________________
મા ૪૮ ગામડા માં અનેકંત અને સ્યાદ્વાદ આ
એક માણસ, જેમનું નામ મિસ્ટર જોન્સ હોવાનું આપણે કલ્પી લઇએ. આ મિસ્ટર જોન્સની આપણે અંતર્ગત તપાસ કરીએ.
માણસ તો એક જ છે; પરંતુ તે સારો છે અને ખરાબ પણ છે. તે દયાળુ છે ? અને ઘાતકી પણ છે. તે ઉદાર છે અને કંજુસ પણ છે. તે ક્ષમાવાન છે અને ક્રોધી પણ છે. તે અહિંસક છે અને હિંસક પણ છે. તે સત્યવક્તા છે અને સરાસર જુઠો પણ છે. તે સજ્જન છે અને લબાડ-દુર્જન પણ છે. તે નાનો છે અને મોટો પણ છે. તે વાચાળ છે અને મીઢો પણ છે. તે જ્ઞાની છે અને અજ્ઞાની પણ છે.
આવી પરસ્પર વિરોધી વાતો કોઈ એક જ માણસ વિષે કોઈ કહે તો તેમાં સાચું શું? પરંતુ આ મિસ્ટર જોન્સમાં પરસ્પર વિરોધી એવા એ બધા જ લક્ષણો છે. આ વાત પુરવાર કરવામાં કશી મુશ્કેલી નહિ પડે.
મિસ્ટર જોન્સને જુદી જુદી સ્થિતિમાં, જુદા જુદા સ્થળોમાં, જુદા જુદા પ્રસંગોએ ભિન્ન ભિન્ન સંયોગોમાં અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ સાથે તદન વિરોધી એવું વર્તન કરતો આપણે જોઈ શકીશું. પત્ની પ્રત્યે પ્રેમાળ અને નોકરી પ્રત્યે ક્રૂર વર્તન ચલાવતા આવા જોન્સ ઘણાય જોવા મળશે. એના જે પરસ્પર વિરોધી ગુણો ઉપર બતાવ્યા છે તે દરેક પ્રકારનું વર્તન ચલાવતો આપણે જોઈ શકીશું. આવી જ રીતે, દ્રવ્ય, કાળ અને ભાવની અપેક્ષાથી, ‘તેમનું વર્તન પરસ્પર વિરોધી છે,” એવું વિધાન આપણે ઘણા માણસો માટે અવશ્ય કરી શકીશું.
એ જ રીતે એ પ્રત્યેક ગુણને લગતી જુદી જુદી વાત કરવાની હશે ત્યારે મિસ્ટર જોન્સના બધા વર્તનને અલગ અલગ રીતે વર્ણવવા માટે, વર્ણન કરતી વખતે, મિસ્ટર જોન્સ “સારો માણસ છે,’ ‘મિસ્ટર જોન્સ ખરાબ માણસ છે.” એવી અલગ અલગ જુદી જુદી વાત પણ આપણે કરી શકીશું..
સ્યાદ્વાદ અને સપ્તભંગીનો આગળ ઉપર જયારે ઉલ્લેખ આવશે, ત્યારે આ મિસ્ટર જોન્સનું દષ્ટાંત, એ વિષયોને સમજવામાં ખૂબ ઉપયોગી થઈ પડશે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જે ચાર અપેક્ષાઓ, જૈન દાર્શનિકોએ બતાવી છે, તેને, એ અપેક્ષાએ લક્ષ્યમાં રાખીને આ બધુ વિચારશો તો બધુ જ દિવા જેવુ સ્પષ્ટ સમજાશે. આ ચાર અપેક્ષાઓ વિષે એક સ્વતંત્ર પ્રકરણમાં, આગળ ઉપર, આપણે વિચાર કરવાના છીએ. એટલે, અહીં તો તેનો આટલો ઉલ્લેખ માત્ર કર્યો છે. દષ્ટિને અને વિચાર શક્તિને સાફ બનાવવામાં આ ચારે બાબતો ખૂબ ઉપયોગી છે.
પ્રત્યેક બાબતને અનેકાંતવાદની એરણ પર આપણે તપાસતા થઇ જઈએ તો તે પ્રત્યેક વસ્તુનું સ્પષ્ટ દર્શન થયા ઉપરાંત એક બીજો પણ લાભ, ઘણો મોટો