________________
૧૯મા અનેકાંત અને સ્યાદ્વાદ પ્રમાણ ૧. સંસારી. ૨. મુક્ત.
“સંસારી આત્મા એટલે કર્મનાં પુદ્ગલોથી બંધાઇને આ સંસારમાં સંસરણપરિભ્રમણ કરી રહેલા આત્માઓ. “મુક્ત” એટલે તમામ કર્મોનો ક્ષય કરીને જેઓ મુક્ત થયા છે, મોક્ષમાં ગયા છે તે આત્માઓ.
સંસારમાં પરિભ્રમણ કરતા કર્મબદ્ધ આત્માઓના મુખ્ય બે ભેદ છે, એક - સ્થાવર' અને બીજા “ત્રસ'.
જેઓ પોતાની મેળે ગતિ ન કરી શકે, જેમને નિશ્ચિત આયુષ્યકાળ પર્યત સ્થિર રહેવાનું છે અને સુખ પ્રાપ્ત કરવાના કે દુઃખને દૂર કરવાના પ્રયત્નો જેઓ કરી શકતા નથી તેવા જીવોને સ્થાવર' કહેવામાં આવે છે. આ વિભાગમાં પૃથ્વીકાય ? વનસ્પતિકાય, વાયુકાય, જલકાય અને તેજસ્કાય જીવો આવે છે. • •
આ સ્થાવર જીવોના પાછા સૂક્ષ્મ અને સ્કૂલ એવા બે પ્રકારો છે. સ્થૂલ જીવોને . માટે જૈન પારિભાષિક શબ્દ બાદર જીવો' એવો છે. આમાંના સૂક્ષ્મ જીવો અગણિત ચર્મચક્ષુઓ દ્વારા જોઈ શકાતા નથી. બાદર ઉર્ફે સ્થૂલ જીવોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આ બધા જીવો માત્ર સ્પર્શન ઈન્દ્રિય દ્વારા જ સંવેદનો અનુભવતા એકેંદ્રિય જીવો છે; એમને તે સિવાય બીજી ઇન્દ્રિયો જ નથી.
જે જીવો સ્વેચ્છાપૂર્વક હાલી ચાલી શકે છે તે જીવોને “ત્રસ જીવ' કહેવામાં આવે છે. બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયોવાળા બધા જીવો તેમાં આવી જાય છે.
જેમને ત્વચા અને જીભ એ બે હોય છે, તે “બેઇન્દ્રિય જીવ'. જેમને ત્વચા, જીભ અને નાક હોય છે, તે તે ઇન્દ્રિય જીવ”. જેમને ત્વચા, જીભ, નાક અને આંખ હોય છે, તે “ચૌરેન્દ્રિય જીવ'. જેમને ત્વચા, જીભ, નાક, આંખ અને કાન હોય છે, તે “પંચેન્દ્રિય જીવ”. પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકારો બતાવાયા છે.
(૧) મનુષ્ય. (૨) તિર્યંચ એટલે પશુપક્ષી વિગેરે, (૩) દેવલોકમાં વસતા દેવતાઓ અને (૪) નરકભૂમિમાં રહેતા નારકી જીવો. જીવ માટે “આત્મા એવો શબ્દ વપરાય છે, જે જીવતો હતો, જીવે છે, જીવશે તે જીવ, ‘અતતિ' ભિન્ન ભિન્ન ગતિઓમાં ગમન કરે તે આત્મા, ચૈતન્ય, જ્ઞાન દર્શનનું ફૂરણ જેમાં હોય તે ચેતન. જીવ કહો, ચેતન કહો કે આત્મા કહો, મૂળ સ્વરૂપે એ એક જ દ્રવ્યના જુદા જુદા સંજ્ઞાવાચક નામો છે.
આપણે પરિચયવાળા પ્રકરણમાં આ જગતના આધારભૂત એવા જે છ દ્રવ્યો બતાવ્યા છે તેમાંનું, આ જીવ એ એક દ્રવ્ય-Substance ચૈતન્યશાળી-Living