________________
અનેકાંત-સ્યાદ્વાદ લેખકે આ ગ્રંથને આવશ્યક ૨૧ જેટલાં પ્રકરણોમાં વહેંચી વિશાળ તત્ત્વજ્ઞાન આપ્યું છે.
(૧) પ્રવેશ પ્રકરણમાં-અમેરિકન ન્યૂયોર્કમાં વિદ્વાન મિત્ર સાથે ચર્ચા કરતાં લેખકે એ સિદ્ધ કરી સમજાવ્યું હતું કે-અનેકાંતવાદ ભ્રમ નથી અને એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણધર્મો રહી શકે છે.
જૈન તત્ત્વજ્ઞાનની ચર્ચામાં વિજ્ઞાનના વિદ્યાર્થીને બુદ્ધિવાદના રહસ્ય સાથે સાપેક્ષવાદ-સ્યાદ્વાદનું સ્વરૂપ સમજાવ્યું હતું. પૃથ્વી ગોળ છે અને ભ્રમણ કરે છે. એ વિષયની ચર્ચા કરી છે.
(૨) પ્રાથમિકમાં-જગતમાં ભિન્નભિન્ન માન્યતા, મત-મતાંતર, રાજનીતિ, લોક-શાસન, વિજ્ઞાન, ભૌતિક, આધ્યાત્મિક વિચારણી દષ્ટિ-દષ્ટિમાં અંતર, તર્કશુદ્ધ તત્ત્વજ્ઞાન માટે શોધ કરવા સૂચવ્યું છે. . (૩) ભૂમિકામાં તર્કનો આશ્રય લેવો, ન્યાયાલય, ન્યાયાધીશની પદ્ધતિ અને જગતની વિચિત્રતા છતાં સત્યની શોધ માટે જૈન તત્ત્વજ્ઞાનીઓએ આપેલ મહત્વનો સિદ્ધાંત અનેકાંતવાદ-સ્યાદ્વાદ તટસ્થ વૃત્તિથી વિવિધ પ્રકારે વિવિધ દષ્ટિબિંદુથી વિચારવા કહે છે. સર્વજ્ઞકથિત જૈન તત્ત્વજ્ઞાન તટસ્થ વૃત્તિથી વિચારવું જોઈએ.
(૪) પરિચયમાં-જિન, જૈન, જૈનધર્મ, શબ્દપરિચય, જૈન ધર્મની પ્રાચીનતા, કેટલીક માન્યતા-૬ દ્રવ્યોની માન્યતા-(૧) ધર્માસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) જીવાસ્તિકાય, (૬) કાલ દ્રવ્યોનો પરિચય આપ્યા છે.
(૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ એ નવ તત્ત્વોનું જ્ઞાન મેળવવું જરૂરી છે.
વિશ્વ-રચના-વિચારમા ૫ કારણો સમજવાં જોઇએ
(૧) કાલ, (૨) સ્વભાવ, (૩) ભવિતવ્યતા, (૪) પ્રારબ્ધ (કર્મ) અને (૫) પુરુષાર્થ (ઉદ્યમ)
જ્ઞાનના ૫ ભેદો સમજવા જરૂરી છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન