની અપેક્ષાથી ઘડો નથી. (૪) લાલ રંગ (પરભાવ)ની અપેક્ષાથી ઘડો નથી. આજ રીતે, પેલી ફુલદાની પણ માટીની નથી, દિવાનખાનાની બહાર નથી, તેમાં ફુલ જે સમયે ન હોય તે સમયે નથી અને દિવાનખાનાની શોભામાં વૃદ્ધિ કરતી નથી ત્યારે પણ નથી. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અનેકાંત અને સ્યાદ્વાદ વધા આમ, આ બીજી કસોટી દ્વારા તપાસતાં આપણે સમજ્યા કે ઘડો તથા ફુલદાની નથી. આ કસોટી (ભંગ) પુરતી એ નિશ્ચિત વાત બની ગઇ. પેલો ‘સ્યાત્’ શબ્દ આ બીજા ભંગમાં પણ આ નિર્ણયની સાપેક્ષતાનું સૂચન કરે છે અને ‘એવ‘ શબ્દ નિશ્ચિતભાવ બતાવે છે. આ બે પ્રકારની જિજ્ઞાસાઓને સંતોષ્યા પછી વળી પાછી ત્રીજી જિજ્ઞાસા જાગે છે કે ત્યારે શું ઘડો ઉભય સ્વરૂપ છે ? આનો જવાબ આપવા ત્રીજો ભંગ તૈયાર જ ઉભો છે. એને હાથમાં લેતાં પહેલાં, એક સગવડ ખાતર અપેક્ષાને લગતા આપણા શબ્દ પ્રયોગોનો આપણે એક ‘સંગ્રહ’ કરી લઇએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર શબ્દોને બદલે આપણે ‘ચતુષ્ટ્ય’ શબ્દ વાપરીશું. આવશ્યક્તા મુજબ તેમાં ‘સ્વ’ અને ‘પ૨’ ઉમેરીને આપણે ‘સ્વચતુષ્ટચ’ તથા ‘પરચતુચ્’ શબ્દનો ઉપયોગ કરીશું. હવે જુઓ ત્રીજી જિજ્ઞાસાનો જવાબ આ છે, - કસોટી - ૩ : ચાવસ્તિનાસ્તિ ચૈવ થતઃ । હવે એની સંધી છુટી પાડીએ : ચાત+ 1+તિ+ન+સ્તિ+7+yq+ઘટ / એનો અર્થ થયો : ‘કચિત્ વડો છે જ અને કથંચિત્ નથી જ.’ આપણી બુદ્ધિની ખરી કસોટી હવે અહિંથી થાય છે. પ્રથમ બે ભંગ દ્વારા આપણે જાણ્યું કે ઘડો છે અને ઘડો નથી. તે વખતે તો, આપણે સમજ્યા, કે ઠીક છે ભાઇ, ઘડો જ્યાં છે ત્યાં છે અને જ્યાં નથી ત્યાં નથી. પણ ત્રીજા ભંગમાં તો ‘છે અને નથી’ એવી એક સંયુક્ત વાત કહેવામાં આવે છે. આ વળી શું? છે, તો છે; નથી તો નથી. તો પછી, અહિં ‘છે અને નથી’ એવી સંદિગ્ધ વાત’કરવાની શું જરૂર પડી ? સૌથી પહેલા તો, આ જ્ઞાન ગમ્મત જેવી લાગતી વાતમાં કશીએ અનિશ્ચિતતા કે સંદિગ્ધતા નથી એ વાત આપણે સમજી લઇએ. પહેલા તથા બીજા ભંગના સરવાળા જેવી આ વાત દેખાય છે; પરંતુ એ સરવાળો નથી. એ એક ‘ત્રીજી નિશ્ચિત’ વાત છે. અહિં અગાઉ સમજી લીધેલી વાતને આપણે યાદ કરીએ. ‘પરસ્પર વિરોધી છતાં સંબંધિત એવા અનેક ગુણધર્મો એક જ વસ્તુમાં રહેલા છે.’ આ વાત અગાઉ કહેવાઇ ગઇ છે. આ ત્રીજો ભંગ, અહિં એક એવી વાત કરે છે. જે વાત પહેલા તથા બીજા . ભંગમાં કહેવામાં આવી નથી. વસ્તુમાં જે ભિન્ન ભિન્ન સ્વરૂપો હોય છે, તે જુદા જુદા સ્વરૂપોના સમૂહ કે સરવાળા સમા હોતા નથી, સ્વતંત્ર હોય છે, આ વાત તો અનુભવથી આપણે જાણીએ છીએ. કદાચ સરવાળો હોય તો પણ એનું સ્વરૂપ જુદું જ હોય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ સમભંગી કોઇ બે રંગોની મેળવણીથી જયારે ત્રીજો રંગ તૈયાર થાય છે ત્યારે એને આપણે ‘બે રંગોનું મિશ્રણ' એ નામથી નહિ પણ ત્રીજા જ નામથી ઓળખીએ છીએ. આ વાત તો સૌના અનુભવની છે. એજ રીતે, સ્વચતુટ્યની અપેક્ષાથી છે અને ચતુષ્ટયની અપેક્ષાથી નથી એવી બે વાતને ભેગી કરીને, “છે અને નથી' એવી ત્રીજી વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ સરવાળો મટી જાય છે અને ત્રીજી એક નિશ્ચિત વાત બની જાય છે. ‘છે' નું અસ્તિત્વ અને “નથી’નું નાસ્તિત્વ એ બંનેને સ્થાને છે અને નથી' એવા એક ત્રીજા નિર્ણયનું અસ્તિત્વ અહિં પ્રગટ થાય છે. આ વાત બરાબર સમજવા માટે આપણે ‘શરાબનું દૃષ્ટાંત લઇએ. આ શરાબ (દારૂ) વિષે આપણને જુદા જુદા અભિપ્રાયો મળશે. દારૂબંધી ખાતાના અધિકારીને આપણે પૂછીશું તો તે કહેશે કે “શરાબ ઉપયોગી નથી.' દારૂનો નિયમિત ઉપયોગ કરનારને આપણે પૂછીશું તો તે કહેશે કે “શરાબ ઉપયોગી છે.” ડૉક્ટરને પૂછીશું તો તે કહેશે કે “શરાબ ઉપયોગી છે અને નથી.” ડૉક્ટરને આપણે પૂછીશું તો તે ખુલાસો કરશે કે ઔષધ તરીકે શરાબ ઉપયોગી છે અને પીવાની આદત તરીકે એ ઉપયોગી નથી, કેમ કે હાનિકારક છે. - આ ત્રણે અભિપ્રાયો જુદી જુદી અપેક્ષાને આધીન છે અને એ ત્રણે પાછા સ્વતંત્ર અભિપ્રાયો છે. સમજમાં આવી ગઈ આ વાત? . વિશેષ સમજવા માટે આપણે એમ કહી શકીશું કે પ્રથમ ભાગમાં આપણને શ્રી ‘સ્વચતુટ્ય’ તરફથી એક નિશ્ચિત જવાબ મળ્યો. બીજા ભંગમાં આપણને શ્રીમાનું પરચતુષ્ટટ્ય” તરફથી એક બીજો નિશ્ચિત જવાબ મળ્યો અને, આ ત્રીજા ભંગમાં ‘સ્વચતુટ્ય, પરચતુર્ચ એન્ડ કંપની તરફથી એક ત્રીજો નિશ્ચિત અભિપ્રાય મળ્યો. આપણે હીરાની વાત કરીએ. એક હીરો “ભૂરો સફેદ' (Bluish white) છે અને બીજો “રતાશ પડતો સફેદ” (Redish white) છે. એ બંનેમાં અનુક્રમે ‘વાદળી અને સફેદ તથા “રાતો અને સફેદ' એવા બંને રંગો હોવા છતાં, એ દરેક માટે એક ત્રીજો નિશ્ચિત શબ્દ વપરાય છે અને તે અગાઉના કરતાં એક ત્રીજી જ વસ્તુનો આપણને બોધ આપે છે. તેવી જ રીતે, આ ‘છે’ અને ‘નથી', એ (૧) છે તથા | (૨) “નથી, એ બંને કરતાં એક ત્રીજી જ વાત આપણને કહી જાય છે. - જેમ ઘડાની વાત, તેવી જ ફુલદાનીની વાત પણ, આ ત્રીજા ભંગ અનુસાર નક્કી થઈ ગઈ કે ફુલદાની છે અને નથી.” આ ત્રીજા વિધાનમાં કોઈ જાતની. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અનેઅંત અને સ્યાદ્વાદ - અનિશ્ચિતતા કે સંદિગ્ધપણું નથી એ હવે બરાબર સમજાઇ ગયું હશે. આ ત્રીજી કસોટી, વસ્તુનું એક ત્રીજું સ્વરૂપ સમજાવવા માટે છે. એ કથન સાપેક્ષ છે. આ વાત જેઓ બરાબર સમજી લેશે તેમને એની સમજણ અંગે કશ પણ સંભ્રમ નહિ રહે. આમ, આ ઘડો તથા ફુલદાની ‘છે અને નથી’ એવી સમજણ મેળવીને આગળ ચાલતા પહેલાં ફરીથી એટલું યાદ રાખી લઇએ કે આ ત્રીજી નિશ્ચિત વાતમાં પ પેલો ‘સ્યાત્’ શબ્દ હોવાથી સ્વચતુષ્ટ્ય તથા પરચતુષ્ચની મર્યાદાઓ અને અપેક્ષાઓ · ક્રમશઃ સ્વસ્થાનમાં રહેલી જ છે. આ શબ્દ, પોતાની રીતે, આ તૃતિય ભંગમાં પણ અન્ય અપેક્ષાઓનું ગર્ભિત સૂચન તો કરે જ છે. આમ છતાં, આ ત્રીજી વાતમાં કંઇ પણ સંશય કે અનિશ્ચિતતા નથી. એથી ઉલટું, વસ્તુને સમજવાની એ આપણને ‘ત્રીજી દૃષ્ટિ’ આપે છે. આ ત્રણ નિર્ણય પછી વળી પાછી પેલી ચોથી જિજ્ઞાસા પ્રગટ થાય છે અને એ આપણને ચોથા ભંગ તરફ દોરી જાય છે. કસોટી - ૪ : સ્વાસ્થ્ય પર્વ ધા એની સંધી છૂટી પાડતાં તે નીચે મુજબ વંચાશે. સ્વાત્+ગવત્તવ્ય:+વ+ઘટઃ । એનો અર્થ થાય છે ઃ ‘ક્વચિત્ ઘડી અવક્તવ્ય જ છે. અવક્તવ્ય એટલે, ‘વાણી યા શબ્દા દ્વારા જેનું વર્ણન ન થઇ શકે, તેવો.’ આપણી સમજણશક્તિની તીવ્રતાનો ખરેખરો ઉપયોગ હવે અહીં આપણે કરવાનો છે. પહેલામાં કહ્યું કે ‘છે’ બીજામાં કહ્યું કે ‘નથી.’ ત્રીજામાં આપણે સમજ્યા કે ‘છે અને નથી.’ એ ત્રણે વાતો તો અક્કલમાં ઉતરી ગઇ, પણ, આ ‘અવક્તવ્ય’ શું ? આ ઘડાનું વર્ણન કેમ થઇ શકતું નથી ? આ વાત સમજવી કંઇ મુશ્કેલ નથી. આપણા રોજબરોજના જીવનમાં આવી જાતનો શબ્દપ્રયોગ આપણે ઘણી વાર થતો જોઇએ જ છીએ. દાખલા તરીકે, કોઇના ખૂબ જ ઉપકારના ભાર નીચે દબાઇ ગયેલો એક માણસ, મોઢેથી બોલીને અથવા લખીને આવો શબ્દપ્રયોગ કરે છે. ‘મારી લાગણીનું પુરેપુરૂં વર્ણન કરવા માટે મારી પાસે શબ્દ નથી.’ એવી જ રીતે, કોઇપણ પ્રકારની લાગણીની અતિશયતા વધી જતાં આવું કહેતાં પણ કોઇ કોઇ લોકોને આપણે સાંભળ્યા છે કે :- મારાં દિલમાં શું શું છે તેનું વર્ણન કરવા માટે હું અશક્ત છું.' અંગ્રેજી ભાષામાં પણ આવી મતલબની શબ્દરચના આપણને જોવા મળે છે : I have no words to express - I am unable to express my gratitude.' Page #156 -------------------------------------------------------------------------- ________________ આ સપ્તભંગી મા ૧૩૩ આ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી – આભારની લાગણી વ્યક્ત કરવા માટે હું અશક્ત છું.” - હવે આવી જાતના વાક્યોનો ઉપયોગ કરનાર માણસો પાસે પોતાની લાગણીઓ વિષે સમજણ તો હોય જ છે. તેઓ બેસમજ હોતા નથી એ વાત સૌ કોઇ સમજી શકશે. પરંતુ તેમની વાતને વ્યક્ત કરવા માટે ચોક્કસ શબ્દો મળી શકતા નથી, એટલે જ, તેઓ આવા પ્રકારના વાક્યો ઉચ્ચારતા હોય છે. પહેલા ત્રણ ભંગમાં ઘડા અંગેનું ક્રમશઃ કથન આવ્યું. એકમાં ઘડાનું અસ્તિત્વ આપણે સ્વીકાર્યું. બીજામાં એનો. “અભાવ - ન હોવાપણું આપણે કબુલ રાખ્યું. ત્રીજામાં “અસ્તિત્વ અને અભાવ’ અંગેનું એક નિશ્ચિત કથન આપણે મંજુર રાખ્યું. ત્રણ ભંગમાં વસ્તુના બંને ધર્મોનું ક્રમશઃ કથન છે, પરંતુ જો કોઇ એમ કહે કે એ બંનેનું યુગપત્ કથન કરો, તો કહેવું પડે કે, “એમ તો તે અવક્તવ્ય છે.” કોઇ એવો પ્રશ્ન કરે કે છે અને નથી એમ નહિ, પણ એક જ સ્પષ્ટ વાત આ ચોથા ભંગ દ્વારા કરો. તો આપણે એને કહીશું કે એકી સાથે છે અને નથી એવું બતાવતો કોઈ એક' શબ્દ ભાષામાં નથી એટલે આ વાત “અવકતવ્ય” છે, વર્ણન કરી શકાય તેવી નથી. કોઈ બીમાર માણસની ખબર કાઢવા આપણે જઇએ છીએ ત્યારે સામાન્ય રીતે, “ઠીક છે, - સારું છે, એવો જવાબ તે આપે છે, પરંતુ આ ઠીક અને આ સારું 'આ બંને શબ્દો સાપેક્ષ છે. “ગઈ કાલ કરતાં સારું, પણ બિમારી આવ્યા પહેલાંની તંદુરસ્તીની અપેક્ષાએ ખરાબ” એવા બંને ભાવ તેમાં રહેલા હોય છે, એને જયારે આપણે કહીએ કે, “ભાઇ, તબીયતનું સ્પષ્ટ, જેવું હોય તેવું વર્ણન કરો; તો એ શો જવાબ આપે?” કંઈ કહી શકાય તેમ નથી; કેમકે “આવું કે તેવું કંઈ કહી શકવાની સ્થિતિમાં હું નથી' એ વાક્યમાં પણ એક સ્પષ્ટ અર્થ રહ્યો જ નથી. . યુદ્ધના મેદાનમાં, વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં અને ન્યાયની અદાલતોમાં આવી પરિસ્થિતિ ઘણીવાર જોવા અને અનુભવવા મળે છે, ત્યાં ચાલતી પ્રવૃત્તિઓના પરિણામ વિષે પ્રશ્ન કરતાં, Can't say anything - કશું જ કહી શકાય તેમ નથી’ એવા જવાબો આપણને મળે જ છે આ કોઇ અસ્પષ્ટ જવાબ નથી. પરિસ્થિતિઓનું એ સાચું અને સ્પષ્ટ મૂલ્યાંકન હોય છે. આવી જ રીતે આ ઘડો “અવક્તવ્ય છે એમ કહેવામાં પણ એક ચોક્કસ અને સ્પષ્ટ અર્થ રહેલો છે, છે અને નથી” એ વાક્યમાંથી “અને’ શબ્દને ઉંચો મૂકીને પરિસ્થિતિનું વર્ણન આપણે કરી શકતા નથી. અહિં પણ પેલો “સાત” શબ્દ છે. તે શબ્દ, આ અભિપ્રાય સિવાયની બીજી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ : અનેકાંત અને સ્યાદ્વાદ દશા સાપેક્ષ શક્યતાઓનો ઉલ્લેખ કરવા છતાં, મૂળ વિધાનના નિશ્ચિતપણાને કાયમ રાખે છે. “એવ' શબ્દ એ કથનને સંપૂર્ણ નિશ્ચિતતા આપે છે. એક જ વસ્તુને, ‘છે, નથી તથા છે અને નથી એ ત્રણેય દૃષ્ટિથી એકી સાથે રજુ કરવામાં જે મુશ્કેલી રહેલી છે, તે મુશ્કેલીઓનું આ ચોથો ભંગ “અવક્તવ્ય એવો એક શબ્દ આપીને નિવારણ કરે છે. આ રીતે આ વાતને રજુ કરવામાં, અસત્ય કથન કરવામાંથી આપણે બચી જઈએ છીએ અને વધારામાં એક સત્ય કથન કરનાર તરીકેનું માન પણ તેથી મેળવીએ છીએ. એ રીતે, આ ચોથો ભંગ આપણી પાસે એક નવું દૃષ્ટિબિંદુ રજુ કરે છે, વસ્તુને સમજવાની એક નવી દષ્ટિ આપે છે. વેદાંત મતમાં નેતિ નેતિ' (ન+ઇતિ) એવું જે વિધાન છે, એ સપ્તભંગીના આ ચોથા ભાગને સમજવા માટેનું સામાન્ય દષ્ટાંત પુરું પાડે છે. વર્ણન કરવાની અશક્તિમાંથી “નેતિ નેતિ’ (નથી, નથી) શબ્દો સ્વયંભૂ પ્રગટ થયા છે. આ શબ્દો ઉચ્ચારનાર, બ્રહ્મને સમજવાની પોતાની અશક્તિની અપેક્ષાએ આવો શબ્દપ્રયોગ. કરે છે, પરંતુ બ્રહ્મ કોઈ ચીજ જ નથી. એવી જ રીતે આ ચોથા ભંગમાં ‘અવક્તવ્ય શબ્દ અમુક સાપેક્ષતાનો સૂચક હોઈ એ એક સ્પષ્ટ વિધાન રજુ કરે છે.. એટલે આ ચોથા ભંગ દ્વારા આપણે નક્કી કર્યું કે, “ઘડો તથા પેલી ફલદાની અવક્તવ્ય છે' તત્ત્વજ્ઞાનમાં તેમજ વ્યવહારમાં બંનેમાં આ ચોથા નિર્ણયનું સવિશેષ મહત્વ છે. આપણી ચાર પ્રકારની જિજ્ઞાસાઓ તૃપ્ત થઇ. પરંતુ પાંચમી પાછી ઉભેલી જ છે. ચાલો હવે આપણે પંચમ ભંગ પ્રતિ આગળ વધીએ. કસોટી - ૫ સ્યાદલ્લેવ રચચિવ ઘર? .. એ સંધી આપણે છુટી પાડીએ. રચતિ + સ્તિ + અ + રચાત્ + ૩ વ : + ૨ પર્વ + ઇટ: | એનો અર્થ થયો, કથંચિત ઘડો છે જ અને કથંચિત ઘડો અવક્તવ્ય છે જ. આ પાંચમા ભંગમાં આપણી સમક્ષ એક નવી જ અને પાંચમી દૃષ્ટિ રજુ થાય છે. ચોથા ભંગમાં આપણે સાપેક્ષ દૃષ્ટિથી “અવક્તવ્ય” એમ કહીને અટકી ગયા છીએ. એમ કહેવામાં આપણે એના અસ્તિત્વનો ઇન્કાર નથી કર્યો. જો એમ કહીએ તો પેલો “ચાત્' શબ્દ નિરર્થક બની જાય. - ચોથા ભંગ દ્વારા નિર્ણય કરતી વખતે આપણી સમક્ષ (૧) છે (૨) નથી (૩) છે અને નથી, એવા ત્રણ વિધાનો હતા એ ત્રણે ઉપરાંત, વસ્તુની એક બીજી સ્વતંત્ર ખાસિયતને આધારે, આપણે “અવક્તવ્ય એવું ચોથું સ્વતંત્ર વિધાન કર્યું હતું. આ Page #158 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી ચોથું વિધાન સ્પષ્ટ, બુદ્ધિ ગમ્ય અને રોજીંદા જીવનમાં વપરાતું વાક્ય છે, આ વાત પણ આપણે કબૂલ રાખી હતી. હવે, અહિં એક એવું સ્વતંત્ર વિધાન, આ પાંચમી કસોટીના આધારે આપણે કરીએ છીએ : “છે અને અવક્તવ્ય છે.” આમાંના આ “અવક્તવ્ય” તે તો આપણે બરાબર સમજી ગયા છીએ. જેમાં બે પરસ્પર વિરોધી ગુણધર્મો હોય તે વસ્તુને તે બંને રૂપે એક જ વખતે અને એક જ રીતે સમજાવી શકાતી નથી. હવે પાંચમો ભંગ વસ્તુના અસ્તિત્વને સ્વીકારીને પછી ‘અવક્તવ્ય' એમ કહે છે. આ પાંચમો ભંગ, વસ્તુના સ્વચતુષ્ટય અપેક્ષિત અસ્તિત્વને સ્વીકારે છે; તે સાથે જ, સ્વતંત્ર પરચતુષ્ટટ્ય તથા સ્વતંત્ર સ્વપરચતુષ્ટયની અપેક્ષાને લક્ષ્યમાં લઈને એવું વર્ણન કરી શકાય તેમ નથી, એવું વિધાન પણ તેમાં ઉમેરે છે. વસ્તુના બધા જ ધર્મોને સમજાવવા માટે પ્રથમ ચાર ભંગદ્વારા રજુ કરવામાં આવતા અભિપ્રાયો પુરતા નહિ હોવાથી જ આ પાંચમાં અને હવે પછીના છઠ્ઠા તથા સાતમા ભાગોની આવશ્યક્તા ઉભી થઇ છે. પ્રથમના ચાર ભંગ બરાબર સમજાઈ ગયા પછી આ પાંચમાં ભંગને સમજવામાં કશી મુશ્કેલી નહિ નડે. “વસ્તુ છે અને અવક્તવ્ય છે” એ એક નિશ્ચિત વાત આ કસોટી દ્વારા નક્કી થાય છે. આ સમજવા માટે એક દષ્ટાંત લઇએ : - કુવો ખોદવા માટે, જેની નીચે વધુમાં વધુ નજીકથી પાણી નીકળે તેવી જગ્યા • પસંદ કરવામાં આવે છે. જમીનની નીચે પાણી છે, એ એક નિશ્ચિત હકીકત (Matter of fact) છે. આ છતાં, કુવો ખોદવા માટે પસંદ કરેલી જગ્યા વિષે ત્યાં નજીકથી પાણી નીકળશે જ એવું કોઈ નિશ્ચિતપણે કહી શકતું નથી. આ પ્રસંગે કોઇ એવો પ્રશ્ન કરે કે “અહીં પાણી છે?” તો શું જવાબ આપી શકાય ? જેમાંથી અસંદિગ્ધ સમજણ મળે તેવો સ્પષ્ટ જવાબ તો, “છે પણ કંઇ કહી શકાય નહિ એ વાક્ય દ્વારા જ આપી શકાય. - કુવો ખોદીને તેમાંથી પાણી કાઢયા પછી, “અહીં પાણી છે?” એવા પ્રશ્ન કોઈ પૂછવાનું નથી. એવી જ રીતે, આ પાંચમી કસોટી જ્યારે એમ કહે છે કે “છે અને અવક્તવ્ય છે એ પણ એક સ્પષ્ટ અને નિશ્ચિત વાત છે. આ પાંચમું કથન પણ સાપેક્ષ છે અને અન્ય અપેક્ષાઓ દ્વારા થતી અન્ય નિશ્ચિત વાતોનો ઇન્કાર કરતું નથી. પહેલાના ચાર કરતાં એક વિશેષ વિશિષ્ટ અને નવી વાત આપણી સમક્ષ તે રજુ કરે છે. એકવાર ફરીથી સમજી લઇએ કે, સ્વચતુટ્યની અપેક્ષાએ ‘છે એવી નિશ્ચિત વાત કર્યા પછી, સ્વ-પર-ચતુટ્યયને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અનેકાંત અને સ્યાદ્વાદ આ ખ્યાલમાં રાખીને, એકી સાથે વર્ણન કરી શકાય તેમ નથી એવી બીજી નિશ્ચિત વાતને પણ, આ પાંચમો ભંગ, તેની (અસ્તિત્વની) સાથે જ કહે છે. આ રીતે ઘડો અને ફુલદાની એ બંને માટે, આ પાંચમી કસોટી દ્વારા બતાવવામાં આવેલા નિર્ણય વડે આપણે, “છે અને અવક્તવ્ય છે એવું સ્પષ્ટ વિધાન કરીએ છીએ. હવે આપણી છઠ્ઠી જિજ્ઞાસાનો જવાબ મેળવવા માટે આપણે છઠ્ઠા ભંગ તરફ આગળ વધીએ. કસોટી – ૬ ચન્નાસ્તવ ચાર્વિવ્યવ ઘર: | એની સંધી છુટી પાડતાં નીચે મુજબ વંચાશે : ચાત્ + + + રિત + વિ, ચિત્ + ૩ વર્ચ: + + વ ઘટા એનો અર્થ થાય છે : “કથંચિત ઘડો નથી જ અને કથંચિત અવક્તવ્ય છે. પ્રથમ કસોટીવાળા “છે જ શબ્દમાં પ્રગટતા અસ્તિત્વને અને ચોથા ભંગમાંના અવક્તવ્યને સાથે રાખીને પાંચમાં ભંગમાં આપણે પાંચમું વિધાન કરી ગયા. આ છઠ્ઠા ભંગમાં, બીજા ભંગમાંના “અભાવનાસ્તિત્વ અને ચોથા ભંગમાંના અવક્તવ્ય” એવા બે વિધાનોને આપણે એકી સાથે રજુ કરીએ છીએ. પાંચમાં ભંગમાં, પહેલી અને ચોથી કસોટીના સંયોજનથી જેમ પાંચમું નવું દૃષ્ટિબિંદુ આપણી સમક્ષ રજુ થયું હતું, તેમ, આ છઠ્ઠા ભંગમાં, બીજા તથા ચોથા ભંગના સંયોજન દ્વારા આપણે એક નવી ચોક્કસ પરિસ્થિતિનું દર્શન કરીએ છીએ. પરચતુટ્યની અપેક્ષાએ ઘડો નથી, એવું ચોક્કસપણે નક્કી થાય છે, પરન્તુ, સ્વ-પર-ચતુષ્ટયની જુદી જુદી અપેક્ષાથી તેમજ “સ્યા’ શબ્દના આધારથી ઘડો અવક્તવ્ય છે એવું બીજુ ચોક્કસ વિધાન પણ તેમાં ઉમેરાય છે. એટલે, “ઘડો નથી અને અવક્તવ્ય છે' એવી એક સ્વતંત્ર વાત આ ભંગમાં કહેવામાં આવી છે. પેલું કુવો ખોદવાને લગતું ઉદાહરણ અહીં આપણે ફરીથી લઇએ, કોઈ કોઈ મુલકને ‘નપાણીયા મુલક' તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ ઉંડે ઉંડે ખોદવા છતાં, એમાંથી પાણી નીકળતું નથી, એટલે, “આ જમીનની નીચે પાણી નથી જ' એવું કુવો ખોદવાની બાબતમાં, એ પ્રદેશના નપાણીયા પણાની અપેક્ષાથી નક્કી થયું. આમ છતાં, જયાં જમીન છે ત્યાં પાણી છે, એ હકીકત પણ નિશ્ચિત હોવાથી, અહીં પાણી હોવા છતાં ખોદવાથી પ્રાપ્ત થયું નથી એવી બે હકીકતો તેમાંથી આપણે તારવી શકીશું, વ્યવહારિક ઉપાયથી પાણી મળ્યું નથી એટલે પાણી નથી” વૈજ્ઞાનિક માન્યતા મુજબ જમીનની નીચે પાણી હોય જ છે, છતાં અહીં મળ્યું નથી તો, એ પાણી કેમ ના મળ્યું? ફરીથી પ્રયત્ન કરવા વડે, બીજા કોઇ સ્થળે ખોદકામ કરવાં વડે યા બોરીંગ ઉતારવા વિગેરે જુદા જુદા ઉપાયો દ્વારા એ બધી ભિન્ન ભિન્ન અપેક્ષાઓ Page #160 -------------------------------------------------------------------------- ________________ મારફતે ‘પાણી નહિ મળે એવું ચોક્કસપણે કહી શકવાની સ્થિતિમાં પણ આપણે નથી. એટલે, આ નપાણીયા કહેવાતા પ્રદેશમાં, “પાણી નથી અને અવક્તવ્ય (કશું કહી શકાય નહિ) છે, એવી એક સળંગ વાત કહેવાથી પરિસ્થિતિનો સચોટ ચિતાર આપણે રજુ કરી શકીશું. આ એક સ્પષ્ટ અને નિશ્ચિત વાત થઈ ગઈ. પાંચમાં ભંગની છે અને અવક્તવ્ય છે એવી વાતના જેવી જ આ “નથી અને અવક્તવ્ય છે એવી નવી વાત આ છઠ્ઠા ભંગમાં આવી. આ છઠું નવું દૃષ્ટિબિંદુ દીવા જેવું સ્પષ્ટ છે, સપ્તભંગીની આખી સાંકળનો આ એક અનિવાર્ય અંકોડો છે. આમ, આ છઠ્ઠા ભંગ દ્વારા આપણે એ કબૂલ કરી લઈએ છીએ કે : - ‘ઘડો અને ફુલદાની નથી અને અવક્તવ્ય છે.” હવે આપણે છેલ્લી સાતમી જિજ્ઞાસાનો ઉત્તર મેળવીએ. કસોટી - ૭ : ચાસ્તિ નાસ્તિ ચરૈવ ઘટ/ એની સંધી છુટી પાડીએ : स्यात् + अस्ति + न + अस्ति + अवक्तव्य: च एव घटः । એનો અર્થ થાય છે : “કથંચિત્ ઘડો છે, નથી અને અવક્તવ્ય છે જ.” પાંચમાં ભંગમાં પહેલાં તથા ચોથાના સંયોજનથી એક નવું ચિત્ર તૈયાર થયું હતું. છઠ્ઠી ભંગમાં બીજા અને ચોથાના સંયોજનથી એક નવું દષ્ટિબિંદુ આપણે મેળવ્યું હતું. હવે, આ સાતમા ભંગમાં પહેલા, બીજા અને ચોથા એ ત્રણને સાથે રાખીને આ છેલ્લું નવું ચિત્ર આપણે તૈયાર કરીએ છીએ. પાંચમા અને છઠ્ઠા ભંગની જેમ, આ સાતમું વિધાન પણ એક સ્વતંત્ર પરિસ્થિતિ છે. એ પણ નિર્ણાયાત્મક અને નિશ્ચિત કથન છે. ત્રણ જુદી જુદી વાતો તેમાં હોવા છતાં, એ ત્રણે મળીને એક સળંગ વાત આપણી પાસે રજુ કરે છે. પાંચમાં અને છઠ્ઠા ભંગને સમજ્યા પછી, આ સમજવામાં કશી મુશ્કેલી નહિ પડે. આ સાતમી કસોટીમાં સ્વચતુષ્ટય, પરચતુષ્ટય અને એ બંને અપેક્ષાઓને એકી સાથે પ્રયોજવા દ્વારા ઉપસ્થિત થતી “અવક્તવ્યતા” એ ત્રણે ભેગા મળીને એક નવું જ વિશિષ્ટ ચિત્ર આપણી પાસે રજુ કરે છે. આની પહેલાના છ ભંગોમાં દર્શાવાયેલી વાતો – બતાવવામાં આવેલા નિર્ણયો- જેમ એકબીજાથી ભિન્ન છે, તેમ આ સાતમું ચિત્ર પણ એ છ કરતાં જુદું છે. આનાથી વળી એક નવી જ સમજણ આપણને પ્રાપ્ત થાય છે. આ સમજણ, પાછળની છ સમજણ કરતાં જુદી અને વિશિષ્ટ છે. ‘છે, નથી અને શબ્દો દ્વારા એનું વર્ણન થઈ શકે તેમ નથી;' આ વાક્યમાં પણ નિશ્ચિતતાનો સૂચક “એવ’ શબ્દ છે જ. વળી, બીજી અપેક્ષાઓ દ્વારા બીજાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮) અનેમંત અને સ્યાદ્વાદ સ્વરૂપો જે નિશ્ચિત સ્વરૂપે આ વસ્તુમાં રહેલા છે, તેની સંમતિ સૂચવતો “સ્થાત્ શબ્દ પણ આમાં છે. આ રીતે જોતાં, આ સાતમી કસોટી આપણી પાસે એક સાતમું સ્પષ્ટ અને નિશ્ચિત ચિત્ર રજુ કરે છે. અપેક્ષા ભેદે એક જ વસ્તુનું “હોવું, ન હોવું અને અવક્તવ્ય (વર્ણનાતીત) હોવું” એ એક સુંદર અને અદ્ભુત ચિત્ર છે. વળી એ બુદ્ધિગમ્ય પણ છે. પેલા કુવા અને પાણીવાળી વાતને ફરીથી યાદ કરીએ. એક કુવામાં પાણી છે, બીજા કુવામાં પાણી નથી. બંનેનું ખોદાણ એક સરખું હતું જે સપાટી પર એકમાં પાણી મળ્યું તે જ સપાટી પર બીજા કુવામાં પાણી નીકળ્યું નહિ. હવે આ જે જમીનમાં એ બે કુવાઓ ખોદવામાં આવ્યા છે, તેમાં અમુક સપાટી પર પાણી નથી, અમુક સપાટી પર પાણી છે અને તેની જે સપાટી ઉપર એક કુવામાં પાણી છે યા બીજા કુવામાં પાણી નથી. એ જમીનમાં બીજા કુવાઓ ખોદવાથી પાણી નીકળશે કે કેમ, એ વાત, એ જમીનની અપેક્ષાએ નિશ્ચિતપણે કહી શકવાની સ્થિતિમાં આપણે નથી, આ આખીય પરિસ્થિતિની સળંગ રજુઆત આપણે કરવી હોય, જેવી છે તેવી વાતને અસંદિગ્ધપણે કહેવી હોય, તો આપણા માટે એક વિકલ્પ બાકી રહે છે અને તે એ કે પાણી છે, પાણી નથી અને કંઇ કહી શકાય તેમ નથી.” એવો જવાબ આપશે. “આ જમીનમાં પાણી છે?” એવા પ્રશ્નના જવાબમાં, ‘છે, નથી, અવકતવ્ય છે, એવી વાત કરીશું તો જ એ જવાબ બરાબર વાસ્તવિક બનશે. આ સપ્તમ કથન પણ “એવ શબ્દ દ્વારા નિશ્ચિત અને ‘સ્યા’ શબ્દ દ્વારા અન્ય અપેક્ષાઓને આધીન છે એટલે એને સમજવામાં કશી મુશ્કેલી નહિ રહે. આ પણ એક સાપેક્ષ કથન છે અને એ રીતે સત્યવચન છે. - વ્યવહારમાં પણ આપણને આવી જાતની પરિસ્થિતિનાં દર્શન કરવા મળે જ છે. એક દષ્ટાંત લઈએ. “દેવજીભાઈ નામના એક ગૃહસ્થને વ્યાપાર કરવા માટે નાગજીભાઈ નામના એક બીજા સજ્જને પોતાની પચાસ હજારની મૂડીનું ધીરાણ કર્યું અને એ મૂડીથી દેવજીભાઇએ વ્યાપાર શરૂ કર્યો. વ્યાપાર કરતાં કરતાં એ મૂડી સચવાશે, વધશે કે નષ્ટ થઈ જશે એ વાતનો નિશ્ચિત જવાબ તો કોઈ આપી શકતું નથી. ‘હવે આ દેવજીભાઈ પાસે પોતાની મૂડી હતી નહિ એટલે દેવજીભાઈ મૂડી વગરના છે અને પારકી મૂડી એમની પાસે આવવાથી મૂડીવાળા છે તથા એમના વ્યાપારનું પરિણામ ભવિષ્ય કાળની તેમની કુનેહ, આવડત, તેમને મળતી સહકાર તથા તેમનું પ્રારબ્ધ વિગેરે ઘણી અપેક્ષાઓને આધીન હોઈ એ મૂડી એમની પાસે સચવાશે, વધશે કે, વિનાશ પામશે એ વાત આજે કહી શકાય તેમ નથી, આ Page #162 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી ૧૩૯૬૪ હવે, સંયોગોમાં, દેવજીભાઇ પાસે મૂડી છે, નથી અને કંઇ કહી શકાય નહિ, એવી એક સળંગ વાત જ આપણે કરવી પડશે. નાગજીભાઇ ગમે ત્યારે એમની મૂડી પાછી માગી લે એવી સંભવિતતા રૂપી એક અપેક્ષા પણ આમાં રહેલી જ છે. બીજી તરફ આપણે નાગજીભાઇની વાત કરીએ. મૂડી એમની પોતાની છે એટલે ‘છે’. એમણે દેવજીભાઇને વ્યાપાર કરવા આપી દીધી હોવાથી અત્યારે એમની પાસે નથી એટલે ‘નથી’, દેવજીભાઇ પાસેથી એ મૂડી પાછી મળશે કે કેમ એ વાત તો દેવજીભાઇના ધંધાના પ્રકાર, વિકાસ અને સફળતા-નિષ્ફળતા ઉપરાંત એમની દાનત ઉપર પણ આધાર રાખતી હોઇ, એ બધી અપેક્ષાઓને આધીન એ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપી શકાય તેમ નથી. એટલે આ નાગજીભાઇની મૂડી બાબતમાં પૂછાતા પ્રશ્નના જવાબમાં' છે, નથી અને અવક્તવ્ય છે’ એવી એક માત્ર સળંગ વાત જો આપણે કરીશું તો તે જ બરાબર વાસ્તવિક ચિત્ર રજુ કરશે. આ રીતે ભિન્ન ભિન્ન અપેક્ષાઓને અન્વયે, સ્વચતુષ્ટય પરચતુષ્ટ્ય અને સ્વપરચતુāની યુગપત્ કથન કરવાને લગતી અપેક્ષાત્રયીને આધીન રહીને, આ સાતમા ભંગ દ્વારા, “ઘડો તથા ફૂલદાની છે, નથી અને અવક્તવ્ય છે” એવી એક સળંગ સ્વતંત્ર વાત જ કરી શકાશે. આ સાતમાં ભંગમાં પણ ‘સ્યાત્' અને ‘એવ’ એ બંને શબ્દો હોઇ, આ સાતમું વિધાન પણ નિશ્ચિત અને સાપેક્ષ છે. આ આપણી છેલ્લી અને સાતમી જિજ્ઞાસાનો અતિ સુંદર ઉત્તર છે. ક્સોટી સાતે સાત ઉપર આપણે સાત ભંગ દ્વારા વસ્તુના ધર્મ અંગેના જે જુદા જુદા નિર્ણયો કર્યા, એ સાતે સાત સ્પષ્ટ, નિશ્ચિત અને સ્વતંત્ર હોવા છતાં, એ પ્રત્યેક વિધાનમાં વસ્તુનું પૂર્ણ ચિત્ર નથી. એ સાતેને આપણે સ્વતંત્ર રહેવા દઇએ અને એ દરેકને આપણે વસ્તુનું એક ‘પૂર્ણ ચિત્ર’ સમજી લઇએ તો, તો આપણી તેવી સમજણ ‘એકાંતિક’ અને ખોટી ગણાશે. આ બધું, વસ્તુનું અનેકધર્માત્મકપણું સમજવા માટે, ‘અનેકાંત દ્વારા’ આપણે તપાસી રહ્યા હતા, એટલે, વસ્તુનું સંપૂર્ણ ચિત્ર તો એ સાતે કસોટીઓ મારફત જે જુદાં જુદાં સ્વરૂપો આપણે જોયા, એ બધાંને ભેગા કરીશું ત્યારે જ આપણને જોવા મળશે. અન્યથા, નિર્ણય વડે આપણે દોષિત ગણાઇશું. એ સાતે સાત નિર્ણયો, પોતપોતાના ‘ચતુચ્’માં સ્વતંત્ર હોવા છતાં, ‘સ્વ’ અને ‘પર’ ચતુષ્યની અપેક્ષાથી એક બીજા સાથે સંબંધ ધરાવતા અને જોડાયેલા હતા જ. આ મહત્ત્વની વાતનું આપણને વિસ્મરણ ન થાય, સતત સ્મરણ રહ્યા કરે, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મને ભાદા અનેકાંત અને સ્યાદ્વાદ એટલા માટે જ એ ફોર્મ્યુલામાં ‘સ્યાત્’ શબ્દ એ દરેક ભંગમાં રાખવામાં આવ્યો છે. એ સાતે સાત સ્વરૂપોને આપણે સમગ્રપણે નીરખીશું, ત્યારે એક સંપૂર્ણ ચિત્ર તૈયાર થશે. પરંતુ, એ રીતે એક સંપૂર્ણ ચિત્રને તૈયાર કર્યા પછી પણ, ‘સ્યાત્’ શબ્દને આપણે વિદાય નહિ આપી શકીએ. એમાંથી ‘યાત્’ શબ્દને આપણે કાઢી નાખીએ, તો પછી, રજુ થયેલું એ સંપૂર્ણ ચિત્ર, બીજા અંગ ઉપાંગ વગરનું છે એવી ભ્રમણામાં આપણે પડી જઇશું. એ રીતે વળી પાછા આપણે ‘એકાંતિક નિર્ણયનાં દોષમાં પડીશું. કેમકે સ્વાદ વિના તો એ ભાવ પણ નીકળી શકે કે એક કાળે ‘અસ્તિ’ છે અને ભિન્નકાળે ‘નાસ્તિ’ છે. સ્યાપદની સહાયથી જે કાળે ‘અસ્તિ’છે અને ભિન્નકાળે ‘નાસ્તિ’ છે. સ્યાપદની સહાયથી જે કાળે ‘અસ્તિ’ છે, તે જ કાળે ‘નાસ્તિ’ છે. એ વાત સમજાવતા વાસ્તવિક અનેકાંતનો મહાન લાભ મળે છે. આ દૃષ્ટિથી જોતાં, આમાં જે ‘યાત્’ શબ્દ રહ્યો છે તે સર્વ સંજોગોમાં અનિવાર્ય Indispensable છે, આ એક ઘણી મહત્ત્વની અને સર્વદેશીય વાત છે. એટલા માટે જ, જૈન તત્ત્વજ્ઞાનને ‘સ્યાદ્વાદ’ નામ આપવામાં આવ્યું છે. એમાંના ‘સ્યાત્’ શબ્દને જો કાઢી નાંખો, તો પછી, શેષ કંઇ પણ રહેતું નથી. આ વાત આ સપ્તભંગી દ્વારા તદ્દન સ્પષ્ટ અને નિશ્ચિત થાય છે. આ સપ્તભંગી મુજબની, ‘છે,’ ‘નથી’, ‘છે અને નથી, વિગેરે પ્રથમ નજરે ગુંચવાડા ભરી લાગતી વાતોમાં કશો પણ ગુંચવાડો કે ગરબડ નથી એ વાત હવે બરાબર સમજાઇ હશે, એના અનુરૂપ અનેક દૃષ્ટાંતો રજુ કરી શકાય તેમ છે. ‘પોટેશિયમ સાઇનાઇડ’ નામનો એક પદાર્થ છે આ એક ‘કાતીલ વિષ’છે, એનું એકાદું રજકણ માણસના રક્ત સાથે મળતાં વેંત જ શરીરમાંથી તરફડી તરફડીને પ્રાણ ચાલ્યો જાય છે. આમ છતાં એનાં ઔદ્યોગિક - Industrial ઉપયોગ પણ ઘણા છે. ઇલેક્ટ્રોપ્લેટીંગના ઉદ્યોગમાં એમાંથી બનાવેલા એક દ્રવ્યનો - Salt નો - ઉપયોગ થાય છે. ફોટોગ્રાફિક ક્ષેત્રમાં ફિલ્મની પટ્ટીઓ તથા પ્લેટો ધોવામાં પણ એના પ્રવાહી – Solution - નો ઉપયોગ થાય છે. એ સિવાય, બીજા પણ એના ઘણા ઉપકારક ઉપયોગો છે. આ પોટેશિયમ સાઇનાઇડ, વૈજ્ઞાનિકો માટે એક મોટી સમસ્યા છે. એ કોયડાને હજુ સુધી પૂર્ણ રીતે વૈજ્ઞાનિકો ઉકેલી શકતા નથી. એ પદાર્થનો ‘સ્વાદ’ કેવો છે એ વાત હજુ સુધી જગતને જાણવા મળી નથી. મનુષ્યની જિજ્ઞાસાવૃત્તિએ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગીરથ પુરૂષાર્થ શરૂ કર્યો છે, એનું આ પોટેશિયમ સાઇનાઇડનો સ્વાદ એ એક જ્વલંત ઉદાહરણ છે. જગતને એ જણાવવા માટે આજ પર્યંત કેટલા વૈજ્ઞાનિકોએ પોતાના જીવનનાં રાજીખુશીથી Page #164 -------------------------------------------------------------------------- ________________ આ સપ્તભંગી બલિદાન આપ્યા છે. “જીભ સાથે આ ઝેરનો સંપર્ક થતાં તાત્કાલિક મૃત્યુ છે એ વાત જાણવા છતાં, એનો સ્વાદ કેવો છે એ જાણીને જગતને જણાવવા માટે કેટલાયે વૈજ્ઞાનિકોએ નિષ્ફળ પુરૂષાર્થ કરીને પ્રાણ ગુમાવ્યા છે. જમણા હાથમાં પેન્સીલ પકડીને એક કાગળ ઉપર લખી રાખેલા પોટેશિયમ સાઇનાડનો સ્વાદ...... છે.” એવા વાક્યોની ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરવામાં રહેલા જોખમને સમજવા છતાં, એ ઝેરને જીભ ઉપર મૂકનારા અને પ્રાણનું બલિદાન આપનારા વૈજ્ઞાનિકોની જિજ્ઞાસાવૃત્તિ કેટલી બધી ઉગ્ર, તીવ્ર અને મહાન હશે તેની કલ્પના કોઇ પણ કરી શકશે. ખાટો, ખારો, તુરો, મીઠો, તીખ્ખો ઇત્યાદિ સ્વાદમાંનો કોઇ એક સ્વાદ એ પદાર્થનો હોવો જોઈએ. એમાંનો એક શબ્દ કાગળ ઉપર ટપકાવી લેતાં એકાદ સેકન્ડ પણ ભાગ્યે જ લાગે. પરંતુ, આ ઝેર એવું કાતિલ છે, કે એવો એક શબ્દ લખવાની તક પણ તે કોઇને આપતું નથી એ માટેનો કોઇનો પ્રયત્ન હજુ સુધી સફળ થયો નથી. જેમણે એવા પ્રયત્ન કર્યા તે બધા તત્કાળ મૃત્યુ પામ્યા છે અને એ ઝેરના સ્વાદને લગતો કોયડો હજુ પણ અણઉકેલ રહ્યો છે. પોટેશિયમ સાઇનાઇડમાં કંઈ “સ્વાદ છે કે નહિ એ પ્રશ્નનો સપ્તભંગીના ઉપયોગ દ્વારા આપણે વિચાર કરીએ તો એના સાતે સાત પદમાં એનો જવાબ મળશે. એ એક સ્વાદવાળો પદાર્થ છે એ વાત ઉપર તો બધા જ વૈજ્ઞાનિકો એક મત છે. પરંતુ એનો સ્વાદ કેવો છે એનો ઉત્તર હજુ સુધી મળી શક્યો નથી, એટલે એ . “સ્વાદ માટે પણ જીવન - અનાશક સ્વાદ નથી' એમ નિશ્ચિતપણે કહી શકીશું. પણ આમાં છે,” “નથી,” “છે અને નથી” વિગેરે બધા પદો વાપરી શકાશે. - આ ઝેરના સ્વાદને જાણવાની અને જગતને જણાવવાની એક તીવ્ર જિજ્ઞાસા હજુ આજે પણ વૈજ્ઞાનિક જગતમાં જીવંત પડી છે. એને માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારાઓના આત્મામાં રહેલી વિશ્વકલ્યાણક ભાવનાને વંદન કરવાનું મન સર્વ કોઈને થઈ જાય એવી એ એક મહાનું અને ઉદાત્ત ભાવના છે. આનો વિચાર કરતાં એક પ્રશ્ન મનમાં ઉઠે છે કે “આત્માના મૂળ સ્વરૂપનો-આત્મજ્ઞાનનો- જે સ્વાદ છે તે જાણવાની એવી જ તીવ્ર જિજ્ઞાસા અને એ માટે સર્વસ્વનું બલિદાન આપવાની ભાવના આ વિશ્વમાં કેમ પ્રગટતી નથી ? એને માટે પ્રબળ પુરૂષાર્થ કરવાની ઝંખના કેમ જાગતી નથી? જેમને જાગી અને જેમણે જેમણે પરમ પુરૂષાર્થ કર્યો તેઓ તો તરી ગયા અને તેમનામાંના તીર્થકર ભગવંતો જગતના સર્વશ્રેષ્ઠ ઉપકારક બની ગયા. - પેલા ઝેરનો સ્વાદ જાણવાની વાત તો કેવળ વિજ્ઞાનને અને વિજ્ઞાન દ્વારા વિશ્વને એક ગૂઢ રહસ્યની જાણ કરાવવા પુરતી મર્યાદિત વાત છે, જ્યારે આત્માના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અનેકાંત અને સ્યાદ્વાદ મૂળ સ્વરૂપને ઓળખવામાં તો સ્વ-કલ્યાણની એક ઘણી મોટી અને આવશ્યક વાત પણ છે. સંસાર સુખો પ્રત્યે ઉદ્ધગભાવ કેળવી, પ્રાણીમાત્ર તરફ, જીવભાવ મૈત્રી અને કરૂણાભાવ રાખીને તથા નિર્લેપ ઉપકારભાવ ધરીને આત્મોદ્ધારનો પ્રબળ પુરૂષાર્થ શરૂ કરવામાં તો આત્માનું - આપનું – પોતાનું કલ્યાણ છે. વળી, આત્માની મુક્તિનો માર્ગ, પેલા ઝેરના સ્વાદ જેવો ગૂઢ અને રહસ્યમય પણ નથી, સર્વજ્ઞ ભગવંતોએ એ માર્ગ આપણને બતાવેલો જ છે. એનું અનુસરણ કરવામાં કશી જ મુશ્કેલી નથી અને હોય તો પણ તે પોટેશિયમ સાઇનાડના જેવા પ્રાણઘાતક નથી; પ્રાણઉદ્ધારક છે. એનું આંશિક પાલન કરવાની શરૂઆત પણ જો કરવામાં આવે, તો, તે પરમ આનંદ અને પરમ સુખનું સાધન છે. આ જિજ્ઞાસા આપણામાં જો જાગે તો આપણું કલ્યાણ થઈ જાય. સપ્તભંગીમાંની આ સાત જિજ્ઞાસાઓને આત્માની મુક્તિ સાથે, અનંત સુખની પ્રાપ્તિ સાથે જોડીને જો આપણે વિચાર કરીશું તો, એ પરમપદની પ્રાપ્તિ માટેના માર્ગનું એક જવલંત ચિત્ર આપણી સમક્ષ પ્રગટ થશે. કેવું જીવન જીવવાથી આપણે અનંત સુખના ભોક્તા બની શકીશું, એ વાત આપણને સમજાઈ જેશે. એટલે, હવે આપણે એક સારું અને સાચું જીવન જીવવામાં મહત્વની અને મુદ્દાની વાત પર આવીને ઊભા છીએ. કેટલાક લોકો એવો પ્રશ્ન પૂછે છે કે સપ્તભંગીના બુદ્ધિપ્રયોગ દ્વારા, એક વસ્તુના સાત જુદા જુદા સ્વરૂપો આપણે જોયા. પણ તેથી આપણને ફાયદો શું થયો? માની લઇએ કે અનેકાન્તવાદના તત્ત્વજ્ઞાનમાં સ્વાદુવાદ નામની પ્રમાણભૂત પદ્ધતિ, નય નામની વિલક્ષણ વ્યાખ્યા અને સપ્તભંગી નામનું સુંદર વ્યાકરણ છે; તેથી આપણને લાભ શું?” લાભ તો તેથી અમૂલ્ય છે. એનું વર્ણન કરવા જતાં પાનાના પાના ભરાય તેમ છે. અહીં જે પ્રશ્ન પૂછાયો છે તે આત્મલક્ષી નથી, સંસારલક્ષી છે. સાંસારિક સુખપ્રાપ્તિમાં સપ્તભંગી ઉપયોગી છે કે કેમ, રોજીંદા જીવનમાં એની સમજણથી કંઈ લાભ મેળવી શકાય તેમ છે કે કેમ એવા પ્રશ્નોનો બુદ્ધિગમ્ય જવાબ માગવામાં આવે છે. સુખી જીવન જીવવાનું એક નાનકડું ધ્યેય વિશ્વસમસ્તને આવરીને બેઠેલું છે એ આપણે સૌ જાણીએ છીએ. - તત્ત્વજ્ઞાને સારા વિચારો બતાવ્યા છે અને સારા આચરણ માટેનું શિક્ષણ, એ સારા વિચારોને અનુરૂપ ધર્મ આપણને આપે છે. આવું જીવન જીવવાનો સવાલ એમાં અંતર્ગત રહેલો જ હોઇ, બુદ્ધિના વિષયમાં એક, અનોખી અને અદ્ભુત એવી આ સપ્તભંગી, રોજીંદા જીવનવ્યવહારમાં આપણને કેવી રીતે ઉપયોગી થઇ શકે એ સમજવું આવશ્યક છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ મ સમભંગી આ વાતનો વિચાર કરતાં, સ્યાદ્વાદ-સમગ્ર' આપણા માટે અનંત ઉપકારક છે એ વાત આવીને ઉભી રહેશે. આમ છતાં, આ પ્રકરણ સપ્તભંગી અંગેનું હોઈ એની સમજણથી શું વ્યવહારિક લાભ થાય છે એ વાતને આપણે પ્રથમ તપાસીએ. આ માટે ‘બેરિસ્ટર ચક્રવર્તી' નામનું એક કલ્પિત પાત્ર લઈને એક નવું પ્રકરણ હવે આપણી સમક્ષ આવે છે, ચાલો, એનો પરિચય મેળવીએ. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ માં અનેવંત અને સ્વાદ - બેરિસ્ટર ચક્રવર્તી પાછળના પ્રકરણમાં આપણે જોયું કે “સપ્તભંગી' એ એક વિશિષ્ટ પ્રકારની “કસોટી-માળા’ -A chain of wonerful formulas-છે. એ એક સિદ્ધ પદ્ધતિProved method (માત્ર Proved નહિ, Approved પણ) છે; સિદ્ધ ઉપરાંત સ્વીકૃત પણ છે. એમાં કશું સંદિગ્ધ નથી, કશું અસ્પષ્ટ નથી, કશું અનિશ્ચિત નથી. એના ઉપયોગ દ્વારા, એક જ વસ્તુને સાત જુદી જુદી રીતે ગયા પ્રકરણમાં આપણે તપાસી ગયા. એમાં ઘડો અને ફુલદાની એ બે વસ્તુઓને માધ્યમ બનાવીને આપણે સપ્તભંગીનું વર્ણન કર્યું હતું. આ રીતે, સાત જુદી જુદી રીતે આપણે વિચારતા થઇએ, તો તેથી, રોજીંદા જીવનમાં વ્યવહારના આચરણનો નિર્ણય કરવામાં આપણને ખૂબ સહાય મળી રહે એ વાત પણ નિશ્ચિત છે. એ રીતે આપણને મળી શકતી સહાયનું સ્પષ્ટ દર્શન થાય, એ હેતુથી, આપણે એક બીજા દષ્ટાંતનો સહારો લઈએ. આ માટે, ‘બેરિસ્ટર ચક્રવર્તી નામના એક કલ્પિત માત્રની રચના આપણે કરીએ. આ નામ અહીં એક કલ્પી લીધેલું પાત્ર હોઇ, કોઈ પણ જીવંત વ્યક્તિ સાથે, ભૂત, ભવિષ્ય કે વર્તમાનના એવા કોઈ નામ સાથે આ લખાણને કશો સંબંધ નથી. આટલી ચોખવટ કરીને આપણે આગળ ચાલીએ. આ બેરિસ્ટર સાહેબ એક વિશિષ્ટ પ્રકારનો સગુણ ધરાવે છે. એ ગુણ એમનું ઔદાર્ય-ઉદારતા.” ઉદારતા' એ આત્માનો એક ગુણ છે. આત્માને જો આપણે દ્રવ્ય” તરીકે ગણીને ઉદારતાનો વિચાર કરીએ. તો આ ઉદારતા ગુણ, ‘ભાવની અપેક્ષામાં આવે.” ઉદારતા કોઈ દ્રવ્ય નથી, આત્માના સ્વગુણનું - સ્વભાવનું એક અંગ છે. આમ છતાં, ઉદાહરણ તરીકે, બેરિસ્ટર ચક્રવર્તીની આ ઉદારતાને આપણે એક વસ્તુ' ગણીને ચાલીશું, આ પ્રયોગ, સપ્તભંગીની વ્યવહારિક ઉપયોગિતા સમજવા માટે આપણે કહીએ છીએ. એ માટે આપણે પ્રથમ વાક્ય એવું બનાવીએ છીએ કે બેરિસ્ટર ચક્રવર્તી ઉદાર છે.” હવે ‘બેરિસ્ટર ચક્રવર્તીની આ ઉદારતા માટે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ચાર અપેક્ષાઓ આપણે નક્કી કરીએ. દ્રવ્ય : બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા માટેનું દ્રવ્ય, તેમની પાસે અવારનવાર ફાજલ પડતા પૈસા ઉર્ફે ધન રૂપી દ્રવ્ય છે. આ ધન તેમની પાસે ફાજલ હોય ત્યારે તેમની ઉદારતા રૂપી વસ્તુ ક્રિયાશીલ બને છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ બેરિસ્ટર ચકવર્તી g g g૧૪૫ ક્ષેત્ર : બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતાનું ક્ષેત્ર તેમની જ્ઞાતિ છે. પરંતુ આ જ્ઞાતિમાં પણ જે ગરીબ વર્ગછે તે ક્ષેત્રમાં જ તેમની ઉદારતા પ્રગટ થાય છે, અન્યથા કાળ : બેરિસ્ટર ચક્રવર્તી, સવારે નિત્ય કર્મથી પરવારીને તેમના અસીલોને મળવામાં અને કોર્ટ અંગેના કામની તૈયારી કરવામાં સમય વિતાવે છે. દિવસના ભાગમાં તેઓ કોર્ટનાં કેસ ચલાવવામાં રોકાયેલા રહે છે. સાંજે ક્યારેક ક્યારેક ક્લબમાં જઈને થોડો સમય તેઓ બ્રીજ રમે છે. એ દરમિયાન, ક્યારેક તેઓ વહીસ્કીના બે ચાર પેગ પણ ચડાવે છે. રવિવાર અને રજાના દિવસોએ તેઓ પોતાના ઘરમાં જ હોય છે. એટલે, તેમની ઉદારતાનો કાળ (સમય) તેઓ જ્યારે કામમાં રોકાયેલા ન હોય, ક્લબમાં ન ગયા હોય અને નશો ન કરેલો હોય તે સમય છે. આ રીતે તેઓ જયારે ફુરસદમાં હોય ત્યારે તેઓ એમની ઉદારતાને ક્રિયાશીલ બનાવે છે. એટલે એમની ઉદારતા માટે કાળની અપેક્ષા તે એમની “ફુરસદનો સમય” છે. ભાવ : બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા માટેનો ભાવ, તેમનો “શિક્ષણપ્રેમ’ છે. કેળવણી સિવાયના બીજા કોઇ કાર્યમાં તેઓ રાતો પૈસો પણ ખર્ચતા નથી. તે એટલે સુધી કે માણસ ભૂખે મરી જતો હોય તો પણ, તેઓ એક પાઈ પણ ખીસામાંથી કાઢતા નથી. કેળવણી સિવાયના બીજા બધા વિષયોમાં તેઓ તદ્દન અનુદાર છે. શિક્ષણને લગતી બધી જ બાબતોમાં તેઓ છુટા હાથે પૈસા ખર્ચવા તૈયાર હોય છે. " આમ બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા માટેની, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવની ચાર અપેક્ષાઓ ઉપર બતાવી તે છે. • ટૂંકમાં, બેરિસ્ટર ચક્રવર્તીની આ ઉદારતા માટે “પૈસા” એ ‘દ્રવ્ય છે, તેમનાં ગરીબ જ્ઞાતિજનોએ “ક્ષેત્ર છે. ફુરસદનો અને નશો કરેલો ના હોય તેવો તેમનો સમય તે કાળ છે. અને તેમનો “શિક્ષણપ્રેમ એ “ભાવ' છે. આ ચાર તેમનાં સ્વદ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાળ અને સ્વ-ભાવ રૂપી “સ્વચતુષ્ટયે’ થયા. એવી જ રીતે, તેમની પાસે જયારે ફાજલ પૈસા ન હોય એ “પર-દ્રવ્ય' છે. તેમનાં ગરીબ જ્ઞાતિજનો સિવાયના બીજા બધા લોકો એ “પર-ક્ષેત્ર છે. જ્યારે કામમાં રોકાયેલા હોય અથવા નશો કરેલો હોય તે સમય, ઉપર-કાળ છે અને શિક્ષણ-કેળવણી-સિવાયના બીજા બધા જ વિષયો એ “પર-ભાવ છે. આ તેમનું પર-ચતુટ્ય એટલે ઉદારતા માટેના “પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર,' “પરકાલ અને પરભાવ” થયું. આમ, ઉપર જણાવ્યા મુજબના સ્વચતુચની અપેક્ષાએ બેરિસ્ટર ચક્રવર્તી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ માસમાં અનેકંત અને સ્યાદ્વાદ માણી ઉદાર છે અને પરચતુષ્ટયની અપેક્ષાએ બેરિસ્ટર ચક્રવર્તી ઉદાર નથી. હવે, સપ્તભંગીના સાત પદ અનુસાર હવે આપણે આ ઉદારતા રૂપી વસ્તુને તપાસીએ. પ્રથમ ભંગ : બેરિસ્ટર ચક્રવર્તી' ઉદાર છે.” બીજો ભંગ : “બેરિસ્ટર ચક્રવર્તી’ ઉદાર નથી.” ત્રિીજો ભંગ : બેરિસ્ટર ચક્રવર્તી’ ઉદાર છે અને નથી.' ચોથો ભંગ : “બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા” “અવક્તવ્ય છે. પાંચમો ભંગઃ “બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા છે અને “અવક્તવ્ય છે. છઠ્ઠો ભંગ : ‘બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા નથી અને ‘અવક્તવ્ય છે.” સાતમો ભંગઃ “બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા છે, નથી અને ‘અવક્તવ્ય છે.” આ સાતે પદોમાં પેલા બે શબ્દો, “ચા” અને “એવ” રહેલા છે એમ માનીને જ આપણે ચાલવાનું છે. એટલે, ઉપરના સાત વિધાનો અવક્તવ્ય છે. - હવે, વ્યવહારમાં બેરિસ્ટર ચક્રવર્તિની આ ઉદારતા, ઉપર જણાવેલા સાત પદોની સાત જુદી જુદી દૃષ્ટિથી શું કામ કરે છે તે આપણે તપાસીએ. આ તપાસવા માટે “ચતુર્ભુજ’ અને ‘ગંગાધર' નામના બે ગૃહસ્થોને આ “સપ્તભંગી સમારંભમાં દાખલ કરીએ. આ બંને ગૃહસ્થો બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ લેવાના ઉમેદવારો છે. એ બંને જણ આવીને પ્રશ્ન પૂછે છે કે “બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ મળશે?” આ બેમાંના ચતુર્ભુજભાઇ બેરિસ્ટર સાહેબની જ્ઞાતિના સભ્ય છે. સ્વચતુષ્ટમાંની એક અપેક્ષા-સ્વક્ષેત્રની અપેક્ષાને લક્ષ્યમાં લઈને આપણે તેમને કહી દઇશું કે ‘બેરિસ્ટરનો ઉદારતાનો લાભ તેમને મળશે.અહીં પ્રથમ ભંગની અપેક્ષાએ નક્કી થયું કે “બેરિસ્ટર સાહેબ ઉદાર છે.” પેલા ગંગાધરભાઇ બેરિસ્ટરની જ્ઞાતિના સભ્ય નથી. ઉદારતા માટેનું આ પર-ક્ષેત્ર હોવાથી, એ પર-ક્ષેત્રની અપેક્ષાએ ગંગાધરભાઈને તો આપણે કહી દઇશું બેરિસ્ટર સાહેબ ઉદાર નથી.' પહેલા અને બીજા ભંગ અનુસાર આ બંને વાતો જે આપણે કરી તેથી પ્રથમ આવેલા ચત્રભુજભાઈને આશા બંધાતાં તેઓ આપણી પાસે બેસે છે. પહેલા ભંગ દ્વારા આ લાભ તેમને થયો; “આશા બંધાઈ’ બીજા ભંગ અનુસારનો જવાબ મળતાં શ્રી ગંગાધરભાઇ ત્યાંથી ચાલ્યા જાય છે. એમને લાભ એ થયો કે બેરિસ્ટરની ઉદારતા Page #170 -------------------------------------------------------------------------- ________________ બેરિસ્ટર ચકવર્તી મિના ૧૪૭ તેમને માટે નથી જ એવો નિશ્ચિત જવાબ મળવાથી ખોટી આશા રાખીને મિથ્યાં ફાંફાં મારવામાંથી તેઓ બચી ગયા. પેલા ગંગાધરભાઈ ચાલ્યા ગયા અને પોતે હવે એકલા જ ઉમેદવાર બાકી રહ્યા તે જાણીને ચતુર્ભુજભાઈ રાજી થયા છે. પોતાને લાભ થશે એવી આશા તેમને બંધાઈ છે છતાં વધુ ખાત્રી કરવા માટે તેઓ ફરીથી પૂછે છે : “બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ હું તેમનો જ્ઞાતિજન છું એટલે મળશે તો ખરો. એ લાભ મને ચોક્કસ મળશે? બેરિસ્ટર સાહેબ શું ખરેખર ઉદાર છે?” આ પ્રશ્નનો આપણે શું જવાબ આપીશું? બેરિસ્ટર ચક્રવર્તીના સ્વક્ષેત્રની અપેક્ષાએ આ ચતુર્ભુજભાઈ માટે તેઓ નિશ્ચિતપણે ઉદાર છે જ; પરંતુ બીજી બધી અપેક્ષાઓને આ ભાઈ પૂર્ણ કરે છે કે કેમ તે આપણે જાણતા નથી. એટલે આપણે એમને એક વાક્યમાં સ્પષ્ટ જવાબ આપવો હોય તો આપણે તેમને કહીશું કે : ‘બેરિસ્ટર સાહેબ ઉદાર છે અને નથી.' આવો, પરસ્પર વિરોધી જવાબ સાંભળીને ચતુર્ભુજભાઇ આપણી પાસે એ માટે ખુલાસો માગે છે ત્યારે આપણે તેમને કહીએ છીએ કે બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા સર્વ કાળે, સર્વ સ્થળે (ક્ષેત્રે) અને સર્વભાવે કામ કરતી નથી, પ્રગટ થતી નથી. એ માટેની શરતો (અપેક્ષાઓ) હોઇ, સ્વચતુટ્યની અપેક્ષાએ તેઓ ઉદાર છે અને પરચતુષ્ટયની અપેક્ષાએ તેઓ ઉદાર નથી. આ ચતુર્ભુજભાઇ પોતે બેરિસ્ટર ચક્રવર્તીની જ્ઞાતિના છે એટલે એ એક અપેક્ષા પરિપૂર્ણ થવાને કારણે બેરિસ્ટર સાહેબને ત્યાં જવાનો વિચાર કરીને આપણને પૂછે છે : ‘તો હું બેરિસ્ટર પાસે જાઉં તો મને ફાયદો થશે?” આ પ્રશ્નના જવાબમાં એક સ્પષ્ટ અને નિશ્ચિત વાત જો કરવી હોય તો આપણે માટે ચોથા ભંગવાળો ઉત્તર જ અનુકૂળ અને વાસ્તવિક બનશે. આપણે એમને ‘તરત જ કહી દઇશું કે : “અવક્તવ્ય : અર્થાત્ કાંઇ કહી શકાય નહિ.” - અહીં આપણે ચતુર્ભુજભાઈને, લાભ મળશે કે નહિ મળે એ બેમાંથી એક પણ વાત નિશ્ચિતપણે કહી શકતા નથી. કેમકે મળવું અથવા નહિ મળવું તે સ્વ અને પર ચતુષ્ટયની અપેક્ષાને આધીન છે. ચતુર્ભુજભાઈને આપણે એક નિશ્ચિત અને અસંદિગ્ધ જવાબ આપવા માગીએ છીએ. એ ભાઈ કેટલી અપેક્ષાઓને પરિપૂર્ણ કરે છે તે આપણે જાણતા નથી અને આપણે એમને અંધારામાં કે ખોટી આશામાં પણ રાખવા માગતા નથી. એટલે ચોથા ભંગ અનુસારનો આ નિશ્ચિત અભિપ્રાય આપણે તેમની સમક્ષ રજુ કરીએ છીએ. આમ છતાં, કંઈ કહી શકાય નહિ એવો જવાબ આપીને ચતુર્ભુજભાઈને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અનેમંત અને સ્યાદ્વાદ , આપણે નિરાશ કરતા નથી. બેરિસ્ટર સાહેબની ઉદારતા અંગેની બધી અપેક્ષાઓથી આપણે તેમને વાકેફ કરીએ છીએ અથવા તો આપણા જવાબ દ્વારા એ બધી શરતોથી માહિતગાર થવાનું આપણે તેમને સૂચવીએ છીએ. હવે ચતુર્ભુજભાઈ આપણને જણાવે છે કે હું બેરિસ્ટર સાહેબની જ્ઞાતિનો સભ્ય છું અને મારે મારા પુત્રના શિક્ષણ અંગે સહાયની જરૂર છે. આ વાત કરીને ઉદારતાના આ ઉમેદવાર ક્ષેત્ર ઉપરાંત ભાવની અપેક્ષાને પરિપૂર્ણ કરે છે. એમનો કેસ એટલો મજબુત બને છે. એટલે બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ તેમને મળવો જોઈએ. આમ છતાં બીજી અપેક્ષાઓ પૂર્ણ થાય છે કે કેમ તે આપણે જાણતા નથી. એટલે, પાંચમા ભંગનો આશ્રય લઈને આપણે એમને એવો સ્પષ્ટ જવાબ આપી શકીશું કે : “બેરિસ્ટર સાહેબ ઉદાર છે અને અવક્તવ્ય છે અર્થાત્ કંઈ કહી શકાય નહિ એટલે બેરિસ્ટર ઉદાર તો છે જ પણ એમનો લાભ ચતુર્ભુજભાઈને મળશે કે કેમ તે નિશ્ચિતપણે કહેવાની સ્થિતિમાં હજુ આપણે આવ્યા નથી. એટલે, આપણો આ જવાબ તદન સ્પષ્ટ અને વાસ્તવિક છે. હવે, આ ચતુર્ભુજભાઈ સાથે વાતચીત કરતાં આપણને જાણવા મળે છે કે તેઓ સામાન્ય રીતે સુખી કહી શકાય તેવી સ્થિતિના છે. એમના જણાવવા મુજબ, ઘરના સામાન્ય ખર્ચ પુરતી આવક એમને છે; પરંતુ એમના પુત્રના કોલેજમાંના ઉચ્ચ શિક્ષણ અંગે થતા ખર્ચને પહોંચી વળવામાં એમને મુશ્કેલી પડે છે. આ વાતથી, તેઓ “ગરીબ નથી એમ નક્કી થઈ જાય છે. બેરિસ્ટરની ઉદારતા સ્વ-ક્ષેત્રની જે અપેક્ષા, તેઓ તેમની જ્ઞાતિના હોવાથી પૂર્ણ થતી હતી તે અહીં કાચી પડી જાય છે. અને અન્ય અપેક્ષાઓ તો પાછી ઉભેલી જ છે. આ સંજોગોમાં બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ એમને નહિ મળે એવો નિશ્ચિત અભિપ્રાય આપણે બાંધી લઈએ છીએ, આમ છતાં, એમની સફળતા કે નિષ્ફળતાનો આધાર, ઉદારતા અંગેના બેરિસ્ટર સાહેબના સ્વ-ક્ષેત્રની અપેક્ષા પરિપૂર્ણ થાય છે એ વાતની પ્રતીતિ તેઓ સાહેબને કેવી રીતે થાય છે એના ઉપર હોવાથી, હવે છઠ્ઠા ભંગનો આશ્રય લઈને આપણે ચતુર્ભુજભાઈને કહીશું કે : ‘બેરિસ્ટર સાહેબની ઉદારતા નથી અને અવક્તવ્ય છે.” અર્થાત, ચતુર્ભુજભાઈ ગરીબ હોય તેવું આપણને લાગતું નથી એટલે બેરિસ્ટર સાહેબ પર-ક્ષેત્રની અપેક્ષાએ ઉદાર નથી. જ્યારે તે સિવાયની બીજી અપેક્ષાઓ માટે ચિત્ર અસ્પષ્ટ હોવાથી, ચતુર્ભુજભાઈ તેમની પાસે જાય તો શું પરિણામ આવશે એ આપણે જાણતા નથી એનું વર્ણન આપણે કરી શકતા નથી. Page #172 -------------------------------------------------------------------------- ________________ મા બેરિસ્ટર ચકવર્તી રમતમામ મા ૧૪૯ આપણો આ જવાબ ચતુર્ભુજભાઈ પાસે એક એવું સ્પષ્ટ ચિત્ર રજુ કરે છે. કે પરિસ્થિતિ જોતાં બેરિસ્ટર સાહેબની ઉદારતા એમને માટે નથી જ; આમ છતાં કંઈ કહી શકાય નહિ, આ જવાબથી ચતુર્ભુજભાઈને એક નવી દૃષ્ટિ સાંપડે છે અને તેથી બેરિસ્ટર પાસે જવા માટે તેમ જ પોતાની ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે, ગેર સમજણ ન થાય તેવી રીતે પોતાના કેસ કાળજીપૂર્વક રજુ કરવાનું માર્ગદર્શન તેમને મળે છે. - આ બધું સમજ્યા પછી ચતુર્ભુજભાઈ બેરિસ્ટર ચક્રવર્તી પાસે જવા માટે ઉભા થાય છે. જતાં જતાં તેઓ પૂછે છે કે, બરાબર કાળજીથી વાત કરું તો બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ મને ચોક્કસ મળશે?” આ સવાલનો જવાબ લેવા માટે આપણે સાતમા ભંગનો આશ્રય લેવો પડશે. આપણે એમને ખોટી આશા આપવા માગતા નથી, તેમને નિરાશ પણ કરવા માગતા નથી અને “વધાસમાં તમે મને આડે રસ્તે દોર્યો, પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર તમે આપ્યું નહિ, અવો ઠપકો પણ ચતુર્ભુજભાઈ પાસેથી સાંભળવા માગતા નથી. એટલે આપણે તેમને કહીશું કે : બેરિસ્ટર સાહેબ ઉદાર છે, ઉદાર નથી અને અવક્તવ્ય છે.' અવક્તવ્ય છે અર્થાત્ કંઈ કહી શકાય નહિ. આ જવાબથી બેરિસ્ટર સાહેબની ઉદારતાના સ્વચતુર્ય તથા પરચતુર્યની ભિન્ન અપેક્ષાઓ તથા એ બંનેની એકત્ર અપેક્ષાને • લક્ષ્યમાં રાખીને, ચતુર્ભુજભાઈને આપણે એક નવીજ સ્વતંત્ર દૃષ્ટિ આપીએ છીએ. . . આ રીતે, સાતે સાત ભંગની ભિન્ન ભિન્ન દૃષ્ટિથી અને ભિન્ન ભિન્ન અપેક્ષાઓ મુજબના જે સાત વિધાનો – અભિપ્રાયો – આપણે શ્રી ચતુર્ભુજભાઈને આપ્યા તે બધાએ ભેગા મળીને, બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા અંગેનું એક આખું ચિત્ર તૈયાર બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા શું છે, શું નથી, ક્યાં છે, ક્યાં નથી, ક્યારે છે, ક્યારે નથી, એનો લાભ મળી શકે એમ છે કે નહી, એ લાભ કોને મળી શકે તેમ છે અને કોને ન મળી શકે, ક્યાં સંયોગોમાં મળે તથા ક્યા સંયોગોમાં ન મળે, ક્યારે મળે ને ક્યારે ન મળે વિગેરે બધી બાજુઓને સમજાવતું બધી બાજુઓનું નિરૂપણ એ સાતે ભંગ દ્વારા મળેલા ભિન્ન ભિન્ન જવાબો દ્વારા અને એ બધા જવાબોના સરવાળા દ્વારા, ચતુર્ભુજભાઈ પાસે પ્રગટ થઈ જાય છે, આ રીતે તૈયાર થતું એ આખું ય ચિત્ર પાછું “સાત’ શબ્દને આધીન છે. એ વાત ભૂલવાની નથી; કેમ કે, એ સમગ્ર ચિત્ર પણ એમાં પ્રત્યેક અંગોપાંગની અપેક્ષાને વશવર્તી છે. એ ચિત્રમાં, એકત્વ અને અનેકત્વ એ બંને અપેક્ષાભાવે રહેલા જ છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦) અનેકાંત અને સ્વાદ બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતાને લગતું આ જે દૃષ્ટાંત આપણે જોઈ ગયા, તેમાં, બારીક વાંચનાર કોઈ કદાચ કંઈ વાંધોવચકો આમથી કે તેમથી ઉભો કરે તે અસંભવિત નથી પરંતુ, અહિં આપણે આ સપ્તભંગીના વ્યવહાર ઉપયોગિતા બતાવવાના શુભ આશયથી એક પાત્રની કલ્પના કરી ને એક ચિત્ર રજુ કર્યું છે એ ભૂલવાનું નથી. મુખ્ય સવાલ આ રીતે વિચાર કરવાની એટલે વસ્તુની ભિન્ન ભિન્ન બાજુઓને તપાસવાની ટેવ પાડવાનો અને એ રીતે આપણી તુલનાશક્તિને સાફ કરવાનો તથા મજબુત બનાવવાનો છે. આ હેતુ અહીં બરાબર જળવાયો છે એ નિશંક છે. આવી જ રીતે, બેરિસ્ટર સાહેબના અદાલતી કામકાજમાં પણ, સ્યાદ્વાદનો ઊપયોગ લાભપ્રદ રીતે અજમાવી શકાય છે. ઉદાહરણ તરીકે, એક પેઢીના મહેતાજીનું ખૂન થયું છે. એ કેસમાં બચાવ પક્ષના બેરિસ્ટર તરીકે આ ચક્રવર્તી સાહેબને આપણે રોકીએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ચારે અપેક્ષાઓ આખુન કેસને લાગુ પડે છે. (૧) ઉઘરાણી કરીને પાછા ફરતાં ખૂન થયું છે. = દ્રવ્ય (૨) મુંબઈ શહેરમાં ધોબીતળાવ આગળ ખૂન થયું છે.= ક્ષેત્ર (૩) બપોરના અઢીથી ત્રણના ગાળામાં ખૂન થયું છે. - કાળ (૪) લુંટ કરવાના ઇરાદાથી ખૂન થયું છે. = ભાવ હવે બેરિસ્ટર ચક્રવર્તી, આરોપીના બચાવ માટે ઉપરના સંયોગો તથા હકીક્તોને લક્ષ્યમાં લઈને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાઓ વડે યુક્ત એવો કેસ તૈયાર કરે છે. (૧) ખૂન આરોપીએ કર્યું નથી. = દ્રવ્ય - (૨) આરોપી ધોબીતળાવ નજીક હતો નહિ. = ક્ષેત્ર (૩) બપોરના ૧ થી ૩ વાગ્યા દરમિયાન આરોપી બોરીવલીમાં હતો અને તેના સાક્ષી પુરાવા છે. = કાળ (૪) આરોપી ખુન કરે તેવો માણસ નથી, એની જિંદગીમાં એણે માંકડ કે. મચ્છર પણ માર્યો નથી = ભાવ ઉપર દર્શાવેલા બંને ચતુષ્ટયોમાં ખૂન જેનું થયું છે. તે મહેતાજી માટે જે સ્વચતુષ્ટય છે તે આરોપી માટે પરચતુષ્ટય બની જાય છે અને આરોપી માટે જે સ્વચતુષ્ટય છે તે ખૂન અંગે પરચતુષ્ટય બની જાય છે. હવે, જેનું ખૂન થયું છે, એ ખૂન તો એક હકીકત છે, એક નિશ્ચિત હકીકત તરીકે એ વાત રજુ કરવામાં આવી છે. સવાલ હવે આરોપીના બચાવનો આવે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ બેરિસ્ટર ચક્રવર્તી એનો બચાવ બેરિસ્ટર ચક્રવર્તીના હાથમાં છે. એમની સામે ફરિયાદ પક્ષના સરકારી વકીલ છે. તેઓ બંને મળીને, સામસામા ઉભા રહીને, ન્યાયાધીશ સમક્ષ આ કેસ ચલાવવાના છે. પક્ષ તરફથી સાક્ષીઓ પણ આવવાના છે. કેસ દરમિયાન, જ્યૂરીના સદ્ગૃહસ્થો પણ હાજર રહેવાના છે. ન્યાય – ચુકાદો - આપવાનું કામ ન્યાયાધીશ સાહેબે કરવાનું છે. તે પહેલાં જ્યૂરીનો અભિપ્રાય પણ મેળવવાનો છે. તેઓ સાહેબ, આ કેસની આખીએ કાર્યવાહી દરમિયાન, તેમના હંમેશના સ્વભાવ મુજબ તટસ્થતા ભાવ ધારણ કરીને બેસવાના છે. આરોપીએ ખૂન કર્યુ છે એ પૂરવા૨ ક૨વા ફરિયાદ પક્ષ મહેનત કરશે. આરોપી નિર્દોષ છે એ પૂરવાર કરવા બેરિસ્ટર ચક્રવર્તી આકાશ-પાતાલ એક ક૨શે, અર્થાત્, પુરેપુરી મહેનત કરશે. એ બધામાં સત્ય શું છે એ વાતનો નિર્ણય કરીને નિ:પક્ષ ચૂકાદો આપવાનું કામ સૌથી છેલ્લે ન્યાયાધીશ સાહેબે કરવાનું છે. હવે આપણે આ કેસની કાર્યવાહી દરમ્યાન ન્યાયાધીશ સાહેબ સમક્ષ કેવા ભિન્ન ભિન્ન ચિત્રો રજુ થાય છે. તે જોઈએ. (૧) ફરિયાદ પક્ષ તરફથી રજુ કરવામાં આવેલું તહોમતનામું વાંચીને એક અભિપ્રાય આવે છે કે ‘આરોપી ગુન્હેગાર છે.’ (૨) બેરિસ્ટર ચક્રવર્તીનું બચાવનામું જોઈને બીજો એક અભિપ્રાય આવે છે કે ‘આરોપી ગુન્હેગાર નથી.' (૩) તહોમતનામાની અપેક્ષાએ તથા બચાવનામાની અપેક્ષાએ તટસ્થ ન્યાયાધીશ નોંધે છે કે : ‘આરોપી ગુન્હેગાર છે અને નથી.’ (૪) આ સંયોગોમાં ચુકાદો આપવાનું કામ ‘અવક્તવ્ય છે, ચૂકાદા વિષે કંઈ કહી શકાય નહિ,’ (૫) ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાની નોંધાય છે અને બેરિસ્ટર ચક્રવર્તી એમની ઉલટ તપાસ લે છે. સાક્ષીઓની જુબાની જોતાં આરોપી ગુન્હેગાર છે; પરંતુ ઉલટ તપાસ જોતાં એ ગુન્હેગાર છે એવો ચૂકાદો આપી શકાય તેમ નથી. એટલે, ‘આરોપી ગુન્હેગાર છે પણ ચૂકાદા વિષે કંઈ કહી શકાય નહિ.’ (૬) બચાવ પક્ષના સાક્ષીઓની જુબાની નોંધાય છે અને સરકારી વકીલ એમની ઉલટ તપાસ કરે છે. આ સાક્ષીઓની જુબાની જોતાં આરોપી ગુન્હેગાર નથી; પરંતુ ઉલટ તપાસ જોતાં એ ગુન્હેગાર નથી એવો ચૂકાદો આપી શકાય તેમ નથી. એટલે, ‘આરોપી ગુન્હેગાર નથી પણ ચુકાદા વિષે કંઈ કહેવાય નહિ.’ (૭) ફરિયાદ પક્ષનો કેસ મજબુત રીતે રજુ થયો છે, બચાવ પક્ષ તરફથી પણ એવી જ રીતે આરોપીના લાભમાં સંગીન રજુઆત થઈ છે. પરંતુ જ્યુરીનો નિર્ણય Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મા અનેકાંત અને સ્યાદ્વાદ આ હજુ આવવાનો બાકી છે, એટલે ચુકાદા વિષે હજુ કંઈ છેવટનો નિર્ણય ન્યાયાધીશ સાહેબે કર્યો નથી. એટલે, “આરોપી ગુનેગાર છે, આરોપી ગુનેગાર નથી અને ચૂકાદા વિષે કંઈ કહેવાય નહિ.' આ સાતે ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુઓ નામદાર ન્યાયાધીશ સમક્ષ નોંધાયા છે, રજુ થયા છે. એ સાતે ભેગા થઈને જે એક સળંગ ચિત્ર રજુ કરે છે તે તેઓ સાહેબ પાસે પડેલું છે. એ દરેક અભિપ્રાયને ભિન્ન ભિન્ન રીતે તથા એ સાતેને એકઠા કરીને નામદાર ન્યાયાધીશ સાહેબ જ્યુરીને દોરવણી આપે છે ખરા, પણ ચૂકાદો નથી આપતા. આ વાત સમજવા જેવી છે. પોતાને જે ફેંસલો કરવાનો છે, જે ચૂકાદો આપવાને છે તે વિષે ન્યાયમૂર્તિ અગાઉથી કશો નિર્ણય બાંધી લેતા નથી. તેમનું પોતાનું મંતવ્ય-અભિપ્રાય શું છે એ તો જ્યુરીનો નિર્ણય આવ્યા પછી તેઓ વિચારશે. અને પછી જ ચૂકાદો આપશે. હવે યુરીના સદગૃહસ્થો એક જુદા ઓરડામાં જઈને એ આખાયે કેસની વિચારણા કરે છે. અંદર અંદર વિચાર - વિનિમય કરે છે. બેરિસ્ટર ચક્રવર્તીએ પોતાનો કેસ સ્યાદ્વાદશૈલીને લક્ષ્યમાં રાખીને અને સ્થાપિત કાયદા કાનુનોને બરાબર સમજી - સમજાવીને રજુ કર્યો છે. ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાઓ જોતાં, આરોપી નિર્દોષ જ છે એવી સંગીન અસર જ્યુરીના સંગ્રહસ્થો ઉપર તેઓ પાડી શક્યા છે. જે સ્થળે ખૂન થયું તે સ્થળે આરોપી હતો જ નહિ અને જે સમયે ખૂન થયું કહેવામાં આવે છે, તે સમયે તે ધોબી તળાવ પર નહિ પણ બોરીવલીમાં હતો એવા સંગીન અને વિશ્વાસપાત્ર પુરાવાઓ તેમણે કોર્ટમાં રજુ કર્યા છે. આ બધું જોઈને, પૂરતી વિચારણા કર્યા પછી, “આરોપી નિર્દોષ છે એવો ફેંસલો (Verdict) પૂરી આપે છે. એ ફેંસલો બરાબર અને યોગ્ય છે એવું, તે પછી પૂરતી વિચારણા બાદ ન્યાયાધીશ સાહેબને લાગે છે અને તેઓ “આરોપી નિર્દોષ છે અને તેને છોડી મૂકવામાં આવે છે.” એવો ચૂકાદો સંભળાવે છે. આરોપી છૂટી જાય છે. બેરિસ્ટર ચક્રવર્તીને સફળતા મળે છે. સ્યાદ્વાદ પદ્ધતિનો એ વિજય છે. આ આખાય કેસ દરમિયાન આપણે જોયું કે ન્યાયાધીશ પોતે તદ્દન નિષ્પક્ષ તટસ્થ અને પોતાના ગૌરવ અંગે પૂર્ણપણે સજાગ રહ્યા છે. સ્યાદ્વાદ સિદ્ધાંતનું સફળ અનુસરણ કરવા માટે આવશ્યક એવા ગુણો, “મધ્યસ્થ વૃત્તિ, અતિ નિપુણ બુદ્ધિ અને વિવેકપૂર્ણ ગાંભીર્ય ન્યાયાધીશ સાહેબમાં હતા, એટલે જ તેઓ એક ન્યાયયુક્ત ચુકાદો આપી શક્યા. એ ગુણોને સ્યાદ્વાદની સમજણ મેળવવા માટે જૈન તત્ત્વવેત્તાઓએ ખાસ આવશ્યક ગણ્યા છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ મદ બેરિસ્ટર ચકવર્તી ૧૫૩ અગાઉ કહી ગયા છીએ કે આાવાદ સત્ય અને ન્યાયનો પક્ષકાર છે. આ કેસમાં બેરિસ્ટર ચક્રવર્તીએ આરોપીનો બચાવ સ્યાદવાદશૈલીથી રજુ કર્યો હતો. એ વાત સાચી, પણ એ રીતે રજુ કરવામાં એમણે એકાંતિક કથન કર્યું હોત તો એને સાર્વદિશૈલી કહી શકાત નહિ. એવી જ રીતે, નામદાર ન્યાયાધીશ સાહેબે જે ચુકાદો આપ્યો તેમાં પણ સ્યાદ્વાદની પદ્ધતિ તથા અનેકાંતવાદ અંગેની પૂરપૂરી સમજણે ઘણો મોટો ભાગ ભજવ્યો હતો એ આખાય દષ્ટાંતમાંથી ફલિત થાય છે. જૈન શાસ્ત્રકારોએ, અનેકાન્તવાદ અને સ્યાદ્વાદને એક અસાધારણ જ્ઞાનતત્ત્વવિજ્ઞાન-ગણ્યું છે. આ એક ખૂબ જ ગંભીર વિષય છે, જે મળે તે બધાની પાસે આ વિષયના જ્ઞાનને ખુલ્લું મૂકવાનો જૈન શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે. તેમણે એવી શરત મૂકી છે, કે જેમની બુદ્ધિમાં ગ્રાહ્ય શક્તિ ઉંચી કક્ષાની હોય, મુમુક્ષુભાવે જ્ઞાન મેળવવા માટે જ આ તત્ત્વ વિજ્ઞાનને સમજવા માગતા હોય અને જીવન તથા જીવનના ધ્યેય પરત્વે પૂર્ણપણે જાગ્રત તથા ગંભીર હોય તેવા વિશિષ્ટ કોટીના વિવેકી જિજ્ઞાસુને જ આ વિષયનું જ્ઞાન આપવું.” અનેકાંતવાદના અધ્યયન અને પઠન - પાઠન બાબતમાં જૈન તત્ત્વવેતાઓ, સદીઓથી, આ શરતનું પાલન કરતા આવ્યા છે. આ જ્ઞાન બધાને આપવાની બાબતમાં, આ નિષેધને કારણે જ, તેઓ સંકોચ અનુભવતા રહ્યા છે. આનું એક પરિણામ એ આવ્યું કે, અન્ય એકાંતિક મતમતાંતરો જેવી પ્રસિદ્ધિ આ અભૂત તત્ત્વવિજ્ઞાનને મળી નથી. એવો દાવો કરવામાં આવે છે કે આજે આપણે બુદ્ધિવાદના જમાનામાં જીવીએ છીએ. જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અગાઉ જે સંતોષ પ્રવર્તતો હતો. તેનું સ્થાન હવે અસંતોષે લીધું છે. જે જાણીએ છીએ એટલાથી સંતોષ માનીને બેસી રહેવા આજનું જગત માગતું નથી. નવું નવું જાણવાની અને સમજવાની ભૂખ હવે ઉઘડવા લાગી છે. સ્વાદ્વાદ સિદ્ધાંતને, જિજ્ઞાસુઓના ખુલ્લા બજારમાં મૂકવાનો સમય હવે પાકવા આવ્યો છે. આ સિદ્ધાંતનો પ્રચાર કરવાનો, સારા પ્રમાણમાં અને જોરશોરથી પ્રચાર કરવાનો સમય પાકી ગયો છે. આ સિદ્ધાંતની સમજણની આવશ્યકતા આજે છે તેવી અગાઉ ક્યારેય પણ નહોતી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. થોડુંક જોખમ ખેડીને પણ, આ ઉપકારક અને વિરલ તત્ત્વજ્ઞાનનો પ્રચાર હવે પૂરી તાકાતથી થવો જોઈએ. તત્ત્વજ્ઞાનના ઉચ્ચ તથા કઠીન ક્ષેત્રથી માંડીને, વિચારમુલક ભૂમિકાથી લઈને આચારમૂલક પ્રદેશ સુધીની તમામ પરિસ્થિતિઓમાં અનેકાન્ત તત્ત્વજ્ઞાનની સમજણ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ રામ અનેમંત અને સ્યાદ્વાદ ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે. વિવેકપૂર્વક આ જ્ઞાનનો ઉપયોગ કરનારાઓ માટે, એમાં લાભ અને કલ્યાણ ભરપૂર પડ્યા છે. આ પુસ્તકમાં અહીં સુધી જે લખાયું છે. તે વાંચ્યા પછી, જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન વિષે, વાચકનાં મનમાં, આદરભાવ અવશ્ય ઉત્પન્ન થશે. એ અંગેની બીજી પણ મહત્ત્વની બાબતો જાણવાની જિજ્ઞાસા પણ અવશ્ય ઉત્પન્ન થશે. એટલ, હવે પછીના પાનાઓમાં આપણે થોડીક ઉપયોગી માહિતીનું નિરૂપણ કરીશું. Page #178 -------------------------------------------------------------------------- ________________ માં પાંચ જ્ઞાન પાંચ જ્ઞાન જ્ઞાન કોને કહેવું, એ પ્રાથમિક ભૂમિકા ઉપર વિવાદાસ્પદ પ્રશ્ન છે. જ્ઞાનપિપાસા, જ્ઞાન મેળવવાની પિપાસા, જિજ્ઞાસા, એને માટે કરવામાં આવતી શોધ અને મહેનત વિગેરે આજના યુગમાં એક સામાન્ય પ્રશ્ન બની ગયો છે. લોકો વ્યાખ્યાનો સાંભળે છે, પુસ્તક વાંચે છે અને ચર્ચા વિચારણા પણ કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા આ ભૌતિક જગતમાં મુખ્યત્વે સુખપ્રાપ્તિના હેતુથી ઉદ્ભવેલી દેખાય છે. જાત-જાત ને ભાત - ભાતના વિષયો અંગે નવું નવું જાણવાની તાલાવેલી આજે માનવ-મનનો કબ્બો લઈને બેઠેલી દેખાય છે. આ એક શુભ ચિહ્ન છે. પરંતુ, જે વસ્તુની પ્રાપ્તિ માટે આપણે પરિશ્રમ કરતા હોઈએ, તે વસ્તુના યથાર્થ સ્વરૂપને આપણે ન જાણતા હોઈએ, તો આપણને શું મળવાનું? જે મળ્યું, તે આપણે શોધતા હતા એ જ છે કે બીજું કંઈ તે નક્કી શી રીતે કરી શકાય? જૈન તત્ત્વવેત્તાઓએ મોક્ષ (મુક્તિ) પ્રાપ્ત કરવા માટે એક વાક્ય આપેલું છેઃ (જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ 1) આનો અર્થ થાય છે: “જ્ઞાન અને ક્રિયા દ્વારા જ મોક્ષ મેળવી શકાય છે,” અહિં, જ્ઞાન ક્રિયાને ભેગા કરીને વધારે સ્પષ્ટ અર્થ પણ કાઢી શકાય, કે ‘જ્ઞાનપૂર્વકની ક્રિયા દ્વારા મોક્ષ મેળવી શકાય છે.” - આ વાક્યમાં જયાં “મોક્ષ' શબ્દ છે, એને બદલે, પ્રાપ્ત કરવા માટેની કોઈ • પણ વસ્તુનું નામ આપણે મૂકીએ તો પણ, તેમાં જ્ઞાન અને ક્રિયા એ બે શબ્દોને તો આપણે રાખવા જ પડશે, આ “જ્ઞાન” અને “ક્રિયા” એ બે સનાતન શબ્દો છે. આ બંને માટે આપણે “અનાદિ-અનંત અથવા શાશ્વત-યુગલ’ એવા શબ્દો પણ વાપરી શકીશું.' . સંસારમાં, પુરૂષ અને સ્ત્રીને એક રથના બે ચક્ર માનવામાં આવ્યા છે. એ બંને ચક્ર અખંડિત હોય. એ બંનેમાં સુમેળ હોય. તો જ એ રથ વ્યવસ્થિત ગતિ કરી શકે. પરંતુ, જ્ઞાન અને ક્રિયાની જોડી એટલી બધી મહત્વની છે, એટલી બધી આવશ્યક છે, કે બેની સાથે સ્ત્રી-પુરૂષની બેલડીની સરખામણી તો વિરાટ પાસે વામન જેવી છે. કોઈ પણ કાર્ય હોય, પછી તે ભૌતિક ક્ષેત્રનું નાનામાં નાનું, અદકામાં અદકું હોય કે પછી આધ્યાત્મિક ક્ષેત્રનું આત્માની મોક્ષપ્રાપ્તિ માટેનું કઠીનમાં કઠીન કામ હોય, આ જ્ઞાન અને ક્રિયાની અપૂર્વ બેલડીના સહકાર વગર સિદ્ધ થઇ શકતું જ નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અનેવંત અને સ્યાદ્વાદ શ્રદ્ધા અને બુદ્ધિ એ બેના સહકારનું જ મહત્વ છે, તેથી અનેક ઘણું વધારે મહત્વ આ જ્ઞાન-ક્રિયા રૂપી યુગલનું છે. આ બંને છૂટા પાડી નાંખો, તો કશું પણ કાર્ય થઈ શકશે નહિ. આ એક અવિભક્ત યુગલ Inseparable couple-છે. જ્ઞાન જો એકલું પડી જાય, તો કંજાલના ધનની જેમ તે નિરર્થક-વાંઝીયું બની જાય. જ્ઞાનથી છૂટી પડેલી ક્રિયા પણ એ જ રીતે વંધ્યા-Unproductive અને નિરર્થક -Useless બની જાય. બાળ જીવો માટે જૈન વક્તવિશારદોએ આ જ્ઞાન અને ક્રિયાની એક બહુ જ સરળ અને સુંદર વ્યાખ્યા આપી છે. “અમુક કાર્ય કરવા જેવું છે. એવી જે સમજણ, તે જ્ઞાન અને એ કાર્યને અમલમાં મૂકવું તે ક્રિયા.” દાખલા તરીકે, “અસત્ય બોલવું એ પાપ છે.” એવી સમજણ તે “જ્ઞાન અને અસત્ય બોલવાનો ત્યાગ કરવો તે ‘ક્રિયા'. એ જ રીતે, “સાચું બોલવું એ ધર્મ છે, એવી સમજણ એ “જ્ઞાન” અને “સાચું જ બોલવું તે ‘ક્રિયા’ હવે, આમાં આપણે એકદમ સમજી શકીશું કે હમેશાં સત્ય જ બોલવું જોઈએ. અસત્ય કદી પણ ના બોલવું જોઇએ. એવી સમજણ રૂપી જે જ્ઞાન છે, તેનો ક્રિયારૂપી અમલ જો ન કરવામાં આવે, તો તેવી સમજણ, તેવા જ્ઞાનથી, શું અર્થ સરવાનો? અર્થાત એ જ્ઞાનના ક્રિયારૂપી અમલ વિના, એ જ્ઞાનથી કશો પણ લાભ નહિ મળે. એવી જ રીતે, શું ધર્મ છે, શું કરવા યોગ્ય છે અને શું ત્યજવા યોગ્ય છે, એને લગતા જ્ઞાન વિનાની કોઈ ક્રિયા આપણે કરીશું તો તે પણ અર્થહીન અને ક્યારેક તો અનર્થકારક થઈ જશે. આ બંનેના સુયોગ સિવાય આપણે કશી પ્રગતિ નહિ સાધી શકીએ. એક સીધું સાદું દષ્ટાંત લઈએ. આમાં આપણે એક કારખાનું ખોલીને તેમાં વિમાન’ બનાવવા છે. આમાં વિમાન વિષેનું પુરું જ્ઞાન અને પછી એ બનાવવા માટેની ક્રિયા-Technical knowledge and processing, એ બંનેના સુમેળ વિના, વિમાનનું પૂંછડું (Tail) પણ આપણે નહિ બનાવી શકીએ. - ઘરમાં રસોઈ કરતી વખતે, જુદી જુદી વાનગીઓ બનાવવાનું જ્ઞાન અને પછી તે અંગે કરવી પડતી મહેનત-ક્રિયા-એ બે વચ્ચે સુમેળ હશે તો જ રૂચિકર ભોજન તૈયાર થઈ શકશે. આ રીતે, આ જગતમાં કંઈ પણ પ્રાપ્ત કરવું હોય, સિદ્ધ કરવું હોય, પછી તે આધ્યાત્મિક ક્ષેત્રે હોય કે ભૌતિક ક્ષેત્રે, આ જ્ઞાન અને ક્રિયા એ બેના સંયોગ વગર કશું બનતું નથી. જ્ઞાનયાખ્યા આ એક દિવ્ય સૂત્ર છે. (Heavenly slogan) એ વાક્યની Page #180 -------------------------------------------------------------------------- ________________ પાંચ જ્ઞાન પાછળ મેળવવા લાયક બીજા ગમે તે શબ્દને આપણે મૂકી શકીએ. બીજો શબ્દ મૂકવામાં શરત માત્ર એટલી જ રહે કે ત‚ શબ્દ પ્રાપ્તિના પદાર્થનો અથવા હેતુનો સૂચક- Objective હોવો જોઇએ, ‘જ્ઞાન અને ક્રિયા દ્વારા પર્વતારોહણ' એમ આપણે કહી શકીશું, ‘જ્ઞાન અને ક્રિયા દ્વારા પર્વત' એમ આપણાથી નહિ કહી શકાય. આ જે સૂત્ર છે તે સર્વસ્થળે અને સર્વ કાળે, પ્રાંસ કરવાના વિષયવાળી તમામ વસ્તુઓ માટે વાપરી શકાય તેવું- Universally applicable-સર્વદેશીય-સૂત્ર છે. અલબત, આ વિધાનને સાપેક્ષ, બીજી અપેક્ષાઓને આધીન સમજવાનું છે. આમાં મજા તો ત્યારે આવશે, જ્યારે એ વાક્યની પાછળ આપણે જ્ઞાન શબ્દ લગાડીશું. જ્ઞાનયિામ્યાં જ્ઞાનમ્ । જ્ઞાન મેળવવા માટે પણ ‘જ્ઞાન અને ક્રિયાની જરૂર છે;' અથવા, ‘જ્ઞાનપૂર્વકની ક્રિયા દ્વારા જ જ્ઞાન મેળવી શકાય છે. આ વાત બરાબર સમજવા જેવી છે. અહીં આપણે જ્ઞાનના બે વિભાગ પાડીએ છીએ. એક તો, ‘મેળવવું તે જ્ઞાન.' બીજું, એને મેળવવા માટે જરૂરી જ્ઞાન.’ આમાં પહેલું ‘સાધ્ય’ છે; બીજું ‘સાધન’ છે. મુંબઇથી ટોકીઓ જવું હોય. તો ટોકીઓ જવા માટેના માર્ગોનું જ્ઞાન આપણને હોવું જોઇએ. ગમે તે ગાડી, આગબોટ કે વિમાનમાં ચડી બેસવાથી ટોકીઓ પહોંચી શકાતું નથી. અહિં પ્રથમ આપણે ટોકીઓ જવું છે, એ નક્કી કરીએ છીએ; પછી ત્યાં પહોંચવાના માર્ગો શોધીએ છીએ. અનુકુળતા અને આવશ્યકતા મુજબ, દ્રવ્ય અને કાળના સંયોગો અનુસાર આપણે આગબોટ યા વિમાનનો માર્ગ નક્કી કરીએ છીએ. અને પછી, ટોકીઓ પહોંચવા માટેની આવશ્યક, જ્ઞાન અનુસારની ક્રિયા આપણે કરીએ છીએ. આપણે સમુદ્રના દર્શન કરવા છે. આ માટે, જ્યાં સમુદ્ર હોય; સાગર કાંઠો હોય, એવા સ્થળની આપણે પસંદગી કરીએ છીએ. એમ કરવાને બદલે ગીરનાં જંગલોમાં કે હિમાલયની પર્વતમાળાઓમાં આથડવાનું આપણે શરૂ કરીએ તો સમુદ્રનાં દર્શન થશે? ‘જ્ઞાનક્રિયાભ્યાં જ્ઞાનપ્’ એમ જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે તેમાંથી આટલી વસ્તુઓ નક્કી થાય છેઃ ૧. આપણે જ્ઞાન મેળવવું છે. ૨. જે જ્ઞાન આપણે મેળવવા માગીએ છીએ તે મેળવવાના માર્ગ રૂપી જ્ઞાન જો આપણી પાસે નહિ હોય તો તે જ્ઞાન આપણને મળી શકશે નહિ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મં અનેકાંત અને સ્યાદ્વાદ મન જ્ઞાન મેળવવાના માર્ગની જાણકારી એ પણ એક ‘જ્ઞાન’ જ છે; એટલે, ‘આપણે જ્ઞાન મેળવવાના માર્ગનું જ્ઞાન પણ મેળવવું છે'. ૩. જ્ઞાન મેળવવાના માર્ગનું જ્ઞાન મેળવીને એ જ્ઞાન અનુસારની ક્રિયા આપણે કરવી છે; એ માટે આપણે કાર્યબદ્ધ-ક્રિયાશીલ- બનવું છે. હવે આમાં સ્વાભાવિક રીતે જ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે, ૧. જ્ઞાન પ્રાપ્ત કરવા પાછળનો આપણો હેતુ. ૨. એ હેતુની પવિત્રતા, નિર્દોષતા અને વિશુદ્ધતા. ૩. જે જ્ઞાન આપણે મેળવવા માગીએ છીએ, તેનાથી આપણો હેતુ સિદ્ધ થશે? આપણે પવિત્ર, નિર્દોષ અને વિશુદ્ધ એવો એક હેતુ-ધ્યેય-નક્કી કરી લઇએ અને તે માટે આવશ્યક જ્ઞાન મેળવવાનો ઉદ્યમ શરૂ કરી દઇએ, તે પહેલાં, ‘આપણી ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરાવવામાં એ જ્ઞાન આપણને ઉપયોગી થઇ શકશે કે કેમ એની સ્પષ્ટ સમજણ મેળવી લેવાનું અત્યંત આવશ્યક છે; કેમ કે, એ વાત નક્કી કર્યા વગર અને સમજ્યા વગર જો આપણે કામે લાગીએ તો તેમાં આપણે ગોથાં જ ખાધા કરીશું, જ્ઞાનને બદલે ભ્રમ લઇને ફર્યા કરીશું. આનું કારણ એ છે કે ‘અજ્ઞાન’ એ પણ એક પ્રકારનું ‘જ્ઞાન’ છે. ‘ખોટું જ્ઞાન’ એ પણ એક પ્રકારનું ‘જ્ઞાન’ છે. ‘હું અજ્ઞાન છું’ એવું જે માણસ જાણતો હોય તેને તો આજના યુગમાં એક ‘મહાજ્ઞાની’ગણવો જોઇએ. ‘હું અજ્ઞાન છું’ એમ જાણવું એ પણ એક પ્રકારનું જ્ઞાન છે. પુરાતન તત્ત્વવેત્તા સોક્રેટિસ વિષે એક પ્રચલિત વાત છે. એક વખત કેટલાક લોકોએ એવી આકાશવાણી સાંભળી કે ‘આ યુગમાં આજે સૌથી વિશેષ શાણો અને ડાહ્યો માણસ સોક્રેટિસ છે,’ આ સાંભળીને એ લોકો સોક્રેટિસ પાસે ગયા. સાંભળેલી આકાશવાણી એમણે તેને સંભળાવી અને પછી પૂછ્યું : ‘આ વાત સાચી છે?’ થોડીવાર વિચાર કરીને સોક્રેટિસે જે જવાબ આપ્યો તે ખૂબ વિચારવા જેવો અને સમજવા યોગ્ય છે. એણે કહ્યું : : ‘હા, એ વાત સાચી છે; કારણ કે, હું કશું જ જાણતો નથી એ વાત હું જાણું છું.’ આમ, જે માણસ, ‘હું અજ્ઞાની છું’ એ વાત બરાબર જાણે છે, તેની પાસે એક ‘મહા જ્ઞાન’છે, કેમ કે, જ્ઞાન મેળવવાની એની જિજ્ઞાસા તેથી જીવંત અને જ્વલંત રહે છે. પરંતુ, આ જિજ્ઞાસાની તૃપ્તિમાં એક મોટી મુસીબત આવીને ઉભી રહે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ માર પાંચ જ્ઞાન મા મમતા ૧૫૯ એનું કારણ, આ જગતને વિષે મિથ્યા (ખોટા) જ્ઞાનનું જે અસ્તિત્વ છે તે. એટલા માટે, જ્ઞાન મેળવવાની જે માણસ ઈચ્છા કરે, તેણે સર્વ પ્રથમ તો સાચું (સમ્યગુ) જ્ઞાન શું છે એ શોધી કાઢવું જોઇએ. આ માટે પણ પ્રથમ જ્ઞાન જોઇએ અને પછી ક્રિયા, ક્રિયા એટલે પ્રયત્ન. - આ સાચા અને ખોટા જ્ઞાનની સમજણને આપણે ‘સારાસારનો વિવેક' એ નામે ઓળખવાથી શરૂઆત કરીએ. એ સમજણ ક્યાંથી આવે? શી રીતે આવે? એને માટે, સૌથી પહેલાં આપણે “અહંભાવ” ઉપર પ્રભુત્વ મેળવવું પડશે. જ્યાં સુધી, ‘હું બધું જાણું છું, હું જાણું છું એજ સાચું છે' એ વળગાડમાંથી આપણે છૂટીશું નહિ, ત્યાં સુધી આપણે આગળ વધી રહ્યા! • ‘ગુરૂ વિના જ્ઞાન નહી’ એ વાક્ય કંઈ નિરર્થક કહેવામાં આવ્યું નથી. સૌથી પ્રથમ શિષ્ય બનવું પડે છે. કોરી પાટી લઈને નિશાળે જવું પડે છે. આજે તો લગભગ જયાં જુઓ ત્યાં બધા “ગુરૂ' જ નજરે પડે છે, સલાહ અને શિખામણ (આ જ્ઞાનનાં જ સ્વરૂપો છે) અન્યને આપવા માટે સૌ કોઈ તૈયાર અને ઉત્સુક છે; લેવા માટે રાજી નથી! અને શિષ્યો જે આવે તેમાંનો મોટો ભાગ, ‘શિષ્યભાવે નહિ, પણ ગુરૂભાવે આવે છે. એ લોકો જે કહે અથવા માને તેને આપણે સાચું કહીએ-Confirm (સ્વીકાર) કરીએ, તો ત્યાં સુધી આપણને ગુરૂ ગણવાની મહેરબાની એ લોકો બતાવે છે. ‘તમારી સમજણ ખોટી છે એવું જે પળે એમને આપણે કહીએ, તે પળે જ આપણે એમના “ગુરૂ મટી જઇશું! મોઢે કદાચ નહિ બોલે, પાછળ નિંદા શરૂ કરી દેશે! આ અહંભાવનો પ્રતાપ છે. એક ગૃહસ્થ પોતાની જાતને અતિશય વિનમ્ર અને અહંભાવથી મુકત માને છે. વાતવાતમાં તેઓ, “મારામાં અહંભાવ નથી એવું કહેતા ફરે છે. તેમને જે કોઈ મળે તે બધાને તેઓ અહંભાવનો ત્યાગ કરવાની શિખામણ આપતા રહે છે. એક વાર તે ભાઈને કહ્યું: “તમારામાં અહંભાવ ભારોભાર ભર્યો છે.' “શું?” એકદમ આંખો પહોળી કરીને એ ભાઈ સવાલ પૂછે છે. હવે, એમની આ પહોળી થયેલી આંખોમાં વિસ્મયભાવ દેખાય તો તો સમજ્યા, એમાં તો ગુસ્સો તરવરતો દેખાય છે. તેઓ પોતે પોતાની જાતને જેવી માને છે તેવા તેઓ નથી એમ કહેતાં જ તેમનો પિત્તો ઉછળે છે અને તેમનાં નેત્રો લાલ બને છે! આવું આજે ઠેર ઠેર જોવા મળે છે. આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ. જ્ઞાન પ્રાપ્તિનો હેતુ નક્કી કર્યા પછી, એ જ્ઞાન મેળવવાનો માર્ગ આપણને ઇચ્છિત ધ્યેય પર પહોંચાડી શકે તેમ છે કે નહિ, એ જ્ઞાન સાચું છે કે ખોટું, એ વાત Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મા અનેકંત અને સ્વાસ્વાદ નક્કી કર્યા સિવાય એક કદમ પણ આપણાથી ઉઠાવી શકાય નહિ. પરન્તુ, આ નક્કી કરવાનું કામ સહેલું નથી. અતિ કઠીન છે. જયાં નજર કરો ત્યાં લોકો જ્ઞાનની દુકાનો માંડીને બેઠેલા દેખાય છે. “અહીં આવો, અમારી પાસે જ સાચું જ્ઞાન છે, બીજે બધે ખોટું છે' એવા પાટિયાં ઠેકઠેકાણે લટકતાં દેખાય છે, ક્યાં જવું? કોની પાસે જવું? - “સુદેવ, સુગુરૂ અને સુધર્મ,” આ ત્રણ શબ્દો ઉપર જણાવી એ પરિસ્થિતિને કારણે જ આવશ્યક બન્યા છે, ડગલો સીવડાવવો હોય ત્યારે “સારો દરજી' આપણે શોધીએ છીએ. પરંતુ, કાપડની જાત જો સારી ના હોય, તો એ “સારો દરજી કેટલી મદદ કરી શકશે? કંતાન લઈને દરજી પાસે જઇએ અને કહીએ કે “ડગલો સીવી આપે તો તે આપણને શું જવાબ આપશે? એવી જ રીતે, સારૂં કાપડ લઈને આપણે કોઈ મોચી પાસે જઇએ અને “ડગલો બનાવી આપ' એમ કહીએ તો શું થાય? . ફલિત એ થાય છે કે આપણી પોતાની જિજ્ઞાસા વૃત્તિને આપણે નિર્મળ અને અહંભાવથી રહિત જો નહિ બનાવીએ, તો, દેવ, ગુરૂ કે, ધર્મ આપણને કેટલી મદદ કરી શકશે? તેમાંય જ્યારે, સુદેવ, સુગુરૂ અને સુધર્મ માત્ર અમારી જ પાસે છે એવાં પાટિયાં ઠેકઠેકાણે લાગેલાં આપણે જોઇએ; ત્યારે, એમાં ‘સુ કોણ અને કુ કોણ, એ શી રીતે નક્કી કરી શકાશે? “ખુશામત ખુદાને પણ પ્યારી છે એવું એક કથન છે. માણસની બધી તેજસ્વિતાઓ ખુશામત પાસે ગૌણ બની જાય છે. “તમે બહુ સારા માણસ છો એવું આપણને જેઓ વારંવાર કહે તે માણસોને આપણે સારા ગણીએ છીએ. આપણી પ્રશંસા કરનારાઓ આપણને ગમે છે. આવી જ રીતે, “તમે ધર્મપ્રિય છો, તમે ધર્માનુરાગી છો, તમારામાં ઉંચા પ્રકારની યોગ્યતા છે એવું આપણને કહેનારા ગુરૂ પણ આપણને ગમી જાય છે. પછી, એ ગુરૂ જે માર્ગ આપણને બતાવે છે, તે માર્ગ પણ આપણને સારો અને સાચો લાગે છે. આ વાત ઉપરથી બોધ એ લેવાનો છે, કે ખુશામતપ્રિયતાને અને અહંભાવને દૂર કરીને પછી જ આપણે સુદેવ, સુગુરૂ, સુધર્મ અને સાચા (સમ્યગુ) જ્ઞાનની શોધ કરવા નીકળવું જોઇએ. • સ્યાદ્વાદ સિદ્ધાંત વડે સજજ થએલા અનેકાંતવાદને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું તો સાચું જ્ઞાન શું અને એ મેળવવાનો સાચો માર્ગ ક્યો એ સમજવામાં આપણને ઘણી મદદ મળશે. આ તત્ત્વવિજ્ઞાનને જ્ઞાન વિશે શું કહેવાનું છે તે આપણે . હવે જોઈએ. Page #184 -------------------------------------------------------------------------- ________________ પાંચ જ્ઞાન જૈન તત્ત્વવેત્તાઓએ જ્ઞાનના બે મુખ્ય વિભાગો પાડ્યા છે. (૧) સમ્યગ્ (એટલે સાચું) જ્ઞાન. (૨) મિથ્યા (એટલે ખોટું) જ્ઞાન. સમ્બંગ્ જ્ઞાનના તેમણે પાંચ વિભાગો પાડ્યા છે. (૧) મતિ જ્ઞાન. (૨) શ્રુત જ્ઞાન. (૩) અવિધ જ્ઞાન. (૪) મન:પર્યવ જ્ઞાન. (૫) કેવળ જ્ઞાન. મિથ્યા જ્ઞાનના એમણે ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) મતિ અજ્ઞાન, (૨) શ્રુત અજ્ઞાન. (૩) વિભંગ જ્ઞાન. આ અજ્ઞાનને વિપરીત જ્ઞાન પણ કહેવામાં આવે છે. ૧૬૧ સમ્યગ્ અને મિથ્યા જ્ઞાનના બીજા પ્રકારો તો અનેક છે. આપણે સાચા જ્ઞાન સાથે કામ છે; એટલે સમ્યગ્ જ્ઞાનના પાંચ મુખ્ય પ્રકારોને આપણે તપાસીએ. ૧. મતિ જ્ઞાન ઃ ઈંદ્રિયો અને મન વડે જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, થઇ શકે છે, તેને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. ૨. શ્રુત જ્ઞાન ઃ શબ્દના આધાર પર જે જ્ઞાન એકલા મન દ્વારા પ્રાપ્ત થાય તેને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. ૩. અવધિ જ્ઞાન : ઇંદ્રિયો અને મન વિગેરે કોઇ પણ માધ્યમની સહાયતા વિના જ, દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની અપેક્ષાઓની મર્યાદામાં જે રૂપી (સાકાર) પદાર્થોનું, જ્ઞાન આત્માને સાક્ષાત્ થાય તેને અવિધ જ્ઞાન કહે છે. ૪. મન:પર્યવ જ્ઞાન : અઢી દ્વીપમાં રહેલ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના મનને જે સાક્ષાત્ દેખાડે તે મનઃપર્યંવ જ્ઞાન કહેવાય છે. આમાં પણ ઇંદ્રિયો અને મનની સહાયતાની જરૂર નથી. સરળ અર્થમાં ઇંદ્રિયો અને મનની સહાયતા વિના જ; મનોદ્રવ્યનું એટલે બીજાઓના મનમાં પડેલી અને ભરેલી વાતોનું જે જ્ઞાન આત્માને સાક્ષાત્ થાય તે મનઃમર્યવ જ્ઞાન. ૫. કેવળ જ્ઞાન · ઇંદ્રિયો અને મનની સહાયતા વિના જ, રૂપી, અરૂપી, (સાકાર અને નિરાકાર), સૂક્ષ્મ અને સ્થૂળ વિગેરે સર્વ કાળના સર્વ પદાર્થોનું સર્વદર્શી અને સંપૂર્ણ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે તેને ‘કેવળ જ્ઞાન’ કહેવામાં આવે છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૫ 99 અનેકાંત અને સ્યાદ્વાદશ આ પૂર્ણ જ્ઞાન છે અને એ જેમને પ્રાપ્ત થાય છે તેમને ‘સર્વજ્ઞ’ અથવા ‘કેવળી’ કહેવામાં આવે છે. આ કેવળ જ્ઞાનને અંગ્રેજીમાં omniscience કહે છે, એ જ્ઞાન જેમને પ્રાપ્ત થયું હોય તેમને એ ભાષામાં omniscient તરીકે ઓળખાવવામાં આવે છે. આત્માનું પૂર્ણ જ્ઞાન રૂપી જે ‘સ્વ-સ્વરૂપ’ છે, તે આમાં સંપૂર્ણપણે પ્રગટ થાય છે. આ ફક્ત ‘આત્મ જ્ઞાન’ નથી, સમગ્ર બ્રહ્માંડ અને એની તમામ રચનાઓને આવરી લેતું આ પૂર્ણ પૂર્ણ પૂર્ણ જ્ઞાન છે. આ પાંચમાના પ્રથમ બે જ્ઞાન, ‘મતિ અને શ્રુત,’ પરોક્ષ જ્ઞાન છે કેમ કે, ઇંદ્રિયો અને મન રૂપી માધ્યમની-Medium ની-એમાં જરૂર પડે છે. છેલ્લા ત્રણ, ‘અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાન' પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે; કેમ કે એમાં કોઈ પણ પ્રકારના માધ્યમ વિના, આત્માને પોતાને સાક્ષાત્-પ્રત્યક્ષ-એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પાછળ આપણે ચાર પ્રમાણની વિચારણા કરી ત્યારે ઇંદ્રિયો અને મન દ્વારા થતા બોધને આપણે ‘પ્રત્યક્ષ’ પ્રમાણ ગણાવ્યું હતું. મતિ અને શ્રુત એ બંને જ્ઞાન ઇંદ્રિયો તથા મનની સહાયતાથી થાય છે એમ અહીં જણાવ્યું છે, એમ છતાં, અહી આપણે એને ‘પરોક્ષ જ્ઞાન' કહીએ છીએ. આ જે ભેદ-વિરોધી કથન-જણાય છે તેનું કારણ એ છે કે વ્યહારિક અને આધ્યાત્મિક બાબતોમાં ભેદ છે, વ્યવહારમાં ઇંદ્રિયોથી થતા જ્ઞાનને આપણે, પરોક્ષ કહેવાને બદલે પ્રત્યક્ષ કહીએ છીએ. પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં, ઉંચી ભૂમિકા ઉપર, પરિસ્થિતિ પલટાય છે. વ્યવહારમાં આપણે ફક્ત ઇંદ્રિયો અને મનનો આશ્રય લઇને જ ચાલવાનું હોય છે. આધ્યાત્મિક વિકાસના પ્રદેશમાં ઇંદ્રિયો અને મનને વેગળા મૂકીને, એમના ઉપર સંપૂર્ણ કાબુ મેળવીને, આત્મતત્ત્વના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની વાત આવે છે. એટલે, જૈન તત્ત્વવેત્તાઓએ, એક તરફ ઇંદ્રિયો અને મન, તથા બીજી તરફ આત્મા, એવી બે જુદી જુદી અપેક્ષાએ પ્રત્યક્ષ પ્રમાણના બે વિભાગ પાડ્યા છે, એને ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ અને ‘પારમાર્થિક પ્રત્યક્ષ' એમ તેઓ કહે છે. ઇંદ્રીયો અને મન દ્વારા થતું જ્ઞાન આધ્યાત્મિક ક્ષેત્રમાં પરોક્ષ ગણાયું છે. પરંતુ વ્યવહારિક ક્ષેત્રમાં એને પ્રત્યક્ષ એટલે ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ ગણવામાં આવ્યું છે. જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રમાં જેને ‘પ્રત્યક્ષ જ્ઞાન' કહે છે તેને ‘પારમાર્થિક પ્રત્યક્ષ’ ગણવામાં આવ્યું છે. ઇંદ્રિયો અને મનની સહાયતા વિના જે જ્ઞાન પ્રગટ થાય છે, પ્રાપ્ત થાય છે, તે જ સાચું પ્રત્યક્ષ જ્ઞાન છે; કેમ કે, આત્માનો પોતાનો એ સહજ ગુણ છે અને જ્યારે ઇંદ્રિયો તથા મન ઈત્યાદિ માધ્યમની સહાયતા વિના જ એ જ્ઞાન આત્મામાં સાક્ષાત્ (પ્રગટ) થાય ત્યારે એ જ્ઞાન જ સાચું પ્રત્યક્ષ પ્રમાણ બને છે. પ્રમાણ શાસ્ત્રમાં Page #186 -------------------------------------------------------------------------- ________________ માં પાંચ જ્ઞાન ૧૬૩ એને પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે. આ અર્થમાં, મતિ અને શ્રત એ બે ‘પરોક્ષ જ્ઞાન છે. અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનને આપણે અહીં પ્રત્યક્ષ જ્ઞાન' ગણાવ્યા. પણ, એમાંય બે વિભાગ છે. અવધિજ્ઞાન તથા મન:-પર્યવ જ્ઞાનને દેશ પ્રત્યક્ષ' અથવા અંશ પ્રત્યક્ષ કહે છે. કેવળજ્ઞાનને ‘સકલ પ્રત્યક્ષ અથવા ‘પૂર્ણ પ્રત્યક્ષ કહે છે. - કેવળજ્ઞાન, ‘રૂપી, અરૂપી ધૂળ, સૂક્ષ્મ ઇત્યાદિ સર્વ પદાર્થોને સર્વ દ્રવ્યને, સર્વ કાળે અને સર્વ પર્યાયોથી જાણે છે; એટલે એને “સકલ પ્રત્યક્ષ' કહ્યું. અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન સર્વ પદાર્થોને અને સર્વ પર્યાયોને જાણતા નથી; કેવળજ્ઞાનની અપેક્ષાએ એ બે જ્ઞાન અપૂર્ણ છે. એટલા માટે, અને દેશ પ્રત્યક્ષ' એટલે 'મર્યાદિત પ્રત્યક્ષ' કહ્યા છે. પરંતુ તેથી એનો અર્થ એવો નથી થતો, કે એ બે જ્ઞાન ઓછાં નિર્મળ યા ઓછા મહત્વવાળાં છે. મતિ અને શ્રુતજ્ઞાનની અપેક્ષાએ અવધિ અને મન:પર્યવ જ્ઞાન એ જ્ઞાનની ઘણી ઉંચી સ્થિતિ બતાવે છે. આજકાલ જેને આત્મ સાક્ષાત્કાર, જીવનમુક્તિ’ વિગેરે શબ્દોથી ઓળખવામાં આવે છે, એ સ્થિતિ તો પ્રાયઃ મતિજ્ઞાનની અવસ્થા છે.મનની શક્તિઓને ખીલવીને અમુક ચોક્કસ વિકાસ સાધી શકાય છે. અને વિલક્ષણ પરિણામો તેથી લાવી શકાય છે. આ રીતે થતા માનસીક શક્તિના વિકાસમાં પ્રાપ્ત થતા કોઈ કોઈ અનુભવોને * કેટલાક લોકો આત્મસાક્ષાત્કાર' ગણે છે.પરંતુ, વાસ્તવમાં આ મતિ જ્ઞાનની અવસ્થા છે; એટલે, આધ્યાત્મિક વિકાસની એ તો માત્ર એક પ્રાથમિક ભૂમિકા જ છે. આમાં - મિથ્યા જ્ઞાનને પણ અવકાશ છે. માણસનું મન, એ એક વિરાટ વિષય છે. મનની શક્તિ અમર્યાદિત છે. મન ઉપરના કાબુ અને નિયંત્રણ દ્વારા ઘણુ ઘણુ જાણી અને સમજી શકાય છે. મનને . પોતાની આંખો, પોતાના કાન,પોતાનું નાક,પોતાની જીભ અને પોતાની ત્વચા સોય છે. આ બધું સુક્ષ્મ હોય છે, એટલે, ઇન્દ્રિયગમ્ય નથી. જુદા જુદા, યોગો, ભક્તિ આદિ એકાગ્રતાને પ્રાપ્ત કરાવતા ભિન્ન ભિન્ન માર્ગો દ્વારા મનની શક્તિનો અમર્યાદિત વિકાસ સાધી શકાય છે. ચર્મ ચક્ષુઓની સહાયતા વિના,આકાર તથા સ્વરૂપને, મન જાણી શકે છે. કાનની સહાયતા વિના, દૂર દૂર થતી વાતચીતને મન સાંભળી શકે છે.ગંધ અને સ્પર્શને પણ, તે તે ઇન્દ્રિયોની સહાયતા વિના મન અનુભવી શકે છે. બીજા માણસોના મનમાં ચાલતા વિચારોને પણ મને વાંચી શકે છે. મનની આ અદ્દભૂત શક્તિનો વિકાસ કરનાર માણસ, ક્યારેક, આ વિશ્વમાં સહેજે ‘મહાત્મા’ બની જાય છે. આવા શક્તિશાળી મહાનુભાવની આસપાસ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અનેકાંત અને સ્યાદ્વાદ માણી ભક્તમંડળ ઝપાટાબંધ જામી જાય છે. દુન્યવી સુખો માટેની સામાન્ય લોક સમૂહની કામના , આવા મહાત્માઓનો આત્મવિકાસનો માર્ગ રૂધીને બેસી જાય, તેમાં નવાઈ શું? પોતે પ્રાપ્ત કરેલી સિદ્ધિ અંહેના અહંભાવ જનિત સંભ્રમથી, આવા મહાત્માઓ પણ, ક્યારેક ધર્મ પ્રવર્તક” થી માંડીને તે “સ્વયંશંભુ, સ્વયંસિદ્ધ, હાજર ઈમામ અને ભગવાન' સુધીનાં બિરૂદોમાં અટવાઈ જાય છે. એ ભ્રમણામાં જેઓ અટવાય નહિ, અટવાયા હોય તો છૂટે અને મનને છોડીને શુદ્ધ આત્માના ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા જેઓ કાર્યસાધક બને, તેમને માટે જ આગળ વધવાનો અને કેવળજ્ઞાનની ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચવાનો માર્ગ ખુલ્લો થાય છે. બાકીના બધા ભવાટવીમાં ફર્યા જ કરે છે. આ વાતજો ઝટ સમજાઈ જાય તો સુદેવ, સુગુરૂ અને સુધર્મને સમજવામાં અને મેળવવામાં ખુબ સહાયતા મળે. ભૌતિક કામનાઓ અને દુન્યવી લોલુપતાઓમાંથી આપણે એક ક્ષણવાર પણ જો મુક્ત ન થઈ સકીએ, તો પછી, પેલા બધા કહેવાતા અને વળી કોઈ કોઈ થઈ બેઠેલા મહાત્માઓમાં આપણે સાક્ષત ભગવાનનાં દર્શન થાય તેમાં નવાઈ શું? પરંતુ, આંધ્યાત્મિક દૃષ્ટિથી, મન દ્વારા થતું જ્ઞાન એ ઉપરોક્ષ જ્ઞાન છે અને સાટી રાહબરી - દોરવણી - જેમને પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેઓ જ આપી શકે. આટલી વાત જો આપણે સમજી લઈએ તો પછી ચમત્કારોથી અને ચમત્કાર માતડોથી આપણે અંજાઈ જઈશું નહિ, આપણે તેથી લોભાઈશું પણ નહિ. - એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ, મતિ અને શ્રુતજ્ઞાનમાં મિથ્યા અથવા વિપરીત જ્ઞાનનો સંભવ રહેલો જ છે. મન ગમે તેટલું શક્તિશાળી બને, તે છતાં તે “અજ્ઞાની' રહે, એ વાત નિશ્ચિતરણે શક્ય છે. અગાઉ જે વિપરીત જ્ઞાન બતાવ્યાં છે તેમાં “મતિ અજ્ઞાન તથા શ્રુત અજ્ઞાન” એ બેનો ઉલ્લેખ આપણે કરેલો જ છે. શ્રુત જ્ઞાન એ સમ્યગુ (સાચું) હોય, તો ત્યાંથી આત્માના ક્ષેત્રમાં, પ્રત્યક્ષ જ્ઞાનમાં, પ્રવેશ કરવાની તક મળે છે. પરંતુ, જો એ મિથ્યા વિપરીત હોય, તો ત્યાંથી વિકાસને બદલે અવનતિ શરૂ થાય છે. સાઘેલો વિકાસ ગુમાવી દેવાય છે અને પાછા, જ્યાં હતા ત્યાં તેથી પકટાઈ પડાય છે. આ વાત ખૂબ સમજવા જેવી છે. " ચમત્કાર કરી બતાવવાની મનુષ્યની મનની શક્તિ, એ આત્મા વિકાસનું સાધન નથી. આધ્યાત્મિક સાધના કરતાં કરતાં, જે વિકાસ ક્રમમાંથી આપણે પસાર થવાનું હોય છે, તેમાં મનની શક્તિનું ખીલવું અને આવાતેવા કોઈ ચમત્કારો કરી બતાવવાની સ્થિતિમાં આવવું, એ સ્વાભિવિક છે. ફળફુલ ઝાડના વિકાસક્રમમાં જે Page #188 -------------------------------------------------------------------------- ________________ મામ પાંચ જ્ઞાન સ્વાભાવિક અવસ્થાઓ રહેલી છે, એવી જ આ પણ એક અવસ્થા અથવા અવસ્થાઓ છે. એ ધ્યેય નથી. આત્મ મુક્તિનું સાધન પણ એ નથી. એ તો છેતરનારી, ઠગારી અને પ્રલોભનકારી અવસ્થા છે. ત્યાં જ અટક્યા, તો પછી આપણું આવી – જ બન્યું. આ વાત શી રીતે સમજાય? અગાઉ આપણે જે એવું વિધાન કર્યું છે, કે જ્ઞાનક્રિયાભ્યાં જ્ઞાનમ્' એ વાતનું તાત્પર્ય જો આપણે બરાબર સમજી લઈએ તો એ વાત પૂર્ણપણે સમજી શકાય. સદૂધર્મ અને સદૂગુરૂનું આલંબન આપણે લેવું પડે છે એનું આજ કારણ છે. એ આલંબન લેવા માટે જે વિવેકરૂપી જ્ઞાનની આપણને જરૂર પડે છે, તે જ્ઞાન, સાચા જ્ઞાન માટેનો તે સાચો માર્ગ, આપણને જૈન તત્ત્વવિજ્ઞાન-અનેકાંતવાદ અને સ્યાદ્વાદ બતાવે છે. અમે કહીએ છીએ માટે માની લો એવી, “બાબાવાક્ય પ્રમાણ જેવી આ વાત નથી. યોગ્ય અવલંબન દ્વારા એનો પ્રયોગ આપણે પોતે કરીએ છીએ. એનો અનુભવ પણ આપણે કરી શકીએ છીએ. જેનો અનુભવ આપણને થાય, તેજ સાચું જ્ઞાન છે. આ અનુભવ પરોક્ષ નહિ, પણ પ્રત્યક્ષ થવો જોઈએ. ઈન્દ્રિયો અને મનની સહાયતા દ્વારા જે અનુભવ આપણે કરીએ છીએ, તે ‘પરોક્ષ અનુભવ છે; સમ્યસાચા-માર્ગે હોઇએ, ત્યારે પણ એ અધૂરો અનુભવ " છે. પૂર્ણ અનુભવ તો, કેવળ આત્મા દ્વારા, અન્ય કશાયની-કોઇ પણ માધ્યમનીસહાયતા વિના જ થઈ શકે. એ અનુભવ જ પ્રત્યક્ષ છે; બીજો નહિ. રાજકારણમાં લોકશાસન અંગે,For the people, by the people and of - the people -‘લોકો માટે, લોકો વડે અને લોકોનું –એવું એક વાક્ય છે. આત્માના ક્ષેત્રમાં પણ આપણે જે અનુભવ મેળવવાનો છે, તે પણ, “આત્મા માટે, આત્મા વડે ' અને આત્માનો-For the soul, by the soul and of the soul' એવો હોવો જોઇએ. રાજદ્વારી તત્ત્વજ્ઞાન- Political philosophyના ચિંતક મહાનુભાવોએ પૂર્ણ લોકશાસન અને સુરાજ્ય અંગેની જે ઉચ્ચ અને ઉદામ-Highest extreme-કલ્પના કરી છે તેમાં “રાજા, રાજયકર્તા અથવા રાજ્યતંત્ર જેવું કશું જ હોય નહિ, કોઈ પણ પ્રકારની રાજયસંસ્થા વિના, લોકો પોતે જ એવી રીતનું ઉચ્ચ, પારમાર્થિક અને આદર્શ જીવન જીવે, તેને અંતિમ આદર્શ-Final goal-ગણવામાં આવ્યો છે. પોલીસની, લશ્કરની, અદાલતોની અને રાજય નામની કોઈ સત્તાની જરૂર જ ના પડે એવું ક્યારે બને? માનવ સમાજ સમસ્ત, માનવતાની ‘શિવમસ્તુ સર્વજગતઃ ની ભાવનાથી વિભૂષિત થઇ જાય, સ્વાર્થ અને સંકુચિતતાના સ્થાને પરમાર્થ અને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનેકાંત અને સ્વાસ્વાદ પણ સમભાવને અપનાવે, ત્યારે જ એ સ્થિતિ પ્રાપ્ત થાય. આ સ્થિતિને સાચું અને પ્રત્યક્ષ લોકશાસન ગણવામાં આવ્યું છે-Real. Direct Democracy. આત્મિક ક્ષેત્રમાં પણ આવું જ છે. ઇંદ્રિયો અને મનદ્વારા જે આત્મતંત્ર ચાલી રહ્યું છે, તેને સ્થાને સ્વયં આત્મા દ્વારા જ પોતાનું તંત્ર પ્રત્યક્ષ સ્વરૂપે-Directચાલે અને ઇંદ્રિયો તથા મન ઇત્યાદિ કોઈ તંત્રની, કોઈ અધિકારી વર્ગની, કોઈ સત્તાની કે કોઈ માધ્યમની આવશ્યકતા રહે જ નહિ, એ મનુષ્યજીવન માટેનું અંતિમ આધ્યાત્મિક લક્ષ્ય-Final spiritual goal છે. જે જ્ઞાનની શોધ આપણે કરવાની છે, તે જ્ઞાન પ્રાપ્તિનો આપણો હેતુ પણ આત્માની આ અવસ્થાને સિદ્ધ કરવાનો હોવો જોઈએ. એને બદલે, આપણે ભ્રમણાઓમાં જ અટવાયેલા રહીએ છીએ. આપણી ચારે તરફ જે સાચી સમજણ પડેલી છે, તેની તરફ આપણું ધ્યાન જતું નથી. ઇંદ્રિયો અને વાસનાઓની પકડમાં આપણે એવા તો જડબેસલાક આવી ગયા છીએ કે જે સાચું નથી એને આપણે સાચું માનીએ છીએ અને જે સાચું છે તે આપણને ભાવતું નથી. જૈન તત્ત્વવેત્તાઓએ બતાવેલા જ્ઞાનનાં જે પ્રકારો આપણે અહીં જોયો તેનો બરાબર વિચાર કરતા સમજાશે કે જ્ઞાનના જે પ્રકારો બુદ્ધિગમ્ય અને વૈજ્ઞાનિક છે. એમાં અંધ શ્રદ્ધાની કે એકાંતિક વાત નથી. સાયન્ટીફક લેબોરેટરીમાં જેમ પ્રયોગો થાય છે તેમ આના પ્રયોગો પણ, આપણે આપણા આત્માની પ્રયોગશાળામાં કરી શકીએ છીએ અને એની સચોટતા, સાર્થકતા અને સિદ્ધિદાયકતા અનુભવી શકીએ તેમ છીએ. જ્ઞાન અંગેની આ વિચારણામાંથી આપણે તારણ એ કહ્યું કે સમ્યમ્ (સાચું) જ્ઞાન તે “અનુભવ જ્ઞાન” છે. કક્ષાભેદે એ અનુભવ પરોક્ષ થાય કે પ્રત્યક્ષ, પણ જ્ઞાન એટલે “અનુભવ” એ વાતનો સ્વીકાર તો હવે આપણે કરવો જ પડશે. એને બદલે આ સંસારમાં આપણને શું જોવા મળે છે? પારમાર્થિક (આધ્યાત્મિક) ક્ષેત્રમાંથી સાંવ્યવહારિક ક્ષેત્રમાં પાછા આવીને આપણે જોઇશું તો અહિં પણ જ્ઞાન અને અનુભવ વચ્ચેનો ભેદ આપણને સમજાશે. વ્યવહારમાં આપણે જેમને “જ્ઞાની” શબ્દથી સંબોધીએ છીએ, એમાંના મોટા ભાગના લોકો તો, “Encyclopedia-માહિતી-ભંડાર સિવાય વિશેષ કંઈ હોતા નથી. એમની પાસે જે હોય છે, તે જ્ઞાન નહિ પણ માત્ર માહિતી-Information હોય છે; અને તે પણ, પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવેલા-Encyclopedia માહિતી ગ્રંથની સરખામણીમાં અલ્પ, અતિ અલ્પ હોય છે. “જ્ઞાન” નામથી ઓળખાતી ઘણી બધી Page #190 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન આ પાંચ જ્ઞાન માહિતી આપણે એકઠી કરીએ અને પછી તેને અમલમાં-આચરણમાં મૂકવા રૂપી ક્રિયા બાબતમાં જો મોટું મીંડું રાખીએ તો આપણી એ બધી મહેનતથી આપણને પોતાને ફાયદો શું? કશો જ નહિ. એટલા માટે જ સપુરૂષો કહી ગયા છે કે વ્યવહારમાં જેને જ્ઞાન માનવામાં આવે છે, તે જ્ઞાનના “સિંધુ” કરતાં “અનુભવ બિંદુ” વધારે મહાનું છે.” એટલે, જે જ્ઞાનની પસંદગી આપણે આપણા હેતુની સિદ્ધિ અર્થે કરવાની છે, તે જ્ઞાન, આપણને પ્રત્યક્ષ અનુભવ' તરફ દોરી જાય તેવું સાચું સમ્યગહોવું જોઈએ. એ જ્ઞાન પ્રાપ્તિ તરફ દોરી જતા માર્ગોની પસંદગી કરવામાં પણ આપણે સાચા માર્ગનું અવલંબન લેવું જોઈએ. આપણો હેતુ પણ વિશુદ્ધ ઉદાત્ત અને પારમાર્થિક હોવો જોઈએ. વિવેકપૂર્વક વિચારતાં હવે સમજાશે કે : સાચું જ્ઞાન એટલે ‘અનેકાંત તત્ત્વવિજ્ઞાન.” સાચો માર્ગ એટલે “સ્યાદ્વાદ.” સાચો હેતુ એટલે “આત્માના સ્વસ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ.” Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અનેકંત અને સ્યાદ્વાદ જ કર્મ એ ક્રિયાવાચક, ક્રિયાસૂચક, ક્રિયાદર્શક શબ્દ છે. કર્મ એટલે ગતિમાં જેમ ક્રિયા છે તેમ સ્થિતિમાં પણ ક્રિયા છે. આ ક્રિયાના બે પ્રકાર કહ્યા છે. (૧) દ્રવ્યક્રિયા. (૨) ભાવ-ક્રિયા. આમાં, ઈન્દ્રયો તથા શરીર દ્વારા જે ક્રિયા થાય છે તેને દ્રવ્ય-ક્રિયા કહે છે, આપણે એને બાહ્ય ક્રિયા' પણ કહી શકીશું. મન દ્વારા જે ક્રિયા થાય છે, જે કંઈ સંકલ્પવિકલ્પ, સારામાઠા વિચારો, પ્રેમ (રાગ) તથા તિરસ્કાર (દ્વિષ) ઇત્યાદિ જે ક્રિયા થાય છે તે ભાવક્રિયા છે. આપણે એને “આંતરિક ક્રિયા’ એમ કહી શકીશું. હવે, આ કર્મ વિષે, રસ્તે ચાલતા કોઈ પણ સામાન્ય માણસને ઉભો રાખીને આપણે પૂછીશું તો તે એનો જવાબ આપશે કે “આપણા વડે જે કંઈ કાર્ય થાય તે કર્મ,” થોડીક સમજણવાળો માણસ જવાબ આપશે કે “કરો તેવું પામો, કરો તે કર્મ અને પામો તે ફળ.” આમ, કર્મ વિષેની વ્યવહારિક સમજણ તો સર્વસામાન્ય અને વિશ્વવ્યાપા છે; પરંતુ, કર્મ વિષેની શાસ્ત્રીય સમજણનો જગતમાં પુરતો પ્રચાર નથી, પુરતો ખ્યાલ નથી. તત્ત્વજ્ઞાનની સમજણ મુજબ, “કર્મ એ કોઈ ક્રિયા અથવા પ્રવૃત્તિના સંસ્કા માત્ર નથી. કર્મ એક વસ્તુ છે. એ દ્રવ્યભૂત વસ્તુ છે. એના પોતાનાં પુદ્ગલો હોય છે. આ પુદ્ગલોને કર્મવર્ગણાનાં પુદ્ગલો કહેવામાં આવે છે.” - મન, વચન અને કાયા દ્વારા આપણે જે કંઈ કાર્યો કરીએ છીએ અને જીવની પ્રવૃત્તિ માનવામાં આવી છે. આત્માની આ પ્રવૃત્તિથી કર્મનાં પુલો ખેંચાઈ આવે છે અને તેને વળગે-ચોટે છે, આ કર્મવર્ગણાના પુદ્ગલો, લોકાકાશમાં એટ સર્વત્ર ભરેલા પડ્યાં છે. આ પુદ્ગલો જ્યારે આત્માને વળગે છે ત્યારે, તેમનું તે વળગવું, તે “કર્મબંધન' નામથી ઓળખાય છે. એટલે, તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી, ક્રિયા દ્વારા નિપજતું પુદ્ગલ વિશેષની રચના કાર્ય તે કર્મ. આ ક્રિયામાં, મન, વચન અને કાયા દ્વારા થતી ક્રિયા ઉપરાંત આત્માન મિથ્યાત્વ અવિરતિ કષાયની ક્રિયાનો સમાવેશ થાય છે. મન, વાણી અને શરીરની ક્રિયાઓના પ્રકાર અનુસાર કર્મના પુદ્ગલ ખેંચાઈને આવે છે, બંધાય છે અને આત્માને-જીવને વળગે છે. આ રીતે કાર્ય અથ ક્રિયા દ્વારા ખેંચાઈ આવતાં અને આત્માને ચોંટતા પુદ્ગલોના સમૂહને શાસ્ત્રી પરિભાષામાં કર્મ' કહેવામાં આવે છે. આમાંય પાછા દ્રવ્ય” અને “ભાવ” એવા Page #192 -------------------------------------------------------------------------- ________________ ર્મ ૧૬૯ પ્રકાર છે. જીવબદ્ધ કાર્મિક પુદ્દગલોને ‘દ્રવ્યકર્મ’ કહેવામાં આવે છે અને જીવના રાગ, દ્વેષ ઇત્યાદિ ગુણસ્વભાવાત્મક પરિણામને ‘ભાવકર્મ’ કહેવામાં આવે છે. આ બંને પ્રકારનાં કર્મોને પરસ્પર કાર્યકારણભાવ સંબંધ છે. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મની પ્રવૃત્તિ થાય છે. આ કર્મ રૂપી ક્રિયા અનાદિ કાળથી ચાલતી આવી છે; અનંત કાળ સુધી ચાલ્યા કરવાની છે. જેને આપણે જીવન કહીએ છીએ, તે પણ એક ક્રિયા જ છે. એ દૃષ્ટિથી જીવન પણ એક કર્મ છે. આત્મા વિષે, તત્વજ્ઞાનીઓએ એક જ આત્માના જે બે સ્વરૂપો બતાવ્યાં છે, તેમાં ‘મુક્ત આત્મા’ અને ‘કર્મબદ્ધ આત્મા’ એવાં બે સ્વરૂપો કહ્યાં છે. અહિં, જે ‘મુક્ત’ શબ્દ વાપર્યો છે, એનો અર્થ ‘કર્મમુક્ત’ એમ સમજવાનું છે. આત્મા સાથેનો 'કર્મનો સંબંધ પણ અનાદિ છે, જગતના અનાદિ-અનંત અસ્તિત્વની અપેક્ષાએ, કર્મનો આત્મા સાથેનો સંબંધ પણ અનાદિ-અનંત છે, એમ કહી શકાય. પરંતુ, આત્માને લાગેવળગે છે, ત્યાં સુધી, કર્મ સાથેનો એનો સંબંધ અનંત નથી, સાન્ત છે.તમામ કર્મનો ક્ષય કરીને આત્મા જયા૨ે ‘મુક્ત’ બને છે, ત્યારે, તે આત્માનો કર્મ સાથેનો સંબંધ પૂરો થાય છે. આનો, બીજો તર્કશુદ્ધ Logical અર્થ એ થયો કે જ્યાં સુધી તમામ કર્મોનો ક્ષય થતો નથી, ત્યાં સુધી આત્મા ‘મુક્ત’ થતો નથી. એટલે, કોઇ પણ શરી૨માં, કર્મથી અશુદ્ધ અથવા બદ્ધ બનીને જ્યાં સુધી આત્મા પરિભ્રમણ કરતો હોય, ત્યાં સુધી, એ કર્મ કરતો જ રહે છે. એ કર્મોને પરિણામે જ એને જન્મવું, જીવવું, મૃત્યુ પામવું, ફરીથી જન્મ લેવો અને જાતજાત ને ભાતભાતનાં શરીરોમાં પુરાઇ રહીને, ચોરાશી લક્ષ યોનિમાં, સ્વર્ગ, પૃથ્વી અને નરક વચ્ચે, આંટાફેરા કરવા પડે છે. પાછળના પાંચ કારણવાળા પ્રકરણમાં, આ ‘કર્મ’ ને કાર્યના એક કારણ સ્વરૂપે આપણે જોયું છે. આત્માના સાંસારિક પર્યાયોને, શરીરને, રાગદ્વેષને અને સુખદુ:ખને લાગેવળગે છે, ત્યાં સુધી, આ ‘કર્મ’ એ એક પ્રધાન કારણ છે. આપણી આંખો વડે આ ‘કર્મ’ ને કાર્યના એક કારણ સ્વરૂપે આપણે જોયું છે. આત્માના સાંસારિક પર્યાયોને, શરીરને, રાગદ્વેષને અને સુખદુઃખને લાગેવળગે છે, ત્યાં સુધી, આ ‘કર્મ' એ એક પ્રધાન કારણ છે. આપણી આંખો વડે આ ‘કર્મ’ ને આપણે જોઇ શકતા નથી. એમ છતાં, અગાઉ જણાવ્યા મુજબ, કર્મ એક પુદ્ગલ છે. પુદ્ગલ એટલે, રૂપી સાકાર. પરંતુ આ રૂપ અતિ સૂક્ષ્મ હોવાથી તે ઇન્દ્રિયગમ્ય નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦) અનેકાંત અને સ્યાદ્વાદ , સમગ્ર વિશ્વની રચનાના આધાર રૂપ જે છ દ્રવ્યો જૈન તત્ત્વજ્ઞાનીઓએ બતાવ્યાં છે, તેમાં પુદ્ગલ પણ એક દ્રવ્ય (પદાર્થ - Substance ) છે. એમ જણાવ્યું છે, અત્યંત સૂક્ષ્મ એવા અણુપરમાણુઓનો સમૂહ આ પુદ્ગલ દ્રવ્યમાં આવી જાય છે. આ દ્રવ્ય પણ, પરસ્પર વિરોધી એવા અનેક ગુણધર્મ ધરાવે છે. આધુનિક વિજ્ઞાને, બારીકમાં બારીક પરમાણુને જોવા માટે જે અદ્યતન સાધનો બનાવ્યાં છે, તે હજુ સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ પરમાણુઓ સુધી પહોંચ્યા નથી, આ કર્મ પણ, અતિ સૂક્ષ્મ-સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુઓનો એક સમૂહ છે. અન્ય અણુપરમાણુઓની જેમ, એ પણ, છૂટા પડવાના અને જોડાઈ જવાના સ્વભાવવાળો છે. ભૌતિક વિજ્ઞાન પાસે આ જાણવાનાં કે જોવાનાં સાધનો નથી. એક સમય હતો, જયારે આવું બધું માનવાની વિજ્ઞાનપ્રેમીઓ ના પાડતા હતા. પરંતુ, આજે હવે તેઓ ના પાડતા નથી. જૈન તત્વવેત્તાઓએ હજારો લાખો વર્ષ પહેલાંથી કહેલું છે “શબ્દ' એ પણ . પુગલોનો એક સમૂહ છે. એક સમયે આ વાત વિજ્ઞાનવાદીઓ સ્વીકારતા નહોતા. ગ્રામોફોનની રેકર્ડમાં શબ્દને બાંધવાની જ્યારે શોધ થઈ ત્યારે આ વાત આખા જગતે કબૂલ કરી. તાર-દોરડાંની મદદ વિના, વાયરલેસથી, બિનતારી સંદેશાઓની આપલે જ્યારથી શરૂ થઈ, ત્યારથી વિજ્ઞાનના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી સંશોધન-યુગ શરૂ થયો. મુંબઈમાં આપણે જે બોલીએ તે હવાના મોજા ઉપર સ્વારી કરીને આખા જગતમાં, એક ક્ષણવારમાં ફરી વળે છે અને હજારો માઈલ દૂર, વૈજ્ઞાનિક સાધનો વડે બીજા લોકો એ સાંભળી શકે છે. આ વાતના અનુભવ પછી, સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુરૂપી પુદ્ગલો શબ્દમાં વિદ્યમાન છે. એ જૈન દર્શનની વાત સૌએ કબૂલ રાખી છે. એ જ રીતે, કર્મ એ પણ પુલગોનો સમૂહ છે, Substance છે. આ વાત આજે ભલે વૈજ્ઞાનિક વર્ગ કબૂલ ન રાખે, એ એક સિદ્ધ હકીકત છે અને એનો સ્વીકાર, વિચારકોને વહેલો કે મોડો, થયા વિના રહેવાનો જ નથી. જૈન તત્ત્વજ્ઞાનમાં, “વિચાર” ને પણ પુદ્ગલ-substance-માનવામાં આવે છે. શુદ્ધ તાત્વિક રીતે, વિચાર’ એ મનનાં સૂક્ષ્મ પુદ્ગલોની ક્રિયા છે. ભાષણ એ જેમ શબ્દ પુગલની ક્રિયા છે તેમ વિચારો દ્વારા મનમાં થતી ક્રિયા પણ, મનોવર્ગણા નામથી ઓળખાતાં પુદ્ગલોની ક્રિયા છે. ભાવ-ક્રિયા મન દ્વારા થાય છે, એમાં વિચારનું પ્રાધાન્ય છે. મનમાં પણ ‘ભાવમન’ અને ‘દ્રવ્ય-મન' એવા બે વિભાગ છે. અહિ વિચાર ‘દ્રવ્ય-મન' સાથે સંબંધ Page #194 -------------------------------------------------------------------------- ________________ ધરાવે છે, ભાવ-મન સાથે નહિ. દ્રવ્ય-મન પુદ્ગલ સ્વરૂપ છે, ભાવ-મન જીવનો અધ્યવસાય છે, લાગણી છે. આ પુલ શબ્દનો સીધો સાદો અર્થ કરવો હોય તો એમ કહી શકાય કે જે ‘પૂરણ અને ગલન એટલે ભેગા થઈ શકે અને છૂટાં પડી શકે તથા જેને રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ઇત્યાદિ ગુણો હોય તે “પુદ્ગલ'. ' - નરી આંખે જોઈ શકાય યા પ્રયોગશાળામાં માનવકૃત સાધનો દ્વારા જેનું નિરીક્ષણ થઇ શકે એ જ પુદ્ગલ, એમ જો આપણે માની લઇએ, તો માનવીની સંશોધન વૃત્તિનો અંત જ આવી જાય; માણસે જે જોયું છે તે સિવાય બીજું કશું જ નથી એમ માનવું પડે. આવું માનવા આપણે તૈયાર નથી. કોઈ પણ સમજદાર માણસ એવું માનવા તૈયાર નહિ થાય. આજ સુધી વિજ્ઞાને જે શોધખોળો કરી છે, જે નવું નવું સંશોધન હજી થઇ રહ્યું છે અને જે અવનવા પ્રયોગો ચાલી રહ્યા છે, એ બધામાંથી ફળસ્વરૂપ, દીવા જેવી સ્પષ્ટ એક હકીકત આપણી પાસે આવે છે. “હજુ ઘણું ઘણું જાણવાનું બાકી છે” એવી સ્પષ્ટ અને નિશ્ચિત વાત, એ બધામાંથી આપણને જાણવા મળે છે. આધુનિક વિજ્ઞાનપ્રયોગોમાંથી એવી જ એક બીજી, વધારે મહત્વની વાત પણ આપણને જણવા મળે છે. આ વાત એ છે કે “નવી નવી શોધો દ્વારા જે બધું અવનવું પરિણામ આપણી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે, તેમાં ‘નવું કશું જ નથી.” આત્મજ્ઞાનીઓએ અને કેવળજ્ઞાની ભગવંતોએ આ જગતના સ્વરૂપ વિષે હજારોલાખો વર્ષ પહેલાં જે ભાખ્યું હતું, કહ્યું હતું, શાસ્ત્રગ્રંથોમાં લખાઈ લખાઈને જે આપણી પાસે આવ્યું હતું, એમાં ના હોય એવી કોઈ પણ નવી વાત આપણે જાણી નથી, પ્લાસ્ટીક અને બેકેલાઈટ જેવા પદાર્થોની બનાવટો હજારો વર્ષ પહેલાંની દટાઈ ગએલી સંસ્કૃતિનો ખ્યાલ આપતાં તાજેતરમાં ખોદી કાઢવામાં આવેલાં પ્રાચીન નગરોના અવશેષોમાં જોવા મળે છે. આ વાત બતાવવા પાછળ આધુનિક વિજ્ઞાનશાસ્ત્રને ઉપાલંભ આપવાનો હેતું નથી. વર્તમાન વિશ્વમાં વૈજ્ઞાનિક સંશોધનોનું મહત્વ જેવું તેવું નથી. એમણે જે શોધ્યું, બતાવ્યું અને હજુ શોધી રહ્યા છે તે પાછળ કામ કરી રહેલ બુદ્ધિશક્તિ માટે તેઓ આપણા હાર્દિક અભિનંદનને પાત્ર છે. એમની રીતે, વૈજ્ઞાનિકો પણ જગતના ઉચ્ચ કોટિના ઉપકારક આત્માઓ છે. અલબત્ત, માનવસંહારનાં સાધનોને શોધનારા પુરૂષો તરફ આપણે ઉપકારકભાવથી જોઈ શકીશું નહિ. વીસમી સદીમાં કહો અથવા સર્વ કાળ માટે કહો, વૈજ્ઞાનિક સંશોધનો માનવની બુદ્ધિશક્તિની તવારિખમાં ચળકતાં તારા સમા છે, અને એ વાતનો ઈન્કાર કરી શકાય નહિ. અફસોસ માત્ર એટલો જ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨, મારા અનેકાંત અને સ્યાદ્વાદ મને થાય છે કે ક્ષણિક અને નાશવંત સુખની શોધ કરવાને બદલે પરમ અને શાશ્વત સુખની શોધમાં માનવીની બુદ્ધિ કામે લાગી હોત, તો માનવસમાજના અસ્તિત્વ માટે ભય ઉભો કરતાં બિહામણાં ને ડરામણાં સાધનોને બદલે પરમઆનંદ પ્રમોદકારક દિવ્ય સાધનો વડે જગત રળિયામણું બન્યું હોત. આ વૈજ્ઞાનિકોની શોધ કરવાની પદ્ધતિ વિષે જાણવાનું ઘણું રસપ્રદ થઇ પડશે. સામાન્ય રીતે બે પ્રકારની ધારણાઓ (Assumptions)કરીને કામની શરૂઆત કરવામાં આવે છે. એક ધારણા, ‘અમુક વસ્તુ આવી છે એવું માનીને અને બીજી ધારણા, આ વસ્તુ આવી નથી' એમ માનીને કરવામાં આવે છે. મનને રંજન કરે એવી એક વાત તો આમાં એ છે કે કેટલીક બાબતો છે” એવી શ્રદ્ધામાંથી નહિ પણ “નથી' એવી અશ્રદ્ધામાંથી પ્રગટ થઈ છે “નથી” એમ બિતાવવા જતાં છે' એમ પુરવાર થઈ ગયું છે. “નથી” એમ માનીને બેસી રહેવાને બદલે, “નથી જ' એવું પુરવાર કરવાના પ્રયત્નો કરવા જતા, એ “છે એવું નક્કી . થઈ ગયું છે. ઈ.સ. ૧૪૯૨ માં કોલંબસે અમેરિકા ખંડ શોધી કાઢ્યો ત્યારે તે હિંદુસ્તાન પહોંચવાનો સમુદ્રમાર્ગ શોધવા નીકળ્યો હતો. હિંદુસ્તાન, તે વખતે યુરોપની પ્રજાઓ માટે અજાણ્યો પ્રદેશ નહોતો. ભારત આવવાના જમીન માર્ગની માહિતી તેમને હતી જ અને હિંદુસ્તાન સાથે તે વખતે વ્યાપાર વિનિમય પણ ચાલતો હતો, જયારે, તે વખતે, પશ્ચિમ ગોળાર્ધ વિષે કોઈને માહિતી નહોતી. . કોલંબસ શોધવા નીકળ્યો હિંદુસ્તાન અને એણે શોધી કાઢ્યો અમેરિકા ખંડ! આ બંને ગોળાર્ધમાં વસતી પ્રજાઓનું પરસ્પર સંપર્કમાં આવવાનું પ્રારબ્ધ (કર્મ) જાગ્યું, કાળ પરિપકવ બન્યો, કોલંબસને નિમિત્ત બનાવતો પુરૂષાર્થ, મનુષ્યની શોધન વૃત્તિના ભાવથી સજ્જ બન્યો અને ભવિતવ્યતા અને પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં ઘસડીને લઈ ગઈ! પાંચે પાંચ કારણોની સુભગ અસરકારકતાનું આ કેવું સરસ દૃષ્ટાંત છે! કોલંબસના દષ્ટાંતમાંથી ફલિત એ થાય છે કે સંશોધન માટે શુભ નિષ્ઠાથી પ્રયાસ કરનારા પુરૂષાર્થીઓ અન્ય ચાર કારણની અપેક્ષાઓને આધીન રહીને કંઇને કંઇ પ્રાપ્ત તો અવશ્ય કરે જ છે; હિંદુસ્તાન નહિ, તો અમેરિકા, કોલસો શોધતાં શોધતાં ક્યારેક હીરા પ્રાપ્ત થવાનો સંભવ પણ ખરો. માનવીની જિજ્ઞાસાવૃત્તિ પણ કેવી અદ્ભુત છે? કશુંક છે અથવા હોવું જોઇએ. એમ માનીને તે પુરૂષાર્થ કરે છે; કશુંક નથી એમ માનીને, ‘તે તેવું નથી જ' એવું પુરવાર કરવા પણ તે પુરૂષાર્થ કરે છે ! Page #196 -------------------------------------------------------------------------- ________________ ર્મ ૧૭૩ ‘સાયન્સ’ (વિજ્ઞાન)ના બધા વિદ્યાર્થીઓ આ વાત જાણે છે. એમની પ્રયોગશાળામાં ‘નથી’ એમ માનીને કેટલાક પ્રયોગો તેઓ કરે છે અને પછી તે ‘છે’ એવા નિર્ણય ઉપર તેઓ આવે છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જયારે Practicals-પ્રયોગો. તેમની લેબોરેટરીમાં કરે છે ત્યારે જે જુદી જુદી પદ્ધતિઓ અજમાવે છે, તેમાંનો એક નમુનો આ રહ્યો :- એક વિદ્યાર્થી ‘કાગળ’ હાથમાં લે છે, પછી, ‘આ કાગળ નથી’ એમ માનીને એનો પ્રયોગ તે ચાલુ કરે છે. વિશ્લેષણ-Analysis-કરતાં કરતાં એ પ્રયોગ જ્યારે પૂરો થાય છે, ત્યારે એનો નિર્ણય-Conclusion-એ આવે છે કે ‘આ કાગળ છે.’ શરૂઆતમાં ‘નથી’ એવી ધારણા-Assumption− તેઓ કરે છે. પ્રયોગને અંતે એ ધારણા ખોટી હતી એવું તેઓ નક્કી કરે છે. અહીં ‘કાગળ’ ની જે વાત લખી છે એ માત્ર દષ્ટાંત પુરતી છે. આ રીતે ‘છે' અથવા ‘નથી’ એમ માનીને પ્રયોગો કરનાર કોઇને કોઇ પરિણામ તો લાવે જ છે. નિષ્ફળતા એ પણ એક પરિણામ છે અને પરમ પુરૂષાર્થી માણસો માટે સફળતાની એ જનેતા (પૂરોગામી) છે. એટલે, વૈજ્ઞાનિક સંશોધન ચાલતું જ રહે એવુ આપણે અવશ્ય ઈચ્છીશું; માત્ર આપણી આ ઇચ્છા, માનવ કલ્યાણની ભાવનાને અનુરૂપ હશે એનો ખુલાસો કરવાની કશી જરૂર છે? આ વિશ્વમાં જે અરૂપી અતીન્દ્રિય સૂક્ષ્મ (Invisible) પદાર્થો છે, તે બધાની સમજણ ભૌતિક પ્રયોગશાળાઓ દ્વારા પ્રાપ્ત થશે કે કેમ, એ તો એક પ્રશ્ન છે. એને માટેની પ્રયોગશાળા તો ‘આત્મિક-અનુભવ’ સિવાય બીજી નથી, પરંતુ, જે રૂપીઇન્દ્રિયગોચર visible પદાર્થો છે, તેની પ્રયોગાત્મક સમજૂતી ભૌતિક પ્રયોગશાળાઓ દ્વારા મેળવવા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે. આજે જેને સૂક્ષ્મ કહી શકાય તેવાં અણુ અને પરમાણું સુધી વિજ્ઞાન પહોંચ્યું છે. એ બધા રૂપી (સાકાર) પદાર્થો જ છે. એ રૂપી પદાર્થોમાં જે અતિ સૂક્ષ્મ-સૂક્ષ્માતિસૂક્ષ્મ એવાં પુદ્ગલો છે, એને પ્રયોગાત્મક રીતે સિદ્ધ કરવાની વાત કંઇ અશક્ય નથી. કર્મમાં અને મનના વિચારમાં જે સૂક્ષ્માતિસૂક્ષ્મ પુદ્ગલો છે, એ વાત માત્ર શાસ્ત્ર પ્રમાણથી નહિ, અનુભવ-પ્રમાણથી પણ સિદ્ધ થયેલી છે. આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓ, ‘પુદ્ગલો છે' એવું માનીને તે શોધી કાઢવા પ્રયત્ન કરે અથવા, ‘પુદ્ગલો નથી જ’ એવું પુરવાર કરવા માટે પ્રયત્નો કરે છે તો તેથી માનવજાતને લાભ જ થશે, એવું માનવામાં કશું અયુક્ત નથી. સામાન્ય રીતે, એ પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે અને ઇન્દ્રિયોનો તે વિષય બની શકે નહિ, તે જોતાં આવા પ્રયાસો સર્વાંશે ફળીભૂત થવાની શક્યતા નથી. આમછતાં એ માટે આધુનિક Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૧૩ મંઅનેકાંત અને સ્યાદ્વાદ વિજ્ઞાનીઓ જો મહેનત કરે તો તેમાંથી કંઇક ને કંઇક પ્રાપ્ત થશે તેવી આશા રાખવી અસ્થાને નથી. શરીરનાં પુદ્ગલોને વિજ્ઞાને કબૂલ રાખ્યાં છે, તો પછી કર્મનાં પુદ્ગલો વિષે કરવામાં આવેલું સંશોધન તદ્ન નિષ્ફળ નહિ જાય; કંઇ નહિ, તો છેવટે એ સંશોધન કરનાર આત્મિક પ્રયોગશાળા તરફ આકર્ષાશે પણ ખરા. આ સંસારની તમામ પ્રવૃત્તિઓનું, વિચિત્રતાઓનું, વિષમતાઓનું અને વિકાસ યા અવનતિનું એક મહત્ત્વનું કારણ ‘કર્મ’છે, એ વાત ઉપર તો આજે કશો મતભેદ રહ્યો નથી. કર્મશાસ્ત્ર ઉપર અનેક મોટા મોટા ગ્રંથો લખાયા છે. કેટલાક લોકો તો, આ કર્મના ખેલ ઉપર એટલા બધા મુગ્ધ છે કે સંસારની તમામ પ્રવૃત્તિઓ માટે તેઓ, એક માત્ર કર્મને જ કારણ માને છે. આ વિષય ઉપર અનાદિ કાળથી લખાતું આવ્યું છે, લખાઇ રહ્યું છે અને લખાતું રહેશે. આમ છતાં, કર્મ વિષે જે સાહિત્ય ઉપલબ્ધ છે, તેમાં, જૈન દાર્શનિકો દ્વારા રજુ થયેલા સાહિત્ય જેટલું ઊંડું, ગંભીર અને વિશાળ સાહિત્ય દુનિયાભરમાં ક્યાંય નથી. જૈન વિદ્વાનોએ લખેલા ‘કર્મગ્રંથો’ વાંચીએ તો આપણે હેરત પામીએ, છક્ થઈ જઇએ એટલી બધી વિગતો તેમાં આપણને જોવા મળશે. કર્મ વિષેની બારીકમાં બારીક છણાવટ ફક્ત જૈન સાહિત્યમાં જ મળે છે. આ વાતનો આંજે દુનિયાભરમાં સ્વીકાર થયો છે. કર્મ-વિજ્ઞાન વિષે સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવરણ અને સંપૂર્ણ વિગતો જૈન સાહિત્યમાં જ છે. કર્મના આત્મા સાથેના સંબંધો તેમજ કર્મના પુદ્ગલોની અગમ્ય અને અપાર લીલા એ એક એવડો વિરાટ વિષય છે, કે તેમાં ચંચુપાત માત્ર કરવા માટે વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. આ વિષયને પૂર્ણ રીતે સમજાવી શકે તેવું સાહિત્ય અને એને ખૂબ ખૂબ સરસ રીતે સમજેલા જૈન વિદ્વાનો આજે પણ હયાત છે, એ, આપણું અને જગતનું એક મહા સૌભાગ્ય છે. ‘કર્મ’ જેવું કશુંક છે અને કર્મને કારણે જ સુખ, દુઃખ, સમાનતા, અસમાનતા વિગેરે ઘણો મોટો સંસાર ચાલતો રહ્યો છે, એ વાત તો આજે સર્વથા સ્વીકારાઇ ગઇ છે. ઇશ્વરવાદી મહાપુરૂષો, ‘રામ ઝરૂખે બેઠકે, સબકા મુજરા લેત; જૈસી જિનકી ચાકરી, વૈસા ઉનકો દેત;' એમ જ્યારે કહે છે ત્યારે તેઓ પણ આ કર્મની જ વાત કરે છે. એ પદ્યમાંનો, ‘ચાકરી’ શબ્દ કર્મનો જ સૂચક છે. આત્મા અને કર્મ વચ્ચેનો સંબંધ એક ‘સનાતન સંઘર્ષ’ છે. અંગ્રેજીમાં જેને ‘TUG OF WAR’ વિરૂદ્ધ દિશામાં દોરડું ખેંચવાની હરિફાઇ–કહે છે, એવી એક રમત આત્મા અને કર્મ વચ્ચે અનાદિ કાળથી રમાતી આવી છે. આ રમતની ખરી શરૂઆત, આત્મા જ્યારે મોક્ષ માર્ગ માટેનો પુરૂષાર્થ શરૂ કરે છે, ત્યારથી અમલમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ આવે છે; ત્યારે જ ખ્યાલમાં આવે છે. - આ કર્મનો “ર્તા” અને “ભોક્તા', આત્મા પોતે જ છે. કર્મમાંથી મુક્ત થવાની શક્તિ એ પણ આત્માની પોતાની જ શક્તિ છે. સુખ અને દુઃખનાં તમામ સંવેદના આત્મા પોતે જ અનુભવે છે. એનાં કારણો પણ આત્મા જાણી શકે છે. પરંતુ, જાણવાની આ શક્તિ આત્માના પોતાના જ કર્મો દ્વારા કુંઠિત બની ગઈ હોય છે, જૈન તત્ત્વજ્ઞાનીઓ જેને “આવરણીય કર્મો કહે છે, તેવા કર્મો દ્વારા, આત્મા પોતે જ પોતાની મુશ્કેલીઓ ઉભી કરે છે. પોતાના વિકાસમાં, પોતાના શુદ્ધ સ્વરૂપના પ્રગટીકરણમાં અંતરાયભૂત એવાં કર્મો આત્મા પોતે જ કરતો હોય છે. એનાં પોતાનાં કર્મો જ એને નડે છે. એક બાળકને કે જનાવરને ટાંકણી ભોંકીએ, તો દુઃખની જે ચીસ પડે છે, તે એકલા શરીર સાથે નહિ, પણ આત્મા સાથે સંબંધ ધરાવે છે. કેમકે, જો એનો સંબંધ આત્મા સાથે ના હોય, ફક્ત શરીર સાથે જ હોય, તો નિપ્રાણ શરીરમાંથી પણ એવાં જ સંવેદનો ઉઠવાં જોઈએ. એ ઉઠતાં નથી. સાધારણ દિવાસળી ચંપાઈ જતાં માણસ બૂમ મારી ઉઠે છે. જ્યારે, સ્મશાનમાં આખુંય શરીર બળીને ભસ્મ થઈ જાય છે, ત્યારે તે હાલતું ચાલતું પણ નથી, મામુલી ચીસ પણ તેમાંથી નીકળતી નથી. સુખદુઃખનાં તમામ સંવેદનો, શરીર સાથે નહિ, પણ આત્મા સાથે જડ શરીરમાં રહેલા ચેતન આત્મા સાથે સંબંધ ધરાવે છે. એ વાત સમજવા માટે અને સમજીને કબૂલ કરવા માટે આ એક જ ઉદાહરણ બસ થઈ પડે છે. આ વાત પુરવાર કરવા માટે અનેક ઉદાહરણો ટાંકી શકાય તેમ છે; પરંતુ આજે તો એ વાત સર્વસ્વીકૃત હોઈ વિશેષ લંબાણ કરવાનું અનાવશ્યક છે. - ' આત્મા ચૈતન્યસ્વરૂપ છે અને શરીર જડસ્વરૂપ છે. કર્મ પણ, પુદ્ગલ હોવાથી, શરીરના પુદ્ગલોની જેમ “જડ છે. શરીરમાં રહેલાં ચેતન આત્માને • બાંધીને આવરીને, આ જડ કર્મપુદગલો બેઠેલાં છે. એ કર્મ પુદ્ગલો - કર્મો-આત્માની - બાજીને બગાડવાનું અને ઉંધી વાળવાનું કામ અનાદિ કાળથી કરતાં આવ્યાં છે. - આ એક ખરી ગમ્મત છે. હમારી બિલ્લી, હમકો જ ખ્યાલ એના જેવો આ ઘાટ છે. અંગ્રેજી ભાષામાં (Frnkenstein) ફ્રેન્ડેન્ટીન નામનો એક શબ્દ છે. “એક કલ્પિત કથામાં આ નામથી ઓળખાતા એક યંત્રમાનવનું પાત્ર આવે છે. એક મહાન વૈજ્ઞાનિકે એક યંત્રમાનવ (Robot) બનાવ્યો. વિનાશ કરવાની અદ્દભૂત શક્તિથી એ યંત્રમાનવને એણે સજ્જ કર્યો. પોતાના બધા જ દુશ્મનોને ધરાશાયી બનાવવાની ઉમેદથી એણે એ યંત્રસંચાલિત માનવપૂતળું બનાવ્યું હતું. પણ પછી, અંજામ એ આવ્યો કે પોતે જ સર્જેલા એ યંત્રમાનવને કાબુમાં રાખવાનું કામ એ વૈજ્ઞાનિક માટે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અનેકાંત અને સ્યાદ્વાદ અશક્ય બની ગયું, અંતમાં, એ યંત્રમાનવે એના સર્જક પેલા વૈજ્ઞાનિકને જ મારી નાંખ્યો ! આત્મા અને કર્મ વચ્ચેનો સંબંધ પણ પ્રાયઃ પેલા વૈજ્ઞાનિક અને ફ્રેન્ડેન્ટીન જેવો છે. રાગ-દ્વેષ ઈત્યાદિ કષાયોને કારણે પોતે સુખી થવા અને બીજાને દુઃખી કરી આનંદ પામવા, આત્મા પોતે જ કર્મના જડ પુલોને પોતાની તરફ ખેંચે છે. પણ પછી, એ જ પુદ્ગલો આત્માના પોતાના એ જ કર્મો પેલા યંત્રમાનવ. ફેન્ડેન્ટીનની માફક આત્માની શક્તિઓને હણી નાંખે છે, કુંઠીત બનાવી દે છે, હાથના કર્યા હૈયે વાગ્યાં' એવું વ્યવહારમાં આપણે બોલીએ છીએ તે આવી જ વાત છે. પેલા વૈજ્ઞાનિકમાં અને આત્મામાં મોટો ફરક એ છે, કે એ વૈજ્ઞાનિક (એની દેહ) મરી ગયો; જ્યારે આત્મા મરતો નથી. મરી ગયા પછી પેલો વૈજ્ઞાનિક તો પેલા ફ્રેન્ડેન્ટીનના ત્રાસમાંથી છૂટ્યો; પણ, આત્મા, ફ્રેન્ડેન્ટીનથી છૂટતો નથી. એ જ્યાં જાય છે, ત્યાં કર્મ એની સાથે જ જાય છે; અથવા એમ કહીએ તો પણ ચાલશે કે આત્માને જ્યાં જવાની ઈચ્છા હોય છે, ત્યાં જવા દેવાને બદલે, કર્મ અને બીજી જ જગ્યા પર ઘસડીને લઈ જાય છે. પરંતુ,પેલા વૈજ્ઞાનિકમાં ને આત્મામાં એક બીજો મોટો તફાવત છે. યંત્રમાનવને બનાવ્યા પછી, એમાંથી કેમ છૂટવું, એ વાતની એ વૈજ્ઞાનિકને ખબર નહોતી; જ્યારે, આ કર્મમાંથી કેમ છૂટવું એ વાત આત્મા જાણી શકે છે. એ એનું સ્વભાવગત જ્ઞાન છે; Inherent knowledge છે. કર્મના પ્રાબલ્યને કારણે એમાંથી છૂટી શકાતું નથી. તે વખતે પણ “આમાથી છૂટી શકાય છે” એ વાત આત્મા જાણી શકે છે. કર્મના પ્રાબલ્યથી ક્યારેક એવું બને છે, કે “આમાથી છૂટવું જોઈએ અને છૂટી શકાય છે એ વાતનું આત્માને વિસ્મરણ થઈ જાય છે. કર્યા કર્મો ભોગવતાં ભોગવતાં, સંતાઈ ગએલી એની સ્મૃતિ પાછી આવે આ ક્રમ, આત્મા અને કર્મ વચ્ચે ચાલતા અનાદિ સંધર્ષમાં ગોળગોળ ફર્યા કરતો હોય છે. ક્યારેક, આત્મા જેની ઈચ્છા કરે છે, તે પ્રાપ્ત કરી શકતો નથી, પ્રયન્ત કરવા છતાં પ્રાપ્ત કરી શકતો નથી. દાખલા તરીકે, એક જ ગુરૂના બે શિષ્યો એકસરખી મહેનત કરવા છતાં, એક વિદ્વાન બની જાય છે અને બીજો “ઢ” રહી જાય છે. આ બીજાનો પ્રયત્ન કંઈ ઓછો નથી હોતો; છતાં, તેનું જ્ઞાન મેળવી શકતો નથી. અહીં, એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં એનું જે કર્મ આડે આવે છે, તે કર્મ માટે જૈન તત્ત્વવેત્તાઓએ “જ્ઞાનાવરણીય કર્મ” એવું નામ આપ્યું છે, આમ છતાં, એ કર્મ સદાકાળ એની Page #200 -------------------------------------------------------------------------- ________________ ર્મ ૧૭૭૨ આડે આવ્યા જ કરશે તેવું બનતું નથી. આત્માના પુરૂષાર્થ ઉ૫૨ એની સમયમર્યાદાનો આધાર છે. કર્મનું જે વર્ગીકરણ - Classification જૈન તત્ત્વવેત્તાઓએ કર્યું છે, તેમાં કર્મના મૂળ આઠ પ્રકાર બતાવ્યા છે. એના પેટા પ્રકારો ૧૫૮ છે. એના પેટા વિભાગો અસંખ્ય છે. કર્મના આ આઠ મુખ્ય પ્રકારોમાં ‘જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને આવરે છે, પ્રગટ થવા દેતું નથી. સૂર્યની ગેરહાજરીમાં અમાવાસ્યાની અંધારી રાત્રી પૃથ્વી ઉપર કાજળઘેરી કાળી ચાદર બિછાવીને જેમ બેસી જાય છે તેમ, આ જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનગુણને ચારે તરફથી આવરીને બેસી જાય છે. આ કર્મની માત્રા ઓછીવત્તી હોય છે. ક્યારેક, તે, આત્માને તદ્દન અજ્ઞાની મૂઢ બનાવી દેછે; ક્યારેક એની જ્ઞાનસ્વરૂપદશાને પ્રગટ કરવાની -જ્ઞાન પ્રાપ્ત કરવાની –ઈચ્છામાં તે ઓછેવત્તે અંશે આડું આવે છે. આ કર્મનાં – કર્મની અસરનાં-અંશ અને પ્રમાણ -Degree and ratioઓછા વત્તા હોય છે. એ અંશ અને પ્રમાણ અનુસાર, આત્માના જ્ઞાનગુણને તે રૂંધે છે, અવરોધે છે. કર્મનો બીજો મુખ્ય પ્રકાર દર્શનાવરણીય કર્મ’ નામથી ઓળખાય છે. આ કર્મ, આત્માની દર્શનશક્તિને અવરોધેછે. આત્માની જાગ્રત અવસ્થાને પણ અવરોધે છે. એમાં પણ, અંશ અને પ્રમાણ હોય છે. કર્મનો ત્રીજો મુખ્ય પ્રકાર, ‘મોહનીય કર્મ’ નામથી ઓળખાય છે. મોહ એ આત્માનો એક જબરજસ્ત શત્રુ છે. આત્માના શુદ્ધ સ્વભાવને તે ઉલટપુલટ કરી નાંખે છે. દુઃખનું કારણ હોવા છતાં સુખના ભ્રમમાં આત્માને તે નાંખી દે છે, ‘દર્શન મોહનીય’ અને ‘ચારિત્ર મોહનીય’ એવા બે ભાગ છે. આના દર્શન મોહનીય કર્મ આત્માની તત્ત્વરુચિને રોકે છે, તત્ત્વ-અતત્ત્વ સંબંધમાં ભ્રમ ઊભૌ કરે છે. ચારિત્ર મોહનીય કર્મ, વીતરાગતાને રોકી, રાગ, દ્વેષ, ઈર્ષા, વેર, ઝેર આદિ ઉત્પન્ન કરાવે છે; તૃષ્ણા તેમજ કલુષિતતાને આ કર્મ ઉભા કરે છે. કર્મનો ચોથો પ્રકાર ‘અંતરાય કર્મ’ નામથી ઓળખાય છે. આ કર્મ દ્વારા, શુભ કાર્યોમાં અડચણ ઉભી થાય છે. દાનધર્મ વસ્તુની પ્રાપ્તિમાં અને ભોગોપભોગમાં આ કર્મ અડચણો ઉભી કરે છે. આ કર્મને કારણે થતી અડચણોમાંથી છૂટવા માટે ‘અંતરાય કર્મના નિવારણની પૂજા' ભણાવવાનું જૈન સર્વસાધારણ --Customaryછે. અંતરાય કર્મના નિવારણની પૂજા ભણાવવાના કાર્યની પાછળ આત્માનો એક સંકલ્પ રહે છે. એ સંકલ્પ દ્વારા મનોભાવને શુદ્ધ બનાવવાની વિધિપૂર્વકની ક્રિયા, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અનેકાંત અને સ્વાહાદ જૈન શાસ્ત્રકારોએ બતાવી છે. મનોભાવનું વિશુદ્ધિકરણ, એ પોતે જ, એક પ્રકારનું શુભ કર્મ હોઈ, અંતરાય કર્મના વિપરીત પ્રાબલ્યને વિખેરી નાંખવામાં તે સહાયભૂત થાય છે. તદુપરાંત અહંતુ ભક્તિ-વીતરાગ પરમાત્માની ભક્તિ અને તપ દ્વારા પણ આ કર્મમાંથી મુક્તિ મેળવી શકાય છે. આ ચાર કર્મો, “ઘાતી કર્મો' તરીકે ઓળખાય છે. આત્માના સ્વભાવભૂત મુખ્ય ગુણોનો નાશ કરવાની “ઘાતક શક્તિ” આ કર્મોમાં હોવાને કારણે એમને, ઘાતી કર્મો કહેવામાં આવે છે. કર્મના પાંચમાં મુખ્ય પ્રકારને “આયુષ્ય કર્મ કહેવામાં આવે છે. ચાર ગતિ અને ચોરાસી લક્ષ યોનિમાં , દરેક શરીરપલટા વખતે, તે તે શરીરમાં આત્માને કેટલો કાળ નિર્ગમન કરવાનો છે, એ બાબત આ “આયુષ્ય કર્મ દ્વારા નક્કી થાય છે. કર્મનો છઠ્ઠો મુખ્ય પ્રકાર, “નામ કર્મ કહેવાય છે. આ કર્મ દ્વારા કયા કયા શરીરોમાં કેવી આકૃતિમાં કેવા રૂપમાં અને કેવા રંગમાં આત્માને જવાનું છે તે બાબતો. નક્કી થાય છે. જે ભિન્ન ભિન્ન વસ્ત્રાભિધાન-શરીર ગ્રહણ' આત્માને કરવો પડે છે, તે આ કારણે હોય છે. આત્માને શરીર, રૂપ, રંગ, ઈન્દ્રિયો, ચાલ, જશ, અપજશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય, સૂક્ષ્મપણું યા શૂલપણું વિગેરે જે મળે છે તે આ “નામકર્મ ને આધારે મળે છે. કર્મનો સાતમો મુખ્ય, પ્રકાર ‘ગોત્ર કર્મ' ના નામે ઓળખાય છે. ઉચ્ચ, નીચ, મધ્યમ અદિ કૂળમાં જન્મ લેવાનું આ કર્મને કારણે બને છે. કર્મનો આઠમો મુખ્ય પ્રકાર, ‘વદનીય કર્મ' નામથી ઓળખાય છે. આ કર્મ, આત્માને સુખ દુઃખ વિગેરે પમાડે છે. એના, શાતાવેદનીય અને અશાતાવેદનીય એવા બે વિભાગો છે. આ કર્મ પણ એના અંશ તથા પ્રમાણ અનુસાર, આત્માને સંવેદનો પહોંચાડે છે. સુખ માટે “શાતા’ અને દુઃખ રોગ, વેદના માટે, “અશાતા’ એવા બે શબ્દો જૈન તત્ત્વજ્ઞાનના પારિભાષિક શબ્દો છે. જેને આપણે ભૂખ, તૃષા વિગેરે કહીએ છીએ તે પણ આત્માની એક અશાતા વેદના જ છે. આ છેલ્લા ચાર, કર્મોને, “અઘાતી કર્મો કહેવામાં આવે છે. આ કર્મો, આત્માના મુખ્ય ગુણોનો ઘાત નથી કરતા, એની ગતિનું નિયમન કરે છે. આત્મા કયા ક્ષેત્રમાં જશે, મર્કટ દેહધારી બનશે કે મનુષ્ય દેહધારી. જન્મ, કંગાળ કે ચંડાળને ત્યાં લેશે કે ધનવાન યા વિદ્વાનને ત્યાં જન્મશે અને આત્માને સુખ તથા દુઃખના કેવા કેવા અનુભવો થશે, ક્યારે શાતામાં રહેશે અને ક્યારે અશાતામાં રહેશે તે વિગેરે બાબતો આ ચાર કર્મો દ્વારા નિયંત્રત થાય છે. આત્માના મુખ્ય ગુણો કે સ્વભાવ સાથે આ કર્મોને વિરોધ નથી. એ ગુણોના બાધક કે ઘાતક આ કર્મો નથી. એટલે, Page #202 -------------------------------------------------------------------------- ________________ ર્મ ૧૭૯ એમને ‘અઘાતી કર્મો’ કહેવામાં આવે છે; જો કે આડકતરી રીતે, ઘાતી કર્મોને ઉત્તેજન આપવાનું કામ આ કર્મો દ્વારા થાય છે. કર્મના આ આઠ મુખ્ય પ્રકારો, જૈન દર્શનિકોએ બતાવ્યા છે. કોઈ પણ આત્મા, કર્મના બંધનમાંથી મુક્ત થઈને જ્યારે મોક્ષ પામે છે, જન્મમરણના ફેરામાંથી જ્યારે મુક્તિ મેળવે છે, ત્યારે, આ આઠેય કર્મોનો ક્ષય અનિવાર્ય ગણાય છે. એ આઠેય કર્મોના નાશ (ક્ષય) પછી જ આત્મા સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. જૈન તીર્થંકરો જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે પ્રથમ ચાર ઘાતી કર્મોનો ક્ષયનાશ-કર્યા પછી જ એ સ્થિતિને પામે છે. આત્માના મૂળ જ્ઞાનસ્વરૂપને રૂંધતાં એ ચાર કર્મોનો પરિપૂર્ણ ક્ષય જ્યારે થાય છે, ત્યારે જ આત્મા, ‘પરમાત્મા’ બને છે અને ત્યારે જ ‘સર્વજ્ઞતા કેવળજ્ઞાન' પ્રગટ થાય છે. આ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, ત્રણે લોકના જીવોને બોધ આપવા માટે અને સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચારિત્ર રૂપ મોક્ષમાર્ગની દેશના (ઉપદેશ) આપવા માટે, તીર્થંકરો જે આયુષ્ય ભોગવે છે, તે દરમિયાન, એમનાં ચાર આઘાતી કર્મો એમને વળગેલાં હોય છે. એ અઘાતી કર્મો આત્માના મૂળ સ્વરૂપને (Basic quality) બાધક હોતાં નથી. જે શરીરમાં તીર્થંકરોનો આત્મા હોય છે, તે શરીરને છોડવાનો સમય, તે ભગવંતો જાણતા હોય છે. એ સમય જ્યારે આવે છે, ત્યાં સુધીમાં બાકી રહેલાં ચાર અઘાતી કર્મો ભોગવીને તથા છેદન કરીને તેઓ સિદ્ધત્વને પામે છે. . આ તીર્થંકર ભગવંતો જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે રૂપી, અરૂપી, સુક્ષ્મ અને સ્થૂળ એવા તમામ પદાર્થોને અને એ દરેક પદાર્થના પરસ્પરવિરોધી એવા અનેક ગુણધર્મોને તેઓ આત્માવડે પ્રત્યક્ષ જુએ છે અને સમજે છે. એનું જ્ઞાન, તેઓ દેશના (ઉપદેશ) દ્વારા જગતને આપે છે. એમનું તે જ્ઞાન ‘સકલ પ્રત્યક્ષ' જ્ઞાન હોય છે. જે કક્ષાએ તેઓ પહોંચ્યા છે, તે કક્ષાએ પહોંચ્યા વિના, બીજા કોઈને આ પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે નહિ એમ તેઓ જાણતા હોય છે. ઉપ૨કા૨ક ભાવથી, જગતને એનું પરોક્ષ જ્ઞાન થઈ શકે તેવો માર્ગ તેઓ બતાવતા જાય છે. આ માર્ગ છે, ‘સ્યાદ્વાદ.’ જે જ્ઞાન તીર્થંકરોને પ્રત્યક્ષ રૂપે પ્રાપ્ત થયું, તે જ્ઞાન જગતના માનવીઓને, મને, તમને, જેને જોઈતું હોય તે બધાને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિગેરેની અપેક્ષાએ યોગ્યતા મુજબ પ્રાપ્ત થઈ શકે છે. ‘સ્યાદ્વાદ’ દ્વારા એ જ્ઞાન મેળવી શકાય છે. સ્યાદ્વાદનું આ સવિશેષ મહત્ત્વ છે. એમ કહેવામાં આવે છે કે : “કેવળજ્ઞાની આત્મા, પ્રત્યક્ષ સ્વરૂપે જે જાણે છે, તે બધું જ ‘સ્યાદ્વાદ’ પરોક્ષ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ માં અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ સ્વરૂપે જાણે છે. કેવળજ્ઞાન અને સ્યાદ્વાદ એ બંને સર્વતત્ત્વપ્રકાશ છે; એક પ્રત્યક્ષ રૂપે અને બીજાં પરોક્ષ રૂપે. અર્થાત, સ્યાદ્વાદથી તત્ત્વનું જે પરોક્ષ જ્ઞાન થાય છે તે કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ થાય છે.” આ વાત સર્વથા સત્ય છે. અન્ય દર્શનોમાં જ્ઞાની માનવામાં આવતા મહાશયોએ જે વાત તેમના અનુભવ મુજબ અનુભવીને લખી છે, તે માનવા માટે કેવળ શ્રદ્ધા સિવાય બીજો કોઈ સાધન નથી. કેવળજ્ઞાની ભગવંતોએ પોતાના પ્રત્યક્ષ અનુભવો દ્વારા જોયેલાં જે તત્ત્વનો જગતને લાભ-બોધ આપ્યો છે, તે બુદ્ધિગમ્ય રીતે પરોક્ષ પણે સમજવા માટે એક શાસ્ત્રની, એક વૈજ્ઞાનિક પદ્ધતિની પણ તેમણે જગતને ભેટ આપી છે. એ પદ્ધતિ છે, “સ્યાદ્વાદ.” એને જોવા, જાણવા અને સમજવા માટે સૌ કોઈને આમંત્રણ આપણે નિઃશંક અને નિસકોચ આપી શકીશું; અલબત, બુદ્ધિને શ્રદ્ધાથી શણગારીને પછી જ આવવું. કર્મના વિષય ઉપર પાછા આવતા, પાછળ આપણે જોયું કે ફ્રેન્ડેન્ટીનને પેદા કરનાર પેલો વૈજ્ઞાનિક તો ગયો. એણે પોતે જ સર્જેલા યંત્ર માનવ” નો તો તે નાશ કરી શક્યા નોહ, આત્માનું એવું નથી. કર્મ રૂપી ફ્રેન્ડેન્ટીનને આત્માએ પોતે પોતાના કર્મો દ્વારા તૈયાર કર્યો છે, એનો વિનાશ ક્ષય -પણ આત્મા કરી શકે છે. એક ખાસ નોંધવા જેવી અને યાદ રાખવા જેવી વાત એ છે, કે આ કાર્ય, આત્મા જ્યારે મનુષ્ય રૂપી શરીરમાં હોય, ત્યારે જ કરી શકે છે. એકેન્દ્રિયથી માંડીને તે તિર્યંચ પંચેન્દ્રિય સુધીમાં શરીરોમાં આત્માની આ શક્તિ, પૂર્ણ પણે પ્રગટ થતી નથી. કર્મનાં આવરણો, મનુષ્ય સિવાયના આત્માના ભવમાં, આત્માની તે શક્તિને પ્રગટ થવા દેતા નથી. આથી, મનુષ્ય ભવન-મનખાદેહને, લાગેવળગે છે ત્યાં સુધી, આત્માના પરિભ્રમણમાં પ્રાપ્ત થતી અવસ્થામાં એ ઉંચામાં ઉંચી સ્થિતિ છે. સ્વર્ગ લોકમાં કે વૈમાનિક લોકમાં દેવ બનીને જતો આત્મા, પોતાની મુક્તિ માટે ત્યાં ઉત્કૃષ્ટ ઉદ્યમ કરી શકતો નથી. જન્મમરણના ફેરામાં થઈ મુક્તિ મેળવવા માટે એ આત્માને મનુષ્ય શરીરમાં આવવું જ પડે છે. મનુષ્ય શરીર સિવાય આત્માનો ઉદ્ધાર નથી. મનુષ્ય ભવની- માનવ દેહની આ ઉજ્જવળ બાજ છેપરંતુ, એની બીજી બાજો પણ છે. કર્મને છોડવા માટે, મનુષ્ય શરીર જેમ આત્માનું ઉત્તમોત્તમ સાધન છે, તેમ, બીજી બાજુથી નરક તરફ આત્માને દોરી જતી પ્રવૃત્તિઓ પણ, આ મનુષ્ય ભવમાં જ વધારે થાય છે. વધારેમાં વધારે કર્મ છેદનની જેમ, વધારેમાં વધારે કર્મબંધન અને કર્મ વચ્ચેની ભારે કહી શકાય તેવી રસારસી, આ મનુષ્ય દેહમાં આત્મા હોય, ત્યારે જ થાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ મેં કર્મ ૧૮૧ કોઈ કદાચ પૂછશે કે એમ કેમ ? મનુષ્ય ભવમાંથી જ મુક્તિ પ્રાપ્ત કરી શકાય અને બીજા કોઈ ભવમાંથી કેમ ન મેળવી શકાય ? આનો જવાબ તો સાદો અને સરળ છે. વિવેક, વિચાર, ત્યાગ અને વૈરાગ્ય તથા વાચાની શક્તિ વિગેરે જે બધી સામગ્રી મનુષ્ય શરીરમાં આત્મા પાસે છે, તે બીજા કયા શરીરમાં છે ? સર્જન શક્તિ-(Creative energy) જેટલી મનુષ્ય દેહમાં છે, તેટલી બીજા કયા શરીરમાં છે ? આત્માને અને શરીરને લાગે વળગે છે, ત્યાં સુધી આત્માનું મોક્ષ માટેનું સર્વોચ્ચ વાહન – (Supreme medium) મનુષ્ય શરીર જ છે. વિમાન આપણને ઉંચે ઉંચે આકાશમાં લઈ જાય છે. પણ ત્યાં જો એ તૂટે, તો પછી, હાડકાંની કરચો પણ ભાગ્યે જ હાથ આવે, એવી સ્થિતિ આવી પડે છે. એ જ રીતે,આ મનુષ્ય ભવનો સદુપયોગ કરીને, આત્મા પોતાના સર્વોચ્ચ ગુણોને પ્રગટ કરી શકે છે; એનો દુરૂપયોગ કરીને, આત્મા પોતાને માટે ખરાબમાં ખરાબ, (Extreme worst), સ્થિતિ પણ ઉભી કરી શકે છે. મનુષ્ય સિવાયના કોઈ પણ ભવમાં બંને તરફના છેડાવાળી સ્થિતિ-(Poles apart) આત્મા માટે ઉપલબ્ધ નથી. આત્માની આ બધી રખડપટ્ટીમાં જે કર્મો મહત્ત્વનો ભાગ ભજવે છે, તેને, સાદી સમજથી પુણ્ય અને પાપ એવા બે નામો આપવામાં આવ્યા છે. એક વખત, એક સંત પુરૂષ પાસે એક આત્માર્થી માણસ ગયો. પાપ અને પુણ્ય વિષેની ટુંકી છતાં સચોટ વ્યાખ્યાની માગણી એણે પેલા સંત પુરૂષ પાસે કરી. •એને બે વાક્યોમાં, ફક્ત બે જે વાક્યોમાં અને છ જ શબ્દોમાં એ વાત પેલા સંત પુરૂષે સમજાવીઃ પરોપકાર : પુછ્યાય, પાપાય પરપીડનમ્ । આવી જ મતલબનાં બીજાં સુભાષિતો પણ છે, - परेषां पडिनं पापं । परेषां सुचिंतनम् पुण्यं । અર્થાત્, “પરોપકારથી પુણ્ય મળે છે, પ૨ને દુભવવાથી પાપ મળે છે. અન્યને પીડા-દુઃખ-થાય એવું કંઈપણ કરવું તે પાપ છે, અને અન્યનું શુભ ચિંતવવું, જીવમાત્રના કલ્યાણની ભાવના રીખવી તે પુણ્ય છે.” આ બે વાક્યોમાં કેટલી વિરાટ સમજણ મૂર્ત થએલી છે ? પુણ્ય કર્મ, આત્માને ભૌતિક સાધન સામગ્રી તથા આધ્યાત્મિક સમજણના સાધનો, એ બે લાભ આપે છે. પાપકર્મ, આત્માને માટે ભૌતિક દુઃખો અને આધ્યાત્મિક સમજણની સુદરતા ઊભી કરે છે. આ પુણ્ય અને પાપના ક્ષેત્રોમાં આવતાં કર્મોની પણ વિશદ સમીક્ષા જૈન તત્ત્વવેત્તાઓએ કરી છે. પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ માં અનેકંત અને સ્યાદ્વાદ વિગેરે કર્મો વિષે અધિકમાં અધિક માહિતી જૈન દર્શનમાં છે. (પુણ્યાનુબંધી પુણ્ય એટલે નવાં પુણ્યને નીપજાવનારો પુણ્યોદય, દા.ત. શ્રીમંતાઈમાં પણ ધર્મ સૂઝે. એમ બાકીના ત્રણ સમજી લેવા.) આ કર્મોના બંધનમાં અને છેદનમાં દ્રવ્ય કરતા ભાવ ઘણો મોટો ભાગ ભજવે છે. મનુષ્યના શરીરમાં જે મન છે, એ મનના બાહ્ય સ્વરૂપ વિષે થોડુંક આપણે જાણીએ છીએ, એના આંતર સ્વરૂપનો ખ્યાલ તો લાખમાં કોઈ પાંચપચીસને પણ હશે કે કેમ એ એક પ્રશ્ન છે. જે કર્મો, શરીર અર્થાત ઇંદ્રિયો દ્વારા આત્મા બાંધે છે, તે તો, મન દ્વારા બંધાતાં કર્મો સમક્ષ, પર્વત પાસે પતાસા સરખા હોય છે. કર્મબંધન અને છેદનનું આત્માનું મહાન સાધન મન છે. તેમાંયે જે આંતરમન છે, જેને અંગ્રેજીમાં (sub-conscious mind) કહે છે, તેમાં ચાલતી ધાંધલ તો અપરંપાર હોય છે. અંગ્રેજી ભાષામાં, બાહ્ય મન માટે (Conscious mind) (જાગ્રત મન) અને આંતરમન (Sub-conscious mind) (અર્ધ જાગ્રત મન) એવા શબ્દ પ્રયોગો છે, (અજાગ્રત મન) એવો એક શબ્દ પણ પાશિમાત્ય મનોવિજ્ઞાન શાસ્ત્રીઓ વાપરે છે. અર્ધ જાગ્રતપણું અને અજાગ્રતપણું એ જાગ્રત મનની અપેક્ષાએ છે. બાકી, આત્માને લાગે-વળગે છે, ત્યાં સુધી માનસિક વૃત્તિઓ કરતાં આત્માના આંતરિક આશયો તેમજ વલણ વિગેરેનું મહત્ત્વ સવિશેષ છે. આત્માના જે આંતરિક શુભ-અશુભ ભાવ, લાગણી વગેરે ચાલે છે, તેને જૈન તત્ત્વ જ્ઞાનીઓ અધ્યવસાય' નામથી ઓળખે છે. . એક સટોડિયો પોતાના ઘરમાં એક રૂમ બંધ કરીને, ટેલીફોન દ્વારા, બેઠાં બેઠાં લાખોની ઉથલપાથલ જેમ કરે છે, તેમ આત્મા, પાર વગરની ઉથલપાથલો અંતઃકરણમાં કરતો હોય છે. એમ કહેવાય છે, કે એક ‘સમય’ જેટલા કાળમાં અનંત કર્મો બંધાય છે અને અનંત કર્મો છૂટે છે. “સમય” એ કાળનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિભાગ છે અને જેને આપણે “એક સેકંડ’ કહીએ છીએ, એ સેકંડનો અસંખ્યાતમો ભાગ “એક સમય' તરીકે ઓળખાય છે. કર્મના સૂક્ષ્માતિસૂક્ષ્મ પુદ્ગલો -અનંત પુદ્ગલો આ “એક સમય’ જેટલા ટાઈમમાં બંધાતા (જોડાતા) તથા વિખૂટાં (છૂટાં). પડતાં હોય છે. કર્મના પુદ્ગલોની સમગ્ર સૃષ્ટિ અતિ અતિ અતિ ગહન, ગૂઢ અને ર્વિરાટ છે, એનું સંપૂર્ણ, સર્વદર્શી અને પ્રત્યક્ષ જ્ઞાન તો આત્માનો પોતાનો જ્ઞાનગુણ જયારે ખીલે, પૂર્ણ કળાએ ખીલે, કેવળજ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે જ થાય છે. પરંતુ પરોક્ષ રીતે. એની મનોગત સમજણ મેળવવી હોય તો, એ જ્ઞાનનો વિપુલ ખજાનો જૈન શાસ્ત્રકારો પાસે છે. એની માહિતી મેળવી શકાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ મારો ૧૮૩ આ જગતમાં રોગ, વિષ, વાઘ, વરૂ, સર્પ, ઠગાઈ, ખંજર, તલવાર, પિસ્તોલ, મશીનગન અને બોમ્બ ઈત્યાદિથી જેમ ડરીને અને ચેતીને ચાલીએ છીએ, તેમ આ કર્મનાં પુદ્ગલોથી પણ ચેતીને ચાલવા જેવું છે પાપ કર્મનાં પુદ્ગલોમાં આત્મા માટે જે ભયંકરતા છે તેવી દુઃખકારક્તા તો બીજા કશાયમાં નથી. છે પરંતુ, એ કર્મથી નિરાશ થવાનીયે જરૂર નથી, એમાંથી છૂટવાનો અને બચવાનો ધોરી માર્ગ-Right Royal Highway) જૈન દાર્શનિકોએ સમગ્ર જગત સમક્ષ ખુલ્લો મૂકેલો જ છે એ માર્ગને સમજવા માટેનું તત્ત્વવિજ્ઞાન અનેકાંતવાદી છે, પદ્ધતિ સ્યાદ્વાદ' છે અને આચરવા માટે “સમ્ય દર્શન' (Right Vision), સમ્યજ્ઞાન (Right knowledge), 247 24240L 2LRY (Right conduct) 34 43 €. * “કર્મ વિષેની આટલી સમજણ પછી એક નવી વાત પણ આપણને સમજાશે. કર્મરૂપી આ ક્રિયા દ્વિપક્ષી છે, એક પક્ષે આત્મા એટલે આપણે ક્રિયા કરીએ છીએ. એ જ વખતે, બીજી તરફથી કર્મના પુદ્ગલો પણ, જોડાવાની અથવા છૂટા પાડવાની - ક્રિયા કરતા હોય છે. આનો અર્થ એ થયો કે આપણી અને કર્મનાં પુદ્ગલોની ક્રિયા એક સાથે જ ચાલે છે. આપણે જ્યારે ભાષણ કરતા હોઈએ ત્યારે આપણી બોલવાની ક્રિયા અને શ્રોતાજનોની સાંભળવાની એમ દ્વિપક્ષી ક્રિયા ચાલતી હોય છે, એ તો આપણે જાણીએ છીએ. તે જ વખતે, બોલનારની ભાવક્રિયા કર્મના પુદ્ગલોને પોતાની તરફ ખેંચતી હોય છે અને સાંભળનારના મનમાં થતી અસર રૂપી ક્રિયા પણ કર્મનાં પુદ્ગલોને પોતાની તરફ આકર્ષતી હોય છે. એટલે, બોલનાર તથા સાંભળનાર એ બંને પક્ષ માટે પાછી કર્મનાં પુદ્ગલોની ક્રિયાની અપેક્ષાએ દ્વિપક્ષી ક્રિય થતી હોય છે. આમાં ખાસ સમજવા જેવી વાત એ છે કે એક જ વ્યાખ્યાનમાં બોલાતાં એક જ વાત કરતાં વાક્યો દ્વારા સાંભળનારની સાંભળવાની ક્રિયાથી કર્મના પુદ્ગલો ખેંચાઈ આવે છે, તે એક જ પ્રકારના હોતાં નથી. દાખલા તરીકે સભઆમાં કોઈ સમાજ વિરોધી તત્ત્વ વિષે વક્તા જ્યારે વાત કરે છે, ત્યારે એક શ્રોતા તેનાથી કમકમી જઈને “હે પ્રભુ, એને સન્મતિ આપ’ એવી ભાવના ભાવે છે અને બીજો શ્રોતા એ વાતથી સમસમી ઊઠીને, “એનું નિકંદન કાઢી નાંખવું જોઈએ, એનાં મૂળ ઉખેડી નાંખવાં જોઈએ એવો વિચાર કરે છે. આ બંને, પ્રકારના, તે બંને શ્રોતાઓના મનમાં ઉઠતા ભાવો, કર્મના ભિન્ન ભિન્ન પ્રકારના, પુદ્ગલોને ખેંચી લાવે છે અને તે બંનેની જે કર્મ પુદ્ગલ રૂપી ક્રિયા થાય છે, તે જુદા જુદા પ્રકારની હોય છે. આમાં એવું પણ બને છે, કે એક જ વાક્ય સાંભળીને એક માણસના કર્મ પુદ્ગલોનો બંધ’ થતો હોય, ત્યારે બીજાનાં કર્મ પુદ્ગલોનો ક્ષય પણ થતો હોય. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પાના અનેકાંત અને સ્યાદ્વાદ પણ આ વાત બરાબર સમજાવવાના હેતુથી જૈન દાર્શનિકોએ ક્રિયાને બે જાતની બતાવી છે. એક “સમ્યગ (એટલે સાચી) ક્રિયા અને બીજી મીથ્યા (એટલે ખોટી) ક્રિયા. સાચી આત્મદષ્ટિની સમજણ પૂર્વકની થતી ક્રિયાને સમ્ય ક્રિયા કહે છે. એથી વિપરીત તે મિથ્યા ક્રિયા. અહિં પણ જ્ઞાન અને ક્રિયા એક બીજાના પૂરક છે. ક્રિયા વિનાનું જ્ઞાન જમીનમાં દટાઈને પડેલાં ખજાના જેવું નિર્થક છે, પછી એ ગમે તેટલું કિંમતી હોય. જ્ઞાન વિનાની, સાચી સમજણ વિનાની ક્રિયા પણ નિષ્ફળ છે. ઘરના આંગણે એક કુંડામાં તુલસીનો છોડ કોઈ રોપે અને એ કુંડામાંની માટીને પાણી પાવાને બદલે જો ઘી પાય, તો શું થાય? પાણી કરતાં ઘી ઘણું વધારે પોષક છે એમ માનીને અને આર્થિક રીતે પોતે ઘણો ધનવાન હોઈ ઘીનો એ રીતે વ્યય કરવા શક્તિમાન હોવાથી પાણીને બદલે તુલસીના છોડને તે ધી પાવા માંડે તો તેમાંથી શુ નીપજે? જ્ઞાન વગરની ક્રિયા આવા પ્રકારની સમજવી. સભ્ય ક્રિયામાં પવિત્ર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર વિગેરે આચારના પાલનનો સમાવેશ થાય છે. આ ક્રિયાના બે ભેદ છે. એક દ્રવ્યક્રિયા અને બીજી ભાવક્રિયા. આમાં દ્રવ્યક્રિયા આચાર સ્વરૂપ છે અને ભાવક્રિયા આચાર તથા વિચાર ઉભય સ્વરૂપ છે. આ બંનેનું મહત્ત્વ એક સરખું હોવા છતાં, સાપેક્ષ દૃષ્ટિથી ભાવક્રિયાનું જે ફળ છે તે જ મુખ્ય ફળ છે. તત્ત્વજ્ઞાનને જાણનાર માણસ, આચારમાં ધર્મના આચરણમાં મોટું મીઠું લઈને ફરતો હોય, તો તેનું જ્ઞાન માત્ર “માહિતી ભંડાર સમું જ બની જાય છે. બીજાને તે કદાચ ઉપયોગમાં આવે; એને પોતાને માટે એ નિરર્થક છે, વૃથા છે. એ જ્ઞાનને આચરણમાં ઉતારવામાં આવે, ત્યારે પણ દ્રવ્ય (બાહ્ય) અને ભાવ (આંતરિક) એ બેને પરસ્પર સંબંધ છે. ભાવથી મુક્રિયા માટે પ્રેરણા મળે છે; દ્રવ્યક્રિયા દ્વારા ભાવક્રિયા જાગ્રત થાય છે. દ્રવ્યક્રિયા વિના ભાવક્રિયા ઉપજે નહિ અને ભાવક્રિયા વિના દ્રવ્યક્રિયા ફળ આપે નહિ. બાહ્યક્રિયા જો શુષ્ક, જડ, સમજણ વગરની અને માત્ર ભાવશૂન્ય આદત સમી જ હોય, તો એ બધી મુક્તિ માર્ગ માટે નિરર્થક નીવડે છે. વ્યવહારમાં પણ એવું જ છે. જે કામમાં ચિત્ત ના હોય તે કામમાં કશો ભલીવાર આવતો નથી. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પાઠ, અધ્યયન, ભક્તિ કરતી વખતે સ્તવન (ભજન) ગાવાં વિગેરે બધી દ્રવ્યક્રિયા છે. એનો હેતુ ભાવને જાગ્રત કરીને ચિત્તવૃત્તિને વ્યવસ્થિત તથા સમભાવશીલ બનાવવાનો છે. આ બધી દ્રવ્યક્રિયાઓ કરતી વખતે, હું આ શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું એવી સમજણ નો અભાવ હોય અને વધારામાં, મન જો તે સમયે બીજે ભટકતું હોય, તો એવી ક્રિયાઓ નિરર્થક નીવડે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ર્મ પા એટલા માટે જ, એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કાર્ય, પછી તે મોક્ષ પ્રાપ્તિનું હોય કે કેળાના ભજિયાં તળવાનું હોય, જ્ઞાન અને ક્રિયાના સુમેળ વગર સિદ્ધ થતું જ નથી. બાહ્યક્રિયા કરતી વખતે ભાવ જો જાગ્રત ના થતો હોય, તો તે કારણે એ ક્રિયાને છોડી દેવાની જરૂર નથી, જો છોડી દઈએ, તો તો તેના પરિણામ ખતરનાક આવે, કેમકે, દ્રવ્યક્રિયા છૂટી થયા પછી હાથમાં હિંસાદિ મિથ્યા ક્રિયાઓ જ રહેવાની અને આ મિથ્યા ક્રિયાઓમાં શુભ પરિણામી ભાવ જગાડવાની કોઈ તાકાત નથી. ભાવનું જાગ્રત થવું એ કોઈ સામાન્ય કે નાનીસૂની વાત નથી. એને માટે સમજણું પૂર્વકની સમ્યગ્ ક્રિયાઓના ખૂબ ખૂબ પ્રયત્નો કરવા પડે છે. એટલે, દ્રવ્યક્રિયા વખતે ભાવ જો જાગ્રત ના થતો હોય, તો એ ‘અજાગ્રતિ’ વિષે ‘જાગ્રત’ રહીને અને ભાવ જગાડવાના ઉદેશને જીવંત રાખીને ક્રિયાઓ ચાલુ રાખવામાં જ લાભ છે. કોઈક સુભગ પળે, ભાવ જાગ્રત થઈ જશે. અપૂર્વ ભાવ જો પ્રાપ્ત થઈ જશે, તો, કરેલી અસંખ્ય દ્રવ્ય ક્રિયાઓની નિરર્થકતા પછી અપૂર્વ સાર્થકતા આપણને મળશે જ. એની શરત માત્ર એટલી જ છે કે આવશ્યક સમજણ અને ભાવનું સંવેદન મેળવવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ; ભાવ આપણામાં જાગ્રત નથી થતો એ હકીકતને આપણા પ્રયત્નની ખામી ગણીને આપણી તમામ શક્તિઓને તે માટે આપણે કામે લગાવવી જોઈએ. આ વાત તરફ આપણે દુર્લક્ષ્ય કરીશું તો પછી એવા પ્રકારની શુષ્ક ક્રિયાઓ સદાકાળ વંધ્યા જ રહેશે. આ કાર્ય માટે ઘણા આલંબનોની આપણને જરૂર પડે છે. મુખ્ય આલંબન આમાં ‘સદ્ગુરૂનું છે, આપણે સુદેવ અને સુગુરૂ એ બંનેને પરમાત્મા ગણવાના છે. એક દૃષ્ટિથી, સાપેક્ષ ભાવે, સદ્ગુરૂ તો ‘પ્રત્યક્ષ પરમાત્મા' છે. સમુદ્રમાં અગાધ અને અથાગ જળ પડ્યુ છે. પરંતુ, જ્યારે આગ લાગે ત્યારે આપણા આંગણામાંનો કુવો અથવા આપણા ગામ કે શહેરનું વોટર વર્કસ કામમાં આવે છે. એટલે, નિરંજન નિરાકાર વીતરાગ પરમાત્માના કે સાકાર સ્વરૂપ તરીકે સદ્ગુરૂનું આપણે આલંબન લઈશું તો તેથી આપણને મહાન લાભ જ થવાનો. આપણી જાતને ઉચ્ચ ભૂમિકા ઉપર ચડાવવાનું અને નીચે પડતી અટકાવવાનું કામ, યોગ્ય ગુરૂ દ્વારા જ થઈ શકે છે. કર્મ, કર્મના સ્વરૂપ તથા કર્મની અસરો ઈત્યાદિની સામાન્ય સમજણ આપણે અહિં મેળવી લીધી છે. આ વિષયમાં વધુ જાણવાની જિજ્ઞાસા અવશ્ય જાગશે. આ માટે પણ સદ્ગુરૂ રૂપી તજજ્ઞ તેમજ સંત પુરૂષનો સત્સંગ સાધવાનું આવશ્યક છે. શોધવા નીકળશું તો તો અવશ્ય મળશે જ. આ વિષયમાં ઉંડા ઉતરવાની વાતને આપણા અંતઃકરણમાં અંકિત કરીએ અને હવે આગળ વધીએ. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮ , - અનેકાંત અને સ્વાસ્વાદ આત્માનો વિકાસ ક્રમ. ગયા પ્રકરણમાં આપણે કર્મ વિષે વિચારણા કરી ગયા. કર્મ અને આત્મા વચ્ચેનો સંબંધ અનાદિ છે, એ વાત પણ આપણે સમજી ગયા. હવે, આત્મા વિષે પણ આપણે થોડોક વિચાર કરીએ. “આત્મા' એટલે શું? કોણ? એક મિત્રને મળવા માટે તેમના ઘેર જઈને જોયું તો બારણું બંધ છે. અંદરથી મિત્રનો અને તેમના કુટુંબીજનોના આનંદ વાર્તાલાપનો અવાજ છે. આપણી હાજરીની ખબર આપવા આપણે દ્વાર ખખડાવીએ છીએ. કોણ છે?” અંદરથી પ્રશ્ન પૂછાય છે. એ તો હું, ચંદુભાઈ - એ જવાબનો અર્થ થાય છે; “ હું ઠોકનાર “હું છું અને એ “હું” ચંદુભાઈના નામથી ઓળખાય છે. આમાં ‘ચંદુભાઈ તો પેલા “હું” નો નામનિક્ષેપ છે. એ રીતે જાદા જુદા નામથી ઓળખાતા બધાયે સજ્જનોના જે નામ છે તે, તે દરેક “હું ના નામ છે. પ્રત્યેક વ્યક્તિ પોતાને માટે “હું શબ્દ વાપરે છે. ત્યારે હવે પ્રશ્ન એ થશે કે પ્રત્યેક જણ પોતાને માટે જે શબ્દ વાપરે છે, તે હું કોણ? બોલવાનું કામ જીભ કરે છે. બારણું ઠોકવાનું કામ હાથ કરે છે. શરીરના પ્રત્યેક અવયવો, પ્રત્યેક ઈન્દ્રિયો જે કામ કરે છે તે દરેક વખતે. “હું જોઉં છું બોલું છું, હું સાંભળું છું, હું શ્વાસ લઉં છું, હું દાઝું છું, હું ચાલું છું” એવા વપરાતા દરેક વાક્યોમાં જે “હું આવે છે, તે હું કોણ ? જીભ? આંખ? કાન? નાક? હાથ? પગ? ત્વચા?' તમે કહેશો કે “ના, એ તો બધા શરીરના અંગો છે. એ બધાંયે મળીને જે આખું શરીર બનેલું છે તે હું હવે જો શરીરને આપણે “હું માનીએ, તો પછી મૃત શરીર માંથી હું એવો અવાજ કેમ આવતો નથી? આનો જવાબ તરત જ તમે આપશો,કે મૃત શરીરમાં જીવ નથી અટેલે કોણ બોલે? આ જવાબનો અર્થ એ થયો કે “હું” નામનો જે જીવ હતો તે શરીરમાંથી ચાલ્યો જતાં શરીરમાં હું જેવું કંઈ પણ રહ્યું નહિ. પરંતુ, એ જીવ જ્યાં સુધી શરીરમાં હતો, ત્યાં સુધી સમગ્ર શરીર ઉપરાંત શરીરનાં અંગઉપાંગોને માટે પણ તે. હું” એવો શબ્દ વાપરતો હતો. Page #210 -------------------------------------------------------------------------- ________________ આત્માનો વિકાસ ક્રમ ૧૮૭ તે જીવ, ‘હું’ ઉપરાંત, મ્હારું' એ નામનો બીજો શબ્દ પણ વાપરતો હતો. મ્હારૂં શરીર, મ્હારા હાથ, મ્હારી આંખો, મ્હારૂં નાક, મ્હારા કાન વિગેરે શબ્દનો પ્રયોગ જ્યારે તે કરતો હતો ત્યારે, તે દ્વારા એક બીજી માહિતી પણ એ જીવ આપણને આપતો હતો. આ માહિતી એ છે, કે ‘જેને હું મારૂં એમ કહું છું તે ‘હું’ નથી.’ મ્હારૂં ઘર, મ્હારાં વસ્ત્રો વિગેરે શબ્દો જ્યારે આપણે બોલીએ છીએ, ત્યારે એ બધી વસ્તુઓ મ્હારી હોવા છતાં મ્હારાથી ભિન્ન છે, એ વાત તો સરળતાથી સમજાય તેવી છે. એ રીતે શરીરમાં રહેલો ‘હું’ જ્યારે મ્હારૂં શરીર વિગેરે શબ્દોનો ઉપયોગ કરે, ત્યારે તે બોલનારો ‘હું’ અને તેના દ્વારા ઉલ્લેખાતાં શરીર ઈત્યાદિ અંગો તેનાથી જુદા છે, એ વાતે તો નકકી થઈ ગઈ. આ જે ‘હું’ છે, તે જ ‘આત્મા છે. જડ શરીરમાં રહેલું ’ જે ચૈતન્ય પોતાને ‘હું’ નામથી આળખાવે છે, તે જ આત્મા. આનો અર્થ એ થયો કે આત્મા એટલે ‘હું’ એજ પ્રમાણે આત્મા જેને જેને હું અથવા મ્હારૂં કહીં ઓળખાવે છે, તેમાં પણ પેલો ‘હું’ રહેલો હોઈ, તે શરીરને પણ આપણે ‘હું’ અથવા આત્મા કહી શકીશું. આ એક સાપેક્ષ વાત છે, તે ધ્યાનમાં રાખજો. આત્મા વિષે પાછળ જે થોડીક વાતો આવી હતી, તેમાં આત્માના બે મુખ્ય સ્વરૂપો આપણે જોયાં હતા. એક મુક્ત આત્મા અને બીજો કર્મબદ્ધ આત્મા. હવે,જ્યાં સુધી જડ પુદ્ગલોના સમૂહ રૂપી શરીરમાં આત્મા બંધાયેલો છે, ત્યાં સુધી તે કર્મબદ્ધ આત્મા જ છે, એ વાત તો ,સ્પષ્ટ થઈ ગઈ. જે આત્મા પોતના તમામ કર્મનો ક્ષય કરીને ‘મુક્ત ’ બની ગયો તેને તો ‘હું’ તથા ‘મારૂં’ એવું કશું રહેતું નથી. એટલે, આપણે આત્મા વિષે જ્યારે વિચાર કરીએ, ત્યારે, શરીરમાં પુરાયેલા કર્મબદ્ધ આત્માનો વિચાર જ કરવાનો રહે. આનો અર્થ એ થયો કે જ્યારે આત્મા ‘હું’ એમ બોલે છે. ત્યારે તે, મુક્ત આત્મા નથી પણ કર્મબદ્ધ આત્મા છે. આ કર્મોએ આત્માને કેવી રીતે અને કયે સ્થળે બાંધ્યો છે? આનો જવાબ તત્ત્વજ્ઞાનીઓ એવો આપે છે કે ‘કર્મનો આત્મા સાથેનો સંબંધ દુધ અને પાણી જેવો છે.’ કર્મનો જ્યારે બંધ (બંધન) થાય છે, એ બંધને કારણે કર્મનો આત્મા સાથે જે સંગમ થાય છે,તે દુધ-પાણીના સંગમ જેવો છે. એટલે, દુધ અને પાણી મળી ગયા પછી એ બંનેમાં જેવું એકત્વ પ્રગટે છે, તેવું જ એકત્વ, ‘બંધ’ (જોડાણ) થયા પછી આત્મા અને કર્મનું રહે છે. આ વાત બહુ સમજવા જેવી છે. મૂળ દ્રવ્ય રૂપે આત્મા શુદ્ધ છે. કર્મનો સંયોગ હોવાથી તે અશુદ્ધ બન્યો છે. આ શુદ્ધિ અને અશુદ્ધિનું અલગ અસ્તિત્વ ત્યાં રહેતું Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અનેકાંત અને સ્યાદ્વાદશિ નથી. એ બંને મળીને એક સ્વતંત્ર અસ્તિત્વ ઉભું કરે છે. એટલે, સ્વતંત્ર આત્મા અને સ્વતંત્ર કર્મ પુદ્ગલોનું જોડાણ થતાં ત્રીજું જે સ્વતંત્ર અસ્તિત્વ પ્રગટ થાય છે તેને તત્ત્વજ્ઞાનીઓ ‘કર્મબદ્ધ’ ‘સંસારી’ આત્મા એમ કહે છે. આપણે એને ‘શરીર’જીવંત શરીર એ અર્થમાં ઓળખીએ છીએ. હવે જ્યારે આ આત્મા ‘મ્હારૂં’ એમ કહીને પોતાના શરીરને ઓળખાવે છે, ત્યારે, તે પોતે તેમાં વ્યાપ્ત થએલો હોવાથી સાપેક્ષ દૃષ્ટિએ આપણે જીવંત શરીરને પણ ‘આત્મા’ કહી શકીશું આમાંથી જાણવા એ મળે છે કે આ કર્મબદ્ધ આત્મા પોતાના સ્વતંત્ર અસ્તિત્વને જાણે છે અને એટલે જ તે પોતાને ‘હું’ અને તે સિવાયના તેના શરીરને તથા શરીરના અંગોને ‘મ્હારૂં’ એમ કરીને ઓળખાવે છે. આ દૃષ્ટિથી, આત્માને અનાદિ કાળથી વળગેલાં જડ પુદ્ગલો પણ ‘આત્મા’ બની જાય છે. આ વાત પણ સાપેક્ષ દૃષ્ટિથી થાય છે એ વાત યાદ રાખજો. આ ‘હું’ અને ‘મ્હારૂં’ એનો આપણે ક્રમશઃ વિસ્તાર કરીએ. સમજવાની બહુ મજા આવશે. સૌથી પ્રથમ તો આત્માની સાથે સીધો-પ્રત્યક્ષ સંબંધ જે શરીર ધરાવે છે, તે શરીરને માટે પણ ‘હું’ એવો શબ્દ જે આત્મા વાપરે. એક પ્રકારના સંબંધથી–સંસ્કારથી વાપરે છે, વાસ્તવમાં તો આત્મા અને શરીર ભિન્ન છે, બંનેના દ્રવ્યો અલગ અલગ છે, પરંતુ કર્મના સંયોગથી એ એક બની જતાં, એક બનવાનો સંસ્કાર પામવાથી, બેમાંથી એક બની જાય છે. હવે આ વાતને આપણે આગળ વધારીએ. ‘આ મારા પિતાજી છે; આ મારા માતા છે, આ મારી પત્ની છે. આ મારા પુત્રપુત્રી છે. આ મારા મિત્ર છે.' આવા શબ્દો આપણે જ્યારે ઉચ્ચારીએ છીએ ત્યારે ચિત્તમાં ‘મારાપણાનો એક સંસ્કાર અથવા ધ્વાનિ' હોય જ છે. શુદ્ધ તાત્ત્વિક દૃષ્ટિથી શરીર અને આત્મા ભિન્ન હોવા છતાં, સંસ્કારથી એક બની ગયા હોવાને કારણે ‘હું’ એવો શબ્દ પ્રયોગ જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે તેમાં આત્મા અને શરીર એ બંનેનો ઉલ્લેખ થાય જ છે. આવી જ દૃષ્ટિથી, કુટુંબીજનો અને મિત્રો માટે આપણે જ્યારે ‘મ્હારા’ એવો શબ્દ પ્રયોગ કરીએ, ત્યારે ચિત્તમાં ઉઠતા સંસ્કાર દ્વારા, તે બધા સાથે આપણે ‘એકત્વ’ અનુભવીએ છીએ. આ દૃષ્ટિથી વિચારતાં, જે મ્હારૂં છે, તે હું જ છું, એવો ભાવ લાવીને આપણે એમ પણ કહી શકીશું કે ‘બીજા પુરૂષ અને ત્રીજા પુરૂષની ભિન્નતા ધરાવતા તે બધા ‘મ્હારા’ હોવાથી તે પણ હું જ છું.' આ સાપેક્ષ વાત છે તે ભૂલશો નહિ. , હવે, ચિત્તના આ સંસ્કાર દ્વારા જે કોઈ માટે આપણે ‘મ્હારૂં ' એવો શબ્દ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ આત્માનો વિકાસ ક્રમ પ્રયોગ કરીએ તે બધાની સાથે આપણું સંસ્કારજનિત એકત્વ પણ હોય જ છે. આ રીતે વિચાર કરતા કરતા, મ્હારૂં કુટુંબ,મ્હારી જ્ઞાતિ, મ્હારો સમાજ, મ્હારૂં ઘર, મ્હારૂં ગામ, મ્હારો જીલ્લો, પ્રાંત, દેશ, મ્હારી પૃથ્વી, મ્હારૂં આકાશ અને મ્હારૂં જગત્ એમ કહીશું, ત્યારે તે બધાની સાથે ‘મ્હારાપણાનો સંસ્કાર' હોવાથી, આપણે એકત્વ,અનુભવી શકીશું અને એ બધું પણ ‘હું’ જં છું એમ કહી શકીશુ. આ રીતે જગતના તમામ જીવો સાથેની સંસ્કારજન્ય એકત્વતા યારે પેદા થાય, ત્યારે એ બધા જીવાત્માઓમાં ‘હું’ એવો ભાવ અવશ્ય આવશે. તેવી જ રીતે, જગતના જડ પદાર્થોની સાથેનો આપણો-આત્માનો -સંબંધ જોતાં, ‘એ બધું પણ મ્હારૂં છે' એવા સંસ્કારો ચિત્તમાં પડવાથી તે બધું પણ ‘હું’ (હું-સ્વરૂપ) બની જી.. આત્મા અંગેની આટલી વાત સાંભળીને તરત જ એક પ્રશ્ન તમે પૂછશો. વેદાંતીઓના જેવી આ વાત થઈ. શ્રી શંકરાચાર્ય તરફથી ‘અદ્વૈત’ અંગે જે વાત કરવામાં આવી છે, એવી જ વાત તમે પણ કરી.’ ‘ના. આમાં ‘અદ્વૈત’ આવ્યું ખરૂં, પણ વેદાંતમતનું આ અદ્વૈત નથી. કેમકે, વેદાંતનો અભિપ્રાય એકાંતિક છે. આપણે જે વાત કરી ગયા તે સાપેક્ષ દૃષ્ટિથી કરી હતી અને તેમા અનેકાંતની સ્પષ્ટ છાયા છે, એ ભૂલશો નહિ. સંગ્રહનયની દૃષ્ટિએ સમસ્ત વિશ્વની સાથે આપણે’ એક ‘સત્' નામના સામાન્યરૂપ છીએ. આમાં જ્યારે જડને પણ ‘હું’ સમજીએ છીએ ત્યારે જડ વિષયોને ભોગવવાની આસક્તિ વિરામ પામી જાય છે; કેમકે “જડ એટલે હું; તો ‘હું’ ને ભોગવવું શું ? આપણે આપણા આત્માને કાંઈ ભોગવતા નથી,’ આવી સમજ ઉભી થાય છે ત્યારે જગતના તમામ આત્માઓ સાથે એકત્વ અનુભવવાની જે વાત જૈન દાર્શનિકો કરે છે, તે સાપેક્ષ છે, એકાંતિક નથી, ‘તમામ આત્માઓમાં પોતાપણાનો અનુભવ કરવો, એ નિરપેક્ષ અદ્વૈત નથી.' જેની જેની સાથે, ચિત્તમાં મ્હારાપણાનો સંસ્કાર ઉદ્ભવે તે, તે બધાને મ્હારા એટલે ‘હું’ એમ માનીને ચાલવામાં, સાપેક્ષ દૃષ્ટિથી કશો વાંધો નથી. ‘એ બધા મ્હારા નથી’ એમ માનીને ચાલવું એ મનનો ઊંચો સંસ્કાર છે. કર્મના બંધનોમાંથી મુક્ત થવાના આત્માના પુરૂષાર્થમાં પોતાના આત્માની જેમ બધાની ઉપર મારાપણાનો-આત્મ-સમદર્શિતાનો-આ ભાવ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સાપેક્ષ અદ્વૈતની વાતને હવે આપણે આગળ ચલાવીએ. એક વાત નક્કી કરી લઈએ, કે આ જગતમાં જે ચેતન સ્વરૂપ છે, તે બધા જ મ્હારા છે એટલે તે બધા જ “હું”-“આત્મા” છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૫ મા અનેકાંત અને સ્યાદ્વાદનો હારૂ હારું અને તેનું' એવા ભાવ કરતાં, “બધું જ મ્હારૂં” એટલે બધું જ ‘હું' એવો ભાવ આપણે પ્રગટાવી શકીએ, તો રાગ અને દ્વેષ નામના બે મુખ્ય આત્મશત્રુઓમાંના એક દ્રષ' નો પરાજય તો થઈ જ જશે. એટલે, સાપેક્ષ દૃષ્ટિથી, આત્માને ઓળખવા જતાં આપણે એવા નિર્ણય પર અહીં આવીએ છીએ, કે આત્મા એટલે “હું” અને “હું એટલે સમગ્ર વિશ્વ. - હવે, આપણે “હું” તરફ પાછા આવીએ. આ “હું તે આપણે જ છીએ, એ વાત સમજીને આપણે આગળ ચાલીએ. આપણે શું ઈચ્છીએ છીએ ?શું વાંછીએ છીએ ?' આ પ્રશ્નનો ટુંકો ને ટચ જવાબ મેળવવો હોય તો બેઅક્ષરનો એક શબ્દ આપણે જવાબમાં સાંભળીશું. સુખ.” શાબાશ, બહુ સુંદર વાત કરી.” આપણે સુખ જોઈએ છે. આ સુખ આપણને આપણા માટે જોઈએ છે. આ સુખ મેળવવા માટે આપણે પ્રયત્ન પણ અવશ્ય કરવાના. આપણે જે જોઈએ છે, તે “સુખ છે. “દુઃખ નહિ. જેમાં જરા પણ દુઃખ હોય તેને આપણે “સુખ નહિ માનીએ. - પેલા સાપેક્ષ અદ્વૈત ઉર્ફ “આત્મસમદર્શિતા' ની વાત અહીં જો ડોકીયું ના કરે, તો સમજવું કે આપણે ખાડામાં પડ્યા છીએ. આપણા સુખ માટે આપણે જે કંઈ પ્રયત્ન કરીએ, તેનાથી જો અન્ય કોઈને કશું પણ લગાર પણ દુઃખ થાય, તો પછી તે આપણા માટે પણ ‘દુઃખ જ હોય. એમાં આપણાં માટે સુખ હોય જ નહિ. આત્માના સ્વરૂપને “મહારાપણાનો ભાવ લઈને વિકસાવતા વિકસાવતા આપણે “સમગ્ર વિશ્વહું જ છે' ત્યાં સુધી લઈ ગયા હતા. હવે, જો, સમગ્ર વિશ્વમાં વિચરતા જડ-ચૈતન્ય-સંયોગ દ્વારા રચાયેલા કોઈ પણ શરીરને મનને કે જીવને કશું પણ દુઃખ પ્રાપ્ત થાય, એવું કંઈ પણ આપણાથી બને, તો તેને આપણે આપણું પોતાના દુઃખ માનવું જ રહ્યું. વાસ્તવમાં, એ, એમ જ છે.સ્વાર્થ અને મોહવશાતુ આપણે એવું માનીએ નહીં, તો પણ, સરવાળે તો તેવો કોઈ પ્રયત્ન, આપણા માટે દુ:ખ” માં જ પરિણમવાનો આપણને જો સુખ જોઈતું હોય, તો આ વાતનો સ્વીકાર કર્યા સિવાય આપણો છૂટકો જ નથી. આ વાત આપણને આપણા એક પરમ કર્તવ્યનું ભાન કરાવે છે. આ પરમ * પુનિત કર્તવ્યને જૈન શાસ્ત્રકારોએ ચાર વાક્યોમાં રજુ કર્યું છે : ૧ “ખામેમિ સવ્વ જીવે ૨ “સવ્વ જીવા ખમંતુ મે' . Page #214 -------------------------------------------------------------------------- ________________ પણ આત્માનો વિકાસ ક્રમ ગામમાં ૧૯૧ ૩ ‘મિત્તી એ સવ્વ ભૂએસુ ૪ “વેર મઝું ન કેણઈ આ ચાર વાક્યોનો અર્થ છે :૧ સર્વ જીવોની હું ક્ષમા માગું છું, સર્વને હું ક્ષમા આપું છું. ૨ સર્વ જીવો મને ક્ષમા કરો. . ૩ જીવમાત્ર સાથે મારે મૈત્રીભાવ છે. ૪ કોઈની સાથે મારે વેરભાવ નથી. પોતાનો વિકાસ ઈચ્છતા કોઈ પણ આત્માને શરૂઆત આ ચાર વાક્યોથી જ કરવી પડશે. આ ચારેચાર વાક્યો સાથે, એકત્વ-સમરસતાનો, અનુભવ કરવો પડશે. આ સમરસતા પ્રગટ કરવા માટેની એક પૂર્વ ભૂમિકા છે. એનું નામ છે કૃતજ્ઞતાભાવ ‘એટલે જેમણે આપણા ઉપર ઉપકારો કર્યા હોય, તે બધા પ્રત્યેની આભારની લાગણી. આભારની આ લાગણીને પ્રગટાવવાનું સાધન “નમસ્કારભાવ” નમસ્કારભાવ” એટલે “નમ્રતા.” નમ્રતા” એટલે “અહંભાવનું સંપૂર્ણ વિસર્જન' અહંભાવનું વિસર્જન જો ના થાય તો નમ્રતા આવે નહિ. નમ્રતા જો ના જાગે, તો નમસ્કારભાવ પ્રગટે,નહિ. નમસ્કાર જો પ્રગટે નહિ, તો ક્ષમા આપવાની અને ક્ષમા માગવાની વૃત્તી ઉદ્ભવે નહિ. તો પ્રાણીમાત્ર તરફ મૈત્રીભાવ કેળવાય નહિ, તો “મારે કોઈની સાથે વૈરભાવ નથી.' એવો અનુભવ થાય નહિ. આમાનું કશું જ આપણાથી બને નહિ, તો આપણા આત્માના વિકાસની દિશામાં એક ડગલું પણ આગળ વધાય નહિ. આગળ જો વધાય નહિ. તો કદી પણ સુખ પ્રાપ્તિ થાય નહિ. અહીં આપણે જે “સુખ ની વાત કરીએ છીએ તે આત્મસમદર્શિતાભાવને અનુલક્ષીને કરીએ છીએ. આપણે જોયું છે, કે જેનાથી બીજા કોઈને જરાપણ દુઃખ થાય, તે આપણા માટે સુખનું કારણ કદી બની શકે જ નહિ, એટલે, સ્વાભાવિક રીતે જ, આપણા માટે સુખ મેળવવાનો આપણો પ્રયત્ન, આપણને જીવમાત્રનું સમસ્ત જગતનું કલ્યાણ વાંછવા તરફ દોરી જશે. અહંભાવનું વિસર્જન થાય, નમ્રતા જાગે, નમસ્કારભાવ પ્રગટે, ક્ષમાવૃત્તિ ઉદ્દભવે, મૈત્રીભાવ કેળવાય અને વૈરભાવ નષ્ટ થાય તો તેના સહજફળ તરીકે ‘શિવમસ્તુ સર્વજગતઃ'-“આખા વિશ્વનું કલ્યાણ થાઓ' એવો મનોભાવ આપણામાં પ્રગટે જ. આ જો ના પ્રગટે, તો ઉપર જણાવેલું કશું જ આપણામાં વિકસ્યું નથી, એમ આપણે માનવું જોઇએ. એમાનું કશુંક આપણામાં છે, એવું લાગતું હોય તો તે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯રપમાન અનેકાંત અને સ્યાદ્વાદ , એક ભ્રમ જ હોવો જોઇએ. કોઈ અહિં એવો પ્રશ્ન કરશે કે “આ “શિવમસ્તુ સર્વજગત” ની શું જરૂર છે? પ્રાણીમાત્ર તરફ મૈત્રીભાવ રાખીએ અને કોઈની તરફ વૈરભાવ ના રાખીએ, એટલું બસ નથી? આ બે વસ્તુથી આપણામાં તટસ્થભાવ તો પ્રગટે જ છે. આ તટસ્થભાવને ધારણ કરીને આપણા પોતાના કલ્યાણની આત્મલક્ષી પ્રવૃત્તિમાં મગ્ન રહીએ તો શો વાંધો?” આનો જવાબ તો સરળ છે. સાચો અને વાસ્તવિક તટસ્થભાવ તો જીવમાત્રના - કલ્યાણની ભાવના ભાવવામાં જ છે. આ વાતનું વિસ્મરણ કરીને આપણે કેવળ આપણું પોતાનું - આપણા આત્માનું કલ્યાણ સાધવાની પ્રવૃત્તિ લઈને બેસી જઇએ તો એમાં એક તરફથી “સ્વાર્થી અને બીજી તરફથી “ઉપેક્ષાભાવ' એમ બે પ્રકારના દોષમાં આપણે પડીએ તેવો સંભવ ઉભો થાય છે. આવા પ્રકારની ઉપેક્ષા ભાવયુક્ત , જે તટસ્થતા હોય છે, તેમાથી વૈષનો આવિર્ભાવ થવાનું પણ સંભવિત છે. દાખલા તરીકે, આપણે જે મકાનમાં રહેતા હોઇએ તેના આંગણાને આવરી લેતા શેરીના ચોગાનમાં શ્રાવણ માસ દરમિયાન ભજનકિર્તન કરવા માટે ભાવુક લોકોનો એક સમુદાય એકઠો થઇને દરરોજ સાંજે બેસતો હોય અને તે સમયે આપણે બહાર જવાનો કે ઘરમાં આવવાનો યોગ બનતો હોય, ત્યારે, કલ્યાણ વાંછનાને બદલે તટસ્થતાભાવ લઈને આપણે ફરતા હોઇશું, તો એ લોકો આપણા માર્ગના અવરોધક હોવાથી અને આપણને અડચણકર્તા હોવાથી એમની તરફ રોષ-દ્વેષભાવપેદા થતાં વાર નહિ લાગે. પેલી હાથી અને સસલાવાળી વાત કરીએ. સાથે પગ નીચે આવતી કીડીની વાતને પણ લઈને ચાલીએ. પેલા સસલાને અને કીડીને પગ નીચે કચરાતાં અટકાવવા માટે કેવળ મને કર્મબંધન થશે એવો ભાવ જો હોય, તો તે વખતે પગને અદ્ધર રાખવામાં નડતી તકલીફ સંભવતઃ આપણને દુર્ગાનમાં ધકેલી દેશે. એને બદલે એ બંને જીવોના કલ્યાણની અને એમને દુઃખ નહિ પહોંચાડવાની ભાવનાથી જે તકલીફ આપણે ઉઠાવીશું, તે આપણને શુભ ધ્યાન તરફ દોરી જશે. તકલીફજન્ય ભયભીતતામાંથી શુભ ધ્યાન કદી પણ ન આવે. આ વાત બહુ સમજવા જેવી છે. આત્માના વિકાસ માર્ગમાં આ એકઅતિશય આવશ્યક સમજણ છે. એટલે, આપણે જો સુખી થવું હોય, આપણા આત્માને કલ્યાણના માર્ગની કેડી ઉપર ચડાવવો હોય, તો તેની શરૂઆત જીવમાત્રનું શિવ ઈચ્છવા દ્વારા થઈ શકશે. આત્માના વિકાસક્રમની આ એક પરમ આવશ્યક પગદંડી છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ અને આત્માનો વિકાસ ક્રમ ૧લ્ડ આટલી પ્રાસ્તાવિક વિચારણા પછી, “સર્વ જગતનું કલ્યાણ થાઓ એવી મંગલ ભાવનાને આપણે હૃદયમાં પ્રસ્થાપિત કરીને, આત્મા અંગેની તાત્વિક વિચારણા તરફ હવે આપણે વળીએ. આ વિષયમાં, જૈન દાર્શનિકોએ જેનું પ્રતિપાદન કરેલું છે, તે નવતત્ત્વ વિષે માહિતી મેળવવાનું ખૂબ ખૂબ રસપ્રદ અને ઉપયોગી થઇ પડશે. આ નવ તત્ત્વોના નામ નીચે મુજબ છે - ૧. જીવ. ૨. અજીવ. ૩. પુણ્ય, ૪. પાપ. ૫. આગ્નવ. ૬. સંવર: ૭. બંધ. * ૮, નિર્જરા ૯. મોક્ષ. આ નવે તત્ત્વોનો આત્મા સાથે સીધો સંબંધ હોવાથી, આત્માને અને એના વિકાસક્રમને સમજવામાં એ નવ તત્ત્વો અંગેની વિચારણા આપણી સમક્ષ એક નવી જ દુનિયા રજુ કરશે. એ નવ તત્ત્વોને હવે આપણે ક્રમશઃ તપાસીએ. ૧. જીવ : આપણે અગાઉ નિગોદ અને નિગોદમાં વસતા જીવો અંગેની વાત કરી ગયા છીએ. એ હકીકતને લક્ષમાં લેતા, એ વાત તો સ્વીકારાઈ ગઈ છે કે આ વિશ્વમાં અગણિત અસંખ્ય અનંત જીવોનું અનાદિ કાળથી અસ્તિત્વ છે. એ નિગોદની બહાર નીકળીને, આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોની વાત આપણે અહીં કરવાની છે. જીવ એટલે જેનામાં ચૈતન્ય છે તેવો આત્મા. આ આત્માનાં મૂળ આઠ સ્વરૂપ જૈન તત્ત્વવેત્તાઓએ બતાવ્યાં છે. એ આઠ સ્વરૂપો નીચે મુજબ છે. ૧. દ્રવ્ય આત્મા. ૨. કષાય આત્મા. ૩. યોગ આત્મા. ૪. ઉપયોગ આત્મા. ૫. જ્ઞાન આત્મા. ૬. દર્શન આત્મા ૭. ચારિત્ર આત્મા. ૮.વીર્ય આત્મા. આત્માનાં આ આઠ સ્વરૂપોમાંનાં બે “હેય', બે “ઉપાદેય’ અને ચાર “શેય' સ્વરૂપો ગણાય છે. - આ આત્માના જૈન દાર્શનિકોએ બે મુખ્ય ભેદ બતાવ્યા છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯મા અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ ૧. સંસારી. ૨. મુક્ત. “સંસારી આત્મા એટલે કર્મનાં પુદ્ગલોથી બંધાઇને આ સંસારમાં સંસરણપરિભ્રમણ કરી રહેલા આત્માઓ. “મુક્ત” એટલે તમામ કર્મોનો ક્ષય કરીને જેઓ મુક્ત થયા છે, મોક્ષમાં ગયા છે તે આત્માઓ. સંસારમાં પરિભ્રમણ કરતા કર્મબદ્ધ આત્માઓના મુખ્ય બે ભેદ છે, એક - સ્થાવર' અને બીજા “ત્રસ'. જેઓ પોતાની મેળે ગતિ ન કરી શકે, જેમને નિશ્ચિત આયુષ્યકાળ પર્યત સ્થિર રહેવાનું છે અને સુખ પ્રાપ્ત કરવાના કે દુઃખને દૂર કરવાના પ્રયત્નો જેઓ કરી શકતા નથી તેવા જીવોને સ્થાવર' કહેવામાં આવે છે. આ વિભાગમાં પૃથ્વીકાય ? વનસ્પતિકાય, વાયુકાય, જલકાય અને તેજસ્કાય જીવો આવે છે. • • આ સ્થાવર જીવોના પાછા સૂક્ષ્મ અને સ્કૂલ એવા બે પ્રકારો છે. સ્થૂલ જીવોને . માટે જૈન પારિભાષિક શબ્દ બાદર જીવો' એવો છે. આમાંના સૂક્ષ્મ જીવો અગણિત ચર્મચક્ષુઓ દ્વારા જોઈ શકાતા નથી. બાદર ઉર્ફે સ્થૂલ જીવોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આ બધા જીવો માત્ર સ્પર્શન ઈન્દ્રિય દ્વારા જ સંવેદનો અનુભવતા એકેંદ્રિય જીવો છે; એમને તે સિવાય બીજી ઇન્દ્રિયો જ નથી. જે જીવો સ્વેચ્છાપૂર્વક હાલી ચાલી શકે છે તે જીવોને “ત્રસ જીવ' કહેવામાં આવે છે. બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયોવાળા બધા જીવો તેમાં આવી જાય છે. જેમને ત્વચા અને જીભ એ બે હોય છે, તે “બેઇન્દ્રિય જીવ'. જેમને ત્વચા, જીભ અને નાક હોય છે, તે તે ઇન્દ્રિય જીવ”. જેમને ત્વચા, જીભ, નાક અને આંખ હોય છે, તે “ચૌરેન્દ્રિય જીવ'. જેમને ત્વચા, જીભ, નાક, આંખ અને કાન હોય છે, તે “પંચેન્દ્રિય જીવ”. પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકારો બતાવાયા છે. (૧) મનુષ્ય. (૨) તિર્યંચ એટલે પશુપક્ષી વિગેરે, (૩) દેવલોકમાં વસતા દેવતાઓ અને (૪) નરકભૂમિમાં રહેતા નારકી જીવો. જીવ માટે “આત્મા એવો શબ્દ વપરાય છે, જે જીવતો હતો, જીવે છે, જીવશે તે જીવ, ‘અતતિ' ભિન્ન ભિન્ન ગતિઓમાં ગમન કરે તે આત્મા, ચૈતન્ય, જ્ઞાન દર્શનનું ફૂરણ જેમાં હોય તે ચેતન. જીવ કહો, ચેતન કહો કે આત્મા કહો, મૂળ સ્વરૂપે એ એક જ દ્રવ્યના જુદા જુદા સંજ્ઞાવાચક નામો છે. આપણે પરિચયવાળા પ્રકરણમાં આ જગતના આધારભૂત એવા જે છ દ્રવ્યો બતાવ્યા છે તેમાંનું, આ જીવ એ એક દ્રવ્ય-Substance ચૈતન્યશાળી-Living Page #218 -------------------------------------------------------------------------- ________________ મામ આત્માનો વિકાસ ક્રમ પ્રમાણ ૧૯૫માં substance છે. સ્થાવર અને ત્રસ નામના આ સંસારી ઉર્ફે કર્મબદ્ધ જીવોની આ વાત થઈ. જે મુક્ત જીવો છે એમની વાત આપણે છેલ્લા મોક્ષ તત્ત્વમાં કરીશું. ૨. અજીવ : - જે પદાર્થોમાં જીવત્વ, ચૈતન્ય-નથી તે “જડનામથી ઓળખાતા બધા પદાર્થો આ અજીવ તત્ત્વમાં આવે છે. છે. આપણે અગાઉ જે છ દ્રવ્યોની વાત કરી ગયા છીએ તેમાંનું જીવ દ્રવ્ય ઉપરના જીવ તત્ત્વમાં આવ્યું. બાકીના પાંચ દ્રવ્યો-ધર્મ, અધર્મ, પુદ્ગલ, આકાશ અને કાળ એ પાંચે આ અજીવ તત્ત્વમાં આવે છે. જીવને-આત્માને આ પાંચે દ્રવ્યો સાથે સંબંધ છે અને જીવ સમેતના આછ યે દ્રવ્યો એ જ વિશ્વ. વિશ્વની ઘટનાઓના આધારભૂત આ છ દ્રવ્યો છે. જીવ અને અજીવના-ચેતન અને જડના-સંયોગથી જ આ જગત ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવ અને અજીવનો સંયોગ એટલે સંસાર. ૩. પુણ્ય. ૪. પાપ. - તાત્ત્વિક અર્થમાં જેને ધર્મ અને “અધર્મ' એવાં બે દ્રવ્યો બતાવ્યાં છે તે આ પુણ્ય અને પાપ નહિ. એ બે તો પદાર્થો છે અને વસ્તુઓને ગતિ કરવામાં સહાય, કરતા દ્રવ્યને ધર્મ તથા સ્થિતિ કરવામાં સહાય કરતા દ્રવ્યને “અધર્મ' એવું નામ આપેલું છે. • વ્યાવહારિક અર્થમાં આપણે પુણ્ય અને પાપને ધર્માચરણ અને અધર્માચરણ” • કહી શકીશું. પરંતુ, આ નવ તત્ત્વની વાતમાંના આ ત્રીજા તથા ચોથા તત્ત્વોને જ્યારે “પુણ્ય અને પાપ” નામથી ઓળખાવવામાં આવે છે. ત્યારે તે કર્મનાં પુદ્ગલો દ્વારા રચાતાં પુણ્યકર્મ અને પાપકર્મ, એ અર્થમાં એને આપણે સમજવાનાં છે. આપણે જે સારા કર્મો કરીએ છીએ તે “પુણ્ય’ અને ખરાબ કર્મો કરીએ છીએ . તે પાપ છે. પુણ્યકર્મો આપણને સુખનાં સાધનો પ્રાપ્ત કરાવવામાં કારણભૂત છે. અને પાપકર્મો આપણા માટે દુ:ખની સામગ્રીને લઈને હાજર થાય છે. કર્મ વિષેના પાછલા પ્રકરણમાં મુખ્ય આઠ પ્રકારના કર્મોની વાત કરી ગયા છીએ. એમાંના પહેલા ચાર કર્મો, ‘જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય’ અશુભ પરિણામી હોઈ એ બધાં જ પાપકર્મો છે. છેલ્લાં જે ચાર કર્યો છે, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય' એ ચારે કર્મો ‘શુભાશુભ એટલે એ દરેકમાં કોઈ શુભ, તો કોઈ અશુભ કર્યો છે. અર્થાત્ દરેકમાં પુણ્ય એટલે શુભ અને પાપ એટલે અશુભ એવાં બંને જાતના કર્મ પરિણામો હોય છે. ભૌતિક સુખ અને દુઃખનો આધાર સત્કર્મો અને દુષ્કૃત્યો છે, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬મા અનેવંત અને સ્યાદ્વાદ માં કર્મબદ્ધ આત્મા માટે આ પુણ્ય અને પાપ રૂપી કર્મો, ઉન્નતિ અને અધોગતિની બે વિરૂદ્ધ દિશાઓમાં જતી પગદંડીઓ સમા છે. આત્મા મધ્યવર્તી સ્થળે Centreસ્થાને જ છે, એ પાપ-પુણ્યની પગદંડીએ અવનતિ-ઉન્નતિ તરફ પ્રયાણ કરે છે. પાપ કર્મથી આત્મા અધોગતિ તરફ ધકેલાય છે અને પુણ્ય કર્મથી આત્મા પોતાની મુક્તિના માર્ગ તરફ પ્રયાણ શરૂ કરે છે. તાત્ત્વિક દૃષ્ટિથી પુણ્ય અને પાપ એ બંને આ સંસારમાંના આત્માના પરિભ્રમણનાં કારણો છે. પરંતુ, મોક્ષમાર્ગ તરફ ગતિ કરવા માટેની યોગ્ય સામગ્રી પ્રાપ્ત કરવા માટે આત્માને પુણ્ય કર્મોનો આશ્રય લઈને ' જ શરૂઆત કરવી પડે છે. ૫.આસ્રવ : ઉપર આપણે પુણ્ય અને પાપ રૂપી કર્મોની જે વાત કરી ગયા તેમાં, એટલે પુણ્ય તથા પાપના ઉપાર્જનનો મુખ્ય પ્રયોજક આત્માનો મનોવ્યાપાર છે. મનના એ વ્યાપારને વચન અને કાયા દ્વારા થતાં કર્મો પુષ્ટિ આપે છે. આ રીતે જે મન, વચન, અને કાયા દ્વારા બંધાતા કર્મોનો આત્મા સાથે સંયોગ થાય છે-સંબંધ થાય છે, આત્માના અધ્યવસાયથી કર્મના પુદ્ગલોનો જે પ્રવાહ આત્મામાં દાખલ થાય છે એ ક્રિયા આગ્નવ રૂપ છે માટે એના પ્રયોજક મન-વચન-કાયાના વ્યાપારને આગ્નવ કહેવામાં આવે છે. મન દ્વારા સારૂં અથવા ખોટું ચિંતન થાય છે. એ સારા અથવા ખોટા ચિંતનને, વાણી, કલ્યાણપ્રદ અથવા દુષ્ટ ભાષા દ્વારા વ્યક્ત કરે છે તથા કાયા એટલે શરીરના બીજા અવયવો દ્વારા સારૂં અથવા ખોટું જે આચરણ કરવામાં આવે છે. તેનાથી આત્મામાં કર્મ પુદગલોનો પ્રવાહ ખેંચાઈ આવે છે, માટે એને આસ્રવ યા આશ્રવ કહે છે. આની ટુંકી વ્યાખ્યા કરવી હોય તો, આમ્રવને આપણે કર્મના પુદ્ગલોને આત્મામાં દાખલ થવા માટેનું પ્રવેશ દ્વાર પણ કહી શકીશું. આ આસ્રવને આત્માના વિકાસક્રમ સાથે સીધો સંબંધ છે. આત્માના વિકાસક્રમની શ્રેણીને જૈન દાર્શનિક “ગુણસ્થાનક' નામથી ઓળખાવે છે. આત્મામાં કર્મના પુદ્ગલોને પ્રવેશ કરવાનું આ આગ્નવ-દ્વાર જેમ જેમ નાનું થતું જાય છે તેમ તેમ આત્માની વિકાસ ભૂમિકા ઉંચી ને ઉંચી બનતી જાય છે. આ ગુણસ્થાનકો ચૌદ છે અને એની વિચારણા આ નવ તત્ત્વનું નિરૂપણ પૂરું થતાં તુરત જ આપણે કરીશું. અત્યારે તો એટલું સમજી લઈએ કે આ આસ્રવ એટલે કર્મયુગલોને આત્મામાં દાખલ થવાનું પ્રવેશ દ્વારા એ કર્મ-પુદ્ગલોને અંદર આવવાનું આમંત્રણ આત્મા પોતે જ, પોતાના કર્મો અને પ્રવૃત્તિ દ્વારા આપે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ મને આત્માનો વિકાસ કમ ૧૯૭), ૬. સંવર : ઉપર આપણે આમ્રવને કર્મપુદગલો માટેનું આત્માનું પ્રવેશ દ્વાર ગણાવ્યું, હવે જે દ્વાર હોય છે, તેને બંધ કરવાના દરવાજા પણ હોય છે. એ દરવાજા બંધ થાય ત્યારે બહારથી અંદર જવામાં અટકાયત, રુકાવટ થાય છે. આત્મા પોતે પોતાના મન, વચન અને કાયાના વ્યાપાર દ્વારા કર્મના પુદ્ગલોને પોતાની અંદર આવવાનું આમંત્રણ મોકલે છે, એવી જ રીતે પોતાનાં શુભ અને નિર્મળપરિણામી વ્યાપારથી કર્મના પગલોને અંદર આવતાં અટકાવી પણ શકે છે. આ રીતે કર્મનાં પુદગલો જ્યારે અંદર આવતાં, દરવાજા બંધ જોઇને અટકી જાય છે, ત્યારે કર્મ બંધાતું નથી. આ કર્મ બંધાતું અટકે તેને અને આત્માના જે વ્યાપારથી કર્મનાં પુદ્ગલો આવતાં અટકે, તે બંનેને “સંવર' કહેવામાં આવે છે. આજકાલ પંચવર્ષીય યોજનામાં જળ સિંચાઇની ભાખરાનાંગલ ડેમ જેવી જે યોજનાઓ અમલમાં આવી છે તેમાં વહેતા પાણીને એક સ્થળે અટકાવીને ત્યાં એનો જમાવ કરવામાં આવે છે. એને અટકાવવા માટે જે બાંધકામ કરવામાં આવે છે એને ડેમ (અંગ્રેજી-Dam) અથવા બંધ કહેવામાં આવે છે. આ રીતે ભેગા કરવામાં આવેલા જળસંચયને એ બંધની બીજી તરફ જવા દેવા માટે એ ડેમ (બંધ) માં વચ્ચે વચ્ચે સિમેન્ટ અને લોખંડનાં દ્વાર બનાવવામાં આવે છે. એને ખોલવાના તથા બંધ કરવાના જે દરવાજાઓ બનાવે છે એને Suice - gates-લુઈસ ગેઇટસ કહેવામાં આવે છે. જેટલા પ્રમાણમાં આ દરવાજાઓને ખોલવા હોય એટલા પ્રમાણમાં ઓછા વત્તા ખોલીને એ રીતે પાણીને ઓછા વત્તા પ્રમાણમાં બીજી તરફ જવા દેવામાં આવે છે. આત્માને આપણે કર્મના બંધનરૂપી જળાશયોનો બંધ (DAM) એવી ઉપમા આપીએ તો આમ્રવને એ બંધમાં કર્મ પુદ્ગલો રૂપી જળને આવવાની પ્રવેશ દ્વારવાળી - નહેર અને સંવરને એ પ્રવેશ દ્વારને ભીડી દેનાર બીડી દેનાર કે બંધ કરી દેનાર બારણાં કહી શકીશું. આ બારણું જેટલું વધતું-ઓછું બંધ હોય તેટલો કર્મ પ્રવાહ અંદર આવી શકે અને તદન બંધ કરી દેવાય તો કર્મ પ્રવાહ બહાર જ અટકી જાય. આ કાર્ય, પોતાના નિર્મળ અધ્યવસાયો (વ્યાપારો) થી આત્મા પોતે કરે છે અને એના ગુણસ્થાનકની શ્રેણી જેમ જેમ ઉંચે ચડતી જાય તેમ તેમ સંવર એટલે આગ્નવનિરોધ પણ વધતો જાય છે. બીજી રીતે આ સંવર દ્વારા આત્મા આમ્રવને જેમ જેમ બંધ કરતો જાય, તેમ તેમ તેનાં ગુણસ્થાનની શ્રેણી ઉચી આવતી જાય, તેનો વિકાસ (મોક્ષ માર્ગ તરફનો) વધતો જાય. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ના અનેકાંત અને સ્યાદ્વાદ માં ૭.બંધઃ સંવરથી ગેરહાજરીમાં આસ્રવ દ્વારા આત્માના પ્રદેશમાં દાખલ થયેલાં કર્મયુગલો આત્માની સાથે બંધાઈ જાય, જડાઈ જાય, એનો સ્વભાવ, સ્થિતિકાળ, રસ અને પ્રદેશપ્રમાણ નિશ્ચિત થઈ આત્મા સાથે ઓતપ્રોત બની જાય તેને બંધ તત્વ' કહે છે. કર્મની આખી જે થીયરી-કર્મશાસ્ત્ર-છે તેને આ બંધ તત્ત્વ સાથે સંબંધ છે. કર્મ સંબંધીના પ્રકરણમાં મુખ્ય જે આઠ પ્રકારના કર્મો આપણે જોયાં છે એ કર્મોનો આત્મા સાથેનો ઘનિષ્ટ સંબંધ આ ‘બંધ તત્ત્વકહેવામાં છે. આ સંબંધ “ક્ષીર-નીર-વત્' કહેવાય છે. એટલે દુધમાં પાણી જેમ એકાકાર થઈ જાય છે તેમ કર્મનું આત્માને વળગવું અને એકાકાર થઈ જવું તેને બંધ નામથી ઓળખવામાં આવે છે. અગાઉ કહેવાઈ ગયું છે તેમ, કર્મના મુખ્ય આઠ પ્રકારો ઉપરાંત પેટા વિભાગો ૧૫૮ છે અને એના પેટા-પેટા વિભાગો તો અસંખ્ય છે. કંર્મોનું જગત પણ વિરાટ. અને અનેક આશ્ચર્યોથી ભરેલું છે. - કેટલાક કર્મો પાણીના રેલાની માફક વહી જનારાં, કેટલાંક દુધની માફક ચીકાસનો અનુભવ કરાવનારાં, કેટલાક દિવેલ તેલ જેવાં દુધથી વધારે જાડાં, કેટલાક ઓછા ચીકણા ગંદર જેવાં, કેટલાક ચોટે તો ઉખડે નહિ તેવા ઉંચી જાતનાં ગુંદર જેવાં તો કેટલાક સીમેન્ટ કોંક્રીટ જેવાં જડબેસલાક હોય છે. કાયદાની અદાલતોમાં દાખલ થતા દાવાઓમાં કેટલાક સમરી સુટ્સ એટલે તુરતજ ફેસલો લાવનારા, કેટલાક સ્મોલ કૉઝ એટલે નાની રકમના અને થોડાક વધારે સમયમાં ફેંસલો મેળવનારા તથા કેટલાક લોંગ કૉઝ એટલે વર્ષો સુધી કોર્ટનાં પગથીયા ઘસાવનારા હોય છે, તેવી જ રીતે આ કર્મોમાં પણ કોઈ તુરતજ ઉદયમાં આવનારા રોકડીયા તો કોઈ લાંબા ગાળા પછી ઉદયમાં આવનારાં હોય છે. કોઈ કોઈ કર્મ અનેક જન્મો પછી પણ ઉદયમાં આવે છે. વળી કોઇ પણ કર્મનું જ્યારે બંધન થાય છે ત્યારે એ કર્મ આત્માને કેટલા કાળ પર્યત ચોટેલું રહેશે તેની સમયમર્યાદા પણ તે વખતે જ નક્કી થઈ જાય છે. કર્મ જયારે બંધાય ત્યારે તરતજ એનું ફળ-સારૂં માઠું પરિણામ-પ્રાપ્ત થાય એવું પણ બનતું નથી. એ એના નિયમ અને બંધારણ મુજબનો સમય થાય ત્યારે જ ઉદયમાં આવે છે. બીજી ખાસ સમજવા જેવી અને આપણને આશા તથા ઉત્સાહ આપે તેવી વાત એ છે કે કર્મનો ઉદયમાં આવવાનો સમય નિશ્ચિત હોય છે; પરંતુ, એને ભોગવવાનો સમય, એક નિકાચિત કર્મને બાદ કરતાં, નિશ્ચિત હોતો નથી. કર્મના Page #222 -------------------------------------------------------------------------- ________________ - આત્માનો વિકાસ કમ ૧૯ બંધન વખતે એની જે સ્થિતિમર્યાદા નિશ્ચિત થઈ હોય છે, તેમાં, આત્મા પોતાના શુભાશુભ પરિણામોવાળા મનોવ્યાપારો-અધ્યવસાયો-દ્વારા ફેરફાર પણ કરી શકે છે. લોઢાની થાળીમાં સોનાની મેખ કહો, રણપ્રદેશમાં મીઠા પાણીનું ઝરણું કહો કે ઘોર અંધકારમાં ક્યારેક ક્યારેક ચમકીને પ્રકાશ આપી જતી વિજળી કહો, તેના જેવું આ છે. આપણો સૌનો અનુભવ છે કે એક ક્ષણ વાર ચમકીને વાદળોમાં પાછી ગાયબ થઈ જતી આકાશી વિજળી જેટલો પ્રકાશ આપે છે, તેટલો પ્રકાશ સૂર્ય, ચંદ્ર અને અસંખ્ય તારાઓ ભેગા મળીને પણ નથી આપી શકતા. આ હકીકત, કર્મના બંધારણ-Constitution નું આ પ્રકરણ, પ્રત્યેક મોક્ષાર્થી આત્માને અવિરત ઉત્સાહ આપે તેવું છે. કર્મના બંધાવાના પ્રકારોમાં કોઈ શિથિલ, કોઈ મધ્યમ પ્રકારનું, કોઈ ગાઢ તો કોઈ અતિ ગાઢ હોય છે, આમાં સૌથી વધારેઅત્યંત ગાઢ-જે કર્મ હોય છે એને જૈન દાર્શનિકોએ 'નિકાચિત કર્મ' એવું નામ આપ્યું છે. આં કર્મ પ્રાય:ભોગવવું જ પડે છે, તે સિવાયના બીજાં કર્મોનો ક્ષય, આત્મા પોતાની ભાવના અને સાધનાના પર્યાપ્ત બળથી, ભોગવ્યા વિના પણ કરી શકે છે. - આપણે જોયું કે આસ્રવ નામથી ઓળખાતા મન, વચન અને કાયાના વ્યાપારથી કર્મના જે પુદ્ગલો આત્મા સાથે ક્ષીરનીરવત્ ઘનિષ્ટ સંબંધથી જોડાઈ જાય છે એને “બંધ' કહેવામાં આવે છે. આ બંધના ચાર પ્રકારો છે. આ ચાર પ્રકારો, - “(૧) પ્રકૃતિ. (૨) સ્થિતિ. (૩) અનુભાવ અને (૪) પ્રદેશ” એ નામથી • ઓળખાય છે. કર્મરૂપે પરિણમતાં ‘કર્મ પુદગલો” માં આ આત્માના જ્ઞાનાદિ ગુણો આવરવાની પ્રકૃતિઉર્ફે સ્વભાવનું બંધાવું - નક્કી થયું, અને પ્રકૃતિ બંધ' કહે છે. અનેક પ્રકારનાં પરિણામ લાવનારો આ સ્વભાવ આત્માના ગુણો રૂપી પ્રકાશ ઉપર . બિછાવવામાં આવતી કાજળઘેરી કાળી પડદીઓ જેવું કામ કરે છે અને આત્માના સ્વભાવને ઢાંકી દે છે, આવરી લે છે. એના મુખ્ય પ્રકારો આઠ હોવાથી જ કર્મના પણ મુખ્ય આઠ પ્રકારો બતાવવામાં આવ્યા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી આત્માના ગુણોને સંધવાનું અર્થાત આવરી લેવાનું કામ કરતાં આ કર્મોને “આવરણીય કર્મો કહેવામાં આવ્યાં છે. એની કાળમર્યાદા સુધી અથવા આત્માના પુરૂષાર્થથી તેમાં થતાં ફેરફારો મુજબ આ કર્મો આત્માને વળગેલાં રહે છે. કર્મ જ્યારે બંધાય છે ત્યારે તે જ વખતે એના બંધાઈ રહેવાની જે કાળમર્યાદા નિશ્ચિત થાય છે તેને "સ્થિતિ બંધ" કહે છે. કર્મના પુદ્ગલોનો સમૂહ જે ઓછા વત્તા પ્રમાણમાં વહેંચાઇને આત્માને વળગે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કરતા અનેકાંત અને સ્યાદ્વાદ વાદ છે તે પ્રમાણને “પ્રદેશ બંધ” કહેવામાં આવે છે. કર્મ બંધનના મુખ્ય કારણો પાંચ પ્રકારના ગણાવ્યાં છે. (૧) મિથ્યાત્વ. (૨) અવિરતિ. (૩) કષાય (૪) પ્રમાદ અને (૫) યોગ. આત્મભાવનાનો અભાવ, મોક્ષ વિષે અશ્રદ્ધા અને સમ્યગુ જ્ઞાનદર્શનચારિત્ર તરફની અરુચિ અને આત્માની “મિથ્યાત્વ દશા' કહે છે. પાપકર્મોથી પ્રતિજ્ઞાબદ્ધ થઈ પાછા ન ફરવું એને “અવિરતિ’ કહે છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ઇત્યાદિ વિકારોને ‘કષાય' કહેવામાં આવે છે. આદરવા યોગ્ય આચારોને ભૂલી - જવું અથવા શુભ કાર્યોમાં આળસ કરવો એને “પ્રમાદ કહે છે અને મન, વચન, તથા કાયાની જે પ્રવૃત્તિ કરવી તેને યોગ કહેવામાં આવે છે. આ બધા સંસારના હેતુઓ છે-કારણો છે. એમાંથી મુક્ત થવા માટે આત્મા જ્યારે “સંવર' દ્વારા “આગ્નવ” ને બંધ કરી દે . ત્યારે અર્થાત મુક્ત થવા માટેની પ્રવૃત્તિ શરૂ કરી દે ત્યારે આત્માનો વિકાસક્રમ શરૂ થાય છે. સાચી જ્ઞાનદૃષ્ટિથી મિથ્યાત્વ દશાનું નિવારણ થાય છે. સારા કર્મો-ધર્માચરણ કરવાથી અને પાપાચરણ બંધ કરવાથી “અવિરતિ નું નિવારણ થાય છે. રાગદ્વેષ વિગેરેમાંથી છૂટવાની પ્રવૃતિ દ્વારા “કષાયો” માંથી મુક્તિ મળે છે અને આત્માના લક્ષ્ય વિષે તથા કર્તવ્ય-અકર્તવ્ય વિષે સજાગ અને જાગ્રત રહેવાથી પ્રમાદ દૂર થાય છે. મન-વચન-કાયાના શુભ પરિણામી ઉપયોગ રૂપી યોગવડે આત્માના નિર્મળ પરિણામી સ્વભાવને જાગ્રત કરીને મોક્ષમાર્ગમાં ઉદ્યમવંત બનાવી શકાય છે. આ બધા મોક્ષના હેતુ છે. આ બધાં કર્મના બંધનો ખાળવા રૂપી “સંવર' કહેવામાં આવે છે. . કર્મનાં પુદ્ગલોની રચના, તેમનું જોડાવું (પૂરણ) અને તેમનું છૂટાં પડવું (ગલન) વિગેરેને લગતું બંધારણ એક મહાન આશ્ચર્યકારક અને અતિ વિશાળ વિષય છે. આ કર્મની થીયરીને પૂરેપૂરી સમજવામાં અનંત આનંદ અને પરમ લાભ મળે તેમ છે. એની વિશેષ માહિતી જૈન સાહિત્યમાંથી જ મળશે. ૮. નિર્જરા: સંવરમાં આપણે કર્મબંધનને રોકવાની વાત કરી. બંધ તત્વમાં આપણે આત્મા સાથેના કર્મના જોડાણની વાત કરી અને આ નિર્જરા માં બંધાયેલાં કર્મને છોડવાની વાત આવે છે. આમાં સ્વભાવ મુજબ છૂટતાં અને યોજના મુજબ છોડવામાં આવતાં કર્મોની વાત છે. કર્મમાં, સકામ કર્મ અને અકામ કર્મ એવા બે ભેદ છે, તેમ આમાં પણ સકામ નિર્જરા અને અકામ નિર્જરા એવા બે ભેદ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ આત્માનો વિકાસ ક્રમ ૨૦૧ જાણી જોઇને, હેતુપૂર્વક જે કાર્યો આપણે કરીએ છીએ તે ‘સકામ કર્મ’ કહેવાય છે અને અનાયાસે થતાં કર્મો ‘અકામ કર્મો’ કહેવાય છે. તેવી જ રીતે, બંધાયેલા જે કર્મો તેની સમયમર્યાદા પૂરી થતાં, ભોગવાઇ ગયા પછી ખરી પડે છે તેને ‘અકામ નિર્જરા’ કહે છે અને શુભ હેતુપૂર્વક તપ, જપ, વ્રત, નિયમ આદિ વ્યાપારો દ્વારા જે કર્મોનો ક્ષય કરે છે તેને ‘સકામ નિર્જરા’ કહેવામાં આવે છે. : અંગ્રેજીમાં ‘Prevention is better than cure’ એવું એક વાક્ય છે.એનો અર્થ થાય છે ઃ ‘ઉપચાર કરતાં અટકાયત વધારે સારી છે.’ શરીરની તંદુરસ્તીના સંબંધમાં આ ઉપદેશ આપવામાં આવ્યો છે. માંદા પડીને પછી દવા વગેરે ઉપચાર કરીને સાજા થવું એના કરતાં બિમારીને આવતી જ અટકાવવી એ વધારે સારી સ્થિતિ છે. એવી જ રીતે, કર્મોને બાંધવા અને પછી સકામ નિર્જરા દ્વારા ક્ષય (નાશ) કરવો એના કરતાં. ‘સંવર’ દ્વારા એને બંધાતાં જ અટકાવવા ઘણો વધારે સારો અને ઉત્તમ માર્ગ છે. છતાં અજ્ઞાનતાવશ બંધાઈ ચૂક્યા છે એવાં કર્મને પણ ભોગવવા પર છોડવા કરતાં સકામ નિર્જરાથી એનો વહેલો અને સંગીન ક્ષય કરવો એ પણ એટલો જ જરૂરી માર્ગ છે. આ આત્માની પોતાની શક્તિની મર્યાદાની અંદરનો વિષય છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું ઉત્તમોત્તમ સાધન છે. ૯. મોક્ષ નવ તત્ત્વોમાંનું છેલ્લું અને નવમું તત્ત્વ તે ‘મોક્ષ તત્ત્વ છે. આત્માને બાંધીને બેઠેલા તમામ કર્મોનો ક્ષય એનું નામ ‘મોક્ષ’. પરમ આનંદ અને પરમ સુખની આ સ્થિતિ છે. જન્મમરણના ફેરા ટળી જાય છે અને અનંત સુખનો ભોક્તા બની ગયેલો આત્મા આ મોક્ષ તત્ત્વને પ્રાપ્ત કર્યા પછી તેની અનંત અનંત લાખો કરોડો વર્ષોની અને અનંત દુઃખોની ઘટમાળ સમી સંસાર યાત્રામાંથી મુક્ત થાય છે. આત્મા તેના વિકાસક્રમની ઉચ્ચ શ્રેણી પર, ઉચ્ચતમ ભૂમિકા પર જ્યારે પહોંચે ત્યારે તેનાં આઠે કર્મોનો નાશ થાય છે. પ્રથમ ચાર ઘાતી કર્મોના ક્ષયથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પછી ચાર અઘાતી કર્મોનો નાશ (ક્ષય) કરીને તે સિદ્ધત્વનેમોક્ષને પામે છે. સંસારના ગુરૂત્વાકર્ષણમાંથી તે છૂટે છે અને અનંત અવકાશના અગ્રસ્થાને સ્વસ્થાન પ્રાપ્ત કરીને તે ચિરંજીવ સ્થિરતાને પામે છે. ભોગોપભોગની મનુષ્યની આસક્તિમાં ‘સ્ત્રી’ મોટે ભાગે અગ્રસ્થાને રહી છે. આત્માના આ ભોગસ્વભાવને લક્ષ્યમાં લઇને કોઇ કોઇ ધર્મપંથોએ આત્માની અંતિમ મકસદ તરીકેની મુક્તિને ‘પ્રિયતમા’ નામથી ઓળખાવી છે. પશ્ચિમ એશિયામાં જે સુફીવાદ નામથી ઓળખાતો પંથ છે તે મુક્તિને ‘માશુક’ માને છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ રામના અનેકાંત અને સ્યાદ્વાદ પણ આપણે ત્યાં પણ કૃષ્ણના અનુયાયી વર્ગમાં કૃષ્ણની સખી ‘રાધા' ને ભજવાનો એક રાધાસ્વામી' અને બીજો “શ્રી રાધે’ પંથ છે. પોતાની ઈચ્છિત પ્રિયતમાને પ્રાપ્ત કરવા માટે ભગીરથ પુરૂષાર્થ કરવાનો પુરૂષનો સ્વભાવ છે, એને લક્ષ્યમાં લઈને આવા કોઈ કોઈ પંથોના સ્થાપકોએ મુક્તિને “માશુક અથવા પ્રિયતમા બતાવી છે. લયલા-મજનુ અને શીરી-ફરહાદની જે પ્રેમ-કથાઓ છે તે આવા અનન્ય પ્રેમની પ્રતિપાદક છે. જૈન ધર્મમાં પણ આત્માની અંતિમ મુક્તિને ‘શિવરમણી', “મોક્ષ લલના વિગેરે નામો આપવામાં આવ્યાં છે. પ્રત્યેક જૈન આત્માની આરાધ્ય દેવી તે આ મુક્તિ' જ છે. પ્રત્યેક મનુષ્યની આરાધ્ય દેવી પણ એ જ હોવી જોઇએ. આરાધ્ય દેવી “મુક્તિ રમણી” ઉપરનો પ્રેમ જેટલો ઉત્કટ તેટલો તેને પ્રાપ્ત કરવા માટેનો પુરૂષાર્થ પણ જલદ. કર્મબંધનાં કારણોના અભાવ (સંવર)થી અને કર્મક્ષય (નિર્જરા)થી રહ્યાં સહ્યાં . કર્મોનો નાશ કરતાં જ મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષમાં જ્યારે આત્મા જાય છે અને પોતાના હક્કનું સ્થાન મેળવે છે, ત્યારે શરીર, ઈન્દ્રિયો અને મનરૂપી કર્મવ્યાપારના કોઈ કારણો તેની સાથે હોતાં નથી. એનું જે શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે. જે પરમાત્મા સ્વરૂપ છે તે જ ત્યાં રહે છે. જે મહાત્માઓ મોક્ષ પ્રાપ્ત કરીને પરમાત્મા બને છે, તેઓમાં સિદ્ધ અને તીર્થકર (અરિહંત) એવા બે ભેદ છે. સિદ્ધ પરમાત્મા પોતાના આઠે કર્મોનો ક્ષય કરીને મોક્ષને પામે છે અને અરિહંત પરમાત્મા પ્રથમ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તીર્થકર બને છે, અને બાકીના ચાર અઘાતી કર્મોનો ક્ષય થઈ મોક્ષમાં જવાનું થાય તે પહેલાં થોડો સમય આ વિશ્વમાં, આ જગતના જીવોને સાચો માર્ગ બતાવવાનો અસાધારણ લોકોત્તર ઉપકાર કરે છે. એવા પરમ ઉપકારક શ્રી તીર્થંકર પરમાત્માને વંદન કરીને આપણે હવે, વિકાસક્રમની જે શ્રેણી દ્વારા તેઓ મોક્ષ પામ્યા અને આપણને માર્ગ બતાવતા ગયા, તે ચૌદ ગુણસ્થાનકને સંક્ષિપ્તમાં સમજી લઇએ. (૧) મિથ્યાત્વ ગુણસ્થાનઃ આત્માના વિકાસક્રમની આ પ્રથમ શ્રેણી છે. સમ્યગુ દષ્ટિ જેમને પ્રાપ્ત નથી થઈ, આત્મકલ્યાણના સત્ય માર્ગની અને એને લગતાં સાચા સાધનોની જેમને સમજણ નથી અને જેઓ અનેક પ્રકારના અજ્ઞાન તથા ભ્રમ લઈને ફરતા હોય એ બધા આત્માઓની ગુણવત્તા અંગેની આ પ્રથમ કક્ષા છે. આ ગુણસ્થાનકમાં, લૌકિક નજરે ઉચ્ચ કોટિના આત્માઓ મનાય છે તેવા સાધુસંતોનો સમાવેશ પણ થાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ મને આત્માનો વિકાસ ક્રમ નામ ર૦૩ આત્મા, કર્મ, ધર્મ અને મોક્ષમાર્ગ અંગે ઉચી સમજણ લઈને ફરનારાઓ પણ આ સ્થાન આગળ આવીને અટકેલા હોય છે. દાખલા તરીકે કોઇ દેવી ભક્ત યજ્ઞો કરાવતો હોય, હિંસાદિક આચરણો કરતો હોય અને છતાં ‘ભગત' કહેવાતો હોય તો તેનું સ્થાન આ પહેલી ભૂમિ ઉપર જ છે, એ જ રીતે આત્મસાધના કરતો સાધક પણ જો સત્ય માર્ગ ઉપર ના હોય તો તેની ભૂમિકા પણ આ ‘મિથ્યાત્વ ગુણસ્થાનક માં જ હોય છે. મોટા મોટા પંડિતો, સાધકો, તપસ્વીઓ અને ધનવાન દાતાઓ પણ આ શ્રેણીમાં હોય છે. સામાન્ય રીતે કહીએ તો થોડાક ભાગ્યશાળીઓને બાદ કરતાં, લગભગ બધા આજે આ ગુણશ્રેણીની આ પ્રાથમિક ભૂમિકા પર જ છે. આમ છતાં, આ ગુણસ્થાનક પર આપણે જો ગુણ લઈ આવીને ઉભા છીએ તો એ પણ આપણી એક પ્રાથમિક સિદ્ધિ જ છે; કેમકે “મૈત્રીલક્ષણા મિત્રા દૃષ્ટિ” પ્રાપ્ત કરીને આ પ્રથમ ગુણસ્થાનક ઉપર આવ્યા છીએ. આ મિત્રા: દૃષ્ટિ, આત્માને પ્રાપ્ત થતી આઠ દૃષ્ટિઓમાંની પ્રથમ સિદ્ધિ છે, આત્મામાં ચિત્તની મૃદુતા, તત્ત્વ પ્રત્યે અદ્દેષ વૃત્તિ, અનુકમ્પા, અંશે પણ અહિંસા, સત્ય આદિ અનેક કલ્યાણદાયક સાધનોની વાંછના જેવા પ્રાથમિક સદ્ગણો આ ‘મિત્રા દૃષ્ટિ થી પ્રગટેલા હોય છે; આ દષ્ટિ પ્રાપ્ત થવાના ફળ સ્વરૂપ આત્મા આ પ્રથમ ગુણસ્થાનકમાં આવીને પ્રવૃત્તિ કરે છે; પરંતુ સમ્ય દૃષ્ટિથી તે જયાં સુધી વંચિત હોય છે, અરે! મિથ્યાદષ્ટિ છોડતો નથી ત્યાં સુધી તેની કક્ષા આગળ વધતી નથી, અનેક પ્રકારના ભ્રમ અને સંભ્રમથી ભરેલી પ્રવૃત્તિઓ તે કરતો રહે છે. ભૌતિક ક્ષેત્રમાં તે વિવિધ પ્રકારની સિદ્ધિઓ મેળવતો રહે છે અને મિત્રા દૃષ્ટિથી પ્રાપ્ત થએલા સદ્ગણોનો તે ઉપયોગ પણ કરતો રહે છે. પરંતુ જયાં સુધી “સમ્યમ્ દર્શન’ તેને પ્રાપ્ત થતું નથી, કે મિથ્યાદર્શન મૂકાતું નથી ત્યાં સુધી આ પ્રથમ ગુણસ્થાનકના સ્ટેશનેથી તેની ગાડી છૂટતી નથી. આ મિથ્યાત્વ ગુણસ્થાનકને આપણે “સંભ્રમ સદન” એ નામ આપી શકીએ. આ પ્રથમ ગુણસ્થાનકથી આગળ વધવા માટે “સમ્યક્ત એક સાધન છે. એ સાધનની પ્રાપ્તિ માટે અનેકાંત દૃષ્ટિની અને સ્યાદ્વાદ તત્ત્વવિજ્ઞાનની સહાયતા મેળવવાની પ્રવૃત્તિ ઉપકારક નીવડે છે, (૨) સાસ્વાદન ગુણસ્થાન : જો સમ્યમ્ દષ્ટિ પ્રાપ્ત કરવામાં આવે તો પછી પ્રથમ ગુણસ્થાનકેથી ચોથા ગુણસ્થાનકે જવાની આત્માની વિકાસયાત્રા તો શરૂ થઈ જાય છે. પરંતુ આ વિકાસ યાત્રા ઉર્ધ્વગામી-પર્વતની ટોચ તરફ ગતિ કરનારી-હોવાથી કદાય માર્ગમાં અટકી જઈ લપસીને થોડાક નીચે સરકી બીજા સાસ્વાદન ગુણસ્થાનકે આવવાનું બને છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અનેકાંત અને સ્યાદ્વાદ , આ માટે જવાબદાર રાગ-દ્વેષની ઉગ્ર પ્રવૃત્તિ હોય છે. આ ગુણસ્થાનક ચોથે ગુણસ્થાનકે પહોંચ્યા પછી પાછા પડતી વખતનું ગુણસ્થાનક છે અને થોડા સમય માટેનું ગણાય છે. માણસ એક સુંદર નાજુક વસ્તુ લઈ આવે છે, પરંતુ ક્રોધ, મોહ ઇત્યાદિ કષાયોને કારણે એ વસ્તુને તોડી ફોડી નાંખે છે કે ફેંકી પણ દે છે. એ જ રીતે સમ્યગુ દષ્ટિ રૂપી સુંદર સીડી પ્રાપ્ત કર્યા પછી અનંતાનુબંધી (ચિકણા) કષાયોનો ઉદય થતાં તેનામાં શિથિલતા આવે છે અને આડે માર્ગે યા ઉંધે માર્ગે ચાલીને પાછો મિથ્યાત્વ'', દશા તરફ તે પડવા માંડે છે. આ બીજું ગુણસ્થાનક ભારે અસ્થિર હોઈ ઉપરથી પડતાં ત્યાં રોકાવાની પ્રક્રિયા લાંબી ટકતી નથી એટલી આ કક્ષા પર પતન અવસ્થા , ઝડપભેર ચાલતી હોય છે. પરંતુ એક વખત સમ્યમ્ દષ્ટિ આત્માને પ્રાપ્ત થઈ ચૂકેલી. ફરીથી તે જાગ્રત થવામાં કોઈ સંશય નથી. આ ગુણસ્થાનકને આપણે “અવનત સદન' નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. પાછા આગળ વધવાનો માર્ગ સમ્યમ્ દષ્ટિ જાગ્રત કરવાનો છે. પરંતુ તે અહીંની પતન-અવસ્થામાં શક્ય નથી. એ તો અલ્પકાળમાં મિથ્યાભાવમાં એટલે કે પ્રથમ ગુણસ્થાનકે જઈ પડે છે. હવે જો તે મિથ્યાભાવને દબાવી શકે તો પ્રયત્ન જાગૃતિપૂર્વક તેની ગાડી આ બીજું જંકશન કર્યા વિના જ આગળ વધે છે. જો ના દબાવી શકે અને મિથ્યાભાવસહિત તીવ્ર રાગદ્વેષમાં અટવાઈ પડે તો તે પ્રથમ ગુણસ્થાનક ઉપર જ હાલતો રહે છે. (૩) મિશ્ર ગુણસ્થાનઃ પ્રથમ બે ગુણસ્થાનક કરતાં આ ચઢિયાતી કક્ષા હોવા છતાં આ એક વિચિત્ર અવસ્થા છે. મિથ્યાત્વ અને સમ્યકત્વ વચ્ચે હિંચકા ખાતી આત્માના વિકાસક્રમની આ મિશ્ર અવસ્થા છે. એક માંસાહારી માણસ માંસાહારનો ત્યાગ કરીને શાકાહારી બને છે. તે પછી એક એવા ભોજનગૃહમાં તે જાય છે જયાં બંને પ્રકારનાં ભોજનો બનતાં અને પીરસાતાં હોય છે. તે વખતે તેની પુરાણી રુચિ જાગ્રત થતા એનું મન બીજી તરફ ખેંચાય છે અને એનો નિયમ એને શાકાહાર તરફ ખેંચી રાખે છે. એના જેવી આ સ્થિતિ છે. તત્ત્વ વિષે રુચિ પણ નહિ અને અરુચિ પણ નહિ એવા સમ્યગુ અને મિથ્યાત્વ, એ બંનેના મિશ્રણ રૂપ આત્માનો આ કટોકટી દર્શાવતો અધ્યવસાય છે. “આ સાચું કે તે સાચું' એવી ગડમથલમાં પડીને બે હાથમાં બંનેને રાખી મૂકતાં મંથનકાળની આ અવસ્થા છે. અંતે તે બેમાંથી એક છૂટી જાય છે. જો મિથ્યા છૂટી જાય તો સમ્યમ્ Page #228 -------------------------------------------------------------------------- ________________ આ આત્માનો વિકાસ ક્રમ નામ ર૦૫ માર્ગ તરફની વિકાસ યાત્રા આગળ વધે છે. જો સમ્યગુ છૂટી જાય તો પાછો તે નીચે પટકાઈ પડે છે અને તેની બધી મહેનત ઉપર પાણી ફરી વળતાં તે પાછો હતો ત્યાં આવી જાય છે. આ ગુણસ્થાનકની મંથનાત્મક અવસ્થા થોડા વખત માટે હોય છે. આ ગુણસ્થાનકને આપણે “મંથન સદન' નામથી ઓળખી શકીએ. આ મંથનમાંથી મુક્ત થઇને વિકાસ યાત્રાને ઉર્ધ્વગામી બનાવવાનું સાધન ‘વિવેક' ઉર્ફે સારાસારની દઢ સમજણ છે. આ મંથનકાળ દરમિયાન વિવેક બુદ્ધિનો યથાર્થ ઉપયોગ આત્મા કરે, તો તે નીચે પડ્યામાંથી બચી જાય છે. શાસ્ત્રો અહિં મિશ્રભાવ સમજાવવા નાળિયેરી દ્વીપના મનુષ્યનું દષ્ટાન્ત આપે છે. એ અન્નને જાણતો જ નથી તેથી એને અન્ન પ્રત્યે રુચિ કે અરુચિ કશું નથી. એથી અહીં સમ્યફ તત્ત્વ પ્રત્યે રુચિ, અરુચિ કશું નથી. (૪) અવિરતિ સમ્યમ્ દેષ્ટિ ગુણસ્થાનઃ સમય દર્શનની પ્રાપ્તિ થઈ જાય, નિશ્ચયથી સત્ય માર્ગ ઉપર દૃષ્ટિ સ્થિર થાય અને છતાં પણ ભૌતિક સુખના આકર્ષણથી માણસ પાપાચરણમાંથી મુક્ત ના થઈ શકે, સ્વાર્થવિવશ થઈ પાપકર્મો કરતો રહે તે આ “અવિરતિ સમ્યગુ દષ્ટિ છે. આ કક્ષા ઉપર આત્માની આંતરિક અવસ્થા “સમ્યમ્ દષ્ટિ હોવા છતાં બહારથી ‘મિથ્યા દષ્ટિ જેવા હિંસાદિ કર્મો તે કરતો રહે છે. આમ છતાં મિથ્યાત્વ અને સમ્યક્તમાં જે ભેદ છે તે ભેદ તો અહિં રહે જ છે. • મિથ્યા દૃષ્ટિમાં કેવળ સ્વાર્થ અને ભૌતિક સુખપ્રાપ્તિ ઉપર જ દૃષ્ટિ હોય છે અને એ રીતે આચરવામાં આવતાં દુષ્કૃત્યો પ્રત્યે એવા માણસને સદ્ભાવ હોય છે. એતાનાં અપકૃત્યોનો પશ્ચાત્તાપ કરવાને બદલે, મિથ્યાષ્ટિ આત્મા એની પ્રશંસા કરતો હોય છે, અનુમોદના કરતો હોય છે અને તેવી રીતે સિદ્ધિઓથી ફુલાતો હોય છે. . . સમ્યગ્ દષ્ટિ આત્મા આસક્તિવશાત્ વિવશ બનીને દુષ્કૃત્યો કરે છે ખરો પણ એ માટેનો ડંખ એને રહે છે, તે પશ્ચાત્તાપ કરતો રહે છે અને એમાંથી છૂટવા માટે તે પ્રયત્નશીલ રહે છે. મિથ્થા દૃષ્ટિને પુણ્ય-પાપનો ભેદ સમજાતો નથી જયારે સમ્ય દૃષ્ટિ આત્મા આ ભેદ સમજે છે અને ન કરવા યોગ્ય કર્મો કરતો હોવા છતાં તે તેમાંથી પ્રતિક્રમણ' કરવા-પાછો ફરવા-ઉદ્યમશીલ અને જાગ્રત રહે છે. એક જ પ્રકારનાં કર્મો કરતા હોવા છતાં મિથ્યાષ્ટિ અને સમ્યષ્ટીમાં મહત્વો ભેદ છે. સભ્ય દૃષ્ટિ આત્મામાં સાત્વિકતા પ્રગટ થયેલી હોય છે જયારે મિથ્યાષ્ટિ આત્મા ક્યારેક સત્કાર્યો કરતો હોવા છતાં એની સ્થિતિ તામસિક હોય છે. સમ્યગુ દૃષ્ટિ પર નિશ્ચયાત્મક સ્થિરતા થઈ ગઈ હોવાથી સમ્ય દષ્ટિ આત્માને આ Page #229 -------------------------------------------------------------------------- ________________ (૨૦) અનેાંત અને સ્યાદ્વાદ અવિરતિમાંથી છૂટીને વિરતિમાં પ્રયત્નશીલ થવાની ઝંખના જીવંત અને જવલંત હોય છે. પાપકર્મમાંથી વિરત (મુક્ત) થવું એનું નામ ‘વિરતિ’ અને પાપાચરણથી વિરત ન થવું તેનું નામ ‘અવિરતિ.’ આ પારિભાષિક શબ્દો છે. આ ગુણસ્થાનકમાં સમ્યક્ દૃષ્ટિ હોવા છતાં ‘અવિરતિ’ (અશુભ આચરણોની પ્રવૃત્તિ પણ) રહે છે એટલે એને ‘અવિરત સમ્યગ્ દિષ્ટ’ નામ આપ્યું. આ કક્ષા આત્મવિકાસની મૂળ આધારભૂત હોવાથી આપણે એને ‘વિકાસ સદન’ એવું નામ આપીશું તો તે લગભગ બરાબર કહેવાશે. આ સ્થાનકમાંથી આગળ વધવાનો ઉપાય ‘અણુવ્રત પાલન’છે. શ્રી નવકાર મંત્રની નિષ્ઠા અને રટણ અહીં ખૂબ ખૂબ ઉપયોગી નીવડે છે. પ્રાથમિક ભૂમિકાવાળા તમામ આત્માઓનું ક્રમિક લક્ષ્યસ્થાન (coveted place) આ ચતુર્થ ગુણસ્થાનક છે અને તે આત્માના વિકાસક્રમની નિશ્ચિત એક આશાસ્પદ ભૂમિકા છે. (૫) દેશવિરતિ ગુણસ્થાન ઃ જૈન તત્ત્વવેત્તાઓએ આત્મ વિકાસના અમૂલ્ય સાધનો સમા બે પ્રકારના માર્ગ બતાવ્યા છે. એક દેશિવરતિ અને બીજો સર્વવિરતિ. અલબત્ત, દેશવિરતિમાંથી સર્વવિરતિ માર્ગે તો આવવું જ પડે છે. આમાં ‘દેશવિરતિ’ માર્ગ સંસારમાં રહેલા ગૃહસ્થોનો અનુસરવા માટેનો છે અને બીજો ‘સર્વવિરતિ’ માર્ગ વૈરાગ્ય પામી સાધુ થનારા ત્યાગીવર્ગને અનુસરવા માટેનો છે. સંસારમાં રહેનારાઓની મર્યાદાને લક્ષ્યમાં લઇને સંસારી આત્માઓ જેનું નિર્વિઘ્ને પાલન કરી શકે તેવી, ત્યાગમાર્ગીઓની અપેક્ષાએ કેટલીક છુટછાટોવાળો આ ‘દેશવિરતિ’ માર્ગ છે. આમાં ત્રસની હિંસાનો ત્યાગ વગેરે ૫ સ્કૂલ વ્રતો-અણુવ્રતો, તથા ૩ ગુણ વ્રત અને ૪ શિક્ષાવ્રત, એમ બાર વ્રતની પ્રક્રિયા છે. આ માર્ગનું અનુસરણ કરતા સંસારીજનો પાપયોગથી સર્વથા વિમુખ બની શકતા નથી; પરંતુ અંશતઃ પાપવિમુખતા અને પુણ્ય સન્મુખતા તેમને અવશ્ય લબ્ધ બને છે. આ દેશવિરતિ અને સર્વવિરતિની પૂરેપૂરી સમજણ માટે, શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા શ્રાવક-ધર્મ અને સાધુ-ધર્મ અંગે માહિતી મેળવી લેવી. આ પંચમ ગુણસ્થાનકે આવેલો આ આત્મા વીતરાગતાથી ઘણો દૂર હોવા છતાં, અંશતઃ વીતરાગતાનો માનસિક અનુભવ કરી શકે છે અને એ દૃષ્ટિએ આત્માના વિકાસક્રમની આ એક સુભગ અવસ્થા છે. આ દેશવિરતિ ધર્મનું પાલન કરતો કરતો આત્મા સર્વવિરતિ માટે રુચિમાન અને ઈચ્છાવાળો બને છે અને એક વિશિષ્ટ પ્રકારની ઉત્થાનવાંછનાનો અધિકારી બને છે. આ ગુણસ્થાનકને આપણે ‘ઉત્થાન સદન’ નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. આ પંચમ ગુણસ્થાનકથી આગળ વધવાનો માર્ગ ‘સર્વવિરતિ’ Page #230 -------------------------------------------------------------------------- ________________ એક આત્માનો વિકાસ કમ ર૦ ધર્મની આરાધના કરવાનો છે. (૬) પ્રમત્ત ગુણસ્થાન: દેશવિરતિ ધર્મની આરાધના કરતો કરતો આત્મા જયારે “સર્વવિરતિ’ મહાવ્રતાત્મક સાધુત્વને સ્થાને આવે છે ત્યારે તે આ છઠ્ઠા ગુણસ્થાનક પર આવી ગયો હોય છે. ત્યાં એને જીવન ભર માટે સૂક્ષ્મ પણ હિંસા-અસત્ય વગેરેના ત્રિવિધ ત્રિવિધ ત્યાગની ભીખ પ્રતિજ્ઞા હોય છે. પરંતુ, આ ગુણસ્થાનક પર પહોંચ્યા પછી આત્માને અલ્પ પ્રમાદદશા નડી જાય છે, તે ક્યારેક આળસુ તથા વિકથાવશ, વિસ્મૃતિવશ વગેરે બની જાય છે. ત્યાં સમભાવની સચોટ આત્મજાગૃતિમાં કંઈક ભંગ પડે છે. સર્વવિરતિ ધર્મના આરાધકની ઉત્કૃષ્ટ અવસ્થા પામવા છતાં, ખોટી આતુરતા યા બિનસાવધાનીના પ્રતાપે તે સાધકમાં સહેજે પ્રમાદવશતા પ્રગટે છે. મંદ પ્રકારના કષાયને અહીં ‘પ્રમાદ' ગણવામાં આવતો નથી. પરંતુ જયારે સહેજ પણ આત્મલક્ષચૂકાય છે ત્યારે તેને “પ્રમાદ' ગણવામાં આવે છે. - સાધુજીવનમાં પણ આ પ્રમાદ વશ બનવું એ અનાદિ સુસંસ્કારવશ સહજ છે એટલે આ કક્ષાનું પ્રમત્ત ગુણસ્થાનક' કહે છે. આમ છતાં સાધુ પોતાના આચારો પ્રત્યે સ્વજાગૃતિ અને ગુરૂ નિયંત્રણથી ચેતના અનુભવતો હોવાથી આ પ્રમત્ત અવસ્થામાંથી મુક્ત બનવાની પાત્રતા ધરાવતો હોય છે અને એ સ્થિતિમાંથી આગળ વધે પણ છે, અપ્રમત્ત બને છે. પરંતુ તે બહુ નાજુક અવસ્થા હોવાથી ત્યાંથી પાછો અહીં પ્રમત્ત અવસ્થામાં આવી પડે છે. અપ્રમત્તથી પણ આગળ વધવાની શક્યતા હોય છે, પરંતુ તે તો દરેક વિરલ જ સાધી શકે છે. છતાં પ્રમત્ત ગુણસ્થાનકે આત્મા 'દર્શન-જ્ઞાન-ચારિત્રમાં ઝીલતો રહેવાથી લગભગ આત્મારામ બન્યો હોય છે. તેથી આ ગુણ-સ્થાનકને આપણે “આરામ સદન' નામથી ઓળખીએ તો તે લગભગ બરાબર ગણાશે. આરામ સદનમાંથી ઉપરના સદનમાં જવાનું સાધન વિશેષ જાગૃતિમાન બની પ્રમાદને નિશ્ચયપૂર્વક ત્યાગ કરવો, તે છે. . વિશ્વની વર્તમાન સાધુ સંસ્થાઓમાં જૈન સાધુ સંસ્થાને સર્વોત્તમ સાધક મંડળ નિઃશંક માનવામાં આવે છે. જે કઠીન આચાર અને કઠોર તપશ્ચર્યાઓ જૈન સાધુઓના નિત્ય જીવન સમા હોય છે, તેની સરખામણી કરી શકાય એવી બીજી કોઈ પણ વ્યવસ્થિત સાધુ સંસ્થા વિશ્વભરમાં નથી. (૭) અપ્રમત્ત ગુણસ્થાનકઃ પ્રમાદદશાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરીને અપ્રમાદ કર્તવ્યપરાયણતામાં પ્રવર્તમાન બનતો આત્મા આ સાતમાં “અપ્રમત્ત ગુણસ્થાનક' ની ઉપકારક કક્ષાને પ્રાપ્ત કરે છે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ ગુણસ્થાનકમાં આવ્યા પછી અહીં Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અનેકાંત અને સ્વાસ્વાદ ગામ, સ્થિર નથી રહેવાતું. કાં તો ઉપરના ગુણસ્થાનકે ઝડપી પ્રયાણ થાય છે, અથવા બહુધા પ્રમાદવશતા આવી જતાં સાધક “આરામ સદન' માં પાછો નીચે ઉતરી જાય છે, અને વળી પાછો કર્તવ્યપરાયણતાના દોરડાને ગ્રહણ કરીને અપ્રમત્ત દશામાં ફરીથી આવી પહોંચે છે. પ્રમાદ અને અપ્રમાદ વચ્ચેની આ ખેંચતાણમાં ઝોલાં ખાતો એ સાધક અપ્રમત્તતાને જ્યારે પાકી બનાવે છે અને અપૂર્વ વિર્ષોલ્લાસ પ્રગટ કરે છે ત્યારે ત્યાંથી આગળ વધવાનો માર્ગ અને ખુલ્લો થાય છે. આ ગુણસ્થાનકમાં અપ્રમત્તપણે સંયમ યોગમાં ખૂબ જ જાગૃત રહેવાની મહેનત સાધકને કરવી પડતી હોઈ આપણે એને “યોગ સદન' નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક અપ્રમત્ત રહીને ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતો પાળતો સાધક ચારિત્રમોહનીય, કર્મને ક્ષય યા ઉપશમ કરવાના અપૂર્વ અધ્યવસાયને પામે છે ત્યારે અગાઉ નહિ પ્રાપ્ત થએલી એવી અપૂર્વ ભૂમિકા તેને સાંપડી જાય છે. આત્મિક ઉત્થાનકાળનો આ વિશિષ્ટ ભાવોત્કર્ષ છે. અહીં એણે કર્મોના સ્થિતિ-રસનો અપૂર્વ ઘાત, અપૂર્વ સંક્રમણ, અપૂર્વ સ્થિતિબંધ અને કર્મના ઉપશમ યા ક્ષય માટે એની અપૂર્વ રચના (ગુણશ્રેણી) આ પાંચ અપૂર્વ કરવાના હોય છે, તેથી એને અપૂર્વકરણ ગુણસ્થાનક જૈનાગમો કહે છે. આ ગુણસ્થાનકને આપણે “અપૂર્વ સદન' નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. (૯) અનિવૃત્તિકરણ ગુણસ્થાનક ચારિત્ર મોહનનીય કર્મનો ક્ષય ઊપશમ કરતાં કરતાં જે અપૂર્વ અનુભવ સાધકને પ્રાપ્ત થાય છે, તે, તેને આ નવમાં ગુણસ્થાનકમાં લાવી મૂકે છે. સર્વ સમાન શ્રેણિના આત્માઓ સાથેનો સમાનતા ભાવ અહીં પૂર્ણ કળાએ ખીલે છે અને સાધકને અપૂર્વકરણના વિશિષ્ટ ફળનો નિર્મળ અનુભવ કરાવે છે. આ ગુણસ્થાનકને આપણે “અનુભવ સદન” નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. વિતરાગની ઝાંખી થવાની શરૂઆત આ ગુણસ્થાનકમાં થાય છે. (૧૦) સૂમસંપરાય ગુણસ્થાનકઃ મોહનીય કર્મનો ઉપશમ યા ક્ષય થતાં થતાં તે પછી ફક્ત એક લોભ (રાગ) નો સૂક્ષ્મ અંશ બાકી રહી જાય છે. આ સ્થિતિને “સૂક્ષ્મ સંપરાય” ગુણસ્થાનક કહેવામાં આવે છે. આ ગુણસ્થાનકમાં સાધક વીતરાગની ઘણી નજીક આવી જાય છે અને પ્રયત્નશીલ જાગ્રત દશાની પુષ્ટિ કરતો કરતો પરમાત્મપદ પામવાની લગભગ Page #232 -------------------------------------------------------------------------- ________________ - આત્માનો વિકાસ ક્રમ કમી કર૦૯ પાડોશમાં આવી ઊભો રહી જાય છે. વીતરાગ અવસ્થાની આ અપેક્ષિત ‘મિત્ર અવસ્થા છે, એટલે એને આપણે “મિત્રસદન' નામથી ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. (૧૧) ઉપશાંતમોહ ગુણસ્થાનકઃ આ એક વિશિષ્ટ પ્રકારનું ગુણસ્થાનક છે. સાતમાથી દસમા ગુણસ્થાનક સુધી સૂક્ષ્મ રાગદ્વેષાદિ સાધકમાં રહેલાં હોય છે. આઠમે અપૂર્વકરણ કરી નવમા અને દસમામાં સાધક “ઉપશમ યા ‘ક્ષય' ની પ્રવૃત્તિ કરે છે. તેમાં જો ઉપશમની ક્રિયા ચાલુ કરી હોય તો તે દશમાં ગુણસ્થાનકે પૂર્ણ થતાં આત્મા આ ગુણસ્થાનકે આવે છે. અહીં મોહ સર્વથા ઉપશાંત હોઇ એને “ઉપશાંત મોહ કહે છે. આ ઉપશમ’ અને ‘ક્ષય” નો અર્થ આપણે બરાબર સમજી લઈએ. ‘ઉપશમ' એટલે બાહ્ય ઉપચારો દ્વારા રોગને શાંત કરવો તે અને “ક્ષય' એટલે રોગને મૂળમાંથી કાઢવો તે. ડૉક્ટર જ્યારે કોઈ પીડાને કામચલાઉ દૂર કરવા માટે (Temperory relief આપવા માટે) જે ઔષધ આપે છે તેનાથી તે પીડા તત્કાળ પૂરતી દૂર થાય છે એને રોગનો ઉપશમ કહેવાય પરંતુ, એ રોગ પાછો ફરીથી ઉથલો મારે તેવો સંભવ ટાળવો હોય તો તે કામચલાઉ ઉપચારથી શક્ય બનતું નથી. અગ્નિને શાંત પાડવા માટે બે પ્રકારના ઉપાયો લઇએ છીએ. એક તો તેની ઉપર રાખ વાળી દઇએ છીએ. આ રાખ ઢાંકી દેવાથી અગ્નિને પ્રજવલિત થવા માટે વાયુ રૂપી સાધન અપ્રાપ્ય બનતાં ધીમે ધીમે તે અગ્નિ શાંત પડી જાય છે; ઠરી જાય છે, પરંતુ પવનનો એકાદો ઝપાટો આવતાં અથવા બીજા કોઈ કારણે જો રાખ ઉડી જાય તો તેનું જવલન પાછું શરૂ થઈ જાય છે. અગ્નિને આ રીતે શાંત કરવાના માર્ગને “ઉપશમ કહે છે. આ ઉપશમમાં જેમ અગ્નિને પુનર્જીવિત થવાની શક્યતા રહેલી છે, તેમ કર્મનો ઉપશમ જયારે કર્યો હોય ત્યારે તેના ફરીથી ભભૂકી ઉઠવાની શક્યતા ગુપ્ત રીતે ઘર કરીને બેઠેલી જ હોય છે. એને બદલે, અગ્નિને પાણી વડે જો ઠારી નાખવામાં આવે તો પછી તેનું ફરીથી ઉદ્દીપન થતું નથી. આ રીતે જે પરિણામ લાવવામાં આવ્યું તે “ઉપશમ' દ્વારા નહિ, પણ “ક્ષય” દ્વારા લાવી શકાયું. એ જ રીતે, જે કર્મોનો ક્ષય કરવામાં આવે છે, તે ફરી પાછાં ઉદયમાં આવતાં નથી. એટલે, સાધક જો તેવું અપૂર્વકરણ કરી, ઉપર ઉપર સંબંધિત કર્મોનો ક્ષય કરતો કરતો આગળ વધ્યો હોય તો તો ખાસ કંઈ ચિંતાનું કારણ રહેતું નથી. પરંતુ જો કર્મનો ઉપશમ કરતો કરતો આગળ વધ્યો હોય, તો ભારેલા અગ્નિ જેવા કર્મોની લીલા દ્વારા ત્યાંથી પાછા લપસી પડવાની નિર્ધારિત સ્થિતિ આ ગુણસ્થાનકમાં રહેલી છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ર૧મો અનેવંત અને સ્યાદ્વાદશિકા આ જાતનું સરકી પડવાનું આ અગિયારમાં ગુણસ્થાનકમાં નિશ્ચિત હોવાથી આપણે એને “સરકણ સદન' નામ આપી શકીએ તો તે લગભગ બરાબર ગણાશે. સામાન્ય રીતે સાધકો આ ગુણસ્થાનકમાં પ્રવેશ જ ન થાય એ માટે પહેલેથી કર્મક્ષય કરતાં આવવાનું અને આ ગુણસ્થાનકને કૂદાવી જવાનું વધારે પસંદ કરે છે. (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક: કષાય રૂપ ચારિત્રમોહનીય કર્મનો ક્ષય કરવાનો પરમ પુરૂષાર્થ જેમણે આરંભ્યો હોય તેવા સાધકોના મોહનું સંપૂર્ણ ક્ષીણ થવું-ઘસાઈ જવું તેનું નામ “ક્ષીણમોહ ગુણસ્થાનક' કહેવાય છે. આ ગુણસ્થાનકમાં ચિત્તયોગની પરાકાષ્ઠા રૂપ શુકલધ્યાનસમાધિને પ્રાપ્ત કરીને, અંતે સમગ્ર જ્ઞાનદર્શનાવરણ અને સમગ્ર અંતરાય ચક્રનું દલન કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. અગીઆરમું અને બારમું ગુણસ્થાનક લગભગ સમાન પ્રકારનાં હોવા છતાં તેમાં ફરક એ છે કે અગીઆરમામાં વીતરાગતાસમભાવનું સ્થાયિત્વ નથી જ્યારે આ ગુણસ્થાનકમાં આવ્યા પછી એ પૂર્ણ સ્થાયી છે. ' એટલે, આ ગુણસ્થાનકને “વીતરાગ સદન” નામથી આપણે ઓળખીશું તો તે લગભગ બરાબર ગણાશે. (૧૩) સયોગ કેવલી ગુણસ્થાનક બારમા ગુણસ્થાનકને વટાવી તેમાં ગુણસ્થાનકના પ્રવેશે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ અહીં “સયોગ” અવસ્થા હોય છે, તેથી આને “સયોગકેવલી ગુણસ્થાનક' કહે છે. અહીં ‘સયોગ' શબ્દ જે વાપર્યો છે તેનું કારણ એ હોય છે કે આ સયોગકેવલી ગુણસ્થાનકમાં કેવળજ્ઞાની આત્માને અઘાતી કર્મ ભોગવવાના બાકી રહે ત્યાં સુધી યોગ અર્થાત્ શરીર વિગેરેના વ્યાપારો બાકી રહે છે. આવવું જવું, બોલવું વિગેરે શરીરવ્યાપારો આ કેવલી ભગવંતને બાકી રહેતા હોવાથી આ ગુણસ્થાનકને ‘સયોગ કેવલી' એવું નામ આપવામાં આવ્યું છે. અહીં કેવળજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશમાં સમસ્ત લોકાલોકના ત્રણે કાળના સર્વ પદાર્થ પ્રત્યક્ષ રહે છે. તેથી આ તેરમા ગુણસ્થાનકને આપણે “જ્ઞાન સદન' એ નામથી ઓળખાવીશું તો તે યોગ્ય જ ગણાશે. (૧૪) અયોગી કેવલી ગુણસ્થાનક સયોગ કેવલી વીતરાગ પરમાત્મા સંસારકાળ પૂર્ણ થતાં તેરમાને અંતે જયારે પોતાના શરીર વિગેરેના સર્વ વ્યાપારોને સંકેલી લે છે ત્યારે તે અયોગી કેવળી બને છે. અહીં તરત જ સર્વ કર્મ નષ્ટ થતાં તેમનું શરીર છૂટી જતાં એ પરમ આત્મા એની આખરી મંજિલ પૂર્ણ કરી મુક્ત બનીને ઉપર લોકના અંતે પહોંચી જાય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ મામ આત્માનો વિકાસ ક્રમ નામ ર૧૧ મિથ્યાત્વ દશાના પ્રથમ ગુણસ્થાનથી શરૂઆત કરીને આત્માનો જે વિકાસક્રમ ચાલે છે, તે એના વિકાસનો ક્રમ આ ચૌદમાં ગુણસ્થાનકમાં પૂર્ણતા પ્રાપ્ત કરીને ચરમ વિરામ પામે છે, સિદ્ધ અવસ્થાના અંતિમ લક્ષ્ય પહોંચાડી દે છે. આ આખરી અને સર્વોચ્ચ ગુણસ્થાનકને આપણે “સિદ્ધ સદન” એ નામથી ઓળખીશું તો તે અજુગતું નહિ ગણાય. * આ સિદ્ધત્વને પામવાના આત્માના પુરૂષાર્થનો જબરજસ્ત ઝડપી સમારંભ, એક દિવ્ય ડ્રામા સાતમા ગુણસ્થાનકથી શરૂ થાય છે. સમગ્ર કર્મચક્રમા સરસેનાપતી સમા મોહનીય કર્મ સામેનું એક વિરાટ યુદ્ધ ત્યાં જામી પડે છે અને એ અભૂતપૂર્વ સંગ્રામમાં એકલે હાથે ઝઝૂમતો સાધક, એક મહાન વીર નાયક (A Great Hero) તરીકેનો જે અદ્ભુત ભાગ ભજવે છે, તેની વિગતો આપણને આશ્ચર્યચકિત કરી નાંખે તેવી, આપણા પુરૂષાર્થને વેગ આપનારી અને એ દિવ્ય ડ્રામાના હીરોનું સ્થાન લેવાની પવિત્ર પ્રેરણા આપનારી હોય છે. આવો અપૂર્વ અવસર આપણા માટે ક્યારે આવશે? Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અનેકાંત અને સ્યાદ્વાદ આ - જીવન ઝંઝટ. મથાળુ વાંચીને ભડકશો નહિ. જીવન એ એક ઝંઝટ છે અને ઝંઝટ નથી. જીવનને આપણે ઝંઝટ સમું બનાવી દેવું હોય તો તે એક ઝંઝટ છે; એને ઝંઝટ સમું ના બનાવવું હોય, તો એ ઝંઝટ નથી. જીવન વિષે, જીવનના ધ્યેય વિષે, જીવન જીવવાના માર્ગ વિષે, જાતજાતના અને ભાતભાતના અભિપ્રાયો જોવા મળશે. કોઈ સાધુ સન્યાસીને મળશો, તો તે કહેશે : “જીવન એક બડા ઝંઝટ હૈ. સંસારમેં કુછ સાર નહી હૈ. છોડ દો, ભૈયા, ઈસ સંસારકો છોડ સન્યાસી બન જાઓ, સાધુ બનકે આત્માના કલ્યાણ કરો!” કોઈ જાહેર આગેવાન- Public leader- ને મળો, તો તે કહેશે : સમાજે અને દેશનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિમાં પડી જાઓ. ત્યાગ કરો, ભોગ આપો, માનવતાની, દીનદુઃખીયાની, દરિદ્રનારાયણની સેવા કરો.' આ બે અભિપ્રાયો લઈને તમે બાપાજીને મળશો, તો તેઓ કહેશે : “છોડ એ બધી ઝંઝટ, પાંચ પૈસા કમાવામાં મન પરોવ, એ તો બધા અમીર કે ફકીરનાં કામ. આપણે તો સૌથી પહેલાં આપણું ઘર સંભાળવાનું. જો કે અલ્યા, એ બધી ઝંઝટમાં ના પડતો! પછી, તમે પરણેલા હો અને તમારા પત્નીને પૂછશો, તો તે શું કહેશે? કંઇક આવી મતલબનું તે કહેશેઃ “પેલાં ગુણવંતીબ્લેનના વર પાસે શું હતું? એમના વર, પહેલાં તો ખાલી... ખમ્મ હતા. આજે એમને ઘરનો બંગલો છે, મોટર છે, નોકરચાકરો ; સોનાના તો સૌ પાસે હોય, એમની પાસે તો હીરા ને મોતીના એવા સરસ દાગીના છે! જોઈને મોઢામાં ને આંખમાં એમ બેય ઠેકાણે પાણી આવી જાય છે. એ ગુણવંતીબહેનના ઠસ્સાનો તો હવે પાર જ નથી. કંઈક એવું કરો કે હું એમને ભોઠાં પાડી દઉં!' આ વાત આગળ વધારીએ, એ પહેલાં, વિલાયતના એક ઉમરાવ અને એક મજૂર કુટુંબની વાત યાદ આવે છે. વાત ઘણી રસપ્રદ અને અર્થગંભીર છે, એટલે અહીં રજુ કરવાનું મન થાય છે. બે વ્હેનપણીઓ સાથે ભણતી હતી. એમની મૈત્રી ઘણી ગાઢ, એકનું નામ ફેની' અને બીજીનું નામ “લ્યુસી”. ની, એક અમીરને પરણી ગઈ; લ્યુસીએ એક કામદાર સાથે લગ્ન કર્યા. ફ્રેની પાસે કિમતી હીરામાણેકના દાગીનાઓનો મોટો ઢગલો. લ્યુસી, Page #236 -------------------------------------------------------------------------- ________________ છે જીવન ઝંઝટ મામા મર૧૩ ઇમીટેશન, ખોટા અને સસ્તા દાગીના લઇ આવે ને પહેરે. પેલાં ગુણવંતીબ્લેનની જેમ, આ ફ્રેનીના ઠસ્સાનો પણ પાર નહિ. પોતાની અમીરાઇની વાત જયાં ત્યાં લલકારતી ફરે. એની બીજી બહેનપણીઓને પોતાનો વૈભવ બતાવીને આંજી નાખવાનો એને ભારે શોખ. એ માટે, અવારનવાર પોતાના આલિશાન મહાલયમાં પાર્ટીઓ ગોઠવે, સાહેલીઓને જમવાનાં આમંત્રણો મોકલે, પોતાને ત્યાં બધાને એકઠાં કરે અને એ બધાની વચ્ચે પોતાની શ્રીમંતાઇનું પ્રદર્શન કર્યે રાખે. એ બધું જોઇને, એની અન્ય બહેનપણીઓ ભોંઠપ અનુભવે અને એની શ્રીમંતાઇના તથા એના વખાણ કરે ત્યારે ફ્રેની ખૂબ ફુલાય. “ઈડરિયો ગઢ જીત્યાનો આનંદ તે અનુભવે. . એક વાર તેણે આવી એક પાર્ટી ગોઠવી. આ વખતે બહુ મોટો જલસો અને તે ઠોરો તેણે કર્યો. એની પેલી “મજુર-પત્ની-બહેનપણી’ લ્યુસીને પણ તેણે બોલાવેલી. હીરા, માણેક ને નીલમનાં ઝળક ઝળક થતાં ઘરેણાં પહેરીને, બધાની વચ્ચે ની બેઠી, પછી, બધા સાંભળે એ રીતે, લ્યુસીને એણે એક સવાલ પૂછ્યો. “માય ડીયર લ્યુસી, આ બધા દાગીના જોયા? આ મારા હીરા જ્યારે ઝાંખા પડે છે, મેલા થાય છે, ત્યારે તેને સાફ કરવા માટે પેરીસથી હું કેમીકલ મંગાવું છું. માણેકને સાફ કરવા માટેનું સ્પેશિયલ સોલ્યુશન વેનીસથી આવે છે. નીલમને સાફ કરવા માટેનું ‘ડી-લક્ષ-લીક્વિડ, હું છેક ન્યુયોર્કથી-અમેરિકાથી-મંગાવું છું.” ........ હું હેન...... તા....રા દાગીના ધોવા માટે તું શું કરે છે? - બધાની વચ્ચે ખોટા દાગીના પહેરીને રૂવાબથી બેઠેલી લ્યુસીને ભોંઠી પાડવા માટે જ આ સવાલ ફ્રેનીએ પૂછ્યો હતો; એ વાત ત્યાં બેઠેલાં બધાં સમજી ગયા. પણ લ્યુસી ઘણી ચબરાક હતી. એના ચહેરાપર ભોંઠાપણાનો જરા પણ ભાવ આવ્યો નહિ. હસતાં હસતાં, આનંદથી એણે એક એવો જવાબ આપ્યો. જે સાંભળીને ફ્રેિનીની જીભ જ સિવાઈ ગઈ. આ રહ્યો એ જવાબ: - ઓ .માય ડીયર ફ્રેની, એવી ધોવા કરવાની કડાકૂટમાં હું તો પડતી જ નથી; મેલા થાય એટલે હું તો ફેંકી જ દઉં છું! “I just throw them out ” આ એક વિનોદપૂર્વક કટાક્ષ છે. પહેલી નજરે એમાં લ્યુસીની બુદ્ધિમત્તા અને તેનું હાજરજવાબીપણું આપણને દેખાશે. પરંતુ, તેમાં એટલું જ નથી. જીવન વિષેની જે ચર્ચા અહીં આપણે કરી રહ્યા છીએ, તેનો એક સુંદર જવાબ પણ તેમાં છે. ફ્રેની, એક કરોડપતિની અર્ધાગના છે. એની પાસે ધનદોલતની કશી કમીના નથી. એમ છતાં, એટલાથી એને સંતોષ નથી. એ સંતોષને આવી પાર્ટીઓમાં અને બીજાઓને આંજી નાંખવામાં તથા ભોંઠા પાડી દેવામાં તે શોધી રહી છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ અનેવંત અને સ્યાદ્વાદ - લ્યુસી પાસે ધનદોલત નથી. એનો પતિ એક સામાન્ય કામદાર છે. પરંતુ, એ વાતનું એને દુઃખ નથી. ઈમિટેશન જવેલરી પહેરીને એ આનંદ મેળવી શકે છે. ધનવાન ફ્રેની કરતાં પણ વધારે ઠસ્સો અને સવાબ તે રાખી શકે છે. આ બધાની પાછળ ક્યું તત્ત્વ કામ કરે છે? વિચાર કરતાં જણાશે કે લ્યુસીના આવા મસ્ત વર્તનના મૂળમાં “સંતોષ છે. એની પાસે જે નથી એનો અફસોસ કે કામના કરી દુઃખી થવાને બદલે, એની પાસે જે છે, તેનો સારામાં સારો ઉપયોગ કરીને એ મસ્ત તથા સંતોષી રહી શકે છે. આ સંતોષ, સુખી જીવન જીવવા માટેનું એક મહત્વનું સાધન છે. સ્થિતિ અને સંયોગો, તો કર્મ વિગેરે દ્વારા માણસને સાંપડે છે, ગમે તેવા સંયોગો હોય, આનંદમાં રહેવું કે ઉદાસ રહેવું, મસ્ત રહેવું કે રોદણાં રડ્યા કરવાં, આળસુ થઇને બેસી રહેવું કે ઉત્સાહથી કામ કરવું, એ બધું, પ્રાયઃ માણસના મનની સ્થિતિ ઉપર આધાર રાખે છે. મનની સ્થિતિને મસ્ત બનાવવામાં ‘સ્યાદ્વાદ' ની પુરતી સમજણ જેવો ઉપયોગી બીજો કોઈ ઈલાજ નથી સંસારને અસાર માનવો અને તેની સાથોસાથ, આપણી ચારે તરફ જે સાર પડેલો છે, તેને ગ્રહણ કરતા રહીને મસ્ત જીવન જીવવું; એના જેવો ઉત્કૃષ્ટ માર્ગ, સંસારી આત્માઓ માટે, બીજો એક પણ નથી. “સ્યાદ્વાદ', આપણને આ સંસારમાં પડેલા અસાર અને સાર એ બંનેનું યથાર્થ દર્શન કરાવે છે. સંસાર અસાર છે' એવું કહેનારા કેટલાક દુઃખથી ત્રાસેલા સંસારી મહાનુભાવોને જોયા છે. આ સંસારમાં કંઈ સુખ રહ્યું નથી, સન્યસ્ત અંગીકાર કર્યા સિવાય હવે અમારે માટે બીજો માર્ગ નથી” આવું બોલતાં પણ કેટલાક એકાંતવાદી સજ્જનોને સાંભળ્યા છે. આવી વાતો સાંભળીને, પૂજય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે લખેલા કેટલાક શ્લોકો યાદ આવ્યા વિના રહેતા નથી. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવી ગયા છેઃ“વૈરાગ્ય ત્રણ પ્રકારના હોય છે. (૧) આર્તધ્યાનગર્ભિત (દુ:ખગર્ભિત) (૨) મોહગર્ભિત (૩) જ્ઞાનગર્ભિત.” દુઃખ, ઉદ્વેગ અને રોષ જેના મૂળમાં હોય તેને આર્તધ્યાન' કહે છે. ઈષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગ વિગેરે નિમિત્ત અસહ્ય લાગવાથી એમાંથી છૂટવા માટે થનારો વૈરાગ્ય ‘આર્તધ્યાનગર્ભિત વૈરાગ્ય ગણાય છે. શક્તિ મુજબ પણ, હેય (ત્યજવા Page #238 -------------------------------------------------------------------------- ________________ મામ જીવન ઝંઝટ યોગ્ય) પદાર્થનો ત્યાગ અને ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) પદાર્થનું ગ્રહણ તેમાં હોતાં નથી. આવા વૈરાગ્યમાં “આર્તધ્યાન મુખ્ય હોવાથી, તે ઉગ કરનારો, વિષાદથી ભરેલો અને આત્મઘાતકતા આદિનો કારણભૂત હોય છે. માત્ર લોકદષ્ટિએ જ તેને વૈરાગ્ય કહેવાય છે. - “મોહગર્ભિત’ વૈરાગ્યમાં જે “મોહ’ શબ્દ છે, તે સાંસારિક મોહના અર્થમાં નહિ, પરંતુ એકાન્તિક મૂઢ દષ્ટિના અર્થમાં વપરાયો છે. એવા એકાન્તવાદી તત્ત્વજ્ઞાનથી જન્મેલો સત્ય વૈરાગ્ય પણ ભ્રાંતિજનક હોવાથી, એને છોડીને જ્ઞાનગર્ભ વૈરાગ્ય જ સ્વીકારવા લાયક છે એમ જૈન શાસ્ત્રકારોએ માન્યું છે. જ્ઞાનગર્ભ વૈરાગ્ય એટલે જેમાં અનેકાન્તવાદી તત્ત્વોને અનુસરતું નિર્મળ જ્ઞાન છે એવો વૈરાગ્ય. મોહગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એટલે શું, એ બંને વાતો શ્રી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સમજાવી ગયા છે. તેઓશ્રીએ ફરમાવેલું આત્મા એક (જ) છે, આત્મા નિત્ય (જ) છે, આત્મા અબજ) છે, આત્મા ક્ષણક્ષયી (જ) છે, કે આત્મા અસત્ (જ) છે, એવા એકાંત-નિર્ણયથી સંસારની નિર્ગુણતાને વારંવાર જોવા છતાં અને એના ત્યાગ માટે ઉપશમ તથા સદાચારનું ભાવથી સેવન કરવા છતાં, તેવા પુરૂષોનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નહિ પણ મોહગર્ભિત જ છે.” “સજ્ઞાનગર્ભિત વૈરાગ્ય તેઓનો જ હોય છે, જેઓ, સ્યાદવાદ સમજણનું અવલંબન લઈ, આત્માને સમષ્ટિ ચૈતન્યરૂપે એક, પણ વ્યષ્ટિ ચૈતન્યરૂપે અનેક, દ્રવ્યરૂપે નિત્ય પણ પર્યાયરૂપે ક્ષણિક, નિશ્ચયનયથી અબદ્ધ પણ વ્યવહારનયથી બદ્ધ, પરસ્વરૂપે અસત્ પણ સ્વસ્વરૂપે સત, એમ બંને યથાસ્થિત માને છે; તથા, સંસારદશામાં બાહ્ય પૌલિક કર્મના સંબંધથી, ઇચ્છા-દ્વેષ આદિ કષાયોને આધીન પરાધીન-બની, ભયંકર ભવસંસારમાં ભટક્તા એવા પોતાના આત્માને તેમાંથી મુક્ત કરવા, વિધિપૂર્વક સંસારનો ત્યાગ કરે છે. એમનો વૈરાગ્ય જ જ્ઞાનગર્ભિત અને સિદ્ધિનું અનન્ય સાધન બને છે.” હવે, સાધુ બાવા, સંત, મહંત, ભુવા, સ્વામી વિગેરે આજના વૈરાગીવર્ગ ઉપર નજર કરો, જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી પ્રેરાઇને સંસારનો ત્યાગ કર્યો હોય, એવા તેમાં કેટલા હશે? આમાં ટીકા કરવાનો આશય નથી. ત્યાગમાર્ગ ઉત્તમ છે, એ વિષે કશી જ શંકા નથી. કોઈ પણ ત્યાગી-વૈરાગીને જોઈને મસ્તક આપોઆપ ઝૂકી પડે છે. સર્વવિરતિ માર્ગનું પાલન કરતા જૈન સાધુઓ અને આત્માની સમસ્ત વિશ્વ સાથેની Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧) : અનેકાંત અને સ્યાદ્વાદ , આત્મસમર્શિતા માટે અપૂર્વ ધ્યાન ધરતા વેદાંતી સન્યાસીઓના સમાગમથી જાણેલી અને જોયેલી એમની ત્યાગભાવના તથા આત્મઝંખના આગળ હંમેશા મસ્તક નમતું જ રહ્યું છે. જૈન સાધુઓ જે કઠીન આચાર પાળે છે, તે જોઈને જગતભરના સમજદાર માણસોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જૈન સાધુઓના આચાર, એમની દિનચર્યા અને એમને જાળવવી પડતી અનેક મર્યાદાઓનો અભ્યાસ કરનાર કોઈ પણ સજ્જનને, “જગતની એ સર્વોચ્ચ સાધુ સંસ્થા છે તેવી પ્રતીતિ થયા સિવાય રહેશે જ નહિ. આ વાત અહીં કરવાનો હેતુ એટલો જ છે, કે સંસારમાં કંઈક મુશ્કેલીઓની પરંપરા દેખાતાં, એની સામે ટક્કર ઝીલવાની અશક્તિને કારણે જે વસ્ત્રો બદલી નાંખવાથી કશો અર્થ સરતો નથી. સાધુત્વનો માર્ગ તો અતિ કઠીન છે. સંસારની કઠીનાઈઓ જોઇને તેથી ગભરાઈ જનાર, સાધુ બનીને કેવી પ્રગતિ સાધી શકશે એ પ્રશ્ન વિચારવા જેવો છે. ખાસ કરીને, સન્યસ્ત માર્ગે જવા ઇચ્છનાર સંસારી મિત્રોએ તો, એ માર્ગે જતાં પહેલાં પૂરેપૂરું આત્મવૃત્તિઓનું વિશ્લેષણ કરી લેવું જોઇએ અને પોતાને થએલા વૈરાગ્યના કારણોનું પૂર્ણ પૃથક્કરણ કરવું જોઈએ. મહદંશે તો, આ જીવનને ઝંઝટ માનનારાઓની માન્યતામાં, સંસારના ઝંઝટ ભર્યા ઝંઝાવાતો નહિ પણ મુસીબતોનો સામનો કરવાની અશક્તિ, દુર્બળતા વિગેરે કારણભૂત છે. પોતાની ફરજો બજાવવાની અશક્તિ, નિત્યકર્મની ઉપાસનામાં નડતી વિડંબણાઓ અને એ બધા તરફનો માનસિક ક્રોધ આપણને બીજી દિશાના વિચારો તરફ દોરી જાય છે. આ જાતની વિચારસરણીમાં ભાગી છૂટવાની વૃત્તિ Escape tendency હોય છે આવું જ જો હોય, તો એ કોઈ સગુણ નથી; આત્માની એ દુર્બળતા છે. ત્યારે જો એકમાત્ર માનવ ભવમાં સુલભ સર્વથા નિષ્પાપ જીવન જીવવાની ઈચ્છાથી જ ત્યાગ માર્ગે વળતા હોય તો એ સાચી જ્ઞાનદશા છે. કેટલાક, લોકો, જીવનમાં પ્રાપ્ત કરવાની ભૌતિક સિદ્ધિઓ વિષે મોટા મોટા સ્વપ્નાઓ ઘડે છે, આ સ્વપ્નાઓ તેઓ સિદ્ધ કરી શકતા નથી. જે જોઈએ છે, તે મળતું નથી; જે મળે છે, તે ગમતું નથી. આવા લોકોને જીવન એક ઝંઝટ લાગે તેમાં નવાઈ શું? તે જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, પ્રથમ અગત્ય, પોતાની સ્થિતિ, સંયોગો અને શક્તિની મર્યાદા નક્કી કરવાની છે. એ બધું જોયા ને વિચાર્યા પછી, વિદ્યમાન સાધન સામગ્રી અને શક્તિની મર્યાદિત ઉપલબ્ધતાનો આધાર, આપણને ક્યાં સુધી પહોંચાડશે, તે નક્કી કરી લેવું જોઇએ. આપણાં સ્વપ્નાની રચના એ મર્યાદાની અંદર હોવી જોઇએ. Page #240 -------------------------------------------------------------------------- ________________ મક જીવન ઝંઝટ ર૧૭, અમદાવાદથી મુંબઇ જવાની ટીકીટ, પાંચ રૂપીયાની એક નોટથી મળતી નથી. એજ રીતે, આપણે ઘડેલાં સ્વપ્ના પણ આવશ્યક સામગ્રી તથા યોગ્યતા ન હોય, તો ફળતા નથી. સ્વપ્ના જ્યારે આપણે ઘડીએ છીએ, ત્યારે એની સિદ્ધિ વિષેની કલ્પનાનો જે આનંદ આપણે મેળવીએ છીએ, તે એક ભ્રમ પુરવાર થાય ત્યારે, ઇચ્છિત ધ્યેયને પહોંચી ન શકાય ત્યારે, આપણો શરૂઆતનો આનંદ, અમર્યાદ દુઃખમાં પલટાઈ જાય છે. આપણા વાસ્તવિક સ્વપ્ના જ આપણા અમર્યાદ દુઃખના કારણ બની જાય છે. એટલે, જીવનનું ધ્યેય નક્કી કરતી વખતે સૌથી પ્રથમ આપણી પોતાની યોગ્યતા અને આપણા સાધનોની મર્યાદા આપણે નક્કી કરી લેવી જોઈએ. આપણી ઈચ્છા અને આપણી પાત્રતા વચ્ચે મેળ જો ન હોય તો તેથી નિરાશ થવાની પણ કશી જરૂર નથી. આંવા સંયોગોમાં બે બાબતો આપણે નક્કી કરી શકીએ. એક તો, આપણા ધ્યેયને આપણી પાત્રતા પુરતું મર્યાદિત રાખીએ. બીજું, આપણી યોગ્યતાને વધારવા માટે આપણે પ્રયત્નશીલ બનીએ. પાત્રતામાં જેમ જેમ વધારો થતો જાય, તેમ તેમ, આપણા ધ્યેયનો વિસ્તાર આપણે કરતા જઈએ. આ પદ્ધતિનું અવલંબન લઇને, આપણા જીવનનું ધ્યેય તથા એ ધ્યેયે પહોંચવાનો માર્ગ આપણે નક્કી કરીએ, તો જીવન એક ઝંઝટ સમું નહિ, પણ, પરમઆનંદ પ્રમોદકારી નંદનવનસમું બની જશે. આ રીતે આપણા જીવનને ઘડવામાં ‘સ્યાદ્વાદ' આપણને ખૂબ ખૂબ મદદ કરી શકે તેમ છે. એ શબ્દનો જે આત્મા છે, “યાત” તે આપણા જીવનની, આપણી શક્તિની તેમજ યોગ્યાયોગ્યતાની મર્યાદાની બધી બાજુઓનું ભાન કરાવે છે અને ક્રમશઃ આગળ વધવાનો યોગ્ય માર્ગ આપણને બતાવે છે. આ શક્તિ “સ્યાદ્વાદ' માં છે જ. જીવનમાં જયારે દુઃખ આવી પડે ત્યારે તેથી કાયર બની જઈને રડવા ન બેસવું. સૌથી પ્રથમ તો, એ દુઃખની સામે, આપણી પાસે જીવનમાં બીજા કેટલાં સુખ પડેલાં છે તેની તપાસ કરવી. આવી પડેલા દુઃખ માટેનું એક પ્રબળ આશ્વાસન આપણને તેમાંથી અચૂક મળશે. પછી, એ દુઃખ શું છે, એનું સ્વરૂપ કેવું છે, એનું કારણ શું છે અને એના નિવારણનો ઉપાય શું છે, એ જાણવા તથા સમજવા માટે આપણી વિવેક બુદ્ધિને આપણે કામે લગાડવી, દુઃખ સામેના સુખોનો વિચાર આપણા મનને શાંત અને વ્યવસ્થિત બનાવશે અને એ રીતે શાંત થએલા ચિત્તમાં આપણી વિવેક શક્તિને કામ લગાડીને આપણે વિચાર કરવા માંડીશું તો આપણને સ્પષ્ટ દેખાશે, કે આવી પડેલા અથવા માની લીધેલા એ દુઃખની છાયા દૂર થઈ શકે તેવી છે. દુઃખની પાછળ સુખ ઉભેલું જ છે. દુઃખના કારણો આપણને આ રીતે વિચાર Page #241 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ અનેમંત અને સ્વાહાદ કરતાં અવશ્ય સમજાશે. પછી એના નિવારણ માટેનો પુરૂષાર્થ ઉત્સાહપૂર્વક આપણે કરી શકીશું. આ બધું સમજવાનો અને એ રીતે વિચારવાનો માર્ગ ‘સ્યાદ્વાદ' દ્વારા આપણને અવશ્ય મળશે; એવી જ રીતે, જીવનમાં જ્યારે અતિ સુખ આવી પડે, ત્યારે આ સુખ શું છે, ક્યાંથી આવ્યું, શાથી આવ્યું, એનું કારણ શું છે, એની સમયમર્યાદા કેટલી રહેશે અને એ દરમિયાન બીજી કોઈ વિડંબનાઓ આવી પડશે કે કેમ, એ બધી વાતનો વિચાર પણ આપણે કરવો જ જોઈએ. આવો વિચાર આપણે કરીએ તો તેમાંથી બે - વાત બનશે. એક તો, આવી મળેલા સુખથી છકી જવાને બદલે એનો વિવેકપૂર્વકનો : ઉપભોગ આપણે કરી શકીશું. બીજું, એ સુખ પછી આવનારા દુઃખને આપણે કાં તો પાછું ઠેલી શકીશું, અટકાવી શકીશું યા હસતાં હસતાં એ ભોગવવા માટે આપણી જાતને આપણે તૈયાર કરીશું, તદુપરાંત, આપણા સુખમાં બીજાને ભાગ આપવાની પરમ ઉપકારક વૃત્તિ પણ આપણામાં જન્મશે. આ રીતે વિચારવાનો માર્ગ પણ સ્યાદ્વાદમાંથી આપણને જડશે. ઘરના કુટુંબીજનો, મિત્રો અને સ્નેહીઓના વર્તનથી ક્યારેક આપણે રંજ અનુભવીએ છીએ; દુઃખી થઈ જઈએ છીએ. તે વખતે, આપણી અને તેમની સમજણ વચ્ચેનો ભેદ આપણે તપાસીશું, એ સ્થિતિ ઉત્પન્ન થવાના કારણોની શોધ આપણે કરીશું અને એના નિવારણ માટેના ઉપાયો વિચારીશું, તો, મતભેદના આ મનદુ:ખમાંથી આપણે મુક્ત થઈ જઈશું. આ વિચારવા માટેનો માર્ગ પણ સ્યાદ્વાદ આપણને બતાવે છે. યાદવાદ સિદ્ધાંતનો સ્થાપિત અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ યા બાબતને એક કરતાં વધારે બાજુઓ હોય છે. સ્યાદ્વાદના શિક્ષણનું મધ્યબિંદુ એ છે કે કોઈ પણ બાબતનો વિચાર કરતી વખતે એની એક જ બાજુ જોઇ વિચારીને અટકી ન જવું. એકને બદલે બે બાજુનો વિચાર કરવા અંગે એક બહુ જ સુંદર દૃષ્ટાંત છે. ખૂબ જ ગમ્મત સાથે અતિ ગંભીર જ્ઞાન આપે એવું એ દૃષ્ટાંત છેઃ બીજા વિશ્વયુદ્ધ દરમિયાનં એક કુશળ અંગ્રેજ અધિકારીની સૈન્ય ભરતીના કામ અંગે નિમણુંક થઈ હતી. Recruiting Officer-સૈન્ય ભરતી અમલદારતરીકે ઓળખાતા એ ભાઈ ગામેગામ જઈને, ત્યાંના યુવાન વર્ગને એકઠો કરી લશ્કરમાં જોડાવા માટે ભાષણો આપતા હતા. એક સ્થળે તેમણે જે ભાષણ કર્યું તેમાંનો થોડોક ઉપયોગી અને ગમ્મતપૂર્ણ ભાગ નીચે મુજબ હતો : નામ નોંધાવી દો, લશ્કરમાં ભરતી થઇ જાઓ. કશી પણ ચિંતા માટે કંઈ Page #242 -------------------------------------------------------------------------- ________________ મ જીવન ઝંઝટ દર ર૧૯ પણ કારણ નથી.” ‘તમે લશ્કરમાં જોડાશો તો “બે વાત’ બનશે. કાં તો તમને અહીં, છાવણીમાં રાખવામાં આવશે અથવા યુદ્ધ મોરચા ઉપર મોકલવામાં આવશે.” : ‘જો અહીની છાવણીમાં રહેવાનું હોય તો તો પછી ચિંતા નથી.-No worryજો યુદ્ધના મોરચે જવાનું થશે, તો બે વાત” બનશે.” | ‘તમને કાં તો પાછળ-Rear-રાખવામાં આવશે અથવા આગળ-Frontરાખવામાં આવશે. જો પાછળ રહેવાનું થાય તો ચિંતા નથી-No worry-જો આગળ રહેવાનું બનશે તો “બે વાત” બનશે.'' “કાં તો તમે શત્રુ ઉપર આક્રમણ કરશો યા દુશ્મન તમારી ઉપર આક્રમણ કરશે. જો તમે આક્રમણ કરો, તો ચિંતા નથી-No worry-દુશ્મન તમારા ઉપર આક્રમણ કરશે, તો “બે વાત’ બનશે.' “કાં તો તમે કેદ પકડાશો યા ઘાયલ થશો. જો કેદ પકડાશો તો “નો વરી” (ચિંતા નથી), જો ઘાયલ થશો તો બે વાત’બનશે.” (આ બે વાતવાળી વિગત ઘણી લાંબી છે એટલે તેને ટુંકાવીને હવે છેલ્લી વાત અહિં રજુ કરવામાં આવે છે.) ........ બે વાત’ બનશે. કાં તો તમે જીવતા રહેશો યા મરી જશો. જીવતા રહેશો તો “નો વરી' મરી જશો તો બે વાત’ બનશે.” 'કાં તો તમે સ્વર્ગમાં જશો યા નર્કમાં જશો. જો સ્વર્ગમાં જશો તો નો વરી.” નિર્કમાં જશો, તો ત્યાં તમને તમારાં ઘણા મિત્રોનો ભેટો થશે એટલે “નો વરી.” - આ વાતમાં છેલ્લે જે નર્કમાં જવાની અને ત્યાં ઘણા મિત્રો મળવાની વાતનો જે ઉલ્લેખ છે, તેમાં વર્તમાન જીવન વિષેનો એક ઘણો મોટો કટાક્ષ છે. એ વાત દ્વારા પેલા અંગ્રેજ અમલદાર એમ કહેવા માગે છે કે આપણો મોટો ભાગ જે રીતનું જીવન જીવી રહ્યા છે, તે રીતે, નર્કનો અધિકારી છે; મોટા ભાગના લોકો નર્કમાં જાય છે. એ કટાક્ષને બાદ કરીએ, તો પણ, બે રીતે વિચાર કરવાનું સૂચન તો તે આખાયે ટુચકામાં છે. માત્ર બે નહિ, બની શકતી ને મળી શકતી બધી બાજુઓથી વિચાર કરવાની ટેવ પાડવામાં લાભ જ છે. આ રીતે વિચાર કરતા “સ્યાદ્વાદ' આપણને શીખવે છે. આ રીતે, સ્યાદ્વાદ પધ્ધતિનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરીશું, તો આપણને એ સમજાઈ જશે કે જીવનમાં દેખાતી બધી વિષમતાઓ અને ઝંઝટો તથા એથી વિપરીત આપણને મળતાં સુખો અને આનંદો વિગેરેનું કેન્દ્રસ્થાન આપણે પોતે જ છીએ. એ સંવેદનો આપણી અંદરથી જ આવે છે, બહારથી આવતાં નથી. આપણી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૦૧પ અનેકાંત અને સ્યાદ્વાદશ ઇચ્છા મુજબના સંવેદનોને પેદા કરવાનું આપણા પોતાના હાથમાં છે. આ વાત પણ સ્યાદ્વાદનો સિદ્ધાંત આપણને સમજાવે છે. ‘સ્યાદ્વાદ’ સિદ્ધાંતને અનુસરીને જેમ જેમ આપણે એને પચાવતા જઇએ, તેમ તેમ, સુખ અને દુઃખ એ બંને પ્રકારનાં પરસ્પર વિરોધી સંવેદનો ઉપર આપણો પોતાનો કાબુ આવતો જશે. સમતા, સમભાવ અને સહિષ્ણુતા ભાવ આપમેળે આપણામાં પ્રગટ થતાં જશે. ક્ષણિક સુખદુઃખની પકડમાંથી ધીમે ધીમે મુક્ત થઇને અનંત આનંદના આપણે ભોક્તા બની શકીશું. આ આનંદમાંયે સ્વ અને પરનું કલ્યાણ કરવાની ઉદાત્ત ભાવના જ આપણને જોવા મળશે. સ્યાદ્વાદ સિવાય આવી પરમ કલ્યાણક પરિસ્થિતિનું સર્જન કદી પણ થઇ શકશે નહિ. અન્યાય કે અનીતિને સહન કરી લેવાનું કે ચલાવી લેવાનું સ્યાદ્વાદ આપણને શિખવતો નથી. જ્યાં જરૂર પડે ત્યાં લડી લેવાની એ આપણને ના પાડતો નથી. પણ, આવા સંયોગોમાં, જેને આપણે અન્યાય અને અનીતિ માનીએ છીએ, તે ખરેખર અન્યાય અથવા અનીતિ છે, કે પછી આપણા સ્વાર્થ અને મોહને કારણે આપણને એવું અયથાર્થ દેખાય છે, એ વાતની સ્પષ્ટ પ્રતીતિ સાંદ્વાદ આપણને કરાવશે. પછી, જ્યારે લડી લેવાની ન્યાયયુક્ત આવશ્યકતા ઉભી થશે, ત્યારે, એ લડી લેવાની ન્યાયપૂર્વકની, બુદ્ધિપૂર્વકની અને સમભાવયુક્ત પધ્ધતિ પણ આપણને સ્યાદ્વાદ જ બતાવશે, એ માર્ગે આપણા માટે સફળતા અને વિજય નિશ્ચિત બનશે. કર્મની વિચિત્રતા અને એ દ્વારા આત્માને વળગેલી અશુદ્ધતાના કારણે આ સંસારમાં સદ્ગુણોનો જે સમૂહ છે તે બધાનું ધારણ આપણે કરી શકતા નથી. સદ્વિચારોનું સાન્નિધ્ય અને સમજણ હોવા છતાં અસદ્ વિચારો અને અયોગ્ય કાર્યો આપણે કરતા જ રહીએ છીએ, ઇચ્છા ન હોવા છતાં, કેવળ સાંયોગિક પ્રભાવથી આપણા હાથે દુષ્કૃત્યો થઇ જાય છે. આ સ્થિતિ સમસ્ત સંસારની છે. એવી જ રીતે, કેટલાક સત્કાર્યો આપણી ઇચ્છા વિરુદ્ધ પણ થઇ જાય છે, કોઇ પણ જાતની યથાર્થ સમજણ વગર આપણે સારા કાર્યો પણ કરીએ છીએ. મંદિરમાંથી પ્રભુના દર્શન કરીને બહાર નીકળતી વખતે માર્ગની બંને બાજુએ બેઠેલા ભિક્ષુક વર્ગને ક્યારેક આપણે પાઇ પૈસાની કે લાડુચણાની લ્હાણી કરીએ છીએ. તો ક્યારેક રસ્તામાં મળેલા કોઇ ભિક્ષુક પર આપણે ગુસ્સો પણ કરીએ છીએ. આવું ઠેરઠેર જોવા મળે છે. આપણાં બધા જ કાર્યોની પાછળ કોઇ સુસ્પષ્ટ વિચારણા હોતી નથી. રૂઢી, પરંપરા, સ્વભાવ, ટેવ અને સંયોગોને આધીન બનીને મહદંશે આપણે વર્તીએ છીએ. આપણા હાથે જે થયું તે સારૂં કે ખરાબ, સાચું કે ખોટું, એ વિચાર કરવા પણ Page #244 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝંઝટ આપણે થોભતા નથી. આપણા કોઈ કાર્ય અંગે પાછળથી જ્યારે કંઇ મુશ્કેલી ઉભી થાય ત્યારે વિચા૨ ક૨વા માટે આપણે અટકીએ છીએ ખરા, આ રીતે અટકવાની પાછળ આપણા હાથે થઇ ગયેલાં દુષ્કૃત્યનો પશ્ચાત્તાપ જવલ્લે જ હોય છે. મોટા ભાગે તો, ઉભી થયેલી પરિસ્થિતિમાંથી માર્ગ કેવી રીતે કાઢવો, એમાંથી કેમ છૂટવું, એ વિષયના જ વિચારો આપણે કરીએ છીએ. ગમ્મતની વાત તો એ છે, કે એ વિચારો આપણે કરીએ છીએ. કે એ વિચારોના ફળ સ્વરૂપ, એક દુષ્કૃત્યના પરિણામમાંથી છૂટવા માટે આપણે ફરીવાર પાછા દુષ્કૃત્યો જ આદરવા લાગી જઇએ છીએ. આપણા હાથપગમાં પડેલી બેડીઓને કાઢવા માટે એ માર્ગ આપણે ગ્રહણ કરીએ છીએ, એ માર્ગના અંતે, હાથપગમાંથી છૂટી પડેલી બેડીઓ પાછી આપણા જ ગળામાં પડવાની છે, એ વાતનો ખ્યાલ આપણને હોતો નથી. આ બધું પણ આ સંસારમાં સર્વસામાન્ય દેખાય છે. ખરી રમુજ તો આવી કોઇ વિષમ પરિસ્થિતિમાં આપણે ફસાઇ જઇએ છીએ, ત્યારે આવે છે. કોઈ પૂછે, કેઃ અલ્યા ચંદુ, તેં આ શું કર્યું? ત્યારે ચંદુ કહેશે કેઃ ‘ના, મેં એ નથી કર્યું. સ્થિતિ આમ હતી, સંયોગો આવા હતા, પરિસ્થિતિ તેવી હતી, ફલાણા ભાઈ એમાં આડા પડ્યા, પૂંછડા ભાઈ એમાં નડ્યા, આમ થયું ને તેમ થયું' એવી ઘણી બધી ભળતી વાતો કરીને ચંદુ પછી કહેશે કે : ‘‘એના માટે જ્વાબદાર હું નથી.” આ ચંદુએ જે વાત કરી એવી વાત ચંદુ એકલો જ કરે છે, એવું માનશો નહિ. મોટા ભાગના લોકો આવી જવાબદારીનો ટોપલો બીજાઓ ઉપર ઢોળવો એ એક સર્વ સાધારણ મનોવૃત્તિ છે. અપવાદ તેમાં જૂજ હોય છે. જીવનમાં અનુભવવી પડતી આવી બધી અનેક ઝંઝટોનું મુખ્ય કારણ એ છે, કે જીવન વિષે, જીવનના હેતુ વિષે, જીવનના ધ્યેય વિષે અને જીવવાની પધ્ધતિ વિષેની સુસ્પષ્ટ સમજણ આપણી પાસે હોતી નથી. આ સમજણ જો આપણી પાસે આવી જાય, તો પછી, જીવન એક ઝંઝટ મટી જાય. આ જ્ઞાન જો આપણને પ્રાપ્ત થઇ જાય, તો જીવન એક સ્વર્ગ બની જાય. આ બાબતમાં જૈન દાર્શનિકોએ ક્યો માર્ગ બતાવ્યો છે તે જાણવાનું બહુ રસપ્રદ થઇ પડશે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ પાંચ ઈન્દ્રિયો દ્વારા માણસનું મન કામ કરે છે. આ પાંચમાંથી એક પણ ઇન્દ્રિય જો કામ ન કરતી હોય એવા શરીરને ‘ખંડિત અંગ’ કહેવામાં આવે છે. શરીરનાં આ પાંચ મુખ્ય અંગો છે. સંસારી માણસો Page #245 -------------------------------------------------------------------------- ________________ રરરકામ અનેમંત અને સ્યાદ્વાદ પ્રમાણ માટે પાંચ મુખ્ય આચારો બતાવ્યા છે. આ પાંચ આચારોનાં નામ નીચે મુજબ છે :૧. અહિંસા. ૨. સત્ય. ૩. અસ્તેય. ૪. બ્રહ્મચર્ય. ૫. અપરિગ્રહ. આ પાંચે ઉપર પાંચ જુદા જુદા ગ્રંથો લખી શકાય, તેવા આ મહાન, અર્થગંભીર અને પરમ કલ્યાણકારક સિદ્ધાંતો છે. આ પાંચે આચારો સારું જીવન જીવવા માટેના-High way-ધોરી માર્ગ છે. મોટરમાં બેસીને આપણે નીકળ્યા હોઇએ, ત્યારે, મોટરને સડક ઉપર જ આપણે ચલાવીએ છીએ. સડકની એક બાજુ યા બીજી બાજુ આપણે નીચે ઉતરી જઇએ તો અકસ્માત નડ્યા વગર રહેતો નથી. એવી જ રીતે, જીવન જીવવા માટે આ પાંચ આચારો રૂપી સડક ઉપર જ જો આપણે ચાલીએ, તો કશી ઝંઝટ ઉભી થતી નથી. એની બહાર આપણે નીકળી જઈએ, તો અનેક પ્રકારની ઉપાધીઓ ઉભી થાય છે. “અહિંસા' શબ્દનો અર્થ માત્ર માનવની હિંસા ન કરવા, યા માત્ર કાયાથી જીવહિંસા ન કરવા પૂરતો મર્યાદિત નથી. આપણા કોઈ પણ વિચાર, વચન યા કાર્ય દ્વારા કોઇને પણ દુઃખ પહોંચે તો તેને હિંસા ગણવામાં આવે છે. કોઇ પણ સ્થૂલ, સૂક્ષ્મ પ્રાણીના શરીરને પીડા થાય કે દુઃખ થાય એ તો હિંસા છે જ; પરંતુ કોઈના મનને જરા સરખું પણ દુઃખ થાય એવાં બધાં કર્મો, પછી તે કાયાદ્વારા, વચનદ્વારા કે વિચારદ્વારા થયાં હોય, તે બધા જ કર્મોમાં હિંસા આવી જાય છે. કર્મની બાબતમાં, “મનસા, વાચા, કર્મણા” એવી ત્રણેય બાબતોનો સમાવેશ થઈ જાય છે. અહિંસા શબ્દ તો આજે વિશ્વવ્યાપક Universal સમજણનો વિષય છે. પૂર્વના ૨૩ તીર્થકરો તથા ૨૪માં તીર્થકર ભગવાન મહાવીરસ્વામી અને ભગવાન બુદ્ધ દ્વારા વહેતા રાખવામાં આવેલા એ શબ્દોનો-માનવ અહિંસાનો-રાજકારણમાં તથા સમાજ જીવનમાં વ્યાપક ઉપયોગ કરવાનો ભગીરથ પુરૂષાર્થ કરીને સ્વર્ગસ્થ મહાત્મા ગાંધીજીએ જગતભરમાં વસતા લોકોને અહિંસા શબ્દથી મોહિત બનાવી દીધા છે. • આમ છતાં, જગતના મોટા ભાગ સુધી અહિંસાનો બહુ શૂલ જ અર્થ પહોંચ્યો છે. પર એટલે અન્ય માનવને દુઃખ થાય તેવું કશું જ કામ કરવું એનું નામ હિંસા એટલો મર્યાદિત અર્થ મોટા ભાગના લોકો સમજે છે. પરંતુ પશુપંખી, યાવત સૂક્ષ્મ Page #246 -------------------------------------------------------------------------- ________________ મe જીવન ઝંઝટ રવા જીવને પણ દુઃખ થાય તેમજ “સ્વ” એટલે આપણું પોતાનું અહિત થાય એવું કંઈ પણ કાર્ય કરવું એ પણ હિંસા છે એવો પારમાર્થિક અર્થ હજુ ઘણા લોકો બરાબર સમજયા હોય તેવું દેખાતું નથી. અહિંસાના સાચા અર્થમાં તો માનવ જ નહિ, કિંતું પશુ, પંખી અને કીડાકીડી વગેરે નિરાધાર જીવોની પણ હિંસા વર્જવાની છે, કેમ કે એની પણ હિંસા કરવાથી આપણું દિલ કઠોર ક્રૂર બને છે. એવા દિલમાં સાત્વિક ભાવ ઉઠી શકતા નથી. એટલે વિશ્વના નાના-મોટા જીવો પૈકી જે માનવ પૂરતી ‘પરહિંસા' વિષેની સમજણ આજે પ્રચલિત છે, તે તો ઘણી ઘણી અધુરી છે; ત્યારે “સ્વ-હિંસા' શબ્દની યથાર્થ સમજણ મેળવવાનું તો હજુ, લગભગ બાકી જ છે. અહિં “આપણું અહિત' એ શબ્દ ભૌતિક યા સ્વાર્થી અર્થમાં વાપર્યો નથી. એક વાત તો નિશ્ચિત છે કે આપણા વડે જે કંઇ પર-અહિત થાય છે તેનાથી આપણે પોતાનું પણ, આખરે તો અહિત જ થાય છે. આજકાલ આપણે જોઇશું તો જણાશે કે પરનું હિત કરવાની જે વ્યાપક સમજણ છે તેની પાછળ “સ્વ-હિત” નો વાસ્તવિક વિચાર હોતો નથી, આપણાં પ્રત્યેક કાર્યથી જે કર્મબંધન આપણને થાય છે, એનો વિચાર સામાન્ય રીતે “સ્વ” ની અપેક્ષાએ બહુ ઓછો કરવામાં આવે છે. પરિણામ એ આવ્યું છે કે આ “સ્વ” અને “પર” એ બંને વિષયો અલગ થઈ ગયા છે. પોતાના હિત માટે, સ્વાર્થ માટે, ગમે તેવું આચરણ કરવું અને પછી, બની શકે તો, “પર” – હિતનો વિચાર કરવો, આવી મનોવૃત્તિ સર્વ સાધારણ બની ગઈ છે. આમ બનવાની પાછળ, આપણે “અહિંસાનું “પર” સ્વરૂપ સમજ્યા છીએ પણ “સ્વ” સ્વરૂપ સમજયા નથી, તે છે.” આપણાં જે જે કાર્યો અન્યને પીડાકારક હોય તે બધાં આપણને તે દ્વારા બંધાતાં કર્મોને કારણે વહેલાં કે મોડાં આપણને પોતાને પણ પીડાકારક બનવાનાં છે, એવી સમજણનો અભાવ હોવાથી જ અહિંસાનું સ્વલક્ષ્મી સ્વરૂપ આપણને સમજાયું નથી. આ સમજણના અભાવને કારણે, “વિશ્વકલ્યાણ” ની જે વાતો આપણે કરીએ છીએ, તેમાંથી આપણી પોતાની એટલે આપણા પોતાના વાસ્તવિક અને આત્મિક કલ્યાણની વાતને બાકાત રાખીને કરીએ છીએ. આપણા અંગત સ્વાર્થની કંઈ પણ વાત આવે ત્યારે આપણે પરકલ્યાણને વિસરીને, અનુકૂળ લાગે અને ફાવટ આવે તેવું વર્તન આપણે કરીએ છીએ. અહિંસાનાં આ “સ્વ” અને “પર” એ બંને સ્વરૂપો એક સાથે જ સંકળાયેલાં છે. એ બંનેને ભેગાં રાખીને સારું જીવન જીવવાનો વિચાર આપણે કરીએ, એમાં Page #247 -------------------------------------------------------------------------- ________________ ર૨૪ અનેકાંત અને સ્યાદ્વાદ મિત જ શ્રેય છે, “પર” ને છુટું પાડીને “સ્વ” નો વિચાર થઈ શકે નહિ; એવી જ રીતે, સ્વ” ને છુટું પાડીને પર' નો વિચાર પણ એકાંતે હાનિકારક છે. આ વાત બરાબર સમજી લેવા જેવી છે. દાખલા તરીકે, મુસીબતમાં આવેલા એક અંધ મુસાફરને સીધે રસ્તે-ધોરી માર્ગ પર આપણે પહોંચાડવો છે. ગામની બહાર સીધી સડકે એને ચડાવીને પછી થોડા વળાંકો વટાવીને એને રાજમાર્ગ પર ચડાવવો છે, ગામ બહાર પહોંચ્યા પછી આપણને લાગ્યું કે ગામની બહાર તો હવે નીકળી ગયા. હવે આગળ જવાની તકલીફ શા માટે લેવી? આ વિચારથી પેલા અંધ મુસાફરને આપણે કહીએ છીએ : “ભાઈ, હવે લાકડીના સહારે ચાલ્યા જાઓ. જમણી તરફ બે વખત વળવાનું આવશે, પછી બે વખત ડાબી તરફ વળવાનું આવશે, તે પછી એક વાર જમણી તરફ વળશો એટલે પછી મુખ્ય રસ્તો, રાજમાર્ગ આવી જશે, સીધા ચાલ્યા જજો.” પેલા અંધ મુસાફરને એટલી સૂચના આપીએ છીએ. તે ભલો માણસ, એટલે સુધી પહોંચાડવા બદલ આપણો આભાર માનીને લાકડી ઠોકતો ઠોકતો ચાલ્યો જાય છે. આપણે ગામ તરફ પાછા આવીએ છીએ. પેલો મુસાફર તો ચાલ્યો જશે. પણ, આપણાં દિલમાં એક ડંખ જરૂર રહી જશે. “એને મુખ્ય માર્ગ સુધી જો પહોંચાડ્યો હોત તો સારું થાત,” આ ડંખ રહી જાય તો તો ઠીક, પણ એવો કોઈ ભાવ આપણા મનમાં જાગે નહિ તો તેથી બેપરવાઇને લીધે આપણું પોતાનું અહિત થવાનું. કેમકે, ત્યાં આપણે દયાભાવ સાથે આપણી ફરજ ચૂક્યા છીએ. એવી જ રીતે, આપણી ફરજ જ્યારે જ્યારે આપણે ચૂકીએ, ત્યારે ત્યારે, બીજાને તેથી ભલે નુકશાન ન થવાનું હોય, આપણાથી આપણું તો અહિત જ થાય છે. સ્વ અને પરનો ભેદ અહીં સમજાશે. કાયદાની પરિભાષામાં gિnorance of Law is no excuse-કાનૂનનું અજ્ઞાન એ કોઈ બહાનું-ક્ષમાપાત્ર કારણ-નથી.” આપણી એવી દલીલ ત્યાં ચાલતી નથી, પરિણામ ભોગવવું જ પડે છે. એ જ પ્રમાણે, કર્મ અને આત્માના કાયદાઓ પણ ચુસ્ત છે, જે ગુનાઓ આપણે અજાણતાં પણ કરીએ તેનો બદલો મળે જ છે. હેતુના અસ્તિત્વ ઉપર, નાસ્તિત્વ ઉપર, મંદતા અથવા તીવ્રતા ઉપર એના પરિણામના ઓછાવત્તા પ્રમાણનો આધાર રહે એટલું જ. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે જ્યારે જયારે આપણે અધર્મ યા અનિચ્છનીય આચરણ કરીએ છીએ, ત્યારે તે વડે આપણી પોતાની ઉપર અસર થાય તેવું હિંસાત્મક કાર્ય જ આપણાથી થાય છે. રસ્તામાંથી એક સારી કથાનું પુસ્તક આપણને જડયું. કોઈકનું પડી ગયું છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ છેજીવન ઝંઝટ મામા મારપી આપણે લઈ લીધું. પછી એ પુસ્તક એના માલિકને પાછું મળે એવો પ્રયત્ન આપણે કરવો જ જોઇએ. જો ન કરીએ તો પારકી ચીજ ઉપાડી લેવામાં આપણું પોતાનું અહિત કરી રહ્યા છીએ. આ સ્વ અને પર હિંસાને લગતો આખો વિષય બરાબર સમજી લેવા જેવો છે. જૈન સાહિત્યમાંથી આ માહિતી મળશે, ખાસ કરીને જીવવિચાર, નવતત્ત્વ અને કર્મગ્રંથ એટલું વાંચી લેવાથી ઘણો લાભ થશે. આમ, આપણે જોયું કે જીવનને પાયામાંથી સુંદર બનાવવાનો પ્રથમ માર્ગ છે પૂર્ણ પણે “અહિંસક જીવન ગાળવા માટે પ્રયત્નશીલ રહેવાનો. બીજી વાત સત્યને લગતી છે. સત્યનો અર્થ અસત્ય તથા અયોગ્ય ઉચ્ચારણ કે વિચારણા ન કરવી એવો થાય છે. અસત્યમાં પણ હિંસાની વાત આવે છે. આપણા અસત્ય કથન અથવા અસત્ય આચરણ દ્વારા બીજા કોઈને પણ દુઃખ થવાનું જ. એ થઈ પરહિંસા. એનાથી આપણને પોતાને જે કર્મબંધન થવાનું, તે થઈ “સ્વહિંસા”. અસ્તેય' એટલે “ચોરી ન કરવી આ “ચોરી” શબ્દ, કાયદાની પરિભાષામાં જેને “ચોરી માનવામાં આવે છે એટલો મર્યાદિત નથી. એનો ખાસ અર્થ એ છે, કે જે આપણું નથી, ન્યાયપૂર્વક આપણું નથી, તે સ્વીકારવું નહિ. ન્યાયપૂર્વક જે આપણા હક્કનું હોય તે સિવાયનું બીજું કંઈ પણ લેવું તેને “સ્તેય’ -ચોરી-માનવામાં આવ્યું છે. અહિં પર્ણ હિંસા-અહિંસાની વાત આવશે. પરહક્કનું લેવામાં બીજાને જે દુઃખ પહોંચે તે હિંસા-પરહિંસા. એવી રીતે લેવામાં આપણને જે કર્મબંધન થાય તે સ્વહિંસા'. : બ્રહ્મચર્ય શબ્દનો અર્થ તો ઘણો વિશાળ છે. સંસારી માણસો માટે આ આચારનું સંપૂર્ણ પાલન શક્ય નથી. પરંતુ, વ્યવહારમાં એને બે રીતે ઘટાવવામાં આવ્યું છે. એક તો, પર સ્ત્રી તરફ કુદષ્ટિ યા કુવિચાર ન કરવા તે. કેમકે વિચાર દ્વારા સેવાતું અબ્રહ્મચર્ય પણ હાનિકારક અને સર્વથા વજર્ય છે. બીજું સ્વપત્ની સાથેના વ્યવહારમાં પણ, અબ્રહ્મચર્યના સેવનને મર્યાદિત રાખવું તે. આ કળિયુગમાં જે લોકો પરસ્ત્રીને માતા સમાન ગણે છે અને સ્વપત્ની સાથેના અબ્રહ્મસેવનને મર્યાદામાં રાખે છે, એ મહાનુભાવો, એક પ્રકારના “બ્રહ્મચારી જ છે. મન, વચન અને કાયા એ ત્રણેય ઉપરના અંકુશોને આવશ્યક ગણવામાં આવ્યા છે. મનદ્વારા પરસ્ત્રી વિષે અયોગ્ય વિચારો કરવા, તે પણ એક મહાનું અબ્રહ્મચર્ય છે. અહીં પણ પેલી સ્વ અને પર હિંસાની વાત આવશે જ. સમજી શકાય તેવી વાત છે. પાંચમો અપરિગ્રહનો જે ચાર બતાવ્યો છે, એ તો એક ઘણી મોટી, સમજવા જેવી અને અવશ્ય પાલન કરવા જેવી વાત છે. એનો સીધો સાદો અર્થ એ થાય છે, કે આપણી જરુરિયાત કરતાં વિશેષનો સંગ્રહ કરવો નહિ.” આમાં આ “જરૂરિયાત Page #249 -------------------------------------------------------------------------- ________________ મં૨૨૬૬ મે અનેકાંત અને સ્યાદ્વાદ શબ્દ ઘણો મહત્ત્વનો છે.‘કીડીને કણ ને હાથી ને મણ' એવું એ વાક્ય છે, માણસે કેટલું રાખવું ને કેટલું ન રાખવું એ વિષે પણ શાસ્ત્રકારોએ સ્પષ્ટ માર્ગદર્શન આપેલું જ છે, આમ છતાં, દરેક માણસ, પોતાની જરુરીયાત અંગેની મર્યાદા વિવેકપૂર્વક નક્કી કરે એ એથી વિશેષ એની પાસે જે આવે, તે કાં તો સ્વીકારે જ નહિ અથવા તેનો સદુપયોગ કરે, બીજાઓને માટે, જેમને જરુર હોય તેમને માટે, એનો ઉપયોગ કરે. તો અપરિગ્રહના આચારનું અંશતઃ પાલન થાય જ છે. અપરિગ્રહ અંગે જૈન શાસ્ત્રાકારોએ બતાવેલી વાત ખૂબ ખૂબ સમજવા જેવીછે. આજે આ ભૌતિક જગતમાં આપણી આસપાસ, જે સામાજિક અને રાજકીય દુર્દશા આપણે જોઈએ છીએ તેની પાછળ આ આચારનો અભાવ પણ જવાબદાર છે. ધનવાન તેમજ ગરીબ વર્ગ વચ્ચેની કરુણાજનક અસમાનતા અને ધનવાનો તથા સત્તાધીશોની ચૂસણખોરી જોઈને કાર્લ માકર્સ નામના એક જર્મન ચિંતકે એક, નવા પ્રકારનું અર્થશાસ્ત્ર લખ્યું. એમાંથી પ્રેરણા મેળવીને લેનિને રશિયામાં એક જબરદસ્ત ક્રાંતિ ઉભી કરી. સામ્યવાદ અને સમાજવાદ નામથી ઓળખાતી વિચારસરણીઓનો એમાંથી જન્મ થયો. એમાંથી લોહીયાળ ક્રાંતિઓ થઈ. કાર્લ માર્કસ અને એના જેવા અન્ય વિચારકોને આ વિચારો શાંથી સૂઝયા ? હજારો લાખો વર્ષ પહેલાં જૈન સમાજશાસ્ત્રીઓએ અપરિગ્રહનું જે અર્થશાસ્ત્ર રચ્યું હતું, એનું પાલન વિશ્વભરમાં જો થયું હોત, તો દ્વેષ, વિદ્વેષ, તિરસ્કાર, મારા મારી અને ખૂનામરકીથી ભરપૂર ઘટનાઓ વિશ્વમાં સર્જાત જ નહિ. છીનવીને અણહકનું જે લીધેલું તથા સંઘરેલું, તે એ જ રીતે છીનવાઈ ગયું.' કર્મનો સિદ્ધાંત ત્યાં પોતાનું કામ તો કરી ગયો. પરંતુ, કાર્લ માકર્સ, લેનિન, સ્ટેલીન, ચાઉ એન લાઈ વિગેર સામ્યવાદીઓએ અપનાવેલી વિચાર-સરણીઓ તથા કાર્ય પદ્ધતિઓ પણ વિઘાતક જ છે. કેમકે, એની પાછળ અહિંસાની કોઈ ભાવના નથી ; ભારોભાર હિંસા અને દ્વેષની માત્રા તથા પરમાત્મા અને ધર્મ પ્રત્યેની અશ્રદ્ધા એ વિચારસરણીઓની પાછળ છે, એનાથી, સરવાળે તો માનવજાતનું ભયંકર અહિત થવાનું છે. આ વાત બહુ સમજવા જેવી છે. આજે જીવન ધોરણ અતિશય ખર્ચાળ બની ગયું છે, સાદાઈનું સ્થાન ભભકાએ લીધું છે; નમ્રતાનું સ્થાન અહંતાએ લીધું છે; વિવેકની જગ્યાએ મોટાઈ અને આડંબર ગોઠવાઈ ગયાં છે. સૌને ‘વધારે ને વધારે’ જોઈએ છે. આ ‘ વધારે’ ની પાછળ ‘અન્ય કરતાં વિશેષ' એવો ભાવ રહ્યો છે. પરિણામે, સ્વાર્થ – કેવળ સ્વાર્થ-સિવાય બીજું કંઈ ભાગ્યે જ સૂઝે છે. અપરિગ્રહની વિશ્વલ્યાણક ભાવનાનો પડછાયો પણ આજે દેખાતો નથી. એ બધું આપણને કયાં Page #250 -------------------------------------------------------------------------- ________________ - જીવન ઝંઝટ ર૨૭, લઈ જશે? શોષણખોરોની હિંસાની સામે સામ્યવાદી હિંસા આવી. હિંસા તો રહી જ. હિંસા દ્વારા હિંસાનો નાશ કદી પણ થઈ શકશે નહિ. પછી તે સામ્યવાદી છાપની હિંસા હોય કે લોકશાસન છાપની હિંસા હોય. હિંસાથી હિંસા જાય નહિ, હિંસાથી દુઃખ ફીટે નહિ, હિંસાથી સુખ પ્રગટે જ નહિ. એ તો આ એક મોટું વિષચક્ર - Vicious circle છે. એના મૂળમાં અપરિગ્રહનો અભાવ છે. માનવજાત સુખ અને શાંતિ ઈચ્છે છે, એનો સાચો અને સચોટ ઉપાય અપરિગ્રહનું પાલન અને સાદાઈમાં સંતોષ માનવો તે છે. વિશ્વના ઇતિહાસમાં અનેક યુદ્ધો થયાં છે. એના મૂળમાં પરિગ્રહની લાલસા જ રહી છે. * જગતને આજે સદાકાળ – શાંતિ ખપે છે. આ શાંતિની સ્થાપના અને એનું રક્ષણ કરવાનો સાચો માર્ગ શો? અણુબોમ્બ? લશ્કરી તાકાત? ના. ન. ના. યુદ્ધથી જો શાંતિ અને સુખ પ્રાપ્ત થતાં હોત, તો, વિશ્વના પ્રથમ યુદ્ધ પછીની યુદ્ધ પરંપરાઓ ઇતિહાસના પાનાઓને બિહામણાં બનાવવા આવી જ ન હોત. - આજે જે પરિસ્થિતિ છે, તે તો વહેતી સ્થિતિ છે. સંભવતઃ રશિયા, અમેરિકા અને બીજા દેશોએ ભેગાં કરેલાં સંહારના સાધનો વપરાઈ જશે, એક મહા વિનાશનું સર્જન કરી જશે. પણ પછી શું? - આ, “પછી શું?’ એ વાત જો આજે જ સમજાઈ જાય, તો માનવ જગત મહાવિનાશમાંથી ઉગરી જાય, જો નહિ સમજાય, તો એના વિનાશની પરંપરાઓ ચાલ્યા જ કરશે, વેરથી વેર શમતું નથી. અસત્ય આચરણથી શાંતિ સ્થપાતી નથી. ચોરીથી સંસ્કાર ઘડાતા નથી. અબ્રહ્મચર્યથી સંતોષ કદી જ નથી. પરિગ્રહથી સુખ કદી સાંપડતું નથી. હિંસા દ્વારા હિંસા સમતી નથી. ( વિશ્વમાં ચોતરફ આજે નજર નાખતાં દિલમાં આઘાતજનક કરુણાભાવ પેદા થાય છે, એવો વિચાર આવે છે કે શું આપણે કોઈ મોટા પાગલખાનામાં વસીએ છીએ ? કે કોઈ એક સ્થળે આગ લાગે ત્યારે એને ઠારવા આપણે પાણી લઈને દોડીએ છીએ, એને બદલે આપણે ઘાસતેલ, પેટ્રોલ ફટાકડા અને એવા સ્ફોટક પદાર્થ લઈને દોડીએ તો શું પરિણામ આવે? આ જગતમાં આજે આવું જ બની રહ્યું છે. યુદ્ધને અટકાવવા માટે યુદ્ધનાં ઘોર વિનાશક શસ્ત્રો બનાવવા પાછળ આજનું રાજકારણ અને અર્થકારણ દોડી રહ્યું છેઃ આંખો મીંચીને દોડી રહ્યું છે. એ બધું , પેટ્રોલ ઈત્યાદિ સ્ફોટક પદાર્થોને લઈને આગ ઓલવવા જતાં ગાંડા માણસો જેવું નથી લાગતું? Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૨૮ મી અનેકાંત અને સ્યાદ્વાદ આત્માની મુક્તિની વાત તો ઘણી મોટી છે. અહિં તો આપણે કેવળ ભૌતિક સુખની જ વાત કરી રહ્યા છીએ. જૈન તીર્થકર ભગવંતોએ ગૃહસ્થ માટે, સંસારી મનુષ્યો માટે પાલન કરવાના જે પાંચ આચારો બતાવ્યા છે, તેનું પાલન કર્યા સિવાય માનવજાતનો કોઈ આરો દેખાતો નથી. એ પાંચે પાંચ આચારોનું પાલન થવા માંડે, તો પછી, યુદ્ધની જરુર નહિ રહે, એટબોંબની આવશ્યક્તા નહિ રહે, લશ્કરની પણ જરુર નહિ રહે. આ વાત પર ખૂબ ગંભીરતાથી વિચાર કરજો! પાળવા માટેના એ પાંચે પાંચ અક્ષત સિદ્ધાંતો છે. એ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. એકને છોડો તો બીજુ છૂટવા લાગશે. એકને પકડો તો બીજુ ખેંચાઈને આવશે. એના અનુક્રમને ઉપરથી લો કે નીચેથી, એ પાંચે પાંચ સિદ્ધાંતો અવિભક્ત અને એક છે. ' ઉપરથી લઈએ. “હિંસા છોડો.” પછી અસત્ય આચરણ આપમેળે છૂટશે. અસત્ય આચરણ જશે એટલે ચોરી જશે. ચોરી ગઈ તો અબ્રહ્મનો આધાર જતાં તે પણ જશે. અને અબ્રહ્મ જોગયું તો પરિગ્રહ છૂટવાનો જ. નીચેથી લઈએ. પરિગ્રહ છોડો. એમાંથી પ્રગટતી સાદાઈને કારણે અબ્રહ્મ તરફ અભાવ આવવાનો જ. અબ્રહ્ય છૂટયું એટલે ચૌર્યકર્મને અવકાશ રહેવાનો જ નહિ. ચૌર્ય કર્મ ગયું તો પછી અસત્યની આવશ્યક્તા જ ગઈ. એટલું થયું એટલે પૂર્ણ અહિંસા પ્રગટવાની જ. ઉલટો ક્રમ લઈએ. “હિંસા” પછી જૂઠ તો આવવાનું જ. એ આવ્યું જ. એમાંથી અબ્રહ્મ પણ આવશે અને પરિગ્રહની તો પછી કોઈ માઝા જ નહિ રહે. પરિગ્રહ વધારવા માંડો. એમાંથી અબ્રહ્મ આવવાનું જ પછી અણહકનું લેવાનોપ્રાપ્ત કરવાનો ઉત્સાહ (દુર્ભાવ) પણ આવશે. એ આવશે એટલે અસત્ય વિના છૂટકો જ નહિ થાય. પછી એ બધું ભેગું મળીને જે મહાઅનર્થ સર્જશે, તે હિંસામાં જ પરિણમવાનો. જેવું વિશ્વ માટે, તેવું જ વ્યક્તિ માટે. વિશ્વથી આપણે ભિન્ન નથી. એક માનવી, એકલદોકલ માનવી પણ આ પાંચે આચારોનું પાલન કરવા. માંડે. “એકલો જાને, એકલો જાને, એકલો જાને રે....... હાક સૂણી તારી કોઈ ના આવે તો એકલો જાને રે' એવી કવીવર રવીન્દ્રનાથ ટાગોરની જે પંક્તિઓ છે, તે મુજબ, એક જ માણસ નિશ્ચય કરીને આ પાંચે આચારોનું પાલન કરવા માંડે, તો તેની સુવાસ, તેની સૌરભ એની આસપાસ ફેલાશે જ ; અવશ્ય ફેલાશે. બીજા લોકો વિરૂદ્ધ વર્તન કરતા હોય તો પણ, પ્રત્યેક સમજદાર માણસે આ પાંચેપાંચ આચારોનું, સંપૂર્ણ ન બને તો અંશત: પાલન કરવાથી શરૂઆત કરવી જ જોઈએ. કેમકે, એમાં Page #252 -------------------------------------------------------------------------- ________________ દર જીવન ઝંઝટ ર૨૯S વ્યક્તિનું ભલું તો છે જ, સમગ્ર વિશ્વના કલ્યાણનું બી પણ એમાં જ છે. રશિયા અને અમેરિકા એમની ભૌતિક વિજ્ઞાન સિદ્ધિઓનું પ્રદર્શન કરીને એકબીજાને ભય પમાડી શકશે ખરા, પણ એમાંથી જે પ્રગટ થશે તે ભડકો જ હશે; સુખ અને શાંતિ તો નહિ જ. આપણે આપણી મૂળ, નાનકડી વાત ઉપર પાછા આવીએ. અહિંસા સત્ય, સ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આ પાંચે આચારોનું પાલન કરવાનો પ્રયત્ન કરવાનું નક્કી કરીને પછી માણસ પોતાના જીવન અંગે વ્યવસ્થા કરે, કાર્ય કરે, તો તે પોતાનું હિત તો કરશે જ, તદુપરાંત, જગતના કલ્યાણમાં પણ તે મોટો ફાળો આપી શકશે. અહીં “આચારોનું પાલન કરવાનો પ્રયત્ન કરવાની વાત જ કરી છે, પાલન કરવાની વાત કરી નથી. આ વાત ધ્યાનમાં રાખીને શરુઆત અવશ્ય કરજો. જો પાલન થઈ શકે, તો તો, આપણે તો તરી જ જઈશું, સુખી થઈ જઈશું, સાથેસાથ જગતના કલ્યાણરથને પણ આપણે ગતિ આપી શકીશું. આ ભૌતિક જગતમાં, માત્ર આધ્યાત્મિક હેતુને અનુલક્ષીને જ જીવનનું ધ્યેય નક્કી કરવાનું છે. પરંતુ એ રીતે જ સંપૂર્ણ પણે વર્તવાનું બધા માટે શક્ય નથી. કેમ કે, એમાં તો તુરત જ સર્વ ત્યાગની વાત આવીને ઉભી રહેશે. ભૌતિક સુખ સામગ્રી ઉપરથી નજરે જ ઉઠાવી લેવાનું બધા માટે શક્ય નથી. જેમનાથી બની તેમ હોય, તેમણે તો એ દિશામાં પગલું ભરવામાં એક પળનો પણ વિલંબ કરવો નહિ. પરંતુ, • આપણે જાણીએ છીએ કે, એ માટે પણ આપણામાં વિશિષ્ટ પ્રકારની યોગ્યતા • જોઈએ. એ હોત તો તો જોઈતું તું શું? એ નથી એની જ આ બધી ઝંઝટ છે. * જૈન શાસ્ત્રકારો પણ આ વાત સમજે છે. એમનો સાદ્વાદ આ વાત તેમને બતાવે છે. એટલે, જીવનના વિકાસમાર્ગ “સાધુ ધર્મ અને ગૃહસ્થ ધર્મ એવા બે ભેદ તેમણે પાડ્યા છે. વૈરાગ્ય ઉપજતાં, આત્મભાન જાગ્રત થતાં સાધુત્વ અંગીકાર કરનાર મહાનુભાવોને અનુસરવાના આચારોનું એક વિશાળ સૂચિપત્ર તેમણે બનાવ્યું છે. એવી જ રીતે સંસારી માણસોની મર્યાદાઓને સમજી, ગૃહસ્થ ધર્મનું પણ, અનુસરવા માટેનું સુલભ એવું નિરૂપણ એમણે કર્યું છે. આ બધું તો સુંદર સુવ્યવસ્થિત છે So well planned છે – કે એ જોઈને એક મોટું સાનંદ આશ્ચર્ય થાય છે. ઉપર જે પાંચ મુખ્ય આચારો બતાવ્યા છે. તે, ગૃહસ્થધર્મ પાળવા માટેના કેવળ ધાર્મિક નહિ પણ સર્વત્રી અને સર્વદેશીય મૂળભૂત સિદ્ધાંતો છે. It is a great code of conduct, absolutely essential for every human beingપ્રત્યેક માનવીને માટે સર્વ કાળે અને સર્વ સ્થળે અત્યંત આવશ્યક એવું એ એક મહાન જીવન બંધારણ છે. વ્યક્તિ અને સમષ્ટિનું કલ્યાણ ભિન્ન નથી. એટલે સમગ્ર Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમા માનવજાત માટે એ પરમ કલ્યાણકારણ વિજ્ઞાન છે. આ પાંચ આચારોને પાળવાથી થતા લાભોનું પણ અતિ સુંદર વિવેચન જૈન શાસ્ત્રકારોએ કરેલું છે. મન, વચન અને કાયાના ત્રિવેણી સંગમ વડે એ આચારોનું પુરેપુરું પાલન કરનાર તો તરી જ જાય, જેઓ એનું અંશતઃ પાલન કરે અને સંપૂર્ણ પાલન કરવાના માર્ગે આગળ વધવા માટે સતત પ્રયત્નશીલ રહે તેમને પણ તેથી પારાવાર લાભ જ થાય. જૈનતત્ત્વવિજ્ઞાન, આ સંસારને સર્વથા માયા કે ભ્રમ માનતું નથી. આ સંસાર પણ એક વાસ્તવિકતા છે. -Reality છે, માત્ર એના સ્વરૂપથી સાવધાન રહીને માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરે તો તે, જેને આંતરિક સુખ માનવામાં આવ્યું છે, તેનો ભોક્તા અવશ્ય બની શકે. આત્માનો ક્રમશઃ વિકાસ કરવામાં આ સંસારની ઝંઝટતાઓ કશી આડે આવતી જ નથી. સંસારમાં રહીને આત્માનો થોડો પણ વિકાસ ન જ થઈ શકે એવું જૈન શાસ્ત્રકારો કહેતા નથી. એની અંતિમ મુક્તિ માટે જ સર્વવિરતિ ધર્મની આવશ્યકતાને તેમણે અનિવાર્ય ગણી છે તેની ભૂમિકાનું સર્જન દેશવિરતિ ધર્મની આરાધના દ્વારા થઈ શકે છે. આ વાતની યથાર્થતા સમજેલા જૈનતત્ત્વજ્ઞોએ, આત્માના વિકાસમાં અનુકૂળતા પ્રાપ્ત કરાવે એ દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને, ગૃહસ્થધર્મની-સાચા જીવનમાર્ગીની – અદ્ભુત ઉત્કર્ષ સાધવામાં સહાયભૂત થાય તેવા માર્ગની બહુ ઝીણવટભરી પ્રરૂપણા કરી છે. ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રો, એના હિસા-અહિંસા સાથેના કાર્ય કારણભાવની દષ્ટિથી ભલે જૂદાં દેખાતા હોય, ભલે જુદા લેખાતાં પણ હોય, આધ્યાત્મિક ધ્યેય, એની સિદ્ધિની અનુકૂળતા, વગેરે સમગ્ર દષ્ટિએ વિચારતાં એવો કોઈ એકાંત ભેદ પડતો નથી. મોટા નગરોમાં કોઈ કોઈ ઘણા લાંબા પણ એક જ નામથી ઓળખાતા માર્ગ ઉત્તર અને દક્ષિણ એવા વિભાગથી ઓળખાય છે. દાખલા તરીકે, મુબઈમાં જે એક મોટો લેમિંગ્ટન રોડ છે. તેને લેમિંટન રોડ નોર્થ અને લેમિંટન રોડ સાઉથ એવા બે પોસ્ટલ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. એવી જ રીતે, જીવનના અને જીવના વિકાસને લાગે વળગે છે, ત્યાં સુધી ભૌતિક ક્ષેત્રને આપણે “મુક્તિમાર્ગ દક્ષિણ’ આધ્યાત્મિક ક્ષેત્રને “મુક્તિમાર્ગ ઉત્તર’ -Salvation Road South and Salvation Road North- એવાં નામો આપી શકીશું. આત્માના જે શત્રુઓ છે, તે શરીરના દુશ્મનો નથી. એવું કોઈ માનશો નહિ. આત્મા સાથે જોડાયેલું શરીર જ્યાં સુધી એના કાર્ય (Function) માં પ્રવૃતિમાન છે ત્યાં સુધી આત્મા અને શરીર, સાપેક્ષ દૃષ્ટિથી, ભિન્ન નથી. એટલે શરીર દ્વારા જે કાંઈ પ્રવૃત્તિ થાય છે. તે આત્માની પોતાની પ્રવૃત્તિ છે. વિચારમાં જે ખરાબ છે તે Page #254 -------------------------------------------------------------------------- ________________ તેની જીવન ઝંઝટ નો મહિનો ર૩૧ આચારમાં કદી પણ સારું હોઈ શકે નહિ. એવી જ રીતે આધ્યાત્મિક દૃષ્ટિથી જે સારું હોય તે ભૌતિક દૃષ્ટિથી પણ અનિચ્છનીય હોઈ શકે જ નહિ. એવા જ ક્રમથી, ભૌતિક ક્ષેત્રમાં વર્તન માટે જે સિદ્ધાંતો નક્કી કરવામાં આવે. તે જો આધ્યાત્મિક વિકાસના પૂરક અને સહાયભૂત ન હોય તો તેથી કશું ભૌતિક ભલું પણ થઈ શકે જ નહિ. એવું જો નક્કી કરવામાં આવે તો તે સન્માર્ગ છે. વ્યવહાર અને નિશ્ચય એ બંને એ જ માર્ગના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ' સમા બે ભાગ છે. એ બંનેનું લક્ષ્ય એક છે. આ બાબતને લક્ષ્યમાં રાખીને, જીવન જીવવા માટેનો સામાન્ય ગૃહસ્થધર્મથી સુશોભિત વિશેષ ગૃહસ્થધર્મ સ્વરૂપ એક વિકાસ-માર્ગ જૈન તત્વવેત્તાઓએ બતાવ્યો છે. એક જ આત્મોત્થાનના રાજમાર્ગની કેડી સમો આ માર્ગ, જીવન જીવવા માટેની એક વિકાસ શ્રેણીને Ladder of evolution આપણી સમક્ષ રજુ કરે છે. ભૌતિક ક્ષેત્રમાં તે આધ્યાત્મિક રંગ પૂરે છે અને પછી, ધીમે ધીમે, આત્માના પૂર્ણ વિકાસની દિશામાં તે દોરી જાય છે. આ વિકાસક્રમનાં જે સોપાન - પગથીયાં તેમણે બતાવ્યાં છે તે ચૌદ ગુણસ્થાનકોને આપણે પાછળ જોઈ ગયા છીએ. આ સોપાનને એક પછી એક સર કરવાની સમયમર્યાદા, પાંચ કારણોને આધીન રહીને મનુષ્યના પોતાના પુરૂષાર્થ ઉપર આધાર રાખે છે. આ બધી બાબતો બુદ્ધિગમ્ય છે, તર્કસિદ્ધ છે અને આચારસિદ્ધ પણ છે. It is completely rational, there is nothing abstract in it. : '. આ બધાનું હાર્દ, જીવન જીવવાના ધોરી સન્માર્ગનું મધ્યબિંદુ સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદની લોકોત્તર ઉપયોગિતા મુક્તિના માર્ગની સાધનામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મુક્તિનો માર્ગ ઈન્દ્રિયોથી પર- અતીન્દ્રિય છે. આત્મા અને કર્મનો સંયોગ તથા વિયોગ એનો હેતુ, એનાં કારણો વિગેરે બધું અતીન્દ્રિય જ્ઞાનગમ્ય છે. પારમાર્થીક પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ ન થાય ત્યાં સુધી માણસના મનમાં અનેક પ્રકારના સંભ્રમો ઉત્પન્ન થયા કરે એ તદન સ્વાભાવિક છે. એટલા માટે જ, મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાનક પર વિચરતા આ જગતને એ ગુણસ્થાનકને - આ લેખકે “સંભ્રમ સદન” એવું નામ આપ્યું છે. એ બધા ય સંભ્રમોને વિભ્રમોનું બુદ્ધિગમ્ય અને શ્રદ્ધાગ્રાહ્ય નિરાકરણ ન થાય, ત્યાં સુધી આત્માના અંતિમ ધ્યેયને પહોંચવાના વિકાસમાર્ગમાં કોઈથી પણ પ્રગતિ થઈ શકતી નથી. સ્યાદવાદની સમજણ દ્વારા એ બધા સંભ્રમોનું બુદ્ધિગ્રાહ્ય નિરાકરણ લાવી શકાય તેમ છે. એક એક માર્ગને અપનાવીને ઉભેલાં દર્શનોની ત્રુટીઓ તેથી દૂર થાય તેમ છે. વસ્તુનું સર્વદેશીય જ્ઞાન અને આત્માની મુક્તિ માટેની આવશ્યક Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૩ર અનેવંત અને સ્યાદ્વાદ પ્રમાણ પુરૂષાર્થ પણ સ્યાદ્વાદની સમજણ દ્વારા જ શક્ય બની શકશે. આપણે તો એની શરૂઆત તથાવિધ વર્ષોલ્લાસના અભાવે ભૌતિક જગતમાં રહીને જ કરવાની છે. એમાં પણ આ સ્યાદ્વાદશ્રુતનું અવલંબન આપણને ખૂબ ખૂબ સહાયભૂત થશે. પરંતુ જીવન જીવવાનો જે માર્ગ આપણને આપણા આધ્યાત્મિક વિકાસ તરફ ન દોરી જાય, તેનાથી, તેવા માર્ગથી, ભૌતિક ક્ષેત્રમાં પણ કોઈ લાભ સંભાવિત નથી. એવા ખોટા માર્ગો જીવનની ઝંઝટોને વધારી મૂકે છે. જીવનનું ધ્યેય અને એ ધ્યેયને પ્રાપ્ત કરવાના માર્ગો વિષે પુરતું વિચાર્યા - વિના જ જો આપણે ચાલીએ, તો ગાડામાં જોડાયેલા બળદમાં ને આપણામાં કશો ફરક રહેતો નથી. એની વિચારણા સુસ્પષ્ટ રીતે કરીને જ આપણા જીવનનું યથાર્થ સુયોજન Good planning આપણે કરી શકીએ. આવી કોઈ યોજના કર્યા વિના આપણે ચાલવા માંડીએ તો આપણી દશા ફુટબોલ જેવી જ થવાની. પછી આપણે . જ્યાં જઈશું, ત્યાં આપણને જે મળશે તે શું હશે? ઝંઝટ જ ઝંઝટ. આધ્યાત્મિક ધ્યેયથી ભિન્ન એવું ભૌતિક ધ્યેય હોઈ શકે જ નહિ. કેવળ ભૌતિક સુખસામગ્રીને જ લક્ષ્યમાં રાખીને જીવનનું ધ્યેય આપણે નક્કી કરીએ, તો તેથી, આધ્યાત્મિક સુખ તો દૂર રહ્યું, ભૌતિક સુખ પણ આપણને પ્રાપ્ત નહિ થાય. જેને શાસ્ત્રકારોએ આત્માના શત્રુ ગણ્યા છે અને શરીરના મિત્રો માની શકાય જ નહિ. આધ્યાત્મિક વિકાસમાં જે આડે આવે, તે ભૌતિક વિકાસમાં કદી પણ સહાયભૂત થઈ શકે નહિ. આ વાતને બરાબર પચાવી દેવી જોઈએ. જૈન દર્શનકારોએ, આત્માના ‘પદ્દરિપુ નામથી ઓળખાતા છ શત્રુઓ બતાવ્યા છે. એ આત્મશત્રુઓનાં નામ છે : “કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર.આધ્યાત્મિક વિકાસમાં અડચણ કરનારા આ છ દુશ્મનો, ભૌતિક વિકાસમાં પણ એવા જ અને એટલા જ અડચણ કર્તા છે. આ વાત બરાબર યાદ રાખવા જેવી છે. એ બહુ મોટા અવગુણો છે. વ્યવસ્થિત જીવનના વિકાસમાં આ અવગુણો બાધક તત્ત્વો Blocking elements' છે. “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મિત્રોની સહાયતા લઈને આ છે શત્રુઓનો પરાભવ કરવા માટે રણે ચડવું એ પ્રત્યેક વિવેકપૂર્ણ મનુષ્યનો પ્રાથમિક પુરુષાર્થ છે. આ વાતને ઉંચી મૂકીને જીવન જીવવાનો માર્ગ નક્કી થાય જ નહિ. એને લક્ષ્યમાં રાખીને આપણે જે જીવન જીવીએ, એ વિશુદ્ધ આમોદપ્રમોદકારક નંદનવન છે.” એને બાદ કરીને ચાલીએ તો જીવન એક ઝંઝટ છે, મહા ઝંઝટ છે. એ મહાઝંઝટમાંથી છૂટવા માટે સ્યાદ્વાદ શ્રતધારક અનેકાન્તવાદના અદ્ભુત તત્ત્વવિજ્ઞાનનો આશ્રય લેવાની અનિવાર્ય આવશ્યક્તા રહે જ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ - જીવન ઝંઝટ મામા માર૩ એટલે, આપણે આટલું નક્કી કરી લઈએ. “આ સંસાર કેવળ ભ્રમ નથી, વાસ્તવિક પણ છે. આ જીવન કેવળ ઝંઝટ નથી, મહા આનંદ પણ છે. એ બંનેમાં, એટલે આપણી આસપાસ પથરાયેલા સંસારમાં અને આપણા જીવનમાં વિષ અને અમૃત એ બંને પડેલા છે. વાસ્તવિક આનંદ અને અમૃતના વ્યવસ્થિત આયોજન લઈને આપણે ચાલીશું, અને જે દિવસે સંસાર એક ભ્રમ છે, એવું નક્કી થશે, ત્યારે એ ભ્રમ આપણાથી લાખો જોજન દૂર ચાલ્યો ગયો હશે; જીવન એક ઝંઝટ છે, એવું જે દિવસે આપણને લાગશે, તે વખતે એ ઝંઝટ તો બિચારી દૂર ઉભી ઉભી આંસુ સારતી હશે. અને વિષ.........એ વિષ તો તે દિવસે પોતે જ અમૃત બનીને અમૃતમાં ભળી ગએલું હશે.” Page #257 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ અનેમંત અને સ્યાદ્વાદ , ખંડન - મંડન પાછળના પાનાઓમાં જે લખાયું છે, તેનો હેતું, જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના મુખ્ય મુખ્ય આચારો તથા વિચારો (સિદ્ધાંતો) ની સંક્ષિપ્ત માહિતી આપવા પુરતો જ છે. કોઈ એકનું ખંડન કે બીજાનું ખંડન કરવાના આશયથી કશું પણ લખાયું નથી. - કોઈ પણ પ્રકારનો વાદવિવાદ ઉભો કરવાનો કે તેમાં ઉતરવાનો આશય રાખ્યા વિના, ફક્ત ઉપયોગી માહિતીનો પ્રચાર કરવાના એક માત્ર હેતુથી આ બધું લખાયું છે. સ્યાદ્વાદ સિદ્ધાંત, એ પૂર્ણપણે મધ્યસ્થભાવનો સિદ્ધાંત છે. મધ્યસ્થભાવ, . તટસ્થવૃત્તિ રાખ્યા સિવાય, આ સિદ્ધાંતની સમજણ મેળવવાનું શક્ય નથી એ પણ અગાઉ કહેવાઈ ગયું છે. સ્યાદ્વાદની મધ્યસ્થતા એક વિશિષ્ટ પ્રકારની છે. એમાં મિથ્યા કે કાલ્પનિક સમાધાનકારક વૃત્તિ નથી. સત્યને અન્યાય ન થાય અને અસત્યનું સમર્થન ન થાય, એ આખાયે સ્યાદ્વાદ સિદ્ધાંતનું હાર્દ છે, કરોડરજ્જુ (Heart & Backbone) છે. કોઈ પણ અન્ય મતમતાંતરો પ્રત્યે એમાં દ્વેષ નથી. આ અંગે શ્રી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે એક સ્થળે કહ્યું છે, કે : “અન્ય શાસ્ત્રને વિષે પણ દ્વેષ કરવો યોગ્ય નથી. તે જે કહે છે, તેના વિષયને યત્નપૂર્વક શોધવો તેમાં જે કંઈ સર્વચન છે, તે સઘળું, પ્રવચનથી-દ્વાદશાંગીથીઅન્ય નથી-ભિન્ન નથી.” સ્યાદ્વાદની ગંભીરતા અને સ્યાદ્વાદીની સાચી મધ્યસ્થતા, ઉપરના વાક્યોમાં સ્પષ્ટ થાય છે. સાદ્વાદ મતે કોઈ પણ વચન સ્વયં પ્રમાણરૂપ પણ નથી અને અપ્રમાણરૂપ પણ નથી. આવું વચન સ્વશાસ્ત્રનું હોય કે પર-શાસ્ત્રનું હોય, એના વિષયના વિશ્વલેષણથી પરિશોધનથી-જ તે પ્રમાણરૂપ કે અપ્રમાણરૂપ બને છે. ' પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ પ્રમાણો દ્વારા જે સુસ્થાપિત થાય, તે વાક્ય પ્રમાણરૂપ છે. પ્રમાણ સાથે જેનો મેળ ન બેસતો હોય, એ વાક્ય અપ્રમાણરૂપ છે. કોઈ પણ એક ધર્મને ઉદેશીને કહેવાયેલું વાક્ય, તે ધર્મને ઉદેશીને ‘સત્ય છે.અન્ય ધર્મને ઉદ્દેશીને કે અન્ય ધર્મોનો તિરસ્કાર કરીને એ જ વાક્યનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે તે ' “અસત્ય છે. નય અને સપ્તભંગી સમજ્યા પછી આ વાત સરળતાથી સમજાશે. ખંડન મંડન એટલે વાદ-વિવાદ. આ વાદવિવાદનો મૂળ હેતુ ઘણો નિર્મળ છે, મતભેદો તો આ વિશ્વનું અનિવાર્ય અંગ છે. કર્મ અનુસાર માણસ પાસે સંપત્તિ જેમ ઓછીવત્તી હોય છે, તેમ બુદ્ધિ અને સમજણશક્તિ પણ ઓછી વસ્તી હોય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ખંડન - મંડન ૨૩૫ એટલે, સંશયો અને મતભેદો તો જાગવાના જ. પરંતુ એ અંગે જ્યારે ચર્ચા કરવા બે માણસો સામસામા બેસે, ત્યારે, એનું પરિણામ વિગ્રહમાં નહિ, સંધિમાં આવવું જોઈએ. આ સંધિ એકમતિની –સંમતિની જ હોય એવું ન પણ બને. ભિન્નમતિની પણ સંધિ થઈ શકે. : આ વિષયમાં જગતનાં ડાહ્યા માણસોએ એક સુંદર વાત કરેલી છે ઃ ‘બે માણસો પોતાના મતભેદોની ચર્ચાવિચારણા કરવા બેસે ત્યારે તેથી બંનેની મતિમાં અને સમજણશક્તિમાં સ્ફૂર્તિદાયક વૈવિધ્ય પ્રગટે છે. પરંતુ “હું જ સાચો છું અને તમે ખોટા જ છો,” એવી વૃત્તિ લઈને બે માણસો બેઠા હોય તો તેમાંથી અધમતા પ્રગટે છે અને અવનતિ સર્જાય છે.’ પશ્ચિમમાં જ્યારે બુદ્ધિશાળી માણસો ચર્ચા કરવા બેસે છે, અને પરસ્પરની વાત ઉપર એકમતિ પર આવવાનું જ્યારે અશક્ય બની જાય છે, ત્યારે છૂટા પડતી વખતે એક વાત‘બંને જણ કબુલ કરીને, પરસ્પર હાથ મિલાવીને અને પરસ્પરનું હિત ઈચ્છિને બંને જુદા પડે છે. જે એક વાત ઉપર તે બંને જણ ‘સહમત’ થાય તે વાત આ છે ઃ ‘(We agree to disagree) - આપણી વચ્ચે એકમતી' નથી, એ વાત ઉપર આપણે બંને સહમત છીએ. કેટલી સરસ વાત થઈ. એમાં વૈમનસ્ય નથી. પછી તેઓ કહેશે, (We shall try again) – આપણે ફરીવાર પ્રયત્ન કરીશું.’ એટલે, આ પુસ્તકમાં જે કંઈ લખાયું છે, તેનો હેતુ કોઈ પણ પ્રકારના વાદવિવાદમાં કે ખંડન-મંડનના વિતંડામાં ઉતરવાનો નથી. આમ છતાં, આ પુસ્તક વાંચ્યા પછી, કોઈ પ્રકારના સંદેહો ઉભા થાય, તો તેનું નિવારણ કરવાનું અસ્થાને નહિ ગણાય. આ વિવરણ આપણે પ્રશ્નોત્તરી દ્વારા કરીશું તો પ્રશ્નને અને એના જવાબને સમજવામાં આનંદ આવશે. પ્રશ્નઃ -‘બૌદ્ધમત મુજબ વસ્તુ‘અનિત્ય’ છે.’ વેદાંત મત વસ્તુને ‘નિત્ય માને છે. જૈન દાર્શનિકોએ એ બે વાતને ભેગી કરીને કહ્યું કે વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આમાં નવું શું કહ્યું ? ઉલટો સંશય ઉભો કર્યો. જવાબ :- ‘વસ્તુને નિત્ય જ અથવા અનિત્ય જ માનીને બેસી જઈએ તો તે વિષયનું જ્ઞાન અપૂર્ણ રહે છે, તેમ જ અન્ય સત્ય અંશનો અપલાપ થાય છે. ત્યારે એકલું નિત્ય છે અથવા અનિત્ય છે, એવું માનીને ચાલવામાં લક્ષ્યસ્થાને પહોંચી શકાતું નથી. પ્રત્યેક વસ્તુમાં ભિન્નભિન્ન-પરસ્પરવિરોધી ગુણધર્મો સમાયેલા છે. એનું ܙ Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ અનેમંત અને સ્વાદ્વાદ મા સંપૂર્ણ દર્શન ન થાય તો સમજણ અધૂરી રહે.” વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં બારીક પૃથક્કરણ-(Microscopic analysis) કરવામાં આવે છે, તે રીતે, જૈન તત્ત્વવૈજ્ઞાઓએ વસ્તુના બધા જ ગુણધર્મોને ખુલ્લા કરીને બતાવ્યા છે. એમાં કશુંયે ક્યાંયથી ભેગું કરેલું નથી. બધું જ સ્વતંત્ર છે. એથી ઉલટું, અન્ય મતમતાંતરોમાં જે એકમાર્ગી બાબતો કહેવામાં આવી છે, તે જૈન તત્ત્વજ્ઞાનમાંથી, અનુકૂળ લાગી તેવી એક એક વાતને પકડીને જ કહેવામાં આવી હોય, તે અસંભવ નથી. વસ્તુને નિત્ય માનીને ચાલવામાં એના પર્યાયો, અવસ્થાઓ અને પરિમનોનો છેદ ઉડી જાય છે. એથી વિપરીત, વસ્તુને જો અનિત્ય માનીને ચાલવામાં આવે, તો જે મૂળભૂત દ્રવ્ય છે, તેની ઉપેક્ષા થઈ જાય છે. એટલે, અપેક્ષાભેદે જૈન તત્ત્વજ્ઞાનીઓએ બતાવેલી આ બંને બાબતો સંશયાત્મક નહિ, પૂર્ણ નિશ્ચયાત્મક છે. વસ્તુની આ બંને બાજુઓ વિષેની પૂરેપૂરી સમજણનું વ્યવહારમાં અને આચરણમાં સવિશેષ મહત્વ છે. જમીનની નીચે બધે જ પાણી હોવા છતાં એક સ્થળે કૂવો ખોદવામાં આવે છે અને બીજે સ્થળે નથી ખોદવામાં આવતો, એ, સ્થળની અપેક્ષાએ પાણીના હોવાનો અને ન હોવાનો દ્વિભાવ છે, આમ, વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણ્યા વિના, એક જ સ્વરૂપને વળગીને આપણે ચાલીએ, તો ઇચ્છિત ધ્યેયને પહોંચવામાં, વિવેક કરી શકવાની અશક્તિને કારણે આપણે નિષ્ફળ જઈએ. બૌદ્ધમત અને વૈદાંત મતની જે એકાંત માન્યતાઓ છે, એ બંનેમાં સત્યનો એક અંશ માત્ર છે, પૂર્ણ સત્ય નથી. પાછું સ્વમાન્ય અંશનો દુરાગ્રહ રાખી ઈતર અંશનો ઈન્કાર થાય ત્યારે અસત્યતા આવીને ઊભી રહે છે. જયારે સંપૂર્ણ સત્ય અનેકાંતવાદમાં જ પ્રગટ થયું છે. એ વૈજ્ઞાનિક, સ્વતઃપ્રતિષ્ઠિત, સુવ્યવસ્થિત અને બુદ્ધિગમ્ય છે. અહીં એટલું સ્પષ્ટ કરીએ કે આ નિત્યાનિત્ય વગેરે ધર્મ એ કોઈ સ્વતંત્ર ધર્મોનો સરવાળો નથી, પરંતુ વિશિષ્ટ અનેકાંત ધર્મ છે. અગાઉ કહેવાઈ ગયું છે તેમ, શાંત અને તટસ્થ બુદ્ધિનો વિવેક પૂર્વક ઉપયોગ કરવાથી, આવા સંશયોનું નિવારણ આપમેળે થઈ જશે. પ્રશ્નઃ “જૈન તત્ત્વવેતાના જણાવ્યા મુજબ વસ્તુના ગુણ ધર્મો અનંત છે. તો પછી, તેની પૃથક્કરણ સમજણ માટે જે ભંગો બતાવ્યા છે તે સાત જ શા માટે?” જવાબ :- સપ્તભંગી અને નય એ બંને બાબતો અંગે સ્પષ્ટ સમજણ મેળવી - લેશો તો આ પ્રશ્નનું આપોઆપ સમાધાન થઈ જશે. સપ્તભંગીમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, જ્યારે સાત નયમાં વસ્તુના ગુણધર્મોનું પૃથક્કરણીય છે. વસ્તુના જુદા જુદા ગુણધર્મો નય બતાવે છે Page #260 -------------------------------------------------------------------------- ________________ ખંડન - મંડન અને સપ્તભંગી તો માત્ર એ પ્રત્યેક વસ્તુના એક એક ગુણધર્મનું સાપેક્ષ વિશ્લેષણ કરે છે. નય માટે તો અગાઉ કહેવાઈ ગયું છે કે સાત નય જે બતાવ્યા છે તે સાત મુખ્ય નય છે. તદુપરાંત નય તો અનેક છે, જેટલાં વચન છે તેટલાં નય છે. સપ્તભંગીના સાત ભંગો દ્વારા સંશયજનિત જિજ્ઞાસાઓની તૃપ્તિ છે. દાખલા તરીકે, સંગ્રહ અને વ્યાવહાર નય વસ્તુના સામાન્ય અને વિશેષ એવા બે સ્વરૂપોને બતાવે છે. અને તેના કેટલાય અવાંતર ગુણધર્મ દ્વારા વસ્તુને જુએ છે, પ્રરૂપે છે. સપ્તભંગીમાં આમાંના કોઈ પણ એક સામાન્ય યા વિશેષ સ્વરૂપને લઈને તેનું, ‘વિશેષ છે, વિશેષ નથી’ વિગેરે વિશ્લેષણ કરી શકાશે. એટલે, નય અને સપ્તભંગી વચ્ચેનો ભેદ જો બરાબર સમજાશે તો ઘણા સંશયો દૂર થઈ જશે. આમ છતાં, ‘ભંગ સાત જ શા માટે ?' પ્રશ્નનો જવાબ એ છે કે આઠમા પ્રકારનો કોઈ ભંગ હજી સુધી કોઈ સંશયકારો બતાવી શક્યા નથી; કેમ કે, એવો આઠમો કોઈ વિકલ્પ છે જ નહિ. માત્ર સંશય કરીને ઉભા રહેવાથી કોઈ વસ્તુનું પ્રતિપાદન થતું નથી. એ તો એક નિષેધાત્મક, નકારાત્મક (Negative) દુર્નીતિ છે.. કોઈ પણ સૂચન જ્યાં સુધી રચનાત્મક (Constructive) સ્વરૂપનું ન હોય ત્યાં સુધી એના ખંડન-મંડનમાં ઉતરવું એ વ્યર્થ વિતંડાવાદ છે. બાકી થોડામાંથી ઘણું જોઈ શકાય છે, એ સમજવા માટે તો જડ વસ્તુમાં દુરબીન અને ચેતન વસ્તુમાં અપણી બે આંખો વિષે વિચાર કરશો તો ઘણું સમજાઈ જશે. પ્રશ્ન:- સાત ભંગમાં છેલ્લા ત્રણમાં ‘છે અને અવક્તવ્ય છે,’ ‘નથી અને અવકતવ્ય છે’ તથા ‘ છે અને નથી અને અવક્તવ્ય છે' એવા ત્રણ પ્રકારોમાં વિવરણ કરવામાં આવ્યું છે. પાંચમાં ભંગમાં પહેલો તથા ચોથો આવે છે, છઠ્ઠામાં બીજો અને ચોથો આવે છે અને સાતમાં ભંગમાં પહેલા અને બીજાને ચોથા સાથે જોડવામાં આવ્યા છે. અહીં, પહેલો બીજો અને ત્રીજો એ ત્રણેને ચોથા ભંગ સાથે જોડીને એક આઠમો ભંગ ન બનાવી શકાય ? જવાબઃ– ત્રીજા ભંગમાં, પહેલા અને બીજા ભંગમાંના બંને સાપેક્ષ સ્વરૂપોનું જોડાણ-સંધીકરણ છે જ; એટલે આઠમી દિષ્ટ માટે અવકાશ રહેતો નથી. પ્રશ્ન :- ચોથા ભંગમાં જે ‘અવક્તવ્યતા’ દર્શાવી છે, એ રીતે એમાં એક ઉમેરીને ‘વક્તવ્યતા ' ન બતાવી શકાય ? ', જવાબઃ- ‘અવક્તવ્યતા' એ પણ એક પ્રકારની વક્તવ્યતા જ છે. વળી એમાં જે અવક્તવ્યતા બતાવી છે, તે ‘સ્યાત્’ શબ્દને આધીન હોઈ સાપેક્ષ છે. વ્યવહારમાં એક માણસ એમ કહે, કે ‘મારી લાગણીઓ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી,’ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ મો અનેકત અને સ્વાસ્વાદ પ્રમાણ એમાં અવક્તવ્યતાનું જે સૂચન છે તે એક પ્રકારની વકતવ્યતા જ છે. એટલે એમાં વક્તવ્યતાને અલગ બતાવવાનું આવશ્યક કે યુક્તિયુક્ત નથી. વળી એ સાતે ભંગોમાં જયાં અવક્તવ્યતા નથી, ત્યાં વક્તવ્યતા સમાવિષ્ટ જ છે, તેથી તેનું અલગ સ્થાન નથી રહેતું. પ્રશ્ન :- એક જ વસ્તુને સારી અને ખરાબ કહી શકાય એ વાત સમજાય છે. પણ એક જ વસ્તુને નાની અને મોટી શી રીતે ઘટાવી શકાય? જવાબ :- પરચતુષ્ટયની અપેક્ષાએ એક જ વસ્તુને નાની અથવા મોટી કહી - શકાય. દાખલા તરીકે‘બોર, લીંબુ, નારંગી, નારિયેળ અને તરબૂચ એ પાંચે ફળને એક જ ટેબલ ઉપર બાજુબાજામાં ગોઠવો. બોરની સરખામણીમાં લીંબુ મોટું લાગશે, પરંતુ, નારંગીની સાથે સરખાવતાં એ નાનું બની જશે. એ અનુક્રમ મુજબ દરેક 3)ોક આરામથી કહી શકાશે. ફળને અપેક્ષાએ નાનું અને મોટું આરામથી કહી શકાશે. • • પ્રશ્ન :- જૈન ધર્મને હિંદુ ધર્મની એક શાખા માનવામાં આવે છે, તે વાત, ,સાચી છે? સાચી ન હોય તો એની સાબીતી શું? . જવાબ :- ના, એ વાત સાચી નથી. એક પિતાને પાંચ પુત્રો હોય તો એ પાંચમાંના ગમે તે એક પુત્ર માટે “આ મારો પુત્ર છે એમ તે કહેશે. બીજાના પુત્ર માટે તે એવું કહી શકશે નહિ. એક ઝાડમાં ઘણી શાખાઓ હોય છે. એ બધી શાખાઓ એ ઝાડની અંગભૂત હોઈ “આ શાખા આ ઝાડની નથી' એમ કોઈ કહી શકશે નહિ.જૈન તત્ત્વજ્ઞાન જો હિંદુ તત્ત્વજ્ઞાનનું એક અંગ જ હોય, તો હિંદુ તત્ત્વવેત્તાઓ એને “આ અમારૂ એક અંગ છે.' એમ કહેતા હોત. તે લોકો એવું કહેતા નથી. તદુપરાંત, જૈન તત્ત્વજ્ઞાનને એ લોકો “ખોટું એમ કહે છે. આ ખોટું’ એમ જ્યારે કહેવામાં આવે છે. ત્યારે ત્યાં ભિન્નતા ઊભી થાય જ છે. જૈન દર્શન વિષે, બહારના જગતમાં, હિંદુ ધર્મની એક શાખા હોવાની જે માન્યતા છે, તે પરિસ્થિતિના અજ્ઞાનમાંથી ઉદ્ભવેલી છે. એ માન્યતા તદન ખોટી છે. આ બાબતને એક શુદ્ધ તર્ક દ્વારા આપણે તપાસીએ, તો જણાશે, કે જૈન દર્શન એ એક તદન મૌલિક અને સ્વતંત્ર તત્ત્વજ્ઞાન છે. બીજા જે દર્શનો છે, તેમાં અને જૈન તત્ત્વદર્શનમાં એક વિશિષ્ટ ભેદ એ છે કે, જૈન સિવાયના બીજા બધા જ દર્શન જૈન દર્શનને માત્ર ખોટું ગણાવીને જ અટકતાં નથી. પોતાના સિવાયના અન્ય બધા દર્શનોને તેઓ ખોટા માને છે. આની સામે જૈન દર્શને બીજા મુખ્ય મુખ્ય તત્ત્વજ્ઞાનોને “સદંતર ખોટા ગણ્યા નથી. તે તે દર્શનોમાં રહેલા અંશતઃ સત્યનો જૈન દર્શને સ્વીકાર કરેલો છે. પાછળના પાનાઓમાં આપણે મુખ્ય મુખ્ય અજૈન દર્શનો સ્યાદ્વાદમાંના સાત નયોમાંના ક્યા ક્યા એક એક નય Page #262 -------------------------------------------------------------------------- ________________ STS ખંડન - મંડન ર૩૯ ઉપર આધાર રાખે છે તે બતાવેલું જ છે. આ બધા દર્શનો, એક એક નય (વસ્તુના એક છેડા) નો આધાર લઈને બેસી ગયા છે. જયારે, જૈન દર્શનનો અનેકાંતવાદ એ સાતે નયોના સંયુક્ત આધાર ઉપર નિર્ભર છે. આ એની વિશિષ્ટતા છે. જૈન ધર્મ, હિંદુ ધર્મનો કે બીજા કોઈ પણ ધર્મનો ફાંટો નથી, એ વાત આથી સ્વયં પુરવાર થાય છે. એજ રીતે, જુદા જુદા તત્ત્વજ્ઞાનોનો સમન્વય કરીને અનેકાંતવાદનું એક તત્ત્વવિજ્ઞાન રચવામાં આવ્યું છે એમ કહેવું પણ યુક્તિયુક્ત (Logical) નથી, ખોટું છે. કાપડના એક તાકામાંથી સાત ડગલા શીવડાવી શકાય, પણ એ સાતે ડગલા. ભેગા કરીને તાકો ના બનાવી શકાય. એથી વિપરીત ક્રમે, એકની સંખ્યામાં એકથી વિશેષ કશું હોતું નથી. સાતમાંથી એકને છૂટો પાડી શકાય, એકમાંથી એકને છૂટો પાડો તો શૂન્ય જ રહે. પિતા-પુત્રના ક્રમમાં, એક પિતા દ્વારા સાત પુત્રો જન્મી શકે છે. પણ, એ સાતે પુત્રોને ભેગા કરવાથી એક પિતા બનતો નથી. આ ન્યાયે, જૈન તત્ત્વજ્ઞાનના અનેકાંતમાંથી, એક એક અંશતને પકડીને, અંશતઃ સત્યવાળા ભિન્નભિન્ન તત્ત્વજ્ઞાનો અનેકાંતવાદમાંથી રચાયાં છે એમ કહેવામાં શુદ્ધ તર્ક અને ન્યાય છે. વસ્તુનાં સ્વરૂપને જોવાની જૈન દર્શનકારોની મધ્યસ્થતાનો મોટામાં મોટા પુરાવો તો એ છે, કે અન્ય દર્શનોમાં એમને જે અંશતઃ સત્ય દેખાયું, એનો એમણે ઈન્કાર નથી કર્યો. સત્યના અંશ તરીકે એમણે એનો સ્વીકાર કર્યો છે. પરંતુ, સત્યના એક અંશને.પૂર્ણ સત્ય કહી શકાય નહિ; એટલે, એટલા પુરતો, અન્ય દર્શનોનો જૈન દાર્શનિકાએ વિરોધ કર્યો છે. આ વિરોધમાં દ્વેષ નથી, પૂર્ણ સત્ય માટેનો આગ્રહ છે. પ્રશ્નઃ- એક એવો અભિપ્રાય છે કે બધા ધર્મોનો સમન્વય કરીને જૈન તત્ત્વજ્ઞાનનું સર્જન કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થાય કે બીજા દર્શનો પ્રથમ હતા અને - જૈન દર્શન પાછળથી આવ્યું. આ વાતનો ખુલાસો શું? જવાબ- “બીજા બધાં જ દર્શનોનો અંતિમ સમન્વય સ્યાદ્વાદમાં થઈ જાય છે એવી વાત સાપેક્ષ દષ્ટિથી થાય છે. પરંતુ, એ બીજા દર્શનો ભેગા કરીને પછી તેમાંથી જૈન દર્શનને રચવામાં આવ્યું છે એવો તેનો અર્થ નથી. એનો અર્થ ફક્ત એટલો જ થાય છે કે અન્ય દર્શનોમાં જે એકાંશી સત્યો છે તે અનેકાંતવાદમાં પડેલા હતા જ.” દાખલા તરીકે પૃથ્વી ઉપરથી વહેતી બધી જ નદીઓ સમુદ્રમાં જઈને મળે છે, એ એક હકીકત છે. પરંતુ, એ બધી નદીઓ ભેગી થઈને સમુદ્રનું સર્જન કરે છે એનો એવો અર્થ નથી. સમુદ્ર તો એ નદીઓના જન્મકાળ પહેલાયે હતો. એ નદીઓ Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૪ ન અનેવંત અને સ્યાહીદ ના સમુદ્રમાં મળી ગઈ એનો અર્થ નદીઓને સમુદ્ર પોતાનામાં સમાવી લીધી' એવો થાય છે. સાદ્વાદનો સિદ્ધાંત આવો જ એક મહાસાગર છે, શ્રુતસાગર છે, એમાં આવીને મળનારા કે ભળી જનારા સતના અંશોમાંથી એ જન્મ્યો કે સર્જાયો નથી. એથી ઉલટું , સના ભિન્ન ભિન્ન અંશોને અને સ્વરૂપોને સ્યાદવાદે પોતે જ ખુલ્લા અને છૂટા પાડીને બતાવ્યા છે, સંભવ છે એમાંના એકેક અંશને લઈને બીજાં દર્શનો રચાયાં હોય. જૈનદર્શન પાછળથી આવ્યું કે પહેલાં – એટલે અન્ય દર્શનોના ઉદ્દભવકાળ અગાઉ પણ હતું એ પ્રશ્નને આ લેખક મહત્ત્વનો ગણતા નથી. - ગુણવત્તાની દૃષ્ટિએ જૈન તત્ત્વજ્ઞાન સર્વોત્કૃષ્ટ છે એટલું જ શું બસ નથી?આમ છતાં, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્ય વિષયક એટલા બધા પુરાવાઓ ગ્રંથસ્થ થએલા છે જે જોતાં જૈન તત્ત્વજ્ઞાન એ અતિ પ્રાચીન દર્શન છે એ વિષે કોઈ મતભેદ નથી. વેદાંત દર્શનના પ્રાચીન ગ્રંથોમાં જૈનોના પ્રથમ તીર્થકર શ્રી, ઋષભદેવના : નામનો જે ઉલ્લેખ મળે છે તેમાંથી એક વાત તો ફલિત થાય જ છે, કે એ ગ્રંથો . લખાયાં તે પહેલાં શ્રી ઋષભદેવ થઈ ગયેલા હોવાં જોઈએ. આમ છતાં, એવું નમ્ર સૂચન છે, કે કયું દર્શન જૂનું અને કયું નવું, કયું પ્રથમ હતું અને કયું પાછળથી આવ્યું એવી જાતના વ્યર્થ વિવાદમાં ઉતરવાને બદલે પૂર્ણ સત્ય શું છે અને એ ક્યાં પડ્યું છે, એની શોધ કરવી એજ ઈષ્ટમાર્ગ છે. જાના જમાનામાં જે દર્શનો એકાંગી હતાં, તેમાંના ઘણામાં સમજણના વિકાસ સાથે ઉમેરો થતો ગયો છે. વેદાંત તથા બૌદ્ધ વિગેરે મતોએ પાછળથી તેમની કેટલીક માન્યતાઓ બદલી છે અને એમ કરીને તેઓ અનેકાંતવાદની નજીક આવ્યાં છે. જ્યારે અતિ પ્રાચીન કાળથી અનેકાંતવાદી જૈન દર્શન જે ચાલ્યું આવે છે તેમાં ફેરફાર કે ઉમેરો કરવો પડ્યો નથી. પૂર્વ અને પશ્ચિમના કેટલાક માન્ય વિદ્વાનોએ જૈન દર્શનની મૌલિક્તાનો સ્વીકાર કર્યો જ છે જ્યારે અન્ય મતો વિષે એવો નિશ્ચિત અભિપ્રાય જોવા મળતો નથી. અનેકાંતવાદનો સિદ્ધાંત અને એનું તત્ત્વનિરૂપણ મૂળથી જ પૂર્ણ હોઈ એટલે અને નિશ્ચલ રહ્યો છે. એમાં કશા પણ ફેરફાર કરવાની આવશ્યક્તા ઉભી થઈ જ નથી. આ હક્કીત જોતાં, જેને “યાવચંદ્ર દિવાકરી કહેવામાં આવે છે, તેવું પૂર્ણ સત્ય, આ વિશ્વમાં એક માત્ર અનેકાંત તત્ત્વજ્ઞાનમાં જ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર જગતના સર્વશ્રેષ્ઠ તત્ત્વજ્ઞાન વિષે સંક્ષિપ્ત પરિચય મેળવ્યા પછી, જે જૈન ધર્મના પ્રવર્તકોએ એક મહાન તત્ત્વજ્ઞાનની જગતને ભેટ આપી છે, તે ધર્મના એક પરમ કલ્યાણકારક ઈષ્ટ મંત્રનો ઉલ્લેખ કર્યા વિના જ આ પુસ્તકને સમાપ્ત કરવું, તે, એક નૃપતિને મુગટ વિના સિંહાસન ઉપર બેસાડવા જેવું થશે. આ ઈષ્ટ મંત્ર “નમસ્કાર મહામંત્ર' ના નામે ઓળખાય છે. અહીં આપણે “મંત્રનો નિર્દેશ કર્યો છે એટલે “મંત્ર' વિષેની થોડીક વિચારણા અપ્રસ્તુત નહિ ગણાય. અનાદિ કાળથી મનુષ્યજાત સુખ પ્રાપ્તિ માટે અનંત પરિશ્રમ કરતી આવી છે. અનન્ય, અદ્વિતિય અને નોંધપાત્ર સુખની શોધ પાછળ માણસ ચિરકાળ ભમતો આવ્યો છે. આ બધાની પાછળ, અણવિકસિત મનુષ્યનો પ્રાથમિક હેતું, ભૌતિક તેમ જ સાંસારિક સુખસામગ્રી પ્રાપ્ત કરવાનો હોય છે. પ્રેમાળ પત્ની, વહાલસોયા બાળકો, કિલકિલાટ કરતું કુટુંબ, ધનવૈભવ અને વજ જેવી તંદુરસ્તી વિગેરે એની પ્રાપ્તિનાં લક્ષ્ય રહ્યાં છે. આ સિવાય, પોતાનું નામ પંકાતું બને, પાંચમાં પોતે પૂછાતો અને પૂજાતો બને, પોતાના હાથે કંઈક યશપ્રદાયક મોટું કાર્ય બને, સત્તા અને ઠકુરાઈ મળે, એ બધી બાબતો પણ માણસની સુખ પ્રાપ્તિની ઈચ્છામાં આવી જાય છે. આવી બધી શારીરિક, કૌટુંબિક, સામાજિક અને એવી ઘણી બધી ભૌતિક સિદ્ધિઓ માટે અથાક પ્રયત્ન કરતા, મુસીબતો ઉઠાવતા અને ખપી જતા માણસને અનાદિ કાળથી જગતે જોયો છે, ઈતિહાસ કારોએ નોંધ્યો છે. - આ હેતુની પ્રાપ્તિ માટે, મળી શકતા બધા જ સાધનોનો ઉપયોગ માણસે કર્યો છે વિશેષમાં, એ સુખની પ્રાપ્તિમાં ઉપયોગી બની શકે તેવા નવા નવા સાધનોને શોધવા અને પેદા કરવા પાછળ પણ માણસે અવિરત પ્રયાસો કર્યા છે. આ બધા વિભિન્ન સાધનોમાં “મંત્ર' દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રયાસો પણ, માણસ અજ્ઞાત સમયથી કરતો આવ્યો છે. ચમત્કારિક સિદ્ધિ આપી શકે તેવા, ચોક્કસ શબ્દો અથવા શબ્દોના સમૂહમાં અને એના વિધિપૂર્વકના પ્રયોગોમાં માણસ અનન્ય શ્રધ્ધા રાખતો આવ્યો છે. આ મંત્ર શું છે? જે સિદ્ધિદાયકતાનું આરોપણ એમનામાં કરવામાં આવે છે, એવી શક્તિ ખરેખર આ મંત્રોમાં છે? આ મંત્રો પાછળ કોઈ બુદ્ધિગમ્ય અને વૈજ્ઞાનિક બળ છે? કે પછી, મનુષ્યની બુદ્ધિ અને સમજણથી પર, એવી આ કોઈ ચીજ છે? Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ માં અનેકંત અને સ્યાદ્વાદ આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે, કોઈ પણ મંત્રમાં જે ત્રણ મહત્ત્વનાં અંગો રહે છે, તેને આપણે તપાસવા પડશે. આ અંગો નીચે મુજબ છે : ૧. શબ્દોની શકિત. ૨. શબ્દોના અર્થ અને એ અર્થની શક્તિ. ૩. એની પાછળ કામ કરતું મંત્રસૃષ્ટાનું સંકલ્પબળ. શબ્દની શકિત વિષે તો હવે આજે બે મત નથી. શબ્દમાં અપરિમિત તાકાત હોય છે, એવું અનુભવ્યા પછી, શબ્દ બ્રહ્મવાદીઓએ શબ્દને પણ ‘શબ્દબ્રહ્મ એવું - સંબોધન આપ્યું છે. કોઈ પણ શબ્દ આપણે બોલીએ છીએ, ત્યારે એમાંથી એક નાદ અને એક અસર અથવા છાપ ઉત્પન્ન થાય છે. મુખમાંથી બહાર પડતા શબ્દને હવાના મોજા ગ્રહણ કરે છે અને એને સાંભળનારના કાન ઉપરાંત આખી દુનિયામાં ફેરવે છે. • આ શબ્દમાંથી જે નાદ –આવાજ-ઉત્પન્ન થાય છે, તે પોતાની છાપ અથવા અસર પણ નીપજાવે છે. શબ્દનો નાદ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં એની અસર પણ સાથે જ જાય છે. સાંભળનાર માણસના કાન શબ્દના નાદને ઝીલે છે અને એની બુદ્ધિ તથા હૃદય શબ્દની અસરને તથા છાપને ઝીલે છે. ' આ શબ્દની અસર અને છાપના અંશ એ પ્રમાણ બોલનાર માણસની શક્તિ અને યોગ્યતા ઉપર અવલંબે છે; સાંભળનારની પાત્રતાને આધીન પણ એ છે. શબ્દના અર્થમાં જે ગહનતા અને ગંભીરતા હોય છે, તે મુજબ શબ્દની અસર પણ ઓછીવત્તી થાય છે. શબ્દો માણસને હસાવી શકે છે, રડાવી શકે છે, ઊંઘાડી શકે છે અને જગાડી પણ શકે છે. શબ્દની પોતાની શક્તિ, એના અર્થની શકિતની સાથે મળીને આવા બધા ઘણા કામ કરે છે. શબ્દના અર્થમાં, મંત્રને લાગેવળગે છે ત્યાં સુધી, એક મહત્ત્વની વાત એ મંત્રના અધિષ્ઠાયક દેવતાના સામર્થ્યની પણ છે. મંત્રના શબ્દમાં જેમને ઉદેશીને મંત્ર સર્જાયો હોય છે, તેમનું નામ આવે જ છે. એટલે, આ નામ જેમનું છે, તેમની યોગ્યતા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તે પછી, મંત્રની ત્રીજી શક્તિ, એ મત્રનું ઘડતર કરનાર - મંત્રને તૈયાર કરનાર સંપાદકના “સંકલ્પની શક્તિ છે. પોતાના સંલ્પબળથી શબ્દોને અધિકૃત બનાવીને મંત્રમ્રષ્ટા મંત્રને તૈયાર કરે છે. આ સંકલ્પબળ, એ કોઈ પણ મંત્રનું સૌથી વિશેષ મહત્ત્વનું અંગ છે. આ રીતે તૈયાર કરવામાં આવેલો મંત્ર, શબ્દના ક્ષેત્રમાં, એક અનોખી ઔષધી સમું સ્થાન પ્રાપ્ત કરે છે ચોક્કસ પ્રકારની સિદ્ધિઓ માટે, ભિન્ન ભિન્ન પ્રકારના Page #266 -------------------------------------------------------------------------- ________________ દમ નમસ્કાર મહામંત્ર પર ર૪૩ મંત્રો, આ રીતે અસ્તિત્વમાં આવ્યા છે. એનું સ્વરૂપ, આ રીતે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને બુદ્ધિગમ્ય છે, મંત્રો દ્વારા અમુક પ્રકારના કાર્યો થયા હોવાની જે વાતો આપણે વાંચીએ છીએ એ બધી જ વાતો કપોળકલ્પિત નથી. મનુષ્યસ્વભાવસહજ અતિશયોક્તિ તેમાં હોય એટલું જ. આજે પણ એવા ઘણા મંત્રો આપણને મંત્રશાસ્ત્રના ગ્રંથોમાંથી મળે છે. પરંતુ એના પરિણામની પ્રાપ્તિ, મંત્રના અસ્તિત્વ માત્રથી સાંપડી જતી નથી. ગમે તે માણસ, ગમે તે મંત્રને લઈને જમવા બેસી જાય, તેથી એ મંત્ર ફળદાયક બની જતો નથી, એની ઉત્પત્તિમાં જેમ ત્રણ મહત્ત્વના કારણો કામ કરે છે, તેમ એની સિદ્ધિમાં પણ ચોક્કસ શરતો રહેલી હોય છે. મુખ્ય શરતો આમા પાંચ હોય છે - ૧. શ્રદ્ધા. ૨. એકાગ્રતા ૩.દઢતાં. • ૪. વિધિ. ૫. હેતુ આમાં, સર્વ પ્રથમ આવશ્યક્તા શ્રદ્ધાની છે. આ “શ્રદ્ધા” શબ્દ “આંધળી શ્રદ્ધા', એવા અર્થમાં વાપરવામાં આવ્યો નથી. જૈન તત્વવેત્તાઓએ બુદ્ધિ અને શ્રદ્ધા એ ઉભયને એક સરખુ મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું છે, કે “શ્રદ્ધા વિનાની બુદ્ધિ, - વૈશ્યા છે અને બુદ્ધિ વિનાની શ્રદ્ધા, વંધ્યા છે.” આનો સ્પષ્ટ અર્થ એ થાય છે, કે શ્રદ્ધા વિનાની બુદ્ધિ, માણસ પાસે, ગમે તેવા મર્કટવેડા કરાવે છે અને બુદ્ધિવિહોણી શ્રદ્ધા, વંધ્યાની જેમ,કશું ફળ આપતી નથી. શ્રદ્ધા અને બુદ્ધિના સુયોગ્ય સુમેળની વાત, બહુ સમજવા જેવી છે. જૈન તત્ત્વજ્ઞાનને જગતમાં અધિકાધિક બુદ્ધિગમ્ય (Most Rational) તત્ત્વજ્ઞાન ગણવામાં . આવ્યું છે. આ એક અદ્દભુત તત્ત્વજ્ઞાન છે' એવી પાકી અને સાચી સમજણ મેળવવા માટે, સૌથી પ્રથમ શરુઆત તો શ્રદ્ધાથી કરવી પડે છે. આમ છતાં, પોતાની સ્થિતિ વિષે ચોક્કસ જ્ઞાન ધરાવનાર જૈન તત્વવેત્તાઓ કહે છે. કે “શ્રદ્ધાપૂર્વક આવો, પણ બુદ્ધિને સાથે લઈને આવો.” બુદ્ધિને મૂકીને આવવાની વાત તેઓ કરતા નથી. માણસ, કોઈ એક વાતને ફક્ત શ્રદ્ધાથી જ સાચી માને છે, ત્યારે શ્રદ્ધાના પરિબળથી એ વાત ઉપર તે પૂરેપુરો આસક્ત થઈ ગયેલો હોય છે. પરંતુ, એ વાત બીજાને સમજાવવાની શક્તિ એની પાસે હોતી નથી. શ્રદ્ધાના પરિબળથી Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૪૪મારા અનેમંત અને સ્યાદ્વાદ પણ બુદ્ધિપૂર્વકની સમજણ જો માણસમાં પેદા થઈ હોય, તો, એ વાત તે પોતે તો બરાબર સમજે જ છે, તદુપરાંત બીજાને પણ એ વાત તે સમજાવી શકે છે. આ જગતમાં જે અનેક વિચિત્રતાઓ જોવામાં આવે છે, તેમાં આ “શ્રદ્ધા એક અજબ મૂર્તિ છે. સમગ્ર વિશ્વની તમામ પ્રવૃત્તિઓ જયારે શ્રદ્ધાની ધરીની આસપાસ ફરતી હોય છે, ત્યારે જ તે સફળ થાય છે. જે પ્રવૃત્તિના પાયામાં શ્રદ્ધા ના હોય, એવી કોઈ ક્રિયા ફળતી નથી, તેમાં સફળતા મળતી નથી. આપણે થોડાક કે ઘણા માણસોને મળીને પૂછીએ, તો દેખાશે કે મોટા ભાગના લોકો શ્રદ્ધાનો સ્વીકાર કરતા જ હોય છે. પરંતુ શ્રધ્ધા શબ્દનો અર્થ ભાગ્યે જ એમાંના બધા જાણતા હોય છે. સામાન્ય અર્થમાં શ્રદ્ધાને તેઓ “વિશ્વાસ અથવા ભરોસો એવું માનતા હોય છે. પણ, શ્રદ્ધાને બદલે વિશ્વાસ વિષે તેમને પૂછો તો તુરત જ, “ના, ભાઈ, ના, આ દુનિયામાં કોઈનોય વિશ્વાસ કરવા જેવું નથી” એમ કહીને મોટા ભાગના . લોકો ઉભા રહી જાય છે. વિધિની વિચિત્રતા તો એ છે, કે વિશ્વાસ રાખવા જેવું નથી એવી સર્વસામાન્ય માન્યતા હોવા છતાંયે, સારાયે વિશ્વનો વ્યવહાર વિશ્વાસ ઉપર જ ચાલે છે ! પરંતુ, શ્રદ્ધાનો અર્થ ઘણો ઊંડો અને ગંભીર છે. “આમાં મને શ્રદ્ધા છે એવું માનવું અને કહી દેવું, એ તો બહુ સાદી, નાની અને સામાન્ય વાત છે. એવું કહેનાર અને માનનાર માણસ શ્રદ્ધાળુ છે, એવું તેથી ફલિત થતું નથી. અમુક માણસને અમુક બાબત પ્રત્યે જે શ્રદ્ધા હોય છે, તેની પ્રતીતિ તો, જ્યારે એ બાબતમાં તેની કસોટી કરવામાં આવે અને એ કસોટીમાંથી પાર ઉતરવાની તેની તૈયારી હોય, ત્યારે જ થઈ શકે છે. જે બાબતમાં પોતાને શ્રદ્ધા હોય, એ બાબત અંગે જરૂર પડે તો ખપી જવાની અથવા સર્વસ્વનો ભોગ આપવાની જેની તમન્ના હોય, એ માણસને જ “શ્રદ્ધાવાન કહી શકાય. તે સિવાયની માત્ર શબ્દ દ્વારા વ્યક્ત થતી શ્રદ્ધા તો ઘેટાના ટોળા જેવી છે, જે બાજુએ દોરવવી હોય તે બાજાએ દોરવાઈ જાય. એટલે , મંત્રસિદ્ધિની બાબતમાં જે પ્રથમ શરત રૂપે મૂકાએલી છે, તે શ્રદ્ધા, આવી જાતની પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. બુદ્ધિપૂર્વકની સમજણ દ્વારા અધિકૃત કે પ્રતિષ્ઠિત થએલી શ્રદ્ધા જ ફળ આપે છે. તે સિવાયની શ્રદ્ધા ફળ આપતી નથી. જે શ્રદ્ધા, “આગેસે ચલી આઈ હૈ એવા અર્થની હોય છે, તે સાચી શ્રદ્ધા નથી. સાચી એ અર્થમાં નથી, કે એ રીતની શ્રદ્ધાવાળા માણસો, કસોટી થાય ત્યારે, પાણીના પરપોટાની માફક, વિલીન થઈ જાય છે. મંત્રસિદ્ધિમાં બીજી મહત્ત્વની વાત “એકાગ્રતા' ની છે. ચિત્તની એકાગ્રતા Page #268 -------------------------------------------------------------------------- ________________ [ નમસ્કાર મહામંત્ર માર૪પ (Concentration of mind- એ એક મોટું બળ છે. એ ના હોય તો, મંત્રની બાબતમાં માણસ કશીયે પ્રગતિ કરી શકતો નથી. સ્થિર થયા વિનાના અને અનેક પ્રકારના મનોવ્યાપારોમાં વિજનિક ગતિ કરતા મન વડે એકાગ્રતા પ્રાપ્ત થઈ શકતી નથી. આ બાબતમાં મનને તૈયાર કરવા માટે, માણસે ભારે મોટો પુરુષાર્થ કરવો પડે છે. મનની એક ચોક્કસ અને સુવ્યવસ્થિત અવસ્થાનું સર્જન કરવું પડે છે. એવું જો ના બની શકે, તો મંત્રસિદ્ધિ કદી પણ પ્રાપ્ત થઈ શકતી નથી. ત્રીજી શરત દઢતા છે. આ પણ એક મહાન શક્તિ છે. આ દઢતાને અંગ્રેજીમાં (Power of perseverance) કહે છે. મુસીબતો આવે, આફતો આવે, દુઃખ પડે અને ધારણા કરતાં અતિ ઘણો સમય વ્યતીત કરવો પડે, તો એ બધાની સામે દૃઢતાપૂર્વક માણસે ઉભા રહેવું જોઈએ. બુદ્ધિપૂર્વકની શ્રદ્ધાથી યુક્ત થએલા એકાગ્રચિત્તમાં નિશ્ચયશક્તિ તો આપોઆપ પ્રગટે છે, પણ એને દઢતાપૂર્વક વળગી રહેવાની અને ગમે તેમ થાય તો પણ પોતાના પ્રયાસને પડતો નહિ મૂકવાની શક્તિ જેમનામાં હોય, તેઓને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચોથી શરત “ વિધિ ' ને લગતી એટલે વિધિપૂર્વક (Methodical) સાધના કરવાને લગતી છે. આ પણ એક અદ્ભુત તાકાત છે. તજજ્ઞ પુરુષો પાસેથી મંત્રસાધના માટેની વિધિ બરાબર સમજી લીધા પછી, એનું ભૂલ વગરનું પાલન તથા અનુસરણ કરવામાં આવે, એ, મંત્રસિદ્ધિ માટેની ચોથી મહત્ત્વની શરત છે. આમાં એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે પુસ્તકના પાનાઓમાં લખાયેલા મંત્રો અથવા કોઈની પાસેથી મેળવેલા મંત્રી સુષુપ્ત દશામાં હોય છે. જ્યાં સુધી • મંત્રને, યોગ્ય ગુરુ પાસેથી વિધિપૂર્વક ગ્રહણ કરવામાં ના આવે, ત્યાં સુધી એ મંત્રમાં ચૈતન્ય પ્રગટતું નથી, ત્યાં સુધી એ મંત્ર જડ રહે છે. મંત્ર છે એટલે એની સાધના ફળ તો આપે જ, છતાં, ગુરુ પાસેથી ગ્રહણ કરીને “ચેતન બનાવ્યા પછી એની સિદ્ધિ. અને શક્તિ અદ્ભુત બની જાય છે. પાંચમી અને છેલ્લી શરત, મંત્ર સિદ્ધિને હેતુ સાથે સંબંધ ધરાવે છે, હેતુની વિશુદ્ધતા કે અયોગ્યતા સાથે મંત્રસિદ્ધિને સંબંધ શો? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ અહીં પૂછાશે. - બુદ્ધિથી યુક્ત થએલી શ્રદ્ધા, ચિત્તની પૂર્ણ એકાગ્રતા અને દઢ કાર્યક્ષમતા ધરાવનાર માણસ વિધિપૂર્વક મંત્ર સાધના કરે તો તેમાં, તેના હેતુની શુદ્ધિઅશુદ્ધિને શું લાગેવળગે ? આવો પ્રશ્ન સહેજે પૂછાશે. આ એક બહુ સમજવા જેવી વાત છે. આ જગતનો એક અબાધિત અને સનાતન સિદ્ધાંત છે, કે હેતુની પવિત્રતા વિનાનાં કોઈ કાર્યો સરવાળે સુખ આપનારા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અનેકાંત અને સ્યાદ્વાદશિ ! ઈષ્ટ સાધી આપનારા-બની શકતાં જ નથી. હેતુ સાથે, મંત્રસિદ્ધિને ગાઢ સંબંધ છે. માણસ, મંત્રસિદ્ધિની કામના શુભ-ઉમદા-હેતુથી કરે છે, કે અશુભ યા અશુદ્ધ હેતુથી કરે છે, એ વાત બહુ મહત્ત્વની છે. અશુભ હેતુથી કરેલા કામમાં શ્રદ્ધા, એકાગ્રતા અને દઢતા હોય તો, કામ થાય છે ખરું, પણ એની અસર લાંબો વખત નભતી નથી, ઉપરાંત, એવી જાતની સિદ્ધિ આખરે એનું પોતાનું જ અહિત કરે છે, એને પોતાને જ અધોગતિની ઉંડી ગર્તામાં ધકેલી દે છે; જ્યારે, શુભ હેતુથી કરવામાં આવેલી મંત્રસાધના, એના સાધકને ઉત્તરોત્તર શક્તિ આપતી રહેવા ઉપરાંત, એને નિરંતર કલ્યાણના માર્ગે દોરતી રહે છે. કોઈ માણસ પોતાની કોઈ આપત્તિના નિવારણ માટે, કુટુંબના પાલન માટે યા ભૌતિક આવશ્યક્તા માટે મંત્રસાધના કરે તો એને આપણે શુભ નહિ કહી શકીએ ; પરંતુ, તે અશુભ પણ નહિ કહેવાય. ‘શુભ છે’ અને ‘અશુભ નથી. આ બે વાક્યોના અર્થમાં ઘણો ફરક છે. પરંતુ, આ અશુભ નહિ, તેવા હેતુઓને મંત્રસાધના માટે અનિષ્ટ ગણ્યા નથી. માણસ જ્યાં સુધી પારકું કે પોતાનું કલ્યાણ ઈચ્છતો રહી પ્રવૃત્તિઓ કરતો રહે, એમાં બીજા કોઈને પીડા, દુઃખ કે અમંગલ પહોંચાડવાની વૃત્તિ ના હોય, ત્યાં સુધી, એના હેતુને આપણે ‘અશુદ્ધ’ નહિ કહી શકીએ. અહીં જ્યારે ‘અશુભ’ તથા ‘અશુભ નહિ’ તેવા હેતુની વાત આપણે કરી છે, ત્યારે, શુભ અથવા શુદ્ધ કોને કહેવાય એનો પણ થોડોક વિચાર કરી લઈએ. ઉપયોગિતાની દૃષ્ટિથી જીવનના હેતુઓ અથવા ‘ધ્યેય’ વિષે આપણે ક્રમશઃ વિચારણા જેમ જેમ કરતા જઈશું, તેમ તેમ આપણને નવો નવો પ્રકાશ મળતો જશે. એ વિચારણા કરતાં કરતાં, જે નાશવંત પર્યાયો છે તેને છોડીને જ ધ્રુવ સ્વરૂપ છે, જે પરિણામી નિત્ય છે, તેવા આત્મા સુધી આપણી વિચારધારા પહોંચશે જ. એ રીતે વિચારતા વિચારતા, આ વિશ્વની તવારિખને તપાસતા તપાસતા અને આપણી આસપાસ નિત્યનિત્ય બનતી જતી ઘટમાળનું તાત્ત્વિક વિશ્લેષણ કરતા કરતા, આપણે છેવટે એવા નિર્ણય ઉપર આવીશું જ, કે જીવનનું અંતિમ ધ્યેય, શરીર અને સંપત્તિ નથી, પણ આત્મા અને તેની મુક્તિ છે. શાણા અને સમજુ માણસો પોતાના શ્રેય માટે ટૂંકી નજરને છોડીને લાંબી દૃષ્ટિથી વિચારણા કરે છે. જે વિચાર કે આયોજનની પાછળ દીર્ઘદૃષ્ટિ ના હોય તે આપણને તાત્કાલિક લાભ કદાચ આપે, લાંબે ગાળે તે હિતકર નિવડતા નથી. એટલે આપણે જ્યારે પણ આપણું ‘ધ્યેય નક્કી’ કરવાનું ત્યારે ‘આત્માની અંતિમ મુક્તિ' (Final emancipation of the soul) – એ વાતને કેંદ્રસ્થાને રાખીને જ આપણા જીવનનું આયોજન Page #270 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર (Planning) કરવું જોઈએ. સમસ્ત જગતનું કલ્યાણ કરવું અથવા ઈચ્છવું એ એક મહત્ત્વની વાત આત્મકલ્યાણની સાથે સંબંધ ધરાવે છે. એટલે આત્માના ક્લ્યાણ માટે, એના આખરી છૂટકારા માટે અને એને અનુલક્ષીને પરકલ્યાણ માટે જે કોઈ મંત્રસાધના કરવામાં આવે તે શુદ્ધ તથા શુભ હેતુ ગણાય; કેમ કે એમાં કોઈ ભૌતિક સ્વાર્થ કે કામના હોતી નથી. હવે, મંત્રસાધનાના વિષયની આપણી વિચારણાને આપણે આગળ ચલાવીએ. જે પાંચ શરતો ઉપર જણાવી છે, તેને નીચેના ક્રમથી લેતાં, અશુધ્ધ નહિ તેવો હેતુ, તજજ્ઞ પુરુષ પાસેથી પ્રાપ્ત કરેલી વિધિ, દૃઢ કાર્યક્ષમતા,પૂર્ણ એકાગ્રતા અને બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા, એ પાંચે વસ્તુઓનું આલંબન લઈને કોઈ પણ માણસ મંત્રસાધના કરે, તો તે સિદ્ધિ પ્રાપ્ત થાય એવું શાસ્ત્રવચન છે. પરંતુ, આ પાંચે બાબતો હોવા માત્રથી જ મંત્રસિદ્ધિ ફળદાયક બને છે, એવું એકદમ માની લેવું નહિ. અહિં, મંત્રની પસંદગી,એવો એક અતિશય મહત્ત્વનો પ્રશ્ન ઉભો થાય છે. પાછળના પાનાઓમાં આપણે જોયું છે, કે જે ભૌતિક જીવનમાર્ગ આપણને આધ્યાત્મિક પ્રગતિનાં પગથિયાં તરફ દોરીને ના લઈજાય, તે સાચો જીવનમાર્ગ જ નથી. એમાં સાચા સુખની પ્રાપ્તિ થતી નથી, કેમકે એવા સુખો પાછા બીજાં અનેક નાના મોટા દુઃખોને જન્મ આપનારાં હોય છે. એવી જ રીતે, જે મંત્ર પોતે જ દુન્યવી સુખપ્રાપ્તિને લક્ષ્યમાં રાખીને ઘડાયો હોય,. તે મંત્રની સિદ્ધિ સ૨વાળે દુઃખદાયક જ બની રહે છે. ‘કાગવિદ્યા’ (કર્ણપિશાચિની વિદ્યા) ના ઉપાસકો અને સાધકોની શું દશા થાય છે, તે જોશોમેલી વિદ્યાના આરાધકોની શું અવસ્થા હોય છે,તે વિગેરે બધું જોશો, તો આ વાતનો બરાબર ખ્યાલ આવી જશે. એક બીજો દાખલો લઈએ. એક મંત્રછે, જે ‘વશીકરણ' ના નામથી ઓળખાય છે, આ એક ઘણો આકર્ષક મંત્ર છે. ઐહિક સુખની ઈચ્છાવાળા, ખાસ કરીને અમુક ચોક્કસ સ્ત્રીની કામનાવાળા કોઈ કોઈ લોકો આ મંત્રનો આશ્રય લે છે. આ લેખકને એવા બે કિસ્સાઓની, સત્ય ઘટનાઓની ખબર છે. અમુક ચોકક્સ સ્ત્રીને પોતાના વશમાં લાવવા માટે ભાનભૂલ્યા બે શક્તિશાળી યુવાનોએ આ મંત્રની સાધના કરી હતી. બંને જણને એમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને એ બંને જણ પોતપોતાની ઇચ્છિત રમણીઓને વશ કરીને તેમની સાથે લગ્ન કરી શક્યા હતા. પરંતુ, વશીકરણ મંત્રની સિદ્ધિ પહેલાં એ બંને સ્ત્રીઓ તે તે યુવાન તરફ ઘૃણાની દૃષ્ટિથી જોતી હતી. મંત્રસિંદ્ધિ પછી, મંત્રના બળ વડે હિપ્રોટાઈઝ થઈ ગએલી એ બંને સ્ત્રીઓ તે Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ માં અનેકંત અને સ્વાદ્વાદ મામ તે પુરૂષોને પરણી તો ખરી, પરંતુ એનું પરિણામ શું આવ્યું? . એક સ્ત્રી અંજાઈ ગએલી હાલતમાં કેવળ કઠપૂતળી બની ગઈ અને હૃદયની ઊખા ગુમાવી બેઠી, જે સુખની આશાથી પેલા યુવાને મંત્રસિદ્ધિનો પુરષાર્થ કર્યો હતો, તે સુખ, તે જીવનભર મેળવી શક્યો નહિ અને જીવનભરનું મહાદુઃખ એને પ્રાપ્ત થયું. બીજા કિસ્સામાં,પેલી સ્ત્રી કંઈક વિશેષ મનોબળવાળી હતી; એટલે, મંત્રની અસરથી પેલા યુવાન સાથે એણે લગ્ન તો કર્યા ; પરંતુ એ માણસને પોતાનો પ્રેમ તે આપી શકી નહિ, એને બદલે એ બાઈનું જીવન બગડી ગયું. આ કિસ્સામાં પણ, એક “અયોગ્ય પાત્ર' ને લઈ આવવાનું દુઃખ પેલા ભાઈનું જીવનસાથી બની ગયું. એ પાત્રમાં જે જે અયોગ્યતા આવી, તેને માટે જવાબદાર એ પોતે જ હતો એ વાત હજુ એ ભાઈના ગળે ઉતરી શકી નથી. આથી એ વાત નિશ્ચિત બને છે, કે મંત્રની પસંદગી કરતી વખતે માણસે પૂર્ણ વિવિકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. એ મંત્ર એવો હોવો જોઈએ કે જે પોતે સર્વસિદ્ધિપ્રદાયક' હોવા ઉપરાંત, સાધકની માનસિક અને અધ્યાત્મિક ભાવનાઓને પણ પ્રગટ અને પ્રબળ કરનારી વિશિષ્ટ શક્તિ ધરાવતો હોવો જોઈએ. • આ મંત્ર, સાધકની સાધકઅવસ્થાની ત્રુટિઓને સ્વયં દૂર કરવાની શક્તિ ધરાવતો, સાધનની અપવિત્રતાને સ્વયં પવિત્ર બનાવવાની શક્તિ ધરાવતો, અને સાધ્ય (હેતુ) ને પણ સ્વયં શુદ્ધ તથા સુમંગલ બનાવતી તાકાત ધરાવતો હોવો જોઈએ. એ મંત્ર એવો હોવો જોઈએ, જે પોતે, પારસમણી” સમી શક્તિ ધરાવનારો, સ્પર્શ થતાં જ કથીરને કંચન બનાવી દેનારો અને માત્ર પોતાની જ શક્તિ વડે “સાધક” સાધન અને સાધ્ય” એ ત્રણેનું સુનિયંત્રણ કરી શકે તેવો “સ્વયંસિદ્ધ અને સ્વયં સંચાલક” હોવો જોઈએ. આવા સુયોગ્ય મંત્રોમાંનો શ્રેષ્ઠ મંત્ર આ જગતમાં કોઈ હોય, તો તે એક “નમસ્કાર મહામંત્ર છે. આ મહામંત્ર “મંત્રાધિરાજનું મંગલ બિરુદ પામેલો છે. સીધા સાદા શબ્દો અને સરળ અર્થ દાખવતો આ મંત્ર, સામાન્ય મનુષ્યને પ્રથમ નજરે બહુ મોટી કે અસાધારણ છાપ પાડતો નથી. નાનું બાળક, જ્યારે શાળામાં પ્રથમ પગરણ માંડે છે, ત્યારે એને શરૂઆતમાં મૂળાક્ષરો શીખવવામાં આવે છે. આ મૂળાક્ષરો બરાબર શીખી ગયા પછી, યુવાનીમાં કે પુખ્રવયે એ મૂળાક્ષરોને કોણ યાદ કરે છે? છતાં, અપ્રતિમ વિદ્વત્તાના મૂળમાં એ મૂળાક્ષરો જ રહેલા હોય, છે, એ વાત કોણ નથી જાણતું? જૈનોના બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાની શરુઆત આ “નમસ્કાર મહામંત્ર' થી થાય છે, એ વખતે,એ મંત્રને નમસ્કાર મંત્ર એવા Unconspicuous- અપ્રસિદ્ધ Page #272 -------------------------------------------------------------------------- ________________ નામથી ઓળખાવવામાં આવે છે, પરંતુ, આ નવકાર મંત્ર ભૌતિક જગતના પેલા મૂળાક્ષરો કરતાં લાખો ગણી વધારે શક્તિ ધરાવનારો મંત્ર છે. આ વાતનો ખ્યાલ પાછળથી વિચાર કરવાથી અને યોગ્ય ગુરુના માર્ગદર્શનથી પ્રાપ્ત થાય છે. આ એક સ્વયંસિદ્ધ મંત્રાધિરાજ છે. એ મંત્ર, સાધકનું ઘડતર કરી શકે છે, સાધનને શુદ્ધ બનાવી શકે છે અને સાધ્યનું પણ સ્વયં જ્ઞાન કરાવે છે. પરંતુ, એ ક્યારે બને? આ મહામંત્રમાં જે “સર્વસિદ્ધિપ્રદાયકતા છે, તે ક્યારે પ્રગટ થાય? એની પ્રથમ શરત એ છે, કે “શ્રદ્ધાપૂર્વકના પ્રયત્ન ધારા,એ મંત્રમાં જે સર્વસિદ્ધિપ્રદાયકતાનો અપૂર્વ ભંડાર ભરેલો છે, તેની બૌદ્ધિક સમજણથી આપણે સજ્જ થઈએ.” એ મંત્રના શબ્દદેહનું હવે આપણે નિરીક્ષણ કરીએ. “નમો અરિહંતાણે નમો સિદ્ધાણં નમો આયરિયાણ નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વર્સિ . પઢમં હવઈ મગલ” - પહેલી નજરે આ વાક્યોમાં કંઈ અસાધારણતા દેખાય છે? પ્રથમ પાંચ વાક્યોમાં -પદોમાં-“અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ' એ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યો છે. એના છેલ્લા ચાર વાક્યોમાં એ રીતે કરવામાં આવેલા નમસ્કારનું ફળ તથા પ્રભાવ બતાવવામાં આવ્યાં છે. આ ફળ તથા પ્રભાવ દર્શાવનાર ચાર પદોને નમસ્કાર મહામંત્રની અંતર્ગત જ ગણવામાં આવ્યાં છે. - આ જે નવ પદો આપણે વાંચ્યા, તેનો સીધો, સાદો અને સરળ અર્થ નીચે મુજબ થાય છે : ૧. અરિહંત (ભગવાન) ને નમસ્કાર કરું છું. ૨. સિદ્ધ (પરમાત્મા) ને નમસ્કાર કરું છું. ૩. આચાર્ય ભગવંત) ને નમસ્કાર કરું છું. ૪. ઉપાધ્યાય (મહારાજ) ને નમસ્કાર કરું છું. ૫. લોકમાં રહેલા સર્વ સાધુ મહારાજ) ને નમસ્કાર કરું છું. Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૫૦ અનેકાંત અને સ્યાદ્વાદ આ ૬. આ પાંચને કરેલો નમસ્કાર ૭. સર્વ પાપનો નાશ કરનારો છે. ૮. અને સર્વમંગલો વિષે, ૯. પ્રથમ (ઉત્કૃષ્ટ) મંગલ છે. તદન સીધો સાદો દેખાતો આ મંત્રાધિરાજ કેટલો બધો અર્થ-ગંભીર છે, એનો ખ્યાલ એકાએક આવી શકે એ સંભિવત નથી. આમ છતાં એમાં રહેલી ગહન અને ગૂઢ અર્થગંભીરતા વિષે વિચાર કરતાં પહેલાં, જેમણે આ મહામંત્રના અંશતઃ - સ્વાદને અનુભવ્યો છે, તેવા લોકોને, આ વિષયમાં શું કહેવાનું છે તે વાત આપણે જોઈએ. શરૂઆત શ્રદ્ધાથી કરજો . બુદ્ધિગમ્યતાથી એ શ્રદ્ધાને આપણે પછી અલંકૃત કરીશું: “આ નવકાર મંત્ર તમામ શાસ્ત્રોના સાર રૂપ છે. આ મંત્ર, અચિંત્ય , પ્રભાવશાળી છે. એનો પ્રભાવ મનુષ્ય ઉપરાંત દેવો અને દાનવોને પણ આકર્ષે છે. એનાથી તમામ મનોરથો પૂર્ણ થાય છે. તમામ વિદ્ગોને આ મંત્ર દૂર કરે છે. બધા પ્રકારની આડખીલીઓ અને આપત્તિઓ (ઉપસર્ગો) આ મંત્રના પ્રભાવથી નાશ પામે છે. આ મંત્ર જંગલમાં મંગલ કરનારો, ચિંતામણી રત્ન સમો, કલ્પવૃક્ષ અને કામધેનુ કરતા અધિક ઈચ્છાપૂરક અને શૂન્યમાંથી સૃષ્ટિને સર્જાવી આપનારો છે. આ મંત્રના સેવનથી સર્વ પ્રકારના પાપોનો નાશ થાય છે. આ લોક અને પરલોકમાં સુખ સામગ્રી અને અપૂર્વ ઋદ્ધિસિદ્ધિને આ મંત્ર પ્રાપ્ત કરાવે છે. નિકાચિત અને નિબિડ કર્મની નિર્જરા એ મંત્રના પ્રભાવથી થાય છે. જન્મોજન્મના પાપ એના પાવક જાપજળથી ધોવાય છે, દુર્ગતિના ઘોર દુઃખોમાંથી આત્મા બચી જાય છે; કર્મના બંધનોમાંથી મુક્તિ મેળવીને શુદ્ધ, નિર્મળ તથા પવિત્ર બનેલો આત્મા, આ મંત્રના પ્રભાવથી જ પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રાતઃકાળે સ્મરણ કરવાથી દિવસ પરમ મંગલાનંદકારી બને છે. જન્મતા બાળકને જન્મ સમયે આ મંત્ર સંભળાવવામાં આવે, તો એનું આખું જીવન પરમ સફળતા અને યશસ્વિતાને પામે છે. મૃત્યુ કાળે પાપાત્માને સંભળાવવામાં આવે તો, તેથી તે સદ્ગતિને પામે છે.” “કીડીને કણ, હાથીને મણ, દુખીને સુખ, સુખીને સંતોષ અને સંતોષીને પરમ સામર્થ્ય આ મંત્ર આપે છે. સ્વયંસિદ્ધ થએલો આ મંત્ર, સર્વ પ્રકારની સિદ્ધિઓનું દાન આપવાની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ શક્તિ ધરાવે છે. એ સર્વસિદ્ધિપ્રદાયક મંત્રાધિરાજ છે, મંત્રશિરોમણી છે.” આ નમસ્કાર મહામંત્રની શક્તિઓ અને સિદ્ધિઓ વિષે અનાદિ કાળથી અનેક Page #274 -------------------------------------------------------------------------- ________________ આ નમસ્કાર મહામંત્ર . તેના રપ૧ અનુભવસિદ્ધ મહાપુરુષોએ એટલું બધું લખ્યું છે, એટલા બધા વિસ્તારપૂર્વક, આ મંત્રમાંના એક એક અક્ષરમાં રહેલી શક્તિઓનું વર્ણન કર્યું છે, કે એ બધું વાંચવા માટે અને સમજવા માટે સો વર્ષનું આયુષ્ય પણ ઓછું પડે. આ મંત્રમાં, એટલું બધું, એવું શું છે? શું જવાબ આપુ? આ મહાસિધુના એક અતિ અલ્પ બિંદુનો જે અનુભવ થયો છે, તેનું વર્ણન કરવા માટે પણ શબ્દો મળતા નથી. મુખ્યત્વે, આ અનુભવનો વિષય છે આનો સાધારણ ખ્યાલ મેળવવા માટે, જે મહાનુભાવોને એનો અનુભવ હોય એવા સાધુ પુરુષોનો સત્સંગ પ્રાપ્ત કરવાનું આવશ્યક છે. વિદ્યમાન જૈન આચાર્યો અને મુનિ મહારાજોમાંના તેના અનુભવવાળા કોઈ કોઈ વિરલ મહાત્માઓ પાસે જાઓ, શ્રદ્ધા અને જિજ્ઞાસાને લઈને જાઓ, તો નિરાશ નહિ થાઓ. એ મહામંત્રમાં જે “નમો શબ્દ છે, એ એક જ શબ્દનું ધારણ અને અંગીકરણ આપની પાસે એક અસાધારણ પાત્રતા માગી લે છે શિષ્ટાચાર ખાતર આપણે જ્યારે, “હું નમસ્કાર કરું છું, વંદન કરું છું' એવા શબ્દો બોલીએ છીએ ત્યારે તેથી આપણા વડે નમસ્કાર અથવા વંદન થાય છે, એવું માની લેશો નહિ. હું માત્ર નમસ્કારભાવને પાત્ર છું એવી આત્મપ્રતીતિ થયા સિવાય કોઈ પણ નમસ્કાર ફળદાયક બનતો નથી. આ આત્મપ્રતીતિ પોતે જ એક વિશિષ્ટ પ્રકારની અને ઉચ્ચ પાત્રતા છે. આપણામાં પળેપળે, જાણ્યેઅજાણ્ય, સર્વ કાળે અને સર્વ સ્થળે જે અહંભાવ - હું પદ ઘર કરી રહેલો પડ્યો છે, એ હું પદને જ્યાં સુધી પૂર્ણ પણે આપણે ત્યજીએ નહિ, ત્યાં સુધી પૂર્ણ અને શુદ્ધ નમસ્કારભાવ આપણામાં પ્રવર્તતો નથી.” આ ભાવ ક્યારે પ્રગટે? - જેમના વિષે આ નમસ્કારભાવનું આપણે ચિંત્વન કરતાં હોઈએ, તેમની સાથે, એટલે તેમનામાં રહેલા સગુણો અને તેમના પ્રભાવોની સાથે, આપણી સમજણશક્તિ જ્યારે એકાકાર થાય, ત્યારે આ ભાવ પ્રગટે. ત્યારે, આ મંત્રમાં આપણે કોને નમસ્કાર કરીએ છીએ? એને “પંચપરમેષ્ઠિ નમસ્કાર' કહેવામાં આવે છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય,ઉપાધ્યાય અને સર્વ સાધુગણ મળી પાંચ પરમેષ્ઠિને મહાન, પરમાત્મતત્ત્વને સંબોધીને આપણે નમસ્કાર કરીએ છીએ. આત્માના, એટલે આ સંસારમાં રમમાણ એવા તમામ આત્માઓને સદ્ગતિ અને શિવલક્ષ્મી પ્રાપ્ત કરવામાં આડે આવતાં, તમામ શત્રુઓને જેમણે હણ્યા છે, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શનિ અનેકાંત અને સ્યાદ્વાદશ એવા અરિહંત પરમાત્માને; તમામ કર્મોનો ક્ષય કરીને સિદ્ધત્વને પામેલા તમામ સિદ્ધ ભગવંતોને, એ માર્ગનું આપણને યથાર્ય જ્ઞાન આપતા કુલપતિ આચાર્યોને; એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આપણને સહાયતા કરનાર પ્રાધ્યાપક ઉપાધ્યાયોને અને એ માર્ગ ઉપર જેમનું ચિત્ત ક્રિયાશીલ બન્યુ છે, એવા તમામ સાધુજનોને આપણે નમસ્કાર કરીએ છીએ. આ પંચ પરમેષ્ઠિના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરવા માટે, સ્થળ, સમય અને શક્તિનો અભાવ હોવાને કારણે, આ લેખક, ફક્ત એટલું જ નમ્ર સૂચન કરેછે, કે જૈન આચાર્ય મહારાજાઓનો સંપર્ક સાધી સત્સંગ પ્રાપ્ત કરવાથી, અનેક સૂર્યસમૂહો ભેગા થઈને આપી શકે એના કરતાં પણ વધારે પ્રકાશ, આ વિષયમાં પ્રાપ્ત થશે. પરંતુ એક મહત્વની વાત યાદ રાખી લેજો, આ મંત્રાધિરાજ ‘નમસ્કાર મહામંત્ર' એ એક જ એવો મંત્ર આ જગતમાં વિદ્યમાન છે, જેના રટણ દ્વારા મનુષ્ય માત્રની તન, મન અને ધનની તમામ આકાંક્ષાઓનું શુદ્ધિકરણ, ઉત્ક્રાંતિકરણ અને ઊર્ધ્વકરણ થાય છે. બીજા કશાયે લાંબાટૂંકા વિચારો કર્યા વિના ફક્ત આ મહા મંત્રનું રટણ એ એક જ વાતને ધ્યેય બનાવીને જો શરુ કરવામાં આવે, તો, તેથી, રટણ કરનારના સમગ્ર જીવનનો કાર્યભાર આ મંત્રાધિરાજ પોતાને હસ્તક લઈ લે છે. નમસ્કાર મહામંત્રને શરણે જનારાઓ માટે આ નમસ્કાર મહામંત્ર સ્વયં પિતા છે, સ્વયં ગુરુ છે, સ્વયં દેવ છે, સ્વયં ધર્મ છે, સ્વયં ઉદ્ધારક છે અને સ્વયં તારક છે. વિવેકપૂર્વકની તમામ ભૌતિક કામનાઓ પૂર્ણ કરાવતો ક૨ાવતો, તમામ પ્રકારનાં સંકટોને હણતો હણતો અને સાધકના દેહ તથા આત્માની તેમજ એના પરિવારની રક્ષા કરતો કરતો, આ મહામંત્ર સ્વયં એના સાધકને પૂર્ણ અને અનંત સુખ તરફ દોરી જાય છે. · સુધા-સરોવરના કાંઠા ઉપર તમને લાવીને ઉભા રાખ્યા છે. અમૃતરસ નજર સામે જ દેખાય છે. એનો આસ્વાદ લઈને ધન્ય બની જવાનું આમંત્રણ એ તમને પ્રેમપૂર્વક, આગ્રહપૂર્વક આપે છે. ઉભા ઉભા જોયા કરવાથી શું ફાયદો ? એમાં હાથ નાંખો, એમાંથી થોડાક બિંદુઓને કરકમળમાં ગ્રહણ કરીને જીહ્વા ઉપર મૂકો; પછી શું અનુભવ થાય છે તેનો પરમ આનંદ સ્વયં અનુભવો ? Page #276 -------------------------------------------------------------------------- ________________ મા આવજો આવજો” વા અને વાચક' વચ્ચેની આ સત્સંગી મુલાકાત એના છેડા ઉપર હવે આવી ગંઈ છે. “આવજો, પધારજો ઈત્યાદિ મંગળ શબ્દધ્વનિના વિનિમય દ્વારા આપણે છૂટા પડીએ, તે પહેલાં, ‘બે મિનિટ નેત્રોને વિરામ આપીને ઈષ્ટ મંત્રનું આપણે ધ્યાન ધરી લઇએ. , , , , , , , , , , , , , , , , , , , બે મિનિટનું મૌન કરીને, હવે, ભાવવા માટેના બે ઉત્કૃષ્ટ ભાવોને આપણા હૃદયમાં ધારણ કરીએ: (1) ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિતી મે સવભૂએસ વેર મક્કે ન કેણઈ. (૨) શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવંતુ ભૂતગણા, દોષાઃ પ્રયાતુ નાશ, સર્વત્ર સુખીભવંતુ લોકાઃ ચાલો, ત્યારે, આવજો ! Page #277 -------------------------------------------------------------------------- ________________ સ્વ.ના અવસાન પછી પ્રગટ થયેલો આ લેખ તેઓશ્રીના સુંદર વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે શ્રી “વનવાસીનું અવસાન “સંસ્કારલક્ષ્મી સ્ત્રી સાપ્તાહિક” નો વાચકસમુદાય જાણીને અત્યંત દુઃખ પામશે કે “નામ વિનાની નવલકથા” “ચંડિકા તે જ અંબિકા” “ગોફણનો ધા” આદિના સર્જક શ્રી વનવાસી, ઉર્ફે શ્રી ચંદુલાલ શકરચંદ શાહ (અમદાવાદ) નું ત્રેપન વર્ષની વયે ગયે સપ્તાહે અવસાન થયું છે. “સંસ્કારલક્ષ્મી સ્ત્રી સાપ્તાહિક સંપાદક મંડળીને આ સમાચાર પ્રકટ કરતાં અપાર શોક થાય છે. નવાઇની વાત એ લાગશે કે છેલ્લાં પંદરેક વર્ષ મશીનરી વગેરે વેપારમાં ગાળી છ એક મહિનાથી જ વાર્તાઓ લખવાનું એમણે શરૂ કર્યું હતું. માંડ બાર પંદર વાર્તાઓ લખી હશે, ને એક જ લખી નવલકથા. (હાલ / “સંસ્કારલક્ષ્મી સ્ત્રી સાપ્તાહિક” માં પ્રકટ થવા માંડી છે તે જ) અને ગઈ તા. ર૩મીએ મળસકે સાડાપાંચ વાગે ડાકટર નાડી અટકી ગઈ છે, ખલાસ નમો અરિહંતાણ એટલા જ છેલ્લા શબ્દો ઉચ્ચારીને તેઓ અનંત નિદ્રામાં પોઢી ગયા! છેલ્લા બે મહિનાથી તેઓ મૌનમાં હતા. પાનસરના ધર્મક્ષેત્રમાં એક મહિનો મૌન અને ધર્મચિંતનમાં ગાળી, સંજોગવશાત બીજા મહિનાનું મૌન પામવા ઘેર આવ્યા, ને બીજો મહિનો પૂરો થતાં પૂર્વે તો અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. માંડ ઇં. ચાર ચોપડીનું શિક્ષણ લઈ અઢાર વરસની વયે બર્માચીન તરફ ગયા. સને ૧૯૨૮માં પાછા ખરી મજૂર મહાજનમાં, ‘જન્મભૂમિ'. ‘નવભારત’ ‘ફી પ્રેસ જનરલ' ‘નવી રોશની' “જયભારત વિ. પત્રોમાં કામ કર્યું, અને ખૂબ પ્રભાવશાળી લેખમાળાઓ લખેલી. અન્યાય સામે હંમેશા પડકાર કરતા, અને ઠેઠ સુધી લડી લેતા. સને ૧૯૩૦માં એક સત્યાગ્રહીને, સખત માર પડયો, તેની સામે તેમને અપવાસ કર્યા. પરિણામે કેટલાક અધિકારીઓ સસ્પેન્ડ થયેલા ને કેટલાક સજા પણ પામ્યા હતા. ૩૦ માં ૩ર માં’ તેમણે તુરંગવાસ સેવ્યો, ને '૪૨ની લડતમાં મુંબઇથી ગૃત પત્રિકા “રામપ્રકાશ બિસ્મિલ' ના નામથી ચલાવી, તેનો પત્તો ઠેઠ સુધી સી. આઈ. ડી. ખાતાને મળવા પામ્યો ન હતો. પછી અમેરિકા જઈ આવ્યા. સને ૧૯૪૯માં પાછા ફરી મશીનરીનો તથા બીજો વ્યવસાય કર્યો. Page #278 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો, અને પુષ્કળ લેખો લખ્યા છે. સને ૧૯૬૧ની અધવચ તેમને દ્ધયરોગ થયો, ને બધી પ્રવૃતિ છોડી દેવી પડી. ત્યારથી કેવળ લેખન શરૂ કર્યું, અને ધાર્મિક ચિંતન, જપતપ, આદિ તરફ વળી ગયા. “નામ વિનાની નવલકથા” નું મૂળ તેમની એક ટૂંકી વાર્તામાં હતું. “કુમારી કૈલાસ” નામની ટૂંકી વાર્તાનો નવલકથા રૂપે વિકાસ કરવા અને સૂચવ્યું તે તેમણે સ્વીકાર્યું, અને લગભગ એક જ મહિનામાં આખી નવલકથા લખી નાખીને મોકલી તેમનું એક વાક્ય સૂચક હતું: ‘વચ્ચે કદાચ લેખકનું અવસાન થઈ જાય તો પણ નવલકથાનું અવસાન ન થઇ જાય-તે ખાતર આખી લખીને મોકલીશ.” અને ખરેખર, પહેલું પ્રકરણછપાયતે પૂર્વે તો ચાલ્યા ગયા! તેમનુ પરાક્રમ પૂર્ણ જીવનચરિત્ર તો આખો ગ્રંથ ભરાય તેવું-તેવડું છે. તેમનો “અનેકાન્ત સ્યાદવાદ” નામનો ૩૦૦ પાનાનો ગ્રંથ મદ્રાસની એક સંસ્થા તરફથી સાત ભાષામાં પ્રકટ થવાનો છે પોતે જ તેનું ઇં. ભાષાંતર લખવાની તૈયારી કરતા હતા, પણ એ ઇચ્છા ફળી નહિ. તેમની છેક પહેલી વાર્તા “સનાતન પ્રશ્ન પુરાતન જવાબ”-સં. ૧ ના ૩૪મા અંકમાં તેમના નામ સાથે જ પ્રકટ થઈ; ત્યારથી જ તેમને સંલ. સાથે ખૂબ મમત્વ ઝામવું શરૂ થયું.અમે જ તેમને આગ્રહ કરી, અનેક નામો સૂચવી, “વનવાસી નામ ધારણ કરાવ્યું. “ર્દયરોગ” ને લીધે, લેખન સિવાયની તમામ પ્રવૃતિ છોડી દેવી પડી છે, ઘરવાસી જ બનવું પડ્યું છે, પણ મન “વનવાસી છે કહી તેમણે તે નામ સ્વીકાર્યું. તેમણે “સંસ્કારલક્ષ્મી સ્ત્રી સાપ્તાહિક” માં ચાલતી નવલકથામાં ચીતરેલું નવી ગુજરાતણ “કૈલાસ” નું અત્યંત તેજસ્વી પાત્ર અમર બની જાય તેવું છે. ગુજરાતી સાહિત્યમાં નવું જ અજવાળું લઇને તે આવે છે. એ નવલકથા તો લખી. તેના સાંઘણમાં બીજી લખવાનો તેમનો મનસૂબો અધૂરો જ રહ્યો. પત્ની, ત્રણ પુત્રો ને ચાર પુત્રીઓ ને બે પુત્રવધૂનો પરિવાર વિલાપ કરતો મૂકી તેઓ ચાલ્યા ગયા. ગુજરાતને એક અત્યંત તેજસ્વી, પ્રૌઢ, શકિતશાળી લેખણનો લાભ મળતો ઝુંટવાઈ ગયો! તેમની લેખન સહાયની અપાર આશા ને ગણતરી “સંસ્કારલક્ષ્મી સ્ત્રી સાપ્તાહિક” એ રાખી હતી, તે વિફલ થઈ ગઈ. ઇશ્વરેચ્છા બલિયાસી. Page #279 --------------------------------------------------------------------------  Page #280 -------------------------------------------------------------------------- ________________ ‘એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું' અરિહંત વંદનાવલીની દરેક ક્કીની આ પંક્તિ જૈન સંઘમાં પ્રભુની સ્તુતી રૂપે સર્વત્ર પ્રચલિત છે. અરિહંત વંદનાવલીના રચનાર “શ્રી ચંદુ’ એટલે ચંદુલાલ શાહ એમનું લખેલું આ પુસ્તક છે. - દ્રવ્યાનું યોગના પરમ રહસ્યો વર્તમાન સમયની ભાષામાં આ પુસ્તક્માં શ્રી ચંદુભાઈએ બતાવ્યા છે. અધ્યાત્મયોગી પૂ. પં. ભંદ્રક્રવિજયજીના ક્ષાપાત્ર શ્રી ચંદુભાઈની આ એક અદ્ભુત ક્તી છે. તેનું પ્રકાશન ક્રવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે માટે ચંદુભાઈના કુટુંબીજનોનાં આભાર. દ્રવ્યાનું યોગના અભ્યાસ માટે શ્રી સક્લ સંઘને આ પુસ્તક ઉપયોગી બનશે એજ અભ્યર્થના. લી. બાબુભાઈ ઠ્ઠીવાળા