________________
મામ આત્માનો વિકાસ ક્રમ પ્રમાણ ૧૯૫માં substance છે.
સ્થાવર અને ત્રસ નામના આ સંસારી ઉર્ફે કર્મબદ્ધ જીવોની આ વાત થઈ. જે મુક્ત જીવો છે એમની વાત આપણે છેલ્લા મોક્ષ તત્ત્વમાં કરીશું.
૨. અજીવ : - જે પદાર્થોમાં જીવત્વ, ચૈતન્ય-નથી તે “જડનામથી ઓળખાતા બધા પદાર્થો
આ અજીવ તત્ત્વમાં આવે છે. છે. આપણે અગાઉ જે છ દ્રવ્યોની વાત કરી ગયા છીએ તેમાંનું જીવ દ્રવ્ય ઉપરના જીવ તત્ત્વમાં આવ્યું. બાકીના પાંચ દ્રવ્યો-ધર્મ, અધર્મ, પુદ્ગલ, આકાશ અને કાળ એ પાંચે આ અજીવ તત્ત્વમાં આવે છે. જીવને-આત્માને આ પાંચે દ્રવ્યો સાથે સંબંધ છે અને જીવ સમેતના આછ યે દ્રવ્યો એ જ વિશ્વ. વિશ્વની ઘટનાઓના આધારભૂત આ છ દ્રવ્યો છે. જીવ અને અજીવના-ચેતન અને જડના-સંયોગથી જ આ જગત ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવ અને અજીવનો સંયોગ એટલે સંસાર.
૩. પુણ્ય. ૪. પાપ. - તાત્ત્વિક અર્થમાં જેને ધર્મ અને “અધર્મ' એવાં બે દ્રવ્યો બતાવ્યાં છે તે આ પુણ્ય અને પાપ નહિ. એ બે તો પદાર્થો છે અને વસ્તુઓને ગતિ કરવામાં સહાય, કરતા દ્રવ્યને ધર્મ તથા સ્થિતિ કરવામાં સહાય કરતા દ્રવ્યને “અધર્મ' એવું નામ આપેલું છે. •
વ્યાવહારિક અર્થમાં આપણે પુણ્ય અને પાપને ધર્માચરણ અને અધર્માચરણ” • કહી શકીશું. પરંતુ, આ નવ તત્ત્વની વાતમાંના આ ત્રીજા તથા ચોથા તત્ત્વોને
જ્યારે “પુણ્ય અને પાપ” નામથી ઓળખાવવામાં આવે છે. ત્યારે તે કર્મનાં પુદ્ગલો દ્વારા રચાતાં પુણ્યકર્મ અને પાપકર્મ, એ અર્થમાં એને આપણે સમજવાનાં છે.
આપણે જે સારા કર્મો કરીએ છીએ તે “પુણ્ય’ અને ખરાબ કર્મો કરીએ છીએ . તે પાપ છે. પુણ્યકર્મો આપણને સુખનાં સાધનો પ્રાપ્ત કરાવવામાં કારણભૂત છે. અને પાપકર્મો આપણા માટે દુ:ખની સામગ્રીને લઈને હાજર થાય છે.
કર્મ વિષેના પાછલા પ્રકરણમાં મુખ્ય આઠ પ્રકારના કર્મોની વાત કરી ગયા છીએ. એમાંના પહેલા ચાર કર્મો, ‘જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય’ અશુભ પરિણામી હોઈ એ બધાં જ પાપકર્મો છે. છેલ્લાં જે ચાર કર્યો છે, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય' એ ચારે કર્મો ‘શુભાશુભ એટલે એ દરેકમાં કોઈ શુભ, તો કોઈ અશુભ કર્યો છે. અર્થાત્ દરેકમાં પુણ્ય એટલે શુભ અને પાપ એટલે અશુભ એવાં બંને જાતના કર્મ પરિણામો હોય છે. ભૌતિક સુખ અને દુઃખનો આધાર સત્કર્મો અને દુષ્કૃત્યો છે,