________________
દિ અનેકાંતવાદ દાદા ૪૯ જુ લાભ. આપણને થઇ જશે.
“અનેકાંત દૃષ્ટિ આપણને પ્રાપ્ત થશે કે તરત જ “સમભાવ' આપણામાં આપોઆપ આવી જશે. આ કંઈ નાનોસૂનો લાભ છે?”
અરે, આ તો સંસારમાં સ્વર્ગ ઉતારવાની વાત છે. અહીં આપણે એક રમણભાઈ નામના ગૃહસ્થની વાત કરીએ, તે ભાઇ અનેકાંત દષ્ટિ બરાબર સમજેલા છે. એમનાં પત્ની રમાન્ડેન ઓછું ભણેલા છે. એમની પુત્રી રમ્યબાળા ગ્રેજ્યુએટ છે. રમાન્ડેનમા ઉમ્મરનો અનુભવ છે. રમ્યબાળામાં યૌવનનું વૃંખલપણું છે. આ માતા અને પુત્રી વચ્ચે વાત-વાતમાં ચકમક ઝરે છે, કારણકે તો વાત એવી ઉગ્ર બની જાય છે કે પાડોશી પોપટલાલ પણ સમસમી ઉઠે છે. “મારે આવી બૈરી કે છોકરી હોય તો હું તો ઝાડુ લઈને એ બંનેને ઝૂડી નાખું એમ પોપટભાઈએ એમના પત્ની પાર્વતીન્ટેનને કહ્યું. પણ રમણભાઈની સ્વસ્થતા જળવાઈ રહે છે. પત્ની અને પુત્રી એ બંનેની સ્વાભાવિક તથા સાંયોગિક મર્યાદાઓને અનેકાંત દષ્ટિથી રમણભાઈ જ સમજે છે. એટલે ગુસ્સે થઇ બૂમાબૂમ કરવાને બદલે તેઓ એ બંનેને શાંતિથી સમજાવે છે. રમણભાઈનો સ્વભાવ સચવાઈ રહે છે, અસમભાવ કે ક્રોધ તેમને અડતા નથી. કર્મબંધનથી તેઓ બચી જાય છે. અનેકાંત દૃષ્ટિથી આ જે લાભ તેમને થયો તે શું નાની સૂની વાત છે?
અનેકાંત દષ્ટિને લક્ષ્યમાં લેતાં આવી ઘણી બધી વાતો આપણને સરળતાથી સમજાઈ જશે. પેલા મિસ્ટર જોન્સ વિષે, તેમની કોઈ એક જ વાત લઈને વિચારવાનું જેમ ખોટું છે, તેમ, તત્ત્વવિચારણામાં પણ કોઈ એક જ વસ્તુ યા એક જ સ્વરૂપને નજર સામે રાખીને વિચારવું એ પણ ખોટું છે. સમજાઈ ગઈ આ વાત? - થોડોક વધારે વિચાર કરીએ. - જેના અસ્તિત્વનો આપણે વિચાર કરીએ છીએ, તેનું તે અસ્તિત્વ સર્વથા અને ચિરકાળ તેની તે જ સ્થિતિમાં રહેવાનું નથી. આ વાત જો આપણે કબૂલ કરીએ, તો પછી, અવસ્થા (પર્યાય) બદલાતા, તે વસ્તુ આજે જ સ્વરૂપે દેખાય છે તેવા જ સ્વરૂપે તે પછી દેખાતી નથી, તેનું તે જ સ્વરૂપ પછી રહેતું નથી. આ વાત પણ આપણે કબૂલ કરવી જ પડશે. એટલે, જયારે, જે અવસ્થામાં જે વસ્તુના અસ્તિત્વનો સ્વીકાર આપણે કરીએ છીએ, તે સ્વીકાર, શરતી-qualified-conditional-બની જાય છે. એ સ્વીકાર પછી બિનશરતી-Unqualified or unconditional-રહેતો
નથી.
દષ્ટાંત તરીકે, કારેલાને સમારીને તેનું શાક બનાવ્યા પછી, જમતી વખતે આપણે “કારેલાં આપો’ એમ કહેતા નથી; ‘શાક આપો’ એમ કહીએ છીએ.