________________
૨૫૨ શનિ અનેકાંત અને સ્યાદ્વાદશ
એવા અરિહંત પરમાત્માને; તમામ કર્મોનો ક્ષય કરીને સિદ્ધત્વને પામેલા તમામ સિદ્ધ ભગવંતોને, એ માર્ગનું આપણને યથાર્ય જ્ઞાન આપતા કુલપતિ આચાર્યોને; એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આપણને સહાયતા કરનાર પ્રાધ્યાપક ઉપાધ્યાયોને અને એ માર્ગ ઉપર જેમનું ચિત્ત ક્રિયાશીલ બન્યુ છે, એવા તમામ સાધુજનોને આપણે નમસ્કાર
કરીએ છીએ.
આ પંચ પરમેષ્ઠિના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરવા માટે, સ્થળ, સમય અને શક્તિનો અભાવ હોવાને કારણે, આ લેખક, ફક્ત એટલું જ નમ્ર સૂચન કરેછે, કે જૈન આચાર્ય મહારાજાઓનો સંપર્ક સાધી સત્સંગ પ્રાપ્ત કરવાથી, અનેક સૂર્યસમૂહો ભેગા થઈને આપી શકે એના કરતાં પણ વધારે પ્રકાશ, આ વિષયમાં પ્રાપ્ત થશે.
પરંતુ એક મહત્વની વાત યાદ રાખી લેજો, આ મંત્રાધિરાજ ‘નમસ્કાર મહામંત્ર' એ એક જ એવો મંત્ર આ જગતમાં વિદ્યમાન છે, જેના રટણ દ્વારા મનુષ્ય માત્રની તન, મન અને ધનની તમામ આકાંક્ષાઓનું શુદ્ધિકરણ, ઉત્ક્રાંતિકરણ અને ઊર્ધ્વકરણ થાય છે. બીજા કશાયે લાંબાટૂંકા વિચારો કર્યા વિના ફક્ત આ મહા મંત્રનું રટણ એ એક જ વાતને ધ્યેય બનાવીને જો શરુ કરવામાં આવે, તો, તેથી, રટણ કરનારના સમગ્ર જીવનનો કાર્યભાર આ મંત્રાધિરાજ પોતાને હસ્તક લઈ લે છે.
નમસ્કાર મહામંત્રને શરણે જનારાઓ માટે આ નમસ્કાર મહામંત્ર સ્વયં પિતા છે, સ્વયં ગુરુ છે, સ્વયં દેવ છે, સ્વયં ધર્મ છે, સ્વયં ઉદ્ધારક છે અને સ્વયં તારક છે. વિવેકપૂર્વકની તમામ ભૌતિક કામનાઓ પૂર્ણ કરાવતો ક૨ાવતો, તમામ પ્રકારનાં સંકટોને હણતો હણતો અને સાધકના દેહ તથા આત્માની તેમજ એના પરિવારની રક્ષા કરતો કરતો, આ મહામંત્ર સ્વયં એના સાધકને પૂર્ણ અને અનંત સુખ તરફ દોરી જાય છે.
· સુધા-સરોવરના કાંઠા ઉપર તમને લાવીને ઉભા રાખ્યા છે. અમૃતરસ નજર સામે જ દેખાય છે. એનો આસ્વાદ લઈને ધન્ય બની જવાનું આમંત્રણ એ તમને પ્રેમપૂર્વક, આગ્રહપૂર્વક આપે છે.
ઉભા ઉભા જોયા કરવાથી શું ફાયદો ?
એમાં હાથ નાંખો, એમાંથી થોડાક બિંદુઓને કરકમળમાં ગ્રહણ કરીને જીહ્વા ઉપર મૂકો; પછી શું અનુભવ થાય છે તેનો પરમ આનંદ સ્વયં અનુભવો ?