________________
ત્યારે તેમને ભાવથી યાદ કરે છે. સ્વ. બાપુજીએ રચેલી આરતી તેઓશ્રી છેલ્લા ૪૦ વર્ષથી શ્રી સિદ્ધચક્ર પૂજન ભણે કે ભણાવે છે ત્યારે ગાય છે અને અમને કાયમ મળે ત્યારે અચુક યાદ કરે છે. તેમને મળીએ ત્યારે એવું લાગે કે જાણે તેઓ શ્રી મારફતે સ્વ. પિતાશ્રીના આશીર્વાદ અમારી ઉપર વહ્યા કરે છે. તેમનો પ્રેમાળ આગ્રહ હોવાથી સ્વ. પિતાશ્રીના સંતાનોની થોડી ભાળ અહીં આપીએ છીએ.
(૧).
સૌથી મોટા પુત્ર નરેન્દ્રભાઈ ૧૯૭૫માં અવસાન પામ્યા અને તેમના પત્ની સરોજ બેન ૧૯૯૪માં સ્વર્ગે સીધાવ્યા. .
(૨) . બીજા પુત્ર જિતેન્દ્રભાઈ ૧૯૭૫ની સાલથી વડોદરા સ્થાયી થયા છે. ભારતમાં સૌ પ્રથમ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘોનું ફેડરેશન વડોદરામાં સ્થપાયું તેના તે સ્થાપક પ્રમુખ રહ્યા. વડોદરા સુભાનપુરાની અનેકવિધ જૈન સંસ્થાઓ તથા સંઘો સાથે સારી પેઠે સંકળાયેલા છે. ૩૦ વર્ષની એક ધારી ભાગીદારી પછી ૬૦ વર્ષની વયે નેશનલ બિલ્ડર્સ પેઢીમાંથી સ્વેચ્છાએ
હવે બહુ થયું” ની ભાવના પૂર્વક નિવૃત્ત થયા પછી તેમની ત્રણે પરીણિત પુત્રીઓ જોલીબેન રૂપાબેન તથા ચૌલાબેન પરીવારો સાથે અમેરીકા સ્થાયી થઈ હોવાથી પોતે અને પત્ની આનંદીબેન દિકરી જમાઈઓનો તથા પૌત્રપૌત્રીઓ સાથે વિશેષતઃ અમેરીકા રહે છે. અને કુટુંબ સહ ધર્મારાધના કરે
(૩) ત્રીજા પુત્ર સુરેન્દ્રભાઈ પણ પત્ની વાસંતીબેન અને બે પરીણિત પુત્રીઓ કિન્નરીબેન તથા પોયણીબેન, પુત્ર. ડો. તુષાર અને પુવધુ પરીના સાથે અમેરીકા સ્થાયી થયા છે. ૧૯૮૫થી તેમનો પોતાનો સ્ટેશનરી અને બ્લપ્રીન્ટીંગનો સ્ટોર ધરાવે છે. શીકાગો જૈન દેરાસરના પ્રતીષ્ઠા મહોત્સવ પ્રસંગે તેમની રાહબરી હેઠળ શ્રી શત્રુંજ્ય મહાતીર્થનું સરસ મોડેલ પ્રતિકૃત્તિ