________________
પ્રમાણો (૨) પ્રત્યક્ષ અને પરોક્ષ, તેના ભેદો. સાધનો (૪) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ નયન્બે પ્રકારના (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક. નયના સાત ભેદો (૧) નૈગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર, (૪) ઋજીસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત નયના બે ભેદ- (૧) નિશ્ચય અને (૨) વ્યવહાર પણ છે.
સપ્તભંગીની વિચારણા- (૧) ઉત્પાદ, (૨) વ્યય અને (૩) ધ્રૌવ્ય-એ ત્રિપદીની વિચારણા, આત્મા (બદ્ધ અને મુકત) સબંધી માન્યતા, જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષની માન્યતા. બે પ્રકારના ધર્મ- (૧) સર્વવિરતિ-સાધુધર્મ અને (૨) દેશવિરતિ-ગૃહસ્થધર્મ, નમસ્કાર મહામંત્રની માન્યતા વિષય સૂચી રૂપે સૂચવેલ છે.
(૫) ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં - આચાર વિચારની માન્યતા-વિશેષ વિચારણા, વ્યાવહારિક દષ્ટાંતો, તત્ત્વજ્ઞાનમાં અનેકાંતવાદ.
(૬) અનેકાતવાદમાં - શબ્દાર્થ, ૭ નયોના સમૂહરૂપ જૈન-દર્શન, અનેક ઉદાહરણો દ્વારા વિચારણા, વસ્તુમાં વિરુદ્ધ ગુણધર્મ હોવાની વિચારણા. સત્યઅસત્ય, સત્-અસત્, નિત્ય-અનિત્ય, ધર્મ-અધર્મ, પ્રકાશ-અંધકાર એકત્ર, બહ્મમાયા, ભિન્ન-અભિન્ન, અનેક દ્રષ્ટાંતો, અનેકાંત દૃષ્ટિથી સમભાવ-પ્રાપ્તિ તથા વાસ્તવીક વસ્તુનિર્ણય.
(૭) સ્યાદ્વાદમાં - અનેકાંતવાદ તત્ત્વજ્ઞાનને પ્રકટ કરનારી પદ્ધતિ સ્યાદ્વાદ. સ્યાદ્વાદને ન સમજનારાઓએ તેને ‘સંશયવાદ’ તરીકે ઓળખાવ્યો. સ્યાદ્વાદ, - ‘વિશ્વનું અવલોકન કેવી રીતે કરવું જોઇએ' તે શીખવે છે. સમજવા લાયક દષ્ટાંતો. સાયદ્વાદથી સમ્યજ્ઞાન અને વ્યવહારમાં ઉપયોગી માર્ગદર્શન.
(૮) ચાર આધારમાં - (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાલ અને (૪) ભાવ પર વિવિધ પ્રકારે વિચારણાં કરવામાં આવી છે, બોધક દૃષ્ટાંતો આપ્યાં છે.
(૯) પાંચ કારણમાં - પૂર્વોકત પ કારણો પર વિવિધ દષ્ટાંતો સાથે વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. નિગોદ આદિ જીવ વિષયક વિચાર પણ છે.
[૧૦] નય - વિચાર, પ્રમાણ અને નિક્ષેપમાં-સ્યાયહ્લાદને સમજવાનું વ્યાકરણ