________________
અને આત્માનો વિકાસ ક્રમ
૧લ્ડ આટલી પ્રાસ્તાવિક વિચારણા પછી, “સર્વ જગતનું કલ્યાણ થાઓ એવી મંગલ ભાવનાને આપણે હૃદયમાં પ્રસ્થાપિત કરીને, આત્મા અંગેની તાત્વિક વિચારણા તરફ હવે આપણે વળીએ.
આ વિષયમાં, જૈન દાર્શનિકોએ જેનું પ્રતિપાદન કરેલું છે, તે નવતત્ત્વ વિષે માહિતી મેળવવાનું ખૂબ ખૂબ રસપ્રદ અને ઉપયોગી થઇ પડશે. આ નવ તત્ત્વોના નામ નીચે મુજબ છે -
૧. જીવ. ૨. અજીવ. ૩. પુણ્ય, ૪. પાપ. ૫. આગ્નવ. ૬. સંવર:
૭. બંધ. *
૮, નિર્જરા ૯. મોક્ષ.
આ નવે તત્ત્વોનો આત્મા સાથે સીધો સંબંધ હોવાથી, આત્માને અને એના વિકાસક્રમને સમજવામાં એ નવ તત્ત્વો અંગેની વિચારણા આપણી સમક્ષ એક નવી જ દુનિયા રજુ કરશે. એ નવ તત્ત્વોને હવે આપણે ક્રમશઃ તપાસીએ. ૧. જીવ :
આપણે અગાઉ નિગોદ અને નિગોદમાં વસતા જીવો અંગેની વાત કરી ગયા છીએ. એ હકીકતને લક્ષમાં લેતા, એ વાત તો સ્વીકારાઈ ગઈ છે કે આ વિશ્વમાં અગણિત અસંખ્ય અનંત જીવોનું અનાદિ કાળથી અસ્તિત્વ છે. એ નિગોદની બહાર નીકળીને, આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોની વાત આપણે અહીં કરવાની છે.
જીવ એટલે જેનામાં ચૈતન્ય છે તેવો આત્મા. આ આત્માનાં મૂળ આઠ સ્વરૂપ જૈન તત્ત્વવેત્તાઓએ બતાવ્યાં છે. એ આઠ સ્વરૂપો નીચે મુજબ છે.
૧. દ્રવ્ય આત્મા. ૨. કષાય આત્મા. ૩. યોગ આત્મા. ૪. ઉપયોગ આત્મા. ૫. જ્ઞાન આત્મા. ૬. દર્શન આત્મા ૭. ચારિત્ર આત્મા. ૮.વીર્ય આત્મા.
આત્માનાં આ આઠ સ્વરૂપોમાંનાં બે “હેય', બે “ઉપાદેય’ અને ચાર “શેય' સ્વરૂપો ગણાય છે. - આ આત્માના જૈન દાર્શનિકોએ બે મુખ્ય ભેદ બતાવ્યા છે.